________________
શ્રીકપૂરપ્રકરસ્પાર્ટાદિક
૧૩૧
=
ભાઈ ગજસુકુમાલે દીક્ષા લીધી હતી અને તપ કરી શકતા હતા તે છતાં પણ તેમના સસરાએ ખેરના અંગારા માથા ઉપર મૂક્યા તે પણ તેના ઉપર જરા પણ કોધ ન કર્યો તેથી તેઓ મરીને સ્વર્ગે ગયા. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે સૂર્ય વડે એટલે સૂર્યના તાપથી અન્ન રંધાયે છતે કે પુરૂષ અગ્નિ સળગાવે અથવા ક્ષમાં રાખવાથી જ જે કાર્યસિદ્ધિ થતી હોય તો ક્રોધ કરવાની શી જરૂર છે? ૨૫
ગજસુકુમાલનું દષ્ટાન્ત નીચે પ્રમાણે –
દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલ હતા. યૌવનાવા પામ્યા ત્યારે સોમિલ નામના વિપ્રની સુંદર કન્યા સાથે શ્રીકૃષ્ણ તેમનું લગ્ન કર્યું. થોડા વખત પછી બાવીસમા શ્રીમનાથ તીર્થકર દ્વારિકા નગરીમાં સમોસર્યા. ત્યારે ગજસુકુમાલ શ્રીકૃષ્ણની સાથે વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળીને પ્રતિબંધ પામેલા ગજસુકુમાલે પોતાની માતા પાસે દીક્ષા લેવાની રજા માગી. માતાએ કહ્યું કે તે હમણાં જ લગ્ન કર્યું છે. તારું શરીર ઘણું કેમલ છે, વળી તારી ઉંમર ઘણી નાની છે. માટે હુમણાં તો સંસારના સુખ ભોગવીને વૃદ્ધ ઉમરે દીક્ષા લેજે. ત્યારે ગજસુકુમાલે કહ્યું કે હે માતા ! આયુષ્યને શો ભરશે છે. કેણ જ્યારે મરશે તે કહી શકાય તેમ નથી વગેરે કહીને માતાને સમજાવી. અંતે માતાએ દીક્ષા લેવાની રજા આપી શ્રીકૃષ્ણ વાસુદેવે મોટા છવ પૂર્વક તેમને દીક્ષા અપાવી. - દીક્ષા લીધા પછી ગજસુકુમાલ મુનિએ પ્રભુને પૂછયું કે જલદીથી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરાય? ત્યારે પ્રભુએ