________________
શ્રીપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: અંબ. બીજે દિવસે દક્ષિા દરવાજે વિષ્ણુનું, ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં શંકરનું અને ચોથે દિવસે ઉત્તર દિશામાં ત્રણ ગઢવાળું સમોસરણ વિકુવને જિનનું રૂપ વિકુવ્યું. ઘણા લોકે ગયા. પરંતુ એક પણ દિવસ તે વંદન કરવા ગઈ નહિ. જિનનું રૂપ કર્યું ત્યારે તે તેણે કઈકને સુલસાને ત્યાં મોકલ્યા અને કહેવરાવ્યું કે તું જિનભક્ત છે અને પચીસમા તીર્થંકર અહીં આવ્યા છે તો પણ તું વંદન કરવા કેમ જતી નથી ? ત્યારે તત્ત્વ જાણનાર સુલસાએ કહ્યું કે– કદાપિ તીર્થકર હોય જ નહિ. પરંતુ કેઈ નટ નગરલકોને ઠળે છે. આ પ્રમાણે સુલસાને અચલ જોઈને આંબડે વિચાર્યું કે પ્રભુએ સુલસાની પ્રશંસા કરી તે યોગ્ય જ છે. મારી માયાથી ક્યા કયા પુરૂષો ચલાયમાન થયા નથી. પરંતુ નિર્મલ સમ્યકત્વવાળી આ સુલસાને ચલાયમાન કરવાને હું શક્તિમાન થયે નથી. પછી પિતાની સઘળી માયા સંહરીને પરમ શ્રાવક અંબડ સુસાને ત્યાં ગયા. ત્યારે સુલસાએ સાધર્મિક સંબડ ને પોતાના બધુની જેમ આદર સત્કાર કર્યો. પ્રસન્ન થઈને તેણે પ્રભુએ સ્વમુખે તેની મારફત કહેવરાવેલ ધર્મલાભ કહ્યો. અને તેનાં વચન સાંભળીને હર્ષિત થઈને સુલસાએ પ્રભુને પ્રણામ કર્યા. તેણીની મધુર વાણી સાંભળીને અંબડ પણ પ્રસન્ન થયે. અને તેણીની પ્રશંસા કરીને સ્વસ્થાને ગયે. આ પ્રમાણે જેવી રીતે સુલસા પિતાના સમકિતમાં દ્રઢ રહી તેવી રીતે દરેક ભવ્ય જીવે દ્રઢ આસ્થાવાળું થવું.
છે ઈતિ સુલસા શ્રાવિકા કથા છે