________________
૧૧૪
શ્રીવિજયપદ્યસૂરિકૃતઉપયોગથી પિતાના પદને લાયક કેણ છે તે જોયું તો સ્વગચ્છમાં કોઈ જણાયું નહિ. તેથી તેમણે ગચ્છ બહાર દષ્ટિ મૂકી તો ધર્મને માટે યજ્ઞ કરતા શયંભવ નામના બ્રાહ્મણને લાયક છે. તેથી તેને બંધ કરવાને માટે ગુરૂએ યજ્ઞ આગળ બે ચતુર સાધુઓને મેકલ્યા અને તેઓને ત્યાં જઈને “અહો રમો રાઈ તત્વ જ શારે ” એટલું બેલીને પાછા આવવાનું જણાવ્યું. - બંને સાધુઓ યજ્ઞના સ્થાને ગયા અને ગુરૂએ કહેલે લેક બેલીને પાછા ફર્યા. આ સાંભળીને શય્યભવે વિચાર કર્યો કે આ (યજ્ઞ કરવો તે) તવ છે કે બીજું એ પ્રમાણે વિચાર કરતાં જેને મૃષાવાદી હેતા નથી, તેથી તેણે ગુરૂને (યજ્ઞ કરાવનારને) પૂછયું કે તત્વ શું છે ? ત્યારે ગુરૂએ કહ્યું કે યજ્ઞકિયા તત્વ છે. આ વચન મિથ્યા છે એવું જાણીને કેપેલા શય્યભવે તરવાર ખેંચીને ગુરૂ તરફ ધસીને કહ્યું કે તત્વ બોલે નહિ તે આનાથી માથું કાપી નાખીશ. ગુરૂએ શિરચ્છેદ વખતે તત્વ કહેવું જોઈએ એમ વિચારીને ભય પામીને યજ્ઞસ્તમ્ભ નીચે દાટેલી શાન્તિનાથની પ્રતિમા આપી. તેથી બેધ પામેલા શäભવે કુલકમથી આવેલ મિથ્યાત્વને ત્યાગ કરીને પ્રભવસ્વામી પાસે આવીને દીક્ષા લીધી અને અનુક્રમે બાર અંગેનો અભ્યાસ કર્યો. - આ તરફ શય્યભવે પિતાની ગર્ભવતી સ્ત્રીને ત્યાગ કર્યો હતો. તેણીએ ગ્ય વખતે સુંદર પુત્રને જન્મ આપ્યો. તેનું મનક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષને થયે. ત્યારે સમાન વયના બાળક સાથે રમતી વખતે