________________
- ૧૬
- શ્રીવિજયપધસૂરિકૃતકરવચન કહેવા લાગ્યા. દંડ વડે મસ્તક ઉપર પ્રહાર કરી ભીષણ સ્વરે કહ્યું કે હે પાપી! તું ખરાબ માગે કેમ ચાલે છે? ત્યારે શાન્ત ચિત્તત્રાળા શિષ્ય વિચાર કર્યો કે હા ! મેં ચરિત્ર ગ્રહણ કરીને આમને કષ્ટમાં, નાખ્યા છે. જે મેં ચારિત્ર ગ્રહણ કર્યું હોત નહિ તે ગુરૂને આ કષ્ટ પડત નહિ. એ પ્રમાણે ગુરૂના ક્રોધનાં વચનો તથા ભાર સહન કરતાં તે નવીન શિષ્ય શાંત રહ્યા અને પિતાને જ દેષ કાતાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઈને ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી કેવલી થએલા-તે શિષ્ય સમસ્ત વિશ્વને જેતા સૂરિના ચિત્તને જાણીને તેમને અચણ ન થાય તે રીતે ચાલવા લાગ્યા. હવે સીધા માગે ગમન થવાથી તુષ્ટ
મનવાળા ગુરૂએ હંસીને કહ્યું કે હવે મારના પ્રભાવથી કેવી * સર ગતિ થઈ ? ત્યારે કેવલી શિષ્ય કહ્યું કે એ પ્રમાણે (બેલે નહિ કારણ કે પહેલાં માર્ગ નહિ દેખાવાથી વિષમ - ગતિ હતી પરંતુ હવે માર્ગ જણાતો રહેવાથી સરખી ગૈતિ છે. ત્યારે ગુરૂએ કહ્યું કે રાત્રીમાં તને માર્ગ કેવી રીતે જણાવે છે? ત્યારે શિષ્ય કહ્યું કે કેવલજ્ઞાનની પ્રાપ્તિથી મને માર્ગ જણાય છે. આ સાંભળીને પોતાની નિંદા કરતા તે ગુરૂ જમીન ઉપર ઉતરીને તેના પગમાં પડયા અને તેના ગુણની સ્તુતિ કરી. લાગ્યા કે અહે આ તમારું કેવું ઉત્તમ યાન અને કેવી ઉત્તમ ક્ષમા કે જેથી ક્ષણ માત્રમાં કર્મો ક્ષય કરી કેવલજ્ઞાન મેળવ્યું. મેં અધમી એ ક્રોધથી પિતાના આત્માની વિડંબના કરી ત્યારે તમે ક્ષમા વડે જ કેવલજ્ઞાન સીધ્ર મેળવ્યું. મૂઢ એવા મેં. તમારા જેવા કેવલીની જે. આશાતના કરી તેમાંથી મારી મુક્તિ ક્યારે થશે! આ પ્રમાણે પોતાની નિંદા કરતાં અને કેવલીની સ્તુતિ કરતાં તેમણે પણ શુકલ ધ્યાનમાં