________________
-
-
શ્રીવિજયપદ્યસૂરિકૃત– કાઢયા સિવાય આગળ જઈ શકાય તેમ નહતું તેથી કાંટે કાઢવા માટે વાંકા વળીને કાનમાંથી આંગળી ઘાલેલ એક હાથ લઈને પગમાંથી કાટ કાઢવા મંડે. તે જ વખતે દેશના આપતા શ્રીવીર પ્રભુના વચને તેણે સાંભળ્યા. તે વખતે વીર પ્રભુ દેવના સ્વરૂપનું વર્ણન કરતા હતા તેમાંથી “દેવે જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલે છે, તેમનાં ચક્ષુઓ બંધ થતા નથી, તેમની ફૂલની માળા કરમાતી નથી તથા પરસેવાના મેલથી રહિત હોય છે” આ વચનો તેના કાનમાં પેસી ગયા. તેણે જલદી કાંટે કાઢી નાખ્યા અને કાનમાં આંગળાં ઘાલી આગળ ચાલવા માંડયું.
આ ચાર નગરમાં હંમેશાં ચોરી કરે છે અને પકડાતા નથી તેથી લોકે ઘણું ભયભીત રહેવા લાગ્યા. શેઠીઆએ ભેગા થઈને શ્રેણિક રાજા પાસે ફરીયાદ કરવા ગયા. તમારા સરખા રાજા રાજ્ય કરતાં હોય છતાં નગરમાં રેજ ચોરી થાય અને ચોર પકડાય નહિ તે સ્વામી છતાં અમે તો સ્વામી રહિત જેવા થયા. માટે આને ઉપાય તરત કરે જોઈએ. શ્રેણિક રાજાએ પણ કેટવાલને બોલાવીને ગુસ્સે થઈને કહ્યું કે તમેજ ચારને સહાય આપતા હોવા જોઈએ નહિ તે ચેર કેમ પકડાય નહિ. ત્યારે કોટવાલેએ કહ્યું કે રહિણેય નામને ચોર ચોરી કરે છે પરંતુ તે દેખાતો નથી તેમ પકડાતો નથી. અમે તે ચારને મારવાને અગર પકડવાને શક્તિમાન નથી માટે અમારું કેટવાલપણું પાછું લઈ લે. ત્યાર પછી રાજાની સૂચનાથી અભયકુમારે તેઓને કહ્યું કે નગરની બહાર લશ્કરને ગુપ્ત રીતે તૈયાર રાખે. રાતમાં જે કઈ નગરમાં પ્રવેશ કરતું જણાય તેને