________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિ
૧૨૯ ઉપર ઉત્તમ જિનપ્રતિમા સ્થાપના કરી. અને તે મૂર્તિને જેઈ સંધ્યાનમાં આરૂઢ થયેલો તે પુણ્યાત્ય રાજા શુકલ લેશ્યા પામ્યો. સત્યાન રૂપી અગ્નિની જવાલાથી ચાર ઘાતી કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. નજીકમાં રહેલા દેવોએ રચેલા સુવર્ણ કમલ ઉપર બેસીને તે કેવલીએ નગરના લોકોને દેશના આપી. દેશનાને અંતે લેકે એ પૂછયું કે હે નાથ! પૂર્વ ભવમાં તમે શું પુણ્ય કર્યું હતું કે જેથી આ ભવમાં પંજુપણું છતાં રાજ્ય અને કેવલજ્ઞાને પામ્યા. ત્યારે કેવલી રાજાએ પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે પૂર્વ ભવમાં મેં મુનિની આંખમાંથી તણખલું કાઢ્યું હતું. પરંતું. મુનિના મલવાળા શરીરની જુગુપ્સા તે વખતે કરી હતી. તણખલું કાંઢવાથી રાજ્ય અને કેવલજ્ઞાન તથા જુગુપ્સા કરવાથી પંગુતા પ્રાપ્ત થઈ. તે સાંભળીને સર્વે લેકે મુનિની સેવામાં તત્પર થયા અને ધર્મમાં ઉદ્યમી થયા. ત્યાર પછી કેવલી એલા તે પુણ્યાતંત્ર્ય રાજા પૃથ્વીને વિષે ઘણું કાલે વિચરીને મોક્ષે ગયા. આ પુણ્યાંત્ય રજની કથા સાંભળીને હે ભવ્ય જન! તમે પણ સદ્ધચનમાં તત્પર બની મુક્તિનાઅવ્યાબાધ સુખના ભેગવનારા થાઓ.’
| ઈતિ પુણ્ય
કથા કે
અવતરણ –એ પ્રમાણે અગિઆરમાં શક્તિ દ્વારનું વર્ણન કરીને હવે શમ નામના બારમા દ્વારનું સ્વરૂપ બે ગાથાથી જણાવે છે –