________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક
૧૦૭ ' એક વખત વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ આવ્યા. ત્યાં તાવ આવવાથી અને ઉભા નહિ રહો શકવાથી સાધુઓને સંથારે પાથરવાને કહ્યું. સાધુઓએ પણ સંથારે પાથરવા માંડે. તાવની આકરી પીડાથી સંથારો થયો કે નહિ એમ. વારંવાર પૂછવા માંડ્યું. ત્યારે તેઓએ કહ્યું કે પાથર્યો. જમાલી ઉઠીને ત્યાં ગયા ત્યારે સાધુઓને સંથારો પાથરતાં જોઈને કોધ કરીને કહ્યું કે તમે પથરાયે છે એવું ખોટું કેમ બેલ્યા. ત્યારે તેઓએ કહ્યું કે “કિયમાણે” એટલે જે કરાતું હોય તે “કૃત” એટલે કરાયું કહેવાય. એવું પ્રભુનું. વચન છે માટે કરાયે એમ કહ્યું. ત્યારે જમાલીએ કહ્યું કે તમે અજાણ છે કે આ પ્રભુનું વચન ખોટું છે. કરાતું તે. કરાએલું કહેવાય નહિ પરંતુ જે કરાયું તે કરાયું કહેવાય. ક્રિયમાણું કૃતં” એવું અરિહંતનું કહેવું નથી. કારણ કે જે કાર્ય હજી પુરૂં થયું નથી અથવા જેને હજી ” આરંભ કરાવે છે તેને કરાયું કહેવું એ પ્રત્યક્ષ વિધવાળું વચન જણાય છે. માટે હે મુનિઓ ! જે કરાયું હોય તેજ કરાયું કહેવાય એવું મારું કહેવું યથાર્થ છે માટે મારે પક્ષ અંગીકાર કરે. તીર્થકરે કહેલું પણ યુક્તિ યુક્ત હેય તેજ અંગીકાર કરવું જોઈએ. જે સર્વજ્ઞ છે તે છેટું કેમ બોલે એમ તમે કહેશો નહિ. કારણકે મોટા પણ ખલના પામે છે.
મર્યાદા મૂકીને બોલતા જમાલીને સાંભળીને કાપેલા વિરે કહેવા લાગ્યા કે હે મહાપાપી ગાંડા જેવું શું બોલે.