________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ:
૧૩૫ વાથી ચળકતી અને ઉજવલ એવી દિવ્યશક્તિને પામ્યા છે. ૩૬ - ચંડરુદ્રાચાર્યનું દષ્ટાન્ત નીચે પ્રમાણે –
તામલિમી નામની નગરીમાં ગંગદત્ત નામે શેઠ હતે. તે શેઠને સાગર નામે પુત્ર હતા. તે ઘણે ગુણવાન હતો. યૌવન વયને પામ્યું ત્યારે રૂ૫ લાવણ્યવાળી ઉત્તમ કુલની કન્યા સાથે શેઠે મોટા મહોત્સવપૂર્વક તેનું લગ્ન કર્યું. તે નગરની બહાર વનમાં પોતાના મિત્રોની સાથે રમવા ગયે. ત્યાં ચંદ્રાચાર્ય કે જેઓ ઘણું ક્રોધી સ્વભાવના હતા. તેમની આગળ તેઓ ગયા અને તેમને મશ્કરીમાં કહેવા-1, લાગ્યા કે આ નવા પરણેલા શેઠના પુત્ર સાગરને દીક્ષા આપો. આ કુમારને વૈરાગ્ય થયે છે માટે તેને દીક્ષા લેવી છે એમ મશ્કરીમાં કહ્યું. પરંતુ ગુરૂએ તો મશ્કરીથી કોધે ભરાઈ તેનું મસ્તક પકડીને ક્ષણમાં લેચ કરી નાખ્યું. નિશાળના ગઠીઆ ભય પામીને તરત નાશી ગયા.
હવે સાગરે વિચાર્યું કે હિતૈષી ગુરૂએ દીક્ષા આપી છે તેથી મિત્રોએ મશ્કરીમાં કહેલું વચન પણ મારે પાળવું જોઈએ. તેથી તેણે ગુરૂને કહ્યું કે આપણે આ નગરનો ત્યાગ કરવું જોઈએ નહિ તે મારાં મૂઠ સગાંઓ મારી પાસે દીક્ષાને ત્યાગ કરાવશે. ત્યારે ગુરૂએ કહ્યું કે મારું જંઘાબળ ક્ષીણ થયું છે તેથી હું ચાલી શકું તેમ નથી. તેથી ગુરૂને પિતાના ખભા ઉપર ચઢાવીને રાત્રીમાં તે ચાલી નીકળ્યો.
રાત્રીમાં અંધારાને લીધે ચાલતાં ચાલતાં તેને પગ ઉંચી નીચી જમીન ઉપર પડવાથી ગુરૂ વારંવાર કોધનાં