________________
શ્રીકપૂરપ્રક્રસ્પષ્ટાથદિ: જાય છે અને એક સોના મહોર મેળવે છે. તેથી તેનું ધન વધવા માંડયું.
રાજાને માન્ય હોવાથી માણસો તેને હંમેશાં આમંત્રણ આપવા લાગ્યા. તેથી તે જે ઘરેથી ના મહેર લઈને ભોજન કરતો તે ભેજન ઉલટી કરી વમી નાખો અને નવું ભેજન કરતે. એ પ્રમાણે વારંવાર કરતાં અજીર્ણ થવાથી તેના શરીરે કેઢ રેગ થયે. તેથી તેના હાથ અને પગ સડવા લાગ્યા. પ્રધાનેએ રાજાને કહ્યું કે કોઢ રેગવાળે આ અહીયાં રાખવે અથવા ફરતે રહે તે સારું નહિ. રાજાએ પણ તે વાત વ્યાજબી જણાવી. મંત્રીઓએ આ વાત સેકને કહી, ત્યારે સેતુકે પિતાના પુત્રને સ્વપદે સ્થાપે. જેને મધપુડાની જેમ માખીઓ બણબણ રહી છે એવા તે સંડુક બ્રાહ્મણને પુત્રોએ ઘરની બહાર ઝુંપડીમાં રાખે. હાર રહેલા તે સેકનું વચન પણ પુત્રો માનતા નથી. અને ભોજન પણ બરાબર મળતું નથી. તેથી તે વિચારવા લાગ્યું કે મેં પુત્રને શ્રીમંત બનાવ્યા અને તેઓ જ મારી જુગુપ્સા કરે છે. માટે હું પણ એવું કરું કે જેથી તેઓ પણ મારી પેઠે જુગુણા કરવા લાયક થાય. આવું વિચારી તેણે પોતાના પુત્રને કહ્યું કે આપણે કુલાચાર એ છે કે મરવાની ઈચ્છાવાળાએ પિતાના કુટુંબને મંત્રીને એક પશુ આપે. માટે જીવવાથી કંટાળેલા મને એક પશુ આપે. આવું સાંભળીને રાજી થએલા પુત્રોએ તેને એક પશુ આપ્યું. - હવે તે સંડુક બ્રાહ્મણ પોતાના શરીરમાંથી નીળતા પરૂ સાથે મિશ્ર કરીને તે પશુને ઘાસ વગેરે ખવરાવવા