________________
શ્રીવિજયપદ્યસૂરિકૃત
વામાં મારે ઘણે કાળ જશે. માટે બત્રીસ ગોળીઓ સાથે ખાઈ લઉં તે બત્રીસ લક્ષણો એક પુત્ર થશે. એવું વિચારી બત્રીસ ગોળીઓ સાથે ખાધી. તેથી તેને એકી સાથે બત્રીસ પુત્ર ગર્ભ રહ્યા. પરંતુ ગર્ભ વૃદ્ધિ થઈ ત્યારે તેની વેદના સહન કરવાને અસમર્થ તેણીએ દેવનું સ્મરણ કર્યું. દેવે પણ કહ્યું કે તું ખેદ કર નહિ. હું તારી વેદનાને દૂર કરીશ. અને પ્રસવ થશે. ત્યાર પછી યોગ્ય કાલે તેણીએ ૨ પુત્રોને જન્મ આપે. નાગ સારથી ઘણો ખુશ થયો. ધાત્રીઓ વડે લાલન પાલન કરાતા તેઓ વૃદ્ધિ પામવા લાગ્યા.
- આ તરફ ચંપા નગરીમાં શ્રી વીર પ્રભુ સમોસર્યા છે. ત્યાં અમ્બડ નામે વૈકિય લબ્ધિધારી શ્રાવક હતો તે રાજગૃહી. આવતો હતો ત્યારે પ્રભુએ પિતે તેને કહ્યું કે અમારી આજ્ઞાથી સુલતાને ધર્મ નિર્વાહ મધુર વાણીવડે પૂછજો. તે વાત અંગીકાર કરી તે આકાશ માર્ગો ઉડીને રાજગૃહીએ બા. પર્ષદાની અંદર રહેલા પ્રભુએ પોતે સુલસાનો પક્ષપાત કર્યો માટે હું તેની પરીક્ષા કરું એમ વિચારી વિક્રિય લબ્ધિ વડે બટુકનું રૂપ લઈને સુલસાને ઘેર ભિક્ષા માટે આવ્યું. અને તેની પાસે ભિક્ષા માગી. સુપાત્ર સુનિ સિવાય બીજાને ભિક્ષા નહિ આપવાના નિર્ભચયવાળી તેણીએ તેને ભિક્ષા આપી નહિ ત્યાર પછી નગરના પૂર્વ દ્વારે જઈને તેણે સર્વાતિશય વાળું બ્રહ્માનું રૂપ વિકવ્યું અને ત્યાં ધર્મને ઉપદેશ આપવા માંડે. નગરના સર્વ લોકે તેને જોવા ગયા. સખીઓ સુલસાને બોલાવવા આવી. પરંતુ મિથ્યાષ્ટિની પ્રશંસા થાય તેથી સમકિત મલીન થાય માટે તે ત્યાં જઈ નહિ.