Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/004605/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જય સ્ત્રાવવિશારદ યાયાચારું અહોખTE2518 ' શ્રીમદ રાતોહિ? યજી) વિરરિસરી P = રહી છે (સંપૂર) 0 ચડે રૂંવાડ અને બિહાઈ 2 si. 3ecuci an. kus se. દાદરગાહમાંશાવરકરણsણ સાદા કોરાપરમા ગરાટકવાણાટકામkali | શ્રી રાજુ સોહat] સત્સંગ સોભાગપરા, તારાલા - ૩૯૩ ૪૩૭ (2) - 22025 26 2010_05 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજલ્સોભાગ સ્મારક ગ્રંથમાળા પુષ્પ-૧૦મું પૂજય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય __ श्रीभ६ यशोविषय विरथित અધ્યાત્મસાર (સંપૂર્ણ) • અનુવાદ અને વિશેષાર્થ છે ડો. રમણલાલ ચી. શાહ ( સાયલા શ્રી રાજ-ન્સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા - ૩૬૩૪૩૦ Jain Education Intemational 2010_05 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક છે. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા સુધારેલી બીજી આવૃત્તિ : સંવત ૨૦૬૦ ઈ.સ. ૨૦૦૪ પ્રત : ૧૫૦૦ NO COPY RIGHT Serving Jinshasan 124059. gyan mandir@kobatirth.org * પ્રાપ્તિસ્થાન છે. શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ શ્રી રાજ-સોભાગ આશ્રમ સોભાગપરા, સાયલા – ૩૬૩ ૪૩૦. (જિ. સુરેન્દ્રનગર) ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ ટેલી / ફેક્સ : (૦૨૭૫૫) ૨૮૦૭૯૧ E-mail : rajsaubhag@yahoo.com મુદ્રક કે નૈષધ પ્રિન્ટર્સ મ્યુનિસિપલ સ્કૂલ પાસે, નારણપુરા ગામ, અમદાવાદ- ૩૮૦ ૦૧૩. ફોન : ૦૪૯ ૧૬ ૨૭ Jain Education Intemational 2010_05 Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેન શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા તરફથી પ.પૂ. શ્રી યશોવિજયજી મહારાજ કૃત ‘અધ્યાત્મસા૨’ નામના આ દળદાર ગ્રંથની પહેલી આવૃત્તિ ત્રણ ભાગમાં પ્રકાશિત કરવામાં આવી હતી. એની બધી નકલો ખલાસ થઈ જતાં, મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતાના ફરીથી પ્રાપ્ત થયેલા આર્થિક સૌજન્યથી, એ ત્રણે ભાગ એક જ ગ્રંથ સ્વરૂપે આ બીજી આવૃત્તિ તરીકે પ્રગટ થાય છે એ મારા માટે અત્યંત હર્ષની વાત છે. ન્યાયાંભોનિધિ, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહાન કવિ અને તત્ત્વવેત્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું સાહિત્ય એ મારા અધ્યયનનો એક મહત્ત્વનો વિષય રહ્યો છે. મારા જીવન ઉ૫૨ પ.પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજનો પ્રભાવ ઘણો બધો રહ્યો છે. ઈ.સ. ૧૯૬૦માં મેં એમની રાસકૃતિ ‘જંબૂસ્વામી રાસ'નું સંપાદન-પ્રકાશન કર્યું હતું ત્યારથી એમના સાહિત્યનું અધ્યયન સતત થતું રહ્યું છે. આ ‘અધ્યાત્મસાર’ગ્રંથનો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું એને હું મારા જીવનની એક મોટી કૃતાર્થતા માનું છું. સાયલાના શ્રી રાજ-સોભાગ આશ્રમમાં મારે જવાનું ન થયું હોત અને આશ્રમના પ્રેરક, પ્રણેતા અને અનેક મુમુક્ષુઓના પથદર્શક પૂ. બાપુજી(સ્વ. શ્રી લાડકચંદભાઈ વોરા)ના પરિચયમાં આવવાનું ન થયું હોત તો કદાચ ‘અધ્યાત્મસાર’ વિશે લખવાનો અવસર પ્રાપ્ત થયો હોત કે કેમ તે પ્રશ્ન છે. સાયલા આશ્રમમાં પહેલી વાર જવાનું નિમિત્ત તો પૂ. બાપુજીનો ‘શિક્ષામૃત' ગ્રંથ છે. મુંબઈમાં દાંતના દાક્તર, મારા મિત્ર જિતુભાઈ નાગડાએ ભલામણ કરી અને બહેન શ્રી મીનળબહેન રોહિતભાઈ શાહે આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું કે મારે આશ્રમમાં આવીને ‘શિક્ષામૃત’ છપાય એ પહેલાં એનું લખાણ જોઈ, તપાસી આપવું. આ નિમંત્રણનો સ્વીકાર થતાં સાયલા આશ્રમમાં જવાનું થયું અને એથી પૂ. બાપુજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું બન્યું. એમની સરળ, સહજ, નિર્મળ પ્રકૃતિએ અને એમની આધ્યાત્મિક સિદ્ધિઓએ મારું હૃદય જીતી લીધું. ‘શિક્ષામૃત'નું કામ પૂરું થતાં જ પૂ. બાપુજીએ ‘અધ્યાત્મસાર'નો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું કાર્ય મને સોંપ્યું. આ માનાર્હ કામ પણ મેં સહર્ષ સ્વીકાર્યું અને એથી આશ્રમમાં જવાનું ચાલુ રહ્યું. પ.પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગ્રંથોમાં સંસ્કૃત ભાષામાં લખાયેલો ‘અધ્યાત્મસા’ નામનો ગ્રંથ શિરમોર છે. આ ૯૪૯ શ્લોકપ્રમાણ ગ્રંથ તત્ત્વવિચારથી સભર, ગહન અને કેટલેક અંશે કઠિન પણ છે. સંસ્કૃત ભાષામાં એવી ખૂબી છે કે શ્લોકોના શબ્દોનો અન્વય ક્યારેક જુદી જુદી રીતે થઈ શકે છે. એટલે લેખકને કયો અર્થ અભિપ્રેત છે અને એમના વક્તવ્યનું હાર્દ શું છે તે બરાબર સમજવું પડે છે. એટલે અનુવાદ અને વિશેષાર્થ લખવાનું કાર્ય મારે માટે કસોટીરૂપ હતું. પરંતુ દેવગુરુની કૃપાએ એ સારી રીતે પાર પડી શક્યું છે. 2010_05 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર'ના અનુવાદ અને વિશેષાર્થ માટે મેં પુરોગામી મહાત્માઓમાં ૫.પૂ. શ્રી વીરવિજયજી મહારાજ, પ.પૂ. શ્રી ગંભીરવિજયજી મહારાજ અને પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજના ગ્રંથોનો આધાર લીધો છે. તે માટે તેઓનો ઋણી છું. “અધ્યાત્મસાર” અંગે વિશેષ આનંદની વાત એ છે કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વહસ્તે લખેલી પ્રત સંવેગી જૈન ઉપાશ્રય-જ્ઞાનભંડાર, હાજા પટેલની પોળ, અમદાવાદમાં ઉપલબ્ધ છે. એના પરથી તૈયાર કરવામાં આવેલી સુવાચ્ય નકલ પ.પૂ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે મને સુલભ કરી આપી હતી એ બદલ એમનો ઋણી છું. આ હસ્તપ્રત સુલભ હોવાથી પાઠાન્તર કે પાઠ- નિર્ણયનો પ્રશ્ન રહ્યો નથી. “અધ્યાત્મસાર' પૂ. બાપુજીના પ્રિય ગ્રંથોમાંનો એક ગ્રંથ છે. એથી જ આશ્રમમાં આરંભકાળથી જ એમણે “જ્ઞાનસાર'ની સાથે સાથે “અધ્યાત્મસારને પણ મુમુક્ષુઓ માટેના દૈનિક સ્વાધ્યાયના કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું, જે નિયમિત ચાલ્યા કરે છે. એટલે જ મુમુક્ષુઓ માટેના આ મૂલ્યવાન ગ્રંથનો અનુવાદ-વિશેષાર્થ મેં આશ્રમના મુમુક્ષુઓને લક્ષમાં રાખીને શક્ય એટલો સરળ બનાવ્યો છે. આ ગ્રંથના પહેલા ભાગનું લખાણ તૈયાર થયું ત્યારે પૂ. બાપુજી ૯૩ વર્ષની વયે મુંબઈ આવીને, શ્રી વિનાયકભાઈના ઘરે રહીને, આશ્રમના બધા બ્રહ્મનિષ્ઠોની ઉપસ્થિતિમાં શબ્દશઃ સાવંત જોઈ ગયા હતા અને એ પ્રકાશિત થતાં એમણે પોતાની હયાતીમાં જ આશ્રમમાં એનો સ્વાધ્યાય ચાલુ કરાવી દીધો હતો. મારે માટે એ પરમ આનંદ અને સંતોષની વાત હતી. ત્યાર પછી બીજા અને ત્રીજા ભાગનું પ્રકાશન જોવા તેઓ વિદ્યમાન ન રહ્યા એ વાતનો મનમાં રંજ રહી ગયો. અલબત્ત, એમના પુણ્યાત્માની દિવ્ય આશિષ તો સતત વરસતી જ રહી છે. આ ‘અધ્યાત્મસાર'ની પહેલી આવૃત્તિ ત્રણ ભાગમાં પ્રગટ થઈ હતી. પહેલો ભાગ વિ.સં. ૨૦૫૩માં, બીજો ભાગ વિ.સં. ૨૦૫૭માં અને ત્રીજો ભાગ વિ.સં. ૨૦૫૮માં પ્રગટ થયો હતો. એમાં પહેલામાં શ્લોક નં. ૧ થી ૩૨૫, બીજામાં શ્લોક નં. ૩૨૬ થી ૬૭૭ અને ત્રીજામાં ૬૭૮ થી ૯૪૯ સુધીનું લખાણ પ્રગટ થયું હતું. લગભગ છ વર્ષના ગાળામાં “અધ્યાત્મસાર'નું લેખન-પ્રકાશનનું કાર્ય પૂરું થયું હતું. અધ્યાત્મસાર'ની પહેલી આવૃત્તિ વખતે એનું લખાણ જોઈ આપીને ઉપયોગી સૂચનો કરવા બદલ આશ્રમનાં પૂ. ગુરુમૈયા શ્રી સદ્દગુણાબહેન શાહ, પૂ. ભાઈશ્રી (શ્રી નલિનભાઈ), શ્રી રસિકભાઈ, શ્રી લલિતાબહેન, શ્રી વિનુભાઈ, શ્રી ભૂપતભાઈ, શ્રી વિક્રમભાઈ, શ્રી મીનળબહેન તથા અન્ય બ્રહ્મનિષ્ઠો તેમજ મારા વડીલ મિત્ર ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા, ડૉ. નગીનભાઈ જી. શાહ, પ્રો. ચંદ્રિકાબહેન પંચાલી, આચાર્ય ડૉ. ઉપેન્દ્રભાઈ દવે, શ્રી નરેશચંદ્ર ડાહ્યાભાઈ તથા મારાં ધર્મપત્ની પ્રો. તારાબહેન શાહ – આ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથની પહેલી આવૃત્તિ છપાઈ ગયા પછી મારી વિનંતીને માન આપી, ત્રણે ભાગ સાદ્યત શબ્દશઃ ચીવટપૂર્વક તપાસી જઈને તેમાં અર્થની દૃષ્ટિએ તથા મુદ્રણની દૃષ્ટિએ રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે મારું ધ્યાન દોરીને ઘણાં મહત્ત્વનાં ઉપયોગી સૂચનો કર્યા એ માટે કચ્છના પાર્જચંદ્રગચ્છના શ્રી ભુવનચંદ્રજી મહારાજનો અત્યંત ઋણી છું. તદુપરાંત પ.પૂ. સ્વ. શ્રી 2010_05 Page #6 -------------------------------------------------------------------------- ________________ ભુવનભાનુસૂરિજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે કેટલાક શ્લોકોના અર્થઘટનમાં સહાય કરી હતી એ માટે એમનો પણ ઋણી છું. મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ સુખલાલ મહેતા અને એમનાં ધર્મપત્ની સૌ. મંગળાબહેને તથા એમના પરિવારે આ બીજી આવૃત્તિના પ્રકાશનખર્ચની તમામ જવાબદારી ઉપાડી લીધી છે એ માટે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવું છું અને એમના ઉદાર સહયોગની અનુમોદના કરું છું. એમની ભાવનાશીલ તત્પરતા વગર આ ગ્રંથનું લેખન-પ્રકાશન શક્ય ન બન્યું હોત. ‘અધ્યાત્મસાર’ના લેખનકાર્ય માટે મુંબઈથી સાયલા આશ્રમમાં જવાઆવવા માટે દરેક વખતે ચીવટપૂર્વક વ્યવસ્થા કરી આપનાર બહેન શ્રી મીનળબહેનને કેમ ભૂલાય ? આશ્રમના અમારા નિવાસ દરમિયાન જેમના તરફથી વિવિધ પ્રકારનો સહકાર સાંપડ્યો છે તે લંડનનિવાસી શ્રી વિનુભાઈ તથા સૌ. સુધાબહેનને પણ યાદ કરીએ છીએ. આશ્રમનાં અન્ય મુમુક્ષુ ભાઈબહેનોનું સ્મરણ તાજું થાય છે. અમારી વ્યવસ્થા માટે દેખરેખ રાખનાર શ્રી દિલીપભાઈ વોરા (પૂ. બાપુજીના સુપુત્ર), મેનેજર શ્રી માવજીભાઈ તથા અન્ય કર્મચારીગણ વગેરે સર્વ પ્રત્યે અંતઃકરણપૂર્વક આભારની લાગણી દર્શાવું છું. ‘અધ્યાત્મસાર’જેવા તત્ત્વસભર, શાસ્ત્રીય ગ્રંથના અનુવાદ-વિશેષાર્થના લેખનકાર્યમાં મારી છદ્મસ્થાવસ્થાને લીધે, અનવધાનદોષ કે મતિમંદતાને કારણે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, કર્તાના આશયને અમાન્ય હોય એવું કે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં ! આ ગ્રંથ મુમુક્ષુઓના કલ્યાણનું નિમિત્ત બની રહો એ જ અભ્યર્થના ! મુંબઈ પૂ. બાપુજી જન્મશતાબ્દી વર્ષ ફાગણ સુદ ૨, વિ.સં. ૨૦૬૦ તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૪ 2010_05 5 રમણલાલ ચી. શાહ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જેઓની નિશ્રામાં આપણું જીવન ઈશ્વરસાક્ષાત્કારની પ્રક્રિયા બન્યું, આપણે પરમ-નિજસત્તા પ્રતિ આધ્યાત્મિક આરોહણ કર્યું, દિવ્યસિદ્ધિ તરફ આપણને ગતિ પ્રાપ્ત થઈ, એવા આપણા સદ્ગુરુદેવ પ.પૂ. બાપુજીની (શ્રી લાડકચંદ માણેકચંદ વોરાની) જન્મશતાબ્દી વર્ષની ઊજવણીના ભાગરૂપે આ ઉત્તમ અધ્યાત્મગ્રંથ “અધ્યાત્મસાર” મુમુક્ષુ આત્માઓને પ્રાપ્ત થાય છે તેનો આહ્વાદ અનુભવું છું. આત્માર્થી સાધકના કેટલાયે ઉચ્ચ ભવ્ય ગુણોને મૂર્તસ્વરૂપે પ.પૂ. બાપુજીમાં આપણે જોઈ શક્યા એમના શાંત ચહેરા પર અંતરઆનંદની છાયા, સ્થિર તેજસ્વી નિરામય નયનો, અનુભવયુક્ત મધુર સત્યોશ્રયી વાણી, તેઓની મુખમુદ્રા, તેઓના વિચારો તથા આચારોનો પ્રભાવ પ્રત્યક્ષ પરિચયમાં આવનાર પ્રત્યેક પર એવો પડતો કે તે સુખપ્રદ, હિતરૂપ ને સ્થિર રહેતો. જે અધ્યાત્મગ્રંથ તેઓમાં રહેલા મોહભાવને તોડવામાં મદદરૂપ થયો, આત્મલક્ષી જીવન જીવવા માટે જેણે બળ આપ્યું, આત્મચરિત્ર ખીલવવા અને ટકાવી રાખવા માટે જે આધારરૂપ બન્યો તે છે ન્યાયાભાનિધિ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજકૃત સંસ્કૃત ગ્રંથ “અધ્યાત્મસાર”. પ.પૂ. બાપુજી પરમ આદર તથા પુલકિત મનથી મહોપાધ્યાયજીનો તથા તેઓએ રચેલા આ શાસ્ત્રગ્રંથનો ઋણ સ્વીકાર કરતા. મહોપાધ્યાયજીનું નામ લેતાં જ તેઓનું હૈયું હર્ષવિભોર બની જતું અને તેમના ચહેરા પર તેની લાલિમાં છવાઈ જતી. સાધનાકાળ દરમ્યાન પોતાના ગુરુવર્ય પ.પૂ. છોટાભાઈ દેસાઈ સાથે સાયલાના ઉપાશ્રયમાં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી આ “અધ્યાત્મસાર'નું અમૃતપાન તેઓએ કર્યું હતું. આચાર્ય શ્રી મણિદ્મસાગરજીની બોધ આપવાની શૈલીને તથા તેઓ સાથેના સંસ્મરણોને પ્રસન્નચિત્તે યાદ કરીને ૫.પૂ. બાપુજી ગુણીના ગુણનો તથા ઋણનો હમેશાં સ્વીકાર કરતા. પૂ. બાપુજીની સાથોસાથ હું પણ આવો જ પ્રશસ્તભાવ આજે વેદી રહ્યો છું. આ ચેતનગ્રંથનો સ્વાધ્યાય વર્ષોથી આશ્રમના સહુ મુમુક્ષુઓ સતત કરી રહ્યા છે. આ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ અધ્યાત્મમાહાભ્ય અધિકારથી અનુભવ અધિકાર સુધી ક્રમશઃ આખો મોક્ષમાર્ગ પ્રકાશ્યો છે. “અધ્યાત્મસાર' ગ્રંથના નિત્ય અધ્યયન-શ્રવણથી આત્માની ઓળખાણ અર્થાત આત્મપરિચય કેળવાય છે. પરમ આદરણીય ડૉ. રમણભાઈ ચી. શાહે સર્વજન સમજી શકે એવી સરળ ભાષામાં આ ગ્રંથનો અનુવાદ તથા વિશેષાર્થ ભરી આપ્યો છે. દરેક શ્લોકમાં રહેલો ગૂઢ આશયમર્મ સ્પષ્ટ રીતે વાચકવર્ગને સમજાવ્યો છે. આજે ડૉ. રમણભાઈ આખાએ જૈન સમાજનું ગૌરવ છે. એટલા વિનમ્ર કે તેઓની સાથે રહેતાં, વાતચીત કરતાં મને ક્યારેય પણ તેઓની વિદ્વત્તાનો ભાર નથી લાગ્યો. સાક્ષર છતાંએ ખૂબ જ સરળ, નાના માણસને પણ જેઓ ખૂબ પ્રેમથી બોલાવે. સામેવાળી વ્યક્તિના નાના ગુણોને પણ થાબડે. તેઓને રમૂજી સ્વભાવ ગમે તેવા તંગ વાતાવરણને હળવું કરી નાંખે. “અધ્યાત્મસારનું અઘરું ગણાય એવું કાર્ય ડૉ. રમણભાઈએ જે સહજતાથી નિષ્પન્ન કર્યું છે તે ચોક્કસ સુચિત કરે છે કે સરસ્વતી માતાની કૃપા ડૉ. રમણભાઈ પર નિરંતર વરસી રહી છે. પ.પૂ. બાપુજી પ્રત્યેની તેઓની આશ્રયભક્તિ, Jain Education Intemational 2010_05 Page #8 -------------------------------------------------------------------------- ________________ રાજ-સોભાગ યોગાશ્રમ પ્રત્યેની અધ્યાત્મનિષ્ઠા, તેઓનો આત્મલક્ષી પુરુષાર્થ મારા હૃદયમાં તેઓ પ્રત્યે ખૂબ આદરભાવ જગાડે છે. ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ રચેલા અનેક ગ્રંથોમાંનો એક સર્વશ્રેષ્ઠ ગણી શકાય તેવો આ “અધ્યાત્મસાર' ગ્રંથ છે. શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ તેને પ્રકાશિત કરી રહ્યું છે તેનું ગૌરવ અનુભવું છું. શ્રી રાજ-સોભાગ આશ્રમ તથા સમગ્ર જૈન સમાજ વચ્ચે આ ગ્રંથ સેતુ બની રહેશે. આ ગ્રંથ એક એવી મહત્ત્વની મજબૂત કરી છે કે જેથી આ યોગાશ્રમ જૈન સમાજનું અભિન્ન અંગ ગણાશે એમ મારી ચોક્કસ માન્યતા ને ભાવના છે. - આ ગ્રંથને અનુવાદ સહિત પ્રકાશિત કરવામાં જે કોઈ મદદરૂપ થયા છે તે સર્વેને તથા લંડનનિવાસી શ્રીમતી મંગળાબેન તથા શ્રી અભયભાઈ મહેતાએ આપેલ આર્થિક સહકાર માટે તેઓને મારા ધન્યવાદ તથા અભિનંદન. તેમજ આ ગ્રંથનું સુંદર મુદ્રણ, પ્રૂફ રીડિંગ અને પ્રિન્ટિગ કાર્ય ખૂબ જ સારી રીતે કરી આપવા બદલ નૈષધ પ્રિન્ટર્સના શ્રી દશરથભાઈ તથા સર્વે તેમજ આ ગ્રંથમાં પ્રકાશિત મલ્ટિકલર ફોટા વિ.ને સુંદર રીતે સુશોભિત કરવા બદલ દુન્દુભિ પ્રિન્ટર્સના શ્રી જયેશભાઈને ધન્યવાદ તથા અભિનંદન. સંતોનું પરમ આશ્ચર્યકારક લોકોત્તર જીવન અસાધારણ હોય છે. તેઓના જીવનના ઉંડાણમાં જઈ સૂક્ષ્મતાએ જોનારને સત્યનાં દર્શન થાય છે. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીનો જીવનપરિચય અલગથી અપાયેલો છે. તે વાંચતાં વાચકવર્ગને પોતાની અંદર પૂજ્ય શ્રી મહોપાધ્યાયજી માટે બહુમાનનો સુખરૂપ ઉદય થશે અને તે તેને ભાવની સંસિદ્ધિ તરફ આનંદથી લઈ જશે. પ.પૂ. મહોપાધ્યાયજી મહારાજ સાહેબના અનુભવજ્ઞાનનું ખાસ કરીને અધ્યાત્મ સાધકો પર જે અમૂલ્ય ઋણ છે તેને માટે તેઓના પાદપંકજમાં અનન્ય આત્મભાવે વંદન કરીએ છીએ. આશ્રમ તરફથી આ પૂર્વે “અધ્યાત્મસાર'ના પ્રકાશિત થયેલા ત્રણ અલગ ભાગોનું આ ઐક્ય સ્વરૂપ (એક ગ્રંથરૂપે પ્રકાશન) મુમુક્ષુ સાધક આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયની એકતા સાધવા મદદરૂપ થાઓ. મુક્તિપંથના માનવીને મોક્ષપ્રયાણાર્થે આ ગ્રંથના સૂક્ષ્મ અધ્યયનથી પાત્રતા પ્રાપ્ત થાઓ ને ઉર્ધ્વગમનાર્થે–ઉડ્ડયનાર્થે પાંખો પણ મળી રહો. એ જ વીતરાગ પ્રભુ પાસે અભ્યર્થના ! સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! લિ. પૂ. બાપુજી જન્મશતાબ્દી વર્ષ પ્રકાશન સમિતિ વતી, ફાગણ સુદ ૨, વિ.સં. ૨૦૬૦ સંતચરણસેવક તા. ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૦૪ નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી) શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સાયલા Jain Education Intemational 2010_05 Page #9 -------------------------------------------------------------------------- ________________ | 8 || 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' ‘તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્રસંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ વીતરાગ જગતમાં દેવ છું.” તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા – 'संबुज्झहा जंतवो माणुसत्तं, दर्छ भयं बालिसेणं अलंभो, एगंतदुक्खे जरिए व लोए, सक्कम्मणा विप्परियासुवेइ.' “હે જીવો ! તમે બૂઝો, સમ્યફ પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને “સર્વ જીવ' પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” (સૂયગડાંગ – અધ્યયન) * * * હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છબસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠ છઠે સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર અધ્યયન – શ્રી ભગવતીસૂત્ર) ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. – શ્રીમદ્ રાજચંદ્ર Jain Education Intemational 2010_05 Page #10 -------------------------------------------------------------------------- ________________ તે જ જ મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામી જિનાલય : શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા 2010_05 Page #11 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ પરમ કૃપાળુદેવના પરમાર્થસખા પૂ. શ્રી સૌભાગ્યભાઈની જે આંતરિક દશા, નિશ્ચળ મુમુક્ષુતા, સરળતા, પરમાર્થ પ્રત્યેનો અખંડ નિશ્ચય, તેને જેણે યથાર્થપણે ઓળખ્યાં અને તે પ્રમાણેની પોતાની આંતરસ્થિતિ બનાવી અને અમ સૌ મુમુક્ષુજનોને તેવી સ્થિતિ બનાવવા માટેનો રહસ્યભૂત માર્ગ બતાવવાની નિષ્કારણ કરુણા વહાવી તેવા પૂ. શ્રી બાપુજી (પૂ. શ્રી લાડક્રાંદ માણેક્રાંદ વોરા) ને આ ગ્રંથ “અધ્યાત્મણાર” (મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત) સમર્પણ કરતાં અમ સૌ મુમુક્ષુજનો અવર્ણનીય આનંદ અનુભવી રહ્યા છીએ. આ ‘અધ્યાત્મસાર’ પુસ્તકમાંથી જ્યારે મમતા ત્યાગ’ અધિકાર પૂ. બાપુજી સમજાવે ત્યારે અચૂક મહોપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાનસારના મોહલ્યાણઅષ્ટક” માં કહેવામાં આવેલ વાતનો ઉલ્લેખ કરે અને તેના પહેલા શ્લોકને આ પ્રમાણે સમજાવે. | ‘મોહરાજાના બે સેનાધિપતિઓ છે. તે સેનાધિપતિનાં નામ છે : “ અહં” અને “મ”. અહં એટલે હું અને મમ્ એટલે મારું.બોલો જોઈએ આપણામાં હું અને મારું છે ? આ ‘અહં” અને “મમ્” હોય ત્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં અને મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી ધર્મને નામે આખો હિમાલય ખોદી નાખીએ એટલી મહેનત કરીએ અગર તો વૃક્ષ ઉપર ઊંધે માથે ટીંગાઈને આપણું શરીર ગાળી નાખીએ, તોપણ જન્મ-મરણના ફેરા મટે નહિ. એમ “જ્ઞાનસાર” ના આ અષ્ટકમાં કહ્યું છે.' આવી રહસ્યસભર વાતો કહેનાર એવા પૂ.બાપુજીને આ પુસ્તક સમર્પણ કરી રહ્યા છીએ તે યોગ્ય જ છે. મોક્ષમાર્ગ માટેની યોગ્યતા, પાત્રતા જેના દ્વારા પ્રાપ્ત થઈ શકે તેવું આ પુસ્તક છે. આ પુસ્તકની યથાર્થ સમજણ સંતપુરુષ એવા પૂ. બાપુજી દ્વારા પ્રાપ્ત થઈ છે. તે પ્રત્યેનું કિંચિત્ માત્ર ઋણ ચૂકવવા રૂપે આ પુસ્તક તેઓશ્રીના ચરણકમળમાં સમર્પિત કરી રહ્યા છીએ. 11 સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ll lain Education Intetational 2010205 For Plate Personal use only www.anan Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્ર અર્પણ જીe જી રે કદિ જિન છે પ. પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી) S igtrematous 2010 Page #13 -------------------------------------------------------------------------- ________________ # સતપુરુષશોધક કૃ ગ' ( બ) પ /CMDC પS 1 પૂ. શ્રી શાંતિલાલ ભાણજી અંબાણી મંગળા અને અભય મહેતા બ્ર. નિ. સુધા અને વિનુ શાહ તથા સર્વે મુમુક્ષુઓનાં વંદન Eી છે Page #14 -------------------------------------------------------------------------- ________________ Grogoroc no ગં. સ્વ. વ્રજકુંવરબહેન સુખલાલ મહેતા જન્મ : ૧૯૧૭ હરિપર (જામનગર) હાલ લંડન સ્વ. સુખલાલભાઈ કેશવજી મહેતા જન્મ : ૧૯૧૦ માળિયા (જામનગર) સ્વર્ગવાસ : ૧૯૮૫, મુંબઈ વાત્સલ્યસભર, ધર્મપરાયણ અને સેવાભાવી માતાપિતા આપે આપેલા ઉચ્ચ ધર્મસંસ્કાર બદલ આપને કૃતજ્ઞતાપૂર્વક નતમસ્તકે વંદન ! આપના પરિવારના સભ્યો શ્રી જયંતિલાલ સુ. મહેતા અને શ્રીમતી રંજનબહેન શ્રી લાભચંદ્ર સુ. મહેતા અને શ્રીમતી કુમુદબહેન શ્રી અભયભાઈ સુ. મહેતા અને શ્રીમતી મંગળાબહેન તથા બહેન શ્રી ચંદનબહેન અને શ્રી રમેશચંદ્ર on teman Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વ. રામજીભાઈ ધરમશી શાહ જન્મ : ઈ. સ. ૧૯૦૦ દુનિયા (જામનગર) સ્વર્ગવાસ : ૧૦-૮-૧૯૬૪ નૈરોબી સ્વ. લક્ષ્મીબહેન રામજીભાઈ શાહ જન્મ : ઈ. સ. ૧૯૦૨ દુનિયા (જામનગર) સ્વર્ગવાસ : ૨૧-૧૧-૧૯૮૯ નૈરોબી વાત્સલ્યસભર, ધર્મપરાયણ અને સેવાભાવી માતાપિતા આપે આપેલા ઉચ્ચ ધર્મસંસ્કાર બદલ આપને કૃતજ્ઞતાપૂર્વક નતમસ્તકે વંદન ! શ્રીમતી મંગળાબહેન અભયભાઈ મહેતા શ્રીમતી સુધાબહેન વિનુભાઈ શાહ શ્રીમતી મીનાબહેન નટવરલાલ ગુડકા Page #16 -------------------------------------------------------------------------- ________________ શિબિકા વાહક પુરુષ તણી પરે રે, તે કહ્યા રે નિશ્ચય ને વ્યવહાર; મિલિયા રે, મિલિયા રે, - ઉપગારી નવિ જજૂઆ રે. બહુલાં પણ રતન કહ્યાં જે એકલાં રે, માલા તે ન કહાય; માલા રે, માલા રે, એક સૂત્રે તે સાકલ્યાં રે. તિમ એકાંકી નય સઘલા મિથ્થામતિ રે, - મિલિયા સમકિત રૂપ; કહીએ રે, કહીએ, હલીએ સમ્મતિ, સમ્મતિ રે. દોય પંખ વિણ પંખી રે, જિમ રથ વિણ દોય ચક્ર; ન ચલે રે, ન ચલે રે, તિમ શાસન નય બિહું વિના રે, 1 ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, 4િ (શ્રી સીમંધરસ્વામી સ્તવન) 2010.05 For Private Personal use only Sanjali The Page #17 -------------------------------------------------------------------------- ________________ 6:00 વિડિજિટલ કોકર વૈદકરો કે මමම y ) / /B પરમ પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ યશોવિજયજી ગણિવર્ય મહારાજ સાહેબ Cafe લાભ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી – રમણલાલ ચી. શાહ વિક્રમના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા શતકમાં ગુજરાતમાં મુસલમાનોનું રાજ્ય હતું. અકબર-પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિનો ગુજરાતના જીવન ઉપર અને વિશેષતઃ જૈનો ઉપર ત્યારે ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પછી જૈન સાધુ ભગવંતોને હાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો સતત ચાલ્યા કરતી હતી, પરંતુ પાંચેક સૈકા સુધી એવી કોઈ અદ્વિતીય પ્રતિભા ગુજરાતને જોવા નહોતી મળી કે જે શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે. પરંતુ શ્રી હીરવિજયસૂરિના સમુદાયમાં, એમના શિષ્યો-પ્રશિષ્યોમાંથી સાહિત્યના ક્ષેત્રે એક એવા જ્યોતિર્ધરનો ઉદય થયો કે જેમણે શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એવું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું. એ મહાન જ્યોતિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી. | ‘લઘુ હરિભદ્રસૂરિ', ‘દ્વિતીય હેમચંદ્રાચાર્ય”, “સ્મારિત શ્રુતકેવલી’, ‘કુર્ચાલી શારદ’, ‘મહાન તાર્કિક', ‘વાચકવર્ય', ‘ઉપાધ્યાયજી' ઇત્યાદિ તરીકે જેઓ સુપ્રસિદ્ધ છે એ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિક્રમના સત્તરમા-અઢારમા શતકમાં થઈ ગયેલી અને સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે અભુત પ્રભુત્વ ધરાવતી એક મહાન ભારતીય વિભૂતિ છે. એમના કાળધર્મને ત્રણસો વર્ષ થયાં, પરંતુ ત્યારથી તે વર્તમાન સમય સુધી બીજા કોઈ કવિ-લેખકે એમના જેવું સામર્થ્ય દાખવ્યું નથી. શ્રી યશોવિજયજીનું જીવન અને સાહિત્ય અનેકને માટે અત્યંત પ્રેરક અને માર્ગદર્શક રહ્યું છે. એમના ઉપલબ્ધ સાહિત્યનું જેમ જેમ ઊંડું અધ્યયન થાય છે તેમ તેમ તે નવો પ્રકાશ પાથરે છે અને તેમની બહુમુખી વિદ્ધપ્રતિભા પ્રત્યે વિસ્મયનો ભાવ જગાડે છે. સુજસવેલી ભાસ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને લેખનકાર્ય વિશે કેટલાંક વર્ષ પહેલાં ઘણી વધુ માહિતી મળી આવી હતી. લગભગ વિ. સં. ૧૯૫૭ની આસપાસ પાટણમાં પ.પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને હસ્તપ્રતોનું સંશોધન-વર્ગીકરણ કરતાં કરતાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન વિશે એમના સમકાલીન કવિ. મુનિશ્રી કાંતિવિજયજીએ રચેલી “સુજસવેલી ભાસ' નામની એક કાવ્યકૃતિની ભાળ લાગી હતી. એમાં આપેલી માહિતીથી શ્રી યશોવિજયજીના જીવનચરિત્ર ઉપર, તથા એમના જન્મ અને કાળધર્મના સમય ઉપર કંઈક વધુ પ્રકાશ પડ્યો છે. જન્મસમય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જન્મવર્ષની વિચારણા માટે પરસ્પર ભિન્ન એવાં બે અત્યંત મહત્ત્વનાં પ્રમાણોમાં હજુ છેવટનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી. આ બે પ્રમાણો તે (૧) વિ. સં. ૧૬૬૩માં વસ્ત્ર પર આલેખાયેલો મેરુ પર્વતનો ચિત્રપટ, અને (૨) શ્રી યશોવિજયજીના સમકાલીન મુનિશ્રી કાંતિવિજયજીકૃત ‘સુજસવેલી ભાસ” નામની રચના. આ બંનેમાં અલબત્ત, એમના જન્મસમય વિશે કશો ચોક્કસ નિર્દેશ નથી, પરંતુ તેમાં આપેલી માહિતી પરથી જન્મસમય વિશે કેટલુંક અનુમાન કરી શકાય છે. 17 Jain Education Intemational 2010_05 Page #19 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૬૬૩માં શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજીએ પોતે વસ્ત્રપટ પર મેરુ પર્વતનું આલેખન કર્યું હતું. આ ચિત્રપટ આજ દિવસ સુધી સચવાઈ રહ્યો છે. એની પુષ્મિકામાં આપેલી માહિતી પ્રમાણે શ્રી નયવિજયજીએ આચાર્ય શ્રી વિજયસેનસૂરિના “કણસાગર' નામના ગામમાં રહીને સં. ૧૬૬૩માં પોતાના શિષ્ય શ્રી જયવિજયજી (યશોવિજયજી) માટે આ પટ આલેખ્યો છે. પુષ્પિકાના લખાણ પ્રમાણે શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી નયવિજયજી તે સમયે ગણિ અને પંન્યાસનું પદ ધરાવતા હતા. જેમને માટે આ પટ બનાવવામાં આવ્યો તે શ્રી યશોવિજયજીનો પણ તેમાં “ગણિ” તરીકે ઉલ્લેખ છે. હવે આ ચિત્રપટની માહિતી પ્રમાણે વિચાર કરીએ તો સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી ગણિ હતા. સામાન્ય રીતે દીક્ષા પછી ઓછામાં ઓછા દસ વર્ષ પછી ગણિપદ આપવામાં આવે છે. (કોઈ અપવાદરૂપ પ્રસંગોમાં એથી ઓછાં વર્ષે પણ ગણિપદ અપાય છે.) તે મુજબ સં. ૧૯૬૩માં જ જો. શ્રી યશોવિજયજીને ગણિપદ અપાયું હોય તો સં. ૧૬પ૩ની આસખસ એમને દીક્ષા અપાઈ હોય એમ માની શકાય. જો તેઓ બાલદીક્ષિત હોય અને દીક્ષા સમયે તેમની ઉંમર આઠેક વર્ષની ધારીએ તો સં. ૧૬૪પની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ એમ માની શકાય. તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૪૩૪૪માં થયો હતો. એટલે સં. ૧૬૪૫ થી ૧૭૪૪ સુધીનું, લગભગ સો વર્ષનું આયુષ્ય તેમનું હશે એમ આ પટના આધારે માનવું રહ્યું. બીજી બાજુ “સુજસવેલી ભાસ'માં લખ્યું છે : સંવત સોલ અદ્યાસિયેંજી, રહી કુણગિરિ ચોમાસી; શ્રી નવિજય પંડિતવરુજી, આવ્યા કન્વોડે ઉલ્લાસિ. વળી આગળ લખ્યું છે : વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સોલ અડ્યાસિયેંજી, કરતાં યોગ અભ્યાસ. આમ સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬૮૮માં શ્રી નવિજયજી કcોડુ પધારે છે. એ જ સાલમાં પાટણમાં શ્રી યશોવિજયજીને વડી દીક્ષા અપાય છે. એટલે કે દીક્ષા અને વડી દીક્ષા એક જ વર્ષમાં સં. ૧૬૮૮માં અપાઈ છે. વળી દીક્ષા સમયે એમની ઉંમર નાની હતી. એમ ‘લઘુતા પણ બુદ્ધે આગળોજી, નામે કુંવર જસવંત' એ પંક્તિ પરથી જણાય છે. એટલે દીક્ષા સમયે એમની ઉંમર આઠ-નવ વર્ષની હોવી જોઈએ; જો તે પ્રમાણે હોય તો તેમનો જન્મ સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. તેમનો સ્વર્ગવાસ ડભોઈમાં સં. ૧૭૪૩-૪૪માં થયો હતો. જો તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હશે એમ માનવું પડે. આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ અને ‘સુજસવેલી ભાસ” પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી ક્યા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નયવિજયજીના હાથે તૈયાર થયેલી મુળ વસ્તુ જ આપણને મળે છે. “સુજસવેલી ભાસ'ની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે 18 Jain Education Intemational 2010_05 Page #20 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી “સુજસવેલી ભાસ'ના રચયીતા શ્રી યશોવિજયજીના સમકાલીન હતા અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જયારે શ્રી નવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું આયુષ્ય કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા, બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતારસથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા સુજસવેલી ભાસમાં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામ ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું નામ સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગેર (કુમારગિરિ)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કનોડું (કનોડા) ગામમાં પધાર્યા. માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષનાં ચરણોમાં વંદન કર્યું. ગુરુના ધર્મોપદેશથી જશવંતકુમારને વૈરાગ્યનો ભાવ થયો. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જશવિજય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું. વળી, સોભાગદેના બીજા પુત્ર પદ્મસિહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. “સુજસવેલી ભાસ'માં લખ્યું છે : અણહિલપુર પાટણ જઈજી, ભૂઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. પદમસિંહ બીજો વલીજી, તસ બાંધવ ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયોજી, તે પણ થયો વતવંત, વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; બિતું તે સોલ અઠિયાસિયૅજી કરતાં યોગ અભ્યાસ.” અહીં ભાસકારે શ્રી યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુનાં સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કનોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કનોડુંમાં રહેતાં હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કોઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું છે. 19 Jain Education Interational 2010_05 Page #21 -------------------------------------------------------------------------- ________________ બાળપણ વિશે દંતકથા શ્રી યશોવિજયજી મહારાજના બાળપણ વિશે આપણને વિશેષ કંઈ માહિતી મળતી નથી. એમના બાળપણના દિવસો વિશે માત્ર એક દંતકથા નોંધાયેલી મળે છે. એ દંતકથા પ્રમાણે એમની માતા સૌભાગ્યદેવીએ એવો નિયમ લીધો હતો કે રોજ સવારે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા પછી જ ભોજન કરવું. પોતાને એ સંસ્કૃત સ્તોત્ર આવડતું નહિ, એટલે બીજા પાસેથી તેઓ સાંભળતાં. ચાતુર્માસમાં તેઓ રોજ ઉપાશ્રયમાં જઈ ગુરુમહારાજ પાસે આખું “ભક્તામર સ્તોત્ર' સાંભળતાં. તેઓ પોતાની સાથે નાના બાળક જશવંતને પણ ઉપાશ્રયે લઈ જતાં. એક વખત શ્રાવણ મહિનામાં સતત મૂશળધાર વર્ષા ચાલ્યા કરી. રસ્તાઓમાં પાણી ભરાઈ ગયાં, તેથી સૌભાગ્યદેવી ગુરુમહારાજ પાસે જઈ ‘ભક્તામર સ્તોત્ર' સાંભળી શક્યાં નહિ. એવી રીતે એક દિવસ નહિ પણ ત્રણ ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો. એથી સૌભાગ્યદેવીને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે સવારે પણ વરસાદ બંધ ન રહેવાને લીધે સૌભાગ્યદેવીએ જયારે કશું ખાધું નહિ ત્યારે બાળક જશવંતે કુતૂહલવશ સહજ એનું કારણ પૂછ્યું. માતાએ “ભક્તામર સ્તોત્ર' સાંભળીને જ ભોજન લેવાના પોતાના નિયમની વાત કરી. એ વખતે જશવંતે માતાને કહ્યું કે પોતાને ‘ભક્તામર સ્તોત્ર' આવડે છે. એ જાણી માતાને આશ્ચર્ય થયું. બાળક જશવંતે જરા પણ ભૂલ વગર માતાને ‘ભક્તામર સ્તોત્ર' સંભળાવ્યું. એથી માત સૌભાગ્યદેવીને અપાર હર્ષ થયો. એમણે અઠ્ઠમનું પારણું કર્યું. બાળક જશવંત રોજ માતા સાથે ગુરુમહારાજ પાસે જતો અને “ભક્તામર સ્તોત્ર' સાંભળતો તે એણે કંઠસ્થ કરી લીધું હતું. બાળકની આવી અભુત સ્મરણશક્તિની વાત ગુરુમહારાજે જ્યારે જાણી ત્યારે તેમણે પણ બાળક જશવંતની શક્તિ અને તેજસ્વિતા માટે પોતાનો આનંદ દર્શાવ્યો. વિદ્યાભ્યાસ માટે કાશીમાં દીક્ષા લીધા પછી પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી ગણિ પાસે મુનિશ્રી યશોવિજયજીએ અગિયાર વર્ષ સુધી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો, વ્યાકરણ, છંદ, અલંકાર તથા કોશનો અને કર્મગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રગ્રંથોનો સતત અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ-પ્રતિભા તેજસ્વી હતી જ અને તેમની સ્મૃતિશક્તિ પણ એટલી જ બળવાન હતી. અગાઉ વિ. સં. ૧૬૯૯માં પોતાના ગુરુમહારાજ શ્રી નયવિજયજી સાથે મુનિ શ્રી યશોવિજયજી રાજનગર-અમદાવાદ નગરમાં પધાર્યા હતા. ત્યાં આવીને તેમણે અમદાવાદના સંઘ સમક્ષ, ગુરુ મહારાજની હાજરીમાં, આઠ મોટાં અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. એમાં આઠ સભાજનોની દરેકે કહેલી કે બતાવેલી આઠ આઠ વસ્તુઓ યાદ રાખી લઈને પછી અનુક્રમે એ ૬૪ વસ્તુઓ કહી બતાવવાની હોય છે. એમના આ અદ્ભુત પ્રયોગથી ઉપસ્થિત જનસમુદાય આશ્ચર્યમુગ્ધ બની ગયો. એમની આવી બુદ્ધિ અને સ્મરણશક્તિની પ્રશંસા ચોતરફ થવા લાગી. એમાંના ધનજી સૂરા નામના એક શ્રેષ્ઠીને શ્રી યશોવિજયજીની આવી આશ્ચર્યજનક અદ્ભુત સ્મરણશક્તિ પ્રત્યે અહોભાવ થયો. તેમણે ગુરુમહારાજશ્રી નવિજયજીને વિનંતી કરતાં કહ્યું, ‘ગુરુદેવ ! શ્રી યશોવિજયજી વિદ્યાજ્ઞાન મેળવવા માટે યોગ્ય પાત્ર છે. એમને જો ભણાવવામાં આવે તો તેઓ બીજા હેમચંદ્રાચાર્ય થાય. જો કાશી જઈ છ દર્શનોનો અભ્યાસ કરે તો તે વડે જૈન દર્શનને તેઓ વધારે ઉવળ બનાવે.” ગુરુમહારાજે કહ્યું, “ભાઈ ! કાશી જઈ અભ્યાસ કરવાની વાત ઘણી સારી છે અને અમારી પણ 20 Jain Education Interational 2010_05 Page #22 -------------------------------------------------------------------------- ________________ એવી ભાવના છે, પરંતુ તે માટે ધનની જરૂર પડે એમ છે, કારણ કે કાશીના પંડિતો પૈસા વગર કોઈને ભણાવતા નથી.' ધનજી સૂરાએ તરત ઉત્સાહપૂર્વક કહ્યું, “ગુરુમહારાજ ! એ માટે આપ ચિંતા ન કરશો. વિદ્યાભ્યાસ માટે ચાંદીના બે હજાર દીનારનું ખરેચ કરીશ. હું આપીશ અને પંડિતનો પણ યથાયોગ્ય સત્કાર કરીશ.' ‘સુજસવેલી ભાસમાં લખ્યું છે : ધનજી સૂરા સાહ, વચન ગુરુનું સુણી હો લાલ, આણી મન દીનાર, રજતના ખરચર્યું હો લાલ, પંડિતને વારંવાર, તથાવિધિ અરચણ્યું હો લાલ. આમ ખર્ચની બાબતમાં શેઠ ધનજી સૂરા તરફથી સંમતિ મળતાં અને વ્યવસ્થા થતાં ગુરુમહારાજ શ્રી નવિજયજીએ પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી તથા શ્રી વિનયવિજયજી વગેરે અન્ય સાધુઓ સહિત કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે હૂંડી લખી આપી, જે કાશી મોકલવામાં આવી. શ્રી નવિજયજી પોતાના મુનિવૃન્ડ સાથે વિહાર કરીને ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા. ગંગાતટે સરસ્વતીદેવીની આરાધના પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રી યશોવિજયજીએ પણ તપ-જપના અનુષ્ઠાન સહિત માતા શારદાદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું હતું. કાશી તરફ એમણે પોતાના ગુરુમહારાજ સાથે જયારે વિહાર કર્યો ત્યારે ઉત્તર પ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. શ્રુતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો જે નમ: | ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબુસ્વામી રાસ'માં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક-કાવ્યનો તઈ તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ-શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી-કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વમ પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે પડ્રદર્શનોના સર્વોચ્ચ પંડિત અને નબન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં. પરંતુ 21 Jain Education Intemational 2010_05 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો. ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો. પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નવ્યન્યાયના કઠિન વિષયના ‘તત્ત્વચિંતામણિ’ નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ ઘણી સારી રીતે કરી લીધો હતો. એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશ્મીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા, તેઓ ભારતના વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશ્મીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું. તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય. કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મતિ, તર્કશક્તિ વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મૂંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયને આશીર્વાદ આપ્યા. કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશ્મીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ? આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.” સભા શરૂ થતાં પંડિતે પોતાનો પક્ષ બુલંદ વાણીથી રજૂ કર્યો. સભામાં બેઠેલા સૌ પંડિતો, નિર્ણાયકો, શ્રોતાઓ એથી અંજાઈ ગયા. હવે શ્રી યશોવિજયજી એનો પ્રતિસાદ કેવો કરે છે તે જોવાસાંભળવા માટે સૌ અધીરા બની ગયા. શ્રી યશોવિજયજીએ એટલી જ સ્વસ્થતાથી અને પૂરી મક્કમતાથી એટલા જ બુલંદ અવાજ સાથે વાદીને સણસણતો જવાબ આપ્યો. પંડિતને લાગ્યું કે ધાર્યું હતું તેના કરતાં આ તો બહુ ચતુર અને તેજસ્વી યુવાન નીકળ્યો. વાદવિવાદ બરાબર જામ્યો. પંડિત હવે ગભરાવા લાગ્યો. પછી શ્રી યશોવિજયજીના એક પછી એક એવા પ્રશ્નો આવતા ગયા કે વાદી પંડિત તેનો જવાબ ન આપી શક્યો. છેવટે એણે પરાજય સ્વીકાર્યો અને તરત કાશી છોડી નાસી ગયો. આમ શ્રી યશોવિજયજીએ વાદમાં વિજય મેળવીને કાશીના પંડિતોનું, કાશી નગરીનું અને પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્યનું માન બચાવી લીધું. આથી કાશીના બધા હિન્દુ પંડિતોએ ભેગા મળીને, શ્રી યશોવિજયજીના સત્કારપૂર્વક, નગરમાં વિજયની શોભાયાત્રા કાઢી અને આ વાદવિજયનો પ્રસંગ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે ઊજવ્યો. એ પ્રસંગે બધા હિન્દુ પંડિતોએ સર્વાનુમતે ઉલ્લાસપૂર્વક શ્રી યશોવિજયજીને ‘ન્યાયવિશારદ’ અને ‘તાર્કિક શિરોમણિ' એવાં બિરુદો આપ્યાં. એથી શ્રી યશોવિજયજીની વાદી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ. કાશીમાં અભ્યાસ પૂરો કરી શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. ત્યાં તેમણે ચાર વર્ષ રહીને એક ન્યાયાચાર્ય પાસે તર્કસિદ્ધાન્ત વગેરેનો વિશેષ અભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી 22 Jain Education Intemational 2020_05 Page #24 -------------------------------------------------------------------------- ________________ આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા. શ્રી યશોવિજયજી ઉત્તર પ્રદેશમાં કાશીથી આગ્રા પધાર્યા. ત્યારે આગ્રામાં અને ત્યાર પછી કેટલેક સ્થળે યોજાયેલી વાદસભાઓમાં તેમણે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો એવો ઉલ્લેખ “સુજસવેલી ભાસ'માં થયો છે. એક દંતકથા પ્રમાણે આગ્રામાં દિગમ્બર નિશ્ચયનયવાદી કવિ બનારસીદાસ સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. શ્રી યશોવિજયજીની કેટલીયે દલીલોનો બરાબર જવાબ બનારસીદાસ આપી શક્યા નહોતા. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજયજીએ ત્યારપછી એ વિવાદને અનુસરીને “અધ્યાત્મમત ખંડન” અથવા “અધ્યાત્મમત પરીક્ષા’ નામનો ગ્રંથ લખ્યો હતો એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો વડે ખંડન કરીને શ્વેતામ્બર મતનું પ્રસ્થાપન કર્યું છે. ગૂર્જર સાહિત્ય-રચના વિશે દંતકથા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્વભોગ્ય કૃતિઓની રચના કરી છે; તેવી જ રીતે તેમણે પોતાના સમયની બોલાતી ગુજરાતી ભાષામાં ઘણી કૃતિઓની રચના કરી છે. લોકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરીને પોતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા, ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં કોઈ એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી કે શ્રી યશોવિજયજી મહારાજ સઝાય સંભળાવે. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું, ‘મને કોઈ સજઝાય કંઠસ્થ નથી.' એ સાંભળી તે શ્રાવકે આવેશમાં અને કટાક્ષમાં કહ્યું, ‘ત્યારે શું ત્રણ વર્ષ કાશીમાં રહીને તમે ઘાસ કાપ્યું ?' શ્રી યશોવિજયજી મૌન રહ્યા. પરંતુ પછીથી તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત કે પ્રાકૃત ભાષા બધા જ લોકો સમજી નથી શકતા, માટે લોકભાષા ગુજરાતીમાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લોકો બોધ પામી શકે. તરત નિશ્ચય કરીને તેમણે તે અમલમાં મૂક્યો. તેઓ કવિ હતા એટલે તેમણે સમક્તિના ૬૭ બોલની સજઝાયની રચના કરી અને તે મોઢે પણ કરી લીધી. બીજે દિવસે પ્રતિક્રમણમાં સજઝાય બોલવા માટે તેમણે આદેશ માગ્યો. આદેશ મળતાં સઝાય બોલવી તેમણે શરૂ કરી. સજઝાય ઘણી લાંભી હતી એટલે શ્રાવકો અધીરા થઈ પૂછવા લાગ્યા, ‘હવે કેટલી બાકી રહી ?' એ પૂછનારાઓમાં ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક પણ હતા. એટલે શ્રી યશોવિજયજીએ કહ્યું, ભાઈ ત્રણ વરસ ઘાસ કાપ્યું તેના આજે પૂળા બંધાય છે, એટલા બધા પૂળા બાંધવામાં વાર તો લાગે જ ને ?' શ્રાવક તરત વાત સમજી ગયો અને પોતે મહેણું માર્યું હતું તે માટે માફી માગવા લાગ્યો. શ્રી યશોવિજયજીની તેજસ્વિતાનો ત્યાંના શ્રાવકોને ત્યારે સાચો પરિચય થયો. મહોબતખાન સમક્ષ અઢાર અવધાનનો પ્રયોગ આગ્રાથી વિહાર કરી શ્રી નવિજયજી પોતાના શિષ્યવૃન્દ સાથે રાજનગર(અમદાવાદ)માં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત થયું. અમદાવાદમાં તેમણે નાગપુરીય સરાહમાં (રતનપોળના ઉપાશ્રયમાં) મુકામ 23 2010_05 Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્યો એ સમયે દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબની આણ હેઠળ રાજનગર(અમદાવાદ)માં મહોબતખાન નામનો મુસલમાન સૂબો રાજ્ય કરતો હતો. તે ઉદારદિલ હતો. તે સદ્ગુણની કદર કરનાર હતો. તેનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અમદાવાદના ધનજી સૂરા વગેરે જૈન શ્રેષ્ઠીઓ તેના સંપર્કમાં હતા. એક વખત મહોબતખાનની રાજસભામાં શ્રી યશોવિજયજીના અગાધ જ્ઞાન, ઊંચી બુદ્ધિપ્રતિભા તથા અભુત સ્મરણશક્તિની પ્રશંસા થઈ. તે સાંભળીને મહોબતખાનને આવા મુનિમહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેણે ધનજી સૂરા વગેરે જૈન સંઘના અગ્રણીઓને વાત કરી અને તેમના દ્વારા શ્રી યશોવિજયજીને પોતાની સભામાં પધારવાની વિનંતી કરી. ગુરુમહારાજ શ્રી નયવિજયજીની આજ્ઞા મળતાં શ્રી યશોવિજયજીએ તે વિનંતીનો સ્વીકાર કર્યો. એથી મહોબતખાનને ઘણો આનંદ થયો. તેણે રાજસભામાં જૈન મુનિમહારાજ માટે બેસવાની અલગ અલગ યોગ્ય સગવડ કરી. નિશ્ચિત કરેલા દિવસે અને સમયે શ્રી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ, અન્ય સાધુઓ તથા અગ્રગણ્ય શ્રાવકો સાથે મહોબતખાનની સભામાં પધાર્યા. ત્યાં વિશાળ સભા સમક્ષ એમણે અઢાર અવધાનનો પ્રયોગ કરી બતાવ્યો. અઢાર અવધાનના આવા પ્રયોગમાં અઢાર જુદી જુદી વ્યક્તિઓ જે કહે તે પછીથી ક્રમાનુસાર કહેવાની હોય છે. એમાં વિવિધ પ્રકારની ઘણી બાબતો આવે. ઉદાહરણ તરીકે વાક્યના આડાઅવળા શબ્દો કહ્યા હોય તે યાદ રાખી તે શબ્દો બરાબર ગોઠવીને વાક્ય કહેવાનું હોય છે; પાદપૂર્તિઓ કરી આપવાની હોય છે અને આપેલા વિષય ઉપર તરત જ સંસ્કૃતમાં શ્લોકરચના પણ કરી આપવાની હોય છે. એટલે આવા અવધાનના પ્રયોગો કરનાર પાસે માત્ર સ્મૃતિશક્તિ જ નહિ, કવિત્વશક્તિ હોવી પણ જરૂરી છે. શ્રી યશોવિજયજીએ એવી સજ્જતા મેળવી લીધી હતી. આવા અવધાનના પ્રયોગો સોની સંખ્યા કે હજારોની સંખ્યા સુધી થયાના ઉલ્લેખો મળે છે. એ પ્રયોગો કરનાર શતાવધાની કે સહસ્રાવધાની કહેવાય છે. પરંતુ વધુ સંખ્યા એટલે વધુ ચડિયાતા પ્રયોગો એવું હંમેશાં નથી હોતું. પ્રયોગો કેટલા અઘરા છે, સમાંતર કેટલા વિષયો ચાલે છે અને એના ઉત્તરોનો ક્રમ કેવા પ્રકારનો છે એના ઉપર એ પ્રયોગોની મૂલ્યવત્તાનો આધાર છે. શ્રી યશોવિજયજીએ પહેલા આઠ મહા અવધાનનો પ્રયોગ કર્યો હતો. તેમાં ૬૪ વસ્તુઓ યાદ રાખવાની હતી. એટલે ત્યારપછી કરેલો આ અઢાર અવધાનનો પ્રયોગ સંભવ છે કે એથી પણ વધુ કઠિન હોય. કદાચ શતાવધાનના ચાલુ પ્રયોગો કરતાં પણ તે વધુ કઠિન હોય. શ્રી યશોવિજયજીની સ્મરણશક્તિ, ગ્રહણશક્તિ અને વિદ્વત્તાથી મહોબતખાન બહુ જ પ્રભાવિત અને આનંદિત થયો. તેણે ઉત્સાહપૂર્વક અને ઉત્સવપૂર્વક શ્રી યશોવિજયજી મહારાજનું ઘણું મોટું સન્માન કર્યું. પોતાના રાજયમાં જૈન શાસનમાં રત્ન જેવા મહાન તેજસ્વી વિદ્વાન મુનિઓ છે એની તેને પ્રસન્નતાપૂર્વક ખાતરી થઈ. ઉપાધ્યાયની ખાતરી કાશી અને આગ્રામાં કરેલા વિદ્યાભ્યાસથી, વાદમાં વિજય મેળવવાથી અને અઢાર અવધાનના 24 2010_05 Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગથી શ્રી યશોવિજયજીની ખ્યાતિ ચોમેર ઘણી વધી ગઈ હતી. એમની કવિત્વશક્તિ ઉત્તરોત્તર ખીલતી જતી હતી. એમનો શાસ્ત્રાભ્યાસ પણ વધતો જતો હતો. એમણે વીસ સ્થાનક તપની આરાધના પણ ચાલુ કરી હતી. જગદગુરુ શ્રી હીરવિજયસરિના સમુદાયમાં ગચ્છાધિપતિ શ્રી વિજયદેવસરિને અમદાવાદના શ્રેષ્ઠી ધનજી સૂરાએ અને શ્રી સંઘે વિનંતી કરી હતી કે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવે. પરંતુ વિજયદેવસૂરિ થોડા સમયમાં કાળધર્મ પામ્યા અને ગચ્છનો ભાર શ્રી વિજયપ્રભસૂરિને માથે આવ્યો હતો. ત્યાર પછી સંઘની આગ્રહભરી વિનંતીને લક્ષમાં લઈ તથા શ્રી યશોવિજયજીની તે માટેની યોગ્યતા જોઈ શ્રી વિજયપ્રભસૂરિએ ઉપાધ્યાયની પદવી શ્રી યશોવિજયજીને આપવાનું જાહેર કર્યું. તે પ્રમાણે વિ.સં. ૧૭૧૮માં શ્રી યશોવિજયજીને મહોત્સવપૂર્વક ઉપાધ્યાયની પદવી આપવામાં આવી. એ દિવસોમાં આચાર્યની પદવી તો જવલ્લે જ અપાતી. ઉપાધ્યાયની પદવી અપાય તે પણ ઘણી મોટી વાત હતી. પરંતુ આચાર્યના પદને પાત્ર, ભાવાચાર્ય એવા શ્રી યશોવિજયજીએ પોતાને મળેલી ઉપાધ્યાયની પદવીને એવી દીપાવી કે ઉપાધ્યાય એટલે શ્રી યશોવિજયજી જ એવી લોકોક્તિ થઈ ગઈ. ત્યારથી વર્તમાન સમય સુધી “ઉપાધ્યાય’ શબ્દ એમને માટે માત્ર પદવીરૂપ ન રહેતાં નામના પર્યાયરૂપ બની ગયો છે. આજે પણ ‘ઉપાધ્યાયજી મહારાજ એમ કહીએ તો તે શ્રી યશોવિજયજીને માટે જ છે એમ પ્રચલિત બની ગયું છે. ખંભાતમાં પંડિતોનો પરાજય એક દંતકથા પ્રમાણે શ્રી યશોવિજયજીને ઉપાધ્યાયની પદવી અપાઈ તે પછી તેઓ પોતાના ગુરુમહારાજ અને શિષ્યો સાથે ખંભાત પધાર્યા હતા. એ વખતે ખંભાતમાં કેટલાક હિન્દુ પંડિતોનું જોર બહુ હતું. ખંભાત આવીને થોડો વખત શ્રી યશોવિજયજી પોતાના લેખનમાં અને સ્વાધ્યાયમાં મગ્ન બની ગયા હતા. એટલે વ્યાખ્યાન આપવાનું કામ બીજા એક યુવાન સાધુમહારાજને સોંપવામાં આવ્યું હતું. પેલા પંડિતો વ્યાખ્યાનમાં આવી વચ્ચે વચ્ચે ભાષા, વ્યાકરણ, સિદ્ધાંત વગેરે વિશે વિવાદ ઊભો કરી જોરશોરથી સાધુમહારાજને પ્રશ્નો કરતા અને વ્યાખ્યાનને ડહોળી નાખતા. આ વાત ઉપાધ્યાય મહારાજ પાસે આવી. એટલે બીજે દિવસે શ્રી યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘના એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહીસિંદુર તૈયાર કરીને મંગાવ્યું હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું. એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એક શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજુન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઈપણ વ્યક્તિ બોલતી વખતે ઓષ્ઠસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.” શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું Jain Education Intemational 2010_05 25 For Privat Page #27 -------------------------------------------------------------------------- ________________ તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ; ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ.” શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઈશે. તમે બધા એમાંથી મુક્ત છો.' એ સાંભળી પંડિતોએ પોતાને માટે નિરાંત અનુભવી, પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે શંકાશીલ હતા. ત્યારપછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી, યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા. પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો શ્રી યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અખ્ખલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ ગયા. શાસ્ત્રાર્થ કરવામાં પણ તેઓ બહુ ફાવી શક્યા નહિ. તેઓએ પોતાની હાર કબૂલ કરી. - શ્રી યશોવિજયજીએ તેમને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મહાનુભાવો ! હજુ પણ તમને જ્યારે પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન કે હિંદુ ષડ્રદર્શન વિશે કંઈ પણ પ્રશ્ન થાય તો જરૂર મારી પાસે આવજો; પરંતુ આ જુવાન નાના સાધુને વ્યાખ્યાનમાં સતાવવાનો પ્રયત્ન મહેરબાની કરીને કરશો નહિ.” ત્યાર પછી બધા પંડિતો પોતાની મર્યાદા સમજી ગયા અને સાનુકૂળ બની ગયા. શ્રી યશોવિજયજીની બહુશ્રુત તેજસ્વી પ્રતિભાનો એ પ્રતાપ હતો. શ્રી વિજયસિંહસૂરીશ્વરનો ઉપકાર બાળવયે દીક્ષા ગ્રહણ કરનાર તેજસ્વી બાલમુનિના સાહિત્ય સહિતના આધ્યાત્મિક જીવનઘડતરમાં શિષ્યવત્સલ વડીલ આચાર્યો અને અન્ય સાધુભગવંતોનો ઘણો મોટો ફાળો હોય છે. શ્રી યશોવિજયજીએ કિશોર અને યુવાનવયે ઘણી મોટી સિદ્ધિ મેળવી લીધી હતી. તેમાં તેમના ગુરુ શ્રી નવિજયજી તથા શ્રી જીતવિજયજી ઉપરાંત શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ (કાળધર્મ સં. ૧૭૦૯-અમદાવાદ)નો પણ ઘણો મોટો ઉપકાર હતો. વિદ્વાન કવિ શ્રી યશોવિજયજીને વિદ્વત્તાનો અહંકાર ન આવી જાય અને મેળવેલા જ્ઞાનની પરિણતિ આત્મિક દૃષ્ટિએ થાય એ માટે હિતશિક્ષા આપીને યોગ્ય દિશામાં એમને વાળનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મહારાજ હતા. શ્રી યશોવિજયજી સાડા ત્રણસો ગાથાના વનમાં અંતે લખે છે : તસ પાટે વિજયદેવસૂરિ, પાટ તસ ગુરુ વિજયસિંહ ધોરી; જસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટળી કુમતિ ચોરી. પોતાના ઉપર આવો આધ્યાત્મિક અનુગ્રહ કરનાર શ્રી વિજયસિંહસૂરીશ્વરજીના જીવન અને કાર્ય વિશે શ્રી યશોવિજયજીએ સંસ્કૃતમાં ‘વિજયોલ્લાસ' નામના મહાકાવ્યની રચના શરૂ કરી હતી, પણ તે બીજા સર્ગથી અધૂરી રહી હતી. ગૃહસ્થનો શાસરસ | સંવત ૧૭૨૨નું ચાતુર્માસ ઉપાધ્યાયજી મહારાજે સુરતમાં કર્યું હતું. એ ચાતુર્માસ દરમિયાન એમણે બે મહત્ત્વની સઝાયની રચના કરી છે : (૧) પ્રતિક્રમણ હેતુગર્ભિત સજઝાય અને (૨) અગિયાર 26 Jain Education Interational 2010_05 Page #28 -------------------------------------------------------------------------- ________________ અંગની સજ્ઝાય. સુરતમાં એ રીતે એમને અને અધ્યાત્મરસિક શ્રાવકોને સ્વાધ્યાયની સારી તક મળી હશે એમ લાગે છે. શ્રી યશોવિજયજીની કૃતિઓના અંતભાગમાં ગૃહસ્થોનાં નામોનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અગિયાર અંગની સઝાયમાં રૂપચંદભાઈ, માણિક શ્રાવિકા વગેરેએ ‘સાંભલ્યાં વિધિસ્સું અંગ ઇગ્યાર' એવો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી જણાય છે કે તે સમયે એમના જેવા શાસ્ત્રજ્ઞ પાસેથી અગિયાર અંગ સાંભળવાની પાત્રતા ધરાવનાર શાસ્ત્રરસિક ગૃહસ્થો સુરતમાં હશે ! ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છે : એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે વિશે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, ‘આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્યન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.' એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી. શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા. આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદધનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો એ ઘટના ઐતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ રચેલી ‘અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘જયવિજય કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', ‘જસ કહે સોહી આનંદધન પાવત, અંતરજ્યોત જગાવે', ‘આનંદ કી ગત આનંદઘન જાણે', એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર’, ‘સોહી આનંદઘન પિછાને', ‘એહી આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગોઅંગ' ઇત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી માટે કેટલો બધો આદર હતો તે દર્શાવે છે. આનંદધનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છે : ‘આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ, તબ આનંદસમ ભયો સુસ; પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ.' ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુમેડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને 2010_05 27 Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મવિદ્યામાં ઘણા ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ-મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતા રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી એક વૃદ્ધ સાધુ પણ આવીને બેસી ગયા હતા. શ્રી યશોવિજયજીનું અધ્યાત્મ વિશેનું વ્યાખ્યાન સાંભળીને જયારે પોતાના ચહેરા પર સૌ પ્રસન્નતા વ્યક્ત કરતા હતા, ત્યારે એ જીર્ણ વેશધારી વૃદ્ધ સાધુના ચહેરા પર એટલો હર્ષ જણાતો નહોતો. શ્રી યશોવિજયજીએ એમને પાટ ઉપરથી પૂછયું, “અરે, સ્થવિર સાધુ ! તમને મારા વ્યાખ્યાનમાં બરાબર સમજણ પડી કે નહિ ?' પરંતુ તેમની સાથે થોડી વાતચીત કરતાં જ આ કોઈ બહુ જ્ઞાની અને અનુભવી સાધુ મહાત્મા છે એમ સમજાયું. અનુમાનથી શ્રી યશોવિજયજીને ખબર પડી ગઈ કે તેઓ તો શ્રી આનંદઘનજી મહારાજ જ છે, એટલે ઉપાધ્યાયજી તરત પાટ ઉપરથી ઊતરી તેમની પાસે ગયા અને પોતે જે શ્લોકનું વિવેચન કરતું વ્યાખ્યાન આપ્યું હતું તે શ્લોક પર વ્યાખ્યાન આપવા માટે શ્રી આનંદઘનજીને આગ્રહપૂર્વક વિનંતી કરી. શ્રી આનંદઘનજીએ એ એક શ્લોક પર એકધારું સરસ વ્યાખ્યાન આપ્યું. શ્રી યશોવિજયજી બહુશ્રુત પંડિત હતા, પરંતુ આનંદઘનજી તો આધ્યાત્મિક અનુભૂતિ ધરાવનાર અવધૂત હતા. એમનું વ્યાખ્યાન સાંભળી સૌ શ્રોતાજનો ડોલવા લાગ્યા. શ્રી યશોવિજયજીએ પણ એકચિત્તથી એ વ્યાખ્યાન સાંભળી અત્યંત પ્રસન્નતા અનુભવી. આ પ્રસંગથી શ્રી આનંદધનજી પ્રત્યે તેમને ઘણો પૂજ્યભાવ થયો હતો. આ પછી દંતકથા પ્રમાણે, બીજી એક વાર શ્રી આનંદઘનજીને મળવાની ઇચ્છા શ્રી યશોવિજયજીને થઈ હતી. બાવાઓને પૂછતાં પૂછતાં આબુ પરની એક ગુફા પાસે તેઓ આવી પહોંચ્યા. તે સમયે આનંદઘનજી ધ્યાનમાંથી ઊઠીને બહાર નીકળ્યા હતા. “મેરે નિરંજન યાર, તું કૈસે મિલેંગે' નામનું સ્વરચિત આધ્યાત્મિક પદ મધુર કંઠે ગાયા પછી “અગ્નિ સહ મેરી દેવી જલે' એ પદ ગાવું તેમણે શરૂ કર્યું હતું. એવામાં સામેથી શ્રી યશોવિજયજીને આવતા જોઈને તેઓ સામા જઈ તેમને ભેટ્યા હતા. અને પોતાનું પદ પૂરું કરતાં ગાયું હતું : આનંદઘન કહે “જસ” સુનો બાતાં; એહી મિલે તો મેરો ફેરો ટળે.” કહેવાય છે કે આ પ્રસંગ પછી શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ “અષ્ટપદીની રચના કરી. એમના મુખમાંથી કેટલીક પંક્તિઓ સરી પડી : “મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે ! રહત આનંદ ભરપૂર !" “જસવિજય કહે સુનો આનંદઘન, તુમ હમ મિલે હજૂર.” શ્રીપાળ રાસ'ની રચનામાં સહયોગ જૈન સાહિત્યમાં ‘લોકપ્રકાશ”, “શાંત સુધારસ”, “પુણ્ય પ્રકાશનું સ્તવન' વગેરે સંસ્કૃત અને ગુજરાતી 28 2010_05 Page #30 -------------------------------------------------------------------------- ________________ કૃતિઓ વડે જેઓ સુપ્રસિદ્ધ છે એવા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. તેઓ બંને શ્રી હીરવિજયસૂરિના સમુદાયના હતા. શ્રી વિનયવિજયજી ઉંમરે મોટા હતા. તેઓ વિ.સં. ૧૭૩૮માં રાંદેરમાં ચાતુર્માસ માટે હતા ત્યારે ત્યાંના સંઘે એમને શ્રીપાળ રાજા વિશે રાસકૃતિ લખવાની વિનંતી કરી. પરંતુ પોતાની વૃદ્ધાવસ્થા અને કથળતી તબિયતને કારણે એવો મોટો ગ્રંથ લખવાની તેમની ઇચ્છા નહોતી, કારણ કે તે પૂરો થાય કે ન પણ થાય. પરંતુ સંઘનો ઘણો આગ્રહ હતો એટલે તેમણે રાસ લખવાનું શરૂ કર્યું. સિદ્ધહસ્ત કવિઓને કાવ્યપંક્તિઓની રચના કરવી એ બહુ સરળ વાત હોય છે. શ્રી વિનયવિજયજી મહારાજે ઝડપથી રાસની રચના આગળ વધારી. થોડા સમયમાં તો રાસના ત્રણ ખંડ પૂરા થઈ ગયા. ચોથા ખંડની ચાર ઢાળ લખી ત્યાં તો શ્રી વિનયવિજયજીની તબિયત એકદમ બગડવા લાગી. દિવસો ગણાવા લાગ્યા. પાંચમી ઢાળની વીસ કડી સુધીની રચના થઈ. હજુ આગળ લખવાની ઇચ્છા ઘણી હતી પણ ચિત્તની તેવી સ્વસ્થતા રહી નહોતી. પોતાની આ કૃતિ અધૂરી રહેશે એનો મનમાં કંઈક વિષાદ પણ હશે. એ વખતે શ્રી યશોવિજયજી રાંદેરમાં હતા. શ્રી વિનયવિજયજી તેમના વડીલ કાકાગુરુ થાય. બંને વચ્ચે ઘણી આત્મીયતા હતી. એક દંતકથા પ્રમાણે તેઓ બંને કાશીમાં વિદ્યાભ્યાસ માટે સાથે હતા. શ્રી વિનયવિજયજીના મનમાં હતું કે પોતાનો અધૂરો રહેલો રાસ પૂરો કરવાને સમર્થ ત્યારે એકમાત્ર શ્રી યશોવિજયજી જ હતા. શ્રી યશોવિજયજી એમના મનના એ ભાવને પામી ગયા. એમણે તરત શ્રી વિનયવિજયજીને કહ્યું, “આપનો રાસ જ્યાંથી અધૂરો છે ત્યાંથી અવશ્ય તે હું પૂરો કરીશ.' એમના આ વચનથી શ્રી વિનયવિજયજીને શાંતિ થઈ. પછી થોડા સમયમાં જ તેઓ કાળધર્મ પામ્યા. ત્યાર પછી શ્રી યશોવિજયજીએ છેલ્લો ખંડ લખી ‘શ્રીપાળ રાસ' પૂરો કર્યો. મધ્યકાલીન જૈન સાહિત્યમાં બે સમર્થ કવિઓને હાથે લખાયેલી એક જ કૃતિ તરીકે તે સુપ્રસિદ્ધ છે. શ્રી યશોવિજયજીએ પૂરા હર્ષોલ્લાસ સાથે એ રાસ પૂરો કર્યો હોવાથી તત્ત્વવિચારથી સભર એમની કાવ્યમય વાણી તેમાં કોઈ જૂદું જ રૂપ ધારણ કરે છે. આ ‘શ્રીપાળ રાસ ત્યારથી અદ્યાપિ પર્યત જૈનોમાં આયંબિલની ઓળીના દિવસોમાં વાંચવાની પરંપરા ચાલી આવી છે. ગુરુ-શિષ્ય પરંપરા - શ્રી યશોવિજયજીએ “પ્રતિમાશતક' નામની પોતાની કૃતિ ઉપર પોતે જ રચેલી વૃત્તિમાં પોતાની ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે. તેમાં તેમણે અકબર-પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિથી એ પરંપરાની શરૂઆત કરી છે. તેમાં તેમણે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શ્રી લાભવિજયજી અને તેમના બે શિષ્યો તે શ્રી જીતવિજયજી અને શ્રી નવિજયજીનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નયવિજયજીગણિ શ્રી યશોવિજયજીના દીક્ષાગુરુ હતા. શ્રી યશોવિજયજીના ભાઈ–શ્રી પદ્મવિજયજીએ પણ શ્રી નયવિજયજી પાસે જ દીક્ષા લીધી હતી. શ્રી હીરવિજયસૂરિના બીજા બે મુખ્ય શિષ્યો તે શ્રી વિજયસેનસૂરિ અને શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી વિજયસેનસૂરિના શિષ્ય તે શ્રી વિજયદેવસૂરિ. એમના શિષ્યો તે શ્રી વિજયસિંહસૂરિ અને શ્રી વિજયપ્રભસૂરિ હતા. શ્રી કીર્તિવિજયજી ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય હતા. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના પોતાના શિષ્યોમાં શ્રી ગુણવિજયગણિ, શ્રી તત્ત્વવિજય અને શ્રી 29 Jain Education Intemational 2010_05 Page #31 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મીવિજયગણિ હતા. શ્રી ગુણવિજયગણિની શિષ્ય પરંપરામાં શ્રી કેસરવિજયગણિ, એમના શિષ્ય શ્રી વિનીતવિજયગણિ અને એમના શિષ્ય શ્રી દેવવિજયગણિ હતા. કાળધર્મ સં. ૧૭૪૩નું ચાતુર્માસ શ્રી યશોવિજયજી મહારાજે તત્કાલીન સુપ્રસિદ્ધ ઐતિહાસિક નગરી દર્ભાવતી(ડભોઈ)માં કર્યું હતું. પાંચ (અથવા આઠ) દાયકાથી અધિક વર્ષ દીક્ષા પર્યાયને થયાં હતાં. હવે એમની કાયા ક્ષીણ થવા લાગી હતી. એમની લેખિની ચાલતી નહોતી. પરંતુ એમની ધર્મારાધના તો બરાબર ચાલતી હતી. એમને પોતાના અંતિમ કાળની ખબર પડી ગઈ હતી. એમણે અનશનવ્રત સ્વીકારી લીધું હતું. અંતિમ આરાધના સારી રીતે કરીને એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાતમાં અને ગુજરાત બહાર વેગથી પ્રસરી ગયા. એક મહાન વિભૂતિનો નશ્વર દેહ ભૂતકાળમાં વિલીન થઈ ગયો, પરંતુ એમના અક્ષરદેહની જયોતિ એટલી જ પ્રકાશતી રહી. શ્રી યશોવિજયજીનો કાળધર્મ ડભોઈમાં થયો હતો તે નિર્વિવાદ હકીકત છે. પરંતુ તેમના કાળધર્મનો નિશ્ચિત સમય આપણને જાણવા મળતો નથી. એમાં માસ અને તિથિ વિશે કશી જ માહિતી હાલ ઉપલબ્ધ નથી અને વર્ષની બાબતમાં મતભેદ માત્ર એક વર્ષ જેટલો જ અત્યારે તો છે. ઘણાં વર્ષ સુધી, સં. ૧૭૪૫ (શકે ૧૬ ૧૧)ના માગસર સુદ ૧૧, એ મૌન એકાદશીનો દિવસ શ્રી યશોવિજયજીની કાળધર્મની તિથિ છે એમ મનાતું હતું અને કેટલાંક પંચાંગોમાં એ પ્રમાણે એ તિથિ આપવામાં આવતી હતી. પરંતુ તેમાં ભૂલ હતી. ડભોઈના ગુરુમંદિરની પાદુકાના લેખને આધારે તેમ બનવા પામ્યું હોવાનો સંભવ છે પરંતુ એ પાદુકામાં આપેલાં સાલ-તિથિ ઉપાધ્યાયજીના કાળધર્મનાં નથી, પરંતુ પાદુકાની પ્રતિષ્ઠાનાં છે. ઘણાં વર્ષો પૂર્વે પ્રાપ્ત થયેલ “સુજસવેલી ભાસ'ની નીચેની કડીએ તે વિશે સ્પષ્ટ પ્રકાશ પાડ્યો છે : સત્તર ત્રયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે; તિહાં સુરપદવી અણસરી, અણસણિ કરિ પાતક ધોઈ રે.” આમાં જણાવ્યા પ્રમાણે શ્રી યશોવિજયજી સં. ૧૭૪૩માં ડભોઈમાં ચોમાસું રહ્યા અને ત્યાં અનશન કરી કાળધર્મ પામ્યા. આમાં, અલબત્ત ચોક્કસ માસ-તિથિ જણાવ્યાં નથી. વળી જૈન સાધુઓનું ચોમાસું અષાડ સુદ ૧૪ થી શરૂ થઈ કાર્તિક સુદ ૧૪ના દિવસે પૂર્ણ થાય. એટલે કે ચોમાસા દરમિયાન જ નવું વરસ બેસે. અહીં ભાસકારે ઉપાધ્યાયજીએ સં. ૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યાનું જણાવ્યું છે, પણ એમનો સ્વર્ગવાસ ચાતુર્માસ દરમિયાન થયો કે ચાતુર્માસ પછી, અને ચાતુર્માસમાં હોય તો તે સં. ૧૭૪૩માં થયો કે સં. ૧૭૪૪માં તે વિશે કશું જણાવ્યું નથી. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓમાં એની રચના-સાલ જણાવી છે. તેમાં મોડામાં મોડી સં. ૧૭૩૯માં ખંભાતમાં “જંબુસ્વામી રાસની કરેલી રચના મળે છે. આ ઉપરાંત સુરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલ “પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય' એ બે કૃતિઓમાં એની રચનાતાલ “યુગ યુગ મુનિ વિધુવત્સરઈ' એ પ્રમાણે જણાવી છે. તેમાં “યુગ” એટલે ચાર-એમ જો લઈએ તો સં. ૧૭૪૪ થાય અને “યુગ” એટલે બે એમ જ લઈએ તો સં. ૧૭૨૨ 30 Jain Education Intemational 2010_05 Page #32 -------------------------------------------------------------------------- ________________ થાય. પરંતુ અહીં સંવત ૧૭૪૪ લેવી સુસંગત જણાતી નથી, કારણ કે સં. ૧૭૪૩નું ડભોઈનું ચાતુર્માસ એમનું છેલ્લું ચાતુર્માસ હતું, જ્યારે એ બે મોટી સઝાયોની રચના સુરતમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી. એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણો ન મળે ત્યાં સુધી સં. ૧૭૪૩માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહોપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો એમ માનવું વધુ યોગ્ય લેખાશે. ઉપાધ્યાયજી મહારાજ કાળધર્મ પામ્યા તે પછી એમના દેહને જયાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ સ્થળે સ્મારક તરીકે એક ધૂની-તૂપની રચના કરવામાં આવી. એમાંથી “ન્યાયનો દિવ્યધ્વનિ સતત નીકળ્યા કરતો હતો એમ “સુજસવેલી ભાસ'માં એના કર્તા શ્રી કાંતિવિજયજીએ લખ્યું છે. સ્વહસ્તે લખેલી પ્રતિઓ અને નયચક્ર મધ્યકાલીન સમયમાં મુદ્રણકળાની શોધ નહોતી થઈ ત્યારે, કાગળ ઉપર શાહીથી લખીને હસ્તપ્રત તૈયાર કરવાનું કામ ઘણું કઠિન ગણાતું. સરસ, મરોડદાર, એકસરખા અક્ષરે હસ્તપ્રતો લહિયાઓ લખી આપતા. ગ્રંથરચના કર્યા પછી સારા લહિયા પાસે હસ્તપ્રત લખાવવાનો પ્રશ્ન ગંભીર હતો. અનેક કવિલેખકોમાંથી કોઈક જ પોતે સારા લહિયા હોય અને પોતાની કૃતિની હસ્તપ્રત પોતે તૈયાર કરી શકે એવા હોય. એમાં સમય પણ ઘણો જતો. એટલે નવી કૃતિની રચના કરવી કે પોતાની કૃતિની હસ્તપ્રત તૈયાર કરવામાં સમયનો વ્યય કરવો એવો પ્રશ્ન રહેતો. શ્રી યશોવિજયજી કુશળ લહિયા પણ હતા. એમની સ્વહસ્તલિખિત એવી ઘણી કૃતિઓ સાંપડે છે. - શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નવિજયજી પણ સારા લહિયા હતા. એમણે શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો લખી આપી છે. ગુરુમહારાજ પોતાના શિષ્યની કૃતિની હસ્તપ્રતો તૈયાર કરી આપે એવું અન્ય કોઈ ઉદાહરણ જાણવામાં નથી. એ ઉપરથી શ્રી નયવિજયજી મહારાજની શિષ્યવત્સલતા કેટલી બધી હશે અને ગુરુ-શિષ્યનો સંબંધ પરસ્પર કેટલો સ્નેહાદરવાળો હશે તે જણાય છે. - શ્રી યશોવિજયજીએ તર્ક અને ન્યાયનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એટલે એમના જેવા સમર્થ તાર્કિકને મલવાદીસૂરિકૃત ‘બાદશાર નયચક્ર' જેવો ગ્રંથ વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ ગ્રંથ નષ્ટ થઈ ગયો હોવાનું મનાતું હતું. શ્રી યશોવિજયજીએ પોતાના વિહારમાં આવતાં બધાં ગામોમાં અને અન્યત્ર તપાસ કરાવી હતી, પરંતુ એ ગ્રંથ એમને મળ્યો ન હતો. કેટલાક સમય પછી પાટણમાંથી એક હસ્તપ્રતની ભાળ મળી. સિંહવાદિગિણિએ નયચક્ર ઉપર અઢાર હજાર શ્લોક પ્રમાણ લખેલી ટીકાની એ હસ્તપ્રત હતી. હસ્તપ્રત જીર્ણશીર્ણ હાલતમાં હતી. થોડા દિવસ માટે જ એ મળી હતી. શ્રી યશોવિજયજીએ વિચાર્યું કે મૂળ ગ્રંથ તો મળતો નથી, પણ મૂળ ગ્રંથની ઝાંખી કરાવે એવી ટીકા પણ જો નષ્ટ થઈ જશે તો બધું જ જશે. એના ઉપરથી નવી હસ્તપ્રત તૈયાર કરી લેવી જોઈએ. પણ એક હાથે ઓછા દિવસમાં એ કેમ થાય ? એમણે ગુરુમહારાજને વાત કરી. સમુદાયના સાધુઓમાં વાત થઈ. કામની વહેંચણી થઈ અને શ્રી નયવિજયજી અને શ્રી યશોવિજયજી ઉપરાંત શ્રી જયસોમ પંડિત, શ્રી લાભવિજય મહારાજ, શ્રી કીર્તિરત્નગણિ, શ્રી તત્ત્વવિજયજી મહારાજ અને શ્રી રવિવિજય પંડિતએમ સાત મુનિ ભગવંતોએ મળીને ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ લખાણની નકલ તૈયાર કરી લીધી. વ્યવસાયી લહિયાઓએ નહિ પણ એક સાથે સાત મુનિ ભગવંતોના સંયુક્ત હસ્તે એક જ હસ્તપ્રત તૈયાર થઈ હોય એવું આ વિરલ ઉદાહરણ એમની શ્રુતભક્તિની સુંદર પ્રતીતિ કરાવે છે. એમાં ૪૮૦૦ 31 Jain Education Intemational 2010_05 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનું લખાણ શ્રી યશોવિજયજીના હસ્તાક્ષરમાં છે. (આ હસ્તપ્રત પછી અમદાવાદના દેવસાના પાડાના ભંડારમાં આવેલી અને ત્યાંથી હવે તે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાં છે. મૂળ નયચક્ર ગ્રંથની બધી હસ્તપ્રતો નષ્ટ થઈ ગયેલી, પરંતુ સદ્ભાગ્યે તિબેટમાં ભાષા સંસ્કૃત પણ તિબેટી લિપિમાં એ ગ્રંથમાં સચવાયેલો છે. એના ઉપરથી પૂ. જંબૂવિજયજી મહારાજે તિબેટી લિપિ શીખી એ સંસ્કૃત ગ્રંથ સંપાદિત કર્યો છે, જે પ્રકાશિત થયેલો છે.) - શ્રી યશોવિજયજી મહારાજે પોતે જે જે રચના કરી તેમાંથી તેમણે સ્વહસ્તે લખેલી ત્રીસથી વધુ હસ્તપ્રતો આપણને જુદા જુદા ભંડારોમાંથી મળી આવી છે. પ્રાચીન સમયના એક જ લેખકની આટલી બધી હસ્તપ્રતો એમના પોતાના હસ્તાક્ષરમાં મળી આવે એ ઘટના અત્યંત વિરલ અને ગૌરવપૂર્ણ છે. અત્યાર સુધીમાં મહોપાધ્યાયજીના નીચે મુજબ ગ્રંથો એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા મળી આવ્યા છે : ૧. આર્ષભીય મહાકાવ્ય (અપૂર્ણ), ૨. તિન્વયોક્તિ (અપૂર્ણ), ૩. નિશામુક્તિ પ્રકરણ, ૪. શ્રી વિજયપ્રભસૂરિ શામણક વિજ્ઞપ્તિ પત્ર, ૫. સિદ્ધાંતમંજરી શબ્દખંડ ટીકા (અપૂર્ણ), ૬. જંબુસ્વામી રાસ, ૭. આરાધક વિરાધક, ચતુર્ભગી-સ્વોપાટીકા સહ, ૮. અધ્યાત્મસાર, ૯, પ્રમેયમાલા (અપૂર્ણ), ૧૦. દ્રવ્યગુણ પર્યાય રાસ-બાલાવબોધ સહિત, ૧૧. ધર્મપરીક્ષા સ્વોપજ્ઞ ટીકામાં ઉમેરણ, ૧૨. આત્મખ્યાતિ, ૧૩. ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથનો અંતિમ ભાગ, ૧૪, નરહસ્ય, ૧૫. ભાષારહસ્ય, ૧૬. વાદમાલા (અપૂર્ણ), ૧૭. સ્યાદવાદરહસ્ય, ૧૮. માર્ગ પરિશુદ્ધિ, ૧૯. વૈરાગ્ય કલ્પલતા, ૨૦. યોગબિન્દુ અવચૂરી, ૨૧. યોગદષ્ટિ સમુચ્ચય અવચૂરી (અપૂર્ણ), ૨૨. સ્યાદ્વાદ રહસ્ય-બૃહદ (અપૂર્ણ), ૨૩. તત્ત્વાર્થવૃત્તિ, ૨૪. વૈરાગ્યરતિ (અપૂર્ણ), ૨૫. સ્તોત્રત્રિક, ૨૬. ઉત્પાદાસિદ્ધિ પ્રકરણ ટીકા (અપૂર્ણ), ૨૭. ન્યાયાલોક, ૨૮. યોગવિંશિકાવૃત્તિ, ૨૯. વિષયતાવાદ, ૩૦, સ્તોત્રાવલીસ્તોત્રટિક, ૩૧. અષ્ટસહસ્રી, ૩૨. કાવ્યપ્રકાશટીકા (અપૂર્ણ). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથો પણ એમના હસ્તાક્ષરમાં મળી આવે એવો સંભવ છે. એમના કેટલાક ગ્રંથોનાં પાનાં વેરવિખેર, છૂટાંછવાયાં થઈ નષ્ટ પામ્યાં છે. કચરો માનીને સાબરમતી નદીમાં પધરાવવા માટે લોકો લઈ જતા હતા તેવાં પાનાંઓમાંથી તેમનો “યોગવિશિકાવૃત્તિ' ગ્રંથ મળી આવ્યો છે. શ્રી યશોવિજયજીએ પોતાના હસ્તાક્ષરમાં બીજા ગ્રંથકારોના ગ્રંથોની પોતાના ઉપયોગ માટે કરેલી નકલો પણ ઠીક ઠીક સંખ્યામાં મળે છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે પોતાના આટલા બધા ગ્રંથોની રચના કરવાના સમય ઉપરાંત એમણે આ બધી હસ્તપ્રતિઓ તૈયાર કરવામાં પણ કેટલો બધો સમય આપ્યો હશે ! જૈન સાધુ રાત્રે તો લખવા-વાંચવાનું કાર્ય કરે નહિ, એટલે શ્રી યશોવિજયજીએ પોતાના તમામ સમયનો ચીવટભર્યો ઉપયોગ કર્યો હશે તે આ ઉપરથી જણાય છે. સાહિત્યસર્જન મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ નબન્યાય, વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, છંદ, કાવ્ય, તર્ક, આગમ, નય, પ્રમાણ, યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, કથા, ભક્તિ તથા સિદ્ધાંત ઇત્યાદિ ઘણા વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તથા વ્રજ અને રાજસ્થાની મિશ્ર ભાષામાં Jain Education Interational 2010_05 Page #34 -------------------------------------------------------------------------- ________________ વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમની કૃતિઓમાં સામાન્ય માણસ પણ સમજી શકે એટલી સરળ કૃતિ છે અને પ્રખર વિદ્વાન પણ સહેલાઈથી ન સમજી શકે એટલી હદે રહસ્યવાળી કઠિન કૃતિઓ પણ છે. એમણે રચેલી સંસ્કૃત તથા પ્રાકૃત કૃતિઓમાંથી અત્યારે ઉપલબ્ધ, પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છેઃ ૧. અધ્યાત્મ મત પરીક્ષા—આ ગ્રંથનું બીજું નામ ‘અધ્યાત્મ મત ખંડન' છે. કર્તાએ મૂળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાનો લખ્યો છે. તેના ઉપર પોતે જ ચાર હજાર શ્લોકમાં ટીકા રચેલી છે. આ ગ્રંથ અને એની ટીકામાં કર્તાએ કેવલી ભગવંતોને કવલાહાર હોય જ નહિ એ દિગમ્બર માન્યતાનું ખંડન કરીને કેવલીને કવલાહાર અવશ્ય હોઈ શકે એમ તર્કયુક્ત દલીલો સાથે સિદ્ધ કર્યું છે. દિગમ્બરોની બીજી માન્યતા કે તીર્થંકરોનું પરમૌદારિક શરીર ધાતુરહિત હોય છે, તેનું પણ આ ગ્રંથમાં ખંડન કરવામાં આવ્યું છે. ૨. અધ્યાત્મસાર : સાત મુખ્ય પ્રબંધમાં વહેંચાયેલા, ૯૪૯ શ્લોક પ્રમાણ આ ગ્રંથમાં કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, દંભત્યાગ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યક્ત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. ૩. અધ્યાત્મોપનિષદ : સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદના ૨૩૧ શ્લોકમાં આ ગ્રંથની રચના થઈ છે. તેના ચાર અધિકાર છે: (૧) શાસ્રયોગ શુદ્ધિ અધિકાર (૨) જ્ઞાનયોગાધિકાર (૩) ક્રિયાધિકાર અને (૪) સામ્યાધિકાર. એમાં કર્તાએ તે તે વિષયોની છણાવટ કરી છે. ૪. અનેકાન્ત વ્યવસ્થા : કર્તાએ ૩૩૫૭ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. ૫. દેવધર્મ પરીક્ષા : ૪૨૫ શ્લોકમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. દેવો સ્વર્ગમાં પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે તેનું એમાં આધાર સાથે સમર્થન કરવામાં આવ્યું છે. પ્રતિમામાં નહિ માનનારા સ્થાનકમાર્ગીઓ તેવા દેવોને અધર્મી કહે છે, તે વાત ખોટી છે એમ સાબિત કરવા માટે કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. ૬. જૈન તર્ક પરિભાષા : કર્તાએ ૮૦૦ શ્લોકમાં આ ગ્રંથની રચના કરી છે. તેના (૧) પ્રમાણ (૨) નય અને (૩) નિક્ષેપ, એ નામના ત્રણ પરિચ્છેદમાં તેમણે તે તે વિષયનું તર્કયુક્ત નિરૂપણ કર્યું છે. ૭. ગુરુતત્ત્વવિનિશ્ચય : કર્તાએ મૂળ ગ્રંથ પ્રાકૃતમાં ૯૦૫ બ્લોક પ્રમાણનો રચ્યો છે. તેના ઉપર પોતે જ સંસ્કૃત ગદ્યમાં સાત હજાર શ્લોકમાં ટીકા લખી છે. આ ગ્રંથમાં કર્તાએ ગુરુતત્ત્વના યથાર્થસ્વરૂપનું નિરૂપણ ચાર ઉલ્લાસમાં કર્યું છે. ૮. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા : આ ગ્રંથમાં કર્તાએ દાન, દેશનામાર્ગ, ભક્તિ, ધર્મવ્યવસ્થા, કથા, યોગ, સભ્યષ્ટિ ઇત્યાદિ ૩૨ વિષયોનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માટે ૩૨ વિભાગ પાડ્યા છે. તે દરેક વિભાગમાં બત્રીસ શ્લોકની રચના થઈ છે. તેના ઉપર પોતે જ રચેલી ટીકાની શ્ર્લોકસંખ્યા મળીને કુલ ૫૫૦૦ શ્લોકનો આ સટીક ગ્રંથ બન્યો છે. ૯. યતિલક્ષણ સમુચ્ચય : આ ગ્રંથમાં કર્તાએ પ્રાકૃતમાં ૨૬૩ ગાથામાં સાધુનાં સાત લક્ષણો વિસ્તારથી જણાવ્યાં છે. 2010_05 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦. નરહસ્ય : આ ગ્રંથમાં નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. ૧૧. નયપ્રદીપ : સંસ્કૃતમાં લગભગ ૫૦૦ શ્લોક સહિત ગદ્યમાં રચાયેલો આ ગ્રંથ “સપ્તભંગી સમર્થન’ અને ‘નયસમર્થન” એ નામના બે સર્ગમાં વહેંચાયેલો છે. ૧૨. નયોપદેશ કર્તાએ આ ગ્રંથની સટીક રચના કરી છે અને તેમાં સાતે નયોનું સ્વરૂપ સમજાવ્યું છે. ૧૩. જ્ઞાનબિંદુ : સાડા બારસો શ્લોકમાં રચાયેલા આ ગ્રંથમાં કર્તાએ જ્ઞાનના પ્રકાર, લક્ષણ, સ્વરૂપ ઇત્યાદિની વિસ્તારથી મીમાંસા કરી છે. ૧૪. જ્ઞાનસાર : આઠ શ્લોકનું એક અષ્ટક એવાં ૩૨ અષ્ટકોમાં કર્તાએ આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ ઉપર કર્તાએ પોતે જ બાલાવબોધ(ટબો)ની પણ રચના કરી છે. આત્મસ્વરૂપને સમજવાને માટે જે જે સાધનોની જરૂર પડે છે તે સાધનોનું ક્રમબદ્ધ નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ૧૫. ન્યાયખંડનખંડખાદ્ય : ૫૫૦૦ શ્લોકમાં રચાયેલો આ ગ્રંથ નવ્ય ન્યાયની વિશિષ્ટ કોટિનો, અર્થગંભીર અને જટિલ છે. કર્તાના ઉચ્ચ કોટિના પાંડિત્યની પ્રતીતિ કરાવે એવો તે ગ્રંથ છે. ૧૬. ન્યાયલોક : આ ગ્રંથમાં ન્યાયદષ્ટિએ સ્યાદ્વાદાદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૭. પ્રતિમાશતક : કર્તાએ મૂળ એકસો શ્લોકમાં આ ગ્રંથની રચના કરીને ત્યારપછી તેના ઉપર પોતે મોટી ટીકા રચી છે. તેમાં તેમણે જિન-પ્રતિમાની પૂજા નહિ કરવાનું જણાવતા મતોનું ખંડન કરીને જિનપ્રતિમાની પૂજા કરવાના મતનું પ્રતિપાદન કર્યું છે. આ ગ્રંથો ઉપરાંત, ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-વિરાધકચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશદ્ગતિવાદ, પંચનિગ્રંથિપ્રકરણ, પરમજયોતિપંચવિંશિકા, પરમાત્મ-પંચવિંશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્થસ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વર પાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઇત્યાદિ મૌલિક ગ્રંથોની રચના શ્રી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમતંભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહદ્ ટીકા, કર્મપ્રકૃતિ લધુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્વપરિજ્ઞા પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથોની રચના કરી છે. શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ ટીકા, ન્યાયબિન્દુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ટીકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વત્તા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમતંભદ્ર કૃત “અષ્ટસહસ્ત્રી', પતંજલિકૃત ‘યોગસૂત્ર', મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ', જાનકીનાથ શર્માકૃત ‘ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે. તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ 34 Jain Education Interational 2010_05 Page #36 -------------------------------------------------------------------------- ________________ ગીતામાંથી આધારો આપ્યા છે, જે જેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી સૃષ્ટિનો પરિચય કરાવે છે. ગુર્જર ભાષામાં રચનાઓ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે એમને મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સજ્ઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. રાસકૃતિઓ શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે ‘જંબુસ્વામીરાસ' છે. પાંચ અધિકારની બધી મળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર’ના પરિશિષ્ટપર્વમાં આપેલી જંબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં, કવિની પરિણત પ્રજ્ઞાના સુફલ તરીકે ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે. શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૮ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દૃષ્ટાંતો તથા આધાર ગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજજીએ સંસ્કૃત ભાષામાં ‘દ્રવ્યાનુયોગ તર્કણા’ નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે. ‘જંબૂસ્વામીરાસ’ અને ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’ એ બે સમર્થ રાસકૃતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયજીકૃત ‘શ્રીપાળ રાજાનો રાસ' પૂરો કરવામાં શ્રી યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે. સ્તવનો સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતા સાહિત્યમાં ચોવીસી (ચોવીસ તીર્થંકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીસી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીસી લખી છે. ત્રણ ચોવીસી ઉપરાંત એમણે એક વીસી(વીસ વિહરમાન જિનેશ્વરોનાં વીસ સ્તવનો)ની રચના કરી છે. એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડા ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે નીચે પ્રમાણે છે : 2010_05 35 Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામીની વિનતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હૂંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતા બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન-બાર ઢાળની ૬૩ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન છે. ત્રણ ચોવીસીઓમાંની એકમાં કવિએ તીર્થકરોના માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિત્વશક્તિનાં દર્શન થાય છે. વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોનાં માતાપિતા, લાંછન ઇત્યાદિનું સ્મરણ કરે છે. કવિએ અન્ય કેટલાંક સ્તવનોની જે રચના કરી છે તે જુદી જુદી રાગરાગિણીઓમાં છે અને તેની ભાષા વ્રજ છે. આ સ્તવનોમાં કવિની વાણી માધુર્ય અને પ્રસાદ ગુણથી વિશેષ ઝળકે છે. વિશિષ્ટ જિનસ્તવનોમાં તે તે સ્થળ-વિશેષનો અને તેના મહિમાનો પણ કવિએ નિર્દેશ કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના સવાસો ગાથાના સ્તવનમાં આરંભમાં કવિએ શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરીને કુગુરુઓનાં અનિષ્ટ આચરણો પર પ્રહાર કર્યો છે. આવા કુગુરુનાં વચનમાં લોકો ફસાયા છે. તેમને એક સદ્ગુરુ જ સાચો બોધ આપે છે. કવિએ આ સ્તવનમાં આત્મદ્રવ્યનું શુદ્ધસ્વરૂપ, સાચી જ્ઞાનદશાનું મહત્ત્વ, નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા ઇત્યાદિ સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. અને દ્રવ્ય-ભાવ સ્તવનું નિરૂપણ કરી, જિનપૂજા અને તેમાં પણ સાચી ભક્તિનું રહસ્ય સમજાવી સ્તવન પૂરું કર્યું છે. શ્રી વરસ્તુતિરૂપ દોઢસો ગાથાના હૂંડીના સ્તવનમાં કવિએ જિન-પ્રતિમાની પૂજા કરવામાં ન માનવાવાળાના મતનો પરિહાર કર્યો છે. આ સ્તવનમાં કવિએ જિનપ્રતિમાની પૂજાને લગતાં પ્રાચીન વ્યક્તિઓનાં ઘણાં દૃષ્ટાંતો આપ્યાં છે. શ્રી સીમંધરસ્વામીના સિદ્ધાંત વિચારરહસ્ય ગર્ભિત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કવિ સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધ માર્ગ બતાવો. આ કલિયુગમાં લોકો અંધશ્રદ્ધાપૂર્વક વર્તી રહ્યા છે. સૂત્ર વિરુદ્ધાચારે ચાલી રહ્યા છે અને છતાં પોતે સાચા માર્ગે ચાલે છે એમ બતાવી ભોળા લોકને ભોળવી રહ્યા છે.” કવિએ આ સ્તવનમાં અજ્ઞાની લોકોની અંધશ્રદ્ધા પર અને કુગુરુના વર્તન પર સખત પ્રહારો કર્યા છે. માત્ર કષ્ટ કરવામાં જ મુનિપણું રહેલું જેઓ માને છે તેને માટે કવિ લખે છે : જો કષ્ટ મુનિ મારગ પાવે, બળદ થાય તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો. આવા મુનિઓ અને તેમનાં આચરણો ઉઘાડાં પાડી કવિએ ઉત્તમ મુનિઓનું ચિત્ર પણ દોર્યું છે. (36 Jain Education Intemational 2010_05 Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ દેશીઓમાં રચાયેલા ૧૭ ઢાળના આ સ્તવનમાં કવિએ તત્કાલીન લોકો અને મુનિઓના આચરણો, ભ્રમભર્યા વિચારો ઇત્યાદિનું નિર્ભયતાપૂર્વક સાચું ચિત્ર દોર્યું છે, જેમાંથી કોઈપણ યુગના માત્ર મુનિઓએ જ નહિ, લોકોએ પણ ઘણો બોધ લેવા જેવો છે. સઝાયો - શ્રી યશોવિજયજીએ સમ્યક્ત્વના સડસઠ બોલની સજઝાય, અઢાર પાપસ્થાનકની સજઝાય, પ્રતિક્રમણ હેતુગર્ભિત સજઝાય, અગિયાર અંગની સઝાય, આઠ યોગદૃષ્ટિની સઝાય, સુગુરુની સજઝાય, પાંચ કુગુરુની સઝાય (નાની મોટી), જિન પ્રતિમાસ્થાન સજઝાય, અમૃતવેલની સજઝાય (નાની તથા મોટી), ચાર આહારની સઝાય. સંયમ શ્રેણિવિચાર સઝાય, ગુણસ્થાનક સજઝાય ઇત્યાદિ સઝાયોની રચન કરી છે. સજઝાયનો (સ્વાધ્યાયનો) રચનાપ્રકાર જ એવો છે કે જેમાં કોઈ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોય અને એમાંથી ફલિત થતો બોધ આપવામાં આવ્યો હોય. શ્રી યશોવિજયજીની સઝાયો જૈનધર્મના પારિભાષિક જ્ઞાનથી સભર છે. એમની અભિવ્યક્તિ માર્મિક અને ચોટદાર છે. સમ્યકત્વના સડસઠ બોલ, અઢાર પાપસ્થાનક અને પ્રતિક્રમણ એ ત્રણ વિષય પર ઉપરની એમની સજઝાયો કદમાં ઘણી મોટી અને સૈદ્ધાંતિક વિચારણાથી સભર છે. આ બધી સજઝાયો કવિના ગહન શાસ્ત્રજ્ઞાનની અને વિશદ ચિતનની પ્રતીતિ કરાવે છે. અન્ય કૃતિઓ | ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યમાં શ્રી યશોવિજયજીએ લખેલી અન્ય કૃતિઓ, ગીતો, પદો, બત્રીસી, શતક, ભાસ, સંવાદ, ચોપાઈ, બાલાવબોધ, ટબો, પત્રો વગેરે પ્રકારની છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ એવી અન્ય કૃતિઓમાં “સમુદ્ર વહાણ સંવાદ', સમતાશતક', “સમાધિશતક', “પંચ પરમેષ્ઠિ ગીતા', “સમ્યત્ત્વના છ સ્થાનની ચોપાઈ”, “જંબૂસ્વામી બ્રહ્મગીત', “દિપટચોરાશી બોલ', યતિધર્મ બત્રીસી', ‘આનંદઘન અષ્ટપદી', “જસવિલાસ' (આધ્યાત્મિક પદો), ‘ઉપદેશમાલા’, ‘અધ્યાત્મ મત પરીક્ષાનો ટબો’, ‘તત્ત્વાર્થ સૂત્રનો ટબો', ‘વિચારબિંદુ અને તેનો ટબો”, “શેઠ-પ્રકરણ બાલાવબોધ', ‘લોકનાલિ બાલાવબોધ', “જેસલમેરના પત્રો', “સાધુવંદના', ‘ગણધર ભાસ', “નેમ રાજુલનાં ગીતો’ ઇત્યાદિ છે. સમુદ્રવહાણ સંવાદ' સં. ૧૭૧૭માં ઘોઘા બંદરમાં કવિએ રચેલી સંવાદના પ્રકારની એક ઉત્તમ કૃતિ છે. ૧૭ ઢાળ તથા દુહાની મળી ૩૦૬ ગાથામાં રચાયેલી આ કૃતિમાં કવિએ સમુદ્ર અને વહાણ વચ્ચે સચોટ સંવાદ રજૂ કરીને, વહાણે સમુદ્રનો ગર્વ કેવી રીતે ઉતાર્યો તેનું આલેખન કર્યું છે. સમતાશતક'ની રચના ૧૦૫ દોહામાં કરવામાં આવી છે. એમાં સમતા, મગ્નતા, ઉદાસીનતાની સાધના કેવી રીતે કરવી તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તથા વિષયાદિરૂપી અંતરંગ શત્રુઓ ઉપર કેવી રીતે વિજય મેળવવો ઇત્યાદિની વિચારણા કરવામાં આવી છે. કૃતિનો આરંભ કરતાં કવિ લખે છે : સમતા-ગંગા-મગનતા, ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. 37 2010_05 Page #39 -------------------------------------------------------------------------- ________________ ક્રોધાદિ કષાયોથી મુક્ત થવાનો અને ક્ષમાદિ સદ્ગુણો ધારણ કરવાનો ઉપદેશ આપતાં કવિ | લખે છે : સિદ્ધ ઔષધિ છેક્ષમા, તાકો કરો પ્રયોગ; ન્યું મિટ જાયે મોહધર, વિષય ક્રોધ જવર રોગ. ક્ષમા ચંદન રસે, સિચો ચિત્ત પવિત્ત. દયાવેલ મંડપ તલ, રહો લહો સુખ મિત્ત. સમાધિશતક ૧૦૪ દોહામાં લખાયેલી કૃતિ છે. એમાં સંસારની માયા જીવોની કેવી રીતે ભમાવે છે અને આત્મજ્ઞાનીઓ તેમાંથી કેવી રીતે મુક્ત થાય છે, જ્ઞાનીની ઉદાસીનતા કેવી હોય છે અને તેમાં તેમને આત્મદષ્ટિ બહિરાત્મભાવમાંથી નીકળવા માટે કેવી ઉપકારક થાય છે, ઇત્યાદિનું વર્ણન છે. આત્મજ્ઞાની માટે સંસાર એ માત્ર પુદ્ગલનો મેલ છે. એમ દર્શાવતાં કવિ લખે છે : આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઈન્દ્રજાલ કરિ લેખવે, મિલે ન તિહાં મનમેલ. ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ; ચારપાંચ દિન ખુશ લગે, અંત ધૂલકી ધૂલ. કવિએ જુદી જુદી દેશીઓમાં અધ્યાત્મનાં પાંત્રીસેક પદોની રચના કરી છે. એમાં પ્રભુભજન, ચેતન અને કર્મ, મનની સ્થિરતા, સમતા અને મમતા, ઉપશમ, ચેતના, આત્મદર્શન, સાચો ધર્મ, સાચા મુનિ વગેરે વિષયો લેવામાં આવ્યા છે. કવિની ઘણીખરી આ રચનાઓ વ્રજભાષામાં કે વ્રજભાષાની છાંટવાળી છે અને કવિતાની ઊંચી કોટિએ પહોંચે એવી છે. આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ સાહિત્ય આપણને આપ્યું છે. એ વડે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમના તમામ સાહિત્ય માટે એમણે પોતે ‘શ્રીપાળ રાસની બારમી ઢાળમાં કહ્યું છે તે પ્રમાણે અવશ્ય કહી શકીએ : “વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી છે.” ઉપસંહાર - શ્રી યશોવિજયજી મહારાજે પોતાના સમયમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઉપલબ્ધ લગભગ બધી જ કૃતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વાડ્મયના વિવિધ ક્ષેત્રે એમના જેટલી અને જેવી બુદ્ધિમતા, બહુશ્રુતતા અને સર્જનપ્રતિભા ત્યાર પછીના આ ત્રણ સૈકામાં હજુ સુધી કોઈનામાં આપણને જોવા મળી નથી. ઉપાધ્યાયજી મહારાજ દાર્શનિક વિષયોના પારદ્રષ્ટા હતા. તેમણે જૈન દર્શનોને નવ્ય ન્યાયની શૈલીમાં રજૂ કર્યા છે. જેમ દર્શનશાસ્ત્રમાં તેમ અધ્યાત્મયોગમાં પણ તેમનું અર્પણ બહુ મૂલ્યવાન છે. તેમને શ્રી હરિભદ્રસૂરિએ વર્ણવેલા યોગમાર્ગના આદ્ય વિવેચક તરીકે ઓળખાવવામાં આવે છે. તેઓ જેવા જ્ઞાની હતા તેવા જ ક્રિયાવાદી પણ હતા. તેમની પ્રતિભા અને તેમનાં કાર્યો આપણને શ્રી સિદ્ધસેન દિવાકર, 38 Jain Education Intemational 2010_05 Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાન પૂર્વસૂરિઓનું સ્મરણ કરાવે છે. તેમનામાં ગુરુભક્તિ, તીર્થભક્તિ, શ્રુતભક્તિ, સંઘભક્તિ, શાસનપ્રીતિ, અધ્યાત્મરસિકતા, ધીરગંભીરતા, ઉદારતા, ત્યાગ, વૈરાગ્ય, સરળતા, લઘુતા ઇત્યાદિ અનેક ગુણોનું દર્શન થાય છે. આમ અનેકવિધ પ્રતિભા ધરાવનાર, અનેક ક્ષેત્રોમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આપણા મહાન જ્યોતિર્ધર છે. તેમને તાર્કિક શિરોમણિ, સ્મારતિ શ્રુતકેવલી, લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, યોગવિશારદ, સત્યગવેષક, સમયવિચારક, ‘એઁ' બીજમંત્ર પદના પ્રસ્થાપક, ‘કુચલી શારદ’નું વિરલ બિરુદ પામેલા, મહાન સમન્વયકાર, પ્રખર નૈયાયિક, વાદીમદભંજક, શુદ્ધાચારક્રિયાપાલક, દ્રવ્યાનુયોગનો દરિયો ઉલ્લંઘી જનાર ઇત્યાદિ શબ્દો વડે બિરદાવવામાં આવે છે. એવા મહાન જ્યોતિર્ધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવનકવનનું યથાર્થ દર્શન થતાં જ આપણું મસ્તક સહજ રીતે જ એમનાં ચરણોમાં નમી જાય છે ! 2010_05 * 39 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજ-સોભાગ આશ્રમ સાયલા સંક્ષિપ્ત પરિચય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ, અર્વાચીનકાળના યુગપ્રધાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર એક ગૃહસ્થ મહાત્મા હતા. સમર્થ આત્મજ્ઞાની, પરમજ્ઞાન-નિધાન શ્રીમદ્ભુનું અધ્યાત્મજીવન અને તઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. પોતાના હૃદયસખા, ભગતના ગામ સાયલા સુસ્થિત શ્રી સોભાગભાઈ ઉ૫૨ લખેલા પત્રોમાં તેઓએ પોતાનો અંતરંગ પુરુષાર્થ, બાહ્ય ઉપાધિઓ મધ્યે કેળવાતો સમાધિભાવ, પોતાનો ક્રમિક આત્મવિકાસ અને આત્મદર્શનનો આનંદ અનુભવ આલેખ્યો છે. તેમણે વીતરાગ ભગવાન મહાવીરે પ્રરૂપેલા સનાતન મૂળ આત્મધર્મને ઉદ્બોધ્યો છે. શ્રીમદ્ભુને સોભાગભાઈ માટે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ હતો, તેમજ શ્રી સોભાગભાઈના રોમેરોમ અને પ્રદેશે-પ્રદેશ શ્રીમદ્ભુના સત્તમાગમ માટે આતુર રહેતા, શ્રીમદ્ભુનું અનન્ય શરણ પામતા શ્રી સોભાગભાઈને પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કાર થયો હતો. શ્રી સોભાગભાઈના નિમિત્તે જ્ઞાનદિવાકર શ્રીમદ્ભુએ જગતને અધ્યાત્મની, પરમાર્થની લહાણી કરી, સોભાગભાઈની કેડીએ અધ્યાત્મના શિખરસમા, પરમ ઉદાસીન શ્રીમદ્ઘના આત્મઅમિરાતને પામવાને મુમુક્ષુઓ પુરુષાર્થી બને એ હેતુએ સાયલાના સંત શ્રી લાડકચંદ માણેકચંદ વોરા(પૂ. બાપુજી)એ સાયલામાં જ આશ્રમ સ્થાપવાની ભાવના પ્રગટ કરી, તેથી શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સંચાલિત આ યોગાશ્રમની ૩૧ ડિસેમ્બર ૧૯૭૬ની સાલમાં મંગળ શરૂઆત થઈ. વીતરાગ ભગવાન મહાવીરે પ્રબોધેલા અને પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રરૂપેલા મૂળ સનાતન આત્મધર્મનું આરાધન પ્રત્યક્ષ સત્પુરુષના સાનિધ્યમાં જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓ કરી શકે એ જ આ સંસ્થાનું મુખ્ય લક્ષ ને ધ્યેય છે. આ સંસ્થાના મૂળાધાર અને પ્રણેતા અધ્યાત્મનિષ્ઠ પૂ. ગુરુદેવ પ.પૂ. શ્રી લાડકચંદ માણેકચંદ વોરા (પૂ. બાપુજી)એ જ્ઞાન અને ભક્તિમાર્ગનો સુંદર સમન્વય સાધીને, ઉત્તમ આત્મલક્ષી મોક્ષપુરુષાર્થમાં મુમુક્ષુ આત્માઓને સ્થિર કર્યા. પૂ. બાપુજીનું વિશ્વવાત્સલ્ય, અંતરંગ ચારિત્ર, વિશાળ અને માધ્યસ્થ ધર્મભાવના તથા તેવા અગણિત ગુણોએ સાધક મુમુક્ષુ આત્માઓને સંસ્કારિત કર્યા. આશ્રમના પરિસરમાં દાખલ થતાં જ અપૂર્વ શાંતિનો અનુભવ થાય. બાહ્ય જગત વિસ્તૃત થાય, પવિત્ર વાતાવરણમાં દેહનું આરોગ્ય વધે અને આત્મા નિર્દોષ ભાવો ભજતો થાય. આશ્રમમાં મુખ્યત્વે આત્મલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે. જે જીવને આત્મસાધનાનાં શિખર સર કરવાં હોય તેને માટે નૈસર્ગિક વાતાવરણ વચ્ચે આવેલ આ આશ્રમ દિવ્યધામ સમાન છે. ભગવાન મહાવીરે પ્રરુપેલા મૂળમાર્ગની ઓળખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતો દ્વારા અહીં અપાય છે. વિશાળદષ્ટિ અને માધ્યસ્થવૃત્તિ ધરાવતા પૂ. બાપુજી અનુભવી સંતોની પ્રેરકવાણીના હિમાયતી હતા. પૂ. બાપુજીએ અન્ય મહાત્માઓએ રચેલા અધ્યાત્મ ગ્રંથોને, સ્તવનોને, પદોને બહુમાનપૂર્વક આશ્રમમાં થતા સ્વાધ્યાય અને ભક્તિમાં સ્થાન આપ્યું છે. ‘સો સંતોનો એક સુર' આશ્રમના દેવવિમાન સમા કલ્યાણ હોલમાં ગૂંજી 2010_05 40 Page #42 -------------------------------------------------------------------------- ________________ ઊઠ્યો. પ્રત્યક્ષ ગુરુના અનુભવસ્વરે પૂર્વે થયેલા યોગીઓના સત્યાત્મક બોધનું વિશ્લેષણથી દિવ્ય વાતાવરણ સર્જાયું છે. સહજતાએ સુરતાને સાધી પ્રભુમય એકલક્ષ થઈ સાધકો તન્મય બને છે. સુરેન્દ્રનગરથી ૩૧ કિ.મી., રાજકોટથી ૮૫ કિ.મી. અને અમદાવાદથી ૧૩૫ કિ.