________________
- ૧૧૦
શ્રીવિજયપત્રસૂરિકૃત- એટલામાં શ્રીસિંહ ગુરૂ તે ગામમાં આવ્યા. ધનગિરિ ગોચરી લેવા માટે નીકળ્યા ત્યારે ગુરૂએ કહ્યું કે આજે ચિત્ત અચિત્ત જે ગોચીમાં મળે તે લેવું. તેમણે તે વાત અંગીકાર કરો. અને ગોચરી માટે ફરતાં ફરતાં સુનંદાને ઘેર ગયા. ત્યારે પુત્રના રૂદનથી કંટાળી ગએલી તેણીએ કહ્યું કે રૂદન કરતા આ તમારા પુત્રથી હું ઘણી કંટાળી ગઈ છું માટે આ તમારા પુત્રને લઈ જાઓ. ત્યારે સાધુએ કહ્યું કે તું હમણું પુત્રને આપે છે પણ પાછળથી ઝગડે કરીશ નહિ, ત્યારે તેણીએ કહ્યું કે મારે તમારું કે તેનું કામ નથી. ત્યારે ઘણું માણસને સાક્ષી રાખીને ધનગિરિએ બાલકને ગ્રહણ કર્યો. લાવીને ગુરૂને આપે. ગુરૂએ ઘણે ભારે હોવાથી વજ એવું નામ પાડયું. સાધ્વીઓને પીને ગુરૂએ બીજે વિહાર કર્યો.
સાધ્વીઓના ઉપાશ્રયે બાળકના સૌભાગ્યથી ખુશી થએલી શ્રાવિકાઓએ પુત્રથી પણ અધિક પ્રીતિથી તેને ઉછેરવા માંડે. સાધ્વીઓના મુખેથી તેઓ અગિઆર અંગ ભણ્યા. ફરીથી વિહાર કરતા સિંહગિરિ ત્યાં આવ્યા. ત્યારે સુનંદાએ પુત્રને પાછો મેળવવા તેમની સાથે ઝગડો કર્યો. પરંતુ તેમણે આપવાની ના કહી, ત્યારે રાજા આગળ સુનંદાએ ફરીયાદ કરી. રાજાએ કહ્યું કે આ બાબતમાં પુત્ર પ્રમાણ છે, માટે પુત્ર જે તરફ જાય તેને તે થાય. પ્રથમ સુનંદાએ સુખડી વગેરેથી ઘણે ભાગ્યે પણ જેને ઘેર જવું નથી તેવા આ બાળકે માતાની સામે પણ જોયું નહિ. ત્યાર પછી ધનગિરિએ તે રજોહરણ દેખાડે. ત્યારે બાળકે તે હર્ષથી લઈ નાચવા માંડયું. સંઘે જય જય શબ્દ કયો. આઠ વર્ષને