________________
૧૦૨
શ્રોવિજયપદ્મસૂરિષ્કૃત-
વિશ્વાસથી તેમણે પ્રભુ પાસે અષ્ટાપદ પર્વત ઉપર જિનેને વંદન કરવા માટે જવાની આજ્ઞા માગી. પ્રભુએ પણ તાપસાને થનારા બોધરૂપ લાભને જાણીને ગૌતમ સ્વામિને જવાની. રજા આપી. હર્ષિત થઇને ગૌતમ સ્વામી ચારણુલબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જવા લાગ્યા. તે વખતે કેાફિન્ચ વગેરે ૧૫૦૦ તાપસે અષ્ટાપદ ઉપર ચઢવાના પ્રયત્ન કરતા હતા. પરંતુ ઠેઠ ઉપર જઈ શકયા ન્હાતા. ઉપવાઃ કરનાર કેાડિન્સ વગેરે ૫૦૦ તાપસા જેએ લીલા કન્દમૂળનું પારણું કરતા હતા તેએ અષ્ટાપદ્મની પ્રથમ મેખલા સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી આગળ જઈ શકતા ન્હાતા. દત્તક વગેરે બીજા ૫૦૦ તાપસા છઠ્ઠ તપ કરનાર અને પારણે સુકાં કંદમૂળનું પારણુ કરનાર હતા, તેએ તેની બીજી મેખલા સુધી પહેાંચ્યા હતા. ત્યાંથી આગળ જઇ શાતા ન્હાતા. સેવાલ વગેરે ૫૦૦ તાપસા અઠ્ઠમ તપ કરનારા અને સુકી સેવાલનું પારણું કરતા હતા તે ત્રીજી મેખલા સુધી પહેાંચ્યા હતા. ત્યાંથ આગળ જઈ શકતા ન્હાતા. આ તાપસેાએ ગૌતમ સ્વામીને અષ્ટાપદ ઉપર ચઢતા જોયા. ત્યારે તેઓ ૫ સ્પર કહેવા લાગ્યા કે આપણે કુશ ( પાતળા ) છીએ તો પણ આગળ વધી શકતા નથી તા આ જાડા શરીરવાળા સાધુ કેવી રીતે ચઢી શકશે ? આ પ્રમાણે તેએ વાત કરી રહ્યા છે તેટલામાં તા ગૌતમસ્વામી અષ્ટાપદ ઉપર ચઢી ગયા, અને દેવની જેમ તત્કાળ અદશ્ય થયા. ત્યારે તે તાપસા પરસ્પર કહેવા લાગ્યા કે આ મહામુનિની કોઈ અજન્મ શક્તિ છે. માટે એ પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્ય થઈશું.
શ્રીગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર જઈ ત્યાં જિનાની