________________
૧૨૨
શ્રીવિજયપરસૂરિકૃતઅપ્રમત્તપણે દગમટ્ટી” એ પ્રમાણે બેલતા શુકલ ધ્યાન વડે કેવલજ્ઞાન પામ્યા. આ પ્રમાણે તે બાળક હતા તેપણું ધર્મમાં યત્ન કરીને કેવલજ્ઞાન મેળવ્યું તે કાયિક શક્તિ. વગેરે સામગ્રી મેળવીને હે ભવ્ય જને! ધર્મની આરાધના. કરવામાં પ્રમાદ સેવવો નહિ.
છે ઈતિ અતિમુકત મુનિ ક્યા છે મદાલસાના પુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે –
કાંચનપુર નામના નગરમાં કતુધ્વજ નામે રાજા હતા. તેને મદાલસા નામે રાણી હતી. રાજાની સાથે ભોગ ભોગવતા તે રાણીએ એક પુત્રને જન્મ આપે. હર્ષિત થએલા પિતાએ તેને જન્મ મહોત્સવ કયો. પારણામાં રહેલ તે પુત્ર જ્યારે રૂવે છે ત્યારે મદાલસા તેને હિંચકે નાખતાં કહે છે કે તે મૃત્યુથી ભય કેમ પામે છે. ભય પામવાથી મૃત્યુ ભય પામનારને મૂકતું નથી અને જન્મરહિતને તે ગ્રહણ કરતું નથી. માટે જન્મ લે ન પડે તે યત્ન કર. તેને અર્થ વિચારતા તે બાળક વૈરાગ્યરંગવાળે છે, તેથી તે બાલક રૂદન કરતે નથી અને દરરોજ સુખે રહે છે. આઠ વર્ષને થયું ત્યારે વૈરાગ્યથી દીક્ષા લીધી અને તપસ્યા કરવા લાગ્યો, એ પ્રમાણે મદાલસાએ બાલ્યપણુમાં સાત પુત્રને પ્રતિબંધ પમાડ્યો તેથી તે બધા તપસ્વી થયા. આ પ્રમાણે કેટલાક મનુષ્ય લઘુકમી હોવાથી બાળપણમાં પણ પ્રતિબોધ પામીને ધર્મ પામીને ઉત્તમ ગતિ મેળવે છે.
ઈતિ મદાલસા સુત કથા