મી. પર આવેલ સાયલાના આશ્રમમાં સાધકને જોઈતી રહેવાની તથા ભોજનની સાનુકૂળ વ્યવસ્થા ગોઠવાયેલી છે. તદ્ઉપરાંત તીર્થંકર પરમાત્માનું જિનાલય, ધ્યાનખંડ, વાંચનાલય, સૌભાગ્ય સ્મૃતિઘર, પૂ. બાપુજીનું ગુરુમંદિર તથા સમાધિસ્થળ અને મુખ્ય સ્વાધ્યાય ખંડ સાધકને અલૌકિક પ્રતીતિ કરાવે તેવા છે. અહીં દેશ-વિદેશના લોકો આત્મસંશોધન અર્થે આવે છે. એક ધ્યેયને સાધવા માટે અલગ-અલગ સ્થળેથી આવેલા સાધકો શ્રી સદ્ગુરુના સાંનિધ્યમાં એક મોટો અધ્યાત્મ પરિવાર બન્યો છે. પરમ કૃપાળુ શ્રીમદ્ભુનું બોધવચન છે : ‘વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.' પૂ. બાપુજી માનતા કે દુ:ખી મનુષ્યની સેવામાં રહીશું તો આપણો ત્યાગભાવ ને વૈરાગ્યભાવ હમેશાં ટકી રહેશે. સંવેદનશીલ, ઉર્મિપ્રધાન, કોમળહૃદયી પૂ. બાપુજી જ્યારે દુ:ખી દરિદ્ર અને અશિક્ષિત સમાજને જોતા ત્યારે તેઓનું હૈયું કરુણાથી ઉભરાઈ આવતું. દેશ પરદેશથી આવેલા સુખી મુમુક્ષુઓને પ્રેરતા અને સુમાર્ગે તેઓની સંપત્તિનો સદ્ઉપયોગ કરાવતા. માત્ર નાણું આપી છૂટી જવું એમ નહિ, પણ ચોકસાઈપૂર્વક, હરેક કાર્ય મુમુક્ષુઓની સ્વયં દેખરેખ નીચે થતું. આમ ત્યાગ ને વૈરાગ્યથી પ્રેરિત સાધક મુમુક્ષુવર્ગ આશ્રમમાં રહી આંતરવિશુદ્ધિની સાથોસાથ બાહ્યમાં નિષ્કામ કર્મયોગ સાધવા લાગ્યો. પરિણામે જનહિતની અનેક પ્રવૃત્તિઓ આરંભિત થઈ. જે નીચે મુજબ છે : ૧. ઉનાળામાં છાશ કેન્દ્રો, ૨. શિયાળામાં ગરમ કપડાં ને ધાબળા. ૩. નિરાધાર તથા વૃદ્ધજનોને અનાજ વિતરણ. ૪. વીરનગર સ્થિત શિવાનંદ મિશનની સહાયથી નેત્રચિકિત્સા તથા નેત્રયજ્ઞનું આયોજન. ૫. વિકલાંગ તથા અપંગોને જરૂરિયાતનાં સાધનો પૂરાં પાડવાં. ૬. બહેનો માટે સિવણ તથા ભરતગૂંથણીની તાલીમ આપતા વર્ગો. ૭. દુષ્કાળ દરમ્યાન નિરણ કેન્દ્રો(Cattle Camps)ને સહાય કરવી. જ્ઞાનવૃદ્ધ પૂ. બાપુજી હવે વયોવૃદ્ધ પણ હતા. પોતે પોતાની હાજરીમાં જ પોતાના ગુરુપદનો ત્યાગ કર્યો. પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતા સમાન યોગનિષ્ઠ, સ્થિરચિત્ત, આત્મલીન એવા ભાઈશ્રી નલિનભાઈ કોઠારી તથા ગુરુમૈયા શ્રી સદ્ગુણાબેન સી. યુ. શાહને સત્યવારસો આપીને આશ્રમ તથા મુમુક્ષુઓના ભાવિ માટે નિશ્ચિંત થઈ ગયા. શાંત, સૌમ્ય, આગવી સૂજ ધરાવનાર, દૂરંદેશી, અજબ વ્યવસ્થાશક્તિ, હૃદયમાં અપાર વાત્સલ્ય, એવા પૂજ્ય ભાઈશ્રીએ પોતાનું સમગ્ર યોગક્ષેમ આશ્રમને સમર્પિત કર્યું. પૂ. બાપુજીને અનુસરતો વાત્સલ્યભાવ અને અધ્યાત્મનું પોષણ સર્વ મુમુક્ષુને મળવા લાગ્યું. શાંત, ધીર, ગંભીર, સદાયે ચહેરા પર વેરાયેલું સ્મિત તથા આત્મપ્રસન્ન પૂ. ભાઈશ્રીએ પૂ. બાપુજીના મનના ઉત્તમ ભાવોને અને ઇષ્ટ 2010_05 41 Page #43 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાઓને એક પછી એક પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. પારમાર્થિક અપેક્ષાએ, શ્રી સોભાગ દેહવિલય શતાબ્દી વર્ષની તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દીની સમગ્ર વર્ષ દરમ્યાન વિશ્વવ્યાપકપણે ઉજવણી થઈ અને અનેક ભવ્ય આત્માઓને આત્મધર્મનો પરિચય થયો. પૂ. બાપુજી થકી પ્રદીપ્ત થયેલો જનકલ્યાણનો ભાવ, નિષ્કામ કર્મયોગી પૂ. ભાઈશ્રીમા પ્રચંડ રીતે જળહળી રહ્યો છે. પૂ. બાપુજીના સમયમાં ઝરણા સ્વરૂપે વહેતું લોક કલ્યાણનું કાર્ય આજે વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રોગચાળો ને બીમારીથી પીડાતા સાયલા તથા આજુબાજુના ગ્રામજનોને, પ્રાથમિક સારવાર મળી રહે તે માટે, સાયલા પાંજરાપોળે ફાળવેલી જગ્યામાં ૪૦૦૦ ચો. ફૂટનું દવાખાનું તથા હોસ્પિટલનું નવનિર્માણ થયું છે. સ્ત્રી કેળવણી માટે કંઈ કરવું, પૂ. બાપુજીના તે ઉત્તમ સંકલ્પને સાકાર કરવા પરમ પૂજ્ય ભાઈશ્રીએ બાપુજીના નામે Higher Secondary ધોરણ ૭ થી ૧૨ સુધીની કન્યાશાળાની સ્થાપના કરી. ૨૬મી જાન્યુઆરી ૨૦૦૨ના વિનાશકારી ભૂકંપે અનેકને બેઘર કર્યા, જાનહાનિ થઈ અને ભારતની ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ભૂમિ પર દુઃખ આળોટવા માંડ્યું. આપણી બાજુનું નિનામા ગામ, હતું ન હતું થઈ સમગ્ર જમીનદોસ્ત બન્યું. પ્રકૃતિના પ્રકોપને પડકાર ગણી હિમ્મતથી જ ઝીલી લેવો એમ કરુણાસાગર પૂ. ભાઈશ્રીએ સંકલ્પ કર્યો. મુમુક્ષુવર્ગને હાકલ આપી અને ભગીરથ કાર્યો શરૂ થયાં. ૨૫ લાખના ખર્ચે ૧૩૦૦ મકાનો ચોમાસાના પહેલાં જ મરામત કરી આપ્યાં. ઉત્તમ ગુણવત્તા ધરાવતા ૩૩૫ આવાસો સાથેનું એક સુંદર ગામ ઊભું કર્યું. બ્લાઈન્ડ પીપલ્સ એસોસીએશનના સથવારે, અપંગ વિકલાંગ તથા મંદબુદ્ધિજીવો માટે આશ્રમના સંકુલમાં જ પ્રગતિશીલ શાળા ચાલુ છે. ભૂકંપગ્રસ્ત ૪૩ શાળાઓ, ૧૬૦ ઓરડાઓનું નવનિર્માણ કરી લોકાર્પિત કરી ને તેનું શિક્ષણ ધોરણ ઊંચું આવે તે અર્થે પૂ. બાપુજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે બાલવિકાસ યોજના(પ્રેમની પરબ)નો મંગળ આરંભ તા. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ થયો. સાયલા તથા આજુબાજુના પછાત વિસ્તારના લોકો માટે આ આશ્રમ આશીર્વાદરૂપ બની ગયો છે. પરિવર્તનકારી આધ્યાત્મિક શક્તિની સાથે જીવંત સંપર્ક વિકસાવવાથી વ્યક્તિ જ્ઞાનોપાર્જન કરી શકે છે. દિવ્ય બને છે. આ યોગાશ્રમ એટલે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવાનું અનોખું સદ્ભાગ્ય, જ્યાં આત્મજ્ઞાની ગુરુનું અનન્ય શરણ, સાંનિધ્ય અને તેઓના સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ મનુષ્યજીવન સફળ થાય છે. 2010_05 42 For Private Personal Use Only પ્રકાશન સમિતિ શ્રી રાજ–સોભાગ સત્સંગ મંડળ સાયલા Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ચાવ્યાત્મસાર વિષયાનુક્રમ ૧. અધ્યાત્મસાર-પ્રબંધ પહેલો (શ્લોક ૧ થી ૧૦૨) (૧) અધિકાર પહેલો અધ્યાત્મમાહાભ્ય અધિકાર (૨) અધિકાર બીજો અધ્યાત્મસ્વરૂપ અધિકાર (૩) અધિકાર ત્રીજો દિંભત્યાગ અધિકાર (૪) અધિકાર ચોથો ભવસ્વરૂપચિંતા અધિકાર | અધ્યાત્મસાર-પ્રબંધ બીજો શ્લોક ૧૦૩ થી ૨૦૮) . (૧) અધિકાર પાંચમો વૈરાગ્યસંભવ અધિકાર (ર) અધિકાર છઠ્ઠો વૈરાગ્યભેદ અધિકાર (૩) અધિકાર સાતમો વૈરાગ્યવિષય અધિકાર ૩. અધ્યાત્મસાર-પ્રબંધ ત્રીજો (શ્લોક ૨૦૯ થી ૩૨૫). : (૧) અધિકાર આઠમો મમત્વત્યાગ અધિકાર (૨) અધિકાર નવમો સમતા અધિકાર (૩) અધિકાર દસમો સદનુષ્ઠાન અધિકાર (૪) અધિકાર અગિયારમો મનઃશુદ્ધિ અધિકાર ૧૧૪ ૧૩૦ ૧૪૩ ૧૬૫ Jain Education Intemational 2010_05 Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૪. અધ્યાત્મસાર-પ્રબંધ ચોથો (શ્લોક ૩૨૬ થી ૪૯૪) (૧) અધિકાર બારમો સમ્યકત્વ અધિકાર (૨) અધિકાર તેરમો મિથ્યાત્વત્યાગ અધિકાર (૩) અધિકાર ચૌદમો અસદ્મહત્યાગ અધિકાર ૨૧૦ ૨૬૩ ૨૭૭ ૫. અધ્યાત્મસાર-પ્રબંધ પાંચમો (શ્લોક ૪૯૫ થી ૬૭૭) (૧) અધિકાર પંદરમો યોગ અધિકાર (૨) અધિકાર સોળમો ધ્યાન અધિકાર (૩) અધિકાર સત્તરમો ધ્યાનસ્તુતિ અધિકાર ૩૨૯ ૩૮૩ ૩૯૨ ૪૯૭ ૬. અધ્યાત્મસાર-પ્રબંધ છઠ્ઠો (શ્લોક ૬૭૮ થી ૮૮૮) (૧) અધિકાર અઢારમો આત્મનિશ્ચય અધિકાર (૨) અધિકાર ઓગણીસમો જિનમતસ્તુતિ અધિકાર ૭. અધ્યાત્મસાર-પ્રબંધ સાતમો (શ્લોક ૮૮૯ થી ૯૪૯) (૧) અધિકાર વીસમો અનુભવ અધિકાર (ર) અધિકાર એકવીસમો સજ્જનસ્તુતિ અધિકાર ૫૦૮ ૫૩૯ Jain Education Intemational 2010_05 Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો અધિકાર પહેલો 2 અધ્યાત્મમાહાર અધિકાર : [૧] Dાનતઃ શ્રીમાનતાના મનન્દનઃ | उद्दधार युगादौ यो जगदज्ञानपङ्कतः ॥१॥ અનુવાદ : ઇન્દ્રોની શ્રેણી વડે નમસ્કાર કરાયેલા, શ્રીયુક્ત, નાભિ રાજાના પુત્ર, આ યુગના આદિકાળમાં અજ્ઞાનરૂપી કાદવમાંથી જગતનો ઉદ્ધાર કરનાર (શ્રી ઋષભદેવ ભગવાન) આનંદ પામો. વિશેષાર્થ : પ્રાચીન ભારતીય ગ્રંથપરંપરા પ્રમાણે ગ્રંથકર્તા પોતાની કૃતિનો આરંભ પોતાનાં ઇષ્ટ દેવદેવીને નમસ્કાર કરીને, તેઓની આશિષ માગીને કરે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના આ “અધ્યાત્મસાર' નામના ગ્રંથનો પ્રારંભ કરતી વખતે સૌ પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કર્યા છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાની કેટલીક કૃતિઓનો આરંભ છે શબ્દથી કર્યો છે. હું નમ: | એ સરસ્વતી દેવીની ઉપાસના માટેનો મંત્ર છે. પોતાને અત્યંત પ્રિય એવા આ મંત્રની ઉપાસના કરીને પોતે સરસ્વતીદેવીનો સાક્ષાત્કાર કર્યો હતો એવો નિર્દેશ એમણે પોતે જ પોતાની “મહાવીર સ્તુતિ'ની વૃત્તિમાં કરેલો છે. ઇન્દ્રો એટલે સૌધર્મ વગેરે દેવલોકના સ્વામીઓ. શ્રેણી એટલે પંક્તિ અથવા સમૂહ. તેઓના વડે નમસ્કાર કરાયેલા એવા શ્રી ઋષભદેવ ભગવાન કેવા છે ? તેઓ શ્રીમાનું અથવા શ્રીયુક્ત છે. શ્રી એટલે લક્ષ્મી. તીર્થંકર પરમાત્માની લક્ષ્મી એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, અષ્ટ પ્રાતિહાર્યરૂપી લક્ષ્મી, ચોત્રીશ અતિશયરૂપી લક્ષ્મી. કવિએ આ શ્લોકમાં “ઋષભ દેવ' એવો શબ્દનિર્દેશ કર્યો નથી, પરંતુ તેમની ઓળખ નાભિનંદન તરીકે આપી છે. નંદન એટલે પુત્ર. નાભિરાજા–નાભિ કુલકરના પુત્ર એવા ઋષભદેવ ભગવાને આ અવસર્પિણીમાં, યુગના આરંભમાં અજ્ઞાનરૂપી કાદવમાં રહેલા લોકોને પોતાની દિવ્ય વાણી વડે ઉપદેશ આપીને તેમનો ઉદ્ધાર કર્યો. તેમણે લોકોને અસિ, મસિ અને કૃષિની વિદ્યા શીખવી તથા વ્યવહારજીવનની ઉપયોગિતા સમજાવીને સંસ્કારી બનાવ્યા. આ રીતે ત્રીજા આરાને અંતે સંસ્કારયુગનો આરંભ એમના થકી થયો હતો. તીર્થકરપદ પ્રાપ્ત થવાને લીધે દેવોને માટે અને દેવોના ઇન્દ્રોને માટે પણ જે નમસ્કાર કરવા યોગ્ય થયા એવા શ્રી ઋષભદેવ સ્વામી આનંદ પામો, જય પામો, જયવંત બનો. આવી મંગલસ્તુતિ સાથે કવિએ આ સમર્થ, રહસ્ય-બોધક આધ્યાત્મિક ગ્રંથનું મંગલાચરણ કર્યું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો અધ્યાત્મસાર' નામનો આ ગ્રંથ સાધકમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવામાં સહાયરૂપ બની રહે એવી ભાવનાની દૃષ્ટિએ ગ્રંથના આ મંગલાચરણમાં સૂક્ષ્મ ઔચિત્ય રહેલું છે. Jain Education Intemational 2010_05 Page #47 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨] શ્રીશાન્તિરતાન્તિfમહૂદ્ધિવિનાં મૃતા ચ્છનઃ | गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥२॥ અનુવાદ : જેમને મૃગનું લાંછન છે અર્થાતુ જેઓ ચન્દ્રસમાન છે અને જેઓની નિર્મળ વાણી કુવલયને ઉલ્લાસવાળી કરે છે એવા શ્રી શાન્તિનાથ ભગવાન ભવ્ય જીવોના સંતાપને હરનારા થાઓ ! વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ બીજા શ્લોકમાં સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. આ શ્લોકમાં શાન્તિ, મૃગલાંછન, ગાવઃ, કુવલય, નિર્મળ વગેરે શબ્દો એમણે શ્લેષસહિત વિશિષ્ટ અર્થમાં પ્રયોજયા છે. સોળમા શ્રી શાન્તિનાથ ભગવાનનું લાંછન છે મૃગ. મૃગ એટલે હરણ, ચન્દ્રમામાં પણ હરણ છે. એટલે મૃગલાંછનનો અર્થ થાય છે ચંદ્ર; ગો અથવા ગાવ એટલે વાણી અને ગો એટલે કિરણો; કુવલય એટલે કુમુદિની અને કુવલય એટલે પૃથ્વી. ચંદ્ર જેમ પોતાનાં નિર્મળ કિરણો વડે કુમુદિનીને ઉલ્લસિત એટલે કે વિકસિત કરે છે તેમ શ્રી શાન્તિનાથ ભગવાનની વાણી પૃથ્વીમંડળને ઉલ્લસિત કરે છે. ચંદ્ર જેમ પોતાનાં શીતલ કિરણો વડે પ્રાણીઓના તાપને હરે છે તેમ શ્રી શાન્તિનાથ ભગવાન ભવ્ય જીવોના સંતાપને હરનારા છે. શ્રી શાન્તિનાથ ભગવાન અવતર્યા તે સમયે લોકોમાં મરકી વગેરે રોગો શાન્ત થયા હતા. એટલા માટે તેઓ લોકોના સંતાપને હરનારા કહેવાય છે. વળી તેઓ પોતાની નિર્મળ વાણી વડે લોકોના અજ્ઞાનરૂપી અંધકારના દોષોને દૂર કરનારા હતા. આમ, આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરવા સાથે યથોચિત અર્થગર્ભિત શબ્દો વડે એમનો મહિમા પણ દર્શાવ્યો છે. [૩] શ્રી વેદ્ય નિરં સ્તકિ મુવ યશસેવ યઃ | _____मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपूपुरत् ॥३॥ અનુવાદ : જેમણે પોતાના યશ વડે ત્રિભુવનને જાણે ભરી દીધું હોય તેમ પોતાના મુખમાંથી નીકળેલા વાયુ વડે પાંચજન્ય શંખને ફેંક્યો હતો એવા, શિવાદેવી માતાના પુત્ર, શ્રી નેમિનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. વિશેષાર્થ : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને છદ્મસ્થ અવસ્થામાં શ્રીકૃષ્ણનો પાંચજન્ય નામનો શંખ, જાણે રમત વાત હોય તેમ પોતાની રેંકથી વગાડ્યો હતો. શંખનાદ કરવા માટે શંખને મુખના પવનથી ભરવો પડે. સામાન્ય શંખ ફૂંકીને ધ્વનિ કાઢવા માટે પણ શ્રમ પડે છે, તો પાંચજન્ય શંખ માટે કેટલી બધી તાકાત જોઈએ ! નેમિનાથ ભગવાને એ પાંચજન્ય શંખ ફૂંકીને પોતાના પરાક્રમ વડે લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા હતા. એ નેમિનાથ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના શંખ જેવા ઉજ્જવલ યશ વડે આ જગતને ભરી દીધું હતું. એવા શ્રી નેમિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું. 2010_05 Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો ઃ અધ્યાત્મમાહાસ્ય અધિકાર [४] जीयात्फणिफणप्रान्त संक्रान्ततनुरेकदाः । उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥४॥ અનુવાદ : સર્પની ફણાના અગ્રભાગમાં એક જ સમયે જેમના શરીરનાં અનેક પ્રતિબિંબો પડેલાં છે અને તેથી જાણે કે ત્રણ જગતનો ઉદ્ધાર કરવા માટે જેમણે ઘણાં રૂપ ધારણ કર્યા હોય એવા જણાય છે એ શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. ' વિશેષાર્થ : એક વખત કમઠ નામના અસુરે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉપર મૂશળધાર વૃષ્ટિ સહિત ઘણા ઉપસર્ગો કર્યા. તે સમયે ભગવાન પ્રત્યેના ભક્તિભાવને કારણે ધરણેન્દ્ર દવે સર્પનું રૂપ ધારણ કરીને ભગવાનના મસ્તક ઉપર છત્રના આકારે પોતાની ફણાઓ ફેલાવી. એ ફણાઓના અગ્રભાગમાં રહેલા પ્રત્યેક મણિમાં પ્રતિબિંબિત થયેલી ભગવાનની આકૃતિ જુદા જુદા દૃષ્ટિકોણને કારણે જુદાં જુદાં રૂપવાળી દેખાતી હતી. કવિ ઉસ્પેક્ષા કરે છે કે ભગવાને જગતના ઉદ્ધારને માટે જાણે કે જુદાં જુદાં રૂપ ધારણ કર્યા ન હોય ! એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. [૫] નવીનન્દન સ્વામી નથતિ જ્ઞાતિનજૂનઃ . उपजीवन्ति यद्वाचमद्याऽपि विबुधाः सुधाम् ॥५॥ અનુવાદ : જગતને આનંદ આપનારા તથા જેમની વાણીરૂપી અમૃતને વિબુધો અદ્યાપિ સેવે છે એવા જ્ઞાતનંદન (શ્રી મહાવીર સ્વામી) જયવંતા વર્તે છે. ' વિશેષાર્થ : જ્ઞાતનંદન એટલે જ્ઞાત નામના વંશમાં ઉત્પન્ન થયેલા. સિદ્ધાર્થ રાજા જ્ઞાત વંશના હતા. સિદ્ધાર્થ રાજાના પુત્ર ચોવીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી સમગ્ર જગતના જીવોને આનંદ પમાડનારા છે. વિબુધ એટલે પંડિત અથવા પ્રાજ્ઞ પુરુષ. વળી વિબુધ એટલે દેવ. ભગવાન મહાવીર સ્વામીની વાણી જેમ દેવોને માટે સુધામય છે તેમ પંડિત પુરુષો માટે પણ અમૃત સમાન છે. ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પૂર્વે ભવ્ય જીવોના આત્મકલ્યાણ માટે જે દેશના આપી હતી તે મૃતપરંપરા દ્વારા આજ દિવસ સુધી ચાલી આવી છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ બતાવનારી, યથાર્થ બોધ કરનારી અને સર્વ સંશયો દૂર કરનારી એવી ભગવાનની દિવ્ય વાણીને પંડિતો આજ દિવસ સુધી સેવી રહ્યા છે. એવા શ્રી મહાવીર સ્વામી વિજયવંત વર્તો ! [૬] પ્રતાનજીનપિ વિનાન્નમય ગુરૂનg | अध्यात्मसारमधुना प्रकटीकर्तृमुत्सहे ॥६॥ અનુવાદ : આ અને અન્ય જિનેશ્વરોને અને ગુરુવર્યોને નમસ્કાર કરીને “અધ્યાત્મસાર' નામના શાસગંથને પ્રગટ કરવા હું હવે ઉત્સાહવંત થાઉં છું. વિશેષાર્થ : શ્રી ઋષભદેવ, શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી એ પાંચ તીર્થંકર પરમાત્માની સ્તુતિ કર્યા પછી ગ્રંથકાર અન્ય સર્વ તીર્થકરો અને ગુરુવર્યોને પણ નમસ્કાર કરે Jain Education Interational 2010_05 Page #49 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે. નમસ્કાર પછી ગ્રંથપ્રયોજન દર્શાવવાની પ્રણાલિકા છે. ગ્રંથકાર કહે છે કે “હવે હું અધ્યાત્મસાર નામના ગ્રંથને પ્રગટ કરવા માટે ઉત્સાહવત થઈને ઉદ્યમ કરીશ.” અહીં ગ્રંથના નામનો નિર્દેશ થઈ જાય છે. અધ્યાત્મ એટલે અધિ + આત્મ. આત્માને લક્ષીને અથવા આત્માનો આશ્રય કરીને જે વિચારણા થાય તે અધ્યાત્મ. શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન, મનન, નિદિધ્યાસન થાય તે અધ્યાત્મ. આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય અને ક્રમ બતાવે તે અધ્યાત્મ. એવા અધ્યાત્મના સારરૂપ પરમાર્થને પ્રકાશનારા શાસ્ત્રની રચના કરવા માટે ગ્રંથકાર ખૂબ ઉત્સાહિત છે. ગ્રંથકાર આ ગ્રંથની રચના કોઈકની આજ્ઞાને કારણે કે શુષ્ક ફરજ રૂપે નથી કરતા, પણ અંતરની ફુરણાથી બહુ જ ઉત્સાહમાં આવીને કરવા તૈયાર થયા છે. અંતરના ઉત્સાહથી કરેલું કામ દીપી ઊઠે છે. એથી દેખીતી રીતે જ ગ્રંથ સમર્થ અને પ્રાણવાન બની શકે છે. [] શાસ્ત્રીત્ પરિતાં સર્વ પ્રવીયાષ્ય થીમતીમ્ | इहानुभवयोगाच्च प्रक्रियां कामपि बुवे ॥७॥ અનુવાદ : શાસ્ત્રથી, ગીતાર્થ પુરુષોના સંપ્રદાયથી અને અનુભવના યોગથી સારી રીતે પરિચિત થયેલી એવી કોઈક પ્રક્રિયા વિશે હું કહું છું. વિશેષાર્થ : જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રના આરંભમાં કહ્યું છે તેમ અહીં ઉપાધ્યાયજી મહારાજ “અધ્યાત્મસાર” ગ્રંથના આરંભમાં કહે છે કે “શાસ્ત્રગ્રંથોના અધ્યયનથી તથા ગીતાર્થ ગુરુવર્યોના સંપ્રદાયમાં અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવેલા આમ્નાયોથી તથા મારા પોતાના સ્વાનુભવના યોગથી સારી રીતે પરિચિત એવી પ્રક્રિયા વિશે શું કહેવા ઇચ્છું છું.” અધ્યાત્મની પ્રત્યેક વાતને શાસ્ત્રની સંમતિ હોવી એ પ્રથમ આવશ્યકતા છે. અધ્યાત્મની કે કોઈ પણ ક્ષેત્રમાં શાસ્ત્રથી વિપરીત નિરૂપણમાં ઘણાં ભયસ્થાનો રહેલાં છે. બીજી બાજુ બધી જ નાની નાની વિગતોને શાસ્ત્રમાં અવકાશ ન પણ મળ્યો હોય. શાસ્ત્રમાં સંક્ષેપમાં કહેલી વાતો ગુરુભગવંતો પાસે મૌખિક પરંપરા દ્વારા વધુ ખુલાસા સાથે જાણવા મળે. ગુરુભગવંતોની પરંપરામાં તે અનુભવમાંથી પાર પડેલી હોય. અધ્યાત્મનું ક્ષેત્ર એટલું વિશાળ છે અને તેમાં અનુભવોની તરતમતાનું વૈવિધ્ય એટલું બધું હોય છે કે જેઓને પોતાને તેવો કાંઈક અનુભવ હોય તેઓ જ તેને વિશે અધિકારપૂર્વક સવિશેષપણે વાત કરી શકે. સ્વાનુભવપ્રતીતિ વિના જેઓ આ વિષયમાં વાત કરે તે તો જાણે ઊછીની લીધેલી વાત કરતા હોય તેવું લાગે. ઉપાધ્યાયજી મહારાજ, પૂર્વસૂરિઓની જેમ, શાસ્ત્ર, ગુરુપરંપરા અને સ્વાનુભવ એ ત્રણેના સમન્વયસહિત વિનયપૂર્વક આ વિષયમાં કિંચિત્ પ્રકાશ પાડવા ઇચ્છે છે. કિંચિત્ એટલા માટે કે આ વિરાટ વિષયમાં નિઃશેષ કથન તો સર્વજ્ઞ સિવાય કોઈ જ ન કરી શકે. વળી કિંચિત્ કહેવામાં ગ્રંથકારની પોતાની પ્રામાણિકતા અને વિનમ્રતા પણ જણાઈ આવે છે. [८] योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् । भोगिनां भामिनीगीतं संगीतकमयं यथा ॥८॥ અનુવાદ: જેમ સ્ત્રીનું સંગીતમય ગીત ભોગી પુરુષોની પ્રીતિ માટે થાય છે તેમ અધ્યાત્મરસથી મનોહર એવું આ પદ્ય યોગીજનોની પ્રીતિ માટે થાય છે. 2010_05 . Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાસ્ય અધિકાર વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે “યોગીઅને ‘ભોગી” એ બે પરસ્પર વિરુદ્ધ એવા શબ્દોનો પ્રાસ મેળવી તે બંનેના જુદા જુદા પ્રકારના રસને માટે અહીં ઉપમા પ્રયોજી છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પંચેન્દ્રિયના વિષયોમાં લુબ્ધ એવા ભોગીજનોને વાદ્ય, નૃત્ય, સંગીત ઇત્યાદિ સાથેના સ્ત્રીઓના ગીતથી જેમ આનંદ ઊપજે છે તેમ અધ્યાત્મરસની વાતો સાંભળવાથી યોગીપુરુષોને આનંદ ઊપજે છે. અલબત્ત, આ બંને પ્રકારના આનંદ વચ્ચે ઘણો તફાવત છે. મોક્ષમાર્ગ અને અધ્યાત્મની દષ્ટિએ વિચારીએ તો એક આનંદ પૂલ સપાટી ઉપરનો છે. જીવને તે અધોગતિ તરફ લઈ જાય છે. બીજા પ્રકારનો એટલે કે અધ્યાત્મરસનો આનંદ સૂક્ષ્મ અને ઉચ્ચ પ્રકારનો છે. યોગ્ય એવા જીવને તે ઊર્ધ્વગતિમાં લઈ જનારો નીવડે છે. [C] कान्ताधरसुधास्वादाचूनां यज्जायते सुखम् । बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥९॥ અનુવાદ : યુવાન પુરુષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદના સુખસાગર પાસે એક બિંદુ માત્ર છે. વિશેષાર્થ : કામાસક્ત યુવાનોને સ્ત્રીના અધરપાનમાં જાણે અમૃત જેવો આસ્વાદ અનુભવાતો લાગે છે. વસ્તુતઃ તે ઇન્દ્રિયજન્ય, સ્થૂલ આનંદ છે. તે મોહનીય કર્મના ઉદયે માત્ર શાતારૂપ અનુભવાય છે. એ જ સ્ત્રી પ્રત્યે અપ્રીતિ થતાં તેના અરપાનની ઇચ્છા થતી નથી, બલકે તે માટે અભાવ, અરુચિ થાય છે, સૂગ ચડે છે. કામભોગનો આનંદ ઇન્દ્રિયાધીન, પૂલ, અલ્પકાલીન અને અસ્થિર હોય છે. તેનો અતિભોગ શારીરિક અને માનસિક વિપરીત પરિણામ આણે છે. અધ્યાત્મનો આનંદ સૂક્ષ્મ, સ્વાધીન, ઇન્દ્રિયાતીત, ચિરકાલીન અને આત્માને ઉજ્જવળ બનાવનારો હોય છે. જેમણે અધ્યાત્મનો સાચો આનંદ માણ્યો છે તેમને ઇન્દ્રિયપરસ્ત કામભોગનો આનંદ સાવ નીરસ, તુચ્છ, નિરર્થક અને હેય લાગે છે. આધ્યાત્મિક આનંદ અને ઇન્દ્રિયજન્ય આનંદ એ બે વચ્ચે સરખામણી કે તુલના કરવી વ્યર્થ છે. તેમ છતાં કહેવું હોય તો કહી શકાય કે આત્માના સાચા સુખના સાગર પાસે કામભોગનો આનંદ એક બિંદુ સમાન છે. આમ દર્શાવીને ઉપાધ્યાયજી મહારાજ સૂચન કરે છે કે જેઓને અધ્યાત્મરસના મહાસાગરમાં ડૂબકી મારવી છે તેઓએ સૌ પ્રથમ વિષયસુખથી નિવૃત્ત થઈ જવું જોઈએ, કારણ કે જીવનમાં મન, વચન અને કાયાના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પ્રતિષ્ઠિત કર્યા વિના અધ્યાત્મની ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકતી નથી. [૧૦] અધ્યાત્મશશ્નિસંપૂત સંતોષમુનિન: | गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥१०॥ અનુવાદ : અધ્યાત્મશાસથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખથી શોભતા યોગીજનો પછી રાજને, કુબેરને કે ઈન્દ્રને પણ ગણતા નથી. ' વિશેષાર્થ : સામાન્ય માણસોની સુખની કલ્પના ધનલક્ષ્મી, સગવડનાં સાધનો, કંચન, કામિની અને Jain Education Intemational 2010_05 al . 2010.06 For private aromas Ulis only Page #51 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પુત્ર-પરિવારમાં સમાઈ જાય છે. રાજા પાસે વૈભવ અને સત્તા હોય છે. કેટલાયે યાચકોની ઇચ્છાને તે પૂર્ણ કરે છે. કુબેર ધનના ભંડારી ગણાય છે. તે ‘શ્રીદ’ એટલે લક્ષ્મી આપનાર છે. એટલે દરિદ્ર માણસો એની પ્રાર્થના કરે છે. ઇન્દ્ર દેવોનો સ્વામી છે. અન્ય દેવો જેની આજ્ઞામાં હોય એવા ઇન્દ્રના સુખની તો વાત જ શી કરવી ? પરંતુ તૃષ્ણામાં દુઃખ છે અને સંતોષમાં સુખ છે. તૃષ્ણાનો કોઈ અંત નથી. છેવટે તો તેમાં દુ:ખી જ થવાનું છે. આમ છતાં સામાન્ય માણસો રાજા, કુબેર કે ઇન્દ્રને બહુ મોટા ગણે છે અને તેમની પાસેથી ઐશ્વર્ય અને સમૃદ્ધિનું ઉત્તમ પ્રકારનું સુખ મેળવવાની સ્પૃહા રાખે છે અથવા પોતે રાજા, કુબેર કે ઇન્દ્ર બનવાનું સ્વપ્ર સેવે છે. પરંતુ રાજાનું ચિત્ત બહુ વ્યગ્રતાવાળું, શત્રુના ભયથી વ્યાકુળ હોય છે. ઘણી ૠદ્ધિ અને ખાનપાનની તથા હરવાફરવાની ઘણી અનુકૂળતાવાળું જીવન હોવા છતાં તેના ચિત્તમાં શાંતિ નથી હોતી. કુબેર ધનપતિ છે અને બીજાને યથેચ્છ લક્ષ્મી આપી શકે છે, પરંતુ તેને પણ ઇન્દ્રને આધીન રહેવું પડે છે. તેના માથે પણ સ્વામી છે. વળી ઇન્દ્ર પણ વિષયાદિક સુખમાં મૈગ્ન હોય છતાં પોતાનું ઇન્દ્રાસન ચાલી ન જાય તે માટે ચિંતાતુર રહે છે. દેવગતિનું સુખ પણ અંતે પૂરું થઈ જવાનું છે. એટલે સાચું સુખ તો અધ્યાત્મરસમાં રહેલું છે. એ સુખનો જેને અનુભવ થાય છે તેને એક પ્રકારનો એવો સંતોષ થાય છે કે તે પછી તેને રાજા, કુબેર કે ઇન્દ્રનું સુખ સાવ તુચ્છ લાગે છે. આમ, ભૌતિક પુદ્ગનિર્ભર સુખો કરતાં અધ્યાત્મરસનું સુખ કેટલું બધું ચિડયાતું છે તે બતાવી ઉપાધ્યાયજી મહારાજે તેનું ગૌરવ દર્શાવ્યું છે તથા તેની ઉપાદેયતા સમજાવી છે. [૧૧] ય: નિાશિક્ષિત ધ્યાત્મશાસ્ત્ર: પાઽિમિચ્છતિ । उत्क्षिपत्यंगुलीं पंगुः स स्वर्दुफललिप्सया ॥११॥ અનુવાદ : જે માણસ ખરેખર અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ વિના પાંડિત્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે તે, કલ્પવૃક્ષનું ફળ મેળવવાની ઇચ્છાથી પંગુ પુરુષ પોતાની આંગળી ઊંચી કરે તેના જેવું છે. વિશેષાર્થ : શાસ્ત્રો ઘણા પ્રકારનાં છે. શાસ્ત્રાભ્યાસથી પાંડિત્ય પ્રાપ્ત થાય છે. પરંતુ બીજાં ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોવા છતાં જો અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય તો તેવી વ્યક્તિનું પાંડિત્ય અધૂરું ગણાય. પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર વગેરે બધાં શાસ્ત્રો ભૌતિક વિદ્યાને લગતાં છે. આત્મસ્વરૂપના વિષયનાં શાસ્ત્ર તે અધ્યાત્મશાસ્ત્ર. એ શાસ્ત્ર જાણ્યા કે સમજ્યા વિના વિદ્યાઓમાં તેજ ન આવે. બીજાં ભૌતિક શાસ્ત્રોનું જ્ઞાન ઓછુંવત્તું હશે તો પણ ચાલશે, પરંતુ મળેલું મનુષ્યજીવન સાર્થક કરવા માટે તથા આત્મસ્વરૂપના સુખનો અનુભવ કરવા માટે અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસની અનિવાર્યતા છે. એના અભ્યાસ વિના કોઈ વ્યક્તિ ‘પંડિત' બનવા ઇચ્છે તો તે ઉપહાસને પાત્ર બને. કવિએ અહીં સરસ ઉપમા આપી છે. જો કોઈ પંગુ માણસ પોતાના પગની ખોડ હોવા છતાં ઊંચે લટકતા કોઈ વૃક્ષફળને તોડવા હાથ ઊંચો કરે તો તે ઉપહાસપાત્ર બને છે, તો પછી પૃથ્વી ઉપર રહેલો પંગુ માણસ સ્વર્ગલોકમાં રહેલા કલ્પવૃક્ષનું ફળ લેવા માટે એક આંગળી ઊંચી કરે તો તેની શી વાત કરવી ? તેને તે ફળ ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. તેવી રીતે અધ્યાત્મવિદ્યાના અભ્યાસ વિના માણસ સાચા અર્થમાં અપંડિત જ રહે છે. 2010_05 Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો અધ્યાત્મમાહાસ્ય અધિકાર [૧૨] રામપર્વતભોતિઃ સદાબૂથના: अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानलः ॥१२॥ અનુવાદ : અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને માટે વજ સમાન, મૈત્રીરૂપી સમુદ્રને માટે ચંદ્ર સમાન અને વૃદ્ધિ પામેલા મોહજાળરૂપી વનને માટે અગ્નિ સમાન છે. વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રનું ગૌરવ દર્શાવવા અને એની ઉપયોગિતા સમજાવવા કવિ ઉપાધ્યાયજી મહારાજ અહીં ત્રણ રૂપક પ્રયોજે છે. અધ્યાત્મશાસ્ત્ર વજ જેવું છે, ચંદ્ર જેવું છે અને અગ્નિ જેવું છે. એમાં વજ અને અગ્નિ વિનાશક છે અને ચન્દ્ર સંવર્ધક છે. અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ દંભરૂપી પર્વતની શિલાઓ તોડવામાં વજ જેવો છે. જે વ્યક્તિ અધ્યાત્મ તરફ ગતિ કરે છે તેનામાં સરળતા, નિર્દોષતા, સચ્ચાઈ અવશ્ય આવવા લાગે છે. તેનામાં દંભ, કપટ, માયા, અસત્ય વગેરે ઉત્તરોત્તર ઓછાં થતાં જાય છે. તેના વિષય અને કષાય મંદ થવા લાગે છે. તેની જીવનવિશુદ્ધિ વધતી જાય છે. તેનું મિથ્યાત્વ દૂર થાય છે અને તેનું સમક્તિ નિર્મળ થાય છે. પ્રાણીમાત્ર પ્રત્યે તેનામાં મૈત્રીભાવ પ્રગટ થાય છે. તેની મૈત્રીનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. અધ્યાત્મશાસ્ત્ર તેના મૈત્રીરૂપી સાગરને માટે ચંદ્ર સમાન બને છે. વળી મોહજાળરૂપી વનને માટે અધ્યાત્મશાસ્ત્ર દાવાનળનું કામ કરે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધાદિ કષાયો તથા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ સહિત નવ નોકષાયો ઇત્યાદિ મોહનીય કર્મની ગીચ ઝાડીને બાળીને ભસ્મ કરવા માટે અધ્યાત્મશાસ્ત્ર દાવાગ્નિનું કામ કરે છે. આમ અધ્યાત્મ શાસ્ત્રની ઉપયોગિતા ચેતનાના વિકાસની દૃષ્ટિએ ઘણી મોટી છે. જે જીવો એ દિશામાં વિકાસ વાંછે છે તેમને માટે અધ્યાત્મશાસ્ત્રો અવશ્ય અધ્યયન કરવા યોગ્ય છે. [૧૩] ૩થ્વી થર્ની સુચ્છ: Fાપ પન્નારે | अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्चिदुपप्लवः ॥१३॥ અનુવાદ : અધ્યાત્મશાસરૂપી સુરાજ્યમાં ધર્મનો માર્ગ સુગમ થાય છે, પાપરૂપી ચોર નાસી જાય છે અને અન્ય કોઈ ઉપદ્રવ થતો નથી. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં અધ્યાત્મશાસ્ત્રને માટે એક સારા રાજ્યનું રૂપક પ્રયોજયું છે. સારા રાજ્યમાં રાજા ભલો હોય, પ્રજાપાલક હોય, એના વહીવટમાં ન્યાય અને પ્રામાણિકતા હોય, ચોરડાકુનો ઉપદ્રવ ન હોય તથા પ્રજા નિર્ભય હોય. આ રાજય કેવું છે ? આ રાજયમાં બધા માર્ગો સુગમ છે, સારી રીતે કરાયેલા અને સચવાયેલા છે. ચાલવા માટે તે સરળ છે. આ માર્ગમાં ભૂલા પડવાની કોઈ ચિંતા નથી કે બીજી કોઈ બીક નથી. આ રાજયમાં વહીવટીતંત્ર એટલું મજબૂત અને કાર્યદક્ષ છે કે ચોરો પણ ડરી જઈને રાજ્ય છોડીને ભાગી જાય છે. આ રાજયમાં બીજા કોઈ ઉપદ્રવો નથી. તેવી રીતે અધ્યાત્મરૂપી રાજ્યમાં જે વ્યક્તિ પ્રવેશ કરે છે તેને વ્રતનિયમરૂપી, રત્નત્રયીરૂપી સલામત અને સાચો માર્ગ મળી જાય છે. એને પાપરૂપી, અશુભ કર્મરૂપી ચોરનો ભય રહેતો નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી ઉપદ્રવો તેને સતાવતા નથી. આ રાજયમાં સર્વત્ર સુખ અને શાંતિ પ્રવર્તે છે. Jain Education Interational 2010_05 Page #53 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૪] શ્રેષામધ્યાત્મશાસ્ત્રાર્થ-તત્ત્વ પરિપત રિ | कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ॥१४॥ અનુવાદ : જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિણમેલું છે તેમને કષાય અને વિષયોના આવેશનો ફલેશ ક્યારેય થતો નથી. વિશેષાર્થ : સંસારમાં જીવને ક્લેશ થવાનાં ઘણાં નિમિત્તો છે. એમાં મુખ્યત્વે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો છે અને શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો છે. સંસારમાં ક્લેશ, સંઘર્ષ, કલહ, યુદ્ધ વગેરે સતત ચાલતાં રહે છે. એમાં મુખ્ય ભાગ ભજવે છે કષાયો. અજ્ઞાન તથા સ્વાર્થને કારણે વખતોવખત અણબનાવ, ક્લેશ કંકાસની સ્થિતિ સર્જાય છે. બીજી બાજુ માણસના ભોગોપભોગની કોઈ મર્યાદા નથી. અસંતોષમાંથી ઘણા અનર્થો સર્જાય છે અને જીવન ક્લેશમય બની જાય છે. આ ક્લેશ શાંત કે નિર્મૂળ ક્યારે થાય ? જ્યારે જીવને સાચી દૃષ્ટિ સાંપડે ત્યારે. અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી એ દૃષ્ટિ સાંપડે છે. એથી આત્માર્થી જીવ મન અને ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવા લાગે છે. ગ્રંથકારે અહીં તત્ત્વની પરિણતિ ઉપર ભાર મૂક્યો છે. એવી પરિણતિ જે સાધકમાં આવે તેને આગ્નવો હેય લાગે છે અને સંવર તથા નિર્જરા ઉપાદેય લાગે છે. અધ્યાત્મશાસ્ત્રનું માત્ર શાબ્દિક પાંડિત્ય ધરાવવું બસ નથી. એનો અર્થ અને એનાં રહસ્યો હૃદયમાં પરિણમવાં જોઈએ. [૧૫] નિય: Hવાર પિતા-પિ પીત્ | यदि नाध्यात्मशास्त्रार्थ-बोधयोधकृपा भवेत् ॥१५॥ અનુવાદ : જો અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધરૂપી યોદ્ધાની કૃપા ન હોય તો કામદેવરૂપી નિર્દય ચાંડાલ પંડિતોને પણ પીડા કરે છે. ' વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધ વિના જીવને કેટલી બધી હાનિ થાય છે તે સમજાવવા માટે ગ્રંથકારે અર્થબોધને યોદ્ધાનું રૂપક આપ્યું છે અને કામવાસનાને ચાંડાલનું રૂપક આપ્યું છે. ચાંડાલ નીચ જાતિના હોય છે, ક્રૂર અને અધમ હોય છે. પાપકાર્યો કરતાં તેઓ અચકાતા નથી. તક મળે તો તેઓ સારા માણસને લૂંટી લે છે, સતાવે છે. તેઓને કોઈ લજ્જા કે ભય હોતાં નથી. પરંતુ ચાંડાલો રાજાના સુભટોથી ડરતા હોય છે. રાજાના સૈનિકોને જોતાં ચાંડાલો દૂર ભાગી જાય છે અથવા શાંત થઈ જાય છે. કામદેવ પણ ચાંડાલ જેવો છે. તક જોઈને તે માણસના ચિત્તમાં કામવાસના જગાવે છે. કામવાસના જાગે એટલે માણસની લાજ શરમ ઓછી થઈ જાય છે. તેનામાંથી વિવેક ચાલ્યો જાય છે. તે અધમ કૃત્ય કરવા તૈયાર થઈ જાય છે. કામદેવને મન બધા જીવો સરખા છે. તે શ્રીમંત અને ગરીબ, સેવક અને સ્વામી, પંડિત અને મૂર્ખ એવા એવા ભેદ કરતો નથી. દુનિયામાં બહુ ભણેલા પંડિત જેવા માણસો, અરે, કેટલીક વાર તો કહેવાતા મોટા ધર્માચાર્યો કે ઉપદેશકો પણ કામવાસના આગળ લાચાર બની ગયાના દાખલા જોવા મળે છે. કહેવાયું છે કે વર્તવાન ન્દ્રિયગ્રામ: વિષમપિ ઋષતિ | આ કામવાસના રૂપી ચાંડાલની સામે રક્ષણ કોનું મેળવવું? અધ્યાત્મશાસ્ત્રના અર્થબોધરૂપી યોદ્ધાનું મેળવવું. એક વખત હૃદયમાં જો આત્મસ્વરૂપનું ચિંતન ચાલે તો પછી વિષય-કષાય મંદ પડવા લાગે. પછી વિષયવાસના એ વિષની Jain Education Intemational 2010_05 Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાભ્ય અધિકાર વેલડી જેવી લાગે. આ વાત કહેવી જેટલી સહેલી છે તેટલી અનુભવમાં મૂકવી સહેલી નથી. કામવાસનાનાં ગુપ્ત પ્રલોભનો વખતે કે કામરૂપી જવરના ઉદય વખતે માણસની ખરી કસોટી થાય છે. અધ્યાત્મરસિક, જાગ્રત, પ્રજ્ઞાવાન વ્યક્તિ તે સમયે તેને તુચ્છ, નિરર્થક, દુર્ગતિના સાધનરૂપ સમજીને દૂરથી જ તિલાંજલિ આપે છે. કામવાસના ઉપર મન, વચન અને કાયાથી વિજય મેળવવો એ ખરેખર ઘણી દુર બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખવામાં આવે છે. અધ્યાત્મરસિક કામવિજેતા સ્થૂલિભદ્રનું તથા તેવા મહાત્માઓનું સ્મરણ ત્યારે ઉપકારક નીવડે છે. [૧૬] વિષસિમ તૃષ્ણા વર્ધમાનાં મનોવને | अध्यात्मशास्त्रदात्रेण छिन्दन्ति परमर्षयः ॥१६॥ અનુવાદ : મનરૂપી વનમાં વધતી જતી વિષવેલડી જેવી તૃષ્ણાને પરમ ઋષિઓ અધ્યાત્મશાસ્ત્રરૂપી દાતરડા વડે છેદી નાખે છે. | વિશેષાર્થ : ગ્રંથકારે અહીં મનને વનનું રૂપક આપ્યું છે. વનમાં તો કેટલાયે પ્રકારની વનસ્પતિ પોતાની મેળે ઊગી નીકળે છે અને વૃદ્ધિ પામે છે. એવી રીતે મનુષ્યના ચિત્તમાં જાણતાં-અજાણતાં કેટકેટલા પ્રકારની તૃષ્ણાઓ જાગે છે. જેમ કેટલીક વનસ્પતિ ઝેરી હોય છે અને તે ખાનારના પ્રાણ હરી લે છે તેમ કેટલીક ભયંકર તૃષ્ણાઓ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અરે, કેટલીક તૃષ્ણાઓ સંતોષવા જતાં માણસ તત્કાળ મૃત્યુને શરણ થઈ જાય છે. કેટલીક વાર બીજા લોકો એવી વ્યક્તિનો તત્કાળ વધ કરી નાખે છે. ક્યારેક રાજય તરફથી મૃત્યુદંડની સજા થાય છે. ઝેર તો માણસને એક વાર મારી નાખે છે, પણ વાસનારૂપી ઝેરી વેલડીઓ તો જીવને અનેક વાર, અનેક ભવમાં મારી નાખે છે. આવી વિષવેલડી માટે અધ્યાત્મશાસ્ત્ર દાતરડાનું કામ કરે છે. તે તૃષ્ણાઓનો મૂળમાંથી ઉચ્છેદ કરી મનરૂપી વનને વિશુદ્ધ કરે છે. [૧૭] વને વૈજ્જ થ લીધે તેનો ધ્યાને રત્ન મળે दुरापमाप्यते धन्यैः कलावध्यात्मवाङ्मयम् ॥१७॥ અનુવાદ : વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અંધકારમાં તેજ અને મરૂભૂમિમાં જલ જેમ દુર્લભ છે તેમ આ કળિયુગમાં ધન્ય વ્યક્તિઓથી જ અધ્યાત્મશાસ્ત્રને પ્રાપ્ત કરી શકાય છે. વિશેષાર્થ : જૈન ધર્મ પ્રમાણે અવસર્પિણીનો આ પાંચમો આરો છે. હિંદુ ધર્મ પ્રમાણે સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચાર યુગમાંથી અત્યારે સૌથી ખરાબ એવો કલિયુગ પ્રવર્તી રહ્યો છે. વ્યવહારમાં પાંચમા આરા કરતાં “કલિયુગ' જેવો શબ્દ વધુ પ્રચલિત છે. તેથી ગ્રંથકારે આ શ્લોકમાં “કલિ' શબ્દ પ્રયોજ્યો છે. મિથ્યાત્વના ગાઢ અંધકારથી ભરેલા, અનેક પ્રકારની પાપપ્રવૃત્તિઓથી ખદબદતા આ કલિયુગમાં અધ્યાત્મશાસ્ત્રમાં રસ પડવો એ ઘણી દુર્લભ વાત છે. ધન્ય વ્યક્તિઓ, ભાગ્યશાળી જીવો, પુણ્યવંત આત્માઓ પુણ્યના ઉદયે અધ્યાત્મશાસ્ત્રને પામી શકે છે અને એ માટે રસરુચિ ધરાવી શકે છે. એ માટે કવિ ઉપાધ્યાયજી મહારાજે ચાર દૃષ્ટાન્તો આપ્યાં છે. જેમ વનમાં ભૂલા પડેલા અને થાકેલા પથિકને કોઈ ઝૂંપડું જોવા મળે, 2010_05 Page #55 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જન્મથી ઘોર દરિદ્રતામાં જીવનાર માણસને અચાનક ધન મળી જાય, અંધકારમાં અટવાતા માનવીને પ્રકાશ મળી જાય અને મરભૂમિમાં થાકીને તૃષાર્ત બનેલા મુસાફરને શીતળ પાણીની મીઠી વીરડી મળી જાય એ બધાંથી પણ વધુ દુર્લભ તે કળિયુગમાં માણસને અધ્યાત્મમાં રસ પડવો એ છે. [૧૮] વેલાન્યશાસ્ત્રવત્ હત્નશં રસમધ્યાત્મશાસ્ત્રવિત્.. भाग्यभृद् भोगमाप्नोति वहते चंदनं खरः ॥१८॥ અનુવાદ : વેદ વગેરે અન્ય શાસ્ત્રના જાણનારા ફલેશ અનુભવે છે, જ્યારે અધ્યાત્મશાસ્ત્રના જાણનાર રસ ભોગવે છે. ગર્દભ ચંદનનો ભાર વહન કરે છે, પરંતુ ભાગ્યવાન તેના સુગંધરૂપી ભોગને ભોગવે છે. વિશેષાર્થ : શાસ્ત્રો ઘણાં બધાં છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રની તોલે એક પણ શાસ્ત્ર આવે નહિ. ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચાર વેદો તથા સાંખ્ય, યોગ, ન્યાય. વૈશેષિકપૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા વગેરે દર્શનોના જટિલ શાસ્ત્રગ્રંથો તથા કાવ્ય, નાટક, વ્યાકરણ વગેરે શાસ્ત્રોના ગ્રંથોના અધ્યયન કરતાં કરતાં માણસ શબ્દ અને અર્થની એવી માથાકૂટમાં પડે છે કે એ અધ્યયનથી માનસિક પરિશ્રમને કારણે ક્લેશ થાય છે, ક્યારેક એવાં શાસ્ત્રોનું અધ્યયન માનસિક બોજા જેવું પણ બની જાય છે. ક્યારેક તે ગર્વ જન્માવે છે; ક્યારેક તે વિતંડાવાદમાં પરિણમે છે; ક્યારેક તે માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવું બની જાય છે. ખરી કસોટી તો પરિણતિ ઉપર છે. અધ્યાત્મશાસ્ત્ર એવી પરિણતિ તરફ એનો અભ્યાસ કરનાર વ્યક્તિને લઈ જાય છે. એથી જીવને શાસ્ત્રનો ભાર લાગતો નથી. પરંતુ એના તત્ત્વને પામવાથી તે પોતાને ભાગ્યશાળી માને છે. ચંદનનો ભાર વહન કરનારો ગર્દભ ભાગ્યશાળી મનાતો નથી. એની સુગંધ માણવાવાળા ભાગ્યશાળી ગણાય છે. [૧૯] અજ્ઞાાનનતા-વિશારામની: પરે ! अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ॥१९॥ અનુવાદ : બીજાઓ ભુજના અફાળવા વડે તથા હાથ અને મુખના વિકારો વડે અભિનય કરીને બોલનારા છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રના જાણનારા પુરુષો તો નેત્રમાં પણ વિકાર લાવ્યા વિના બોલનારા છે. ' વિશેષાર્થ : અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસથી આવતી આંતરિક વિશુદ્ધિને કારણે જીવનમાં જે સ્વસ્થતા અને શાંતિ અનુભવાય છે તેનું ગૌરવ અહીં દર્શાવાયું છે. જે પોલું હોય તે ઘણો અવાજ કરે એવી લોકોક્તિ છે. જેમને અધ્યાત્મશાસ્ત્રનો સ્પર્શ થયો નથી એવા વિદ્વાનો જ્યારે બોલે છે ત્યારે પોતાના વક્તવ્ય ઉપર ભાર બતાવવાને માટે તેઓ ભુજા ઉછાળે છે, હાથ પછાડે છે, મોઢા ઉપર જાતજાતના હાવભાવ ધારણ કરે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રના જાણકાર જયારે પોતાનું વક્તવ્ય સ્વાભાવિક રીતે રજૂ કરે છે ત્યારે તેમની આંખો પણ ચલવિચલ થતી નથી. એવું કશું જ કરવાની તેમને જરૂર પણ પડતી નથી. તેમની મુખાકૃતિ શાન્ત, સ્વાભાવિક અને અવિકારી રહે છે. માણસ અધ્યાત્મરસિક છે કે કેમ તેની કસોટી તેની શારીરિક ચેષ્ટાઓ ઉપરથી પણ થઈ શકે છે. ૧૦ 2010_05 Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો : અધ્યાત્મમાહાસ્ય અધિકાર [૨૦] અધ્યાત્મશાસ્ત્રમાદ્રિ-મfથતાલાામો: | भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥२०॥ અનુવાદ : અધ્યાત્મશાસરૂપી હિમાચલ વડે મંથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી વિબુધો વડે શું ઘણાં ગુણરત્ન પ્રાપ્ત નથી થતાં? વિશેષાર્થ : હેમ એટલે સુવર્ણ. અદ્રિ અથવા અચલ એટલે પર્વત. હેમાદ્રિ–હમાચલ એટલે મેરુ પર્વત. જે પ્રમાણે વલોણું કરવાનું હોય તે પ્રમાણે તે કદનો રવૈયો જોઈએ. સમુદ્રનું મંથન કરવાનું હોય તો મેરુ પર્વત જેવો પર્વત રવૈયા તરીકે જોઈએ. મેરુ પર્વત વડે આગમરૂપી સમુદ્રનું મંથન કરવામાં આવે તો તેમાંથી રત્નો નીકળે છે. પૌરાણિક કથા અનુસાર દેવોએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં. વિબુધ એટલે દેવો અને વિબુધ એટલે પ્રાજ્ઞ પુરુષો. આગમરૂપી સમુદ્રનું મંથન વિબુધો કરી શકે. એ કરતાં તેમાંથી ગુણરત્નો પ્રાપ્ત થાય છે. સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ રત્નત્રયી સહિત વિવિધ પ્રકારનાં અનેક ગુણરત્નો વિબુધો પ્રાપ્ત કરે છે. [૨૧] રો બોવધઃ સામે સદ્ધચ્ચે બોઝનાવધિઃ | अध्यात्मशास्त्रसेवायामसौ निरवधिः पुनः ॥२१॥ અનુવાદ : કામનો (મૈથુનનો) રસ ભોગની અવધિ સુધી રહે છે. ઉત્તમ ભોજનનો રસ ભોજન કર્યા સુધી રહે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રના સેવનનો રસ તો નિરવધિ છે. વિશેષાર્થ : ભૌતિક ઇન્દ્રિયજન્ય રસોમાં ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનના રસનું અને વિષયસેવનના રસનું આકર્ષણ લોકોમાં ઘણું હોય છે. પરંતુ તાત્ત્વિક દૃષ્ટિએ જોવામાં આવે તો એ રસની અવધિ કેટલી ઓછી હોય છે. માણસ ઉત્તમ ભોજનનો રસ ભોજન કરે ત્યાં સુધી માણે છે. ભોજન પછી એ રસ રહેતો નથી. એનું સ્મરણ પણ એટલો રસ આપતું નથી. વિષયસેવનનો રસ પણ એ ભોગવવાની અવધિ સુધી જ હોય છે. પછી તો થાક અને ખેદ અનુભવાય છે. વળી આ રસોનો અતિભોગ થઈ શકતો નથી. કોઈ અતિભોગ કરે તો કદાચ માંદો પડે અને કદાચ મૃત્યુ પામે. અધ્યાત્મશાસ્ત્રના રસને કોઈ અવધિ હોતી નથી. જૈમ જેમ માણસ એમાં ઊંડો ઊતરતો જાય છે તેમ તેમ તે વધુ અને વધુ રસ માણે છે અને એની આત્મજ્યોતિ વધુ પ્રકાશમાન બને છે. આથી જ અધ્યાત્મરસને કોઈ સીમા નથી. તે જીવને કેવળજ્ઞાન સુધી લઈ જઈ શકે છે અને મોક્ષગતિ અપાવી શકે છે. અધ્યાત્માનુભૂતિનો સહજાનંદ એવી પરમ અને સર્વોચ્ચ કોટિનો છે [૨૨] સુત થર્વસ્વ-ઉર્વશ્વરવારિજી | एति दृगनिर्मलीभावमध्यात्मग्रंथभेषजात् ॥२२॥ અનુવાદ ઃ કુતર્કવાળા ગ્રંથના સર્વસ્વથી ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જવરથી વિકારવાળી થયેલી દષ્ટિ અધ્યાત્મગ્રંથરૂપી ઔષધથી નિર્મળ થાય છે. ૧૧ Jain Education Interational 2010_05 Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર | વિશેષાર્થ : જે ગ્રંથોમાં કુતર્ક ભરેલા હોય એવા ગ્રંથોના અધ્યયનનું પરિણામ શું આવે ? પોતે કુતર્કમાં સપડાઈ ગયો છે એટલું ભાન પણ માણસને ત્યારે રહેતું નથી. ખોટી વસ્તુ સાચી છે એવો આભાસ ઉત્પન્ન કરવાની શક્તિ કુતર્કમાં છે. તર્કનો દોષ પકડવાની શક્તિ માણસમાં ન હોય તો તે ખોટા તર્કથી દોરવાઈ જાય છે. આડાઅવળા તર્ક કરવાની બુદ્ધિ-શક્તિ માણસમાં ખીલે તો એથી તો એનો ગર્વ વધી જાય છે. આવો ગર્વ પણ એક પ્રકારનો તાવ છે. તાવથી પીડાતા માણસની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે. પરંતુ અધ્યાત્મ રૂપી ઔષધ એવું છે કે જે આવા જવરને ઉતારે છે અને માણસની દષ્ટિને નિર્મળ કરે છે. મિથ્યાશ્રુતનાં શાસ્ત્રોના અધ્યયનથી માણસમાં અહંકાર જન્મે છે. મિથ્યાશ્રુતને પચાવવું એ અઘરી વાત છે. માણસમાં સહજ રીતે અહંકાર આવ્યો હોય તો તે અહંકારને અધ્યાત્મશાસ્ત્ર ગાળી નાંખે છે. અધ્યાત્મ અને અહંકાર એક સાથે રહી ન શકે. [૨૩] થનનાં પુત્રવરદ્ધિ યથા સંસા૨વૃદ્ધયે | __ तथा पांडित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥२३॥ અનુવાદ : ધનવાનોને પુત્ર, સ્ત્રી વગેરે જેમ સંસારની વૃદ્ધિ માટે થાય છે તેમ પાંડિત્યથી ગર્વિષ્ઠ બનેલાને માટે અધ્યાત્મરહિત શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે થાય છે. વિશેષાર્થ: ધનવાન માણસો પાસે સાધન-સામગ્રીની, વાડી-ગાડીની અનુકૂળતા હોવાથી તેમનાં સ્ત્રી-પુત્રાદિ પરિવારની, નોકર-ચાકરની, વેપારધંધાની, માલમિલકત વગેરેની વૃદ્ધિ થયા કરે છે. પોતાનાં વૈભવ અને પ્રતિષ્ઠા અનુસાર ક્યારેક એમ કરવાની તેઓને ફરજ પડે છે. ધનવૈભવથી માણસમાં અહંકાર જન્મે છે. વિરોધીઓ પ્રત્યે વેર લેવાની વૃત્તિ તેમનામાં સળવળે છે. પ્રતિસ્પર્ધીઓને હંફાવવાના ભાવ જાગે છે. આવું તેમનાંમાં ન થાય તો પણ ધનવૈભવનાં પોષણ-સંવર્ધન માટે તેઓને માનસિક ક્લેશ-કષ્ટ પણ રહ્યા કરે છે. પરંતુ એમાંથી જે કર્મબંધ થાય છે એ તો એમના સંસારની વૃદ્ધિનું જ કારણ થાય છે. તેવી જ રીતે માણસ પંડિત હોય, અન્ય પ્રકારનાં શાસ્ત્રોનો ઘણો સારો જાણકાર હોય, પરંતુ અધ્યાત્મશાસ્ત્રથી તે વંચિત હોય અને અંતર્મુખ બનીને તે આત્મચિંતન ન કરતો હોય તો શાસ્ત્રાધ્યયનનો તેનો ગર્વ તેના સંસારની વૃદ્ધિનું જ કારણ બની રહે છે. મતલબ કે તેની ભવપરંપરા વધી જાય છે. [૨૪] દ્વૈતવ્યં તવધ્યાત્મશાસ્ત્ર માન્ચે પુનઃ પુનઃ | अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥२४॥ અનુવાદ : એટલા માટે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ; વારંવાર તેની ભાવના ભાવવી જોઈએ; તેમાં કહેલા અર્થોનું અનુષ્ઠાન (ચિંતન, મનન) કરવું જોઈએ અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને તે આપવું જોઈએ. વિશેષાર્થ : આમ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આગળના શ્લોકોમાં અધ્યાત્મશાસ્ત્રનો મહિમા સમજાવ્યો. હવે આ અધિકારને અંતે તેઓશ્રીએ ભલામણ કરી છે કે અધ્યાત્મશાસ્ત્રમાં આવતા પદાર્થોનું વારંવાર ચિંતન, મનન અને ભાવન કરવું જોઈએ. આત્મતત્ત્વનો વિષય એવો છે કે જેમ જેમ સ્વસ્વરૂપમાં ૧૨ 2010_05 Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર પહેલો અધ્યાત્મમાહાસ્ય અધિકાર માણસ લીન બનતો જાય તેમ તેમ એને વિશેષ ઉઘાડનો અનુભવ થતો જાય. એટલા માટે અંદરના પ્રકાશની વૃદ્ધિ માટે ચિંતન, મન, ભાવન વારંવાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અધ્યાત્મશાસ્ત્રના અનુભવીઓ આ વાતની સાક્ષી પૂરે છે. અધ્યાત્મવિદ્યા ગૂઢ અને ગહન છે. આધ્યાત્મિક અનુભવનો, આત્મસ્વરૂપમાં લીન બનવાનો અનુભવ અલૌકિક અને અપાર આનંદ આપનારો છે. અધ્યાત્મવિદ્યાની ગુરુશિષ્ય પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. એટલે જો કોઈ યોગ્ય અધિકારી વ્યક્તિ આ શાસ્ત્ર આપવું જોઈએ, અર્થાત્ શીખવવું જોઈએ. યોગ્ય અધિકાર વિનાની વ્યક્તિને શીખવવા જતાં અનર્થ થવાનો સંભવ છે. આથી જ પ્રાચીન કાળથી ચાલી આવતી ભારતીય પરંપરામાં કેટકેટલી ગુપ્ત વિઘાઓ યોગ્ય અધિકારી પાત્રને જ આપવાનું ફરમાન છે. इति अध्यात्ममाहात्म्याधिकारः । અધ્યાત્મમાહાભ્ય અધિકાર સંપૂર્ણ. 2010_05 ૧૩ Jain Education Interational 2010_05 Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો અધિકાર બીજો * અધ્યાત્મસ્વરૂપ અધિકાર * [૨૫] ભાવન્ ! ત્રિ તર્ધ્યાનું વિત્વમુપવëતે । श्रुणु वत्स ! यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥१॥ અનુવાદ : ‘હે ભગવન્ ! આપ જેનું આ પ્રમાણે વર્ણન કરો છો તે અધ્યાત્મ શું છે ?’ ‘હે વત્સ! હું તારી આગળ શાસ્ત્ર પ્રમાણે તેનું વર્ણન કરું છું તે સાંભળ.’ વિશેષાર્થ : આ બીજા અધિકારનો આરંભ ઉપાધ્યાયજી મહારાજ પ્રાચીન ભારતીય અધ્યયન-પદ્ધતિ અનુસાર ગુરુ અને શિષ્યના સંવાદથી કરે છે. ભારતીય તત્ત્વવિચારણાના કેટલાયે શાસ્રગ્રંથોમાં જોવા મળે છે તેમ શાસ્ત્રકાર ગુરુ પોતે પોતાના શિષ્ય પાસે શક્ય તેટલા બધા પ્રશ્નો કરાવે અને ગુરુ તે સર્વના સમાધાનકારક ઉત્તર આપે. ગુરુ-શિષ્ય વચ્ચે પ્રશ્નોત્તર રૂપે શંકા-સમાધાનની શૈલીનો એક લાભ એ છે કે સામાન્ય માણસના મનમાં ઊઠતા નાનામોટા સવાલોને એમાં સ્થાન મળે છે. એમાં એક જ વિષયની વિવિધ દૃષ્ટિકોણથી છણાવટ કરી શકાય છે તથા વાચકને એથી સંતોષ થાય છે. આ શ્લોકમાં તો શિષ્ય અત્યારે ફક્ત એટલો જ પ્રશ્ન કરે છે કે અધ્યાત્મ એટલે શું ? ગુરુ શિષ્યને શાસ્ત્રાનુસાર તેનો ઉત્તર આપવા ઇચ્છે છે. એટલે કે ગુરુ ભગવંત જે કંઈ કહેવા ઇચ્છે છે તે આધાર સહિત કહેવા ઇચ્છે છે કે જેથી વિષયની પ્રમાણભૂતતાની ખાતરી થાય. પોતાની મતિથી મન ફાવે તેવા અર્થ કરવામાં આવે તો પ્રશ્ન પૂછનારને વિશ્વાસ ન બેસે. એટલે જ ગુરુભગવંત શિષ્યને સાવધાન થઈને સાંભળવા કહે છે. તેઓ શિષ્યને ‘વત્સ’ કહી વાત્સલ્યપૂર્વક સંબોધે છે કે જેથી તે નિઃસંકોચ પૂછી શકે. ભારતીય પરંપરામાં તત્ત્વવિચારની નિર્ભયપણે પૂરી છણાવટ થતી અને એથી જ એનું ગૌરવ રહ્યું છે. [૨૬] ગતમોહા ધારાળમાત્માનમધિત્વ યા । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥२॥ અનુવાદ : જેમનો મોહનો અધિકાર નાશ પામ્યો છે, તેઓની આત્માને લક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વર ભગવાનો ‘અધ્યાત્મ' કહે છે. વિશેષાર્થ : ગ્રંથકારે અહીં અધ્યાત્મનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવી દીધું છે. આત્માને લક્ષીને જે शुद्ध ક્રિયા પ્રવર્તે તેને અધ્યાત્મ કહેવામાં આવે છે. ક્રિયા શુદ્ધ હોવી જરૂરી છે. તે દેહભાવને અનુલક્ષીને નહિ, પણ આત્મસ્વરૂપને અનુલક્ષીને થવી જોઈએ. એવું ત્યારે જ થાય કે જ્યારે મોહનો અધિકાર ચાલ્યો ગયો હોય એટલે કે મોહનીય કર્મનું પ્રાબલ્ય ઓછું થઈ ગયું હોય. જીવ જ્યાં સુધી સંસારનાં સુખોની અભિલાષા રાખે છે અને મોહનીય કર્મને વશ વર્તીને જીવે છે ત્યાં સુધી તેનામાં રાગદ્વેષની પરિણિત ઘણી તીવ્ર રહે છે. 2010_05 ૧૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર મોહ એટલે અજ્ઞાન એવો અર્થ પણ કરવામાં આવે છે. જ્યાં સુધી અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે અને સમ્યક્ત્વ પ્રગટ્યું નથી ત્યાં સુધી આત્માને પામવા માટે શુદ્ધ ક્રિયા થતી નથી. વ્રત, તપ, દેવગુરુવંદન વગેરે જે ક્રિયા થાય તેમાં પણ ભ્રમ, સંશય, અસત્ય, ભૌતિક વાસનાઓ વગેરે રહેલાં હોય છે. તેથી તેમાં શુદ્ધિ આવતી નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પકડ મજબૂત હોય છે. જયાં સુધી મોહનું વર્ચસ્વ પ્રવર્તતું હોય ત્યાં સુધી જીવને આત્મસ્વરૂપનો વિચાર સ્ફરતો નથી. જેમનો મોહનો અધિકાર એટલે પ્રભાવ ચાલ્યો જાય છે એ જ વ્યક્તિ અધ્યાત્મની અધિકારી બને છે. “આ દેહ તે મારો નથી. હું તો શુદ્ધ આત્મા છું' એ ભાવની નિરંતર પ્રતીતિ તો મોહ નીકળી ગયા પછી કે મંદ પડી ગયા પછી આવે છે. એ સમયે સ્વરૂપની પ્રાપ્તિ માટે જે ક્રિયા થાય છે તે શુદ્ધ ક્રિયા હોય છે. એ ક્રિયા સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને અનુસરીને હોય છે. એથી જ જિનેશ્વર ભગવંતો એને “અધ્યાત્મ' કહે છે. [૨૭] સામવં યથા સર્વાષ્યિનુવૃત્તિમ7 | ___अध्यात्म सर्वयोगेषु तथाऽनुगतमिष्यते ॥३॥ અનુવાદ : જેમ સર્વ ચારિત્રોમાં સામાયિક અનુવૃત્તિમાન છે, તેમ સર્વ યોગોમાં અધ્યાત્મ અનુગત છે. વિશેષાર્થ : ચારિત્રના વિવિધ દૃષ્ટિએ વિવિધ પ્રકાર છે. તેમાં દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર એવા તથા સર્વવિરતિમય અને દેશવિરતિમય એવા બે મુખ્ય પ્રકાર બતાવવામાં આવે છે. વળી ચારિત્રના સામાયિક, છેદોષસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. પરંતુ એ દરેક પ્રકારના ચારિત્રમાં સમતાની સાધનારૂપી સામાયિક ચારિત્ર અનુવૃત્તિમાન છે એટલે કે એની સાથે અવશ્ય જોડાયેલું છે, અંતર્ગત રહેલું છે. સામાયિક વિના કોઈ ચારિત્ર સંભવી ન શકે. એવી જ રીતે સર્વ યોગો સાથે અધ્યાત્મ અનુગત છે એટલે કે સંયુક્ત છે. યોગ ત્રણ પ્રકારના છે – મનના, વચનના અને કાયાના. એ ત્રણે યોગ આત્મા વિના પ્રવર્તી ન શકે. એટલા માટે આત્માના સ્વરૂપના યથાર્થ જ્ઞાનથી એટલે કે અધ્યાત્મથી જ મન, વચન અને કાયાના યોગનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. આમ, ચારિત્ર અને યોગ સાથે અધ્યાત્મ અનિવાર્યપણે સંકળાયેલું છે. એનો અર્થ એ થયો કે મોક્ષપ્રાપ્તિ માટેની કોઈ પણ ક્રિયા અધ્યાત્મ વિના સંભવી ન શકે. [૨૮] પુનર્વવ્યાયાવદ્ ગુણસ્થાને ચતુર્વણમ્ | क्रमशुद्धिमती तावत् क्रियाऽध्यात्ममयी मता ॥४॥ અનુવાદ : અપુનબંધકથી ચૌદમા ગુણસ્થાનક સુધી અનુક્રમે જે શુદ્ધિવાળી ક્રિયા પ્રવર્તે છે તે આધ્યાત્મિક ક્રિયા જ મનાય છે. વિશેષાર્થ : અપુનર્બધ એટલે ફરીથી બંધ ન થાય તે. અપુનબંધક એટલે એ જીવ કે જે ફરીથી તીવ્ર પાપકર્મ ન બાંધે. અપુનબંધકની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે જે જીવ પ્રાયઃ તીવ્ર પરિણામ ન કરે, ઘોર સંસારને બહુ ન માને અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનર્ધધક કહેવાય. ૧૫ Jain Education Intemational 2010_05 Page #61 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જીવના આધ્યાત્મિક ગુણવિકાસના ક્રમના મુખ્ય ચૌદ તબક્કા અથવા પગથિયાં બતાવવામાં આવ્યાં છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ્યગુ દષ્ટિ, (૫) દેશવિરતિ સમ્યગૃષ્ટિ, (૬) પ્રમતસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંતમોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગી કેવળી અને (૧૪) અયોગી કેવળી. જ્યારે ગાઢ મિથ્યાત્વના ઉદયનો અને અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ થાય છે ત્યારે તીવ્ર પાપકર્મનાં પરિણામ ન હોવાથી શુદ્ધિવાળી આધ્યાત્મિક ક્રિયાનો આરંભ થાય છે. જીવની એવી અપુનબંધક દશા આ પહેલા ગુણસ્થાનકે ચાલુ થાય છે અને ચોથા ગુણસ્થાનકે એ દશાનો સવિશેષ ઉઘાડ થાય છે. આમ પહેલા ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક સુધી જીવ દ્વારા ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામવાળી જે ક્રિયા થાય તે આધ્યાત્મરૂપ મનાય છે. [૨૯] મદિર પfધપૂદ્ધિ – નૌરવપ્રતિબં થતઃ | भवाभिनंदी यां कुर्यात् क्रियां साध्यात्मवैरिणी ॥५॥ અનુવાદ : આહાર, ઉપધિ, પૂજા-સત્કાર, ઋદ્ધિ તથા ગૌરવ પામવાની આસક્તિથી બંધાઈને ભવાભિનંદી જીવ જે ક્રિયા કરે છે તે અધ્યાત્મની વૈરિણી છે. વિશેષાર્થ : ભવ એટલે સંસાર. સંસારમાં જ આનંદ માનનારો, સંસારની જ પ્રશંસા કરનારો, સંસારને જ અભિનંદનારો જીવ તે ભવાભિનંદી. એવા જીવોને સાંસારિક ભોગવિલાસ, સુખ, યશ, સત્તા, મહત્તા ઇત્યાદિ પ્રાપ્ત કરવાં અને ભોગવવાં ગમે છે. આહાર એટલે રસવાળાં મિષ્ટ ભોજનો, ઉપધિ એટલે સારાં સારાં વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ ઉપકરણો કે સાધનો, પૂજા એટલે માનપાન, સત્કાર, બહુમાન, યશકીર્તિ મેળવવાની વાંછના, ઋદ્ધિ એટલે વૈભવ, પરિવાર, વૈક્રિયાદિ પ્રકારની લબ્ધિઓની પ્રાપ્તિની આકાંક્ષા અને તે પ્રાપ્ત થયે ગૌરવ-અભિમાન ધારણ કરવાં (અથવા ગારવ એટલે ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ એ ત્રણ પ્રકારની આસક્તિ)–આ બધું પામવાના ધ્યેયથી ભવાભિનંદી જીવ તપ, ત્યાગ, વ્રતપાલનાદિ જે ક્રિયા કે અનુષ્ઠાન કરે તે ક્રિયા અધ્યાત્મની વૈરિણી છે. એવી ક્રિયા સંસારની વૃદ્ધિ કરનાર છે. [૩૦] ક્ષો નોકતિર્લીનો મત્સરી મયવાન : .. अज्ञो भवाभिनन्दी स्यान्निष्फलारंभसंगतः ॥६॥ અનુવાદ : સુદ્ર, લોભમાં (પાઠાન્તર-લાભમાં) પ્રીતિવાળો, દીન, મત્સરી, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલો જીવ ભવાભિનંદી કહેવાય છે. વિશેષાર્થ : ઉપાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિનો આ શ્લોક ટાંકીને ભવાભિનંદી જીવનાં લક્ષણો દર્શાવે છે. ભવાભિનંદી એટલે કે સંસારમાં જ રહેવાનું જેને ગમે છે એવો. તે જીવ ક્ષુદ્ર, તુચ્છ, કૃપણ સ્વભાવવાળો, થોડા લાભ માટે વધુ હાનિ કરનારો, લોભમાં રચ્યોપચ્યો રહેનારો, મફતનું ૧૬ Jain Education Interational 2010_05 Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર મેળવવાની લાલસાવાળો. પરધનનું હરણ કરનારો, દીન એટલે લાચાર, બીજાનું સુખ જોઈને પ્લાન વદનવાળો થઈ જનાર, પોતાનાં દુઃખનાં ગીતડાં ગાનાર, ઈર્ષાભાવ ધારણ કરનાર, બીકણ, કષ્ટો આવી પડતાં ડરપોક બની ભાગનાર, લુચ્ચો, કપટભાવવાળો, અજ્ઞાની, મૂર્ખ, તત્ત્વને નહિ જાણનારો તથા નિપ્રયોજન, અયોગ્ય અને અંતે નિષ્ફળ નીવડે એવાં કાર્યમાં પ્રવૃત્ત થનાર હોય છે. આવા ભવાભિનંદીએ કરેલી ક્રિયા અશુદ્ધ ગણાય છે અને તે અધ્યાત્મનો નાશ કરનારી હોય છે. [૩૧] શાન્તો રાતઃ સવા ગુણો મોક્ષાર્થી વિશ્વવત્સત્નઃ | निर्दम्भां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥७॥ અનુવાદ : શાન્ત, દાન્ત, સદા ગુપ્ત, મોક્ષાર્થી અને વિશ્વવત્સલ જીવ નિર્દભપણે જે ક્રિયા કરે છે તે અધ્યાત્મગુણની વૃદ્ધિ અર્થે હોય છે. ' વિશેષાર્થ : અધ્યાત્મના વૈરી એવા ભવાભિનંદી જીવનાં લક્ષણો દર્શાવ્યા પછી ગ્રંથકાર આ શ્લોકમાં અધ્યાત્મ-ગુણમાં વૃદ્ધિ કરનારા જીવનમાં કેટલાંક લક્ષણો દર્શાવે છે. તેવો જીવ કષાયોના ઉદયને શાંત કરવાવાળો, ઇન્દ્રિયો તથા ચિત્તનું દમન કરવાવાળો, મન,વચન અને કાયાના યોગોની ગુપ્તિ કરનાર એટલે કે તે દ્વારા થતી અશુભ પ્રવૃત્તિનું નિવારણ કરનાર, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષ મેળવવાની ઉત્કટ અભિલાષાવાળો, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને વાત્સલ્યભાવ ધરાવનાર, તેઓનું હિત ઇચ્છનાર, તેઓને પ્રિય બનનાર તથા દંભ કે માયાકપટ વગર શુભ ક્રિયા કરનાર હોવો જોઈએ. આવી શુદ્ધ ક્રિયાથી અધ્યાત્મગુણની વૃદ્ધિ થાય છે. [૩૨] મત વ નન: પૃચ્છોત્પન્ન સંજ્ઞ: પવૃછિg: . साधुपार्श्वे जिगमिषुर्धर्मं पृच्छन् क्रियास्थितः ॥८॥ [૩૩] પ્રતિપત્યુઃ મૃગ પૂર્વ-પ્રતિપન્નશ વર્ણનમ્ | श्राद्धो यतिश्च त्रिविधोऽनन्तांशक्षपकस्तथा ॥९॥ [૩૪] ખોદક્ષપો મોદશમ શાનામો: I क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥१०॥ અનુવાદ : એટલા માટે જ એવો જીવ પ્રશ્ન પૂછવાની સંજ્ઞા ઉત્પન્ન થવાવાળો, પ્રશ્ન પૂછવા સન્મુખ થનાર, તે માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળો, જઈને ધર્મતત્ત્વ વિશે પૂછનાર, ક્રિયામાં સ્થિર રહેનાર, ધર્મ પામવાને ઇચ્છનાર, પૂર્વે સમ્યગુદર્શનને પામેલો, શ્રાવક, યતિ તથા ત્રણ પ્રકારનો અનંતાંશક્ષપક, દર્શન મોહનીયનો ક્ષપક, મોહશમક, શાન્તમોહ, લપક, ક્ષણમોહ, જિન (સયોગી કેવલી) અને અયોગી કેવલી થાય છે. 2010_05 Interational 2010_05 for pr90 Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ આ ત્રણ શ્લોકમાં આત્મગુણની વૃદ્ધિ કેવા ક્રમે થતી જાય છે તે બતાવે છે. મોક્ષાર્થી જીવની નિર્દભ અને શુદ્ધ ક્રિયા કેવી કેવી રીતે વૃદ્ધિ પામે છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે : ૧. તેને ધર્મ વિશે પૂછવાની સંજ્ઞા ઉત્પન્ન થાય છે. ૨. તેને ધર્મનું સ્વરૂપ જાણવાની ઇચ્છા થાય છે. ૩. તેને ધર્મ વિશે પૂછવા માટે સાધુ પાસે જવાની ઇચ્છા થાય છે. ૪. તે ધર્મનું સ્વરૂપ, તેના ભેદો અને લક્ષણો વગેરે વિશે જાણીને વિનય વગેરેમાં તથા ધર્મનો - નિશ્ચય કરવારૂપ ક્રિયામાં સ્થિર થાય છે. ૫. પૂર્વે જે સમ્યક્ત પામ્યો હતો તે સમ્યક્તને ફરીથી પામવાની ઇચ્છા થાય છે. ૬. તે સમ્યગદર્શનને પામે છે. ૭. તે શ્રાદ્ધ એટલે દેશવિરતિ શ્રાવક થાય છે. ૮. તે યતિ એટલે સર્વવિરતિ સાધુ થાય છે. ૯. તે અનંતાનુબંધી કષાયોનો ક્ષપક થાય છે. ૧૦. તે દૃષ્ટિમોહનો શપક થાય છે. મોહનીય કર્મના ત્રણ પ્રકારનો શપક એટલે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીયનો ક્ષપક થાય છે. ૧૧. તે મોહશમક એટલે બાર કષાય અને નવ નોકષાયરૂપ ચારિત્ર મોહનીયનો ઉપશમ કરનાર થાય છે. ૧૨. તે શાંતમોહ થાય છે એટલે કે સમગ્ર ચારિત્ર મોહનીય કર્મને શાંત કરનાર થાય છે. ૧૩. તે ક્ષેપક થાય છે એટલે કે ચારિત્ર મોહનીય કર્મની સત્તાનો ક્ષય કરનાર થાય છે. ૧૪. તે ક્ષીણમોહ થાય છે એટલે કે મોહનીય કર્મનો સત્તામાંથી જ ક્ષય કરનાર થાય છે. ૧૫. તે જિન એટલે કે સર્વ ઘાતિ કર્મોનો ક્ષય કરનાર, રાગાદિને જીતનાર, સયોગી કેવળી થાય છે. ૧૬. તે અયોગી કેવળી એટલે મન, વચન અને કાયાના સકલ વ્યાપારોનો વિરોધ કરનાર થાય છે. [૩૫] યથાક્રમમની પ્રોવ સંપુનર્નર: यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयाऽपि हि ॥११॥ અનુવાદ : આ જે ગુણો કહ્યા છે તે અનુક્રમે અસંખ્યગુણ નિર્જરા કરનારા છે. તેથી આધ્યાત્મની અંશે અંશે પણ વૃદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરવો. વિશેષાર્થ : અધ્યાત્મની વૃદ્ધિ માટે અહીં જે ગુણો બતાવ્યા તે અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણી ૧૮ Jain Education Intemational 2010_05 Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર નિર્જરા કરનારા છે. ઉદાહરણ તરીકે ધર્મના સ્વરૂપને જાણવાની ઇચ્છાવાળા કરતાં તે માટે સાધુ પાસે જવાની ઇચ્છાવાળો અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. આમ પ્રત્યેક પૂર્વ ગુણની અપેક્ષાએ પછીના ગુણવાળો અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. એટલા માટે આત્મશુદ્ધિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે હેતુથી તેમાં વારંવાર અભ્યાસ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ, કારણ કે કર્મની ઉત્તરોત્તર વધુ અને વધુ નિર્જરા થવાથી કેવળજ્ઞાન અને મોક્ષ સુધીની સ્થિતિ પ્રાપ્ત થાય છે. | [૩૬] જ્ઞાનં શુદ્ધ ક્રિયા શુદ્ધેયંશ કાવિદ સંયતિ | चक्रे महारथस्येव पक्षाविव पतत्रिणः ॥१२॥ અનુવાદ : શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બે અંશો મોટા રથના બે ચક્રની જેમ તથા પક્ષીની બે પાંખની જેમ સાથે રહેલા છે. વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિ માટે ફક્ત જ્ઞાન જ બસ છે, ક્રિયાની કોઈ જરૂર નથી અથવા ફક્ત ક્રિયા જ ઉપયોગી છે, જ્ઞાનની કોઈ આવશ્યક્તા નથી એવું એકાંતે માની લેવાની ભૂલ ન થવી જોઈએ. જ્ઞાનજિગ્યાં મોહા ! એમ ભારપૂર્વક એટલા માટે જ કહેવાયું છે. એકલી ક્રિયા આંધળી છે અને એકલું જ્ઞાન પંગુ છે. આ બેમાંથી એક ન હોય તો બીજાનો અભાવ જ ગણાય છે. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ બંને એકાત્મપણાને પામેલાં હોય તો જ તે અધ્યાત્મ કહેવાય છે. અહીં જ્ઞાન અને ક્રિયા એ બંનેના વિશેષણ તરીકે “શુદ્ધ' શબ્દ મૂકેલો છે. તે પણ એટલો જ મહત્ત્વનો છે, કારણ કે તે હોય તો જ તે બંને મોક્ષસાધક થઈ શકે. સંશય, વિપર્યાસ, કુતર્ક, ઉસૂત્ર પ્રરૂપણા વગેરેથી ભરેલું જ્ઞાન શુદ્ધ ન થઈ શકે. તેવી જ રીતે આશંસા, નિંદા, ક્રોધાદિ કષાયો, નિયાણ ઇત્યાદિથી ભરેલી ક્રિયા શુદ્ધ ક્રિયા ન સંભવી શકે. અધ્યાત્મમાર્ગમાં પૂર્વાપર અવિરુદ્ધ તથા યથાર્થ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા જ વૃદ્ધિ તરફ લઈ જાય. આવાં શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા માટે મોટા રથનાં બે ચક્રની અથવા પક્ષીની બે પાંખની ઉપમા આપવામાં આવે છે. રથને એક જ ચક્ર હોય તો તે ચાલી ન શકે, વળી રથનાં બે ચક્ર હોય પણ એક બહુ મોટું અને એક નાનું હોય તો પણ રથ સીધો ચાલી ન શકે. બંને પૈડાં સરખાં જોઈએ અને સાથે ચાલવા જોઈએ. તેવી જ રીતે પક્ષીની એક જ પાંખ હોય અથવા નાની મોટી પાંખ હોય તો તે પક્ષી સરખું ઊડી ન શકે અને લક્ષ્ય સ્થાન સુધી ન પહોંચી શકે. એટલા માટે જ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એમ બંને સાથે જ હોવાં જોઈએ. મોક્ષપ્રાપ્તિ માટે તે અનિવાર્ય છે. [39] तत्पंचमगुणस्थानादारभ्यैवैतदिच्छति । निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥१३॥ અનુવાદ : નિશ્ચય નય પાંચમા ગુણસ્થાનકથી આરંભીને એને અધ્યાત્મને) ઇચ્છે છે (માને છે), પરંતુ વ્યવહાર નય તો તેથી પૂર્વે પણ ઉપચારથી (અધ્યાત્મને) માને છે. વિશેષાર્થ : કોઈ પણ વસ્તુ, પદાર્થ કે તત્ત્વને સમજવા માટે શાસ્ત્રકારોએ નય અને પ્રમાણની વ્યવસ્થા For Private Eersonal Use Only ૧૯ Jain Education Interational 2010_05 Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર, સ્વીકારી છે. પ્રમાણ વસ્તુના સર્વ ધર્મને ગ્રહણ કરે છે અને નય, વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખવા સાથે, કોઈ પણ એક ધર્મને ગ્રહણ કરે છે, એટલે નયમાં આંશિક સત્ય હોય છે. દુર્નય પોતાની અપેક્ષાનું સમર્થન કરવા સાથે બીજી અપેક્ષાઓનું ખંડન કરે છે. જૈન દર્શનમાં નયના મુખ્ય સાત પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને ભૂત. આ સાતેય નય એકબીજાના પૂરક અને પરસ્પર સમન્વયકારી છે. આ નયોનું મુખ્ય બે નયમાં વર્ગીકરણ કરવામાં આવે છે : (૧) નિશ્ચય નય અને (૨) વ્યવહાર નય. નિશ્ચય નય વસ્તુના મૂળ સૂક્ષ્મ સ્વરૂપને જણાવે છે અને વ્યવહાર નય વસ્તુના બાહ્ય સ્થૂળ સ્વરૂપને જણાવે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે જિનમતનો સ્વીકાર કરનારે બંને નયનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ પણ એક નયનો સ્વીકાર કરી બીજાનો ત્યાગ કરવામાં પરમાર્થ ચૂકી જવાય છે. સંજોગાનુસાર, ઉપદેશ ગ્રહણ કરનાર વર્ગની કક્ષા અનુસાર તથા બીજાં ઘણાં કારણે એક નાની પ્રધાનતા અને અન્ય નયની ગૌણતા કરી શકાય, અને કરવી હિતાવહ છે. પણ કોઈપણ એક જ નયને પકડી બીજા નયનો સર્વ રીતે ત્યાગ કરવાથી તત્ત્વનું યથાર્થ દર્શન કે ગ્રહણ ન થઈ શકે. અહીં સમજાવવામાં આવ્યું છે કે શબ્દાદિક નિશ્ચય નય તો દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકથી જ આરંભીને શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયારૂપી અધ્યાત્મભાવ હોય તેમ માને છે. પરંતુ નૈગમાદિ વ્યવહાર નય તો ઉપચારથી અવિરતિ સમ્યગ્ન-દૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે પણ અધ્યાત્મભાવ હોય એમ માને છે, કારણ કે શુદ્ધ દૃષ્ટિથી અશુદ્ધ જ્ઞાન-ક્રિયા કરનાર પણ જો કદાગ્રહરહિત હોય અને ધર્મપ્રિય હોય તો તેને અભ્યાસથી અધ્યાત્મભાવ પ્રાપ્ત થઈ શકે છે. અધ્યાત્મ માટે એ પાત્ર બની શકે છે. [૩૮] ચતુર્થેડપિ પુસ્થાને શુશ્રુષાદ દિયોરિતા अप्राप्तस्वर्णभूषाणां रजताभरणं यथा ॥१४॥ અનુવાદ ઃ ચોથા ગુણસ્થાનકે પણ ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી જ છે. જેને સુવર્ણનાં આભૂષણો ન મળ્યાં હોય તેને માટે ચાંદીનાં આભૂષણો પણ આભૂષણ જ છે.. વિશેષાર્થ : અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે દેવ-ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ, દાન, જિનપ્રતિમાની પૂજા, ધર્મશ્રવણની ઇચ્છા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ વગેરે પ્રકારની ક્રિયાઓ રહેલી છે. ત્યાં વિરતિ અથવા પ્રત્યાખ્યાનની વધુ શુદ્ધ અને ઉચ્ચ ક્રિયાઓ ન હોવા છતાં વ્યવહાર નયથી અધ્યાત્મભાવ સિદ્ધ થાય છે. એ માટે દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેમ કોઈ વ્યક્તિ પાસે સુવર્ણનાં આભૂષણો ન હોય તો પણ તેની પાસેનાં રૂપાનાં આભૂષણો પણ આભૂષણનું કામ આપે છે. આ રીતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેનું યથાર્થ સ્વરૂપ સમજવાની જરૂર છે. બંનેનો સમન્વય એ જ ઉત્તમ માર્ગ છે. એકાન્ત એક નયને પકડી બીજા નયનો છેદ ઉડાવી દેવામાં ગંભીર ભૂલ થવાનો સંભવ છે. કેટલાક એકાન્ત નિશ્ચયનયનો આશ્રય લઈ ચોથા ગુણસ્થાનકે રહેલા જીવોની જિનપ્રતિમાપૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓને અધર્મ તરીકે ઓળખાવે છે અને હેય તરીકે ગણાવે છે. તેમાં કેવી ભૂલ રહેલી છે તે વિશે ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં નિર્દેશ કર્યો છે. ૨૦. 2010_05 Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર [૩૯] પુનર્વશ્વવસ્થાપિ યા દિયે શમસંયુતા ! __ चित्रा दर्शनभेदेन धर्मविघ्नक्षयाय सा ॥१५॥ અનુવાદ : અપુનબંધકની પણ જે શમયુક્ત ક્રિયા હોય છે તે દર્શનભેદથી વિવિધ પ્રકારની જોવામાં આવે છે અને તે પણ ધર્મના વિગ્નનો ક્ષય કરનારી છે. ' વિશેષાર્થ : જે ફરીથી તીવ્ર અધ્યવસાયપૂર્વક પાપકર્મ ન બાંધે તેને અપુનબંધક કહેવામાં આવે છે. એવા જીવો સમ્યગૃષ્ટિ ન હોય તો પણ માર્ગાનુસારી હોઈ શકે છે. એવા જીવો શમયુક્ત જે ક્રિયાઓ કરે તે દર્શનભેદને લીધે અનેક પ્રકારની હોઈ શકે. આવી ક્રિયાઓ પણ ધર્મમાં વિઘ્ન કરનાર એવા રાગાદિકનો ક્ષય કરનારી હોઈ શકે છે. એટલે આવી ક્રિયાઓ પણ સમય જતાં અધ્યાત્મનું કારણ થાય છે. [४०] अशुद्धापि हि शुद्धायाः क्रिया हेतुः सदाशयात् । तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥१६॥ અનુવાદ : અશુદ્ધ ક્રિયા પણ સારા આશયથી શુદ્ધ ક્રિયાનો હેતુ થાય છે. તાંબુ પણ રસના અનુવેધથી સુવર્ણ બની જાય છે. વિશેષાર્થ : અપુનબંધક આત્માએ સમ્યગૂજ્ઞાન વિના કરેલી ક્રિયા અશુદ્ધ હોય, પરંતુ મોક્ષની 1ષાથી અને શુભ અધ્યવસાયથી જો તે ક્રિયા કરી હોય તો પરિણામે તે શુદ્ધ કરવાની પ્રાપ્તિનું કારણ બની શકે છે. એ માટે દષ્ટાન્ત આપવામાં આવે છે કે જેમ ‘ધાતવાદ’ નામના શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે તાંબાને પારાના રસના અનુવેધથી સિદ્ધ કરવામાં આવે તો તે સુવર્ણ બને છે. તે જ પ્રમાણે શુભ આશય અને અધ્યવસાયરૂપી રસથી સિંચિત થયેલી અશુદ્ધ ક્રિયા સમયાન્તરે શુદ્ધ ક્રિયાનો હેતુ થાય છે. [૪૧] મતો માઈપ્રવેશાય વ્રતં મિથ્યાશામપિ | द्रव्यसम्यक्त्वमारोप्य ददते धीरबुद्धयः ॥१७॥ અનુવાદ : એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે ધીર બુદ્ધિવાળાઓ મિથ્યાદષ્ટિવાળા જીવોને પણ દ્રવ્ય સમક્તિનું આરોપણ કરીને વ્રત (ચારિત્ર) આપે છે. વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિના શુદ્ધ આશયથી પ્રેરાઈને કરાતી ક્રિયા અશુદ્ધ હોય તો પણ તે અનુક્રમે શુદ્ધ બને છે. એ વાતને લક્ષમાં રાખીને ધીર બુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યા દષ્ટિવાળા જીવોને પણ દ્રવ્ય સમ્યક્તનું આરોપણ કરીને, અણુવ્રતો કે મહાવ્રતો લેવડાવીને, સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી રતત્રયના મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવે છે. કેટલાક જીવો મિથ્યાત્વી હોય છે, છતાં સમક્તિી જીવોની શુદ્ધ ક્રિયા નિહાળીને તેમના હૃદયમાં તે માટે રુચિ ઉત્પન્ન થાય છે. તેમનું મિથ્યાત્વ એટલું ગાઢ હોતું નથી. મુનિઓની દિનચર્યા જોઈને તે પ્રત્યે તેમનામાં અનુરાગ જન્મે છે. આવા જીવોને જોઈને ધીર બુદ્ધિવાળા સમર્થ મહાત્માઓને લાગે છે કે પોતે તેઓને રતત્રયના માર્ગમાં સારી રીતે પ્રવેશ કરાવી શકશે. એથી તેઓ તેમનામાં સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા જગાવવા માટે વ્રત ગ્રહણ કરાવે છે. યોગ્ય જીવ હોય 2010_05 Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તો તેને મહાવ્રતો ઉચરાવીને દીક્ષા પણ આપે છે. મિથ્યાત્વી જીવોને મહાવ્રત ઉચરાવી, દીક્ષા આપીને મુનિ કેમ બનાવી શકાય ? આવા પ્રશ્નોનું સમાધાન આ શ્લોકમાં જોવા મળે છે. તેવા જીવોનું મિથ્યાત્વ પ્રાયઃ મંદ હોય છે અને ગુરુ ભગવંત એવા જીવોની પાત્રતા નિહાળીને તેમને દીક્ષા આપે છે. શ્રી આર્યરક્ષિતસૂરિએ પોતાના મિથ્યાદષ્ટિ પિતા સોમદેવને આ રીતે દીક્ષા આપી હતી. એવાં બીજાં ઉદાહરણો પણ જોવા મળશે. [૪૨] યો વુધ્ધા મવનનુંëધી: સ્થાવ્રતપાતને । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ॥ १८ ॥ અનુવાદ : જે જીવ ભવ (સંસાર)ની નિર્ગુણતા સમજીને વ્રતપાલન માટે ધીર થાય તેને યોગ્ય જાણવો. ભાવ (પરિણામ)નો ભેદ દુર્લક્ષ્ય હોય છે. તેથી અહીં તે ઉપયોગી નથી. વિશેષાર્થ : કેટલાક જીવોને કુદરતી રીતે જ, પૂર્વના તેવા સંસ્કારોને લીધે અથવા સાધુ ભગવંતોનો ઉપદેશ સાંભળીને કે સંસારના વિપરીત અનુભવો જાતે અનુભવીને કે બીજા પાસેથી એ વિશે સાંભળીને સંસારની નિર્ગુણતા, અસારતા સમજાય છે. વળી આવા જીવો વ્રતના પાલનમાં દૃઢ હોય છે. જો તેઓની સંસારની અસારતા અને વ્રતપાલનની દૃઢતાની પ્રતીતિ થાય તો મહાત્માઓ તેઓને સ્કૂલ પ્રાણાતિપાતવિરમણ વગેરે પ્રકારનાં અણુવ્રતો ઉચ્ચરાવે છે તથા મહાવ્રતો ઉચ્ચરાવી દીક્ષા આપવાને યોગ્ય જાણે છે. કોઈકને એ પ્રશ્ન થાય કે એ જીવોના હ્રદયમાં વિરતિનો, ત્યાગ વૈરાગ્યનો, સંસારની અસારતાનો ભાવ સાચો છે કે નહિ અથવા તે સમકિતી છે કે નહિ તે જાણ્યા વિના દીક્ષા કેવી રીતે આપી શકાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે બીજાના હૃદયના ભાવોને, તેના ચિત્તના અધ્યવસાયોને અને તેના ગુણસ્થાનકને યોગ્ય પરિણામના ભેદોને સમજવાનું સરળ નથી. તેની કોઈ પાકી કસોટી કરવાનું સાધન ન પણ મળે. વળી પોતાની છદ્મસ્થતાને કારણે પણ એવી પાકી કસોટી કરવાનું સરળ નથી. એટલે દીક્ષા માટેની તેની યોગ્યતા કેટલી છે તેનો નિર્ણય, સંસારની અસારતા તેને કેટલી લાગે છે અને વ્રતના પાલન માટે તેનું ધૈર્ય કેટલું છે તે ઉપરથી કરી શકાય. [૪૩] નો ચેાવાડપરિજ્ઞાનાભિસિદ્ધિપરાતેઃ । दीक्षा दानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥१९॥ અનુવાદ : જો આ પ્રમાણે ન કરવામાં આવે તો, ભાવને ન જાણવાથી સિદ્ધિનો અને અસિદ્ધિનો નિરાસ થઈ જશે. પરંતુ એથી તો ભવ્ય જીવોને પણ દીક્ષા અપાશે નહિ અને તેથી માર્ગનો જ ઉચ્છેદ થઈ જશે. વિશેષાર્થ : જો આવો જ આગ્રહ રાખવામાં આવે કે જ્યાં સુધી જીવનાં અંતરંગ પરિણામો જાણવા મળે નહિ ત્યાં સુધી તેને દીક્ષા આપી શકાય નહિ, તો પછી અંતરંગ ભાવો કે પરિણતિને નિશ્ચિતપણે જાણવાનું શક્ય ન હોવાથી દીક્ષાને યોગ્ય એવા ભવ્ય જીવને પણ દીક્ષા આપી શકાશે નહિ. આમ સિદ્ધિ _2010_05 ૨૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર અને અસિદ્ધિ બંનેનો નિરાસ અર્થાત્ નાશ થઈ જતાં એટલે કે યોગ્ય પાત્ર કે અયોગ્ય પાત્ર એમ કોઈને પણ દીક્ષા આપવાનું શક્ય જ ન બને તો માર્ગનો જ ઉચ્છેદ થઈ જશે. મન, વચન અને કાયાના યોગોમાંથી બીજાના કાયાના અને વચનના યોગો નિહાળી શકાય છે. જો કે એ યોગોની પાછળ રહેલા મનના યોગો તો અત્યંત સૂક્ષ્મ છે અને નિરંતર ચાલ્યા કરે છે. બીજાના મનના ભાવો અને સૂક્ષ્મ અધ્યવસાયોની સાચી પરીક્ષા કરવાનું શક્ય નથી. મનના ભાવ જાણ્યા વગર દીક્ષા ન આપવાનું જો નક્કી કરવામાં આવે તો દીક્ષાને યોગ્ય એવી વ્યક્તિ પણ દીક્ષાથી વંચિત રહી જાય. એમ યોગ્ય કે અયોગ્ય એવી કોઈ વ્યક્તિને જો દીક્ષા ન અપાય તો મોક્ષમાર્ગ વિછિન્ન થઈ જાય. માટે આ બાબતનો વ્યવહાર દૃષ્ટિથી પણ વિચાર કરવો ઘટે. [૪૪] શબ્દાનગી સાયોન્નો વાદપિ . सिध्यनिसर्गजं मुक्त्वा तदप्याभ्यासिकं यतः ॥२०॥ અનુવાદ : અશુદ્ધનો અનાદર કરવામાં આવે અને અભ્યાસનો યોગ પ્રાપ્ત ન થાય તો નિસર્ગ-સમક્તિ સિવાય બીજાં દર્શનાદિ સિદ્ધ થશે નહિ, કારણ કે તે દર્શનાદિ અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ : જો અશુદ્ધ ક્રિયાનો અનાદર કે અસ્વીકાર કરવામાં આવે એટલે કે તેવી વ્યક્તિઓને વ્રત આપવામાં ન આવે તો પછી બાળજીવોનો ક્રિયાનો અભ્યાસ અસિદ્ધ થઈ જશે એટલે કે ખોટો ઠરશે, કારણ કે અભ્યાસકાળ દરમિયાન ક્રિયા તો અશુદ્ધ જ રહેવાની. પરંતુ સમ્યક્ત્વ તો કોઈક જીવોને નિસર્ગથી (પૂર્વ જન્મની તેવી આરાધનાથી) અને કોઈક જીવોને અધિગમથી એટલે કે ગુરુ પાસે અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ઉમાસ્વાતિ મહારાજે “તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે : સિધિમર્ વી. | એટલે જો અશુદ્ધ ક્રિયાનો અનાદર કરવામાં આવે તો નિસર્ગ સમક્તિ સિવાયનું અધિગમ સમક્તિ અસિદ્ધ થઈ જશે, કારણ કે અધિગમ સમ્યક્ત્વ તો ગુરુ પાસેના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે અને અભ્યાસકાળ દરમિયાન અશુદ્ધિ તો રહેવાની જ. માટે અશુદ્ધ ક્રિયાનો અનાદર કરી શકાય નહિ. [૪૫] સુદ્ધમાનુરાપાડાનાં વા તુ શુદ્ધતા ! गुणवत्परतन्त्राणां सा न क्वापि विहन्यते ॥२१॥ અનુવાદ : શઠતારહિત એવા તથા ગુણવાનને આધીન રહેલા એવા જીવોની શુદ્ધતા શુદ્ધ માર્ગના અનુરાગને કારણે ક્યારેય હણાતી નથી. વિશેષાર્થ : અહીં ગ્રંથકાર મહર્ષિ બતાવે છે કે એવાં કેટલાંક કારણો છે કે જેનાથી જીવની શુદ્ધતા હણાતી નથી. એ કારણો આ પ્રમાણે છે : (૧) જીવનો માર્ગ માટે તીવ્ર અનુરાગ, (૨) જીવમાં દંભ, કપટ, શઠતા વગેરેનો અભાવ અને (૩) જીવનું ગુણવાનને આધીન રહેવું. જો જીવ બહુશ્રુત ગુણવાન ગુરુની આજ્ઞાને અનુસરતો હોય તો ગુણવાન ગુરુ એવા જીવોમાં રહેલા ગુણોની વૃદ્ધિ થાય તે તરફ લક્ષ આપશે અને એનામાં કષાયાદિ જે દોષો કે અશુદ્ધિ હશે તો તે દૂર કરવા કે મંદ ૨૩ Jain Education Intemational 2010_05 Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પાડવા તેને ઉદ્યમશીલ બનાવશે. જો જીવ શકતારહિત, માયાચારરહિત હશે તો પોતાના દોષોનો તરત સ્વીકાર કરી લેશે. દોષોને તે છુપાવશે નહિ કે તેનો બચાવ કરશે નહિ. વળી જો તેનામાં શુદ્ધ માર્ગ માટે તીવ્ર અનુરાગ હશે એટલે કે પોતાની જાતને ઉત્તરોત્તર વધુ યોગ્ય કરવા માટે લગની હશે તો એથી એક બાજુ એનામાં રહેલી અશુદ્ધિ ઓછી થતી જશે અને બીજી બાજુ પોતાનામાં જે શુદ્ધિ હશે તે ઓછી નહિ થાય. અહીં કહેવામાં આવ્યું છે કે આવી શુદ્ધતા ક્યાંય પણ હણાતી નથી અને ક્યારેય પણ હણાતી નથી. એવી શુદ્ધતા ગુરુમાં હોય, શિષ્યમાં હોય કે દીક્ષાર્થીમાં હોય, તે જૈન દર્શનમાં હોય કે અન્ય દર્શનમાં હોય, પરંતુ તે હણાતી નથી. [૪૬] વિષયાત્માનુવંર્દિ ત્રિધા શુદ્ધ યથોત્તરમ્ | ब्रुवते कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥२२॥ અનુવાદઃ વિષય, આત્મા અને અનુબંધ એમ ત્રણ પ્રકારનાં કર્મ છે. તે એકએકથી ઉત્તરોત્તર શુદ્ધ છે. તેમાં મુક્તિ મેળવવાના આશયથી ઝંપાપાત વગેરે કરવો તે પ્રથમ વિષયશુદ્ધ કર્મ કહેવાય છે. | વિશેષાર્થ : અહીં ત્રણ પ્રકારનાં કર્મ એટલે કે કાર્ય અથવા ક્રિયા બતાવવામાં આવ્યાં છે. ગ્રંથકારે અહીં કર્મ શબ્દ અન્ય દર્શનોને લક્ષમાં રાખીને સામાન્ય લોકપ્રચલિત અર્થમાં પ્રયોજયો છે. કર્મ શબ્દ જૈન દર્શનમાં પારિભાષિક અર્થમાં વપરાયો છે. તે અર્થ અહીં લેવાનો નથી. ક્રિયા ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે. (૧) વિષયશુદ્ધ ક્રિયા, (૨) આત્મશુદ્ધ ક્રિયા અને (૩) અનુબંધ શુદ્ધ ક્રિયા. આ ત્રણે ક્રિયાઓ ઉત્તરોત્તર વધુ શુદ્ધ છે. વિષયશુદ્ધ ક્રિયા કરતાં આત્મશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ છે અને આત્મશુદ્ધ ક્રિયા કરતાં અનુબંધ શુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ છે. આ શ્લોકમાં અને તે પછીના શ્લોકમાં આ ત્રણે પ્રકારની ક્રિયાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આ ત્રણમાંથી પ્રથમ વિષયશુદ્ધ ક્રિયાનું ઉદાહરણ અહીં આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. કેટલાક માણસો પોતાના ધર્મની માન્યતા અનુસાર મોક્ષ મેળવવાની ઇચ્છાથી ગિરનારની ભૈરવ શિલા ઉપરથી પડતું મૂકી પોતાના જીવનનો અંત આણે છે. જૂના વખતમાં કેટલાક કાશીએ કરવત મુકાવતા હતા. કેટલાક જળસમાધિ લે છે. કેટલાક અગ્નિપ્રવેશ કરે છે. આવી દરેક ક્રિયામાં તેમનું લક્ષ્ય, પ્રયોજન કે ધ્યેય મુક્તિ મેળવવાનું છે. મુક્તિ મેળવવાનું પ્રયોજન પોતે અશુદ્ધ નથી. તે તો શુદ્ધ છે. મોક્ષ મેળવવો યોગ્ય નથી અથવા મોક્ષ મેળવવા જેવો નથી એમ નહિ કહેવાય. એટલે અહીં લક્ષ્યની એટલે કે વિષયની શુદ્ધિ છે. પણ ક્રિયાની એટલી શુદ્ધિ નથી. એટલે આવી ક્રિયાને વિષયશુદ્ધ ક્રિયા કહેવામાં આવે છે. [४७] अज्ञानिनां द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् । तृतीयं शांतवृत्त्या तत् तत्त्वसंवेदनानुगम् ॥२३॥ અનુવાદ : બીજી ક્રિયા લોકદષ્ટિએ યમનિયમાદિ પ્રકારની છે. તે અજ્ઞાનીઓને હોય છે. ત્રીજી ક્રિયા શાન્ત વૃત્તિ વડે તત્ત્વસંવેદનને અનુસરે છે. વિશેષાર્થ : બીજી ક્રિયા તે આત્મશુદ્ધિ ક્રિયા છે. અહીં “આત્મ અથવા “આત્મકર્મ' શબ્દ અન્ય - ૨૪ Jain Education Intemational 2010_05 Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકા૨ બીજો : અધ્યાત્મસ્વરૂપ અધિકાર દર્શનોને લક્ષમાં રાખી, વ્યવહાર દૃષ્ટિએ પ્રયોજ્યો છે. ‘આત્મ‘ શબ્દ પોતાની જાત માટે અથવા પોતાના સ્વરૂપ માટે અહીં વપરાયો છે. લોકષ્ટિએ પોતાની જાતને શુદ્ધ કરવા માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરેનો આશ્રય લેવામાં આવે છે. ક્યારેક દેહશુદ્ધિ માટે, આરોગ્ય કે ચિત્તસંયમ માટે તેનો ઉપયોગ થાય છે. અજ્ઞાનીઓ પણ યમનિયમના પ્રકારની ક્રિયા કરતા હોય છે. તો પણ વિષયશુદ્ધના પ્રકારની ક્રિયા કરતાં આ ક્રિયા વધુ શુદ્ધ છે, કારણ કે એમાં યમનિયમ ઉપયોગી અને શુદ્ધ છે અને ક્રિયાનું લક્ષ્ય પણ મુક્તિનું હોય છે. ત્રીજી ક્રિયા તે અનુબંધશુદ્ધ ક્રિયા છે. તે શાન્તવૃત્તિથી તત્ત્વસંવેદનને અનુસરે છે. આ ક્રિયામાં મોક્ષનું લક્ષ્ય તો છે જ, સાથે સાથે તેને અનુરૂપ ચિત્ત અને ઇન્દ્રિયોના સંયમ સાથે વિષય અને કષાયોની મંદતાથી પ્રાપ્ત થયેલી પ્રશાન્તવાહિતા પણ હોય છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘અષ્ટક પ્રકરણ'માં બતાવ્યું છે તેમ હેય તત્ત્વને હેય તરીકે જાણે અને ઉપાદેયને ઉપાદેય તરીકે જાણે એ પ્રકા૨ની તત્ત્વસંવેદના સર્વવિરતિધર સાધુઓને હોય છે. વળી આ ક્રિયાથી જે અનુબંધ થાય છે એટલે કે કર્મની જે પરંપરા થાય છે તે પણ શુદ્ધ હોય છે. આમ, અગાઉ દર્શાવ્યું તેમ વિષયશુદ્ધ ક્રિયા કરતાં આત્મશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ હોય છે અને આત્મશુદ્ધ ક્રિયા કરતાં અનુબંધશુદ્ધ ક્રિયા વધુ શુદ્ધ હોય છે. [૪૮] આદ્યાન્નાજ્ઞાનવાદુત્વામોક્ષવાધવાધનમ્ । सद्भावाशयलेशेनोचितं जन्म परे जगुः ॥२४॥ અનુવાદ : અજ્ઞાનની બહુલતાને કારણે પહેલી ક્રિયાથી મોક્ષનો બાધ કરનારનો બાધ થતો નથી. જો કે કેટલાક એમ કહે છે કે તેમાં સદ્ભાવવાળા આશયનો અંશ હોવાથી તે કરનારા તેને ઉચિત એવો જન્મ પામે છે. વિશેષાર્થ : ભૈરવપાત, અગ્નિપ્રવેશ, જળસમાધિ, કાશીક૨વત વગેરે પ્રકારની પહેલી વિષયશુદ્ધ ક્રિયામાં મોક્ષનું લક્ષ્ય છે, પરંતુ જીવનમાં નિષ્ફળતા, અતિશય ઉગ્ર વાસનાઓ, ભારે વિયોગનું દુઃખ, જીવલેણ વ્યાધિ, કૌટુમ્બિક કલેશ કે સંઘર્ષ વગેરે તેનાં પ્રેરકબળ હોઈ શકે છે. એટલે તે ક્રિયામાં બહુ અજ્ઞાન રહેલું છે. આ અજ્ઞાનને કારણે, જીવને મોક્ષ મળતાં અટકાવનારાં રાગદ્વેષાદિ, વિષય-કાષાયાદિ જે તત્ત્વો છે તેનો નાશ થતો નથી. એટલે આ ક્રિયાને અધ્યાત્મસ્વરૂપની ક્રિયા કહી શકાય નહિ. આમ છતાં આ ક્રિયા સર્વથા નિરર્થક છે એમ નહિ કહી શકાય. એના ગુણપક્ષે વિચારીએ તો મોક્ષનો આશય હોવા ઉપરાંત તેવા જીવોમાં સંસારની અસારતા, ત્યાગ, વૈરાગ્ય, દેહની મમતાનો અભાવ ઇત્યાદિ શુભ અંશો રહેલા છે. એવા શુભ અંશોથી તેવા જીવોને ભવાન્તરમાં મોક્ષને અનુકૂળ કે ઉચિત એવો જન્મ, એવાં કુળ-જાતિ વગેરે મળવાનો સંભવ રહે છે. [૪૯] દ્વિતીયાદોષજ્ઞાનિ: સ્થાòાવિન્મઙૂળપૂર્વાવત્ । आत्यंतिकी तृतीयात्तु गुरुलाघवचिंता ॥२५॥ અનુવાદ : બીજી ક્રિયાથી મંડૂકના ચૂર્ણની જેમ કંઈક દોષહાનિ થાય છે. ત્રીજીથી ગુરુલાઘવના ચિંતનની દૃષ્ટિએ દોષોની આત્યંતિક હાનિ થાય છે. 2010_05 ૨૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : બીજી આત્મશુદ્ધ ક્રિયાથી દેડકાના ચૂર્ણની જેમ રાગાદિ દોષની કંઈક હાનિ થાય છે. અહીં દેડકાના ચૂર્ણની ઉપમા આપવામાં આવી છે. ઉનાળામાં દેડકાઓ સુકાઈને માટીમાં માટી જેવા થઈને ભળી જાય છે, મૃત્યુ પામતા નથી. પરંતુ જેવો વરસાદ પડે કે તરત દેડકાઓ ચેતનવંતા થઈ જાય છે. એટલે આ પ્રકારની ક્રિયાથી તાત્કાલિક દોષહાનિ કદાચ દેખાય તો પણ નિમિત્ત મળતાં ઘણા દોષોની વૃદ્ધિ થાય છે. ત્રીજી અનુબંધશુદ્ધ ક્રિયામાં દોષોની આત્યંતિક હાનિ અથવા તેનો ક્ષય થાય છે, કારણ કે તેમાં ગુરુલાઘવનું ચિંતન હોય છે. ગુરુલાઘવનું ચિંતન એટલે ‘જે પ્રકારે ગુણની વૃદ્ધિરૂપ ગૌરવ થાય અને દોષની હાનિરૂપ લાઘવ થાય તે પ્રકારે હું ક્રિયા કરું.’– એવા વિચારે અનુષ્ઠાન કરવાથી દોષો ઉત્તરોત્તર નાશ પામતા જાય છે. શ્રી હરિભદ્રસૂરિ વગેરે આપણા શાસ્ત્રકારોએ ‘મંડૂકચૂર્ણ’ અને ‘મંડૂકભસ્મ’ની ઉપમા આપી છે. મંડૂકચૂર્ણમાંથી વરસાદ પડતાં પાછા ઘણા બધા દેડકાઓ ઉત્પન્ન થાય છે, પરંતુ મંડૂકભસ્મમાંથી વરસાદ પડતાં દેડકાઓ ઉત્પન્ન થતા નથી. આત્મશુદ્ધ ક્રિયા મંડૂકચૂર્ણ જેવી છે અને અનુબંધશુદ્ધ ક્રિયા મંડૂકભસ્મ જેવી છે. [૫૦] અપિ સ્વરૂપત: શુદ્ધા યિા તસ્માદ્વિશુદ્ધિમ્ । मौनीन्द्र व्यवहारेण मार्गबीजं दृढादरात् ॥२६॥ અનુવાદ : એટલા માટે સ્વરૂપથી શુદ્ધ એવી ક્રિયા પણ વિશુદ્ધિ કરનારી હોય છે. તેથી મુનીન્દ્ર (જિનેન્દ્ર) બતાવેલા વ્યવહાર વડે દૃઢ આદરને લીધે માર્ગબીજ (સમ્યક્ત્વ) પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ : જે ક્રિયા સ્વરૂપથી શુદ્ધ હોય તે ક્રિયા આત્માની વિશુદ્ધિ કરનારી હોય છે એટલે એ ક્રિયાને અધ્યાત્મસ્વરૂપની ક્રિયા તરીકે જ ગણવી જોઈએ. એટલા માટે જિનેશ્વર ભગવાને જે વ્યવહાર બતાવ્યો છે તે પ્રમાણે આદર અને બહુમાનપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે રત્નત્રયરૂપ માર્ગના બીજનો લાભ એટલે કે સમ્યક્ત્વનો લાભ કરાવનારી છે. [૫૧] પુર્વાસાવારસંધ્યેળ દ્રવ્યીક્ષાપ્રજ્ઞાવપિ वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम् ॥२७॥ અનુવાદ : ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષા લીધી હોય તો પણ, ઘણા જીવ વીર્યોલ્લાસની અનુક્રમે વૃદ્ધિ કરીને પરમ પદ (મોક્ષ) પામ્યા છે. વિશેષાર્થ : જે જીવોએ માત્ર દ્રવ્યદીક્ષા લીધી હોય, એટલે કે રજોહરણ વગેરે સાથે માત્ર સાધુવેશ ધારણ કર્યો હોય એવા જીવો જે ક્રિયા કરે તેમાં ઘણી અશુદ્ધિ રહેવાનો સંભવ રહે છે. તેમ છતાં એવા જીવો જો ગુરુની આજ્ઞાને આધીન રહે તો તેમના અંતઃકરણમાં વીર્યોલ્લાસની રુચિ પ્રવર્તે છે અને તેથી ઉત્તરોત્તર શુદ્ધિ થતી રહે છે અને એમ કરતાં કરતાં, આરંભમાં દ્રવ્યદીક્ષાવાળા જીવો પણ પછીથી સાધના કરીને પરમ પદ મોક્ષ પામ્યાનાં ઘણાં ઉદાહરણો છે. આમ ગુરુપારતંત્ર્ય, દ્રવ્યદીક્ષા અને વીર્યોલ્લાસ _2010_05 ૨૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર બીજો ઃ અધ્યાત્મસ્વરૂપ અધિકાર એ ત્રણ હોય તોપણ મોક્ષપ્રાપ્તિ શક્ય છે. તો પછી દ્રવ્યદીક્ષા સાથે ભાવદીક્ષા પણ હોય તો શું સંભવી શકે ? [૫૨] અધ્યાત્માભ્યાસાનેપ યિા ાવ્યેવસ્તિ દિ। शुभौघसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किंचन ॥२८॥ અનુવાદ : અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કાંઈક ક્રિયા રહેલી છે. વળી શુભ એવી ઓઘસંજ્ઞાને અનુસરતું કંઈક જ્ઞાન પણ રહેલું છે. વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરતો અજ્ઞાની જીવ અનેક પુદ્ગલ પરાવર્તન કરતો રહે છે. જે જીવોનો એક પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ જ્યારે બાકી રહે છે ત્યારે તે જીવ ધર્મની અભિલાષાવાળો થાય છે. તે આત્મચેતનાની સન્મુખ બને છે. સુદેવ, સુગુરુને વંદન કરવાં, દયા, દાન, વિનય, વૈયાવૃત્ય જેવી ક્રિયાઓ તેનામાં આવવા લાગે છે. તે જન્મ-મૃત્યુનું ચિંતન કરે છે. આ રીતે જ્યારે કોઈક જીવ અધ્યાત્મનો અભ્યાસ શરૂ કરે છે ત્યારે એના અરંભના કાળમાં પણ કોઈક શુદ્ધ ક્રિયા રહેલી હોય છે તથા શુભ ઓધસંજ્ઞાવાળું જ્ઞાન રહેલું હોય છે. વસ્તુતત્ત્વનું સામાન્ય જ્ઞાન તે ઓધજ્ઞાન કહેવાય છે. વસ્તુતત્ત્વનું વિપર્યાસ વિનાનું જ્ઞાન તે શુભજ્ઞાન કહેવાય છે. [૫૩] વં જ્ઞાનક્રિયારૂપમધ્યાત્મ વ્યવતિતે । एतत्प्रवर्धमानं स्यान्निर्दम्भाचारशालिनाम् ॥२९॥ અનુવાદ : આ રીતે જ્ઞાન અને ક્રિયા એ બંને રૂપે અધ્યાત્મ રહેલું છે. આ અધ્યાત્મ નિર્દભ આચાર વડે શોભતા મનુષ્યોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. વિશેષાર્થ : આમ, જ્ઞાન અને ક્રિયા એ બંને રૂપે અધ્યાત્મ રહેલું છે, એટલે કે અધ્યાત્મ જ્ઞાનક્રિયારૂપ છે. આ પ્રકારનું અધ્યાત્મ અપુનર્બંધક જીવોમાં પણ હોઈ શકે છે. અલબત્ત, જેઓના આચારમાં દંભ કે માયાકપટ નથી તેવા જીવોમાં એ અધ્યાત્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. અધ્યાત્મવિદ્યા આવી ઉજ્જવળ છે. _2010_05 इति अध्यात्मस्वरूपाधिकारः । અધ્યાત્મસ્વરૂપ અધિકાર સંપૂર્ણ. ૨૭ For Private Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો અધિકાર ત્રીજો * દંભત્યાગ અધિકાર * [૫૪] ટ્રંમો મુત્તિનતાહ્લિમો રાહુ: યિાવિઘ્ન । दौर्भाग्यकारणं दंभो दंभोऽध्यात्मसुखार्गला ॥१॥ અનુવાદ : દંભ મુક્તિરૂપી લતાને માટે અગ્નિ છે; દંભ ક્રિયારૂપી વિધુ (ચંદ્ર) માટે રાહુ સમાન છે; દંભ દુર્ભાગ્યનું કારણ છે; દંભ અધ્યાત્મસુખની અર્ગલા (ભૂંગળ, ભોગળ) સમાન છે. વિશેષાર્થ : અધ્યાત્મમાર્ગમાં દંભ કેટલો અંતરાયરૂપ છે તે સચોટ રીતે દર્શાવવા માટે ગ્રંથકારે આ શ્લોકમાં કેટલાંક સુંદર રૂપકો પ્રયોજ્યાં છે. દંભ મુક્તિરૂપી લતાને બાળી નાખનાર અગ્નિ જેવો છે. દંભ ધર્મક્રિયા રૂપી ચંદ્રને ગળી જનાર રાહુ સમાન છે. દંભથી દુર્ભાગ્ય આવે છે અને માણસ દુ:ખી થઈ જાય છે. જૂના વખતમાં બારણું બંધ કરવા અર્ગલા એટલે કે ભોગળ વપરાતી. દરવાજો અંદરથી બંધ કર્યા પછી સમાસામે બે ય બાજુ દીવાલમાં કરેલા નાના બાકોરામાં આડું લાકડું ભરાવાતું. એને અર્ગલા અથવા ભોગળ કહે છે. એથી દરવાજો મજબૂત રીતે બંધ રહે છે. દંભ આવી અર્ગલા છે. એ અધ્યાત્મસુખને આત્મારૂપી ઘરમાં આવવા દેતી નથી. દંભ એટલે કપટ; દંભ એટલે માયાચાર. મનમાં કંઈક હોય અને જીભે કંઈક જુદું હોય. માણસ મુખે પ્રશંસા કરે અને મનમાં ભારોભાર નિંદા હોય, ઈર્ષા હોય, દ્વેષ હોય. દંભમાં અસત્યનો આશ્રય લેવાય છે. માણસ ઉપદેશ એક પ્રકારનો આપે અને એના પોતાના અંગત જીવનમાં એથી વિપરીત વર્તન હોય. માણસ પોતાની ત્રુટિઓને, નબળાઈઓને સંતાડે અને ડાહી ડાહી વાત કરે. એટલે દંભી માણસનો કોઈ તરત વિશ્વાસ કરતું નથી. દંભી માણસ પોતાનો સ્વાર્થ છુપાવવા જૂઠું બોલે અને પકડાઈ જાય ત્યારે કંઈક ખોટું બહાનું કાઢે અથવા બીજાના ઉપર ખોટું દોષારોપણ કરે. મન, વચન અને ક્રિયા એ ત્રણેમાં સંગતિ એટલે કે એકરૂપતા આવે ત્યારે દંભ જાય. દંભ જાય તો સરળતા આવે. દંભ જાય તો જીવન પારદર્શક બને. દંભ જાય તો અંગત જીવન અને જાહેર જીવન વચ્ચેનો ભેદ ટળી જાય. દંભ જાય તો સમતા આવે, સત્યપ્રિયતા આવે, ન્યાયબુદ્ધિ આવે, તત્ત્વવિચારમાં આનંદ આવે અને ઉચ્ચ મૂલ્યોમાં, મોક્ષમાર્ગમાં શ્રદ્ધા પ્રગટે. ગ્રંથકારશ્રીએ ‘દંભત્યાગ' નામના આ અધિકારમાં પહેલા અને બીજા શ્લોકના પ્રત્યેક ચરણમાં, એમ ‘દંભ’ શબ્દ આઠવાર પ્રયોજી, દંભની દુષ્ટતા ઉપર ઘણો ભાર મૂક્યો છે. અધ્યાત્મમાર્ગમાં જેમણે ગતિ કરવી છે તેમણે સૌ પ્રથમ જીવનમાંથી દંભને તિલાંજલિ આપવાનો ભારે પુરુષાર્થ કરવો પડશે. 2010_05 ૨૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર [૫૫] સંમો જ્ઞાનાદ્રિવંમોનિમ: માનજો વિઃ | व्यसनानां सुहृद् दंभो दंभश्चौरो व्रतश्रियः ॥२॥ અનુવાદ : દંભ જ્ઞાનરૂપી પર્વતને માટે વજ (દંભોલિ) સમાન છે; દંભ કામરૂપી અગ્નિને માટે હવિ (ઘી) સમાન છે; દંભ વ્યસનોનો મિત્ર છે અને દંભ વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે. વિશેષાર્થ : પર્વતને તોડવો એ સહેલી વાત નથી. પર્વતને માટે “અચલ' શબ્દ વપરાય છે. પરંતુ વજમાં પર્વતને તોડવાની તાકાત હોય છે. જ્ઞાનમાં પર્વત જેવી દઢતા હોય છે. પરંતુ દંભ આવે ત્યાં જ્ઞાન પણ શિથિલ, ક્ષીણ થઈ જાય. કામવાસનાને અગ્નિનું રૂપક આપવામાં આવે છે, કારણ કે તે જલદી શાંત થતી નથી. અગ્નિને શાંત કરવા માટે જલની ધાર જોઈએ. પરંતુ તેને બદલે જો અગ્નિમાં ઘી હોમવામાં આવે તો અગ્નિ વધુ પ્રજવલિત થાય છે. તેવી રીતે દંભ એટલે માયાચારથી કામવાસના શાન્ત થતી નથી પણ વધુ તીવ્ર અને ઉગ્ર બને છે. વ્યસન એટલે દુઃખો, કષ્ટો. દંભ વ્યસનો સાથે મૈત્રી બાંધી લે છે. જ્યાં દંભ છે ત્યાં દુઃખો એકઠાં થયા વગર રહેતાં નથી. વ્રતની આરાધના આત્મા માટે લક્ષ્મી બરાબર છે. પણ લક્ષ્મી ઉપર ઘણાંની નજર રહે છે. ચોરો પણ બીજી વસ્તુઓ છોડીને લક્ષ્મીનું હરણ કરી જાય છે. વ્રતધારી વ્યક્તિના જીવનમાં જો દંભ આવે તો એની વ્રતરૂપી લક્ષ્મી ચલિત થઈ જાય છે. આમ, દંભી માણસના જીવનમાં સદ્વિચારરૂપે કે તત્ત્વ-વિચારરૂપે જે જ્ઞાન રહેલું હોય તે નાશ પામે છે. તેનામાં કામવિકારોની વૃદ્ધિ થાય છે, વ્રતોની આરાધનામાંથી તેનો રસ ઊડી જાય છે અને સમય જતાં તે ઘણાં દુઃખો અને સંકટોથી ઘોરાઈ જાય છે. એટલા માટે દંભને જીવનમાંથી તિલાંજલિ આપવાનો પુરુષાર્થ કરવો જોઈએ. [૫૬] સંમેન વ્રતમાચ્છાય યો વાચ્છતિ પર પમ્ | लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥३॥ અનુવાદ : દંપૂર્વક વ્રત ગ્રહણ કરીને જે પરમ પદ(મોક્ષ)ને પામવાની ઇચ્છા કરે છે તે લોઢાની નાવમાં બેસી સમુદ્રનો પાર પામવાની ઇચ્છા કરે છે. વિશેષાર્થ : કેટલાક લોકો પોતાના દોષોને ઢાંકવા માટે વ્રત ધારણ કરે છે અથવા વ્રત ધારણ કરીને વ્રતમય જીવનમાં દંભનું પોષણ કરે છે. વ્રતધારી શ્રાવકમાં કે સાધુપણામાં માયાચાર ન થઈ જાય એવું નથી. મોક્ષાભિલાષથી માણસ દીક્ષા અંગીકાર કરે, પણ પછી દંભને કારણે તેની મોક્ષલક્ષી આરાધના ખંડિત થઈ જાય છે. કેટલાક મુનિઓ લૌકિક પ્રલોભનોમાં પડીને પોતાના વ્રતને દૂષણ લગાડે છે. કેટલાકનો આરંભથી આશય જ ઉદરભરણનો હોય છે. તે માટે જ તેઓ વ્રત ધારણ કરે છે. પરંતુ આવી વ્યક્તિઓ પરમ પદને પામી શકતી નથી. લોઢાની નાવમાં બેસીને માણસ સમુદ્રના બીજા કિનારે જવા ઇચ્છે તો જઈ ન શકે. લોઢાની નાવ તો તરત ડૂબી જાય અને બેસનારને ડુબાડે. તેવી રીતે આવા દંભી વધારીઓ નીકળે છે ભવસમુદ્ર તરી જવા, પરંતુ તેને બદલે તેઓ ભવસમુદ્રમાં જ ડૂબી જાય છે અને બીજાને પણ ડુબાડે છે. ર ૯ Jain Education Interational 2010_05 Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૫૭] લિ વ્રજેન તપોfમ સંન્ન નિરાઃ | किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥४॥ અનુવાદ : દંભનો જો ત્યાગ કર્યો ન હોય તો વ્રત વડે અથવા તપશ્ચર્યા વડે શું મળે? જો દૃષ્ટિની અંધતા ન ગઈ હોય તો અરીસો (આદર્શ) અથવા દીપક શાં કામનો ? વિશેષાર્થ : માણસ દીક્ષા અંગીકાર કરે અથવા બીજાં કેટલાંક વ્રત ધારણ કરે અથવા વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, પરંતુ એના હૃદયમાંથી જો દંભ ન નીકળ્યો હોય એટલે કે એનામાં હદયની સરળતા અને નિર્મળતા ન હોય તો તેવાં વ્રતો કે તેવી તપશ્ચર્યા બહુ ફળ ન આપી શકે. દંભ હોય ત્યાં ધ્યેયની વિશુદ્ધિ ન રહે અને તદનુસાર આચરણની વિશુદ્ધિ ન આવે. એટલે તે ઈષ્ટ ફળ ન આપી શકે. જેમ અંધ માણસ આગળ અરીસો ધરવામાં આવે તો પણ તે તેમાં પોતાનું મુખ જોઈ શકતો નથી, અથવા કોઈ ઓરડામાં અંધારું હોય અને દીવો ધરવામાં આવે તો પણ અંધ માણસ ત્યાં કશું જોઈ શકતો નથી. એટલે કે અરીસો અને દીપક એ બંને દ્વારા તેને કશું ફળ મળતું નથી. તેવી રીતે માયાકપટ કરનાર માણસને પણ કશું જ તાત્ત્વિક ફળ મળતું નથી. [૫૮] શત્નો ચરાવ્યા-fમક્ષ બ્રહ્મવ્રતાલિમ્ | दंभेन दूष्यते सर्वं त्रासेनेव महामणिः ॥५॥ અનુવાદ : કેશનો લોચ, પૃથ્વી ઉપર શયન, ભિક્ષા અને બ્રહ્મચર્યાદિક વ્રતો દંભને કારણે દૂષિત થાય છે, જેમ મહામણિમાં ત્રાંસ હોય તેમ. વિશેષાર્થ : જે માણસ દીક્ષા ગ્રહણ કરે એને કેશલોચ કરવો પડે, ભૂમિ ઉપર સંથારો કરવો પડે, ભિક્ષા લેવા નીકળવું પડે, બ્રહ્મચર્ય વ્રત અને બીજાં વ્રતોનું પાલન કરવું પડે. મુનિ જીવનનાં આ બધાં લક્ષણો છે. આ બધાં કષ્ટો સ્વેચ્છાએ, ઉચ્ચતમ ધ્યેયપૂર્વક મુનિઓએ સ્વીકારેલાં હોય છે. પરંતુ એવા મુનિજીવનમાં દંભનું, માયાચારનું કે કપટભાવનું સેવન થવા લાગે અને તેની લોકોને જાણ થાય તો લોકોનો તેવા મુનિમાંથી વિશ્વાસ ઊઠી જાય. લોકો તેના વ્રતપાલન વિશે પણ શંકા કરવા લાગે. અહિંસાદિ પંચ મહાવ્રતોનું પાલન મહામણિ જેવું છે. કદ અને આકારની દૃષ્ટિએ મૂલ્યવાન મણિ હોય પરંતુ એવા મણિમાં ત્રાંસ હોય, એટલે કે છાંટ, ડાઘો, કાકપદ, જીરમ, ડૂચું ઇત્યાદિ પ્રકારની એબ હોય તો તે મણિની કિંમત ઘટી જાય છે. તેવી રીતે દંભયુક્ત મુનિજીવનનું ગૌરવ ઘટી જાય છે. [૫૯] સુi રસનાપલ્ય સુત્ય પ્રેમૂષણમ્ | सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभसेवनम् ॥६॥ અનુવાદઃ રસની લંપટતા સહેલાઈથી ત્યજી શકાય છે; દેહનાં આભૂષણો સહેલાઈથી ત્યજી શકાય છે; કામભોગો સહેલાઈથી ત્યજી શકાય છે; પરંતુ દંભનું સેવન સહેલાઈથી ત્યજી શકાય તેવું નથી. ૩૦ Jain Education Intemational 2010_05 Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર | વિશેષાર્થ : રસની લંપટતા સહેલાઈથી છોડી શકાય છે. સ્વાદિષ્ટ ભોજનો, મરીમસાલાવાળી વાનગીઓ, દૂધ, ઘીની મીઠાઈઓ વગેરે ભાવતા ખાદ્યપદાર્થો છોડી દેવાનું અઘરું નથી. સ્નાન, વિલેપન, વસ્ત્ર, આભૂષણ વગેરેનો શોખ પણ છોડવો અઘરો નથી. સંગીત, નૃત્ય-નાટક, ઇન્દ્રિયોના વિવિધ વિષયો, કામભોગના વિલાસો વગેરે પણ દઢ મનોબળથી છોડી શકાય છે. પરંતુ પોતાના દોષો બીજા આગળ છતા ન થઈ જાય, પોતાની સ્વાર્થી વૃત્તિઓ બીજા જાણી ન જાય, પોતાના મનમાં ચાલતા મલિન વિચારોની બીજાને ખબર ન પડી જાય, પોતાની ગુપ્ત પ્રવૃત્તિઓ કોઈ જોઈ ન જાય ઇત્યાદિ પ્રકારના માયાકપટનો ત્યાગ કરવો એ ઘણી જ કઠિન વાત છે. [૬] સ્વોપનિનવો નો વપૂન થાત્ નીરવં તથા इयतैव कदर्थ्यन्ते दंभेन बत बालिशाः ॥७॥ અનુવાદ : સ્વદોષ છુપાવનાર (નિતવ) પોતાની લોકોમાં પૂજા થશે તથા ગૌરવ થશે એમ માને છે. એટલા ખાતર બાલિશ માણસો ખરેખર તો દંભ કરીને કદર્થના પામે છે. વિશેષાર્થ : નિદ્ધવ એટલે મનની વાત છુપાવનાર. કેટલાક મુનિઓને લોકોમાં પોતાનો પૂજા-સત્કાર થાય, લોકોમાં પોતાનું ગૌરવ વધે, પોતાની પ્રતિષ્ઠા જામે, પોતાનો અનુયાયી-વર્ગ મોટો થાય, પોતાની વાહવાહ બોલાય એવી એષણા રહે છે. લોકેષણા ઉપર વિજય મેળવવો એ ઘણી અઘરી વાત છે. એક વખત પોતાનાં પૂજા-ગૌરવ વધ્યાં હોય ત્યારે પોતાના દોષોની વાત બહાર ન પડી જાય એ માટે તેઓ બહુ સચિત રહે છે ને એને બુદ્ધિપૂર્વક ઢાંકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આવા લોકોને ઉપાધ્યાયજી મહારાજ આ શ્લોકમાં “બાલિશ' તરીકે ઓળખાવે છે, કારણ કે તેમનો દંભ ઉઘાડો પડી જતાં તેમની કેટલી કદર્થના થશે, કેટલી વિડંબના કે માનહાનિ થશે તેની તે બિચારાઓને કશી જ ખબર નથી. પોતાનો દંભાચાર ખુલ્લો પડી જતાં મોટા કહેવાતા મુનિઓ કે સાધુબાવાઓ કે ફકિરઓલિયાઓ પણ સમાજમાંથી ફેંકાઈ ગયાના દાખલા ક્યાં જોવા નથી મળતા?, [૬૧] મસતીનાં યથા શીનમશીનવ વૃદ્ધ | दंभेनाव्रतवृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ॥