________________
૧૨૦
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતઆઠ વર્ષોની હતી ઉંમર છતાં બહુ આકરા, વ્રત તપ અને સ્વાધ્યાય કરવા નહિ હતાશક્તિધરા અતિમુક્ત મુનિને તે શ્રેષ્ઠ ધ્યાને કર્મ શત્રુને હણે, બાલપુત્ર મદાલસાના ધ્યાનથી નિર્મલ બને. ૧ એમ જાણી પ્રમાદ છડી કેમ હિત સાધે નહીં, પામેલ સાધન વિણસતાં ફરી વાર તે મળશે નહી પુણ્યવંતા પુણ્યગે પુણ્ય સામગ્રી લહે, ચેતનારા સાધ્ય સાધી પરમ શાંતિમાં રહે. ૨
લેકાર્થ:–આઠ વર્ષની ઉંમર છતાં પણ, વળી તથા પ્રકારના વ્રત તપ અને સ્વાધ્યાય કાર્યોમાં અસમર્થ છતાં પણ ઉચ્ચ પ્રકારની ધ્યાનની શક્તિથી અતિમુક્ત નામના મુનિ કર્મ રૂપી શત્રુથી મૂકાણ છે તેથી કરીને પ્રમાદ રૂપી મેટી આળસને છાંડીને શક્તિ વડે હિતના માગે કેમ જતા નથી? વળી સંભળાય છે કે મદાલસાના પુત્રે બાલ્યાવસ્થામાં પણ ધ્યાન વડે નિર્મલ થયા છે. ૨૩
સ્પષ્ટાર્થ –ધ્યાનની શક્તિ એટલે અંતરંગ મનેબલને કેટલો પ્રભાવ છે તે જણાવતાં કવિશ્રી કહે છે કે અતિમુક્ત નામના મુનિની આઠ વર્ષની નાની ઉંમર હતી. વળી તે તેવા પ્રકારના અહિંસાદિ દુષ્કર વ્રતના પાલનમાં અસમર્થ હતા, વળી છ પ્રકારના બાહ્ય તપ તથા છ પ્રકારના અભ્યન્તર તપ એમ બાર પ્રકારના તપ કરવામાં પણ અસમર્થ હતા તેમજ સ્વાધ્યાય કાર્ય એટલે ભણવું વગેરે પાંચ પ્રકારને