________________
૭૬
શ્રીવિજયસૂરિકૃતશણગાર્યો. અને જાણે તેને વિષે ગંધર્વાદિકને નાટારંગ થતો હોય તેવો આભાસ (દેખાવ) લાવવા માટે સંગીત વિશારદો પાસે સંગીત શરૂ કરાવ્યું. વળી અપ્સરા સરખી સુંદર સ્ત્રીઓ તેમાં રાખી. અને જાણે સાક્ષાત દેવવિમાન હોય તેવો ઠાઠમાઠ તેને વિષે કરાવ્યું. પછી અભયકુમારે તેને દારૂ પીવરાવીને ઉન્મત્ત (ગાંડ) બનાવ્યું. પછી તેને સુંદર શાવાળા પલંગમાં સુવાડ અને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં. હવે
જ્યારે દારૂની અસરમાંથી તે મુક્ત થઈને ઉઠો ત્યારે તેણે પોતાના શરીર ઉપર દીવ્ય વસ્ત્રો તથા અલંકારો જોયા. વળી
સુંદર જણાતી સ્ત્રીઓ તથા પુરૂષો જય નન્દ વગેરે સુંદર - વચનથી બોલાવતા હતા. આ શું છે એવું જ્યારે તેણે પૂછયું છે ત્યારે તેઓ કહેવા લાગ્યા કે આ દેવવિમાન છે. તેમાં તમે હમણાં જ દેવરૂપે ઉત્પન્ન થયા છે. આ અદ્ધિ પરીવાર તમારે છે અને અમે તમારા સેવક દે છીએ. માટે જે તમે આજ્ઞા કરે તે દીવ્ય નાટયવિધિ વગેરે તમને દેખાડીએ. વળી તમે મરજી મુજબ ભેગે ભેગે, પરંતુ તમે અહીં શાથી ઉત્પન્ન થયા તે માટે તમે કેવાં કેવાં પુણ્ય અને પાપનાં કામે પૂર્વ ભવમાં કર્યા હતાં તેની તમારે નેંધ કરાવવી . ૫ડશે.
હવે રૌહિણેય ચાર વિચાર કરવા લાગ્યું કે આ તે ખરેખર દેવવિમાન છે કે અભયકુમારની કઈ યુક્તિ છે. આ વિચાર કરતાં વીર પ્રભુનું વચન તેને યાદ આવ્યું. એટલે તે વચન પ્રમાણે તે સ્ત્રીઓ અને પુરૂષોનું નિરીક્ષણ કર્યું (તપાસ-ખાત્રી) તો તેમાં દેવનું કઈ લક્ષણ જણાયું . નહિ. કારણ કે આ બધા જમીનથી અદ્ધર ચાલતા નહોતા