________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
ત્યારથી માંડીને સુલસા જિનેરની પૂજા વિશેષતાથી કરવા લાગી. આયંબીલ વગેરે તપ કરવા લાગી. તે દરમીઆન ઈન્દ્ર સભામાં કહ્યું કે જે કે ઘણી શ્રાવિકાઓ છે પરંતુ સુલસા સરખી કેઈ નથી. આથી વિસ્મય પામેલો એક દેવ તેની પરીક્ષા કરવા માટે સાધુને વેષ લઈને આવ્યા. સુલસા પણ મુનિને આવેલા જોઈ ઘણું રાજી થઈ. ભકિતપૂર્વક વંદન કરીને મુનિએ આગમનનું કારણ પૂછ્યું. ત્યારે મુનિએ કહ્યું કે મને વૈદે કહ્યું છે કે તારે ત્યાં લક્ષપાક તેલ છે તેની ( રેગ ઉપર) મારે જરૂર છે તે મને હેરાવ. હર્ષિત થએલી તેણી એક તેલને કુંભ લઈને આવી. લાવતાં દેવે પિતાની શક્તિથી.. વચમાં તે ફેડી નાખે. તેથી તે બીજે કુંભ લાવી તે પણ દેવે વચમાં ફેડી નાખે. તે પ્રમાણે ત્રીજે લાવતાં તે પણ કેડી નાખે. આવી રીતે ફૂટવા છતાં તે જરા પણ ખિન્ન થઈ નહિ. પરંતુ વિચાર કરવા લાગી કે હું મન્દ ભાગ્યવાળી છું. કારણ કે તેલ મુનિના કામમાં આવ્યું નહિ. આવા તેણીના પરિણામ જાણુને તે દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે ઈંદ્ર તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી તેથી તારી પરીક્ષા કરવાને હું (દેવ) આવ્યો હતો. તુષ્ટ થયે છું માટે વરદાન ભાગ. ત્યારે તેણીએ કહ્યું કે મને સુંદર પુત્ર આપ. ત્યારે દેવે તેને ૩ર ગુટિકાઓ આપી અને કહ્યું કે તારે અનુક્રમે આ ગેળીઓ ખાવી. તેથી તેને અનુકમે કર પુત્રો થશે. કામ પડે તો મારું સ્મરણ કરજે એટલે હું આવીશ એ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે.
હવે સુલસાએ વિચાર કર્યો કે અનુક્રમે ગુટિકા ખાવાથી ક્રમે ક્રમે એક એક પુત્ર થશે. તે દરેકના અશુચિ કર્મ કર