________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટથીદિ: કપાયમાન થએલા શેઠે તેને પિતાના ઘરમાંથી કાઢી મૂક્યું. આમ તેમ રખડતે તે કોઈક પટ્ટીમાં ગયો. ત્યાં ચેરી વગેરે કાર્યોમાં તે કુશળ થયે. અનુકમે તે પલ્લીના લોકેએ તેને પલ્લીપતિ બનાવ્યું. તેણે ચેરેને કહ્યું કે આપણે ધન નામના શેઠને ત્યાં ચોરી કરવા જઈએ. ત્યાંથી જે ધન મળે તે તમારું અને તેની પુત્રી સુસમાં મારી, એ પ્રમાણે શરત કરીને તેઓ ધનશેઠને ત્યાં ચોરી કરવા ગયા. તેના ઘરમાં પેસીને ઘણું ધન લીધું અને ચિલાતી પુત્રે સુસમાને ઉપાડી. તેવામાં ઉંઘમાંથી ધન શેઠ જાગી ઉઠયા. તેથી ચેરે અને ચિલાતીપુત્ર સુસમાને લઈને જલદી નાઠા. શેઠ પણ તેમના પાંચ પુત્ર સાથે તેમની પાછળ પડ્યા. ચારે તે નાસી ગયા. પરંતુ ચિલાતીપુત્રે સુસમાન ઉચકેલી હોવાથી તે જલ્દી નાશી શકતા નથી. તેથી તેને લઈને નાસતાં પકડાઈ જવાશે તે સુસમા પાછી લઈ લેશે એવું વિચારીને જે સુસમા મારી ન થાય તે તે બીજાની પણ ન થવી જોઈએ એવા વિચારથી તેણે સુસમાનું માથું હાથમાં રહેલી તરવાર વડે કાપી નાખ્યું. ધડને ત્યાં મૂકીને લેહીથી નીતરતું માથું લઈને તે પણ જંગલ તરફ નાસી ગયો.
ધન શેઠ પણ થોડી વારે તે સ્થળે આવી પહોંચ્યા અને મરેલી સુસમાનું ધડ જોઈને ઘણે વિલાપ કરવા લાગ્યા. પાછળથી તેમના પાંચ પુત્રે પણ ત્યાં આવ્યા. અને શેઠને ઘણું સમજાવીને પાછા લઈ ગયા. સુસમાના અપમૃત્યુને લીધે શેઠને ઘણું દુઃખ થયું.
આ તરફ સુસમાના લોહી નીતરતા માથાને એક