________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૧૨૧
સ્વાધ્યાય કરવામાં પણ અસમર્થ હતા, તે પણ ઉંચ પ્રકારના શુભ ધ્યાનના બલથી કમરૂપી શત્રુથી મુક્ત થયા એટલે મેક્ષને પામ્યા. તેથી કરીને હે ભવ્ય જી! પ્રમાદ રૂપી ખરાબ આળસને છેડી દઈ ને અંતરંગ મનેબલ વડે હિતના માર્ગ રૂપ ધર્મમાર્ગને વિષે કેમ જતા નથી ? એટલે ધર્મને કેમ આચરતા નથી. વળી આજ ધ્યાન બલ વડે કરીને મદાલસાના પુત્ર પણ બાલ્યાવસ્થામાં નિર્મલ થયા છે, એવું સંભળાય છે. માટે કવિશ્રી કહે છે કે કદાચ તમારાથી દુષ્કર વ્રત વગેરે તથા તપ વગેરે ન બની શકતા હોય તે પણ શુભ ધ્યાનમાં તત્પર રહે. ૨૩
અતિમુક્ત મુનિનું દષ્ટાન્ત આ પ્રમાણે –
શ્રાવસ્તી નગરીમાં શ્રેષ્ઠીમાં અગ્રેસર રત્નાદિત્ય નામે શેઠ હતે. તેને અતિમુક્ત નામે પુત્ર હતા. લઘુકમી હેવાથી તેને બાળપણમાં પણ વૈરાગ્ય થવાથી શીલંધર નામના ગુરૂની પાસે તેણે દીક્ષા લીધી. તે એક વખત સૂરિની સાથે અહિભૂમિમાં ગયે. સૂરિ પુરષોત્સર્ગ કરવાને (ઠલ્લે જવાને) વનાન્તરમાં ગયા. તે વખતે કીડા કરતા તે ક્ષુલ્લક સાધુએ કાચલી સરોવરમાં નાખી, તેને પાણીમાં તરતી જોઈને અહે મારી નાવ કેવી તરે છે? એમ બોલવા લાગ્યું. તેને આ પ્રમાણે કીડા કરતો જોઈને સૂરિએ કઠેર સ્વરે કહ્યું કે તે આ પ્રમાણે પાણી અને માટીની વિરાધના કેમ કરી? આપણુથી આમ થાય નહિ. પછી વસતિમાં આવેલા તેમણે તેને તે ઈર્યાપથિકી વિરાધના સારી રીતે પ્રતિક્રમવાનું કહ્યું. તે વખતે તે ક્ષુલ્લક (અતિમુક્ત) સાધુ શુભ આશયથી