________________
શ્રીવિજયસૂરિકૃત– બીજે પિપટ તાપસીએ લીધે તે પુષ્પશુક કહેવાય. તેમને ગિરિશુક ભીલોની ખરાબ સેબતને લીધે ગુણ વિનાને અથવા દુર્ગણી થયે. અને બીજે પિોપટ સાધુ પુરૂષોની સેબતથી સદ્ગુણી થયે.
એક વાર કઈક રાજા વક્ર શિક્ષિત ઘોડા વડે તે અરણ્યમાં લવાયે. અરણ્યમાં ભમતા તે રાજાને જોઈને ગિરિશુક ભીલોને કહેવા લાગ્યો કે ચિન્તામણિ સમાન આ રાજાને તમે પકડે. આવું સાંભળીને ભય પામેલે તે રાજા ત્યાંથી નાઠે ને તાપસીના આશ્રયે ગયે. તેને આવતો જોઈને પુષ્પશુક મૃદુ સ્વરે બોલવા લાગ્યા કે હે તાપસ! તમે જુઓ, તમારા ભાગ્યગથી ખેંચાઈને આ રાજા અહીં આવ્યા છે. માટે તેમને એગ્ય આદર સત્કાર કરે, તે સાંભળીને સ્વસ્થ થએલો રાજા વિસ્મય પામીને બેલ્યો કે તે પોપટ ! તારામાં અને તે પિપટમાં આટલો બધો ભેદ કેમ છે? ત્યારે તે પિપટે કહ્યું કે અમારાં બંનેના માતા પિતા એક જ છે, પરંતુ મને મુનિઓ લાવ્યા છે, ભલે લાવ્યા નથી. તે ભીલોની ખરાબ વાણી સાંભળે છે અને હું મુનિઓની સારી વાણુ સાંભળું છું, તેથી સોબત પ્રમાણે અસર થાય છે અને તે વાત તમે પ્રત્યક્ષ જોઈ છે. માટે દુષ્ટની સોબતને ત્યાગ કરીને સત્સંગતિ કરવી જોઈએ.
| ઈતિ ગિરિશુક પુષ્પશુક કથા છે