________________
૧૦૪
-
શ્રીવિજયપદ્રસૂરિકૃતપ્રાતિહાર્યાદિક જેઈને દત્ત વગેરે ૫૦૦ ને કેવલજ્ઞાન થયું. કેડિન્યાદિક પ૦૦ ને શ્રી વીર પ્રભુને જોતાં કેવલજ્ઞાન ઉપન્યું. એ પ્રમાણે તે ૧૫૦૦ તાપસે કેવલી થયા તેથી પ્રભુને પ્રદક્ષિણા દઈને કેવલીની સભામાં જવા લાગ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામીએ તેમને વીર પ્રભુને વાંદવા માટે કહ્યું, તે વખતે પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! તમે કેવલીની આશાતના કરે નહિ. તેથી ગૌતમસ્વામીએ મિથ્યા દુષ્કૃત દેવા પૂર્વક તેમને ખમાવ્યા. ગૌતમસ્વામી તે વખતે વિચારે છે કે હું હજી ભારે કમી છું. આ મારા દીક્ષિતને ધન્ય છે કે જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે ફેગટ ચિંતા કરે નહિ. કારણ કે હું મેક્ષે જઈશ તે વખતે તને કેવલજ્ઞાન થશે. તેથી ગૌતમસ્વામી હર્ષ પામ્યા અને પ્રભુ મેક્ષે ગયા ત્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું અને મેસે ગયા. હે ભવ્ય જીવો! આ પ્રમાણે ગુરૂ અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે એવું જાણી તેમની વિશેષ ભક્તિ કરો.
છે. ઇતિશ્રી ગૌતમ સ્વામીની કથા છે
અવતરણ—કુગુરૂઓ તો ઠેર ઠેર રહેલા છે પરંતુ સુગુરૂ તે કોઈકજ સ્થળે જણાય છે એ વાત કવિશ્રી જણાવે છે --
(9થ્વીકૃતમ્)
कुबोधमतयोऽभितः कुगुरवो जमाल्यादिवत्
पुनः क्वचन वज्रवत्सुरगुरवोऽमला जन्मतः ।