८॥ અનુવાદ : અસતી (કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલની વૃદ્ધિ માટે થાય છે, તેવી જ રીતે માત્ર વેષધારી સાધુનું વ્રત પણ દંભને લીધે અવ્રતની વૃદ્ધિ માટે જ થાય છે. વિશેષાર્થ : જે સતી ન હોય તે અસતી. અસતી એટલે દુરાચારી, વ્યભિચારિણી સ્ત્રી. સ્ત્રી દંભ કરતી હોય, એના દુરાચારની હજુ લોકોને ખબર ન પડી હોય, પોતે પણ એમ માનતી હોય કે કોઈને શી ખબર પડવાની છે ? તો તેવી સ્ત્રી દુરાચારનું વધુ અને વધુ સેવન કરવા તરફ વળે છે. તેવી જ રીતે માત્ર વેષધારી સાધુ હોય, વ્રતોનું બરાબર પાલન ન કરતા હોય, પાપાચરણનું સેવન કરતા હોય અને છતાં લોકો ખબર ન હોવાને લીધે તેમને પૂજનીય ગણતા હોય અને પોતે પણ એવા ભ્રમમાં હોય છે ત્યારે તેઓ અવ્રતનું, વ્રતખંડનનું, પાપાચરણનું વધુ અને વધુ સેવન કરે છે. ૩૧ Jain Education Interational 2010_05 Page #77 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૨] નાનાના પિ ચંમી રિક્ત વાન્નિશT: નન: . तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥९॥ અનુવાદ : મૂર્ખ માણસો દંભના પરિણામને જાણવા છતાં તેના ઉપર વિશ્વાસ ધારણ કરીને પગલે પગલે અલના પામે છે. વિશેષાર્થ : કેટલાક બાલિશ માણસોના મનમાં એટલી જડતા હોય છે કે પોતાના દંભનાં અને બીજાઓના દંભનાં માઠાં પરિણામ તેઓએ જોયાં હોવા છતાં દંભ ઉપરનો તેમનો વિશ્વાસ એવો ને એવો રહ્યા કરે છે. દંભ માટે તેઓ અભિમાન ધરાવે છે. દંભથી તાત્કાલિક કેટલોક લાભ, થોડું સુખ કે થોડીક અનુકૂળતાઓ કે પૂજા-સત્કારાદિ અનુભવવા મળે છે. એટલે તેઓનું દંભ માટેનું આકર્ષણ રહ્યા કરે છે. પોતાનો દંભ કે માયાચાર ખુલ્લો પડી ગયો હોવા છતાં અને એથી પોતાની અવહેલના કે વિડંબના થઈ હોવા છતાં દંભથી પોતાને લાભ તો થાય જ છે એવો વિશ્વાસ ધરાવીને ફરીથી તેઓ દંભાચાર કરતા રહે છે. પરંતુ આવા લોકો ખરેખર અજ્ઞાની છે અને પોતાના આત્માને જ હાનિ પહોંચાડે છે. [૬૩] મો મોદી હિબ્ધ રીક્ષાં માવતીful ____दंभेन यद्विलुंपन्ति कज्जलेनेव रूपकम् ॥१०॥ અનુવાદ : અહો ! મોહનું કેવું માહાભ્ય છે ! પોતાને પ્રાપ્ત થયેલી ભાગવતી દીક્ષાને તેઓ દંભથી નષ્ટ કરી નાખે છે, જેવી રીતે કોઈ કાજળ વડે ચિત્રને બગાડી નાખે તેમ. વિશેષાર્થ : મોહનીય કર્મનો પ્રભાવ ઘણો પ્રબળ હોય છે. ભલભલા માણસોને તે ભગાડી દે છે. ભાગવતી દીક્ષા એટલે શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશેલી પ્રવ્રજ્યા. દીક્ષાનો આવો રૂડો અવસર પોતાને મળ્યો હોવા છતાં કેટલાક અજ્ઞાની દંભી મુનિઓ પોતાના માયાવીપણાથી એવી દીક્ષાનો લોપ કરી નાખે છે. અહીં દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે જેમ કોઈ સુંદર રૂપક એટલે કે ચિત્ર હોય અને તેના ઉપર પોતે જ કાજળનો કૂચડો ફેરવે તો તેની શી દશા થાય ? તેવી રીતે પોતાને મળેલી આવી ઉત્તમ દીક્ષાની દંભી મુનિઓ વિડંબના કરે છે. તેઓ પોતાનાં વ્રતોને દૂષિત કરી નાખે છે અને પોતાના પવિત્ર દીક્ષિત જીવનને નિરર્થક વેડફી નાખે છે. [૬૪] મને દિમ તન રોનો વને વર્કિને નિશા | ग्रंथे मौयं कलिः सौख्ये धर्मे दंभ उपप्लवः ॥११॥ અનુવાદ : કમળ ઉપર હિમ, શરીરમાં રોગો, વનની અંદર આગ, દિવસે રાત્રિ, ગ્રંથ વિશે મૂર્ખતા અને સુખમાં કલહ જેમ ઉપદ્રવરૂપ છે તેમ ધર્મમાં દંભ ઉપદ્રવરૂપ છે. વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે ધર્મના ક્ષેત્રે દંભની ઉપદ્રવરૂપ જેવી સ્થિતિ છે તેવી સ્થિતિની સરખામણી કરવા માટે, કેટલાંક સચોટ દષ્ટાન્તો આપ્યાં છે. કમળ કોમળ છે, પરંતુ એના ઉપર હિમ પડે તો કમળ કરમાઈ જાય છે. શરીર બહારથી સુંદર હોય પણ એમાં ભયંકર વ્યાધિઓ ૩૨ Jain Education Interational 2010_05 Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર ઉત્પન્ન થાય તો તે જીવલેણ વ્યાધિઓ જીવ લીધા વગર રહે નહિ. વનની અંદર આગ લાગે તો તેને જલદી ઓલવી શકાતી નથી. તે વનનો ઘણો નાશ કરી નાખે છે. દિવસે સૂર્યગ્રહણને કારણે અથવા ઘોર ત્રિ જેવો અંધકાર ફેલાય તો તે અમંગળ ગણાય છે. કોઈક આપત્તિની એંધાણીરૂપ તે મનાય છે. ગ્રંથનું પઠન કોઈ મૂર્ખ માણસના હાથમાં આવે તો તે અર્થનો અનર્થ કરી નાંખે. સુખના દિવસો હોય, પરંતુ કુટુંબમાં જો કલહ ચાલુ થાય તો સુખ જતું રહે છે. એવી રીતે બીજા વિષયો કે ક્ષેત્રો કરતાં ધર્મના ક્ષેત્રે દંભ ઘણો અનર્થકારી છે. [૬૫] ગત વ ર ય થતું મૂક્નોત્તરમુNTIનનમ્ | युक्ता सुश्राद्धता तस्य न तु दंभेन जीवनम् ॥१२॥ અનુવાદ : એટલા માટે જ જેઓ (સાધુઓ) મૂળ ગુણ તથા ઉત્તર ગુણને ધારણ કરવા સમર્થ ન હોય તેઓએ સારા શ્રાવક થવું યોગ્ય છે, દંભ વડે તેમનું (સાધુ તરીકે) જીવવું યોગ્ય નથી. ' વિશેષાર્થ : અહીં ગ્રંથકારશ્રીએ ખાસ કરીને સાધુઓ માટે જ શિખામણ આપી છે. જે સાધુઓ ચરણસિત્તરીરૂપ મૂળ ગુણ અને કરણસિત્તરરૂપ ઉત્તર ગુણને ધારણ કરવા માટે સમર્થ ન હોય એટલે કે તેમનાથી ચારિત્રનું ચુસ્ત પાલન ન થતું હોય, અને બીજાને ખબર પડે અથવા ન પડે એવી રીતે ચારિત્રપાલનમાં ઘણી છૂટ લેવી પડતી હોય અથવા લેવાઈ જતી હોય તો તેવા સાધુઓએ દંભ ચાલુ રાખવા કરતાં સારા શ્રાવક થવાનું પસંદ કરી લેવું જોઈએ કે જેથી શ્રાવકના દેશવિરતિવ્રતમાં દોષ આવે નહિ. સાધુ થઈને દંભપૂર્વક જીવવું તેમને માટે યોગ્ય નથી. સમ્યક્ત્વ સહિત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોની ગણના મૂળ ગુણમાં થાય છે. ચરણસિત્તરી એટલે ચારિત્રના સિત્તેર ભેદોમાં મૂળ ગુણનો સમાવેશ થઈ જાય છે. આ પાંચ મહાવ્રતના પાલન અર્થે સમિતિ, ગુપ્તિ (શ્રાવકો માટે ગુણવ્રત અને શિક્ષાવ્રત) વગેરેની ઉત્તર ગુણમાં ગણના થાય છે. કરણસિત્તરી એટલે કરણના સિત્તેર ભેદોમાં ઉત્તર ગુણનો સમાવેશ થઈ જાય છે. સાધુઓએ પોતાના મૂળ ગુણ અને ઉત્તર ગુણના પરિપાલનમાં ચુસ્ત રહેવું જોઈએ. [૬૬] પરિતું જ યો નિરામથર્ના દેદરાવાન . संविग्नपाक्षिकः स स्यानिर्दभः साधुसेवकः ॥१३॥ અનુવાદ : જેઓ વ્રત ઉપરના દઢ અનુરાગને કારણે મુનિ લિંગ(વેષ)નો ત્યાગ કરવા સમર્થ ન હોય તેઓએ દંભનો ત્યાગ કરી, સંવિજ્ઞપાક્ષિક’ થઈ સાધુની સેવામાં લાગી જવું જોઈએ. વિશેષાર્થ : કેટલાક મુનિઓને મુનિપણા માટે, જિનશાસન માટે અત્યંત દઢ અનુરાગ હોય છે. પોતે પચ્ચખાણપૂર્વક મુનિનો વેષ ધારણ કરે છે. પોતાનાથી સંપૂર્ણપણે ચારિત્રપાલન ન થતું હોય તો પણ ને દીક્ષા છોડવાનું મન થતું નથી, કારણ કે એથી શાસનની અવહેલના થવાનો સંભવ છે. આવી સ્થિતિમાં તેઓએ ગુરુભગવંત કે અન્ય વડીલ ગીતાર્થ સાધુઓ પાસે જઈને પોતાનો વૃત્તાન્ત દંભરહિત Jain Education Interational 2010_05 ૩૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર થઈને જણાવવો જોઈએ અને સંવિજ્ઞપાક્ષિક થઈને એટલે કે સંવેગીનો પક્ષ લઈને સાધુસેવામાં તત્પર થઈ જવું જોઈએ. આવી રીતે તેમના જીવનમાંથી દંભ તો નીકળી જવો જોઈએ. [E७] निर्दभस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः । निर्जरां यतना दत्ते स्वल्पापि गुणरागिणः ॥१४॥ અનુવાદ : મંદ ક્રિયાવાન હોય છતાં નિર્દભ હોય, શુદ્ધ અર્થ કહેનાર હોય અને ગુણાનુરાગી હોય તો એવા મુનિની થોડી પણ યતના નિર્જરા આપે છે. વિશેષાર્થ : કોઈ કોઈ મુનિ અવસન્ન થઈ જતા હોય છે. અવસગ્ન એટલે અવસાદ પામેલા. અવસાદ એટલે થાક, ગ્લાનિ, હાર. કેટલાક મુનિઓ ક્રિયામાં શિથિલ થઈ ગયા હોય છે. ઉંમર, વ્યાધિ વગેરેને લીધે તેમના શરીરની તેવી સ્થિતિ થઈ ગઈ હોય છે. પરંતુ તેવા મુનિઓ જો નિર્દભ થઈ જાય, પોતાની મર્યાદાઓનો, ત્રુટિઓનો સ્વીકાર કરી લે, વળી શાસ્ત્રના અર્થ શુદ્ધ કહે (નહિ કે પોતાની નબળી સ્થિતિનું સમર્થન કરવા માટે શાસ્ત્રના અર્થને મચડીને કહે) તથા પોતાના કરતાં ચારિત્રપાલનમાં ચડિયાતા અન્ય મુનિઓ હોય તો તેઓના ગુણોના પોતે અનુરાગી રહે તો એવા નિર્દભ અને મંદ ક્રિયાવાળા મુનિઓ થોડી યતના (જયણા) વડે પણ કર્મની સારી નિર્જરા કરી શકે છે. [૬૮] વ્રતધારાસહત્વે રે વિનતોડધ્યાત્મનઃ કુરમ્ | दंभाद्यतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ॥१५॥ અનુવાદ ઃ જેઓ પોતે વ્રતનો ભાર સહન કરી શકે એમ નથી, એવું પ્રગટપણે જાણે છે અને છતાં દંભથી પોતાનું “યતિપણું ઓળખાવે છે તેઓનું તો નામ લેવું એ પણ પાપ છે. વિશેષાર્થ : કેટલાક મુનિઓ વ્રતનો ભાર સહન કરવાને સમર્થ હોતા નથી. પાંચ મહાવ્રતોનું નવ કોટિએ નિરતિચાર પાલન કરવું એ અત્યંત કઠિન છે. પરંતુ દંભી મુનિઓ પોતે સારી રીતે જાણે છે કે પોતાનાથી વ્રતો સરખી રીતે પળાતાં નથી. તેમ છતાં તેઓ પોતાને બહુ સારા મુનિ તરીકે ઓળખાવે છે. પોતે કેવી સરસ રીતે વ્રતોનું પાલન કરે છે એનાં ગુણગાન કરે છે. આવા દંભી મુનિઓ ભોળા લોકોનો વિશ્વાસ જીતી લઈ પોતાની પાપવૃત્તિઓ ચલાવતા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આવા શિથિલાચારી, દંભી, શાસનની કુસેવા કરનાર મુનિઓનું નામ લેવું એ પણ પાપ છે. તો પછી તેમને વંદન વગેરે કરવાની તો વાત જ ક્યાં રહી ? [૬૯] ર્વત કે ન તનાં સમ્યક્ નોચિતામપિ | तैरहो यतिनाम्नैव दांभिकैर्वंच्यते जगत् ॥१६॥ અનુવાદ : જેઓ કાળને ઉચિત એવી યતના કરતા નથી તેવા દાંભિકો દ્વારા અહો, યતિના નામે આ જગત છેતરાય છે. ૩૪ Jain Education Interational 2010_05 Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો દંભત્યાગ અધિકાર વિશેષાર્થ : યતના એટલે જયણા. સંયમી મુનિનો એ મુખ્ય આચાર છે. મુનિઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર યતનાપૂર્વક મુનિજીવન જીવવું જોઈએ. પરંતુ દંભી મુનિઓ પોતાના વેષને વટાવી ખાય છે. વેષથી તેઓને અન્ન, વસ્ત્ર, માનપાન મળે છે. એટલે વેષ તેઓને ઉતારવો ગમતો નથી. વેષ એમને વહાલો છે, પરંતુ વેષને ઉચિત જીવન, ઉચિત આચાર, ઉચિત જયણા તેમને વહાલાં નથી. તેઓ તો જગતને છેતરવા નીકળ્યા છે અને જગત પણ છેતરાય છે. ખરેખર, આ આશ્ચર્યની એક મોટી વાત છે ! [૭૦] તિરધ્યાતિનાબેન છાવિતનનાશ્રવઃ | तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥१७॥ અનુવાદ : પોતે ધર્મી છે એવી ખ્યાતિના લાભથી જેમણે પોતાના આશ્રવને ઢાંકી દીધા છે એવા હીન અને હૃદયમાં કપટ ધારણ કરનાર (યતિઓ) વિશ્વને તૃણ સમાન લેખે છે. વિશેષાર્થ : કેટલાક મુનિ પોતે સાધુના ગુણથી રહિત હોવા છતાં એટલા કુશળ અને બુદ્ધિશાળી હોય છે કે ધર્મના નામે પોતે ઘણી ખ્યાતિ મેળવવાનો પ્રયાસ કરે છે. પોતે બહુ મોટા ધર્માત્મા છે એવી છાપ લોકોમાં ઉપસાવે છે. વસ્તુતઃ તેઓ પોતાના આશ્રવોને, દોષોને, સંતાડવાનો પ્રયાસ કરે છે અને લોકોને છેતરે છે. તેમના હૃદયમાં તો કપટ ભારોભાર ભરેલું હોય છે. તેઓ ગુણહીન હોય છે. શુદ્ધ અધ્યાત્મમાર્ગની દષ્ટિએ તો તેઓ તણખલા બરાબર પણ નથી. છતાં એવા દંભી મુનિઓને ઘણી ખ્યાતિ અને મોટો ભોળો અનુયાયી વર્ગ મળી જતાં એમના અભિમાનનો પાર રહેતો નથી. તેમની ધૃષ્ટતાને હોઈ હદ હોતી નથી. તેઓ જ જાણે સર્વસ્વ છે એવું પ્રતિપાદન કરી આખા જગતને તેઓ તણખલા તરીકે ઓળખાવે છે. અધ્યાત્મમાર્ગમાં દંભી અને કપટી, પણ વ્યવહાર દૃષ્ટિએ ફાવી ગયેલા જબરા સાધુઓની આવી લીલા ચાલતી હોય છે. [૭૧] માત્મોકર્ષાત્તતો રંગી પરેષાં વાપવીતઃ | बध्नातिकठिनं कर्म बाधकं योगजन्मनः ॥१८॥ અનુવાદ : ત્યાર પછી તેવા દંભી સાધુઓ પોતાના ઉત્કર્ષથી અને બીજાઓનો અપવાદ કરવાથી યોગોત્પત્તિનું બાધક એવું કઠિન કર્મ બાંધે છે. વિશેષાર્થ : જેઓ પોતાની ખ્યાતિ વધારવાનો પ્રયાસ કરનારા અને જગતને તણખલાની તોલે માનનારા છે એવા અહંકારી દંભી સાધુઓ યોગજન્મનું એટલે કે યોગોત્પત્તિનું બાધક એવું ભારે કર્મ બાંધે છે. મન, વચન અને કાયાના શુભ યોગને બાધક એવું તથા સમાધિયોગને બાધક એવું કર્મ બાંધવાનાં ત્રણ કારણો છે : (૧) એક તો તેઓ દંભી, કપટી સાધુ છે. (૨) વળી તેઓ આત્મશ્લાઘા કરનાર, પોતાનાં ગુણગાન પોતે ગાનાર અને બીજા ભોળા લોકો પાસે ગવડાવનાર હોય છે અને (૩) તેઓ પોતાની મહત્તા વધે એટલા માટે બીજા સાચા, સમર્થ સાધુઓની નિંદા કરીને તેમને ઉતારી પાડનારા હોય છે. પરંતુ આવી આત્મશ્લાઘા અને પરનિંદાથી ભારે કર્મ બંધાય છે અને તે ભવાન્તરમાં તેમને નીચ કુળમાં જન્મ અપાવે છે. ૩૫. Jain Education Interational 2010_05 Page #81 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૭૨] માત્માથના તતન્યો ચંડનથનિવંધનમ્ | शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥१९॥ અનુવાદ : તેથી આત્માર્થીએ અનર્થના કારણરૂપ એવા દંભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે ઋજુભૂત-(સરળ માણસ)ની જ શુદ્ધિ થાય છે એવું આગમમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ હવે આત્માર્થી જીવોને ભલામણ કરતાં કહે છે કે તેઓએ દંભનો ત્યાગ કરવો જોઈએ. જેઓ સાચા અર્થમાં આત્માર્થી છે તેઓ આત્માની ઉત્તરોત્તર શુદ્ધિ જ ઇચ્છે છે કે જેથી મોક્ષપ્રાપ્તિ ત્વરિત અને સુગમ બને. દંભ અથવા માયાચાર અનેક પ્રકારના અનર્થો જન્માવે છે. દંભથી ભારે કર્મો બંધાય છે કે જેમાંથી છૂટવાનું સરળ નથી. ક્યારેક માયાકપથી એવાં ઘોર પાપકર્મો બંધાઈ જાય છે કે જેથી જીવને નરકગતિનાં દુઃખો વેઠવાનો વખત આવે છે. જ્યાં દંભ હોય ત્યાં ઋજુતા એટલે કે સરળતા ન હોય અને જ્યાં સરળતા હોય ત્યાં દંભ ન હોય. દંભ અને સરળતા પરસ્પર વિરુદ્ધ છે. દંભથી આત્મા મલિન થાય છે. સરળતાથી આત્મા શુદ્ધ રહે છે. એટલે જ સરળ જીવોની સુગતિ, મુક્તિ જલદી થાય છે. આવું પ્રતિપાદન આગમોમાં, શાસ્ત્રગ્રંથોમાં થયેલું છે. [૭૩] નિર્વાનુમત્તે વિિિન્નષિદ્ધ વી ન સર્વથા | कार्ये भाव्यमदंभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥२०॥ અનુવાદ : જિનેશ્વરોએ એકાંતે કોઈ આજ્ઞા કરી નથી, તેમ સર્વથા કોઈ નિષેધ નથી કર્યો, પરંતુ કાર્ય વિશે દંભરહિત થવું એવી પરમેશ્વરની આજ્ઞા છે. વિશેષાર્થ : અહિંસાદિ વ્રતોનું પાલન, મુનિચર્યા, ગૃહસ્થનાં વ્રતો ઇત્યાદિ વિવિધ વિષયોમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી જુદી જુદી રીતે વિચારણા થઈ શકે. વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ પણ વિચારણા કરવી આવશ્યક છે. આથી તીર્થંકર પરમાત્માએ અમુક વસ્તુ અમુક રીતે જ કરો, એવું એકાન્તિક પ્રતિપાદન કર્યું નથી. તેવી જ રીતે અમુક પ્રકારની ધર્મક્રિયા કરો જ નહિ એવું સર્વથા નિષિદ્ધ ક્યું નથી. જિનેશ્વર ભગવાને તો અનેકાન્તવાદની દૃષ્ટિ આપી છે. પરંતુ તીર્થંકર પરમાત્માની એવી આજ્ઞા તો અવશ્ય છે જ કે જે કંઈ કરો તે દંભરહિત થઈને કરો. એનો અર્થ એ થયો કે દંભ સાથે ધર્મક્રિયા કરનારા કે જીવનમાં કોઈ પણ પ્રકારનું મનફાવતું આચરણ કરનારા ભગવાનની આજ્ઞાના ઉત્થાપક ગણાય. [૭૪] અધ્યાત્મરચિત્તાનાં રંગ: સ્વલ્પોfપ નોતિઃ | छिद्रलेशोऽपि पोतस्य सिंधुं लंघयतामिव ॥२१॥ અનુવાદ : જેમનું ચિત્ત અધ્યાત્મમાં જ લાગેલું છે તેઓએ જરા સરખો પણ દંભ કરવો ઉચિત નથી. વહાણમાં નાનું સરખું છિદ્ર હોય તો તે સમુદ્રને ન ઓળંગી શકે. ૩૬ Jain Education Interational 2010_05 Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ત્રીજો : દંભત્યાગ અધિકાર વિશેષાર્થ : જેઓનું ચિત્ત અધ્યાત્મવિદ્યામાં પરોવાયેલું છે તેવા આરાધકોએ જીવનમાં જરા પણ દંભ ન કરવો જોઈએ, કારણ કે દંભ આધ્યાત્મિક જીવનને મલિન કરનારું અને વિકાસને રુંધનારું મોટું કારણ છે. જેઓ દંભ કરે છે તેઓ ભવસાગરનો પાર પામી શકતા નથી. દંભ એ વહાણમાં પડેલા છિદ્ર બરાબર છે. વહાણમાં છિદ્ર હોય તો એવું વહાણ સમુદ્ર ઓળંગવામાં સહાયરૂપ ન થાય. તે પોતે ડૂબે અને તેમાં બેસનારાઓને પણ ડુબાડે. તેવી રીતે દંભી મુનિઓ પોતે ભવસાગરમાં ડૂબે અને પોતાનો આશ્રય લેનારને પણ તે ડુબાડે. માટે ભવસાગર જો તરી જવો હોય તો દંભ રૂપી છિદ્ર પૂરી દેવું જોઈએ. આરાધકોએ નિર્દભ બનવું જોઈએ. આત્માર્થીઓએ સરળ હોવું બહુ જરૂરી છે. [૭૫] રંમજ્ઞેશોપિ મન્ત્યારે સ્ત્રીત્વાનનિબંધનમ્ । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥२२॥ અનુવાદ : દંભનો જરા સરખો અંશ પણ મલ્લિનાથ વગેરેને સ્રીવેદના અનર્થનું કારણ થયો હતો. એટલા માટે મહાત્માઓએ તેનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વિશેષાર્થ : દંભનો, માયાચારનો, કપટભાવનો જરા જેટલો અંશ જીવનમાં હોય તો તે પણ મોટાં અશુભ કર્મ બંધાવે છે. મલ્લિનાથ ભગવાન કે જેઓ મલ્લિકુંવરી હતાં તેમણે પોતાના પૂર્વ ભવમાં પોતાના મિત્રો સાથે તપશ્ચર્યાની બાબતમાં કપટભાવ રાખ્યો હતો. તેને કારણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હોવા છતાં તેઓ સ્ત્રીવેદ પામ્યા હતા. મલ્લિનાથ ભગવાન પોતાના પૂર્વભવમાં મહાબળ નામના રાજકુમાર હતા. બીજા છ રાજકુમારો સાથે એમને ગાઢ મૈત્રી હતી. પિતાએ દીક્ષા લીધી એટલે મહાબળ રાજકુમા૨ ગાદીએ આવ્યા. એમના રાજકુમાર મિત્રો પણ કાલક્રમે પોતપોતાના રાજ્યમાં ગાદીએ આવ્યા. ઘણાં વર્ષ રાજ્ય કરી, પોતપોતાના પુત્રને ગાદી સોંપી સાતે મિત્રોએ વરધર્મ નામના ગુરુ પાસે દીક્ષા લીધી. એક વખત તે સાતે મુનિઓએ સંકલ્પ કર્યો કે બધાએ એકસરખું તપ કરવું. પરંતુ મહાબળ મુનિ કંઈક બહાનું કાઢી છૂપી રીતે બીજા કરતાં અધિક તપ કરી લેતા. આ રીતે એમણે તપ કરવામાં દંભાચાર કર્યો. આ માયાકપટને કારણે તેમનાથી સ્રીવેદ નામનું કર્મ બંધાયું. બીજી બાજુ એમણે વીસ સ્થાનકની અપૂર્વ આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાર પછી સાતે મુનિ મિત્રો પોતપોતાના આયુષ્ય અનુસાર કાળધર્મ પામી દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં આયુષ્ય પૂર્ણ કરી મહાબળનો જીવ ભરતક્ષેત્રમાં મિથિલા નગરીના કુંભ નામના રાજાની પ્રભાવતી નામની રાણીની કુખે કુંવરી તરીકે અવતર્યો. તેમનું નામ મલ્લિ પાડવામાં આવ્યું. બીજા છએ મિત્રો પણ જુદા જુદા રાજ્યમાં રાજકુંવર તરીકે અવતર્યા. મલ્લિકુંવરીના રૂપનાં વખાણ સાંભળી તેને પરણવાનું તેઓને મન થયું. એ માટે તેઓએ સંદેશા મોકલાવ્યા. પરંતુ કુંભ રાજાએ એ વાતનો અસ્વીકાર કરતાં તેઓએ મિથિલાના રાજ્ય પર ચડાઈ કરી. તે વખતે તીર્થંકરના જીવ મલ્લિકુંવરીએ પોતાના અવધિજ્ઞાનથી છએ મિત્રોની ઇચ્છા જાણી તેઓને બોધ પમાડવા માટે એક યુક્તિ કરી. તેમણે પોતાની સુવર્ણ પ્રતિમા કરાવીને એક ઓરડામાં રાખી. એ પ્રતિમા અંદરથી પોલી હતી અને તેના 2010_05 ૩૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તાળવામાં છિદ્ર રાખવામાં આવ્યું હતું અને તેના ઉપર સુવર્ણનું ઢાંકણું હતું. તેઓ તેમાં રોજ રાંધેલો હાર નાખી ઢાંકણું બંધ કરી દેતાં. આ રીતે અંદર આહાર સડતો ગયો અને ગંધાતો ગયો ત્યાર પછી મલ્લિકુંવરીએ એ છએ રાજકુમારોને એકબીજાને ખબર ન પડે એ રીતે વારાફરતી બોલાવી, ઢાંકણું ઉઘાડી દુર્ગધનો અનુભવ કરાવ્યો અને સમજાવ્યું કે આવા દુર્ગધમય દેહ ઉપર પ્રીતિ કરવા જેવું નથી. મલ્લિકુંવરીએ તેઓને પૂર્વભવની પણ વાત કરી. એથી એ રાજકુંવરો પ્રતિબોધ પામ્યા. ત્યારપછી મલ્લિકુંવરીએ અઠ્ઠમ તપ કરી પ્રવજયા અંગીકાર કરી. એમને કેવળજ્ઞાન થયું. તીર્થકર નામકર્મ બાંધ્યું હોવાથી તેઓ તીર્થકર થયા. આ રીતે માયાચાર કરવાને કારણે તેઓ સ્ત્રીવેદ પામ્યા હતા. મલ્લિનાથની જેમ પીઠ, મહાપીઠ વગેરે પણ દંભ અથવા માયાચારને કારણે સ્ત્રીવેદ પામ્યાનાં ઉદાહરણો છે. આમ, માયાકપટનો જરા જેટલો અંશ પણ વિપરીત પરિણામ અપાવનાર છે. આટલું જો બરાબર સમજવામાં આવે તો પછી કોણ દંભ કરે ? જે મહાન આત્માઓ છે અને જેઓ મોક્ષાભિલાષી છે તેઓ તો પોતાના જીવનમાંથી દંભને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. इति दंभत्यागाधिकारः । દંભત્યાગ અધિકાર સંપૂર્ણ. ૩૮ 2010_05 Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો અધિકાર ચોથો * ભવસ્વરૂપચિન્તા અધિકાર [७६] तदेवं निर्दभाचरणपटुना चेतसि भव स्वरूपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया। इयं चिन्ताऽध्यात्मप्रसरसरसीनीरलहरी सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥१॥ અનુવાદ : એવી રીતે દંભરહિત આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાન પુરુષે પોતાના ચિત્તને ક્ષણવાર સ્થિર રાખીને સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. આ ચિંતન અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના નીરની લહરી છે. એ વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી છે અને તેથી તે સત્પરુષોને માટે સુખદાયી બને છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ ચોથા અધિકારનું નામ આપ્યું છે ‘ભવસ્વરૂપચિંતા”. ભવ એટલે સંસાર. ચિંતા એટલે ચિંતન. સંસાર બાહ્યદષ્ટિએ જેવો દેખાય છે તેના કરતાં ઘણો વધારે વિચિત્ર, વિષમ, દુઃખદાયક છે. એનું યથાર્થ દર્શન થવું અને એનું સ્વરૂપ સમજાવું તે સરળ નથી. ક્યારેક બુદ્ધિથી એનું સ્વરૂપ સમજાય તો પણ હૃદય તે માનવાને તૈયાર ન થાય. ક્યારેક હૃદય માનવા તૈયાર થાય તો તે માન્યતા અનુસાર જીવનમાં જે પરિવર્તન આવવું જોઈએ તે તરત આવે નહિ. ભવસ્વરૂપનું યથાર્થ દર્શન થવા માટે માણસે સૌ પ્રથમ નિર્દભ થવું જોઈએ. જ્યાં સુધી પોતે હોય તે કરતાં મોટા કે જુદા દેખાવાની લાલસા હોય ત્યાં સુધી જીવનમાં દંભ રહે છે. પોતે જાણતો હોય તેના કરતાં વધારે જાણે છે એવો ડોળ માણસ કરે તો કેટકેટલી વસ્તુની જાણકારીથી તે વંચિત રહી જાય. પોતાના લાભ માટે, સ્વાર્થી પ્રયોજન અર્થે, નુકસાનમાંથી બચવા માટે, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે કે એવાં કોઈક કારણને વશ બની માણસ ઘડીભર નિર્દભ બની જાય તો તેથી બહુ પરમાર્થ સરતો નથી. દંભરહિત થવા માટે અને તે પ્રમાણે રહેવા માટે આત્માર્થી જીવ સતત પુરુષાર્થ કરતો રહે તો નિર્દભ આચરણની એનામાં સ્વાભાવિક પટુતા, હોંશિયારી, નિપુણતા આવે છે. આવી યોગ્યતા જેમણે પ્રાપ્ત કરી હોય એવા બુદ્ધિમાન પુરુષોએ પોતાના ચિત્તને ક્ષણભર સ્થિર રાખીને સમાધિપૂર્વક એટલે કે સ્વસ્થતાપૂર્વક, ભવસ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. ચાર ગતિરૂપ આ સંસારમાં જોવા મળતાં જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ, સુખદુઃખ, સંબંધોમાં ભરતીઓટ, આકસ્મિક ઘટનાઓ ઇત્યાદિનો અને આત્મ-સ્વરૂપનો સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરવો જોઈએ. ચિત્તની સ્થિરતાપૂર્વક આવું ચિંતન કરવાથી ઉગ નહિ થાય, પણ કશુંક ગ્રહણ કર્યાનો અને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજવાનો આનંદ થશે. એથી અધ્યાત્મરસની પુષ્ટિ થશે. જેમ કોઈ સરોવર કિનારે માણસ જલની લહરી જોતો હોય અને તે સમયે શીતલ વાયુ વાઈ રહ્યો હોય તો તે તેના ચિત્તને કેટલી બધી પ્રસન્નતા અર્પે છે ! સંસારના સ્વરૂપનું ચિંતન તે અધ્યાત્મના ઉદ્ભવ અને વિસ્તારરૂપી ૩૯ Jain Education Interational 2010_05 Page #85 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સરોવરની જલલહરી છે. વળી વૈરાગ્યની આસ્થારૂપી મનોહર વાયુ વડે પુષ્ટ થયેલું ચિંતન સત્પરુષોને માટે પરમાનંદદાયક બને છે. [૭૭] રૂતિઃ શ્રાવનિર્વતિ પરિતો ફુરસદ રૂતિઃ | पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ॥ इतः क्रोधावर्तो विकृतितटिनी संगमकृतः । समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥२॥ અનુવાદ : આ સંસારરૂપી સમુદ્રમાં એક તરફ દુસહ એવો કામરૂપી વડવાનલ ચારે તરફ સળગી રહ્યો છે, બીજી બાજુ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી તૂટી પડેલા પથ્થરો પડી રહ્યા છે અને આ બાજુ વિકારરૂપી નદીઓના સંગમથી ક્રોધરૂપી વમળો થાય છે. આવા આ સંસારરૂપી સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ? ' વિશેષાર્થ : આ શ્લોકમાં સંસારરૂપી સમુદ્ર શા માટે ભયંકર છે તે દર્શાવ્યું છે. એ માટે સમુદ્રના સ્વરૂપની વિગતો સમજાવી છે. સમુદ્રમાં તળિયે વડવાનલ હોય છે. એ વડવાનલ સમુદ્રને દઝાડે છે અને જલનું શોષણ કરે છે. સમુદ્રમાં વચ્ચે આવેલા કે કિનારે આવેલા પર્વતોનાં શિખરો તૂટી પડતાં મોટા મોટા ખડકો પાણીમાં અવરોધો ઉત્પન્ન કરે છે. વેગથી ધસી આવતી નદીનો સમુદ્ર સાથે જયાં સંગમ થાય છે ત્યાં મોટાં મોટાં વમળો ઉત્પન્ન થાય છે. એમાં ફસાયેલા માણસો કે જહાજો ડૂબી જાય છે. એવી રીતે સંસારરૂપી સમુદ્રમાં કામવાસનારૂપી વડવાનલ સતત સળગી રહેલો છે. તે સંયમ કે ઉપશમરૂપી જળનું શોષણ કરી લે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોરૂપી પર્વતોના આસક્તિરૂપી પથ્થરો આરાધકો માટે વિઘ્નરૂપ બને છે. વિકારોરૂપી નદીના સંગમથી ક્રોધરૂપી આવર્તે પેદા થાય છે જે પ્રયાણને અથવા સુગતિને રોકે છે. આવા સંસારના સ્વરૂપનું ગહન ચિંતન કરનાર સર્વને સંસાર ભયંકર લાગ્યા વગર રહે નહિ. [૭૮] પ્રિયા વીના મંત્રીમતિ તવંતાપતંર તા | कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् ॥ अथांगान्यंगाराः कृतबहुविकाराश्च विषया । दहन्त्यस्मिन् बह्नौ भववपुषि शर्म व सुलभम् ॥३॥ અનુવાદ : જેમાં રતિ (વિષય)રૂપી સંતાપથી ચપળ એવી પ્રિયારૂપી જ્વાળાઓ નીકળે છે, જેમાં નીલકમલદળના જેવી શ્યામ ક્રાન્તિવાળા કટાક્ષો રૂપી ધૂમાડાઓ નીકળ્યા કરે છે તથા ઘણા વિકાર કરનારા વિષયરૂપી અંગારા અંગને બાળી નાખે છે એવા સંસારરૂપી અગ્નિમાં સુખ ક્યાંથી સુલભ હોઈ શકે ? ૪૦ Jain Education Interational 2010_05 Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર વિશેષાર્થ : આ શ્લોકમાં સંસારને અગ્નિ તરીકે બતાવવામાં આવ્યો છે. એક માત્ર વિષયાસક્ત સ્ત્રીનો વિચાર કરીએ તો પણ સંસાર દઝાડનાર અગ્નિ જેવો છે એમ લાગ્યા વગર નહિ રહે. તો પછી સ્ત્રીપુરુષના પરસ્પર કામાગ્નિની તો વાત જ શી કરવી ? રતિ અર્થાત કામભોગની અભિલાષારૂપી સંતાપથી અર્થાત્ ઉષ્ણતાથી ચંચલ બનેલી પ્રિયારૂપી જ્વાલાઓ આ સંસારરૂપી અગ્નિમાંથી ભીષણ આવેગથી બહાર નીકળી રહી છે. તે જવાળાઓમાંથી ધૂમાડાના ગોટેગોટા જે નીકળે છે તે કુવલય એટલે શ્યામ કમળની પાંદડી જેવી શ્યામ કાન્તિવાળા નયનકટાક્ષ છે. ધૂમાડો જેમ માણસને અંધ જેવો કરી નાખે છે, કશું જોવા દેતો નથી, તેમ સ્ત્રીઓનાં નયનકટાક્ષથી માણસ મોહાંધ બની જાય છે. જ્યાં અગ્નિ ભભૂકતો હોય ત્યાં તેમાંથી મોટા મોટા અંગારા ઊડતા હોય છે. સ્ત્રીનાં અંગોપાંગ અંગારા સમાન છે કે જેમાંથી અનેક વિકારો ઉત્પન્ન થાય છે. વિષયરૂપી અંગારા અંગને બાળી નાખે છે. આત્મશક્તિને તે હણી નાખે છે. આવા અગ્નિરૂપી સંસારમાં સુખ કોઈ સ્થળે સુલભ હોઈ શકે ? [૭૦] અને પાર્શ તનયવનિતાદ્વૈરટિતમ્ | निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः ॥ नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै र्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥४॥ અનુવાદ : અહો, જેમાં પુત્ર, સ્ત્રી વગેરેના સ્નેહથી રચેલા દોરડાને ગળામાં બાંધીને, અત્યંત દુઃખાર્ત અને સ્વભાવથી કૃપણ એવા જીવોરૂપી પશુઓ, વિષમ એવા વિષયરૂપી ઘાતકી સુભટો દ્વારા પીડા પામે છે, એવો આ સંસાર મહાભયંકર કસાઈખાના (સૂનાસ્થાન) જેવો છે. વિશેષાર્થ : વળી, આ સંસાર એક મહા ભયંકર કસાઈખાના જેવો પણ છે, કતલખાનામાં સંયોગો અને પ્રકૃતિથી લાચાર બની ગયેલાં પશુઓના ગળામાં દોરડું બાંધીને ખેંચી જવામાં આવે છે. જરા પણ ચસકે નહિ એવી રીતે તેઓને બાંધવામાં આવે છે અને પછી ઘાતકી કદાવર કસાઈઓ મોટા છરા વડે તેમનું મસ્તક છેદી નાખે છે અને તેમના ટુકડે ટુકડા કરી નાખે છે. સંસારમાં મનુષ્યની પણ એવી જ દશા થાય છે. સ્ત્રી, પુત્ર વગેરે પ્રત્યેના નેહરૂપી દોરડાથી માણસને ગળે એવો સખત ફાંસો બંધાય છે કે તે ચસકી શકતો નથી. તે ઘણી પીડા પામે છે, પણ એનું કશું ચાલતું નથી. વિષયોરૂપી ઘાતકી કસાઈઓ વડે એ ભયંકર દુઃખ પામે છે. ખરેખર બહુ ખેદની વાત છે કે સંસારમાં જીવોની આવી દશા થાય છે. [20] વિદાયાં રાત્રી સ્વરતિ વહસ્તે મૂક્તિ વિષમK कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले ॥ महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो । न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥५॥ અનુવાદ : જે અવિદ્યારૂપી રાત્રિમાં વિચરે છે, જે મસ્તક ઉપર ભયંકર કષાયોરૂપી સર્પના For Y Jain Education Interational 2010_05 નરો 2010,0s Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સમૂહને વહન કરે છે, જે ગળામાં વિષયોરૂપી હાડકાંઓ નાખે છે, જે કામદેવરૂપી વિકૃત મુખવાળો છે તથા મહાદોષોરૂપી દાંતોને દેખાડે છે એવો સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ રાખવાને યોગ્ય નથી. ' વિશેષાર્થ : આ સંસાર નકલંચર જેવો છે એટલે કે રાત્રે ભટકનાર રાક્ષસ જેવો છે. એનો જરા પણ વિશ્વાસ રાખવા જેવો નથી. અહીં સંસાર માટે રાક્ષસનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ ભવરૂપી રાક્ષસ અવિદ્યારૂપી એટલે કે અજ્ઞાનદશારૂપી રાત્રિમાં યથેચ્છ ફરનારો છે. ચોરલૂટારા જેમ અંધારાનો ? લે છે તેમ આ રાક્ષસ પણ માણસની મોહદશાનો, અજ્ઞાન દશાનો લાભ ઉઠાવે છે. તે રાક્ષસ દીઠે ભયંકર છે એટલે એને જોતાં જ પામર મનુષ્ય ગભરાઈ જાય છે. એણે કષાયોરૂપી સર્પો ધારણ કરેલા છે. એણે ગળામાં હાડકાંની માળા ધારણ કરી છે. એ હાડકાં તે વિષયોરૂપી છે. તેણે પોતાના મુખનો દેખાવ વિકરાળ કર્યો છે. પોતાના તીક્ષ્ણ દાંત દેખાય એ માટે એણે મોઢું ફાડેલું છે. અજ્ઞાન અંધકારમય હોય છે એટલે એને રાત્રિની ઉપમા આપવામાં આવી છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ઝેરી હોવાથી એને સર્પની ઉપમા આપવામાં આવી છે. વિષયો કઠિન અને ચીતરી ચડે એવા હોવાથી એને હાડકાંની ઉપમા આપવામાં આવી છે. જો દાંત મોટા હોય તો મોઢાની બહાર નીકળી દેખાયા કરે છે. તેમ મોટા દોષો છપાવવા જઈએ તો પણ છપાવી શકાતા બાપવામાં આવી છે. વળી કામદેવનું મોટું પણ વાંકે છે કારણ કે અનાચારરૂપી ખોરાકનું એ ભક્ષણ કરે છે. સંસારરૂપી આવા ભયંકર નિશાચરનો જરા પણ વિશ્વાસ કરવા જેવો નથી. એનાથી તો દૂર જ રહેવું જોઈએ. [૮૧] ના નવáા થવિધાનવપક્ષ તથા प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ॥ विलुट्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना । भवाटव्यां नाऽस्यामुचितमसहायस्य गमनम् ॥६॥ અનુવાદ : આ સંસારરૂપી જંગલમાં સુંદર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી વિષમ દુર્ગમાં રહેલો કામદેવરૂપી બળવાન ભીલ લૂંટી લે છે. માટે જેમણે ધર્મરૂપી દ્રવ્યની થોડી પણ ભિક્ષા મહાકષ્ટથી મેળવી છે તેઓએ સહાય વિના એકલા તેમાં ગમન કરવું ઉચિત નથી. વિશેષાર્થ : અહીં સંસાર માટે અટવી એટલે કે જંગલનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ સંસાર એક ભયંકર જંગલ જેવો છે. જંગલમાં એકલા જવામાં ઘણું જોખમ રહેલું છે. ત્યાં વાઘ, સિંહ, વરુ વગેરે જંગલી હિંસક પશુઓનો ઘણો ડર રહે છે. વળી ત્યાં મજબૂત કિલ્લામાં રહેતા ભીલો છાપો મારીને ધન, ઘરેણાં વગેરે લૂંટી લે છે. જંગલમાંથી પસાર થવાનું હોય ત્યારે રસ્તામાં ખાવા માટે પથિક આમતેમથી એકઠું કરીને થોડું ભાથું રાખે છે. અચાનક જરૂર પડે એ માટે ધન પણ સાથે રાખે છે. માણસ એકલો હોય તો હિંસક પશુઓ એને ખાઈ જવા હુમલો કરે છે. ભીલો પણ એને લૂંટી જાય છે. પરંતુ માણસ જો મોટા સમુદાયમાં હોય તો પશુઓ ડરીને ભાગી જાય છે. ભીલો પણ લૂંટવાની હિંમત કરતા નથી. આ ભવરૂપી અટવીમાં મનુષ્ય પોતે દાન, શીલ, તપ વગેરે દ્વારા, વ્રતપાલન દ્વારા જે કંઈ ૪૨ Jain Education Interational 2010_05 Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર ધર્મરૂપી દ્રવ્ય એકઠું કર્યું હોય તે લઈને પ્રયાણ કરે છે. પરંતુ કામદેવરૂપી બળવાન ભીલ સ્ત્રીઓના સ્તનરૂપી મજબૂત કિલ્લામાં સંતાઈને રહેલો છે, તે આ બધાં દ્રવ્યને હરી લે છે. માટે ભવરૂપી અટવીમાં ધર્મરૂપી સાથીદારો વિના એકલા જવું યોગ્ય નથી. [૮૨) અને દિં છે મમ સુતત્રાહિમતો | विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ॥ जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना मयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥७॥ અનુવાદ : “આ ધન મારું છે, આ ઘર મારું છે, આ પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે.” એવા વિપર્યાસપણાથી વારંવાર દુઃખ પામવા છતાં તેમાં મિથ્યા સુખના અહંકારને ધારણ કરનારા લોકો જ્યાં રહે છે એવો સંસાર કૂડકપટવાળો છે. માટે તેમાં વિવેકી પુરુષો આસક્તિ પામતા નથી. વિશેષાર્થ : આ સંસાર કપટરચનાવાળો છે. એટલે એમાં જ દેખાય છે તે સાચું નથી. તે છેતરામણું છે. સંસારમાં કેટલાયે માણસો “આ ધન મારું છે; આ ઘર મારું છે; આ મારી પત્ની છે; આ મારો પુત્ર છે.” એમ “મારું “મારું” કહીને પોતે બહુ સુખી છે એવું અભિમાન ધારણ કરે છે. પરંતુ એમનું એ અભિમાન બહુ ટકતું નથી. ધન, ઘર, પત્ની, પુત્ર વગેરે ક્યારે વિપરીત થઈ જશે, ક્યારે દગો દેશે, ક્યારે છોડીને ચાલ્યાં જશે તે કહેવાય નહિ. જે સુખ મનુષ્ય અનુભવે છે તે તો ક્ષણભરનો શાતાવેદનીય અનુભવ છે. એ સાચું આત્મિક સુખ નથી. એ માત્ર સુખની ભ્રમણા છે. માટે વિવેકી મનુષ્યો એવા સુખમાં જરા પણ આસક્ત થતા નથી કે તેની પાછળ દોડતા નથી. [૮૩] પ્રિયાન્નેડો મિન્નિડિસદો યામિક્કમટો पमः स्वीयो वर्गो धनमभिनवं बंधनमिव ॥ मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्गविषमम् । भवः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥८॥ અનુવાદ : આ સંસાર કારાગૃહ છે. એમાં પ્રિયાનો નેહ બેડી (નિગડ) સમાન છે. પુત્રાદિ સ્વજન-પરિવાર પહેરેગીર સિપાઈઓ જેવા છે. ધન નવાં બંધન જેવું છે. અભિમાનરૂપી અશુચિ (અમેધ્યા)થી ભરેલું એ સ્થળ છે. વ્યસનોરૂપી બિલ (દર)ના સંસર્ગથી તે ભયંકર છે. એમાં વિદ્વાન પુરુષને રતિ-પ્રીતિ થાય એવું કોઈ સ્થાન નથી. વિશેષાર્થ : વળી આ સંસાર કારાગૃહ જેવો છે. કેદખાનામાં કેદીઓને હાથપગમાં બેડી પહેરાવવામાં આવે છે. વળી તેમના ઉપર જાપતો રાખવા માટે પહેરેગીરો હોય છે. જૂના વખતની જેલમાં તો એક બાજુ ખુલ્લામાં કેદીઓ ઝાડો પેશાબ કરતા હતા. એટલે ત્યાં બહુ દુર્ગધમય ગંદકી રહેતી. જમીનમાં જયાં ત્યાં સાપ Jain Education Interational 2010_05 For Privat ersonal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વગેરેએ દર કર્યો હોય. આવાં કેદખાનાં ત્યારે હતાં. સંસારરૂપી કેદખાનામાં પ્રિયા ઉપરનો સ્નેહ એ બેડી જેવો છે. એમાં માણસ જકડાયેલો રહે છે. છૂટવા મથે તોપણ છૂટી શકતો નથી. પુત્રાદિક પરિવાર એ પહેરેગીર જેવો છે. એ સાંસારિક જવાબદારીઓમાંથી છૂટવા દેતો નથી અને ધર્મારાધના કરતાં અટકાવે છે. ધન વગેરે નવાં બંધન જેવાં છે. ધન-યૌવનનો ગર્વ એ અશુચિમય, દુર્ગધમય વિષ્ટાથી ભરેલા સ્થાન જેવો છે. વ્યસનો એટલે જુગાર, શિકાર, વેશ્યાગમન જેવાં સાત વ્યસનો અથવા વ્યસન એટલે આપત્તિ. તે ધન જવાથી, પત્ની, પુત્ર વગેરેના વિયોગથી આવતી આપત્તિ. તે બધાં વ્યસનો સર્પના નિવાસસ્થાન જેવાં છે. એટલે જ કારાગૃહ જેવા આ સંસાર પ્રત્યે વિવેકી વિદ્વજનોને પ્રીતિ થતી નથી. [८४] महाक्रोधो गृध्रोऽनुपरतिशृगाली च चपला । स्मरोलको यत्र प्रकटकटुशब्दः प्रचरति ॥ प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः । श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥९॥ અનુવાદઃ જ્યાં ભયંકર ક્રોધરૂપી ગીધ ઊડી રહ્યાં છે, અરતિરૂપી ચપળ શિયાળણી છે, કામરૂપી ઘુવડ પ્રગટ રીતે ટુ અવાજ કર્યા કરે છે, શોકરૂપી અગ્નિ બળી રહ્યો છે, ચારે બાજુ અપયશરૂપી રાખના ઢગલા પડ્યા છે એવો સ્મશાનરૂપી આ સંસાર છે. એમાં રમણીયતા શી હોઈ શકે? વિશેષાર્થ : હવે સંસાર માટે સ્મશાનનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. જૂના વખતમાં સ્મશાનમાં શું જોવા મળતું ? ત્યાં ગીધ ઊડતાં હોય છે, કારણ કે મૃતદેહનું ભક્ષણ ગીધોને અત્યંત પ્રિય હોય છે. ત્યા શિયાળણી પણ મૃતદેહના ભક્ષણ માટે ફરતી હોય છે. રાતને વખતે ત્યાં ઘુવડો કર્કશ અવાજ કરતા હોય છે. ત્યાં અગ્નિના ભડકા હોય છે. ચારે બાજુ રાખ વેરાયેલી હોય છે. આ સંસારમાં અનંતાનુબંધી મહાક્રોધ ગીધ જેવો છે. કારણ કે લાક્ષણિક અર્થમાં તે પોતાનાં અને બીજાનાં લોહીમાંસને બાળનારો હોય છે. સંસારમાં અરતિરૂપી અથવા અવિરતિરૂપી શિયાળણી છે. તે માંસાદિ ભક્ષણ કરવામાં ચપળ હોય છે. તેને ભસ્યાભઢ્યનો વિવેક હોતો નથી. કામદેવ ઘુવડ જેવો છે. તે દિવસે દેખી શકતો નથી. દિવસે કામેચ્છા ઘણુંખરું ઉત્પન્ન થતી નથી. પરંતુ રાતના તે પ્રબળ બને છે. એટલે તે ઘુવડ જેવી છે. તે ઘુવડની જેમ અપશબ્દમાં રાચે છે. તે સ્વચ્છંદી છે. સંસારમાં શોકરૂપી અગ્નિ પ્રજવલિત થઈને સંતાપ કરે છે. તથા અપયશરૂપી ભસ્મનો સમૂહ પડેલો હોય છે. અપયશ કોઈને ગમતો નથી. તે તુચ્છ, ક્ષુદ્ર, મલિન અને અસ્વીકાર્ય હોવાથી રાખ જેવો છે. આમ, સ્મશાન જેવા આ સંસારમાં ક્યાંય રમણીયતા દેખાશે નહિ. મતલબ કે સંસારમાં સાચા સુખનો અનુભવ થશે નહિ. [૮૫] થનાશ વેચ્છાયાણતિવિષમણૂછપ્રાચિન | विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ॥ फलास्वादो यस्य प्रखरनरकव्याधिनिवह स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥१०॥ અનુવાદ : વિષવૃક્ષ જેવો આ સંસાર છે. ધનની આશારૂપ એની છાયા પણ અતિ વિષમ Jain Education Intemational 2010_05 Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો: ભવસ્વરૂપચિન્તા અધિકાર મૂછ કરાવનારી છે. સ્ત્રીઓના વિલાસરૂપ પુષ્પ-રસ મોટા વિકારોને જન્માવે છે. એના ફળનો આસ્વાદ નરકની ભયંકર વ્યાધિઓના સમૂહરૂપ છે. બુદ્ધિમાન પુરુષોએ આ સંસારરૂપી વિષવૃક્ષનો વિશ્વાસ રાખવા જેવો નથી. વિશેષાર્થ : આ સંસાર વિષવૃક્ષ જેવો છે. ઝેરી વૃક્ષની છાયામાં માણસ આરામ કરવા બેસે તો એને મૂછ આવી જાય; ક્યારેક માણસ મૃત્યુ પામે. માણસ ઝેરી વૃક્ષના પુષ્પની સુંગધ લે તો તે એના ચિત્તને ભ્રમિત કરી નાખે છે. તે વિકૃતિઓ જન્માવે છે અને એને બહાવરો બનાવી દે છે. ઝેરી વૃક્ષનાં ફળ ખાવાથી માણસનું કાં તો મૃત્યુ થાય છે અને કાં તો એના શરીરમાં નરકની વેદના જેવા વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. આવું જ સંસારમાં બને છે. સંસારમાં ધનની આશામાં તેની પાછળ પડેલો માણસ શ્રમિત થઈને મૂછ પામે છે. ક્યારેક તે મૃત્યુ પણ પામે છે. ધનની તૃષ્ણા માણસને વિવેકહીન કરી નાખે છે. ક્યારેક તો ધન માણસના મૃત્યુનું નિમિત્ત બને છે. સ્ત્રીઓમાં હાવભાવ, શૃંગારચેષ્ટા, વિલાસો વિષવૃક્ષના પુષ્પના રસ જેવાં છે. તે મોટી વિકૃતિ સર્જે છે. તે મોહનીય કર્મનો બંધ કરાવે છે અથવા મોહનીય કર્મના ઉદયમાં નિમિત્ત બને છે. મોહનીય કર્મ જીવને સંસારમાં ઘણું પરિભ્રમણ કરાવે છે. સ્ત્રીઓના વિલાસરૂપી ફળનો આસ્વાદ તો નરકની બધી વ્યાધિઓના સમૂહ જેવો છે. તે દુર્ગતિમાં લઈ જનાર છે. એટલા માટે જ વિષવૃક્ષ જેવા આ સંસારનાં ભૌતિક સુખોમાં સુજ્ઞ માણસોએ આસ્થા રાખવા જેવી નથી. [૮] વસ્ત્રાર્જ રાચં વન થનોડણસુન્નમ: क्वचिज्जातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः ॥ क्वचिल्लावण्यश्रीरतिशयवती क्वापि न वपुः स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥११॥ અનુવાદ ઃ ક્યાંક કોઈકની પાસે વિસ્તારવાળું રાજ્ય છે, તો કોઈકની પાસે જરા જેટલું ધન પણ નથી; કોઈકની ઉત્તમ જાતિ છે, તો કોઈકનો જન્મ નીચ કુળમાં થાય છે અને અપયશ પ્રાપ્ત કરે છે; કોઈકની પાસે દેહલાવણ્યરૂપી અતિશય લક્ષમી છે, તો કોઈકનું શરીર કૂબડું છે. સંસારની આવી વિષમતા કોને આનંદ આપનારી થાય ? વિશેષાર્થ : આ સંસારનું સ્વરૂપ કેટલું બધું વિચિત્ર અને કેટલું બધું વિષમ છે ! અનાદિકાળથી એમ ચાલ્યું આવે છે અને અનંતકાળ પછી પણ સંસારનું સ્વરૂપ એવું ને એવું જ રહેવાનું છે. સંસારમાં કેટલી બધી અસમાનતા દેખાય છે ! બધા જીવો આત્મસ્વરૂપની દષ્ટિએ સમાન છે, છતાં પોતપોતાના વર્તમાન ભવની દૃષ્ટિએ તેમાં કેટલો બધો ફરક છે ! કોઈક જીવને મોટા રાજયના રાજા થવા મળે છે. ધનસંપત્તિ, માનપાન અને સત્તાનો કોઈ પાર નથી. બીજી બાજુ કોઈક જીવને આજીવિકા માટે જરૂરી એટલું ધન મેળવવું પણ બહુ દુર્લભ બની જાય છે. કોઈક જીવનો ઉચ્ચ કુળમાં જન્મ થવાથી તેનાં પૂજા-સત્કારની સતત વૃદ્ધિ થતી રહે છે. બીજી તરફ કોઈક જીવનો જન્મ નીચ કુળમાં થવાથી તેને માનહાનિ, અનાદર, ૪૫ Jain Education Intemational 2010_05 Page #91 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અપયશનો અનુભવ થતો રહે છે. કોઈક જીવને સ્વરૂપવાન દેહ મળે છે. એના લાવણ્યની લક્ષ્મી તેજસ્વી હોય છે. એનું સૌંદર્ય આશ્ચર્યચકિત કરી નાખે એવું હોય છે. કોઈક જીવને શરીરની શોભા મળતી નથી. અરે, કેટલાકની દેહાકૃતિ એટલી બધી વરવી હોય છે કે તે જીવ ઉપહાસને પાત્ર બનતો રહે છે. કેટલાકની તો મુખાકૃતિ એટલી ખરાબ કદરૂપી હોય છે કે તેની સામે જોવાનું બીજાને ગમતું નથી. જોતાં જ મનમાં અભાવ, અરુચિ જન્મે છે. આ તો જુદા જુદા જીવો વચ્ચેની અસમાનતા છે, પરંતુ એક જ જીવના જીવનમાં ક્યારેક અતિશય લક્ષ્મી અને ક્યારેક ભિખારીપણું જોવા મળે છે. ક્યારેક મુખાકૃતિ રૂપવંત હોય છે, પરંતુ પછીથી રોગ, અકસ્માત, વૃદ્ધાવસ્થાને કારણે એ જ મુખાકૃતિ કૂબડા જેવી થઈ જાય છે. એક ભવમાં જો આવી અસમાનતા જોવા મળતી હોય તો એક જીવના જન્મજન્માન્તરની અપેક્ષાએ તો કેટલી બધી અસમાનતા રહેલી છે ! જે સંસારનું સ્વરૂપ આટલી બધી વિષમતાભરેલું છે એ સંસારમાં કોને રસ પડે ? આત્મસ્વરૂપના ચિંતનવાળી, અધ્યાત્મદષ્ટિવાળી વ્યક્તિને સંસારમાં રસ ન પડે એ દેખીતું છે. [૮૭] રૂટ્ટોદ્દામ: શામ: ઘનતિ પરિપંથી ગુમ मविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तः क्रामन्मदफणभृतां पामरमतं । वदामः किं नाम प्रकटभवधामस्थितिसुखम् ॥१२॥ અનુવાદ : પામર લોકોએ માનેલા આ પ્રગટ સંસારરૂપી ઘરમાં રહેવાથી કલ્પેલા સુખને અમે ક્યા નામથી વર્ણવીએ? કારણ કે એ ભવરૂપી ગૃહમાં તો કામદેવરૂપી ઉદ્ધત શત્રુ (અથવા ચોર) ગુણરૂપી ભોંય જ ખોદી નાખવા લાગ્યો છે. કુપરિણામરૂપી પાડોશીઓના કજિયા-કંકાસ ચાલ્યા કરે છે, વળી અંદર ફરતા મદરૂપી સર્પોનાં દર જોવા મળે છે. વિશેષાર્થ : સંસારને જો ઘરની ઉપમા આપવામાં આવે તો એ ઘર પણ રહેવા જેવું નથી. કોઈકને ખબર પડે કે પોતાના ઘરમાં સાપનું દર છે તો માણસ ત્યાં એક રાતવાસો પણ રહેશે ખરો ? કોઈક માણસ નવું ઘર ભાડે રાખવા નીકળ્યો છે, પણ ખબર પડે કે પાડોશમાં રોજ સવારથી સાંજ સુધી, અરે અડધી રાતે પણ કલેશ કંકાસ અને કજિયાના મોટા કર્કશ અવાજો આવ્યા કરે છે, તો તેનું ઘર તેને રહેવા યોગ્ય નહિ લાગે. વળી ખબર પડે કે ઘર તો એવું છે કે જેમાં ચોર પાછળની દીવાલની માટી સહેલાઈથી ખોદીને ખાતર પાડી શકે એમ છે તો તે ઘરમાં રહેવાનું મન ન થાય અને રહેવાનું થાય તો ભય રહ્યા કરે. આ સંસાર પણ એવા ઘર જેવો છે. એમાં દમન ન કરી શકાય એવો ઉદ્ધત કામદેવ ચોર (પરિપંથી)ની જેમ ગુણરૂપી માટી ખોદીને ખાતર પાડી રહ્યો છે. કુપરિણામ રૂપી પડોશીઓનો કલહ જીવને જંપવા દેતો નથી. જાતિમદ વગેરે આઠ પ્રકારના મદરૂપી સર્પોનાં દર સતત ચિંતામાં મૂકી દે છે. પામર લોકોને ભલે આવા સંસારમાં સુખ જણાતું હોય, પરંતુ એ સુખને અમે ક્યા નામથી ઓળખાવી શકીએ ? અમને તો તે સુખને સુખ' તરીકે ઓળખાવવાનું પણ યોગ્ય જણાતું નથી. ४६ 2010_05 Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર [૮૮૧ તૃષાત્ત વિદત્તે વિષવવા યત્ર વિનઃ | करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ॥ स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनम् । भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥१३॥ અનુવાદ : આ ભવરૂપી ભયંકર ઉનાળામાં અત્યંત કરાલ એવા ક્રોધરૂપી સૂર્યથી સમતારૂપી સરોવર સુકાઈ ગયું છે. વિષયથી પરવશ થયેલાં ભવ્ય પ્રાણી તરસની પીડાથી ખેદ પામી રહ્યાં છે. કામદેવરૂપી પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયેલા જીવોનો ગુણરૂપી મેદ ગળી રહ્યો છે. ત્યાં તાપનું હરણ કરનાર એવું કોઈ શરણું ક્યાંથી મળે? વિશેષાર્થ : અહીં સંસારને અસહ્ય, ભયંકર ઉનાળાના રૂપક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. ઉનાળામાં સૂર્ય ખૂબ તપે છે; લૂ વાય છે; નદી, સરોવર કે તળાવોમાં પાણી સુકાઈ જાય છે; લોકોની તરસ છીપતી નથી; પરસેવે રેબઝેબ થઈ જવાય છે; શરીર ગળી જાય છે. એવી રીતે સંસારરૂપી ઉનાળામાં ક્રોધરૂપી સૂર્ય એવો પ્રખર તપે છે કે ઉપશમ અને સમતારૂપી સરોવર શોષાઈ જાય છે. વિષયોથી વિવશ બની ગયેલા ભવ્ય જીવો, સમતારૂપી સરોવર સુકાઈ જવાને કારણે તૃષાત બની પીડા અનુભવે છે, તરસે તરફડે છે. કામદેવરૂપી પરસેવાને લીધે ગુણરૂપી મેદ ઓછો થઈ જાય છે. એથી ધર્મારાધના નિર્બળ બની જાય છે. આવા ભયંકર ગ્રીષ્મ કાળમાં તાપનું હરણ કરે એવું શીતળ શરણ ક્યાંથી મળે? [૯] પિતા માતા બ્રાડમન્નતિસિદ્ધાવમમતો गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् ॥ जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः । प्रमाता कः ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥१४॥ અનુવાદ : આ સંસારમાં પિતા, માતા અને ભાઈનો સંબંધ પણ પોતાની ઇચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય તો જ માન્ય થાય છે. ધનવાન વ્યક્તિ તેમના ગુણોના સમૂહને જાણતો હોવા છતાં તેમને ધન આપતો નથી. સર્વ જનો પોતાનો સ્વાર્થ સાધવામાં હંમેશાં પ્રવૃત્ત રહે છે. આવા સંસારસુખનું વર્ણન કરવામાં ક્યો યોગ્ય પુરુષ રસિક બને ? વિશેષાર્થ : આ સંસારમાં સ્વજનોના પરસ્પર સંબંધો પણ જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી જ સારા રહે છે. પિતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્ર વચ્ચે, ભાઈ અને ભાઈ વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે જયાં સુધી સ્વાર્થનું ઘર્ષણ થતું નથી ત્યાં સુધી ઉમળકો રહે છે. જેવું સ્વાર્થનું ઘર્ષણ થયું કે સંબંધો બગડ્યા જ છે. જગતમાં પુત્રે પિતાનું કે માતાનું, ભાઈએ ભાઈનું ખૂન કર્યું હોય એવી એવી ઘોર ઘટનાઓ ક્યાં નથી બનતી ? એ શા માટે બને છે ? સ્વાર્થહાનિ થાય છે માટે. એ સ્વાર્થ ધનનો હોય, ૪૭. Jain Education Interational 2010_05 Page #93 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઘર-ઘરેણાંનો હોય, કામભોગનો હોય કે ગમે તે ઇતર પ્રકારનો હોય. ભૂતકાળમાં માતાપિતાએ કે ભાઈબહેને ગમે તેટલો ભોગ આપ્યો હોય તો પણ કૃતજ્ઞ માણસો એ ભૂલી જાય છે અને પોતાના જ ગુણગાન ગાય છે. ભૂતકાળમાં પોતાના ઉપર થયેલા અને સ્વીકારાયેલા ઉપકારમાં પણ પછીથી તેઓ ખામીઓ શોધવા લાગે છે. એમની દોષદષ્ટિ વેગથી પ્રવૃત્તિમય બની જાય છે. સ્વાર્થરક્ષણ માટે તેઓ નિર્લજજ થતાં પણ અચકાતા નથી. સ્વાર્થને બદલે ઉદારતા કેળવવાનું સરળ નથી. ગુણોને અને ગુણીજનોને જાણવાવાળા ધનપતિઓ પણ ધનનું દાન દઈ શકતા નથી. કેટલાકને ધનનું એટલું બધું ઘેલું લાગેલું હોય છે કે તેઓ કિતા નથી. જેમ જેમ એમની પાસે ધનની વૃદ્ધિ થતી જાય તેમ તેમ તેમની તૃષ્ણા વધતી જાય છે અને તેને લીધે તેમનું મને સંકુચિત બને છે, તેઓ કૂડકપટ કરે છે. તેમનામાં મિથ્યાભિમાન આવે છે અને વિશ્વાસઘાત કરવાનું મન થાય છે. અરે ધનને ખાતર મિત્ર કે સ્વજનની હત્યા કરતાં કે કરાવતાં | નથી. આવા આ સ્વાર્થી સંસારને સુખમય કોણ કહી શકે ? સંસારનાં સુખનો રસિયો માણસ પણ એના સુખ વિશે પ્રમાણપૂર્વક કે અધિકારપૂર્વક એની ખ્યાતિ શું વર્ણવી શકે ? સંસારના કહેવાતા સુખની જો આવી ખોટી ખ્યાતિ હોય તો ક્યો પ્રાજ્ઞ પુરુષ એમાં રસ લઈ શકે ? વસ્તુતઃ સંસારમાં સાચું સુખ નથી, માત્ર સુખાભાસ છે. [૯૦] પm: પ્રાગૃહાત્મદદ મત સ્વાર્થ દ યાન . त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा ॥ विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद् भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः ॥१५॥ અનુવાદ : અહો ! પોતાનો ઘણો મોટો સ્વાર્થ હોય ત્યારે લોકો તેઓને પોતાના પ્રાણના ભોગે પકડી રાખે છે અને સ્વાર્થ ન હોય ત્યારે અત્યંત નિદૈયપણે તૃણની જેમ ત્યજી દે છે. તેઓ હૃદયમાં વિષ અને મુખે અમૃત ધારણ કરે છે. આવો વિશ્વાસઘાત કરનારા સંસારથી જો તને ઉદ્વેગ ન થતો હોય તો પછી અધિક કહેવાથી શું વળવાનું? વિશેષાર્થ : સંસારની વિચિત્રતા એવી છે કે પોતાનો મોટો સ્વાર્થ હોય ત્યારે, જરૂર પડ્યે પોતાના પ્રાણના ભોગે પણ માણસો બીજાને પકડી રાખે છે. માણસો પોતાનું કામ કઢાવી લેવા માટે બીજાની કૃત્રિમ પ્રશંસા કરવા લાગે છે, ધન કે ચીજવસ્તુઓની ભેટ આપવા લાગે છે, ક્યારેક સ્ત્રીઓ પોતાનો દેહ બીજાને સમર્પિત કરી દેવા તૈયાર થાય છે, ક્યારેક સ્વજનો વગેરેની માંદગીના પ્રસંગે પોતાની જાત ઘસી નાખવા તૈયાર થાય છે. જે હલકા માણસનો હાથ પકડવા પોતે રાજી ન હોય તેના ગળામાં હાથ ભરાવી. પોતે પરમ મિત્ર હોવાનો તે દેખાવ કરે છે. સ્વાર્થ ખાતર માણસ શું શું નથી માણસ સ્વાર્થ પત્યા પછી તેની સામે પણ નથી જોતો. વખત આવ્યે તે નિર્દય બની જાય છે, ઉપકાર ભલી જાય છે. અને તણખલાની જેમ એનો ત્યાગ કરી નાખે છે. તેના હૃદયમાં હલાહલ વિષ હોય છે. પરંતુ મીઠાં મીઠાં વર્ચનો બોલી મુખમાં અમૃત હોવાનો દેખાવ કરે છે. “મુખમાં રામ બગલમાં છૂરી” જેવા આ માણસો વિશ્વાસ કરવાને લાયક નથી હોતા. વિશ્વની આવી માયાજાળ જોઈને જેને ઉગ ન થતો હોય તેને વધારે કહેવાથી શો લાભ ? ४८ 2010_05 Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર [૧] તે પ્રાન્તઃ જૈઃ હત્નતિ પૂર્વ પત્નિર્સ रमीभिः खिन्नः स्याद् घनधननिधीनामपि गुणी ॥ उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी त्यहो मोहस्येयं भवभवनवैषम्यघटना ॥१६॥ અનુવાદ : ગુણવાન માણસો પણ મોટા ધનના ભંડારવાળાની આંખના ખૂણા મનોહર જોઈને આનંદ અનુભવે છે. તે રોષયુક્ત હોય તો ખેદ પામે છે અને સ્તુતિ વગેરે પ્રકારના ઉપાયો દ્વારા તેમના રોષને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અહો, ભવરૂપી ભવનમાં મોહરાજાની આ કેવી વિષમતાભરેલી રચના છે! વિશેષાર્થ : આ સંસારની વિષમતા તો જુઓ ! પોતાની પાસે વિદ્યા હોય, કલા હોય, વિવિધ વિષયોની જાણકારી હોય, વિવેક હોય એવા ગુણવાન લોકો પણ જેમની પાસે ધનનો ભંડાર છે, પણ જે ગુણવાન નથી, તેની અમીદૃષ્ટિ મેળવવા માટે કેટલાં વલખાં મારે છે ! તેમની મહેરબાની માટે યાચના કરવા લાગે છે. એવા ધનપતિ જો રોષે ભરાય તો પોતે ખેદ પામે છે અને તેમને શાંત કરવા અને રાજી રાખવા તેમનાં વખાણ કરવા લાગે છે. તેઓ ગમે તેવી અક્કલ વગરની ગાંડીઘેલી, નાખી દેવા જેવી વાત કરે તો પણ ‘હાજી, હાજી' કહી એમની આજ્ઞામાં વર્તવાનો પ્રયત્ન કરે છે. ખરેખર, મોહનીય કર્મો આ ભવરૂપી ભવનની કેવી દુર્દશા કરી છે ! [૨] પ્રિય પ્રેક્ષી પુત્રી વિજય રૂદ પુત્રી મુરતિ विवेकाख्यस्तातः परिणतिरनिंद्या च जननी ॥ विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्बं स्फुटमिदं । भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥१७॥ અનુવાદ : પ્રેક્ષા (તત્ત્વચિન્તા) નામની પત્ની છે, વિનય નામનો પુત્ર છે, ગુણરતિ નામની પુત્રી છે, વિવેક નામનો પિતા છે અને શુદ્ધ પરિણતિ નામની માતા છે. આ રીતે વિશુદ્ધ આત્માનું કુટુંબ ફુટ રીતે શોભી રહ્યું છે. પરંતુ ખેદની વાત છે કે સંસારનાં પ્રાણીઓએ તે જોયું નથી. એટલે જ તેમનામાં સંયોગસુખની બુદ્ધિ રહેલી છે ! ' વિશેષાર્થ: આ સંસારમાં જે દેખાય છે તે કુટુંબો તો કેટલાં બધાં સ્વાર્થથી ભરેલાં છે ! પરંતુ જેમની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ છે તેમને તો અંતર્મુખ થતાં પોતાનામાં જ સમગ્ર કુટુંબનું સુભગ દર્શન થશે. આત્યંતર કુટુંબ કેવું છે ? એમાં પ્રેક્ષા, (અનુપ્રેક્ષા, તત્ત્વચિંતન) રૂપી પ્રિય પત્ની છે, વિનયરૂપી પુત્ર છે, ગુણરતિ (ગુણ પ્રત્યે પ્રીતિ) રૂપી પુત્રી છે, વિવેક નામના પિતા છે અને અનિંદ્ય (શુભ અથવા શુદ્ધ) પરિણતિ નામની માતા છે. પ્રેક્ષા અથવા તત્ત્વચિંતા તે પત્ની છે, કારણ કે તે દુ:ખમાં પણ સાંત્વન આપનારી છે. વિનયથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. વિનયરૂપી પુત્ર પિતાની જ્ઞાનસંપત્તિને સાચવનાર અને તેમાં વધારો ૪૯ Jain Education Interational 2010_05 Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કરનાર છે. ગુણરતિ એટલે રત્નત્રયીરૂપી પુત્રી પરમાનંદની પ્રાપ્તિ કરાવનારી છે. વિવેક તે પિતા છે, કારણ કે પુત્રનાં કાર્યોની યોગ્યયોગ્યતા વિશે કે હિતાહિત વિશે સલાહ અને માર્ગદર્શન આપનાર છે અને અપકૃત્યોમાંથી તેને બચાવનાર છે. શુભ અથવા શુદ્ધ પરિણતિરૂપી માતા વાત્સલ્યભાવથી સંતાનોનું પાલન કરનારી છે. વળી આ આત્યંતર કુટુંબ એવું છે કે એ જેમ જેમ વિસ્તાર પામતું જાય તેમ તેમ વધુ ઉવળ, ઉન્નત અને સાચું સુખ આપનારું બનતું જાય. દુઃખની વાત એ છે કે આવું સરસ આવ્યંતર કુટુંબ પોતાને મળ્યું હોવા છતાં જીવ તે જોઈ શકતો નથી અને બાહ્ય કુટુંબના સંયોગમાં સુખની બુદ્ધિવાળો થાય છે. [૩] પુરા પ્રેમને તનુ તવ ને ! तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ॥ विपाकादापाकाहितकलशवत्तापबहुलात् जनो यस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ॥१८॥ અનુવાદ : માણસ પહેલાં પ્રેમના આરંભમાં દુઃખ પામે છે; પછી તેનો વિચ્છેદ ન થાય તેની ચિંતામાં દુઃખ પામે છે. પછી તેના ઉચ્છેદ (નાશ) વખતે ગમે તેવી કઠિન છાતીવાળો હોય તો પણ દુઃખ પામે છે. આમ કુંભારના નિભાડામાં નાખેલા ઘડાની જેમ તપતો તે વિપાક વખતે (ભવાન્તરમાં) પણ બહુ દુઃખ પામે છે. આવા આ સંસારમાં સુખ તો કંઈ જ નથી. વિશેષાર્થ : જગતમાં દરેક તબક્કે માણસ કંઈક ને કંઈક દુ:ખ અનુભવે છે. દુઃખ વિવિધ પ્રકારનાં છે. એમાંથી એક પ્રેમની જ બાબત લઈએ તો માણસ ઈષ્ટપાત્ર સાથે પ્રેમસંબંધ બાંધવા માટે શું શું નથી કરતો ? કેટલાંયે કષ્ટ વેઠીને પ્રેમનો આરંભ કર્યો હોય, ત્યાર પછી એ પ્રેમને ટકાવી રાખવા માટે અને તેનો વિચ્છેદ ન થાય એ માટે એ તનતોડ મહેનત કરે છે. ઘણો બધો ભોગ આપવા છતાં કુદરતી ક્રમે કે આકસ્મિક રીતે પ્રિય પાત્રનો જો કાયમનો વિયોગ થાય તો ફરી દુઃખ આવીને ઊભું રહે જ છે. આમ જીવ, કઠોર મનવાળો થઈ કુંભારની ભઠ્ઠીમાં નાખેલા ઘડાની જેમ ઘણો તાપ સહન કરે છે. પરંતુ આ દુ:ખ આટલેથી અટકતું નથી. આ પ્રેમને નિમિત્તે જે કંઈ અશુભ કર્મોનો બંધ થયો છે તેનો વિપાક થતાં, તે કર્મો ઉદયમાં આવતાં ભવાન્તરમાં પણ પાછું દુઃખ જ અનુભવવાનું રહે છે. [४] मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं । विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ॥ भ्रमन्त्यूर्ध्वं क्रूरा व्यसनशतगृध्राश्च तदियं ॥ महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ॥१९॥ અનુવાદ : આ સંસાર ખરેખર મહામોહરાજાની યુદ્ધભૂમિ છે કે જેમાં સ્ત્રીઓનાં દષ્ટિરૂપી ૫૦ Jain Education Interational 2010_05 Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર બાણોથી ધર્મરાજાનું સૈન્ય હણાઈ ગયું છે અને તેથી ઘણા રાગરૂપી રુધિરથી હૃદયપ્રદેશો લેપાઈ ગયા છે તથા સેંકડો પ્રકારનાં વ્યસનોરૂપી ક્રૂર ગીધો મસ્તક ઉપર ઊડી રહ્યાં છે. વિશેષાર્થ : અહીં સંસાર માટે યુદ્ધભૂમિનું રૂપક યોજવામાં આવ્યું છે. આ સંસાર મોહરાજાની સમરાંગણભૂમિ જેવો છે. યુદ્ધભૂમિમાં શું શું થાય છે ? ત્યાં ઘણું બધું થાય છે. જેમકે યુદ્ધભૂમિને નજર સમક્ષ તાદેશ કરવાનો પ્રયત્ન કરીએ, તો અનેક સૈનિકો શસ્ત્રોથી હણાઈને ભોંય ઉપર જ્યાં ત્યાં પડેલા જણાશે. એમનાં ઘવાયેલાં શરીરમાંથી લોહી નીકળતું હશે. યુદ્ધભૂમિમાં મડદાં પડ્યાં હોવાથી જેમને મડદાં અત્યંત પ્રિય છે એવાં ગીધ પક્ષીઓ ઊડીને આવી પહોંચશે. આવું વરવું રણભૂમિનું ચિત્ર છે. દુનિયામાં વાસ્તવિક અર્થમાં અને લાક્ષણિક અર્થમાં જુદી જુદી લડાઈઓ ચાલી રહી છે. એમાંથી એક માત્ર મોહરાજાની લડાઈનો વિચાર કરીએ તો પણ કેવું ચીતરી ચડે એવું દશ્ય નજર સમક્ષ ખડું થાય છે ! મોહરાજાનું યુદ્ધ એટલે મોહનીય કર્મરૂપી શત્રુનો ખેલ. મોહનીય કર્મમાં મુખ્યત્વે કામદેવની લીલા. કામદેવ પોતાના બાણ વડે ભલભલાને ઘાયલ કરી નાખે છે. ક્યાં છે આ બાણ ? યુવતીઓનાં નયનકટાક્ષમાં તે બાણ છે. એનાથી બ્રહ્મચર્યવ્રતધારી કેટલાયે ધર્મસૈનિકો ઘાયલ થઈ જાય છે. કેટલાક મૃત્યુ પામે છે. કેટલાક પોતાની જાતને બચાવી લે છે. ઘાયલ સૈનિકોના હૃદયમાંથી નીકળેલાં રાગરૂપી લોહીથી એમનાં શરીર ખરડાય છે. જમીન પણ રુધિરવાળી બને છે. મડદાંઓની વાસ આવતાં કષ્ટરૂપી અથવા આપત્તિરૂપી સેંકડો ગીધો ઊડીને આવી પહોંચે છે. આવું વરવું ચિત્ર છે આ સંસારની રણભૂમિનું. એમાં કોને રસ પડે ? [૫] ક્ષત્તિ ક્ષત્તિ ક્ષU/મથ બ્રિતિ વદુથા | रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ॥ पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा । भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥२०॥ અનુવાદ: આ સંસારમાં મોહનો ઉન્માદ પામેલાં પ્રાણીઓ પરાધીનપણે ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રિીડા કરે છે, ક્ષણમાં ઘણો ખેદ કરે છે, ક્ષણમાં રહે છે, ક્ષણમાં આક્રંદ કરે છે, ક્ષણમાં વિવાદ (કલહ) કરે છે, ક્ષણમાં નાસી જાય છે, ક્ષણમાં હર્ષિત થઈ જાય છે અને ક્ષણમાં નૃત્ય કરે છે. વિશેષાર્થ : દુનિયામાં મનુષ્યોના વર્તનનું જો ઝીણવટપૂર્વક અવલોકન કરીએ તો હસવું આવ્યા વગર રહે નહિ, કારણ કે એમાં એટલી બધી અતિશયતા, વિચિત્રતા, નિરર્થકતા વગેરે જોવા મળશે. મોહના ઉન્માદને કારણે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે માણસો ક્ષણવારમાં ખડખડાટ હસે છે, ક્ષણવારમાં આનંદપ્રમોદ કરે છે, તો પાછા ક્ષણવારમાં રૂદન કરે છે, આક્રંદ કરે છે; ક્ષણવારમાં તેઓ ખેદ પામે છે, તો ક્ષણવારમાં વિવાદ, ઝઘડો, કંકાસ કરે છે. ક્યારેક તેઓ હર્ષ પામી નાચગાન કરવા લાગે છે, તો ક્યારેક ઘરબાર છોડી નાસી જાય છે. મનુષ્યના શરીરનો વિચાર કરીએ તો અહો, કેવા કેવા પ્રકારની એની વિડંબના થાય છે ! માણસના શરીરમાં ભૂતપ્રેત કે માતાજી આવ્યાં હોય અને એ જેમ ધૂણવા લાગે ત્યારે એની ૫૧ Jain Education Interational 2010_05 Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ચેષ્ટાઓ ન સમજાય એવી હોય છે, તેવી રીતે મનુષ્યોનું વર્તન પણ એવું જોવા મળે છે. તત્ત્વજ્ઞાનીઓને તો એ હાસ્યાસ્પદ લાગે એમાં નવાઈ શી ? [C] अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणाली वास्थाने विधववनितायौवनमिव ॥ अनिष्णाते पत्यौ मृगदश इव स्नेहलहरी । भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥२१॥ અનુવાદ : અપૂર્ણ વિદ્યાની જેમ, જાણીતા શઠ માણસની મૈત્રીની જેમ, રાજસભામાં અન્યાયની પ્રણાલિકાની જેમ, વિધવા સ્ત્રીના યૌવનની જેમ, મૂર્ખ પતિ આગળ કામણગારી સ્ત્રીનાં પ્રેમનાં લટકાંની જેમ આ સંસારની ક્રીડાની લજ્જા પણ તત્ત્વદૃષ્ટિવાળાઓના હૃદયને બાળે છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ આ શ્લોકમાં દૃષ્ટાન્તો આપીને સમજાવે છે કે સંસારનાં સુખોમાં મચ્યા રહેવું, આનંદપ્રમોદની ક્રીડાઓ કર્યા કરવી એ તત્ત્વદષ્ટિવાળા જ્ઞાની પુરુષોને કેટલું બધું લજ્જાસ્પદ લાગે છે ! ભૂતકાળમાં અજ્ઞાનને વશ થઈ, મોહનીય કર્મના પ્રબળ ઉદયને કારણે એવી ક્રીડાઓ કરી હોય તો તેની સ્મૃતિ થતાં પણ લજ્જા ઉત્પન્ન થાય છે અને તે તેમના હૃદયને દઝાડે છે. પંડિતોની સભામાં વાર્તાલાપ કરતાં કે વાદીઓની સભામાં વાદવિવાદ કરતી વખતે અપૂર્ણ જ્ઞાનવાળો શરમાઈ જાય છે કે સંતાપ અનુભવે છે. દુષ્ટ કપટી માણસ સાથે મૈત્રી થઈ હોય અને પછી એની દુષ્ટતાની અને કપટદાવની જાણ થાય ત્યારે તે મૈત્રી કેટલી સંતાપ કરાવે છે ? જ્યાં સજ્જનો બેઠા હોય ત્યાં કોઈને અન્યાય થાય અથવા અન્યાયુક્ત પ્રણાલિકા ચાલતી હોય તો તેની તરત ટીકા થવા લાગે અને ચિત્ત સંતપ્ત થયા વગર રહે નહિ. કોઈ યુવતી વિધવા થઈ હોય અને તેનો યૌવનકાળ તેને સંતાપ કરાવે અથવા મૂર્ખ, અનિપુણ પતિ આગળ પ્રેમસભર પ્રમદાના પ્રેમસંકેતો નિષ્ફળ જાય અને તે મનમાં મૂંઝાય તેવી રીતે તત્ત્વજ્ઞાનીઓ પોતે પૂર્વે કરેલી સાંસારિક ક્રીડાઓ માટે લજ્જાયુક્ત સંતાપ અનુભવે છે. [७] प्रभाते संजाते भवति वितथा स्वापकलना । द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदशाम् ॥ तथा मिथ्यारूपः स्फुरति विदिते तत्त्वविषये । भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥२२॥ અનુવાદ : પ્રભાત થતાં સ્વપ્રની રચના નિષ્ફળ થઈ જાય છે તથા નેત્રવ્યાધિને કારણે બે ચંદ્ર દેખાતા હોય તેની દૃષ્ટિ નિર્મળ થતાં સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે તત્ત્વનું જ્ઞાન થતાં જેમના વિકલ્પો ટળી ગયા છે અને જેમની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવા સાધુઓને આ સંસાર મિથ્યારૂપ ભાસે છે. વિશેષાર્થ : આ સંસારમાં અનેક પ્રકારની ભ્રમણાઓ પ્રવર્તે છે. જ્યારે ભ્રમનિરસન થાય છે એટલે કે 2010_05 પર Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકા૨ ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર ભ્રમણા ભાંગી જાય છે ત્યારે માણસને આશ્ચર્ય થાય છે. કેટલીક વાર આશ્ચર્યની સાથે સાથે આનંદ પણ થાય છે. ભ્રમ ભાંગ્યો તે સારું થયું, નહિ તો આપણે ક્યાંનાં ક્યાં કૂટાતા હોત એવું લાગે. સ્વપ્રમાં માણસ જાતજાતના પદાર્થો, દશ્યો વગેરે જુએ છે. જ્યારે એ જુએ છે ત્યારે તે એને સત્યસ્વરૂપ જણાય છે, પરંતુ જ્યારે સ્વપ્ર ઊડી જાય છે ત્યારે એને સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. સ્વપ્રમાં માણસ ભયાનક દશ્યો જોઈ ભયભીત થાય છે, પરંતુ સ્વપ્રનો દોર તૂટી જતાં, જાગ્રત થતાં એ રાહત અનુભવે છે, પ્રભાત થતાં સ્વપ્રનો અંત આવે છે. બીજું ઉદાહરણ લઈએ તો જે માણસને તિમિરના પ્રકારનો નેત્રરોગ થયો હોય એને આકાશમાં બે ચન્દ્રમા દેખાય, પરંતુ નેત્રરોગ દૂર થતાં એની દૃષ્ટિ નિર્મળ થાય છે અને આકાશમાં એક ચન્દ્રમા દેખાય છે અને એથી એ રાજી થાય છે. એવી રીતે અહંકાર અને મમત્વ ચાલ્યાં જવાથી જેમના સંકલ્પવિકલ્પો શાંત થઈ ગયા છે અને આત્મસ્વરૂપમાં રમણતા માટે જેમની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે એવા સાધુ મહાત્માઓને, જ્ઞાની સંતોને આ સંસારનું મિથ્યા સ્વરૂપ સ્પષ્ટ સમજાઈ જાય છે. [८] प्रियावाणीवीणाशयनतनुसंबाधनसुखै - भवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् ॥ अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥२३॥ અનુવાદ : પ્રિયા, વાણી, વીણા, શયન, શરીરમર્દન એવાં એવાં પ્રકારનાં સુખરૂપી અમૃત વડે આ સંસારની રચના થયેલી છે એવી પહેલાં અમારી બુદ્ધિ હતી, પરંતુ હવે તત્ત્વોના રહસ્યને અચાનક જાણ્યા પછી અમને સંસાર પ્રત્યે રુચિ થતી નથી, પણ એક આત્મા માટે જ રુચિ ઉત્પન્ન થાય છે. વિશેષાર્થ : સામાન્યજનોને દુન્યવી સુખ વાસ્તવિક લાગે છે. મેળવવા જેવું હોય તો તે આ જ સુખ છે એમ તેઓ માને છે. સંસારના અનેક જીવોની અનાદિ કાળથી આવી જ પ્રવૃત્તિ ચાલતી આવી છે. બહુ ઓછા જીવોને બાહ્ય ઇન્દ્રિયોનું ક્ષણિક સુખ તે કેવળ સુખાભાસ છે એવી પ્રતીતિ થાય છે. સાચું સુખ તે આંતરિક સુખ છે, આત્મસ્વરૂપનું સુખ છે, મોક્ષપ્રાપ્તિનું સુખ છે. એ જ સાચું સુખ છે એવી પ્રતીતિ થવી અને તે પ્રમાણે આચરણ થવું તે બહુ દુર્લભ છે. ગ્રંથકાર મહર્ષિ અહીં પોતાના અભિપ્રાય રૂપે (અથવા અન્ય આત્મજ્ઞાનીના અભિપ્રાય રૂપે) કહે છે કે ‘એક વખત એવો હતો કે જ્યારે અમે પણ અજ્ઞાન દશાને કારણે માનતા હતા પ્રિયાનાં વાણીવિલાસ, સુંદર શય્યા, શરીરને સુંદર પ્રસાધનો વડે મર્દન કરવું વગેરેમાં જ બધું સુખ સમાયેલું છે. આ બધા પદાર્થોની રચના જાણે અમૃત વડે કરવામાં આવી ન હોય ! પરંતુ અચાનક અમને તત્ત્વનું રહસ્ય પ્રાપ્ત થયું, આત્મસ્વરૂપ સમજાયું, ભેદજ્ઞાન થયું, દેહ અને આત્માની ભિન્નતાનાં દર્શન થયાં અને ત્યારથી આ સંસારમાં અમને જરા પણ પ્રીતિ રહી નથી. અમને હવે જે કંઈ પ્રીતિ છે તે આત્મસ્વરૂપને વિશે જ, અધ્યાત્મને વિશે જ છે.' નોંધ : ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તો બાલબ્રહ્મચારી હતા. નાની વયે એમણે દીક્ષા લીધી _2017_05 ૫૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર હતી. ત્યારથી જ એમની અધ્યાત્મદષ્ટિ ખૂલી ગઈ હતી અને તત્ત્વની પ્રતીતિ એમને થઈ ગઈ હતી. એટલે અહીં શ્લોકના પૂર્વાર્ધમાં મૂકેલો અભિપ્રાય તે એમનો અંગત અભિપ્રાય નહોતો કે એવો એમને અનુભવ નહોતો. એટલે એમણે સાંસારિક સુખ માટે રજૂ કરેલો અભિપ્રાય તે કાલ્પનિક છે. અન્યનો હોય તે પોતાનો કરીને મૂક્યો છે. વસ્તુની સચોટ રજૂઆત માટે તથા બીજાના ચિત્તમાં વસ્તુને સારી રીતે ઠસાવવા માટે આવી રીતે રજૂઆત કરવાની પ્રાચીન સમયથી ચાલી આવતી એક શૈલી છે. ઉપાધ્યાયજી I શૈલીનો અહીં આશ્રય લીધો છે કે જેથી પોતાને જે અભિપ્રેત છે તે વાચકના ગળે તરત ઉતારી શકે. [૯] રંધાની ચિં નિરવધિમવિદ્યક્રમ प्रपंचाः पांचालीकुचकलशवन्नातिरतिदा ॥ गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ । चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥२४॥ અનુવાદ : પૂતળીના સ્તનરૂપી કળશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરનારા એવા તથા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા સંસારના પ્રપંચો પ્રતિકારક નથી થતા. અજ્ઞાનરૂપી વાદળાં વિખરાઈ જવાથી અને વિકાસ પામતી કાન્તિવાળા આત્મ-ચન્દ્રનો ઉદય થવાથી સહજ એવા ચિદાનંદનો રસ પ્રાપ્ત થાય છે. એટલે સંસારના પ્રપંચોમાં વિરતિ થઈ છે. વિશેષાર્થ : સંસારના પ્રપંચો અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા છે. અહીં પ્રપંચ એટલે સંસારની માયાજાળનો વિસ્તાર. એ પ્રપંચોમાં કઠોરતા રહેલી છે. એ કઠોરતા હદ વગરની છે. એથી એ પ્રપંચોમાં જરા પણ આનંદ આવતો નથી. પાંચાલીના સ્તનની કઠોરતાથી કોને આનંદ આવે ? પાંચાલી એટલે પૂતળી. લાકડામાંથી કે પથ્થરમાંથી કોતરેલી પૂતળીના કળશ જેવા સ્તનમાં વાગે એવી નરી કઠિનતા હોય છે. એ પ્રીતિકર નથી હોતા. તેવી રીતે સંસારના પ્રપંચો કઠોર છે. જેમ વાદળાં વીખરાઈ જાય અને ચંદ્ર પ્રકાશે અને આનંદ આપે તેમ અજ્ઞાનરૂપી વાદળાં વીખરાતાં આત્મારૂપી ચંદ્રનો ઉદય થયો છે અને તે ચિદાનંદનો અનુભવ કરાવે છે. જ્યારે આત્મજ્ઞાનનો, એટલે કે સ્વસ્વરૂપનો આવો ઉત્તમ અનુભવ થાય ત્યારે સાંસારિક પ્રપંચોમાંથી સ્વાભાવિક રીતે જ નિવૃત્ત થવાનું મન થાય. [૧૦૦] વે યા રાજ્યશ્રીનરTrivહતા ! न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि ॥ बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतय स्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥२५॥ અનુવાદ : સંસારમાં હાથી, ઘોડા, ગાય, બળદ વગેરેના સમુદાયથી બનેલી રાજ્યલક્ષ્મી છે, તો શું જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ચિત્તમાં ઉત્પન્ન થયેલી લક્ષ્મી નથી ? જેમ બાહ્ય જગતમાં Jain Education Interational 2010_05 For Priva 47 Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પહેલો, અધિકાર ચોથો : ભવસ્વરૂપચિન્તા અધિકાર સ્ત્રીઓ છે તેમ ચિત્તમાં આત્મરતિરૂપી સ્ત્રી નથી ? તો પછી આવું સ્વાધીન સુખ ત્યજીને પરાધીન સુખ કોણ ઇચ્છે ? વિશેષાર્થ : સામાન્ય લોકો માટે ભૌતિક સુખ એ જ સર્વસ્વ છે. તેવી રીતે યોગી મહાત્માઓ પાસે પણ સુખ છે, પરંતુ તે વધુ ચડિયાતું સુખ છે. એ સુખને જોવાની, સમજવાની અને વિશેષતઃ અનુભવવાની દૃષ્ટિ અને શક્તિ અને પાત્રતા જોઈએ. સંસારમાં હાથી, ઘોડા, પાળેલાં પશુ, પંખીઓ, હીરા, મોતી, માણેક, વાડી, બંગલા અને જાતજાતનાં સાધનો, વાહનો, ઉપકરણો, અલંકારો વગેરે છે. એક મોટા રાજા પાસે હોય એટલી લક્ષ્મીને રાજ્યલક્ષ્મી તરીકે ઓળખાવી શકાય. કોઈની પાસે આવી રાજ્યલક્ષ્મી જો હોય, તો શું અધ્યાત્મયોગીઓ પાસે ઓછી રાજ્યલક્ષ્મી છે ? એમના અધ્યાત્મરાજ્યમાં શ્રુતાભ્યાસ, સંયમ, ઉપશમ, જ્ઞાન, ધ્યાન, ત્યાગ, તપ, શાંતિ, સ્થિરતા, વિવેક, વિનય, ઔદાર્ય, ક્ષમા, સરળતા, ભેદજ્ઞાન વગેરે વિવિધ પ્રકારની લક્ષ્મી કેટલી બધી ડિયાતી છે ! આ વાતની સાક્ષી તો અનુભવી જ આપી શકે. વળી ભૌતિક રાજ્યલક્ષ્મી તો ચંચળ છે, નાશવંત છે. અધ્યાત્મિક રાજ્યલક્ષ્મી નાશવંત નથી. આવ્યા પછી તે ચાલી જતી નથી. ભવાંતરમાં પણ તે સાથે આવી શકે છે. સંસારમાં રાજાઓ, શ્રેષ્ઠીઓ વગેરે પાસે રૂપવતી પ્રિયા છે, તો જ્ઞાનીઓ પાસે શું આત્મરતિ નામની પ્રિયા નથી ? પેલી પ્રિયાનું રૂપ તો વૃદ્ધાવસ્થા આવતાં કરમાઈ જવાનું છે. આત્મરતિનું રૂપલાવણ્ય તો ઉત્તરોત્તર ખીલતું જવાનું. ભૌતિક સુખ તો અન્ય વ્યક્તિ અને અન્ય પદાર્થ ઉપર આધાર રાખનારું છે, પરાધીન છે. આત્મિક સુખ માટે કોઈની યે ગરજ રહેતી નથી. જો આ પ્રમાણે હોય તો જ્ઞાની માણસો સ્વાધીન સુખ છોડી પરાધીન સુખની ઇચ્છા કરે ખરા ? [૧૦૧] પરાધીન શર્મ ક્ષયિ વિષયાંક્ષાયતિનમ્ । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥२६॥ અનુવાદ : સંસારનું આ સુખ પરાધીન છે, ક્ષય પામવાના સ્વભાવવાળું છે, વિષયોની આકાંક્ષાના સમૂહથી મલિન છે, ભીતિવાળું છે, તેમ છતાં કુબુદ્ધિવાળા તેમાં રાચે છે. પરંતુ જે જ્ઞાની પુરુષો છે તેઓ તો જે સ્વાધીન છે, અવિનાશી છે, ઇન્દ્રિયોની ઉત્સુકતાથી રહિત છે, ભયરહિત છે એવા આધ્યાત્મિક સુખમાં જ લીન બની રહે છે. વિશેષાર્થ : સુખનો વિષય ઘણો ગહન છે. અનેક પ્રકારની સંભાવનાઓ એમાં રહેલી છે. એમાં ઉચ્ચ ભાવના છે અને એટલી જ એમાં ભ્રમણા પણ રહેલી છે. સંસારનાં ભૌતિક સુખો ઘણી ઊતરતી કક્ષાનાં છે, કારણ કે તે પરાધીન છે, અલ્પસમયનાં છે. વિષયોની ઇચ્છાઓને કારણે તે મલિન છે અને ભીતિ ઉત્પન્ન કરે એવાં છે. જેની પાસે અતિશય ધન હોય તેને ચોરનો ભય રહે. રૂપવતી સ્ત્રી હોય તો એને શિયળનો ભય રહે. ધન, રૂપ વગેરે સાથે પણ ચંચળતાનું લક્ષણ જોડાયેલું છે. આવા હલકા પ્રકારના, નિંદનીય સુખમાં તો મિથ્યામતિવાળા અથવા કુબુદ્ધિવાળા જ રાચી શકે. જેઓ જ્ઞાની છે, 2010_05 ૫૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તત્ત્વના જાણકાર છે, સંસારના સ્વરૂપને સમજનાર છે અને સ્વરૂપમાં રમનાર છે તેઓ તો જે સુખ સ્વાધીન હોય, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલું હોય, ભયરહિત હોય, વિષયોની અભિલાષા, ઉત્સુકતા કે અપેક્ષા વિનાનું હોય, નિર્મળ હોય, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય, શાશ્વત હોય એવું સુખ પ્રાપ્ત કરવાનું અને એમાં જ મગ્ન રહેવાનું ઇચ્છે. [૧૦૨] તવેતદ્વાષન્ને નામયવાન વસ્તુ ભવस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः ॥ स्थिरीभूते ह्यस्मिन्विधुकिरणकर्पूरविमला । यशः श्री प्रौढा स्याज्जिनवचनतत्त्वस्थितिविदाम् ॥२७॥ અનુવાદ : એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે કે ભવસ્વરૂપનું ધ્યાન જગતને અભયદાન આપનારું અને સમતાના સુખનું કારણ છે. એ ધ્યાનમાં સ્થિર થવાથી જિનાગમનાં તત્ત્વોની સ્થિતિને જાણનાર પુરુષો માટે તો ચંદ્રનાં કિરણો જેવી અને કપૂર જેવી ઉજ્જવળ યશલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) વૃદ્ધિ પામે છે. વિશેષાર્થ : આ અધિકારનું સમાપન કરતાં આ છેલ્લા શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ રીતે અહીં ભવસ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું ચિંતન પ્રજ્ઞાવાન મનુષ્યો માટે શમસુખનું કારણ બને છે. તે જગતને અભયદાન દેવાવાળું છે. જગતમાં બનતી વિચિત્ર, વિષમ ઘટનાઓનું અવલોકન કરતાં અને તે વિશે ચિંતનમનન કરતાં વૈરાગ્યભાવ ઉત્પન્ન થયા વગર રહેશે નહિ. એ વૈરાગ્યભાવ જીવનમાં શાન્તિ લાવશે. ચિત્તમાં ઊઠતા વિકારો, કષાયો, આવેગો વગેરેને તે શાન્ત કરશે. ભવસ્વરૂપના ચિંતનથી જેઓનું ધ્યાન સ્થિર થઈ જાય છે તેમની યશલક્ષ્મી પ્રૌઢ બને છે, અર્થાત્ વૃદ્ધિ પામે છે. એ યશશ્રી કેવી છે ? જિનેશ્વર ભગવાનના સિદ્ધાન્તોના તત્ત્વને જાણવાવાળાની એ લક્ષ્મી છે. ચન્દ્રનાં કિરણો જેવી અથવા કપૂર જેવી ધવલ અને નિર્મળ એ લક્ષ્મી છે. પ્રાચીન ગ્રંથશૈલી અને કવિપરંપરા અનુસાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં આ પ્રથમ પ્રબંધના છેલ્લા શ્લોકમાં પોતાનું નામ ‘યશ' શ્લેષથી ગૂંથી લીધું છે. 2010_05 इति भवस्वरूपचिंताधिकारः । ભવસ્વરૂપચિંતા અધિકાર સંપૂર્ણ. इति प्रथम प्रबंध: । ૫૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો. અધિકાર પાંચમો * વૈરાગ્યસંભવ અધિકાર 24 [૧૦૩] મવસ્વરૂપવિજ્ઞાનાત્ પાળ્યદષ્ટિનાત્ तदिच्छोच्छेदरूपं द्राग् वैराग्यमुपजायते ॥१॥ અનુવાદ : ભવનું સ્વરૂપ જાણવાથી, તે નિર્ગુણ છે એવી દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એથી તે પ્રત્યે દ્વેષ (અભાવ, અરુચિ) થાય છે. એથી સંસારની ઇચ્છાનો ઉચ્છેદ થવારૂપી વૈરાગ્ય તત્કાળ ઉત્પન્ન થાય છે. વિશેષાર્થ : કેટલાક માણસોને સંસાર પ્રત્યે અચાનક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ધનહાનિ, માનહાનિ, અણબનાવ, વિશ્વાસઘાત, રાજ્યની મોટી ચોરી પકડાઈ જવી, સ્વજનનું મૃત્યુ વગેરે પ્રકારના આઘાતજનક અનુભવો વૈરાગ્ય જન્માવે છે. પણ એ વૈરાગ્ય એકંદરે ક્ષણિક હોય છે. જેઓ જ્ઞાની છે તેઓનો વૈરાગ્ય આવો ક્ષણિક નથી હોતો. તેઓને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાનાં મુખ્ય બે કારણ છે. એક તો સંસારના સ્વરૂપનું તેઓ ચિંતન કરે છે અને એથી સંસાર અત્યંત દુઃખમય, કષ્ટમય, વિષમતાથી અને વિચિત્રતાથી ભરેલો તેમને જણાય છે. બીજું કારણ એ છે કે પોતાની વિકસિત દૃષ્ટિથી નિહાળતાં એમને સંસારમાં ક્યાંય ગુણ દેખાતો નથી. સંસાર નિર્ગુણ છે, ગુણરહિત છે, એટલે કે અસાર છે એવી એમને દઢ પ્રતીતિ થાય છે. આથી સંસાર પ્રત્યે એમને વૈષ થાય છે અર્થાત્ સંસાર પ્રત્યે એમને અરુચિ અને અભાવ થાય છે. સંસારનાં પૌગલિક સુખો ભોગવવાની એમને અભિલાષા થતી નથી. આથી સાંસારિક ઇચ્છાઓનો તેઓ ઉચ્છેદ કરે છે. સંસાર પ્રત્યે તેઓ ઉદાસીન બને છે. એથી સંસાર પ્રત્યે તેમને તત્કાળ વૈરાગ્ય થાય છે. એ વૈરાગ્ય તેમને આત્મસ્વરૂપના ચિંતન તરફ લઈ જાય છે. [૧૦૪] સિદ્ધયા વિષયસ્તર્થસ્થ વૈરા વત્તિ છે. __ मतं न युज्यते तेषां यावदाप्रसिद्धितः ॥२॥ અનુવાદ : વિષયસુખની સિદ્ધિ થતાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવું જેઓ વર્ણવે છે તે યોગ્ય નથી, કારણ કે જ્યાં સુધી અર્થ (વિષય) છે ત્યાં સુધી એની અપ્રસિદ્ધિ છે. (અર્થાતુ બધા જ પદાર્થો પ્રાપ્ત થાય જ એવું કહી શકાતું નથી.) ' વિશેષાર્થ : આ શ્લોકમાં ‘સિદ્ધિ અને “અપ્રસિદ્ધિ એ બંને શબ્દો વિશિષ્ટ અર્થમાં વપરાયા છે. સિદ્ધિ એટલે સંપૂર્ણપણે પ્રાપ્તિ અને તૃપ્તિ. અસિદ્ધિ એટલે સંપૂર્ણપણે અપ્રાપ્તિ અને અતૃપ્તિ અથવા પ્રાપ્તિ અને તૃપ્તિમાં અપૂર્ણતા. અપ્રસિદ્ધિ એટલે વિશેષપણે અસિદ્ધિ. કેટલાક એવું માને છે કે એક વસ્તુ ભોગવી લીધા પછી માણસનું મન ધરાઈ જાય છે અને એનાથી ૫૭. Jain Education Interational 2010_05 Page #103 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિવૃત્ત થઈ જાય છે. ત્યાર પછી એ વસ્તુ તરફ એની આસક્તિ રહેતી નથી. એના તરફ વૈરાગ્ય આવી જાય છે. કેટલાક વળી એમ કહે છે કે વિષયોને ભોગવ્યા વિના સીધા વૈરાગ્ય તરફ વળવાથી ક્યારે વિષયેચ્છા જાગ્રત થશે તે કહી શકાય નહિ. માટે પહેલાં વિષયભોગ અને પછી વૈરાગ્ય એ સ્વાભાવિક ક્રમ છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. વિષયો અનેક પ્રકારના છે અને તે દરેકનો ભોગવટો કર્યા પછી વૈરાગ્ય તરફ વળવાની વાત કરવામાં આવે તો ક્યારેય વારો જ નહિ આવે. વળી વિષયોનું સ્વરૂપ એવું નથી કે એક વખત ભોગવટો કર્યો એટલે તરત મન તૃપ્ત અને નિવૃત્ત થઈ જાય, કારણ કે જ્યાં સુધી વિષયો છે ત્યાં સુધી અતૃપ્તિ રહેવાની જ. [૧૦૫] પ્રાતત્વમાકુરૈરવાષ્પષ્યનંતશ: I कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥३॥ અનુવાદ : કામભોગો અનંતવાર પ્રાપ્ત થયા હોવા છતાં જાણે પોતાને એક પણ વાર પ્રાપ્ત થયા નથી એવા ભ્રમને લીધે મૂઢ જીવોની કામભોગની ઇચ્છા શાંત થતી નથી. વિશેષાર્થ : ફક્ત એક વર્તમાન જીવનમાં બધા પ્રકારનાં ભૌતિક સુખો ભોગવવા જીવ નીકળે તો જીવન પૂરું થઈ જાય, પણ સુખના પદાર્થો અને પ્રકારો પૂરા ન થાય. જો એક ભવની અપેક્ષાએ પણ આ પ્રમાણે હોય તો જીવે આ પૂર્વે અનંત ભવ કર્યા છે અને તે દરેક ભવમાં વિષયોનું જે સુખ ભોગવ્યું છે એનો જો વિચાર કરીએ તો કલ્પના પણ કામ ન કરે. એમ કહી શકાય કે એક એક વિષયનું સુખ જીવે અનંત ભવમાં અનંત વાર ભોગવ્યું છે અને છતાં જીવને તૃપ્તિ નથી થઈ. મૂઢ જીવોને એમ જ લાગે છે કે વર્તમાન ભવમાં પોતાને પ્રાપ્ત થયેલા જે કામ ભોગો છે તે પહેલી જ વાર પ્રાપ્ત થાય છે. વળી ભોગોનું સ્વરૂપ એવું છે કે વારંવાર ભોગવવા છતાં તે જાણે નવું સ્વરૂપ ધારણ કરીને પહેલી વાર પોતાની પાસે આવ્યા હોય એવો ભાસ થાય છે. આથી વિષયો માટેની, વિવિધ પ્રકારના કામભોગોની વાસના-તૃષ્ણા ક્યારેય શાંત થતી નથી. [૧૦] વિષ: ક્ષયતે નો નેજોનૈરિવ પાવવા प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्द्धते ॥४॥ અનુવાદ : જેમ ઈંધણથી અગ્નિ ક્ષય પામતો નથી તેમ વિષયોના સેવન વડે કામ ક્ષીણ થતો નથી, પરંતુ તે શક્તિનો ઉલ્લાસ કરી વારંવાર વૃદ્ધિ પામે છે. વિશેષાર્થ : કોઈ કદાચ એવી દલીલ કરે કે વસ્તુ જેમ વપરાતી જાય તેમ ક્ષીણ થતી જાય, ખૂટતી જાય અને એમ કરતાં કરતાં છેવટે જીર્ણ થઈને, શીર્ણ થઈને નષ્ટ પામે. કેટલીક સ્કૂલ નિર્જીવ ચીજવસ્તુઓની બાબતમાં એ સાચું હશે કે તે વપરાઈ, ઘસાઈને છેવટે નાશ પામે, પરંતુ કામભોગની બાબતમાં એવું નથી. એ તો અગ્નિ જેવો છે. અગ્નિમાં ઈંધણ નાખવાથી અગ્નિ શાંત થતો નથી, પરંતુ વધુ અને વધુ બળવા લાગે છે. ક્યારેક શાંત પડવા આવેલા અગ્નિમાં લાકડાં, કોલસા નાખવામાં આવે તો તે પાછો વધુ જોરથી બળવા લાગે છે, જાણે કે, એનામાં ફરી નવી શક્તિ આવી ન હોય ! તેવી રીતે મંદ પડવા ૫૮ Jain Education Interational 2010_05 on International 2010_05 Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજ, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર આવેલો કામભોગ અનુકૂળ વ્યક્તિ, પરિસ્થિતિ મળતાં ફરી જોરમાં આવે છે અને શાંત થવાને બદલે પ્રજવલિત બને છે. એટલા માટે જ કહેવાયું છે કે – न जातु काम कामानां उपभोगेन शाम्यति । (કામવાસના કામના ઉપભોગથી શાન્ત થતી નથી.) જો કામભોગનું સ્વરૂપ આવું હોય તો તેની તૃપ્તિથી વૈરાગ્ય કેવી રીતે પ્રગટે ? વર્ષોના વૈરાગ્ય પછી, સંયમના પાલન પછી, ઇન્દ્રિયોના વિષયનો જરાક જેટલો સ્વાદ માણવાની ઉત્સુકતાથી નીકળેલા મહાત્માઓ ત્યાર પછી સંયમ તરફ પાછા ફરી શક્યા નથી અને પતનના માર્ગે વધુ અને વધુ ઘસડાયા છે. [૧૦૭] સૌખ્યત્વમિવ સિંહનાં પ્રશ્નનામિવ ક્ષTI विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्वचम् ॥५॥ અનુવાદ : જેમ સિંહોમાં સૌમ્યતા હોવી તે અશક્ય છે, જેમ સર્પોમાં ક્ષમા અશક્ય છે તેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલાને વૈરાગ્ય પ્રાપ્ત થાય એમ કહેવું અશક્ય છે. વિશેષાર્થ : કેટલાક જીવોમાં એમનાં પ્રકૃતિગત લક્ષણો હોય છે. ઉદાહરણ તરીકે સિંહ ક્યારેય સૌમ્ય પ્રકૃતિવાળો બની ન શકે. પોતાના શિકારને જોતાં જ તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. સર્પ ચાલ્યો જતો હોય અને એના ઉપર કોઈનો પગ પડે તો તે ડંખ માર્યા વગર રહે નહિ. “હશે, જવા દો બિચારાને. એની ભૂલ થઈ હશે.”—એવો ક્ષમાભાવ સર્પમાં ક્યારેય આવી ન શકે, કારણ કે ક્ષમા એની પ્રકૃતિમાં નથી. તેવી રીતે વૈરાગ્ય એ વિષયવાસનાનું લક્ષણ નથી. તીવ્ર વિષયવાસના હોવી અને સાથે સાથે વૈરાગ્ય ભાવ હોવો, એમ એ બે એક સાથે રહી ન શકે. જ્યાં વૈરાગ્ય છે ત્યાં વિષયવાસના નથી અને જયાં વિષયવાસના છે ત્યાં વૈરાગ્ય નથી. [૧૦૮] મત્વા વિષયત્યા ય વૈરાર્થ થિર્વત્તિ अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छिति ॥६॥ અનુવાદ : વિષયોનો ત્યાગ કર્યા વિના જો કોઈ માણસ વૈરાગ્ય ધારણ કરવા ઇચ્છે તો તે અપથ્યનો ત્યાગ કર્યા વિના રોગનો ઉચ્છેદ કરવા ઇચ્છે છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ અહીં વિષયત્યાગ વિના વૈરાગ્યની ઇચ્છા ધરાવનારને રોગી સાથે સરખાવે છે. જે પ્રમાણે રોગ હોય તે પ્રમાણે રોગીના ખાનપાનમાં શું શું પથ્યાપથ્ય છે તે વૈદરાજો જણાવે છે. ભારે તાવ આવ્યો હોય અને દર્દી પેટ ભરીને મિષ્ટાન્ન ખાય, મધુપ્રમેહનો રોગ થયો હોય અને દર્દી ખૂબ સાકર ખાય, ભારે શરદીથી શરીર ઠંડું પડીને ધ્રૂજતું હોય ત્યારે દર્દી બરફ નાંખેલું ઠંડું પાણી પીએ અથવા બહુ ઝાડા થઈ ગયા હોય ત્યારે માણસ દૂધપાક ખાવા બેસે તો એથી દર્દ વધી જાય. એ બધી વસ્તુઓ દર્દીને માટે અપથ્ય છે. દર્દ મટાડવા માટે પહેલાં અપથ્ય કે કુપથ્યનો ત્યાગ કરવો જરૂરી છે. એવી રીતે વિષયભોગ ૫૯ Jain Education Interational 2010_05 Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વૈરાગ્ય માટે અપથ્ય છે. અપથ્યના સેવનથી પરિસ્થિતિ બગડે છે, મોહદશા વધે છે અને વૈરાગ્ય તો ઘણો ડે છે. માટે વૈરાગ્ય કેળવવા માટે વિષયભોગરૂપી અપધ્યનો ત્યાગ પ્રથમ થવો જોઈએ. [૧૦] ન વિત્તે વિષયવૈરાર્થ સ્થા/મધ્યત્રમ્ अयोधन इवोत्तप्ते निपतन्बिदुरंभसः ॥७॥ અનુવાદ : લોઢાના તપાવેલા ઘણ ઉપર પડેલું પાણીનું બિંદુ જેમ શોષાઈ જાય, તેમ વિષયથી આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહી શકતો નથી. વિશેષાર્થ : અહીં બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. લોઢાના તપાવેલા ઘણ ઉપર પાણીનું એક ટીપું નાંખવામાં આવે તો તે છમ્ કરીને તરત જ શોષાઈ જાય છે. ક્ષણવાર પણ તે ટકી શકતું નથી. તેવી રીતે વિષયભોગમાં લયલીન બનેલા ચિત્તમાં વૈરાગ્યની વાત જરા પણ ટકતી નથી. તે વખતે એને બોધવચનો તો પ્રિય નથી લાગતાં પણ વિષયાન્તરની વાત પણ ગમતી નથી. ભાવતું ભોજન ખાવા બેઠેલા ભૂખ્યા માણસને કહેવામાં આવે કે ખાવાનું રહેવા દો અને આ ફૂલની સરસ સુંગધ માણો તો તે પણ એને ગમતી વાત નથી. એવી જ રીતે અન્ય પ્રકારના ભોગોપભોગમાં પણ બને છે. તો પછી ભોગોપભોગ વખતે વૈરાગ્યની વાત કેવી રીતે ગમે ? કદાચ વૈરાગ્યની વાત કરવા ખાતર કે મજાક ખાતર માણસ કરે તો પણ એના અંતરમાં વૈરાગ્ય હોતો નથી. ભોગપભોગ વખતે ઇન્દ્રિયો બાહ્ય પદાર્થોમાં દોડે છે. વૈરાગ્ય માટે અંતર્મુખ બનવું પડે છે. જો આમ, ક્ષણવાર માટે પણ વિષયભોગની સાથે વૈરાગ્ય ન ટકી શકતો હોય તો પછી કાયમ વિષયભોગની સાથે કાયમનો વૈરાગ્ય તો ક્યાંથી સંભવી શકે ? [૧૧] વીવુડ થાત્ દૂત્રો પહને યવશિનિ .. तदा विषयसंसर्गिचित्ते वैराग्यसंक्रमः ॥८॥ . અનુવાદ : જો અમાસની રાતે ચંદ્રનો ઉદય થાય અને જો વંધ્ય (અવકેશિ) વૃક્ષને ફળ આવે, તો વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યનો પ્રવેશ થાય. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ આ વાતને વધુ દૃઢ રીતે સમજાવવા માટે બીજાં બે દૃષ્ટાન્ત આપે છે. અમાસની ઘોર અંધારી રાતે ચંદ્રદર્શન શક્ય નથી. તેવી જ રીતે જે વૃક્ષ વંધ્ય હોય તેને ફળ આવતું નથી. અમાસની રાતે જો ચંદ્રદર્શન સંભવિત બને અથવા વંધ્ય વૃક્ષને ફળ આવે, તો જ વિષયાસક્ત ચિત્તની અંદર વૈરાગ્યનું સંક્રમણ થાય. એટલે કે એ ક્યારેય શક્ય બને નહિ. [૧૧૧] મવહેતુપુ તષા-શિષ્યવૃત્તિતઃ | वैराग्यं स्यान्निराबाधं भवनैर्गुण्यदर्शनात् ॥९॥ અનુવાદ : ભવના હેતુ ઉપર દ્વેષ થવાથી, વિષયોમાં પ્રવૃત્તિ ન થવાથી અને ભવને ગુણરહિત જોવાથી નિરાબાધ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. Jain Education Interational 2010_05 Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર વિશેષાર્થ : વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય અને તે કેવી રીતે ટકી શકે ? પ્રથમ તો ભવના હેતુ પ્રત્યે દ્વેષ થવો જોઈએ. ભવ એટલે સંસાર. હેતુ એટલે કારણ. સંસાર ગમતો ન હોવો જોઈએ. જન્મ, મરણ અને પુનર્જન્મનું જે ચક્ર ચાલ્યા કરે છે તેમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા થવી જોઈએ. તે ચક્ર ક્યા કારણે ચાલે છે ? જો વિચાર કરવામાં આવે તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરેને કારણે જન્મમરણના ફેરા ચાલ્યા કરે છે એવું પોતાને સમજાવું જોઈએ. સંસારના આ હેતુ છે એ સમજાયા પછી તે પ્રત્યે દ્વેષ, અભાવ, ખેદ વગેરે થવાં જોઈએ. વળી સંસારનું સ્વરૂપ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતાં તેમાં માત્ર અવગુણો કે દોષો જ છે અને તેમાં કોઈ ગુણ રહેલો નથી એવી અંતરમાં પ્રતીતિ થવી જોઈએ. બીજા લોકોને સંસારમાં જે ગુણ દેખાય છે તે વસ્તુતઃ તત્ત્વસ્વરૂપે અને પરમાર્થ દૃષ્ટિએ દોષ જ છે અને ગુણાભાસ છે એમ સમજાવું જોઈએ. આ સમજાયા પછી સંસારના કામભોગમાં અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આવવી જોઈએ. મન સંસારના સ્વરૂપને સમજે, પણ હૃદય વિષયભોગમાં દોડવા પોતાને પ્રેર્યા કરે એવી સંઘર્ષમય સ્થિતિ સર્જાય ત્યારે જીવનમાં ઘડીક વૈરાગ્ય અને ઘડીક વિષયભોગ એવી ડામાડોળ સ્થિતિ રહે છે. એવો બાધાવાળો વૈરાગ્ય સામાન્ય વૈરાગ્ય કે કામચલાઉ વૈરાગ્ય હોય છે. જયારે વિષયભોગમાંથી પૂરી સમજણ સાથેની, શ્રદ્ધા સહિતની નિવૃત્તિ આવે ત્યારે જ અનુક્રમે નિરાબાધ વૈરાગ્ય પ્રગટ થાય છે અને તે સ્થિર તથા દઢ રહે છે. [૧૧૨] ચતુર્થે પુસ્થાને નવૅવં તત્ પ્રસજ્જતે युक्तंखलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥१०॥ અનુવાદ : જો એમ હોય તો ચોથા ગુણસ્થાનકે પણ વૈરાગ્યની ઉત્પત્તિ થશે, કારણ કે પ્રમાણ જાણનારાઓને (પ્રમાતાને) સંસારની નિર્ગુણતાનું દર્શન થઈ શકે છે. વિશેષાર્થ : અહીં એક તાત્ત્વિક પ્રશ્ન ઊભો થશે. જો સંસારની નિર્ગુણતાનું દર્શન થવાથી વૈરાગ્યની ઉત્પત્તિ અવશ્ય થતી હોય તો ચોથે ગુણસ્થાનકે વર્તતા સમ્યગુષ્ટિ જીવોને વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ, કારણ કે તેઓને સંસારની નિર્ગુણતાનું દર્શન થાય છે. એ ગુણસ્થાનકે વર્તતા જીવો પ્રમાતુ (પ્રમાણને જાણવાવાળા) હોય છે. તેથી તેઓ સંસારના સ્વરૂપને યથાર્થપણે જાણવાવાળા હોય છે એમ કહી શકાય. પરંતુ ચોથું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગ્દષ્ટિનું છે. એ ગુણસ્થાનકે વિરતિ એટલે વૈરાગ્ય નહિ પણ અવિરતિ હોય છે. ત્યાં કામભોગની અપ્રવૃત્તિ હોતી નથી. તો પછી ત્યાં વૈરાગ્ય કેવી રીતે સંભવે ? એક જ ગુણસ્થાનકે વૈરાગ્ય અને અવૈરાગ્ય એમ બંને જો સ્વીકારવામાં આવે તો અસંગતિનો દોષ ન આવે ? આ પ્રમાણે તર્કયુક્ત શંકા પોતે ઊભી કરીને ગ્રંથકર્તા હવે પછીના શ્લોકમાં એનું સમાધાન કરે છે. [૧૧૩ સત્યં વારિત્રમોહસ્થ મહિમા જોડણયં વસ્તુ यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥११॥ અનુવાદ : સાચી વાત છે. ચારિત્ર-મોહનીય કર્મનો કોઈ એવો મહિમા છે કે અન્ય હેતુનો યોગ હોય તે છતાં પણ ફળનો અયોગ (અભાવ) દેખાય છે. 2010_05 Page #107 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ' વિશેષાર્થ : એ સાચી વાત છે કે ચોથા ગુણસ્થાને ભવની નિર્ગુણતાનું દર્શન થવા છતાં, ત્યાં અવિરતિ હોય છે. સામાન્ય રીતે જ્યાં હેતુ એટલે કારણ હોય ત્યાં તે કાર્યમાં પરિણમે. અન્ય પક્ષે જ્યાં કાર્ય હોય ત્યાં કારણ રહેલું હોય. પરંતુ ચોથા ગુણસ્થાનકે ભવની નિર્ગુણતાનાં દર્શનરૂપી હેતુ વિદ્યમાન હોવા છતાં તે કાર્યમાં પરિણમતો નથી. તેનું કારણ ચારિત્ર-મોહનીય કર્મની પ્રબળતા છે. આ ચારિત્ર-મોહનીય કર્મ એટલું બધું વિચિત્ર છે કે તેમાં બીજા હેતુનો યોગ હોવા છતાં તેનું મૂળ જોવામાં ન આવે. ચારિત્ર-મોહનીય કર્મનો ઉદય ત્યાં એટલો જોરદાર છે કે વૈરાગ્યની પ્રાપ્તિમાં તે પ્રતિબંધક બને છે. ચારિત્ર-મોહનીય કર્મ, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય અને નવ નોકષાયથી બંધાય છે. ચાર કષાયના પણ તરતમતા અનુસાર અનંતાનુબંધીય, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર છે. આમ ચારિત્ર-મોહનીય કર્મ સંસારના જીવોને ઘણું ભમાડે છે. ચોથે ગુણસ્થાનકે ભવસ્વરૂપજ્ઞાન, ભવની નિર્ગુણતાનું દર્શન, તત્ત્વમાં શ્રદ્ધા વગેરે કારણો ઉપસ્થિત હોવા છતાં તે વૈરાગ્યમાં પરિણમતાં નથી. ત્યાં હેતુનો યોગ હોવા છતાં ફળનો યોગ નથી થતો. ન્યાયશાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે જયાં હેતુ હોય ત્યાં ફળ હોય, પરંતુ એક કરતાં વધુ હેતુ હોવા છતાં જો કોઈ પ્રબળ પ્રતિબંધકભાવ હોય, તો તે બધા હેતુઓ મળીને પણ પ્રતિબંધકભાવને હઠાવવા શક્તિમાન થતા નથી. ચોથે ગુણસ્થાનકે ચારિત્ર-મોહનીય કર્મ આવા પ્રતિબંધક-ભાવરૂપે રહે છે. એટલે ત્યાં વૈરાગ્યમાં શ્રદ્ધા હોવા છતાં સંપૂર્ણ વૈરાગ્ય પ્રગટતો નથી, એટલે કે નિવૃત્તિરૂપે પરિણમતો નથી. અલબત્ત, ત્યાં કષાયોની તીવ્રતા હોતી નથી. [૧૧૮] રાવિષે તંત્રપિ = ઘેટું નતિ સર્વથા .. स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥१२॥ અનુવાદ : વિશિષ્ટ દશામાં ત્યાં (ચોથા ગુણસ્થાનકે) વૈરાગ્ય સર્વથા ન હોય એવું નથી. ત્યાં પણ પોતાના વ્યાપાર (સ્વભાવ-રમણતા) દ્વારા આસંગ (આસક્તિ)નું હરણ થાય છે. વીતરાગસ્તવમાં પણ એ પ્રમાણે કહ્યું છે. વિશેષાર્થ : ચોથું ગુણસ્થાનક અવિરતિનું છે, પરંતુ એ ગુણસ્થાનકે સર્વથા, સર્વપ્રકારે સંપૂર્ણપણે સદાને માટે અવિરતિ જ હોય એવું નથી. એ ગુણસ્થાનકે પણ એવી વિશિષ્ટ દશા જો હોય તો ત્યાં વૈરાગ્ય સંભવી શકે છે. જે સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તા નામની દૃષ્ટિમાં આવે છે ત્યારે તેમનામાં, વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય તો પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. તેઓ વિષયોમાં પ્રવૃત્ત હોવા છતાં તેમાંથી આસંગ (આસક્તિ)ને હરી લે છે. વિષયોના સ્વરૂપના જ્ઞાન વડે તેઓ આસક્તિની તીવ્રતાને ન્યૂન કરતા રહે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પોતાના “વીતરાગસ્તવ અથવા “વીતરાગસ્તોત્ર'માં પણ આ જ વાત કહી છે. ઉપાધ્યાયજી મહારાજ હવે “શ્રી વીતરાગસ્તવનો નીચેનો શ્લોક ટાંકે છે. ૬૨ Jain Education Intemational 2010_05 Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર [૧૧૫] યા મરુદ્રશ્રર્વથા નાથvમુજેતે ! यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥१३॥ અનુવાદ : હે નાથ ! આપ જ્યારે (પૂર્વ ભવમાં) દેવેન્દ્રની કે નરેન્દ્રની લક્ષ્મીને ભોગવો છો ત્યારે, જ્યાં તમારી રતિ જણાય છે ત્યાં પણ તમારો વૈરાગ્ય જ હોય છે. વિશેષાર્થ : આ શ્લોક, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યત “શ્રી વીતરાગસ્તવમાંથી લેવામાં આવ્યો છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માનો જીવ પૂર્વ ભવમાં સમ્યકત્વ પામ્યા પછી ચોથે ગુણસ્થાનકે વર્તતો હોય છે. પૂર્વના પુણ્યના ઉદયે તે દેવગતિમાં જાય કે મનુષ્યભવમાં રાજા કે ચક્રવર્તિનું પદ પામે ત્યારે પણ તે ચોથા ગુણસ્થાનકે હોય. તીર્થંકરના ભાવમાં પણ તે જ્યાં સુધી સર્વ વિરતિઘર ન બને ત્યાં સુધી પણ ચોથા ગુણસ્થાનકે હોય. હવે પૂર્વના દેવેન્દ્રના કે નરેન્દ્રના ભવમાં એમણે ઐશ્વર્ય માણ્યું એવું આપણે સ્વાભાવિક રીતે માનીએ છીએ. પરંતુ ત્યાં પણ જે જે પ્રકારનું સુખ તેઓ માણતા હોય તેમાં પણ તેમની વિરક્તિ જ રહેલી હોય છે. એટલે ચોથા ગુણસ્થાનકે અમુક દશાના જીવોમાં બાહ્ય દૃષ્ટિએ અવિરતિ જણાતી હોય ત્યાં પણ તેઓ આસક્તિરહિત હોઈ શકે છે. સર્વવિરતિરૂપ સંપૂર્ણ ત્યાગ-વૈરાગ્ય ત્યાં નથી હોતાં, તેમ છતાં ત્યાં વૈરાગ્યનો સાવ અભાવ હોય છે એમ પણ નહિ કહી શકાય. [૧૧] મચ્છી થી વિચ્છિન્ન પ્રવૃત્તિઃ જમાવના रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुभवेद्यतः ॥१४॥ અનુવાદ : જેમની ભવની ઇચ્છા વિચ્છેદ પામી છે તેમની જે કાંઈ પ્રવૃત્તિ છે તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. તેવા વિરક્ત પુરુષની જે રતિ દેખાય છે તે સર્વત્ર શુભ વેદનીય કર્મના ઉદયથી જ છે. વિશેષાર્થ : “વીતરાગસ્તવ'ના એ શ્લોક ઉપર વિશેષ પ્રકાશ પાડતાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જેઓને સંસાર ગમતો નથી તથા સંસારના વિચ્છેદ માટે જેમની અભિલાષા બહુ તીવ્ર છે એવા વિરક્ત મહાત્માઓની સાંસારિક પ્રવૃત્તિઓમાં જે રતિ હોય છે તે કર્મના ઉદયથી જ છે. ત્યાં ઉદયમાં આવેલું કર્મ ભોગવાય છે. એ કર્મ પ્રાયઃ નિકાચિત હોય છે. એટલે તે ભોગવ્યા વગર છૂટકો નથી. આ કર્મ પ્રાયઃ વેદનીય કર્મ હોય છે અને તે શુભ પ્રકારનું શતાવેદનીય કર્મ હોય છે. તેઓ ઉદયમાં આવેલું કર્મ ભોગવે છે, પરંતુ એ ભોગવતી વખતે તેઓને નવા કર્મો બંધાતાં નથી, કારમ કે એમના હૃદયમાં વૈરાગ્ય જ હોય છે. આથી તીર્થંકર પરમાત્માના જીવે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછીના ભવોમાં જે કંઈ ભોગવિલાસની પ્રવૃત્તિ કરી હોય તેમાં તેમના શતાવેદનીય કર્મનો જ ઉદય રહેલો હોય છે. ચોથે ગુણસ્થાનકે વર્તતા શું બધા જ જીવોમાં આ પ્રમાણે વૈરાગ્ય હોય ? ના, એ ગુણસ્થાનકે વર્તતા જીવોમાંથી જેઓએ વિશિષ્ટ દશા પ્રાપ્ત કરી હોય તેમને વિશે જ આ કહી શકાય. જે જીવોનો અન્ય કર્મનો ઉદય બળવાન હોય તેઓની આવી વિશિષ્ટ દશા ન હોય. અલબત્ત, આ ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી પ્રકારના કર્મનો ઉદય ન સંભવી શકે, કારણ કે જયાં સુધી અનંતાનુબંધી કર્મ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન થાય નહિ. ૬૩ Jain Education Interational 2010_05 Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૧૭] મતક્ષાક્ષેપલસાનાત્ વત્તીય મોડાસંનિથી ! न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रमिदं वचः ॥१५॥ અનુવાદ : એટલે આક્ષેપક જ્ઞાનને લીધે ભોગની સમીપે રહ્યા છતાં તેમની શુદ્ધિનો નાશ થતો નથી, એવું કાન્તા નામની “યોગદષ્ટિ' વિશે શ્રી હરિભદ્રસૂરિનું વચન છે. વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિ-સમુચ્ચય'માં કાન્તા દૃષ્ટિનું લક્ષણ વર્ણવતાં કહ્યું છે श्रुतधर्मे मनोनित्यं कायास्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥ (એની કાયા અન્ય કાર્ય કરતી હોય છે, પરંતુ એનું મન હમેશાં શ્રતધર્મમાં રહેલું હોય છે, એટલે આક્ષેપક જ્ઞાનને લીધે એને ભોગો ભવના હેતુરૂપ થતા નથી.) જીવ ઉત્તરોત્તર આત્મિક વિકાસ સાધતો સાધતો જેમ જેમ ઉપર ચડતો જાય છે તેમ તેમ તેનામાં વિશિષ્ટ ગુણલક્ષણો પ્રગટ થતાં જાય છે. હેય-ઉપાદેય વિશે તેની વિવેકદૃષ્ટિ વિકસતી જાય છે. આત્મિક વિકાસના આવા આઠ તબક્કાને આઠ યોગદષ્ટિ તરીકે શ્રી હરિભદ્રસૂરિએ ઓળખાવ્યા છે. મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા નામની આઠ યોગદષ્ટિમાંથી અહીં છઠ્ઠી કાન્તા દૃષ્ટિવાળા જીવનું લક્ષણ વર્ણવાયું છે. શ્રી હરિભદ્રસૂરિને અનુસરીને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “યોગદષ્ટિની સઝાય'માં આ કાન્તા દષ્ટિ વિશે કહ્યું છે : મન મહિલાનું રે વ્હાલા ઉપરે, બીજાં કામ કરત; તિમ શ્રતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત. એહવે જ્ઞાને રે વિઘન-નિવારણે, ભોગ નહિ ભવ હેત; નવિ ગુણ દોષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત. કાન્તા દૃષ્ટિમાં આવેલા જીવોને આક્ષેપક જ્ઞાન હોય છે. આક્ષેપક એટલે ખેંચી લેનારું. આક્ષેપક જ્ઞાન વડે જીવ રાગ દશામાંથી પોતાના ચિત્તને ખેંચી લે છે. આ દૃષ્ટિવાળા જીવોમાં સારાસારનો એવો વિવેક હોય છે કે પોતાના ચિત્તમાં અશુભ વિચારધારા ચાલુ થાય કે તરત ત્યાંથી પોતાના ચિત્તને પાછું ખેંચી લે છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માઓ ભોગસામગ્રીની સમીપ હોવા છતાં તેમના ચિત્તની શુદ્ધિ હણાતી નથી. તેમને શ્રુતજ્ઞાનનો એવો ઉત્કટ રસાનુભવ થાય છે કે પછી બાહ્યદૃષ્ટિએ ભોગ વિલાસમાં હોવા છતાં તેમાં તેમને આસક્તિ રહેતી નથી. તેઓ સ્વરૂપાનુભવમાં રમતા હોય છે. શ્રી આનંદઘનજી મહારાજે પોતાના એક પદમાં એ વિશે નીચે પ્રમાણે બે સરસ દેખાત્ત આપ્યાં છે : ચારો ચરન કે કારણે રે ગૌઆ બનમેં જાય; ચારો ચરે ફિરે ચિહું દિશિ, વાકી નજર બડ્ડરિયા માંહ્ય. ચાર પાંચ સાહેલિયાં મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાકી નજર ગગુરિઆ માંહ્ય. Jain Education Interational 2010_05 Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર [૧૧૮] માયામતત્ત્વત: પશ્યન્નતિનસ્તતો દ્રુતમ્ | तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६॥ અનુવાદ : માયાજળને તત્ત્વથી જાણી લેતો જીવ ત્યાં ઉદ્વિગ્ન થતો નથી અને તેથી તે તેમાંથી નિર્વિઘ્નપણે ત્વરાથી પસાર થઈ જાય છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોક શ્રી હરિભદ્રસૂરિકૃતિ “યોગદષ્ટિ સમુચ્ચય'માંથી અવતરણ તરીકે આપ્યો છે. અંભ એટલે જળ. માયાભ એટલે માયાજળ. એમાં જળ ખરેખર ન હોય, પણ જળનો આભાસ એવો થાય કે જાણે સાચે જ જળ ન હોય ! જે માયાજળનો જાણકાર ન હોય તે માણસ માયાજળમાં દાખલ થતાં પોતાનાં વસ્ત્ર સહેજ ઊંચાં લે અને ધીમાં ડગલાં માંડે. પરંતુ પછી એને ખબર પડે છે કે ત્યાં પાણી નથી અને પોતે દૃષ્ટિભ્રમથી છેતરાયો છે. બીજાને ભ્રમમાં નાખવા માટે પણ કેટલાક આવી યુક્તિ કરતા હોય છે. મહાભારતમાં આવે છે કે પાંડવોના મહેલની એવી રચના કરવામાં આવી હતી કે જ્યાં જળ ન હોય ત્યાં જળ જેવું દેખાય અને જ્યાં જળ હોય ત્યાં સ્થળ જેવું દેખાય. યુધિષ્ઠિર દુર્યોધનને એ મહેલમાં પધારવા નિમંત્રણ આપે છે ત્યારે એવે સ્થળે દુર્યોધન છેતરાઈ જાય છે. ઉનાળામાં રણમાં રેતી ઉપર સૂર્યનાં કિરણો એવી રીતે પડતાં હોય છે કે દૂર દૂર પાણીથી ભરેલું સરોવર હોય એવો ભાસ થાય. મૃગ એવું પાણી જોઈને તે પીવા દોડે છે, પરંતુ જેમ એ દોડતું જાય તેમ એ સરોવર આપે ને આઘે જતું જાય અને છેવટે મૃગ થાકીને લોથ થઈ જાય, મૃત્યુ પણ પામે, પરંતુ એને પાણી ન મળે. એટલે આવા આભાસને મૃગજળ કહેવામાં આવે છે. જ્યારે દૃષ્ટિભ્રમ નીકળી જાય, અથવા પહેલેથી ભ્રમ થાય જ નહિ તેવી વ્યક્તિ વાસ્તવિકતા અનુસાર સાચી રીતે ગતિ કરે છે. આ સંસાર પણ માયાજળ જેવો છે. સામાન્ય લોકો એને સાચું જળ માનીને પોતાનો જીવનવ્યવહાર ચલાવે છે. પરંતુ જે તત્ત્વજ્ઞાનીઓ છે તેઓ તો સંસારને બરાબર ઓળખી લે છે. જેમ માયાજળની ખબર પડ્યા પછી માણસ એવા પાણીથી ડરતો નથી અને ત્યાંથી અચકાયા વગર સડસડાટ ચાલ્યો જાય છે, તેમ સંસારના સ્વરૂપને ઓળખનારા તત્ત્વજ્ઞાનીઓ અલના પામ્યા વિના સંસારને પાર કરી જાય છે. “યોગદૃષ્ટિની સઝાય”માં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે : માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણી રે તે બીતો રહે, ન ચલે ડામાડોલ. [૧૧૮] મોII સ્વરૂપત પડ્યું તથા માયોપમાન भुंजानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ॥१७॥ અનુવાદ : તે જ પ્રમાણે ભોગોના સ્વરૂપને માયાજળ જેવા જાણીને તે ભોગોને ભોગવતો હોવા છતાં અનાસક્ત રહીને પરમ પદ તરફ જાય છે. ' વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિકૃત ‘યોગદષ્ટિ સમુચ્ચય'નો આ શ્લોક ઉપાધ્યાયજી મહારાજે અહીં ટાંક્યો ૬૫ Jain Education Intemational 2010_05 Page #111 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે. એમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે જેઓ સમ્યગ્દર્શનને પામેલા છે અને છઠ્ઠી કાન્તા નામની યોગદૃષ્ટિની ભૂમિકાએ પહોંચેલા છે તેવા આત્માઓ, સંસારમાં રહીને સંસારના ભોગ ભોગવતા હોવા છતાં, ભોગોથી અનાસક્ત રહે છે. એ ભોગ ભોગવવામાં તેમને રસ નથી હોતો. તેઓ સંસારના સ્વરૂપને બરાબર જાણે છે. તેઓ પુદ્ગલના સ્વભાવને ઓળખે છે. એટલે તેઓ પુદ્ગલાનંદી નથી બનતા. સંસારનાં પૌલિક સુખોને માયાજળ જેવાં જાણીને એ તેમાંથી નીકળી જાય છે. આથી જ એવા આત્માઓ અનુક્રમે પરમ પદને એટલે મોક્ષને પામે છે. [૧૨૦] મોળતત્ત્વસ્થ તુ પુનર્ન ભવોધિબંધનમ્ । मायोदकदृढावेशात्तेन यातीह कः पथा ॥ १८ ॥ અનુવાદ : ભોગને જ તત્ત્વરૂપ માની લેનાર જીવ સંસારસાગરનું ઉલ્લંઘન કરી શકતો નથી. માયાજળનો જેને દૃઢ આવેશ છે એવો કોણ તે માર્ગે જાય ? વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માંથી આ શ્લોક અવતરણ તરીકે ગ્રંથકારે આપ્યો છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે કેટલાય જીવો એવા હોય છે કે જેઓ આત્માને નહિ પણ દેહને જ સર્વસ્વ માને છે. તેમને સંસાર જ સારરૂપ લાગે છે. આ સંસારમાં મનુષ્યરૂપે જન્મ મળ્યો છે તે ખાઈપીને મોજમજા કરવા માટે જ મળ્યો છે. ભોગપદાર્થો ભોગવી લેવા જોઈએ. ‘આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે ?' અથવા ‘આ ભવ મીઠો, પરભવ કોણે દીઠો ?' આવાં આવાં વચનો ઐહિક જીવનને ભરપેટ માણી લેવા માટે ભવાભિનંદી જીવો કહેતા હોય છે. પરંતુ તે બિચારાઓને ખબર નથી હોતી કે આ સંસાર-સાગરનાં મોજાંઓમાં તણાઈને તેઓ ક્યાંના ક્યાં અથડાશે ? માયારૂપી જળને સાચું માનીને ગભરાયેલા તેઓ ત્યાં જ અટકી જાય છે. પરિણામે તેઓ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ભવોદધિનું ઉલ્લંઘન કરી પાર ઊતરવાનું તેમને માટે અશક્ય છે. [૧૨૧] સ તંત્રેવ મવોદ્ધિનો યથા તિષ્ઠત્વસંશય । मोक्षमार्गेऽपि हि तथा भोगजंबालमोहितः ॥ १९ ॥ અનુવાદ : તે જેમ ભવોદ્વિગ્ન હોવાથી નિઃસંશયપણે ત્યાં જ ઊભો રહી જાય છે, તેમ ભોગના કાદવ(જંબાલ)થી મૂંઝાયેલો તે મોક્ષમાર્ગમાં પણ એમ જ ઊભો રહી જાય છે. વિશેષાર્થ : શ્રી હરિભદ્રસૂરિકૃત ‘યોગષ્ટિ સમુચ્ચય'માંથી આ શ્લોક ટાંકવામાં આવ્યો છે. ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માં બતાવ્યા પ્રમાણે સંસારના જીવો આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ જુદા જુદા તબક્કામાં હોય છે. આત્મવિકાસમાં પાછળ રહેલા એવા બહિરાત્માના પ્રકારના કેટલાયે જીવો સંસારથી ઉદ્વેગ પામતા રહેવા છતાં સંસારનાં ભૌતિક સુખોમાં રચ્યાપચ્યા રહે છે અને એથી આગળ ન વધતાં ત્યાં જ સ્થિર થઈ જાય છે. વળી કેટલાયે જીવો ભોગોપભોગરૂપી કાદવમાં મોહ પામેલા મૂઢમતિ બનીને મોક્ષમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરતા નથી. એટલે તેઓ પણ ત્યાં જ અટકી જાય છે. 2010_05 દદ Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર [૧૨૨] ધર્મસજીિ જ્યત્ર માયોmો વત્નીય છે हन्ति दीपापहो वायुर्व्वलन्तं न दवानलम् ॥२०॥ અનુવાદ : દીવાને બુઝાવનારો વાયુ જેમ બળતા દાવાનળને હણી શક્તો નથી, તેમ ભોગનો યોગ બળવાન ધર્મશક્તિને હણી શકતો નથી. વિશેષાર્થ : કેટલાક જીવો કાન્તા દષ્ટિને પામેલા હોય છે એટલે કે એવી ઊંચી દશાએ પહોચેલા હોય છે કે જેમની ધર્મશક્તિને ભોગ પણ હણી શકતા નથી. સામાન્ય રીતે જીવો ભોગપભોગમાં રચ્યાપચ્યા રહે છે. ભોગ પ્રત્યેની એમની આસક્તિ સરળતાથી છૂટતી નથી. ઇન્દ્રિયોના ભોગવિલાસ માટેના પદાર્થોની જગતમાં કોઈ ન્યૂનતા નથી. જેમનામાં સામાન્ય પ્રકારની ધર્મરુચિ થોડી ઘણી થઈ હોય તેવા જીવો ડૂબેલા રહે છે. તેઓની ધર્મરુચિ અલ્પ સમયમાં વિલીન થઈ જાય છે. પરંતુ બીજી બાજુ સંસારમાં એવા મહાત્માઓ પણ હોય છે કે જેઓની ધર્મચિ, ધર્મપ્રવૃત્તિ, ધર્મશક્તિ અતિ બળવાન હોય છે. એવા સમ્યગ્દષ્ટિ જીવોને પુણ્યના ઉદયે મળેલા સાંસારિક ભોગવિલાસ આકર્ષી શકતા નથી. સંજોગવશાત્ તેઓને તેમ કરવું પડે તો પણ તેઓની શ્રદ્ધા-શક્તિ ડગતી નથી. કેટલીક વાર તો આવી કસોટીને કારણે તેઓની શક્તિ વધુ દઢ થાય છે. દષ્ટાન્ત આપવામાં આવે છે કે જોરદાર પવન તો તેનો તે જ છે. પરંતુ એવા જોરદાર પવનને કારણે નાનો દીવો હોય તો તે ઓલવાઈ જાય છે; બીજી બાજુ એવા વેગવંતા વાયુને કારણે દાવાગ્નિ ઓલવાઈ જતો નથી, પરંતુ વધુ પ્રજવલિત થાય છે. આમ, કાન્તાદૃષ્ટિને પામેલા જીવો આગળ ભોગવિલાસ ક્ષુદ્ર બની જાય છે. ભોગવિલાસો તેઓની શ્રદ્ધાને ચલિત કરી શકતા નથી. [૧૨૩] વધ્યતે વઢિમસ યથા નૈMળ મક્ષા . शुष्कगोलवदश्लिष्टो विषयेभ्यो न बध्यते ॥२१॥ અનુવાદ : જેમ માખી શ્લેષ્મમાં બંધાઈ (ચોંટી) જાય છે તેમ પ્રાણી ગાઢ આસક્તિને લીધે વિષયોમાં બંધાઈ જાય છે. સૂકી માટીના ગોળાની જેમ આસક્તિરહિત જીવો વિષયોમાં બંધાતા નથી. વિશેષાર્થ : કેટલાક અજ્ઞાની જીવો વિષયોમાં, ભોગવિલાસમાં અત્યંત આસક્ત બની બંધાય છે. બીજી બાજુ સમ્યગ્દષ્ટિ જીવો વિષયોની પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમાં આસક્ત ન હોવાને કારણે બંધાતા નથી. અહીં આસક્તિ એ જ મુખ્ય કારણ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં સરસ દષ્ટાન્ત આપ્યું છે. આસક્તિ હોવાને કારણે માખી શ્લેખમાં લેવાય છે અને ચોંટી જાય છે. પરંતુ માટીના શુષ્ક ગોળા ઉપર માખી ચોટતી નથી. અથવા એમ પણ કહી શકાય કે ચીકણી ભીની માટીનો ગોળો ભીંત ઉપર અફાળવામાં આવે તો તે ત્યાં ચોંટી જાય છે, પરંતુ સૂકી માટીનો ગોળો ભીંત ઉપર અફાળવાથી ચોંટતો નથી. એવી રીતે જે જીવો સંસારના વિષયભોગને શુષ્ક માટી જેવા સમજે છે તેઓ તેના પ્રત્યે આસક્ત થતા નથી. કર્મના ઉદયને કારણે એવા વિરક્ત જીવોને જયારે ભોગ ભોગવવા પડે છે ત્યારે પણ તેઓ તેનાથી અનાસક્ત જ રહે છે. તેઓ મોક્ષપ્રાપ્તિમાં વ્યાઘાતરૂપ એવાં ભારે કર્મ બાંધતા નથી. Jain Education Interational 2010_05 Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૨૪] બહુવોષનિોધાર્થમનિવૃત્તિપિ ઋષિત્ । निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥२२॥ અનુવાદ : યોગના અનુભવ વડે શોભતા મહાત્માઓ માટે તો ઘણા દોષોના નિરોધ માટે ક્યારેક અનિવૃત્તિ પણ નિવૃત્તિની જેમ દૂષિત થતી નથી. : વિશેષાર્થ : શરીરમાંથી રોગરૂપી દોષ દૂર કરવા માટે અમુક પ્રકારનાં ભારે ઔષધોની ક્યારેક જરૂર પડે છે. તેવી રીતે મોટા દોષના નિવારણાર્થે અનિવૃત્તિ(પ્રવૃત્તિ)ની પણ જરૂર પડે છે. સમ્યગ્- દૃષ્ટિ જીવો માટે પ્રવૃત્તિ પોતે દોષરૂપ છે, પરંતુ ક્યારેક કર્મોના ઉદયને કારણે વ્રતભંગ થવાનો ભય હોય, આર્ટરૌદ્ર ધ્યાન થવાનાં નિમિત્તો હોય, જિનાજ્ઞા કે ગુર્વજ્ઞાની વિરાધનાનો સંભવ હોય, અતિચારોની શક્યતા હોય તો તે સર્વને નિવારવા માટે પ્રવૃત્તિનો આશ્રય લેવો પડે છે. પરંતુ એવા જ્ઞાનીઓ ત્યારે અંતરથી એવી પ્રવૃત્તિમાં જોડાતા નથી. એવી પ્રવૃત્તિ ત્યારે સમ્યગ્દષ્ટિ જીવને માટે દોષરૂપ કે ગાઢ કર્મબંધરૂપ બનતી નથી. આવા મહાત્માઓ યોગાનુભવશાલી હોય છે. એટલે કે તેઓ વિશિષ્ટ યોગના અનુભવી હોય છે અથવા સ્વસ્વરૂપના ગૂઢ અનુભવના યોગવાળા હોય છે. આવા મહાત્માઓને વિષયોની પ્રવૃત્તિ સંજોગોનુસાર વૈરાગ્યનું નિમિત્ત બની ઉપકારક નીવડવા સંભવ છે. તેઓ પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમનાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ વગેરે યથાવત્ રહે છે. મહાત્માઓ માટે અપવાદરૂપ બતાવેલી આ વાત સાર્વત્રિક નિયમ જેવી નથી એ અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ. અન્યથા પ્રવૃત્તિને બહાને સ્વચ્છંદનું પોષણ થવાનો ભય રહે છે. [૧૨૫] યસ્ક્રિન્નિષેવ્યમાળેપ યસ્યાશુદ્ધિ: વાચન । तेनैव तस्य शुद्धिः स्यात् कदाचिदिति हि श्रुतिः ॥२३॥ અનુવાદ : જે (ભોગાદિક) સેવવાથી કોઈક પ્રાણીની કદાચિત્ અશુદ્ધિ થતી હોય તો તે જ સેવવા વડે તેની ક્યારેક શુદ્ધિ પણ થાય છે એમ શ્રુતિમાં કહ્યું છે. વિશેષાર્થ : શ્રુતિ એટલે વેદ. વેદાંતીઓ એમ કહે છે' એવો શ્રુતિનો અર્થ અહીં લઈ શકાય. અથવા શ્રુતિ એટલે ગુરુપરંપરાથી ચાલી આવતી સાંભળેલી વાત. અહીં શ્રુતિ શબ્દ પ્રયોજીને ઉપાધ્યાયજી મહારાજ એમ સૂચવવા માગે છે કે આ કથનને સંપૂર્ણ શાસ્ત્રીય માનવાની અનિવાર્યતા નથી. આવાં ઉદાહરણો અપવાદરૂપ જ ગણાય, પરંતુ સંભવી શકે છે એવું જો ન જાણતા હોઈએ તો કોઈકને અન્યાય કરી બેસવાનો સંભવ રહે છે. શ્રુતિમાં એમ કહ્યું છે કે જે વિષયભોગના સેવનથી કોઈક જીવને અશુદ્ધ થવું પડ્યું હોય તે જ વિષયભોગ કાલાંતરે, વિશિષ્ટ અવસ્થા પ્રાપ્ત થતાં તે જ જીવને શુદ્ધિનું કારણ બની શકે છે. કોઈ એક પદાર્થના અતિસેવનથી તે પદાર્થ પ્રત્યે હમેશને માટે અભાવ કે અરુચિ જન્મે છે. આવું કોઈક વિરલ વ્યક્તિઓ માટે ભોગવિલાસની બાબતમાં પણ સંભવે છે. શ્રી વીરવિજયજી મહારાજે આ શ્લોકનો અર્થ કરતાં શત્રુની સેવા કરનારનું ઉદાહરણ આપ્યું છે. શત્રુની પાસે જઈ તેની સેવા કરનારને આરંભમાં ઘણું કષ્ટ પડે છે, પણ પછી સમય જતાં તેનું કષ્ટ દૂર 2010_05 ૬૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર થાય છે અને તે શત્રુને વહાલો બની બહુ સુખ ભોગવે છે. આવું જ ભોગવિલાસની બાબતમાં બનવા સંભવ છે. અહીં જે કથન થયું છે તે અપવાદરૂપ સંજોગોની દૃષ્ટિએ જ વિચારવાનું છે. એવું નથી કે જેટલા માણસો વિષયભોગના સેવનથી અશુદ્ધ બને તેટલા બધા જ પાછા કાલાંતરે વિશુદ્ધ બને છે. વસ્તુતઃ એમાં ભયસ્થાન ઘણાં જ રહેલાં છે. પરંતુ તત્ત્વદષ્ટિએ સમજવા માટે જ આ અપવાદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉપાધ્યાયજી મહારાજ વૈરાગ્યના વિષયને કેવાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી તપાસે છે એની અહીં પ્રતીતિ થશે. જ્યાં સુધી માણસ અજ્ઞાની હોય છે ત્યાં સુધી શું સારું અને શું ખરાબ એ વિશે તે વિવેકપૂર્વક જાણી શકતો નથી. એથી તે જ્યારે ભોગ ભોગવવા તરફ વળે છે ત્યારે એ ભોગોથી તે અશુદ્ધ બને છે. એથી એના દોષોની વૃદ્ધિ થાય છે. એ અશુભ કર્મ બાંધે છે. પરંતુ ઊંચી દશાવાળો સમ્યગુષ્ટિ આત્મા ઉદયને કારણે જ્યારે ભોગ ભોગવે છે ત્યારે તે અનાસક્ત ભાવે ભોગ ભોગવતો હોવાથી અશુદ્ધ થતો નથી. એટલું જ નહિ, ઉદયમાં આવેલાં એનાં કર્મોનો ક્ષય થાય છે. એટલે ભોગ ભોગવવાથી એ શુદ્ધ બને છે. પૌગલિક પદાર્થો અને પરિસ્થિતિનું તાત્ત્વિક સ્વરૂપ દરેક વખતે એકસરખું નથી હોતું. એક પદાર્થ એકને માટે વિષ સમાન હોય તો અન્યને માટે અમૃત સમાન હોય. એક રોગીને ઘી નુકસાનકારક હોય તે જ ઘી બીજા રોગીને માટે ઉપકારક બની શકે છે. રાજ્યનો એક નવો કાયદો થતાં કેટલાકને તે મુશ્કેલીમાં મૂકે છે તો બીજા કેટલાકને તે સગવડરૂપ બને છે. એવી જ રીતે ભોગપદાર્થોનો ભોગોપભોગ એક જીવને એક અપેક્ષાએ અશુદ્ધ બનાવે છે, તો અન્ય જીવને અન્ય અપેક્ષાએ શુદ્ધ બનાવે છે. આ પ્રમાણે શ્રુતિ છે. [૧૨] વિષયTUTI તતો વંધનનને નિયમોર્તિ 7 | अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कहिचित् ॥२४॥ અનુવાદ : એટલે વિષયો કર્મબંધ ઉત્પન્ન કરે છે એવો એકાંતે નિયમ નથી. જે અજ્ઞાની છે તેને કર્મબંધ થાય છે અને જ્ઞાનીઓને તે કદાપિ થતો નથી. વિશેષાર્થ : વિષયોથી હમેશાં કર્મબંધ થાય છે એવો એકાન્ત નિયમ નથી. જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ તેને કેવી રીતે ભોગવે છે તેના ઉપર તેનો આધાર રહે છે. પૂર્વ કર્મના ઉદયને કારણે જ્ઞાનીઓ વિષયો ભોગવતા હોવા છતાં અંતરથી સર્વથા અનાસક્ત હોય તો તેમને તે બંધરૂપ બનતા નથી. અજ્ઞાની જીવો વિષયોને રસપૂર્વક, આસક્તિ સહિત ભોગવતા હોવાથી તેમને બંધરૂપ બને છે. તેઓ મિથ્યાદેષ્ટિ હોવાને કારણે સંસારના સ્વરૂપને અને કર્મના વિપાકને જાણતા નથી. ભવપરંપરામાંથી છૂટવાનો ભાવ પણ તેમને થતો નથી, એટલું જ નહિ ભવપરંપરા જેવી વાતમાં પણ તેમની શ્રદ્ધા બેસતી નથી. ખાવું, પીવું અને અમનચમન કરવાં એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ અને એ જ પ્રકારનું જીવન શ્રેષ્ઠ ગણાય એવી બ્રાન્તિમાં તેઓ રહે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની મહાત્માઓને વાસના કે તૃષ્ણાનો અભાવ હોવાથી તેઓને કર્મોદયને કારણે વિષયો કદાચ ભોગવવા પડતા હોય તો પણ અંતરમાં તેવી પરિણતિ ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી. અહીં જે કહેવામાં આવ્યું છે તે સાપેક્ષ દૃષ્ટિથી સમજવાનું છે. જ્ઞાનીને નરકાદિ Jain Education Interational 2010_05 ૬૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ગતિનો તીવ્ર અશુભ કર્મનો બંધ પડતો નથી. પરંતુ અજ્ઞાનીને એવી જ ક્રિયા કરવાથી તીવ્ર અશુભ કર્મનો બંધ થાય છે. [૧૨] સેવત્તે સેવાનોfપ સેવાનો ન લેવો कोपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥२५॥ અનુવાદ : કોઈક (વિષયોને) ન સેવવા છતાં સેવે છે અને કોઈક સેવવા છતાં સેવતા નથી. કોઈક પરજન(શત્રુ)નો આશ્રય લેવા છતાં પરજન થતો નથી. ' વિશેષાર્થ : વિષયોનું સેવન દ્રવ્યથી પણ થાય અને ભાવથી પણ થાય. કોઈક વિષયોનું સેવન દ્રવ્યથી ન કરતું હોય પણ ભાવથી કરતું હોય છે, તો કોઈક વિષયોનું સેવન દ્રવ્યથી કરતું હોવા છતાં ભાવથી નથી કરતું. આદર્શ સ્થિતિ તો એ છે કે વિષયોનું સેવન દ્રવ્યથી ન થતું હોય અને ભાવથી પણ ન થતું હોય. અજ્ઞાની જીવો વિષયોનું સેવન દ્રવ્યથી ન કરતા હોવા છતાં ભાવથી જો સેવન કરતા હોય તો સેવન ન કરવા છતાં તેઓ સેવન કરે છે એમ કહેવાય. બીજી બાજુ સમ્યગૃષ્ટિ જ્ઞાની મહાત્માઓ વિષયોનું સેવન દ્રવ્યથી કરતા હોવા છતાં ભાવથી જો કરતા ન હોય તો તેઓ સેવન કરતા હોવા છતાં સેવન નથી કરતા એમ કહેવાય. આ માટે ગ્રંથકર્તા અહીં ઉદાહરણ આપે છે કે પારકાનો આશ્રય સંજોગાનુસાર લેવા છતાં માણસ પારકો થઈ જતો નથી. “પરજનનો અર્થ શત્રુ એવો લઈએ તો કુટુંબમાંથી કોઈક સભ્યને કોઈક કારણસર શત્રુ ગણાતા માણસનો થોડો સમય આશ્રય લેવાની ફરજ પડે તો તેથી તે સભ્ય કાયમ માટે શત્રુ નથી બની જતો. જ્ઞાનીની અપેક્ષાએ વિચારીએ તો પરજનનો એટલે સંસારનો, ભોગ-વિલાસનો સંજોગવશાત્ આશ્રય લેવો પડે તો તેથી તે સંસારી બની જતો નથી. પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયને કારણે કેટલીક બાહ્ય ચેષ્ટાઓ કરવી પડતી હોવા છતાં સમ્યગૃષ્ટિ આત્મા એવી ચેષ્ટાઓમાં ભાવથી લપાતો નથી. દ્રવ્ય કરતાં ભાવ કેટલો મહત્ત્વનો છે તે અહીં સૂચવવામાં આવ્યું છે. [૧૨૮] ૩ ત વ મહાપુ વિપાવપરિશ્રયામ્ | - गर्भादारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥२६॥ અનુવાદ : એટલા માટે જેમને મહાપુણ્યના વિપાકથી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરુષોનો વૈરાગ્ય તો ગર્ભકાળથી આરંભીને હણાતો નથી. વિશેષાર્થ : કેટલાક મહાન આત્માઓને પોતે માતાના ગર્ભમાં આવે ત્યારથી, એમના પૂર્વજન્મના પુણ્યાનુબંધી પુણ્યના પ્રબળ ઉદયને કારણે અઢળક લક્ષ્મી અને વિવિધ પ્રકારના ભોગવિલાસની સામગ્રી પ્રાપ્ત થાય છે, જેમ કે તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરેને આવો વૈભવ પ્રાપ્ત થાય છે અને તે તેમને ભોગવવો પણ પડે છે. પરંતુ તીર્થકરો જન્મથી જ નહિ, પણ માતાના ગર્ભમાં હોય છે ત્યારથી વિરક્ત હોય છે. તેમનો વૈરાગ્ય ક્યારેય હણાતો નથી. શુભ કર્મના ઉદયને કારણે જે કંઈ સુખ તેઓ ભોગવે છે તેમાં તેઓને જરા પણ આસક્તિ હોતી નથી. Jain Education Interational 2010_05 Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર [૧૨૯] વિષયેમ્ય: પ્રશાન્તાનામશ્રાનં વિમુદ્ધીતેઃ । करणैश्चारुवैराग्यमेष राजपथः किल ॥२७॥ અનુવાદ : વિષયોથી પ્રશાન્ત થયેલાઓ માટે તો ઇન્દ્રિયોને વિષયોથી સતત વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાય છે એ જ રાજમાર્ગ છે. વિશેષાર્થ : વૈરાગ્યનો વિષય ઘણો વ્યાપક અને ગહન છે. બધા માણસોનો વૈરાગ્યનો અનુભવ એકસરખો ન હોઈ શકે. કેટલાકનો વૈરાગ્ય બહારથી દેખાડવાનો હોય, પરંતુ અંતરમાં વૈરાગ્ય ન હોય, કેટલાકનો વૈરાગ્ય ક્ષણિક હોય, કેટલાકમાં વૈરાગ્યના ભાવો ચડઊતર કરતા હોય. કેટલાક ભોગવિલાસમાં સ્થૂલ દૃષ્ટિએ પડેલા હોય પણ એમના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય. કેટલાકનો વૈરાગ્ય એવો બળવાન હોય કે બાહ્ય દૃષ્ટિએ તેમની ભોગવિલાસની પ્રવૃત્તિ ન હોય અને અંતરમાં પણ એવો જ દંઢ પ્રતીતિયુક્ત વૈરાગ્ય હોય. આવી વૈરાગ્યવાન વ્યક્તિઓમાંથી કસોટીના પ્રસંગે કોઈક ટકી શકે અને કોઈક ચલિત થાય. કેટલાક માણસો નાનાં નિમિત્તો સામે ટકી શકે, પણ મોટાં પ્રલોભનો આગળ ન ટકી શકે. કેટલાંક મોટાં પ્રલોભનો આગળ દૃઢ રહે, પણ એકાંતમાં નાનાં નાનાં પ્રલોભનોની બાબતમાં શિથિલ થઈ જાય અને ખોટા તર્ક કરી મનને મનાવી લે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સ્થૂલ અને સૂક્ષ્મ એવા વૈરાગ્યના વિવિધ પ્રસંગોમાં, રાજમાર્ગરૂપ શ્રેષ્ઠ વૈરાગ્ય તો તે જ છે કે જેઓ પોતાની જાતને વિષયોની બાબતમાં શાંત રાખી શકે છે અને એથી જેમના વિકારો સહજ રીતે શાન્ત હોય છે અથવા જ્યાં વિકારો ઉદ્ભવવાનો અવકાશ ન હોય એવો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ચિત્ત સહજ રીતે નિર્વિકાર રહ્યા કરે અને કાયાથી ભોગવિલાસની કોઈ પ્રવૃત્તિ ન થતી હોય તો તેવો વૈરાગ્ય સ્થિર રહે છે. [૧૩૦] સ્વયં નિવર્તમાનૈÔનુવીયિંત્રિતૈ: । तृतैर्ज्ञानवतां तत्स्यादसावेकपदी मता ॥ २८ ॥ અનુવાદ : પોતાની મેળે નિવૃત્ત થયેલી, ઉદીરણા તથા નિયંત્રણા નહિ કરેલી તથા તૃપ્ત થયેલી ઇન્દ્રિયો વડે જ્ઞાનીઓને જે વૈરાગ્ય થાય છે તે કેડીમાર્ગ (એકપદી) કહેવાય છે. વિશેષાર્થ : વૈરાગ્યનો રાજમાર્ગ સમજાવ્યા પછી એની એકપદી એટલે કે પગદંડીની વાત અહીં કરવામાં આવી છે. રાજમાર્ગ સીધો, મોટો, સરળ અને ઘણી અવરજવરવાળો હોય છે. પગદંડી નાની, સાંકડી, ઓછી અવરજવરવાળી અને ક્યારેક જોખમી પણ હોય છે. વૈરાગ્યની પગદંડી કેવી છે ? એમાં જ્ઞાની મહાત્માઓને પોતાની ઇન્દ્રિયો ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લાદવું પડતું નથી, કારણ કે તેમની ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ સંતૃપ્ત હોવાથી વિષયોથી સહજ રીતે જ નિવૃત્ત હોય છે. તેઓને પોતાની ઇન્દ્રિયોને શાંત કરવાનો કે વિષયોમાંથી પાછી ખેંચવાનો કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી, કારણ કે ઇન્દ્રિયો તેમાં પ્રવૃત્ત થતી જ નથી. _2017_05 ૭૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૩૧] વર્લૅન પ્રેર્યમાઈનિ રવિ વમવત્ | न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ॥२९॥ અનુવાદ : બળથી પ્રેરેલી ઈન્દ્રિયો, વનના હાથીની જેમ, કદાપિ વશ થતી નથી, પણ ઊલટી તે અનર્થને વધારનારી થાય છે. વિશેષાર્થ : જીવનને સંયમિત રાખવા માટે ચિત્ત અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાં જોઈએ. જો સંયમમાં પૂરી રુચિ અને શ્રદ્ધા હોય અને આત્મવિશ્વાસ હોય તો ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ સંયમમાં રહે. જો તેમાં કંઈક કચાશ હોય તો ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું સરળ નથી. ઇન્દ્રિયોનો સ્વભાવ વહી જવાનો છે. એકાંત મળતાં, આકર્ષક નિમિત્તો મળતાં ચિત્તને સંયમમાં રાખવાનું ઘણું દુષ્કર છે. પ્રલોભનો ન હોય, ભોગોપભોગની સામગ્રીનો અભાવ હોય અને ચિત્ત તથા ઇન્દ્રિયો શાંત રહે એ એક સ્થિતિ છે અને પ્રલોભનો કે ચિત્તાકર્ષક ભોગસામગ્રી ઉપલબ્ધ હોય અને છતાં ચિત્ત તથા ઇન્દ્રિયો એનાથી સહજ રીતે વિમુખ રહે તે બીજી સ્થિતિ છે. આ બીજી સ્થિતિ વધુ ચડિયાતી છે. ક્યારેક ઇન્દ્રિયો અને મન વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાય છે. મનમાં વિકારોના આવેગ ઊઠતા હોય છે અને તે પ્રમાણે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય વગેરેમાં સળવળાટ પણ થવા લાગે છે. પરંતુ સંજોગોની પ્રતિકૂળતા, નિમિત્તોનો અભાવ, લજ્જા, અપયશ, રાજયદંડ વગેરેનો ભય ઇન્દ્રિયોને પરાણે અંકુશમાં રાખે છે. બીજી બાજુ સંજોગોની અનુકૂળતા, નિમિત્તોની ઉપસ્થિતિ અને સહકાર, એકાન્ત, નિર્ભયતા વગેરેને લીધે ઇન્દ્રિયો ચંચળ બની પ્રલોભનો તરફ ખેંચાવા લલચાય છે, પરંતુ સમજણ, શ્રદ્ધા, સંયમની આરાધના, ઉચ્ચ આધ્યાત્મિક ધ્યેય તરફની પ્રગતિ વગેરેનો વિચાર કરી મન ઇન્દ્રિયોને વશ રાખે છે. આવી સંઘર્ષમય સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે તે અનર્થો જન્માવે છે. અશાન્ત ઇન્દ્રિયોને બળપૂર્વક શાંત કરવાથી તે થોડો વખત શાંત રહે છે, પણ પછી ફરીથી વનના હાથીની જેમ નિરંકુશ બની જાય છે. બીજી બાજુ શાંત ઇન્દ્રિયોને પરાણે જાગ્રત કરવામાં આવે તો તે તરત શાંત પડતી નથી. પછી તે મનને વશ રહેતી નથી. તે વનમાં છૂટા ફરતા હાથીની જેમ નિરંકુશ બની ઉત્પાત મચાવે છે. આમ ઇન્દ્રિયો પાસે પરાણે પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કામ કરાવવામાં ઘણાં જોખમો રહેલાં છે. [૧૩૨] પતિ નન્નયા ની વૈરૂંધ્યનં પ્રવું તે ! आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ॥३०॥ અનુવાદ : ધર્મનો આડંબર કરનારા લજ્જાથી નીચું જુએ છે, પરંતુ મનમાં દુર્ગાન ચિંતવે છે. એમ કરીને તેઓ પોતાના આત્માને નરકના કૂવામાં નાખે છે. વિશેષાર્થ : દુનિયામાં ધર્મનો ઢોંગ કરનારા માણસોનો તોટો નથી. કેટલાક માણસો સંન્યાસ લેતાં તો લઈ લે છે અથવા પરાણે કોઈકે તેમને સંન્યાસ આપ્યો કે અપાવ્યો હોય છે, પરંતુ તેનું યથાર્થ પાલન તેમનાથી થતું નથી. વ્રત વગેરે દ્વારા, વેશ દ્વારા, થોડાક બાહ્યાચાર દ્વારા પોતે ઘણા ધાર્મિક હોવાનો આભાસ તેઓ ઉત્પન્ન કરે છે, પરંતુ એમના હૃદયમાં તો વાસનાઓ માટે અશુભ ધ્યાન ચાલતું હોય છે. તેમના વિચારોમાં કામવાસના, વિ7ષણા વગેરે ખદબદતાં હોય છે. પોતાના આવા માનસિક વિકારો ૭૨ Jain Education Interational 2010_05 Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર માટે ખરેખર પોતાને શરમ આવતી હોય તેથી અથવા પોતે વિનમ્ર અને લાશીલ સ્વભાવના છે એવું બતાવવાના આશયથી તેઓ નીચી નજર રાખીને બેસતા કે ચાલતા હોય છે, પરંતુ તેમના અંતરમાં વાસનાઓના ભડકા બળતા હોય છે. આવા દંભી ધર્મપુરુષો પોતાના આત્માને નરકરૂપી દુર્ગતિના કૂવામાં નાખતા હોય છે. [૧૩૩] તંત્રને રVIનાં તદિર : તુંમર્દતિ | सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ॥३१॥ અનુવાદ : સ્વ અને પરના વિભાગને જાણનાર વિરક્ત યોગીએ, સદ્ભાવનાથી ભાવિત થઈને હમેશાં ઇન્દ્રિયોની વંચના કરવી જોઈએ. વિશેષાર્થ : જે વિરક્ત જ્ઞાની મહાત્માઓ છે તેમની પાસે ઇન્દ્રિયોની વંચના કરવાની એટલે કે તેને છેતરવાની સુંદર કલા હોય છે. કોઈ ખોટી પ્રવૃત્તિ કરતા નાના બાળકને અટકાવવા માટે જેમ પટાવવામાં કે ફોસલાવવામાં આવે છે, તેમ વિરક્ત મહાત્માઓએ શુભ ભાવના વડે ભાવિત થઈને, પોતાની ઇન્દ્રિયોને શું ‘સ્વ' છે અને શું “પર” છે તે સમજાવીને તેને પરમાંથી પાછી વાળવી જોઈએ. અહીં ઇન્દ્રિયોને ઠગવામાં કોઈ લુચ્ચાઈનો દુષ્ટ ભાવ નથી, પરંતુ આત્મહિતાર્થ શુભ ભાવ રહેલો છે. વળી અનિત્યાદિ વૈરાગ્યની ભાવના દ્વારા સ્વ અને પર એવા વિભાગ કરીને પોતાના સ્વરૂપમાં રહેવું એ જ કલ્યાણનો માર્ગ છે અને આહારાદિ ભોગપદાર્થો તે પરદ્રવ્ય છે અને તેમાં રાચવું એ પરભાવ છે એવું ઇન્દ્રિયોને સમજાવવું જોઈએ અને ઇન્દ્રિયોને તેમાંથી નિવૃત્ત કરવી જોઈએ. ઇન્દ્રિયોને બળજબરીથી અંકુશમાં રાખવાનો કષ્ટદાયક પુરુષાર્થ કરવાને બદલે અથવા ઇન્દ્રિયોથી છેતરાવાને બદલે પારદ્રવ્યમાં ખેંચાતી ઇન્દ્રિયોને સ્વદ્રવ્ય (આત્મસ્વરૂપ) કેટલું બધું ચડિયાથું છે તે સમજાવી, પટાવીને તેમને સ્વદ્રવ્ય તરફ આકર્ષીને વાળી લેવાની યુક્તિ કરવી જોઈએ. એથી વૈરાગ્ય સહજ બની જાય છે. જીવને તત્ત્વજ્ઞાનની રુચિરૂપ અમૃતનું પાન સતત કરાવતા રહેવાથી સ્થૂલ ભોગેચ્છારૂપ એની સુધા અનુક્રમે શાન્ત પડી જાય છે અને દેહ તથા આત્માની ભિન્નતાની પ્રતીતિ થતાં આત્મહિત સઘાય છે. [૧૩૪] પ્રવૃત્તેિવ નિવૃત્તેë ન સંન્યો ન વ શ્રમ: | विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ॥३२॥ અનુવાદ : પ્રવૃત્તિને વિશે અને નિવૃત્તિને વિશે સંકલ્પ નથી કે શ્રમ નથી અને ઇન્દ્રિયોનો વિકાર ક્ષીણ થતો જતો હોય તો તે વૈરાગ્ય અભુત કહેવાય છે. વિશેષાર્થ : વૈરાગ્યની જુદી જુદી સ્થિતિમાં અભુત એટલે કે આશ્ચર્ય પમાડે એવો વિરલ વૈરાગ્ય કેવો હોય તેનાં લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. સંસારમાં ભોગોપભોગ વિશે મુખ્ય બે પ્રકાર જોવા મળશે, કાં તો એની પ્રવૃત્તિ અને કાં તો એનાથી નિવૃત્તિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે સંકલ્પ અને શ્રમ બહુધા સંકળાયેલાં રહે છે. ક્યારેક સંકલ્પ અને શ્રમ એમ બંને એની સાથે સંકળાયેલાં હોય છે અને ક્યારેક બેમાંથી એક એની સાથે સંકળાયેલો હોય છે. ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિ કરવા ૭૩ Jain Education Interational 2010_05 Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર માટે સંકલ્પ કરવામાં આવે છે અને પછી તેમાં પ્રવૃત્ત થવાય છે. એ પ્રવૃત્તિનો શ્રમ પણ રહે છે. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થવા માટે સંકલ્પ કરવામાં આવે છે અને નિવૃત્ત થવા માટે પણ શ્રમ કરવો પડે છે. જે મહાત્માઓની જ્ઞાનદશા ઘણી ઊંચી હોય છે તેઓ પ્રવૃત્તિ માટે કોઈ સંકલ્પ કરતા નથી અને તેઓ કંઈ પ્રવૃત્તિ કરતા હોય તો તેમાં તેઓનો કોઈ સંકલ્પ, ઇચ્છા, આસક્તિ હોતાં નથી. પ્રવૃત્તિમાં પણ તેઓનું અકર્તાપણું રહે છે. બીજી બાજુ તેઓ ઇન્દ્રિયોના વિષયોથી જ્યારે નિવૃત્ત થઈ ગયા હોય છે, ત્યારે પણ તેવી નિવૃત્તિ માટે તેઓને કોઈ શ્રમ કરવો પડતો નથી, કારણ કે નિવૃત્તિ એમને માટે સહજ સ્વભાવરૂપ બની ગઈ હોય છે. વળી આવા વૈરાગ્યવાન જ્ઞાની મહાત્માઓના ચિત્તમાં પણ જો કદાચ યત્કિંચિત વિકારો રહી ગાય હોય તો તે ઉત્તરોત્તર ક્ષીણ થતા જાય છે. , વૈરાગ્યનો રાજમાર્ગ અને કેડીમાર્ગ દર્શાવ્યા પછી એથી પણ ચડિયાતી અદ્ભુત દશા કેવી હોય છે તે અહીં બતાવવામાં આવી છે. [૧૩૫] વાયંત્ર સ્થપાંચાત્ની નૃત્યતુલ્ય: પ્રવૃત્ત: | योगिनो नैव बाधायै ज्ञानिनो लोकवर्तिनः ॥३३॥ અનુવાદ : કાષ્ઠના યંત્રમાં રહેલી પૂતળીઓના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ લોકમાં વર્તનારા જ્ઞાનીને અને યોગીને બાધાકારક થતી નથી. વિશેષાર્થ : અહીં જ્ઞાની એવા યોગીઓની પ્રવૃત્તિ માટે કઠપૂતળીનું ઉદાહરણ આપવામાં આવ્યું કઠપતળી નત્ય કરે છે. એ નત્યમાં તે હર્ષ કે શોકનો અભિનય કરે છે. એમ છતાં એના અભિનયમાં પોતાનો કોઈ હર્ષનો કે શોકનો ભાવ નથી હોતો, કારણ કે તે કઠપૂતળી છે. તે તો તેના દોરીસંચાર કરનાર સૂત્રધારની નચાવી નાચે છે. એવી જ રીતે જેઓ જ્ઞાની છે અને યોગી છે તેમની લૌકિક પ્રવૃત્તિઓ તેમને બાધાકારક થતી નથી. અહીં જ્ઞાની અને યોગી એવા બે શબ્દો હેતુપૂર્વક પ્રયોજાયા છે. જેઓ શ્રુતજ્ઞાનના અભ્યાસી છે, પરંતુ મન, વચન અને કાયાના યોગો ઉપર જેમણે હજુ પૂરો સંયમ પ્રાપ્ત નથી કર્યો એવા શુષ્ક જ્ઞાનીઓ ભોગવિલાસનાં નિમિત્તો મળતાં પતિત થયાના દાખલા વખતોવખત જોવા મળશે. કેટલાક કાયા કે વચનથી ભ્રષ્ટ થયેલા ન દેખાતા હોય તો પણ મનથી તેઓ ભ્રષ્ટ થયા હોય છે અને એનો સાક્ષી માત્ર એમનો આત્મા જ હોય છે. જેઓએ જ્ઞાન સંપાદન કરવા સાથે સાથે સંયમની પણ આરાધના કરી હોય છે તેવા યોગીઓ નિમિત્ત મળતાં પણ પતિત થતા નથી અને નવાં કર્મ બાંધતા નથી. આવા કેટલાક જ્ઞાની-યોગી સમ્યગૃષ્ટિવાળા હોય છે, પરંતુ તેઓ હજુ લૌકિક વ્યવહારમાં હોય છે. તેઓ છઠ્ઠી કાન્તા દષ્ટિને પામેલા હોય છે. એમના લૌકિક વ્યવહારમાં આહારાદિ કેટલીક ભોગોપભોગની પ્રવૃત્તિ જણાતી હોય તો તે પ્રાયઃ તેમનાં પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદય અનુસાર હોય છે. તે ભોગવ્યા વગર તેમનો છૂટકો નથી. પરંતુ એવી લૌકિક પ્રવૃત્તિ કરતી વખતે પણ તેઓ તેનાથી લપાતા નથી. તેઓ તેમાં રાચતા નથી. તેમાં તેમની આસક્તિ નથી હોતી. એથી જ તેમની વ્યાવહારિક પ્રવૃત્તિઓ કઠપૂતળીના નૃત્ય જેવી હોય છે. કર્મસત્તા નચાવે તેમ તેમને નાચવું પડે છે, પરંતુ અંતરથી તો તેઓ નિર્લેપ જ રહે છે, કારણ કે તેઓ તેવી વૈરાગ્યદશા ધરાવે છે. S 2010_05 Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર પાંચમો : વૈરાગ્યસંભવ અધિકાર [૧૩૬] ૩ = રામતિ પ્રાં રે : लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥३४॥ અનુવાદ : આ વૈરાગ્યદશાને અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે યોગમાયા કહે છે, પરંતુ લોકના અનુગ્રહનું કારણ હોવાથી એમાં દૂષણ નથી. વિશેષાર્થ : ભોગપ્રવૃત્તિ હોય અને છતાં વૈરાગ્યદશા હોય તો તેવી દશાને અન્ય દર્શનીઓ યોગમાયા'ના નામથી ઓળખાવે છે. જેમકે – सम्यग्दर्शनया बुद्ध्या योगवैराग्ययुक्तया । मायाविरचिते लोके चरेन्न्यस्य कलेवरम् ॥ (યોગ અને વૈરાગ્યથી યુક્ત એવી સમ્યગદર્શનવાળી બુદ્ધિથી, માયા વડે રચાયેલા આ લોકમાં માત્ર શરીર ધારણ કરીને ફરવું.) આવી યોગમાયા દ્વારા લોકોના કલ્યાણનાં કાર્ય થતાં હોય તો તેમાં કોઈ દૂષણ નથી, એમ ગ્રંથકર્તા કહે છે. આવી સ્થિતિમાં બાહ્ય દૃષ્ટિએ વિસંવાદ જણાય. અંતરમાં વૈરાગ્ય હોય અને બહાર ભોગપ્રવૃત્તિ હોય અથવા લોકોના કલ્યાણ માટેની સાંસારિક પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવાનું બનતું હોય તો એ બેનો મેળ કેમ બેસાડવો ? અન્ય દર્શનવાળા આવી સ્થિતિને માયા તરીકે અથવા યોગમાયા તરીકે ઓળખાવે છે. જૈન દર્શન પ્રમાણે કેટલાક ઊંચી દશાના જીવોમાં અંતરમાં ભારોભાર વૈરાગ્ય પડેલો હોય, પરંતુ પૂર્વના નિકાચિત કર્મના ઉદયને કારણે હજુ સંસાર છોડવાની અનુકૂળતા ન આવી હોય. ઉદયમાં આવેલાં કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી. એવા અવિરતિ સમ્યગૃષ્ટિવાળા જીવોને શ્રી હરિભદ્રસૂરિએ છઠ્ઠી કાન્તા દષ્ટિવાળા જીવો તરીકે ઓળખાવ્યા છે અને કાન્તા દૃષ્ટિવાળા જીવોનાં લક્ષણો એમણે બતાવ્યાં છે. [૧૩૭] સિદ્ધાને શ્રયતે ચેયમપવા પધ્વપિ मृगपर्षत्परित्रासनिरासफलसंगता ॥३५॥ અનુવાદ : આવી દશા સિદ્ધાન્તને વિશે પણ અપવાદ પદમાં સંભળાય છે. મૃગલા સરખી પર્ષદાના ત્રાસને દૂર કરવારૂપ ફળ સાથે તે જોડાયેલી છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં લોકાનુગ્રહના હેતુથી કરવામાં આવતી યોગમાયા જેવી પ્રવૃત્તિમાં દોષ નથી એવું જે કહ્યું તેના અનુસંધાનમાં ગ્રંથકર્તા અહીં સ્પષ્ટતા કરતાં કહે છે કે સિદ્ધાન્તને વિશે પણ આવી પ્રવૃત્તિ સંભળાય છે. આવી પ્રવૃત્તિ મહાન ગીતાર્થ મહાત્માઓ જ કરી શકે. સામાન્ય સાધકોનું એ કામ નહિ. ગીતાર્થ મહાત્માઓ પણ તે અપવાદરૂપે જ કરે, સિદ્ધાંત તરીકે નહિ. આવી પ્રવૃત્તિના પ્રયોજન માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, મૃગલાઓની પર્ષદાના ત્રાસનું. અહીં મૃગ, પર્ષદા, પરિત્રાસ અને નિરાસ એ ચાર શબ્દો સમાસરૂપે પ્રયોજાયા છે. એ શબ્દોનો “મૃગલાંઓના સમુદાયને થતા ત્રાસનું નિવારણ” એ રીતે અર્થ પ્રયોજી શકાય. મૃગ એટલે ભોળા નિર્દોષ જીવો એવો અર્થ થાય 2010_05 ૭૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અને મૃગ એટલે અજ્ઞાની મનુષ્યો એવો અર્થ પણ ઘટાવી શકાય. (આ શ્લોકના જુદી જુદી રીતે અર્થ ઘટાવાય છે.) વસ્તુતઃ આ પરિસ્થિતિ અપવાદરૂપ છે એમ સમજવાનું છે. [૧૩૮] મલાણીને જ્ઞાને પરિપવિમુષિા चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥३६॥ અનુવાદ : ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાને પામે છે. એટલે ચોથા ગુણસ્થાનકે પણ તે વૈરાગ્ય વ્યવસ્થિત રહેલો છે. વિશેષાર્થ : સમ્યજ્ઞાન એટલે સ્વ અને પરના ભેદને જાણવાવાળું જ્ઞાન. જેને એ હોય તેનામાં ઉદાસીનતાનો ભાવ આવ્યા વગર રહે નહિ. ઉદાસીન એટલે ઉત્ + આસીન અર્થાત્ વિવિધ કંદોથી પર થઈ ઊંચા આસને બેસનાર. ઉદાસીન વ્યક્તિમાં કુદરતી રીતે નિસ્પૃહતા અને માધ્યસ્થતા આવવા લાગે છે. જ્ઞાની ઋતં વિરતિઃ | એમ કહેવાય છે. ઉદાસીનતા એ પણ જ્ઞાનનું ફળ કહેવાય છે. આવું જ્ઞાન ઉત્તરોત્તર પરિપક્વ થાય છે. ચોથું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગૃષ્ટિનું છે. એ સ્થાને વર્તતા જીવોમાં ક્યારેક બાહ્ય વૈરાગ્યનો અભાવ દેખાય. પરંતુ વસ્તુતઃ તેઓ પ્રાયઃ પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયને કારણે ભોગ ભોગવતા દેખાય છે. તેમના અંતરમાં તો ઉદાસીનતા-રૂપી વૈરાગ્ય રહેલો હોય છે. એટલે ચોથે ગુણસ્થાનકે પણ વૈિરાગ્ય રહેલો હોય છે એણ કહેવામાં કોઈ સૈદ્ધાત્તિક બાધ નથી. इति वैराग्यसंभवाधिकारः । વૈરાગ્યસંભવ અધિકાર સંપૂર્ણ. Jain Education Interational 2010_05 ૭૬ Jain Education Intemational 2010_05 Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજા અધિકાર છઠ્ઠો 7 વૈરાગ્યભેદ અધિકાર - [૧૩] તાણં મૃતં સુમોદજ્ઞાનાન્વયાત્રિથા . तत्राद्यं विषयाप्राप्तः संसारोद्वेगलक्षणम् ॥१॥ અનુવાદ ઃ તે વૈરાગ્ય દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારે કહેલો છે. તેમાં પ્રથમ (દુઃખગર્ભિત) વૈરાગ્ય વિષયોની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉદ્વેગરૂપ હોય છે. ' વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ અધિકારમાં વૈરાગ્યના પ્રકારો અને તેનાં લક્ષણોનો વિગતે પરિચય કરાવે છે. તેઓ પૂર્વાચાર્યોને અનુસરીને કહે છે કે વૈરાગ્ય મુખ્યત્વે ત્રણ પ્રકારનો છે : (૧) દુઃખગર્ભિત વૈરાગ્ય, (૨) મોહગર્ભિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. એમાં પ્રથમ તે દુ:ખગર્ભિત વૈરાગ્ય છે. સંસારમાં સૌથી વધુ પ્રમાણમાં આ દુ:ખગર્ભિત વૈરાગ્ય જોવા મળે છે. માણસને જ્યારે મનવાંછિત પદાર્થ કે સુખ પ્રાપ્ત ન થાય ત્યારે તેને દુઃખગર્ભિત વૈરાગ્ય થાય છે. સંસાર પ્રત્યે તેનું મન ઉદ્વેગ પામે છે. સંસાર તેને અરુચિકર લાગે છે. માણસની ઇચ્છાઓનો અંત નથી. એની તૃષ્ણાનો આવતો નથી. એની વાસનાઓ વકરેલી રહે છે. રહેવાને સરસ ઘર, સુંદર આકર્ષક કીમતી રાચરચીલું અને જવેરાત, સુંદર વાહનો, મિષ્ટ સ્વાદિષ્ટ ભોજનસામગ્રી, રૂપાળી, વફાદાર પત્ની, આજ્ઞાંકિત સંતાનો, નોકર-ચાકરો વગેરે–આ બધાંની યાદી તો ઘણી લાંબી થાય, આ બધું મળે અને છતાં માણસને સંતોષ ન થાય. એમાં થોડું ઓછું હોય તો માણસને અસંતોષ થાય. એમાંથી ચીડ ચડે. ક્રોધ આવે, ઉદ્વેગ થાય. એવી ઘટના એક વાર કે વારંવાર બનતાં અને તે બાબતમાં પોતાની નિષ્ફળતા તથા વિવશતા જણાતાં ઘર છોડીને ભાગી જવાનું મન થાય. અકાળે પત્ની, પુત્ર કે અન્ય સ્વજનનું અવસાન થાય, ધંધામાં મોટી નુકસાની આવી પડે, પેટપૂરતું ખાવાનું ન મળે, ઘરબાર બળી જાય, પોતાના ઉપર ખોટા આક્ષેપો થાય કે એવી કોઈ દુ:ખદ ઘટનાઓ બને ત્યારે બાવરો બની ગયેલો માણસ બાવો થઇ જાય. આવી રીતે ભોગવિષયોની અપ્રાપ્તિથી કે પ્રાપ્ત વિષયોના નાશથી દુ:ખી થયેલો માણસ વૈરાગી થઈ જાય, તો તે પ્રકારના વૈરાગ્યને દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે. [૧૪] ત્રાંસામનોઃ વો જ્ઞાનમાથાય ન યત્ निजाभीप्सितलाभे च, विनिपातोऽपि जायते ॥२॥ અનુવાદ : એમાં શરીરનો અને મનનો ખેદ હોય છે. ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન હોતું નથી. તેથી તેને જો ઇશ્કેલી વસ્તુનો લાભ થાય તો તેનો વિનિપાત થઈ જાય છે. ૭૭ Jain Education Intemational 2010_05 Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જે જીવોને દુઃખના અનુભવને કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય છે તેઓને શરીર અને મનનો ખેદ થાય છે. આ ખેદ વૈરાગ્ય ઉત્પન્ન થયા પહેલાં પણ હોય છે. અને વૈરાગ્યથી પ્રેરાઈ ઘરબાર છોડી સંન્યાસ અંગીકાર કર્યો હોય ત્યારે પણ થાય છે. દુઃખ આવે ત્યારે ચિત્તમાં કલેશ થાય. નહિ ધારેલું પોતાના જીવનમાં થયું એનો સંતાપ ભારે હોય છે. મનમાં ખેદ, શોક, સંતાપ વગેરે ચાલતાં હોય તેની અસર શારીરિક સ્થિતિ ઉપર પણ થાય. ક્યારેક દુઃખ શારીરિક પ્રકારનું હોય અને એને લીધે મન પણ કષ્ટ અનુભવ્યા કરતું હોય. બીજી બાજુ એવા પણ પ્રસંગો બને કે દુઃખથી જન્મેલા વૈરાગ્યને કારણે ઘર છોડી સંન્યાસ ધારણ કર્યો હોય, પણ સંન્યાસમાં તો ભૂખ, તૃષા, નિદ્રા વગેરે પ્રકારનાં કષ્ટ તો આપોઆપ સહન કરવામાં આવે. એથી સંન્યાસમાં પૂરું ચિત્ત ન ચોટે. ક્યારેક શરીરથી સંન્યાસ હોય પણ મનથી તે માટે પ્રીતિ ન હોય. મનમાં તો એ જ વિમાસણ ચાલતી હોય કે પોતે એમાંથી ક્યારે છૂટે. આવા અધકચરા સંન્યાસીઓનું જ્ઞાન પણ જેટલું હોય એટલું જ રહે કે કદાચ ઘટે, પણ વધે તો નહિ. વસ્તુતઃ દુઃખગર્ભિત વૈરાગ્ય પછી પણ જીવ જો જ્ઞાનવૃદ્ધિ પામે તો શરીરથી અને મનથી કશું કષ્ટ ન લાગે અને પશ્ચાત્તાપનો વખત ન આવે. પરંતુ આવા તત્કાલીન વૈરાગીઓનું મન તો પોતાની ઇચ્છાનુસાર અનુકૂળતા મળતાં ફરી સંસારમાં ચાલ્યા જવા માટે તત્પર થાય છે. ઉદાહરણ તરીકે, ધંધામાં દેવાળું કાઢવાનો વખત આવે ત્યારે દુઃખી થયેલો માણસ વૈરાગી થઈ જાય, પણ અચાનક જો વાત આવે કે પોતાને કોઈક કારણસર મોટો ધનલાભ થવાનો સંભવ છે અને દેવું બધું ચૂકવ્યા પછી પણ ઘણું ધન બચે એમ છે તો માણસનું ચંચળ ચિત્ત વૈરાગ્ય છોડી ફરી વેપારધંધે લાગી જાય છે. એવું જ સ્વજન વગેરેના વિયોગને કારણે ઉત્પન્ન થતા વૈરાગ્યની બાબતમાં કે અન્ય દુ:ખગર્ભિત વૈરાગ્યની બાબતમાં બને છે. આ રીતે વૈરાગ્યપ્રેરિત સંન્યાસમાર્ગમાંથી તેમનો વિનિપાત, તેમનું અધ:પતન થાય છે. તેઓ ફરી પાછા સંસારમાં આવી જાય છે. દુઃખપ્રેરિત વૈરાગ્ય સ્થિર રહેવો એ ઘણી કઠિન વાત છે. [૧૪૧) ટુકડ્યાદિરા: પ્રાપોવેચ્છતિ પ્રત્યા તે પમ્ | अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥३॥ અનુવાદ : જેમ યુદ્ધમાં જનારા અધીરા (કાયર) પુરુષો વન વગેરેમાં પ્રવેશી જવાની ઈચ્છા રાખે છે, તેમ દુઃખને કારણે વૈરાગ્ય પામેલા પુરુષો પહેલેથી પાછા આવવાના સ્થાનને ઇચ્છે છે. વિશેષાર્થ : માણસને માથે દુઃખ આવી પડે ત્યારે ઘર છોડીને દીક્ષા લેવાનું મન થઈ આવે. પણ જયારે તે ખરેખર દીક્ષા લે છે ત્યારે પહેલાં એના મનમાં જાતજાતના વિકલ્પો ઊઠે છે. એને પ્રશ્ન થાય છે કે જો સંન્યાસજીવન બહુ કષ્ટવાળું લાગ્યું તો શું કરવું ? “ઘરની દાઝી વનમાં ગઈ અને વનમાં લાગી આગ” એવી કહેવત પ્રમાણે સ્થિતિ થાય તો ઘર અને સંન્યાસ બેયમાં તકલીફ લાગે. એટલે સંન્યાસજીવન સ્વીકારતાં પહેલાં, તેમાંથી પાછા ફરવાનું થાય તો પોતે કેવી રીતે પાછા ફરવું અને કેવી રીતે જીવનનિર્વાહ કરવો તેનો વિચાર કરી લે છે. દુઃખી માણસની આવી વૃત્તિને સ્પષ્ટતાથી સમજાવવા માટે જૂના વખતનું દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યું છે. યુદ્ધ થાય ત્યારે સૈનિકોને યુદ્ધભૂમિમાં મોકલવામાં આવે છે. એમાં બધા જ સૈનિકો રાજીખુશીથી સેનામાં જોડાયા નથી હોતા. કેટલાક માણસોની રાજય તરફથી ફરજિયાત ૭૮ Jain Education Interational 2010_05 Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર ભરતી થઈ હોય છે. પરંતુ તેઓ સ્વભાવે કાયર હોય છે. કેટલાક માણસો યુદ્ધ ન થયું હોય ત્યાં સુધી બહાદુરી બતાવે, પણ યુદ્ધ ખરેખર થાય ત્યારે યુદ્ધભૂમિ પર જતાં કંપવા લાગે. આવા કેટલાક કાયર માણસો યુદ્ધમાં લડવા જતાં પહેલાં જ, ભાગીને જંગલમાં કે એવા બીજા પ્રદેશમાં સંતાઈ જવાનું સ્થાન શોધી રાખે છે. રાજ્ય તરફથી જ્યારે તેમને યુદ્ધ મોરચે મોકલવામાં આવે ત્યારે તેઓ અધવચ્ચેથી ભાગી જઈને વનની ઝાડીમાં ક્યાંક સંતાઈ જાય છે. એથી ન દુશ્મનો એમને જોઈ શકે અને ન તો પોતાના રાજ્યના અધિકારીઓ એમને પકડી શકે. કાયર સૈનિકો જેમ આવી પૂર્વયોજના કરે છે તેમ દુઃખગર્ભિત વૈરાગ્ય ધારણ કરનાર કાયર માણસો પણ આવું કરે છે. કેવળ દુ:ખગર્ભિત વૈરાગ્યને કારણે અલ્પકાળ માટે મુનિપણું ધારણ કરી ફરી ગૃહસ્થાવાસમાં પાછા ફર્યા હોય એવા માણસોના કિસ્સા ઠેઠ પ્રાચીનકાળથી બનતા આવ્યા છે અને બનતા રહેશે. આના ઉપરથી સમજવું જોઈએ કે અચાનક દુઃખ આવી પડે ત્યારે માણસે તરત સંન્યાસ લેવાની ઉતાવળ ન કરવી જોઈએ અને ગુરુએ પણ તરત એવા દુ:ખી માણસને મહાવ્રતોની દીક્ષા આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. દુઃખી માણસે થોડો વખત ધીરજ ધારણ કરીને પોતાની જાતની પરીક્ષા પહેલાં કરી લેવી જોઈએ. [૧૪૨] શુતા િહ્રિવિદ્વંદ્યાવિમો । पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥४॥ અનુવાદ : તેઓ (દુઃખગર્ભિત વૈરાગ્યવાળા માણસો) શુષ્ક તર્કશાસ્ત્ર વગેરે અથવા કંઈક વૈદકશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરે છે, પરંતુ શમની નદીરૂપ સિદ્ધાન્તની પદ્ધતિનો અભ્યાસ કરતા નથી. વિશેષાર્થ : માણસે દુ:ખથી કંટાળીને દીક્ષા લેતાં તો લઈ લીધી, પણ હવે ગૃહસ્થજીવનમાં પાછા ફરવા માટે કોઈ અનુકૂળતા રહી નથી. સંસારી જીવનમાં હવે એને કોઈ સંઘરે એમ નથી. હવે તો પરાણે સંન્યાસજીવન પૂરું કર્યા વગર છૂટકો નથી. બીજી બાજુ પોતાને કશું આવડતું નથી. શાસ્ત્રજ્ઞાન પોતાને છે નહિ. લોકોનો આદર પોતાને મળતો નથી. પોતાની આવી અપાત્રતાને છુપાવવા અને લોકોને પોતાના તરફ આકર્ષવા એવા સાધુઓ કંઈક રસ્તા શોધી કાઢે છે. પોતાના શિથિલાચારનો બચાવ કરવા માટે શુષ્ક તર્કવાળા ગ્રંથો વાંચીને તે પ્રમાણે ખોટી દલીલો કરવા લાગે છે. બીજાના શિથિલાચારનાં સાચાંખોટાં દૃષ્ટાન્તો આપીને એમના કરતાં તો પોતે સારા છે એવી દલીલ કરે છે. વળી તેઓ જાણે છે કે દુ:ખી, રોગી માણસો પોતાનાં દુઃખ-રોગ દૂર કરવા માટે ઠેર ઠેર ફાંફાં મારે છે. એટલે પોતે વૈદક, જ્યોતિષ, મંત્ર-તંત્ર, દોરા-ધાગા વગેરે ચમત્કારિકતાવાળી વિદ્યાઓ શીખી લે છે અને અનેક અંધશ્રદ્ધાળુ દુ:ખી લોકોને પોતાના તરફ આકર્ષે છે અને પોતાની વાહવાહ બોલાવે છે. તક મળે તો તેઓ એ દ્વારા ગુપ્ત રીતે દ્રવ્યોપાર્જન પણ કરી લે છે અને પોતાની સાંસારિક વાસનાઓને પોષવાના ઉપાયો પ્રયોજે છે. અથવા આર્થિક રીતે નિશ્ચિતતા જણાતાં સંન્યાસ છોડી દઈ ફરી સંસારી જીવન ચાલુ કરી દે છે. કેટલાક મુનિપણામાં ચાલુ રહે છે. પરંતુ તેમને આત્માની શક્તિનો અનુભવ કરાવે એવી શમરૂપી નદી જેવી સિદ્ધાન્તપદ્ધતિનો અભ્યાસ કરવાની રુચિ થતી નથી. તત્ત્વજ્ઞાનમાં, ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરવામાં તેમને રસ પડતો નથી. તેવો પુરુષાર્થ કરવાનો તેમને ભાવ થતો નથી. પરંતુ તેઓ કવિતા, છંદ, _2010_05 ૭૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વ્યાકરણ, જ્યોતિષ, વૈદક જેવાં લૌકિક શાસ્ત્રોમાં જ નિપુણતા મેળવવાનો પ્રયત્ન કરે છે, જેથી લોકો સાથે તેઓ ગામગપાટા મારી શકે. અંતર્મુખ બની ઉપશમ રસની નદીમાં સ્નાન કરવાનું તેમને રુચતું નથી. તેઓ મુનિનો વેશ ધારણ કરે છે, પણ એ વેશને શોભાવતા નથી. એનું મૂળ કારણ તો તેમનો વૈરાગ્ય દુઃખગર્ભિત છે એ છે. [૧૪૩] ગ્રંથપવવોધન ચોખાળું = વિષ્રતિ । तत्त्वान्तं नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ॥५॥ અનુવાદ : ગ્રંથોનો પલ્લવ માત્ર (છૂટાં છૂટાં પાંદડાં જેવો) બોધ થવાથી તેઓ ગર્વની ઉષ્ણતા ધારણ કરે છે, પરંતુ પ્રશમરૂપી અમૃતના ઝરણા સમાન તત્ત્વના રહસ્યને તેઓ પામતા નથી. વિશેષાર્થ : પલ્લવગ્રાહી પાંડિત્ય એટલે કેટલાક ગ્રંથોના છૂટાંછવાયાં વાક્યો, શ્લોકો વગેરે કંઠસ્થ કરી લઈને, વાતે વાતે તે ટાંકીને પોતે તે ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે એવી છાપ ઊભી કરવી. મુનિપણામાં પણ આવા પલ્લવગ્રાહી પાંડિત્યનો ગર્વ આવવાનો સંભવ રહે છે. થોડાક તત્ત્વદર્શી ગ્રંથોનું સળંગ અધ્યયન માત્ર નહિ, એનું સંપૂર્ણ પિરશીલન કરવાથી જે તત્ત્વનો આસ્વાદ મળે છે અને તેનું રહસ્ય પમાય છે એનાથી તો પોતાનામાં જો ગર્વ હોય તો તે પણ વિગલિત થઈ જાય છે. પરંતુ ગ્રંથપલ્લવબોધથી તો ગર્વ વધવાનું ભયસ્થાન રહે છે. જેઓ આ પ્રકારના દાંભિક પાંડિત્યને ધારણ કરે છે તેઓ બિચારા પ્રશમરૂપી અમૃતના ઝરાના જલરૂપી રહસ્યનું પાન કરી શકતા નથી. [૧૪૪] વેષમાત્રવૃત્તોડવ્યેતે ગૃહસ્થાન્નતિશેતે । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ॥६॥ અનુવાદ : તેઓ સાધુનો વેષમાત્ર ધારણ કરે છે. તેઓ ગૃહસ્થથી કંઈ અધિક નથી, કેમકે તેઓ પૂર્વોત્થાયી (જેઓ પહેલાં ઊંચે ઊઠેલા) નથી, તેમ પશ્ચાત્ નિપાતી (પાછળથી પડેલા) પણ નથી. વિશેષાર્થ : કેટલાક દુઃખગર્ભિત વૈરાગ્યવાળા માણસો ગૃહવાસ ત્યજી મુનિપણું સ્વીકારે છે. તેઓ એ રીતે વેશથી મુનિ થયા હોય છે, પરંતુ તેમનામાં સાચા મુનિનાં લક્ષણ પ્રગટ થયાં નથી હોતાં. એવા મુનિઓ વેશ સિવાય બીજી બધી રીતે ગૃહસ્થ જેવા જ હોય છે. ગૃહસ્થ કરતાં કોઈ પણ રીતે તેઓ ચડિયાતા નથી હોતા. માત્ર વેશધારી એવા મુનિઓના પણ વિવિધ પ્રકાર હોય છે. કેટલાકમાં મુનિપણામાં યત્કિંચિત આગળ વધવાપણું હોય છે, તો કેટલાકમાં મુનિ થયા પછી ગૃહસ્થ કરતાં પણ વધુ શિથિલાચાર આવી જાય છે અને એમનું નૈતિક અધઃપતન થઈ જાય છે. અહીં ગ્રંથકર્તા એવા વેષધારી મુનિનો નિર્દેશ કરે છે કે જેઓ દીક્ષા લીધા પછી સમગ્ર જીવન દરમિયાન હતા ત્યાં ને ત્યાં રહે છે. અહીં આચારાંગસૂત્રના ‘લોકસાર’ નામના અધ્યયનના શબ્દો પ્રયોજવામાં આવ્યા છે : ‘ન પૂર્વોત્થાયિનઃ’ અને ‘પશ્ચાત્ ન નિપાતિન’. 2010_05 ८० Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર મુનિઓના જીવનમાં જે ચડાવ-ઉતાર આવે છે તેને અનુલક્ષીને “આચારાંગ સૂત્રમાં કેટલાક પ્રકારો બતાવ્યા છે, જેમકે (૧) પૂર્વોત્થાયી – પશ્ચાત્ અનિપાતી = એટલે કે જેઓ પહેલાં ઉદ્યમવંત થઈ ઉલ્લાસપૂર્વક દીક્ષા લે છે અને એવો જ ચડતો ભાવ જીવનના અંત સુધી ટકાવી રાખે છે. તેઓ ક્યારેય પાછા પડતા નથી. (૨) પૂર્વોત્થાયી – પશ્ચાન્નિપાતિ = એટલે કે જેઓ પહેલાં ઉદ્યમવંત થઈ દીક્ષા લે છે, પણ પછી શિથિલ, પતિત થઈ જાય છે. (૩) ન પૂર્વોત્થાયી – ન પશ્ચાન્નિપાતિ = એટલે કે જેઓ આરંભથી ઊંચે ઊઠ્યા નથી અને પછીથી પતિત થયા નથી. મતલબ કે દીક્ષિત જીવનમાં તેમણે કશો જ વિકાસ સાધ્યો નથી. તેઓ માત્ર વેશથી જ સાધુ થયા છે અને રહ્યા છે. દુઃખગર્ભિત વૈરાગ્યવાળા મુનિઓ આવા હોય છે. [૧૪૫ ડન્નમત્રવર્તુષ્ય નાગને મોરવા તે ! वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥७॥ અનુવાદ : ઘરમાં પૂરું અન્ન પણ મળતું નથી અને વ્રત લેવામાં તો લાડુ મળે છે. જે વૈરાગ્યમાં આવો આશય હોય તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. વિશેષાર્થ : અશુભ કર્મોનો ઉદય હોય ત્યારે ગરીબી કે બેકારીને કારણે માણસને ઘરમાં ઘી-દૂધ, શાકભાજી કે મિષ્ટાન્ન ખાવાની વાત તો દૂર રહી પણ બે ટંક રોટલા પણ ન ખાવા મળતા હોય અને બીજી બાજુ સાધુઓને નિયમિત આહાર મળતો હોય અને તેમાં પણ ગૃહસ્થો ભાવપૂર્વક આગ્રહ કરીને લાડુ વગેરે મિષ્ટાન્ન વહોરાવતા જોવા મળતા હોય ત્યારે એવા નિર્ધન માણસને દીક્ષા લેવાનું મન થઈ જાય. પરંતુ આવી રીતે ઘર પ્રત્યે વૈરાગ્ય જન્મતો હોય તો તે દુ:ખગર્ભિત વૈરાગ્ય કહેવાય. એમાં વૈરાગ્યનો સાચો ભાવ નથી હોતો. સારું ખાવાનું અને બહુ માનપાન મળે છે માટે સાધુપણું સ્વીકારવાનું ગમે છે એવી વૃત્તિ પણ કેટલાક લોકોમાં જોવા મળે છે. આવી આશાથી કેટલીક અયોગ્ય વ્યક્તિઓ દુનિયાના દરેક ધર્મમાં સાધુસંસ્થામાં ઘૂસી જાય છે. આથી જ લોકોક્તિ પ્રચલિત બનેલી છે કે : शिरमुंडन में तीन गुण मिट जाये शिर की खाज; खाने कु लड्डू मिले और लोक कहे 'महाराज' । (શિરમુંડન કરાવી સાધુ બનવામાં ત્રણ લાભ છે. માથાની ખૂજલી હોય તો તે મટી જાય છે. ખાવામાં લાડુ મળે છે અને વળી લોકો “મહારાજ’ કહી માનપૂર્વક ભાવથી બોલાવે છે.) [૧૪] શાસ્ત્રાગાસતંબૂત-ભવનૈયરના मोहगर्भं तु वैराग्यम् मतं बालतपस्विनाम् ॥८॥ અનુવાદ : કુશાસ્ત્રના અભ્યાસથી સંસારની નિણતા જણાય અને એથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય. તે બાલતપસ્વીઓને હોય છે. વિશેષાર્થ : દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યા પછી હવે મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કેટલાકને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ તે કુશાસ્ત્રના અભ્યાસથી. કુશાસ્ત્ર એટલે જે શાસ્ત્રો મિથ્યાત્વ ૮૧ 2010_05 Page #127 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તરફ દોરી જનારાં હોય છે. સંસાર ક્ષણિક છે, શૂન્યવત્ છે એવું બૌદ્ધદર્શન કહે છે. તાપસ વગેરેનાં કેટલાંક શાસ્ત્રો પણ સંસારને કારાગાર તરીકે ઓળખાવે છે. આવા અભ્યાસથી બાળજીવોને એટલે કે અજ્ઞાની માણસોને ભવની નિર્ગુણતા દેખાય છે. તેમને સંસાર પ્રત્યે અભાવ, અરુચિ થાય છે. એથી તેમનામાં વૈરાગ્ય પ્રગટ થાય છે. પરંતુ આવો વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય છે. મોહ એટલે અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. તે યથાર્થ બોધ નથી કરાવતો. તેવો વૈરાગ્ય મિથ્યાત્વયુક્ત હોવાને કારણે ક્યારે ચાલ્યો જશે તે કહી શકાય નહિ. આવો મોહગર્ભિત વૈરાગ્ય બાલતપસ્વીઓને એટલે કે પ્રાથમિક દશાના અજ્ઞાની સાધકોને હોય છે. ઉત્તમ સાધકોનો વૈરાગ્ય આવો મોહગર્ભિત નથી હોતો. મિથ્યાત્વયુક્ત વૈરાગ્યવાળો માણસ કુશાસ્ત્રના અભ્યાસને લીધે દુરાગ્રહી તથા વિતંડાવાદ કરવાવાળો થઈ જાય છે. સલ્ફાસ્ત્રના અભ્યાસવાળો વૈરાગી જીવ દુરાગ્રહી હોતો નથી કે શુષ્ક વાદવિવાદમાં પણ એને રસ હોતો નથી. [૧૪૭] સિદ્ધાન્તમુપની વ્યાપિ જે વિરુદ્ધાર્થભાષિUT: ! तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥९॥ અનુવાદ : સિદ્ધાન્તનો આશ્રય લઈને જેઓ તેનું વિરુદ્ધ અર્થઘટન કરે છે, તેઓ દુષ્કર તપશ્ચર્યા કરતા હોય તો પણ તેઓનો વૈરાગ્ય એવો જ (મોહગર્ભિત) જાણવો. વિશેષાર્થ : જેઓ મોહગર્ભિત વૈરાગ્યને ધારણ કરનારા હોય છે તેઓ ક્યારેક જિશ્વર ભગવાનકથિત સિદ્ધાન્તનો આશ્રય લઈ તેનું અર્થઘટન સ્વમતિથી વિપરીત રીતે કરતા હોય છે. તેઓ પોતાના સ્વાર્થને ખાતર, પ્રતિષ્ઠા ખાતર, અહંકાર માટે કે શિષ્યો પ્રાપ્ત કરવા માટે સગવડ અનુસાર હેતુપૂર્વક વિરુદ્ધ અર્થ કરનારા હોય છે. તેઓ એક પ્રકારના નિદ્ભવ જ કહેવાય. તેઓ ગમે તેટલી ઉગ્ર તપશ્ચર્યા કરે તો પણ તેમની માન્યતા અને તેમનું આચરણ એ બંને મિથ્યાત્વયુક્ત હોવાથી તેમનો વૈરાગ્ય મોહગર્ભિત વૈરાગ્ય જ કહેવાય. તેમની એવી બુદ્ધિપટુતા અંતે તો તેમના આત્માનું અહિત કરનારી જ નીવડે છે. [૧૪૮] સંસારમોર્વશીનમિતેષાં જ તત્ત્વઃ | शुभोऽपि परिणामो यज्जाता नाज्ञारुचिस्थितिः ॥१०॥ અનુવાદ : સંસારમોચક વગેરેની જેમ તેઓનું શુભ પરિણામ હોવા છતાં તાત્ત્વિક નથી, કારણ કે જિનાજ્ઞા વિશે તેમની રુચિ સ્થિર થઈ નથી. વિશેષાર્થ : કોઈક કદાચ પ્રશ્ન કરે કે જિનેશ્વર ભગવાનકથિત એવી તપશ્ચર્યા અને ધર્મક્રિયા કરનાર વ્યક્તિના મનનાં પરિણામો તો શુભ હોય, તો પછી એમના વૈરાગ્યને મોહગર્ભિત એટલે કે અજ્ઞાનયુક્ત કેમ કહેવાય ? આ પ્રશ્નનું નિરાકરણ કરતાં ગ્રંથકર્તા કહે છે કે તેઓની શુભ પરિણામવાળી ક્રિયા પણ તાત્વિક નથી, કારણ કે જિનાજ્ઞા માટે તેમની રુચિ સ્થિર થઈ હોતી નથી. અહીં સંસારમોચકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સંસારમાંચક માટે વર્તમાન અંગ્રેજી શબ્દ છે. Mercy Killer. એનો અર્થ થાય છે દયાપ્રેરિત હત્યા કરવામાં માનનારાઓ. તેઓ એમ કહે છે કે ૮૨ Jain Education Intemational 2010_05 Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર કોઈ જીવ બહુ જ રીબાતો હોય, ઘણી પીડા અનુભવતો હોય અને થોડા વખતમાં મૃત્યુ પામવાનો જ હોય તો તે બિચારાને દુ:ખમાંથી છોડાવવા માટે તેના જીવનનો અંત આણવો જોઈએ. પરંતુ શાસ્ત્રકારો કહે છે કે આવા રીબાતા જીવોને મારી નાખીને દુઃખમાંથી છોડાવવામાં દયા કદાચ દેખાતી હોય તો પણ તત્ત્વતઃ તે નિર્દયતા જ છે. કેટલાક અશક્ત કે અપંગ થઈ ગયેલા ઘોડાને મારી નાખતા હોય છે, કારણ કે તે હવે માણસને કામ લાગવાનો નથી, તેમ જ ઘોડો પોતે સુખેથી જીવન જીવી શકવાનો નથી. એના કરતાં જો ઘોડાને મારી નાખવામાં આવે તો તે દુ:ખથી જલદી છૂટી શકે. આવું બીજાં પ્રાણીઓ માટે પણ વિચારાય છે. આમ, પોતાના હત્યાના વિચારમાં દયાનો ભાવ રહેલો છે એમ તેઓ માને છે. આ પ્રકારની વિચારણા પ્રાણીઓ ઉપરાંત હવે કષ્ટથી પીડાતા, મૃત્યુને આરે આવેલા માણસો માટે પણ થાય છે. એવી રીતે દયાભાવથી બીજા માણસની હત્યા કરવામાં આવી હોય એવી ઘટના વર્તમાન કાળમાં ઉત્તરોત્તર વધુ બનવા લાગી છે. હવે તો બીજાના જીવનનો અંત લાવવા માટે એવાં ઔષધો અને સાધનો શોધાયાં છે કે બીજાનું મૃત્યુ નિપજાવવામાં પણ તેને કંઈ દર્દ કરવામાં આવતું નથી. સંસારમોચક વાદીઓની એક દલીલ એવી છે કે મોક્ષગતિ પામતાં સુધીમાં દરેક જીવના ભવ નિશ્ચિત જ હોય છે. એમાં એક ભવનો પણ વધારો કે ઘટાડો થઈ શકતો નથી. તો પછી દર્દથી રીબાતા જીવના જીવનનો જલદી અંત આણવામાં તો એમને દુ:ખમાંથી છોડાવવાનું શુભ કાર્ય થાય છે. પરંતુ આ વિચારણા પણ ભ્રમ ભરેલી છે. સિદ્ધાંતના કે તત્ત્વના અજાણ માણસો જ આવી દલીલ કરે. દરેક જીવે કરેલાં અશુભ અશાતાવેદનીય કર્મ તો આ જન્મમાં કે અન્ય જન્મમાં અવશ્ય ભોગવવાં જ પડવાનાં. એટલે દુઃખી જીવોનું મૃત્યુ આણવામાં અને એ રીતે તેમને સંસારનાં દુઃખમાંથી છોડાવવામાં તાત્ત્વિક રીતે કોઈ દયા રહેલી હોતી નથી. વસ્તુતઃ મોહગર્ભિત વૈરાગ્યવાળાઓ સિદ્ધાન્તનો ખોટો આશ્રય લઈ આવી ભૂલથાપ ખાતા હોય છે. [૧૪૯] મનીષ પ્રશમોડયુદ્વેષપોષાય તેવતમ્ | अन्तर्निलीनविषम-ज्वरानुद्भवसंनिभः ॥११॥ અનુવાદ : તેઓનો પ્રશમ પણ શરીરમાં અંદર રહેલા વિષમ જ્વરના અનુભવની જેમ દોષના પોષણ અર્થે જ થાય છે. વિશેષાર્થ : આવા મોહગર્ભિત વૈરાગ્યવાળા માણસોના જીવનમાં કેટલીક વાર પ્રશમ કે ઉપશમ વગેરે ભાવો અને ગુણો જોવા મળે, પરંતુ તેમનામાં મિથ્યાત્વ રહેલું હોવાથી તેમનો એ પ્રશમ ગુણ વસ્તુતઃ તેમના દોષોની વૃદ્ધિ કરનારો બને છે. મિથ્યાત્વસહિતના પ્રશમ ગુણમાં અને મિથ્યાત્વરહિતના પ્રશમ ગુણમાં ઘણો ફરક છે. જેમ હાડકામાં પેસી ગયેલા જવરવાળાનું શરીર બહારથી સારું લાગે, પણ એ જવર ક્યારે વધી જશે તે કહી શકાય નહિ. તેવું જ આવા મિથ્યાત્વીઓના ભ્રામક પ્રશમરસ વિશે કહેવાય. - હવે પછીના ચાર શ્લોકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ મોહગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવે છે. ૮૩ Jain Education Intemational 2010_05 Page #129 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૫૦] શાસ્ત્રાર્થોપુ રક્ષર્વ શાસ્ત્રાર્થપુ વિપર્યયઃ. स्वच्छंदता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥१२॥ અનુવાદ : કુશાસ્ત્રના અર્થમાં પ્રવીણ, શાસ્ત્રના અર્થમાં વિપર્યય, સ્વચ્છંદતા, કુતર્ક, ગુણવાનની સંગતિનો ત્યાગ – [૧૫૧] માત્મો પરદ્રોહ નો વંશનીવન ! आश्रवाच्छादनं शक्त्युल्लंघनेन क्रियादरः ॥१३॥ અનુવાદ : પોતાની મોટાઈ બતાવવી, બીજાનો દ્રોહ કરવો, કલહ, દંભી જીવન, આશ્રવ(પાપ)નું આચ્છાદન, શક્તિ ઉલ્લંઘીને ક્રિયાનો આદર કરવો– [૧૫૨] TTTT વૈદુર્યાપારણ્ય વિસ્કૃતિઃ | अनुबंधाधचिन्ता च प्रणिधानस्य विच्युतिः ॥१४॥ અનુવાદ : ગુણાનુરાગનો અભાવ, ઉપકારની વિસ્મૃતિ, તીવ્ર કર્મબંધની ચિંતા ન કરવી, ચિત્તની એકાગ્રતા ન હોવી[૧૫૩] શ્રદ્ધામૃદુત્વમૌદ્ધચમઘેર્યકવિતા वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥१५॥ અનુવાદ : શ્રદ્ધામાં મૃદુતા, ઉદ્ધતતા, અધેર્ય, અવિવેકીપણું – એ બીજા (મોહગર્ભિત) વૈરાગ્યનાં લક્ષણો કહેલાં છે. વિશેષાર્થ : બીજા પ્રકારનો વૈરાગ્ય એટલે કે મોહગર્ભિત વૈરાગ્ય. તે ધારણ કરનારા જીવોમાં વૈરાગ્યનો અંશ હોય છે, પણ એ એટલી ઊંચી કોટિનો નથી હોતો. એવા જીવોના અંતરમાં તો મિથ્યાત્વ જ પડેલું, હોય છે. એવા જીવોનાં લક્ષણો કેવા કેવાં હોય છે ? ઉપાધ્યાયજી મહારાજે અહીં આ ચાર શ્લોકમાં સંક્ષેપમાં એવાં કેટલાંક સ્પષ્ટ લક્ષણો દર્શાવ્યાં છે કે જેથી મોહગર્ભિત વૈરાગ્યવાળી મિથ્યાત્વી વ્યક્તિને ઓળખવાનું સરળ બને. ૧. કુશાસ્ત્રના અર્થ કરવામાં દક્ષત્વ – મોહગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિમાં એક બાજુ જેમ અજ્ઞાન હોય છે, મિથ્યાત્વનાં લક્ષણો હોય છે અને શ્રદ્ધાનું પ્રમાણ ઓછું કે નહિવત્ હોય છે, તો બીજી બાજુ તેમનામાં કુશાસ્ત્રના અર્થ કરવાની હોંશિયારી હોય છે. ૨. સત શાસ્ત્રોના અર્થ કરવામાં વિપરીતપણું – પોતાના દુરાચરણના સમર્થન માટે શાસ્ત્રોના વિપરીત અર્થ કરવા. ૩. સ્વચ્છંદતા - સદ્ગુરુ કે વડીલોની આજ્ઞામાં રહેવું ગમે નહિ. તેઓની આજ્ઞા ઉથાપવામાં આવે. પોતાની મરજી મુજબ વર્તવાનું જ ગમે. ८४ Jain Education Intemational 2010_05 Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર ૪. કુતર્ક — માણસની બુદ્ધિ એટલી ફળદ્રુપ છે કે તે ખોટા તર્ક કરીને સાચી વસ્તુને ખોટી અને ખોટી વસ્તુને સાચી બતાવવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક પોતાનો અહંકાર ઘવાય છે ત્યારે તે જાણી જોઈને અવળા અર્થ કરવા લાગે છે. ૫. ગુણવાળાની સંગતિનો ત્યાગ – ગુણીજનો એટલે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર ધરાવનાર વ્યક્તિઓ પાસે જઈ તેમની સોબતમાં રહેવાનું ગમે નહિ. રહેવાનો એવો પ્રસંગ આવે તો ત્યાંથી નીકળી જવાનું મન થાય. ૬. આત્મોત્કર્ષ – આત્મશ્લાઘા એટલે કે પોતાના ગુણોની પ્રશંસા કરવી અને તે માટે અભિમાન ધરાવવું. ૭. પરદ્રોહ – ઉપકારીના ઉપકારનું વિસ્મરણ કરવું. એટલું જ નહિ કૃતઘ્ન થઈને તેઓને તન, મન, ધનથી નુકસાન પહોંચાડવું કે તેઓની અપકીર્તિ કરવી. ૮. કલહ – વાદવિવાદ કરવા, ઝઘડા અને ક્લેશ-કંકાસ ક૨વા અને કરાવવા. સમતા ન રાખવી, સમજદારી ન બતાવવી અને સમાધાનની વૃત્તિ ન દાખવવી. ૯. દાંભિક જીવન – મનમાં એક અને વચનમાં કે વર્તનમાં બીજી વાત હોય. ખોટી વાત માટે ગર્વ લેવો. ૧૦. આશ્રવનું આચ્છાદન કરનાર – વ્રતભંગ થાય કે પાપાચરણ થાય તો તેનો બચાવ કરવો. પોતાની વાત છુપાવવી. તે માટે પ્રાયશ્ચિત કે આલોચનાનો ભાવ ન રાખવો. ૧૧. શક્તિ કરતાં વધુ ક્રિયા કરનાર – દેખાદેખીથી કે અભિમાનથી પોતાની શક્તિ કરતાં વધુ તપશ્ચર્યા કે અન્ય પ્રકારની ધર્મક્રિયા કરનાર, ૧૨. ગુણાનુરાગથી રહિત – ગુણીજનો પ્રત્યે રુચિ કે આદર ન થાય; ગુણીજનો પ્રત્યે દ્વેષ કે મત્સરનો ભાવ થાય; ગુણની વાત આવે તો હૃદય હર્ષવિભોર ન થાય. ૧૩. ઉપકારીનો ઉપકાર ભૂલી જનારા – કૃતઘ્ન માણસો ગરજ પડે ત્યારે બીજાની મદદ લે, પણ બદલો વાળવાનો વખત આવે ત્યારે છટકી જાય. ૧૪. તીવ્ર અશુભ કર્મ કરતી વખતે વિચાર ન કરવો – ક્રોધાદિ કષાયોને શાંત ન કરવા; તે માટે પશ્ચાત્તાપ ન કરવો; ભારે પાપાચરણ કરતી વખતે તેનો ઉદય થાય ત્યારે આ ભવમાં કે પરભવમાં ભોગવવાં પડતાં દુઃખોનો, કર્મના દારુણ વિપાકનો વિચાર ન કરવો. ૧૫. ચિત્તની એકાગ્રતા ગુમાવનાર – જે કંઈ કાર્ય કરે તેમાં ચિત્તનો બરાબર ઉપયોગ ન રહેવો; ભાતભાતના શુભાશુભ વિચારના તરંગ ચિત્તમાં સતત વહેતા રહેવા. ૧૬. શ્રદ્ધા વિશે અનિશ્ચિતતા – ઘડીકમાં શ્રદ્ધા અને ઘડીકમાં અશ્રદ્ધા એવી ચંચલ સ્થિતિ. શ્રદ્ધાનાં મૂળ જેટલાં દૃઢ થવાં જોઈએ તેટલાં થાય નહિ. જીવનમાં કોઈ ઘટના બનતાં કે નિમિત્ત મળતાં ધર્મમાંથી શ્રદ્ધા ડગી જાય કે નાસ્તિકતા આવી જાય. ૧૭. ઉદ્ધતતા – સાચી વાત ન માનનાર, આદર આપવા યોગ્ય વ્યક્તિઓને આદર ન આપનાર, સાચી શિખામણનો અસ્વીકાર કરનાર, નાની મોટી વાતમાં સાચા કે ખોટા જવાબ રોષપૂર્વક આપનાર. _2010_05 ૮૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ૧૮. અધેર્ય– કસોટીના પ્રસંગે સ્વસ્થતા ગુમાવનાર; દુઃખ કે વિપત્તિ આવી પડે ત્યારે ભાંગી પડે; સહિષ્ણુતાનો અભાવ હોય; હિંમત હારી જાય; સ્થિરતા ન રહેવી. ૧૯. અવિવેકીપણું – જ્યારે રાગદ્વેષ તીવ્ર બને છે ત્યારે માણસ યોગ્યાયોગ્યતા સમજવાની શક્તિ ગુમાવી બેસે છે અથવા તેવી સમજ હોય તો પણ તે વિપરીત રીતે વર્તે છે. [૧૫૪] જ્ઞાન , વૈરાર્જ સંખ્યત્તત્ત્વચ્છિદ | स्याद्वादिनः शिवोपाय - स्पर्शिनस्तत्त्वदर्शिनः ॥१६॥ અનુવાદ : સમ્યક તત્ત્વને જાણનાર, સ્વાવાદને સમજનાર, મોક્ષના ઉપાયને સ્પર્શનાર એવા તત્ત્વદર્શી પુરુષનો વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે જે વૈરાગ્યના મૂળમાં જ્ઞાન રહેલું છે તે. જે વૈરાગ્યની ઉત્પત્તિ જ્ઞાનમાંથી થાય છે અને જે વૈરાગ્યનું પોષણ-વર્ધન જ્ઞાનથી થાય છે તે વૈરાગ્ય વધુ દઢમૂલ બને છે. ક્ષણિક કારણોથી ઉત્પન્ન થતો વૈરાગ્ય પણ ક્ષણિક જ રહે છે. એવા વૈરાગ્યને ચાલ્યા જતાં વાર લાગતી જ નથી. ધનનો નાશ, સ્વજનનો વિયોગ કે સગાંસંબંધીઓ સાથે કલહ અને અણબનાવ, મિત્રનો દ્રોહ, કોઈકનાં અપમાનજનક માર્મિક વચનો વગેરેના આઘાતને કારણે આવેલા આવેગને પરિણામે ખાવુંપીવું ન ગમે, ઘર છોડીને ભાગી જવાનું કે આપઘાત કરવાનું મન થાય ત્યારે માણસને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એવા વૈરાગ્ય માટેના સંજોગો પલટાતાં વાર પણ નથી લાગતી. સંજોગો પલટાતાં એવો વૈરાગ્ય ચાલ્યો જાય છે. સંસારની અને પોતાના દેહની ક્ષણિકતા સમજાય, આત્માની અમરતા પ્રતીત થાય, તત્ત્વની દૃષ્ટિ ખીલે અને એ પછી સંસાર પ્રત્યે નિર્વેદનો ભાવ આવતાં જો વૈરાગ્ય પ્રગટ થાય તો એવો વૈરાગ્ય ક્ષણિક નથી હોતો. આવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં જે જુદાં જુદાં લક્ષણો છે તેમાંથી કેટલાંક લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન વ્યક્તિ જીવ-અજીવ આદિ ષડદ્રવ્યને અને નવ તત્ત્વને યથાર્થપણે જાણનાર હોય છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને બરાબર સમજનાર અને જીવનમાં ઉતારનાર હોય છે. તે દરેક પદાર્થ કે પરિસ્થિતિને ભિન્ન ભિન્ન નયથી સમજવાની શક્તિ ધરાવનારા હોય છે અને મોક્ષ શું છે અને તેનો ઉપાય શો છે એ વિશે તેને પૂરી શ્રદ્ધા હોય છે. આવી રીતે તત્ત્વદર્શનનો આવિર્ભાવ જેના હૈયામાં થયો હોય, એવી વ્યક્તિ ભૌતિક રીતે સુખી હોય કે તેવી અનુકૂળતા ધરાવતી હોય તો પણ તેમાં તેને રસરુચિ રહે નહિ. તેનામાં સહજ રીતે પ્રગટેલો વૈરાગ્ય પાકો હોય છે. વિપરીત સંજોગોમાં પણ તેનો વૈરાગ્ય ચાલ્યો નથી જતો. આવો વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યના પ્રકારોમાં તે સર્વોત્તમ પ્રકારનો ગણાય છે. [૧૫૫ માંસા માંસની પરમવા .. बुद्धिः स्यात्तस्य वैराग्यं ज्ञानगर्भमुदंचति ॥१७॥ અનુવાદ : જેમની તત્ત્વમીમાંસા પ્રૌઢ હોય અને જેમની બુદ્ધિ સ્વ-પરનાં આગમોને અવગાહતી હોય, તેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જાગે છે. Jain Education Intemational 2010_05 Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં બીજાં બે લક્ષણો દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે એવા વૈરાગ્યવાન મહાત્માઓની તત્ત્વમીમાંસા પ્રૌઢ હોય છે. તે ત્રુટિરહિત હોય છે. સ્વાધ્યાય, ચિંતન, મનન, ચર્ચાવિચારણા ઇત્યાદિ દ્વારા તેમની તત્ત્વમીમાંસા ઉત્તરોત્તર વધુ પુષ્ટ થતી જાય છે. તદુપરાંત તેમની બુદ્ધિ આગમગોચર હોય છે. ગોચર એટલે ગાયને ચરવાની, હરવાફરવાની, આનંદપૂર્વક યથેચ્છ વિહાર કરવાની જગ્યા. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા મહાત્માઓની બુદ્ધિ આગમો અને સિદ્ધાન્તશાસ્ત્રો ઉપરાંત કપિલાદિ અન્ય દાર્શનિકોનાં શાસ્ત્રોમાં લીલાપૂર્વક અનાયાસ ફરી વળતી હોય છે. તેમાંથી યથાર્થ તત્ત્વને તે ગ્રહણ કરી લેતી હોય છે. [૧૫] ન સ્વીચીત્રવ્યાપારે પ્રાધાન્ચ થઈ શર્મા नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥१८॥ અનુવાદ : જેઓને પોતાના અને અન્યના શાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય અને ક્રિયામાં જ પ્રાધાન્ય હોય, તેઓ નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના શુભ ફળને પામતા નથી. ' વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં વૈરાગ્યની સાથે જ્ઞાન પણ એટલું જ મહત્ત્વનું છે. જેઓએ (અને ખાસ કરીને મુનિઓએ) પોતાના મતનાં શાસ્ત્રો અને અન્ય મતનાં શાસ્ત્રોનો વ્યવસ્થિત ઊંડો અભ્યાસ કર્યો ન હોય તેઓ ક્રિયાઓ ગમે તેટલી કરે તો પણ તે ક્રિયાઓના નિશ્ચયશુદ્ધ સારને પામી શકતા નથી. કેટલાક ચારિત્રધર મહાત્માઓ ચારિત્રનું પાલન સારી રીતે કરતા હોય છે. પરંતુ જો તેઓ પાસે શાસ્ત્રોના અધ્યયન કે અવગાહનરૂપ દૃષ્ટિ ન હોય તો પોતે જે ક્રિયાઓ કે અનુષ્ઠાનો કરે છે અને કરાવે છે તેનું તાત્ત્વિક રહસ્ય પામી શકતા નથી. એ માટે માત્ર પોતાના જ મતનાં શાસ્ત્રોનું અધ્યયન કરવું પૂરતું નથી. જ્યાં સુધી અન્ય મતનાં શાસ્ત્રોનું અધ્યયન ન કર્યું હોય ત્યાં સુધી દષ્ટિની વિશાળતા કે પરિપૂર્ણતા આવતી નથી. અન્ય મતનાં શાસ્ત્રોનું અધ્યયન કરીને એનાથી ખોટી રીતે દોરવાઈ જવાનું નથી અથવા ખોટી રીતે દોરવાઈ જવાશે એવો ભય રાખવાનો નથી. પરંતુ એથી તત્ત્વને યથાર્થ સ્વરૂપે પામી શકાય છે અને નિશ્ચયદૃષ્ટિ શુદ્ધ બને છે એ ખ્યાલમાં રાખવું જરૂરી છે. [૧૫] સચવશ્ર્વનો સૂત્રે અતિપ્રત્યારે યતઃ | नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्वमेव हि ॥१९॥ અનુવાદ: સૂત્રમાં સમ્યકત્વ-મૌનનો પરસ્પર સંબંધ (ગતપ્રત્યાગત) દર્શાવ્યો છે. એટલે આ નિયમથી નિશ્ચિત થાય છે કે સમ્યકત્વ જ સારભૂત છે. - વિશેષાર્થ આચારાંગ સૂત્ર (૫-૩-૧૫૫ સૂત્રોમાં સમ્યત્વ અને મૌનનો એટલે કે મુનિપણાનો પરસ્પર સંબંધ નીચે પ્રમાણે બતાવવામાં આવ્યો છે : ગં સમે તે પાછું, તું મોજું તિ પાસ ! મોri fત પાસ, તું સમું તિ પાસરું || મૌન એટલે મુનિપણું. આ સંબંધને ગતપ્રત્યાગત પ્રકારનો કહ્યો છે, એટલે કે જયાં સમ્યક્ત્વ હોય ત્યાં મુનિપણું હોય અને જયાં મુનિપણું હોય ત્યાં સમ્યકત્વ હોય. Jain Education Intemational 2010_05 Page #133 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ સમ્યક્ત્વ અને મુનિપણું બંને નિશ્ચયનયથી સમજવાનાં છે. ચારિત્રનો સાર સમ્યકત્વ છે એમ અહીં કહ્યું છે. એવું સમ્યક્ત્વ સ્વ તથા અન્ય શાસ્ત્રના અવગાહન વિના આવી ન શકે. [૧૫૮] મનાશ્રવ « જ્ઞાનHવ્યસ્થાનમનાશ્રવ: | सम्यक्त्वं तदभिव्यक्तिरित्येकत्वविनिश्चयः ॥२०॥ અનુવાદ : જ્ઞાનનું ફળ અનાશ્રવ છે અને અનાશ્રવનું ફળ તે અવ્યુત્થાન (વિષયોનો ત્યાગ) છે. એટલે તેની (ચારિત્રની) અભિવ્યક્તિ એ જ સમ્યત્ત્વ છે. આમ, તેના (જ્ઞાન અને ચારિત્રના) એકત્વનો નિશ્ચય છે. વિશેષાર્થ : સમ્યફજ્ઞાનનું ફળ અનાશ્રવ એટલે કે આશ્રવરહિતપણું છે. આશ્રવ એટલે કર્મ બાંધવાનાં દ્વાર. આશ્રવ એટલે કર્મ બાંધવાની પ્રવૃત્તિ. જ્યાં આશ્રવ હોય ત્યાં સમ્યજ્ઞાન કેવી રીતે સંભવી શકે ? અનાશ્રવ એટલે ચારિત્ર. ચારિત્રની અભિવ્યક્તિ એટલે સમ્યકત્વ. આમ તર્કબદ્ધ રીતે વિચારીએ તો સમજાશે કે જયાં સમ્યકજ્ઞાન છે ત્યાં અનાશ્રવ છે અર્થાત ચારિત્ર છે અને જ્યાં ચારિત્ર છે ત્યાં સમ્યકજ્ઞાન છે. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનું એકત્વ સધાય છે. [૧૫૯] વનિત્તાત્રે ચડ્યાત્રિા વ્યાવહારિત્ ા अंतःप्रवृत्तिसारं तु सम्यक् प्रज्ञानमेव हि ॥२१॥ અનુવાદ : વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. અન્ત પ્રવૃત્તિના સારરૂપ તો સમ્યકજ્ઞાન જ છે. વિશેષાર્થ : ચારિત્ર અને સમ્યક્ત્વ એ બંનેની સહપસ્થિતિ ક્યારે અને કેવી રીતે હોય તે સમજવા માટે બંનેના પ્રકારોને પહેલાં સમજવા જોઈએ. ચારિત્રના બે પ્રકાર છે : વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. સમ્યક્ત્વના બે પ્રકાર છે : વ્યવહાર સમ્યક્ત અને નિશ્ચય સમ્યકત્વ. માત્ર ધન, કંચન, કામિની, ઘરબાર વગેરેનો ત્યાગ કરી બાહ્ય દૃષ્ટિએ ચારિત્ર લીધું હોય તો એ માત્ર વ્યવહાર ચારિત્ર છે. તેમાં આંતરિક પરિણામ હોતું નથી. ત્યાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધારૂપ વ્યવહાર સમ્યક્ત પણ કદાચ હોય, પણ આત્મરમણતા કે આત્મજ્ઞાનરૂપ નિશ્ચય સમ્યકત્વ ન હોય. [૧૦] ક્ષત્તેિ દિપ શ્રદ્ધાને ન શુદ્ધતા . संपूर्णपर्ययालाभाद् यन्न याथात्म्यनिश्चयः ॥२२॥ અનુવાદ : છ-કાય જીવોનું એકાન્ત શ્રદ્ધાન કરવા છતાં સમ્પર્વની શુદ્ધતા થતી નથી, કારણ કે સંપૂર્ણ પર્યાયોનો લાભ ન થવાથી યથાર્થપણાનો નિશ્ચય થતો નથી. વિશેષાર્થ : વ્યવહાર ચારિત્ર ધારણ કરનાર છકાય જીવોની રક્ષા કરવામાં ઉદ્યમશીલ હોય છે. તેમ કરવું તે યોગ્ય અને અનિવાર્ય છે. છકાય જીવોની રક્ષા માટેનું શ્રદ્ધાન એ તો આરંભનું પગથિયું છે. પરંતુ કેટલાક ત્યાં જ અટકી જતા હોય છે. એ વાતને તેઓ એકાન્ત પકડી રાખે છે. પરંતુ દ્રવ્યાર્થિક ८८ Jain Education Interational 2010_05 Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર અને પર્યાયાર્થિક એમ સર્વ નયનો લાભ લઈને તત્ત્વને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. ‘ષડજીવનિકાય' એ સમાસયુક્ત શબ્દમાંથી પણ ‘છ’, ‘જીવ’, ‘નિકાય’ એ ત્રણમાંથી ફક્ત કોઈ પણ એકને જ પકડીને એકજ નયથી ગ્રહણ કરવા જતાં અર્થની વિસંગતિ આવશે. પદાર્થ સર્વ પર્યાયમય અથવા અનન્ત પર્યાયમય છે. એવું શ્રદ્ધાન ન હોય ત્યાં સમ્યક્ત્વ શુદ્ધ નથી હોતું. જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય છે ત્યાં બાહ્ય પદાર્થોનો ત્યાગ તો આવે જ છે, પરંતુ એની સાથે તે પદાર્થો માટેની આસક્તિ પણ ચાલી જાય છે. મનથી પણ તે પદાર્થો માટેની ઇચ્છા કે વાસના ત્યાં રહેતી નથી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ ત્યાં ચાલ્યાં જાય છે. જ્યાં આત્મરમણતા આવે છે ત્યાં પરદ્રવ્ય કે પરભાવમાં ચિત્ત ખેંચાતું નથી. પછી તો એવી ઉચ્ચ દશા થાય છે કે ચિત્તને ત્યાંથી વાળવાનો પ્રયાસ કરવાપણું પણ રહેતું નથી. સહજપણે જ એ સ્થિતિ પ્રવર્તે છે. આમ, અંતઃપ્રવૃત્તિના સાર રૂપ જે સમ્યક્ત્વ છે એ જ સમ્યજ્ઞાન (આ શ્લોકના અનુસંધાનમાં પર્યાયો વિશે વિશેષ વિચારણા હવે પછીના [૧૯૧] યાવન્ત: પર્યયા વાનાં યાવન્તશ્નાર્થપર્યાઃ । साम्प्रतानागतातीतास्तावद्द्रव्यं किलैककम् ॥२३॥ અનુવાદ : વચનના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પર્યાયો છે તથા અર્થના વર્તમાન, ભૂત અને ભવિષ્યના જેટલા પર્યાયો છે, તે સર્વ મળીને એક દ્રવ્ય જાણવું. વિશેષાર્થ : જગતમાં કોઈપણ એક દ્રવ્ય અનંત પર્યાયમય છે. પ્રત્યેક દ્રવ્યના વચન પર્યાયો ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ અનંત છે. તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યના અર્થપર્યાયો પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની અપેક્ષાએ અનંત છે. દ્રવ્ય એક હોય પણ ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ, વચન પર્યાયની દૃષ્ટિએ અને અર્થપર્યાયની દૃષ્ટિએ, ભિન્ન ભિન્ન રીતે ઘટાવી શકાય છે. એમાં અસ્તિત્વ અને નાસ્તિત્વની દૃષ્ટિએ તથા ત્રણે કાળની દૃષ્ટિએ ઘટાવવા જતાં એક જ દ્રવ્યના અનંત પર્યાયો છે એવી પ્રતીતિ થશે. [૧૯૨] સ્વાત્સર્વમયમિત્યેવં યુ સ્વપરવર્યયંઃ । અને એ જ સમ્યક્ચારિત્ર છે. શ્લોકોમાં કરવામાં આવી છે.) अनुवृत्तिकृतं स्वत्वं परत्वं व्यतिरेकजम् ॥२४॥ અનુવાદ : એ જ પ્રમાણે એક જ દ્રવ્ય સ્વપર્યાય વડે અને પરપર્યાય વડે યુક્ત હોઈને સર્વ પર્યાયમય થાય છે. એમાં અનુવૃત્તિ વડે કરેલું તે ‘સ્વત્વ’ અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું તે ‘પરત્વ’ જાણવું. વિશેષાર્થ : પ્રત્યેક દ્રવ્યમાં સર્વ સ્વપર્યાય હોય છે અને સર્વ પરપર્યાય પણ હોય છે. આથી તે દ્રવ્યમાં સર્વ સ્વ-પર-પર્યાય હોય છે. આ કેવી રીતે સંભવે ? એનો ઉત્તર એ છે કે અનુવૃત્તિથી સ્વપર્યાયો છે અને વ્યતિરેકથી પરપર્યાયો છે. ઉદાહરણથી આ સમજાશે. પ્રાચીન પરંપરાનાં ઘટ-પટનાં (ઘડો અને વસ્ત્રનાં) ઉદાહરણ લઈએ. ઘટમાં ઘટત્વના સ્વપર્યાયો છે, કારણ કે ઘટમાં ઘટત્વની અનુવૃત્તિ છે, અર્થાત્ 2010_05 ૮૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સાહચર્ય કે વિદ્યમાનતા છે. વળી એ જ ઘટમાં પટના પર્યાયો તે પરપર્યાયો છે. એ સર્વ પરપર્યાયો ઘટમાં વ્યતિરેકથી છે એટલે કે નાસ્તિત્વથી છે. આમ ઘટમાં સર્વ સ્વપર્યાય રહેલા છે અને સર્વ પરપર્યાય પણ રહેલા છે. એટલે ઘટમાં સર્વ સ્વ-પર-પર્યાયો રહેલા છે. પટનું ઉદારણ લઈએ તો પટમાં પટવના સર્વ સ્વપર્યાયો અનુવૃત્તિથી છે અને ઘટના સર્વ પરપર્યાયો વ્યતિરેકથી છે. એટલે પટમાં પણ સર્વ સ્વપર-પર્યાયો રહેલાં છે. આવી રીતે પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાયમય છે. [૧૩] જે નામ પરપર્યાયા: સ્વાસ્તિત્વીયોપતિ મતા: . स्वकीया अप्यमीत्यागस्वपर्याय विशेषणात् ॥२५॥ અનુવાદ : જે પરપર્યાય છે તે પોતાના અસ્તિત્વના અયોગથી છે. જો કે એ પરપર્યાય છે, પરંતુ ત્યાગરૂપ સ્વપર્યાયના વિશેષણથી છે. વિશેષાર્થ : સ્વપર્યાય અને પરપર્યાયનો ભેદ સમજવા જેવો છે. ઘટ અને પટનું ઉદાહરણ લઈએ તો ઘટના જે પર્યાયો છે તે સ્વ-અસ્તિત્વના સંબંધથી ઘટના સ્વપર્યાય છે અને પટના પર્યાયો અસ્તિત્વના અયોગ (અસંબંધ)થી ઘટ માટે પરપર્યાય છે. પરંતુ પટના પર્યાયો ઘટ માટે પરપર્યાય હોવા છતાં, એને ઘટના પર્યાય તરીકે પણ ગણવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે જે પર્યાયો ઘટના નથી તે પર્યાયો ઘટના છે એમ કેવી રીતે કહી શકાય ? એનો ઉત્તર એ છે કે ઘટ સિવાયના પટ વગેરે તમામ વસ્તુના પર્યાયો, ઘટના જે સ્વપર્યાય છે તેના ત્યાગ-વિશેષણવાળા પર્યાય બની જાય છે. જો નાસ્તિત્વ સંબંધ ન સ્વીકારીએ તો ઘટ અને પટ વચ્ચે કોઈ ભેદ રહેશે નહિ. [૧૪] મતલિબ્લેિડર સંબંધવ્યાપથી ત: | तेषां स्वत्वं धनस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥२६॥ અનુવાદ : તેનો (પરપર્યાયનો) તાદાસ્યભાવે સંબંધ નથી તો પણ વ્યવહારનયના ઉપયોગથી સંબંધ છે. જેમ ધનનો સંબંધ તેના સ્વામી સાથે હોય છે તેમ આ સ્વત્વ (સ્વપર્યાય) સૂક્ષ્મ બુદ્ધિ વડે જણાય છે. વિશેષાર્થ : એક દ્રવ્યના પર્યાયોનો અન્ય દ્રવ્યના પર્યાયો સાથે તાદાસ્યભાવે સંબંધ હોતો નથી. છતાં વ્યવહારમાં ઉપયોગીપણાને કારણે બે ભિન્ન દ્રવ્યો વચ્ચે સંબંધ બને છે, જેમ ધનનો સંબંધ એના સ્વામી સાથે હોય છે તેમ. ધનના પર્યાયો ભિન્ન છે અને એના સ્વામીના પર્યાયો પણ ભિન્ન છે, છતાં બંનેના પર્યાયો વચ્ચે સંબંધ છે. એટલે જ “આ ધન ફલાણા ભાઈનું છે.” એમ કહીએ છીએ. આ તો તરત સમજી શકાય એવું ઉદાહરણ છે. પરંતુ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં આવે તો જયાં અતાદાભ્ય હોય ત્યાં પણ સ્વપર્યાય અને પરપર્યાય વચ્ચે સંબંધ હોય છે. ઘટ અને પટનાં ઉદાહરણો પ્રાચીન કાળથી શાસ્ત્રોમાં અપાતાં આવ્યાં છે. (એવાં બીજાં ઉદાહરણો પણ લઈ શકાય.) ઘટના પર્યાયો ઘટમાં અસ્તિત્વ રૂપે રહ્યા છે, અને પટના પર્યાયો ઘટમાં નાસ્તિત્વરૂપી રહ્યા છે. “આ ઘડો છે' એમ કહેવામાં આવે ત્યારે આ વસ્ત્ર નથી એમ પણ સૂચિત થાય છે. માત્ર પટ જ નહિ, અન્ય કોઈપણ દ્રવ્યના પર્યાયો ઘટમાં નથી. એ પરપર્યાયોનું નાસ્તિત્વ પણ વ્યવહારની દૃષ્ટિએ ઉપયોગી છે. જો એમ ન હોય તો અનેક દ્રવ્યોની સેળભેળ થઈ જાય. ૯૦ 2010_05 Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો: વૈરાગ્યભેદ અધિકાર [૧૯૫] પર્યાયા: યુનેસ્સનદષ્ટિવારિત્રોવર: | यथा भिन्ना अपि तथोपयोगाद्वस्तुनो ह्यमी ॥२७॥ અનુવાદ : મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્રના દ્રવ્ય પર્યાયો જેમ ભિન્ન હોવા છતાં પણ હોય છે, તેમ ઉપયોગ વડે તે વસ્તુના પણ હોય છે. વિશેષાર્થ : અસ્તિત્વ અને નાસ્તિત્વ, તાદાસ્ય અને અતાદાભ્ય, ભિન્નતા અને અભિન્નતા–એમ જુદી જુદી દષ્ટિએ પર્યાયોનું વિશ્લેષણ કરવાનું તાત્પર્ય તો એક જ છે કે પ્રત્યેક દ્રવ્ય સર્વ પર્યાયાત્મક છે. અહીં મુનિના પર્યાયોનો વિચાર કરીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રના તમામ દ્રવ્ય પર્યાયો મુનિથી ભિન્ન છે. છતાં સ્વકાર્યમાં, મુક્તિના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઉપયોગી હોવાથી તે પર્યાયો મુનિના જ કહેવાય છે. તેવી જ રીતે કોઈપણ વસ્તુના પરપર્યાયો એ વસ્તુથી ભિન્ન હોવા છતાં, વ્યવહારમાં ઉપયોગી હોવાથી તે વસ્તુના પોતાના પર્યાય પણ કહેવાય. [૧૬૬] નો વેઢમાવસંવંથાન્વેષ તિર્મવેત્ आधारप्रतियोगित्वे द्विष्ठे न हि पृथग्द्वयोः ॥२८॥ અનુવાદ : જો એમ ન હોય તો અભાવના સંબંધનું અન્વેષણ કરવામાં શી ગતિ થાય ? માટે આધાર અને પ્રતિયોગી એ બંનેમાં તે રહે છે, પણ તે બંનેમાં પૃથક રહેતો નથી. વિશેષાર્થ : પદાર્થોના સંબંધ ચાર પ્રકારના કહ્યા છે : સંયોગસંબંધ, સમવાયસંબંધ, સ્વરૂપસંબંધ અને તાદાભ્ય સંબંધ. જ્ઞાન, ઇચ્છા, કૃતિ, વૈષ અને સંસ્કાર એ પાંચના સંબંધીને વિષય કહેવામાં આવે છે અને અભાવ, સંયોગ, આધારતા વગેરેના સંબંધીને પ્રતિયોગી કહેવામાં આવે છે. ઘટનું ઉદાહરણ લઈએ તો ઘટમાં જેમ ઘટત્વ છે તેમ પટાભાવ વગેરે અભાવો પણ છે. આ અભાવો તે ઘટના જ પર્યાયો છે. અભાવ દ્વિષ્ઠ છે એટલે કે બે ઠેકાણે રહે છે – આધારમાં અને પ્રતિયોગીમાં, પણ તે બંનેમાં પૃથફ એટલે જુદો રહેતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ શ્લોકોમાં ન્યાયશાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો પ્રયોજ્યા છે. તર્કબદ્ધ, સુસંગત પદ્ધતિથી સમજવા માટે આ પારિભાષિક શબ્દોના અર્થ બરાબર સમજવા જરૂરી છે. ન્યાયશાસ્ત્રના અભ્યાસીને એની યથાર્થતા સમજાતાં વિશેષ આનંદનો અનુભવ થશે. [૧૬] વાપર્યાયસંશ્લેષા દૂષ્યવંનિશિતમ્ सर्वमेकं विदन्वेद सर्व जानंस्तथैककम् ॥२९॥ અનુવાદ : આમ સ્વપર્યાય અને પરપર્યાય સંબંધસંશ્લેષ)થી સૂત્રમાં પણ એ પ્રમાણે જણાવ્યું છે કે જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. વિશેષાર્થ : અહીં આચારાંગસૂત્રનો આધાર આપવામાં આવ્યો છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે : ને , ૯૧ Jain Education Interational 2010_05 ucation International 2010_05 Page #137 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નાળડ઼ે તે મળ્યું નાળરૂં 1 ને સર્વાં નારૂં તે ાં નાળ । જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. જે આત્મા કોઈપણ એક વસ્તુના સર્વ સ્વપર્યાયને અને સર્વ પરપર્યાયને જાણે તે સર્વ વસ્તુના સર્વ સ્વપર્યાયને અને સર્વ પરપર્યાયને જાણે, એમ યુક્તિથી સિદ્ધ થાય છે, કારણ કે સર્વ વસ્તુના સર્વ સ્વપર્યાય અને સર્વ પરપર્યાય જાણ્યા વિના એક વસ્તુના સર્વ સ્વ-૫૨પર્યાય જાણી ન શકાય. એટલે જ ‘જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે' એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે. [૧૯૮] આમત્તિપાદવામ્યામ-સ્વાયંવિમિનાશ્રયન્ । पर्यायमेकमप्यर्थं वेत्ति भावाद् बुधोऽखिलम् ॥३०॥ અનુવાદ : આત્તિ, પાટવ, અભ્યાસ, સ્વકાર્ય વગેરે દ્વારા પંડિત પુરુષ એક પર્યાયના એક અર્થને જાણે છે, પણ ભાવથી સર્વ અર્થને જાણે છે. વિશેષાર્થ : પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાયમય છે. પંડિત પુરુષ એટલે કે સમ્યગ્દષ્ટિ આત્મા તેના કેટલા પર્યાયના કેટલા અર્થ જાણે ? આ પ્રશ્નનો ઉત્તર દ્રવ્યથી અને ભાવથી એમ જુદો જુદો હોઈ શકે. દ્રવ્યથી તે એક પર્યાયના એક અર્થને અને ભાવથી સર્વ અર્થને જાણી શકે. વસ્તુના એક પર્યાયના એક અર્થને જાણવાનાં જુદાં જુદાં કારણો હોઈ શકે, જેમકે આસત્તિ એટલે સંબંધ, પાટવ એટલે બુદ્ધિચાતુર્ય, અભ્યાસ એટલે વારંવાર કરેલા અવલોકનનો મહાવરો અને સ્વકાર્ય એટલે પોતાનું વિશિષ્ટ પ્રયોજન. સમ્યગ્દષ્ટિ જીવ સ્થૂલ દૃષ્ટિથી પોતાની સન્મુખ રહેલા પદાર્થના એક પર્યાયના એક અર્થને જાણે છે, પણ ભાવથી તે સર્વ પર્યાયને જાણે છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં ફરક એ છે કે સમ્યગ્દષ્ટિ ભાવથી સર્વ પર્યાયને જાણે છે અને મિથ્યાદષ્ટિ ભાવથી તે જાણતો નથી. [૧૯૯] અન્તરા જેવલજ્ઞાન પ્રતિવ્યનિ યદ્યપિ 1 वापि ग्रहणमेकांश द्वारं चातिप्रसक्तिमत् ॥३१॥ અનુવાદ : કેવળજ્ઞાન વિના જો કે પ્રતિવ્યક્તિ થતી નથી. પ્રત્યેક વસ્તુમાં રહેલા સર્વપર્યાયોનું જ્ઞાન સંભવી શકતું નથી. તો પણ કોઈક વિષયમાં એકાંશ દ્વારવાળું જ્ઞાન થાય છે અને વળી તે અતિપ્રસક્તિ(અતિવ્યાપ્તિ)વાળું થાય છે. વિશેષાર્થ : પ્રત્યેક પદાર્થમાં રહેલા ત્રણે કાળના સર્વ ક્રમબદ્ધ પર્યાયોનું જ્ઞાન એક ફક્ત કેવલી ભગવંતને જ હોઈ શકે. કેવળજ્ઞાનની એ વિશેષતા છે. કેવળજ્ઞાન સિવાય અનંતપર્યાયાત્મક જ્ઞાન સંભવી ન શકે. જો કે સમ્યગ્દષ્ટિ જીવોને, જિનાગમ ઉપર શ્રદ્ધા હોવાથી ઘણા પર્યાયોને ભાવથી જાણવારૂપી એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે. અને તે પણ વળી અતિપ્રસક્તિવાળું એટલે અતિવ્યાપ્તિવાળું અર્થાત્ અચોક્કસ હોય છે. 2010_05 ૯૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર [૧૭] નેઋત્તામશ્રદ્ધા તથાડAધ્વનિતા એવી છે सम्यग्दृशस्तयैव स्यात् संपूर्णार्थ विवेचनम् ॥३२॥ અનુવાદ : તો પણ અનેકાન્તમય આગમોની શ્રદ્ધા સદા અઅલિત હોવાથી સમ્યગ્દષ્ટિવાળા તે સંપૂર્ણ અર્થનું વિવેચન કરી શકે છે. ' વિશેષાર્થ : પ્રત્યેક પદાર્થના અનંતપર્યાયાત્મક સ્વરૂપને કેવળી ભગવંતો જ જાણતા હોવાથી તેઓ જ તે વિશે કહી શકે. તેમ છતાં સમ્યગ્દષ્ટિ જ્ઞાની પણ તેના સર્વ અર્થનું વિવેચન કરી શકે, કારણ કે તેમને અનેકાન્તથી યુક્ત આગમોમાં અવિચલ, અસ્મલિત, નિરંતર, શ્રદ્ધા હોય છે. એ શ્રદ્ધાને બળે જ તેઓ કેવલી ભગવંતોએ સાક્ષાત જોઈને કહેલા પદાર્થોનું નિરૂપણ કરી શકે છે. [૧૭૧] મારામાપનયનાન્ જ્ઞાન પ્રાજ્ઞી સર્વાન્ ! कार्यादेर्व्यवहारस्तु नियतोल्लेखशेखरः ॥३३॥ અનુવાદ : આગમના અર્થનો આશ્રય કરવાથી પ્રાજ્ઞ પુરુષને સર્વગામી જ્ઞાન પ્રવર્તે છે પરંતુ કાર્યાદિકનો જે વ્યવહાર છે તે નિયત કરેલા ઉલ્લેખના શેખરરૂપ (મુગટરૂપ અર્થાત્ મુખ્યરૂપ) છે. ' વિશેષાર્થ : આ રીતે આગમના અર્થનો પૂર્ણ શ્રદ્ધા સાથે આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ મહાત્માઓને જે જ્ઞાન થાય છે તે સર્વગત હોય છે. આ સર્વગામી જ્ઞાનને કારણે જ એવા મહાત્માઓને પદાર્થનો અનંત પર્યાયરૂપે બોધ થાય છે. એથી જ તેઓ કોઈ વિષયનો એકાત્તે આગ્રહ રાખતા નથી. તેમની સૂક્ષ્મ દૃષ્ટિ અલ્પ સમયમાં તેનું સર્વાગીણ અવગાહન કરી લે છે અને યથાર્થ બોધ પામે છે. આમ છતાં વ્યવહારનાં કાર્યોમાં અથવા કાર્યો વગેરેના વ્યવહારમાં તેઓ તે કાળે નિયત ઉલ્લેખને શેખરરૂપ અર્થાત્ મુખ્યરૂપ બનાવે છે. [૧૭૨] તાજોન ય: રિસ્થાપિ ઝ: .. शास्त्रार्थबाधनात्सोऽयं जैनाभासस्य पापकृत् ॥३४॥ અનુવાદ : એટલા માટે જે વિરક્ત આત્માનો કોઈ વિષયમાં એકાન્તનો કદાગ્રહ હોય તો તે શાસ્ત્રના અર્થનો બાધક હોવાથી જૈનાભાસ છે અને પાપકાર્યરૂપ છે. વિશેષાર્થ : જેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે તેઓને જ્ઞાન અને ક્રિયા, વ્યવહાર અને નિશ્ચય અથવા એવા કોઈ એક નયનો એકાન્ત કદાગ્રહ હોતો નથી. જો સામાન્ય મનુષ્યો પણ એકાન્ત હઠાગ્રહ રાખે તો તે તેમને શોભતો નથી, તો પછી વીતરાગ પ્રભુની વાણીમાં શ્રદ્ધાવાળા વિરક્ત જ્ઞાનીઓની તો વાત જ શી ? દરેક બાબતનો પરમાર્થથી પણ વિચાર કરવો જોઈએ અને કદાગ્રહ છોડી દેવો જોઈએ. વળી જો કોઈ પણ એક નયને જ પકડી રાખવામાં આવે તો તે શાસ્ત્રના અર્થનો બાધક થશે. એનો અર્થ એ થયો કે તે ઇરાદાપૂર્વક આડકતરી રીતે શાસ્ત્રની આશાતના કરે છે. એવું કરનારને સાચો જૈન કેમ કહેવાય ? તે તો જૈનનો માત્ર ૯૩ Jain Education Interational 2010_05 Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આભાસ છે. વળી આવો કદાગ્રહ કરતો હોવાથી તે એક પ્રકારનું પાપાચરણ કરે છે એમ પણ કહી શકાય. સાચા વિરક્ત જ્ઞાનીઓ તેમ કરે નહિ. [૧૭૩] !ત્નનેં ચાપવા વા વ્યવહારેડથ નિશ્ચયે । ज्ञाने कर्मणि वाऽयं चेन्न तदा ज्ञानगर्भता ॥ ३५ ॥ અનુવાદ : ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં જો આ (કદાગ્રહ) હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન કહેવાય. વિશેષાર્થ : પદાર્થને સમજવા માટે વિશાળ અને ગહન દૃષ્ટિ જોઈએ. જેઓ પોતાના મતને કે વિચારને પકડી રાખે છે અને બીજાના મતમાં રહેલા સત્યાંશને ગ્રહણ કરવા ઇચ્છતા નથી, તેઓ પદાર્થના સાચા સ્વરૂપને પામી શકતા નથી. પોતાના સંપ્રદાય કે મત માટે વધુ પડતી સંકુચિત અને ચુસ્ત દૃષ્ટિ જ્યારે આવી જાય છે ત્યારે માણસ આગ્રહી બની જાય છે. એનું મન મુક્ત હોતું નથી. કેટલીક વાર એનો આગ્રહ દુરાગ્રહ કે કદાગ્રહ નીવડવાનો સંભવ છે. જૈન દર્શનમાં વિવાદના મોટા વિષયો તે વ્યવહાર અને નિશ્ચયના, ઉત્સર્ગ અને અપવાદના તથા જ્ઞાન અને ક્રિયાના છે. કોણ સાચું અને કોણ ચડિયાતું એની વખતોવખત ચર્ચા થતી હોય છે. પરંતુ જેઓનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હોય છે તેઓ એકાન્તે કોઈ વાતનો આગ્રહ રાખતા નથી. [૧૭૪] સ્વામેવાળમાર્થાનાં શતવ્યેવ પરાર્ધ । नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ३६॥ અનુવાદ : જેમ પરાર્ધમાં સો સમાઈ જાય તેમ પોતાના આગમમાં અન્યના શાસ્ત્રોના અર્થોનો અવતાર કરવામાં (ઘટાવવામાં) જો પાંડિત્ય ન હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. વિશેષાર્થ : જેઓ પોતાનાં આગમોનો બરાબર અભ્યાસ કરે છે તેમનામાં અન્યનાં શાસ્ત્રોનો અર્થ કરવાની કુશળતા આપોઆપ આવી જાય છે. વળી જો તેમનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય, તો અન્યનાં શાસ્ત્રોના સિદ્ધાન્તોને આગમોમાં નિરૂપાયેલાં તત્ત્વો સાથે ઘટાવવાની તેમની બુદ્ધિશક્તિ ખીલેલી હોવી જોઈએ. એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળી વ્યક્તિઓની દૃષ્ટિ એટલી ઉદાર, ઉદાત્ત અને સમત્વવાળી હોવી જોઈએ કે અન્યના શાસ્ત્રોનું પણ તે અધ્યયન કરે અને તેમાં બતાવેલાં તત્ત્વો કે પદાર્થોનો આગમના સિદ્ધાન્તો સાથે કેવી રીતે મેળ બેસે છે તે પણ બતાવતાં તેમને આવડવું જોઈએ. અન્યનાં શાસ્ત્રોના કોઈ વિષયનું અધ્યયન ન કર્યું હોય તો પણ અનેકાન્તમય આગમો ઉપરની શ્રદ્ધા સદા અસ્ખલિત હોવાથી સમ્યગ્દષ્ટિ મહાત્માઓને તેના દ્વારા સર્વ પદાર્થોનું જ્ઞાન હોઈ શકે છે. એટલે તેમની પ્રતિભા એટલી વિકસિત હોય છે કે અન્યના કોઈ સિદ્ધાન્તની વાત આવે, તો તે જૈન દર્શનમાં કેવી રીતે ઘટાવી શકાય છે તેની કલા તેમને હસ્તગત હોય છે. જૈન દર્શનનું તત્ત્વચિંતન વિવિધ નયથી એટલું ઊંડાણવાળું છે કે દુનિયાના કોઈપણ પદાર્થની વાતનું તાત્પર્ય જૈન દર્શનના સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાય છે. અહીં દૃષ્ટાંત આપવામાં આવે છે કે જેમ પરાર્ધ રકમમાં (એકડા ઉપર સત્તર મીંડાં જેટલી રકમમાં) સોની રકમનો સમાવેશ થઈ જાય છે તેમ જૈન દર્શનમાં અન્ય દર્શનોના સિદ્ધાન્તોનો સમાવેશ અર્થઘટન દ્વારા અવશ્ય થઈ શકે છે. _2010_05 ૯૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર [૧૭૫ નવેષ સ્વાર્થ સત્યેષુ મોજુ પર વાનને ! माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ॥३७॥ અનુવાદ : પોતાનો અર્થ કરવામાં સાચા અને બીજાનો અર્થ કરવામાં નિષ્ફળ લાગે, એવા નયોમાં જો મધ્યસ્થપણું ન આવ્યું હોય તો તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. વિશેષાર્થ : દરેક નય પોતાના દૃષ્ટિકોણથી પોતાના અર્થમાં રહેલા સત્યનું પ્રતિપાદન કરે છે અને બીજા નયનો વિચાર કરવામાં ખંડનવૃત્તિ ધરાવે છે. નૈગમાદિ નયો પોતાની વાતને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને તે બીજા નયને અસત્ય ઠરાવવા કોશિષ કરે છે. વસ્તુતઃ દરેક નયમાં સત્યનો અંશ રહેલો હોય છે અને બધા નયો પરસ્પરપૂરક અને સમન્વયકારી હોય છે કે બની શકે છે. નયનું ચક્ર આ રીતે ચાલતું હોય છે. જેમની દૃષ્ટિ સર્વગ્રાહી નથી થઈ હતી તેમની આગળ જયારે નિશ્ચય નયથી વાત કરવામાં આવે, ત્યારે તેમને એ સત્ય જ માત્ર લાગે. પછી વ્યવહાર નથી જો વાત કરવામાં આવે તો તે વખતે તે સત્ય લાગે. પરંતુ પરસ્પર વિરુદ્ધ એવા નયનો પણ સમન્વય કરવાની દૃષ્ટિ અને શક્તિ તો માધ્યસ્થભાવ ધરાવનાર ગીતાર્થ મહાત્માઓમાં હોય છે. જ્યાં ભિન્ન ભિન્ન નો પ્રત્યે માધ્યસ્થભાવ નથી હોતો ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન હોઈ શકે. [૧૭૬] માજ્ઞામિન્નાથનાં યૌષિાનાં ચ યુત્તિર ! न स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥३८॥ અનુવાદ : આગમ વડે ગ્રહાતા અર્થોને આજ્ઞા વડે અને યુક્તિ વડે ગ્રહણ કરાતા અર્થોને યુક્તિ વડે-એમ પોતપોતાના સ્થાને યોજકપણું ન હોય તો એ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી. વિશેષાર્થ : જેમનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે તેમનામાં જેવી રીતે વિવિધ નયોના અર્થઘટન પ્રત્યે મધ્યસ્થ દૃષ્ટિ હોય છે, તેવી રીતે તેમનામાં યોગ્ય સ્થાને યોગ્ય અર્થ કરવાની દૃષ્ટિ પણ હોવી જોઈએ. કેટલેક સ્થળે એવા વિષયોમાં તર્ક અને યુક્તિથી અર્થ કરવાનો હોય છે. એને હેતુવાદ કહે છે. એમાં વિવિધ પ્રકારનાં પ્રમાણો આપી અર્થ સિદ્ધ કરવાનો હોય છે. કેટલાક એવા વિષયો હોય છે કે જેમાં કોઈપણ પ્રમાણ આપવાની શક્યતા હોતી નથી. તેમાં તર્કથી નહિ પણ શ્રદ્ધાથી જ આગળ વધી શકાય છે. તેને માટે આગમન જ આધાર આપવાનો હોય છે. એટલે કે એવા વિષયોમાં જિનેશ્વર ભગવાનનું કથન છે અને માટે તે આજ્ઞારૂપ છે એમ શ્રદ્ધાપૂર્વક માનવાનું હોય છે. આમ જે સ્થળે જે વાદ અપનાવવાનો હોય તે વાદ અપનાવવાનું સામર્થ્ય આવા જ્ઞાનગર્ભિત ગીતાર્થ મહાત્માઓમાં હોય છે. જ્યાં આવું સામર્થ્ય ન હોય ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સંભવે નહિ. [૧૭૭] નીતાર્થચૈવ વૈરાર્થ જ્ઞાન તતઃ સ્થિતમૂા. उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ॥३९॥ અનુવાદ : તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને હોય છે. ઉપચારથી (વ્યવહારથી) તો એમની નિશ્રામાં રહેલા અગીતાર્થને પણ હોઈ શકે છે. Jain Education Intemational 2010_05 Page #141 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : આમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો દુર્લભ છે. પોતાનાં અને અન્યનાં શાસ્ત્રોનું જેમણે અવગાહન કર્યું છે, જેમના જીવનમાં કોઈ વાતનો કદાગ્રહ નથી, કેવળ મોક્ષની અભિલાષાથી જ જેમની સર્વ પ્રવૃત્તિઓ રહે છે અને જે સૂત્ર તથા અર્થના રહસ્યનો પરમાર્થ સમજે છે અને સમજાવી શકે છે તેવા ચારિત્રસંપન્ન ગીતાર્થ મહાત્માઓનો વૈરાગ્ય જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહી શકાય. જ્યાં ગીતાર્થતા છે ત્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે જ. પરંતુ શું અગીતાર્થ એવા મુનિઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન હોઈ શકે ? એનો ઉત્તર એ છે કે હા, ઉપચારથી તેઓને પણ હોઈ શકે, પરંતુ તેઓ ગીતાર્થની આજ્ઞામાં અને ગીતાર્થની નિશ્રામાં રહેલા હોય તો. ગીતાર્થની નિશ્રામાં રહેવાથી તેમનું લક્ષ્ય સ્થિર રહે છે. તેમનો વૈરાગ્ય દઢ રહે છે. તેમનું શ્રદ્ધાન ડગતું નથી. કદાચ માસ-તુષ મુનિની જેમ તેમને શાસ્ત્રબોધ બરાબર ન થતો હોય તો પણ તેમની સ્વસ્વરૂપની આરાધનામાં કચાશ નથી હોતી. હવે નીચેના ચાર શ્લોકમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળી વ્યક્તિનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવે છે. [૧૭૮] સૂક્ષિા ૨ મધ્યસ્થં સર્વત્ર હિતવિક્તનમ્ | क्रियायामादरो भूयान् धर्मे लोकस्य योजनम् ॥४०॥ અનુવાદ : સૂક્ષ્મ દૃષ્ટિ, માધ્યસ્થ, સર્વત્ર હિતચિંતન, ક્રિયા માટે અત્યંત આદર, લોકોને ધર્મમાં જોડવા[૧૭૯] વેઈ પરસ્થ વૃત્તાન્ત મૂવીન્થથરોપમાં ! उत्साहः स्वगुणाभ्यासे दुःस्थस्येव धनार्जने ॥४१॥ અનુવાદ : બીજાની વાતોમાં મૂક, અંધ અને બહેરાના જેવી ચેષ્ટા તથા ધન ઉપાર્જન કરવામાં દરિદ્ર માણસનો જેવો ઉત્સાહ હોય તેવો ઉત્સાહ પોતાના ગુણના અભ્યાસમાં હોય[૧૮] મનાવમનં માંમર્દનમ્ | ____ असूयातन्तुविच्छेदः समतामृतमज्जनम् ॥४२॥ અનુવાદ : કામદેવના ઉન્માદનું વમન (કામવાસનાનો ત્યાગ), મદના સમૂહનું (આઠ પ્રકારના મદનું) મદન, અસૂયાના તંતુનો વિચ્છેદ, સમતારૂપી અમૃતમાં મજજન (સ્નાન)[૧૮૧] સ્વમાવાન્નેવ રત્નને વિનંતમયાત્સ ! वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥४३॥ અનુવાદ : ચિદાનંદમય એવા સ્વભાવમાંથી ક્યારેય ચલિત ન થવું – આ ત્રીજા પ્રકારના (જ્ઞાનગર્ભિત) વૈરાગ્યનાં લક્ષણો કહેલાં છે. Jain Education Interational 2010_05 Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર વિશેષાર્થ : ત્રીજા પ્રકારનો વૈરાગ્ય એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર જીવોનાં લક્ષણો કેવાં કેવાં હોય છે ? ઉપાધ્યાયજી મહારાજે અહીં આ ચાર શ્લોકમાં સંક્ષેપમાં એવાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવ્યાં છે કે જેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિને ઓળખવાનું સરળ બને. ૧. સૂમદષ્ટિ – ઝીણામાં ઝીણા વિષયોના રહસ્યને ગ્રહણ કરી શકે એવી દષ્ટિ પદાર્થોના સતત ચિંતન, મનન, અભ્યાસ નિપુણતા વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે. સામાન્ય માણસોની જ્યાં નજર ન પહોંચે ત્યાં કુશાગ્ર બુદ્ધિવાળાની આવી દૃષ્ટિ પહોંચી શકતી હોય છે. એ ગ્રહણ કરવામાં એમને વાર પણ નથી લાગતી. ૨. માધ્યસ્થ – જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય ત્યાં રાગદ્વેષથી દૂર રહેવાનો પુરુષાર્થ સતત ચાલતો રહે છે. પોતાનાથી જે વિપરીત થયા હોય તેવા લોકો પ્રત્યે પણ એવા ત્યાગીઓને દ્વેષ ન થાય. તેઓને કોઈ શત્રુ હોતા નથી અને તેમના પ્રત્યે કોઈ કારણસર કોઈ શત્રુતા બતાવે તો તેઓ એ વાતને મનમાં આણે નહિ. તેઓ કોઈના પ્રત્યે પક્ષપાત પણ કરે નહિ. ૩. સર્વત્ર હિતચિન્તા – બીજાનું હિત કેમ થાય તેની હરહંમેશ ચિતા તેમને રહ્યા કરતી હોય છે. આ પ્રકારની લાગણી કુદરતી રીતે જ તેમના અંતરમાં રહેલી હોય છે. લોકોના ભૌતિક સુખ કરતાં એમના આધ્યાત્મિક કલ્યાણ માટે તેમને વિશેષ લાગણી હોય છે. ૪. ક્રિયામાં બહુ આદર – ત્યાગ અને સંયમપૂર્વકનું જીવન જીવવા માટે જે જે ઉપયોગી વ્રત, તપ, જપ વગેરે પ્રકારની ક્રિયાઓ કરવા યોગ્ય હોય છે, તે માટે તેઓના મનમાં આદર હોય છે. તેમના ચિત્તમાં ક્રિયા માટે ઉદાસીનતા કે પ્રમાદ નથી હોતાં. તેઓની શક્તિ ખીલતી હોય છે અને તેઓનો ઉત્સાહ સતત વૃદ્ધિ પામતો રહેતો હોય છે. ૫. લોકોને ધર્મમાર્ગ તરફ વાળવાની પ્રવૃત્તિ – પોતે જે ધર્મ પામ્યા હોય તે ધર્મ તરફ બીજા જીવો પણ પ્રવૃત્તિશીલ બને, એવી લાગણી તેઓના હૃદયમાં સતત રમતી હોય છે. ૬. પારકી વાતોની બાબતમાં મૂંગા, આંધળા અને બહેરા જેવી ચેષ્ટા – લોકોની નિંદાથી તેઓ પર હોય છે, એટલું જ નહિ, પારકી પંચાતમાં તેઓને જરા પણ રસ હોતો નથી. બીજાની સારીનરસી વાતો જાણવામાં તેઓને જરા પણ ઔસ્ક્ય હોતું નથી. આત્મસ્વરૂપમાં રમણતા હોય ત્યાં આવું બનવું સ્વાભાવિક છે. | ૭. પોતાના ગુણોના અભ્યાસમાં ઉત્સાહ – ત્યાગ, સંયમ, વિનય, વિવેક, ઉદારતા, માધ્યસ્થતા, આત્મચિંતન ઇત્યાદિ આત્માના અનેક ગુણો વિકસાવવામાં તેઓ ઉત્સાહવંત હોય છે. અહીં ઉપમા આપવામાં આવી છે કે દુઃખી, નિર્ધન માણસ ધન કમાવા માટે જેવો ઉત્સાહ ધરાવે તેવો ઉત્સાહ તેઓ ધરાવતા હોય છે. ૮. કામવાસનાના ઉન્માદનું વમન – જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય ત્યાં બ્રહ્મચર્યનું સેવન આવ્યા વગર રહે નહિ. આમ છતાં ક્યારેક કામવાસના ચિત્તમાં જાગે તો તુરંત તેઓ તેને ચિત્તમાંથી બહાર કાઢી નાખે છે એટલે કે તેને નિર્મૂળ કરી નાખે છે. ૯. માન-અભિમાનનું મર્દન – માણસને જે જાતજાતનું અભિમાન થાય છે તેમાં જાતિમદ, કુલમદ, ૯૭ Jain Education Interational 2010_05 ation International 2010_05 Page #143 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઐશ્વર્યમદ, તપમદ, બળદ, બુદ્ધિમદ, લક્ષ્મીમદ અને શ્રતમદ એ આઠ પ્રકારના મદને મુખ્ય ગણાવવામાં આવે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન મહાત્માઓના જીવનમાં આવો કોઈ પ્રકારનો મદ કે સૂક્ષ્મ અભિમાન હોતાં નથી. ૧૦. અસૂયાના તંતુનો વિચ્છેદ – અસૂયા એટલે ગુણમત્સર. પોતાના કરતાં બીજામાં કોઈ ગુણ વધારે જણાય તો ન ગમવાનો ભાવ આવે અથવા એવી વ્યક્તિની કોઈ નબળી વાત સાંભળવામાં આવે તો રાજી થવાનું બને. પરંતુ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન મહાત્માઓ તો એવી વૃત્તિનો અંતરમાંથી ઉચ્છેદ કરી નાંખે છે. ૧૧. સમતારૂપી અમૃતના સાગરમાં મજ્જન – જગતના સર્વ જીવો પ્રત્યે સમાનતાની દૃષ્ટિ; સર્વ પ્રકારની પરિસ્થિતિ પ્રત્યે પણ પક્ષપાતરહિત, અન્યાયરહિત દૃષ્ટિ. આવા જ્ઞાની મહાત્માઓ સતત સમતારસમાં મગ્ન રહેતા હોય છે. ૧૨. ચિદાનંદમય સ્વભાવમાં અચલાયમાન – આધ્યાત્મિક વિકાસનું આ ઊંચું પગથિયું છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ધરાવનાર મહાત્માઓ સંસાર પ્રત્યે ઉદાસીન થયા પછી, પરદ્રવ્ય અને પરભાવમાં ખેંચાયા વગર પોતાના ચિદાનંદમય સ્વભાવમાં સતત રમણ કરતા રહે છે અને તેમાંથી ચલિત થતા નથી. [૧૮૨] જ્ઞાનનુffમહાયં દ્રયોનુ સ્વોપર્વતઃ | उपयोगः कदाचित् स्यानिजाध्यात्मप्रसादतः ॥४४॥ અનુવાદ : જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ આદેય (ગ્રહણ કરવા યોગ્ય) છે. બાકીના બે (મોહગર્ભિત અને દુઃખગર્ભિત) વૈરાગ્ય તો પોતપોતાના ઉપમદથી (દબાવાથી) અથવા ક્યારેક અધ્યાત્મના પ્રસાદથી ઉપયોગી થઈ શકે. વિશેષાર્થ : આમ મુખ્ય ત્રણ પ્રકારના વૈરાગ્ય બતાવવામાં આવ્યા છે : દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. આ ત્રણે વૈરાગ્યમાં શ્રેષ્ઠ, સ્વીકારવા યોગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તે જ ચિરંજીવી છે. મોક્ષમાર્ગના આરાધક માટે તે જ ઉપયોગી છે. જ્યાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, ત્યાં સમ્યકત્વ છે. એટલે તે જ આરાધવા યોગ્ય છે. તો પછી કોઈકને પ્રશ્ન થાય કે શું દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્ય સાવ નકામા છે ? તેનો ખુલાસો કરતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય સદંતર નકામા છે અથવા તેનું ક્યારેય કશું જ પ્રયોજન નથી એમ નહિ કહી શકાય. આપણે એવાં દૃષ્ટાંતો વિશે વાંચીએ છીએ અને એવાં ઉદાહરણો જોવામાં પણ આવે છે કે માણસ દુ:ખગર્ભિત વૈરાગ્યથી પ્રેરાઈને ચારિત્ર અંગીકાર કરે અને પછી એવી સરસ આરાધના કરે કે એનો જન્મ સફળ થયો લાગે. એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્યનાં દૃષ્ટાન્તો જોવા મળે છે. એ દષ્ટિએ દુ:ખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યની ઉપયોગિતા અવશ્ય છે. એનો સર્વથા અસ્વીકાર કે સદંતર અવહેલના કરવાં તે યોગ્ય નથી, કારણ કે કેટલાક પ્રસંગોમાં દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય સમય જતાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં રૂપાંતર પામે છે. દુઃખગર્ભ, મોહગર્ભ અને વૈરાગ્ય એ ત્રણ શબ્દમાંથી વૈરાગ્ય શબ્દ મહત્ત્વનો - ૯૮ Jain Education Intemational 2010_05 Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર છઠ્ઠો : વૈરાગ્યભેદ અધિકાર છે. એટલે કે દુઃખગર્ભ કે મોહગર્ભનું જો ઉપમર્દન કરવામાં આવે એટલે કે એને દબાવી દેવામાં આવે કે શાન્ત કરવામાં આવે તો ત્યાં જ્ઞાનગર્ભ વૈરાગ્ય આવી શકે છે. પરંતુ જ્ઞાનગર્ભ વૈરાગ્ય ક્યારે આવી શકે? જ્યારે એવી અધ્યાત્મદષ્ટિ ખીલવા લાગે ત્યારે. એટલે અધ્યાત્મરસની લગની લાગવાથી, અધ્યાત્મના કૃપાપ્રસાદથી દુ:ખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમી શકે છે. માટે જ્યાં આરંભના સમયમાં દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય પ્રગટ થયો હોય ત્યાં તરત તેનો તિરસ્કાર કે અસ્વીકાર કરવો તે ઉચિત નથી. इति वैराग्यभेदाधिकारः । વૈરાગ્યભેદ અધિકાર સંપૂર્ણ ૯૯ Jain Education Interational 2010_05 Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજે અધિકાર સાતમો 7 વૈરાગ્ય-વિષય અધિકાર નક [૧૮૩] વિષયેy Tony a દિયા મુવિ વૈરાથમિદં પ્રવર્તતે ! अपरं प्रथमं प्रकीर्तितं परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥१॥ અનુવાદ : આ વિશ્વમાં વિષયોમાં અને ગુણોમાં એમ વૈરાગ્ય બે પ્રકારે પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મશાસ્ત્રના પંડિતોએ પહેલાને અપર (મુખ્ય) અને બીજાને પર (મુખ્ય) કહેલો છે. વિશેષાર્થ : જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પણ મુખ્ય બે પ્રકારના વૈરાગ્ય આ જગતમાં જોવા મળે છે. એક તે વિષયો પ્રત્યેનો વૈરાગ્ય. બીજો તે પોતાના ગુણો પ્રત્યેનો વૈરાગ્ય. વિષયોમાં રસ ન પડે, રાગ ન રહે અને તેનાથી સહજ રીતે વિમુખ રહેવાય તે પ્રથમ પ્રકારનો વૈરાગ્ય. આ જગતમાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના અનેક વિષયો પડેલા છે. સામાન્ય માણસનું ચિત્ત તેના તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાયેલું રહે છે. પરંતુ વિષયોના સ્વરૂપનું જ્ઞાન થવાને કારણે કે અન્ય કારણે એવા વિષયો તરફથી મન પાછું વળી જાય છે. આવો વૈરાગ્ય ઉત્પન્ન થવો તે અઘરી વાત છે અને ઉત્પન્ન થયા પછી ટકી રહેવો તે તો એથી પણ વધુ કઠિન વાત છે. આમ છતાં જ્ઞાની મહાત્માઓએ આ પ્રકારના વૈરાગ્યને ઉચ્ચ સ્થાન નથી આપ્યું. તેઓ એને અપર (અમુખ્ય અથવા ગૌણ) એવા વૈરાગ્ય તરીકે ઓળખાવે છે. આ વૈરાગ્ય પરલક્ષી પ્રકારનો વૈરાગ્ય છે. અધ્યાત્મમાર્ગમાં આગળ વધતાં તેની ખાસ ઉપયોગિતા રહેતી નથી. પર વૈરાગ્ય એટલે ઉચ્ચ કે મુખ્ય વૈરાગ્ય. તપ, સંયમ વગેરેની ઉગ્ર સાધનાને પરિણામે પોતાનામાં પ્રગટ થતા ગુણો પ્રત્યે આસક્ત ન રહેવું તે વૈરાગ્ય ચડિયાતો છે. એ સ્વલક્ષી વૈરાગ્ય છે. તપ અને સંયમની આરાધનાને કારણે કેટલીક લબ્ધિઓ પ્રગટ થવાનો સંભવ છે. એવી લબ્ધિઓ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે વિશે બીજાને કહેવાના અને તેના પ્રયોગો કરી લોકોને આંજવાના કે આકર્ષવાના ભાવ આવી જાય છે. એ ન આવે તો એનું નામ ગુણવૈરાગ્ય. વિષય વૈરાગ્ય કરતાં ગુણવૈરાગ્યમાં ઘણા ઊંચા પ્રકારના દઢ સંયમની અપેક્ષા રહે છે. ગુણવૈરાગ્ય રાગાદિ ભાવોનો નાશ કરે છે અથવા તેને ઉત્પન્ન થવા દેતો નથી. મનના ભાવો ઉપર અસાધારણ પ્રભુત્વ ન હોય તો એવો વૈરાગ્ય આવી શકે નહિ. [૧૮] વિષય ૩પત્નોત્તરી પિ વીનુશ્રવિક્ષા વિનિ : न भवन्ति विरक्तचेतसां विषधारेव सुधासु मज्जताम् ॥२॥ અનુવાદ : પ્રાણિ(ઉપલંભ)ના ગોચર (અનુભવમાં આવી શકે એવા) તથા શાસ્ત્રાદિક પરંપરા(અનુશ્રવ)માં શ્રવણ કરેલા અનુકૂળ એવા વિષયો પણ, અમૃતમાં નિમગ્ન થયેલાને જેમ વિષધારા પીડા કરતી નથી તેમ વિરક્ત ચિત્તવાળાને વિકારજનક બનતા નથી. ૧૦૦ Jain Education Interational 2010_05 Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર વિશેષાર્થ : આ સંસારમાં જેટલા જેટલા વિષયો છે તે બધા જ વિષયોનો અનુભવ બધા જ માણસોને થઈ ન શકે. કેટલાક વિષયો એવા હોઈ શકે કે જે વિશે સાંભળ્યું હોય, પણ તે જોયા ન હોય; કેટલાક જોયા હોય પણ અનુભવ્યા ન હોય. આથી ચિત્તમાં વિકાર જન્માવનારા આવા વિષયોનું બે મુખ્ય વિભાગમાં અહીં વર્ગીકરણ કર્યું છે. એક તે ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકાય એવા વિષયો અને બીજા તે શાસ્ત્રગ્રંથોમાં વાંચેલા કે ગુરુમુખેથી શ્રવણ કરેલા વિષયો. સ્પર્શેન્દ્રિયાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયો જોઈ શકાય કે અનુભવી શકાય એવા વિષયો છે. દેવતાઓ, ચક્રવર્તીઓ વગેરેના વિષયો પ્રત્યક્ષ જોઈ શકાય એવા નથી, પણ તે વિશે શાસ્ત્રો દ્વારા જાણી શકાય છે. બંને પ્રકારના વિષયો ચિત્તમાં વિકાર જન્માવવાની શક્તિ ધરાવે છે. દેવગતિનાં સુખોની નહિ જોયેલી વાત પણ માણસના મનમાં લાલસા જન્માવી શકે છે. ત્યાગી-વૈરાગી મહાત્માઓએ તો આ બંને પ્રકારના વિષયોથી દૂર રહેવાનું છે. જે સમર્થ વિરક્ત જ્ઞાની મહાત્માઓ છે તેમના ચિત્તને આવા કોઈ વિષય સ્પર્શી શકતા નથી. જો તે વિષય સામે આવે પણ તે મહાત્માઓના સ્થિર ચિત્ત ચલિત થતાં નથી કે ડોલાયમાન બની જતાં નથી. તેઓ પોતાની આત્મસંપત્તિમાં જ એવા લીન હોય છે કે આવી કોઈ આપત્તિ તેમને અસર કરી શકે નહિ. ગ્રંથકાર અહીં ઉપમા આપે છે કે અમૃતમાં એવી શક્તિ છે કે અમૃતના કુંડમાં કોઈ સ્નાન કરતું હોય અને તે વખતે તેમના મસ્તક ઉપર વિષની ધારા થતી હોય તો પણ તે વિષની કશી જ અસર તેમના પર થતી નથી. આ વિરક્ત મહાત્માઓનું જીવન તેવું હોય છે. [૧૮૫] સુવિશાળરસાલમનરી-વિચરત્નોતિાલીમરૈ:। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ॥३॥ અનુવાદ : નિશ્ચિત અનાહત નાદને સાંભળવામાં આદ૨વાળા યોગીઓનું મન સુવિશાલ આમ્રવૃક્ષની મંજરીઓમાં વિચરતા કોકિલના મધુર ધ્વનિ વડે શું આનંદ પામે ? વિશેષાર્થ : વસંત ઋતુનું આગમન થતાં આંબાની ડાળે ડાળે પુષ્કળ મંજરીઓ ખીલી ઊઠે છે. એ મંજરીઓની મહેક એટલી તીવ્ર અને ઉન્માદ કરનારી હોય કે ત્યાં વિચરતો કોકિલ (નર કોયલ) પણ તેની વાસથી પ્રેરિત થઈને ‘કુહૂ કુહૂ’ શબ્દ કરવા લાગે છે. વસંત ઋતુ, આમ્રમંજરી અને કોકિલનો પંચમ સૂર એટલે કામોદ્દીપક વાતાવરણ. એવા વાતાવરણમાંથી યુવક-યુવતીઓને ખસવાનું મન ન થાય. પરંતુ યોગીઓની વાત જુદી છે. એમને કોકિલને સાંભળવામાં રસ નથી. એમણે તો પોતાની સ્વરૂપ-સાધનાના પ્રતાપે પ્રાપ્ત થયેલા અનુભવને કારણે બ્રહ્મરંધ્રમાંથી ઊઠતા અનાહત નાદને સાંભળવામાં જ રસ છે. સાધનાના વિકાસના આગળના તબક્કામાં અનાહત નાદ અથવા અનહદ નાદ સંભળાય છે. તે કાર રૂપ અથવા અર્હરૂપ અથવા સોહરૂપ ધ્વનિ હોય છે અને તે બ્રહ્મરંધ્રમાંથી ઊઠતો સંભળાય છે. [૧૮૬] રમળીįનુપાગિાળના નપૂર્ણધૂળના । अनुभूतिनटीस्फुटीकृत प्रियसंगीतरता न योगिनः ॥४॥ અનુવાદ : અનુભવદશારૂપી નટીએ સ્ફુટ કરેલા પ્રિય સંગીતમાં મગ્ન બનેલા યોગીઓ રમણીઓના કોમળ કરના કંકણના ધ્વનિને સાંભળવાથી પૂર્ણપણે ડોલાયમાન થતા નથી. 2010_05 ૧૦૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : આત્મસ્વરૂપના અનુભવને અહીં નટીનું રૂપક આપવામાં આવ્યું છે. નટી નૃત્ય કરે છે ત્યારે એના પાયલનો ઝંકાર થાય છે. વળી એના અન્ય અલંકારોમાંથી મધુર ધ્વનિ નિષ્પન્ન થાય છે. એના પગના ઠમકાનો સંવાદી લય એમાં ભળે છે. આમ નટીના નૃત્યમાં નયનમનોહર અને કર્ણપ્રિય એવા દેશ્ય-શ્રાવ્યનો અનુભવ થાય છે. યોગી મહાત્માઓને પોતાની નિરંતર સાધનાના પ્રતાપે જે આત્મદર્શન થાય છે તથા તે વખતે ૐકાર ધ્વનિનું કે અનાહત નાદનું ગુંજન થાય છે તે દશ્ય-શ્રાવ્ય અનુભવ એવો ચિત્તહર થાય છે અને તેમાં એટલી બધી લીનતા અનુભવાય છે કે તેમાંથી ખસવાનું મન થતું નથી. આવો અનુભવ જેમને પ્રાપ્ત થયો હોય તેમને તો સામાન્ય વાસ્તવિક નટીના નૃત્યના ધ્વનિનો વ્યાવહારિક અનુભવ પણ ગમતો નથી, તો પછી સામાન્ય લલનાઓના રત્નજડિત સુવર્ણ કંકણનો મધુર નિનાદ તેમને કેવી રીતે આકર્ષી શકે ? જયાં સુધી ઉચ્ચતર અનુભવ થયો નથી કે તેના વિશે કશો ખ્યાલ નથી ત્યાં સુધી જ સામાન્ય અનુભવો સામાન્ય માણસના ચિત્તનો કબજો લઈ શકે. સંસારના અજ્ઞાની, મોહાંધ પુરુષો સ્ત્રીના હસ્તકંકણના નાદથી વિહ્વળ થઈ જાય તેમાં નવાઈ શી ? [૧૮૭] નાયર શુદ્ધતસ «નારંમવારુષોના I. यदियं समतापदावली-मधुरालापरतेन रोचते ॥५॥ અનુવાદ : શુદ્ધ ચિત્તવાળા પુરુષોને સ્ત્રીઓના પંચમ સૂરનો મનોહર નાદ અલિત કરતો નથી. સમતારૂપી પદાવલીના મધુર આલાપમાં પ્રીતિવાળાને એ (નાદ) ગમતો નથી. વિશેષાર્થ : અહીં કન્દ્રિયના વિષયનું બીજું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ત્યાગવૈરાગ્યથી અને આત્મચિંતનથી જેઓનાં ચિત્ત શુદ્ધ થઈ ગયાં છે એવા મહાત્માઓએ તો સમત્વની એવી આરાધના કરી હોય છે અને સમતાનાં દ્યોતક એવાં શાસ્ત્રવચનોરૂપી પદાવલીનું આવર્તન એમના જીવનમાં એવું એકરસ બની ગયું હોય છે અને ગુંજયા કરતું હોય છે કે જેથી બીજી કોઈ વાત તેમના ચિત્તને વિક્ષિપ્ત કરી શકતી નથી. તેમની સમતા ક્યારેય ડહોળાતી નથી. સ્ત્રીઓનાં અત્યંત મધુર, કર્ણપ્રિય એવાં ગાન પણ તેઓને ડોલાવી શકતાં નથી. સામાન્ય માણસો કોકિલકંઠી મહિલાના પંચમસૂરે ગવાયેલાં ગીતથી ડોલી ઊઠે છે. પણ યોગી મહાત્માઓએ તો સમતાની પદાવલિના આલાપમાં એથી પણ ઉચ્ચત્તર સૂક્ષ્મ સંગીત સાંભળ્યું હોય છે. એ સૂક્ષ્મ નિનાદ આગળ આ સ્થૂલ પંચમ સૂર બસૂરો બની જાય છે. આ યોગીઓના અનુભવની વાત છે. [૧૮૮] સતતં વિશhશાત-vમવં રૂપમાં પ્રિયં નહિ __ अविनाशिनिसर्गनिर्मल - प्रथमानस्वकरूपदर्शिनः ॥६॥ અનુવાદ : પોતાના અવિનાશી, સ્વભાવથી નિર્મળ અને વિસ્તીર્ણ સ્વરૂપને જોનારાને સતત ક્ષય પામતું, વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થયેલું રૂપ પણ પ્રિય લાગતું નથી. ' વિશેષાર્થ : ગ્રંથકાર હવે આ શ્લોકમાં ચક્ષુરિન્દ્રિયના વિષયની વાત કરે છે. એક બાજુ આત્માનું સ્વરૂપ અને બીજી બાજુ દેહનું સ્વરૂપ એ બેમાંથી સ્પષ્ટ છે કે આત્માનું સ્વરૂપ ચડિયાતું છે. જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી જ દેહના સૌન્દર્યની કિંમત છે. પરંતુ એ દેહનું સૌન્દર્ય કેવું છે ? કોઈ પણ સ્ત્રીના ૧૦૨ Jain Education Interational 2010_05 Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર અભુત લાવણ્યને નિહાળતાં યોગી મહાત્માઓને એમ નહિ લાગે કે “વાહ! વિધાતાએ કેવું અદ્ભુત રમણીય રૂપ ઘડ્યું છે !” એમને તો ઉગ થશે કે શુક્ર અને રુધિરના સંયોગથી ઉત્પન્ન થયેલું આ ઔદારિક શરીરનું રૂપ ક્ષણે ક્ષણે ઘસાતું જઈને એક દિવસ નષ્ટ થઈ જશે ! અરે રે, કેવી છે આ દેહની દશા ! પોતાના રૂપનું અભિમાન કરનારી આ મહિલા કાળના ઝપાટામાં આવીને કરમાઈ જશે અને વિલીન પણ થઈ જશે. દેહની ત્વચા જ માત્ર રૂપાળી છે. એની નીચે તો લોહીમાંસ એવાં રહેલાં છે કે જે ઉઘાડાં કરવામાં આવે તો જોવાં પણ ન ગમે. જેમ સ્ત્રીના તેમ પુરુષના શરીરનું પણ એવું જ છે. બીજી બાજુ આત્માનું સૌન્દર્ય કેવું છે? તે અવિનાશી છે, નિર્મળ છે અને વિસ્તર્ણ છે. એ નિહાળવા માટે જ્ઞાનચક્ષુ જોઈએ. યોગી મહાત્માઓનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં હોય છે. પોતાનાં અંતર્થક્ષુથી આત્માના સૌન્દર્યને નિહાળ્યા પછી ચર્મચક્ષુથી જોવા મળેલું સ્થૂલ ઔદારિક, નાશવંત સૌન્દર્ય અરુચિકર, ઉદ્વેગકર લાગે એમાં આશ્ચર્ય શું ? [૧૮૯] પરદપાવલંતં વિષયો યતઘનુ ચર્મરક્ષN: I न हि रूपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरः ॥७॥ અનુવાદ : જે પ્રમાણે અપાયરહિત અને અનુભવગોચર એવા આત્મસ્વરૂપથી (યોગીઓને) હર્ષ થાય છે, તે પ્રમાણે અન્ય જનોથી જોવાતું, અપાયથી વ્યાપ્ત (નાશવંત) અને ચર્મચક્ષુનો જે વિષય છે એવું રૂપ આનંદ આપતું નથી. ' વિશેષાર્થ : અહીં બે પ્રકારનાં રૂપ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. એક બાજુ ચર્મચક્ષુથી નિહાળી શકાય એવાં સ્ત્રી વગેરેનાં શારીરિક રૂપનાં લક્ષણો કેવાં છે અને બીજી બાજુ પ્રજ્ઞાચક્ષુથી નિહાળી શકાય એવા આત્મસ્વરૂપનાં લક્ષણો કેવાં છે તે સમજવા જેવું છે. સ્ત્રી વગેરેનું બાહ્ય રૂપ એવું છે કે જે બીજાથી પણ જોઈ શકાય છે. રૂપવતી સ્ત્રી તરફ કે નિર્દોષ નાનાં ફૂલગુલાબી બાળક પ્રત્યે ઘણાંની નજર ખેંચાતી હોય છે. પોતાની રૂપવતી ભાર્યાને જોવાનો અધિકાર ફક્ત એકલા પોતાનો જ છે એવું કોઈ પતિ કહે તો વ્યવહારમાં તે ચાલી શકતું નથી. પોતાના રૂપ તરફ કેટલાંયે માણસોની ખરાબ નજર પડતી હોય તો પણ સ્ત્રી તેને અટકાવી શકતી નથી. જરૂર લાગે તો પોતે ઘરમાં પુરાઈ રહેવું પડે છે. પરંતુ એવું પણ કેટલો સમય ચાલી શકે ? એટલે સ્થૂલ રૂપ જોવાથી જેમ એક તરફ પ્રસન્નતા થાય છે તેમ બીજી તરફ ઈર્ષા, દ્વેષ વગેરેના ભાવો પણ તેને કારણે જ જન્મે છે. વળી ચૂલ રૂપ અપાય સંકુલ છે. અપાયનો અર્થ પાપ, કષ્ટ, દુઃખ, આપત્તિ કે વિનાશ કરીએ તો રૂપને કારણે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જૂના વખતમાં રૂપવતી રાજકુમારી કે રૂપવતી રાણીને ઉપાડી જવાના કિસ્સા થતા અને એમાંથી યુદ્ધો જન્મતાં. સ્ત્રીના રૂપને કારણે જ કલહ, ઉપાલંભ, અવિશ્વાસ, વિશ્વાસઘાત, મારામારી, ખૂન વગેરેના કેટલાયે બનાવો બનતા હોય છે. એટલે દેખીતું છે કે જે મહાત્માઓએ પોતાના આત્માનું અપાયરહિત અને ફક્ત પોતાને જ જોવા મળે, અન્યને નહિ, એવું જ્ઞાનયુક્ત રૂપ નિહાળ્યું હોય તેઓને સ્થૂલ રૂપ જોવાથી આનંદ થાય નહિ. [૧૦] ગતિવમાચષ્ટિતૈ-નૈનનાનામદ મોજોડવુથ: . सुकृताद्रिपविष्वमीषु नो विरतानां प्रसरन्ति दृष्टयः ॥८॥ અનુવાદ : સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓથી અજ્ઞાની માણસને આનંદ ૧૦૩ Jain Education Intemational 2010_05 Page #149 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર થાય છે. સુકૃતરૂપી પર્વતને માટે વજ્ર સમાન એવા એ વિલાસો પ્રત્યે વિરક્ત યોગીઓની દૃષ્ટિ જતી નથી. વિશેષાર્થ : ચક્ષુરિન્દ્રિયના વિષયનું વિવેચન કરતાં ગ્રંથકારે અહીં અબુધ માણસો સ્ત્રીઓના હાવભાવથી આનંદિત કે ચલિત થઈ જાય છે તેનું વર્ણન કર્યું છે. પ્રસંગ ઉપસ્થિત ન થયો હોય ત્યાં સુધી માણસ કદાચ સંયમી રહી શકે. પરંતુ રૂપવતી લલના આકર્ષણ કરવા માટે પોતે સામેથી એવા પ્રકારનાં હાવભાવ, નયનકટાક્ષ, હાસ્ય, ગતિ, ચોષ્ટાઓ ઇત્યાદિ કરે ત્યારે પોતાના મનને વશ રાખવું એ કેટલાય પુરુષો માટે દુષ્કર છે. પુરુષોને કેવી રીતે ચલિત કરવા એની કળા સ્ત્રીઓમાં કુદરતી રીતે રહેલી છે. (અન્ય પક્ષે કેટલાયે પુરુષો સ્ત્રીને વશ કરવાની કળામાં નિપુણ હોય છે.) ક્યારેક તો માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટે જ સ્ત્રીઓ ભાવ બતાવતી હોય છે અને સ્વાર્થનું કામ પતી ગયા પછી ઘેલા થયેલા પુરુષની સામે તે નજર સુદ્ધાં કરતી નથી. સરળ રીતે ન આકર્ષાતા પુરુષોને વશ કરવા તે સ્પર્શાદિની છૂટ લે છે, અંગાંગો બતાવે છે, વસ્ત્ર-સંકોચન કરે છે અને પુરુષોની નજરને માપતી રહે છે. ભૂતકાળનો ઇતિહાસ કહે છે કે મોટા મોટા મહર્ષિઓ પણ વર્ષોની તપશ્ચર્યાનો ભંગ કરી લલના પાછળ લપટાયા છે. મોટા જ્ઞાની મહાત્માઓ પણ સંયમનો માર્ગ ચૂકીને લપસી પડ્યા છે અને પતિત થયા છે. કામદેવ વિદ્વાનોને કે સંન્યાસીઓને ન પીડે એવું નથી. એટલા માટે જ ઉપાધ્યાયજી માહારાજે સ્ત્રીઓના આવા વિલાસોને વજ્ર સમાન ગણ્યા છે. વજ્રનો પ્રહાર થતાં મોટા પર્વતોના જેમ ટુકડા થઈ જાય છે, તેમ સ્ત્રીઓના હાવભાવરૂપી વજ્રના પ્રહારથી સાધારણ સંયમી માણસોના સુકૃતરૂપી પર્વતના ભુક્કા થઈ જાય છે. આમ છતાં એવા સમર્થ મહાન યોગીઓ પણ હોય છે કે જેના ચિત્ત ઉપર આવા વિલાસોની કશી જ અસર થતી નથી. અરે, કેવળ ઔત્સુક્સ ખાતર પણ તેઓ સ્ત્રીઓના આવા વિલાસો તરફ નજર કરતા નથી. તેમને એ વિષયમાં બિલકુલ રસ જ નથી. તેમનો સંયમનો, બ્રહ્મચર્યનો રસ અંદરથી એટલો બધો ઊછળતો હોય છે કે વજ્ર સમાન વિલાસો પણ તેમને રાઈના દાણા જેવા ક્ષુદ્ર, તુચ્છ અને નિરર્થક ભાસે છે. [૧૯૧] 7 મુદ્દે મૂળનામિક્કિા-તવતીચન્દ્રનધન્દ્રસૌરમમ્ । विदुषां निरुपाधिबाधित - स्मरशीलेन सुगंधिवर्ष्मणाम् ॥९॥ અનુવાદ : જેમનાં શરીર નિરુપાધિક છે અને કામદેવને બાધિત કરનાર શીલ વડે સુગંધી છે એવા પંડિત પુરુષોને કસ્તુરી, માલતી-પુષ્પ, એલચી (લવલી), ચંદન, કપૂર (ચંદ્ર)ની સૌરભથી આનંદ થતો નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં ચક્ષુરિન્દ્રિયના વિષયનું નિરૂપણ કર્યા પછી ગ્રંથકાર હવે આ શ્લોકમાં ઘ્રાણેન્દ્રિયના વિષયનું નિરૂપણ કરે છે. જગતમાં કસ્તુરી, માલતીપુષ્પ, એલચી, ચંદન, કપૂર, ભાતભાતનાં અત્તરો વગેરે અનેક સુગંધી પદાર્થો છે. તેની સુગંધથી મન આકર્ષાય છે. માત્ર મનુષ્યોમાં જ આમ બને છે એવું નથી. પશુપક્ષીઓમાં પણ તે જોવા મળે છે. કેટલાંક પશુપક્ષીઓની ઘ્રાણેન્દ્રિય તો મનુષ્ય કરતાં પણ વધુ તીવ્ર હોય છે અને તેનાથી ખેંચાઈને તેઓ તેના તરફ દોડે છે. ગંધથી તેઓ પોતાનો આહાર કઈ દિશામાં છે તે જાણી લે છે અને તે તરફ ધસે છે. સુગંધી ફૂલ હોય ત્યાં ભમરો-ભમરી ખેંચાયા વગર રહે નહિ. આવાં કેટલાંક સુગંધી દ્રવ્યો કામોત્તેજક પણ હોય છે. પરંતુ પંડિત કે જ્ઞાની પુરુષો તો કામદેવને પરાજિત _2010_05 ૧૦૪ For Private Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર કરનાર એવા શીલની સુગંધથી સુવાસિત હોય છે. એમનું ચારિત્ર એટલું સંયમથી મઘમઘતું હોય છે કે અનેક સાધકો તેમના તરફ આકર્ષાયા વગર રહેતા નથી. પૌદ્ગલિક સુવાસ કરતાં બ્રહ્મચર્યની, સંયમની, શીલની સુવાસ અનેકગણી ચડિયાતી અને પરિણામે આત્માને માટે હિતકર હોય છે. [૧૯૫] ૩પયામુપૈતિ વ્યાં હરતે યગ્ન વિમાવતઃ | न ततः खलु शीलसौरभा-दपरस्मिनिह युज्यते रतिः ॥१०॥ અનુવાદ : જે ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે અને વિભાવરૂપી વાયુ જેનું હરણ કરી શકતો નથી એવી શીલરૂપી સૌરભ સિવાય બીજી કોઈ સૌરભ ઉપર પ્રીતિ કરવી યોગ્ય નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં ચારિત્રશીલ પંડિતોની શીલરૂપી સૌરભનો નિર્દેશ કર્યો છે. એ સૌરભ કેવી છે તે બતાવતાં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે આ સૌરભ ચિરકાળ સુધી ઉપયોગમાં આવે છે. ઘણાં ફૂલોની સુગંધ બીજે દિવસે ચાલી જાય છે. પરંતુ શીલની સુગંધ તો જયાં સુધી શીલ છે ત્યાં સુધી રહેવાની જ અને તેથી લાભ જ થવાનો. વળી પૌલિક સુગંધી પદાર્થોની સુગંધ પવન પોતાની સાથે સતત હરતો જાય છે અને એમ કરતાં કરતાં તે સુગંધ ખલાસ થઈ જાય છે. પરંતુ શીલરૂપી સુવાસને વિભાવરૂપી પવન હરી શકતો નથી. તેથી તે સુવાસ સ્થિર અને દઢ રહી શકે છે. શીલવંત જીવો પોતાના સ્વભાવમાં રમણ કરતા હોવાથી વિભાવ તેમને નડતો નથી. આથી જ્ઞાની પુરુષોએ તો પૌલિક સૌરભ પ્રત્યે આસક્તિ કરવી કોઈપણ રીતે યોગ્ય નથી. વસ્તુતઃ સાચા આત્મજ્ઞાની મહાત્માઓને એવી આસક્તિ કે પ્રીતિ થતી જ નથી. [૧૯૩] મધુર રસૈરથીરતા નાટ્યાત્મકુથાનિહાં સતામ્ अरसैः कुसुमैरिवालिनां प्रसरत्पद्मपरागमोदिनाम् ॥११॥ અનુવાદ : જેમ વિકસ્વર કમળના પરાગમાં આનંદ અનુભવનાર ભ્રમરોની અન્ય નીરસ પુષ્પોના રસમાં આતુરતા હોતી નથી, તેમ અધ્યાત્મની સુધાનો સ્વાદ લેનારા સપુરુષોને બીજા મધુર રસની આતુરતા હોતી નથી. વિશેષાર્થ : ધ્રાણેન્દ્રિયના વિષયની વાત કર્યા પછી ગ્રંથકાર અહીં રસના (જિલ્લા) ઇન્દ્રિયના વિષયનું નિરૂપણ કરે છે. જેઓ અધ્યાત્મરસનો અનુભવ કરનારા છે એવા સત્પરુષોને નિજ આત્મસ્વરૂપમાં લીન થવામાં જે રસ અનુભવાય છે તે ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનો છે. શાંત સુધારસનો જેમણે અનુભવ કર્યો છે તેઓને પછી સંસારના પૌલિક પદાર્થોના મધુર રસની ઉત્સુકતા થતી નથી. અધ્યાત્મના સુધારસ આગળ દૂધ, દહીં, સાકર વગેરેનો કે ખાનપાનની અનેકવિધ વાનગીઓનો મધુર કે બીજો રસ ફિક્કો લાગે છે. આ અનુભવે સમજાય એવી વાત છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી. એ માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ખીલતા કમળના પરાગનો આનંદ માણવા મળતો હોય, તો તે છોડીને ભ્રમર બીજાં નીરસ પુષ્પો તરફ જવા આતુર હોતો નથી. ૧૦૫ Jain Education Interational 2010_05 Page #151 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૯૪] ‘વિષમાયતિમિનું જિંત્ર સૈ: ટમાપાતસુલૈવિાિિમ: । नवमेऽनवमे रसे मनो यदि मग्नं सतताऽविकारिणि ॥१२॥ અનુવાદ : જો સદાય અવિકારી અને દોષરહિત એવા નવમા રસમાં (શાન્ત રસમાં) ચિત્ત મગ્ન બને તો પછી જે ભયંકર પરિણામવાળા, માત્ર ઉપરથી જ સુખકારક દેખાવાવાળા તથા વિકારવાળા એવા રસોનું શું કામ છે ? વિશેષાર્થ : ભોજનમાં છ રસ ગણાવવામાં આવે છે : મધુર, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવો. તેવી રીતે કવિતામાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય, રૌદ્ર, બીભત્સ, વત્સલ, ભક્તિ અને શાન્ત એમ નવ રસ ગણાવવામાં આવે છે. આ રસોમાં નવમો શાન્ત રસ પ્રથમ દૃષ્ટિએ તો કદાચ અનાકર્ષક લાગે, પરંતુ એ રસમાં જેઓ ડૂબકી મારે છે તેમને પછી બીજો કોઈ રસ ગમતો નથી. શાન્ત રસ નિર્દોષ છે. તે અવિકારી પણ છે. બીજા રસોમાં કંઈક ત્રુટિ હોય છે. વળી તે પરિણામે વિકાર જન્માવનાર પણ છે. કેટલાક રસ તાત્કાલિક રસિક અનુભવ કરાવનાર હોય છે. પરંતુ તેનું સુખ સપાટી પરનું હોય છે. ફક્ત આસ્વાદકાળે જ તે સુખકારક લાગે છે. પરંતુ એ સુખાભાસ છે. પાછળથી પરિણામે તે દારુણ લાગે છે. નવમો શાંત રસ એ ઉપશમનો રસ છે. તે નિર્મળ છે ને એકસરખી ગતિએ વહે છે. એ રસનો અનુભવ આધ્યાત્મિક સિદ્ધિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. એ અનુભવ થયા પછી બીજો કોઈ રસ પ્રિય લાગતો નથી. કાવ્ય અને અલંકારના ક્ષેત્રમાં રસનો રાજા તે શૃંગાર રસ છે, પરંતુ અધ્યાત્મના ક્ષેત્રે તો શાન્ત રસ જ રસાધિરાજ છે. [૧૯૫] મધુર રસમાપ્ય નિતેદ્રસનાતો રસતોમિનાં બલમ્ । परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ॥१३॥ અનુવાદ : રસના લોભી મનુષ્યોને મધુર રસ પ્રાપ્ત થવાથી જીભમાંથી પાણી છૂટે છે, પરંતુ વિરક્ત માણસોને તો વિપાકનો ભય જાણવાથી આંખમાંથી પાણી પડે છે. વિશેષાર્થ : રસના એટલે જીભ. સરસ ખાદ્ય પદાર્થો જોતાં કે એ વિશે સાંભળતાં જીભમાંથી રસ ઝરે છે. માણસ પોતાની ઇન્દ્રિયોને એટલો વશ બની જાય છે કે પોતાના ભોગ્ય પદાર્થોને જોતાં જ એની ઇન્દ્રિયોમાં સળવળાટ થવા લાગે છે. અહીં સ્વાદેન્દ્રિયનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. મધુર રસની વાનગી જોતાં જ, તેની સુગંધ આવતાં જ રસના ભોગી માણસોની જિલ્લામાંથી લાળ ઝરવા માંડે છે. પરંતુ જે ત્યાગી-વૈરાગી માણસો છે તે ભોગાપભોગનો નહિ પણ એના વિપાકનો વિચાર કરે છે. ઇન્દ્રિયલુબ્ધ બનીને પોતે જે ભોગ ભોગવ્યા એ માટે પરિણામે કાલાન્તરે કેટલું દુઃખ ભોગવવું પડશે તેનો વિચાર કરતાં તેમનું હૃદય દ્રવે છે. તેમની આંખમાંથી આંસુ સરે છે. પાણી તો ભોગી અને વૈરાગી બેયને ઝરે છે. એકનું જીભમાંથી અને બીજાનું આંખમાંથી. એકસરખી બે ક્રિયા વચ્ચે રહેલો વિરોધ લાક્ષણિક કવિત્વશૈલીથી ઉપાધ્યાયજી મહારાજે અહીં સચોટ રીતે દર્શાવ્યો છે. _2010_05 ૧૦૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર [૧૯૬] રૂદ જુપુષ્પપૂર્તિ વૃતિપત્નીમુપાઈ શેતે ! विमले सुविकल्पतल्पके व बहिःस्पर्शरता भवन्तु ते ॥१४॥ અનુવાદઃ આ લોકમાં જેઓ ગુણરૂપી પુષ્પોથી ભરેલી, નિર્મળ સુવિકલ્પરૂપી શયામાં ધૃતિરૂપી પત્નીને આલિંગન દઈને સૂઈ જાય છે, તેઓ પછી બહારના સ્પર્શમાં આસક્ત કેમ થાય? વિશેષાર્થ : સંસારી જનોના સુખભોગ સ્થૂલ પ્રકારનાં, નાશવંત અને ખેદ, ગ્લાનિ વગેરે ભાવોને જન્માવનાર છે. કોઈને લાગે કે યોગી માહાત્માઓના જીવનમાં આ બધું ખૂટે છે. પરંતુ વસ્તુતઃ તેઓ કશું જ ગુમાવતા નથી. આપણી પ્રાચીન રૂપકશૈલીએ આ બધી વસ્તુઓને ઘટાવવામાં આવે તો યોગીજનો વધારે સુખ માણે છે એમ કહી શકાય. તેઓ પાસે શ્રદ્ધા, ક્ષમા, માર્દવ, આર્જવ, કરુણા, સંતોષ, સત્ય, સંયમ વગેરે ગુણરૂપી પુષ્પોથી ભરેલી શવ્યા છે કે જે ક્યારેય કરમાતી નથી. એ શધ્યા સુવિકલ્પથી નિર્મળ છે. એ ક્યારેય ગંદી થતી નથી. યોગી મહાત્માઓની પત્ની તે ધૃતિ (ધીરજ) છે, જે સ્વસ્થ છે. એને ઉતાવળ નથી અને ગભરાટ નથી. આવી પત્ની સાથે જેને શય્યાસુખ માણવા મળતું હોય તેને બાહ્ય સ્પર્શમુખની કોઈ ખેવના રહે નહિ. શય્યામાંથી ઊઠ્યા પછી સંસારી ભોગીજન થાકેલો, ઉદાસીન, નિસ્તેજ દેખાય છે. અધ્યાત્મના રસમાં નિમગ્ન એવા યોગીજન વધુ ઉત્સાહી, વધુ પ્રસન્ન અને વધુ તેજવંત જણાય છે. એટલે જ યોગીજનના જીવનમાં કશું ખૂટતું નથી કે તેઓ કશું ગુમાવતા નથી. [૧૯] ઃિ નિવૃતિમેવ વિઘતાં ન મુદ્દે વન્યૂનત્રેપનાવિધ: | विमलत्वमुपेयुषां सदा सलिलस्नानकलाऽपि निष्फला ॥१५॥ અનુવાદ : હૃદયમાં કેવળ નિવૃતિ (અપાર આનંદ) ધારણ કરનારાને ચંદનનો લેપ કરવાથી આનંદ થતો નથી. સદા નિર્મળ રહેનારા તેઓને માટે જળસ્નાનની વિધિ પણ નિષ્ફળ છે. વિશેષાર્થ : શરીરની શીતળતા માટે ચંદનનો લેપ કરવામાં આવે છે. કેટલાક મસ્તકે તથા છાતીએ પણ લેપ કરે છે. એવો લેપ કામોત્તેજક પણ હોય છે અને વિરહાનલને શાંત કરનાર પણ હોય છે. સ્પર્શેન્દ્રિયના આનંદ માટે બાવનાચંદનનો લેપ થાય છે. એ આનંદ પૌદ્ગલિક છે અને ઇન્દ્રિયો દ્વારા ભોગવાય છે. પરંતુ જે મહાત્માઓનાં હૃદય આત્મસ્વરૂપમાં રમણતા કરવા રૂપ આનંદથી ભરપૂર છે તેઓને આ સ્થૂલ ભૌતિક આનંદની શી પડી હોય ? એવો આનંદ તેઓને તુચ્છ, નીરસ, નિરર્થક તથા અવળી દિશામાં લઈ જનારો લાગે છે. જેમ ચંદનનો લેપ નિરર્થક છે તેમ સ્નાનવિધિ પણ તેઓને નિરર્થક લાગે છે. જળસ્નાન શરીરનો મેલ દૂર કરવા માટે મુખ્યત્વે હોય છે. પરંતુ શરીરના મેલ કરતાં કર્મના મળને દૂર કરવો એ મહત્ત્વનું છે. જે મહાત્માઓએ તપ, જપ, સંયમ અને ધ્યાન દ્વારા પોતાના અંતરંગ મેલને અલ્પ કરી નાખ્યો હોય છે તેઓનાં સ્થૂલ ઔદારિક શરીર પણ કુદરતી રીતે, ઓજસ્ તત્ત્વના પ્રભાવે, નિર્મળ રહે છે. તેઓને પૂલ જળસ્નાનની આવશ્યકતા રહેતી નથી. ૧૦૭. Jain Education Interational 2010_05 Page #153 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૯૮] રગળયન્તિ નનુ: સ્વમર્થવત્પુરતોાસપુણેન મોગિનઃ । मदनाहिविषोग्रमूर्च्छनामयतुल्यं तु तदेव योगिनः ॥ १६ ॥ અનુવાદ : ભોગીજનો કામભોગના વિલાસરૂપ સુખ વડે પોતાના જન્મને સાર્થક માને છે, પરંતુ યોગીઓ તો તેને કામદેવરૂપી સર્પના વિષની ઉગ્ર મૂર્છા તુલ્ય માને છે. વિશેષાર્થ : ભોગી અને યોગી વચ્ચેની દૃષ્ટિમાં કેટલો બધો ફરક હોય છે ! બંનેની દૃષ્ટિ સામસામા છેડે આવેલી જોઈ શકાય છે. ભોગીજનોને માટે સ્થૂલ ઇન્દ્રિયાર્થ સુખ એ જ સાચું સુખ છે એમ જોવા મળે છે. સ્પર્શેન્દ્રિયાદિ સર્વ ઇન્દ્રિયોનાં વિવિધ સાંસારિક સુખોમાં કામભોગનું સુખ સૌથી ડિયાતું તેઓને લાગે છે. સ્રીપુરુષની રતિક્રીડા એટલે જાણે જીવનની સાર્થકતા. એનાથી ચડિયાતું બીજું કોઈ સુખ જ ન હોઈ શકે એવા ભ્રમમાં ભોગીઓ રહે છે, પરંતુ તત્ત્વદૃષ્ટિ ધરાવનાર યોગી મહાત્માઓ તો સમજતા હોય છે કે એ સાંસારિક સુખમાં પણ કેટલું બધું પાપ રહેલું છે. જે સુખને ભોગીઓ અમૃતતુલ્ય ગણે છે એ સુખ વસ્તુતઃ વિષતુલ્ય છે. કામભોગ વખતે માણસ મોહાંધ બની જાય છે. પણ હકીકતમાં તો કામદેવરૂપી સર્પે મારેલા ડંખને લીધે આખા શ૨ી૨માં વ્યાપેલા વિષને કારણે આવેલી એ મૂર્છા છે. એ જીવલેણ નીવડવાની છે. [૧૯૯] વિમે વિષયા: વિજ્ઞાિ ન મુદ્દે પિ વિર શ્વેતમામ્ । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदरसालसा अमी ॥१७॥ અનુવાદ : એટલે જ વિરક્ત ચિત્તવાળાઓને આ લોકના કોઈપણ વિષયો આનંદ આપી શકતા નથી. પરમાનંદના રસમાં મગ્ન બનેલા તેઓ પરલોકના સુખ વિશે પણ નિઃસ્પૃહ હોય છે. વિશેષાર્થ : સંસારના જીવો ઇન્દ્રિયસુખ પાછળ દોટ મૂકે છે. આ સુખ જ ભોગવવા યોગ્ય છે એમ તેઓ સમજે છે. ‘આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે’એવી માન્યતામાં તેઓ રાચે છે. આ એમની ભ્રામક માન્યતા છે. સંસારમાં સર્વ જીવોને સર્વકાળ માટે યથેચ્છ સુખ સાંપડી રહે છે એવું નથી. સંસાર એવાં ભૌતિક સુખો કરતાં દુ:ખોથી વધારે ભરેલો છે. કેટલાક લોકોની મતિ અવળી રીતે કામ કરે છે. તેઓને પરલોકનાં એટલે કે અન્ય ભવનાં અથવા દેવગતિનાં સુખ વધારે વહાલાં લાગે છે. એ મેળવવા માટે તેઓ આ જન્મમાં ઘણું કષ્ટ વેઠે છે. એવા આશયથી તેઓ તપશ્ચર્યા કરે છે. પરંતુ દેવગતિનાં એ સુખો પણ પૌદ્ગલિક અને નાશવંત છે. વિરક્ત ચિત્તવાળા જ્ઞાની મહાત્માઓને શ્રીમંતોનાં કે ચક્રવર્તીઓનાં સાંસારિક સુખ આકર્ષી શકતાં નથી. સ્વભાવમાં રમણતાના સુખ આગળ આ સુખ તેઓને તુચ્છ અને બાધાકારક લાગે છે. વૈરાગ્યવાન આત્માઓ તો દેવગતિનાં એવાં સુખ મેળવવા માટે પણ ઉદાસીન રહે છે. તેઓ તો પરમાનંદમાં જ મગ્ન રહે છે. સ્વરૂપાનંદમાં જ તેઓ લીન રહે છે. આ પરમાનંદ ભવભ્રમણ ઘટાડે છે અને મુક્તિસુખ તરફ લઈ જાય છે. મુક્તિસુખ એ સર્વોચ્ચ સુખ છે. એ પરમાનંદ જ છે. [૨૦૦] મમોવિષાવમત્સર-જ્વરવાધાવિધુરા: સુરા અપિ । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥१८॥ અનુવાદ : દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ, મત્સરના જ્વરથી વ્યાકુળ રહે છે. તેથી તેઓનું સુખ પણ વિષથી મિશ્રિત થયેલી દૂધની વાનગીની જેમ સુંદર લાગતું નથી. 2010_05 ૧૦૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર વિશેષાર્થ : દેવગતિમાં એકાન્ત ભૌતિક સુખ છે એમ ન કહી શકાય. દેવોને પણ પોતાની ઋદ્ધિ, પદવી, દેવાંગનાઓ વગેરેની સમસ્યાઓ હોય છે. પરસ્પરના વ્યવહારને કારણે દેવગતિમાં પણ અહંકાર, રાગદ્વેષ, ખેદ, ઈર્ષ્યા વગેરેનો પરિતાપ રહે છે. એટલે જો તેઓને સુખ હોય તો પણ તે સર્વાશે નિર્ભેળ બોમાં પણ આવા મલિન ભાવો ભળે છે. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે દૂધની સરસ વાનગી બનાવવામાં આવી હોય, પણ જો કહેવામાં આવે કે તેમાં વિષનું બિંદુ પડી ગયું છે, તો તે વાનગી સ્વાદમાં ગમે તેટલી મિષ્ટ લાગે તો પણ તે ખાનારને ઝાડા-ઊલટી થાય છે અને અંતે તે મરણને શરણ થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે જેનામાં મોક્ષગતિનાં સુખની સમજ આવી છે અને તે માટે લગની લાગી છે તેને દેવગતિનાં સુખ પ્રત્યે પણ ભાવ થશે નહિ. [૨૦૧] સમUવિરત વહ્નિના હવાગ્ધાનિનવીuિતેન યત્ | त्रिदशैर्दिवि दुःखमाप्यते घटते तत्र कथं सुखस्थितिः ॥१९॥ અનુવાદ : બહુ આંસુઓરૂપી વાયુ વડે રમણીઓના વિરહનો અગ્નિ જેમનો પ્રજ્વળી રહ્યો છે એવા દેવો પણ દેવલોકમાં દુખ અનુભવે છે. ત્યાં સુખની સ્થિતિ કેવી રીતે ઘટી શકે? વિશેષાર્થ : મનુષ્ય કરતાં દેવોને સ્વર્ગમાં સુખ વધારે ભોગવવા મળે છે. દેવો પાસે વૈક્રિય લબ્ધિ, દીર્ઘ આયુષ્ય, અવધિજ્ઞાન વગેરે હોય છે. એમની ભોગોપભોગની બધી ઇચ્છાઓ તરત સંતોષાય છે. સ્વર્ગલોકમાં સુખ ખરું, પણ તે ભૌતિક પ્રકારનું સુખ છે. તે પારમાર્થિક સુખ નથી. વળી જે સુખ છે તે પણ એકાન્ત સુખ નથી. સ્વર્ગના દેવોને પણ દુઃખ હોય છે. તેઓને પણ જયારે પોતાની દેવીનો વિરહ થાય ત્યારે તેઓ પણ આંસુ સારતા હોય છે. આવાં તો જાતજાતનાં દુઃખો દેવોને પણ હોય છે. એટલે સ્વર્ગ એટલે નર્યું સુખ એવા ભ્રમમાં રહેવું ન જોઈએ. વળી સ્વર્ગનું આયુષ્ય પૂરું થતાં સ્વર્ગીય જીવન પણ પૂરું થઈ જશે એ વાત પણ ભૂલવી ન જોઈએ. [૨૦૨] પ્રથમ વિમાનસંઘવી વ્યવસ્થાપિ દિવો વિચિન્તનાત્ | हृदयं न हि यद्विदीर्यते धुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥२०॥ અનુવાદ : દેવલોકમાંથી ચ્યવન થવાનું છે એવા વિચારથી મોટા વિમાનની સંપદાવાળા દેવોનું હૃદય વિદીર્ણ થતું નથી. તેથી એમ લાગે છે કે તેમનું હૃદય વજના પરમાણુનું બનેલું હશે ! વિશેષાર્થ : દેવલોકમાં દેવોનાં વિમાનની સંપત્તિ-સમૃદ્ધિ ઘણી મોટી હોય છે. દેવોનું આયુષ્ય જ્યારે પૂરું થવા આવે છે અને અવનકાળ નજીકમાં હોય છે ત્યારે પોતાની આટલી બધી સમૃદ્ધિ છોડીને પોતે હવે ચાલ્યા જવાનું છે એ વાતે દેવોને દુઃખ થાય છે. તેમનાં મુખ કરમાવા લાગે છે. આવું દુઃખ મનુષ્યને માથે પડે તો તેનું હૃદય ફાટી જાય. આવું દુઃખ તે જીરવી ન શકે. પરંતુ દેવોનું હૃદય વિદીર્ણ થતું નથી. એના ટુકડા થતા નથી. માટે કલ્પના કરવામાં આવે છે કે તેઓનાં હૃદય શું વજના પરમાણુઓથી બનેલાં હશે ! વજ એવો પદાર્થ છે કે એના પ્રહારથી પર્વતો તૂટી જાય છે. પરંતુ વજ ઉપર પ્રહારો કરવા છતાં તેને કશું થતું નથી. દેવોનાં હૃદયની જડતાનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. Jain Education Interational 2010_05 For Privalosonal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૦૩] વિષયેષુ રતિઃ શિવાધિનો ન તિસ્તિ વિસ્તાઽવ્રતાપિ । घननंदनचंदनार्थिनो - गिरिभूमिष्वपरद्रुमेष्विव ||૨|| અનુવાદ : જેમ ગાઢ નંદનવનનાં ચંદનવૃક્ષોની ઇચ્છાવાળાને ગિરિભૂમિમાં કે બીજે આવેલાં બીજાં અનેક વૃક્ષો પ્રત્યે પ્રીતિ થતી નથી, તેમ મોક્ષની અભિલાષાવાળાને ચારે ગતિ વિશે કે તેમાં રહેલા વિષયો વિશે પ્રીતિ થતી નથી. વિશેષાર્થ : જે શિવાર્થી છે અર્થાત્ મોક્ષાર્થી છે તેને સંસારનાં કોઈ પણ પ્રકારનાં પૌદ્ગલિક સુખમાં રસ પડતો નથી. દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે ગતિમાં પૌદ્ગલિક સુખના વિવિધ વિષયો છે. પરંતુ એ સુખ તુચ્છ, ક્ષણજીવી અને આત્માને સંસારમાં રખડાવનાર અને ભવભ્રમણ વધારનાર છે. એવાં સુખમાં સુખબુદ્ધિ કરાય નહિ. જેને એક વખત મોક્ષના સુખની લગની લાગે તેને પછી સંસારનાં સુખમાં રતિ ઉત્પન્ન થાય નહિ. ગ્રંથકાર આ સમજાવવા અહીં સરસ ઉપમા આપે છે કે જેને મેરુ પર્વત પરના નંદનવનનાં ચંદનવૃક્ષની અભિલાષા જાગી હોય તેને બીજા ગમે તેવા પર્વતોમાં ઊગતાં ભાતભાતનાં વૃક્ષોથી સંતોષ થાય નહિ. વનમાં સર્વોત્તમ તે નંદનવન છે અને એનાં વૃક્ષોમાં સર્વોત્તમ તે ચંદનવૃક્ષ છે. જ્યારે શ્રેષ્ઠ વૃક્ષની પ્રાપ્તિ થતી હોય ત્યારે સામાન્ય વૃક્ષનાં લાકડાંમાં કોણ જીવ ઘાલે ? તેવી રીતે જેમને મોક્ષના સુખોની અભિલાષા જાગી હોય તેમને સાંસારિક સુખોની ઇચ્છા ક્યાંથી રહે ? [૨૦૪] કૃતિ શુદ્ધમતિસ્થિીતાપ વૈરાયરસસ્ય યોશિનઃ । स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥२२॥ અનુવાદ : આ રીતે શુદ્ધ બુદ્ધિ વડે જેઓએ ‘અપર’ પ્રકારના (વિષયો પ્રત્યેના) વૈરાગ્ય રસને સ્થિર કર્યો છે એવા યોગીઓને આત્માના ગુણો વિશે નિસ્પૃહતારૂપી ‘પર-વૈરાગ્ય' પણ પ્રવર્તે છે. વિશેષાર્થ : આ અધિકારના પ્રથમ શ્લોકમાં ‘અપર’ વૈરાગ્ય અને ‘પર' વૈરાગ્ય એવા બે પ્રકારના વૈરાગ્યની વાત કહી છે. વિષયો તરફના વૈરાગ્યને અપર (નીચેની કોટિનો) વૈરાગ્ય અને સ્વગુણ પ્રત્યેના વૈરાગ્યને પ૨ (ઊંચી કોટિનો) વૈરાગ્ય કહ્યો છે. જ્યાં સુધી વિષયો પ્રત્યેનો વૈરાગ્ય સ્થિર થતો નથી ત્યાં સુધી સ્વગુણ પ્રત્યેનો વૈરાગ્ય આવતો નથી. સ્વગુણ પ્રત્યે પૂરો વૈરાગ્ય હોય અને વિષયો પ્રત્યે વૈરાગ્ય ન હોય એવી સ્થિતિ ક્યારેય સંભવિત નથી. વિષયો પ્રત્યેના વૈરાગ્યને પણ ઉત્તરોત્તર વધુ અને વધુ સ્થિર અને દઢ કરતાં જ જવું જોઈએ. તે માટે જરૂર છે વિશુદ્ધ ચિત્તની. જ્યારે વિષયો પ્રત્યેના વૈરાગ્ય પછી આત્માના ગુણો ખીલવા લાગે છે ત્યારે પોતાના તેવા ગુણો માટે અભિમાન થવાનો સંભવ રહે છે. વળી એ ગુણો દ્વારા થતી ઇસિદ્ધિ માટે લાલસા જાગવાનો પણ સંભવ રહે છે. એ ગુણોને પ્રતાપે જો લબ્ધિઓ પ્રગટ થાય તો તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. પરંતુ મહાન યોગીઓ સ્વગુણ પ્રત્યે પણ નિઃસ્પૃહ, ઉદાસીન, વૈરાગી રહે છે. તેમનો વૈરાગ્ય એવી ઉત્કૃષ્ટ કોટિનો હોય છે. 2010_05 ૧૧૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર [૨૦૫] વિપુનર્ધ્વિપુભાષાર-પ્રવત્તાશીવિષમુષ્યતવ્યયઃ । न मदाय विरक्तचेतसा - मनुषंगोपनताः पलालवत् ॥२३॥ અનુવાદ : અનુષંગથી વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, મોટી આશીવિષલબ્ધિ વગેરે મુખ્ય લબ્ધિ પ્રગટ થાય તો પણ, જેમ ખેતીમાં અનાજની સાથે ઉત્પન્ન થતા પરાળ વગેરે માટે અભિમાન થતું નથી, તેમ વૈરાગી આત્માઓને તેનું અભિમાન થતું નથી. વિશેષાર્થ : અનુષંગ એટલે બીજો ઉદ્દેશ હોય, છતાં નહિ ઇચ્છેલા પદાર્થોની પ્રાપ્તિ થવી તે. કેટલાક લબ્ધિસિદ્ધિ મેળવવાના આશયથી જ સાધના કરે છે. એવા કેટલાક સાધકોને તેવી લબ્ધિ કદાચ પ્રગટ થતી હોય તો પણ તેના વારંવાર પ્રયોગથી, તેના અભિમાનથી, તેના થયેલા દુરુપયોગથી કે પોતાનામાં જાગતી ધન, સ્ત્રી, યશ વગેરેની લાલસાથી તેવી લબ્ધિસિદ્ધિ થોડા કાળમાં પાછી ચાલી જાય છે. લબ્ધિસિદ્ધિ પ્રગટ થવી અને તે કાયમ ટકી રહેવી તે ઘણી કઠિન વાત છે. પરંતુ મોક્ષની સાધનાના માર્ગે આગળ વધેલા મહાત્માઓને પોતાની સાધના કરતાં કરતાં પોતાની કોઈ ઇચ્છા ન હોવા છતાં સહજ રીતે કેટલીક લબ્ધિઓ પ્રગટ થાય છે. ક્યારેક તો વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, આશીવિષલબ્ધિ વગેરે મોટી લબ્ધિઓ પ્રગટ થાય છે. વિપુલલબ્ધિ એટલે વિસ્તારવાળી લબ્ધિ. એ દ્વારા મન:પર્યવજ્ઞાનવાળા મુનિઓ ઘટપટ વગેરે વસ્તુઓના સમસ્ત પર્યાયોને ગ્રહણ કરી શકે છે. ચારણલબ્ધિવાળા સાધકો આકાશમાં આવવાજવાની શક્તિ ધરાવે છે. આશીવિષલબ્ધિવાળા સાધકોએ આપેલો શાપ (અથવા આશીર્વાદ) નિષ્ફળ જતો નથી. પુલાકલબ્ધિવાળા સાધકો શત્રુની સેનાને પરાજિત કરવાની શક્તિ ધરાવે છે. વિવિધ લબ્ધિઓ ઉપરાંત મંત્રવિદ્યાઓ, તંત્રવિદ્યાઓ, ચમત્કારિક ઔષધિપ્રયોગો વગેરેની સિદ્ધિઓ પણ કેટલાક યોગીઓને પ્રાપ્ત થાય છે. આવી મોટી મોટી લબ્ધિઓ કે સિદ્ધિઓ જે પ્રગટ થાય છે તે તો ખેતી કરનાર ખેડૂતને અનાજ ઊગવા સાથે જ ઘાસ, ફોતરાં વગેરે પણ પ્રાપ્ત થાય છે તેના જેવું છે. પોતે આટલું બધું ઘાસ ઉગાડ્યું એવું અભિમાન ખેડૂતને ક્યારેય નહિ થાય, કારણ કે ઘાસ તો એની મેળે ઊગે છે. તેવી રીતે આ લબ્ધિઓ તો આત્મસ્વરૂપની સાધના કરતાં કરતાં સ્વયમેવ પ્રગટ થાય છે. એનું અભિમાન કરવાનું ન હોય. સાચા વૈરાગી મહાત્મા એવું અભિમાન ક્યારેય કરતા નથી. પોતાને એવી લબ્ધિ પ્રગટ થઈ છે એવો નિર્દેશ પણ તેઓ કરતા નથી. લબ્ધિની લપસણી ભૂમિ ઓળંગી જવામાં જ તેઓ પોતાની સાધનાની સાર્થકતા સમજે છે. [૨૦૬] તિતાતિશયોપિ જોપિ નો વિવુધાનાં મળુળદ્રન: / अधिकं न विदन्त्यमी यतो निजभावे समुदचति स्वतः ॥२४॥ અનુવાદ : પોતાનો કોઈ ગુણસમૂહ અતિશયતાને પામેલો હોય તો પણ મહાત્માઓને તે મદ કરાવનાર થતો નથી. તેઓ તો નિજ સ્વભાવમાં આનંદ અનુભવતા હોવાથી તેને અધિક ગણતા નથી. _2010_05 ૧૧૧ www.jaihelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જીવ અધ્યાત્મ સાધનામાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ તેના ગુણોની વૃદ્ધિ થતી જાય છે. એવા કેટલાક ગુણો અતિશયતાને પામે છે. એથી એવા મહાત્માઓને વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રગટ થતી જાય છે. તેઓ વચનસિદ્ધ બની જાય છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો આવા ગુણો વિરલ કે અસામાન્ય હોવાથી તેની વાત લોકોમાં જલદી પ્રસરી જાય છે. એવે વખતે એવા મહાત્માઓનો કસોટીનો કાળ ચાલુ થાય છે. એવા ચમત્કારોનું કર્તૃત્વ સ્વીકારી લેવાનું કેટલાકને મન થાય છે. ક્યારેક તો અંતરમાં સૂક્ષ્મ અભિમાનનો ભાવ રહે છે. પરંતુ જે ઊંચી કોટિના સાધક મહાત્માઓ હોય છે તેઓ કશું જ અભિમાન કરતા નથી. પોતાના એવા ગુણોને તે ગોપવે છે. પોતાના ગુણોની અતિશયતાએ એવું કાર્ય કર્યું તે વિશે કશું જાણવાની પણ એમને ઇચ્છા રહેતી નથી. વળી એ અતિશયતાને પણ તેઓ અધિક ગણતા નથી. તેઓ તો પોતાના સ્વરૂપમાં જ રમતા રહે છે. આ સ્વભાવ રમણતા સિવાય તેઓ બીજું કશું જાણતા નથી કે જાણવા ઇચ્છતા નથી, [ ૨૭] હૃદયે ન શિવેડપિ સુવ્યતા સર્વનુષ્ઠાનમસંમંતિ | पुरुषस्य दशेयमिष्यते सहजानंदतरंगसंगता ॥२५॥ અનુવાદ : તેઓને મોક્ષપ્રાપ્તિ માટે પણ લુબ્ધતા રહેતી નથી, કારણ કે તેઓનું સદનુષ્ઠાન પણ અસંગાનુષ્ઠાનમાં પરિણમે છે. સહજાનંદના તરંગોનો સંગ પામતી પુરુષ(આત્મા)ની આ દશા ઈચ્છવાયોગ્ય છે. ' વિશેષાર્થ : અનેક સામાન્ય જીવોને સંસારના પરિભ્રમણમાંથી મુક્ત થવાની ઇચ્છા થતી નથી. એવી મુક્તિની અનેકને કશી સાચી જાણ પણ નથી હોતી. જીવને સાચી સમજણ જ્યારે પ્રાપ્ત થાય છે અને સંસારનાં દુઃખોમાંથી છૂટવા માટે મોક્ષ એ જ એક માત્ર ઉપાય છે એવી શ્રદ્ધા અથવા પ્રતીતિ થાય છે ત્યારે એ મોક્ષાભિલાષી બને છે. મોક્ષની ઇચ્છા કરવી અને એ માટેનો પુરુષાર્થ આદરવો એ સામાન્ય જીવનું પ્રાથમિક લક્ષણ હોય છે. તેમાં કશું અયોગ્ય નથી. પરંતુ જીવ જયારે સાધનાના માર્ગમાં ઊંચે ચડતો જાય છે, જયારે એનો શુદ્ધોપયોગ વધતો જાય છે ત્યારે, અને જયારે સર્વ કામનાઓમાંથી મુક્ત થઈ એ સહજ સ્થિતિમાં આવી જાય છે ત્યારે મોક્ષ તો સ્વયમેવ આવવાનો જ છે એવી દઢ આંતરપ્રતીતિને કારણે “મારે મોક્ષની પ્રાપ્તિ કરવી જ છે” એવી કામના પણ છૂટી જાય છે. એવા મહાત્માઓ માટે શુભ કર્મ બંધાવનાર એવા સદનુષ્ઠાન પણ કરવાનાં રહેતાં નથી. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર અનુષ્ઠાનોમાં તેઓ અસંગ અનુષ્ઠાનમાં પહોંચી જાય છે, પછી તો ભેદજ્ઞાનના અનુભવ વડે પ્રાપ્ત થતી તેમની આત્મદશા સહજાનંદના તરંગોથી યુક્ત હોય છે. [૨૮] રૂતિ વચ્ચે મહામતે વેવિ વૈરાગ્યવિનામૃમઃ उपयन्ति वरीतुमुच्चकैस्तमुदारप्रकृतिं यशःश्रियः ॥२६॥ અનુવાદ : આવી રીતે મહાબુદ્ધિવાળા જે પુરુષોનું હૃદય વૈરાગ્યના વિલાસથી સભર છે તેવા ઉદાર પ્રકૃતિવાળાને વરવાને માટે યશલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) ઉત્સુકતાપૂર્વક સમીપ આવે છે. વિશેષાર્થ : જેઓનું ચિત્ત વૈરાગ્યવાસિત હોય છે એવા ઉદારચિત્ત, મહાબુદ્ધિવાળા મહાત્માઓનાં ૧૧૨ Jain Education Interational 2010_05 Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર સાતમો : વૈરાગ્ય-વિષય અધિકાર ઉત્તમ લક્ષણો આ અધિકારમાં દર્શાવવામાં આવ્યાં. એવા મહાત્માઓને સંસારની ભૌતિક સમૃદ્ધિરૂપી લક્ષ્મીની જરા સરખી પણ વાંછા હોતી નથી. તેઓ તો વિરક્તિમાં જ લીન હોય છે. તેઓ ખાતાપીતા કે હરતાફરતા જોવા મળે તો પણ તેમની પ્રત્યેક પ્રવૃત્તિ અનાસક્તભાવે, આત્મસાક્ષીએ થતી હોય છે. જેમને માત્ર મોક્ષની જ અભિલાષા છે તેઓને યશની પણ કોઈ દરકાર હોતી નથી. પરંતુ તેઓના નામની, ચારિત્રની સુવાસ યશરૂપે આસપાસ પ્રસર્યા વિના રહેતી નથી. એટલે યશરૂપી લક્ષ્મી તેમને વરવા ઉત્સુકતાપૂર્વક સામેથી ચાલતી આવે છે. યશરૂપી લક્ષ્મી એટલે મોક્ષરૂપી લક્ષ્મી એમ અર્થ ઘટાવી શકાય, કારણ કે સાંસારિક યશકીર્તિની કામના મોક્ષાર્થીને હોતી નથી. “યશ' શબ્દ આ અધિકારને અંતે પ્રયોજીને ગ્રંથકારે પ્રાચીન શૈલી અનુસાર પોતાનું નામ ગૂંથી લીધું છે. इति वैराग्यविषयाधिकारः । વૈરાગ્યવિષય અધિકાર સંપૂર્ણ. રૂતિ દ્વિતીયે: પ્રવિંથઃ | 2010_05 Jain Education Interational 2010_05 For Priva2 1 3.nal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો અધિકાર આઠમો * મમત્વ-ત્યાગ અધિકાર * [૨૦૯] નિર્મમયૈવ વૈરાયં સ્થિરત્વમવાતે | परित्यजेत्ततः प्राज्ञो ममतामत्यनर्थदाम् ॥१॥ અનુવાદ : નિર્મમ પુરુષોનો વૈરાગ્ય જ સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે પ્રાશ પુરુષોએ અત્યંત અનર્થ આપનારી મમતાનો ત્યાગ કરી દેવો જોઈએ. વિશેષાર્થ : વૈરાગ્યનું સ્વરૂપ અને વૈરાગ્યના ભેદો સમજાવ્યા પછી અંતરમાં પ્રગટેલા વૈરાગ્યને સ્થિર કેવી રીતે રાખી શકાય તેની વિચારણા કરતાં ગ્રંથકાર અહીં કહે છે કે હૃદયમાં જન્મેલા વૈરાગ્યને નિર્મમ એટલે મમતારહિત હોય એવા પ્રાજ્ઞ પુરુષો સ્થિર રાખી શકે છે. વૈરાગ્યનાં ઘાતક બળોમાં એક મોટું બળ તે મમતાનું છે. મમતા સંસારમાં સર્વત્ર વ્યાપેલી છે. નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી સૌના જીવનમાં ‘આ મારું શરીર', ‘આ મારું ઘર', ‘આ મારાં માતા-પિતા', ‘આ મારી પત્ની’, ‘આ મારી મિલકત’... એમ ‘મારું’નો ભાવ સતત ચાલતો રહે છે. આ મમત્વબુદ્ધિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ વૈરાગ્યનો ભાવ વધુ અને વધુ પ્રગટ થતો જાય. જીવનમાં નિરર્થક ચીજવસ્તુઓના ત્યાગથી શરૂઆત કરી, વધતાં વધતાં ધનદૌલત અને પુત્રપરિવારના ત્યાગ સુધી પહોંચી અને એથી આગળ જતાં દેહ પર ધારણ કરેલાં વસ્ત્રો પણ પોતાનાં નથી અને છેવટે દેહ પણ પોતાનો નથી, પોતે તો માત્ર વિશુદ્ધ આત્મા છે, ભાવમાં સ્થિરતા આવે તો વૈરાગ્ય દૃઢ થઈ શકે. વૈરાગ્યનું એવું લક્ષણ નથી કે એક વખત પ્રગટ થયો એટલે તે કાયમ રહે જ. નિમિત્ત મળતાં વૈરાગ્ય ચાલ્યો જતાં વાર નથી લાગતી. જીવે એ માટે સતત સાવધ રહેવાની જરૂર છે. એક બાજુ મમતાનો ત્યાગ અને બીજી બાજુ તત્ત્વરુચિ તથા વિવેક એ બંને વૈરાગ્યને સ્થિર રહેવામાં સહાયરૂપ બની શકે છે. ભવોભવનાં દુઃખોની ખાણ જેવી મમતા હણાતાં જીવ પોતાનું આત્મહિત સાધી શકે છે. [૨૧૦] વિષયૈ: વિ પરિત્યનિતિ મમતા વિ। त्यागात्कंचुकमात्रस्य भुजंगो न हि निर्विषः ॥ २ ॥ અનુવાદ : જો મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું વળે ? માત્ર કાંચળીનો ત્યાગ કરી દેવાથી સાપ વિષરહિત થતો નથી. વિશેષાર્થ : ઇન્દ્રિયોના બાહ્ય વિષયોનો માણસ ત્યાગ કરે અથવા ભાવ વગર ઇન્દ્રિયોનું દમન કરે, પણ એના અંતરના ખૂણામાં મમત્વબુદ્ધિ પડેલી હોય તો એનો વિષયોનો ત્યાગ સ્થિર રહી શકતો નથી. મમતા ક્રમે ક્રમે ચિત્તને પાછું વિષયોના ભોગોપભોગ તરફ વાળે છે. પોતાનો દેહ, પુત્રપરિવાર, ધનદોલત, _2010_05 ૧૧૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર માલમિલકત વગેરે માટેનો મમત્વભાવ છોડવો સરળ નથી. એ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી હરવાફરવાના કે ખાવાપીવાના કેટલાક કડક નિયમો લેવામાં આવે તો પણ તે નિયમો ક્યારે શિથિલ થઈ જશે કે છૂટી જશે તે કહી શકાય નહિ. હૃદયમાં મમતાને જીવતી રાખીને બાહ્ય વિષયોનો ત્યાગ કરવો એ તો સાપ કાંચળી ઉતારે એના જેવું થયું. કાંચળી ઉતારવાથી સાપ નિર્વિષ થઈ જતો નથી. એટલે જે ઝેર છે તે મમતાનું છે. મમતા નિર્મુળ થઈ જાય તો કાંચળી જેવા વિષયોનો ત્યાગ સહજ બની જાય. [૨૧૧] ઋણેન દિ મુના પ્રમુvીતે મુનિ ! ममताराक्षसी सर्वं भक्षयत्येकहेलया ॥३॥ અનુવાદ : મુનિ કષ્ટ વેઠીને ગુણોના સમૂહની વૃદ્ધિ કરે છે, પરંતુ મમતારૂપી રાક્ષસી તે સર્વનું એક ઝપાટામાં રમત(હેલા)ની જેમ ભક્ષણ કરી જાય છે. ' વિશેષાર્થ : આરાધનાનો માર્ગ ઘણો કઠિન છે. એક પછી એક આત્મિક ગુણો પ્રગટાવવાનું સરળ નથી. દયા, શાંતિ, ક્ષમા, સરળતા, સત્ય, નિર્લોભીપણું વગેરે ગુણો મુનિ ત્યાગ અને તપશ્ચર્યા કરીને તથા ઇન્દ્રિયોનું દમન કરીને પ્રગટાવે છે. તે વ્રતાદિ કષ્ટો સહન કરે છે, પરીષહો પણ સહન કરે છે અને સંયમમાં સ્થિર તથા લીન થવા માટે ભારે પુરુષાર્થ કરે છે, પરંતુ હદયમાં હજુ કંઈક એષણા નાં વ્રતતા માટે પણ મમતા જન્મી શકે છે. પોતાના સંયમનાં ઉપકરણો માટે પણ મમત્વનો ભાવ પેદા થાય છે. એવી મમતા જ્યારે અચાનક રાક્ષસીનું રૂપ ધારણ કરે છે ત્યારે મુનિએ વર્ષોની તપસ્યાથી પ્રગટાવેલા ગુણોનું એક ઝપાટે હેલાની જેમ એટલે કે રમતની જેમ મોજથી તે ભક્ષણ કરી જાય છે. સંયમનો માર્ગ ગ્રહણ કર્યા પછી પતિત થયેલા મહાત્માઓ દરેક જમાનાને જોવા મળે છે. મમતાનું સ્વરૂપ એવું માયાવી અને કુટિલ છે. [૨૧૨] ગડુશાન્ત પત્ય દ્રાવિદ્યૌષધનાત્ | उपायैर्बहुभिः पत्नी ममता क्रीडयत्यहो ॥४॥ અનુવાદ : અહો ! મમતારૂપી પત્ની અવિદ્યારૂપી ઔષધિના બળથી જીવરૂપી સ્વામીને પશુ બનાવીને ઘણા ઉપાયો વડે ક્રીડા કરે છે. વિશેષાર્થ : અહીં ગ્રંથકારે રૂપક પ્રયોજયું છે. એમાં મમતારૂપી પત્ની, અવિદ્યારૂપી ઔષધિ અને જીવરૂપી સ્વામીનું કથાનક છે. જયાં મમતાનો ભાવ આવે, મારાપણાની વૃત્તિ આવે ત્યાં માણસની સત્યાસત્યના વિવેકની દષ્ટિ હણાવા લાગે છે. પોતાનાં અને પારકાં વચ્ચે માણસ તટસ્થતા કે ન્યાયબુદ્ધિ સાચવી શકતો નથી. તે સમજતો હોવા છતાં પોતાનાં પ્રત્યે પક્ષપાતી બની જાય છે. ક્યારેક તો પોતે પક્ષપાત કરે છે એટલું પણ એને સમજાતું નથી. પક્ષપાતની સાથે ઈર્ષ્યા, અસૂયા, દ્વેષ, ક્રોધ, લોભ વગેરે ભાવો જાણતાં-અજાણતાં આવવા લાગે છે. એનો અર્થ એ થયો કે એની જ્ઞાનદૃષ્ટિ ઉપર આવરણ આવી ગયું છે. આ આવરણ તે અવિદ્યા છે. તે મમતાને કારણે જ આવે છે. પોતાનો પતિ પોતાને વશ ન રહેતો હોય તો કેટલીક સ્ત્રીઓ મંત્રતંત્ર વગેરેનો આશ્રય લે છે. Jain Education Interational 2010_05 ૧૧૫. Page #161 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પોતાના પતિને ભોજનમાં કશુંક ખવડાવી દેવાનું કોઈક બાવા-જતિ એને કહે તો તે કરવા પણ સ્ત્રી તૈયાર થાય છે. પોતાનો પતિ અન્ય સ્ત્રી તરફ જાય નહિ, પોતાને જ વશ રહે, પોતાનાં કામભોગની તૃપ્તિ થાય, પોતાની વસ્ત્રાલંકારની લાલસા સંતોષાય એ માટે સ્ત્રી પતિને કોઈક ઔષધિ ખવડાવવા તૈયાર થઈ જાય છે. અરે, કોઈ વખત જો સ્ત્રીને એમ કહેવામાં આવે કે અમુક ઔષધિ ખવડાવવાથી તારો પતિ બળદ થઈ જશે તો મોહાંધ બનેલી સ્ત્રી એમ પણ કરવા તૈયાર થાય છે. પરંતુ જો કામ પતી ગયા પછી બળદમાંથી પાછો પતિ બનાવવાની ઔષધિ કે મંત્રવિદ્યાની પોતાને જાણકારી ન હોય તો તેનો પહેલેથી તે વિચાર કરતી નથી. પરંતુ પછીથી પસ્તાય છે અને વલોપાત કરે છે. સ્ત્રી પોતાના હિતનો દીર્ધદષ્ટિથી પૂરો વિચાર કર્યા વિના માત્ર તત્કાલીન સ્વાર્થ સાધવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તેની શક્યતાનો અહીં રૂપક દ્વારા ગ્રંથકારે ખ્યાલ આપ્યો છે. આવી જ રીતે મમતા જ્યાં હોય ત્યાં સત્યાસત્ય વિવેક ચાલ્યો જતાં અવિદ્યા આવ્યા વગર રહેતી નથી. એ અવિદ્યા દ્વારા મમતારૂપી પત્ની પોતાના જીવરૂપી સ્વામીને કેવો કેવો ભાડે છે, તેને બળદિયા જેવો પશુ બનાવીને તેની પાસે કેવું કેવું કામ કરાવી લે છે તેનાં અનેક દશ્યો સંસારમાં નિતનિત જોવા મળે છે. માટે જ મમતારૂપી સ્ત્રીથી ચેતવા જેવું છે. | [૨૧૩] : પરમ યતિ ગાતે ચૈવ ઇવ દિા __ ममतोद्रेकतः सर्वं संबंधं कल्पयत्यथ ॥५॥ અનુવાદ : જીવ એકલો જ પરભવમાં જાય છે અને એકલો જ ઉત્પન્ન થાય છે. તો પણ મમતાના આવેગથી તે સર્વ સંબંધો કલ્પે છે. વિશેષાર્થ : માણસ એકલો સંસારમાં આવે છે અને એકલો જાય છે. આવી લોકોક્તિ ઘણી વાર સાંભળવા મળે છે, પરંતુ એની અસર જીવન ઉપર જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. માણસ મૃત્યુ પામે છે એટલે કે પરભવમાં જાય છે ત્યારે તેની સાથે કશું જ આવતું નથી. મૃત્યુ વખતે સ્વજનો અને સંબંધીઓ રોકકળ કરે છે, પણ કોઈ સાથે આવવા તૈયાર નથી. માણસ એકલો જ પરભવમાં જાય છે. એની પાસે અઢળક લક્ષ્મી હોય, ઘર, મકાન, દુકાન, વૈપારધંધો, ભાતભાતનાં કીમતી વસ્ત્ર હોય, અલંકારો હોય, મોજશોખની ચીજવસ્તુઓ હોય, મોટરકાર વગેરે સુંદર આકર્ષક વાહનો હોય, એ બધાં સાથેનો સંબંધ આંખ મીંચાતાં એક ક્ષણમાં પૂરો થઈ જાય છે. એમાંનું કશું જ સાથે નથી આવતું. અરે, પોતાનો સુંદર, સૌષ્ઠવયુક્ત દેહ પણ સાથે નથી આવતો. બાળક જન્મે છે ત્યારે પોતાની સાથે શું લઈને આવે છે ? એની મૂઠી વાળેલી હોય છે, પરંતુ તે ખાલી હોય છે. બાળક બે વસ્ત્ર પહેરીને પણ અવતરતું નથી. એવો જીવ જ્યારે મોટો થાય છે, સંસાર માંડે છે અને પાછો પરભવમાં જવાની તૈયારી કરે છે ત્યાં સુધીમાં એણે પોતાની મમતાનો કેટલો બધો વિસ્તાર કરી દીધો હોય છે ! કેટકેટલા સંબંધો એણે બાંધ્યા અને વિકસાવ્યા હોય છે ! ધનદોલત માટે કેટલો બધો પુરુષાર્થ એણે કર્યો હોય છે ! “મારું, મારું કરવાની વૃત્તિને કારણે જ આ બધું થાય છે. મમતા બહુ આવેગવાળી હોય છે. એનો ઊભરો જલદી શમતો નથી. ૧૧૬ Jain Education Intemational 2010_05 Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર [૧૪] વ્યાખ્યોતિ મહત ભૂમિં વટવીનાથ વટઃ यथैकममताबीजात् प्रपंचस्यापि कल्पना ॥६॥ અનુવાદ : જેમ વડના એક બીજમાંથી ઊગેલો વડ વિશાળ ભૂમિમાં પથરાઈ જાય છે તેમ એક મમતારૂપી બીજમાંથી આ સર્વ પ્રપંચ(સંસાર)ની કલ્પના ઊભી થાય છે. વિશેષાર્થ : મમતાના વિસ્તારને વડની ઉપમા અહીં આપવામાં આવી છે. વટવૃક્ષ ઉપર એનાં નાનાં નાનાં ફળ થાય છે. એને ટેટા કહેવામાં આવે છે. એક ટેટામાં રાઈના દાણા જેવડાં ઘણાં બધાં નાનાં નાનાં બી હોય છે. વડના વિશાળ વૃક્ષની અપેક્ષાએ આ બી કેટલું બધું નાનું છે ! પરંતુ એક બીજમાંથી પાછું આખું વટવૃક્ષ ઊગી શકે છે. એટલી ક્ષમતા એટલા નાના બીજમાં રહેલી છે. વળી વડની ખાસિયત એ છે કે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો જ જાય છે. બીજાં વૃક્ષો મોટાં થઈ ગયા પછી ખાસ વૃદ્ધિ પામતાં નથી. વડના વૃક્ષની લટકતી વડવાઈઓ જમીન સુધી પહોંચીને ફરી મૂળિયા અને થડ જેવી બની જાય છે અને એની શાખા પ્રશાખા ફૂટતી જાય છે. ચારે બાજુ આમ વડવાઈઓ દ્વારા વડનો વિસ્તાર વધતો જ જાય છે. એટલે તો એની વડવાઈઓને કાપીને એનો વિસ્તાર વધતો લોકો અટકાવે છે. ક્યારેક તો વડ ચારે બાજુ એટલો બધો વધી ગયો હોય છે કે કબીરવડની જેમ, એનું મૂળ થડ ક્યું હતું તે જાણવું પણ અશક્ય થઈ જાય છે. આવું જ મમતાની બાબતમાં છે. એના પ્રપંચની એટલે કે વિસ્તારની કલ્પના અથવા રચના વધતી જ જાય છે. નાની સરખી મમતારૂપી વાસનામાંથી બાવાની લંગોટીની જેમ એની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી ચાલે છે. જેમ વાસનાઓનો કોઈ અંત હોતો નથી, તેમ મમતાને પણ જો અટકાવવામાં ન આવે તો એનો પણ અંત આવતો નથી. સ્વજનો અને સંબંધીઓ “મારાં છે' ત્યાંથી શરૂ કરીને પાળેલાં પશુ-પક્ષીઓ વગેરે માટે તથા ઘર, દુકાન, કારખાનાં, માલસામાન, વાહન વગેરે માટે તે “મારાં છે”, “મારાં છે” એવો ભાવ વધતો જાય છે. મમતાનો આવો વિસ્તાર બાહ્ય દષ્ટિએ સમૃદ્ધિરૂપ દેખાય છે, પરંતુ ક્યારે તે આપત્તિરૂપ અને મોટા દુઃખનું કારણ થઈ જશે તે કહી શકાય નહિ. મમતાનો વિસ્તાર વધી ગયા પછી એમાંથી નીકળવાનું અઘરું બની જાય છે. માટે એ વૃદ્ધિ પામે તે પહેલાં જ સાધકે તેનો ઉચ્છેદ કરવો જોઈએ. [૨૧૫] માતા પિતા છે માતા છે મનની વ8માં રે છે ! पुत्राः सुता मे मित्राणि ज्ञातयः संस्तुताश्च मे ॥७॥ અનુવાદ : આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારા ભાઈ છે, આ મારી બહેન છે, આ મારી પત્ની છે, આ મારા દીકરા છે, આ મારી દીકરી છે, આ મારા મિત્રો છે, આ મારા જ્ઞાતિબંધુઓ છે અને આ મારા પરિચિતજનો છે. ' વિશેષાર્થ : માણસનું પોતાના પરિવાર માટેનું મમત્વ સૌથી મોટું હોય છે. “આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, આ મારી પત્ની છે, આ મારા દીકરાઓ છે, આ મારી દીકરીઓ છે, આ મારા મિત્રો છે, આ મારા જ્ઞાતિબંધુઓ છે, આ મારા પરિચિતજનો છે.” આમ માણસના સંબંધોનો વિસ્તાર વધતો જાય છે. બાળક જન્મે ત્યારથી જ પોતાનાં માતાપિતાદિ તથા ૧૧૭. Jain Education Interational 2010_05 Page #163 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ભાઈભાંડુઓને ઓળખતું થાય છે અને ત્યારથી જ “આ બધાં મારાં છે” એવી જાતનો મમત્વભાવ કેળવાતો જાય છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો જાય છે. વિદ્યાભ્યાસ અને પછી વ્યવસાય વગેરેને કારણે તથા જુદાં જુદાં વર્તુળોમાં, મંડળીમાં જોડાવાથી એનાં મિત્રો અને પરિચિતો વધતાં જાય છે અને જેમ પોતાનું વર્તુળ મોટું તેમ પોતે વધારે આનંદિત થતો જાય છે. પાસે ધન હોય તો ધન ખર્ચીને પણ નવા નવા સંબંધો બાંધવાની અને તે સાચવવાની કળા અને હોશિયારી તે અભિમાનપૂર્વક કેળવતો જાય છે. જેમ પોતાની ઓળખાણો વધારે તેમ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારે એ હકીકત તેની એ પ્રવૃત્તિને પુષ્ટ કરે છે અને એ રીતે દિવસે દિવસે એનું સંબંધોનું વર્તુળ વધતું જાય છે, પણ બિચારાને ખબર નથી હોતી કે આ રીતે વધારેલું વર્તુળ એ તો પોતાની મમતાનો જ વિસ્તાર છે. આધ્યાત્મિક દૃષ્ટિએ છેવટે એ દુઃખદાયી જ બનવાનો છે. [૨૧૬] રૂત્યેવં મમતાવ્યાધ વર્તમાન પ્રતિક્ષUTKI जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥८॥ અનુવાદ : આ પ્રમાણે ક્ષણે ક્ષણે વધતા જતા મમતારૂપી વ્યાધિનો ઉચ્છેદ કરવા માટે માણસ જ્ઞાનરૂપી ભારે ઔષધિ વિના શક્તિમાન થતો નથી. વિશેષાર્થ : સ્વજન-પરિવાર, જ્ઞાતિબંધુઓ અને પરિચિત જનોના વધતા જતા વર્તુળની સાથે સાથે મમતાનો વિસ્તાર વધતો જાય છે. મમતાની સાથે અહંકાર પણ આવ્યા વિના રહેતો નથી. પોતાનાં જે કોઈ હોય તેમાંથી કોઈ સાથે અણબનાવ થતાં તે પારકાં થાય તો માણસનો અહંકાર ઘવાય છે. એમાંથી જાત જાતના અશુભ વિચારો, માઠી અધ્યવસાયો થવા લાગે છે. એથી ચિત્તની અસ્વસ્થતા વધતી જાય છે. એટલે જ અહીં મમતાને માટે “વ્યાધિનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. મમતારૂપી વ્યાધિ માણસને વિવિધ રીતે પીડા કરે છે. આમ જો જોવા જઈએ તો વધતા જતા સંબંધો સાચવવા માટે માણસને જે દોડાદોડી કરવી પડે છે, એથી શારીરિક વ્યાધિ તો થાય છે, પરંતુ સંબંધોમાં પણ ભરતીઓટ થવાને કારણે મનમાં થતાં સંકલેશપરિણામોને લીધે માનસિક વ્યાધિ પણ થાય છે. મમતા સ્થિર રહેતી નથી. એ ક્ષણે ક્ષણે વિસ્તરતી જાય છે. નવી નવી ઓળખાણો કરી સંબંધો વિસ્તારવાની વૃત્તિ માણસમાં સહજ રીતે રહેલી છે. આમ મમતાને કારણે સ્થૂલ દૃષ્ટિએ તો વ્યાધિ થતી જાય છે, પરંતુ એવી વ્યાધિ હજુ જ્યાં ન આવી હોય ત્યાં પોતાના પંથ કે સંપ્રદાય માટેની આંધળી મમતામાં રાચતા જીવો આધ્યાત્મિક વિષમતારૂપી વ્યાધિથી પીડાતા હોય છે. વ્યાધિનું સ્વરૂપ એવું છે કે જો તરત ઉપચાર કરવામાં ન આવે તો તે ઉત્તરોત્તર વધતી ચાલે છે. કેટલીક વખત તે માણસનો જીવ લઈને જંપે છે. વ્યાધિને શાન્ત કરવા માટે ઔષધોપચાર કરવાની જરૂર રહે છે. ઔષધિમાં વ્યાધિને શાન્ત કે નિર્મૂળ કરવાની શક્તિ છે. મમતારૂપી વ્યાધિ શાન્ત કે નિર્મૂળ કરવા માટે જ્ઞાનરૂપી ઔષધિની આવશ્યકતા છે. આત્મજ્ઞાનરૂપી ઔષધિનું સેવન જેવું ચાલુ થાય કે તરત સંબંધોની મમતારૂપી વ્યાધિ ઓછી થવા લાગે. કેટલાંક ઔષધો એવા હોય છે કે વ્યાધિ થવા પૂર્વે તે લેવામાં આવે અથવા તેનું કાયમ સેવન કરવામાં આવે તો વ્યાધિને તે આવવા દેતાં નથી અને વ્યાધિ ન હોય તો પણ તેની કંઈ પ્રતિક્રિયા થવા દેતાં નથી. જ્ઞાનરૂપી ઔષધ પણ એવું જ છે. તે ગમે ત્યારે લઈ શકાય. તે લેવાથી મમતારૂપી વ્યાધિ નીકળી જાય છે. વળી તે વ્યાધિને આવતી અટકાવે છે. આમ જ્ઞાન અને એની પરિણતિ એ કાયમ સેવવા યોગ્ય નિર્દોષ છતાં પ્રબળ અસરકારક ઔષધ છે. ૧૧૮ Jain Education Interational 2010_05 Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર [૨૧૭] મમત્વનૈવ નિઃશંમારંભાયો પ્રવર્તતે कालाकालसमुत्थायी धनलोभेन धावति ॥ ९ ॥ અનુવાદ : મમતાને કારણે માણસ આરંભ વગેરેમાં નિઃશંકપણે પ્રવર્તે છે અને ધનના લોભે કાળે કે અકાળે ઊઠીને તે દોડાદોડ કરે છે. વિશેષાર્થ : મમતાનો પ્રેર્યો માણસ શું શું કરવા નથી પ્રેરાતો ? ‘મારાં માતાપિતા, મારી પત્ની, મારાં સંતાનોને માટે મારે કશુંક કરવું જોઈએ.' એમ મમતાથી તે પ્રેરાય છે એ નિઃશંક છે. આજીવિકાનો પ્રશ્ન સૌથી પ્રથમ ઉપસ્થિત થાય છે. પરંતુ આજીવિકા જેટલું મળી રહે તો તેનાથી એને સંતોષ થતો નથી. સારું મોટું ઘર, સુંદર વસ્ત્રો, સરસ સગવડો વગેરે માટે તે મથવા લાગે છે. એ માટે તે શું કરે છે? કાર્ય કે અકાર્ય એવું કશું તે જોતો નથી. તે આરંભ અને પરિગ્રહ વધારતો જાય છે. એમ કરવામાં તે નિઃશંક બની જાય છે, એટલે કે યોગ્યાયોગ્યતાનો વિચાર કરતો નથી. એ માટે હિંસા, અસત્ય, વગેરેનું આચરણ કરવું પડે તો તે કરે છે. અરે, લોભ વધતાં તે સ્થૂલ કે સૂક્ષ્મ ચોરી કરતાં પણ અટકતો નથી. મતલબ કે કુટુંબ પરિવારને માટે તે ગમે તેવું પાપ કરવા તૈયાર થઈ જાય છે. જીવનનિર્વાહ માટેનું અને સામાજિક પ્રતિષ્ઠા માટેનું સૌથી મોટું સાધન તે ધન છે. ધન કમાવા માટે માણસ દિવસ કે રાત, કાળ કે અકાળ કશું જોતો નથી અને દોટ મૂકવા લાગે છે. તે રાતના ઉજાગરા વેઠે છે, ભૂખેતરસે રખડે છે, ક્યાંનો ક્યાં ઘૂમી વળે છે, ટાઢ તડકો જોતો નથી, અરે ઘડપણમાં પણ ધન માટે તે થાકતો નથી. આ બધું કોણ તેની પાસે કરાવે છે ? પેલી દુષ્ટ મમતા. મમતાનું રૂપ કેવું મોહક છે કે તે માણસને નિચોવી લે છે. [૨૧૮] સ્વયં યેષાં ચ પોષાય વિદ્યતે મમતાવશે: । इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥१०॥ અનુવાદ : મમતાને વશ થઈને પોતે જેઓના પોષણ માટે કષ્ટ વેઠે છે તેઓ આ લોકમાં કે પરલોકમાં પોતાના રક્ષણ માટે કે શરણ માટે સહાયરૂપ થનાર નથી. વિશેષાર્થ : જન્મથી જ માણસ કુટુંબ-પરિવારના સંપર્કમાં આવે છે અને યુવાન થતાં પોતે સંતતિને જન્મ આપે છે. આમ એનો પારિવારિક સંબંધ બેય બાજુ બનેલો રહે છે. માણસ પોતાનાં સંતાનોનાં ઉછેર માટે ઘણું કષ્ટ વેઠે છે. તેમના ભરણપોષણને માટે કમાવા તે દોડધામ કરે છે. તેઓ માંદાં હોય ત્યારે ઉજાગરા કરે છે અને તેમની સેવાચાકરી માટે સતત ચિંતિત રહે છે. સંતાનો માટે માણસ પોતાની જાતને નિચોવી નાખે છે. પરંતુ એ જ સંતાનો મોટાં થઈ પોતાની દુનિયામાં વસવા લાગે છે ત્યારે તેમને માતાપિતા બહુ યાદ આવતાં નથી. માતાપિતા વૃદ્ધ થાય તો એમને બોજારૂપ લાગે છે. તેમની સારસંભાળ રાખવાની કે સેવાચાકરી કરવાની વાત તો દૂર રહી, કેટલાંક તો વાતે વાતે માતાપિતાનું અપમાન કરવા લાગે છે. એમાં પણ આર્થિક આપત્તિ આવે કે રોગ વગેરે થાય ત્યારે તો માતાપિતાની ઘણી કસોટી થાય છે અને પોતાનાં સંતાનો પાછળ વેડફેલા સમય માટે પશ્ચાત્તાપ કરવાનો વખત આવે છે. જે સંતાનો આ જિંદગીમાં જ આશ્રયરૂપ, સહારારૂપ કે રક્ષણરૂપ નથી થતાં તે પરભવમાં તો ક્યાંથી થાય ? 2010_05 ૧૧૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૧૯] મમત્વેન બંદૂન નોલાન્ પુત્યેિકોર્તિધૂનૈઃ सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥११॥ અનુવાદ : મમતાને લીધે માણસ પોતે એકલાએ જ ઉપાર્જન કરેલા ધન વડે ઘણા માણસોનું પોષણ કરે છે, પરંતુ નરકનાં ભયંકર દુઃખો તે એકલો જ સહન કરનાર છે. ' વિશેષાર્થ : માણસ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે એટલે પત્નીનું પોષણ કરવાની એની જવાબદારી રહે છે. વખત જતાં સંતાનો થાય તો તેમના ભરણપોષણ માટે તથા વૃદ્ધ માતા-પિતા અને અશક્ત ભાઈબહેન માટે પણ તેને ધન કમાવા દોડવું પડે છે. આમ તે એકલો કુટુંબ-પરિવાર પ્રત્યેની ગાઢ મમતાને કારણે આરંભાદિ કાર્યો કરે છે. ક્યારેક તો તે ધંધામાં પણ કાળાધોળાં કરે છે, હિંસા કે ચોરીનાં કૃત્યો કરે છે કે કરાવડાવે છે. સ્વજનોને સુખી કરવા માટે આવાં બધાં પાપો તે એકલો કરે છે, પરંતુ જયારે તેનાં ફળ ભોગવવાનાં આવે છે ત્યારે તેની સાથે કુટુંબ-પરિવારમાંથી કોઈ સાથે આવતું નથી. જીવનમાં ક્યારેક તેને જેલમાં જવાનો વખત આવે છે અને ભવાન્તરમાં તેને નરકગતિનાં દુઃખો છે છે. આ બધું તેના અંતરમાં રહેલી મમતાને કારણે બને છે. માણસના હૃદયમાં કુટુંબપ્રેમ ગમે તેટલો ગાઢ હોય તો પણ એણે સૌ પ્રથમ તો હિંસા, ચોરી, લબાડી જેવાં મોટાં પાપો તથા જેમાં બહુ પાપ રહેલું હોય એવા વ્યવસાયો બંધ કરી દેવા જોઈએ. એવું અકાર્ય પોતે તો ન કરવું જોઈએ, પણ બીજા પાસે પણ ન કરાવવું જોઈએ. વળી, પોતાનાં સ્વજનોમાંથી જે સુખેથી પોતાનો નિર્વાહ કરી શકે એમ હોય તેમની આર્થિક જવાબદારીમાંથી પોતે મુક્ત બનવું જોઈએ. પોતાનાં આશ્રિત સ્વજનો માટે પણ તેઓ અતિશય ભોગવિલાસ તરફ ઘસડાય એટલું બધું ધનોપાર્જન ન કરવું જોઈએ. જીવનનિર્વાહ સારી રીતે ચાલી શકતો હોય તો ધનલાલસાને પરિમિત કરતા જવું જોઈએ. મમતાને વશ કરવાથી જ આ બધું થઈ શકે. કર્મસિદ્ધાન્તની દૃષ્ટિએ પોતે કરેલાં કર્મ પોતાને જ ભોગવવાનો વખત મોડો કે વહેલો આવવાનો જ છે એ વાત લક્ષ બહાર ન રહેવી જોઈએ. [૨૨] મમતીન્યો દિ ચેન્નતિ તત્પશ્યતિ ન પતિ ા जात्यंधस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥१२॥ અનુવાદ : જે મમતાથી અંધ છે તે તો જે ન હોય એને જુએ છે. જે જાતિઅંધ (જન્માંધ) છે તે જે છે તેને જોઈ શકતો નથી. આવી રીતે એ બંનેની વચ્ચે મોટો ભેદ છે. ' વિશેષાર્થ : માણસ પોતાનાં ચર્મચક્ષુ વડે જુએ છે અને પોતાની મતિ વડે જોયેલા પદાર્થને ઓળખે છે અને સમજે છે. જે માણસ જન્મ પછી ઘણા કાળે કોઈક રોગને કારણે ચક્ષુ ગુમાવે છે તે માણસ પણ પૂર્વે જોયેલા પદાર્થોને યાદ કરી તેનાં રૂપરંગ સમજી શકે છે. જે માણસ જાતિ અંધ છે એટલે કે જન્મથી જ અંધ છે, અંધ તરીકે જ અવતરેલો છે તેણે તો કોઈ પદાર્થ કે તેનાં રૂપરંગ ક્યારેય જોયાં નથી. બીજાના કહેવાથી તે કંઈક સમજી શકે છે. બીજી બાજુ મમતા એવી વસ્તુ છે કે જે માણસની દૃષ્ટિને ભ્રમિત કરી નાખે છે. તે અંધ જેવો બની જાય છે. જે જાતિ અંધ છે એને તો જે વસ્તુ છે તે દેખાતી નથી. પરંતુ મમતાથી અંધ થયેલા માણસને તો જે વસ્તુ નથી તે દેખાય છે. બંને વચ્ચે આટલો મોટો ૧૨૦ Jain Education Intemational 2010_05 Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર ફરક છે. જે વસ્તુ ન હોય તે ત્યાં જોવી એનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વીની દષ્ટિ દેવ, ગુરુ અને ધર્મના વિષયમાં વિપરીત હોય છે. યથાર્થ સ્વરૂપ તેને સમજાતું નથી માટે તે અંધ સમાન છે. જન્માંધ માણસ તો કોઈક જ્ઞાનીના સંયોગે યથાર્થ સ્વરૂપને જાણી અને સમજી શકે છે. તે ચર્મચક્ષુથી નથી જોઈ શકતો, પણ આંતરચક્ષુ દ્વારા તે કલ્પનાથી નિહાળી શકે છે. પરંતુ મમતાંધ માણસ ચર્મચક્ષુથી જોઈ શકતો હોવા છતાં આંતરચક્ષુ દ્વારા તેનું દર્શન મલિન, અસ્પષ્ટ કે વિપરીત હોય છે. જાત્કંધ અને મમતાંધ વચ્ચે આવો મોટો પાયાનો તફાવત હોય છે. [૨૨૧] પ્રાળાનભિન્નતાધ્યાનાત્ પ્રેમમૂના તતોઽધામ્ । प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥ અનુવાદ : મમતાને વશ થયેલો માણસ, પોતાના પ્રાણનો પણ નાશ કરે એવી પ્રિયાને પોતાનાથી અભિન્ન ધારીને, અતિશય પ્રેમને કારણે, પોતાના પ્રાણ કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે. વિશેષાર્થ : પતિ-પત્ની કે પ્રિયતમ-પ્રિયતમાના સંબંધમાં સ્ત્રીના હાવભાવથી, પ્રેમચેષ્ટાથી, દેહસૌન્દર્યથી કે કામભોગથી પુરુષ એટલો બધો અભિભૂત થઈ જાય છે કે તે પોતાની સ્ત્રીને પોતાના પ્રાણથી પણ પ્યારી ગણવા લાગે છે. તેનો નચાવ્યો નાચે છે. તેના કહેવાથી ન્યાયનીતિ કે લજ્જાદિ બાજુ પર મૂકી અકાર્ય કે ગુનાઓ કરવા લાગે છે. તે એવો ઉન્મત્ત થઈ જાય છે કે સ્ત્રીને ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થઈ જાય છે. તે પોતાની સ્ત્રી સાથે એકરૂપતા અનુભવે છે. તેની સાથે પોતાની અભિન્નતા સમજે છે. ક્યારેક તો એ કહે છે કે ‘અમારાં ખોળિયાં બે છે, પણ જીવ તો એક જ છે.' પુરુષ મમતાને વશ થઈ પોતાનું ભાન ભૂલે છે. સ્ત્રીના હૃદયના ભાવો, તેનાં વચનો અને તેના બાહ્ય હાવભાવ એ ત્રણે વચ્ચે સંગતિ છે કે વિસંગતિ તે સમજવા જેટલી શક્તિ પણ તેનામાં હોતી નથી. કદાચ હોય તો તે મમતાને કારણે હરાઈ જાય છે. એને લીધે જ સ્ત્રી અન્ય પુરુષની સહાયથી કે સહાય વગર ક્યારેક પોતાના પતિનું જ કાસળ કાઢી નાખવાનું કાવતરું કરે તો પણ મોહાંધ પતિને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. સ્ત્રીની દેહરચના અને સ્રીની પ્રકૃતિ એ બંનેમાં પુરુષને મોહાંધ બનાવવાની શક્તિ રહેલી છે. જેવું પુરુષની બાબતમાં તેવું સ્ત્રીની બાબતમાં પણ સંભવે છે. માટે પોતે મમત્વનો ત્યાગ ન કરે ત્યાં સુધી જીવને શુદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. [૨૨૨] વાસ્યસ્થીનિ વશનાન્ મુદ્યું શ્લેષ્મવૃદું વિધુત્ । मांसग्रंथि कुचौ कुम्भौ हेम्नो वेत्ति ममत्ववान् ॥१४॥ અનુવાદ : મમતાવાળો પુરુષ પ્રિયાના દાંત જે હાડકાં જ છે તેને મચકુંદ પુષ્પની કળીઓ માને છે, શ્લેષ્મના ઘર જેવા મુખને ચન્દ્ર માને છે તથા માંસની ગ્રંથિરૂપ સ્તનોને સુવર્ણના કળશરૂપ માને છે. વિશેષાર્થ : મમતાથી તીવ્ર રાગવાળા બનેલા પુરુષને પોતાની પ્રિયતમાનું દેહલાવણ્ય કંઈક અલૌકિક 2010_05 ૧૨૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર લાગે છે. તેના દાંત જે હાડકાં જ છે તે તેને શ્વેત કુંદ પુષ્પની કળી જેવા લાગે છે. શ્લેષ્મથી ભરેલું તેનું મુખ તેને પૂર્ણિમાના ચંદ્ર જેવું દેખાય છે. માંસની ગ્રંથિ જેવા તેના સ્તન તે સુવર્ણના કળશ જેવા જણાય છે. કવિઓ સ્ત્રીના પૂલ સૌન્દર્યનું વર્ણન કરતી વખતે કંઈ કંઈ કલ્પનાઓ દોડાવે છે. ઉપમા, રૂપક, ઉન્નેક્ષા વગેરે કાવ્યાલંકારો દ્વારા સ્ત્રીના અંગાંગોના વર્ણનને તેઓ ચગાવે છે. મોહાંધ બનેલો માણસ તેને સત્ય સમજી તેની પાછળ ઉન્માદવાળો બને છે. જે સ્થૂલ, પાર્થિવ અને નાશવંત છે એવા દેહસૌન્દર્યને મમતાવાળો જીવ એક દૃષ્ટિથી જુએ છે અને તત્ત્વદૃષ્ટિવાળો આત્મજ્ઞાની જીવ જુદી દૃષ્ટિથી જુએ છે. [૨૨૩] ની વીનંત ક્રિયાયામન્ય વ | यस्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्ववान् ॥१५॥ અનુવાદ : જેના મનમાં બીજું છે, વચનમાં બીજું છે અને ક્રિયામાં બીજું છે એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાળો પુરુષ સતી માને છે. ' વિશેષાર્થ : કેટલીક સ્ત્રીઓની ચંચળતા કેટલી બધી હોય છે ! એવી ચંચળ સ્ત્રીઓને પારખવાનું સહેલું નથી. એવી સ્ત્રીના મનમાં કંઈક હોય છે, વચનમાં કંઈક હોય છે અને એનું કાર્ય કંઈક જુદું હોય છે. તે બોલે ત્યારે તેનો આશય કંઈક અલગ જ હોય. ચંચળ સ્ત્રીનું મન અકળ છે. એ પોતાના મનમાં કંઈક વાતને કે ઇરાદાને કે બનેલી ઘટનાને ગોપવીને રાખે છે અને પકડાઈ જતાં અસત્ય બોલે છે અને અસત્ય પણ જ્યારે બરાબર પકડાઈ જાય છે ત્યારે રડવા લાગે છે અને અન્યના ઉપર દોષારોપણ કરવા લાગે છે. એમાં પણ દુરાચારી અને લોલાસી એટલે ચંચળ નયનવાળી સ્ત્રી પોતાના પતિને છોડીને મનથી કોઈકને ઇચ્છતી હોય, વચનથી બીજા કોઈકને ભોળવતી હોય અને ધન વગેરેના પ્રલોભનથી ભોગ વળી ત્રીજા કોઈક સાથે ભોગવતી હોય. ક્યારે તે કોની સાથે જોડાશે તે કળી ન શકાય. આવી દુરાચારી સ્ત્રીમાં કળા એટલી બધી હોય છે કે તે પોતાના પતિને બરાબર વશ રાખે છે. તે એવુ માયાવી વર્તન કરે છે કે પતિને તો એમ જ લાગે કે પોતાની પત્ની તો સાધ્વી જેવી પવિત્ર છે અથવા સાક્ષાત્ સતી છે. મમતાથી અંધ બનેલા પતિને આવું ભાસે એમાં નવાઈ શી ? અહીં મમતાયુક્ત પુરુષને અનુલક્ષીને કેટલીક માયાવી, દુરાચારી સ્ત્રીનું ચિત્ર આપવામાં આવ્યું છે. કેટલાક પુરુષો પણ આવા માયાવી, દુરાચારી અને પ્રપંચી હોય છે; પરંતુ મમતાને કારણે સ્ત્રી એમને ઓળખી શકતી નથી. [૨૨૪] યા પાર્વે િનિui પ્રાઈસિંગ ! दुर्वृत्तां स्त्री ममत्वांधस्तां मुग्धामेव मन्यते ॥१६॥ અનુવાદ : પ્રાણ જાય તેવાં અકાર્યોમાં પણ જે પોતાના રાગી પુરુષને પ્રવર્તાવે છે એવી દુરાચારી સ્ત્રીને મમતાથી અંધ થયેલો માણસ મુગ્ધા તરીકે જ માને છે. વિશેષાર્થ : જ્યારે સ્વાર્થ પ્રબળ બને છે અને ભોગતૃષ્ણા વકરે છે ત્યારે કેટલીક વાર સ્ત્રી પોતાના પતિ કે પ્રિયતમને અકાર્ય કરવા માટે પ્રેરે છે. ચોરી, દાણચોરી, લાંચરુશવત, લૂંટફાટ, ખૂન કે વ્યભિચાર ૧ ૨ ૨. Jain Education Interational 2010_05 Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર જેવાં, રાજ્યની શિક્ષાને પાત્ર એવાં અપકૃત્યો કે જે પકડાય તો કેદની ભારે સજા થાય અથવા દેહાંતદંડ થાય તેવા ગુનાઓ અથવા જે કાર્યો કરતાં બીજાની સાથે મારામારીમાં ઊતરવું પડે અને તેમ કરતાં પ્રાણ જાય એવું સંકટ ઊભું થવાનો ભય રહે એવાં દુષ્કૃત્યો પોતાના પુરુષ દ્વારા કરાવતી વખતે સ્ત્રીને એના જીવ કરતાં પણ પોતાને થતી પ્રાપ્તિ વહાલી હોય છે. મૂર્ખ માણસ આ સમજી શકતો નથી. કેટલીક વાર અબુધ સ્ત્રીને એવાં ભયસ્થાન સમજાતાં નથી. કેટલીક કપટી સ્રીઓ એ જાણતી હોવા છતાં એવું દુષ્ટ સાહસ પોતાના પતિ પાસે કરાવવા તૈયાર થાય છે. સ્રીથી ભોળવાયેલો વિષયાસક્ત, મોહાંધ પુરુષ, તેવાં અપકૃત્યો કરવા તૈયાર થઈ જાય છે. એટલું જ નહિ, એવું અપકૃત્ય કરતી વખતે પણ એને સ્ત્રીના કપટી આશયનો ખ્યાલ આવતો નથી. ‘એ તો બિચારી કેટલી બધી ભોળી છે, મુગ્ધા છે' એવાં વચનો જ તે મનમાં કે પ્રગટ ઉચ્ચારતો રહે છે. મમત્વને કારણે સ્ત્રીના ભયંકર દુષ્ટાશયને ન સમજવાની પુરુષની બિનઆવડતનું તો કહેવું જ શું ? [૨૨૫] ચાંચ્છાવિતમાંમાસ્થિ-વિમૂત્રપિીપિ । वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृंभितम् ॥१७॥ અનુવાદ : ચામડાથી ઢંકાયેલાં માંસ, અસ્થિ, વિષ્ટા અને મૂત્રની પેટીરૂપી સ્ત્રીઓ વિશે જે પ્રિય લાગવાપણું છે તે તો મમતાનો જ વિલાસ છે. વિશેષાર્થ : સ્ત્રી પ્રત્યે પુરુષનું જે મમત્વ છે તે તત્ત્વદૃષ્ટિએ કેટલું હીન પ્રકારનું છે, ગંદકીમય છે તે આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે. ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે અને મમતાનો ત્યાગ કરાવવા માટે પ્રાચીન કાળથી સર્વ ભારતીય તત્ત્વમીમાંસકોએ આ જ શૈલી અપનાવી છે. સ્ત્રીનું વર્ણન બાહ્યદૃષ્ટિએ બહુ સૌન્દર્યભરેલું લાગે, પણ વાસ્તવમાં સ્ત્રીનો દેહ એટલે શું ? સ્ત્રીના દેહ ઉપર સુંદર ચામડી છે માટે એ સુંદર લાગે છે, પણ એની અંદર શું ભર્યું છે ? એ શરીરની અંદર માંસ છે, હાડકાં છે, રુધિર છે, શ્લેષ્મ છે, પિત્ત છે, મૂત્ર છે, વિષ્ટા છે. જરિયાન વસ્રની કોથળી ઉપર અત્તર છાંટેલું હોય, પણ અંદર મળમૂત્રાદિ ભરેલાં હોય એવી કોથળી કોઈ આપે તો તે લેવાનું અને ઘરમાં સાચવી રાખવાનું કોને ગમશે ? સ્ત્રીનો દેહ આ પ્રકારની પિઠરી જેવો છે, એટલે કે એવી હાંડલી કે વાસણ કે પેટી જેવો છે. આવો એ દેહ હોવા છતાં પણ પુરુષને એ અત્યંત પ્રિય લાગે છે. એ જ દેહ શબ રૂપે હોય તો માણસને તે ઘરમાં રાખવો નહિ ગમે. એનો અર્થ એ થયો કે મમતાની જ આ બધી લીલા છે અને એ લીલાનો જ આ બધો વિસ્તાર છે. અહીં સ્ત્રીના દેહની જ વાત કરવામાં આવી છે. એથી એમ સમજવાનું નથી કે પુરુષનો દેહ હાડકાં, માંસ અને મળમૂત્ર વગરનો છે. એ પણ એવો જ છે એમ સમજી સ્ત્રીઓએ પણ મમતાને દૂર કરવાનો બોધ લેવાનો છે. વસ્તુતઃ જુગુપ્સાભર્યું વાસ્તવિક ચિત્ર વૈરાગ્ય માટે પ્રેરક બને છે. [૨૨૬] તાલયનું વાનાં તાતેત્યેવં વ્રતે મમત્વવાન્ । वेत्ति च श्लेष्मणा पूर्णामंगुलीममृतांचिताम् ॥१८॥ અનુવાદ : મમત્વવાન પુરુષ પોતાના બાળકને લાડ લડાવતી વખતે ‘હા, બાપા !' એમ 2010_05 ૧૨૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કહીને બોલાવે છે અને શ્લેષ્મથી ખરડાયેલી તેની આંગળી જાણે અમૃતથી ચોપડેલી હોય તેવી માને છે. વિશેષાર્થ : સાંસારિક સંબંધોમાં જ્યાં મમતા હોય છે ત્યાં કેટલીક વાર વિચિત્ર અને સૂગ ચડે એવું વર્તન પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે પોતાના બેચાર વર્ષની નાની ઉંમરના દીકરાને બાપ મમતાપૂર્વક બહુ વહાલથી રમાડતો હોય ત્યારે “હા, બાપા, હા' એમ કહે છે. (સંસ્કૃત ભાષામાં લાડથી “તાત’ શબ્દ કહેવાય છે.) અથવા બાળક રડતું હોય તો “છાનું રહે બાપા” એમ કહે છે. પોતે બાપ હોવા છતાં દીકરાને બાપ કહે છે. એટલે કે પોતે દીકરાનો દીકરો બને છે. આ એક પ્રકારની ઘેલછા છે અને તે લાડકોડને કારણે તથા મમતાને કારણે થાય છે. આવા તો કેટલાય વિચિત્ર, વિસંગત શબ્દો વહાલને કારણે, મમતાને લીધે બોલાય છે. વળી આ તો એક પિતા-પુત્રના સંબંધનું ઉદાહરણ આપ્યું. અન્ય સંબંધોમાં પણ મમતાને કારણે ગાંડાં ઉચ્ચારણો થાય છે. નાના બાળકને રમાડવાની વાતનો વધુ વિચાર કરીએ તો બાળકની પ્લેખથી ભરેલી આંગળી હોય, બાળકે તે પોતાના નાકમાં નાખી હોય અને પછી તે આંગળી પિતાના મોઢામાં નાખે તો પિતાને એમાં કશું અરુચિકર જણાતું નથી. બલકે કોઈક તો વહાલથી તે દીકરાની આંગળી પર અમૃત ચોપડ્યું હોય એવા ભાવપૂર્વક તે પ્રસન્નવદને બાળકને રમાડે છે અને એક વાર નહિ પણ વારંવાર આંગળી ચાટીને દીકરાને હસાવે છે અને રમાડે છે. માણસ પાસે મમતા કેવું વિડંબનાત્મક, હાસ્યાસ્પદ, અરુચિકર અને અશુચિમય વર્તન કરાવે છે તે આવા પ્રસંગે જોઈ શકાય છે. [૨૨૭] પંપિ નિ:શંા સુતપંગ્નિ કુંતિ ! तदमेध्येऽपि मेध्यत्वं जानात्यंबा ममत्वतः ॥१९॥ અનુવાદ : મમતાને લીધે માતા કાદવથી ખરડાયેલા પુત્રને નિઃશંક થઈ પોતાના ખોળામાંથી નીચે મૂકતી નથી અને એની વિષ્ટામાં પણ તેને પવિત્રપણું જણાય છે. વિશેષાર્થ : પિતાની પોતાના નાના બાળક માટેની મમતા કેવી હોય છે તેનું ઉદાહરણ આપ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ હવે માતાનું ઉદાહરણ આપે છે. માતાને પણ પોતાના નાના બાળક માટે અતિશય મમતા હોય છે. કાદવથી ખરડાયેલું બાળક આવીને ખોળામાં બેસી જાય તો મા તેને ખોળામાંથી બહાર કાઢતી નથી. બાળકની ધૂળથી પોતાનો ખોળો મલિન થાય તો તેથી પોતાની જાતને તે ધન્ય માને છે. બાળક ખોળામાં મળમૂત્ર કરે તો મા તેને તરત બહાર મૂકી દેતી નથી. એ તો બાળક છે, અણસમજુ છે એમ કહી એ પોતાના બાળકને ખોળામાં મળમૂત્ર પણ કરવા દે છે. અન્યથા જે અપવિત્ર વસ્તુ ગણાય તેને તે પવિત્ર માને છે. નાનાં સંતાનો માટે માતાપિતાને અતિશય વહાલ હોય છે. એથી પોતાનાં બાળકની અશુચિ પોતાને ખૂંચતી નથી. પરંતુ બીજાનાં બાળકોની અશુચિ એમને ખૂંચે છે. વસ્તુતઃ સાંસારિક જીવનમાં આવા ભાવો યોગ્ય મનાતા હોય તો પણ તત્ત્વદષ્ટિએ તો એ માત્ર રાગનું જ પરિણામ છે. એટલે કે આ બધી મમતાની જ લીલા છે. ૧ ૨૪ Jain Education Interational 2010_05 Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર [૨૨૮] માતાપિત્રાદિસંવંથોનિયત પિ મમત્વતઃ | | મૂકવતાં નૈવત્યેનાવિમાન્ત પર અનુવાદ : માતા, પિતા વગેરેનો સંબંધ અનિયત છે, તો પણ મમત્વને લીધે દઢ ભૂમિ ઉપર રહેલી ભ્રમવાળી વ્યક્તિને તે નિત્ય જણાય છે. વિશેષાર્થ : જન્મજન્માન્તરના પરિભ્રમણની દૃષ્ટિએ નિહાળીએ તો સાંસારિક સર્વ સંબંધો અનિત્ય છે. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી વગેરે સર્વ સાથેના આ ભવના સંબંધો દરેક ભવમાં એ જ રીતે રહેતા નથી. પૂર્વે બાંધેલાં કર્મ અનુસાર ઋણાનુબંધ પૂરો થતાં એક જીવ ક્યાંક જાય છે અને બીજો જીવ બીજે જાય છે. ઋણાનુબંધનો પ્રકાર બદલાતાં ભવનાન્તરમાં સંબંધોમાં પણ પરિવર્તન આવે છે. બંનેનો મનુષ્યભવ હોય તો પણ એક ભવની માતા તે બીજા ભવની પત્ની બને છે. એક ભવની પત્ની તે બીજા ભવની બહેન, કાકી, મામી કે નોકરાણી બને છે. આમ સંબંધોની અનિત્યતા પ્રવર્તે છે. વળી એક જ ભવમાં પણ કેટલાયના કૌટુમ્બિક સંબંધો સ્વાર્થ, સંઘર્ષ કે વેરઝેરને કારણે સ્થિર રહેતા નથી. આમ છતાં મુર્ખ પ્રાણી મમતાને લીધે ચિત્તભ્રમ થતાં પોતાના સંબંધોને નિત્ય માનવા લાગે છે. એ માટે ઉદાહરણ આપવામાં આવે છે કે માણસ જે ધરતી પર ઊભો હોય તે ધરતી સ્થિર અને દઢ છે, ૫ ચક્કર આવે ત્યારે એને ધરતી ફરતી લાગે છે. તેવી જ રીતે અનિત્ય સંબંધો જે નિત્ય જેવા ભાસે છે તેમાં તેવો જ વિપર્યાસ રહેલો હોય છે. વળી, માનસશાસ્ત્રીય દષ્ટિએ પણ એવું બને છે કે જે ઘટના રોજની હોય એના સંસ્કાર ચિત્તરૂપી ભૂમિમાં એટલા બધા દેઢ બની જાય છે (conditioning થઈ જાય છે) કે માણસને એમ ભાસે છે કે માતાપિતા વગેરે સાથેના પોતાના જે સંબંધો છે તે અનંતકાળ સુધી એવા ને એવા નિત્ય રહેવાના છે. મમતાને કારણે માણસની દૃષ્ટિ ઉપર જે આવરણ આવી જાય છે તે તેને યથાર્થ દર્શન થવા દેતું નથી. [૨૨૯] fમન્ના: પ્રત્યેત્મિાનો વિમન્ના: પન્ના Iિ __ शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥२१॥ અનુવાદ : પ્રત્યેક આત્મા ભિન્ન છે. પુદ્ગલો પણ ભિન્ન છે. બધા સંબંધો શૂન્ય છે. આ પ્રમાણે જે જુએ છે તે જ જુએ છે. ' વિશેષાર્થ : તત્ત્વદૃષ્ટિથી સમગ્ર સંસારનું સૂક્ષ્મ અવલોકન કરવામાં આવે તો જણાશે કે પ્રત્યેક દેહમાં રહેલો આત્મા ભિન્ન ભિન્ન છે. બાહ્ય દૃષ્ટિએ પણ બે જીવના ચહેરા મળતા આવતા નથી. બે જીવનું જીવન પણ એકસરખું હોતું નથી. ફક્ત મનુષ્યો જ નહિ, ચારે ગતિના જીવોની દૃષ્ટિએ વિચારીએ તો અનંતાનંત આત્માઓથી ભરેલા આ સંસારમાં દરેકનો આત્મા જુદો જુદો છે. આત્માઓ કઈ ગતિમાંથી આવ્યા ને કઈ ગતિમાં ગયા અને કેવા પ્રકારના ઋણાનુબંધે શરીર ધારણ કર્યું અને એકબીજાના સંસર્ગમાં આવ્યા તે કેવળજ્ઞાની સિવાય કોણ કહી શકે ? જેમ જીવોના વિષયમાં ભિન્નપણું છે તેમ પુદ્ગલના વિષયમાં પણ ભિન્નપણું છે. પ્રત્યેક પુદ્ગલ ભિન્ન ભિન્ન છે. પુદ્ગલો એકબીજાની સાથે જોડાય છે. પુદ્ગલ આત્માની સાથે જોડાય છે અને જુદા જુદા પ્રકારના દેહનું નિર્માણ થાય છે, પરંતુ તે દરેકનો ૧ ૨૫ 2010_05 Page #171 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સંબંધ તે સાંયોગિક સંબંધ છે. પુદ્ગલની તથા ચેતનની પૃથકતા રહેલી છે. પુદ્ગલ અને આત્માના સંસર્ગો અંતે શૂન્યવત્, નાશવંત છે. ચેતન અને જડ એ બંનેનાં સ્વભાવ અને લક્ષણ ભિન્ન ભિન્ન છે. એક જ દેહમાં આત્મા અને પુદ્ગલ એકક્ષેત્રાવગાહે રહેલાં હોવા છતાં એક બીજાથી ભિન્ન છે. બંનેનાં પરિણમન પણ ભિન્ન ભિન્ન છે. આ પ્રમાણે સંસારને તત્ત્વદષ્ટિથી એટલે કે પરમાર્થ દષ્ટિથી જે જોઈ શકે છે તે જ સાચું જુએ છે એમ કહી શકાય. ચર્મચક્ષુથી જોનાર અજ્ઞાનીને સંસાર જેવો દેખાય છે તેના કરતાં તત્ત્વદૃષ્ટિથી જોનાર જ્ઞાનીને સંસાર જેવો દેખાય છે તે જુદો છે. એમાં જ્ઞાનીનું દર્શન જ સાચું છે. જ્ઞાનીના દર્શન પ્રમાણે પૌગલિક સંબંધો અશાશ્વત છે અને એટલા માટે પણ તેમાં “મારાપણા'નો એટલે કે મમતાનો ભાવ રાખવા જેવો નથી. [૨૩] મહંતામત્તે સ્વત્વસ્વીત્વ_મહેતુ | भेदज्ञानात्पलायेते रज्जुज्ञानादिवाहिभीः ॥२२॥ અનુવાદ : જેમ રજુના જ્ઞાનથી સર્પનો ભય નષ્ટ થાય છે, તેમ ભેદજ્ઞાનથી સ્વત્વ (હુંપણું) અને સ્વકીયત્વ (મારાપણું) રૂપી ભ્રમના હેતુ એવાં અહંતા અને મમતાનો નાશ થાય છે. ' વિશેષાર્થ : અહંકાર અને મમકાર એ બે જીવને જમાડનારાં મોટાં તત્ત્વો છે. અહંકારમાં સ્વત્વ છે. હું પોતે' એવો અભિમાનનો ભાવ રહે છે. મમતામાં સ્વીય––“આ મારું છે' એવો ભાવ રહે છે. અહંકાર અને મમતા એ બંને દેહની સાથે સંકળાયેલાં છે. “આ દેહ તે મારો છે' એવો ભાવ જયાં સુધી રહે ત્યાં સુધી હું આવો ધનવાન, રૂપવાન, સત્તાશાળી છું;' “આ બધું મેં કર્યું; “મારા વગર કોઈથી થાય નહિ”“હું હતો તો જ આ બધું થયું. નહિ તો કશું થાત નહિ–આવાં આવાં અભિમાનનાં વચનો નીકળે છે. તેવી જ રીતે અન્ય માણસો અને પદાર્થો સાથે પોતાપણાનો દઢ ભાવ તે પણ મમતા છે. એને કારણે “આ ઘર મારું છે, આ મારી દુકાન છે, આ મારી મોટરકાર છે, આ મારી પત્ની છે, આ મારો દીકરો છે –એવાં એવાં મમતાભર્યા વચનો નીકળે છે. પણ જ્ઞાનીઓ કહે છે કે આ બધી ભ્રમજાળ છે. અજ્ઞાનની એ લીલા છે. એ માટે રજુ-સર્પનું દૃષ્ટાન્ત પ્રાચીન કાળથી જાણીતું છે. અંધારામાં દોરડું દેખાય, પણ તે હોય સર્પ અથવા સર્પ દેખાય પણ તે હોય દોરડું. પ્રકાશ થતાં તે ભ્રમ ભાંગી જાય છે. દોરડું હોય તો ભય ચાલ્યો જાય અથવા સાપ હોય તો ભયથી પોતે આઘો ભાગી અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન થાય તો તેની સાથે જ અહંતા અને મમતાનો વિલય થઈ જાય છે. માટે અહંતા અને મમતા એ ભેદજ્ઞાનનાં મોટાં શત્રુ છે અને આત્માર્થી દ્વારા એનો પરાજય થવો જ ઘટે. હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી, ત્રિકાળી ધ્રુવ એવો આત્મા છું. દેહ તે મારો નથી. દેહનાં સુખ તે મારાં નથી- આવી ભાવના વારંવાર ભાવતાં ઉપયોગ આત્મા તરફ વળે છે. સાધનાથી ભેદજ્ઞાન થવા લાગે છે. પરિણામે અહંકાર અને મમતા ક્ષીણ થતાં જાય છે. [૨૩૧] બ્રિતિતિ નિસાસા તત્ત્વીન્તજ્ઞાનસન્મસ્થી ! व्यासंगमेव नोत्थातुं दत्ते व ममतास्थितिः ॥२३॥ અનુવાદ : “આ શું છે ?’ એ પ્રકારની, તત્ત્વજ્ઞાનના વિષયમાં સન્મુખ થયેલી ૧૨૬ Jain Education Intemational 2010_05 n International 2010_05 Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજ, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર જિજ્ઞાસા વ્યાસંગ (આસક્તિ)ને જ ઉત્પન્ન થવા દેતી નથી, તો પછી મમતાની સ્થિતિ ક્યાંથી સંભવે? વિશેષાર્થ : એકંદરે તો સંસારમાં ઘણાખરા જીવો પોતાને જે જીવન પ્રાપ્ત થયું છે તે પ્રવાહપતિત થઈને ભોગવે છે અને એમ જીવન પૂરું થઈ જાય છે. પણ કેટલાય જીવોને જાતજાતની જિજ્ઞાસા થાય છે. “આ આમ કેમ છે ?' “આમ શાથી થયું ?' “આ કોણે કર્યું ?' “કેવી રીતે કર્યું ?' - આવી આવી તેઓને કુતૂહલવૃત્તિ રહે છે. કેટલાકની એવી જિજ્ઞાસા ભૌતિક પદાર્થો પૂરતી સીમિત હોય છે અને કેટલાકને જડ અને ચેતન ઉભય માટે એવા પ્રશ્નો થાય છે. જેઓ આ ખોજ કરતાં કરતાં મૂળ તત્ત્વ સુધી પહોંચવાનો પુરુષાર્થ કરે છે તેને જડ અને ચેતનાના સ્વભાવનું, સાંસારિક સંબંધોનું રહસ્ય સમજાય છે. એનું યથાર્થ દર્શન થતાં કેટલીય વ્યક્તિઓ કે વસ્તુઓ પ્રત્યેનો વ્યાસંગ એટલે કે આસક્તિ તૂટવા લાગે છે. જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી રાગ છે અને મમતા છે. જેવી આસક્તિ ગઈ કે તેની સાથે રાગ અને મમતા ચાલ્યાં જવાનાં. એનો અર્થ એ થયો કે જીવનમાંથી મમત્વના ભાવને દૂર કરવો હોય તો તત્ત્વરુચિ જગાવવી જોઈએ અને એને પોષવી જોઈએ. તત્ત્વજ્ઞાનનો રસ એવો ઉત્કૃષ્ટ છે કે એક વખત જો એનો સ્વાદ ચાખ્યો તો પછી બાકીની બધી પદ્ગલિક સૃષ્ટિ તુચ્છ અને નીરસ લાગવા માંડશે. [૨૩૨] પ્રિયાથઃ પ્રિયાપ્રëિ વિના પિ યથા તિઃ. न तथा तत्त्वजिज्ञासो-स्तत्त्वप्राप्ति विना वचित् ॥२४॥ અનુવાદ: જેમ પ્રિયાને ઇચ્છવાવાળા પુરુષને પ્રિયાની પ્રાપ્તિ વિના બીજા કશામાં પ્રીતિ થતી નથી, તેમ તત્ત્વની જિજ્ઞાસાવાળાને તત્ત્વપ્રાપ્તિ વિના બીજા કશામાં પ્રીતિ થતી નથી. વિશેષાર્થ : ગ્રંથકારે અહીં સરસ વ્યાવહારિક દૃષ્ટાન્ત આપ્યું છે. જે માણસને જે વિષયની લગની લાગે છે તે તેની પાછળ રચ્યોપચ્યો રહે છે. તેને બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. યુવાનીમાં પ્રિયતમ અને પ્રિયતમાના પ્રણયાનુભવના આરંભના દિવસોમાં વિરહ અસહ્ય બને છે. આવો વિરહાગ્નિ જયારે પ્રજવલિત થાય છે ત્યારે એને અન્ય કોઈ ઉપચાર ગમતા નથી. પ્રિય પાત્રની પ્રાપ્તિ જ એને શાન્તિ પમાડે છે. ક્યારેક તો વિરહીજનનો વિરહ એટલો બધો પ્રદીપ્ત થાય છે કે એકેએક પદાર્થમાં એને પ્રિયજનનાં દર્શન થાય છે. એ પદાર્થોની સાથે એ ઉન્માદપૂર્વક કાલ્પનિક સંભાષણ પણ કરવા લાગે છે. (એટલે તો કહેવાયું છે કે સંસારમાં સર્વત્ર પરમાત્માનાં દર્શન વિરહીજનની જેમ કરવાં. પરમાત્માનો વિરહ સતત, સર્વત્ર સાલવો જોઈએ.) તત્ત્વરુચિની બાબતમાં પણ એવું જ હોવું ઘટે. તત્ત્વજ્ઞાનનો અને સ્વસ્વરૂપમાં રમણતાનો વિષય એટલો ઊંડો, ગહનગંભીર અને રહસ્યવાળો છે કે એમાં જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવાં નવાં તત્ત્વોનો પ્રકાશ પ્રાપ્ત થતો જાય છે. તત્ત્વરુચિવાળાને પણ, વિરહની જેમ, કાળ કેટલો ગયો તેનું ભાન રહેતું નથી. આવી તત્ત્વરુચિ એકવખતે જાગે પછી પૌગલિક પદાર્થો, પરદ્રવ્યો કે પરભાવો માટેની મમતા દૂર અને દૂર ભાગવા લાગે છે. Jain Education Interational 2010_05 For Priv 9 Sonal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૩૩] મત પુર્વ હિ વિજ્ઞાસાં વિઠંમતિ મમત્વથી ! विचित्राभिनयाक्रान्तः संभ्रान्त इव लक्ष्यते ॥२५॥ અનુવાદ : એટલે જ મમત્વબુદ્ધિ જિજ્ઞાસાને અટકાવી રાખે છે. એથી જ વિચિત્ર પ્રકારના અભિનયથી વ્યાપ્ત થયેલો તે બહાવરા જેવો દેખાય છે. વિશેષાર્થ : મમતા અને તત્ત્વજિજ્ઞાસા એ બંનેની એકબીજા ઉપર ક્રિયાપ્રતિક્રિયા ચાલ્યા કરે છે. મમતાનું જોર વધે તો તત્ત્વજિજ્ઞાસાની વૃત્તિ ઘટે અને તત્ત્વજિજ્ઞાસા માટે રુચિ વધે તો મમતાનું બળ મંદ પડી જાય. જ્યારે મમતાનું ઘણું જોર વધી જાય છે ત્યારે એવી મમત્વબુદ્ધિવાળા માણસની જિજ્ઞાસા શાંત પડી જાય છે. તે બિચારો સંભ્રમવાળો થઈ જાય છે. તે ગભરાટ અનુભવે છે. તેના ચ હાવભાવ સ્વસ્થ નથી રહેતા, પણ સંજોગાનુસાર સારા-માઠા પ્રતિભાવો સહજ રીતે કે કૃત્રિમ રીતે દર્શાવનારો તે બની જાય છે. જાણે નાટકના પાત્રની જેમ તે મમતાને કારણે વિવિધ અભિનય કરતો ફરે છે. માટે જ તત્ત્વજિજ્ઞાસા ધરાવનારે મમતાના જોરને વધવા દેવું ન જોઈએ. [૨૩૪] ધૃતો યો ન મમતા હતા ને સમતાડડદતા | न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥२६॥ અનુવાદ : જેણે યોગ ધારણ કર્યો, પરંતુ મમતાનો નાશ ન કર્યો, સમતાનો આદર ન કર્યો અને તત્ત્વ જાણવાની ઈચ્છા ન કરી એનો જન્મ નિરર્થક ગયો છે. વિશેષાર્થ : સંસારનું અવલોકન કરતાં જણાશે કે અસંખ્ય લોકોનું જીવન પારમાર્થિક દૃષ્ટિએ નિરર્થક વેડફાઈ જતું હોય છે. જન્મ્યાં, મોટા થયાં, પરણ્યાં, હૈયાંછોકરાં મોટાં કર્યા, પરણાવ્યાં અને પોતાનું જીવન પૂરું કરી સંસારમાંથી વિદાય લીધી. પારમાર્થિક દૃષ્ટિએ કશું જ પામ્યા નહિ. સમગ્ર સંસારમાં મિથ્યાત્વનો અંધકાર ફેલાયેલો છે. અહં અને મમતા એમાં મોટો ભાગ ભજવે છે. કેટલાક માણસોમાં તત્ત્વજિજ્ઞાસા પ્રગટ થાય છે ત્યારે એમની મમત્વ બુદ્ધિ ઓછી થવા લાગે છે. જેમ મમત્વબુદ્ધિ ઓછી થતી જાય તેમ જીવનમાં સમતા દૃઢ થતી જાય. આમ છતાં ગૃહસ્થ જીવન જીવવું અને મમતાનો ત્યાગ કરી સમતામાં રમવું એ તો કોઈક વિરલ જ કરી શકે. કેટલાક એ માટે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી યોગી કે મુનિ બને છે. જો કે સંસારનો ત્યાગ કરીને, મહાવ્રતો અંગીકાર કરીને મુનિ બનવાનું ઘણું જ અઘરું છે. સંસારમાં પાંચ-સાત ટકા માણસો પણ એ માર્ગે જઈ શકતા નથી. પરંતુ એ માર્ગે ગયા પછીથી પણ મમતા ન સતાવે એવું નથી. મમતા સતાવે એટલે સમતા દેઢ ન થાય અને તત્ત્વજિજ્ઞાસા પણ દઢ ન થાય. જેઓ યોગી નથી થયા તેને માટે તો બધું નિરર્થક છે, પરંતુ જેઓ યોગી થયા છે તેઓ પણ જો મમતાનો ત્યાગ ન કરે, સમતાને દઢ ન કરે અને તત્ત્વરુચિને ન ખીલવે તો તે મુનિનો વેષ નિરર્થક નીવડે છે. [૨૩૫] નિજ્ઞાસા વ્ર વિશ્વ મમતાનાશાપુમ | अतस्ताभ्यां निगृह्णीयादेनामध्यात्मवैरिणीम् ॥२७॥ અનુવાદ : જિજ્ઞાસા અને વિવેક એ બે મમતાનો નાશ કરનારાં છે. એટલા માટે એ બે વડે અધ્યાત્મની વૈરિણીનો નિગ્રહ કરવો જોઈએ. ૧૨૮ Jain Education Intemational 2010_05 Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ બીજો, અધિકાર આઠમો : મમત્વ-ત્યાગ અધિકાર વિશેષાર્થ : આ અધિકારમાં મમતાનું સ્વરૂપ સમજાવ્યા પછી અંતે ગ્રંથકાર મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કહે છે કે આવી મમતાનો જો નાશ કરવો હોય તો તે માટે બે શસ્ત્રો છે :. જિજ્ઞાસા અને વિવેક. જિજ્ઞાસાથી વસ્તુનું આંતર અને બાહ્ય સ્વરૂપ સમજી શકાય છે. વિવેકથી તેમાં શું હેય છે અને શું ઉપાદેય છે તે પારખી શકાય છે. દુશ્મનનો નાશ કરવો હોય તો દુશ્મન કેવા પ્રકારનો છે અને એની તાકાત કેટલી છે તે જાણવું જોઈએ. વળી તેનો નાશ કરવા માટે કઈ યુક્તિપ્રયુક્તિ કામ લાગશે તે વિચારવું જોઈએ. અંધારામાં ગમે ત્યાં જોરજોરથી ડાંગ ફંગોળવાથી દુશ્મનને તે વાગતી નથી અને આપણે થાકી જઈએ છીએ. પરંતુ દુશ્મન ક્યાં છે તે બરાબર પારખી લઈને તે દિશામાં જોરથી ફટકો મારવાથી તે દુશ્મનને બરાબર વાગે છે. તેવી રીતે મમતારૂપી વૈરિણીનો જો નાશ કરવો હોય તો તે જિજ્ઞાસા અને વિવેકથી કરી શકાશે. જિજ્ઞાસા અને વિવેકથી તત્ત્વદૃષ્ટિ ખીલે છે અને એથી મમતાનું સાચું સ્વરૂપ સમજાય છે. યાદ રાખવું કે મમતા એ કોઈ એવી કાચીપોચી દુશ્મન નથી કે થોડી વારમાં જીતાઈ જાય. તેણે તો અનંતકાળથી સંસારના અસંખ્ય લોકોને હરાવ્યા છે. લોભામણા સ્વરૂપથી, છળકપટ કરીને, રૂપ બદલીને, કંઈક મહાત્માઓને એણે લલચાવ્યા છે અને પરાજિત કરી પછાડ્યા છે. માટે એવી મમતાનો નિગ્રહ કરવા માટે બહુ હોશિયારીથી અને સાવચેતીથી અડગપણે આગળ વધવું જોઈશે. જિજ્ઞાસા અને વિવેક એ બે, એ માટે ધારદાર અને અસરકારક શસ્ત્રો છે. કોઈ કહે કે મમતાનો નાશ કરવાની જરૂર શી છે ? ભલે ને એ એનું કામ કરતી. તો એનો ઉત્તર એ છે કે મમતા એ અધ્યાત્મની વૈરિણી છે. તમે એનો નાશ નહિ કરો તો એ તમારી અધ્યાત્મશક્તિનો નાશ કર્યા વગર નહિ રહે. મમતાને એવી દયાળુ સમજશો નહિ. એ પોતાનો દાવ ખેલ્યા વગર રહેશે જ નહિ. યુદ્ધમાં બેમાંથી એક અવશ્ય પરાજિત થાય છે. મમતા અને અધ્યાત્મના યુદ્ઘમાં જો તમારી મમતાનો પરાજય નહિ થાય તો તમારા અધ્યાત્મનો પરાજય નિશ્ચિત જ છે. માટે જિજ્ઞાસા અને વિવેક વડે વેળાસર મમતાનો પરાજય કરવો એ તમારે માટે કર્તવ્યરૂપ છે અને તમારા આત્માના જ હિતમાં છે. 2010_05 इति ममतात्यागाधिकारः । મમતાત્યાગ અધિકાર સંપૂર્ણ. ૧૨૮onal Use Only For Privat Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો અધિકાર નવમો. 7 સમતા અધિકાર [૨૩૬] ત્યયાં મમતાય નમતા થતે સ્વત: स्फटिके गलितोपाधौ यथा निर्मलतागुणः ॥१॥ અનુવાદ : જેમ “ઉપાધિ' ટળી જતાં સ્ફટિકમાં રહેલો નિર્મળતાનો ગુણ પોતાની મેળે પ્રગટ થાય છે, તેમ મમતાનો ત્યાગ થતાં સમતા સ્વતઃ વિસ્તાર પામે છે. ' વિશેષાર્થ : મમતા વિશેના અધિકાર પછી ગ્રંથકારે સમતા વિશે આ અધિકાર આપ્યો છે. મમતા અને સમતા પરસ્પર વિરુદ્ધ છે. એટલે મમતા ચાલી જાય તો સમતા આપોઆપ આવી જાય. રાગ અને વૈષ મમતાની સાથે જોડાયેલાં છે. જેવા રાગ અને દ્વેષ દૂર થાય કે સમતા સ્વાભાવિક રીતે પ્રગટ થાય. જગતના સર્વ જીવો પ્રત્યે અને સર્વ પદાર્થો પ્રત્યે એક સરખી દૃષ્ટિ કેળવવાથી સમતાનો ગુણ ખીલે છે. દરેક જીવમાં રહેલા સિદ્ધ સ્વરૂપી આત્માનું દર્શન કરવાથી અને દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર સંસારમાં ભમે છે એવી દૃષ્ટિ કેળવવાથી અને તે પ્રમાણે વ્યવહાર રાખવાથી ક્રોધાદિ કષાયો દૂર થાય છે અને સમભાવ પ્રગટ થાય છે. ગ્રંથકારે એ માટે અહીં એક સુંદર ઉપમા આપી છે. જેમ સ્ફટિક પોતે નિર્મળ હોય છે, છતાં પાસે જો ‘ઉપાધિ હોય તો તે નિર્મળ જણાતો નથી. આ ઉપાધિ એટલે માટી વગેરે લાગ્યાં હોય, અથવા ખાણમાંથી તેવો મેલો પથ્થર નીકળ્યો હોય. એને ઘસવાથી તે મેલ દૂર થાય છે અને તે નિર્મળ થાય છે અથવા સ્ફટિકની પાછળ કોઈ રાતી, કાળી કે અન્ય કોઈ રંગની વસ્તુ મૂકી હોય તો તેની ઝાંય સ્ફટિકમાં પડે છે. પરંતુ તે ખસેડી લેતાં સ્ફટિક નિર્મળ દેખાય છે. તેવી રીતે મમતા જતાં સમતા પ્રગટ થાય છે. [૨૩૭] પ્રિયપ્રિયત્નોર્થે વ્યવહારચ ઋત્યના I. निश्चयात्तद्व्युदासेन स्तैमित्यं समतोच्यते ॥२॥ અનુવાદ : પદાર્થમાં પ્રિય અને અપ્રિયપણાની કલ્પના વ્યવહારથી છે. નિશ્ચયદૃષ્ટિથી તેનો ત્યાગ કરવાથી જે સ્થિરતા પ્રગટે તેને સમતા કહે છે. વિશેષાર્થ : જગતમાં અમુક પદાર્થો પ્રિય લાગે અને અમુક અપ્રિય લાગે. ફૂલ ગમે અને કાંટા ન ગમે. સુગંધ ગમે અને દુર્ગધ ન ગમે. ગાયબકરી ગમે અને વાઘવર ન ગમે. દેવતાઓ ગમે અને રાક્ષસો ન ગમે. આ બધા ગમવાના અને ન ગમવાના જે ભાવો છે તે વ્યવહારદષ્ટિએ છે. જયાં સુધી બાહ્ય દૃષ્ટિ હશે અને મમતા હશે ત્યાં સુધી પ્રિય-અપ્રિયના ભાવ રહેવાના. વળી એકનો એક પદાર્થ એક સમયે પ્રિય લાગે છે. અને અન્ય સમયે અપ્રિય લાગે છે. પોતાના સ્વાર્થ અનુસાર પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટની બુદ્ધિ પ્રવર્તે છે. ૧૩૦ Jain Education Intemational 2010_05 nternational 2010_05 Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર તેવું જ જીવોની બાબતમાં પણ રહે છે. એ પરથી જોઈ શકાય છે કે પ્રિયત્વ-અપ્રિયત્વ પદાર્થમાં રહેલું નથી, પણ પોતાની દૃષ્ટિમાં રહેલું છે. એટલે જરૂર છે જગતના સર્વ પદાર્થો પ્રતિ માધ્યસ્થદૃષ્ટિ કેળવવાની. એક વખત તત્ત્વયુક્ત નિશ્ચયદૃષ્ટિ જો આવી જાય તો એ પ્રકારના રાગદ્વેષયુક્ત ભાવો નીકળી જશે. [૨૩૮] તેખેવ દ્વિષત: પુસ-સ્નેલ્વેવાર્થેષુ રખ્યતઃ । निश्चयात्किंचिदिष्टं वाऽनिष्टं वा नैव विद्यते ॥३॥ અનુવાદ : કેટલીક બાબતોને માટે દ્વેષ કરનાર અને તે જ બાબતો માટે રાગ કરનાર પુરુષને માટે નિશ્ચય દૃષ્ટિથી કંઈ પણ ઇષ્ટ અથવા અનિષ્ટ હોતું નથી. વિશેષાર્થ : જગતમાં રાગદ્વેષનું ચક્ર ચાલ્યા કરે છે. કેટલીક ચીજવસ્તુઓ માણસને ગમે છે, પરંતુ તે જૂની થતાં અથવા તેના કરતાં વધારે ચિડયાતી વસ્તુ મળતાં માણસને એ જૂની વસ્તુ ગમતી નથી. વસ્તુ સરસ હોય પણ ઝઘડાનું નિમિત્ત બની હોય તો પણ માણસને તેના તરફ અભાવ થઈ જાય છે. વસ્તુ પ્રત્યે એકવાર અભાવ થયો હોય તે જ વસ્તુ પ્રત્યે સંજોગો બદલાતાં ફરી ભાવ થવા લાગે છે. જેમ ચીજવસ્તુઓનું તેમ વ્યક્તિઓનું પણ બને છે. એક વ્યક્તિ સાથે ગાઢ પ્રેમનો સંબંધ હોય, પણ પછી પરિસ્થિતિ બદલાતાં એની સાથે વેર બંધાય છે. પરંતુ આ બધું વ્યવહારદૃષ્ટિથી લાગે છે. પદાર્થમાં પોતાનામાં તો કશું ઇષ્ટપણું અનિષ્ટપણું હોતું નથી. વ્યક્તિના પોતાના મનના ભાવો, વિચારો, સંકલ્પો અનુસાર એવું લાગે છે. એટલા માટે જો નિશ્ચયદૃષ્ટિ કેળવવામાં આવે તો બધા પદાર્થો અને બધા જીવો પ્રત્યે સમદષ્ટિ ખીલે. [૨૩૯] ક્ષ્ય વિષયો ય: સ્વાસ્વામિપ્રાયેળ પુષ્ટિમ્ । अन्यस्य द्वेष्यतामेति स एव मतिभेदतः ॥४॥ અનુવાદ : જે વિષય એકને પોતાના અભિપ્રાય પ્રમાણે પુષ્ટિકારક (પ્રીતિકારક) લાગતો હોય તે જ વિષય બીજાને પોતાની જુદી બુદ્ધિ પ્રમાણે દ્વેષકારક લાગે છે. વિશેષાર્થ : એકનો એક પદાર્થ કે એકનો એક વિષય એકના એક માણસને જુદે જુદે વખતે પ્રીતિકા૨ક કે અપ્રીતિકારક લાગે છે. હવે એક જ પદાર્થ કે વિષય હોય પણ તે બે જુદી જુદી વ્યક્તિને જુદો જુદો લાગવાનો પણ સંભવ રહે છે. વસ્તુતઃ દુનિયામાં દરેક માણસનો જે રીતે ઉછેર થયો હોય તે પ્રમાણે તેની બુદ્ધિ વિશેષ ઘડાય છે. વળી દરેકનો બૌદ્ધિક વિકાસ એકસરખો હોતો નથી. મનુષ્યનું ચિત્ત ઘણા તર્કવિતર્ક કરવાની શક્તિ ધરાવે છે. એટલે એકના એક પદાર્થ માટે અથવા એકની એક વ્યક્તિ માટે બે વ્યક્તિના અભિપ્રાય એકસરખા ન પણ સંભવે. બંનેના દૃષ્ટિકોણ જુદા જુદા હોય અને એ દૃષ્ટિકોણ પણ સ્વાર્થપ્રેરિત હોઈ શકે છે. રાજદ્વારી ક્ષેત્રે પરસ્પર વિરુદ્ધ પક્ષો વચ્ચે અથવા યુદ્ધ વખતે બે જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે અથવા એવા પક્ષાપક્ષીના ઘણા પ્રસંગે એકની એક વાત કોઈને ગમે અને તે રાજી થાય અને બીજાને તે ન ગમે અને એને બળતરા થાય. એટલે જ પદાર્થ કે જીવમાં ઇષ્ટાનિષ્ટપણું નથી. માટે દૃષ્ટિને સવળી કરવી જોઈએ. 2010_05 ૧૩૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૪૦] વિન્યાન્વિત તદ્ધિયમેતન્ન તાત્ત્વિÉ વિન્યોપર તથ દ્વિવારિવહુપક્ષય: IT અનુવાદ : એટલા માટે વિકલ્પથી કલ્પલાં એ બંને તાત્વિક (સત્ય) નથી. જ્યારે વિકલ્પો નિવૃત્ત થઈ જાય છે, ત્યારે દ્વિતની જેમ તે (અર્થાત્ ઈષ્ટાનિષ્ટપણું) નાશ પામે છે. વિશેષાર્થ : મનમાં વખતોવખત સંકલ્પ-વિકલ્પ ઊઠતા રહે છે. ચિત્ત એવું છે કે એક ક્ષણ પણ નવરું નથી રહેતું. એમાં પ્રત્યેક પળે ઊઠતા વિચારો તાત્ત્વિક અથવા યથાર્થ છે એમ નહિ કહી શકાય. ક્યારેક પોતાના વિચારો ઉપર પોતાનો જ કાબૂ રહેતો નથી. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે આ વિકલ્પોને કારણે જ પદાર્થ પ્રત્યે રાગ અથવા વૈષનો ભાવ મનમાં પેદા થાય છે. પરંતુ એને સત્ય કે યથાર્થ તરીકે સ્વીકારી શકાય નહિ. જ્યારે રાગદ્વેષ કરાવનારા વિકલ્પોથી ચિત્ત નિવૃત્ત થઈ જાય, મનમાં કોઈ વિકલ્પો ઊઠે નહિ, ત્યારે દ્વિત્વનો એટલે કે બંને પ્રકારનો અર્થાત્ રાગદ્વેષનો ક્ષય થઈ જાય. [૨૪૧] સ્વપ્રયોગનસિદ્ધિઃ સ્વાયત્તા માસને યા बहिरर्थेषु संकल्पसमुत्थानं तदा हतम् ॥६॥ અનુવાદ : જ્યારે પોતાના પ્રયોજનની સિદ્ધિ પોતાને આધીન છે એવું ભાસે છે, ત્યારે બહારના પદાર્થોને વિશે થતા સંકલ્પોની ઉત્પત્તિ હણાય છે. વિશેષાર્થ : માણસને પોતાનાં લૌકિક અને વ્યાવહારિક કાર્યો પાર પાડવા માટે બીજી વ્યક્તિઓ અને બીજાં સાધનો ઉપર આધાર રાખવો પડે છે અને એ કાર્ય જ્યારે સફળ ન થાય ત્યારે તે નિરાશા અનુભવે છે. પરંતુ જ્યારે કોઈ કાર્ય માટે કોઈના ઉપર આધાર રાખવો નથી પડતો ત્યારે માણસને કાર્ય થવાની ખાતરી હોય છે અને કાર્ય પાર પડે ત્યારે આનંદ અને સંતોષ થાય છે. જેવું લૌકિક બાબતમાં તેવું જ પારમાર્થિક બાબતમાં પણ બને છે. વસ્તુતઃ પારમાર્થિક બાબતમાં તો એ વધુ ચડિયાતું જોવા મળે છે. જયારે જીવને પ્રતીતિ થાય છે કે પોતાનું સુખ પોતાના સ્વરૂપાનુભવમાં જ રહેલું છે અને પોતાના સુખ માટે એણે બહારના કોઈ પણ પદાર્થ ઉપર આધાર રાખવાની જરૂર રહેતી નથી ત્યારે એને અપૂર્વ આનંદ થાય છે. પોતાને જે સુખ જોઈએ છે તે પોતાને સ્વાયત્ત જ છે એમ પ્રતીતિ થતાં તેના મનમાં પછી સંકલ્પ-વિકલ્પ ઊઠતા નથી. [૨૪૨] નળે સ્વભાવે સંતસ્થ સ્વUચાયાત્ પ્રમા रागद्वेषानुपस्थानात् समता स्यादनाहता ॥७॥ અનુવાદ : ભ્રમનો ક્ષય થતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારના દષ્ટાન્તની જેમ આત્મસ્વભાવની પ્રાપ્તિ થતાં, રાગદ્વેષની અનુપસ્થિતિ થાય છે અને તેથી અખંડિત સમતાની પ્રાપ્તિ થાય છે. વિશેષાર્થ : આત્મબ્રાન્તિ કેવી રીતે દૂર થાય છે એ વિશે અહીં ગળામાં રહેલાં ઘરેણાંનું દૃષ્ટાન્ત ૧૩૨ Jain Education Interational 2010_05 Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર આપવામાં આવ્યું છે. “કંઠે આભરણ'ના ન્યાય મુજબ માણસ પોતાનું સુવર્ણનું કીમતી ઘરેણું ખોવાઈ ગયાની ચિંતામાં પડી જાય છે. તે વખતે જો તેને ખ્યાલ આવે કે ઘરેણું તો કંઠમાં જ છે, ત્યારે તેનો ભ્રમ તત્કાળ દૂર થઈ જાય છે. વળી ગળાનું ઘરેણું તરત જ જોઈ શકાય છે, હાથ અડાડી અનુભવી શકાય છે. એ માટે બીજા ઉપર આધાર રાખવો પડતો નથી. ઘરેણું પોતાનું જ છે, છતાં એ પોતાની પાસે છે એવી પ્રતીતિથી વધુ આનંદ થાય છે. તેવી રીતે અનાદિ કાળથી બાહ્ય જગતમાં અટવાયેલા અને બાહ્ય જગતને પોતાનું માનનાર અજ્ઞાની જીવને, ભ્રમ ભાંગી જતાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, તો કેટલો બધો આનંદ થાય ! જયારે જીવ પોતાના આત્મસ્વભાવમાં રમવા લાગે છે ત્યારે તેના રાગ અને દ્વેષ ઓછા થતા જાય છે. જેમ રાગદ્વેષ ઓછા થાય તેમ સમતા આવવા લાગે છે. [૨૪૩. નબ્બીવેષ નો મારિ વિષ્ય નિમિતમ્ | यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥८॥ અનુવાદ : જગતના જીવોમાં કર્મનિર્મિત જે દ્વિવિધપણું રહેલું છે તે જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી જણાય નહિ ત્યારે અબાધિત સમતા પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ : જગતના જીવોમાં બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો બે અંતિમ કોટિની સ્થિતિ અનેક બાબતમાં જોવા મળશે. કોઈ ગરીબ છે, તો કોઈ તવંગર છે; કોઈ સશક્ત છે, તો કોઈ વ્યાધિગ્રસ્ત છે; કોઈ ડાહ્યો છે, તો કોઈ મૂર્ખ છે; કોઈ સુંદર છે, તો કોઈ કદરૂપો છે; કોઈ ત્યાગી છે, તો કોઈ ભોગી છે. મનુષ્યના આંતરિક લક્ષણોની દષ્ટિએ જોઈએ તો કોઈ ક્રોધી છે, તો કોઈ ક્ષમાશીલ છે; કોઈ લોભી છે, તો કોઈ ઉદાર છે; કોઈ સ્વાર્થી છે, તો કોઈ પરગજુ છે; કોઈ ક્રૂર છે, તો કોઈ દયાવાન છે; પરંતુ સંસારમાં જે કંઈ દ્વિવિધપણું છે, જે કંઈ વિચિત્રતા અને વિષમતા છે તે બધું પ્રત્યેક જીવનાં પોતપોતાનાં કર્મ અનુસાર છે. પરંતુ નિશ્ચયનયથી જોતાં અર્થાત્ સ્વાનુભવયુક્ત સ્થિતિ થાય તો દરેક જીવમાં રહેલા શુદ્ધ આત્મસ્વરૂપનાં દર્શન થાય. એમ જયારે થાય ત્યારે દરેકનો આત્મા પોતાના આત્મા સમાન લાગે, એટલે કે ત્યારે ન હણાય તેવી સમતા પ્રાપ્ત થાય. [૨૪૪) સ્વમુખ્યોરિ સૌથ્યાત્વીથ્યવસાયતઃ | आत्मारामं मनो यस्य तस्य साम्यमनुत्तरम् ॥९॥ અનુવાદ : પોતાના ગુણો વડે પણ આત્મા ફૂટસ્થ છે એવા એક અધ્યવસાયપૂર્વક જેનું મન આત્મા વિશે રમણ કરે છે તેની સમતા અનુત્તર (શ્રેષ્ઠ) છે. વિશેષાર્થ : આત્મા કૂટસ્થ નિત્ય મનાય છે. કૂટસ્થ એટલે સ્થિર, અવિકારી, ઉત્પાદ-વ્યયરૂપી પરિણમનથી રહિત. આત્મા નિત્ય છે. પોતાનો આત્મા બીજાઓના આત્માથી ભિન્ન છે. શુદ્ધ નિશ્ચય નયથી વિચારતાં પોતાનો વિશુદ્ધ આત્મા અવિકારી છે, અલિપ્ત છે. આવા નિત્ય આત્મદ્રવ્યમાં રમણ જેઓ કરે છે તેમાં પછી કોઈ પણ વિષયમાં પક્ષપાત, રાગદ્વેષ ઇત્યાદિ રહેતાં નથી. જેઓ આવી અભેદ ઉપયોગરૂપ દૃષ્ટિ પ્રાપ્ત કરે છે, વિશુદ્ધ સ્વરૂપમાં લીન રહે છે તેઓની સમતા ઉત્કૃષ્ટ પ્રકારની હોય છે. તેમનું ચિત્ત શુદ્ધ અધ્યવસાયમાં રહેતું હોવાથી સંસારની વિષમતામાં તે પરોવાતું નથી. ૧૩૩ Jain Education Interational 2010_05 Page #179 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૪૫] સમતાપરિપા ચાદિષયપ્રદPચતા | यया विशदयोगानां वासीचंदनतुल्यता ॥१०॥ અનુવાદ : જ્યારે સમતાનો પરિપાક થાય છે ત્યારે વિષયોની ઇચ્છાનો અભાવ થાય છે. એથી નિર્મળ યોગવાળા યોગીઓને કોઈ વાંસલાથી છેદે કે ચંદનથી પૂજે એ બેમાં તુલ્યતા હોય છે. વિશેષાર્થ : શુદ્ધ આત્મરમણતાના પરિપાકરૂપે જે સમતા સિદ્ધ થાય છે એ એવી હોય છે કે દેહબુદ્ધિ પણ ચાલી જાય છે. દેહને અર્થે ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરેને કારણે થતી ઇચ્છાઓ ઉપર અર્થાત્ સંસારના બધા વિષયો ઉપર કુદરતી રીતે અભાવ થાય છે. આવી દેહાતીત અવસ્થા અનુભવનાર અને મન, વચન અને કાયાના નિર્મળ યોગવાળા યોગીઓને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો જરા પણ ચલિત કરી શકતા નથી. વાસી એટલે વાંસલો, સુથારનું લાકડાં છોલવાનું એક પ્રકારનું ઓજાર. વાંસલા વડે કોઈ શરીર છોલે કે શરીરે કોઈ ચંદનનો લેપ કરે એ બંને સ્થિતિમાં આવા મહાત્માઓ એક સરખી મનઃસ્થિતિ ધરાવતા હોય છે. એમની તુલ્યતા તે જ સમતા છે. શ્રી હરિભદ્રસૂરિએ ‘યોગશતક'માં કહ્યું છે : वासी चंदणकप्पो समसुहदुक्खो मुणी समक्खाओ । भवमोक्खापडिबद्धो अओ य पाएण सत्थेसु । [એટલે જ શાસ્ત્રોમાં મુનિને વાસીચંદનકલ્પ, સુખદુઃખમાં સમ અને સંસાર તથા મોક્ષની બાબતમાં અનાસક્ત કહેલો છે.]. હેમચંદ્રાચાર્યે સકલાર્તસ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કહ્યું છે : कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयेऽस्तु वः ॥ [કમઠ અસુર અને ધરણેન્દ્ર દેવ એ બંને પોતપોતાને ઉચિત કાર્ય કરનાર છે. એ બંને ઉપર સમાન ભાવ ધારણ કરનાર શ્રી પાર્શ્વનાથ ભગવાન અમને આત્મલક્ષી માટે થાઓ !] પાર્શ્વનાથ ભગવાનની સમતાનું વર્ણન કરતાં હેમચન્દ્રાચાર્યે આ શ્લોકમાં કહ્યું છે કે એક બાજુ કમઠ ભયંકર ઉપસર્ગો કરી રહ્યો હતો તે વખતે ધરણેન્દ્ર ભગવાનને સહાયભૂત થવાનું કરતો હતો. છતાં પાર્શ્વનાથ ભગવાનને કમઠ ઉપર દ્વેષ નહોતો અને ધરણેન્દ્ર ઉપર રાગ નહોતો. એમની મનોવૃત્તિ તુલ્યતાવાળી એટલે કે સમતાવાળી હતી. [૨૪] વિં તુ: સમતાં સાથો સ્વાર્થતા ! वैराणि नित्यवैराणामपि हन्त्युपतस्थुषाम् ॥११॥ અનુવાદ : પોતાના આત્માના હિત માટે જ જેને સવિશેષ પુષ્ટ કરવામાં આવે છે એવી સાધુની સમતાની અમે કેટલી સ્તુતિ કરીએ ! એમની પાસે રહેલા નિત્યવૈરી પ્રાણીઓના વેરનો પણ તે નાશ કરે છે. ૧૩૪ Jain Education Intemational 2010_05 nternational 2010_05 Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર વિશેષાર્થ : સાધુ મહાત્માઓ પોતાની સમતાની સાધના જગતમાં કોઈ ચમત્કારો સર્જવા માટે કરતા નથી. તેઓ તો પોતાના આત્માના હિતને માટે જ સમતાની સાધના કરે અને તે સાધનાને ઉત્તરોત્તર વધુ અને વધુ પુષ્ટ કરે છે એટલે કે પ્રગુણી કરે છે. તેમના હૈયામાં સર્વ જીવો માટે કલ્યાણની ભાવના સતત રમતી રહે છે. એથી હિંસક પ્રાણીઓ પણ તેમની પાસે આવતાં હિંસાના ભાવ ભૂલી જાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાઘસિંહ જેવાં પ્રાણીઓ આવીને રહેતાં હોય એવું જાણવામાં આવે છે. વળી એમના સાંનિધ્યમાં સાપ અને નોળિયો, સાપ અને ગરુડ, ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી જેવાં પ્રાણીઓ પોતાનું કુદરતી વે૨ ભૂલી જઈને પાસે પાસે બેસે છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે : અહિંસા પ્રતિષ્ઠાયાં તત્ સનિધી વૈરત્યા । જેમના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ હોય છે તેમના સાંનિધ્યમાં વેરનો આપોઆપ ત્યાગ થઈ જાય છે. અહિંસાની આવી ઉત્કૃષ્ટ સાધના સમતાની સાધના વગર આવે નહિ. તીર્થંકર ભગવાનના સમવસરણમાં પ્રાણીઓ પરસ્પરનું કુદરતી વે૨ ભૂલીને ભગવાનની જે દેશના સાંભળતાં હોય છે તે એવી સાધનાને પ્રતાપે. સમતાની આવી સાધનાને એની ચરમ કોટિએ પહોંચાડી શકાય છે. એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ લાગવાની. આવી સમતાનો મહિમા અહીં સરસ રીતે દર્શાવાયો છે. [૨૪૭] િવાનેન તપોમિવા મેશ્ચ નિયમૈગ્ન વિમ્ । एकैव समता सेव्या तरिः संसारवारिधौ ॥१२॥ અનુવાદ : દાન વડે અથવા તપ કરવા વડે શું ? તથા યમ વડે અને નિયમ વડે પણ શું ? સમતા એક જ સંસારસાગરમાં (તરવા માટે) નાવ તરીકે સેવવા યોગ્ય છે. વિશેષાર્થ : અહીં એક બાજુ દાન, તપ, યમ, નિયમ વગેરે મૂકવામાં આવ્યાં છે અને બીજી બાજુ સમતા મૂકવામાં આવી છે. પરંતુ જીવને સંસારરૂપી સાગર તરીને સામે પાર પહોંચાડવામાં એક માત્ર સમતારૂપી નાવ જ સહાયરૂપ થઈ શકે છે. મોક્ષમાર્ગની આરાધના માટે સ્વરૂપાનુભવયુક્ત સમતાની અનિવાર્યતા કેટલી બધી છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. એનો અર્થ એ નથી કે મોક્ષમાર્ગની આરાધના માટે દાન, તપ, યમ અને નિયમ નિરર્થક છે. પરંતુ મોક્ષના લક્ષ્ય વિના, રાગાદિ ભાવયુક્ત તથા ભૌતિક સુખની અભિલાષાથી કરેલાં દાન, તપ, યમ અને નિયમ વગેરે કર્મની નિર્જરા થવામાં એટલાં સહાયભૂત થતાં નથી. જીવને મોક્ષમાર્ગ તરફ લાવવા માટે એની ઉપયોગિતા હોવા છતાં આગળ જતાં તો સમતા જ સિદ્ધ કરવાની છે. માટે સમતાનું લક્ષ્ય નજર સમક્ષ સતત રહેવું જોઈએ. આ વાત સાપેક્ષ દૃષ્ટિથી અને સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરવા જેવી છે. [૨૪૮] રે સ્વર્ગસુદ્ધ મુપિવી સા વીયસી । मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥१३॥ અનુવાદ : સ્વર્ગનું સુખ દૂર છે. મુક્તિપદવી તો વળી એથી પણ દૂર છે. પરંતુ સમતાનું સુખ તો મનની નજીક રહેલું સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. વિશેષાર્થ : સંસારમાં ભૌતિક અને આધ્યાત્મિક એવાં વિવિધ પ્રકારનાં સુખ બતાવાય છે. આ સુખમાં 2010_05 ૧૩૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સ્વર્ગના સુખનો અને મુક્તિપદવીના એટલે કે મોક્ષપ્રાપ્તિના સુખનો પણ સમાવેશ થાય છે. પરંતુ સ્વર્ગનું સુખ તો દૂર છે અને મુક્તિપદવી તો એથી પણ દૂર છે. બીજી બાજુ સમતાનું સુખ તો મનની અંદર જ રહેલું છે અને તે આ જીવનમાં જ અનુભવી શકાય એવું છે. વસ્તુતઃ સમતાની યોગ્ય સાધના કરવાથી એનું સુખ કેટલું બધું છે તે અનુભવથી સમજાય એવું છે. પરંતુ એ માટે ઘણા પુરુષાર્થની અપેક્ષા રહે છે. જીવમાંથી રાગદ્વેષની પરિણતિ દૂર થાય તો જ સમતા આવે. આત્મરમણતાના અનુભવ વિના, કેવળ બહિરાત્મભાવથી રાગદ્વેષ જાય નહિ અને સમતા આવે નહિ. એવી સમતાનું સુખ કેવું છે તે તો અનુભવજ્ઞાનથી સમજાય એવું છે. २४८] दृशो स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं व्रजेत् । औद्धत्यमलनाशः स्यात् समतामृतमज्जनात् ॥१४॥ અનુવાદ : સમતા રૂપી અમૃતમાં મજ્જન કરવાથી દષ્ટિનું કામરૂપી વિષ સુકાઈ જાય છે, ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને ઉદ્ધતપણારૂપી મળનો નાશ થાય છે. વિશેષાર્થ : શીતળ પાણીના હોજમાં માણસ ડૂબકી મારી તરવા પડે છે ત્યારે એના શરીરને ત્રણ પ્રકારના લાભ થાય છે. એની આંખે ઠંડક વળે છે. આંખ ધોવાતાં તે શુદ્ધ થાય છે. મસ્તકે ગરમી ચડી ગઈ હોય તો તે પણ દૂર થાય છે. મસ્તકમાં શાન્તિ અનુભવાય છે. શરીર ઉપર ધૂળ, મેલ વગેરે લાગેલાં હોય તો તે પાણીમાં નીકળી જાય છે અને દેહ નિર્મળ થાય છે. એવી જ રીતે સમતારૂપી અમૃતના હોજમાં જીવ જો ડૂબકી મારે તો એની આંખમાં રહેલો કામવિકાર નીકળી જાય છે. એના મસ્તકમાં રહેલો ક્રોધ રૂપી તાપ પણ નીકળી જાય છે અને ચિત્ત શાન્ત થાય છે. તદુપરાંત એના જીવનમાં ઉદ્ધતાઈ કે અવિનયરૂપ મેલ હોય તો તે પણ ચાલ્યો જાય છે. સમતારૂપી અમૃતનો આવો ચમત્કાર છે. એક વખત જીવનમાં સમતા આવે એટલે ક્રોધ, કામવિકાર અને ઉદ્ધતાઈ રહી શકતાં નથી. [૨૫૦ નર/મરવાવાનજ્વત્તિને અવશ્વાનને सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥१५॥ અનુવાદ ઃ જરા અને મરણરૂપી દાવાનળથી બળતા આ સંસારરૂપી વનમાં અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન સુખ માટે એક સમતા જ છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસારને માટે અહીં વનનું રૂપક યોજ્યું છે. ઘર કે દુકાનમાં આગ લાગી હોય તો તે ઓલવવી હજુ સરળ છે, પણ વનમાં આગ લાગે તો એ ભડભડ બળતી ચારે બાજુ ઝડપથી પ્રસરી જાય છે. સંસારરૂપી વનમાં જરા અને મરણરૂપી દવ ચારે બાજુ પ્રસરેલો છે. વનમાં આગ લાગે ત્યારે હાથે પાણી નાખવાથી તે કંઈ ઓલવાય નહિ. આગ બધું બાળીને ભસ્મ કરી નાખે. પરંતુ તે વખતે આકાશમાંથી મેઘની જોરદાર વૃષ્ટિ થાય તો વનનો દાવાનળ તરત જ શાન્ત થઈ જાય છે. તેવી જ રીતે વૃદ્ધાવસ્થા અને મૃત્યુની નિરંતર ચાલતી ઘટનાઓથી સતત સંતપ્ત એવા સંસારરૂપી વનના અગ્નિને શાન્ત કરવામાં સમતારૂપી મેઘની વૃષ્ટિ અમૃત જેવું કાર્ય કરે છે. એક વખત સમતાની સાધના બરાબર થવા લાગે એટલે વ્યાધિગ્રસ્ત વૃદ્ધાવસ્થા અને મરણનો ભય રહેતો નથી. ૧૩૬ Jain Education Interational 2010_05 Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો : સમતા અધિકાર [૨૫૧] માશ્રિત્યે સમતાપેલાં નિવૃત મરતાઃ | न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किंचन ॥१६॥ અનુવાદ : એક સમતાનો જ આશ્રય કરીને ભારત વગેરે નિર્વાણ સુખ પામ્યા હતા. તેઓને કાંઈ પણ કષ્ટરૂપ અનુષ્ઠાન હતું નહિ. ' વિશેષાર્થ : સમતાની મહત્તા દર્શાવવા ગ્રંથકાર અહીં ભરત ચક્રવર્તી વગેરેનાં દષ્ટાન્ત આપે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ સમતા હોય અને તપજપ વગેરેનાં બીજાં કોઈ કષ્ટ ન હોય અને બીજી બાજ બહ તપજપ વગેરેનું કષ્ટ હોય અને સમતા બિલકુલ ન હોય તો સમતાવાળું પલ્લું નમે. એટલે કે તે ચડિયાતું ગણાય, ભરત મહારાજા. મરદેવી માતા, સર્મયશા વગેરેને ગુહસ્થપણામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેઓએ વ્રતસંયમ ધારણ કર્યા નહોતાં. લોચ, પરીષહ, તપશ્ચર્યા, વિહાર વગેરે કષ્ટો સહન કર્યા નહોતાં કે કષ્ટયુક્ત અનુષ્ઠાનો તેઓએ કર્યા ન હતાં. આમ છતાં તેઓને જો કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેમની સમતાની આરાધનાના પ્રભાવે જ પ્રાપ્ત થયું હતું. માટે તપજપ વગેરેમાં સર્વશ્રેષ્ઠ જો કંઈ હોય તો તે સમતા જ છે. અહીં ગ્રંથકારે સમતાની જે મહત્તા બતાવી છે તે એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે. કોઈ એમ કહે કે તપ, જપ વગેરેનાં કષ્ટો સહન કરવાની કોઈને ક્યારેય જરૂર નથી તો તે બરાબર નથી. જયાં તાજપાદિનાં કષ્ટો હોય, વ્રતસંયમ હોય ત્યાં સમતા ન આવી શકે એવો એનો અર્થ નથી. વસ્તુતઃ સામાન્ય સાધક માટે તો સમતાની આરાધના માટે પોતાની શક્તિરુચિ અનુસાર કોઈક અનુષ્ઠાનોની ઉપયોગિતા રહી છે. ભરત મહારાજા કે મરુદેવી માતાનાં ઉદાહરણો તો અપવાદરૂપ છે. આખી અવસર્પિણીમાં અનંત કેવલી ભગવંતો મોક્ષે ગયા. તેમાં ગૃહસ્થપણામાં, વ્રતતપ વગર મોક્ષે ગયેલાંનાં પ્રચલિત ઉદાહરણોની સંખ્યા આંગળીને વેઢે ગણી શકાય એટલી જ છે. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મોક્ષમાર્ગમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સાધવા યોગ્ય સર્વશ્રેષ્ઠ વસ્તુ તે સમતા છે. સમતા હોય તો બધું જ કામનું છે. સમતાનો પાયો ન હોય તો બાકીની ઇમારત કાચી જ રહેવાની. એટલે વ્રતતપ ઇત્યાદિનાં કષ્ટપૂર્વકનાં અનુષ્ઠાનો પણ સમતાની પ્રાપ્તિ અર્થે હોય તો તે સાર્થક છે. [૨૫] ૩ના નરારે મોક્ષમાર્ચ લપિ ! समता गुणरत्नानां संग्रहे रोहणावनिः ॥१७॥ અનુવાદ : સમતા નરકના દ્વારની અર્ગલા (આંગળિયો) છે, મોક્ષમાર્ગની દીપિકા છે અને ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં રોહણાચલ પર્વતની ભૂમિ છે. વિશેષાર્થ : સમતાનું સામર્થ્ય કેટલું બધું છે ? કોઈ જીવ નરકે જતો હોય તો સમતા એને અટકાવી શકે. જીવનમાં સમતાની સાધના થઈ હોય તો નરકગતિમાં જવાની શક્યતા રહેતી નથી. ગ્રંથકારે અહીં રૂપક પ્રયોજ્યું છે. નરકના બારણામાં આંગળિયો બંધ હોય તો કોઈ તેમાં પ્રવેશી શકે નહિ. એ આંગળિયો તે સમતા છે. એવી જ રીતે સમતા મોક્ષમાર્ગનો દીવો છે. હાથમાં દીવો હોય તો અંધારામાં પણ ગતિ થઈ શકે. સમતારૂપી દીવો સાધકને માટે માર્ગમાં પ્રકાશ પાથરે છે અને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. ૧૩૭. Jain Education Interational 2010_05 Page #183 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વળી સમતાનો ગુણ બીજા અનેક ઉત્તમ ગુણોને ખેંચી લાવે છે. ગુણરત્નોના સંગ્રહની દષ્ટિએ સમતા રોહણાચલની ભૂમિ બરાબર છે. રોહણાચલનો પ્રદેશ રત્નોની ખાણ જેવો છે. જ્યાં ખોદો ત્યાંથી રત્નો નીકળે છે. સમતા આવી રીતે અનેક ગુણરત્નોના સંગ્રહ જેવી છે. [૨૫૩] મોદી છાલિતનેત્રામાત્મિરૂપમવતમ્ | दिव्यांजनशलाकेव समता दोषनाशकृत् ॥१८॥ અનુવાદ : જેમનાં નેત્રો મોહથી આચ્છાદિત થયેલાં છે અને તેથી જેઓ આત્મસ્વરૂપને નિહાળી શકતા નથી તેઓને માટે સમતા દિવ્ય અંજનની શલાકાની જેમ દોષ(અજ્ઞાન)નો નાશ કરનારી થાય છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિએ સમતાને દિવ્ય અંજનની શલાકા સાથે સરખાવી છે. સ્વચ્છ, નિરામય નેત્રોથી બધું યથાર્થ દેખાય છે, પરંતુ જ્યારે નેત્રરોગ થાય છે ત્યારે દર્શન આચ્છાદિત થઈ જાય છે. એ વખતે સળી (શલાકા) ઉપર યોગ્ય પ્રકારનું અંજન લઈ આંખે લગાડાય તો તરત દૃષ્ટિ સાફ થઈ જાય છે અને બધું બરાબર સ્પષ્ટ દેખાય છે. એવી રીતે મોહને (અજ્ઞાનને) કારણે જીવનમાં આંતરચક્ષુ જ્યારે આવરિત થઈ જાય છે ત્યારે સમતા દિવ્ય અંજનયુક્ત શલાકાનું કામ કરે છે. આંતરચક્ષુના મોહતિમિરને હરનાર એ મહાઔષધિ છે. એનાથી મોહાંધતાનો નાશ થાય છે. [૨૫૪] ક્ષdi વેતર સમષ્યિ સમતા ય િસેવ્યતે | स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥१९॥ અનુવાદ : ક્ષણવાર પણ જો ચિત્તને આકર્ષીને સમતાનું સેવન કરવામાં આવે તો તેથી એવું સુખ અનુભવાય છે કે જેનું વર્ણન થઈ શકે તેમ નથી. ' વિશેષાર્થ : જ્યાં સુધી ચિત્ત ઇન્દ્રિયોના વિષયોમાં અથવા રાગદ્વેષાદિ ભાવોમાં રોકાયેલું રહે ત્યાં સુધી તે સમતા તરફ ન વળી શકે. સમતા તરફ જવું હોય તો ચિત્તને સાંસારિક વિષયો અને ભાવોમાંથી પાછું ખેંચી લેવું પડશે. સરખી રીતે ચિત્તને જો ખેંચી શકાય તો જ સમતાના અનુભવની શક્યતા છે. અહીં કહેવામાં આવ્યું છે કે આવો પ્રયોગ એક ક્ષણ માટે પણ જો થઈ શકે તો પણ સમતાના સામર્થ્યનો ખ્યાલ આવી શકે. અહીં એક ક્ષણની જ વાત કરી છે. એનો અર્થ એ થયો કે સામાન્ય મનુષ્યોના જીવનમાં એક ક્ષણ માટે પણ ચિત્ત રાગદ્વેષની પરિણતિ વગર રહેતું નથી. [૨૫૫] મારી જ યથા વેત્તિ પુર્વ તિમોનિમ્ | न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥२०॥ અનુવાદ : જેમ કુંવારી કન્યા પતિ સાથેના ભોગથી ઉત્પન્ન થતા સુખને જાણતી નથી, તેમ યોગીઓના સમતાના સુખને લોકો જાણતા નથી. વિશેષાર્થ : યોગી મહાત્માઓના સમતાના સુખની અનિર્વચનીયતા દર્શાવવા માટે ગ્રંથકાર મહર્ષિએ અહીં કુંવારી કન્યાનું દષ્ટાન્ન આપ્યું છે. અવિવાહિત નિર્દોષ બાલિકાને પતિ સાથેના ભોગસુખની કંઈ ૧૩૮ Jain Education Interational 2010_05 Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર નવમો સમતા અધિકાર ખબર નથી હોતી. એની એને કશી સમજણ પણ નથી હોતી. એવી જ રીતે સામાન્ય લોકો યોગીઓના સમતાના અનુભવના સુખ વિશે કશું જ જાણતા નથી. આ સુખ તો અનુભવે જ સમજી શકાય એવું છે. એનું વર્ણન થઈ શકે એવું નથી. કદાચ યત્કિંચિત વર્ણન કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેથી તે સુખનો યથાર્થ પૂર્ણ ખ્યાલ આવી શકે એમ નથી. [૨૫] નત્તિqત્યાવિહ્યાલાશરસ્તીવ્રઃ વમfમ7 | समतावर्मगुप्तानां नार्तिकृत्सोऽपि जायते ॥२१॥ અનુવાદ : નમસ્કાર, સ્તુતિ ઇત્યાદિની ઇચ્છરૂપી તીવ્ર બાણ પોતાના આત્માના) મર્મસ્થાનને ભેદનારું છે. પરંતુ સમતારૂપી બક્ષરથી રક્ષણ કરાયેલાને તે પીડાકારી થતું નથી. વિશેષાર્થ : નતિ એટલે નમસ્કાર અને સ્તુતિ એટલે પ્રશંસા. મોટા મોટા ધુરંધરો પણ બધાની વચ્ચે ભક્તિભાવથી પોતાને નમસ્કાર કરે, બધા લોકો પોતાની પ્રશંસા કરે તથા બધા લોકો પોતાનાં આહાર, વસ્ત્ર, વાહન, સફર, શયન વગેરે માટે ઉત્તમોત્તમ સાધનો સાથે પોતાની સારસંભાળ લે, પોતાનો પડ્યો બોલ રાજી થઈને ઝીલી લે–આવી આવી આશંસાઓ, આકાંક્ષાઓ કહેવાતા ત્યાગી મહાત્માઓને થાય છે. એમાં કંઈ પણ ન્યૂનતા જણાય તો તેમનું મન ક્રોધ કરી બેસે છે. વસ્તુતઃ આ બધી આકાંક્ષાઓ મર્મભેદી તીવ્ર બાણ જેવી છે. એ ન મળે તો કહેવાતા મોટા મહાત્માઓનું હૃદય પણ ભેદાઈ જાય છે. પરંતુ જેમણે સમતારૂપી બશ્વર પહેર્યું હોય તેમને કોઈ નમે કે ન નમે, કોઈ પ્રશંસા કરે કે ન કરે, કોઈ પોતાનું ધ્યાન રાખે કે ન રાખે એથી કશું થતું નથી. તેઓ તો પોતાના સમતારસમાં આનંદમગ્ન હોય છે. [૨૫૭] પ્રતાપિ મન નનનાં ટિોટિ: | तमांसीव प्रभा भानोः क्षिणोति समता क्षणात् ॥२२॥ અનુવાદ : જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે તેમ કોટિ કોટિ જન્મોથી બાંધેલા કર્મોનો સમતા ક્ષણવારમાં નાશ કરે છે. વિશેષાર્થ : સમતાનો પ્રભાવ દર્શાવતાં અહીં કહેવાયું છે કે જીવે કોટિકોટિ (કરોડ ગુણ્યા કરોડ) જેટલાં વર્ષોથી બાંધેલાં ભારે ઘાતી કર્મો હોય તો પણ તે બધાંનો ક્ષણવારમાં ક્ષય કરવાનું સામર્થ્ય સમતામાં છે. કોઈકને પ્રશ્ન થાય કે આવું તો કેવી રીતે બની શકે ? ગ્રંથકાર મહર્ષિ દષ્ટાંત આપે છે કે કોડાકોડી જેટલાં વર્ષ જૂનો અંધકાર હોય તો તે દૂર કરવા માટે સૂર્યને કોડાકોડી વર્ષ ન લાગે. સૂર્યનું તો એક કિરણ પડતાં કરોડો વર્ષ જૂના અંધકારનો નાશ થઈ જાય છે. તેવી રીતે સમતામાં પણ ભારેમાં ભારે કર્મોનો તરત ક્ષય કરવાની સ્વાભાવિક તાકાત હોય છે. [૨૫૮] મત્સાિિસદ્ધાનીમાધાર: સસ્તવ દિશા रत्नत्रयफलप्राप्तेर्यया स्याद् भावजैनता ॥२३॥ અનુવાદ : અલિંગી વગેરે જે સિદ્ધ થાય છે તેઓનો આધાર સમતા જ છે. એના વડે રત્નત્રયના ફળની પ્રાપ્તિથી ભાવ-જૈનત્વ ઉત્પન્ન થાય છે. ૧૩૯ Jain Education Interational 2010_05 Page #185 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સમતાનું માહાસ્ય દર્શાવતાં ગ્રંથકાર મહર્ષિ એક જુદી જ વાત કરે છે. સિદ્ધોના પંદર પ્રકાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. એમાં અન્યલિંગીનો પ્રકાર પણ છે. જૈન ધર્મને અનુસરી સમ્યગ્રદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણેની જે આરાધના કરે છે તે મોક્ષ મેળવે છે. પરંતુ જે જૈન ન હોય અને અન્ય ધર્મનું પાલન કરતો હોય એવો જીવ પણ સિદ્ધ ગતિ પામી શકે છે એમ જે કહ્યું છે તો તે કેવી રીતે સમજવું ? એટલું તો નિશ્ચિત છે કે મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય અને જ્યાં સુધી સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સિદ્ધ ગતિ પ્રાપ્ત ન થાય. અન્યલિંગીઓ પ્રાયઃ મિથ્યાત્વી હોય છે. તો પછી અન્યલિંગીને સિદ્ધગતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? એનો ઉત્તર આપતાં અહીં કહેવાયું છે કે અન્યલિંગઓમાં જો સમતાનો એટલે રાગદ્વેષરહિતતાનો ગુણ વિકાસ પામેલો હોય તો એમનામાં રત્નત્રયના ફળસ્વરૂપ ભાવ–જૈનત્વ પ્રગટ થાય. એટલે કે લિંગ અર્થાત વેષથી એટલે દ્રવ્યથી તેઓ જૈન ન હોય તો પણ ભાવથી તેઓ જૈનત્વ પ્રાપ્ત કરે છે. ભાવજૈનત્વ પ્રાપ્ત થતાં તેઓનું મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રની એમની આરાધના જૈન દર્શનાનુસાર જ થાય છે. એટલે સમતા જ એમને સિદ્ધ ગતિ અપાવે છે. સમતાને અહીં સાધારણ સામાન્ય અર્થમાં સમજવાની નથી, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ સમજવાની છે. એવી જ રીતે જેમ અન્યલિંગી તેમ ગૃહલિંગી વગેરે પણ આ સમતાની સાધનાથી સિદ્ધગતિ પામે છે. [૨૫] જ્ઞાની પુનમેષેવ નયસ્થાનીવરિ: | चन्दनं वह्निनेव स्यात् कुग्रहेण तु भस्म तत् ॥२४॥ અનુવાદ : નયોને તેના સ્થાનમાં સ્થાપનાર જ્ઞાનનું ફળ પણ એ જ (સમતા) છે. અગ્નિ વડે જેમ ચંદન તેમ કુગ્રહ (કદાગ્રહ) વડે તે (જ્ઞાન) ભસ્મ થઈ જાય છે. વિશેષાર્થ : નૈગમાદિ સાત નયોને પોતપોતાના સ્થાનમાં યોજવાના સ્વભાવવાળા જ્ઞાનનું ફળ સમતા છે. દરેક નય પોતાના મતને સ્થાપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સ્યાદ્વાદ વસ્તુના યથાર્થ સ્વરૂપનો બોધ કરાવે છે. હવે જો કોઈ વ્યક્તિ પોતાને અભિમત એવા કોઈ એક જ નયનો માત્ર આગ્રહ નહિ, કદાગ્રહ કરવા લાગે તો વસ્તુનો યથાર્થ બોધ નહિ થાય. વિવિધ નયોને સમજવાની અને વસ્તુને વિવિધ નયથી તપાસવાની જ્ઞાનશક્તિ એવી પરિપક્વ થવી જોઈએ કે તે મમત્વભાવથી કોઈ એકાદ નય તરફ ઢળી પડે નહિ. નયોના જ્ઞાનની સાથે જ્યાં મમત્વ છે ત્યાં સમત્વ નહિ આવી શકે. સમત્વની સાધના માટે મમત્વનો અને કદાગ્રહનો સ્વેચ્છાએ સરળતાથી ત્યાગ કરવો જોઈશે. આવું જ્યાં જ્ઞાન છે ત્યાં એ જ્ઞાનનું ફળ તે સમતા છે. અહીં ગ્રંથકર્તાએ એક સરસ ઉદાહરણ આપ્યું છે. ચંદન શીતળતા આપે છે અને સુવાસ પણ આપે છે. પરંતુ એ જ ચંદનને અગ્નિનો યોગ થાય તો ચંદન બળીને ભસ્મ થઈ જાય છે. ચંદનની માત્ર રાખે જ રહે છે. જ્ઞાન ચંદનના જેવું છે. સાચા જ્ઞાનનું લક્ષણ સુવાસ અને શીતળતા આપવાનું છે. એ ત્યારે જ બની શકે કે જ્યારે એ સમતામાં પરિણમે. ઓછું, અધકચરું અને કદાગ્રહી જ્ઞાન તો વાદવિવાદ, સંઘર્ષ અને કલહ જન્માવે. એટલે કોઈ પણ એક નયને કદાગ્રહપૂર્વક પકડી રાખવાથી સમતાની સિદ્ધિ થતી નથી. એથી તો વિવાદનો વંટોળ ઊભો થાય છે. એટલે જ જ્ઞાની મહાત્માઓની સમત્વમાં પરિણમેલી પરિપક્વ બુદ્ધિ નયોના કદાગ્રહમાં ક્યારેય અટવાતી નથી. તેઓ સમતાપૂર્વક નિયોનું યથાર્થ નિરૂપણ કરે છે. ૧૪૦ 2010_05 Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજે, અધિકાર નવમો સમતા અધિકાર [૨૬] ચારિત્રપુરુષપ્રા : સમતારથી મતા યદ્રિ | जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥२५॥ અનુવાદ : જો ચારિત્રરૂપી પુરુષના સમતા નામના પ્રાણ ચાલ્યા ગયા હોય તો પછી લોકોનો દોડાદોડરૂપી આવેશ એના મરણોત્સવ રૂપ બને છે. ' વિશેષાર્થ : ગ્રંથકર્તાએ અહીં એક લાક્ષણિક અર્થગર્ભિત રૂપક પ્રયોજયું છે. ચારિત્રરૂપી પુરુષના પ્રાણ તે સમતા છે. કોઈ દીક્ષા લઈ સંયમ ધારણ કરે, પંચ મહાવ્રતનું પાલન કરે, પણ જ્યાં સુધી એના જીવનમાં સમતા આવી ન હોય ત્યાં સુધી એનું ચારિત્ર જીવંત ન કહેવાય, કારણ કે સમતા એ ચારિત્રનો પ્રાણ છે. પ્રાણ જાય પછી દેહની કશી કિંમત નથી રહેતી. જયારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે સ્વજનો, સગાંસંબંધીઓ, જ્ઞાતિજનો વગેરે તરત દોડી આવે છે. તેઓ આવે છે તે તો એના મૃતદેહની અંતિમ ક્રિયા માટે. તેવી રીતે કેટલાક માત્ર બાલ ચારિત્રધર સાધુ પાસે વંદનાર્થે કે અન્ય પ્રયોજનથી લોકો દોડીદોડીને આવતા હોય છે. પરંતુ એ ચારિત્રધર પુરુષમાંથી સમતારૂપી પ્રાણ ઊડી ગયા હોય તો લોકોની એમની આસપાસની દોડાદોડ એ પારમાર્થિક આધ્યાત્મિક દૃષ્ટિએ માત્ર મૃત્યુ સમયની દોડાદોડ જેવી બની રહે છે. [૨૬૧] સંત્યજ ક્ષમતાને વાદ્યષ્ટમનુષ્ઠિતમ્ | तदीप्सितकरं नैव बीजमुप्तमिवोषरे ॥२६॥ અનુવાદ : એક સમતાનો ત્યાગ કરીને પછી જો કષ્ટકારક ક્રિયાઓ કરી હોય તો તે ખારી ભૂમિમાં વાવેલા બીજની જેમ ઇચ્છિત ફળને આપનારી થતી નથી. વિશેષાર્થ : સમતાની અનિવાર્યતા સમજાવતાં ગ્રંથકાર મહર્ષિ ફરી અહીં ભારપૂર્વક કહે છે કે તપ, જપ, ભિક્ષા, લોચ, ઉપસર્ગ, પરીષહ વગેરે કષ્ટપૂર્વકની ક્રિયાઓ સંયમ ધારણ કરીને કરવામાં આવે, પરંતુ તેના પાયામાં જો આત્મસ્વરૂપના ઉપયોગપૂર્વકની સમતાની સાધના ન રહી હોય, તથા રાગદ્વેષથી રહિત થવાની સાધના ન ચાલુ થઈ હોય તો એ બધી જ ક્રિયાનું યથેચ્છ ફળ મળતું નથી. જેમ ઉષર એટલે ખારી ભૂમિમાં વાવેલું બીજ ઊગતું નથી; એને ઉગાડવાનો બધો શ્રમ વૃથા થાય છે, તેમ સમતાનો ત્યાગ કરીને જે કંઈ ધર્મક્રિયાઓ કરવામાં આવે તો તે વાંછિત ફળ આપી શકે નહિ. માટે એવાં બધાં અનુષ્ઠાનોના પાયામાં સમતાની સાધના એક પૂર્વશરત તરીકે રહેલી હોવી જોઈએ. સાચા સાધકે એ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. | [૨૬૨] ઉપાય: સમલૈવૈલા મુરજ: શિયામ: તત્તવુરુષમેન તસ્થા પુત્ર પ્રસિદ્ધ iારા અનુવાદ : મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે. અન્ય જે ક્રિયાસમૂહ છે તે તો પુરુષના ભેદે કરીને સમતાની વિશેષ સિદ્ધિ માટે જ છે. વિશેષાર્થ : સમતાનું સવિશેષ માહાભ્ય બતાવતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે મોક્ષપ્રાપ્તિ માટે કોઈ એક જ અનિવાર્ય તત્ત્વ હોય તો તે સમતા છે. જયાં સમતા છે ત્યાં કેવળજ્ઞાન છે અને ત્યાં મોક્ષ છે. જયાં રાગ અને દ્વેષથી રહિતપણું છે ત્યાં સમતા આવે છે. જીવનમાંથી રાગ અને દ્વેષને દૂર કરવાનું 2010_05 ૧૪૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એમ કંઈ સહેલું નથી. વળી બધા જીવો એકસરખી કક્ષાના અને એકસરખી શક્તિવાળા નથી હોતા. જીવની વર્તમાન અવસ્થામાં પૂર્વબદ્ધ કર્મો પણ મહત્ત્વનો ભાગ ભજવતાં રહે છે. એટલે પૂર્વાચાર્યોએ, શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારના પુરુષો (જીવો) માટે વિવિધ પ્રકારની ક્રિયા બતાવી છે. કોઈ ગૃહસ્થ હોય, કોઈ મુનિ હોય, કોઈને તપની રુચિ હોય, કોઈને જ્ઞાનની કે ધ્યાનની રુચિ હોય. એ રીતે અધિકારભેદે ક્રિયાભેદ રહેવાનો. પરંતુ આ બધી ક્રિયાનું અંતિમ લક્ષ્ય તો સમતાની પ્રાપ્તિનું જ હોવું જોઈએ. સમતાની સિદ્ધિ અર્થે જ એ ક્રિયાઓનું પ્રયોજન હોવું ઘટે. [૨૩] મિત્રને શાશ્વવ્યાપાર: રાત્રિ દૂર : | अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥२८॥ અનુવાદ : શાસ્ત્રનો વ્યાપાર તો માત્ર દિશાનું દર્શન (સૂચન) કરાવે. તેથી દૂર તે જતો નથી. સામર્થ્ય નામનો સ્વ(આત્મા)નો અનુભવ જ એના પારને પામે છે. વિશેષાર્થ : આટલી બધી શોધો થવા છતાં ભૌતિકવિજ્ઞાનો બાહ્ય જગતનો સંપૂર્ણપણે પાર પામી શક્યાં નથી અને ક્યારે પામશે તે કહી શકાય નહિ. અધ્યાત્મવિશ્વ અર્થાત્ આત્માનુભૂતિનું જગત તો એથી પણ અનેકગણું સૂક્ષ્મ અને ગહન છે. એનો પાર પામવાનું સરળ નથી. શાસ્ત્રો આત્માનુભૂતિ, સ્વરૂપાનુસંધાન, સ્વરૂપ પ્રાપ્તિ, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિના માર્ગ અંગે થોડુંક દિશાસૂચન કરી શકે, કારણ કે કેટલાયે સૂક્ષ્મ અનુભવો માટે શબ્દનું માધ્યમ ટૂંકું પડે. એવા અનિર્વચનીય અનુભવ માટે તો ગુરુગમ દ્વારા યોગ્ય પુરુષાર્થની જ અપેક્ષા રહે છે. આ પુરુષાર્થ એટલે સામર્થ્ય. સમતાની સાધના એ બાહ્ય સાધના કરતાં આત્યંતર સાધના વિશેષ છે. વ્યક્તિએ પોતે જ એ કરવાની હોય છે. એમાં આત્મશક્તિને ફોરવવાની હોય છે. એ જે કરી શકે તે જ એનો પાર પામી શકે. એ જ સમતાને પ્રાપ્ત કરી શકે અને એ દ્વારા સંસારનો પણ પાર પામી શકે. [૨૪] પરમાત્મષા ચન્નપૂઢ તત્ત્વનાત્મનઃ | तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्भरः ॥२९॥ અનુવાદ : આ (સમતા) આત્માનું પરમથી પણ પરમ નિગૂઢ તત્ત્વ છે. એટલે અધ્યાત્મના પ્રસાદ વડે એને માટે જ પરિપૂર્ણ પુરુષાર્થ કરવો. વિશેષાર્થ : સમતા વિશે સમજાવ્યા પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ આ અધિકારની સમાપ્તિ કરતાં વાચકને પ્રેરક ઉદ્દબોધન કરે છે કે સમતા એ આત્માનું પરાત્પર નિગૂઢ તત્ત્વ છે. જગતના સર્વ જીવો પ્રત્યે જ્યાં સુધી સમદષ્ટિ આવતી નથી ત્યાં સુધી સાચી અને સર્વોચ્ચ સમતા સધાતી નથી. સર્વોચ્ચ પ્રકારની સમતાનું રહસ્ય પામવું એ કોઈ સરળ વાત નથી. તેમ છતાં જે જીવો અધ્યાત્મના માર્ગે વળ્યા છે. તેઓ ગુરુકૃપાથી નિર્ભર અર્થાત્ પરિપૂર્ણ પુરુષાર્થ કરે તો સમતાની અનુભૂતિ થઈ શકે. इति समताधिकारः । સમતા અધિકાર સંપૂર્ણ. ૧૪૨ Jain Education Interational 2010_05 Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજા અધિકાર દસમો & સદનુષ્ઠાન અધિકાર કે [ ૨૫] પરિશુદ્ધ મનુષ્કાને ગાયત્તે સમતવિયાત્ | कतकक्षोदसंक्रान्ते कलुषं सलिलं यथा ॥१॥ અનુવાદ : જેમ કતકના ફળનું ચૂર્ણ નાખવાથી ડહોળું પાણી શુદ્ધ થઈ જાય છે તેમ સમતાના યોગથી અનુષ્ઠાન પરિશુદ્ધ થાય છે. ' વિશેષાર્થ : સમતા વિશેનો અધિકાર પૂર્ણ કર્યા પછી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અનુષ્ઠાન વિશેનો આ અધિકાર શરૂ કરે છે અને તેમાં સમતાની કેટલી આવશ્યકતા છે તે દર્શાવે છે. અનુષ્ઠાન એટલે આચરણ અથવા ક્રિયા. ધર્માનુષ્ઠાન એટલે તપ, જપ, વ્રત વગેરે પ્રકારની ધાર્મિક ક્રિયાઓ. લોકોમાં કરાતી આ ધર્મક્રિયાઓ બધી જ શુદ્ધ નથી હોતી. તે પણ દોષવાળી, અપૂર્ણ, અશુદ્ધ હોઈ શકે છે. એ ક્રિયાઓને પરિશુદ્ધ કરવી હોય તો શું કરવું જોઈએ ? એ માટે પ્રથમ સમતાની સાધના કરવી જોઈએ. જો હૃદયમાં રાગદ્વેષ રમતાં હોય, પક્ષાપક્ષીના ભાવ ચાલતા હોય, બીજાની અવહેલના કરવાની વૃત્તિ જોર પકડતી હોય, પોતાના કષાયો ઉગ્ર સ્વરૂપના બની જતા હોય અને સાથે ધર્મક્રિયા ચાલતી હોય તો એ ધર્મક્રિયાઓનું બહુ સારું ફળ મળી શકે નહિ. એટલે ધર્મક્રિયાઓને સમતા દ્વારા શુદ્ધ કરવી જોઈએ. પાણી ડહોળું, મલિન હોય પણ એમાં જો કતકના વૃક્ષના ફળનું ચૂર્ણ નાખવામાં આવે, તો તે પાણી શુદ્ધ થઈ જાય છે. એવી જ રીતે કષાયો, પ્રમાદ વગેરેને લીધે મલિન થયેલાં અનુષ્ઠાનોની પરિશુદ્ધિ માટે સમતા એવું કામ કરે છે. [૨૬૬] વિષે કરોડનનુષ્ઠાને તવક્રેતરમૃતં પરમ્ | गुरुसेवाद्यनुष्ठानमिति पंचविधं जगुः ॥२॥ અનુવાદ : વિષ, ગર, અનનુષ્ઠાન, તહેતુ અને પરમ અમૃત એવાં ગુરુસેવાદિ સ્વરૂપ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન કહેલાં છે. ' વિશેષાર્થ : અનુષ્ઠાન એટલે વિધિપૂર્વકની ધર્મક્રિયા. ગુરુસેવા, જિનભક્તિ, પડાવશ્યક, તાજપ, જ્ઞાનધ્યાન, દાનદયા વગેરે વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ એટલે કે અનુષ્ઠાનો છે. એ દરેક અનુષ્ઠાન પોતે શુભ પ્રકારનું છે, છતાં તે એક સરખી કક્ષાનું નથી. વળી તે અનુષ્ઠાન કરનાર સાધકોની પોતાની કક્ષા પણ એકસરખી નથી હોતી. તદુપરાંત એ કરવા પાછળ દરેક જીવનો આશય પણ એકસરખો નથી હોતો. આવી રીતે અનુષ્ઠાનો અને એની આરાધનાના ઘણા જુદા જુદા પ્રકાર પડી શકે. એમાં મુખ્ય પાંચ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે : (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અન્-અનુષ્ઠાન, (૪) તહેતુ ૧૪૩ Jain Education Interational 2010_05 Page #189 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અનુષ્ઠાન અને (૫) અમૃત અનુષ્ઠાન. આ પાંચે અનુષ્ઠાન ચડતા ક્રમે છે અને તેમાં અમૃત અનુષ્ઠાન ઉત્કૃષ્ટ છે. આ પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોનું સ્વરૂપ હવે પછીના શ્લોકોમાં સમજાવવામાં આવે છે. [૨૭] બાહારોપથપૂMદ્ધિ-પ્રમુત્ય શંસય વૃતમ્ ! शीघ्रं सच्चित्तहन्तृत्वाद्विषानुष्ठानमुच्यते ॥३॥ અનુવાદ : આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ વગેરેની આશંસાથી કરેલું અનુષ્ઠાન, શુભ ચિત્તને સત્ત્વર હણનાર હોવાથી તેને વિષાનુષ્ઠાન કહે છે. વિશેષાર્થ : બધા માણસોની બધી જ ધર્મક્રિયાઓ એકસરખી કક્ષાની નથી હોતી અને તે કરનારની કક્ષા પણ એકસરખી નથી હોતી. તેમાં પણ બાળજીવોની ધર્મક્રિયા જીવનના ઐહિક અને ભૌતિક લાભો માટે થતી હોય છે. વર્તમાન જીવનમાં સંકટો, ઇષ્ટવિયોગ. અનિષ્ટસંયોગ વગેરે માણસને તેમ કરવા પ્રેરે અથવા લાચાર પણ બનાવી દે છે. કેટલાક સારા આહાર માટે, કેટલાક વસ્ત્રાદિ સારાં ઉપકરણો (ઉપધિ) એટલે કે સાધનો માટે, કેટલાક પૂજા-સત્કાર માટે, કેટલાક ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવવા માટે ગુરુસેવા, જિનભક્તિ, વ્રતતપ વગેરે ધર્મક્રિયાઓ કરે છે. માણસની ઇચ્છાઓ અને આશાઓનો કોઈ અંત નથી. જીવ તદ્દન નજીકના સમયની સાનુકૂળતાનો પહેલાં વિચાર કરે છે, પરંતુ એના નજીકના કે દૂરગામી પરિણામનો વિચાર કરતો નથી. આવી રીતે થતી ધર્મક્રિયાઓ ચિત્તની વૃત્તિઓને હણી નાખે છે. ચિત્તની શુદ્ધિને તે તરત હાનિ પહોંચાડે છે. માટે આવાં અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમ વિષ ખાવાથી તત્કાળ મૃત્યુ થાય છે તેમ આવી આકાંક્ષાપૂર્વક કરેલાં અનુષ્ઠાનોથી શુભ ચિત્તવૃત્તિ તત્કાળ હણાય છે. [૨૬૮] સ્થાવર નામં ચાપિ તક્લપ મક્ષિત વિષમ્ | यथा हन्ति तथेदं सच्चित्तमैहिकभोगतः ॥४॥ અનુવાદ : જેમ સ્થાવર અને જંગમ વિષનું ભક્ષણ તત્ક્ષણ પ્રાણ હણે છે, તેવી રીતે ઐહિક ભોગથી તે શુભ ચિત્તને હણે છે. વિશેષાર્થ : વિષના બે પ્રકાર પાડી શકાય. એક સ્થાવર વિષ અને બીજું જંગમ વિષ. સોમલ, અફીણ, વચ્છનાગ, પોટેશિયમ સાઈનાઈડ વગેરે સ્થાવર વિષ ગણાય અને સર્પ, વીંછી વગેરેનું વિષ તે જંગમ અથવા હરતું ફરતું વિષ ગણાય. આ બેમાંથી કોઈપણ પ્રકારના ઝેરનું ભક્ષણ કરવામાં આવે અથવા સર્પાદિ કરડવાથી ઝેર શરીરમાં દાખલ થાય તો તે તત્પણ જીવને મારી નાખે છે. એવી જ રીતે આ જન્મમાં ખાનપાન, ભોગોપભોગ વગેરે મેળવવાની આશાથી, ઇચ્છાથી કરેલી ધર્મક્રિયા શુભ ચિત્તને હણી નાખે છે. એટલે એવા પ્રકારની ધર્મક્રિયા-અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. સકામ વૃત્તિથી, દઢ આસક્તિથી કરેલી ક્રિયાઓનું ફળ મોક્ષમાર્ગમાં જીવને પાછું પાડનારું છે. ઐહિક સુખની અભિલાષા વિના, એક માત્ર મોક્ષના લક્ષ્યથી જ, સ્વ-સ્વરૂપમાં લીન થવાના ધ્યેયથી કરેલી ક્રિયાનું ફળ જીવને ઉપકારક નીવડે છે. ૧૪૪ Jain Education Intemational 2010_05 Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર [૨૬] રિવ્યમોrfમન્નારેT વાત્માન્તરપરિક્ષયાત્ | स्वादृष्टफलसंपूर्तेर्गरानुष्ठानमुच्यते ॥५॥ અનુવાદ : પોતાના પુણ્યકર્મનું ફળ પૂરું થતાં કાલાન્તરે ક્ષય પામનારું હોવાથી, દિવ્ય ભોગની અભિલાષાથી કરાતા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે. વિશેષાર્થ : કેટલાક માણસો ઐહિક ભોગોપભોગનું સુખ મળ્યું છે તે વધુ મેળવવા માટે અથવા કેટલાક તેવું સુખ નથી મળ્યું માટે ભવિષ્યમાં દેવગતિમાં તેવું સુખ ભોગવવાનું મળે એ આશયથી તાજપાદિ કે ગુરુભક્તિ, જિનભક્તિ વગેરે પ્રકારની ધર્મક્રિયા કરે છે. એવી ધર્મક્રિયા જરૂર પડે તો તેઓ ઘણો કાળ કર્યા કરે છે, પણ તેનો આશય તો દેવગતિનાં સુખ ભોગવવાનો છે. આવા પ્રકારનું અનુષ્ઠાન તે ગરાનુષ્ઠાન કહેવાય છે. વિષ તત્કાલ પ્રાણ હરી લે છે. ગરલ અથવા ગરના પ્રકારનું વિષ (slow poison) તત્કાલ નહિ પણ કાલાન્તરે પ્રાણ હરી લે છે. આવા પ્રકારની ધર્મક્રિયા પુણ્યોપાર્જન કરાવે છે. એથી શુભ કર્મ બંધાય છે. એના ફળ રૂપે દેવગતિનાં સુખ ભોગવવા મળે છે. પરંતુ કાલાન્તરે એનો પણ ક્ષય થાય છે. એટલે એને ગરાનુષ્ઠાન કહેવામાં આવે છે. સામાન્ય જીવનું લક્ષ્ય સ્વરૂપ પ્રાપ્તિનું અથવા આત્મદર્શનનું અથવા મોક્ષપ્રાપ્તિનું નહિ પણ પૌલિક સુખ ભોગવવાનું રહે છે. મોક્ષના સુખની કાં તો એને ખબર નથી અને ખબર હોય તો એ એની નજરની બહાર છે. અત્યારે તો એની અભિલાષા દેવગતિનાં ઊંચા પ્રકારનાં પૌદ્ગલિક સુખ દીર્ઘકાળ માટે ભોગવવાની છે. પરંતુ એ ભોગવવા જતાં એના ચિત્તની શુદ્ધિ હણાઈ જાય છે અને વખત જતાં તેવો જીવ ભારે પાપ કર્મો કરીને દુર્ગતિમાં ચાલ્યો જાય છે અને નરકગતિનાં દુઃખ ભોગવવાનો પણ વારો આવે છે. વસ્તુતઃ વિષાનુષ્ઠાન કે ગરાનુષ્ઠાન કરનારો જીવ ભવભ્રમણમાંથી છૂટતો નથી. [૨૭૦] યથા દ્રવ્યસંય નિત નરસંક્ષિત ! विषं कालान्तरे हन्ति तथेदमपि तत्त्वतः ॥६॥ અનુવાદ : જેમ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલું ગર નામનું વિષ કાલાન્તરે હણે છે તેમ તત્ત્વથી જોતાં આ પણ એ પ્રમાણે કરે છે. વિશેષાર્થ : ઝેરી વસ્તુઓ જાતજાતની હોય છે. ધતૂરાનાં ફૂલ, મોરથુથુ વગેરે દ્રવ્યો ઝેરી છે. કેટલાક પ્રકારનાં ઝેરી દ્રવ્યો માણસને તરત નથી મારી નાખતાં. કાલાન્તરે થોડા દિવસમાં કે થોડા મહિનામાં તે મારી નાંખે છે. જૂના વખતમાં કાચનો અત્યંત બારીક ભૂકો કરી ભોજનમાં ભેળવી દેવાતો. આવાં કેટલાંક કુદ્રવ્યોને “બંગડી ચૂર્ણ' કહેવામાં આવતાં. કાચની બંગડીનો ભૂકો કરીને તે કશાકમાં ભેળવીને ખવડાવી દેવામાં આવતો. આવાં કેટલાંક ખરાબ દ્રવ્યો ભોજન, ઔષધિ વગેરેમાં મિશ્ર કરીને ખવડાવી દેવાથી ખાનારના પ્રાણ ધીમે ધીમે તે હરી લે છે. આ પ્રકારનાં Slow Poisonને ગર અથવા ગરલ કહેવામાં આવે છે. એવી રીતે કેટલાંક અનુષ્ઠાનો એવા ગર જેવાં હોય છે. જે ધર્મક્રિયાઓમાં પરમાર્થનું એટલે કે મોક્ષનું લક્ષ્ય નથી હોતું, પરંતુ ભવાંતરમાં દેવલોક વગેરેનાં સુખો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય હોય છે એવી ક્રિયાઓ તે ગરાનુષ્ઠાન છે. આવી કેટલીક ધર્મક્રિયાઓ ક્યારેક ૧૪૫ Jain Education Intemational 2010_05 Page #191 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિયાણાપૂર્વક કરવામાં આવે છે. પરંતુ તેથી એવાં સુખો મળ્યા પછી પુણ્યનો ક્ષય થતાં અને ભારે પાપનો બંધ પડતાં કે ઉદય થતાં જીવને તે નરકાદિ દુર્ગતિમાં ધકેલી દે છે. આવાં ગરાનુષ્ઠાનથી ચિત્તની શુદ્ધિ ઓછી થઈ જાય છે. તે જીવનું ભવચક્ર વધારી દે છે. એટલા માટે ગરાનુષ્ઠાન પણ ત્યાજ્ય છે. [૨૭૧] નિવેથાનિયોરેવ વિચિત્રાનર્થ વિનોદ | सर्वत्रैवानिदानत्वं जिनेन्द्रैः प्रतिपादितम् ॥७॥ અનુવાદ : જાતજાતના અનર્થને આપનારાં એ બંને(અનુષ્ઠાન)નો નિષેધ કરવાને માટે જિનેશ્વરોએ, નિદાન (નિયાણ) ન કરવું એવું સર્વત્ર પ્રતિપાદન કરેલું છે. વિશેષાર્થ : વિષાનુષ્ઠાન અને ગરબાનુષ્ઠાન એ બંને અનુષ્ઠાનો અનેક પ્રકારના વિચિત્ર અનર્થ ઉત્પન્ન કરનારાં છે. ઐહિક જીવનનાં ભોગોપભોગ માટે કે દેવલોકના સુખ માટે કરાતાં અનુષ્ઠાનો અંતે તો ઝેર જેવાં નીવડે છે. ક્યારેક તો તે નરકગતિનાં દુ:ખો તરફ જીવને ઘસડી જાય છે. આવા પ્રકારનાં અનુષ્ઠાનોમાં કેટલીક વાર નિદાનપૂર્વક સુખની વાંછા કરવામાં આવે છે. નિદાન એટલે નિયાણુ. નિયાણ બાંધવાનો નિષેધ જિનેશ્વર ભગવંતોએ ફરમાવ્યો છે. તપ, પૂજાભક્તિ ઇત્યાદિ પ્રકારની ધર્મક્રિયાના બદલામાં સંકલ્પપૂર્વક અમુક પ્રકારની ઇચ્છાની પૂર્તિ થાય એવું માગી લેવું તે નિયાણું છે. સાચા આરાધકે ધર્મક્રિયા નિરાશસ ભાવે કરવી જોઈએ. - “નિયાણુ’ શબ્દ “નિદાન' ઉપરથી આવેલો છે. નિદાન શબ્દના બે અર્થ થાય છે : (૧) નિદાન એટલે પૃથક્કરણ અને (૨) નિદાન એટલે નિશ્ચિત દાન. જૈન શાસ્ત્રોમાં નિયાણ શબ્દ નિશ્ચિત દાનના અર્થમાં પ્રયોજાયેલો છે. એમાં સ્કૂલ દ્રવ્યદાનનો અર્થ નથી, પણ ચિત્તના દાનના અર્થમાં તે વપરાયો છે. કોઈપણ એક વિષયમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું તે નિદાન, ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊઠે છે અને અભિલાષાઓ જન્મે છે. માણસની ઇચ્છાઓને કોઈ અંત નથી. | શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા ક્યારેય નિષ્ફળ જતી નથી. કોઈક વાર મનુષ્ય પોતાના તપના બદલામાં કશુંક પ્રાપ્ત કરવાની ઇચ્છા કરે છે અને એ રીતે તે પ્રાપ્ત પણ થાય છે. તપના બદલામાં કોઈ ફળ ઇચ્છવું તેને નિયાણ કહે છે. “નિયાણ બાંધવું” અથવા “નિયાણ કરવું' એવો રૂઢ પ્રયોગ વપરાય છે. નિયાણ બાંધવાનો જૈન ધર્મમાં સામાન્ય રીતે નિષેધ કરવામાં આવ્યો છે, કારણ કે નિયાણ બાંધવાથી તેનું ફળ જો કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે, એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું કારણ પણ બને છે. | નિયાણાં ત્રણ પ્રકારનાં ગણાવવામાં આવે છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભોગકૃત નિયાણ અને (૩) અપ્રશસ્ત નિયાણ. તપના ફળરૂપે સાધુપણું, બોધિલાભ, સમાધિમરણ ઇત્યાદિ સંયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણું છે. તપના ફળરૂપે સ્ત્રીપુત્રાદિકની ઇચ્છા કરવી, ભૌતિક સુખસગવડની ઇચ્છા કરવી, ચક્રવર્તી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભોગકૃત નિયાણું છે. તપના ફળ રૂપે કોઈને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની કે કોઈકને તનથી કે ધનથી અહિત ૧૪૬ Jain Education Intemational 2010_05 Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર કરવાની કે વેર લેવાની ઈચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણું છેસામાન્ય રીતે માણસો તપના ફળ રૂપે ભોગકૃત નિયાણ બાંધે છે. નિયાણ બાંધવાથી કેવી દુર્ગતિ થાય છે તે અંગે સંભૂતિ મુનિનું દૃષ્ટાંત જાણીતું છે. એમણે ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી. એના તપથી પ્રભાવિત થઈ સનતકુમાર ચક્રવર્તી પોતાના પરિવાર સાથે વંદન કરવા જાય છે. એ વખતે સર્વશ્રેષ્ઠ રાણી- (સ્ત્રીરત્ન) જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં, એના ચોટલાના વાળના છેડાનો જરાક સ્પર્શ સંભૂતિ મુનિને થઈ જાય છે. એટલો સ્પર્શ થતાં સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. મનથી તેઓ ચલિત થઈ ગયા અને નિયાણ બાંધ્યું કે જે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના ફળરૂપે જન્માન્તરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ.” ભવાન્તરમાં એમને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાય છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ તે પછી તેઓ પાપકર્મ બાંધી નરકગતિ પામે છે. નંદિષેણ મુનિ પણ નિયાણ બાંધી ભવાન્તરમાં દુર્ગતિ પામે છે. સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ બનેલા મુનિ નંદિષણને, રૂપવતી રમણીને જોતાં ભવાન્તરમાં એવું સુખ ભોગવવાનું મન થાય છે. નિયાણુ બાંધે છે અને ભવાન્તરમાં એવું સુખ મેળવે છે, પરંતુ ત્યાર પછી તેઓ દુર્ગતિ પામે છે. જૈન પાંડવકથા પ્રમાણે દ્રૌપદી પૂર્વ ભવમાં સુકુમાલિકા નામની રૂપવતી શ્રેષ્ઠીપુત્રી હતી. દીક્ષા લીધી હતી, પણ મન વગર. એક વખત પાંચ પુરુષો સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને, તેવા સુખની અભિલાષા થઈ જતાં સુકુમાલિકા સાધ્વીથી નિયાણુ બંધાઈ જાય છે. પરિણામે જન્માંતરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે. ધર્મનાથ ભગવાનના સમવસરણમાં એક ઉંદર આવ્યો હતો. ભગવાને કહ્યું, “આ ઉંદરને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એટલે ઉપદેશ સાંભળવા આવ્યો છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. દીક્ષા લીધી, પરંતુ એનાથી ઉગ્ર વિહાર અને તપશ્ચર્યા થતાં નહોતાં. એક દિવસ વિહાર કરતાં રસ્તામાં એક ખેતરમાં એક ઉંદરને આમતેમ આનંદપૂર્વક દોડાદોડી કરતાં જોઈને એના મનમાં ભાવ થાય છે કે “મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે ! એમને નથી વિહારનું કોઈ કષ્ટ કે નથી ગોચરીની કોઈ ચિંતા.” આવો વિચાર થતાં જ એમનાથી નિયાણુ બંધાઈ જાય છે અને ભવાન્તરમાં એ જીવ હવે ઉંદર બનેલો છે. પરંતુ હવે જાતિસ્મરણ થતાં એ જીવને પશ્ચાત્તાપ થાય છે અને દેશના સાંભળવા અહીં આવ્યો છે.” - શ્રી હરિભદ્રસૂરિ રચિત સમરાદિત્ય કેવલીની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા, રાજકુમાર ગુણસનના હાથે અવહેલના પામતાં, દીક્ષા લઈ ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણ બાંધે છે. આવું નિયાણ અપ્રશસ્ત પ્રકારનું છે. ભગવાન મહાવીરે એમના સોળમા પૂર્વ ભવમાં વિશ્વભૂતિ મુનિ તરીકે અપ્રશસ્ત નિયાણ બાંધ્યું હતું ભોગકૃત નિયાણ મુખ્યત્વે નવ પ્રકારનું છે : (૧) રાજા, (૨) શ્રેષ્ઠી, (૩) પુરુષ, (૪) સ્ત્રી, (૫) પરપ્રવિચાર, (૬) સ્વ-પ્રવિચાર, (૭) અલ્પવિકાર, (૮) દરિદ્રી અને (૯) વ્રતધારી શ્રાવક. દુનિયામાં સૌથી વધુ સુખ કોણ ભોગવે છે? એ દૃષ્ટિએ ઉપરના નવ પ્રકારના વધુ સુખી છે એટલે તેવા થવાનું નિયાણુ બાંધવામાં આવે છે. કોઈને રાજા થવાથી વધુ સુખી થઈ શકાય એમ લાગે અને કોઈને દરિદ્રી રહેવાથી વધુ સુખશાંતિ ભોગવી શકાય એમ લાગે. ભોગકૃત નિયાણાથી આરાધના નિષ્ફળ જાય છે. ૧૪૭ Jain Education Intemational 2010_05 Page #193 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ‘મને મોક્ષગતિ પ્રાપ્ત થાઓ.' ‘મને તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો.' ‘મને સમાધિમરણ અને બોધિલાભ સાંપડી રહો' વગેરે પ્રકારનું નિયાણુ પ્રશસ્ત નિયાણુ છે. ‘જય વીયરાય સ્તોત્ર'માં કહ્યું છે કે ‘હે પ્રભુ ! તમારા સિદ્ધાંત પ્રમાણે તો નિયાણુ બાંધવાની મનાઈ છે, તો પણ ભવોભવ તમારા ચરણોની સેવા કરવાનું મને સાંપડે એવું ઇચ્છું છું.' આ રીતે પ્રશસ્ત નિયાણુ બંધાય છે. અલબત્ત, પ્રશસ્ત નિયાણુ અંતે તો નિયાણુ જ છે, તો પણ કેટલીક અપેક્ષાએ એ દોષરૂપ નથી ગણાતું. કોઈપણ નિયાણુ આત્મવિકાસમાં અને અંતે મુક્તિ પ્રાપ્ત કરવામાં પ્રતિબંધક બને છે. માટે જ સાચા મુમુક્ષુ હોય અને તેમાં પણ મુનિ હોય તેઓ નિયાણુ બાંધતા નથી. [૨૭૨] પ્રધાનાઇમાવેન માંનધ્યવસાયિનઃ । संमूच्छिमप्रवृत्याभमननुष्ठानमुच्यते ॥८॥ અનુવાદ : પ્રણિધાન વગેરેના અભાવથી, અધ્યવસાય રહિત તથા સંમૂચ્છિમની પ્રવૃત્તિના જેવું જે કર્મ તે અનનુષ્ઠાન કહેવાય છે. વિશેષાર્થ : આ શ્લોકમાં અનનુષ્ઠાનનાં મુખ્ય લક્ષણો આપવામાં આવ્યાં છે. પ્રણિધાન એટલે મનની એકાગ્રતા. કોઈ ક્રિયા કરતી વખતે તેમાં મનની એકાગ્રતા જો ન હોય તો તે ક્રિયા યંત્રવત્ થાય છે. તે બરાબર થતી નથી. તેમાં ભૂલચૂક થવાનો સંભવ રહે છે. પ્રણિધાન ઉપરાંત ઉત્સાહ, આદર, પુરુષાર્થ વગેરેનો પણ તે ક્રિયામાં અભાવ હોય અને આત્માના અનુસંધાન વિના, અધ્યવસાય રહિત તે ક્રિયા જો થતી હોય તો એનો અર્થ એ થયો કે જેમને મન ન હોય એવા સંમૂચ્છિમ જીવો ક્રિયા કરે અને મન હોવા છતાં તેવા જીવો મન વગર ક્રિયા કરે તો એ બે ક્રિયામાં ફરક ન રહે. મતલબ કે તેમની ક્રિયા સંમૂચ્છિમ જીવોની પ્રવૃત્તિ જેવી બની રહે. ચિત્તની એકાગ્રતા વિનાની, શૂન્ય મનથી કરાતી આવી ધર્મક્રિયાને અન્-અનુષ્ઠાન (અથવા અન્યાનુષ્ઠાન કે અન્યોન્યાનુષ્ઠાન) કહેવામાં આવે છે. [૨૭૩] ઓષસંજ્ઞાત્ર સામાન્યજ્ઞાનરૂપા નિબંધનમ્ । लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्षिणी ॥९॥ અનુવાદ : અહીં સામાન્ય જ્ઞાનરૂપ ઓઘસંજ્ઞા અને નિર્દોષ સૂત્રમાર્ગની અપેક્ષા વગરની લોકસંજ્ઞા કારણરૂપ છે. વિશેષાર્થ : અનનુષ્ઠાન પ્રકારની ધર્મક્રિયાની પ્રવૃત્તિ થવાનાં બે મુખ્ય કારણો છે : (૧) ઓધસંજ્ઞા અને (૨) લોકસંજ્ઞા. ઓધ એટલે સામાન્ય. જેમાં ઊંડાણમાં જવામાં ન આવે, યોગ્યાયોગ્યતાની પૂરી તપાસ કરવામાં ન આવે, કાર્યકારણની મીમાંસા ન હોય, ઉપર ઉપરથી થોડું જાણીને સંતોષ માની લીધો હોય, વળી એનું તારતમ્ય તપાસવાની શક્તિ કે યોગ્યતા ન હોય, એવી પ્રવૃત્તિઓ સંસારમાં જેમ જુદાં જુદાં ક્ષેત્રોમાં થાય છે તેમ ધર્મના ક્ષેત્રમાં પણ થાય છે. દરેક જમાનામાં કેટલીયે ધર્મપ્રવૃત્તિ માત્ર ઓઘસંજ્ઞાથી થતી રહે છે. લોકસંજ્ઞામાં ‘લોક' શબ્દ સૂચવે છે તેમ ઘણા લોકો કહે છે માટે પોતે કરવું અથવા વડીલો કરતા આવ્યા છે માટે પોતે કરવું અથવા જો પોતે નહિ કરે તો લોકોથી અળગા પડી જવાશે, અથવા _2010_05 ૧૪૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર જ્ઞાતિબહિષ્કૃત થવાશે એવા ભયથી કરવું તે અથવા લોભલાલચથી વશ થઈને કરવું તે. આવી ગતાનુગતિક દેખાદેખીથી થતી ઉપયોગશૂન્ય પ્રવૃત્તિ તે લોકસંજ્ઞાવાળી પ્રવૃત્તિ છે. ધર્મક્ષેત્રે થતી એવી પ્રવૃત્તિને અન્અનુષ્ઠાન તરીકે ઓળખવામાં આવે છે. એમાં શુદ્ધ, નિર્દોષ શાસ્રસિદ્ધાન્તની અપેક્ષા નથી હોતી. એટલે જ અન્-અનુષ્ઠાનના પ્રકારની પ્રવૃત્તિ બહુ ફલદાયી નીવડતી નથી. [૨૭૪] ન તો નાપિ સૂત્ર નો ગુરુવાષમપેક્ષતે । अनध्यवसितं किंचित्कुरुते चौघसंज्ञया ॥१०॥ અનુવાદ : ઓઘસંજ્ઞાથી તે જે કંઈ કરે છે તેમાં લોકની, સૂત્રની કે ગુરુના વચનની અપેક્ષા રાખતો નથી અને અધ્યવસાયરહિત તે કરે છે. કે વિશેષાર્થ : જે કોઈ ઓઘસંજ્ઞાથી અનુષ્ઠાન કરે છે તેમાં તે લોકની અપેક્ષા રાખતો નથી, એટલે કે લોકરીતિ કેવી છે, લોકપરંપરા કેવી છે તે સમજવાની દરકાર રાખતો નથી. એથી ઓઘસંજ્ઞાથી થતી ક્રિયા ક્યારેક લોકવિરુદ્ધ પણ હોઈ શકે છે. વળી આવી રીતે ઓઘસંજ્ઞાથી અનુષ્ઠાન કરનાર સૂત્રમાં અર્થાત્ શાસ્ત્રમાં શું કહ્યું છે તે જાણતો નથી, તે જાણવાની તેની વૃત્તિ પણ નથી હોતી અથવા ક્યારેક તેવી શક્તિ પણ તેનામાં હોતી નથી. એટલે પોતાની ક્રિયા શાસ્ત્રાનુસારી છે કે કેમ તેની પણ તેને સમજ પડતી નથી. તદુપરાંત તે ગુરુવચનની અપેક્ષા પણ રાખતો નથી, એટલે કે તે અંગે ગુરુ-ભગવંતોનું માર્ગદર્શન મેળવવું જોઈએ એવું તેને સૂઝતું નથી. કદાચ સૂઝે તો તેવી ઇચ્છા કે પ્રવૃત્તિ થતી નથી. તે પોતાની મતિએ ક્રિયા કરે છે, પણ વસ્તુતઃ તે શૂન્ય ચિત્તે ક્રિયા કરે છે. આવી જે જે ધર્મક્રિયા તે કરે છે તેમાં તેના ચિત્તના શુભ અધ્યવસાયો જોડાયા હોતા નથી. એની ક્રિયા ભાવવિહીન હોય છે. પરિણામે તેવી ઓઘસંજ્ઞાવાળી ક્રિયા એકંદરે વ્યર્થ નીવડવાનો સંભવ રહે છે. [૨૭૫] શુદ્ધસ્યાન્વેષને તીર્થોવ્હેવઃ સ્થાવિતિ વવિનામ્। लोकाचारादर श्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ११ ॥ અનુવાદ : ‘શુદ્ધનું અન્વેષણ કરવા જતાં તો તીર્થનો ઉચ્છેદ થઈ જાય', એવી દલીલ કરનારાઓને લોકાચારમાં જે આદર અને શ્રદ્ધા થાય તે લોકસંજ્ઞા કહેવાય છે. વિશેષાર્થ : આવશ્યકાદિ ધર્મક્રિયા કરતી વખતે તે સૂત્રસિદ્ધાન્ત અનુસાર શુદ્ધપણે જ કરવી અને નહિ તો ન જ કરવી, એવો જો આગ્રહ રાખવામાં આવે તો એવી શુદ્ધ રીતે ક્રિયા કરનારા થોડા જ નીકળવાના. બીજી બાજુ અશુદ્ધ ક્રિયા કરનારને અટકાવતાં અટકાવતાં એવો વખત આવશે કે જ્યારે શુદ્ધ ક્રિયા કરનાર કોઈ હશે નહિ અને અશુદ્ધ ક્રિયાને કરવા દેવામાં આવતી ન હોય. પરિણામે ક્રિયા કરનાર જો કોઈ રહે જ નહિ તો તીર્થનો એટલે જિનશાસનનો વિચ્છેદ જ થઈ જાય. એના કરતાં લોકો જેમ કરતાં હોય તેમ ભલે કરે, આવું કહીને લોકોનાં અવિધિવાળાં, અશુદ્ધ અનુષ્ઠાન માટે જે આદર અને શ્રદ્ધા ધરાવવામાં આવે તે લોકસંજ્ઞા કહેવાય છે. લોકાચાર આવી રીતે બળવાન થઈ જાય છે અને પછી તો એ જ કલ્યાણકારી માર્ગ છે એવા ભ્રમમાં પડી જવાય છે. ગતાનુગતિકતાથી, આત્માના અવલંબન વિના, લક્ષ્યની શુદ્ધિ વિના થતી આવી ક્રિયામાં સ્વાભાવિક રીતે જ ઘણા માણસો જોડાયા હોવાથી, એ _2017_05 ૧૪૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જ સાચું છે એવો ભાવ જન્મે છે અને એને માટે બહુમાન થાય છે. પરંતુ લોકસંજ્ઞાથી કરાતાં આવાં અનુષ્ઠાન તે અનનુષ્ઠાન જ ગણાય. [૨૭] fક્ષતવિપોપેતHણાવશ્યલમુચ્યતે | द्रव्यतो भावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥१२॥ અનુવાદ : શિક્ષિત વગેરે પદથી યુક્ત છતાં ભાવથી રહિત જે આવશ્યક તે જો દ્રવ્ય (આવશ્યક) કહેવાય, તો પછી અશુદ્ધની તો વાત જ શી ? ' વિશેષાર્થ : આવશ્યક ક્રિયાઓ બરાબર શુદ્ધ રીતે કરવા માટે ઉચ્ચારશુદ્ધિ, વિધિશુદ્ધિ વગેરે કેમ બરાબર સચવાય તેનું શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ, આસેવન, પદસંપદા વગેરે સહિત આવશ્યક ક્રિયાઓનો સૂત્રપાઠ કરવામાં આવ્યો હોય, પણ તે જો ભાવ વગર, યંત્રવત્ કરવામાં આવ્યો હોય તો તેને માત્ર દ્રવ્ય આવશ્યક કહેવામાં આવે છે. તો પછી જે ક્રિયા ભાવશૂન્ય હોય અને વળી સૂત્રોના પાઠના ઉચ્ચારમાં પણ અશુદ્ધ હોય તો તેની તો વાત જ શી કરવી ? એને દ્રવ્યાવશ્યક પણ કેમ કહી શકાય ? આધ્યાત્મિક ક્ષેત્રે આવી રીતે દ્રવ્ય અને ભાવ એમ ઉભય રીતે અશુદ્ધ ક્રિયાનું મૂલ્ય બહુ ન ગણાય. [૨૭૭] તીર્થોઝેમિયા જ્ઞાવિશુદ્ધચૈવ વારે | सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः ॥१३॥ અનુવાદ: તીર્થના ઉચ્છેદના ભયથી જો અશુદ્ધનો આદર કરવામાં આવે તો, ગતાનુગતિત્વને લીધે સૂત્રક્રિયાનો લોપ થઈ જશે. વિશેષાર્થ : લોકસંજ્ઞા અનુસાર જે અશુદ્ધ ક્રિયા થતી હોય છે તેના બચાવ માટે એવી દલીલ કરવામાં આવે છે કે મોટા ભાગના લોકો અશુદ્ધ રીતે જ તે કરે છે અને શુદ્ધ ક્રિયા થાય તો જ કરવી એવો આગ્રહ રાખવામાં આવે, તો વખત જતાં શુદ્ધ કે અશુદ્ધ બંને પ્રકારની ક્રિયા કરનાર કોઈ હશે જ નહિ અને એમ કરતાં તીર્થનો વિચ્છેદ થઈ જશે. આ ભયસ્થાન જેટલું વાસ્તવિક છે તેના કરતાં કાલ્પનિક વધુ છે. જો અશુદ્ધ ક્રિયાનો આદર ચાલુ રહે તો વખત જતાં ઉત્તરોત્તર વધુ અને વધુ લોકો, વધુ અને વધુ પ્રકારની ક્રિયા અશુદ્ધ રીતે જ કરતા રહેશે. એમ કરતાં કરતાં અશુદ્ધ ક્રિયા જ પ્રમાણભૂત બની જશે, કારણ કે તે લોકપ્રિય હશે. પરંતુ એથી સાચા સૂત્રસિદ્ધાન્તનો અને સૂત્રોનુસાર શાસ્ત્રકથિત વિશુદ્ધ ક્રિયાનો ક્રમ કરીને લોપ જ થઈ જશે. એટલે જો સૂત્રક્રિયાનો લોપ થશે તો પણ તીર્થનો વિચ્છેદ થઈ જશે. આમ અશુદ્ધનો આદર કરવાથી અને તેનો જ આગ્રહ રાખવાથી તીર્થવિચ્છેદ અને શાસ્ત્રવિચ્છેદ એમ બંને વિચ્છેદ થશે. એટલે ઘણા લોકો અશુદ્ધ ક્રિયા કરતા હોય તો પણ આદર, મહિમા અને આગ્રહ તો શાસ્ત્રવિહિત શુદ્ધ ક્રિયાનો જ કરવો જોઈએ. [૨૭૮] થર્મોન ર્તવ્ય કૃતં વારેવ વેત્ | तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥१४॥ અનુવાદ : ધર્મમાં ઉદ્યત પુરુષે, જે ઘણાંએ કર્યું હોય તે જ કરવું જોઈએ એમ હોય તો પછી મિથ્યાષ્ટિનો ધર્મ ક્યારેય ત્યાજ્ય નહિ થાય. ૧૫૦ 2010_05 Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર વિશેષાર્થ : અશુદ્ધ ક્રિયા કરનારા ભલે કર્યા કરે, કારણ કે નહિ તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે–એવી દલીલનો જવાબ આપ્યા પછી હવે અહીં તેઓની બીજી દલીલનો જવાબ આપવામાં આવ્યો છે. લોકાચારમાં જ્યારે ઘણા લોકો એક ખોટી વસ્તુ કરતા હોય છે, ત્યારે ખોટી વસ્તુનો ચીલો પડી જાય છે. વળી આજકાલ લોકશાહીના નામે બહુમતી કરે એ સાચું એવી દલીલ પણ કરવામાં આવે છે. સામાજિક દૃષ્ટિએ લોકવ્યવહારમાં એમ કરવામાં આવે તો તે ભલે હોય. ક્યારેક તેમ કરવું આવશ્યક પણ બને. પરંતુ અધ્યાત્મમાર્ગમાં બહુમતી ન ચાલે, કારણ કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટેની પાત્રતા જ ઘણી દુર્લભ છે. એટલે સંસારમાં હમેશાં આધ્યાત્મિક સમજણ અને ડહાપણ ધરાવનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ અલ્પ સંખ્યામાં જ રહેવાના. હવે જો એવો આગ્રહ રાખવા બાબતમાં પણ બહમતી કરે તે જ કરવા યોગ્ય છે. તો તેની સામે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અહીં સચોટ દલીલ કરે છે કે જો એવું જ ગણશો તો સંસારમાં હમેશાં સમ્યદૃષ્ટિવાળા જીવો કરતાં મિથ્યાદૃષ્ટિવાળા લોકો મોટી સંખ્યામાં જ રહેવાના. તો તો પછી સર્વત્ર મિથ્યાદર્શન જ આરાધ્ય બની જશે. પરંતુ એમ ન થાય એટલા માટે અધ્યાત્મના ક્ષેત્રે લોકસંજ્ઞાને હમેશાં ત્યાજ્ય ગણવી જોઈએ. [૨૭૯] તમાદ્રતાનુ ત્યા સૂટવનિતમ્ | ગોયતો નોતો વા તવનનુષ્ઠાનમેવ હિ શકો અનુવાદ : એટલા માટે સૂત્રરહિત અને ગતાનુગતિક રીતે, ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી જે કરવામાં આવે તે અનનુષ્ઠાન જ છે. વિશેષાર્થ : આમ, ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયાઓનાં મુખ્ય લક્ષણો દર્શાવી, આધ્યાત્મિક આરાધનામાં તેની ઉપયોગિતા કેટલી બધી ઓછી છે તે સમજાવ્યા પછી તે વિશે ગ્રંથકાર મહર્ષિ આ શ્લોકમાં સમાપન કરતાં કહે છે કે આ રીતે સૂત્રની અપેક્ષા વિનાની એટલે કે શાસ્ત્રકથિત આચારશુદ્ધિ વિનાની અને સમજણ વિના ઓઘસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયા અંતે તો અનનુષ્ઠાન જ ગણાય. મોક્ષમાર્ગમાં તે ઉપકારક નીવડતી નથી. [૨૮] મનિર્નર પર્વ વાયવન્ત્રશોતિન્.. सकामनिर्जरा तु स्यात् सोपयोगप्रवृत्तितः ॥१६॥ અનુવાદ : આમાં કાયાને કષ્ટ આપવા વગેરેથી અકામ નિર્જરા થાય છે, પરંતુ ઉપયોગ સંહિતની પ્રવૃત્તિથી સકામ નિર્જરા થાય છે. વિશેષાર્થ : જે અનનુષ્ઠાન છે તેનાથી તો માત્ર અકામ નિર્જરા થાય છે. તેમાં કાયાને કષ્ટ આપવાપણું હોય છે. એમાં ઉપયોગની શૂન્યતા છે. અજ્ઞાનથી થતી તે ક્રિયા છે. એમાં લક્ષ્યની વાત નથી હોતી. જે ધર્મક્રિયા ઉપયોગ સહિત થાય છે તેમાં સકામ નિર્જરા થાય છે. તેમાં મોક્ષનું લક્ષ્ય સ્પષ્ટ હોય છે. નિર્જરા એટલે કર્મોનું ખરી પડવું. તેના બે પ્રકાર છે : સવિપાક અને અવિપાક. પૂર્વે બાંધેલાં કર્મો વિપાકોદય થતાં ભોગવાઈને ખરી પડે તે સવિપાક નિર્જરા. ગુપ્તિ, સમિતિ, તપ વગેરે દ્વારા કર્મોને ૧૫૧ Jain Education Interational 2010_05 Page #197 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઉદયમાં લાવી, તે ફળ આપે તે પહેલાં તેને ભસ્મ કરવાં તે અવિપાક નિર્જરા છે. નિર્જરાના અકામ અને સકામ એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. અકામ એટલે ઇચ્છા વગર અને સુકામ એટલે ઇચ્છાપૂર્વક, ધ્યેયપૂર્વક, કોઈકના રોકી રાખવાથી કે એવા અજ્ઞાનયુક્ત સંજોગોને કારણે, આત્મશુદ્ધિના લક્ષ્ય વિના ભૂખ, તરસ વગેરે કાયક્લેશ મિથ્યાત્વસહિત સહન કરવાનાં આવે તે અકામ નિર્જરા છે. આત્મશુદ્ધિ માટે, ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક સમ્યક્ત્વહિત કરેલી ક્રિયાથી થતી કર્મની નિર્જરા તે સકામ નિર્જરા છે. મોક્ષમાર્ગમાં સકામ નિર્જરા જ ઉપકારક થાય છે. [૨૮૧] અનુષ્ઠાનરા તવદ્ધતુ મા વિનામ્ | एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ॥१७॥ અનુવાદ : માર્ગગામીઓને સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી તદૂત (અનુષ્ઠાન) પ્રાપ્ત થાય છે. અનાભોગાદિ વિના, ચરમાવર્તમાં તે પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ : માર્ગાનુસારી જીવોને, મોક્ષમાર્ગની અભિલાષા ધરાવનારાને શરમાવર્તમાં આ તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. તહેતુ (તદ્ધતુ) એટલે “એ માટેનું' એટલે કે મોક્ષપ્રાપ્તિ માટેનું અનુષ્ઠાન. એ અનુષ્ઠાન ‘તહેતુ’ના નામથી ઓળખાય છે. એ અનુષ્ઠાનવાળા જીવો અનાભોગાદિકથી મુક્ત હોય છે અને તેઓ ચરમાવર્તમાં આવેલા હોય છે. “અનાભોગ' પારિભાષિક શબ્દ છે. એનો એક અર્થ થાય છે અજાણતાં કે ખ્યાલ બહાર. અનાભોગાદિ શબ્દથી અનુપયોગ, અનાદર, વિસ્મૃતિ, સહસાકાર, આશંસા વગેરે દોષો ગણાવી શકાય. તહેતુ અનુષ્ઠાન કરનારમાં આવા દોષો હોતા નથી. ચરમાવર્ત એટલે છેલ્લે આવર્તન, છેલ્લું પુદ્ગલ પરાવર્તન ચરમાવર્ત શબ્દમાં ચરમ એટલે છેલ્લું અને આવર્ત એટલે વર્તુળ. જીવ સંસારમાં ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતો રહે છે. સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડેલો અને વ્યવહાર રાશિમાં આવેલો જીવ જન્મમરણ કરતો રહે છે. તે એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય બને અને મનુષ્ય તરીકે કેવળજ્ઞાન પામી મોક્ષ જાય, એમાં કેટલો બધો કાળ વીતતો હશે ! વળી મનુષ્યભવ મળ્યો તે ભવે જ કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત થાય એવું નથી. કેટલાયે જીવો ચોર્યાશી લાખ યોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કેટલીયે વાર મનુષ્યપણું પામે છે, છતાં ફરી ભવભ્રમણમાં અટવાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે અનંતકાળ એમાં વીતી જાય છે. એમાં ચૌદ રાજલોકમાં બધે એ ઘમી વળે છે. એ કેવી રીતે ઘુમી વળે છે અને એમાં કોઈ નિયમ છે કે નહિ તે વિશે જૈન દર્શન બહુ સૂક્ષ્મતાથી સમજાવે છે. એને પુદ્ગલ પરાવર્તન કહે છે. પુદ્ગલ એટલે અજીવ તત્ત્વ (Matter). આત્મા ચેતન તત્ત્વ છે. જ્યાં સુધી મુક્તિ (મોક્ષ) ન મળે ત્યાં સુધી આ ચેતન તત્ત્વ પુગલ સાથે સંલગ્ન રહે છે. જીવનો દેહ પુદ્ગલનો બનેલો છે. પુદ્ગલના સૂક્ષ્મ પરમાણુઓ પ્રતિક્ષણ (પ્રતિસમય) દેહમાંથી છૂટા પડી બહાર નીકળી જાય છે અને બીજા પરમાણુઓ દેહમાં જોડાય છે. જીવ મૃત્યુ પામે છે ત્યારે આત્મા દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે. આ રીતે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને ઉંઝન (ત્યાગ), તે પુદ્ગલનો આવર્ત કહેવાય છે. પુદ્ગલ પરમાણુઓ કેટલા પ્રકારના છે ? જૈન દર્શન પ્રમાણે મુખ્યત્વે આઠ પ્રકારના છે. એને વર્ગણા ૧૫૨ Jain Education Intemational 2010_05 Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર કહેવામાં આવે છે. દારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, આહારક, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન, એ આઠ વર્ગણામાંથી આહારક સિવાયની સાત વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન જીવ અનેક વાર કરે છે, પરંતુ આહારક વર્ગણા તો જીવને સમગ્ર ભવચક્રમાં ફક્ત ચાર વાર જ પ્રાપ્ત થઈ શકે છે. ચૌદ રાજલોકમય આ વિશ્વમાં પુલ પરમાણુઓ સર્વત્ર ભરેલા છે. એમાંથી સાત વર્ગણાના દરેક દરેક પુદ્ગલ પરમાણુને જીવ ભોગવે એટલે કે પરિણમાવે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. આ પુદ્ગલ પરાવર્તન તે દ્રવ્યથી થયું કહેવાય. વળી એમાં કોઈ કમ ન હોવાથી તે બાદર કહેવાય. એટલે આ દ્રવ્યથી બાદર પુગલ પરાવર્તન કહેવાય. તદુપરાંત વૈક્રિય, તેજસ વગેરે સાત વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને અનુક્રમે ભોગવે તો તે દ્રવ્યથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. હવે ક્ષેત્રથી પુદ્ગલ પરાવર્તન લઈએ. લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. પ્રત્યેક પ્રદેશને મરણથી સ્પર્શવામાં આવે અને એ રીતે લોકાકાશના સર્વ પ્રદેશને સ્પર્શવામાં આવે તે ક્ષેત્રથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય. તદુપરાંત લોકાકાશના પ્રત્યેક પ્રદેશને મરણથી અનુક્રમે સ્પર્શવામાં આવે. (વચમાંના સમયમાં અન્ય પ્રદેશોને ગમે તેટલી વાર સ્પર્શવામાં આવે તે ન ગણાય.) અને એમ સર્વ લોકાકાશના પ્રદેશોને સ્પર્શવામાં આવે તે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. તેવી જ રીતે ઉત્સર્પિણીના અને અવસર્પિણીના સર્વ સમયોને મરણથી સ્પર્શવામાં આવે તે કાળથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય અને કાળચક્રના સમયને અનુક્રમે સ્પર્શવામાં આવે તે કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. એ જ પ્રમાણે કષાયોના અસંખ્ય અનુબંધસ્થાનોને બધાંને સ્પર્શવામાં આવે તે ભાવથી બાદર પુદ્ગલ પરાવર્તન કહેવાય અને કષાયોનાં અનુબંધસ્થાનોને અનુક્રમે સ્પર્શવામાં આવે તે ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવાય. આમ જીવ અનંત પુલ પરાવર્તન કરતો કરતો જયારે છેલ્લાં પુદ્ગલ પરાવર્તનમાં (ચરમાવર્તિમાં) આવે, ત્યારે જીવની ઔધદષ્ટિ મટીને યોગદષ્ટિ થવા માંડે છે અને ત્યારે એને આ તહેતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. [૨૮૨] ઘવનનોર્થ અવબત્રિપાડા ! अत्र स्यात् सत्क्रियारागोऽन्यत्र चासत्क्रियादरः ॥१८॥ અનુવાદ : આ ધર્મનો યૌવનકાળ છે. તે પહેલાં ભવની બાલદશા હોય છે. અહીં સતુ ક્રિયાનો રાગ હોય છે તથા બીજામાં અસત્ ક્રિયાનો આદર હોય છે. વિશેષાર્થ : તદ્હેતુ અનુષ્ઠાનવાળો જીવ ચરમાવર્તમાં આવે છે. એને સત્ ક્રિયાનો અનુરાગ હોય છે. અસત્ ક્રિયા પ્રત્યે હવે એને અનુરાગ થતો નથી. | આવી રીતે ચરમાવર્તમાં આવેલા જીવ માટે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ એનો ધર્મયૌવનનો કાળ છે. યૌવનમાં શક્તિ, પુરુષાર્થનો ઉત્સાહ, ધ્યેયની સ્પષ્ટતા, તરવરાટ, સમજણ, સારાસાર વિવેક વગેરે હોય છે. એટલે ચરમાવર્તને યોગ્ય રીતે જ ધર્મના યૌવનકાળ તરીકે ઓળખાવવામાં આવે છે. ચરમાવર્તમાં | ન આવેલા જીવો સંસારની બાલદશાના જીવો કહેવાય છે, કારણ કે એવા જીવોને પુનર્જન્માદિમાં શ્રદ્ધા - કદાચ હોય કે ન હોય. બુદ્ધિથી કદાચ તે સ્વીકારે પણ અંતરમાં તેની પ્રતીતિ ન પણ હોય. તેને ભૌતિક | ઐહિક જીવન જ સારી રીતે સુખમય જીવવા જેવું છે એવું રહ્યા કરે છે. એની તમામ પ્રવૃત્તિઓ પોતાના વર્તમાન જીવનને ધન, પુત્ર પરિવાર વગેરેની દષ્ટિએ સાર્થક કરવા યોગ્ય લાગે છે. ધર્મના આવા ૧ ૫૩ Jain Education Interational 2010_05 Page #199 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર બાલ્યકાળમાં તેને અસત્ ક્રિયાઓ પ્રત્યે રસ, રુચિ, આદર વગેરે રહ્યા કરે છે. સક્લિાઓ તરફ અનુરાગ એને થતો નથી. સક્રિયાઓ તેને વ્યર્થ કે અર્થહીન, સમય બગાડવા જેવી લાગે છે. [૨૮૩) બારાદાથ મૂન વાનીના દિધે धर्मयूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥१९॥ અનુવાદ: જેમ યુવાન પુરુષને ભોગના રાગને લીધે પોતાની બધી બાલક્રીડા લજજાકારક લાગે છે, તેમ ધર્મના યૌવનકાળમાં આવેલાને ધર્મના રાગને કારણે અસત્ ક્રિયા શરમાવા જેવી લાગે છે. વિશેષાર્થ : ચરમાવર્તમાં આવેલા જીવને જ સત્ ક્રિયા અનુરાગ હોય છે. ધર્મનો એ યૌવનકાળ છે. એટલે પોતે પૂર્વે અણસમજમાં જે કંઈ અસત્ ક્રિયા કરી હોય તેવી ક્રિયા કરતાં હવે તેને લજ્જા ઊપજે છે. અહીં દષ્ટાંત આપવામાં આવે છે કે જેમ કોઈ યુવાન હોય તો એને હવે બાલક્રીડા કરતાં શરમાવા જેવું લાગે છે. નાનાં છોકરાંઓ બાળપણમાં ઠેલણગાડી, ઢીંગલા-ઢીંગલી, ઘર ઘર રમવું કે ધૂળમાં આળોટવું વગેરે રમત રમે છે, પરંતુ મોટા થયા પછી તેઓને એવી રમત રમતાં સંકોચ-શરમ થાય છે. એ પ્રકારની રમત હવે તેમને શોભતી નથી. કોઈ નાનાં બાળકોને એવી રમત રમાડે તે જુદી વાત છે, પણ પોતે એકલા રમે તો તેઓ હાસ્યાસ્પદ બને અને મૂર્ખામાં ખપે. તેવી જ રીતે ધર્મના યૌવનકાળમાં પ્રવેશેલા અને સદનુષ્ઠાન કરવાવાળાને અશુદ્ધ કે અસત્ ક્રિયા કરતાં શરમ ઊપજે છે. સદનુષ્ઠાન પ્રાપ્ત થતાં અસદ્ અનુષ્ઠાન આપોઆપ છૂટી જાય છે. [૨૮૪] ચતુર્થ વરHવર્તે તમવિદ્ધિનુરાતઃ | अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसंगतम् ॥२०॥ અનુવાદ : એટલે ચરમાવર્તમાં ધર્મના અનુરાગને લીધે બીજાદિ ક્રમથી યુક્ત એવું ચતુર્થ (તહેતુ) અનુષ્ઠાન હોય છે. વિશેષાર્થ ? જીવ જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે સત્ ક્રિયા પ્રત્યે અથવા ધર્મક્રિયા પ્રત્યે એને અનુરાગ જન્મે છે. ચોથું હતુ અનુષ્ઠાન સત્ ક્રિયા પ્રત્યેના અનુરાગવાળું હોય છે. એટલે તહેતુ અનુષ્ઠાન પણ ચરમાવર્તમાં જ સંભવી શકે. આ અનુષ્ઠાનનાં જે લક્ષણો છે તેને વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે. વૃક્ષમાં બીજ, અંકુર, સ્કંધ, પત્ર, પુષ્પ અને ફળ એનાં ક્રમિક અંગો છે. એ પ્રમાણે આ અનુષ્ઠાનનાં લક્ષણોને હવે પછીના શ્લોકોમાં એ રીતે ઘટાવવામાં આવ્યાં છે. [૨૮૫ વીનં વેદ કનાન્ કૃત્રી દ્ધનુષનરિ:. बहुमानप्रशंसाम्यां चिकीर्षा शुद्धगोचरा ॥२१॥ અનુવાદ : શુદ્ધ અનુષ્ઠાન કરનારા મનુષ્યોને જોઈને તેમની બહુમાન અને પ્રશંસા કરવા દ્વારા શુદ્ધ ક્રિયા કરવાની ઇચ્છા થાય તે અહીં બીજ છે. ૧૫૪ Jain Education Intemational 2010_05 Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર વિશેષાર્થ : આ ચોથું તહેતુ અનુષ્ઠાન કરનાર જીવનું બીજ રૂપ પ્રથમ લક્ષણ એ હોય છે કે જે લોકો શુદ્ધ, મોક્ષલક્ષી ક્રિયા કરે છે તેવા લોકો પ્રત્યે તેને આદર-બહુમાન થવા લાગે છે. વળી તેઓ માટે પ્રીતિ થતાં તેમની સમ્યક પ્રશંસા પણ તે કરવા લાગે છે. વળી પોતાને પણ એવો શુભ ભાવ થાય છે કે, “હું પણ આવી શુદ્ધ ધર્મક્રિયા કરતો થાઉં તો કેવું સારું !' આ પ્રકારનો ભાવ થવો તે તહેતુ અનુષ્ઠાનનું બીજરૂપ લક્ષણ છે. [૨૮૬] તથા વીનુવંશ નં: કીર્થંડર: | तद्धत्वन्वेषणा चित्रा स्कंधकल्पा च वर्णिता ॥२२॥ અનુવાદ : તેના અકલંક અનુબંધને અંકુર કહેવામાં આવે છે. એ માટે તેની વિવિધ પ્રકારની અન્વેષણા કરવી તે સ્કંધરૂપે વર્ણવાય છે. વિશેષાર્થ : તહેતુ અનુષ્ઠાનરૂપી વૃક્ષમાં અંકુરને સ્થાને ક્યું લક્ષણ પ્રગટ થાય છે અને સ્કંધ (થડ)ને સ્થાને ક્યું લક્ષણ પ્રગટ થાય છે તે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. જીવને પોતાને ઇચ્છા અને ભાવના થઈ હતી કે પોતે ક્યારે એવી શુદ્ધ ધર્મક્રિયા કરશે ? આ ઇચ્છા અને ભાવનાનું વારંવાર રટણ થવું, નિર્મળ ભાવથી તેનો અનુબંધ થયા કરવો તે અંકુરરૂપે છે. ધર્મક્રિયા માટેનું રુચિરૂપી બીજ વાવ્યા પછી, તેના ઉપર અનુભાવનરૂપી જલનું વારંવાર સિંચન થતાં બીજમાંથી અંકુર ફૂટે છે. ત્યાર પછી, કેવી રીતે આ શુદ્ધ ક્રિયા થઈ શકે તેનું ચિંતન મનન કરવું, તેની વિવિધ રીતે સૂક્ષ્મ અન્વેષણા કરવી એ તહેતુ વૃક્ષના સ્કંધ રૂપે છે. [૨૮૭] પ્રવૃત્તિત્તે ચિત્રા ૪ પત્રાલિદી મતા ! पुष्पं च गुरुयोगादिहेतुसंपत्तिलक्षणम् ॥२३॥ અનુવાદ : વળી તેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ તે પાંદડાં વગેરે જેવી માનેલી છે તથા ગુરનો યોગ વગેરેના હેતુરૂપ સંપત્તિને પુષ્યરૂપ કહેલી છે. * વિશેષાર્થ : તહેતુ અનુષ્ઠાનરૂપી વૃક્ષ મોટું થતું જાય તો એને પત્ર એટલે કે પાંદડાં અને ફૂલો પણ આવે. આ શ્લોકમાં પાંદડાં અને ફૂલોરૂપી લક્ષણો ક્યાં છે તે દર્શાવવામાં આવ્યાં છે. આ અનુષ્ઠાનમાં જે જે સત્ ક્રિયાઓ કરવામાં આવે તેને વિવિધ પ્રકારનાં નાનાં મોટાં પાંદડાં વગેરે જેવી ગણી શકાય. તદુપરાંત સદ્ગુરુનો, ગુરુજનોનો સમાગમ, એ દ્વારા પ્રાપ્ત થતો બોધ, તથા તેમના માર્ગદર્શન હેઠળ થતો શાસ્ત્રાભ્યાસ વગેરેને આ વૃક્ષનાં પુષ્પ તરીકે ઓળખાવી શકાય. ૧૫૫ Jain Education Interational 2010_05 Page #201 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૮૮] ભાવધર્મસ્ય સંપત્તિર્યાં ચ સદ્દેશનવિના। फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥२४॥ અનુવાદ : અહીં સત્ દેશનાદિથી જે ભાવધર્મની સંપત્તિ પ્રાપ્ત થાય તેને ફળરૂપે જાણવી. તે નિયમથી મોક્ષની સાધક થાય છે. વિશેષાર્થ : સદ્ગુરુનો યોગ થયા પછી એમની પાસેથી સત્ દેશના સાંભળવા મળે છે. એથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. એથી સમ્યક્ત્વરૂપી શુદ્ધ ભાવધર્મની પ્રાપ્તિ થાય છે. એ જ આ તદ્ભુતુ અનુષ્ઠાનનું ફળ છે. આ ફળ નિયમા એટલે કે અવશ્ય મોક્ષને અપાવનારું છે. [૨૮૯] સહનો માવધર્મી હિ શુદ્ધશ્ચંદ્રનાંધવત્ । एतद्गर्भमनुष्ठानममृतं संप्रचक्षते ॥ २५ ॥ અનુવાદ : સહજ ભાવધર્મ એ શુદ્ધ ચંદનની સુગંધ જેવો છે. એ સહિત જે અનુષ્ઠાન તે ‘અમૃત’ (અનુષ્ઠાન) કહેવાય છે. વિશેષાર્થ : ભાવધર્મ તે શું એ સમજાવ્યા પછીથી અમૃત અનુષ્ઠાન વિશે કહ્યું છે કે જેનાથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવા સહજ અને શુદ્ધ ભાવધર્મ સાથે જો અનુષ્ઠાન કરવામાં આવે તો તે અમૃત અનુષ્ઠાન બને છે. અહીં ઉપમા ચંદનના વૃક્ષની સુગંધની આપવામાં આવી છે. આસપાસના વાતાવરણમાં પણ પ્રસરેલી હોય છે. ચંદનનું વૃક્ષ હજુ નજરે ન પડ્યું હોય પણ એની નજીક પહોંચતાં જ અનુભવ થાય છે કે આટલામાં ક્યાંક ચંદનનું વૃક્ષ હોવું જોઈએ. તેવી રીતે સમ્યક્ત્વયુક્ત ભાવધર્મ સહિત જે કોઈ ધર્મક્રિયા થાય છે તે અમૃત અનુષ્ઠાન બને છે. એ અનુષ્ઠાન અવશ્ય મોક્ષ અપાવનારું બને છે. અમૃત અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ હોવાથી તે જીવને એના જ્ઞાનસ્વરૂપ શુદ્ધોપયોગ તરફ લઈ જાય છે. [૨૦] નૈનીમાણાં પુરસ્કૃત્ય પ્રવૃત્ત ચિત્તશુદ્ધિત:। संवेगगर्भमत्यन्तममृतं तद्विदो विदुः ॥२६॥ અનુવાદ : જિનેશ્વરની આજ્ઞાને આગળ ધરીને, ચિત્તની શુદ્ધિપૂર્વક જેમાં પ્રવૃત્ત થવાયું હોય તથા જેમાં અત્યંત સંવેગ રહેલો હોય, તેને તેના જાણનારા અમૃતાનુષ્ઠાન કહે છે. વિશેષાર્થ : પાંચે પ્રકારનાં અનુષ્ઠાનોમાં સર્વશ્રેષ્ઠ તે અમૃત અનુષ્ઠાન છે. તે ત્વરિત ગતિએ મોક્ષ પ્રતિ લઈ જનારું છે. આ અમૃત અનુષ્ઠાનનાં જે કેટલાંક મહત્ત્વનાં લક્ષણો છે તેમાંથી ત્રણ લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. (૧) એમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા જ હંમેશાં આગળ ધરવામાં આવે છે. આવા પ્રકારનું અનુષ્ઠાન કરનારને જિનેશ્વર ભગવાનમાં અને એમની આજ્ઞામાં અપ્રતિમ, અચલ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે પણ નિગોદનું સ્વરૂપ, ભવ્યાભવ્ય, જીવાજીવાદિ ષડ દ્રવ્ય, નવ તત્ત્વ, આઠ પ્રકારનાં કર્મ કે એવા બીજા કોઈ 2010_05 ૧૫૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર વિષયમાં સંશય થાય ત્યારે જિનેશ્વર ભગવાનની આજ્ઞા જ આગળ ધરવામાં આવે અને તે જ સ્વીકારવામાં આવે અને તેને જ પૂરી શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં આવે. અમૃત અનુષ્ઠાન કરતી વ્યક્તિ ક્યારેય એથી વિપરીતપણે વિચારતી ન હોય કે આચરણ કરતી ન હોય. (૨) ચિત્તની શુદ્ધિપૂર્વક એમાં પ્રવૃત્તિ થતી હોય છે. જ્યાં સુધી સાંસારિક વિષયોમાં રસ છે ત્યાં સુધી ચિત્તમાં મલિનતા રહેવાની જ; રાગ અને દ્વેષના ભાવો ઊડ્યા જ કરવાના; ક્રોધાદિ કષાયોનો ઉદ્દભવ થયા કરવાનો. જ્યાં સુધી જીવનમાં રસ, રુચિ અને શ્રદ્ધાપૂર્વક ત્યાગ-વૈરાગ્ય આવતાં નથી ત્યાં સુધી કષાયોના તોફાનને માટે નિમિત્તો મળતાં જ રહેવાનાં. જીવનમાં સંયમ આવતાં, ત્યાગ અને વૈરાગ્ય આવતાં નિરાશંસપણું કુદરતી રીતે જ આવવા લાગે છે. એ આવતાં ચિત્ત નિર્મળ થવા લાગે છે. જ્યાં સુધી સ્પૃહાઓ છે, આકાંક્ષાઓ છે, અભિલાષાઓ છે, અપેક્ષાઓ છે, લોભ છે, લાલસાઓ કે વાસનાઓ છે ત્યાં સુધી ચિત્તની વિમળતા આવતી નથી. અમૃત અનુષ્ઠાનમાં ચિત્તની શુદ્ધિ એ એક અત્યંત મહત્ત્વનું લક્ષણ છે. (૩) આ અનુષ્ઠાનમાં અત્યંત સંવેગભાવ ધારણ કરેલો હોવો જોઈએ. સંવેગ એટલે મોક્ષ માટે લગની. મોક્ષની તીવ્ર અભિલાષા હોય ત્યાં સંવેગ આવ્યા વગર રહે નહિ. અથવા જ્યાં સંવેગ હોય ત્યાં મોક્ષની તીવ્ર અભિલાષા અવશ્ય હોય જ. જીવનમાં કષાયો શાંત પડી જાય તો સંવેગ આવે છે. સંવેગનો શબ્દાર્થ સરખો વેગ, સરખી ગતિ એવો થાય છે. મોક્ષની દિશામાં, સ્વરૂપની પ્રાપ્તિ માટે અસાધારણ રીતે સારો વેગ ધરાવવામાં આવે તે સંવેગ. અમૃત અનુષ્ઠાન માટે જીવમાં સંવેગનું લક્ષણ અનિવાર્ય છે. [૨૯૧] શાસ્ત્રાર્થાત્નોનું સમ્યક્ પ્રાધાનં ઋHT कालाद्यंगाविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥२७।। અનુવાદ : શાસ્ત્રના અર્થનું સારી રીતે ચિંતન, ક્રિયામાં મનની એકાગ્રતા તથા કાલાદિક અંગોનો અવિપર્યાસ તે અમૃત અનુષ્ઠાનનાં લક્ષણો છે. વિશેષાર્થ : અમૃતાનુષ્ઠાનનાં વધુ ત્રણ લક્ષણો આ શ્લોકમાં બતાવવામાં આવ્યાં છે. (૧) શાસ્ત્રના અર્થનું સારી રીતે આલોચન એટલે કે ચિંતન આ અનુષ્ઠાન કરનારે કરેલું હોવું જોઈએ. શાસ્ત્રોમાં ધર્મક્રિયાનાં વિવિધ અંગોની વિવિધ અપેક્ષાએ વિચારણા કરેલી હોય છે. એ વિચારણા યથાર્થ અને પરસ્પર અવિરુદ્ધપણે પોતાને સમજાવી જોઈએ. શાસ્ત્રકારના આશયને જો બરાબર ન પકડી શકાયો હોય તો અર્થનો અનર્થ થઈ જાય. અજાણતાં ઉત્સુત્ર પ્રરૂપણા થઈ જાય. ધર્મના ક્ષેત્રે પોતાના હાથમાં કોઈ સમુદાયનું નેતૃત્વ હોય અને પોતાનાથી ઉત્સુત્ર પ્રરૂપણા થઈ જાય તો પોતે તો ડૂબે, પણ સાથે બીજાં ઘણાંને પણ ભવસાગરમાં ડુબાડે. એટલા માટે અમૃત અનુષ્ઠાન કરનારા જીવે શાસ્ત્રના અર્થની, એના મર્મની, એના સૂક્ષ્મ રહસ્યની ઊંડી ગવેષણા સમ્યફ પ્રકારે કરેલી હોવી જોઈએ. (૨) ધર્મક્રિયામાં પ્રણિધાન એ પણ અમૃત અનુષ્ઠાનનું એક મહત્ત્વનું લક્ષણ છે. ધર્મક્રિયા તો ખરી જ, પરંતુ આગળ જતાં જીવનના પ્રત્યેક કાર્યમાં ચિત્તની એકાગ્રતા, ઉપયોગયુક્તતા હોવી જોઈએ. કેટલાંકને શુભ ૧૫૭ Jain Education Intemational 2010_05 Page #203 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ભાવમાં રહેવું ગમે, પણ ક્રિયા કરવા માટે એટલો ભાવ હોતો નથી. ક્રિયા કરતી વખતે મંદોત્સાહ બની જવાય છે. જો ચિત્ત ઉપર પ્રમાદ સવાર થઈ જાય તો ક્રિયા જેમ તેમ રઘવાટથી થાય છે. અમૃત અનુષ્ઠાન કરનાર વ્યક્તિમાં પ્રત્યેક ધર્મક્રિયામાં ઉત્સાહ હોય છે, સ્વસ્થતા હોય છે અને અપ્રમત્તતા હોય છે. (૩) કાલાદિક અંગોનો અવિપર્યાસ એટલે કે જે આવશ્યકાદિ ધર્મક્રિયાઓ જે જે કાળે કરવાની કહી હોય તે તે ધર્મક્રિયાઓ તે તે કાળે જ કરવી જોઈએ. વિહિતકાળે કરવાની તે ક્રિયામાં પણ અનાદર, અવિનય, અકારણ ઉતાવળ ઇત્યાદિ ન હોવાં જોઈએ. આવશ્યકાદિ ધર્મક્રિયાઓ ઉપરાંત ચોવીસે કલાક એટલે દિવસ અને રાત કરાતા પ્રત્યેક કાર્યમાં ઉપયોગની શૂન્યતા કે ન્યૂનતા ન આવી જાય તેની સતત્ત તકેદારી રાખવી જોઈએ. અમૃત અનુષ્ઠાનનું આ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. [૨૨] યં દિ અનુષ્ઠાનં ત્રયમત્રાવ ચ | तत्रापि चरमं श्रेष्ठं मोहोगविषनाशनात् ॥२८॥ અનુવાદ : એમાં બે અનુષ્ઠાન સત્ છે અને ત્રણ અસત્ છે. તેમાં પણ છેલ્લું મોહના ઉગ્ર વિષનો નાશ કરનાર હોવાથી શ્રેષ્ઠ છે. વિશેષાર્થ : આમ કુલ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન બતાવવામાં આવ્યાં અને તેનાં લક્ષણો પણ દર્શાવવામાં આવ્યાં. આ પાંચમાંથી પહેલાં ત્રણ તે વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન છે. તે અસત્ છે. માટે તે આદરવા યોગ્ય નથી. એથી આત્માની શુદ્ધિ થતી નથી. અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરવા ઇચ્છનાર માટે તે વ્યર્થ છે. બાકીનાં બે અનુષ્ઠાનો તે તદ્દતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન છે. તે સત્ અનુષ્ઠાન છે. તે આદરવા યોગ્ય છે. અધ્યાત્મમાર્ગમાં તે ઘણાં જ ઉપકારક છે. આત્મસ્વરૂપ પામવા માટે તે ઉપયોગી અને અનિવાર્ય છે. બે સદનુષ્ઠાનમાં પણ છેલ્લું અમૃતાનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ છે, કારણ કે મોહનીય કર્મના વિષનો નાશ કરવાનું તેનામાં સામર્થ્ય છે. વિષ અને અમૃતને ભેગાં કરવામાં આવે તો તેથી અમૃત વિષ નથી બની જતું, પણ વિષ અમૃત બની જાય છે. એટલે જ આ છેલ્લા અનુષ્ઠાનને “અમૃત' નામ આપવામાં આવ્યું છે, કારણ કે તે મોહરૂપી જલદ વિષના મારણરૂપ છે. એટલા માટે સાધકે અસત અનુષ્ઠાનમાં ન અટવાતાં, અમૃત અનુષ્ઠાન સુધી પહોંચવાનું હોય છે. [૨૩] માર: સૂરજે પ્રતિરવિનઃ સંપદા : | जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥२९॥ અનુવાદ : આદર, ક્રિયા કરવામાં પ્રીતિ, અવિબ, સંપદાનું આગમન, જિજ્ઞાસા અને જ્ઞાનીની સેવા એ સદનુષ્ઠાનનાં લક્ષણ છે. વિશેષાર્થ : અસદુ અનુષ્ઠાન અને સદ્ અનુષ્ઠાન વચ્ચેનો ભેદ દર્શાવી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, પૂર્વાચાર્યોને અનુસરીને બતાવ્યું કે તહેતુ અને અમૃત એ બે પ્રકારનાં અનુષ્ઠાન તે સદ્ અનુષ્ઠાન છે. હવે તેઓ આ પ્રકારના સદ્ અનુષ્ઠાનનાં છ લક્ષણો નીચે પ્રમાણે બતાવે છે : ૧૫૮ Jain Education Interational 2010_05 Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજ, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર (૧) આદર – મોક્ષમાર્ગના અભિલાષી જીવે પોતાની જે કંઈ આવશ્યક ક્રિયાઓ કરવાની હોય, તે પ્રત્યે તેને આદર અને બહુમાન હોવાં જોઈએ. કરવા જેવું તો આ જ છે એવી જ્યાં સુધી અંતરમાં શ્રદ્ધા દૃઢ થતી નથી ત્યાં સુધી એનું મૂલ્ય સમજાતું નથી. કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય અને આપણને એના મૂલ્યની ખબર ન હોય તો આપણે એને સાચવવાની દરકાર કરતા નથી. પણ કોઈક સમજાવે કે આ તો બહુ મૂલ્યવાન અને દુર્લભ વસ્તુ છે; એની તો આટલી બધી કિંમત બોલાય છે, ત્યારે એ વસ્તુ પ્રત્યે આપણને અહોભાવ થાય છે અને એ ખોવાઈ ન જાય, તૂટી ન જાય કે ચોરાઈ ન જાય એ માટે આપણે એને બહુ સારી રીતે સાચવીએ છીએ. તેવી રીતે મોક્ષમાર્ગ માટે મળેલી ક્રિયારૂપી મૂલ્યવાન સામગ્રી પ્રત્યે આપણો એવો આદરભાવ જાગ્રત રહેવો જોઈએ. (૨) ક્રિયામાં પ્રીતિ – સાધકને ક્રિયા કરવામાં રુચિ હોવી જોઈએ. ક્રિયા કરતાં ભાવ અવશ્ય ચડી જાય, પરંતુ ક્રિયા સર્વથા હેય નથી. ક્રિયાની ઉપાદેયતા પણ સાધકને સમજાવી જોઈએ. જે જે ક્રિયા અવશ્ય કરવાની છે તે ક્રિયા વેઠની જેમ ન કરવી જોઈએ. ચિત્તના ઉપયોગ સહિત, ભાવપૂર્વક, રસપૂર્વક અને પ્રીતિપૂર્વક તે કરવી જોઈએ. જ્ઞાનાિગ્યાં મોક્ષ: | એમ કહેવાયું છે. અલબત્ત, જ્ઞાન એ જ ક્રિયા એટલી ઉચ્ચ, સૂક્ષ્મ ભૂમિકા સુધી આ વાતને લઈ જઈ શકાય છે, તો પણ ભાવયુક્ત ક્રિયાનું મહત્ત્વ મોક્ષમાર્ગમાં સ્વીકારાયેલું જ છે એનું વિસ્મરણ ક્યારેય ન થવું જોઈએ. (૩) અવિપ્ન – સામાન્ય રીતે આવી ઊંચી દશા પ્રાપ્ત કરનાર સાધકના જીવનમાં ધર્મક્રિયા કરતી વખતે પૂર્વનાં શુભ કર્મના બળે કોઈ વિઘ્ન આવતું નથી. પરંતુ કોઈ ભારે નિકાચિત અશુભ કર્મના ઉદયે વિદનો આવે તો તે દૂર કરવાનું અથવા તે પ્રત્યે ઉદાસીન, અનાસક્ત રહેવાનું, સાક્ષીભાવથી તેને નિહાળવાનું અને ભોગવવાનું સામર્થ્ય આવું અમૃત અનુષ્ઠાન કરનારમાં હોય જ છે. (૪) સંપદાનું આગમન – સાધકને ભૌતિક સંપત્તિમાં તો રસ નથી, પણ ધર્મરૂપી સંપદા એને અવશ્ય હિતકારક થાય છે. પોતાની સાધના માટે મળતી વિવિધ પ્રકારની અનુકૂળતા પણ એક અપેક્ષાએ સંપદારૂપ ગણાય. સાધકની દશા અનુસાર ભાવરૂપી વિવિધ યોગસંપદા પણ એને સાંપડે છે. (૫) જિજ્ઞાસા – તત્ત્વની જિજ્ઞાસા સાધકને હમેશાં રહે છે. સંસારનું સ્વરૂપ કેવું છે, છ દ્રવ્યો કેવી રીતે કાર્ય કરે છે, નવ તત્ત્વોનું સ્વરૂપ કેવું છે અને પોતપોતાની રીતે એ કેવાં કાર્યો કરે છે, જીવોની વિવિધ પ્રકારની ગતિ કેવી હોય છે, કર્મો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે છૂટે છે, સ્વરૂપાનુસંધાન કેવી રીતે થાય છે, આત્મસાક્ષાત્કારની ક્ષણ કેવી હોય છે, દેહથી ભિન્ન અવસ્થા કેવી રીતે પ્રતીત થાય છે, મોક્ષગતિ કેવી છે અને કેવી રીતે તે પમાય છે વગેરે અનેક પ્રકારની જિજ્ઞાસા જીવને થાય છે. તેનો યથાર્થ ઉત્તર મળતાં અંતરમાં જ્ઞાનનો ઉઘાડ કેવી રીતે અને કેટલો બધો થતો જાય છે તે તો અનુભવે જ સમજાય એવું છે. (૬) જ્ઞાનીની સેવા – જેમને શાસ્ત્રજ્ઞાન યથાર્થ રીતે પ્રાપ્ત થયું છે અને સ્વરૂપાનુસંધાનથી જેમણે ઉત્તમ દશા પ્રાપ્ત કરી છે એવા જ્ઞાનીઓની સમીપે રહેવાથી, એમની સેવા કરવાથી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી સાધકનું બહુ કલ્યાણ થાય છે. પ્રત્યેક વાત શાસ્ત્રમાં આવતી નથી. કેટલાય રહસ્યો ગુરુગમથી જ પ્રાપ્ત થઈ શકે છે અને ગુરુ તરફથી એ ત્યારે જ મળે છે જયારે એમના અંતરમાં એ આપવાનો હર્ષોલ્લાસયુક્ત કુદરતી ભાવ જાગ્યો હોય. ગુરુની સેવા વગર ગુરુની કૃપા પ્રાપ્ત કરવાનું સરળ નથી. માટે જ અમૃતાનુષ્ઠાન કરનાર સાધક માટે જ્ઞાનીની સેવા કર્તવ્યરૂપ છે. ૧૫૯ Jain Education Interational 2010_05 Page #205 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૨૯૪ મેમä મહિચ્છીપ્રવૃત્તિસ્થિરસિદ્ધિમઃ | चतुर्विधमिदं मोक्षयोजनाद्योगसंज्ञितम् ॥