________________
શ્રીવિજ્યપદ્રસૂરિકૃતઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બાધ માટે થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી તે ઉદાહરણ પૂર્વક જણાવે છે. જેમાં સમુદ્ર ખારે છે તે છતાં ગંગા નદના સંગથી તે સમુદ્ર સારા તીર્થપણાને પામે છે. જ્યાં નદીને સમુદ્ર સાથે સંગ થાય તે તીર્થ કહેવાય છે. પરંતુ ગંગા નદીની પવિત્રતાને લઈને તેને જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે તે સ્થલ સુતીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આજ બાબતમાં કવિશ્રી બીજું ઉદાહરણ આપણું આ પ્રમાણે આપે છે કે-પૂર્ણિમાની રાત્રીની સેબતથી ચંદ્રમાને શુિં ગેળાકારપણું નથી થતું? અથવા તો પૂર્ણિમાની રાત્રીની સોબતથી તે રાત્રીએ ચંદ્રમાનું ગેળાકારપણું થાય છે એટલે ચંદ્ર સંપૂર્ણ ગોળ હોય છે. પૂનમ સિવાયના દિવસે ચંદ્ર છેડે ઘણે પણ ખંડિત હોય છે પણ પૂર્ણિમાને દિવસે તેની લતરા” સંપૂર્ણ ગળાકારપણું થાય છે. તે પૂર્ણિમાને પ્રભાવ છે. એમ જણાવે છે. ૧૦
પ્રભાવતી રાણીનું દષ્ટાંત આ પ્રમાણે -
ભરતક્ષેત્રમાં સિધુસૌવીર નામને દેશ છે. તેમાં વિતભય નામે નગર છે. તે દેશને ઉદાયના નામે રાજા છે. તે મહાપરાક્રમી હતું. તેના તાબામાં સિધુસૌવીર વગેરે ૧૬ દેશે છે. વળી તે ૩૬૦ નગરને સ્વામી છે. વળી મહાસેન વગેરે દશ રાજાઓ તેના ચરણની સેવા કરતા હતા. આ રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તેમને રાજ્યને ભાર ઉપાડવામાં સમર્થ ગુણોવાળે અભીચિ નામનો પુત્ર તથા કેશિક નામને ભાણેજ હતે.
એક વખતે તે નગરમાં એક મે વહાણને વેપારી