________________
શ્રીવિજયપધસૂરિકૃત
કેપેલ શ્રેણિક રાજા ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે જિનેશ્વરની આશાતના કરતા આ કુકીને બાંધીને વધ કરો. એવામાં પ્રભુને છીંક આવી, ત્યારે તેણે કહ્યું કે–મરે, અભયકુમારને છીંક આવી ત્યારે કહ્યું કે–મરે કે છે, કાલસૌકરિકને છીંક આવી ત્યારે કહ્યું કે–ન મરે ન જીવ, અને શ્રેણિકને છીંક આવી ત્યારે કહ્યું કે-“જી” પ્રભુને મરવાનું કહ્યું તેથી શ્રેણિકે ઉભા થઈ સુભટને તેને પકડવાનો આદેશ કર્યો. દેશનાને અને સુભટે સાથે રાજા તેને પકડવાને ઉઠશે. પરંતુ તેમના દેખતાં જ તે દેવ ચાલ્યા ગયે. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો.
* વિસ્મય પામેલા રાજાએ પ્રભુને પૂછ્યું કે આ કુષ્ઠી કેણુ છે? ત્યારે પ્રભુએ કહ્યું કે દર્દીરાંક નામનો દેવ તારા સમકિતની પરીક્ષા કરવા માટે કુષ્ઠીનું રૂપ કરી અહીં આવ્યા હતા. તેણે મારી ચન્દનથી પૂજા કરી હતી. પરંતુ તારી દષ્ટિને (મેહ પમાડવાને) તે રસી રૂપે જણાતું હતું. શ્રેણિક રાજાએ છીંકનું સ્વરૂપ પૂછયું ત્યારે પ્રભુએ કહ્યું કે મને છીંક આવી ત્યારે મરવાનું કહ્યું. તે વ્યાજબી છે. કારણ કે હું અહીંથી મેક્ષે જવાને છું તેથી અહીં કરતાં ત્યાં મને અધિક સુખ મળવાનું છે. તેને જીવવાનું ઠીક કહ્યું કારણ કે તું અહીં સુખી છે પરંતુ મરીને નરકે જવાનો છે, માટે ત્યાં તારે દુખી થવાનું છે. અભયકુમાર અહીં સુખી છે અને મરીને દેવલોકમાં જવાનું છે એટલે ત્યાં પણ સુખી થવાનો છે તેથી તેને જીવવાનું અને મરવાનું ઠીક કહ્યું. તથા કાલસૌકરિક અહીં પાપના કામ કરે છે અને