________________
'શ્રીવિજયપઢાસૂરિકૃતહાથમાં પકડીને અને બીજા હાથમાં તરવાર પકડીને જંગલમાં જતા ચિલાતીપુત્રે માર્ગમાં કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા એક મુનિરાજને જોયા. તેમને જોઈને ચિલાતીપુત્રે પૂછયું કે અલ્પ અક્ષરેમાં મને ધર્મ કહે નહી તો આ તરવાથી તમારું મસ્તક પણ છેદી નાખીશ. “ઉપશમ–વિવેક–સંવર” એ પ્રમાણે કહીને તે મુનિ આકાશમાં ઉડી ગયા. ત્યાર પછી તેજ સ્થળે ઉભા રહીને તે તેને અર્થ વિચારવા લાગે. તેમાં પ્રથમ ઉપશમ પદને વિચાર કરતાં તેણે વિચાર્યું કે ક્રોધ રૂપી અગ્નિની જ્વાલાથી ભયંકર અરણ્યમાં કલ્પવૃક્ષની જેમ મારામાં ઉપશમ (શાંતિ) ક્યાં છે? બળ વિનાની નિદોષ આ બાલાના મસ્તકને હાથમાં ધારણ કરતા ચંડાળ સરખાં મારામાં વિવેકને સ્પર્શ કે? વળી મન વચન કાયાને કબજે રાખવા રૂપ ઉત્તમ સંવર પણ મારામાં કયાં છે? આ પ્રમાણે વિચાર કરતાં બેધ પામેલા તેણે તરવાર સહિત તે બાલાનું મસ્તક હાથમાંથી મૂકી દીધું. અને ઉપશમ વિવેક અને સંવરને પામીને શુદ્ધ ધ્યાનમાં લીન થઈને પોતાના દુકૃત્યની નિંદા કરતા તે મહામુનિ ત્યાંજ કાઉસ ધ્યાને રહ્યા. તે વખતે લેહીની ગંધને લીધે જ સરખા મુખવાળી કી ઓ ત્યાં આવી અને શરીરમાં પિસીને તે કોડીઓએ ચિલાતી પુત્રના શરીરને ચલણી જેવું છિદ્રોવાળું કરી દીધું. તે પણ તે ધ્યાનથી ચલાયમાન થયા નહિ. અઢી દિવસ સુધી તે ભયંકર ઉપદ્રવને અદીન મનથી સહન કરીને પિતે કરેલા પાપની સિદ્ધની સાક્ષીએ આલેચના કરી પ્રતિક્રમીને શુભ ધ્યાનમાં મરણ પામી સહસાર દેવલોકમાં દેવપણે ઉપજ્યા. જેવી રીતે મુનિના બંધના વચનથી ચિલાતી