________________
શ્રીક૨કરસ્પષ્ટાથીદિ:
પલ ખિન્ન થએલી તે વિચારવા લાગી કે પંચેન્દ્રિયને વધ કરી મેં વ્રતનું ખંડન કર્યું. અને મહા પાપ ક્રિયાના વેગથી મારી નરકગતિ થશે. અપરાધ વિનાની સ્ત્રીહત્યા મને બત (દીક્ષા) લેવા માટે ઉતાવળ કરાવે છે. આથી રાણીએ આ બે દુનિમિત્તે રાજાને જણાવ્યા, અને કહ્યું કે આ બે નિમિત્તો મારું આયુષ્ય અલ્પ છે તેમ જણાવનારાં છે. માટે હે નાથ! મને વ્રત લેવાની રજા આપે. અંતરાય કરે નહિ આ પ્રમાણે દેવીએ આગ્રહ પૂર્વક રાજાને કહ્યું, ત્યારે રાજાએ કહ્યું કે તમે ખુશીથી દીક્ષા લ્ય, પણ મારું એક વચન સાંભળે. તે એ કેમરણ પામીને જ્યારે તું દેવલોકમાં. ઉપજે ત્યારે અધમી એ મને તારે પ્રતિબંધ કરવો. ૨ ણએ તે વાત અંગીકાર કરી, ત્યાર પછી રાણીએ દીક્ષા લીધી. ચાગ્નિ પાળીને સંલેખના કરીને પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઈ.
•
- અતઃપુરમાં રહેલી દેવદત્ત નામે કુન્જા (બડી દાસી) હંમેશાં તે દેવાધિદેવની પ્રતિમાનું પૂજન કરતી હતી. રાજાને અનુક્રમે તાપસને ભક્ત થએલે જોઈને તેને પ્રતિબંધ કરવા માટે તે દેવ (પ્રભાવતી રાણીને જીવ). તાપસ રૂપે આવ્યો. હાથમાં અમૃત સરખા સ્વાદિષ્ટ ફલવાળા તે તાપ સને તાપસ ભક્ત રાજાએ ઘણો સત્કાર કર્યો, તે સ્વાદિષ્ટ - ફળ ખાઈને તેણે તાપસને પૂછયું કે ફલે તમે કયાંથી લાવ્યા.. તે કહો. ત્યારે તાપસે કહ્યું કે અહીંથી દૂર આવા પ્રકારના ફલથી શોભાયમાન નંદનવન સમાન આશ્રમમાંથી આ ફલ. લાવ્યો છું. રાજાએ કહ્યું કે મને પણ તે દેખાડે. તાપસ સાથે રાજા એકલો ચાલ્યા. તાપસે પણ પોતાની દેવશકિતથી