________________
૧૮
શ્રોવિયવસૂરિકૃતતેની અંદર ગશીર્ષ ચન્દનવાળી દેવે બનાવેલી પ્રફુલ્લિત ફૂલની માલાથી શણગારેલી પ્રતિમા નીકળી. તે અવસરે જિનશાસનની મોટી ઉન્નતિ થઈ. પ્રભાવતીએ આનંદથી તે પ્રતિમાને પ્રણામ કરીને સ્તુતિ કરી. રાજાએ તે વેપારીને બધુની જેમ સત્કાર કરીને રજા આપી અને રાજા તે પ્રતિમાને આનંદપૂર્વક ઉત્સવથી પિતાના અન્તઃપુરમાં લઈ ગયે. વિમાન સરખું મનોહર ચિત્ય કરાવીને તેમાં રાજાએ હર્ષથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, ત્યારથી માંડીને રાજા ભકિતપૂર્વક તે પ્રતિમાને હંમેશાં પૂજવા લા, અને પતિ સાથે પ્રભાવતી પણ તે પ્રતિમા આગળ નાચ કરતી હતી.
. એક દિવસે પ્રતિમા આગળ નાચ કરતી પ્રભાવતીનું એકલું ધડજ રાજાએ જોયું. તેથી ચક્તિ થએલે રાજા અર્કસ્માત ગાન કરતાં અટકી ગયે, તેથી રોષ પામેલી પ્રભાવતીએ કહ્યું કે હે નાથ! આ શી તમારી ચતુરાઈ? કારણકે તમે કારણ વિના તાલભંગ કર્યો છે, તે વખતે વિષાદ પૂર્વક રાજાએ તેનું કારણ કહ્યું. તે સાંભળીને પ્રભાવતીએ કહ્યું કે હે પ્રભુ! આ દુનિમિત્તથી મારું આયુષ્ય અલ્પ જણાય છે, મને મૃત્યુને ભય નથી પરંતુ અરિહંતની ભક્ત એવી મને આ દુનિમિત્ત વ્રતને માટે પ્રેરણા આપે છે. આથી ધર્મમાં તત્પર બનેલી તેણીએ પ્રભુની પૂજા માટે સ્નાન કરીને દાસી પાસે પોતાના બે વેત વસ્ત્ર મંગાવ્યા. દાસી તે લઈને આવી ત્યારે રાણુને તે ભ્રમથી રાતાં દેખાયાં, તેથી તે દાસી ઉપર ગુસ્સે થઈ, અને દાસીને દર્પણ માર્યું તેથી તે તરત મરણ પામી. પછી વસ્ત્ર ધેળા દેખાયા, તેથી