________________
E
s
પ્રકરપ્રકરWછાથદિ: સંસારની અસારતા જાણે. વૈરાગ્ય ભાવનાથી અજ્ઞાનને લીધે તાપસી દીક્ષા લીધી. ત્યાર પછી નગરમાં ઘેર ઘેર ભમીને ભિક્ષા લઈને તે વનમાં ગયે. પછી લાવેલી ભિક્ષા વાપરતા તેને વિચાર છે કે જગતમાં ઘણાં જલચર, સ્થલચર અને ખેચર જીવો ભૂખ્યાં છે માટે હું એકલો આ ભિક્ષા કેમ ખાઈ શકું? તેથી તેણે ભિક્ષાના ચાર ભાગ ર્યા. તેમને એક ભાગ પિતાને માટે અને બાકીના ત્રણ ભાગ બાકીનાજીને નાખીને પોતાને જે ચે ભાગ હતો તેને પાણીમાં એકવીસ વાર ધંઈ નાખીને નીરક્સ કરીને પિતે વાપરવા લાગ્યું. આ પ્રમાણે તેણે ૬૦ હજાર વર્ષ સુધી આકરું તપ કર્યું.' તે પણ અજ્ઞાન કષ્ટ હોવાથી તેને ઘણું કર્મની નિર્જરા થઈ નહિ. અંતે અનશન કરીને મરીને બીજા ઈશાન દેવલોકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. આટલું તપ જે બીજા જ્ઞાનીએ (સમકિતવંત) પુરૂષે કર્યું હોત તો તેટલા તપથી સાત જણું મેક્ષે જાત. પરંતુ એટલું તપ કરવા છતાં સમ્યકત્વરહિત હોવાથી એ તામલિ પણ મેક્ષે જઈ શકે નહિ. કારણકે આ તપ એ અજ્ઞાન કષ્ટ હતું, તેથી જ કહ્યું છે કે અજ્ઞાની પુરૂષ ઘણાં ક્રોડ વર્ષો સુધી તપ કરીને જે કર્મ અપાવે તે જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે. માટે જ્ઞાનપૂર્વકનું તપ ઘણે લાભ આપનારું છે. તામલિ તાપસ અંત સમયે મુનિના દર્શનથી સમ્યકત્વ પામી ઈદ્ર થયા છે. એમ અન્ય ગ્રંથમાં કહ્યું છે.
| ઈતિ તામલિ તાપસ કથા