________________
૧૨૮
શ્રીવિજયસૂરિકૃતમશ્કરીમાં હસીને અપમાન કરવા લાગ્યા, તેથી ચિન્તાતુર. થઈને તે રાત્રીએ વિચાર કરે છે તે વખતે દેવતાએ તેને કહ્યું કે તું ફીકર કરીશ નહિ. સવારે સઘળું સારું થશે. દેવીના આદેશથી રાજા તે હાથી ઉપર બેસીને હાથમાં તૃણ લઈને સર્વ લેકેને આજ્ઞા કરવા લાગ્યું. તે વખતે મશ્કરીમાં હસીને લેકે બોલવા લાગ્યા કે કેવું રૂપ, કેવું પડ્યું, આ રાજા કે બળવાન છે કે જે આપણને આજ્ઞા કરે છે. આનાથી આશ્ચર્યકારી બીજું શું ? આ પ્રમાણે, બેલતા તેઓના ઉપર કોધથી રાજા તૃણ ઉપાડીને નાખવા. લાગ્યો. તેટલામાં તે અદ્ભુત વજ બની ગયું. પ્રકાશથી ચારે દિશાઓને તેજવાળું કરતા, સૂર્ય સમાન ઉગ્ર તે વજને જોઈને માણસે એકદમ ભય અને વિસ્મય પામ્યા. - તે વખતે આકાશમાં રહીને દેવી આ પ્રમાણે બોલી કે જેઓ આ રાજાની આજ્ઞા મનાશે નહિ તેઓના ઉપર આ વજ પડશે. તેથી વિમય સહિત ભય પામેલા લેકેએ તે રાજાની આજ્ઞા અંગીકાર કરી અને તેને બહુ માન પૂર્વક રાજા બનાવ્યું. અનુક્રમે પૂર્વના પુણ્યના ગ્યથી ત્રણ ખંડને અધિપતિ બન્યું. લોકમાં પુણ્યાત્ય એ નામથી પ્રસિદ્ધિ પામ્યું.
કેટલાક વખત પછી તે હાથી મરણ પામ્યું ત્યારે. રાજાએ ઘણે વિલાપ કર્યો. વિલાપ કરતા તે રાજાને મંત્રી
એ સમજાવ્યું કે ભવિતવ્યતા બળવાન છે. તેની આગળ આપણું કાંઈ ચાલે તેમ નથી. ત્યાર પછી હાથીના પ્રેમને. લીધે રાજાએ ત્યાં એક સુંદર વિહાર (પ્રાસાદ) બંધાવ્યું.. અને તેની અંદર હાથીની પ્રતિમા સ્થાપન કરી તેને સ્કંધ.