________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ:
પ૭ આવ્યું. તેના હાથમાં પ્રતિમાથી રમણીય એક દાભડે હતે. તે દાભડાને બજારના મધ્ય ભાગમાં રાખીને તેણે આ પ્રમાણે ઘોષણા કરી કે “હે જને! તમે આ દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરે તેના પ્રભાવથી દુસ્તર સમુદ્ર પણ મને સહેલાઈથી તરવા યુગ્ય થયેલ છે. આ શેષણ સાંભળીને તાપસ સહિત પ્રથમ તે ઉદાયન રાજા આવ્યું. બીજા પણ તાપસી, વિપ્રો, ત્રિદંડિકા વગેરે આવ્યા અને દાભડામાં પોતાના દેવ હરિ હર બ્રહ્મા વિગેરેની પ્રતિમા હશે એમ ધારીને પોતાના દેવાધિદેવની બુદ્ધિથી તેઓ તે દાભડાને ઉઘાડવા લાગ્યા. પરંતુ જ્યારે તે ઉઘડે નહિ ત્યારે લોઢાના કુહાડાથી ભાગવા માંડયે છતાં તે કાષ્ઠસંપુટ (દાભડે) ઉઘડો નહિ ત્યારે નગરવાસીઓ સહિત રાજા વિસ્મય પામ્યું. ભતરને ભેજન વખત થઈ ગયું છે એમ જાણીને પ્રભાવતી રાણેએ રાજાને બેલાવવા દાસીને મેકલી, તે વખતે (રાણીને) આ આશ્ચર્ય દેખાડવાને રાજાએ રાણીને ત્યાં બેલાવીને આ આશ્ચર્ય જણાવ્યું. આ સાંભળીને પ્રભાવતી રાણીએ પોતાના ચિત્તમાં વિચારીને કહ્યું કે હે દેવ ! આ પ્રતિમા દેવાધિદેવ અરિહંત પરમેશ્વરની તો નથીને? તેમની આ પ્રતિમા હોય તે હરિ વગેરેના નામથી તે કેવી રીતે પ્રગટ થાય ? અરિહંત ભગ વાનની અભુત પ્રતિમા હું લેકેને સ્મરણ માત્રથી દેખાડીશ. પછી રાજાની આજ્ઞાથી તે પ્રભાવતી રાણેએ ચક્ષકર્દમે વગેરેથી અભિષેક કરીને પ્રણામપૂર્વક કહ્યું કે હે દેવાધિદેવ છે
અરિહંત ! હે અષ્ટ પ્રતિહાર્યધારી! તમે મને પોતાનું દર્શન આપે. આ પ્રમાણેના રાણીના વચનથી સિદ્ધ મન્ટની જેમ તે પેટી પિતાની મેળેજ એકદમ ઉઘડી ગઈ અને