________________
શ્રીકપૂરપ્રકાસ્પષ્ઠાથદિર
૧૦૯
તમારા મતે તે બન્યો કહેવાય. આ ઢંકના વચનથી પ્રિયદર્શના બોધ પામી. જમાલીને પણ એ વાત કહી. પરંતુ તે સમયે નહિ ત્યારે બીજા બધા જમાલી સાથે સાધુઓ તથા પ્રયદર્શન તેને છોડીને પ્રભુની પાસે ગયા. અને મિથ્યા દુષ્કૃત આપ્યું. જમાલી એકલે લોકોને છેતરીને અંતે અનશન કરીને મરણ પામી છઠ્ઠા લાંતક દેવલેકમાં કિબિષિક દેવપણે ઉપન્યા. ત્યાંથી ઘણુ ભવ રખડશે. આ જમાલિક પ્રથમ નિર્લર ગણાય છે. આ પ્રમાણે જમાલિની જેવા ઘણા સાધુઓ મળવા સહેલ છે, પણ ઉત્તમ મુનિવરો મળવાહેલ નથી.
| | ઇતિ જમાલિ કથા છે શ્રી વાસ્વામીની કથા ટુંકમાં આ પ્રમાણે –
શ્રીતુંબવન ગામમાં ધનગિરિ નામે શ્રેષ્ઠીની સુનન્દા નામની ભાર્યા હતી તેની કુક્ષિમાં સ્વર્ગથી તિર્યજ઼ભક દેવને જીવ (જેને ગૌતમ સ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર બોધ પમાડે હત) આવ્યું. તે વખતે શ્રીસિંહગિરિ નામના ગુરૂ પાસેથી ધર્મ સાંભળીને ધનગિરિએ તેમની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી સુનંદાને પુત્ર અવતર્યો. સુતિકા ઘરમાં એકઠી થએલી સ્ત્રીઓના મુખથી પિતાએ દીક્ષા લીધી છે તે સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉપન્યું. તેથી તેણે વિચાર્યું કે હું પણ કયારે દીક્ષા લઈશ? આથી માતા પાસેથી છુટવા માટે નિરંતર રૂદન કરવા લાગ્યો. માતા સ્તનપાન વગેરેથી છાને રાખે છે તે પણ છાનો રહેતો નથી. એ પ્રમાણે છ માસ ચાલ્યા ગયા. અને સુનન્દા પુત્રના રૂદનથી કંટાળી ગઈ છે.