________________
શ્રોકરકરઃ ૧૫ ૧૬ ૧૪ ૧૮ ૧૭ पुण्यार्गलः किमितरोऽपि न सार्वभौमो,
૨૦ ૨૧ ૨૨ ૨૩ ૧૯ रूपच्युतोऽप्यधिगुणस्त्रिजगन्नतश्च
+ ૨૫ : સમ્યકત્વને મહિમા અપરવનિશ્ચયે અવિરતિ છતાં, ભૂપ શ્રેણિક જિન થશેજિન નામ અહિંયાં બાંધતાં પુણ્ય બળિયા રંક પણ શું ચકવતી ના બને, કુરૂપ પણ બહુ ગુણ પ્રતાપે વંદનિક શું ના બને. ૧
લોકર્થ–સમ્યકત્વને નિશ્ચયે કેઈ અપૂર્વ પ્રભાવ હોય છે. કારણ કે તેનાજ પ્રતાપે શ્રેણિક રાજા અવિરતિ છતાં પણ આ ભરત ક્ષેત્રમાં તીર્થકર થનાર છે. મહા પુણ્યશાળી સામાન્ય મનુષ્ય પણ શું સાર્વભૌમ (સર્વ પૃથ્વીને ભેગવનાર) થતું નથી ? અર્થાત્ થાય છે. તેમજ રૂપ રહિત છતાં પણ ગુણવાન પુરૂષ ત્રણ જગતને નમવા લાયક શું થતું નથી? અથવા નમવા લાયક થાય જ છે. ૧૫
સ્પષ્ટાર્થ –શુદ્ધ દષ્ટિ એટલે નિર્મલ સમકિત ધારી જેને શ્રીજિનેશ્વરે કહેલા જીવાદિ નવ તનું યથાર્થ જ્ઞાન છે, અને તે જિનેશ્વરના વચન ઉપર દઢ શ્રદ્ધા છે. તેમજ જેણે સુદેવ, સુગુરૂ અને સુધર્મને સાચી રીતે જાણ્યા છે અને તેથી મિથ્યાત્વને ત્યાગ કરેલ છે એવા સમક્તિદષ્ટ જીવને પણ કઈ જુદેજ અથવા અપૂર્વ પ્રભાવ છે. કારણકે મગધદેશના શ્રેણિક નામના રાજા જે અવિરતિ હતા એટલે જેમણે કઈ પણ પ્રકારનું પચ્ચખાણ કર્યું નહોતું તે છતાં પણ