________________
શ્રીવિજયપદ્યસૂરિકૃતક્ય તે છતાં પણ તે વંદના કરવા ન ગઈ. એટલું જ નહિ, પરંતુ પચીસમા તીર્થકરનું રૂપ ધારણ કર્યું તે છતાં વંદન કરવા ગઈ નહિ. કારણ કે તે જાણતી જ હતી કે આ વીસીમા શ્રીવીર પ્રભુજ છેલ્લા તીર્થકર છે અથવા પચ્ચીસમા કઈ તીર્થકર થાય જ નહિ. આવી અચળ શ્રદ્ધાને લીધેજ તેની પ્રશંસા થઈ. આ બાબતમાં દષ્ટાંત કહે છે કે ચંદ્રકલા પિતાના નિર્મલપણને લીધે શંકરના મસ્તક ઉપર તિલકપણને લીધે કેતકીપણાને શું ધારણ નથી કરતી? અથવા ચંદ્રકલા પોતાના નિર્મલપણાના ગુણને લીધે જ શંકરના, મસ્તકને વિષે તિલક રૂપે શોભે છે. વળી તે જ નિર્મલપણાને લીધે ગંગા નદી શંકરના મસ્તકને વિષે પુષ્પની માલા જેવી શોભે છે. ૧૬ - સુલસા શ્રાવિકાની કથા –
રાજગૃહ નગરમાં નાગ નામે ઉત્તમ સાથી હતો. તેને સુલસા નામે ભાર્યા હતી, તે પરમ શ્રાવિકા શ્રીવીર પ્રભુની ભક્ત હતી. તેમને કાંઈ સંતાન ન હતું. તેથી એક વખત નાગ સારથીને ખિન્ન જોઈને સુલસાએ કારણ પૂછ્યું. ત્યારે નાગ સારથીએ કહ્યું કે જેના ઘરમાં કીડા કરનાર બાલકે નથી તે ઘર મશાન જેવું છે. જેઓએ પુત્રનું મુખ જોયું નથી તેમને જન્મ નિરર્થક છે. ત્યારે સુલસાએ કહ્યું કે જે મને પુત્ર થયો નથી તેપણ બીજી ઘણી કન્યાઓ છે માટે તમે બીજી સ્ત્રી કરે, ત્યારે નાગે કહ્યું કે બીજી સ્ત્રી વડે સર્યું. મારે તે તારે પુત્ર જોઈએ છે. માટે તું એવું કર કે જેથી હું આપણું પુત્રનું મુખ જોઉં.