________________
૮૩
શ્રીકપૂરપ્રકરપછાથદિ: મરીને નરકે જવાનું છે તેથી તેનું જીવવું અને મરવું, બંને નકામાં છે માટે “ન જીવ ન કર ” એમ કહ્યું.
પિતાને નરકે જવાનું એ વાત સાંભળી ખિન્ન થએલા રાજાએ પ્રભુને કહ્યું કે તમારા સરખા તારક દેવ છતાં મારે નરકે જવાનું છે? ત્યારે પ્રભુએ કહ્યું કે સમકિતવંત જીવ દેવલોકમાં જાય છે. પરંતુ તે સમકિત પામ્યા પહેલાં નિરકનું આયુષ્ય બાંધ્યું છે તેથી તેમાં કઈ રીતે ફેરફાર થઈ શકે તેમ નથી. પરંતુ તું નરકમાંથી નીકળી આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાનો છે માટે ખેદ કર નહિ. ત્યારે શ્રેણિકે ફરીથી પૂછયું કે હે નાથ! એવો કેઈ ઉપાય છે કે જેથી મારે નરકે જવું પડે નહિ? ત્યારે પ્રભુએ આશ્વાસન દેવા કહ્યું કે જીવે જે શુભાશુભ આયુષ્ય બાંધ્યું હોય તે તેણે અવશ્ય જોગવવું જ પડે છે, તે અન્યથા થતું નથી. તે છતાં જે તારી કપિલા નામની દાસી ભાવથી સાધુઓને ભિક્ષા આપે અથવા કાલસૌકરિકને હિંસા કરતે રેકવામાં આવે તે તારે નરકમાં જવું ન પડે. પછી પ્રભુને પ્રણામ કરીને તે પિતાના મહેલ તરફ ચાલ્યા. . રસ્તામાં દરાંક દેવે શ્રેણિક રાજાના સમક્તિની પરીક્ષા કરવા માટે માછીની જેમ દુષ્કર્મ કરતા એક સાધુ દેખાડયા. ત્યારે શ્રેણિક રાજાએ શિખામણના વચનો કહી તે સાધુને અકાર્ય કરતા રોક્યા. આગળ જતાં દેવે ગર્ભિણી સાથ્વી રાજાને દેખાડી. શાસનભક્ત રાજાએ તેને પોતાના ઘરમાં સંતાડી. પછી દેવે પણ પ્રગટ થઈ “તમારા સમકિતની પરીક્ષા કરવા માટે મેં આ પ્રમાણેનું વર્તન તમને દેખાડ્યું