________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિર તે ફળ મળે જ, પરંતુ તેમને નમવાની ઈચ્છા માત્રથી પણ સારું ફળ મળે છે. આ બાબતમાં ઉદારહણ આપે છે કે સેડુક નામનો બ્રાહ્મણ જે મરીને દેડકે થયે તે દેડકાએ પ્રભુને નમવાની ઈચ્છા કરી અને તેમને નમવા માટે માર્ગમાં જાય છે ત્યારે પગ તળે કચરાઈને મરણ પામે છે. પરંતુ તેની ભાવના પ્રભુને વંદન કરવાની છે અને તે જ ભાવનામાં મરણ પામવાથી ઉત્તમ દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે નમવાની ઈચ્છા માત્રથી પણ આવું ઉત્તમ ફળ મળ્યું તો પૂજન વગેરેનું વધારે સારું ફળ મળે, તેમાં નવાઈ શી? આ બાબત દષ્ટાન્ત આપે છે કે કલ્પવૃક્ષ શું માત્ર સ્મરણથી પણ ફળઆપતું નથી ? અથવા કલ્પવૃક્ષ આગળ ઈચ્છા માત્ર કરવાથી પણ ફળ મળે છે. તેવી જ રીતે પ્રભુને નમન કરવાની ઈચ્છા. માત્રથી પણ અવશ્ય વાંછિત ફળ મળે છે. બીજું દષ્ટાન્ત કહે છે કે નજીકમાં રહેલી કસ્તુરી પણ સુગંધ માટે થતી નથી? અથવા જેમ કસ્તુરીને લઈને નાકે સુંધીએ તે જ તેની સુગંધ આવે એટલું જ નહિ પરંતુ નજીકમાં પડેલી હેય. તે પણ તેની સુગંધ આવ્યા વિના રહેતી નથી. તેમ પ્રભુને નમવાની ઈચ્છાથી પણ જરૂર ઈષ્ટ ફળ મળે છે. ૧૭
એડુક દેડકાની કથા આ પ્રમાણે--
કૌશામ્બી નગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરમાં એડુક નામે દરીદ્ર અને મૂર્ખ બ્રાહ્મણ હતો. તેની ગર્ભવતી બ્રાહ્મણીએ કહ્યું કે મારી સુવાવડ સારૂ ઘી લા, તેના વિના મારે વેદના કેવી રીતે સહન કરવી ?