________________
તે સાંભળીને હસાવથી આટલે તેમને કેટલીક
૭૨
- શ્રીવિજયપદ્યસૂરિકૃતબેધ કરનારું થાય છે, જેમ રહિણેય નામના ચોરને શ્રીવીર પ્રભુનાં વચન સાંભળવા ઉપર દ્વેષ હતો છતાં પણ પગમાં કાંટો વાગવાથી તે (કાટે) કાઢવા માટે બંધ કરેલા કાનમાંથી આંગળી કાઢી લેવી પડી અને તેથી તેના કાનમાં મહાવીર પ્રભુના “દેવી જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે તથા તેમની આંખે બંધ થતી નથી” એટલાં વચને કાનમાં પેસી ગયાં તે પણ તેને ઘણા લાભદાયી થયાં. કારણ કે તે સાંભળેલા વચનને લીધે અભયકુમારની જાળમાં તે ફસાયો નહિ. અને સજામાંથી બચી ગયે. એટલું જ નહિ પરંતુ એક જ વચન સાંભળવાથી આટલો ફાયદે થયે તે જેઓ ધર્મને ઉપદેશ નિરંતર સાંભળે છે તેમને કેટલો લાભ થાય? એવું વિચારીને તેણે ચેરીને ધંધો બંધ કરીને દીક્ષા લીધી. આ બાબતમાં દષ્ટાન્ત જણાવે છે કે રોગવાળાને ગમતું ન હોય તેને આપવામાં આવતો કડવો ઉકાળો તેના રેગને નાશ કરીને તેને સાજે બનાવે છે. ને તેથી તે સુખી થાય છે. તેવી જ રીતે સૂર્ય જો કે તેના તાપને લીધે આકરે લાગે છે તે છતાં પણ તે જગતના જીને હિત માટે થાય છે. કારણ કે તેને પ્રકાશ જીવોને મળતો ન હોય તો જીની તંદુરસ્તી સચવાતી નથી કારણ કે દરેકને જીવવાને માટે સૂર્યના પ્રકાશની જરૂર છે. વળી તે અંધકારને પણ નાશ કરે છે જેથી કરીને દરેક વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાર એ છે કે ગામમાં ન હોય તે છતાં પણું પરિણામે લાભદાયી એવાં બોધ વચને જરૂર લાભ આપનાર થાય છે. ૧૪