________________
- ૯૨
શ્રીવિજયપદ્યસૂરિકૃત- ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારી પાસે કેઈ કલા નથી કે જેથી
મને કઈ કાંઈ આપે. તેણીએ કહ્યું કે ફૂલ વગેરેની ભેટ ધરી -રાજની સેવા કરે. સેડુક પણ તે પ્રમાણે કરવા લાગ્યા.
એક વાર ચપ્પા નગરીના રાજાએ પોતાના લશ્કર વડે કૌશામ્બી નગરીને ઘેરે ઘાલ્ય. શતાનીક રાજા લશ્કર સાથે - અંદર રહ્યો છે. ઘણે કાલ ગમે તે પણ તેનાથી નગરી - જીતાઈ નહિ. તેવામાં ચોમાસું આવ્યું તેથી ક્ષીણ થએલા લશ્કરવાળે તે રાજા ઘેરે ઉઠાવીને પોતાની નગરી તરફ જવાની તૈયારી કરવા લાગ્યું. તે વખતે સંડુક બ્રાહ્મણ ફૂલ લેવા માટે નગરના બહારના ઉદ્યાનમાં આવ્યો હતો. તેણે આ તિયારી જે ઈ. તેથી તેણે શતાનીક રાજાને આ વાત કરી.
એટલે શતાનીકે લશ્કર સાથે બહાર નીકળી તેના ઉપર એકદમ - હુમલો કર્યો. તેથી તેનું સૈન્ય ચારે તરફ નાશી ગયું. ચમ્પાને
રાજા પણ એક નાશી ગયે. તેને ભંડાર વગેરે બધું - શતાનીક રાજાએ ગ્રહણ કર્યું. પછી મોટા ઓચ્છવપૂર્વક શતાનીક રાજા નગરમાં આવ્યો.
સેતુક ઉપર પ્રસન્ન થએલા શતાનીક રાજાએ તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું કે હું મારી સ્ત્રીને પૂછીને આવું. તેણે સ્ત્રી પાસે આવીને કહ્યું. ત્યારે સ્ત્રીએ વિચાર્યું કે ગામ વગેરે માગશું તે બ્રાહ્મણ બીજી સ્ત્રી કરશે ? એવુ વિચારીને તેણે કહ્યું કે તમે રાજા પાસે એવી માગણી કરે કે મને દરરોજ એક એક ઘેર ભેજન મળે અને દક્ષિણમાં એક દીનાર (સોના મહોર) મળે. રાજાએ હસીને તે પ્રમાણે -કબૂલ હ્યું. પછી બ્રાહ્મણ દરરેજ એક એક ઘેર ભીક્ષા માટે