________________
શ્રીવિજયપક્વસૂરિકૃતવીર પ્રભુ કાઉસગ ધ્યાનમાં ચાતુર્માસ રહ્યા. તે ઉદ્યાનમાં ગએલા જીર્ણ શેઠે કાઉસગ્નમાં રહેલા છેલ્લા તીર્થપતિને જોયા. આ છવસ્થ જિન છે એમ નિશ્ચય કરીને તેણે પ્રભુને પરમ ભક્તિથી વાંદ્યા અને વિચારવા લાગ્યું કે આજે પ્રતિ મામાં રહેલા પ્રભુ ઉપવાસી છે પરંતુ કાલે જે મારે ઘેર પારણું કરે તે સારૂં. આવી આશાથી તે શેઠે ચાર મહિના સુધી પ્રભુની સેવા કરી. ચોમાસું પૂરું થયું ત્યારે પ્રભુને નિમંત્રણ આપીને તે ઘેર ગયે. પછી શુદ્ધ બુદ્ધિવાળા તેણે પિતાને માટે પ્રાસુક અને એષણીય ભોજન તૈયાર કર્યું આંગણામાં રહીને તે જીર્ણ શેઠ પ્રભુને આ વાના માર્ગ તરફ દષ્ટિ રાખીને “હું આ શુદ્ધ ભજન પ્રભુને આપીશ હું ઘન્ય છું જેના ઘેર પ્રભુ પોતે આજે આવશે. અને મારે ત્યાં પારણું કરશે. હું આવતા પ્રભુની સામે જઈશ અને બે હાથ જોડી તેમના ચરણ કમલને વાંદીશ. આ મારે છેલ્લે ભવ થશે. કારણ કે પ્રભુનું દર્શન પણ મોક્ષ માટે થાય છે તે પાર શાની તો વાત જ શી ?” આ પ્રમાણે જી શેઠ ભાવના ભાવી રહ્યા છે. તેવામાં પવિત્ર આશયવાળી જિનેર અભિનવ (નવા) શેઠને ત્યાં પારણા માટે ગયા. આ મિથ્યાષ્ટિ અભિનવ શેઠ ધનવાળે હોવાથી ધનમદથી ગવિષ્ટ થઈને દાસીને કહે છે કે આ ભિક્ષુકને જલદી ભિક્ષા આપીને વિદાય કર, તે દાસીએ પણ વેગથી અડદના બકુલા લાવીને પારણું માટે પ્રભુએ પ્રસારેલા હાથમાં નાખ્યા. તે વખતે દેએ વસ્ત્રો નીચે વરસાવ્યા. આકાશમાં દુંદુભી વગાડી. અને પુષ્પ અને સુગધી જવાની વૃષ્ટિ થઈ અને ધનની વૃષ્ટિ થઈ. લોકોએ