________________
શ્રીકપૂરપ્રકરસ્પાર્ધાદિક
પૂછ્યું તો કપટી અભિનવ શેઠ “મેં પ્રભુને ખીરનું પારણું કરાવ્યું” એમ કહેવા લાગ્યો. અહે દાન અહે દાન એવું દેવાનું વચન સાંભળી લેકે અને રાજાએ અભિનવ શેઠની પ્રશંસા કરી. તે વખતે જિનેશ્વરના આગમનની વાટ જોતા આઈ શેઠ ભાવનામાં રહેલા છે અને દેવ દુંદુભિને શબ્દ સાંભળીને તે વિચારવા લાગ્યા કે હું મન્દ પુષ્યવાળો છું. અરે ધિક્કાર થાઓ મારે મને રથ ફેગટ ગયે. કારણ કે મારા ઘરને છોડીને પ્રભુએ બીજે ઘેર પારણું કર્યું.
જિનેર પણ ત્યાં પારણું કરીને બીજે વિહાર કરી ગયા. તે સ્થળે શ્રીપાનાથના કેવલી શિષ્ય આવ્યા. રાજાઓ અને લોકોએ જઈને તેમને પૂછ્યું કે આ નગરમાં પુણ્ય સમુદાય ઉપાર્જન કરનાર કેણ છે? તેમણે કહ્યું કે જીર્ણ શેઠ છે. જોકેએ કહ્યું કે પ્રભુને અભિનવ શેઠે પારણું કરાવ્યું છે. આ શેઠે નહિ. વસુધારા પણ તેમને ઘેર થઈ છે. તો જીણું શેઠ મહા પુણ્યને ઉપાર્જન કરનાર કેવી રીતે? ત્યારે કેવલીએ કહ્યું કે ભાવથી જિનદત્તે પ્રભુને પારણું કરાવ્યું છે. અને તેથી અશ્રુત દેવલોકનું આયુષ્ય તણે બાંધ્યું છે. તેવા ધ્યાનમાં રહેલા તેણે જે દુભિને શબ્દ સાંભળ્યું ન હોત તો તે કેવલજ્ઞાન પામ્યા હતા. ભાવ વિના પ્રભુને પારણું કરાવનાર અભિનવ શેઠે તે ઐહિક ફળ રૂપે વસુધારા મેળવી છે. એ પ્રમાણે ભાવથી પારણું કરાવનાર અને ભાવ વિના પાણું કરાવનારના ફળનો ભેદ જાણી વિસ્મય પામેલા લોકો પોતપોતાને સ્થાને ગયાં. જિનદત્ત શેઠ પણ મરણ પામીને દેવલેકે ગયા. ત્યાંથી