________________
૧૦૮
શ્રીવિજયપદ્રસૂરિકૃતછે? રાગ દ્વેષ રહિત જિને ખોટું બોલે નહિ. માટે તેઓના વચનમાં પ્રત્યક્ષ વિરોધ હેતો નથી. જે જે સમયે કિયા કરાય તે સમયે કાર્ય ન થતું હોય તે કિયા વિના કાર્ય થાય છે એમ કહેવું પડશે. અને એમ કહેવાથી તે માટે વિરાધ આવશે. કારણ કે કાર્ય ઉત્પન્ન કરવામાં ફિયાની જરૂર રહેશે નહિ. વ્યવહારમાં પણ કેઈમાણસને કાંઈ કામ કરતા જેઈને પૂછીએ તે તે. પણ શરૂઆત છે તે પણ ભાવી નામથી જવાબ આપશે. કેઈ બહાર ગામ જવાને ઘેરથી નીકળે અને તેના ઘરના માણસને કઈ પૂછે તે હજી તે ગામમાં હોય કે સ્ટેશને હોય તે પણ અમુક ગામ ગયા એમ કહેવાય છે. વગેરે ઘણુ યુક્તિથી સમજાવ્યા છતાં જયારે જમાલિએ ન માન્યું ત્યારે ઘણું ખરા સાધુએ તેને ત્યાગ કરીને પ્રભુ પાસે ગયા. *
- પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ પણ પતિના અનુરાગથી જમાલીને મત અંગીકાર કર્યો. જમાલી પણ હું સર્વજ્ઞ છું એ પ્રમાણે બલતો પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો. વિહાર કરતાં મેટા અહંકારવાળે તે શ્રાવસ્તી નગરીએ આવ્યા. ત્યાં વીર પ્રભુના ભક્ત ટંક નામના કુંભારે પ્રિયદર્શનને તેમના સાડા છેડે અંગારાથી બાળીને બોધ પમાડયો. કારણ કે જ્યારે સ્વાધ્યાય કરતા તેમને સાડા ઉપર કુંભારે અંગાર મૂક્યો ત્યારે ત્યાં તે બળવાથી કાણું પડયું છતાં પ્રિયદર્શનાએ કહ્યું કે હે શ્રાવક! મારો સાકેમ બન્યો? ત્યારે ટંકે કહ્યું કે એ તે પ્રભુને મત છે તમારા મતે તે સાડે બળે નથી, કારણ કે જ્યારે પૂરેપૂરે બળી જાય ત્યારે