________________
- ૧ર૬
શ્રીવિજયસૂરિકૃતમધ્યાન્હ ઘણે ભાગ જેને કપાયે હતો એવા એક વૃક્ષ નીચે જમવા બેસતે હતું તે વખતે બલદેવ મુનિ પારણા માટે ફરતા તે મૃગની સાથે ત્યાં આવ્યા. મુનિને આવેલા જોઈને રથકારે તેમને આનંદથી નિમંત્રણ આપ્યું. અને ભાવ પૂર્વક વહેરાવવા માંડ્યું. તે જોઈને મૃગ વિચારવા લાગ્યું કે આ રથકારને ધન્ય છે જે મુનિને આ પ્રમાણે દાન આપે છે માટે એને જન્મ સફળ છે. તપ કરતા મુનિ પણ વખાણવા યંગ્ય છે. પણ તપ અને દાનથી રહિત એ હું જ ફકત હીનભાગી છું. આ પ્રમાણે મૃગ ભાવના ભાવે છે, રકાર પણ આહારનું દાન આપે છે અને મુનિ તે ગ્રહણ કરે છે તે વખતે પ્રચંડ પવનના ઝપાટાથી તે કાપવા માંડેલું - ઝાડ એકદમ તે ત્રણે જણાંના ઉપર પડયું અને તેજ વખતે
તે ત્રણે જણાં મરણ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ - થયા. એ પ્રમાણે દાન આપનાર, દાન લેનાર અને તેની -અનુમંદના કરનાર આ ત્રણેને એક સરખે લાભ થયે. એવી રીતે બીજા મનુષ્યએ પણ સ્વશકિત પ્રમાણે દાનાદિ ધર્મકાર્યમાં અવશ્ય ઉદ્યમ કર.
ઈતિ બલદેવ મુનિ કથા છે બીજી ચતુરંગપાદ પુરૂષ (પુણ્યાઢય)ની કથા –
પદ્મપુર નામના નગરમાં તપન નામનો રાજા હતો. તે નગરમાં ધનાવહ નામે શેઠ હતે. કરીયાણાં ખરીદ કરીને તે એક વખત સિંહલદ્વીપમાં ગયા. ત્યાં દાણથી મુક્ત કરીને તેને ત્યાંના રાજાએ સત્કાર કર્યો. ત્યાં તેણે એક સુંદર હાથી જો તેથી તે તપન રાજાને યોગ્ય છે એમ જાણી રાજાને