________________
-
-
-
-
-
- -
- -
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીકિ રો, તેથી તાપસનાં વચન સાંભળીને સારે આચાર વગેરે જોઈને સારા વિનયાદિ ગુણવાળે થયે. તેવી રીતે આ જીવ બાળપણમાં પ્રાયે નિર્મલ છતાં અથવા સારા નરસાને નહિ સમજતો હોવા છતાં જડ એટલે મૂર્ખ અથવા અજ્ઞાની પુરૂષની સબતને લીધે નિર્ગુણી થાય છે એટલે તેનામાં સારા ગુણે આવતા નથી અને ખરાબ ગુણે આવે છે. તેથી ઉલટું, જે નિર્મલ જીવ જ્ઞાની પુરૂષની સબતમાં રહે છે તેનામાં સગુણે આવે છે. એ પ્રમાણે સારી સબત અને ખરાબ સેબતનું ફળ મળે છે. આ બાબત દષ્ટાન્તથી સમજાવે છે—જેમ નિર્મલ એવું મેઘનું પાછું તે વંતૂરાન. વૃક્ષને વિષે ઝેર રૂપ થાય છે. કારણ કે ધંતૂરે ઝેર ૫ છે એટલે ખરાબ છે અને તેની સોબત થવાથી નિર્મલ છતાં પણ મેઘનું પાણું ઝેર રૂપે થઈ જાય છે. અને તેજ પાછું શેરડીના વનને વિષે અમૃત એટલે મીઠું (સ્વાદિષ્ટ) બને છે. શેરડીમાં મીઠાશ છે અને તેની સેબત થવાથી પાણી પણ મીઠું-ગળ્યું બની જાય છે. જેવી સોબત તેવી અસર એવી કહેવત લોકેમાં પણ ચાલે છે. માટે પિતાને ઉદય (આબાદી) ઈચ્છનારે પણ ખરાબ સંગતને ત્યાગ કરી સારી સેબત કરવી. ૧૨
ગિરિશુક અને પુષ્પશુકની લૌકિક કથા આ પ્રમાણે જાણવી –
એક પિપટીએ વૃક્ષના કોતરમાં બે ઇંડાં મૂક્યાં. તેમાંથી એ પિપટનાં બચ્ચાં જન્મ્યાં. તેમને એક પિપટ ત્યાં આવેલા ભલેએ લીધે તે ગિરિક નામે પ્રસિદ્ધ થયેલ અને