________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ઠાથદિર
૧૦૩ પ્રતિમાઓને વંદન કર્યું. ત્યાંથી નીકળેલા તેમને દેવેએ અશોક વૃક્ષની નીચે વાંદ્યા. ત્યાં બેસીને તેમણે તેમના દેહ દૂર કર્યા. ધર્મદેશના વડે તે રાત્રી ત્યાં ગાળીને સવારે પર્વત ઉપરથી ઉતરતા તેમને તાપસેએ જોયા. તાપસોએ બે હાથ જોડીને “અમે તમારા શિષ્યો થવા માગીએ છીએ માટે તમે અમારા ધર્મગુરૂ થાઓ” એમ કહ્યું. ત્યારે ગૌતમસ્વામીએ તેમને કહ્યું કે શ્રી વીર પ્રભુ મારા ગુરૂ છે તેજ તમા પણ ગુરૂ થાઓ. પછી તાપસોના આગ્રહથી તેમણે તે ૧૫૦૦ તાપસોને દીક્ષા આપી. તેઓને દેવોએ મુનિવેશ આ પછી તેઓ ગૌતમસ્વામીની સાથે પ્રભુ પાસે જવાને. ચાલ્યા. માર્ગમાં કોઈક ગામમાં ભિક્ષાના ટાઈમે ગણધર ગૌતમ સ્વામી ભિક્ષા લેવા ચાલ્યા. ત્યારે તાપસોને પૂછયું કે તમારા પારણું માટે શું લાવું? ત્યારે તાપસીએ કહ્યું કે ખીર લાવજે. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિથી તેમના પૂરતી ખીર પાત્રામાં મેળવી. પછી તે તેમને આપીને કહ્યું કે આનાથી પાણું કરે. આટલી ખીરથી આપણું બધાનું પારણું કેવી રીતે થશે? એમ વિચારતાં તે બધા તાપસ પારણું કરવા બેઠા ત્યારે અક્ષીણ મહાનસી નામની લબ્ધિના પ્રભાવે તે સર્વેને તેમણે જમાડયા. -
આ પ્રમાણે તેમને ચમત્કાર દેખાડીને પછી પોતે જમ્યા. મહા ભાગ્યની વાત છે કે આપણને શ્રીવીર પ્રભુ જેવા ગુરૂ મળ્યા. અને પિતા તુલ્ય આ મુનિ મળ્યા. નહિ તે આપણને સમકિત પણ દુર્લભ હતું. એવી ભાવના ભાવતા સેવાલજી ૫૦૦ તાપસ કેવલજ્ઞાની થયા. વીર પ્રભુના