________________
૮૧
શીકપુરપ્રકરસ્પષ્ટાર્યાદિ
અહીં શ્રેણિક રાજાની ટૂંક બીના આ પ્રમાણે જાણવી.
મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતા. એક વાર ચરમ તીર્થંકર શ્રીવીર પ્રભુ વિહાર કરતા રાજગૃહીમાં સમેસર્યા. તેમને વાંદવાને શ્રેણિક રાજા પરીવાર સાથે ગયા. વિરે પ્રભુએ દેશનામાં સમકિતનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું કે સઘળાં ધર્મકાર્યોમાં સમક્તિની મુખ્યતા છે એટલે કે દેવપૂજા દયા દાનાદિક ધર્મકાર્યો સમકિત વિના કરવામાં આવે તો તે ફેગટ જાય છે. માટે સમકિત પામીને તેનું યથાર્થ પાલન કરવું. ચારિત્ર વિનાના જી સિદ્ધિ પામે છે પરંતુ સમકિત વિનાના જીવો સિદ્ધિ પામતા નથી. આવું વીર પ્રભુનું વચન સાંભળી શ્રેણિક રાજાએ સંમતિ રત્નને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યું. શ્રેણિક રાજાએ કહ્યું કે હે પ્રભુ! મારાથી કોઈ પણ જાતનું વ્રત બની શકતું નથી. સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યનું માંસ ખાવા સુધીની મારી ઈચ્છા થાય છે. માટે વિરતિ મારાથી બની શકે તેમ નથી. વીર પ્રભુએ કહ્યું કે હે રાજા ! જે તમે ગ્રહણ કરેલ સમક્તિમાં પણ દઢ રહેશો તે તેથી પણ તમારું કલ્યાણ થશે. તેથી હર્ષ પામીને શ્રેણિક રાજા સ્થાને ગયા અને સમકિતનું પાલન કરવા લાગ્યા.
એક વખતે શકે સભામાં શ્રેણિક રાજાના દઢ સમક્તિનાં વખાણ કર્યા. તેની શ્રદ્ધા નહિ કરતે દઈરાંક નામે દેવ શ્રેણિક રાજાની પરીક્ષા કરવા માટે આવ્યો. પ્રભુના સમવસરણમાં રાજા ગમે છે તે વખતે રાજાના દેખતાં કેઢવાળા શરીરમાંથી ઝરતી રસીવાળો બનીને તે દેવ પ્રભુની આગળ બેઠે.પછી પિતાની રસીથી તે પ્રભુની પૂજા કરવા લાગ્યો. તેથી