________________
શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૦૧ લોકાર્થ–પ્રમાણ વિનાની અદ્ધિ આપનાર ગુરૂ નવીન કલ્પવૃક્ષ સમાન છે, કારણ કે કવલ એટલે અન્નના અથી તાપને શ્રીગૌતમ સ્વામી કેવલજ્ઞાન પમાડવાને માટે થયા પ્રાર્થના નહિ કરાએલ એવો પણ અમૃતરસ શું તાપથી પીડાએલાને ફક્ત શીતલતાજ આપે છે? અજરામર પણું શું નથી આપો ? ૧૯
સ્પષ્ટાર્થી–હવે કવિશ્રી ગુરૂનું વર્ણન કરતાં કહે છે કે ગુરૂ નવીન અથવા અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે, કારણકે કલ્પવૃક્ષ તો જે માણસ માગે, તેને જ આપે છે, જ્યારે ગુરૂ તે માગણી કરી ન હોય તો પણ પ્રમાણ વિનાની અદ્ધિ આપે છે. આ બાબતમાં ઉદાહરણ આપે છે કે જેમ અન્નના અથી ભૂખ્યા તાપને શ્રીગૌતમસ્વામીએ અન્નજ (ખીર) આપ્યું એટલું જ નહિ પરંતુ મિથ્યાત્વમાંથી બહાર કાઢી સમક્તિ પ્રાપ્ત કરાવરાવ્યું, જેથી તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એ પ્રમાણે સુગુરૂને કોઈ અપૂર્વ પ્રભાવ છે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે અમૃતરસ તાપથી પીડાએલા પ્રાણીઓને એલી શીતળતાજ આપે છે એટલું જ નહિ પરંતુ માગણી કરાવ્યા સિવાય અજરામરપણું પણ આપે છે. માટે સુગુરૂ અમૃતરસ સમાન જાણવા.
આ બાબતમાં શ્રીગૌતમ સ્વામીનું દૃષ્ટાન્ત ટૂંકામાં આ પ્રમાણે -ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર ગૌતમ મુનિ હતા. જે અષ્ટાપદ પર્વત ઉપર જિનેને વાંદીને રાત રહે છે તે જન્મમાંજ સિધ્ધ થાય એવું શ્રવીર પ્રભુનું વચન દેવ પરસ્પર કહેતા હતા. તે સાંભળીને દેવવચનના