३०॥ અનુવાદ : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર પ્રકારના ભેદવાળું હોવાથી તથા મોક્ષ સાથે જોડાયેલું હોવાથી, “યોગ' નામથી એ ઓળખાય છે. વિશેષાર્થ : સદનુષ્ઠાનનું સ્વરૂપ સમજાવતાં અહીં બતાવ્યું છે કે તે મોક્ષની સાથે જોડાયેલું હોવાથી યોગ'ના નામથી ઓળખાય છે. યોગ શબ્દ યુજુ ધાતુ પરથી આવેલો છે. એનો અર્થ જોડવું એવો થાય છે. આ અનુષ્ઠાન દ્વારા જીવને મોક્ષ સાથે જોડાણ થાય છે. યોગસ્વરૂપ આ અનુષ્ઠાનના ચાર પ્રકાર છે : (૧) ઇચ્છાયોગ, (૨) પ્રવૃત્તિયોગ, (૩) સ્થિરતાયોગ અને (૪) સિદ્ધિયોગ. શ્રી હરિભદ્રસૂરિએ આ ચારે પ્રકારના યોગનું સ્વરૂપ યોગવિંશિકા'માં સમજાવ્યું છે. ઇચ્છાયોગ એટલે શાસ્ત્રાર્થ જાણવાની ઇચ્છા. પૂર્વે થઈ ગયેલા મહાત્માઓનાં વૃત્તાંતો તથા તેમણે સમજાવેલા મોક્ષમાર્ગ વિશે જાણવાનો ઉત્સાહ અને ઉલ્લાસ તે ઇચ્છાયોગ છે. પ્રવૃત્તિયોગ એટલે શાસ્ત્રવિહિત વ્રત વગેરે વિધિપૂર્વક નિરતિચાર કરવા માટે પ્રવૃત્ત થવું. સ્થિરતાયોગ એટલે અતિચારનો દોષ લાગવાની ચિંતા ન રહે તેવી સ્થિરતા. સિદ્ધિયોગ એટલે પોતાના સાંનિધ્યમાં આવેલા બીજાને ધર્મમાર્ગમાં જોડવાની શક્તિરૂપી સિદ્ધ થયેલું અનુષ્ઠાન. ઇચ્છાદિ આ ચારે યોગના પ્રત્યેકના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન, અને એકાગ્રતા એમ પાંચ પ્રકાર બતાવવામાં આવે છે, જેમ કે સ્થાન ઇચ્છાયોગ, વર્ણ ઇચ્છાયોગ, અર્થ ઇચ્છાયોગ, આલંબન ઇચ્છાયોગ, અને એકાગ્રતા ઇચ્છાયોગ. એવી જ રીતે સ્થાન પ્રવૃત્તિયોગ, વર્ણ પ્રવૃત્તિયોગ વગેરે. [૧૯૫] રૂછી તથા પ્રતિયુગવિપરિપાનિ | प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥३१॥ અનુવાદ : એવી કથા પ્રીતિયુક્ત હોય અને વિપરિણામરહિત હોય તો તે ઇચ્છાયોગ છે. સર્વત્ર ઉપશમયુક્ત સમ્યફ પાલન તે પ્રવૃત્તિયોગ છે. ' વિશેષાર્થ: ચાર યોગમાંથી ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ એ બે યોગની વ્યાખ્યા આ શ્લોકમાં આપવામાં આવી છે. ઇચ્છાયોગનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સાધકને એવા ગુરુ ભગવંતનો ઉપદેશ સાંભળતાં કે ધર્મકથા સાંભળતાં અત્યંત પ્રેમ થાય, હર્ષ થાય; એ સાંભળીને અભાવ કે વિપરીત ભાવ ન થાય. વસ્તુતઃ ધર્મની, ધર્મક્રિયાની, ધર્મોપદેશકોની, ધર્મતત્ત્વની વાતો સાંભળવા માટે તેને લગની લાગે અને તે સાંભળીને તે હર્ષવિભોર બની જાય. જાણવા સાંભળવાની ઇચ્છા તે ઇચ્છાયોગ છે. આરંભમાં જયારે સાધકની અભ્યાસ દશા હોય ત્યારે બધું જ બરાબર ગ્રહણ ન થાય, તો પણ ઉપદેશક પ્રત્યે અને ધર્મક્રિયા પ્રત્યે તેનાં આદર અને બહુમાન પ્રશસ્ય હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ ઉપશમયુક્ત રહેવું અને શાસ્ત્રવિધિ અનુસાર વ્રતોનું અને અન્ય ધર્મક્રિયાઓનું ઉલ્લાસપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિયોગ છે. ૧૬૦. Jain Education Interational 2010_05 Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર [૨૬] સક્ષયોપશોતિરીવિચિન્તયા | रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥३२॥ અનુવાદ : સત્ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચાર વગેરેની ચિંતાથી રહિત થવું તે સ્થિરતાયોગ છે. બીજાઓના અર્થને સાધ્ય કરાવે તે સિદ્ધિયોગ. વિશેષાર્થ આ શ્લોકમાં બીજા બે યોગ તે સ્થિરતાયોગ અને સિદ્ધિયોગનાં લક્ષણ બતાવવામાં આવ્યાં છે. (૧) સ્થિરતાયોગ – જયાં સુધી પ્રવૃત્તિયોગ હોય છે ત્યાં સુધી અતિચારની ચિંતા રહે છે. પરંતુ જેમ જેમ ક્ષયોપશમ વધતો જાય અને ઉત્કર્ષ થાય તેમ તેમ અતિચારની ચિંતા ઘટતી જાય છે. જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ સ્થિરતા આવતી જાય છે. ઉદયમાં આવેલા મોહનીય વગેરે કર્મો ભોગવીને તેનો ક્ષય કરવો તથા સત્તામાં રહેલાં કર્મોનો ઉપશમ દ્વારા નિરોધ કરવો તે ક્ષયોપશમ છે. (૨) સિદ્ધિયોગ – સ્થિરતા સારી રીતે પ્રાપ્ત થયા પછી સાધક પોતાના અંતરમાં રહેલા ઉપશમ વગેરે ભાવો દ્વારા પોતાના સાંનિધ્યમાં આવેલાંને માટે પણ પ્રેરક બને અને તેના પ્રભાવથી તેઓ પણ તેવી રીતે નિરતિચાર ધર્મક્રિયા કરવા સહેજે પ્રેરાય તેને સિદ્ધિયોગ કહે છે. આ ચારે યોગમાં ક્ષયોપશમ અનુક્રમે ઉત્તરોત્તર વધતો જાય છે. [૨૯] મેવા રૂપે વિવિત્ર: યુઃ ક્ષયોપશમેતર ! श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥३३॥ અનુવાદ : શ્રદ્ધા, પ્રીતિ વગેરેના યોગથી માર્ગાનુસારી ભવ્ય જીવોને, ક્ષયોપશમના ભેદથી આ ભેદો વિચિત્ર (અસંખ્ય) પ્રકારના હોય છે. વિશેષાર્થ : વિચિત્ર એટલે ભાતભાતના અથવા અસંખ્ય. ઇચ્છાદિ યોગના અસંખ્ય ભેદો છે, કારણ કે માર્ગાનુસારીનાં શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણા વગેરે ભાવોમાં ઘણી તરતમતા હોય છે. કોઈની શ્રદ્ધા મંદ હોય, કોઈની શ્રદ્ધા મધ્યમ કોટિની હોય, કોઈની શ્રદ્ધા તીવ્ર કે ઉત્કૃષ્ટ કોટિની હોય. વળી કોઈનો ક્ષયોપશમ ઓછો હોય, કોઈનો મધ્યમ પ્રકારનો હોય, કોઈનો તીવ્ર કે ઉત્કૃષ્ટ કોટિનો હોય. વળી તે દરેકમાં પ્રીતિના પણ તે પ્રમાણે ભેદપ્રભેદ હોય, ધૃતિના પણ ભેદપ્રભેદ હોય. આમ શ્રદ્ધાદિના અસંખ્ય પ્રકારના ભેદ છે. એટલે અસંખ્ય પ્રકારના ક્ષયોપશમ છે અને એવી રીતે અસંખ્ય પ્રકારના ઈચ્છાદિ યોગ છે એમ સમજાય છે. [૨૯૮] મનુબ્રુપ ચ નિર્વેઃ રંગ: પ્રશમતથા ! एतेषामनुभावाः स्युरिच्छादीनां यथाक्रमम् ॥३४॥ અનુવાદઃ ઈચ્છાદિ યોગના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ અનુભાવો છે. વિશેષાર્થ : ઇચ્છાદિ યોગથી માર્ગાનુસારી જીવમાં જે ભાવો ઉત્પન્ન થાય છે, તેના પ્રકાર અનુક્રમે આ પ્રમાણે છે : અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ, ઇચ્છાયોગનો અનુભાવ તે અનુકંપા, પ્રવૃત્તિયોગનો અનુભાવ તે નિર્વેદ, સ્થિરતાયોગનો અનુભાવ તે સંવેગ અને સિદ્ધિયોગનો અનુભાવ તે પ્રશમ છે. અનુકંપા એટલે દયા. દુઃખીનાં દુઃખ દૂર કરવાની ભાવના અથવા દુઃખી પ્રત્યે સહાનુભૂતિ થવી એને ૧૬૧ Jain Education Interational 2010_05 Page #207 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર દ્રવ્ય અનુકંપા કહેવામાં આવે છે. ભાવઅનુકંપા એટલે ધર્મહીન જીવ ધર્મ પામે એવી ભાવના. એને ધર્મ પમાડવા માટેનો પ્રયાસ. નિર્વેદ એટલે વેદનો અર્થાત્ સંવેદનાનો અભાવ. સાધકને સંસારનાં સુખો સુખ જેવાં ન લાગે. એથી સંસાર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ રહે. સંસારમાંથી છૂટવાની એને તીવ્ર ઇચ્છા રહ્યા કરે. સંવેગ એટલે કોઈ પણ પ્રકારનાં સાંસારિક સુખોની ઇચ્છા ન રહેતાં એક માત્ર મોક્ષની જ અભિલાષા રહે તે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોનો ઉપશમ કરવો તે પ્રશમ. અહીં માનુસારી જીવના ઇચ્છાયોગના ભાવો તરીકે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એમ ાવવામાં આવ્યા અને સભ્યત્ત્વનાં પાંચ લક્ષણો તરીકે તે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ ગણાવવામાં આવે છે. તો આ બંને વચ્ચે ફરક શો ? વસ્તુતઃ માર્ગાનુસારી જીવ અને સમક્તિી જીવનાં અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમમાં તત્ત્વની દષ્ટિએ કે સ્વરૂપની દૃષ્ટિએ કંઈ ફરક નથી. એમાં માત્ર તરતમતાનો ફરક અવશ્ય રહેવાનો. પરંતુ સમક્તિી જીવમાં આસ્તિક્ય એ સૌથી મહત્ત્વનું લક્ષણ છે. એટલે એનાં બાકીનાં ચારે લક્ષણ પણ આસ્તિક્ય સાથે હોય છે. ઇચ્છાયોગમાં ક્રમ અનુકંપાથી શરૂ થાય છે. સમ્યક્તમાં પશ્ચાનુપૂર્વી ક્રમ લેવાનો હોય છે એટલે એમાં પ્રથમ આસ્તિક્ય આવશે. પછી અનુકંપા, નિર્વેદ, સંવેગ અને શમ એ પ્રમાણે ક્રમ રહે છે. [૨૯૯] વાયોત્સવિસૂત્રોનાં શ્રદ્ધામેથવિમાવત: इच्छादियोगे साफल्यं देशसर्वव्रतस्पृशाम् ॥३५॥ અનુવાદ : કાયોત્સર્ગાદિ સૂત્રોની શ્રદ્ધા, મેધા વગેરે ભાવોથી દેશવિરતિ અને સર્વવિરતિવાળાને ઇચ્છાદિ યોગમાં સફળતા પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચારે યોગની સફળતા ક્યારે કહેવાય? એના ઉત્તરમાં અહીં કહ્યું છે કે કાયોત્સર્ગાદિ આવશ્યક સૂત્રો તથા અન્ય ધર્મક્રિયાઓમાં સાધકને શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વગેરેના ભાવો હોય છે. એ ભાવો એકસરખા ન પણ હોય. એમાં મંદતા, તીવ્રતા વગેરે પ્રકારની તરતમતા હોઈ શકે છે. વળી એમાં દેશવિરતિ શ્રાવકના તથા સર્વવિરતિ મુનિના ભાવમાં પણ તરતમતાના ભેદો સંભવી શકે છે. તેમનામાં શ્રદ્ધા, ધૃતિ વગેરે ભાવો છે કે તેનો અભાવ છે તેની પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? તેઓ કાયોત્સર્ગાદિ ક્રિયાઓ કે અન્ય પ્રકારનાં અનુષ્ઠાનો કરે તે વખતે તેમનામાં તે માટે કેટલાં આદર અને પ્રીતિ હોય છે તેના ઉપરથી તેની પ્રતીતિ થાય. તેમનામાં ભલે વત્તાઓછા અંશે પણ શ્રદ્ધાદિ ભાવો હોય તો તેમાં તેમની ઇચ્છાદિ યોગની સફળતા રહેલી છે એમ કહી શકાય. | [૩૦] [3gઈમિાધુર્ય-વપુષાન્તરે | __ भेदेपीच्छादिभावाना दोषो नार्थान्वयादिह ॥३६॥ અનુવાદ : ગોળ, ખાંડ વગેરેના માધુર્યના ભેદની જેમ ઇચ્છાદિ ભાવોમાં, જુદા જુદા પુરુષના ભેદે ભેદ હોવા છતાં, તેમાં સંબંધ હોવાથી દોષ નથી. ૧૬૨ Jain Education Intemational 2010_05 Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર દસમો : સદનુષ્ઠાન અધિકાર વિશેષાર્થ : ઇચ્છાદિ યોગના ભાવો માણસોમાં એક સરખા નથી હોતા. કોઈકમાં તે અત્યંત મંદ પણ હોય, છતાં તે વ્યક્તિ ઇચ્છાદિ યોગવાળો જ કહેવાય. શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા એ પાંચ ભાવોમાં તરતમતા હોઈ શકે. વળી કોઈ એક વ્યક્તિમાં શ્રદ્ધા બળવાન હોય અને ધારણા કે અનુપ્રેક્ષા મંદ હોય, તો બીજી વ્યક્તિમાં ધૃતિ અને અનુપ્રેક્ષા બળવાન હોય અને શ્રદ્ધા વગેરે મંદ હોય. કોઈમાં પ્રશમ, સંવેગ કે અનુકંપાદિ ભાવો મંદ હોય અને કોઈમાં તે પ્રબળ હોય. આમ તરતમતાનો ભેદ તો વ્યક્તિએ વ્યક્તિએ રહેવાનો અને એક જ વ્યક્તિમાં પણ ભિન્ન ભિન્ન કાળે પણ ભિન્ન ભિન્ન પ્રકારનો ભેદ રહેવાનો. એમ છતાં જ્યાં સુધી એ ભાવો છે ત્યાં સુધી તેવા ભાવોનું અસ્તિત્વ અને સંબંધ સ્વીકારવામાં દોષ નથી. ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ ગોળ, ખાંડ વગેરેની મધુરતામાં ભેદ છે, છતાં તેમાં મધુરતા છે, મીઠાશ છે એનો અસ્વીકાર નથી કરી શકાતો. તેવી રીતે ઇચ્છાદિ યોગના ભાવોને વિશે પણ સમજવું જોઈએ. [૩૦૧] શેષાં નેચ્છાવિત્નશોપિ તેષાં તત્સમ | स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥३७॥ અનુવાદ : જેમનામાં ઈચ્છાદિતયોગ)નો જરા પણ અંશ નથી તેઓને એ આપવામાં મહામૃષાવાદ થાય છે એમ આચાર્યો કહે છે. વિશેષાર્થ : ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર પ્રકારના યોગ બતાવવામાં આવ્યા. કેટલાક જીવો અધ્યાત્મના માર્ગે પ્રવૃત્તિ કરવા ઇચ્છતા હોય છતાં તેમની ઇચ્છા સાવ સામાન્ય પ્રકારની હોય અથવા એવા જીવો હોય કે જેમને અધ્યાત્મના વિષયમાં બિલકુલ રસ ન હોય. જેમને બહુ અભાવ હોય એવા જીવોને અથવા દુર્ભવ્ય કે અભવ્ય જીવોને ઇચ્છાદિ આ ચાર યોગ બતાવવામાં અકારણ વ્યર્થતા થશે. તેઓ આવા યોગ માટે અનધિકારી હોય છે અને છતાં તેમને એનું રહસ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે, તો તે અપાત્રે દાન જેવું થશે. વળી તેઓને વ્રત આપવામાં આવે અથવા કાયોત્સર્ગાદિ ક્રિયા તેમની પાસે કરાવવામાં આવે, પરંતુ જો તેઓ પ્રતિજ્ઞાનુસાર તેનું પાલન ન કરે તો તેઓ ખોટું બોલ્યા એવો અર્થ થાય. આમ તદન અપાત્ર જીવ પાસે પરાણે ધર્મક્રિયા કરાવવા જતાં મૃષાવાદનો મોટો દોષ લાગે છે. તે કરનાર અને કરાવનાર બંનેને લાગે છે. વળી તેમનામાં જો વિપર્યાસ બુદ્ધિ હોય તો અવળો અર્થ ગ્રહણ કરવાનો સંભવ પણ રહે છે. એથી પણ તેમનું વિશેષ અહિત થાય છે. વળી તેઓને જે સદનુષ્ઠાન આપેલાં હોય તે અસદનુષ્ઠાન-વિષાનુષ્ઠાનમાં પરિણમવાનો પણ સંભવ રહે છે. માટે આવા દોષમાં ન પડવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરિએ “લલિત-વિસ્તરા” ગ્રંથમાં એ પ્રમાણે સમજાવ્યું છે. [૩૦૨] ના સ્થાપનું વીમાતંગસાર | भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥३८॥ અનુવાદ : અત્યંત અયોગ્ય કારણથી ઉન્માર્ગનું ઉત્થાપન (ખોટા માર્ગને ઊંચે સ્થાપવા બરાબર) થાય છે. “યોગવિશિકા'ના જાણનારાઓએ આ તત્ત્વને ભાવિત કરવું જોઈએ. ૧૬૩ Jain Education Interational 2010_05 Page #209 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સાધનામાર્ગની ક્રિયાઓ જે જીવને શ્રદ્ધા ન હોય તેની પાસે કરાવવાથી તો ઊલટું એને ઉન્માર્ગે ચડાવવા બરાબર નીવડવા સંભવ છે. આ અધ્યાત્મ માર્ગ ગૂઢ છે. યોગ્ય પાત્રને જ તેનું રહસ્ય બતાવવું જોઈએ. કાયોત્સર્ગાદિ વિવિધ પ્રકારની ધર્મક્રિયાઓ માટે જેને સદ્ભાવ કે આદર નથી એને બતાવવાથી તો અશુદ્ધ ક્રિયા કરવારૂપ ઉન્માર્ગે એને ચડાવવા જેવું છે. એથી ઉન્માર્ગ પ્રચલિત બને છે અને સરવાળે ધર્મને હાનિ પહોંચે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અહીં શ્રી હરિભદ્રસૂરિકૃત “યોગવિંશિકા' ગ્રંથનો આધાર આપ્યો છે અને ભલામણ કરી છે કે એ ગ્રંથમાં સદનુષ્ઠાન અને ઇચ્છાયોગ ઇત્યાદિનું સ્વરૂપ જે સમજાવ્યું છે તે વિશે ઊંડું મનન કરવું જોઈએ, કારણ કે અશુદ્ધ અને આદરભાવરહિત ક્રિયા અયોગ્ય પાત્ર પાસે કરાવવાથી વિપરીત પરિણામ આવે છે. [૩૦૩] ત્રિથા તત્સવનુષ્ઠાનમાયં શુદ્ધતા | ज्ञात्वा समयसद्भावं लोकसंज्ञां विहाय च ॥३९॥ અનુવાદ : સિદ્ધાન્તનો સભાવ જાણીને અને લોકસંજ્ઞાને છોડી દઈને શુદ્ધ ચિત્ત વડે, સદનુષ્ઠાન ત્રણે પ્રકારે આદરવાં. વિશેષાર્થ : “સદનુષ્ઠાન' નામના આ અધિકારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે આરાધકે શુદ્ધ ચિત્તથી સદનુષ્ઠાન સેવવું. એ માટે પ્રથમ જરૂર છે સિદ્ધાન્તનો સદ્ભાવ જાણવાની. જયાં સુધી શાસ્ત્રવચનોનો પરમાર્થ ન જાણ્યો હોય ત્યાં સુધી ધર્મક્રિયા સાચી રીતે અને સારી રીતે થઈ શકે નહિ. વળી જેમણે અનુષ્ઠાન સમજણપૂર્વક કરવાં છે એમણે લોકસંજ્ઞાને છોડવી પડશે. લોકો ગતાનુગતિક રીતે, એકે કર્યું એટલે બીજાએ કર્યું એવા ગાડરિયા પ્રવાહની જેમ ભાવ વગર, કેટલીક વાર તો મિથ્યા પ્રયોજનથી અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ જેનામાં સિદ્ધાન્તની સમજ આવે તેણે અર્થહીન ગતાનુગતિકતાનો ત્યાગ કરવો જોઈએ. વસ્તુતઃ એક વખત સિદ્ધાન્તના રહસ્યમાં ઊંડો રસ પડવા લાગે છે તો ગતાનુગતિક લોકસંજ્ઞા આપોઆપ છૂટી જાય છે. સદનુષ્ઠાન સેવનારે હૃદયની શુદ્ધિથી તેમ કરવું જોઈએ. હૃદયની શુદ્ધિની આવશ્યક્તા ઘણી મોટી છે. સિદ્ધાન્તનો મર્મ બરાબર સમજાયો હોય અને ક્રિયા બાહ્ય રીતે બરાબર થતી હોય, પરંતુ તેમાં જો હૃદય ન પરોવાયું હોય તો તે ક્રિયા વિશેષ ફળ ન આપી શકે. એ ક્રિયા માટે હૃદયમાં ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસ પ્રવર્તવો જોઈએ. હૃદયમાં માયાચાર ન આવી જાય તે માટે સાધકે સાવધ રહેવાની જરૂર છે. આવી રીતે કરાતા સદનુષ્ઠાનમાં પણ સાધકે ત્રિવિધ ત્રિવિધ સાધના થાય એ પ્રત્યે લક્ષ રાખવું જોઈએ. મન, વચન અને કાયાની એકરૂપતા એમાં હોવી જોઈએ અને કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણે ભાવમાં ઉલ્લાસ ધારણ કરવો જોઈએ. સદનુષ્ઠાનની સફળતાની આ ગુરુચાવી અહીં શાસ્ત્રકારે બતાવી છે. इति सदनुष्ठानाधिकारः । સદનુષ્ઠાન અધિકાર સંપૂર્ણ. ૧૬૪ 2010_05 Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો અધિકાર અગિયારમો કે મનઃશુદ્ધિ અધિકાર કે [૩૦૪] વિતરર સુમિચ્છત प्रथमतो मनसः खलु शोधनम् । गदवतां ह्यकृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥१॥ અનુવાદ : ઉચિત અને શુભ આચરણની ઈચ્છા કરનાર પ્રથમ મનને શુદ્ધ કરવું જોઈએ. રોગીને મળશુદ્ધિ કર્યા વિના રસાયન આપ્યું હોય તો તે કેવી રીતે ઉપયોગી થાય ? ' વિશેષાર્થ : સદનુષ્ઠાનનો અધિકાર કહ્યા પછી હવે ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એના અનુસંધાનમાં આ મનઃશુદ્ધિનો અધિકાર કહે છે. સદનુષ્ઠાન કરવા માટે પહેલાં મનની શુદ્ધિ કરવાની આવશ્યકતા રહે છે. વસ્તુતઃ મનની શુદ્ધિ એ એની પૂર્વશરત છે. જયાં સુધી મનની શુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી અનુષ્ઠાન શુદ્ધ ન થાય. દૂષિત મન સાથે શુભ હેતુવાળી કરેલી ક્રિયા પણ દૂષિત થાય છે. તેવી દૂષિત ક્રિયા એનું યોગ્ય ફળ નથી આપતી. અહીં એક સરસ અનુરૂપ ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ દર્દીને લોહ-ભસ્મ, તામ્ર-ભસ્મ, પ્રવાલ-ભસ્મ વગેરે પ્રકારનું રસાયન આપવાનું હોય, તો વૈદ્ય પહેલાં એના શરીરમાં મળશુદ્ધિ કરાવે છે. શરીરનાં જઠર, આંતરડાં વગેરેમાં મળ બાઝી ગયા હોય એ દૂર કર્યા વગર જો દર્દીને સીધું રસાયન આપવામાં આવે તો એથી રોગ તો નિર્મૂળ થતો નથી, પણ ક્યારેક તો તેની વિપરીત ક્રિયા થાય છે. મળશુદ્ધિ કરાવ્યા પછી આપેલું રસાયન શીધ્ર અને સારી રીતે કામ કરે છે અને રોગ નિર્મૂળ થાય છે. તેવી રીતે શુભ, ઉચિત અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળાએ પહેલાં મનઃશુદ્ધિ કરી લેવી જોઈએ. [૩૦૫] પર ને પ્રાં મુિ રતિ द्विषति वा स्वमनो यदि निर्मलम् । विरहिणामरतेर्जगतो रते - रपि च का विकृतिविमले विधौ ॥२॥ અનુવાદ : જો પોતાનું મન નિર્મળ હોય તો બીજાઓ પોતાના પ્રતિ અત્યંગ રાગ કરે કે દ્વેષ કરે તો તેથી શું? વિરહીજનોને અરતિ થાય અને જગતને રતિ થાય, તેથી નિર્મળ ચંદ્રને શી વિકૃતિ થવાની ? ૧૬૫ Jain Education Intemational 2010_05 ntemational 2010_05 Page #211 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જો જીવમાં સમતા આવી હોય અને મન નિર્મળ હોય તો એવા જીવો સાંસારિક અભિપ્રાયો પ્રત્યે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા નથી. વસ્તુતઃ એમને એવી ઇચ્છા થતી નથી કે એવી આવશ્યકતા જણાતી નથી. એથી આગળ જતાં કેટલાકમાં એવી પ્રતિક્રિયા જ થતી નથી, કારણ કે તેમની સ્વભાવદશા જ એટલી ઊંચી હોય છે. સંસારમાં પ્રતિપળે રાગદ્વેષની પ્રવૃત્તિ ચાલ્યા જ કરતી રહે છે. સગાંઓ, સ્વજનો, સંબંધીઓ, જ્ઞાતિજનો કે સમાજના વિશાળ વર્ગમાં સ્વાર્થ, અહંકાર, દ્વેષ, ઈર્ષા, પક્ષપાત ઇત્યાદિને કારણે નિંદા-કુથલી થયા કરે છે. તેમાં પણ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય વગેરે ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પડેલાઓ માટે રાગનાં કે વૈષનાં મોટાં નિમિત્તો વખતોવખત ઊભાં થાય છે. એવે વખતે સામાન્ય સારા ગણાતા માણસો પણ, પોતાને માટે થયેલા આક્ષેપો કે થયેલા અન્યાયને સહન ન થતાં તરત તેની પ્રતિક્રિયા રૂપે મન, વચન કે કાયાની પ્રવૃત્તિ ચાલુ કરી દે છે. પણ જેઓ સ્વસ્થ છે, નિર્મલ છે, ઉદાર છે, સ્વપર હિતચિંતક છે, સમતાયુક્ત છે અને આરાધક છે એમના મનમાં એથી એવી કોઈ પ્રતિક્રિયા નથી ચાલતી. એ માટે દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે પૂર્ણિમાનો નિર્મળ ચંદ્ર આકાશમાંથી શીત કિરણો રેલાવી રહ્યો છે. એથી જગતના લોકોને અત્યંત આનંદ થાય છે. પરંતુ જે વિરહી પુરુષ કે સ્ત્રી હોય તેના મનને તે વિહ્વળ કરી નાખે છે. ચંદ્રકિરણથી એને અરતિ થાય છે. આમ, જગતના લોકોને રતિ થાય કે વિરહીઓને અરતિ થાય, ચંદ્ર તો પોતે અવિકારી જ રહે છે અને નિર્મળતાથી પ્રકાશે છે. એવી રીતે નિર્મળ મનના સમતાયુક્ત સાધકોમાં આવી કોઈ પ્રતિક્રિયા થતી નથી. [૩૬] વિતવયનુપસ્થિત स्वमनसैव हि शोचति मानवः । उपनते स्मयमानमुखः पुन र्भवति तत्र परस्य किमुच्यताम् ॥३॥ અનુવાદઃ મનુષ્ય પોતાની રુચિકર વસ્તુ ઉપસ્થિત નથી એવું જાણીને પોતાના મનમાં જે ખેદ કરે છે અને તે પ્રાપ્ત થતાં પાછો હસતા મુખવાળો થાય છે, એમાં બીજાને કારણભૂત શી રીતે કહેવાય? વિશેષાર્થ : અભીષ્ટ વસ્તુનો કે વ્યક્તિનો યોગ અને વિયોગ મનુષ્યના ચિત્તમાં હર્ષ અને શોકની લાગણી જન્માવે છે. કોઈ સુંદર, આકર્ષક ચીજવસ્તુ પોતાને જોઈતી હોય અને તે ન મળે તો તરત મનમાં ખેદ થવા લાગે છે. એ જ વસ્તુ મળે કે તરત એના ચહેરા ઉપર આનંદ પ્રસરી રહે છે. આમ હર્ષ કે શોકની લાગણી માણસના મનમાં થાય છે. એટલે જો પ્રશ્ન કરીએ હર્ષ કે શોકનું કારણ પદાર્થ છે ? કે એની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી તેવી લાગણી અનુભવનાર ચિત્ત છે ? તો ઉત્તર સ્પષ્ટ છે કે ચિત્તમાં જ હર્ષશોકાદિની લાગણીઓ ઉદ્દભવે છે. એટલે હર્ષ કે શોક માટે બીજાને કારણભૂત કે દોષિત બતાવવાનો કોઈ અર્થ નથી. [૩૭] વરVTયો પ્રિવિયન शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनःकपिरुच्चकैः रसवणिग् विदधातु मुनिस्तु किम् ॥४॥ અનુવાદ : આ અત્યંત ચપળ એવો મનરૂપી વાનર ચારિત્રના યોગરૂપી ઘડાઓને ઊંધા ૧૬૬ Jain Education Interational 2010_05 Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર વાળીને શમરૂપી બધા રસને નીચે ઢોળી નાખે છે. એમાં મુનિરૂપી સમરસનો વેપારી શું કરે? વિશેષાર્થ : અહીં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે એક સરસ રૂપક પ્રયોજયું છે. જૂના જમાનાનું એક ચિત્ર નજર સમક્ષ ખડું કરો. ઘી, તેલ, દીવેલ, કોપરેલ વગેરે પ્રવાહીનો (એટલે રસનો) એક વેપારી છે. એની દુકાનમાં આવા રસના ઘડા ભરીને વેચવા માટે રાખ્યા છે. એવામાં અચાનક એક મોટો જબરો વાંદરો ત્યાં આવી ચડે છે. એક પછી એક ઘડાઓને ઊંધા કરીને પ્રવાહી જમીન પર ઢોળી દઈને ભાગી જાય છે. વેપારીના બધા ઘડા આ રીતે ઊંધા વળી ગયા. વેપારી ઊભો થાય અને વાંદરાને ભગાડે એટલી વારમાં તો એને આ બધું નુકસાન થઈ ગયું. એ વાંદરાને શી સજા કરી શકે ? વાંદરો તો ક્યાંનો ક્યાં ભાગી ગયો. વેપારીનું નુકસાન કોણ ભરપાઈ કરી આપે ? બધું જ નુકસાન વેપારીએ પોતે જ ભોગવવાનું રહ્યું. એવી જ રીતે મુનિ મહારાજો ઉપશમ રસના વેપારી જેવા છે. ઉપશમ અથવા શમરૂપી રસના તેઓ સાધક છે. ઘણી સાધના પછી તેમણે આ ઉપશમ રસ પ્રાપ્ત કર્યો છે. પરંતુ ઘણાંનો પોતાના મન ઉપર અખંડ સંયમ નથી રહેતો. મનને વાંદરા જેવું ચંચલ ગણાવ્યું છે. એક વિચાર ઉપરથી બીજા વિચાર ઉપર વાંદરાની જેમ તે કેટલું ઝડપથી કૂદકા મારે છે ! આવું મર્કટ જેવું મન જો એવી અશુભ ધારાએ ચાલ્યું જાય તો ઘડીકમાં મુનિ મહારાજની કે એવા અન્ય કોઈ સાધકની સંયમની સાધનાને, એના ઉપશમ રસને તે વિચલિત કરી નાખી શકે છે. માટે જ મનને સતત સ્થિર રાખવાનો પુરુષાર્થ કરવાની અત્યંત જરૂર છે. | [૩૦૮] સંતતિકૃિતસંયમૂતભોસ્થિતરોનિ: પ્રથયસ્તમઃ | अतिदृद्वैश्च मनस्तुरगो गुणैरपि नियंत्रित एष न तिष्ठति ॥५॥ અનુવાદ : સતત ખૂંદેલી સંયમરૂપી જમીનમાંથી ઊડેલી ધૂળના સમૂહ વડે અંધકારને ફેલાવતો આ મનરૂપી ઘોડો, અત્યંત મજબૂત દોરડા (ગુણ) વડે બાંધ્યા છતાં સ્થિર રહેતો નથી. ' વિશેષાર્થ : આ શ્લોકમાં બીજું એક સુંદર રૂપક આપવામાં આવ્યું છે. વાંદરાનું રૂપક આપ્યા પછી આ શ્લોકમાં મનને માટે ઘોડાનું રૂપક આપવામાં આવ્યું છે. ઘોડો દોડવાથી શું થાય છે? એના નાળવાળા પગથી સતત ખુંદાતી જમીનમાંથી ધૂળના ગોટેગોટા ઊડે છે અને ચારે બાજુ એવી રીતે પ્રસરી જાય છે કે કશું દેખાતું નથી. ઘોડો તાકાતવાળો હોય, ચંચલ હોય અને દોડવાનો ઉત્સાહી હોય તો દોરડાની લગામથી એને અંકુશમાં લેવા જતાં પણ તે ઊભો રહેતો નથી. અહીં “ગુણ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ગુણનો એક અર્થ “દોરડું થાય છે. એટલે અહીં ગુણ શબ્દમાં શ્લેષ રહેલો છે. અહીં રૂપકમાં મનરૂપી ઘોડો છે. ગુણરૂપી લગામ છે અને સંયમરૂપી જમીન છે. “સતત કુતિ' શબ્દ ઘોડાને પણ લાગુ પડે છે અને સંયમરૂપી ભૂતલને પણ લાગુ પડે છે. કૂટી ફૂટીને સંયમરૂપી જમીનને નક્કર કરવામાં આવી હોય તો પણ તેવી જમીનને ઘોડો દોડી દોડીને ખોદી નાખે છે. જયારે ચિત્તની અંદર અસદ્ વિચાર કે વિકલ્પની ધારા ધસમસતી આવે છે ત્યારે પ્રાપ્ત કરેલા સદ્ગુણો પણ એને અટકાવવા માટે સમર્થ બનતા નથી. એટલા માટે મનરૂપી અશ્વને જ એવી તાલીમ આપવી જોઈએ કે જ્યારે ઇચ્છીએ ત્યારે એ ચાલે અને જયારે ઇચ્છીએ ત્યારે એ ઊભો રહી જાય, કારણ કે તાલીમબદ્ધ અશ્વ નિરંકુશ બનતો નથી. ૧૬૭ Jain Education Interational 2010_05 Page #213 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૩૦] નિનવરોધનસાર૫ત્નિનુરઃ कुसुमसायकपावकदीपकः । अहह कोऽपि मनःपवनो बली शुभमतिद्रुमसंततिभंगकृत् ॥६॥ અનુવાદ : અહો ! આ કોઈક મનરૂપી પવન બળવાન છે. તે જિનવચનરૂપી કપૂરનું હરણ કરે છે, કામદેવરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે અને શુભ મતિરૂપી વૃક્ષોની હારને ભાંગી નાખે છે. વિશેષાર્થ : મનને માટે હવે અહીં વેગવાળા વાયુનું રૂપક યોજવામાં આવ્યું છે. પવન જયારે ઝંઝાવાત કે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનામાં વિનાશ કરવાની ઘણી બધી શક્તિ દેખાય છે. ઘનસાર એટલે કપૂર. તે પવનમાં ઊડી જાય છે. પવન કપૂરના મોટા ઢગલાને પણ ખલાસ કરી નાખે છે અને છતાં નજરે દેખાતું નથી કે આ ઘનસારનું કોણ હરણ કરી જાય છે. પવનથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. વાવાઝોડામાં મોટાં મોટાં વૃક્ષોને તોડી નાખવાની તાકાત હોય છે. મનરૂપી વાવાઝોડું કેવો વિનાશ સર્જે છે ? જિનવચનરૂપી એટલે તીર્થંકર પરમાત્માની વાણીરૂપી જે ઉજ્જવળ અને સુવાસિત કપૂર છે તેને તે હરી જાય છે. મનમાં જયારે વિપરીત આવેગો આવે છે ત્યારે જિનેશ્વર દેવની વાણી પણ ભુલાઈ જાય છે અથવા ગમતી નથી. મનરૂપી વાયુ પુષ્પ જેનાં બાણ છે એવા કામદેવના અગ્નિને પ્રજવલિત કરે છે. ચિત્તમાં કામવિકારનો એક તણખો પડ્યો હોય તો મને વિવિધ પ્રકારના વિચારો, તરંગો, કલ્પનાઓ, દશ્યો વગેરે ખડા કરી એ કામવિકારનો ભડકો કરી નાખે છે. પછી એને શાંત પાડવો તે હાથ બહારની વાત થઈ જાય છે. ચિત્તમાં એક પછી એક શુભ સંકલ્પો થતા હોય, સુવિચારોની શ્રેણી ખડી થતી હોય, એવામાં દુર્મતિરૂપ પવન એક ઝપાટે એ બધા વિચારોને ભાંગીને જમીનદોસ્ત કરી નાખે છે. મનનો આવેગ જેવો તેવો નથી. એ વાત સાધકે ગંભીરતાપૂર્વક અને સાવધાનીપૂર્વક સમજી લેવી જોઈએ. [૩૧] વરાપુરમંાપર: રત્ समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः क्व कुशलं शिवराजपथे तदा ॥७॥ અનુવાદ: ચારિત્રરૂપી ગોપુર(દરવાજા)ને ભાંગવામાં તત્પર બનેલો, હુરાયમાન સિદ્ધાન્તના બોધરૂપી વૃક્ષોને પાડી નાખનાર એવો અત્યંત મદોન્મત્ત મનરૂપી હાથી હોય, તો પછી મોક્ષરૂપી રાજમાર્ગમાં કુશળતા ક્યાંથી હોય ? વિશેષાર્થ : આ શ્લોકમાં મનને માટે મદોન્મત્ત હાથીનું રૂપક આપવામાં આવ્યું છે. કોઈ ગાંડોતૂર બનેલો હાથી રાજમાર્ગ ઉપર તોફાને ચડ્યો હોય તો એ રસ્તામાં કેટલાંયે વૃક્ષોની ડાળને પોતાની સૂંઢમાં ભરાવી આખા વૃક્ષને પાડી નાખતો હોય. ત્યારે ત્યાં માર્ગમાં જવાઆવવામાં મોટા અવરોધો ઉત્પન્ન ૧૬૮ Jain Education Interational 2010_05 Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર થાય. મદોન્મત્ત હાથી પણ ત્યાં હોય એટલે જીવનું પણ જોખમ ગણાય. વળી એ હાથીએ નગરનો દરવાજો જ ભાંગી નાખ્યો હોય એટલે નગરજનો બહાર પણ કેવી રીતે જઈ શકે ? અને બહાર હોય તે અંદર કેવી રીતે આવી શકે ? એનો અર્થ એ થયો કે હાથીના ગાંડપણને લીધે બધો વ્યવહાર સ્થગિત અને ભયભીત બની ગયો છે. એવી રીતે મનરૂપી ગજ જ્યારે ગાંડો થાય છે ત્યારે આવું બને છે. એમાં પણ મુનિઓ માટે તો એ વધુ દુષ્કર સ્થિતિ હોય છે. આ મદોન્મત્ત મનહસ્તિ ચારિત્રરૂપી ગોપુરને ભાંગી નાખે છે. ચારિત્રરૂપી ગોપુર જ જો તૂટી જાય તો મોક્ષપુરીમાં પ્રવેશ જ કેવી રીતે થઈ શકે ? મન જયારે ઉન્માદે ચડે છે ત્યારે મુનિઓના ચારિત્રને તે શિથિલ કરી નાખે છે. કેટલાક મનથી પતિત થાય છે. કેટલાક કાયાથી પણ પતિત થાય છે અને કેટલાક તો મુનિપણું છોડીને ગૃહસ્થાવાસમાં આવી જાય છે. વળી આવું જયારે બને છે ત્યારે તોફાને ચડેલો મનરૂપી હાથી શાસ્ત્રબોધરૂપી જે વૃક્ષો ઊગેલાં છે તેને પણ તોડી નાખે છે. એટલે ચારિત્રની શિથિલતા કે શીલભંગના પ્રસંગે વીતરાગની વાણી પ્રિય નથી લાગતી. મોહરાજા મનગજને ઉન્મત્ત બનાવે છે. આવી રીતે જયારે મોક્ષપુરીનો રાજમાર્ગ જ જયાં છિન્નભિન્ન થઈ ગયો હોય, ત્યાં એ માર્ગે કુશળતાપૂર્વક કોણ વિચરી શકે ? [૩૧૧] વ્રતતત્ત્વનું પ્રમુખપૃરુતે ગનો दहति दुष्टमनोदहनः पुनः । ननु परिश्रम एष विशेषवान् क्व भविता सुगुणोपवनोदयः ॥८॥ અનુવાદ : મનુષ્ય વ્રતરૂપી વૃક્ષોને પ્રગુણ કરે (ઉછેરે) છે, પરંતુ દુષ્ટ મનરૂપી અગ્નિ તેને બાળી નાખે છે. તો પછી સગુણરૂપી ઉપવનના ઉદય (વિકાસ) માટે આ પરિશ્રમ ક્યારે સફળ (વિશેષવાન) થશે ? વિશેષાર્થ : આ શ્લોકમાં મનને માટે અગ્નિનું રૂપક આપવામાં આવ્યું છે. કોઈ સરસ ઉપવન તૈયાર કરવાનું હોય તો ત્યાં ભાતભાતનાં વૃક્ષો વાવવામાં આવે અને એના ઉછેર માટે માટી, ખાતર, પાણી વગેરે દ્વારા સતત કાળજી રાખવામાં આવે. ઉપવન તો ઘણું મોટું હોય. હવે ધારો કે એમાં એક બાજુથી કોઈ માણસ વૃક્ષોને ઉછેરતો ઉછેરતો આગળ વધતો જતો હોય, પરંતુ પાછળ નજર કરે તો અગ્નિ કેટલાંયે વૃક્ષોને બાળી નાખતો દેખાય. આમ વૃક્ષોનો ઉછેર કરવાનું અને વૃક્ષોને બાળી નાખવાનું એમ બંને પ્રકારનું કાર્ય સાથે સાથે ચાલ્યા કરતું હોય તો એ ઉપવનનો વિકાસ પૂરો ક્યારે થાય ? મુનિઓ માટે પણ એ પ્રમાણે છે. તેઓ અહિંસાદિ પંચ મહાવ્રતો ધારણ કરે અને સમિતિ તથા ગુપ્તિ દ્વારા તેના પોષણ અને સંવર્ધન માટે અત્યંત ઉદ્યમ કરે, પણ બીજી બાજ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી એમના મનનો અગ્નિ જો પ્રજવલિત રહ્યા કરે તો તે સદ્ગુણરૂપી વૃક્ષોને બાળી નાખે. પરિણામે સુંદર પત્ર. પુષ્પ, ફળ વગેરે સહિત મનોરમ ઉદ્યાનનો જે વિકાસ થવો જોઈએ તે ન થાય. એવી રીતે મુનિએ લીધેલો પરિશ્રમ નિષ્ફળ નીવડે. એનું જે ઉત્કૃષ્ટ પરિણામ આવવું જોઈએ તે આવે નહિ. એટલે વ્રતાદિના પાલન સાથે ચિત્તને પણ સંયમમાં જાગ્રતપણે રાખવું જોઈએ કે જેથી પરિશ્રમનું યોગ્ય ફળ મેળવ્યાનો સંતોષ થાય. મુનિઓની જેમ વ્રતધારી શ્રાવકોએ પણ આ વાત લક્ષમાં રાખવી જરૂરી છે. ૧૬૯ Jain Education Interational 2010_05 Page #215 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર | [૩૧૨] નિતિના વિરથFRાં न वपुषा वचसा च शुभक्रियाम् । गुणमुपैति विराधनयानया बत दुरन्तभवभ्रममंचति ॥९॥ અનુવાદ : જેણે મનનો નિગ્રહ કર્યો નથી તે શરીર અને વચન વડે ઉત્તમ શુભ ક્રિયા કરે, તો પણ તે મનની આ વિરાધનાને કારણે કંઈપણ ગુણ પામતો નથી, પરંતુ એ દુરંત એવા ભવનું ભ્રમણ કરાવે છે. ' વિશેષાર્થ : મન, વચન અને કાયા એ ત્રણેના યોગથી ત્રિવિધ પ્રકારની ક્રિયાઓ થતી રહે છે. હવે એમાંથી કોઈક વ્યક્તિ વચન અને કાયાથી શુભ પ્રવૃત્તિ કરે, પણ મનને સંયમમાં રાખ્યું ન હોય તો વચન અને કાયાની પ્રવૃત્તિમાં મનનો યોગ ભળતો નથી, બલકે વચન અને કાયાની શુભ પ્રવૃત્તિની દિશા કરતાં મનની પ્રવૃત્તિની દિશા ઊલટી બાજુ રહે છે. એટલે કે તે અશુભ તરફ રહે છે. એનો અર્થ એ થયો કે મનથી વિરાધના થાય છે. મન, વચન અને કાયાની શુભ અને અશુભ એમ બંને પ્રકારની પ્રવૃત્તિ રહ્યા કરે છે, જેમકે શરીરથી કામભોગની અશુભ પ્રવૃત્તિ થાય અને બાહ્ય તપ, જિનપૂજા, તીર્થયાત્રા વગેરે પ્રકારની શુભ પ્રવૃત્તિ પણ થાય. તેવી રીતે વચનથી ક્રોધાદિ કષાયયુક્ત વચનો દ્વારા અશુભ પ્રવૃત્તિ થાય અને સ્તુતિ, મંત્ર, જાપ, સ્વાધ્યાય ઇત્યાદિ દ્વારા શુભ પ્રવૃત્તિ પણ થાય. હવે જો કોઈ કાયા અને વચનથી ઉત્તમ પ્રકારની શુભ પ્રવૃત્તિ કરતો દેખાય, પરંતુ એની એ ક્રિયાઓ વખતે એના મનનું તેમાં જોડાણ ન હોય એટલે કે મન એનાથી વિપરીત અશુભ વિચારધારામાં વહેતું જતું હોય તો એ શુભ પ્રવૃત્તિઓનું યોગ્ય ફળ મળે નહિ. વસ્તુતઃ કાયા અને વચનની પ્રવૃત્તિ કરતાં પણ મનની પ્રવૃત્તિ વધારે મહત્ત્વની છે. મન પોતે જો અશુભ પ્રવૃત્તિમાં હોય તો એથી તો સંસારનું પરિભ્રમણ વધી જાય છે. માટે મનનો નિગ્રહ કરવો જોઈએ. એને અશુભ વિચારધારામાં ખેંચાઈ જતું અટકાવવું એ ઘણી મહત્ત્વની વાત છે. ભવભ્રમણ ઓછું કરવા માટે વિરાધનામાં નહિ પણ આરાધનામાં મન લાગેલું હોવું જોઈએ. [૩૧૩] નિગૃહીતમના વિવ૫તો નરકૃચ્છતિ તંદુત્તમચવત્ | इयमभक्षणजा तदजीर्णताऽनुपनतार्थ विकल्पकदर्थना ॥१०॥ અનુવાદ : મનનો નિગ્રહ નહિ કરનાર, ખરાબ વિકલ્પો કરીને તંદુલિયા મલ્યની જેમ નરકે જાય છે. નહિ પ્રાપ્ત થયેલા પદાર્થના વિકલ્પોની કદર્થના, ભોજન કર્યા વિના થયેલી અજીર્ણતા છે. વિશેષાર્થ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં મન કેટલું ભયંકર કાર્ય કરી શકે છે એ બતાવતાં અહીં ગ્રંથકાર મહર્ષિએ તંદુલિયા મત્યનું જૈનોમાં જાણીતું પ્રાચીન ઉદાહરણ આપ્યું છે. મોટા મગરમચ્છની આંખની પાંપણમાં રહેલા ચોખાના દાણા જેટલા એટલે કે તંદુલિયા મત્સ્યને વિચાર આવે છે કે “આ મગરમચ્છ કેવો મૂર્ખ છે. એના ખુલ્લા મોઢામાંથી કેટલીયે માછલીઓ પાછી બહાર ચાલી જાય છે. હું એની જગ્યાએ હોઉં તો બધી જ ખાઈ જાઉં. એક પણ પાછી જવા ન દઉં,” આવા અશુભ હિંસક ૧૭૦ Jain Education Intemational 2010_05 Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર વિચારને પરિણામે તંદુલિયા મત્સ્યની ગતિ સાતમી નરકની થાય છે. હવે વિચાર કરીએ કે તંદુલિયા મત્સ્યે પોતે તો એક પણ માછલી ખાધી નથી કે તે ખાઈ શકવાનો પણ નથી. એટલે કાયાથી તો એને કશું પાપકર્મ કર્યું નથી. એના પેટમાં તો એક પણ માછલી આવી નથી. આમ એણે ભક્ષણ ન કર્યું હોવા છતાં, ભક્ષણ કરતાં યે વધુ ભયંકર ખરાબ વિકલ્પ મનમાં કર્યો. એટલે કે મનની ઇચ્છા અનુસાર કાયાની પ્રવૃત્તિ તો ન થઈ, પણ એનું પાપ એને લાગી ચૂક્યું. કોઈ માણસ વધારે પડતું ખાય તો એને અજીરણનો રોગ થાય. એની પાચનક્રિયા બગડી જાય. આગળનું ખાધેલું પેટમાં જીર્ણ ન થાય ત્યાં સુધી નવું ભોજન ન લેવું, નહિ તો અજીર્ણ થાય. માટે કહેવાયું છે કે અનીનેં મોનનું હેય । પરંતુ અહીં તો ભૂખ્યા તંદુલિયા મત્સ્યને પેટે અજીર્ણનો રોગ થયો. એ તે કેવી વિચિત્ર વાત કહેવાય ! તેનું કારણ મનના કુવિકલ્પો છે. મન વિચારો દ્વારા જાતજાતના ભોગ ભોગવે છે, કાયાથી નહિ, તો પણ એ બધા માટે મનને શિક્ષા મળે છે. એટલે કે એ શિક્ષા જીવને પોતાને જ થાય છે. [૩૧૪] મનસિ તોલતો વિપરીતતાં वचननेत्रकरें गितगोपना । व्रजति धूर्त्ततया नयाऽखिलं निबिडदंभपरैर्मुषितं जगत् ॥११॥ અનુવાદ : મન જ્યારે અત્યંત ચપળ બને છે ત્યારે વચન, નેત્ર, અને હાથની ચેષ્ટાઓનું ગોપન વિપરીતતા પામે છે. ભારે દંભીઓએ ધૂર્તતાથી આ આખા જગતને છેતર્યું છે. વિશેષાર્થ : ચિત્તની સાથે શરીરની ચેષ્ટાઓને સામાન્ય રીતે સંબંધ રહે છે. ચિત્તમાં ચાલતા વિચારો પ્રમાણે હાવભાવ અનાયાસ થઈ જાય છે. આમ છતાં કેટલાક માણસો પોતાના મનના વિચારો પ્રમાણે પોતાના હાવભાવને પ્રગટ થવા દેતા નથી. ક્યારેક મનમાં હોય તેવું બોલાઈ જાય છે, તો ક્યારેક મનમાં ભાવ જુદો હોય અને વચન જુદાં જ નીકળતાં હોય. મનમાં ભારોભાર નિંદાનો ભાવ ચાલતો હોય અને તે જ વખતે મુખથી અતિશય પ્રશંસા થતી હોય. પોતાનાં વચન, નેત્ર કે હાથની ચેષ્ટાઓ દ્વારા પોતાના મનના ભાવોનું ગોપન કરવામાં ઘણાં લોકો અત્યંત કુશળ હોય છે. કેટલીક વાર એવું પણ બને છે કે મન અત્યંત ચંચળ થતાં ગોપન કરેલાં વચન, નેત્ર કે હાથની ચેષ્ટાઓ વિપરીતતા પામે છે એટલે કે તે મનમાં ચાલતી વિચારધારાની ચાડી ખાય છે. માણસ પોતાની વાત છુપાવવા જાય છે પણ હાવભાવથી પકડાઈ જાય છે. વચન કે હાથની ચેષ્ટા કરતાં પણ આંખો તથા ચહેરાની રેખાઓ મનના ભાવને વધુ પ્રગટ કરી દે છે. સાધક વચન અને કાયાનું ગોપન કરે એટલે કે એને સંયમમાં રાખે, પરંતુ ચંચળ મનમાં એથી વિપરીત ભાવો હોય, તો એવા બાહ્ય સંયમનું ફળ વિપરીત મળે. જ્યાં મનની સાથે વચન અને કાયાની એકરૂપતા ન હોય ત્યાં દંભ આવે. સ્વાર્થ, પ્રલોભનો, પ્રતિષ્ઠા, વાસના વગેરેને કારણે દંભ આચરતા આવા લોકો જાણે આખા સંસારને લૂંટી લેતા હોય એવું નથી લાગતું ? સંસારના કુટિલ વ્યવહારમાં દંભ અને ધૂર્તતા ઘણો મોટો ભાગ ભજવે છે. _2010_05 ૧૭૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૩૧૫] મનસ વ તતઃ પરિશોધન नियमतो विदधीत महामतिः । इदमभेषजसंवननं मुनेः परपुमर्थरतस्य शिवश्रियः ॥ १२ ॥ અનુવાદ : એટલા માટે મહામતિવાળાએ નિયમથી મનનું પરિશોધન કરવું જોઈએ. પરમ પુરુષાર્થ(મોક્ષ પુરુષાર્થ)માં રતિ ધરાવતા મુનિને માટે તો શિવલક્ષ્મીને વશ કરવા માટે આ ઔષધ વગરનું વશીકરણ છે. વિશેષાર્થ : મનને વશ કર્યા વિના સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. વચન અને કાયાના જેટલા વ્યાપારો છે, તેના કરતાં સૂક્ષ્મ એવા મનના વ્યાપારો ઘણા બધા વધારે છે. બીજાનાં વચન અને કાયાના વ્યાપારોને તો હજુ પણ સમજી શકાય, પણ એના મનના વ્યાપારોનો પાર પામવાનું ઘણું જ અઘરું છે. બીજાની તો વાત શી, માણસ ખુદ પોતાના મનના વ્યાપારોને કેટલીયે વાર પોતે જ પામી શકતો નથી. મન એટલું બધું સૂક્ષ્મ, જટિલ, ગહન અને ચંચળ છે. પ્રતિક્ષણે વિચારોનાં સ્પંદનો એમાં ચાલ્યાં જ કરે છે. હવે જો મન, વચન અને કાયાની સુસંવાદિતા, એકતા, નિર્મળતા, એકાગ્રતા, સ્થિરતા ઇત્યાદિ ન હોય તો મુનિઓએ જે મુનિપણું ધારણ કર્યું છે તેનું પ્રયોજન નિષ્ફળ થાય. માટે મુનિઓએ મનનું પરિશોધન સતત અને નિયમિતપણે કરતા રહેવું જોઈએ. એમાં પ્રમાદ કરે તે ન ચાલે. મુનિનું પરમ ધ્યેય તો મોક્ષપ્રાપ્તિનું છે. મુનિઓએ સાંસારિક સ્ત્રીનો ત્યાગ કર્યો હોય છે. એટલે કવિઓ રૂપક પ્રયોજે છે કે મુનિઓનો પુરુષાર્થ શિવસુંદરીને અર્થાત્ મોક્ષલક્ષ્મીને વરવા માટે હોય છે. સ્ત્રીને વશ કરવા માટે વશીકરણ વિદ્યા કેટલાક અજમાવે છે. એવા વશીકરણમાં ઔષધિનો ઉપયોગ કે પ્રયોગ પણ થાય છે. અમુક ઔષધ ખાવા કે ખવડાવવાથી બીજાને પોતાની ઇચ્છા પ્રમાણે અનુકૂળ કરી શકાય છે. મુનિઓ પોતાના મનનું જો યોગ્ય રીતે પરિશોધન કર્યા કરે તો શિવસુંદરીને વશ કરવા માટે એ ઔષધ વગરનું વશીકરણ બની રહે છે. [૩૧૬] પ્રવચનાબ્નવિલાસવિપ્રમા प्रशमनीरतरं गतरंगिणी हृदयशुद्धिरुदीर्णमदज्वरप्रसरनाशविधौ परमौषधम् ॥१३॥ અનુવાદ : હૃદયની શુદ્ધિ એ પ્રવચનરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યની પ્રભા જેવી છે, પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે અને ઉદય પામેલા મદરૂપી વધતા જતા જ્વરનો નાશ કરવામાં પરમ ઔષધરૂપ છે. 2010_05 1 વિશેષાર્થ : હૃદયની શુદ્ધિ અર્થાત્ મનની શુદ્ધિનો મહિમા ત્રણ યથાર્થ રૂપકો દ્વારા અહીં દર્શાવવામાં આવ્યો છે. જેમ સૂર્યનાં કિરણોથી કમળનો વિકાસ થાય છે તેમ મનની શુદ્ધિ હોય અને હૃદયની નિર્મળતા ૧૭૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર હોય તો જિનેશ્વર ભગવાનનાં વચનોનાં રહસ્યોનું ઉદ્ઘાટન સવિશેષ થાય છે. નદીનાં નિર્મળ નીરમાં જો તરંગો ઊઠતા હોય એ તો નદીની પ્રફુલ્લિત અને પ્રસન્ન અવસ્થાનું સૂચન કરે છે. હૃદયની શુદ્ધિ દ્વારા ક્ષમા, સંયમ, કષાયની ઉપશાંતતા વગેરે પ્રકારના શુભ ભાવો રૂપી તરંગો ઊછળતા રહે છે. હૃદયની શુદ્ધિ થાય એટલે અહંકાર વિચલિત થયા વગર રહે નહિ. જાતિ, કુળ, રૂપ, તપ, શ્રત, બળ, ધન અને ઐશ્વર્ય એ આઠ પ્રકારના મદરૂપી વધતા જતા જવરનો નાશ કરવામાં આ હૃદયશુદ્ધિ પરમ ઔષધિનું કામ કરે છે. આમ હૃદયની શુદ્ધિ હોય તો બોધ સારી રીતે થાય, શુભ ભાવની ભરતી રહ્યા કરે અને મદના વિકારો ચાલ્યા જાય. [૩૧૭] અનુકવામૃત છું અનુત્તર व्रतमरालविलासपयोजिनी सकलकर्मकलंकविनाशिनी मनस एव हि शुद्धिरुदाहृता ॥१४॥ અનુવાદ : મનની શુદ્ધિ અનુભવરૂપી અમૃતના કુંડ સમાન, મહાવ્રતરૂપી હંસને વિલાસ કરવા માટે કમલિની સમાન અને સકલ કર્મના કલંકનો નાશ કરનારી છે, એમ કહ્યું છે. વિશેષાર્થ : મનની શુદ્ધિનો પ્રભાવ વર્ણવતાં આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ બીજી ત્રણ વાત કહે છે. સ્વરૂપાનુભવ, મહાવ્રતો અને કર્મ વિશેની આ વાત છે. મનશુદ્ધિ થાય તો જ સ્વરૂપાનુભવ થઈ શકે, અન્યથા નહિ. ચિત્તમાંથી વિકલ્પો જ્યારે શમી જાય અને નિર્વિકલ્પ દશા આવે એ વખતે શાંત સુધારસનો અનુભવ થાય છે. એ અમૃતના કુંડ જેવી આ મનશુદ્ધિ છે. આવી શુદ્ધિ હોય તો મહાવ્રતોરૂપી અર્થાત્ ચારિત્રરૂપી સ માનસરોવરમાં કમલિની સાથે આનંદકેલિ કરે છે. એટલે કે મહાવ્રતોના પરિપાલનમાં અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસ પ્રવર્તવા લાગે છે. મહાવ્રતો બોજા રૂપ નથી લાગતાં. તદુપરાંત મનની શુદ્ધિથી કર્મરૂપી કલંકનો નાશ થાય છે. મન, વચન અને કાયા એ ત્રણેમાં સૌથી વધારે અને સૌથી ભારે કર્મો મનથી બંધાય છે, તો બીજી બાજુ કર્મોનો નાશ કરવામાં સૌથી મહત્ત્વનું કાર્ય પણ મન જ કરે છે. મનની શક્તિ ઘણી મોટી છે. આમ, મનની શુદ્ધિનું માહાભ્ય ઘણું જ છે. [૩૧૮] પ્રથમતો વ્યવહારનયસ્થિતોડ शुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्पमयव तसे वया हरति कंटक एव हि कंटकम् ॥१५॥ અનુવાદ : પ્રથમ તો વ્યવહાર નયમાં રહીને શુભ વિકલ્પમય વ્રતોનું સેવન કરવા વડે અશુભ વિકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર રહેવું. કાંટો જ કાંટાને કાઢે છે. વિશેષાર્થ : જે સાધકોએ ચિત્તશુદ્ધિ કરવી છે તેઓએ સૌ પ્રથમ વ્યવહાર નયમાં સ્થિર થઈને શુભ ૧૭૩ Jain Education Interational 2010_05 Page #219 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિકલ્પમય વ્રતોની ઉપાસના દ્વારા અશુભ વિકલ્પોને ટાળવા પડશે. સાધક હજુ પ્રાથમિક દશામાં હોય, અશુભ પ્રવૃત્તિઓમાં અને અશુભ અધ્યવસાયોમાં વારંવાર અટવાઈ જતો હોય અને તે જો શુદ્ધ નિશ્ચયનય અનુસાર સ્વસ્વરૂપમાં સ્થિર થવા માટે કૂદકો મારે તો સંભવ છે કે એ ત્યાં સ્થિર રહી ન શકે. ચિત્ત ઘણું સંકુલ છે. એના વ્યાપારો અત્યંત ચંચલ છે. જીવને અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. એટલા માટે એની પાસે અશુભ અધ્યવસાયનું તત્કાલ નિવારણ કરવા માટે અભ્યાસ હોવો જરૂરી છે. એ માટે સાધકને અહીં ભલામણ કરવામાં આવે છે કે પોતાની પાત્રતા અને ક્ષમતાનો વિચાર કરી લઈને પ્રથમ એણે હિંસાદિના વિચારો, મૃષાવાદ, માયાચાર, દંભ, લંપટતા, પરધન વગેરેની વાસનાઓ, વિરોધીઓ હોય તો તેમના પ્રત્યે ઈર્ષા, દ્વેષ, અસદુભાવો ઇત્યાદિ વિવિધ પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ અને અશુભ અધ્યવસાયોમાંથી નિવૃત્ત થવાનો મહાવરો રાખવો જોઈએ. એમ કરવાનો એક સરળ અને અકસીર ઉપાય તે ચિત્તને શુભ પ્રવૃત્તિમાં જોડી દેવાનો છે. એ યાદ રાખવું જરૂરી છે કે આ પ્રાથમિક તબક્કાની વાત છે. એ માટે સાધકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતોના સંનિષ્ઠ પાલનમાં તથા આવશ્યક ક્રિયાઓમાં, ઉપવાસ વગેરે બાહ્ય તથા સ્વાધ્યાય વગેરે અભ્યતર તપમાં પોતાના ચિત્તને જોડી દેવું જોઈએ. ચિત્ત જરા પણ નવરું પડે નહિ અને પડે તો એને શુભ વિકલ્પોમાં જોડી દેવું જોઈએ, આ રીતે વ્યવહાર નયમાં સ્થિર થવા માટે સાધકને શક્તિ પ્રાપ્ત થતી જશે, અશુભ વિકલ્પને દ્વારા દૂર કરવાની આ ક્રિયા માટે ઉદાહરણ કાંટાનું આપવામાં આવે છે. કોઈ કાંટો પગમાં હોય તો બીજો કાંટો લઈ એની અણીથી પહેલા કાંટાની વાગેલી અણી કાઢી શકાય છે. અહીં તાત્કાલિક ઉપચારનો આશય છે. એ ઉપચાર જો કરવામાં ન આવે તો કાંટાની પીડા વધતી જવાની. ચાલવાનું કષ્ટભર્યું કે અશક્ય બની જવાનું. પરંતુ આ ઉપચારનો આશય બીજા કાંટાનું ગૌરવ કરવાનો નથી, એની તાત્કાલિક ઉપયોગિતા દર્શાવવાનો છે. એવી રીતે અશુભ અધ્યવસાયોને દૂર કરવા માટે તાત્કાલિક શુભ અધ્યવસાયોમાં ચિત્તને જોડી દેવું જોઈએ. | [૩૧૯] વિષમધીત્ય પનિ : શનૈ हरति मंत्रपदावधि मांत्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटा गुणकरी प्रथमं मनसस्तथा ॥१६॥ અનુવાદ : જેમ યાંત્રિક મંત્રપદોની અવધિ સુધી પદો ધીમે ધીમે બોલીને વિષનું હરણ કરે છે તેમ આરંભમાં મનની દેશનિવૃત્તિ પણ પ્રગટ રીતે ગુણકારી થાય છે. વિશેષાર્થ : મનને એવું શુદ્ધ કરવું જોઈએ કે જેથી તે શુભ કે અશુભ એવા સર્વ વિકલ્પોથી રહિત થાય. પરંતુ આ કોઈ એવી વાત નથી કે નિર્ણય કરવાથી તરત અમલમાં આવી જાય. ચિત્તના વ્યાપારોમાં શુભાશુભ વિકલ્પોની પરંપરા સતત વહેતી જ રહે છે. એટલે ગ્રંથકાર મહર્ષિએ આગલા શ્લોકમાં વ્યવહાર નયથી જણાવ્યું કે શુભ વિકલ્પોમાં સ્થિર થવાથી જો અશુભમાંથી નિવૃત્તિ થતી હોય તો એટલી આંશિક નિવૃત્તિ એટલે કે દેશનિવૃત્તિ પણ ગુણકારી છે. એથી લાભ જ થાય છે. આ નિયમને સમજાવતાં તેઓ ગારુડી વિદ્યાના જાણકાર માંત્રિકનું ઉદાહરણ આપે છે. મંત્રપદોમાં ચમત્કારિક વિશિષ્ટ શક્તિ રહેલી છે. ૧૭૪ Jain Education Interational 2010_05 nternational 2010_05 Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર મંત્રોપાસના એ પણ સાધનાનો એક અનોખો પ્રકાર છે. જુદા જુદા હેતુ માટે જુદી જુદી વિદ્યાઓ છે અને તે દરેકના ભિન્ન ભિન્ન મંત્રો પણ છે. મંત્રમાં સાંકેતિક વર્ણાક્ષરો, માતૃકાઓ હોય છે. હજારો વર્ષથી અનુભવસિદ્ધ થયેલો આ વિષય છે. જે જુદા જુદા મંત્રો છે એમાં વિષ ઉતારવાનો મંત્ર પણ છે. એની વિદ્યા તે ગારુડી વિદ્યા કહેવાય છે. ગમે તે વ્યક્તિ એ મંત્ર બોલે તેથી વિષ ઊતરી જાય એવું નથી. જેણે એ વિદ્યા સિદ્ધ કરી હોય તે જ એવા પ્રયોગ વડે વિષ ઉતારી શકે છે. કોઈને ઝેર ચડ્યું હોય તો મંત્રવિદ્ ધીમે ધીમે એ મંત્ર બોલે છે. એ મંત્રપદો જેવી રીતે, જેટલી વાર બોલવાના હોય તે રીતે બોલાઈ રહે ત્યારે ઝેર ઊતરી જાય છે. વળી એમ પણ કહેવાય છે કે માંત્રિક દર્દીના શરીર ઉપર હાથ ફેરવતાં ફેરવતાં અને મંત્રપદો વડે એને નિર્વિષ કરતાં કરતાં છેવટે જે જગ્યાએ ડંખ લાગ્યો હોય ત્યાં આવે છે અને મંત્રપદોમાંના છેલ્લાં પદોના ઉચ્ચારણ સાથે ત્યાંથી પણ ઝેર કાઢી નાખે છે, આમ શરીરમાં જો ઝેર પ્રસરતું હોય તો શરીરને પહેલાં નિર્વિષ કરવું એ જરૂરી છે અને ગુણકારી પણ છે. વિષ ઉતારવાની એ ક્રિયા તરફ દુર્લક્ષ રાખવું યોગ્ય ન ગણાય. વિષ કાઢવાને બદલે બીજા ઉપચારો કરવા જતાં દર્દીનું મૃત્યુ પણ થાય. એટલે અહીં વિષ કાઢવા રૂપ દેશનિવૃત્તિ પણ લાભકારક જ છે. એક એક અંગને નિર્વિષ કરવારૂપ દેશનિવૃત્તિ અને સર્વ અંગોને નિર્વિષ કરવારૂપ સર્વનિવૃત્તિ એવો અર્થ પણ ઘટાવી શકાય. એવી જ રીતે મનમાં ચાલતા શુભ અને અશુભ વિકલ્પોની બાબતમાં પણ સમજવાનું છે. અશુભ વિકલ્પો વિષ બરાબર છે. મનમાં એ પણ સતત ચાલ્યા કરે છે. એટલે અશુભ વિકલ્પોને કાઢવારૂપી દેશનિવૃત્તિ પણ લાભકારક છે. શુભ વિકલ્પોને ધીમે ધીમે સ્થિર કરવાથી અશુભ વિકલ્પો ધીમે ધીમે નીકળી જશે. આમ, વ્યવહાર નયથી પ્રથમ દેશનિવૃત્તિરૂપે અશુભ વિકલ્પોને દૂર કરવા જોઈએ. એ જરૂરી પણ છે અને લાભકારક પણ છે. સીધો નિશ્ચયનય ઉપર કૂદકો મારવા જતાં એ સરખો મારી શકાશે નહિ. તેમ કરવા જતાં સાધકને લાભને બદલે હાનિ થવાનો સંભવ વધુ રહે છે. [૩૨] તષિયવ્યવસીયતો लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलंबनमत्र शुभं मतम् ॥१७॥ અનુવાદ : અશુભ વિષયોના વ્યાપારોમાંથી નીકળી ગયેલું મન બહુ સારી રીતે જ્યાં લાગે છે તે પ્રતિમા હોય અથવા આત્મા સંબંધી પદ હોય, તે શુભ અવલંબન કહેવાય છે. વિશેષાર્થ : ચંચલ મન અશુભ વિષયોના ચિંતનમાં વારંવાર દોડી જાય છે. નિંદાકુથલી, કૂડકપટ તથા વિષયકષાયના વિષયોમાં અજ્ઞાની માણસોનું ચિત્ત અધિક રસ લે છે. સમજુ માણસોના જીવનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી અસત્ વિષયોની વણઝાર ચાલતી હોય છે. પરંતુ એમાંથી મનને ખેંચી લીધા પછી તે જ્યારે સારી રીતે સત્ વિષયોમાં, શુભ પદાર્થો અને શુભ ભાવોમાં લાગી જાય છે ત્યારે તેને કંઈક વધારે ઊંચી ભૂમિકા પ્રાપ્ત કર્યા જેવો અનુભવ થાય છે. શુભના ચિંતનને માટે તેને કંઈક અવલંબન જોઈએ છે. ૧૭૫ Jain Education Intemational 2010_05 Page #221 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પ્રતિકૃતિ એટલે પ્રતિમા કે ચિત્રપટ, એનું દર્શન પણ સાધકને માટે પ્રેરક બની રહે છે. એનું મન ત્યાં સ્થિર થાય છે. પ્રતિમા ઉપરાંત આત્મા વિશેનાં પદમાં પણ મન સ્થિર થઈ શકે છે. આત્મા વિશેનાં પદનો બીજો એક અર્થ શ્રત કરીએ તો શ્રુતસાહિત્યમાં પણ તેનું ચિત્ત એકાગ્રતાપૂર્વક પરોવાઈ જાય છે. આવી રીતે મનને અસત્ અવલંબનમાંથી મુક્ત કરાવવા માટે શુભ વિષયોનું અવલંબન ઉપકારક થાય છે. [૩૨૧] તદ્દન વન નિશ્ચયપના विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसंमुखी भवति सर्वनिवृत्तिसमाधये ॥१८॥ અનુવાદ : ત્યાર પછી વ્યવહારપદની અવધિ વિચલિત થતાં કોઈક પ્રકારની નિશ્ચય દશાની કલ્પના થાય છે. એથી “કાંઈ પણ નથી' એવો વિવેક સન્મુખ થાય છે. એથી તે સર્વનિવૃત્તિરૂપ સમાધિ મેળવી આપનારી થાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જણાવ્યું તે પ્રમાણે અશુભ વિકલ્પોને દૂર કરવા પ્રાથમિક કક્ષાના સાધકો માટે તાત્કાલિક ઉપાય જો હોય તો તે શુભ વિકલ્પોનો આશ્રય લેવાનો છે. પરંતુ ત્યાં અટકવાનું નથી. એટલે શુભોપયોગમાં પ્રવર્તતું મન અનુક્રમે “આ વ્યવહારનું મારે હવે કંઈ પ્રયોજન નથી' એમ સમજીને એને છોડી દઈ નિશ્ચયની કલ્પના કરશે. એટલે કે વ્યવહારનયની અપેક્ષાએ પ્રવર્તેલું મન નિશ્ચય નય ઉપર આવશે. એથી વ્યવહારનો આપોઆપ ત્યાગ થવા લાગશે. વળી અહં નલ્થિ છે ોડું‘હું એકલો છું, મારું કોઈ નથી'. એવો સ્વ-પરનો ભેદ, અર્થાત્ આત્મા અને પુદ્ગલનો વિવેક (વિવેચન) નજર સમક્ષ સ્પષ્ટ થતાં સર્વનિવૃત્તિરૂપ સમાધિ પ્રાપ્ત થવા લાગે છે. આવી નિર્વિકલ્પ, નિશ્ચય સ્વરૂપ આત્મદશા બહુધા સર્વવિરતિધર મહાત્માઓ પ્રાપ્ત કરી શકે છે. [૩૨૨) રૂદ દિ સર્વવર્વિષયેચુત हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरंपरा परिचितं प्रसरत्यविकल्पकम् ॥१९॥ અનુવાદ : આ રીતે સર્વ બાહ્ય વિષયોથી વિમુક્ત થયેલું, કેવળ આત્મામાં જ આવેલું (સ્થિર થયેલું), દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું હૃદય (મન) નિર્વિકલ્પ દશાને વિશે પ્રસરે છે. ' વિશેષાર્થ : અહીં “હૃદય' શબ્દ પ્રયોજીને ગ્રંથકાર મહર્ષિએ મન અને હૃદયની એકરૂપતા દર્શાવી છે. અધ્યાત્મ દશામાં આગળ વધતાં મન અને હૃદય એકરૂપ થઈ જાય છે. સમગ્ર વ્યક્તિત્વમાં તે એકાકાર થઈ રહે છે. એવા મનની એક નિષેધાત્મક અને એક વિધેયાત્મક એમ બે બાજુ અહીં બતાવી છે. પ્રથમ ૧૭૬ 2010_05 Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ત્રીજો, અધિકાર અગિયારમો : મનઃશુદ્ધિ અધિકાર તો જગતના સર્વ વિષયોથી મન નિવૃત્ત થઈ ગયેલું હોવું જોઈએ. જ્યાં સુધી જગતના બાહ્ય પદાર્થોમાં રસ અને રચિ રહ્યા કરે ત્યાં સુધી આત્મભાવનામાં એટલાં રસ અને રુચિ પ્રગટ ન થાય. માટે સાંસારિક ભોગો ભોગ અને ઇતર સર્વ વિષયોમાંથી મન મુક્ત થઈ જવું જોઈએ. બીજી બાજુ એ જ મન દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીની પરંપરાથી પરિચિત થયેલું હોવું જોઈએ. એટલે કે એવું મન રત્નત્રયીની આરાધનાથી વાસિત થયેલું હોવું જોઈએ. એની પરંપરા મનમાં ચાલતી રહેવી જોઈએ. આવી રીતે સજ્જ થયેલું મન પછી આત્મામાં સ્થિર થવા લાગે છે. હું શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, અવિનાશી, જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ આત્મા છું' એવું ભાન સતત રહેવા લાગે છે. આત્માનાં લક્ષણો પ્રતીત થાય છે અને પછી તો એવી લયસ્વરૂપ એકાકાર દશા પ્રાપ્ત થાય છે કે જ્યારે શુભ કે અશુભ એવા કોઈ વિકલ્પો ઊઠતા નથી. શુદ્ધ નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. કેવળ આત્માનુભૂતિ જ વર્યા કરે છે. પૂર્વજન્મની આરાધના ચાલી આવતી હોય તો આવી દશા વહેલી પ્રાપ્ત થાય છે. [૩૨૩] તમન્યતૈથુનાપિ નો नियतवस्तुविलास्यपि निश्चयात् । क्षणमसंगमुदीतनिसर्गधी હત ગામના વાહતમ્ i૨૦ || અનુવાદ : નિયત વસ્તુને વિશે વિલાસવાળું તે મન હવે નિશ્ચય સ્વભાવને લીધે બીજા કોઈ પણ ભાવને પામતું નથી. નિસર્ગ બુદ્ધિનો ઉદય થવાથી જેનું બાહ્ય પદાર્થોનું જ્ઞાન નાશ પામ્યું તે મન ક્ષણવાર અસંગ દશાને પામે છે. વિશેષાર્થ : આવી રીતે નિશ્ચય દશાને પામેલું મન હવે બીજા કોઈ પણ પર પદાર્થમાં કે પરભાવમાં લાગતું નથી. તે નિયત વસ્તુમાં એટલે કે સ્વસ્વરૂપમાં વિકસે છે. તે ચૈતન્યમાં રમણતા કરે છે. આથી સ્વાભાવિક રીતે જ તેની નિર્મળ બુદ્ધિ એવી થઈ જાય છે કે પરભાવમાં જવાનું કે પરપદાર્થનો સંગ કરવાનું તેને ગમતું નથી. તે ક્ષણવાર અસંગ બનીને પોતાના સ્વરૂપમાં લય પામે છે. તેની બહિર્મુખતા નષ્ટ પામતી જાય છે. અંતર્મુહૂર્ત અસંગ દશાના વારંવાર થતા અનુભવને લીધે બાહ્ય પદાર્થોનું તેનું લક્ષ્ય છૂટતું જાય છે. જીવનો મનની શુદ્ધિ દ્વારા આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થતો જાય છે તેનો અહીં પરિચય કરાવવામાં આવ્યો છે. [૩૨૪] ઋષાયેય: સTગીરિમ प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्य मनोऽनुभवत्यहो गलितमोहतमः परमं महः ॥२१॥ અનુવાદ : અહો ! કષાયો ઉપર વિજય મેળવનાર, ઉદાત્ત અને ઉદાર બુદ્ધિવાળા, ગાંભીર્યયુક્ત, પ્રકૃતિથી શાન્ત એવા પુરુષો પોતાના મનનો નિગ્રહ કરીને મોહરૂપી અંધકાર જેમાંથી ગલિત થઈ ગયો છે એવી પરમ જ્યોતિનો અનુભવ કરે છે. ૧૭૭ Jain Education Intemational 2010_05 Page #223 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સાચી અને સારી રીતે મનઃશુદ્ધિ કોણ કરી શકે અને જે કરે તેને કેવો ઉત્કૃષ્ટ અનુભવ થાય તેનું કથન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. મનની શુદ્ધિ કરવી એ ઘણી જ કઠિન વાત છે. એવા ઉત્તમ કોટિના મનુષ્યો તે કરી શકે છે કે જેમણે ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો ઉપર વિજય મેળવ્યો હોય, જે માણસોનું મન કષાયોથી ખરડાયેલું છે તે તેને શુદ્ધ કે કષાયો ઉપરના વિજય ઉપરાંત તેઓ ગંભીર અને ઉદાત્ત હોવા જોઈએ. વળી તેઓ ઉદાર અને તીક બુદ્ધિવાળા હોવા જોઈએ. એવી બુદ્ધિ હોય તો જ સત અને અસતુ વચ્ચેનો ભેદ કે વિવેક કરવાની તેમનામાં શક્તિ આવે. તેઓ પ્રકૃતિએ શાંત અને ગંભીર હોવા જોઈએ. આવી રીતે પોતાના ચિત્તને તેઓ નિર્મળ બનાવી શકે. તેમનામાંથી મોહરૂપી અંધકાર ચાલ્યો ગયો હોય છે. એથી જ એમની આત્મજયોતિ નિર્ધમ, દેદીપ્યમાન, સ્થિર થઈ જાય છે. સ્વસ્વરૂપ પરમ આત્મજ્યોતિનાં દર્શનનો તેઓ અનુભવ કરી શકે છે. [૩૨૫] નિત૬gવશ્વ પર धृतविशुद्धि मनो भवतीदृशम् । धृतिमुपेत्य ततश्च महामतिः समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥२२॥ અનુવાદ : દુષ્ટ વિકલ્પોની પરંપરા નાશ પામતાં અને વિશુદ્ધિ ધારણ કરાતાં મન જ્યારે આવા પ્રકારનું થાય છે, ત્યારે મહામતિવાળા વૈર્ય પામીને ઉજ્વળ યશલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : મનઃશુદ્ધિ નામનો આ અધિકાર સમાપ્ત કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ મનઃશુદ્ધિનો મહિમાં આ શ્લોકમાં દર્શાવે છે. દુષ્ટ અથવા અશુભ વિકલ્પોની પરંપરામાંથી ચિત્તને મુક્ત કરવાનું અને મુક્ત રાખવાનું સામર્થ્ય જ્યારે એવા મહાત્માઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેમનું ચિત્ત વિશુદ્ધિ ધારણ કરે છે. એને લીધે તેમનામાં પૈર્ય પ્રગટ થાય છે. આમ ધૈર્ય અને પૈર્યના ગુણ વડે એવા મહામતિવાળા મહાત્માઓ પોતાના ચિત્તને વધુ અને વધુ શુદ્ધોપયોગમાં રાખવા લાગે છે. આવી રીતે ઉત્તરોત્તર થતા વિકાસને પરિણામે એવા મહાત્માઓ ઉજ્જવળ યશલક્ષ્મીને એટલે કે મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મનની વિશુદ્ધિ વિના શુદ્ધોપયોગ સંભવિત નથી અને શુદ્ધોપયોગ વિના મોક્ષગતિની પ્રાપ્તિ નથી. એટલે અધ્યાત્મમાર્ગમાં મનની વિશુદ્ધિ ઉપર યોગ્ય રીતે જ ભાર મૂકવામાં આવ્યો છે. આ અધિકારના આ અંતિમ શ્લોકમાં પ્રાચીન પરંપરાનુસાર ગ્રંથકર્તા શ્રી યશોવિજયજી મહારાજે પોતાના યશ' નામને શ્લેષથી ગૂંથી લીધું છે. इति मनःशुद्धि नामाधिकारः । મનઃશુદ્ધિ અધિકાર સંપૂર્ણ. રૂતિ તૃતીય: પ્રવિંધ: | ૧૭૮ Jain Education Intemational 2010_05 Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો અધિકાર બારમો 7 સભ્યત્વ અધિકાર 78 [૩૨૬] મન:શુદ્ધિ સવિલ્વે સત્યેવ પરમાર્થતા तद्विना मोहगर्भा सा प्रत्यपायानुबंधिनी ॥१॥ અનુવાદ : પરમાર્થથી તો મનઃશુદ્ધિ સમ્યકત્વ સહિત હોય તો જ સાચી કહેવાય. તે વિના તો તે મોહગર્ભિત અને પ્રત્યપાય(પ્રતિ + અપાય અર્થાત્ પાપ)ના અનુબંધવાળી જ છે. વિશેષાર્થ ઃ આગળના અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે મનઃશુદ્ધિનું સ્વરૂપ સમજાવ્યું. હવે સમ્યત્વ વિશેનો આ અધિકાર શરૂ કરતી વખતે આરંભમાં જ તેઓ પહેલી સ્પષ્ટતા એ કરે છે કે આધ્યાત્મિક આરાધનાના માર્ગમાં મન:શુદ્ધિ તો જ ઉપયોગી થાય જો તે સમ્યત્વ સહિત હોય. શું સમ્યગ્દર્શન વિના મન:શુદ્ધિ ન સંભવી શકે ? સંભવી શકે, પણ એ મનઃશુદ્ધિ સમ્યગદર્શન માટે ભૂમિકારૂપ ન બની શકે. સંસારમાં અનેક પ્રકારના મનુષ્યો છે. કોઈક આર્ય, તો કોઈક અનાર્ય; કોઈક નાગરિક, તો કોઈક જંગલી; કોઈક વૃદ્ધ, તો કોઈક બાળક. એ દરેકના મનના ભાવોમાં ઓછીવત્તી મનની શુદ્ધિ સંભવી શકે છે. મનઃશુદ્ધિમાં આમ ઘણા પ્રકાર અને ઘણી તરતમતા રહે છે. પરંતુ ઘણા લોકોની મનઃશુદ્ધિ વ્યાવહારિક અને સામાન્ય પ્રકારી હોય છે. તે મોહયુક્ત, અભિમાનયુક્ત, અજ્ઞાનયુક્ત હોય છે. એવી મનઃશુદ્ધિ મિથ્યાત્વયુક્ત હોવાથી જીવને અપાય અર્થાત્ પાપાચરણ તરફ ઘસડી જાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં તેની ઉપયોગિતા નથી. ઉચ્ચ પ્રકારની મનઃશુદ્ધિ સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે આવશ્યક છે. વળી, સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી પણ એ મનઃશુદ્ધિનું સાતત્ય અને સંવર્ધન રહેવું જોઈએ. અન્યથા સમ્યગદર્શન મલિન થઈ જાય છે. સમ્યગ્ગદર્શન સહિતની મનઃશુદ્ધિ જીવને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સહાયક અને ઉપકારક નીવડે છે. | [૩૨૭] સર્વિહિતા પુત્ર શુદ્ધ વાનાવા: ક્રિયા: तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥ 'અનુવાદ : દાનાદિ ક્રિયાઓ સમ્યકત્વ સહિત હોય તો જ શુદ્ધ છે. મોક્ષના ફળમાં તેઓને (ક્રિયાઓને) સહકાર આપનાર એ (સમ્યકત્વ) જ છે એમ કહ્યું છે. | વિશેષાર્થ : જગતમાં તપ, ત્યાગ, દાન, દયા, સંયમ, ભક્તિ વગેરે વિવિધ પ્રકારની ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ થતી હોય છે. એમાંની કેટલીયે ક્રિયાઓ પાછળનો આશય લૌકિક સુખની પ્રાપ્તિનો, સ્વાર્થનો કે અન્ય ભાવવાળો હોય છે. આવા ભાવ સાથે જે કંઈ ક્રિયાઓ થાય છે તે બધી શુદ્ધ એટલે કે મોક્ષમૂલક હોય છે એમ કહી શકાય નહિ. જે ક્રિયાઓ સાથે સમક્તિનું સહકારીપણું હોય તે ક્રિયાઓ જ - ૧૭૯ Jain Education Intemational 2010_05 Page #225 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર શુદ્ધ કહેવાય છે. મોક્ષપ્રાપ્તિમાં સમ્યકત્વની મુખ્યતા છે. એટલે જ સમ્યક્ત્વ વિનાની દાનાદિ ક્રિયાઓ મોક્ષપ્રાપ્તિમાં સહાયક ન થઈ શકે. કોઈકને પ્રશ્ન થાય કે, કોઈ મિથ્યાત્વી વ્યક્તિ દાન, દયા વગેરેની પ્રવૃત્તિઓ કરે તો તે શું ખોટું કરે છે ? તેની ઉપયોગિતા નથી ? વસ્તુતઃ મિથ્યાત્વી વ્યક્તિઓની એવી ક્રિયાઓની લૌકિક દૃષ્ટિએ સાંસારિક પ્રયોજનથી ઉપયોગિતા છે. એટલે દાનાદિ ક્રિયાઓનો સર્વથા નિષેધ નથી. એવી દાન-દયાની પ્રવૃત્તિ વિના સંસારનો વ્યવહાર ટકી ન શકે. પરંતુ મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક પ્રગતિ સાધવા માટે તો સમ્યત્વ સહિતની દાનાદિ પ્રવૃત્તિઓ હોય તો જ તે ઉપયોગી છે. સમ્યક્ત્વ ન હોય તો આધ્યાત્મિક દૃષ્ટિએ એનું મૂલ્ય ન હોય. અધ્યાત્મ માર્ગમાં પણ સમ્યક્ત્વ સહિતની પ્રત્યેક જીવની દાનાદિ ક્રિયાઓને એની કક્ષા અને દશા અનુસાર જુદા જુદા નયથી તપાસી શકાય છે. [૩૨૮] બ્રોડપિ ક્રિય જ્ઞાતિનભોક્યનg | दुःखस्योरो ददानोऽपि नान्धो जयति वैरिणम् ॥३॥ અનુવાદ : અંધ માણસ ભલે ક્રિયા કરે, જ્ઞાતિ, ધન અને ભોગનો ત્યાગ કરે અને દુઃખને પોતાનું ઉર (હૃદય) આપી દે (દુઃખને સામી છાતીએ વહોરી લે) તો પણ તે વૈરીને જીતી શકતો નથી. વિશેષાર્થ : સમ્યકૃત્વ સહિતની ધર્મક્રિયા અને સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયા વચ્ચેનો ભેદ અહીં દૃષ્ટાન્તથી સમજાવવામાં આવ્યો છે. હવે પછી પાંચમા શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે સમ્યત્વ મનુષ્યની આંખમાં કીકી સમાન છે. એ વિના મનુષ્ય અંધ છે.] આંધળો માણસ શું કરી શકે ? આમ જુઓ તો તે ઘણું કરી શકે. તે ધન સંપત્તિનો ત્યાગ કરી શકે, તે સગા સંબંધીઓને છોડી શકે. તે જો શબ્દવેધી બાણાવળી હોય અને અંધ હોય તો પણ જે દિશામાંથી અને જે અંતરેથી અવાજ આવ્યો હોય ત્યાં બાણ છોડીને પોતાનું નિશાન પાડી શકે. કદાચ તે દુશ્મનની સામે હાથોહાથ લડી પણ શકે. એમ છતાં તે ક્યારેય દુશ્મન સાથે લડાઈમાં જીતી ન શકે. વિજય મેળવવાનું અંતિમ મહત્ત્વનું કાર્ય તો તે કરી ન શકે. એવી જ રીતે સમ્યકત્વ વિનાની વ્યક્તિ ધર્મક્રિયાઓ કરે, ઘર, કુટુંબ, સગાંસ્નેહીઓનો ત્યાગ કરી શકે, દાન આપી શકે, સંપત્તિનો ત્યાગ કરી શકે, ઉપવાસ વગેરે તપ તથા વ્રત કરી શકે, પરંતુ તે ક્યારેય અંતિમ લક્ષ્ય એટલે કે મોક્ષ મેળવી ન શકે. એટલે કે મોક્ષ માટે સમ્યત્વ અનિવાર્ય છે. [૩૨૯] હર્વત્તિવૃત્તિમÀä »ામનો ત્યગન્નgિ | दुःखस्योरो ददानोऽपि मिथ्यादृष्टिर्न सिद्धयति ॥४॥ અનુવાદઃ એ જ રીતે નિવૃત્તિ ધારણ કરતો હોય, કામભોગને ત્યજતો હોય, દુઃખને સામી છાતીએ વહોરી લેતો હોય, પણ તે મિથ્યાદષ્ટિ હોય તો સિદ્ધ થતો (મોક્ષ પામતો) નથી. ભાવાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તે જ અહીં ફરીથી સમજાવ્યું છે. જગતમાં ત્યાગ-વૈરાગ્યની ૧૮૦ Jain Education Intemational 2010_05 cation International 2010_05 For Private & Pe Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળે છે. પરંતુ તે બધી જ પ્રવૃત્તિ મોક્ષપ્રાપક એટલે કે મોક્ષ અપાવનાર ન બની શકે, કારણ કે એના પાયામાં સમ્યક્ત્વ નથી હોતું. સમ્યત્વ વિનાની શુભ ક્રિયાઓ ઘાણીના બળદ જેવી છે. ધારો કે કોઈ માણસ આત્મામાં જ ન માનતો હોય, જન્મજન્માન્તરમાં કે મોક્ષમાં પણ માનતો ન હોય અને તેવો માણસ ઉપવાસ કરતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, કષ્ટ સહન કરતો હોય, ભોગવિલાસનો ત્યાગ કરતો હોય, સાદાઈનું જીવન જીવતો હોય તો તેની તેવી ક્રિયાઓ એને મોક્ષગતિ તરફ ન લઈ જાય, કારણ કે તે માટે તો પ્રથમ સમ્યગદર્શનની આવશ્યકતા રહે છે. તો શું પેલા નાસ્તિક માણસની સર્વ શુભ પ્રવૃત્તિઓ એકાન્ત સર્વથા નિષ્ફળ અને નિરર્થક છે ? ના, એમ તો ન કહી શકાય. એના ભૌતિક વગેરે લાભ હોઈ શકે. કોઈ પણ ક્રિયા ફળ આપ્યા વગર રહેતી નથી. પરંતુ અધ્યાત્મમાર્ગમાં, મોક્ષપથમાં તેવી ક્રિયાઓ પરિણામદાયક નીવડતી નથી. [૩૩0] નીનિવેવ નેત્રી મચ્ચેવ સરમ | सम्यक्त्वमुच्यते सारः सर्वेषां धर्मकर्मणाम् ॥५॥ અનુવાદ : જેમ નેત્રનો સાર કીકી (કનીનિકા) છે અને પુષ્પનો સાર સૌરભ છે, તેમ સર્વ ધર્મકાર્યનો સાર સમ્યકત્વ કહેવાય છે. ભાવાર્થ : આ શ્લોકમાં પણ સમ્યક્ત્વની મહત્તા દર્શાવવામાં આવી છે. કવિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અહીં બે ઉપમા આપે છે. આંખમાં કીકી સૌથી મહત્ત્વની છે. જોવાનું કામ તે કરે છે. કોઈની આંખનો ડોળો સરસ હોય, આકર્ષક હોય, આંખોનો આકાર રમ્ય હોય, પણ એની કીકી નકામી હોય એટલે કે માણસ કશું જોઈ શકતો ન હોય તો એવા અંધ માણસની રૂપાળી આંખોની કશી કિંમત નથી. પુષ્યનો રંગ સુંદર હોય, એનો આકાર રમણીય હોય, પરંતુ પુષ્પમાં સૌરભ ન જ હોય તો એવા પુષ્પનું મૂલ્ય ઘટી જાય છે. એવી જ રીતે મનુષ્યની ધર્મક્રિયાઓના સારરૂપ એનું સમ્યકત્વ છે. સમ્યકત્વ સહિતની ધર્મક્રિયાઓનું મૂલ્ય મોક્ષમૂલક છે. સમ્યક્ત્વ વિનાની ધર્મક્રિયાઓનું એટલું મૂલ્ય નથી. સમ્યક્ત્વ સહિતની ધર્મક્રિયાઓ સકામ નિર્જરાનું કારણ બને છે. મિથ્યાત્વયુક્ત ધર્મક્રિયાઓ સકામ નિર્જરાનું કારણ બનતી નથી. એટલે જ ધર્મક્રિયાઓ સમ્યકત્વ સહિતની હોય તો તે મોક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડે છે. [૩૩૧] તત્ત્વશ્રદ્ધાન નેતન્ન હિત વિનાને . सर्वे जीवा न हन्तव्याः सूत्रे तत्त्वमितीष्यते ॥६॥ અનુવાદ : વળી એને જિનશાસનમાં “તત્ત્વશ્રદ્ધાને કહ્યું છે. “સર્વ જીવોને હણવા નહિ તે તત્ત્વને સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે. ' વિશેષાર્થ : જિનશાસનમાં અહિંસાને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે. “અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું મહત્ત્વનું સૂત્ર છે. ભગવાન મહાવીરે કહ્યું છે : सव्वे जीवा वि इच्छंति जीविउं न मरिज्जिउं । तम्हा पाणीवहं घोरं निग्गंथा वज्जयंति नः ॥ સર્વ જીવોને જીવવું ગમે છે. કોઈ જીવને મરવું ગમતું નથી. એટલે ઘોર પ્રાણીવધનો નિર્ઝન્ય સાધુઓએ ૧૮૧ 2010_05 Page #227 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ત્યાગ કરવો જોઈએ, કારણ કે આપણને પોતાને જો જીવવું ગમતું હોય તો બીજાનો પ્રાણ હરી લેવાનો આપણને કોઈ અધિકાર મળતો નથી. આમ, કોઈ જીવને હણવા નહિ' એ ધર્મનું સૂત્ર બને છે. એ તત્ત્વરૂપ છે, અને તત્ત્વમાં શ્રદ્ધાન એ સમક્તિ છે. જીવોને તત્ત્વ તરફ વાળવા માટે અહિંસા એ પ્રથમ પગથિયું છે. અહિંસા એ આત્માનો ધર્મ છે. હિંસા એ આત્માનો ધર્મ નથી કે સ્વભાવ નથી. એટલે અહિંસાનો સરળ બોધ હૃદયમાં પરિણમે એ સમક્તિ માટે આવશ્યક છે, અનિવાર્ય છે. જીવની વિભાવ દશામાં જો હૃદયમાં હિંસાના ભાવો ઉદ્દભવે તો તે એને સમક્તિથી દૂર લઈ જાય છે. [૩૩૨] શબ્દો થડમિચેંદ્ધિધ્યાત્મિક સ્થિતમૂ | शुद्धानामिदमन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥ અનુવાદ : “આ (અહિંસારૂપ) ધર્મ જ શુદ્ધ છે' – એ જ (શ્રદ્ધાન-સમ્યકત્વ) ધર્મરુચિરૂપ છે. આ જ બીજી શુદ્ધ રુચિઓનું ઉપલક્ષણ છે. વિશેષાર્થ : કોઈપણ જીવને હણવા નહિ—એ ધર્મ છે, એ તત્ત્વ છે, એ જીવનું શ્રદ્ધાન છે. જીવને ધર્મમાં રસ પડે, તેમ કરવાની અભિલાષા થાય તે રુચિ છે. આ ધર્મરુચિ તત્ત્વાર્થ-શ્રદ્ધાનરૂપ સમક્તિ છે. આ રુચિ દોષરહિત, પાપરહિત, શુદ્ધ છે. આ ધર્મરુચિ દ્વારા બીજી રુચિઓ પણ સૂચિત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આવી દસ રુચિઓ બતાવી છે, જે નીચે પ્રમાણે છે : (૧) નિસર્ગ રુચિ – જેઓ બીજાના ઉપદેશ વિના, પૂર્વ જન્મના કર્મના ક્ષયોપશમથી, પોતાના આત્મામાં જ ઉદ્ભવેલા યથાર્થ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વને યથાર્થ રીતે જાણીને તેના પર શ્રદ્ધા કરે છે તથા જિનેશ્વરોએ યથાર્થ અનુભવેલા ભાવોને પોતાના જ્ઞાનથી જાણીને “તે એમ જ છે, અન્યથા નથી' એવી અડગ શ્રદ્ધા રાખે તે ‘નિસર્ગચિ'વાળા છે. (૨) ઉપદેશરુચિ – જિનેશ્વર ભગવાન, કેવળી ભગવંત કે છબસ્થ ગુરુ ભગવંતો દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરીને તેમાં શ્રદ્ધા રાખે તે “ઉપદેશરુચિ'વાળા છે. (૩) આજ્ઞારુચિ – જેમનાં રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન નીકળી ગયાં છે એવા મહાત્માઓની આજ્ઞામાં રુચિ રાખનાર “આજ્ઞારુચિ'વાળા છે. (૪) સૂત્રરુચિ (શ્રુતરુચિ) – જેઓ અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમક્તિ પામે છે તે “સૂત્રરુચિ'વાળા છે. (૫) બીજરુચિ – પાણીમાં તેલનું એક બિંદુ વિસ્તાર પામે અથવા એક બીજમાંથી અનેક બીજ થાય તેમ જેમને એક પદથી ઘણાં પદ અને પદાર્થ પર શ્રદ્ધા વધે તે “બીજરુચિ'વાળા છે. (૬) અભિગમરુચિ – જેમણે અગિયાર અંગ, પ્રકીર્ણક, દષ્ટિવાદ વગેરેના અર્થને બરાબર જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું હોય તે “અભિગમરુચિ'વાળા છે. ૧૮૨ Jain Education Interational 2010_05 Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર (૭) વિસ્તારરુચિ – જેમણે છ દ્રવ્યના સર્વ ભાવો, સર્વ પ્રમાણો અને સર્વ નવો જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું છે તે ‘વિસ્તારરુચિ'વાળા છે. (૮) ક્રિયારૂચિ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુમિ વગેરે શુદ્ધ ક્રિયાઓ કરતાં જેઓ સમક્તિ પામે તે “ક્રિયારુચિ'વાળા છે. (૯) સંક્ષેપરુચિ – જેઓ જિન-પ્રવચનમાં નિપુણ નથી તથા બીજા કોઈ વાદમાં પણ માનતા નથી, છતાં સ્વલ્પ જ્ઞાનથી જે સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓ “સંક્ષેપરુચિ'વાળા છે. (૧૦) ધર્મચિ – જેઓ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા અસ્તિકાય ધર્મ, મૃતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તે ધર્મરુચિ'વાળા છે. આ દસ પ્રકારની રુચિને સમ્યક્ત્વના દસ પ્રકાર તરીકે ગણાવવામાં આવે છે. જેટલી રુચિ વિશુદ્ધ અને તીવ્ર તેટલું સમક્તિ વધુ નિર્મળ. [૩૩૩] ૩૫થવેટું યથા તત્ત્વમીજ્ઞવ તથાઈનિં | नवानामपि तत्त्वानामिति श्रद्धोदितार्थतः ॥८॥ અનુવાદ : અથવા જેમ આ સમગ્ર તત્ત્વ આજ્ઞારૂપે છે તેમ નવ તત્ત્વોની શ્રદ્ધા એ પણ અર્થથી (સમ્યકત્વ) કહેવાય છે. વિશેષાર્થ : “કોઈપણ જીવને હણવો નહિ' એ સૂત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે તેવી ભગવાનની આજ્ઞા છે. આજ્ઞા એ જ ધર્મ છે એવું જયાં શ્રદ્ધાન છે ત્યાં સમક્તિ છે. કોઈપણ જીવને હણવો નહિ એમાં ફક્ત જીવતત્ત્વની વાત આવે છે. પરંતુ ભગવાને તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વની વાત કહી છે અને એ પણ આજ્ઞારૂપ છે. એટલે માત્ર જીવતત્ત્વમાં જ નહિ, નવ તત્ત્વમાં શ્રદ્ધાન હોવું એ સમક્તિનું લક્ષણ છે. તેસ્વાર્થ શ્રદ્ધાનું સંખ્યqર્શનમ્ | એમ જે વાચક ઉમાસ્વાતિ (ઉમાસ્વામી) મહારાજે કહ્યું છે તેમાં તત્ત્વ એટલે જેમ દેવ, ગુરુ અને ધર્મ લઈ શકાય, તેમ તત્ત્વ એટલે નવ તત્ત્વો પણ લઈ શકાય. એનું શ્રદ્ધાન એ પણ સમ્યગદર્શનનું લક્ષણ છે એમ સમજવાનું છે. આમ ‘તત્ત્વ' શબ્દનો અહીં અર્થવિસ્તાર કરવામાં આવ્યો છે. [33४] इहैव प्रोच्यते शुद्धाऽहिंसा वा तत्त्वमित्यतः । सम्यक्त्वं दर्शितं सूत्र प्रामाण्योपगमात्मकम् ॥९॥ અનુવાદ : વળી અહીં શુદ્ધ અહિંસા અથવા (શુદ્ધ) તત્ત્વને વિશે જ કહેલું છે. એ રીતે સૂત્રના પ્રમાણપણારૂપને જ સમ્યકત્વ તરીકે દર્શાવ્યું છે. વિશેષાર્થ : આ જિનશાસનમાં, જિનાગમમાં શુદ્ધ અહિંસાનું એટલે કે દયાધર્મનું અસંભવ, અસંગતિ, અતાર્કિક ઇત્યાદિ દોષોથી રહિત શુદ્ધ નિર્દોષ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ જ શુદ્ધ તત્ત્વ છે. કપિલ વગેરેના ગ્રંથોમાં, અન્ય ધર્મોમાં અહિંસાનું નિરૂપણ છે, પરંતુ તે શુદ્ધ નિરૂપણ નથી. એટલે જ ૧૮૩ Jain Education Intemational 2010_05 cation Intermational 2010_05 Page #229 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જિનેશ્વર ભગવાને પ્રણીત કરેલા સૂત્રને પ્રમાણભૂત, એટલે કે અધિકૃત - Authentic માનવું જોઈએ. આમ, સૂરના પ્રમાણપણાનો સ્વીકાર કરવો એમાં જ સમ્યક્ત્વ રહેલું છે. [૩૩૫ શુદ્ધાદિંતિઃ સૂત્રપ્રમાણં તત વ ચ | अहिंसा शुद्धधीरेवमन्योन्याश्रयभीर्ननु ॥१०॥ અનુવાદ : શુદ્ધ અહિંસાના વિધાનથી સૂત્રનું શાસ્ત્રનું) પ્રામાણ્ય સિદ્ધ થાય છે. વળી (શાસ દ્વારા) શુદ્ધ અહિંસાનું જ્ઞાન થાય છે. તો આમાં અન્યોન્યાશ્રયના દોષનો ભય ઊભો નથી થતો? વિશેષાર્થ : જ્યાં સૂત્રની પ્રમાણિતાનો સ્વીકાર છે ત્યાં જ સમ્યક્ત્વ છે એમ આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. હવે કોઈ એમ કહે કે તમે એક તરફ એમ કહો છો કે જ્યાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન છે ત્યાં સૂત્રની પ્રમાણતા છે અને બીજી બાજુ એમ કહો છો કે જ્યાં સૂત્રની પ્રમાણતા છે ત્યાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન છે. પરંતુ આમ કહેવામાં અન્યોન્યાશ્રયનો દોષ ન આવે ? અન્યોન્યાશ્રયવાળી વાતથી તો પરિસ્થિતિમાં ગૂંચવાડો ઉત્પન્ન થાય; સાધક માટે એથી મૂંઝવણ ઊભી થાય. પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે ના, અહીં અન્યોન્યાશ્રયનો દોષ ઉત્પન્ન થતો નથી. પ્રાણીનો વધ ન કરવારૂપ, જીવદયા પ્રતિપાલનરૂપ શુદ્ધ અહિંસા ધર્મનું પ્રતિપાદન સૂત્રમાં કરવામાં આવ્યું હોય તો જ તે સૂત્ર પ્રમાણરૂપ કહેવાય. એવા સૂત્રના જ શ્રવણથી જીવમાં શુદ્ધ અહિંસાના પાલન માટેનો ભાવ થાય. એટલે સૂરની પ્રમાણભૂતતા સ્વીકારવાથી અન્યોન્યાશ્રયનો દોષ આવતો નથી. [૩૩૬] નૈવં યસ્મૃિિહંસા સર્વષાવતા | तच्छुद्धतावबोधश्च संभवादिविचारणात् ॥११॥ અનુવાદ : ના, એમ નથી, કારણ કે અહિંસાના વિષયમાં બધા જ એકમત છે. સંભવ વગેરેની વિચારણાથી તેની (અહિંસાની) શુદ્ધતાનો ખ્યાલ આવી શકે. વિશેષાર્થ : આગળના શ્લોકના ઉત્તર રૂપે આ શ્લોકમાં કહેવાયું છે કે અહિંસા એ ધર્મ છે અને અહિંસાધર્મ વિશે સર્વ દર્શનો એકમત છે એ સાચું, પરંતુ એટલું પૂરતું નથી. તે તે ધર્મોએ અહિંસાધર્મનું પ્રતિપાદન કઈ રીતે કર્યું છે તે પણ જોવું જોઈએ. તેઓએ જે પ્રતિપાદન કર્યું છે તે સંભવિત છે કે નહિ અને તેનો યથાર્થ બોધ થાય છે કે નહિ તે તપાસવું જોઈએ અને તેના આધારે તે પ્રતિપાદનની શુદ્ધતાનો વિચાર કરવો જોઈએ. જે સૂત્રમાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન હોય તે સૂત્ર જ પ્રમાણભૂત બને. [૩૩૭] યથાસ્ટિંસા: પંર વ્રતધર્મમમિઃ | पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥१२॥ અનુવાદ : જેમ કે અહિંસાદિ પાંચને પોતપોતાનાં દર્શનમાં વ્રતધર્મ, યમ વગેરે કે કુશળધર્મ વગેરે પદો વડે જણાવવામાં આવ્યાં છે. વિશેષાર્થ : ભારતીય પરંપરામાં સાંખ્ય, મીમાંસા, ન્યાય, વૈશેષિક, બૌદ્ધ વિગેરે ભિન્નભિન્ન દર્શનોમાં ૧૮૪ Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર મનુષ્યજીવન માટે ઉપકારક એવા કેટલાક મહત્ત્વના ઉચ્ચ નિયમોને જુદા જુદા નામથી ઓળખાવવામાં આવ્યા છે. વસ્તુતઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને જૈન ધર્મમાં સાધુ માટે મહાવ્રત તરીકે અને ગૃહસ્થો માટે અણુવ્રત તરીકે ગણાવ્યાં છે. આ પાંચને માટે કોઈક દર્શનમાં ‘વ્રતધર્મ', વળી કોઈમાં ‘યમ-નિયમ”, તો કોઈકમાં ‘કુશળધર્મ” જેવા શબ્દો પ્રયોજાયા છે. તે એક બીજાના પર્યાય જેવા છે તો પણ તે તે વિશેની વિભાવના પણ દરકની થોડી થોડી જુદી છે. વળી તેના ક્રમમાં પણ ક્યાંક ફરક રહેલો છે. [૩૩૮] પ્રદુમાવતા તંત્ર દ્વતોપદ્રતપંવમ્ | यमांश्च नियमान् पाशुपता धर्मान् दशाऽभ्यधुः ॥१३॥ અનુવાદ : એમાં ભાગવતવાળા પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દશ ધર્મ કહે છે અને પાશુપતમતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એ દશને ધર્મ માને છે. વિશેષાર્થ : પ્રાચીન કાળમાં જ્યારે જીવનમીમાંસા થતી હતી ત્યારે ક્યા ક્યા સદ્ગણો વ્યક્તિ માટે, ક્યા સગુણો કુટુંબ માટે, ક્યા સગુણો સમાજ માટે અને ક્યા સગુણો રાજય માટે તથા સમગ્ર વિશ્વ માટે ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી ઉપયોગી અને ઉપકારક છે અને ક્યા સગુણની સમાજને વિશેષ જરૂર છે એવો અગ્રતાક્રમ નક્કી થતો તથા શું શું હોય તો વ્યક્તિ અને સમાજ સુખી બને તેની મીમાંસા પણ થતી. પ્રાચીન કાળમાં વર્ણવ્યવસ્થા હતી અને તેનાં બંધનો દઢ હતાં. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં ઉત્તમ લક્ષણો નક્કી થતાં. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કક્યસ્મૃતિ વગેરેમાં તેની તલસ્પર્શી વિચારણા કરાઈ છે. તદુપરાંત વ્યક્તિના નૈતિક અને આધ્યાત્મિક જીવનના ઉત્કર્ષ માટે શું શું ઉપયોગી છે તે વિશે પણ દરેક ધર્મમાં પોતપોતાના દૃષ્ટિબિન્દુથી વિચારણા થયેલી છે. અલબત્ત, એક ધર્મે કહેલા સદ્ગણોનો વિરોધ બીજો ધર્મ કરે એવું ન જ હોય, કારણ કે અંતે તો તે સદ્ગુણ છે, પણ કોને મુખ્ય અને કોને ગૌણ ગણવા એ વિશે ફરક પડતો; તેવી રીતે એના ક્રમમાં પણ ફરક પડતો. આમાં ભાગવતવાળાએ પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દસ પ્રકારનો ધર્મ ગણાવ્યો છે. પાશુપતમતવાળાએ પાંચ યમ અને પાંચ નિયમ એ પ્રમાણે દસ પ્રકારનો ધર્મ બતાવ્યો છે. એ વિશે હવે કહેવામાં આવે છે. [૩૩૯] ૩હિંસા સત્યવચનમર્તચં વાન્વિના ! ब्रह्मचर्यं तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ॥१४॥ [૩૪૦] સંતોષી ગુરુશકૃષી રૂચેતે વશ સીર્તિતા: | નિદત્તે યમદ સાંઐપિ વ્યાસનુસfમ: IIકા અનુવાદ : અહિંસા, સત્યવચન, અતૈન્ય (અસ્તેય), અકલ્પના (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય તથા અક્રોધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા એમ દશ કહેલા છે. વ્યાસને અનુસરનારા સાંખ્યમતવાળા પણ આ યમને માને છે. વિશેષાર્થ : પ્રાચીન કાળમાં જેમ દરેક વર્ગના પોતાના કેટલાક ધર્મ (ગુણલક્ષણ) હતા, તેમ ૧૮૫ Jain Education Intemational 2010_05 Page #231 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જનસાધારણના પણ કેટલાક ધર્મ હતા. સર્વ વર્ગ માટે એ હોવાથી એવા ધર્મો “સાર્વવર્ણિક ધર્મ તરીકે ઓળખાતા. એને માનવધર્મ તરીકે ઓળખાવી શકાય. અહીં જે દશ ધર્મ બતાવવામાં આવ્યા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અહિંસા, સત્ય અને અસ્તેયને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વ્યક્તિગત અને સમાજગત જીવન માટે એ ધર્મો અત્યંત જરૂરી છે. રાજ્યવ્યવસ્થા અને ન્યાયતંત્ર માટે એ આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. આ ત્રણ ધર્મ ઉપરાંત અકલ્પના (એટલે કે અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય પણ મહત્ત્વના સદ્ગુણો છે. તદુપરાંત અક્રોધ, ઋજુતા, શૌચ, સંતોષ અને ગુરુશુશ્રુષા (ગુરુ ભગવંત તથા વડીલોની સેવાચાકરી) એ પાંચ પણ મહત્ત્વના ગણાવવામાં આવ્યાં છે. આમ દશ પ્રકારનો ધર્મ બ્રાહ્મણ પરંપરામાં ભાગવતવાળા, પાશુપતમતવાળા તથા એમને અનુસરીને સાંખ્યમતવાળા વગેરે સર્વેએ સ્વીકાર્યો છે. પ્રાચીન કાળમાં ભારતીય જીવન-મીમાંસકોએ વ્યક્તિગત અને સમષ્ટિગત જીવન કેવી રીતે સુખી અને સુસંવાદી રહી શકે એની ગહન મીમાંસા કરીને આવા કેટલાક નિયમો તારવ્યા હતા. ભૌતિક જીવનને સુખી કરવા ઉપરાંત જીવ ક્યાંથી આવે છે અને મૃત્યુ પછી એનું શું થાય છે એ વિશે પણ ગહન તત્ત્વમીમાંસા તેઓએ કરેલી છે. આપણો આ પ્રાચીન ચિંતનાત્મક વારસો માનવજાત માટે અમૂલ્ય ગણાય એવો છે. [૩૪૧] હિંસા સત્યતૈિન્ય બ્રહ્મચર્ય તુરીયમ્ | पंचमो व्यवहारश्चेत्येते पंच यमाः स्मृताः ॥१६॥ અનુવાદ : અહિંસા, સત્ય, અસૈન્ય, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમો વ્યવહાર એ પાંચ યમ જાણવા. વિશેષાર્થ : પાશુપત એટલે કે રુદ્રના મતવાળા નૈયાયિકો. તેઓ પાંચ યમ અને પાંચ નિયમમાં માને છે. ભાગવત મતવાળા પૌરાણિકો જેમ વ્રત અને ઉપવ્રત શબ્દો પ્રયોજે છે તેમ તૈયાયિકો યમ અને નિયમ શબ્દો પ્રયોજે છે. જેમ વ્રત મુખ્ય છે તેમ યમ પણ મુખ્ય છે. ભાગવતવાળાએ જે પાંચ વ્રત બતાવ્યાં છે તે જ પાંચને નૈયાયિકો યમ તરીકે ઓળખાવે છે. તેમાં ચોથા-પાંચમાના ક્રમમાં કદાચ થોડો ફરક જણાય. વળી અપરિગ્રહને માટે ભાગવતવાળાએ “અકલ્પના' શબ્દ પ્રયોજ્યો છે, તો તૈયાયિકોએ “વ્યવહાર' શબ્દ પ્રયોજ્યો છે, પરંતુ બંનેનો ભાવાર્થ લગભગ સરખો જ છે. પ્રાચીન કાળમાં સદાચારના નિયમોમાં મુખ્ય અને ગૌણ એવા પ્રકારો પાડવામાં આવતા. વ્રત તે મુખ્ય અને ઉપવ્રત તે ગૌણ. તેવી રીતે યમ તે મુખ્ય અને નિયમ તે ગૌણ. કાયમ પાલન કરવાનું હોય તે યમ અને અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ એવી પણ એની વ્યાખ્યા કરાય છે. આ બધામાં પાંચ અને દસની સંખ્યા વધુ રૂઢ થયેલી જોવા મળે છે. [૩૪૨] અદાથી મુશુશ્રુષા શૌચમહારત્નાવવમ્ | अप्रमादश्च पंचैते नियमाः परिकीर्तिताः ॥१७॥ અનુવાદ : અક્રોધ, ગુરુશુશ્રુષા, શૌચ, આહારલાઘવ અને અપ્રમાદ એ પાંચ નિયમ તરીકે ઓળખાય છે. ૧૮૬ Jain Education Intemational 2010_05 rational 2010_os Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર વિશેષાર્થ : ભાગવતવાળા પૌરાણિકોએ ગૌણ વ્રત માટે “ઉપવ્રત’ શબ્દ પ્રયોજ્યો છે તેમ તૈયાયિકોએ નિયમ' શબ્દ પ્રયોજ્યો છે. આગળ જોયું તેમ યમ કરતાં નિયમ ગૌણ છે. વળી તે અમુક સમયમર્યાદા માટે હોય છે. આ પાંચ નિયમમાં અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો અર્થાત્ ક્ષમાનો ભાવ ધારણ કરવો; ગુરુની વૈયાવચ્ચ-સેવાચાકરી કરવી; શૌચ એટલે શરીરની તથા વસ્ત્રાદિ ઉપકરણોની અને ક્રિયાવિધિની શુદ્ધિ જાળવવી; આહારની લઘુતા એટલે અલ્પ આહાર કરવો અથવા ઉણોદરી વ્રત ધારણ કરવું અર્થાત્ આહારમાં સંયમ રાખવો તથા અપ્રમાદ એટલે અસાવધાનપણાનો, આળસનો ત્યાગ કરવો અથવા કર્તવ્યમાં પ્રવૃત્ત રહેવું અને અકર્તવ્યમાંથી નિવૃત્ત થવું. પાંચ ઉપવ્રત અને પાંચ નિયમમાં અક્રોધ, શૌચ અને ગુરુશુશ્રુષા એ ત્રણ સાંખ્ય સાથે સમાન છે. આર્જવ અને સંતોષ એ બેને બદલે આમાં આહારલાઘવ અને અપ્રમાદ એ બે મૂકવામાં આવ્યાં છે. [૩૪૩] વીદ્ધઃ સુશન ઘ% વશેષ્યને કુતે | हिंसास्तेयान्यथाकामं पैशुन्यं पुरुषानृतम् ॥१८॥ [૩૪૪] મિત્રાત્ના વ્યાપાકિfમથ્યા વિપર્યયમ્ | ___ पापकर्मेति दशधा कायवाङ्मानसैस्त्यजेत् ॥१९॥ અનુવાદ : બૌદ્ધો પણ દશ કુશળ ધર્મમાં માને છે. એ આ પ્રમાણે કહ્યા છે : (૧) હિંસા, (૨) ચોરી, (૩) અન્યથાકામ (પરસ્ત્રીગમન), (૪) પૈશુન્ય (ચાડી), (૫) કઠોર (પરુષ) વચન, (૬) અસત્ય, (૭) સંભિન્નાલાપ (વૃથા પ્રલાપ), (૮) વ્યાપાદ વિષ), (૯) અભિધા (અસંતોષ) અને (૧૦) દષ્ટિવિપર્યય (અશ્રદ્ધા) – આ દશ પ્રકારનાં પાપ મન, વાણી અને કાયાથી ત્યજવાં. વિશેષાર્થ : બૌદ્ધ ધર્મમાં પાપોને “અકુશળ ધર્મ તરીકે ઓળખાવ્યાં છે. એટલે પાપથી નિવૃત્તિ અર્થાત્ એવા પ્રકારનાં પાપ ન કરવાં તેને “કુશળ ધર્મ' કહેવામાં આવ્યો છે. હિંસા તે અકુશળ ધર્મ છે અને અહિંસા તે કુશળ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં શીલ, ભાવના, પારમિતા વગેરે જુદા જુદા પ્રકારની આચરણશુદ્ધિઓ બતાવવામાં આવી છે. એમાં પંચશીલ, અષ્ટશીલ અને દશશીલ એમ ત્રણ વર્ગીકરણ કરવામાં આવ્યાં છે. એમાં અષ્ટશીલમાં પંચશીલ આવી જાય છે અને દશશીલમાં અષ્ટશીલ આવી જાય છે. આમ છતાં એના ક્રમમાં, નામમાં કે વિષયમાં કંઈક ફેરફાર કેટલાક ગ્રંથોમાં જોવા મળે છે. અલબત્ત, જે પંચશીલ છે તે બધા બૌદ્ધ ગ્રંથોમાં એકંદરે સમાન છે. એ પાંચ શીલ આ પ્રમાણે છે : (૧) પ્રાણાતિપાતવિરતિ એટલે કે હિંસા ન કરવી (૨) અદત્તાદાનવિરતિ એટલે કે કોઈનું વગર આપેલું લેવું નહિ, ચોરી ન કરવી (૩) મૃષાવાદવિરતિ એટલે અસત્ય ન બોલવું, (૪) અબ્રહ્મચર્યવિરતિ એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું અને (૫) સુરાપાનપ્રમાદસ્થાનવિરતિ એટલે કે મદ્યપાન ન કરવું અને પ્રમાદ થાય તેવા માદક પદાર્થોનું સેવન ન કરવું. - આ પંચશીલનું કડક પાલન ભિક્ષુઓએ કરવાનું છે. બૌદ્ધ ધર્મે જૈન ધર્મનાં પાંચ મહાવ્રતોમાંથી ૧૮૭ Jain Education Interational 2010_05 Page #233 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અપરિગ્રહ’નું વ્રત પંચશીલમાંથી છોડી દીધું (પરંતુ દશ શીલમાં એને સ્થાન આપ્યું) અને સુરાપાનવિરતિને પાંચમા શીલવ્રત તરીકે અપનાવ્યું. આ પાંચ શીલમાં બીજા ત્રણ ઉમેરીને અષ્ટશીલ બતાવ્યાં છે. તે આ પ્રમાણે (૧) અકાલ ભોજનવિરતિ, (૨) નૃત્યગીત વાદિ> (વાજિંત્ર) વિરતિ અને (૩) માલ્યગંધવિલેપનવિરતિ. આમાં બીજાં બે ઉમેરીને દસ શીલ બતાવવામાં આવ્યાં છે : (૧) ઉચ્ચાસનશયનવિરતિ અને (૨) સુવર્ણરજતપ્રતિગ્રહવિરતિ. આઠ અને દસ પ્રકારના શીલના આ ક્રમમાં પણ કોઈક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં જે દસ પ્રકારનો કુશલ ધર્મ બતાવ્યો છે તેનાં નામ અને ક્રમમાં પણ ફેર જોવા મળે છે. કુશલ ધર્મ ભિક્ષુ તથા ગૃહસ્થ એમ સર્વને માટે છે. એમાં હિંસા, ચોરી અને વ્યભિચાર એ ત્રણ કાયિક પાપકર્મ છે. ચાડી, ગાળ-અપમાન, અસત્ય અને સંભિન્નાલાપ એટલે વૃથા પ્રલાપ અથવા અસંબદ્ધ બડબડાટ એ ચાર વાચિક પાપકર્મ છે અને વ્યાપાદ એટલે કે દ્વેષ તથા દૃષ્ટિવિપર્યય એટલે કે અશ્રદ્ધા એ બે માનસિક પાપકર્મ છે. [૩૪૫] બ્રહ્માદિપવીધ્યાતિ તીન્યર્વેિવિશ્વય: | अतः सर्वैकवाक्यत्वाद् धर्मशास्त्रमदोऽर्थकम् ॥२०॥ અનુવાદ : વૈદિક મતવાળા વગેરે એને બ્રહ્માદિ પદના વાચ્ય તરીકે ઓળખાવે છે. આમ, સર્વમાં એકવાક્યતા હોવાથી ધર્મશાસ્ત્ર સાર્થક છે. ભાવાર્થ : ભાષાનું સ્વરૂપ એવું છે કે એક પદાર્થ માટે એક કરતાં વધુ શબ્દો પ્રચલિત હોય છે. જેમ પદાર્થ માટે તેમ ભાવ કે વિચાર માટે પણ ભિન્નભિન્ન શબ્દો પ્રયોજાતા હોય છે. બીજી બાજુ કેટલીક વાર સમાનાર્થી શબ્દોમાં પણ અર્થછાયાનો સૂક્ષ્મ ભેદ રહેલો હોય છે. વ્રત, યમ, નિયમ વગેરે માટે પ્રાચીન કાળમાં જુદાં જુદાં દર્શનોમાં જે શબ્દો પ્રયોજાયા હતા એમાં પણ કેટલોક ફરક જોવા મળે છે. જે કાળે એક દર્શનવાળા “અહિંસા વગેરે શબ્દો પ્રયોજતા હતા તે કાળે વૈદિક મતવાળા “બ્રહ્મ' વગેરે શબ્દો પ્રયોજતા હતા. પરંતુ શબ્દોના જુદાપણાથી એ અહિંસાદિ ધર્મો પરસ્પર વિરુદ્ધ છે એમ નહિ કહી શકાય. વસ્તુત: અહિંસાદિ ધર્મો માટે વિચાર કરીએ તો આપણાં પ્રાચીન દર્શનોમાં એકવાક્યતા જણાય છે. એ એકવાક્યતા ભૂલ રૂપની હોય તો પણ સાર્થક છે અને ઉપયોગી છે. તત્ત્વવિચારની દૃષ્ટિએ તલસ્પર્શી અભ્યાસ કરવાથી એમાં જે કેટલોક સૂક્ષ્મ તફાવત રહેલો છે તે પણ સમજી શકાય છે [૩૪૬] ai ઐતરંવ યુ રૂતિ વિજ્ય મહાત્મા ! शास्त्र परीक्षमाणेनाव्याकुलेनान्तरात्मना ॥२१॥ અનુવાદ: શાસ્ત્રની પરીક્ષા કરવાવાળા મહાત્માઓએ આમાં યોગ્ય સંભવ ક્યાં છે તે વિશે અંતરાત્મામાં અવ્યાકુળ રહીને ચિંતન કરવું જોઈએ. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજ અહીં એમ કહે છે કે જો સર્વ દર્શનોમાં અહિંસા વગેરે ધર્મોની એકવાક્યતા જણાતી હોય તો પછી ક્યા દર્શનમાં, ક્યા ધર્મગ્રંથમાં એનું યથાર્થ સ્વરૂપ સવિશેષ ૧૮૮ Jain Education Intemational 2010_05 Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર સમજાવવામાં આવ્યું હોવાનો સંભવ છે તે પણ શોધી કાઢવું જોઈએ. પરંતુ આ કોણ શોધી કાઢે ? જે યોગ્ય અધિકારી એવા મહાત્માઓ હોય તે જ આ કામ કરી શકે. જયારે દર્શનોની વાત આવે ત્યારે દરેકને પોતાનું દર્શન વધુ યોગ્ય અને પ્રિય લાગે એ સંભવિત છે. પરંતુ પક્ષપાતથી જરા પણ ખેંચાયા વિના, અંતરમાં જરા પણ આકુળવ્યાકુળ થયા વિના, સ્વસ્થ ચિત્તે સમતાપૂર્વક ગહન પરામર્શ કરીને આ વિષયમાં નિર્ણય આપવો જોઈએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસાની વાત વિવિધ દષ્ટિબિન્દુથી જેટલી સૂક્ષ્મ રીતે જૈન દર્શનમાં સમજાવવામાં આવી છે તેટલી સૂક્ષ્મ રીતે અન્ય કોઈ દર્શનમાં સમજાવવામાં આવી નથી એવા નિર્ણય પર શાસ્ત્ર પરીક્ષા કરનાર તટસ્થ મહાત્માઓ આવ્યા વગર રહેશે નહિ. [૩૪૭] પ્રમાહ્નિક્ષUTUસ્તુ નોપયોગોત્ર કશન . तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥२२॥ અનુવાદ : આમાં પ્રમાણ, લક્ષણ વગેરેનો કંઈપણ ઉપયોગ નથી. એનો નિશ્ચય કરવા જતાં અનવસ્થા દોષ આવશે, જેથી અન્યથા અર્થની સ્થિતિ (સિદ્ધિ) થશે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ બધાં દર્શનોમાં શુદ્ધ અહિંસાનું પ્રતિપાદન ક્યાં થયું છે તેની તપાસ કરવી જોઈએ. કોઈ એમ કહે કે એ તપાસ માટે પ્રમાણ અને લક્ષણોનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આમાં એવા પ્રમાણલક્ષણની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ વગેરે વિવિધ પ્રમાણોનાં લક્ષણો નિશ્ચિત કરવા માટે બીજાં પ્રમાણોની જરૂર પડશે અને એ પ્રમાણોનાં લક્ષણોની ચકાસણી માટે વળી બીજાં પ્રમાણોની જરૂર પડશે. એમ એનો અંત નહિ આવે, એટલું જ નહિ એમાં અનવસ્થાનો દોષ આવશે. એટલે અર્થગ્રહણ માટે પ્રમાણલક્ષણની કોઈ આવશ્યકતા નથી. [૩૪૮] પ્રસિદ્ધિનિ પ્રમાનિ વ્યવહાર તત્કૃતઃ | प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥२३॥ અનુવાદ : પ્રમાણો અને તેઓએ કરેલો વ્યવહાર પ્રસિદ્ધ છે. એટલે પ્રમાણોનાં લક્ષણ કહેવાનું કંઈ પ્રયોજન જણાતું નથી. વિશેષાર્થ: શાસ્ત્રચર્ચામાં પ્રમાણો અને તેનાં લક્ષણોની વાત મુખ્ય બની જાય છે. પરંતુ જીવનવ્યવહારમાં તેના વિનિયોગનો પ્રશ્ન જટિલ છે. લોકવ્યવહારના આધારે નિયમો ઘડાતા હોય છે. બીજી બાજુ લોકોનું જીવન સ્વાભાવિક રીતે એ નિયમોની મર્યાદામાં જીવાતું હોય છે. દરેક રાજયમાં ઘણા કાયદાઓ હોય છે, પરંતુ ગામડાના કોઈ નાગરિકને પૂછવામાં આવે કે તારા જીવનમાં ક્યા ક્યા કાયદાઓનું પાલન થાય છે ? તો એ વિષે એને કશી જ ખબર ન હોય. જો એમ હોય તો એની આગળ કાયદાની કલમો અને પેટાકલમોની ચર્ચા કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. એનું ઉલ્લંઘન થાય ત્યારે જ પ્રશ્ન ઊભો થાય. પરંતુ અનેક લોકો એવા હોય કે જે કાયદાની જાણકારી વગર કે કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર પોતાનું જીવન પૂરું કરે છે. એટલે આવી પરિસ્થિતિમાં એની ચર્ચાનું એમને માટે કોઈ પ્રયોજન રહેતું ૧૮૯ 2010_05 Page #235 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નથી. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે પ્રમાણો તો લોકોમાં સ્વતઃ રૂઢ થઈ ગયેલાં હોય છે. પ્રમાણોનાં લક્ષણો નહિ જાણનાર ગોવાળિયાઓમાં પણ પ્રમાણાનુસાર વ્યવહાર જોવા મળે છે. એટલે પ્રમાણનાં લક્ષણો બતાવવાની કોઈ આવશ્યકતા નથી. [૩૪] તાત્મા નિત્ય પતિ પામેન્તવર્ણનમ્ | हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ॥२४॥ અનુવાદ : તેમાં “આત્મા નિત્ય જ છે' એવું જેમનું એકાન્ત દર્શન છે તેઓને, આત્માનો કોઈ પણ પ્રકારે નાશ ન હોવાથી, હિંસાદિ કેવી રીતે ઘટી શકે ? " વિશેષાર્થ : હવે ગ્રંથકાર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ભિન્નભિન્ન ભારતીય દર્શનોમાં અહિંસાની વિભાવના કેવી છે તેની છણાવટ કરે છે. અહીં તેઓ સાંખ્યદર્શનની વાત કરે છે. સાંખ્યદર્શનમાં આત્મા નિત્ય છે' એવું એકાન્ત વિધાન છે. તેઓ માને છે કે આત્મા ઉત્પત્તિ અને વિનાશરહિત, એક સ્વભાવવાળો, નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને સર્વશક્તિમાન છે. તેઓ જીવની જુદી જુદી અવસ્થાની – એટલે કે પર્યાયની અનિત્યતા સ્વીકારતા નથી. એટલે તેમના મનમાં હિંસા-અહિંસા, બંધ-મોક્ષ વગેરે ઘટતાં નથી. જો આત્મા અજર, અમર, નિત્ય, અવિનાશી (અવ્યય) હોય તો તેનો વધ કોઈ કરી શકતું નથી. તો પછી ત્યાં હિંસાનો સંભવ નથી. એટલે કે હિંસાનો પ્રશ્ન ત્યાં ઉદ્ભવતો જ નથી. પરંતુ આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. પોતે નિત્ય હોવા છતાં જીવને પોતાનો કે સ્વજનો વગેરેનો વધ થવાનો હોય તો દુઃખ થાય છે. જો આત્મા એકાન્ત નિત્ય હોય તો વધ વખતે એને દુઃખ ન થવું જોઈએ. જો દુઃખ ન હોય તો પછી ત્યાં હિંસા ઘટતી નથી. પરંતુ દુઃખ થાય છે એ સૌના અનુભવની વાત છે. એટલે આ એકાન્ત દર્શનમાં ત્રુટિ રહેલી છે એમ કહેવું જોઈએ. એટલે કે એમાં અહિંસાનું શુદ્ધ સ્વરૂપ દર્શાવાયું નથી. [૩૫] મનોવો વિશીષ બંને પરમાત્મઃ | हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरर्थसमाजतः ॥२५॥ અનુવાદ : મનના યોગવિશેષનો નાશ એ જ આત્માનું મરણ છે એટલે કે હિંસા છે. પરંતુ એમ નથી. અર્થસમાજથી તત્ત્વની સિદ્ધિ છે. વિશેષાર્થ : સાંખ્યવાદીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આત્મા જો નિત્ય હોય તો હિંસા કેવી રીતે ઘટી શકે ? અને તો પછી તમારા દર્શનમાં અહિંસાની વાત કેવી રીતે આવી શકે ? સાંખ્યવાદીઓની માન્યતા આ પ્રમાણે છે : આત્માનો ઇન્દ્રિય અને મન સાથેનો જે યોગ છે. એમાં છેલ્લા યોગનો ધ્વંસ એટલે કે નાશ થતાં જીવનું મરણ થયું એમ લોકોમાં કહેવાય છે. આ મરણ અથવા મનોયોગનો ધ્વંસ એને જ હિંસા કહી શકાય, અને હિંસા કરનાર હિંસક કહેવાય. સાંખ્યવાદીઓ કહે છે કે આમાં વસ્તુતઃ આત્માની હિંસા થતી નથી, પણ હિંસા નામની ઘટના ઉત્પન્ન થાય છે. તેવી હિંસા ન કરવી જોઈએ એટલે કે અહિંસા ધર્મનું પાલન કરવું જોઈએ. ૧૯૦ Jain Education Intemational 2010_05 Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર પરંતુ સાંખ્યવાદીઓનું આ કથન અપૂર્ણ છે. મનોયોગનો જે ધ્વંસ થાય છે તે સંયોગ બીજી ક્ષણે નાશ પામી જાય છે. વળી આવી રીતે હિંસા સિદ્ધ થતી હોય તો અન્ય કોઈ વ્યક્તિને હિંસક તરીકે ઓળખાવી નહિ શકાય, કારણ કે આ ધ્વંસ તો કોઈ વ્યક્તિ વિના પરિસ્થિતિ ઉત્પન્ન થતાં આપોઆપ સિદ્ધ થઈ જાય છે. એટલે અહિંસાની વિભાવનાનું તાત્ત્વિક નિરૂપણ સાંખ્યમતમાં સુસંગત નથી. [૩૫૧] ઐતિ વૃદ્ધતા યુવાવરૂપે પવિતમ્ ! पुंसि भेदाग्रहात्तस्याः परमार्थाऽव्यवस्थितेः ॥२६॥ અનુવાદ : બુદ્ધિમાં દુઃખનો ઉત્પાદ કરવારૂપ એ (હિંસા) છે એમ કહેવું પણ ઉચિત નથી. પુરુષના ભેદના આગ્રહથી તે (હિંસા) વસ્તુતઃ તેની (પુરુષની) જ છે એમ કરતું નથી. ' વિશેષાર્થ : સાંખ્યવાદીઓ કહે છે કે મનોયોગના ધ્વંસની વાત તમે ન સ્વીકારતા હો તો અમારે મતે બીજી રીતે પણ હિંસા ઘટી શકે છે. વિશ્વમાં પ્રકૃતિનાં જે પચીસ તત્ત્વો છે એમાંનું સૌથી મહત્ત્વનું એક તત્ત્વ તે બુદ્ધિ છે. એ બુદ્ધિમાં દુ:ખ ઉત્પન્ન કરવું એનું નામ હિંસા પરંતુ સાંખ્યવાદીઓની આ વાત પણ ઉચિત લાગતી નથી. સાંખ્યવાદીઓ પુરુષ (ચેતન આત્મા) અને પ્રકૃતિ (જડ તત્ત્વ)માં માને છે. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ પડે છે. એટલે તે બંને એકરૂપ ભાસે છે. એટલે બુદ્ધિમાં જે દુઃખ ઉત્પન્ન થયું તે પુરુષને પોતાનું દુઃખ જણાય છે. આ રીતે પુરુષને હિંસા જણાય છે. પરંતુ સાંખ્યવાદીઓની આ વાત બરાબર નથી કારણકે અહીં પુરુષમાં હિંસા સીધી ઘટતી નથી, પણ બુદ્ધિના ભેદના આગ્રહને લીધે ઊભા થતા ભ્રમના પરિણામે હિંસા જણાય છે. એટલે વસ્તુતઃ (પરમાર્થતા) હિંસા પુરુષની છે એટલે કે આત્માની છે એમ સિદ્ધ થતું નથી. [૩પ૨] હિંસાપર્વ નાશપર્યાય થમો | जीवस्यैकान्तनित्यत्वेऽनुभवाबाधकं भवेत् ॥२७॥ અનુવાદ : અહો ! જીવને એકાત્તે નિત્ય માનવાથી નાશના પર્યાયરૂપ “હિંસા પદ કોઈ પણ રીતે અનુભવને અબાધક નહિ થાય. (એટલે કે અનુભવને બાધક થશે.). વિશેષાર્થ : આત્માને એકાન્ત નિત્ય માનવાવાળા સાંખ્યવાદીઓ સાથે અસંમત થતાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે “હિંસા' પદનો એટલે કે શબ્દનો, પર્યાયવાચક એક શબ્દ છે “નાશ'. હવે આત્માને નિત્ય માનવામાં આવે અને સાથે હિંસા પણ સ્વીકારવામાં આવે તો એ બંનેનો સુમેળ થતો નથી. આત્મા નિત્ય છે એટલે કે નાશવંત નથી. હવે માણસનો કોઈ ઘાત કરે તો તમે કહો છો કે એની હિંસા થઈ. એનો અર્થ એ થયો કે એના આત્માનો નાશ થયો. આમ આત્માને નિત્ય પણ કહેવો અને નાશવંત કહેવો તે સુસંગત નથી. એટલે આત્મામાં નાશવાચક “હિંસા' શબ્દનો પ્રયોગ કરો તો તે અનુભવને બાધક થશે. આપણા અનુભવથી તે વિપરીત જણાશે, કારણ કે નિત્ય વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. હવે જો આત્માનો નાશ થાય છે એમ સ્વીકારશો તો શબમાં પણ આત્મા છે એમ સ્વીકારવું પડશે. ૧૯૧ Jain Education Interational 2010_05 Page #237 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વસ્તુતઃ આત્મા દ્રવ્યથી નિત્ય છે. ચેતન તત્ત્વ અજરામર છે. પણ એણે ધારણ કરેલી અવસ્થાબાળક, યુવાન, વૃદ્ધ વગેરે બદલાતી રહે છે. એટલે કે એક અવસ્થાનો નાશ થઈ બીજી અવસ્થા પ્રવર્તવા લાગે છે. [૩૫૩ રે સંવંથો નિત્યત્વે સંભવી | विभुत्वे न च संसारः कल्पितः स्यादसंशयम् ॥२८॥ અનુવાદ : આ (જીવ) નિત્ય હોય તો શરીર સાથે પણ તેનો સંબંધ સંભવતો નથી. જો એને વિભુ (સર્વવ્યાપક) માનશો તો સંસાર જ કલ્પિત થઈ જશે એ નિઃસંશય છે. - વિશેષાર્થ : આત્માને જન્મમરણરહિત એકાન્ત નિત્ય એટલે કે સર્વ દષ્ટિએ નિત્ય જ માનવામાં આવે તો તેનો ક્યારેય નાશ થતો નથી કે તેમાં કશો ફેરફાર થતો નથી એમ જ માનવું પડે. જો એમ માનવામાં આવે તો આત્માનો ઘર, જમીન, ધન, કુટુંબ વગેરે સાથેનો પરિવર્તનશીલ સંબંધ પણ માની નહિ શકાય, એટલું જ નહિ, આત્માનો શરીર સાથેનો સંબંધ પણ નહિ માની શકાય, કારણ કે શરીર પણ પરિવર્તનશીલ છે. પરંતુ આત્માનો શરીર સાથેનો સંબંધ તો નજરે જોવા મળે છે. હવે શરીરમાં જે ફેરફાર થાય છે તેમાં આત્મા પોતાના પૂર્વ સ્વરૂપનો ત્યાગ કરીને રહે છે એમ સ્વીકારીએ તો તેમાં આત્માના નિયત્વને બાધ આવશે અને પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના શરીર સાથે સંબંધિત થાય છે એમ સ્વીકારવામાં આવે તો પૂર્વ અને વર્તમાન દેહાવસ્થા વચ્ચે અસંગતિ થશે; એટલે કે આત્મ-સ્વરૂપમાં વિસંગતતા આવશે. આમ બંને રીતે નિત્ય આત્માનો અનિત્ય શરીર સાથે સંબંધ નહિ ઘટી શકે. વળી સાંખ્યવાદીઓ આત્માને “વિભુ' તરીકે માને છે તે પણ અસંગત જણાય છે. આત્મા તે વિભુ અથવા સર્વવ્યાપી પરમાત્મા છે એમ માનવાથી જીવ ચાર ગતિમાં પરલોકગમન કરે છે એ કેવી રીતે સ્વીકારાય ? અને જીવ પરલોકગમન નથી કરતો એમ જ માનવામાં આવે તો આ સંસાર જ કેવી રીતે સંભવી શકે ? તો પછી સંસાર જેવું કંઈ છે જ નહિ અથવા સંસાર કલ્પિત છે એમ માનવાનો વખત આવે. પરંતુ એવું તો સાંખ્યવાદીઓ માનતા નથી. વળી આત્મા સર્વવ્યાપી છે એમ માનવામાં આવે તો એક જીવના મૃત્યુની સાથે સર્વ જીવનું મૃત્યુ સ્વીકારવું પડશે, કારણ કે સર્વવ્યાપીપણામાં જો વિભાગો સ્વીકારવામાં આવે તો એનું સર્વવ્યાપીપણું રહેતું નથી. એટલે આત્મા એકાન્ત નિત્ય નથી, પરંતુ દ્રવ્યથી (સ્વભાવથી) નિત્ય છે અને પર્યાયે અનિત્ય છે એમ જ માનવું પડશે. [૩૫૪] મદષ્ટાયT: ચાન્યતર : | इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥२९॥ અનુવાદ : (જો એમ કહેશો કે) અન્યતર કર્મથી ઉદ્ભવેલો દેહસંયોગ અષ્ટથી (પ્રારબ્ધથી) થાય છે અને એ રીતે જન્મમરણ સિદ્ધ થઈ શકે છે તો તે ઘટતું નથી, કારણ કે તેનો પ્રારબ્ધનો) યોગ કેમ થયો તે સ્પષ્ટ થતું નથી. ૧૯૨ Jain Education Intemational 2010_05 Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર વિશેષાર્થ : આત્માને એકાન્ત નિત્ય અને અક્રિય માનવાવાળા સાંખ્યવાદીઓ એવી દલીલ કરે છે કે આત્માએ પૂર્વે કરેલાં અનેક પ્રકારનાં કર્મોમાંથી અન્યતર અર્થાત્ કોઈક કર્મને કારણે પરમાણુ ગ્રહણ થતાં દેહસંયોગ ઉત્પન્ન થાય છે. એટલે કે પૂર્વે કરેલાં પુણ્યપાપના સંસ્કારને કારણે જ આત્મા શરીર ધારણ કરે છે. આત્મા ક્રિયા કરતો નથી. અન્યતરમાં એટલે કે પરમાણુઓમાં ક્રિયા થાય છે. આ કર્મો સૂક્ષ્મ હોવાથી દેખાતાં નથી. તે અદષ્ટ જ રહે છે. એટલે આત્મામાં કોઈ ક્રિયા માનવાની જરૂર નથી. દેહસંયોગ અષ્ટથી એટલે કે પ્રારબ્ધથી થાય છે. પરંતુ આત્માને એકાન્ત નિત્ય માનવાવાળાની આ વાત યુક્તિસંગત નથી. આત્માને દેહનો સંયોગ આવી અદૃષ્ટ રીતે થાય છે અર્થાત્ એનો જન્મ આવી અદષ્ટ રીતે થાય છે એમ માનવાથી કોઈ અર્થ સરતો નથી, કારણ કે કોઈપણ વસ્તુ માટે “અદષ્ટ છે'- ‘દેખાતી નથી', એમ કહી દીધા પછી તેની સાધક બાધક પરીક્ષા – વિવેચના થઈ શકતી નથી. આ સંયોગ દેહાત્માથી ભિન્ન છે કે અભિન્ન ? એમ બંને રીતે વિચારતાં અનવસ્થાનો દોષ આવે છે. એટલે દેહાત્મ સંયોગનું વિવેચન કરવાનું શક્ય નથી. અર્થાત દેહ અને આત્માનો સંયોગ કેવી રીતે થયો તે સ્પષ્ટ થતું નથી. [૩૫૫] માત્મક્રિયા વિના નિતાલુહUT થમ્ | कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ॥३०॥ અનુવાદ : આત્માની ક્રિયા વિના પરિમિત અણુઓનું ગ્રહણ કેવી રીતે થાય? વળી સંયોગ, ભેદ વગેરેની કલ્પના પણ કેવી રીતે ઘટી શકે ? વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. સાંખ્યવાદીઓ આત્માને એકાન્ત નિત્ય માનતા હોવાથી તેમના મતે નિત્ય એવા આત્મામાં ક્રિયા સંભવતી નથી. હવે આત્મા જો ક્રિયા ન કરે તો શરીરને ઉત્પન્ન કરનારા અમુક અણુઓનું ગ્રહણ તે કેવી રીતે કરે ? વળી, તેઓએ આત્માને નિત્ય ઉપરાંત સર્વવ્યાપી પણ માન્યો છે. જો તે વિભુ હોય તો દેહ માટે અમુક પરિમિત અણુ જ કેમ ગ્રહણ કરે ? સર્વવ્યાપી પરમાત્મા હોવાથી તેનો સંબંધ તો સર્વ અણુઓ સાથે હોવો જોઈએ. એટલે અમુક અણુ તે ગ્રહણ કરે અને અમુક ગ્રહણ ન કરે એ કેવી રીતે બની શકે ? આત્માને વિભુ માનવાથી પરિમિત અણુઓ નહિ પણ અનંત અણુઓ સાથે અનંત સંયોગની સ્થિતિ થશે. પરંતુ એ તો શક્ય પણ નથી અને વાસ્તવિક પણ નથી. આથી સાંખ્યવાદીઓની અણુના ગ્રહણ વિશેની વાત સ્વીકાર્ય બનતી નથી. [૩૫] વયંત્રિમૂર્તતાપર્વના વપુર સંદ્રમાત્ | व्यापारायोगतश्चैतद् यत्किचित्तदिदं जगुः ॥३१॥ અનુવાદ : શરીર વિના (પરિમિત પરમાણુઓના ગ્રહણને કારણે) આત્મામાં કથંચિત મૂર્તતા માનવી પડશે. વળી સંક્રમ ન થવાના કારણે આત્મામાં કોઈ પણ વ્યાપાર ઘટી નહિ શકે. માટે આ જે કંઈ કહ્યું છે તે વ્યર્થ છે. ૧૯૩ Jain Education Intemational 2010_05 Page #239 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : પૂર્વ શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. અહીં વિશેષ ખુલાસો કરવામાં આવ્યો છે. આત્માને એકાન્ત કુટસ્થ, નિત્ય ને અક્રિય માનવામાં આવે તો પછી દેહ અને આત્માનો ર સમજાવાશે ? આત્માનું દેહમાં અસંક્રમણ માનવામાં આવે તો દેહ પરમાણુ ગ્રહણ કેવી રીતે કરી શકે ? નાનું બાળક મોટું થાય છે અને એના શરીરની વૃદ્ધિ થાય છે તે કેવી રીતે થાય છે ? આત્માને અક્રિય નહિ પણ સક્રિય માનવામાં આવે તો જ તેમ સંભવી શકે. એટલે આત્માને કથંચિત મૂર્તિ માનવો પડશે. એમ બને તો જ આત્મા શરીર માટેના પરમાણુ ગ્રહણ કરી શકે. વળી આત્માને વિભુ નહિ પણ અવિભુ માનવામાં આવે તો જ તે સંયોગ-ભેદાદિ વ્યાપાર કરી શકે. જો એમ માનવામાં ન આવે તો દેહ અને આત્માનો સંબંધ અને દેહના વ્યાપારો ઇત્યાદિ વિશે સંતોષકારક રીતે સમજાવી નહિ શકાય. [૩૫૭] નિોિડ તો ત્તિ ચિત્તે વી ન નાવિન્ ! किंचित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते ॥३२॥ અનુવાદ : જો એ (આત્મા) નિષ્ક્રિય હોય તો તે કોઈને હણતો નથી અને કોઈનાથી ક્યારેય હણાતો નથી. આમ એની હિંસા ઘટતી નથી. ' વિશેષાર્થ : જેઓ આત્માને એકાન્ત નિત્ય માને છે તેઓ એમ કહે છે કે આત્મા નિષ્ક્રિય છે એટલે કે આત્મા કશું કરતો નથી કે આત્મા કશું કરાવતો નથી. જો આ પ્રમાણે હોય તો એમના મત પ્રમાણે આત્મા કોઈથી હણાતો નથી અને આત્મા કોઈને હણતો નથી. જો આવો એમનો મત હોય તો આત્મામાં હિંસાની ઉત્પત્તિ જ ન થઈ શકે. જો આ સાંખ્ય દર્શનમાં હિંસાની જ વાત ન ઘટતી હોય તો અહિંસાની વાત કેવી રીતે ઘટી શકે ? [૩૫૮] નિર્ચાત્તાપક્ષે હિંસલીનામખંભવઃ | नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥३३॥ અનુવાદ : ક્ષણિકત્વને સિદ્ધ કરવાથી નાશના હેતુનો અયોગ થાય છે. એટલે એકાન્ત અનિત્ય માનનારાના પક્ષમાં પણ હિંસા વગેરેનો અસંભવ છે. વિશેષાર્થ : અહીં બૌદ્ધોના ક્ષણિકવાદનો નિર્દેશ છે. બૌદ્ધો માને છે કે આ સંસારમાં ઉત્પત્તિ અને નાશની ક્રિયા સતત અતૂટ ચાલ્યા કરે છે. પ્રત્યેક પદાર્થ નાશવંત છે, ક્ષણિક છે. ઘડાની ઉત્પત્તિ થઈ તે સમયથી જ ઘડામાં નાશની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એટલે દંડના પ્રહારથી જ ઘડાનો નાશ થાય છે એવું નથી. દંડના પ્રહાર વગર પણ ઘડાનો નાશ તો લખાયેલો જ છે. એટલે ઘટનાશ એ ઘડાથી કે અભિન્ન નથી. ઘટ અને ઘટનાશ સાથે સાથે જ રહેલાં છે; કારણ કે દરેક વસ્તુ વિનાશના સ્વભાવવાળી છે, અનિત્ય છે. હવે જો બૌદ્ધોના ક્ષણિકવાદને માન્ય રાખીએ એટલે કે અનિત્યવાદનો સ્વીકાર કરીએ તો પછી નાશના હેતુ જેવું કંઈ રહેશે નહિ. તો પછી હિંસાને માનવાની જરૂર જ ન રહી, કારણ કે કોઈ કોઈનો નાશ કરી શકતું નથી; વસ્તુ પોતે જ નાશવંત હોય તો હિંસક કોને ગણવો ? એટલે અનિત્યવાદમાં ૧૯૪ Jain Education Intemational 2010_05 Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યક્ત્વ અધિકાર અર્થાત્ ક્ષણિકવાદમાં હિંસાનો સંભવ રહેતો નથી. પરંતુ બૌદ્ધો હિંસા-અહિંસાની વાત સ્વીકારે છે. દસ પ્રકારના કુશળ ધર્મમાં તેઓએ હિંસાના ત્યાગને પહેલું સ્થાન આપ્યું છે. એનો અર્થ એ થયો કે બૌદ્ધ ધર્મમાં અહિંસાના સ્વરૂપનું યથાર્થ, અવિરુદ્ધ પ્રતિપાદન નથી થયું. [૩૫૯] ર સંતાનમેવસ્થ ગનો હિંસો ભવેત્ | सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत् ॥३४॥ અનુવાદ : સંતાન (પરંપરા) ભેદનો જનક જ હિંસક થશે એવું નથી. સાંવૃતત્વ(કાલ્પનિક્તા)થી અને અજન્યતાથી તો તે અવશ્ય ભાવાત્મક જ બને. વિશેષાર્થ : બૌદ્ધો ક્ષણિકવાદમાં માને છે. જગતમાં ઉત્પત્તિ અને વિનાશનું ચક્ર ચાલ્યા કરે છે. જે કોઈ વસ્તુ કે જીવ ઉત્પન્ન થાય છે એનો નાશ થવાનો જ છે. વસ્તુતઃ ઉત્પત્તિની ક્ષણે જ, એની સાથે જ એના નાશની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એક દીવો સળગાવ્યો કે તરત એમાં વિનાશની ધારા ચાલુ થઈ જાય, આપણને દીવો એનો એ જ દેખાય, પરંતુ પ્રતિક્ષણ તેના પરમાણુઓ બદલાતા રહે છે. જૂના પરમાણુ નાશ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે અને આ રીતે દીવાની ધારા ચાલતી ચાલતી એક ક્ષણે પૂરી થાય છે કે જયારે દીવો ઓલવાઈ જાય છે. એવી રીતે કોઈ ઘડો હોય તો તે ઘડા તરીકે જ આપણને દેખાય છે, પરંતુ પ્રતિક્ષણ તેના વિનાશની ધારા નીકળતી જ રહે છે. જેમ જડ વસ્તુમાં તેમ જીવંત પ્રાણીઓમાંથી પણ ધારા વહેતી રહે છે. એ ધારાને સંતાન અથવા પરંપરા કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ કે જીવની એ જ સ્વરૂપે વિનાશની ધારા વહેતી હોય તો એને સજાતીય સંતાન કહેવાય. માટીમાંથી ઘડો બનાવવામાં આવે તો માટીની સજાતીય ધારા પૂરી થઈ અને વિજાતીય ઘડાની ધારા ચાલુ થઈ. પછી ઘડાની સજાતીય ધારા વહેવા લાગે. હવે કોઈ વસ્તુ અચાનક તૂટી ફૂટી જાય કે જીવનું અચાનક મૃત્યુ થાય તો ધારાનો અર્થાત્ સંતાનનો ભંગ અથવા ભેદ થયો કહેવાય. બૌદ્ધ મત પ્રમાણે કોઈ વ્યક્તિએ પોતે બીજાની હિંસા કરીને એ ધારા તોડી નાખી હોય તો તે સંતાનભેદક કહેવાય. આવી રીતે જો કોઈ વ્યક્તિ સંતાનભેદ કરે તો તેણે તે હિંસા કરી એમ કહેવાય. એટલે તે હિંસક કહેવાય. આ બૌદ્ધ માન્યતા છે. ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે આવી રીતે સંતાનભેદ કરનાર(જનક)ને તમે હમેશાં હિંસક ઠરાવી શકશો નહિ. પહેલું તો એ કે તમે જેને સંતાન અથવા પરંપરા કહો છો એ સાંવૃત અર્થાત્ કાલ્પનિક છે એટલે કલ્પનાથી એ સમજવી પડશે. વળી સંતાન-ધારા કાલ્પનિક હોવાથી તેનો જન્મ કેવી રીતે થાય ? એ અજન્ય-અનુત્પન્ન જ કહેવાય. જે ભાવાત્મક વસ્તુ હોય તે જન્ય બની શકે, પરંતુ કાલ્પનિક વસ્તુ જન્ય ન બની શકે. એટલે સંતાનભેદકને હિંસક ઠરાવવાનું તર્કસંગત નથી. [૩૬૦] નરદિક્ષપદે હિંસઋ: | शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसंगतः ॥३५॥ અનુવાદ : નરાદિક્ષણનો હેતુ તે સૂકરાદિનો હિંસક નહિ કહેવાય. સૂકરની અંત્યક્ષણ સાથે પણ આ રીતે વ્યભિચારદોષ(આપત્તિ)નો પ્રસંગ આવશે. 2010_05 ૧૯૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : હિંસાનો કર્તા કોણ એ વિશે અહીં બૌદ્ધ મતની છણાવટ સૂકર (ભૂંડ) અને નર(મનુષ્ય)નો દાખલો લઈને કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મ આત્માને નાશવંત માને છે અથવા આત્માને ક્ષણિક માને છે. ક્ષણ નાશવંત છે. પહેલી ક્ષણે જે હોય તે બીજી ક્ષણે હોતું નથી. હવે શિકારી માણસે બાણ છોડી ભૂંડને મારી નાખ્યું તો તેમાં સંતાનભેદક હિંસક કોણ ? શિકારીએ બાણ છોડ્યું અને ભૂંડ મૃત્યુ પામ્યું ત્યાં સુધીમાં તો કેટલી બધી ક્ષણો ચાલી ગઈ. હવે શિકારીએ બાણ છોડ્યું તે પહેલી ક્ષણ લઈએ તો તે ક્ષણે ભૂંડને હજુ બાણ વાગ્યું નથી, તો શિકારીને હિંસક કેમ કહેવાય ? ભૂંડ મૃત્યુ પામ્યું તે અંતિમ ક્ષણ લઈએ તો તે ક્ષણે મારનાર શિકારી રહ્યો નથી. માટે તે હિંસક નહિ ગણાય. આમ આદિ ક્ષણ લેશો, તો અંતિમ ક્ષણ સાથે અને અંતિમ ક્ષણ લેશો તો આદિ ક્ષણ સાથે મેળ બેસતો નથી. વ્યભિચારદોષની આપત્તિનો પ્રસંગ આવે છે. આ શ્લોકનો બીજી રીતે પણ અર્થ કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ જન્મજન્માંતરમાં માને છે. એક જીવનું મૃત્યુ થતાં તેનામાં રહેલા વાસનાવાળા પરમાણુઓ ફરી તત્પણ એકત્ર થઈને નવો જીવ બને છે. હવે ધારો કે કોઈ માણસે ભૂંડને મારી નાખ્યું અને તેમાંથી બીજો જન્મ મનુષ્યનો થયો. હવે જે સંતાનભેદક છે તેણે ભૂંડને મારી નાખ્યું એટલે એણે ભૂંડ-ભૂંડ-ભૂંડની સજાતીય ધારા તોડી નાખી અને મનુષ્ય-મનુષ્યની વિજાતીય ધારા ઉત્પન્ન કરી. હવે ભૂંડની ધારાની જે અંતિમ ક્ષણ છે તે જ મનુષ્યની ધારાની પ્રથમ ક્ષણ છે. એટલે ભૂંડની અંતિમ ક્ષણ તે મનુષ્ય-ક્ષણની હેતુ બની. એટલે તમે જેને ભૂંડના હિંસક તરીકે ગણો છો તે નરના જન્મનો હેતુ પણ બનશે. એટલે એક જ ક્ષણમાં તેને હિંસક પણ ગણવો પડશે અને જનક પણ ગણવો પડશે. પણ એવી સ્થિતિ તો ભેળસેળ(વ્યભિચારદોષ)વાળી ગણાય. એથી હિંસક કે હિંસાનો સ્પષ્ટ ખ્યાલ નહિ આવે. [૩૬૧] ૩નંતરક્ષોત્પાવે વૃદ્ધનુવ્યવસ્તુના नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसंगतिः ॥३६॥ અનુવાદ : અનંતર ક્ષણમાં ઉત્પત્તિ(માનવા)થી બુદ્ધ અને શિકારી (લુબ્બક) બંનેને સરખા માનવા પડશે. એથી ક્યારેય વિરતિ (અંત) થશે નહિ. પરિણામે શાસ્ત્રાદિમાં અસંગતિ આવશે. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. હવે જો બૌદ્ધ મતવાળા એમ કહે કે ભૂંડને મારનારની તે ક્ષણ ન ગણતાં અનંતર એટલે પછીની બીજી ક્ષણને હિંસાની કર્તા ગણવી જોઈએ, તો એમના જ મત પ્રમાણે તે બીજી ક્ષણે મારનાર શિકારી તો રહેતો નથી. એટલે બીજી ક્ષણના મારનારને હિંસક ગણીએ કે અન્ય કોઈ વ્યક્તિને ગણીએ તો એથી કંઈ ફરક પડતો નથી. હિંસાનું પાપ લુબ્ધકને બદલે બુદ્ધને પણ લાગુ પડી શકે. એટલે લુબ્ધક અને બુદ્ધ બંનેને સમાન ગણવા પડશે. વળી એ રીતે હિંસાની વાત ક્યાંય અટકશે નહિ. પરિણામે શાસ્ત્રના ઉપદેશમાં જ વિસંગતિ ઊભી થશે. આમ, એકાન્ત અનિત્યવાદમાં માનતા બૌદ્ધદર્શનમાં “હિંસાની વાત જ જો બરાબર બંધબેસતી ન થતી હોય તો “અહિંસાની વાત તો ક્યાંથી સ્પષ્ટ અને શુદ્ધ રીતે થાય ? બૌદ્ધ ધર્મે દસ કુશલ ધર્મમાં અહિંસાને સ્થાન આપ્યું છે, પરંતુ અહિંસા વિશેની તેઓની વિભાવના એટલી વિશદ અને તર્કસંગત નથી. ૧૯૬ Jain Education Intemational 2010_05 Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર [૩૬૨] પટને ન વિનાહિંસા સત્યાવીન્યપ તત્ત્વતઃ | एतस्या वृत्तिभूतानि तानि यद् भगवान् जगौ ॥३७॥ અનુવાદ : અહિંસા વિના સત્ય વગેરે પણ તત્ત્વદષ્ટિએ ઘટાવી શકાશે નહિ. એ તો એની (અહિંસાની) વાડ જેવાં છે એમ ભગવાને કહ્યું છે. વિશેષાર્થ ? આત્માને એકાન્ત નિત્ય માનવાવાળા કે એકાન્ત અનિત્ય માનવાવાળા દર્શનોમાં અહિંસાનો ઉપદેશ હોવા છતાં તેમાં અહિંસાનું શુદ્ધ સ્વરૂપ સૂક્ષ્મ દૃષ્ટિથી સમજાવવામાં આવ્યું નથી. આથી અહિંસાની પરિપૂર્ણ વિભાવના તેઓમાં ઘટતી નથી. હવે જૈન દર્શનમાં અહિંસાના શુદ્ધ સ્વરૂપની વિચારણા કેવી થઈ છે તે ગ્રંથકાર મહર્ષિ બતાવે છે. જૈન દર્શન પ્રમાણે મહાવ્રતોનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ આપણે અહિંસાને સ્થાન આપીએ છીએ. દ્રવ્યહિંસા કે ભાવહિંસા મન, વચન અને કાયાથી ન કરવી, ન કરાવવી અને ન અનુમોદવી જોઈએ એ આપણું સર્વોપરી વ્રત છે. ત્યાર પછી સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–એ ચાર મહાવ્રત આવે છે. એક દષ્ટિએ જોઈએ તો બાકીનાં ચાર વ્રત તે અહિંસાના વ્રતરૂપી છોડને માટે વાડ જેવાં છે. એટલે અન્ય દર્શનોમાં જો અહિંસાની વાત જ અધૂરી અને અશુદ્ધરૂપે હોય તો ત્યાં પછી બાકીનાં ચારે વ્રતો શુદ્ધ રીતે કેમ ઘટાવી શકાય ? ન જ ઘટાવી શકાય. [૩૬૩ મૌનીજે પ્રવચને યુષ્યતે સર્વમેવ દિ | नित्यानित्यं स्फुटं देहाद् भिन्नाभिन्ने तथात्मनि ॥३८॥ અનુવાદ : જિનેન્દ્ર(મૌનીન્દ્ર)ના પ્રવચનમાં આત્માના વિષયમાં નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન એ સર્વ સ્પષ્ટ રીતે ઘટાવી શકાય છે. વિશેષાર્થ : મુનિઓના પણ જે ઇન્દ્ર ગણાય તેવા, તથા અષ્ટ પ્રાતિહાર્યયુક્ત અને અતિશયોથી યુક્ત એવા જિનેશ્વર ભગવાનના પ્રવચનમાં એટલે કે એના પરથી રચાયેલાં શાસ્ત્રો(જિનવાણી)માં વસ્તુનુંદ્રવ્યનું યથાર્થ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એમણે આત્માને નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને દેહથી અભિન્ન એવો બતાવ્યો છે. એટલે દ્રવ્યથી તે નિત્ય છે. પરંતુ ઉત્પાદ અને વ્યયની અપેક્ષાવાળો આત્મા કથંચિત અનિત્ય છે. વળી આત્મા દેહથી ભિન્ન છે, કારણ કે બંને દ્રવ્યો અપેક્ષાએ જુદા જુદા ગુણધર્મવાળાં છે. મૃત્યુ પામેલા માણસનું શરીર દેખાય છે, પરંતુ એમાં આત્મા હોતો નથી. જીવંત દેહમાં આત્મા દૂધ અને પાણીની જેમ અથવા લોઢાના ગોળામાં રહેલા અગ્નિની જેમ પૂરેપૂરો વ્યાપીને રહેલો હોવાથી તથા શાતા-અશાતાનો અનુભવ કરવાવાળો હોવાથી તે દેહથી કથંચિત્ અભિન્ન છે. આત્માના આવા સ્વરૂપ સાથે જ અહિંસા ઇત્યાદિની વિભાવના બરાબર ઘટી શકે છે. [उ६४] आत्मा द्रव्यार्थतो नित्यः पर्यायार्थाद्विनश्वरः । हिनस्ति हिंस्यते तत्तत्फलान्यप्यधिगच्छति ॥३९॥ અનુવાદ : આત્મા દ્રવ્યાર્થથી નિત્ય છે અને પર્યાયાર્થથી વિનશ્વર છે. તે હણે છે અને હણાય છે અને તે તેવાં ફળને પણ ભોગવે છે. ૧૯૭ Jain Education Interational 2010_05 Page #243 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સંસારનું અવલોકન કરતાં જણાય છે કે સમયે સમયે નાનામોટા જીવો મૃત્યુ પામે છે અને કેટલાય નવા જન્મે છે. જન્મ-મરણનું આ ચક્ર ચાલતું હોવા છતાં કશુંક ધ્રુવ છે, નિત્ય છે. જીવતી વ્યક્તિ અને શબ વચ્ચે ફરક એ છે કે એકમાં અસંખ્યાતપ્રદેશી આત્મા અથવા ચૈતન્યશક્તિ છે, બીજામાં નથી. આ ચૈતન્ય શક્તિ નથી ઉત્પન્ન થતી કે નથી વિનાશ પામતી. પણ એ ચૈતન્ય શક્તિએ ધારણ કરેલો દૃશ્યમાન દેહ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વગેરે રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પણ પામે છે. એટલે શુદ્ધ ચૈતન્ય તત્ત્વની દૃષ્ટિએ આત્મા નિત્ય છે, શાશ્વત છે, પરંતુ દેહરૂપી પર્યાયોની દૃષ્ટિએ અર્થાત અવસ્થાઓની દષ્ટિએ આત્મા અનિત્ય છે. સામાન્ય રીતે એક જ દ્રવ્યમાં નિત્યત્વ અને અનિયત્વ એમ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો ઘટી ન શકે, પરંતુ તે બંનેને જુદી જુદી અપેક્ષાથી અર્થાત્ જુદા જુદા નયથી જોઈએ તો ઘટી શકે છે. એટલે દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી જોઈએ તો આત્મા અનિત્ય છે. આમ આત્મામાં બંને ધર્મો ભિન્ન ભિન્ન અપેક્ષાથી ઘટાવી શકાય છે. એટલે હવે અહીં પર્યાયાર્થિક નયથી જોઈએ તો આત્મા હણવાની ક્રિયા કરે છે અને પોતે બીજાથી હણાય પણ છે. એટલે કે હિંસાદિનું ફળ પણ તે ભોગવે છે. [૩૬૫] રૂદ ચીનુભવ: સાક્ષી વ્યાવૃજ્યન્વયોવર: | ___ एकान्तपक्षपातिन्यो युक्तयस्तु मिथो हताः ॥४०॥ અનુવાદ : અહીં અન્વય અને વ્યાવૃત્તિ(વ્યતિરેક)થી સમજાતો અનુભવ જ સાક્ષી છે. એકાન્તવાદનો પક્ષ કરનારી યુક્તિઓ તો માંહોમાંહે હણાઈ જાય છે. વિશેષાર્થ : જિનેશ્વર ભગવાને નિત્યાનિત્ય અને ભિન્નભિન્ન એવું આત્માનું સ્વરૂપ કહ્યું છે. જીવના સ્વરૂપમાં વ્યાવૃત્તિ એટલે કે વ્યતિરેક જણાય છે અને અન્વયે પણ જણાય છે. એ વિષયમાં આપણા સર્વનો અનુભવ જ સાક્ષીપ્રમાણ તરીકે ગણી શકાય છે. વ્યાવૃત્તિ એટલે પર્યાયની ઉત્પત્તિ, ફેરફાર વગેરે. વ્યાવૃત્તિ એટલે વ્યતિરેક, અન્વય એટલે ધ્રુવ સત્તા. હવે માણસનો વિચાર કરીએ તો બાળપણમાં તે બાળકના પર્યાયરૂપે હતો. પછી એ પર્યાયનો નાશ થયો અને યુવા પર્યાયવાળો તે થયો. ત્યાર પછી તે વૃદ્ધપર્યાયવાળો બન્યો. હવે ત્રણેમાં અવસ્થા જુદી જુદી છે, છતાં તેમાં અવ્યય એટલે કે ધ્રુવ સત્તા તે આત્મદ્રવ્યની છે. એ હોવાથી જ વ્યક્તિ એની એ રહે છે. એ હોવાથી જ એને પૂર્વ પર્યાયનાં સ્મરણો તાજાં રહે છે. આ રીતે એક અપેક્ષાએ નિત્યતા અને અન્ય અપેક્ષાએ અનિત્યતા એ બંનેનો સ્વીકાર જૈન દર્શનમાં આત્મા વિશે થયેલો છે. પરંતુ એકાન્ત નિત્યમાં માનવાવાળા અને એકાન્ત અનિત્યમાં માનવાવાળા તો પોતે જ એકબીજાનું તર્ક અને યુક્તિથી ખંડન કરીને હણાઈ જાય છે. [૩૬૬] પીડાવતો રેહવ્યાપજ્યાં સુઈમાવતઃ | त्रिधा हिंसागमे प्रोक्ता नहीथमपहेतुका ॥४१॥ અનુવાદ : પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી અને દુષ્ટ ભાવથી એમ ત્રણ પ્રકારની હિંસા આગમમાં કહી છે. એ અહીં અહેતુક નથી, સહેતુક છે. ૧૯૮ Jain Education Interational 2010_05 Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર વિશેષાર્થ : કોઈ પ્રશ્ન કરે કે જૈન દર્શન પણ આત્માને નિત્ય, અજર, અમર, અવિનાશી માને છે, તો પછી જૈન દર્શનમાં આત્માનો નાશ અથવા આત્માની હિંસા કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે જિનાગમમાં હિંસા ત્રણ પ્રકારે બતાવી છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પણ પર્યાયે અનિત્ય છે. એટલે જે હિંસા કરવામાં આવે છે તે પર્યાય કરે છે અને જેની હિંસા થાય છે તે પણ પર્યાયની હિંસા છે. આવી હિંસા ત્રણ પ્રકારે છે : (૧) કોઈને શારીરિક કે માનસિક પીડા કરવાથી હિંસા થાય છે. (૨) કોઈના દેહનો ઘાત કરવાથી હિંસા થાય છે અને (૩) દુષ્ટભાવ અથવા અધ્યવસાયથી હિંસા થાય છે. પહેલી બે હિંસાને દ્રવ્યહિંસા કહેવામાં આવે છે અને ત્રીજી હિંસા તે ભાવહિંસા છે. પહેલી બે હિંસા અને ત્રીજી હિંસામાં ફરક શો ? ફરક એ છે કે કશી શારીરિક ઈજા કે પીડા પહોંચાડ્યા વગર પણ માનસિક આઘાત આપીને બીજાના પ્રાણ હરી લેવાય છે. એટલે તે ભાવહિંસા છે. બીજાનું દિલ દુભવવું એ પણ ભાવહિંસા છે. આમ આ ત્રણ પ્રકારની હિંસા સહેતુક છે. એ કાલ્પનિક નથી. [૩૬૭] રુજુર્ગપ્રતિ વો કોષો હિંસનીયી મા ! प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः ॥४२॥ અનુવાદ : જેની હિંસા કરવામાં આવી છે તેનું કર્મ ઉદયમાં આવ્યું છે. માટે હિંસકનો શો દોષ ? વળી તે(હિંસક)ના અભાવે બીજા(હિંસક)ને વિશે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. એટલે આવું વચન મિથ્યા છે. ' વિશેષાર્થ : જૈન દર્શન પ્રમાણે હિંસા અને કર્મસિદ્ધાંતનો વિચાર કરતાં કોઈકને એવી શંકા પણ થાય કે જે માણસ બીજાના ઘાતથી મૃત્યુ પામ્યો એ ઘટનામાં એ તો પોતાનાં પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે એવી રીતે મૃત્યુ પામવાનો જ હતો. એમાં મારનાર તો માત્ર નિમિત્ત જ છે. ધારો કે એનું એવું કર્મ ઉદયમાં ન હોત તો મારનાર ગમે તે કરે તો પણ એનું મૃત્યુ થાત નહિ. એટલે આમાં નિમિત્ત બનનાર હિંસક હત્યારાને કોઈ દોષ લાગતો નથી. મરનારનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ થવાનું જ હોય તો જો આ માણસ નિમિત્તરૂપ ન થયો હોત તો બીજો કોઈક જરૂર નિમિત્તરૂપ થાત. એટલે આમાં હિંસા કરનારનો દોષ ન જોઈ શકાય. પરંતુ આમ કહેવું તે યથાર્થ નથી. વળી કોઈક એવી દલીલ કરે કે ધારો કે કર્મના ઉદય વિના તે માણસ મૃત્યુ પામ્યો એમ કહીએ તો ? પરંતુ એવી રીતે હિંસકને હિંસાનો દોષ જો લાગતો હોય તો બીજા અહિંસનીયને મારવાનો દોષ પણ હિંસકને જ લાગશે. પરંતુ ગ્રંથકાર કહે છે કે કે આવું કહેવું એ મિથ્યા વચન છે. એમાં કર્મસિદ્ધાન્તની પૂરી સમજણ નથી. આ સંશયનો ખુલાસો હવે પછીના શ્લોકમાં કરવામાં આવ્યો છે. (૩૬૮] હિંચવિપાર્થ લુછાયનિમિત્તત્તા | हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव ॥४३॥ અનુવાદ : હિંસ્ય પ્રાણીના કર્મનો વિપાક હોય તો પણ દુષ્ટ આશયના નિમિત્તને લીધે તે હિંસા છે. જેવું શત્રુને લાગે એવું આ હિંસકપણું વૈદ્યનું ન હોય. ૧૯૯ Jain Education Interational 2010_05 Page #245 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : હત્યા થવાથી જો કોઈ મરનાર વ્યક્તિ પોતાના આયુષ્ય કર્મના વિપાકને કારણે મૃત્યુ પામે ત્યારે તેની હિંસા કરનારના મનમાં એવા દુષ્ટ આશયનું નિમિત્ત ઊભું થાય છે. આવી ઘટનામાં મરનાર વ્યક્તિનું કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેની સાથે સાથે મારનારના મનમાં દુષ્ટ આશય પણ જન્મે છે. એથી તે નિમિત્ત બનતો હોવા છતાં તેને હિંસાનો દોષ લાગે છે. દ્રવ્ય હિંસાની જે કોઈ ઘટના બને છે તેમાં જેના હાથે હિંસા થાય છે એટલે જે વ્યક્તિ હિંસા કરવામાં નિમિત્ત બને છે તેના મનના અધ્યવસાય પર હિંસા-અહિંસાનો આધાર રહે છે. અહીં વૈદ્યનું અને શત્રુનું ઉદાહરણ આપવામાં આવે છે. વૈદ્ય અથવા ડૉક્ટર એક દર્દીને બચાવવા એનું ઓપરેશન કરે છે, પરંતુ ઓપરેશન થતાં થતાં જ તે દર્દી મૃત્યુ પામે છે. અહીં દર્દી પોતાના કર્મના ઉદયે મૃત્યુ પામે છે અને ડૉક્ટર એમાં નિમિત્ત બને છે. પરંતુ એથી ડૉક્ટરને હિંસાનો દોષ લાગતો નથી, કારણ કે ડૉક્ટરના મનમાં હિંસાના અધ્યવસાયો ન હતા. તેમનો તેવો આશય ન હતો. તેમનો આશય તો દર્દીને બચાવવાનો જ હતો. બીજી બાજુ કોઈ માણસ શત્રુને મારી નાખવા માટે શસ્ત્રથી પ્રહાર કરે, પરંતુ શત્રુનું આયુષ્ય કર્મ પૂરું થવાનું ન હોવાથી તે પ્રહાર વખતે ખસી જાય છે અને બચી જાય છે. અહીં હત્યા થતી નથી, પણ મારનારના મનમાં હત્યાનો આશય હતો એટલે તેને હિંસાનો દોષ લાગે છે. [૩૬] € સદુપરાસ્તન્નવૃત્તિરપિ છુટા | सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ॥४४॥ અનુવાદ : આ રીતે સદુપદેશથી, સોપક્રમ પાપના નાશથી અને શુભાશયની વૃદ્ધિથી તેની (હિંસાની) નિવૃત્તિ પણ ફુટ થાય છે. વિશેષાર્થ : હિંસાના સ્વરૂપ અને ફળની વાત કર્યા પછી આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે હિંસાની નિવૃત્તિ અર્થાત્ અહિંસા ધર્મનું પાલન કઈ રીતે થઈ શકે. એ માટે ત્રણ ઉપાયો અહીં બતાવવામાં આવ્યા છે. (૧) સદુપદેશથી – સ્કૂલ હિંસા કોને કહેવાય એ સમજાય એવી વાત છે, પરંતુ સૂક્ષ્મ હિંસા કોને કહેવાય, તેનું ફળ કેવું હોય છે અને તેમાંથી કેવી રીતે પાછા ફરવું જોઈએ એ જ્ઞાની મહાત્માઓના સદુપદેશથી સમજાય છે. આ રીતે સદુપદેશનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. (૨) સોપક્રમ પાપના નાશથી – સોપક્રમ એટલે શુભ પરિણામ વડે પ્રાપ્ત કરવા લાયક. એટલે શુભ પરિણામધી પાપનો નાશ કરવાથી હિંસાની નિવૃત્તિ થાય છે. મનમાં હિંસાનો એટલે પાપનો વિચાર આવે કે તરત તેમાંથી પાછા હઠવાથી એટલે કે મનમાં ઊઠતા હિંસાના વિચાર કે ભાવને અટકાવી દેવાથી દ્રવ્યહિંસા થતી નથી. (૩) શુભાશયની વૃદ્ધિથી – પોતાનામાં કોઈને હણવાનો ભાવ ઉત્પન્ન પણ ન થાય, એ માટે અહિંસાની ભાવનાની, સર્વ જીવો પ્રત્યે દયાની ભાવનાની વારંવાર સતત વૃદ્ધિ કરતા રહેવાથી હિંસાની નિવૃત્તિ થવા લાગે છે. આમ, હિંસાની નિવૃત્તિ અને અહિંસાની ભાવનાના પોષણ માટે અહીં મુખ્ય ત્રણ ઉપાયો બતાવવામાં આવ્યા છે. ૨૦૦ Jain Education Intemational 2010_05 mational 2010_05 Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર [૩૭]] રૂપવતરોનું મુલ્યાહિંચમુચ્યતે | सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥४५॥ અનુવાદ : અહિંસા તે મોક્ષ (અપવર્ગ) રૂપી વૃક્ષનું બીજ છે. તે મુખ્ય કહેવાય છે. અહીં સત્ય વગેરે વ્રતો તે એનાં પ્રગટેલાં નવાં પલ્લવો છે. વિશેષાર્થ : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો છે. એમાં પ્રથમ સ્થાન અહિંસાને આપવામાં આવ્યું છે. જૈન દર્શનમાં અહિંસાની અવધારણા ઘણી જ સૂક્ષ્મ છે. મન, વચન અને કાયાથી, કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવિધ ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ અહિંસાનું પાલન દ્રવ્યથી અને ભાવથી કરવાનું હોય છે. જો આ પ્રમાણે એક માત્ર અહિંસા વ્રતનું પાલન બરાબર ચુસ્ત રીતે થાય તો બાકીનાં ચારે મહાવ્રતોનું પાલન આપોઆપ થઈ જાય છે. એટલા માટે અહિંસા મહાવ્રતને પરમ ધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. પાંચ મહાવ્રતોમાં અહિંસાને મોક્ષરૂપી વૃક્ષના બીજ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બાકીનાં ચારે મહાવ્રતો તે અહિંસા રૂપી વૃક્ષને ફૂટેલાં પલ્લવ એટલે કે પાંદડાં છે. પાંદડાં, ડાળી વગેરે વિના વૃક્ષ પરિપૂર્ણ બને નહિ. એકલા થડની એટલી શોભા નહિ અને વૃક્ષનો એટલો વિકાસ પણ કહેવાય નહિ. પરંતુ બીજી બાજુ વિચારીએ તો બીજ કે થડ ન હોય તો ડાળી, પાંદડાં વગેરે ઊગી શકે નહિ. આ પાંચ મહાવ્રતોનાં ક્રમ અને મહત્ત્વને સમજવા માટે વૃક્ષનું આ સુંદર રૂપક બહુ ઉપયોગી અને અસરકારક છે. અહિંસાની સૂક્ષ્મ સમજણ જીવને સમ્યગદર્શન અપાવે છે અને અહિંસાનું સૂક્ષ્મ પાલન જીવનાં કર્મો ખપાવવામાં સહાયરૂપ થાય છે. એટલે ફક્ત પરિપૂર્ણ અહિંસામાં પણ મોક્ષગતિ અપાવવાનું બળ છે. પાંચ મહાવ્રતોમાં અહિંસા અને સત્ય બે મુખ્ય છે. કેટલાક ધર્મોએ સત્યને પ્રથમ સ્થાન આપ્યું છે અને પછી દયાને. સત્ય એ જ પરમેશ્વર છે એમ તેઓ કહે છે. સત્યથી સંસાર-વ્યવસ્થા ટકી રહે છે, પણ અહિંસાથી સંસાર વધુ સુખરૂપ બને છે. કટુ સત્ય ક્યારેક હિંસાને જન્માવી કે ઉત્તેજી શકે છે. જયાં સંહાર હોય ત્યાં સુખ નથી હોતું. એટલે અહિંસા અને સત્ય એ બે વચ્ચે જ્યાં વિસંવાદ થતો હોય તો ત્યાં જૈન ધર્મ પ્રથમ સ્થાન અહિંસાને આપે છે. અહિંસાના સૂક્ષ્મ અને ચુસ્ત પાલનમાં સત્યનું પાલન આપોઆપ આવી જાય છે. જૈન ધર્મે અહિંસા અને સત્યની (અને અન્ય મહાવ્રતોની પણ) જેટલી સૂક્ષ્મ વિચારણા કરી છે તેટલી દુનિયામાં અન્ય કોઈ ધર્મે કરી નથી. [૩૭૧] અહિંસાસંમવલ્થ દશ્યતેત્રેવ શાસને ! अनुबन्धादिसंशुद्धिरप्यत्रैवास्ति वास्तवी ॥४६॥ અનુવાદ : આ પ્રમાણે અહિંસાનો સંભવ આ (જિન) શાસનમાં જોવા મળે છે. અનુબંધ વગેરે પ્રકારની શુદ્ધિ પણ વાસ્તવિકપણે એમાં જ રહેલી છે. Jaio Education International 2010_05 ૨૦૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ' વિશેષાર્થ : અહિંસાનો નિર્દેશ સાંખ્ય, નૈયાયિક, ભાગવત-પૌરાણિક, બૌદ્ધ વગેરે દર્શનોમાં છે. પરંતુ એ બધાંમાં અહિંસાના શુદ્ધ પ્રતિપાદનનો સંભવ ક્યાં છે તે વિચારકોએ, મહાત્માઓએ શોધી કાઢવો જોઈએ એવું ગ્રંથકાર મહર્ષિએ આ અધિકારના એકવીસમા શ્લોકમાં ફરમાવ્યું હતું. એ પછી એકાન્ત નિત્યવાદી, એકાન્ત અનિત્યવાદી વગેરે અન્ય દર્શનોમાં અહિંસાના શુદ્ધ અને અવિરુદ્ધ પ્રતિપાદનનો સંભવ નથી એમ યુક્તિસંગત વિચારણા સાથે સમજાવ્યા પછી અને જૈન દર્શનની તે વિશેની રજૂઆત કર્યા પછી તેઓ આ ચર્ચાનો ઉપસંહાર કરતાં કહે છે કે અહિંસાના શુદ્ધ અને સર્વાગીણ પ્રતિપાદનનો સંભવ ફક્ત જૈન દર્શનમાં જ જોવા મળે છે. વળી શુભાશુભ કર્મનાં ફળ, ગતિ, શુભાશુભ કર્મની પરંપરા એટલે કે અનુબંધ વગેરેની થયેલી વિચારણાની દૃષ્ટિએ તપાસતાં પણ અહિંસાના શુદ્ધ, તર્કયુક્ત, સુસંવાદી સ્વરૂપનું પ્રતિપાદન જૈન દર્શનમાં જ જોવા મળે છે. ગ્રંથકાર મહર્ષિએ આમ જે વિધાન કર્યું છે તે કોઈ પક્ષપાતથી કે દૃષ્ટિરાગથી નથી કર્યું, પરંતુ તટસ્થ સમાલોચક દૃષ્ટિથી કર્યું છે. [૩૭૨] હિંસાય જ્ઞાનયોગેન સગર્મહાત્મનઃ | तप्तलोहपदन्यासतुल्याया नानुबंधनम् ॥४७॥ અનુવાદઃ સમ્યગદષ્ટિવાળા મહાત્માઓને જ્ઞાનયોગ હોવાથી, તપેલા લોઢા પર પગ મૂકવાની જેમ હિંસાનો અનુબંધ હોતો નથી. વિશેષાર્થ : બાહ્ય સ્થૂલ દૃષ્ટિએ પ્રવૃત્તિ હિંસાની જણાય અને છતાં એમાં હિંસાનો દોષ કેવી રીતે અને કોને નથી લાગતો એ વિશે આ શ્લોકમાં અને પછીના શ્લોકમાં વિચારણા કરવામાં આવી છે. આ વિશ્વમાં સૂક્ષ્મ જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. વળી બાદર જીવો પણ એટલા જ છે. હાથ-પગ હલાવતાં કે આંખનું મટકું મારતાં પણ કેટલા બધા જીવોની વિરાધના થાય છે ! જો આવું જ હોય તો જે ગૃહસ્થ શ્રાવકો પોતાનું ઘર બંધાવતા હોય અથવા જિનમંદિર કે ઉપાશ્રયનું નિર્માણ કરાવતા હોય તો તેમને આરંભ-સમારંભનો, પૃથ્વીકાય, અપકાય, વાઉકાય વગેરે પ્રકારના જીવોની હિંસાનો દોષ લાગે કે નહિ ? તેવી જ રીતે સાધુ ભગવંતો વહોરવા નીકળે, વિહાર કરે, ક્યારેક અપવાદ રૂપે નદીના પાણીમાંથી તેઓને પસાર થવું પડે તો તેમને દોષ લાગે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો તેઓ સમ્યગ્રષ્ટિ હોય તો તેમને દોષ ન લાગે. તેમના હૃદયમાં હિંસાનો ભાવ કે આશય નથી હોતો. તેમના હૃદયમાં તો અહિંસા, જીવદયા, કરુણાનો જ ભાવ સતત રહેતો હોય છે. આવી વિરાધના અનિવાર્યતાને કારણે, લાચારીથી થાય તો તે માટે તેમના અંતરમાં તો પશ્ચાત્તાપ અને પ્રતિક્રમણનો જ ભાવ રમતો હોય છે. એટલે પોતાનું કાર્ય પૂરું થતાં તરત જ તેઓ તેમાંથી નિવૃત્ત થઈ જાય છે. તેઓ તેમાં રાચતા નથી. તેઓ ક્ષમાયાચના અને આવશ્યક પ્રાયશ્ચિત્ત કરી લે છે. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે તપીને લાલ થયેલા લોઢા ઉપર પગ મૂકીને જવું જ પડે એમ હોય તો માણસ કેટલી વાર સુધી પગ મૂકી રાખે? ન છૂટકે જ મૂકે અને તરત પાછો લઈ લે. તેવી રીતે સમ્યગૃષ્ટિ જીવોની પ્રવૃત્તિ પણ આવી જ હોય છે. ૨૦૨ 2010_05 Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો સમ્યકત્વ અધિકાર [૩૭૩] સતામા વાર્િ યતિનીશિનિનામ્ | अनुबंधो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥४८॥ અનુવાદ : જયણા અને ભક્તિ વડે શોભતા સપુરુષોથી જિનપૂજાદિ કાર્યોમાં કદાચ ક્યારેક એ (હિંસા) થાય તો પણ તેમને અનુબંધ તો અહિંસાનો જ છે. વિશેષાર્થ : હવે ગૃહસ્થોનાં જિનપૂજાદિ કાર્યોમાં રહેલા અહિંસાના અનુબંધ વિશે ગ્રંથકારશ્રી અહીં સ્પષ્ટતા કરે છે. સ્કૂલ અને સૂક્ષ્મ હિંસાનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ અને સૂક્ષ્મ જીવોની દૃષ્ટિએ વિચારીએ તો હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં, બોલતાં, ખાતાંપીતાં સૂક્ષ્મ જીવોની હિંસા, હિંસા અને હિંસા જ છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય, વનસ્પતિકાય વગેરે પ્રકારના જીવોની હિંસા માણસથી નિરંતર થયા કરે છે. આ હિંસાને દ્રવ્ય અને ભાવ ઉપરાંત મન, વચન અને કાયા તથા કરવું, કરાવવું અને અનુમોદવું એવી રીતે વિચારીએ તો ઘણા બધા પ્રકારો થાય. દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, ભાવથી હોય પણ દ્રવ્યથી ન હોય, દ્રવ્યથી હોય અને ભાવથી પણ હોય અને દ્રવ્યથી પણ ન હોય ને ભાવથી પણ ન હોય. ગૃહસ્થ જીવનમાં આરંભ-સમારંભ હોવાથી સૂક્ષ્મ જીવોની હિંસા તો સતત ચાલતી જ રહેતી હોવા ઉપરાંત આહારાદિ માટે વનસ્પતિકાય જેવા પૂલ એકેન્દ્રિયાદિ જીવોની હિંસા પણ સતત ચાલતી રહે છે. એમાં દરેક વખતે હિંસા કરવાના દુખ આશયથી હિંસા થતી નથી. એમાં યતના-જયણાનો ભાવ ન હોય તો હિંસાનો દોષ લાગે. પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વી ભગવંતોને તો ગૃહસ્થજીવનના આરંભ-સમારંભ હોતા નથી તેમજ તેઓને દ્રવ્યથી જિનપૂજાદિ કરવાનાં હોતાં નથી, પરંતુ ગૃહસ્થોમાં જેઓ પોતાના ગૃહજીવનમાં જયણા પાળે છે તેવા સત્પરુષો તો જિનપૂજાદિ કાર્યોમાં પણ જયણા પાળવાના. શાસ્ત્રકારોએ પ્રમાદથી થતી હિંસાને હિંસા ગણી છે અને તેને ઘણી ગંભીર લેખાવી છે. જ્યાં હિંસાનો ભાવ ન હોય, ઇરાદો ન હોય ત્યાં થતી હિંસા એટલી દોષરૂપ નથી. દેશવિરતિ સમ્યગૃષ્ટિ જીવ દ્વારા સાંસારિક કાર્યોમાં અજાણતા કે અનિવાર્યપણે થતી હિંસામાં હિંસાનો અનુબંધ નથી. જિનપૂજાદિ કરતી વખતે સમ્યગૃષ્ટિ સન્દુરુષોના ચિત્તમાં સ્કૂલ કે સૂક્ષ્મ હિંસા કરવાનો ભાવ કે આશય નથી હોતો. તેઓ અહિંસાની તીવ્ર રુચિ સાથે એમાં પૂરી જયણા પાળે છે અને તેમના હૃદયમાં વીતરાગની ભક્તિનો ઉલ્લાસ હોય છે. એવા લોકોની જિનપૂજાદિમાં થતી દ્રવ્યહિંસા તે હિંસા નથી. વસ્તુતઃ એમાં અનુબંધ અહિંસાનો હોય છે. વળી એવી પૂજાદિ ક્રિયા કરતી વખતે પ્રમાદ ન રાખનારા તથા પૂરી જયણા પાળનારા માણસો તો આવા એકેન્દ્રિય જીવોની કરુણા જ મનમાં ચિંતવતા હોય છે અને તે માટે મનોમન ક્ષમાદિનો ભાવ પણ રાખતા હોય છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે જેટલા માણસો જિનપૂજાદિ કાર્યો કરે છે તે બધા જ જયણાપૂર્વક, અપ્રમત્ત ભાવથી કરે છે. એમાં પણ એવા માણસો હોઈ શકે કે જેમનામાં જયણા જોવા ન મળતી હોય અને ભક્તિભાવ પણ ન હોય. તેઓ માત્ર ગતાનુગતિક રીતે, યંત્રવત્ જિનપૂજાદિ કરતા હોય. એવા લોકોને દોષ લાગે છે. ૨૦૩. Jain Education Interational 2010_05 Page #249 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૩૭૪] હિંસાનુબંધિની હિંસા મિથ્યાòસ્તુ તુમંતે । अज्ञानशक्तियोगेन तस्याहिंसापि तादृशी ॥४९॥ અનુવાદ : દુર્મતિવાળા મિથ્યાર્દષ્ટિ જીવની હિંસા તે હિંસાના અનુબંધવાળી છે. તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના યોગવાળી હોવાથી તેના (હિંસાના) જેવી જ છે. વિશેષાર્થ : જ્યાં મિથ્યાત્વ છે ત્યાં માન્યતા ઊંધી થઈ જાય છે. જ્ઞાનથી જે દૃષ્ટિ અને સમજણનો ઉઘાડ સંભવી શકે છે તે અજ્ઞાનને કારણે સંભવતો નથી. દુર્મતિવાળા માણસો ઉઘાડી હિંસા કરતા હોય છે તે તો સ્પષ્ટ રીતે હિંસા જ હોય છે. ધર્મને નામે તેઓ પશુબલિ વગેરે પ્રકારની જીવહિંસા કરતા હોય તો પણ તે હિંસા જ કહેવાય. વળી ગૃહકાર્ય વગેરેમાં તેઓ જે હિંસા કરતા હોય છે તે હિંસાના અનુબંધવાળી, અશુભ કર્મની પરંપરાવાળી જ હિંસા હોય છે. એટલે એવી હિંસાથી તેમને ભારે અશુભ કર્મની પરંપરા બંધાય છે. આ તો સમજાય એવી વાત છે. પરંતુ કેટલીક વાર તેમની કહેવાતી અહિંસામાં પણ સ્વરૂપે હિંસા જ રહેલી હોય છે. એમાં એમનું અજ્ઞાન રહેલું હોય છે. મન, વચન અને કાયાના યોગની સૂક્ષ્મ સમજણ ન હોય ત્યાં સુધી આ વાત ન સમજાય એવી છે. દેખીતી અહિંસામાં કેટલીક વાર દ્રવ્યહિંસા ન હોય, પણ ભાવહિંસા રહેલી હોય. આવું જ્યારે બને ત્યારે અહિંસા પણ હિંસાનુબંધી બની જાય છે. ભારે અશુભ કર્મની પરંપરા સર્જે છે. [૩૭૫] યેન સ્વાન્ નિવાવીનાં વિવિષવુાંતિ: ક્ર્માત્ । हिंसैव महती तिर्यग् नरकादिभवान्तरे ॥५०॥ અનુવાદ : એટલે જ નિહ્નવોને દેવગતિમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. મોટી હિંસા ત્યાર પછી ભવાન્તરમાં તેમને તિર્યંચ, નકાદિ ગતિમાં લઈ જાય છે. વિશેષાર્થ : કોઈ માણસ જિનશાસનમાં રહીને અહિંસાનું પાલન કરતો હોય પરંતુ તે ગાઢ મિથ્યાત્વી હોય, નિદ્ભવ હોય કે અભવ્ય હોય તો તે તેની પાળેલી અહિંસા તેને બહુ સારું ફળ આપતી નથી, બલ્કે તેને દુર્ગતિમાં પણ ધકેલી શકે છે. જેઓ બહારથી માત્ર વિવેક ખાતર ભગવાનનાં વચનોમાં શ્રદ્ધા બતાવતા હોય, પણ અંતરના ખૂણે તેને મિથ્યા માનતા હોય, ગુરુનાં વચન ઉથાપતા હોય, ઊંધો મત ધરાવતા હોય તેમને નિષ્ફનવ કહેવામાં આવે છે. જિનશાસનમાં આવા સાત નિહ્નવોની વાત આવે છે. આ સાત નિહ્નવનાં નામ છે : (૧) જમાલિ, (૨) તિષ્મગુપ્ત, (૩) આષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્ર, (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત અને (૭) ગોષ્ઠા માહિલ. આ સાત નિહ્નવોને પોતાના ગુરુભગવંત સાથે શો મતભેદ થયો તેનો ઇતિહાસ રસિક છે. આ સાત નિહ્નવોમાં જમાલિ, રોહગુપ્ત અને ગોષ્ઠા માહિલ એ ત્રણ નિનાવો એવા હતા કે જે જીવનપર્યંત નિહ્નવ જ રહ્યા અને પોતાનો સ્વતંત્ર મત પ્રવર્તાવવા માટે પ્રયત્નો કર્યા. તિષ્મગુપ્ત, આષાઢાચાર્યના શિષ્યો, અશ્વમિત્ર અને ગંગાચાર્ય એ નિહ્નવોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, પ્રાયશ્ચિત લીધું અને પોતાના ગુરુ પાસે પાછા આવી સમુદાયમાં જોડાઈ ગયા હતા. આવા નિહ્નવો અહિંસા વ્રતનું પાલન કરતા હોય તો તેમને તેથી કદાચ દેવગતિ મળે. પરંતુ તેમના 2010_05 ૨૦૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો : સમ્યકત્વ અધિકાર મિથ્યાત્વને કારણે, અવળી શ્રદ્ધાને લીધે દેવગતિમાં પણ તેમને હલકા કિલ્બિષિયા દેવનો દુઃખદાયક અવતાર મળે છે. વળી એવા જીવોને ત્યાર પછી તિર્યંચ કે નરક ગતિ મળે છે અને ત્યાં તે મોટી હિંસા આચરનાર બની શકે છે. વસ્તુતઃ જીવ મિથ્યાત્વી હોય તો તેણે પાળેલી અહિંસા પણ તેને દુર્ગતિમાં લઈ જઈ શકે છે અને એની પાસે ભવાન્તરમાં વળી મોટી હિંસા પણ કદાચ કરાવી શકે. [૩૭૬] સાધૂનામપ્રમત્તાનાં સા વાહિંસાનુબંધની | हिंसानुबंधविच्छेदाद् - गुणोत्कर्षो यतस्ततः ॥५१॥ અનુવાદ : અપ્રમત્ત સાધુઓને તે (હિંસા) અહિંસાના અનુબંધવાળી થાય છે, કારણ કે હિંસાના અનુબંધનો વિચ્છેદ થવાથી તેમના ગુણનો ઉત્કર્ષ થાય છે. વિશેષાર્થ : અહિંસાની ભાવના કેટલી ઉત્કૃષ્ટ કોટિની હોઈ શકે છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. જેઓ સર્વ વિરતિધર પંચમહાવ્રતધારી સાધુ મહાત્મા છે તેઓએ અહિંસાનું મહાવ્રત પણ નવ કોટિએ ધારણ કરેલું હોય છે. આવા મહાત્માઓના હૃદયમાં સંસારના સર્વ જીવો પ્રત્યે નિરંતર અનુકંપા વહેતી હોય છે. જીવોની પ્રતિપળ રક્ષા એ વિશે એમનો જાગૃતિપૂર્વકનો સતત ઉદ્યમ રહેતો હોય છે. પોતાનાથી ઊઠતાં-બેસતાં, જતાં-આવતાં, હાલતાં-ચાલતાં જે કોઈ સ્થૂલ સૂક્ષ્મ જીવોની વિરાધના થાય છે તે માટે તેઓ ‘ઇર્યાપથિકી' (ઇરિયાવહી) કરી લઈને પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગી લેતા હોય છે. જે મહાત્માઓના જીવનમાંથી મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ ચાલ્યાં ગયાં હોય છે, જેઓ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકે બિરાજતા હોય છે. તેઓ જે જાગૃતિપૂર્વક જયણા પાળે છે તેથી તેમને હિંસાનો દોષ લાગતો નથી. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં પ્રમત્તયોગ છે ત્યાં હિંસા છે.” : પ્રમયો પ્રણવ્યપરોપ હિંસા | પરંતુ જ્યાં અપ્રમત્તતા છે ત્યાં હિંસા નથી. આવા સાધુ મહાત્માઓને કોઈ શુભ કાર્ય માટે અથવા અન્ય કોઈ અપવાદરૂપ પ્રસંગે વિહાર દરમિયાન નદી ઊતરવાનો વખત આવે કે ક્યાંક કીચડમાં ચાલવાનું અનિવાર્ય બની જાય અથવા અન્ય કોઈ કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તો પણ તેમની સતત જાગૃતિ અને અપ્રમત્તતાને કારણે તેમને હિંસાનો દોષ લાગતો નથી. વસ્તુતઃ આવા અપવાદરૂપ પ્રસંગે તો એમણે હિંસાના અનુબંધનો વિચ્છેદ કર્યો હોવાથી તથા નિરંતર જાગૃતિ હોવાથી અને અહિંસાની ભાવના હૃદયમાં રમતી હોવાથી એમના ગુણો વધુ ખીલતા હોય છે, પ્રકર્ષ પામતા હોય છે. [૩૭૭] ,થાનામિયમરાવતું સાનુવંધા જ વિત્ | . ज्ञानोद्रेकाप्रमादाभ्यामस्या यदनुबंधनम् ॥५२॥ અનુવાદ : અજ્ઞાનને કારણે મુગ્ધ લોકોને તે (અહિંસા) કદાપિ અનુબંધવાળી થતી નથી, કારણ કે આ અનુબંધ જ્ઞાનના ઉદ્રક અને અપ્રમાદથી જ થાય છે. વિશેષાર્થ : અપ્રમત્ત સાધુઓની હિંસા અને અહિંસાની વિચારણા કર્યા પછી સામાન્ય માણસોની અહિંસાની અહીં વિચારણા કરવામાં આવી છે. સંસારમાં અનેક લોકો મુગ્ધ એટલે કે ભોળા હોય છે. તેઓ અજ્ઞાની કે મૂર્ખ પણ હોઈ શકે છે. એવા લોકો સમજ વગર અહિંસાધર્મનું પાલન કરે તો તેમની ૨૦૫ Jain Education Interational 2010_05 Page #251 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તે અહિંસા, અહિંસાના અનુબંધવાળી એટલે કે શુભ કર્મની પરંપરાવાળી ન થઈ શકે, એ અહિંસા ત્યાં જ અટકી જાય. અહિંસા અનુબંધવાળી ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનનો ઉદ્ધક હોય, એટલે કે એટલી સૂક્ષ્મ સમજ હોય અને તે અનુસાર તેમનું અપ્રમત્ત ભાવવાળું જીવન હોય. સામાન્ય માણસોની અહિંસા અને અપ્રમત્ત સાધુ મહાત્માઓની અહિંસા વચ્ચે આટલો ફરક છે એ લક્ષમાં રાખવું જોઈએ. [૩૮] શામપિ હિંસીયામુત્તે અમદત્તરમ્ | भाववीर्यादि वैचित्र्यादहिंसायां च तत्तथा ॥५३॥ અનુવાદ : એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતા (વિવિધતા)ને લીધે મોટું અંતર છે. તે જ પ્રમાણે અહિંસામાં પણ છે. વિશેષાર્થ : હિંસા અને અહિંસાનું સ્વરૂપ જૈન દર્શન પ્રમાણે એટલું બધું ગહન છે કે સામાન્ય માણસની સમજમાં તે જલદી ન આવે. એક જ જાતની હિંસામાં પણ ઘણું બધું અંતર હોય છે. બાહ્ય દષ્ટિએ દેખાતી સ્કૂલ દ્રવ્ય હિંસાના બે સરખા બનાવ હોય તો પણ હિંસા આચરનારનો આશય કેવો છે, તેના સંજોગો કેવા છે, તેની વય કેટલી છે, તેની કક્ષા કેવી છે, તેનો સામાજિક દરજજો શો છે, તેના મનના ભાવો કેવા છે વગેરે ઘણી બધી બાબતોની વિચારણા જરૂરી છે. ઉદાહરણ તરીકે એક માણસ બીજાનો વધ કરે છે, પણ એ વધ એને ફરજ રૂપે કરવો પડે છે, કારણ કે રાજયનો એ નોકર છે અને ગુનેગારને ફાંસી આપવાની તેની ફરજ છે. આવા પ્રકારની ઘણી વાતો હિંસાની બાબતમાં જોવામાં આવે છે. એક માણસ જીવજંતુની હત્યા કરે છે અને બીજો માણસ માણસની હત્યા કરે છે. એ બંને હત્યામાં ફરક છે. વળી તેમાં દરેકનાં રાગાદિ પરિણામો કેવાં છે તે પણ જોવાય છે. ક્યારેક માણસનો મારી નાંખવાનો આશય ન હોય, માત્ર ધમકાવવાનો જ આશય હોય, પણ ગભરાટમાં સામા માણસનું મૃત્યુ થઈ જાય. આવી અનેક પ્રકારની ઘટનાઓ રાતદિવસ બનતી રહે છે. પરંતુ તે દરેકમાં ઘણું બધું અંતર હોય છે. જેમ હિંસાની ઘટનામાં આટલી બધી વિચિત્રતા અર્થાત્ વિવિધતા અને તરતમતા હોય છે, તેમ અહિંસા વ્રતના પાલનમાં પણ ઘણી બધી તરતમતા હોઈ શકે છે. [૩૭] : શાસ્ત્રાન્તરે વૈદિપાના િમિન્નતા प्रतिपक्षान्तरालेन तथा शक्तिनियोगतः ॥५४॥ અનુવાદ : એના (હિંસાના અને અહિંસાના) વિપાકમાં પણ શક્તિના નિયોગથી તથા પ્રતિપક્ષના અંતરાલથી, તત્કાળ કે કાલાન્તરે – એવી ભિન્નતા રહેલી છે. વિશેષાર્થ : હિંસા અને અહિંસાનાં પરિણામ વિશે કોઈને ભ્રમ ન થાય એ માટે કર્મ સિદ્ધાન્તની વાત અહીં રજૂ કરી છે. જગતમાં એવા દાખલાઓ જોવા મળે છે કે માણસ ઘણો ઘાતકી અને હિંસક હોય ને છતાં સુખ ભોગવતો હોય. હિંસક ટોળકીના કોઈ નાયકે કેટલાંયનાં ખૂન કરાવ્યાં હોય કે ધનાઢ્યોને લૂંટી લીધા હોય. આવાં ઘોર કૃત્યો કરવા છતાં એ પોતે આલીશાન મહેલમાં રહેતો હોય અને મહેફિલમાં મોજ માણતો હોય. બીજી બાજુ સતત જીવદયા પાળનાર, અહિંસાધર્મનું પાલન કરનાર વ્યક્તિને કોઈ ભયંકર રોગની વેદના થતી હોય, કોઈક શારીરિક ત્રાસ આપતું હોય કે કોઈક એની હત્યા કરી નાખતું ૨૦૬ 2010_05 Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો સમ્યકત્વ અધિકાર હોય. આવી વિચિત્ર ઘટનાઓ જ્યારે બને ત્યારે ઉતાવળે ભ્રમમાં ન પડતાં શાન્તિથી અને સ્વસ્થતાથી તેનો વિચાર કરવો જોઈએ. જે બધી ઘટનાઓ બને છે તે કર્મ સિદ્ધાન્ત અનુસાર જ બને છે. કર્મ ઉદયમાં આવે ત્યારે એટલે કે વિપાક થાય ત્યારે કર્મ ભોગવાય છે. એમાં એવું નથી કે જે કર્મ બાંધ્યું તે તરત જ ભોગવાઈ જવું જોઈએ. બીજી બાજુ એવું પણ નથી કે તરત ભોગવવાનું ન જ આવે. કર્મો બાંધતી વખતે તેણે જે શક્તિથી તથા જે રસપૂર્વક, જેટલી ઉગ્રતાથી બાંધ્યાં હોય તે પ્રમાણે – એટલે કે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ – અનુસાર ઉદયમાં આવે છે. વળી એવું નથી કે દરેક જીવ સતત શુભ કર્મ કે સતત અશુભ કર્મ જ બાંધ્યા કરે. કર્મબંધ પણ શુભાશુભ પ્રકારનો રહે છે. એટલે ઉદયમાં આવતાં તે તે વસ્તુઓ ભાગ ભજવે છે. એટલે ગ્રંથકાર અહીં કહે છે કે કોઈક કર્મનો વિપાક સદ્ય એટલે તત્કાળ હોય, અત્તમુહૂર્તમાં જ હોય અને કોઈ કર્મનો વિપાક કાલાન્તરે એટલે કે અમુક કાળ પછી હોય. એટલા કાળમાં તો કેટલાંય વર્ષ પસાર થઈ ગયાં હોય, એટલું જ નહિ જીવના એક અથવા અનેક ભવ પસાર થઈ ગયા હોય. શુભ કે અશુભ કર્મ ત્યાં સુધી સત્તામાં રહ્યું હોય છે. - હિંસા અને અહિંસા એ બંનેમાં હિંસાની પ્રતિપક્ષી અહિંસા કહેવાય અને અહિંસાની પ્રતિપક્ષી હિંસા કહેવાય છે. હવે એવું પણ બની શકે કે હિંસાનાં ભારે અશુભ કર્મનો વિપાક થાય તે પહેલાં અન્તરાલમાં એટલે કે વચગાળામાં પૂર્વે અહિંસા દ્વારા બાંધેલાં ભારે શુભ કર્મનો ઉદય થાય તો હિંસાના અશુભ કર્મબંધન પછી દુઃખ ભોગવવાને બદલે અહિંસાના શુભ કર્મના વિપાકને કારણે સુખ ભોગવવાનું આવે. તેવી જ રીતે અહિંસાના ભારે શુભ કર્મનો વિપાક થાય તે પહેલાં વચ્ચે પૂર્વે હિંસા દ્વારા બાંધેલાં અશુભ કર્મનો વિપાક થાય અને અહિંસા ધર્મના પાલન પછી તુરત દુઃખ ભોગવવાનું આવે. કર્મની ઘટમાળ આમ સામાન્ય માણસથી તરત ન સમજાય એવી, વિલક્ષણ પ્રકારની છે. એટલે કોઈ હિંસક જીવને હિંસા કરવા છતાં સુખી જોઈને મૂંઝાવું ન જોઈએ. વિદેશોમાં અને આપણા દેશમાં કેટલાયે માંસાહારી લોકો તથા કતલખાના ચલાવનાર આટલું બધું સુખ કેમ ભોગવે છે ? - એવા પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં આવી જાય છે. કતલખાના ચલાવનાર, માંસાહારમાં રાચતા લોકોને પોતાનાં અશુભ કર્મો મોડાં કે વહેલાં ભોગવવાનો આવે જ છે. વર્તમાન સમયમાં યુરોપ, અમેરિકા, જાપાન વગેરે દેશોમાં માંસાહારી લોકો આટલું બધું ભૌતિક સુખ ભોગવે છે અને ભારતમાં શાકાહારી ગરીબ લોકો આટલું બધું દુઃખ ભોગવે છે, એટલે માંસાહારમાં પાપ નથી એવું કહેનારાઓની સમજણ અધૂરી હોય છે અથવા કર્મ સિદ્ધાન્ત વિશે તેમનું ઘોર અજ્ઞાન હોય છે. [3८०] हिंसाऽप्युत्तरकालीनविशिष्टगुणसंक्रमात् । त्यक्ताविध्यनुबंधत्वादहिसैवातिभक्तितः ॥५५॥ અનુવાદ : હિંસા પણ ઉત્તરકાલીન વિશિષ્ટ ગુણોના સંક્રમણથી, અતિભક્તિથી તથા અવિધિના અનુબંધના ત્યાગથી અહિંસા જ છે. વિશેષાર્થ : હિંસા અને અહિંસાનું સ્વરૂપ કેટલું બધું સૂક્ષ્મ છે તે વિશે અહીં ગ્રંથકાર મહર્ષિ વધુ સમજાવે છે. દેખીતી રીતે દ્રવ્યહિંસા હોય છતાં એને ભાવસભર અહિંસા તરીકે ઘટાવી શકાય છે, પરંતુ એ માટે હિંસા આચરનારનો તેવો શુદ્ધ, શુભ, ઉચ્ચ આશય હોવો જોઈએ. Jain Education Interational 2010_05 Page #253 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કેટલીયે ધર્મક્રિયાઓમાં એકેન્દ્રિય જીવોની સ્કૂલ હિંસા થવાનો સંભવ છે. પરંતુ તે ક્રિયા કરનારમાં હિંસાનો ભાવ નથી, પરંતુ તેની ભક્તિનો આવેગ ઘણો પ્રશસ્ય છે. તેણે અવિધિનો ત્યાગ કર્યો છે. ક્રિયા વિધિપૂર્વક થાય છે તેમજ આવે પ્રસંગે દ્રવ્યહિંસા પછી ઉત્તરકાળમાં જે પ્રશસ્ત ગુણો ખીલે છે એનું ક્રિયા કરનારમાં સંક્રમણ થાય છે. તેને લીધે ધર્મકાર્યમાં તેણે આચરેલી હિંસા પણ અહિંસા બની જાય છે. એટલે કે તે હિંસા હિંસા રહેતી નથી. એક સાદું ઉદાહરણ લઈએ તો કોઈ માણસ પોતાના ઘરે પોતાના સ્નાન માટે પ્રમાદપૂર્વક પાણી ઢોળતો હોય તો તેને હિંસાનો દોષ લાગે, પરંતુ કોઈ માણસ જિનમંદિરમાં ભક્તિભાવપૂર્વક, ઉલ્લાસથી જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જલ વડે પ્રક્ષાલ કરતો હોય અને એનો આશય હિંસાનો ન હોય તો તેને ત્યાં દોષ ન લાગે. ક્યારેક ભક્તિના ઉદ્રેકમાં થોડી અવિવિધ થઈ જાય તો પણ તે નિરનુબંધ હોય છે એટલે કે અશુભ કર્મની પરંપરા તે ઉત્પન્ન કરતી નથી. [૩૮૧] વૃંદમ્ શતોપેતાહિંસા યંત્રોપવર્યંતે । सर्वांशपरिशुद्धं तत्प्रमाणं जिनशासनम् ॥५६॥ અનુવાદ : જેમાં આવા સેંકડો ભેદપ્રભેદ સહિત અહિંસાનું વર્ણન થયેલું છે તે સર્વાંશે પરિશુદ્ધ એવું જિનશાસન પ્રમાણભૂત છે. વિશેષાર્થ : આરંભમાં અન્ય દર્શનોમાં બતાવેલી અહિંસા અને જૈન દર્શનમાં નિરૂપાયેલી અહિંસાની વિભાવના વચ્ચે શો ફરક છે તેની વિગત છણાવટ કરીને ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે અન્ય દર્શનોના મુકાબલે જૈન દર્શનમાં અહિંસાની વિચારણા બહુ જ સૂક્ષ્મ રીતે કરવામાં આવી છે. એ રીતે મન, વચન ને કાયાના યોગ તથા એમાં તરતમતા તથા કરવું, કરાવવું અને અનુમોદવું અને એમાં તરતમતા ઇત્યાદિ દષ્ટિએ વિચારીએ તો અહિંસા ધર્મના સેંકડો ભેદપ્રભેદ જોવા મળે. આટલી બધી સૂક્ષ્મ વિચારણા અન્ય કોઈ દર્શનમાં થઈ નથી. એટલા માટે જ જૈન દર્શનમાં અહિંસાનું નિરૂપણ પરિશુદ્ધ અને પ્રમાણભૂત છે. એમાં કોઈ પરસ્પર વિસંગતિ કે પૂર્વાપર વિરોધ નથી. એમાં બૌદ્ધિક તર્ક છે અને હૃદયની વિશાળ ભાવના પણ છે. [૩૮૨] અર્થોવમપોર્થ વૃત્તિ નિર્ધારનું વિ। आस्तिक्यं परमं चिह्नं सम्यक्त्वस्य जगुर्जिनाः ॥५७॥ અનુવાદ : આ અર્થ છે અને બીજા અનર્થ છે એવું હૃદયમાં નિર્ધારવું—આવું આસ્તિક્ય તે સમ્યક્ત્વનું પરમ ચિહ્ન છે એમ જિનેશ્વરોએ કહેલું છે. વિશેષાર્થ : અહીં બતાવ્યું છે તે પ્રમાણે આસ્તિક્ય એ સમ્યક્ત્વનું પરમ લક્ષણ છે. આસ્તિકતા અથવા આસ્થામાંથી સમ્યક્ત્વનાં અન્ય ચાર લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા પ્રગટ થાય છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે તે જ સત્ય છે, તે જ અર્થયુક્ત છે, તેથી ભિન્ન તે અનર્થરૂપ છે – આવી દૃઢ શ્રદ્ધા, એવો મક્કમ નિર્ધાર જીવમાં જો પ્રગટ થાય તો જ તે મોક્ષનો અધિકારી બની શકે છે. ફક્ત એક અહિંસા વ્રતની બાબતમાં પણ અન્ય દર્શનો અને જૈન દર્શન વચ્ચે કેટલો બધો તફાવત છે તે ગ્રંથકર્તાએ અહીં સવિગત સારી રીતે બતાવ્યું અને સમજાવ્યું છે. અન્ય દર્શનોમાં જ્યારે વિસંગતિ જોવા મળે છે _2010_05 ૨૦૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર બારમો ઃ સમ્યકત્વ અધિકાર ત્યારે જૈન દર્શન સવશે પરિપૂર્ણ જણાય છે. માટે જ જૈન દર્શનમાં, જિનેશ્વર ભગવાનની વાણીમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જે જીવ આ રીતે સમ્યત્વ પ્રાપ્ત કરે છે તે સંસારના પરિભ્રમણના છેલ્લા ફેરામાં અને તેમાં પણ અર્ધપુદ્ગલે પરાવર્તમાં આવી જાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ફક્ત અહિંસા મહાવ્રતની આમ અહીં વિગતે છણાવટ કરી છે. અન્ય ચાર વ્રતોની પણ એ રીતે તુલનાત્મક વિચારણા થઈ શકે. પણ તે અહીં પ્રસ્તુત નથી. સમ્યગ્રદર્શનના એક મહત્ત્વના લક્ષણ અનુકંપાની દૃષ્ટિએ અહિંસાની અહીં વિચારણા થઈ છે. [૩૮૩] શમસંવે નિર્વાનુપમ: પરિષ્કૃતમ્ | दधतामेतदच्छिनं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥५८॥ અનુવાદ : શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા વડે સારી રીતે, અવિચ્છિન્નપણે ધારણ થયેલું સમ્યત્વ સ્થિરતા પામે છે. વિશેષાર્થ : શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ સમ્યક્ત્વનાં પાંચ મુખ્ય લક્ષણ બતાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતે કહે કે પોતાને સમક્તિ થયું છે અથવા અમુક વ્યક્તિને સમક્તિ થયું છે તો તેની ખાતરી શી ? તેની કસોટી કઈ ? સમક્તિીનું પ્રમાણપત્ર કોણ આપી શકે ? કોને માટે આપી શકે ? યૌવનમાં પ્રવેશતાં કિશોર-કિશોરીના શરીરમાં થતા ફેરફારોને નિહાળી શકાય છે, પરંતુ સમક્તિના શરીરમાં એવા સાબિતીરૂપ કોઈ ફેરફારો જોઈ શકાતા નથી. એનો અર્થ એ નથી કે એમની કાયામાં બિલકુલ પરિવર્તન થતું નથી. અવશ્ય થાય છે. પણ તે એટલું સુક્ષ્મ હોય છે કે સામાન્ય નજરે નિહાળી શકાતું નથી. મુખકાન્તિના અવલોકનનો અભ્યાસ કરનારને કદાચ કંઈક અણસાર આવે તો આવે. પરંતુ સમક્તિી જીવને ઓળખવા - પાંચ લક્ષણો બતાવ્યાં છે. જે વ્યક્તિને સમક્તિ થાય છે તેનામાં શમ એટલે ઉપશમ અને સમતા, સંવેગ એટલે મોક્ષની અભિલાષા, નિર્વેદ એટલે ભવભ્રમણ માટે ખેદ, અનુકંપા એટલે જગતના સર્વ જીવો પ્રત્યે દયા અને કરુણાનો ભાવ-આ ચાર લક્ષણો આસ્થા અર્થાત્ આસ્તિક્યના લક્ષણ સાથે અવિચ્છિન્નપણે રહેલાં હોય એટલે કે કુલ પાંચ લક્ષણ હોય તેનું સમ્યક્ત્વ સ્થિરતા પામે છે. | ઉપાધ્યાયજી મહારાજે આ અધિકારમાં અનુકંપાના-અહિંસાના લક્ષણને જ પ્રાધાન્ય આપીને એ વિશે વિસ્તારથી સમજાવ્યું છે. શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા એ ચાર લક્ષણોનો એમણે અહીં કશો વિસ્તાર કર્યો નથી. આ અંતિમ શ્લોકમાં તો શમ, સંવેગ અને નિર્વેદ એ ત્રણ લક્ષણોનો તો માત્ર નામનિર્દેશ જ થયો છે. એની છણાવટ કરવા જતાં ઘણો વિસ્તાર થાય. વળી સમક્તિના તો ૬૭ બોલ છે. એ વિશે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ સઝૂજાય પણ લખી છે અને ષસ્થાનકની ચોપાઈ પણ લખી છે. સમક્તિનો વિષય તો અત્યંત ગહન અને વ્યાપક છે. એ વિશે સ્વતંત્ર દળદાર ગ્રંથ લખી શકાય એટલી વ્યાપક સામગ્રી જૈન શાસ્ત્રગ્રંથોમાં ભરેલી છે. તત્ત્વજિજ્ઞાસુઓએ તેમાંથી મેળવીને એ જોઈ જવા જેવી છે. इति सम्यक्त्वाधिकारः । સમ્યક્ત્વ અધિકાર સંપૂર્ણ ૨૦૯ Jain Education Intemational 2010_05 Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો અધિકાર તેરમો 7k મિથ્યાત્વ-ત્યાગ અધિકાર ઝk [૩૮૪] મિથ્યાત્વિયાતિઃ શુદ્ધ સવિન્દ્ર નાયૉડ્રિનામું अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥१॥ અનુવાદ : મિથ્યાત્વના ત્યાગથી જીવોનું સમ્યકત્વ શુદ્ધ થાય છે. એટલે મહાત્માઓએ એના (મિથ્યાત્વના) ત્યાગ માટે પ્રયત્ન કરવો. ' વિશેષાર્થ : સમ્યક્ત્વના અધિકાર પછી આ મિથ્યાત્વ વિશેનો અધિકાર પૂજ્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજે લખ્યો છે. સમ્યફ એટલે સાચું અને મિથ્યા એટલે ખોટું. સમ્યફ અને મિથ્યા એ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ છે. મોક્ષમાર્ગ માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણેની અનિવાર્યતા છે. એમાં પ્રારંભની દષ્ટિએ સમ્યગદર્શન અર્થાત્ સમક્તિ સૌથી મહત્ત્વનું છે. એ પ્રાપ્ત કરવા માટે જીવે ઘણો ભારે પુરુષાર્થ કરવો પડે છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન. સમ્યગ્દર્શન એ પ્રકાશ છે. મિથ્યાત્વ એ અંધકાર છે. જ્યાં સુધી અંધકાર જાય નહિ ત્યાં સુધી પ્રકાશ આવી ન શકે. અથવા જેવો પ્રકાશ આવ્યો કે તત્ક્ષણ અંધકારનો નાશ થઈ જાય છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ, અધ્યાત્મની દૃષ્ટિએ, મોક્ષમાર્ગની દૃષ્ટિએ જોઈએ તો એકંદરે સમગ્ર સંસાર અજ્ઞાનરૂપી અંધકારથી ભારોભાર ભરેલો છે. તિર્યંચ ગતિના જીવોની વાત જવા દઈએ અને માત્ર મનુષ્યગતિનો જ વિચાર કરીએ તો પણ મિથ્યાત્વના અંધકારને લીધે સંસારમાં ભમતા જીવો અનેક જોવા મળશે. મોક્ષ શું છે એવી સામાન્ય જાણકારી પણ જેને નથી એવા અનેક લોકો વચ્ચે આપણે સંસારમાં રહીએ છીએ. મોક્ષ શું છે એ જાણ્યા પછી એ પ્રત્યે રુચિ કે ભાવ બિલકુલ ન થતાં હોય એવા પણ કેટલા બધા લોકો જોવા મળે છે. જીવને મિથ્યાત્વ તરફ ખેંચનારાં અને પકડી રાખનારાં સાંસારિક પ્રલોભનો અને પરિબળો પણ ઓછાં નથી. સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એક અપેક્ષાએ પરસ્પર સંલગ્ન છે. પરંતુ તે બાજુ બાજુમાં રહેલી એવી કોઈ બે જુદી જુદી નક્કર વસ્તુ નથી કે એકને ઉઠાવી લેવાય તો ત્યાં તલ્લણ માત્ર બીજી જ વસ્તુ રહે. વસ્તુતઃ સમ્યકત્વ અને મિથ્યાત્વ બંનેમાં પાર વગરનું વત્તાઓછાપણું અર્થાતુ તરતમતા છે. એટલે એકની માત્રા વધતી જાય તો બીજાની ઘટતી જાય. એટલે સમ્યક્ત્વ વધુ નિર્મળ થઈ શકે છે અને વધુ મલિન પણ થઈ શકે છે. જીવ મિથ્યાત્વ વિશેની પોતાની સમજણ સ્પષ્ટ કરે ને એનો ત્યાગ કરવાનો જેમ જેમ વધુ અને વધુ પુરુષાર્થ કરે તેમ તેમ તેનું સમ્યક્ત્વ શુદ્ધ થતું જાય છે. વળી શુદ્ધ થયેલા સમક્તિને ટકાવી રાખવા માટે પણ ખૂબ ઉદ્યમ એટલે પુરુષાર્થની અપેક્ષા રહે છે. હાથમાં આવેલું સમ્યક્ત્વ ચાલ્યું ગયું હોય એવી પણ અનેક ઘટનાઓ બનતી જ રહે છે. આધ્યાત્મિક ક્ષેત્રે આંતરિક પુરુષાર્થની આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. ૨૧૦ Jain Education Intemational 2010_05 Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકા૨ તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૩૮૫] નાસ્તિ નિત્યો ન ત = ન મોાત્મા ન નિવૃત્તિ:। तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥२॥ અનુવાદ : આત્મા નથી, તે નિત્ય નથી, તે કર્તા નથી, તે ભોક્તા નથી, મોક્ષ (નિવૃતિ) નથી, તેનો ઉપાય નથી – એમ મિથ્યાત્વનાં છ પદ કહેવાય છે. વિશેષાર્થ : ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં ભિન્નભિન્ન દર્શનોએ આત્મતત્ત્વની અને સંસારના સ્વરૂપની ગવેષણા કરી છે અને આત્મા વિશે દરેકે પોતાનો મત દર્શાવ્યો છે. ચાર્વાક દર્શન આત્મતત્ત્વમાં અને જન્મજન્માન્તરમાં માનતું નથી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ દર્શનો આત્મતત્ત્વમાં માને છે અને જન્મજન્માન્તરમાં માને છે. બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે, પણ જન્મજન્માન્તરમાં માને છે. સાંખ્ય દર્શન આત્માને એકાન્તે નિત્ય માને છે. જૈન દર્શન આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. જગતના કર્તૃત્વ વિશે ભિન્નભિન્ન દર્શનોનો ભિન્નભિન્ન મત છે. આત્મતત્ત્વની જેવી ગહન, યથાર્થ, બુદ્ધિગમ્ય વિચારણા જૈન દર્શનમાં થઈ છે એવી અન્ય કોઈ દર્શનમાં થઈ નથી. જૈન દર્શન આત્મા વિશે નીચેનાં છ મુખ્ય પદ અથવા સ્થાનક આપે છે : ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. આ છ પદમાં શ્રદ્ધા ન હોવી એ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વનાં છ પદ છે : (૧) આત્મા નથી (૨) આત્મા નિત્ય નથી (૩) આત્મા કર્મનો કર્તા નથી (૪) આત્મા કર્મનો ભોક્તા નથી (૫) મોક્ષ નથી અને (૬) મોક્ષનો ઉપાય નથી. આત્મા વિશે માત્ર આ છ જ પદ અને બીજું કશું નથી એવું નથી. આત્મતત્ત્વની વિચારણા ભિન્નભિન્ન દૃષ્ટિથી થઈ છે અને તેનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. પરંતુ આત્મતત્ત્વ વિશે પાયાની વાત આ છ પદમાં સમાઈ જાય છે. આ છ પદના પણ ત્રણ વિભાગ પાડી શકાય છે. તે આ રીતે : (૧) આત્મા છે અને તે નિત્ય છે. (૨) આત્મા પોતાનાં કર્મનો કર્તા છે અને ભોક્તા છે અને (૩) મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ ત્રણ વિભાગને માટે પણ જો એક જ વાક્ય પ્રયોજવું હોય તો એમ કહી શકાય કે નિત્ય એવો આત્મા જો પોતાનાં કર્મોના કર્તૃત્વ અને ભોક્તૃત્વમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભારતીય દર્શનોમાં આત્મા વિશે જે ભિન્નભિન્ન માન્યતા છે તે મુજબ કોઈક એમ કહે છે કે આત્મા જેવું કશું છે જ નહિ, કોઈક એમ કહે છે કે આત્મા છે પણ તે નાશવંત છે, નિત્ય નથી. કોઈક કહે છે કે આત્મા છે અને તે નિત્ય છે, પણ તે કર્મનો કર્તા નથી. કોઈક કહે છે કે તે કર્મનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. કોઈક કહે છે કે મોક્ષ જેવી કોઈ ચીજ નથી અને કોઈક કહે છે મોક્ષ છે પણ એ માટે કોઈ ઉપાય કરવાની જરૂર નથી. ચાર્વાક મત, બૌદ્ધ મત, સાંખ્ય મત, યાજ્ઞિક મત, માંડલિક મત વગેરેની આત્મા વિશેની અવધારણા કંઈક અસ્પષ્ટ અને અપૂર્ણ છે. જૈન દર્શને આત્મા વિશે જેવું ગહન અને પરિપૂર્ણ ચિંતન કર્યું છે એવું અન્યત્ર ક્યાંય થયું નથી. આમાં કોઈ સંકુચિત અભિમાનની વાત નથી પણ તટસ્થ વિચારણા છે. એટલા માટે જ ઠેઠ પ્રાચીન કાળથી મોટા મોટા અન્યધર્મી દાર્શનિકો પણ જૈન દર્શન તરફ આકર્ષાતા રહ્યા છે. 2010_05 ૨૧૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર, જ્યાં સુધી આત્મા વિશેનાં આ છ પદમાં પૂર્ણ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી સમ્યગદર્શન ન થાય. સમ્યગ્રદર્શનથી વિપરીત તે મિથ્યાદર્શન છે. એ બંને માટે ટૂંકા શબ્દો “સમ્યકત્વ (સમક્તિ)” અને “મિથ્યાત્વ વપરાય છે. જ્યાં સુધી આત્મા વિશેની ઊંધી માન્યતા છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. કેટલાકનું મિથ્યાત્વ એટલું ગાઢ હોય છે કે છએ પદમાંથી એક પણ પદમાં એમની શ્રદ્ધા હોતી નથી. કોઈક ચાર પદ કે પાંચ પદમાં શ્રદ્ધા ધરાવે, પણ એક અથવા બે પદમાં શ્રદ્ધા ન ધરાવે એવું પણ સંભવી શકે છે. તો પણ એમાં મિથ્યાત્વ તો રહેલું છે. એટલા માટે જીવે આત્મા વિશેનાં આ છ પદમાં બધામાં જ સંપૂર્ણ શ્રદ્ધા ધરાવવી જોઈએ. એ એને માટે હિતાવહ છે. જેઓ મિથ્યાત્વી છે તેઓની માન્યતામાં ક્યાં ક્યાં સુટિ રહેલી છે તે એક પછી એક પદ લઈને આ અધિકારના હવે પછીના શ્લોકોમાં ઉપાધ્યાયજી મહારાજે સમજાવ્યું છે. ૩િ૮૬] સ્તર્યાત્મવેઠુદ્ધ-વ્યવહાવિનંધનમ્ | अयमेव च मिथ्यात्वध्वंसी सदुपदेशतः ॥३॥ અનુવાદ : આનાથી છ પદની) વિપરીત માન્યતાથી શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. સદુપદેશથી એ મિથ્યાત્વનો નાશ કરનાર થાય છે. વિશેષાર્થ : “આત્મા જેવું કંઈ છે જ નહિ એવી માન્યતા તે મિથ્યાત્વ છે. “આત્મા નથી' એવી પહેલી માન્યતામાંથી “આત્મા નિત્ય નથી' ઇત્યાદિ બાકીની પાંચ માન્યતાઓ ફલિત થાય છે અને એમ આવી છ વિપરીત માન્યતાઓ મિથ્યાત્વથી ભરેલી છે. જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં વ્યવહાર પણ એ પ્રકારનો હોય. “આત્મા નથી' એમ માનવામાં આવે તો પછી પ્રેમ, ભક્તિ, વિનય, દાન, દયા, પરોપકાર, સહકાર, સત્કાર, બહુમાન વગેરે વ્યવહારની ઘણી બધી વાતો નિરર્થક કે અનાવશ્યક ઠરશે. એનો અર્થ એ થયો કે એવી વિપરીત અને મિથ્યાત્વયુક્ત માન્યતાથી શુદ્ધ (અથવા શુભ) વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. શુદ્ધ વ્યવહાર અને આત્મા વિશેની ઊંધી માન્યતા એ બેનો મેળ થઈ શકે નહિ. પરંતુ જો સાચો ઉપદેશ આપવામાં આવે અને તે ગ્રહણ કરવામાં આવે એટલે કે આત્મા છે, આત્મા ક્ષણિક નહિ પણ નિત્ય છે, મોક્ષ છે અને એનો ઉપાય છે એવી માન્યતા શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવે તો દાન, દયા, શુભાશુભ કર્મ અને તેનાં ફળ, વિનય, ભક્તિ, બહુમાન વગેરે વ્યવહારની બધી વાતો બરાબર યોગ્ય ઠરે અને એમ થાય તો તેથી મિથ્યાત્વનો ધ્વંસ થાય છે. મિથ્યાત્વનો ધ્વંસ થતાં દાન, દયાની લૌકિક પ્રવૃત્તિઓની યોગ્યતા અને યથાર્થતા સમજાય છે. વળી એથી મોક્ષપ્રાપ્તિની પારમાર્થિક પ્રવૃત્તિની યથાર્થતા પણ દઢ થાય છે. એથી “આત્મા છે વગેરે છ પદો અથવા સ્થાનકો જે સમ્યગદર્શનના કારણભૂત છે તે માટેની શ્રદ્ધા દઢમૂલ બને છે. [૩૮૭ નાસ્તિત્વવિદે નૈવોપશો નોશી | तस्य कस्योपकारः स्यात्संदेहादिव्युदासतः ॥४॥ અનુવાદ : નાસ્તિત્વાદિનો આગ્રહ હોય, તો ઉપદેશ પણ ન હોય અને ઉપદેશક પણ ન હોય. તેનો ઉપકાર પણ કોના ઉપર થાય? કારણ કે તે તો સંદેહ વગેરેને દૂર કરવાથી થાય છે. ૨૧ ર Jain Education Intemational 2010_05 Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર વિશેષાર્થ : મિથ્યાત્વનાં છ પદમાંથી પહેલા પદની અહીં વિચારણા કરવામાં આવી છે. કેટલાક માને છે કે આત્મા જેવું કશું જ નથી. તેઓ નાસ્તિવાદી છે અથવા નાસ્તિક છે. તેઓ આત્મામાં ન માનતા હોવા છતાં પણ જો કદાચ જીવનવ્યવહારમાં માનતા હોય તો દાન, દયા, સેવા, પરોપકાર વગેરે તત્ત્વો આવ્યા વગર રહેશે નહિ. જો તેઓ વ્યવહારનો સદંતર લોપ જ કરતા હોય અને આત્મા જેવું કંઈ છે જ નહિ એમ પણ કહેતા હોય તો પછી બીજાના હિત-અહિતની વાત ઘટતી નથી. આમ, જો ઉપદેશ જ ન હોય તો ઉપદેશક પણ ક્યાંથી હોય ? તો પછી ઉપકારની વાત ક્યાંથી બંધબેસતી લાગે ? વસ્તુતઃ સંસારમાં પરિભ્રમણ કરતા જીવો ઉપર ઉપકાર થાય છે જ કારણ કે જીવોના સંશયો દૂર થાય તો એમના ઉપર ઉપકાર થાય. આમ નાસ્તિકવાદ જો સ્વીકારવામાં આવે અને એનો આગ્રહ રાખવામાં આવે તો પછી હિતાહિત-ઉપકાર, ઉપદેશ વગેરેની વાતો એની સાથે બંધ બેસશે નહિ. [૩૮૮] વેષાં નિશ્ચય વેદો વ્યવહારસ્તુ સંસ્કૃતઃ । विप्राणां म्लेच्छभाषेव स्वार्थमात्रोपदेशनात् ॥५॥ અનુવાદ : જેમ બ્રાહ્મણોને મ્લેચ્છ ભાષા સ્વાર્થ પૂરતી બોલવાની છૂટ છે, તેમ જેમને માત્ર નિશ્ચય નય જ ઇષ્ટ છે તેમને માટે વ્યવહાર તો (નિશ્ચયનો) ઉપદેશ કરવા પૂરતો સંગત છે. વિશેષાર્થ : જેઓ નિશ્ચયવાદી છે તેઓને તો માત્ર નિશ્ચયનય જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે વ્યવહા૨ તો માત્ર નિશ્ચયના અર્થનો ઉપદેશ કરવા પૂરતો છે. તેઓ વ્યવહારને સ્વીકારતા નથી, પણ અપવાદરૂપે એનો આશ્રય લે છે. હવે કોઈ પ્રશ્ન કરે કે જો તમને માત્ર નિશ્ચયનય જ ઇષ્ટ અને અભિપ્રેત હોય અને એ માટે જ તમારો આગ્રહ હોય તો પછી તમે વ્યવહારની વાત જ શા માટે કરો છો ? એમ કરવાથી તમારો નિશ્ચયવાદ દૂષિત ન થાય ? આ દલીલનો જવાબ નિશ્ચયવાદીઓ એવો આપે છે કે જે વ્યવહારનો કથંચિત્ આશ્રય લેવામાં આવે છે તે તો નિશ્ચયના સમર્થન માટે જ છે. જેમ કે બ્રાહ્મણોએ પોતાની શુદ્ધ સંસ્કૃત ભાષા જ બોલવી જોઈએ. મ્લેચ્છની યવની ભાષા તેમનાથી બોલાય જ નહિ. બ્રાહ્યો ન સ્નેચ્છિતવ્ય:। એમ કહેવાયું છે. વળી કહેવાયું છે કે ‘કંઠે પ્રાણ આવે તો પણ બ્રાહ્મણોએ યવનની ભાષા બોલવા લાયક નથી.' આવો આદેશ હોવા છતાં વ્યવહારમાં એવા કેટલાક પ્રસંગો ઊભા થાય છે કે જ્યારે પોતાને મ્લેચ્છની ગરજ હોય અને મ્લેચ્છ જો બ્રાહ્મણની ભાષા ન જાણતો હોય, તો પોતાનું કામ કરાવવા માટે એટલે કે સ્વાર્થ માટે થોડીક મ્લેચ્છ ભાષા બોલી લેવી પડે છે. પણ આવી રીતે મ્લેચ્છ ભાષા બોલવાથી મ્લેચ્છ ભાષા પ્રત્યે આદર વ્યક્ત થતો નથી. પોતાના સ્વાર્થ પૂરતો જ તેનો ઉપયોગ થાય છે. તેવી રીતે વ્યવહારનયનો ઉપયોગ નિશ્ચયનયના સ્વાર્થ માટે થાય છે, અન્યથા નહિ. એટલે નિશ્ચયનય દૂષિત થતો નથી. [૩૮૯] યથા વનમાત્માનં નાનાન: શ્રુતવતી । श्रुतेन निश्चयात्सर्वं श्रुतं च व्यवहारतः ॥६॥ અનુવાદ : જેમ શ્રુતકેવલી નિશ્ચયથી શ્રુત વડે કેવળ આત્માને જાણે છે, તેમ વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે. _2017_05 ૨૧૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : કેટલાક નિશ્ચયનયવાદીઓ નિશ્ચયનય ઉપર જ ભાર મૂકે છે અને વ્યવહારનું જરા પણ મૂલ્ય આંકતા નથી. તેઓ પોતાના દૃષ્ટિકોણથી જ અર્થઘટન કરે છે. તેઓ ઉદાહરણ આપે છે શ્રુતકેવલીનું. શ્રુતકેવલી કોને કહેવાય ? શ્રુતકેવલી શબ્દનો અર્થ શો ? નિશ્ચયનયવાદીઓ કહે છે કે શ્રુતજ્ઞાન વડે જે કેવળ આત્માને જાણે છે તે શ્રુતકેવળી. અહીં કેવળ આત્મા એટલે સંપૂર્ણ આત્મા. પરંતુ કોઈ જીવે પોતાના આત્માને સંપૂર્ણપણે જાણ્યો છે કે નહિ તેની પ્રતીતિ શી રીતે થાય ? એટલે વ્યવહારનયનો આશ્રય લેવો પડશે. વ્યવહારનય પ્રમાણે જે જીવ સર્વ શ્રુતને જાણે-ચૌદ પૂર્વને જાણે તે શ્રુતકેવલી, એટલે કે શ્રુતજ્ઞાનને વિશે કેવળી જેવા. શ્રુતકેવલી ભગવંત સકલ જ્ઞાનને સંશયરહિતપણે જાણે છે. વળી શ્રુતજ્ઞાન એટલે આત્મજ્ઞાન અર્થાત્ જ્ઞાન જ આત્મા છે. એટલે શ્રુતકેવલી સર્વશ્રુત દ્વારા આત્માને સંપૂર્ણપણે જાણે છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય એમ બંને નયથી ‘શ્રુતકેવલી' શબ્દ ઘટાવાય છે. [૩૯૦] નિશ્ચયાર્થીન્ન નો સાક્ષાત્વનું નાપિ પર્વતે । व्यवहारो गुणद्वारा तदर्थावगमक्षमः ॥७॥ અનુવાદ : અહીં નિશ્ચયનયના અર્થને સાક્ષાત્ કહી શકવાને કોઈ સમર્થ નથી. પરંતુ વ્યવહારનય ગુણ દ્વારા તેના અર્થનો બોધ કરાવવા સક્ષમ છે. વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ જોઈએ તો આત્માનો સંપૂર્ણપણે જેઓએ અનુભવ કર્યો છે તેઓ પણ પોતાના અનુભવને શબ્દમાં યથાતથ્ય વર્ણવવા સમર્થ નથી, કારણ કે એ અનુભવ વચનાતીત છે. એટલે નિશ્ચયના અર્થને સાક્ષાત્ કહી શકવા કોઈ સમર્થ નથી. તેમ છતાં વ્યવહારનય નિશ્ચયનયના ગુણનું પ્રતિપાદન કરી શકે છે. એટલે વ્યવહારનય આત્માને ચેતન, સચ્ચિદાનંદ, જ્ઞાયક વગેરે શબ્દો દ્વારા ઓળખાવે છે. પરંતુ વ્યવહારનયનું પ્રતિપાદન ગમે તેટલું સારું હોય તો પણ અપૂર્ણ જ રહેવાનું. છેવટે એને નિશ્ચયનો જ આશ્રય લેવો પડશે. આમ નિશ્ચયનયવાદીઓ વ્યવહારનયને ગૌણ માને છે. [૩૯૧] પ્રાધાન્ય વ્યવહારે ચેન્ન તેમાં નિશ્ચયે થમ્ । परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोर्द्वयोः ॥८॥ અનુવાદ : જેઓને વ્યવહારને વિશે પ્રાધાન્ય હોય તેઓને નિશ્ચય વિશે ક્યાંથી હોય ? શબ્દાત્મા (વ્યવહાર) અને જ્ઞાનાત્મા (નિશ્ચય) એમ બંનેના સ્વ-અર્થ અને પર-અર્થ સરખા હોય છે. વિશેષાર્થ : વ્યવહારનય અને નિશ્ચયનયની આ વિચારણામાં વ્યવહારનયવાદીઓની એક દલીલ અહીં ૨જૂ ક૨વામાં આવી છે. જો એમ કહેવામાં આવે કે નિશ્ચયનય જ પ્રધાન છે, તો એના પ્રાધાન્ય માટે કશાકની ગૌણતા હોવી જોઈએ ને ? એક વસ્તુ ગૌણ હોય તો જ બીજી વસ્તુ પ્રધાન ગણાય. પણ ગૌણ વસ્તુ જેવું કશું હોય જ નહિ તો બીજી કોઈ વસ્તુનું પ્રાધાન્ય કેવી રીતે સિદ્ધ થાય ? એટલે વ્યવહારનયને ગૌણ ગણીએ તો જ નિશ્ચયનયનું પ્રાધાન્ય જણાશે. મતલબ કે વ્યવહારનયની ઉપેક્ષા થઈ શકશે નહિ. તેવી રીતે જો વ્યવહારનયને પ્રધાન ગણવામાં આવે તો તેથી નિશ્ચયનયની ઉપેક્ષા થઈ શકશે નહિ. 2010_05 ૨૧૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વાગ અધિકાર જયારે બે નય સામસામા કે પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે એકનો પોતાનો જે અર્થ હોય તે અર્થ બીજાને માટે પારકો કે અસ્વીકાર્ય બને. એટલે બંનેના સ્વાર્થ અને પરાર્થ સરખા હોય છે. નિશ્ચયનયને જ્ઞાનાત્મા અથવા જ્ઞાનસ્વરૂપ તરીકે અને વ્યવહારનયને શબ્દાત્મા અથવા શબ્દસ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ સંકેતરૂપ છે અને જ્ઞાન બોધરૂપ છે. એટલે જેટલા સ્વાર્થ જ્ઞાનાત્માના છે તેટલા પરાર્થ શબ્દાત્માના છે અને જેટલા સ્વાર્થ શબ્દાત્માના છે તેટલા પરાર્થ જ્ઞાનાત્માના છે. એટલે તે દરેકના સ્વાર્થ અને પરાર્થે સરખા અથવા તુલ્ય બની જાય છે. આમ દરેક નય પોતાના સ્થાનમાં પ્રધાન અને અન્યના સ્થાનમાં ગૌણ બને છે. એટલે બંને નયની ઉપયોગિતા છે. [૩૨] પ્રથાના વ્યવહારની તતતષ્ઠવારિ IIમ્ मिथ्यात्वरूपतैतेषां पदानां परिकीर्तिता ॥९॥ અનુવાદ : વ્યવહારના પ્રાધાન્યને લીધે તેનો વ્યવહારનો) ઉચ્છેદ કરનારાનાં તે તે પદોનું મિથ્યાત્વપણું કહ્યું છે. વિશેષાર્થ : “આત્મા નથી', “આત્મા નિત્ય નથી” વગેરે જે છ પદો મિથ્યાત્વનાં કહ્યાં તેની નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ કરેલી વિચારણાનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી અહીં કહે છે કે આ પદો દાનાદિ વ્યવહારનો ઉચ્છેદ કરનારાં છે. પરંતુ વ્યવહારનું પ્રાધાન્ય અમુક અપેક્ષાએ સ્વીકારવું પડશે. તે વ્યવહારનય જ જોઈએ, નિશ્ચયનય નહિ જ – એવી માન્યતા જેમ ભૂલભરેલી છે, તેમ ફક્ત નિશ્ચયનય જ સાચો, વ્યવહારનય જોઈએ જ નહિ – એવી માન્યતા પણ અપૂર્ણ છે. વસ્તુતઃ જ્યાં જ્યાં જેને જેને પ્રાધાન્ય હોય ત્યાં ત્યાં તે સ્વીકારીને નિશ્ચય અને વ્યવહાર વચ્ચે સમતુલા જાળવવાથી જ યથાર્થ દર્શન અને યથાર્થ બોધ થાય છે. તત્ત્વગવેષણામાં જડ એકાન્તિકતા બાધકરૂપ બને છે. એટલે ‘આત્મા નથી' વગેરે છ પદો વ્યવહારનો ઉચ્છેદ કરનારાં હોવાથી મિથ્યાત્વરૂપ જ છે. [૩૯૩ નાયૅવાતિ વાર્તાના પ્રત્યક્ષાનુપત્નમઃ | अहंताव्यपदेशस्य शरीरेणोपपत्तितः ॥१०॥ અનુવાદ : ચાર્વાક કહે છે કે પ્રત્યક્ષપણે આત્મા દેખાતો નથી માટે તે છે જ નહિ. અહંતા(હુંપણા)નો વ્યવહાર (વ્યપદેશ) તો શરીરથી થઈ શકે છે. વિશેષાર્થ : ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શન અથવા લોકાયત દર્શન અનોખું છે. તે અઢી હજાર વર્ષ કે તેથી પણ પ્રાચીન મનાય છે. તે આત્મા જેવા તત્ત્વમાં માનતું ન હોવાથી તેને નાસ્તિક દર્શન કહેવામાં આવે છે. ચાર્વાકો ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. જે વસ્તુઓ ઇન્દ્રિયોથી જણાય એટલી જ તે સ્વીકારે છે. શરીર એ જ ચેતન છે. જુદો આત્મા માનવાની જરૂર નથી. જડ તત્ત્વોનો અમુક પ્રકારે સંયોગ થાય તો એમાં ચૈતન્યનો સંચાર થાય છે એમ તેઓ કહે છે. એટલા માટે ચાર્વાક દર્શનને ભૂતચૈતન્યવાદી કહેવામાં આવે છે. તે આત્મા, પૂર્વજન્મ, જન્માન્તર, સ્વર્ગ, નરક, મોક્ષ, ઈશ્વર, કર્મ ઇત્યાદિમાં માનતું નથી. તે કહે છે કે દેહ ભસ્મીભૂત થયા પછી તેનો પુનર્જન્મ નથી. માટે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી ખાઈ પીને સુખમાં જીવવું એ તેની ફિલસૂફી છે. ૨૧૫ Jain Education Intemational 2010_05 Page #261 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ શ્લોકમાં ચાર્વાક દર્શનની મુખ્ય માન્યતા બતાવી છે. ચાર્વાક અથવા ચાર્વાકવાદીઓ કહે છે કે આત્મા જેવું કંઈ છે જ નહિ. જો હોય તો દેખાય કેમ નહિ ? જેમ ઘટ (ઘડો), પટ (વસ્ત્ર) આપણે ઇન્દ્રિય વડે નજરે જોઈ શકીએ છીએ, એવી ચીજોના અસ્તિત્વ વિશે આપણે ક્યારેય શંકા કરી નથી. પણ આત્મા વિશે તેમ કહી શકાય એમ નથી. બધા “આત્મા” “આત્મા’ કહ્યા કરે છે, તો પણ કોઈક તો પોતાનો આત્મા કાઢીને બતાવો તો ખરા, કે જેથી તે કાળો છે કે ગોરો છે, ઊંચો છે કે નીચો છે તેની ખબર પડે. પરંતુ હજુ સુધી કોઈએ પોતાનો આત્મા બહાર કાઢીને બતાવ્યો નથી. એટલે આત્મા છે એમ માનવું એ ભ્રમભરેલું છે. કોઈક પ્રશ્ન કરે કે જો આત્મા નથી તો અહંતા એટલે હું પણાનો અનુભવ કોને થાય છે ? “હું સુખી છું કે હું દુઃખી છું એવો અનુભવ કેવી રીતે થાય છે ? એના ઉત્તરમાં ચાર્વાકવાદીઓ કહે છે કે પંચમહાભૂતના એટલે કે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશના સમુદાયથી જે શરીર ઉત્પન્ન થાય છે તે શરીરને જ આવો અનુભવ થાય છે. તે શરીર એવી જ્ઞાનશક્તિ ધરાવે છે. એ શક્તિ પંચમહાભૂતોના એકત્ર થવાથી જ ઉત્પન્ન થાય છે. એટલે એ માટે સ્વતંત્ર આત્મતત્ત્વ માનવાની કંઈ જરૂર નથી. (૩૯૪] Hદો મm: પ્રત્યેમસતી તથા / ___ मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥११॥ અનુવાદ : જેમ મદ્યનાં અંગોમાં પ્રત્યેકમાં મદ્યની સ્પષ્ટતા-શક્તિ (વ્યક્તિ) થતી નથી, પરંતુ એકત્રિત થવાથી થાય છે તેમ ભૂતો (પંચમહાભૂત) એકત્રિત થવાથી જ્ઞાનની સ્પષ્ટતા-શક્તિ (વ્યક્તિ) મનાય છે. વિશેષાર્થ : ચાર્વાકવાદીઓ આત્મામાં માનતા નથી. તેઓ ફક્ત પાંચ ઇન્દ્રિયોવાળા શરીરમાં માને છે. હવે કોઈ પ્રશ્ન કરે કે શરીર થાય છે કેવી રીતે ? માણસ હાલચાલે છે, વૃદ્ધ થાય છે, મૃત્યુ પામે છે એ બધું કોણ કરે છે ? કેવી રીતે થાય છે ? ચાર્વાકવાદીઓ કહે છે કે પંચમહાભૂત એકત્ર થાય છે ત્યારે તેમાંથી દેહ નિર્માય છે અને એમાં હું સુખી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું જેવી જ્ઞાનશક્તિ પેદા થાય છે. એ પંચમહાભૂતો અમુક જ ક્રમે અમુક રીતે ભેગાં થાય ત્યારે એમાંથી જીવોત્પત્તિ થાય છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ (તેજ) અને આકાશ એ પાંચ મહાભૂતો-પદાર્થોમાં દરેકમાં સ્વતંત્ર રીતે જીવને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, પણ એ પાંચે અમુક રીતે પિંડરૂપે એકત્ર થવાં જોઈએ. એ માટે ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ મહૂડાનાં કે ધતૂરાનાં ફૂલ, ગોળ, પાણી એ પ્રત્યેક મદ્ય એટલે કે મદીરાનાં અંગ છે, પરંતુ તે મદીરા બનાવી શકતાં નથી, પણ પાંચેનું અમુક રીતે મિશ્રણ થાય ત્યારે તેમાંથી દારૂ થાય છે. તેવી રીતે પાંચ મહાભૂતો એકત્ર થતાં તેમાંથી જીવની ઉત્પત્તિ થાય છે. એ મહાભૂતોમાં જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. અનાત્મવાદી ચાર્વાકવાદીઓની આ માન્યતા છે. ૨૧૬ Jain Education Intemational 2010_05 Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૩૯૫] રવાં વિવૈવિપિ નાત્મવાદિતમ્ | स्वाभाविकस्य भेदस्य ग्रावादिष्वपि दर्शनात् ॥१२॥ અનુવાદ : રાજા-રંકાદિની વિચિત્રતા પણ આત્માના બળથી નથી, કારણ કે એવો સ્વાભાવિક ભેદ તો પાષાણાદિકમાં પણ દેખાય છે. વિશેષાર્થ : આ જગતમાં ગરીબ અને તવંગર, રાજા અને રંક, રોગી અને નીરોગી, સુખી અને દુઃખી આવા આવા ભેદો કેમ દેખાય છે ? કેટલાક કહે છે કે આત્માના તેવા શુભ કે અશુભ કર્મને લીધે તેમ દેખાય છે. પરંતુ ચાર્વાક કહે છે કે એટલા માટે આત્મા જેવાં દ્રવ્યને માનવાની કંઈ જરૂર નથી. રાજા અને રંક કે ઊંચ-નીચના ભેદ તો જગતમાં પહેલેથી જ કુદરતી છે. તે પંચમહાભૂતોની ઉત્પત્તિને લીધે છે. હવે તમે જો એમ કહો કે કર્મના ભેદને કારણે એમ થાય છે તો પછી જડ છે , જેમકે પથ્થર(ગ્રાવા)માં કેટલા બધા ભેદ છે ! કોઈ લીલો છે, તો કોઈ કાળો છે; કોઈ લીસ્સો છે, તો કોઈ ખરબચડો છે; કોઈ કઠણ છે, તો કોઈ પોચો છે. પથ્થરમાં ક્યાં આત્મા છે ? પથ્થરે વળી ક્યાં શુભ કે અશુભ કર્મો કર્યા છે ? છતાં આ ભેદ નજરે જોવા મળે છે. એટલે વસ્તુતઃ એ ભેદ પણ સ્વાભાવિક છે અથવા કુદરતી છે. એટલે જગતમાં પહેલેથી આવી વિચિત્રતાઓ જોવા મળતી હોવાને કારણે આત્મા જેવી વાતને માનવાની જરૂર નથી. આ ચાર્વાકવાદીઓનો મત છે. એનો જવાબ હવે પછી આવશે. ૩િ૯૯ી વચ્ચે તે વાત્મા પરારંજિffમઃ | दृष्टवान् न च कोऽप्येनं प्रमाणं यद्वचो भवेत् ॥१३॥ અનુવાદ ઃ (શાસ્ત્રોના) વાક્યો વડે પણ આત્મા જાણી શકાતો નથી, કારણ કે તે પરસ્પર વિરુદ્ધ છે. વળી કોઈએ એને જોયો નથી કે જેથી એનું વચન પ્રમાણ થાય. વિશેષાર્થ: ચાર્વાકવાદીઓ પોતાના મતના સમર્થનમાં આત્માના અસ્તિત્વ વિશે નીચે પ્રમાણે બે વાત અહીં રજૂ કરે છે : (૧) વાક્યો વડે આત્મા જાણી શકાતો નથી. આ વાક્યો તે શાસ્ત્રોનાં વાક્યો. ચાર્વાકવાદીઓ કહે છે કે સાંખ્ય, નૈયાયિક, મીમાંસક, જૈન, બૌદ્ધ ઇત્યાદિ દર્શનોમાં પરસ્પર વિરુદ્ધ એવાં વાક્યો છે. એથી આત્મા જેવું તત્ત્વ છે કે નહિ તે વિશે ગૂંચવાડો ઊભો થાય છે. કોઈક કહે છે કે આત્મા યજ્ઞાદિ કરવાથી સ્વર્ગમાં જાય છે. કોઈક કહે છે કે પાણીના પરપોટા જેવો આત્મા ઘડીકમાં નષ્ટ થઈ જવાનો છે. કોઈક કહે છે કે સર્વ કર્મનો ક્ષય થતાં આત્મા મોક્ષગતિ પામે છે. શાસ્ત્રોમાં આવાં આવાં પરસ્પર વિરુદ્ધ વાક્યો આવે છે. એટલે શાસ્ત્રપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણથી આત્મા સિદ્ધ થતો નથી. (૨) વળી કોઈ પણ શાસ્ત્રકારે કે અન્ય કોઈએ જાતે આત્માને જોયો હોય અને અમને બતાવી શકે એમ હોય તો એનું વચન પ્રમાણભૂત માની શકાય. પણ હજુ સુધી એવો કોઈ માણસ અમને જોવા મળ્યો નથી. ૨૧૭ Jain Education Intemational 2010_05 Page #263 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૩૯૭] માત્માને પરત્નોÉ ર ક્રિયે વિવિઘાં વા भोगेभ्यो भ्रंशयत्युच्चैर्लोकचित्तं प्रतारकः ॥१४॥ અનુવાદ : ધૂર્ત માણસ (પ્રતારક) આત્મા, પરલોક તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ વિશે કહીને લોકોનાં ચિત્તને ભોગોથી અત્યંત ભ્રષ્ટ કરે છે. વિશેષાર્થ : આત્મામાં ન માનનાર ચાર્વાક દર્શનવાળાઓ અધ્યાત્મવાદીઓ પર આક્ષેપ કરે છે. તેઓ તેઓને ધૂર્ત, ઠગારા તરીકે ઓળખાવે છે. તેઓ સંસારમાં ભોળા માણસો આગળ આત્માની, પરલોકની અને પરમાત્માની વાતો કરે છે. પણ કોણે આત્મા જોયો છે કે પરલોક કે પરમાત્માને જોયો છે ? તેઓ પરલોકની વાત કરે છે. પણ ક્યાં છે પરલોક ? વળી તેઓ શુભ કર્મ, અશુભ કર્મ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરેની વાહિયાત વાતો કરે છે. તેઓ દાન કરવાની કે તપ કરવાની કે વિવિધ ક્રિયા કરવાની ભલામણ કરે છે. પણ એથી કોનું ભલું થયું છે ? જે દાન કરે છે એની સંપત્તિ ઓછી થાય છે. જે તપ કરે છે એનું શરીર સકાય છે. આ તો બધા છેતરવાના ધંધા છે. વગર લેવેદેવે માણસોને સુખ ભોગવતા અટકાવવામાં આવે છે. આ તો ભોળા લોકોના ચિત્તને અત્યંત ભ્રષ્ટ કરવાની તરકીબો છે. સમજ માણસોએ આવા અધ્યાત્મવાદીની આત્માની વાતોથી સાવધાન રહેવાની જરૂર છે એમ ચાર્વાકવાદીઓ કહે છે. આ ચાર્વાક દર્શનનો મત છે. [૩૯૮] ત્યાસ્તનૈદિક્ષ: શામ: વાર્થી નાના+તસ્કૃત भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥१५॥ અનુવાદ : એટલે ઐહિક (આ લોકના) કામભોગો ત્યાગ કરવા લાયક નથી. નહિ પ્રાપ્ત થયેલા(અનાગત-ભોગો)ની સ્પૃહા કરવા લાયક નથી. (પંચમહાભૂત) ભસ્મીભૂત થયા પછી પુનર્જન્મ(પ્રત્યાગતિ)ની સ્પૃહા વૃથા છે. ' વિશેષાર્થ આગળના શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં ચાર્વાકદર્શનવાળાઓનો મત અહીં દર્શાવાયો છે. તેઓ કહે છે કે એક વખત પંચમહાભૂતોમાંથી બનેલો દેહ ભસ્મીભૂત બની જાય ત્યાર પછી ફરી જન્મ મળશે ત્યારે સુખ ભોગવીશું એવી સ્પૃહા રાખવી તે વ્યર્થ છે. જે વસ્તુ કોઈએ જોઈ નથી એની આશા રાખવાનો શો અર્થ? એટલે વર્તમાન જીવનમાં જે કંઈ ભોગોપભોગની સામગ્રી અને અનુકૂળતા મળી છે તેનો ઉપયોગ કરી તે બધા ભોગો ભોગવી લેવા જોઈએ. આજનો લહાવો લીજીએ, કાલ કોણે દીઠી છે?' એમ કહીને ચાર્વાકો કહે છે કે ઐહિક ભોગો ત્યાગ કરવા લાયક નથી. તમે નહિ ભોગવો તો બીજા ભોગવશે અને પછી તમે પસ્તાશો. એના કરતાં વર્તમાનમાં જે કંઈ મળ્યું છે તે ભોગવી લેવું જોઈએ. આ ચાર્વાક દર્શનવાળાઓનો અભિપ્રાય છે. [૩૯] તવેતનં મિથ્યા ગવ: પ્રત્યક્ષ પ્રવ વત્ | गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ॥१६॥ અનુવાદ : એટલે આ (ચાર્વાક) દર્શન મિથ્યા છે, કારણ કે પ્રત્યક્ષ, સંશયાદિ ગુણોના અભેદને લીધે જીવ પ્રત્યક્ષ જ છે. ૨૧૮ Jain Education Intemational 2010_05 Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર વિશેષાર્થ : ચાર્વાક દર્શન કહે છે કે આત્મા જેવું નથી. જો હોય તો તે પ્રત્યક્ષ દેખાતો કેમ નથી ? જે દેખાય છે તે તો શરીર છે. પરંતુ ચાર્વાક દર્શનની આ માન્યતા મિથ્યા છે, ભૂલભરેલી છે. આત્મા છે કે નહિ એવો સંશય કોને થાય છે ? એવો સંશય જેને થયો તે શું એમ જ થયો કે એનામાં કંઈક વિચારશક્તિ છે માટે થયો ? એ વિચારશક્તિને જ્ઞાનગુણ તરીકે ઓળખાવી શકાય. ગુણ ગુણી વગર રહી ન શકે. એટલે કે ગુણ અને ગુણીનો કથંચિત્ અભેદ હોય છે. આ ગુણી તે જ આત્મા, એ રીતે એ પ્રત્યક્ષ જ છે. - જો તમે એમ કહો કે જ્ઞાન ગુણ એ તો શરીરનો છે, એ માટે આત્મામાં માનવાની શી જરૂર છે? તો પ્રશ્ન એ થશે કે જો જ્ઞાનગુણ મારા શરીરનો જ ગુણ હોય તો શબમાં પણ ગુણ હોવો જોઈએ. પણ શબ સંશય કરીને કંઈ પૂછતું નથી. એટલે પૂછનારો શરીરથી ભિન્ન છે. એને જ આત્મા કહેવામાં આવે છે. [४००] न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता । नेत्रादिग्राह्यतापत्तेर्नियतं गौरतादिवत् ॥१७॥ અનુવાદ : અહં વગેરેની પ્રતીતિ થવી એ શરીરનો ધર્મ નથી, કારણ કે ગૌરતા (ગોર) વગેરે જેમ નેત્રાદિ દ્વારા ગ્રાહ્ય થાય છે તેવી આપત્તિ તેથી અવશ્ય આવશે. વિશેષાર્થ : ચાર્વાક દર્શનવાળા કહે છે હું જોઉં છું', “હું અનુભવું છું, હું સુખી છું' વગેરે હુંપણાનો, મારાપણાનો એટલે કે અહંકાર અને મમકારનો જે અનુભવ થાય છે એ તો શરીરનો ધર્મ છે. શરીરને એ થાય છે. એ માટે આત્મા જેવા અલગ તત્ત્વમાં માનવાની જરૂર નથી. પરંતુ ચાર્વાકવાદીઓની આ વાત યુક્તિસંગત નથી, કારણ કે શરીરના જે ધર્મો છે તે તો નેત્રાદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાય છે. આંખથી એ જોઈ શકાય છે. નાનું, મોટું, ગોરું, કાળું, ઊંચુ, નીચું વગેરે શરીરના ધર્મો ઇન્દ્રિયોથી અનુભવાય છે. ખાટું, તીખું, ઠંડું, ગરમ, મધુર, કર્કશ વગેરે પણ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. શરીરના જે કોઈ ગુણધર્મ છે તે પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ એક અથવા વધુ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બને છે. હવે “અહંને જો. શરીરનો ધર્મ માનીએ તો તે કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય બનવો જોઈએ. પણ તેમ બનતો નથી. એટલે જ અહંપણાને શરીરનો ધર્મ માનવાનું યોગ્ય નથી જ. [૪૦૧] શરીર ચૈવ વાત્મત્વે નાડનુમૂતમૂતિર્મવેત્ | बालत्वादिदशाभेदात् तस्यैकस्याऽनवस्थितेः ॥१८॥ અનુવાદ : વળી શરીર જો આત્મા હોય તો અનુભવેલાની સ્મૃતિ થશે નહિ, કારણ કે બાલત્વ વગેરે દશાના ભેદને લીધે તે એકલાની (શરીરની) અનવસ્થિતિ છે. (અર્થાતુ શરીર તેનું તે જ રહેતું નથી.) વિશેષાર્થ : ચાર્વાક દર્શન શરીરને જ આત્મા માને છે. શરીરથી ભિન્ન એવા આત્મતત્ત્વમાં તેઓ માનતા નથી. પરંતુ શરીરને જ આત્મા તરીકે માનવામાં આવે તો પ્રશ્ન એ થશે કે બાળક જયારે મોટું થાય છે ત્યારે હવે એ શરીર કે એ બાળક રહેતું નથી. એટલે એનો આત્મા પણ રહેતો નથી. હવે એ ૨૧૯ Jain Education Intemational 2010_05 Page #265 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર યુવાનનું શરીર થયું. એટલે યુવાનનો જુદો આત્મા માનવો પડશે. અને એમ થાય તો બાલ્યકાળનાં સ્મરણો યુવાનને ન થવાં જોઈએ. જૂના શરી૨ના નાશ સાથે એ શરીર દ્વારા કરેલાં કાર્યોની સ્મૃતિનો પણ નાશ જ થઈ જાય. પરંતુ અનુભવ એમ કહે છે કે બાલ્યકાળનાં સંસ્મરણો યુવાનને હોય છે. સ્મરણ થાય તો પણ આત્મા જુદા જુદા હોઈ શકે છે એમ જો કહો તો પછી સાકર એક જણ ખાય અને મીઠાશ બીજો અનુભવે એવી આપત્તિ આવશે. તો પછી બાલ્યકાળ અને યૌવનકાળ અથવા વૃદ્ધાવસ્થા એ ત્રણેમાં એક જ આત્મા છે કે જેને સંસ્મરણો રહે છે એમ સ્વીકારવું પડશે. તો પછી શરીર એ જ આત્મા છે એમ માનવાનું અસ્વીકાર્ય બની જાય છે. [૪૦૨] નાત્માનું વિમેઘ્યસ્થ તછવ્વાનુસ્મૃતિયંત:। व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ॥१९॥ અનુવાદ : (શરીરનું) એક અંગ એ પણ આત્મા નથી, કારણ કે તેના નાશ પછી તેના દ્વારા પ્રાપ્ત થયેલી સ્મૃતિ તો રહે છે, જેમકે ઘરનો ગોખ નષ્ટ થયા પછી પણ તેના દ્વારા જોનારજાણનાર હોય છે તેમ. વિશેષાર્થ : ‘શરીર એ જ જાણનાર છે, આત્મા છે. આત્મા જેવું જુદું તત્ત્વ માનવાની જરૂર નથી'– એવા ચાર્વાકના મતનું ખંડન અહીં કરવામાં આવ્યું. હવે ચાર્વાકો તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે ભલે શરીરને તમે આત્મા ન માનો, પણ શરીરના એક અંગને આત્મા માનવામાં શો વાંધો છે ? શરીરના કોઈ એક અંગ દ્વારા હુંપણાનો અનુભવ ન થઈ શકે ? ચાર્વાકની આ દલીલ પણ બરાબર નથી. આંખ, નાક, કાન, હાથ, પગ ઇત્યાદિમાંથી કોઈ એક જ અંગને આત્મા માનવા જતાં પણ વિસંગતિ આવશે. ધારો કે તમે કહો કે આંખ એ આત્મા છે, તો માણસની આંખ જાય, તે સાવ અંધ બની જાય તે પછી તેને પોતે જોયેલું યાદ રહેશે, પોતાને આંખ હતી અને બીજાઓને આંખ હોય છે એ પણ યાદ રહેશે. રંગો અને આકૃતિઓની એની સમજણ પણ ચાલુ જ રહેશે. કોઈ એક ઘરને ગવાક્ષ એટલે બારી કે ઝરૂખો હોય અને તેમાંથી બહારનું દૃશ્ય જોયું હોય. પરંતુ પછી બારી તૂટી જાય કે પૂરી દેવામાં આવે તો પણ અગાઉ જોનારને તો બારીમાંથી જોયેલાં દશ્યો યાદ રહેશે જ. એવી રીતે શરીરનું અંગ ચાલ્યા ગયા પછી એ દ્વારા થયેલા અનુભવોની સ્મૃતિ કોને થશે ? એટલે જ શરીરના અંગને આત્મા કહી શકાશે નહિ. [ ४०३] न दोषः कारणात् कार्ये वासनासंक्रमाच्च न । भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ॥२०॥ અનુવાદ : ‘કારણથી કાર્યમાં વાસનાનું સંક્રમણ થવાથી એમાં દોષ નહિ આવે.' ના, તો પછી માતા(અંબા)ના અનુભવના સંક્રમણથી ગર્ભમાં રહેલા બાળક(ભ્રૂણ)ને સ્મૃતિ થાય એવી આપત્તિ આવશે. વિશેષાર્થ : ચાર્વાક મત કહે છે કે શરીરના કોઈ એક અંગને આત્મા માનીએ અને એ અંગ નષ્ટ _2010_05 ૨૨૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર થઈ જાય તો તેથી આત્મા નષ્ટ થતો નથી, કારણ કે આંખ, નાક, કાન વગેરેએ જે અનુભવ્યું હોય તેની વાસનાનું સમગ્ર દેહમાં સંક્રમણ થઈ જાય છે. એટલે એની સ્મૃતિનું સંક્રમણ બાકીના શરીરમાં થઈ જાય છે. માટે કોઈ એક અંગ નષ્ટ થઈ જાય તેથી દેહને આત્મા માનવામાં કોઈ બાધ આવતો નથી. પરંતુ ચાર્વાકવાદીઓની આ દલીલ પણ તર્કસંગત નથી. શરીરના એક અંગની વાસનાનું સંક્રમણ બીજાં અંગોમાં થાય છે અને એને એ અનુભવ-સ્મૃતિ રહે છે એમ માનીએ તો એક વિશિષ્ટ વિચાર કરતાં આ દલીલ અયોગ્ય છે એમ તરત સમજાશે. માતાના ઉદરમાં ગર્ભરૂપે બાળક હોય છે. જ્યાં સુધી બાળક ગર્ભમાં હોય છે ત્યાં સુધી એ માતાના અંગરૂપ જ હોય છે. બાળકનો જન્મ થતાં માતાનું તે અંગ જુદું થઈ જાય છે. હવે જો વાસનાનું સંક્રમણ થતું હોય અને અનુભવની સ્મૃતિ રહેતી હોય તો માતાએ ગર્ભકાળ દરમિયાન જે કંઈ જોયું, અનુભવ્યું તેની સ્મૃતિ બાળકને થવી જોઈએ. પણ તેમ થતું નથી. કારણ અને કાર્યની પરંપરા સ્વીકારી કારણની વાસનાનું સંક્રમણ કાર્યમાં થાય છે એમ દરેક વખતે માની શકાય નહિ. અહીં માતા એ કારણ છે અને ગર્ભમાં રહેલું બાળક એ કાર્ય છે. છતાં માતાની વાસનાનું-અનુભવ-સ્મૃતિનું સંક્રમણ ગર્ભસ્થ બાળકમાં થતું નથી. એટલે કારણ-કાર્યનો તર્ક પણ ખોટો સાબિત થાય છે. [૪૦૪] નોપારાનાહુપાય વાસનાથૈર્ય ને ! करादेरतथात्वेनायोग्यत्वाप्तेरणुस्थितौ ॥२१॥ અનુવાદ : ધૈર્યદર્શનમાં ઉપાદાનમાંથી ઉપાદેયમાં વાસના (સંક્રમ) નથી. અણુની સ્થિતિમાં (સ્થિર દર્શનમાં) હાથ વગેરેના અતથાપણાથી (અનસ્તિત્વથી-નાશથી) અયોગ્યત્વ પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ : શરીર એ જ જો આત્મા હોય તો માતાએ જે અનુભવ્યું તેનું સ્મરણ ગર્ભમાં રહેલા બાળકને પણ હોવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. પરંતુ પોતાના મતના બચાવમાં ચાર્વાકો એવી દલીલ કરે છે કે માતા અને બાળક વચ્ચે કાર્ય-કારણ ભાવ છે, ઉપાદાન-ઉપાદેય ભાવ નથી. એટલે માતાની વાસનાનો સંક્રમ બાળકમાં થતો નથી. અહીં ગ્રંથકર્તાએ “સ્થર્યદર્શન’ શબ્દ પ્રયોજ્યો છે એ મહત્ત્વનો છે. જેઓ આત્માને ક્ષણિક માને છે તેઓનું દર્શન ક્ષણિકતાવાદી કહેવાય. જેઓ આત્માને નિત્ય, સ્થિર માને છે તેમનું દર્શન સ્થિરતાવાદી દર્શન અથવા ધૈર્યદર્શન કહેવાય. વાસના સંક્રમની વાત ક્ષણિકતાવાદી દર્શનમાં ઘટી શકે, કારણ કે પૂર્વના પરમાણુ-પંજમાંથી પછીના પરમાણુ-પંજની ઉત્પત્તિ થતાં ઉપાદાનની વાસનાનો સંક્રમ ઉપાદેયમાં થાય છે એમ તેઓ માને છે. જેમ કે હાથ તે ઉપાદાન અને કપાઈ ગયા પછી તેના પરમાણુ-પુંજ રહે તે ઉપાદેય. પરંતુ હાથમાંથી પરમાણુ-પંજમાં સ્મૃતિની વાસના સંક્રમણ પામતી જોવામાં આવતી નથી. એટલે પરમાણુ-પંજની સ્થિરતામાં માનવાવાળા એટલે કે સ્થિત અથવા સ્થિર દર્શનવાળા ઉપાદાનની વાસનાનો ઉપાદેયમાં સંક્રમ થાય છે એમ માનતા નથી. શરીર એ જ આત્મા એમ માનવાવાળા એવો બચાવ કરે છે કે જયાં અવયવ-અવયવી ભાવ હોય ત્યાં જ ઉપાદાન-ઉપાદેય ભાવ હોય. પરંતુ માતા અને બાળક વચ્ચે અવયવ-અવયવીનો ભાવ નથી, માતાથી બાળક છૂટું છે, માટે માતાના અનુભવની સ્મૃતિ બાળકને થાય નહિ. પરંતુ તેમની આ દલીલ પણ બરાબર નથી. ધારો કે કોઈ માણસનો હાથ કપાઈ ગયો. હવે એ હાથનું અતથાત્વ છે એટલે કે અસ્તિત્વ નથી. ૨૨૧ 2010_05 Page #267 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એટલે કપાઈ ગયેલા હાથ સાથે અવયવ-અવયવી ભાવ હવે રહ્યો નહિ. તો પણ એ માણસને પોતાના એ કપાઈ ગયેલા હાથે જ કંઈ કર્યું હોય તેનું સ્મરણ થઈ શકે છે. એટલે અવયવ-અવયવી ભાવ હોય ત્યાં જ ઉપાદાન-ઉપાદેય ભાવ હોય અને ત્યાં જ સ્મૃતિ રહે એ વાત અયોગ્ય ઠરે છે. આમ શરીર એ જ આત્મા એવો મત સિદ્ધ થઈ શકતો નથી. એક સાદી વાતથી પણ સમજાય છે કે શરીર એ જ જો ચેતનતત્ત્વ હોય તો જાડા માણસના શરીરમાં હંમેશાં વધારે ચેતન હોવું જોઈએ અને પાતળા માણસમાં ઓછું હોવું જોઈએ. પણ પાતળા માણસો પણ વધુ શક્તિવાળા અને જાડા માણસો પ્રમાદી જોવા મળે છે. તેવી રીતે એકનું એક શરીર જાગતું હોય ત્યારે વધુ ચેતનવંતુ લાગે છે અને ઊંઘતું હોય અથવા બેભાન હોય ત્યારે તેમાં ઓછું ચેતન જણાય છે. શરીર એ જ જો ચેતન હોય તો આવી વિપરીતતા જોવા મળે નહિ. એટલે નિશ્ચિત છે કે શરીર એ ચેતન અથવા આત્મા નથી. [૪૦૫ માંગ્યો વ્યક્સિપિ નો મેનર્જા વિના | ज्ञानव्यक्तितथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥२२॥ અનુવાદ : મદ્યનાં અંગોમાં મઘની અભિવ્યક્તિ (આવિર્ભાવ) મેલક (મેળવનાર પુરુષ) વિના થઈ શકતી નથી. તેવી રીતે જ્ઞાનની સ્પષ્ટતા (વ્યક્તિ) જાણવી. અન્યથા તો તે સર્વદા થશે. વિશેષાર્થ : ચાર્વાકવાદીઓએ મદીરાનું દષ્ટાન્ન આપ્યું અને જણાવ્યું કે મદીરાની જેમ પંચમહાભૂતો મળવાથી જીવની ઉત્પત્તિ થાય છે. પરંતુ ચાર્વાકોને એમના જ દૃષ્ટાન્ત દ્વારા આત્માનું અસ્તિત્વ અહીં સમજાવ્યું છે. ચાર્વાકો કહે છે કે પુષ્પ, ગોળ, પાણી વગેરે પદાર્થોમાં પ્રત્યેકમાં દારૂ બનવાની શક્તિ નથી, પણ તે બધાં ભેગાં થાય તો તેમાંથી દારૂ બને છે. આત્મવાદીઓ કહે છે કે આ વાત સ્વીકારીએ છીએ પણ પુષ્પ, ગોળ, પાણી વગેરે પોતાની મેળે ભેગાં થતાં નથી અને પોતાની મેળે દારૂ નથી થતો, પણ એ બધાનું મિશ્રણ કરીને, હલાવીને અમુક પ્રક્રિયા કોઈ માણસ કરે છે, ત્યારે દારૂ થાય છે. એટલે ત્યાં કોઈક મેલક એટલે કે મેળવનારની જરૂર પડે છે. તેવી રીતે પાંચ મહાભૂતો એકત્ર થાય તેથી તેમાંથી જીવ ઉત્પન્ન નથી થતો, પણ એ પાંચેનું મિશ્રણ કરનાર કોઈક શક્તિની અપેક્ષા રહે છે. એ ચૈતન્ય શક્તિ તે જ આત્મા. આમ ચાવકોને એમના દૃષ્ટાન્તથી જ આત્માના અસ્તિત્વના સ્વીકારની જરૂર પડશે. [४०६] राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नाऽन्यथा भवेत् ॥२३॥ અનુવાદ : રાજા-રકાદિની વિચિત્રતા પણ આત્માએ કરેલાં કર્મથી જ ઉત્પન્ન થાય છે. તે વિના સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થાય નહિ. વિશેષાર્થ : ચાર્વાકવાદીઓ કહે છે કે કોઈ રાજા હોય અને કોઈ રેક હોય એ તો કુદરતી ભેદો પહેલેથી ચાલ્યા આવતા જોવા મળે છે. પરંતુ ચાર્વાકવાદીઓનું આ કથન યથાર્થ નથી. જગતમાં રાજા અને ભિખારી, ગરીબ અને ધનવાન, જ્ઞાની અને મૂર્ખ, આંધળો અને બહેરો, ઊંચ અને નીચ, સુખી ૨૨૨ Jain Education Interational 2010_05 Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર અને દુઃખી એવા ભેદો માણસ માણસ વચ્ચે જોવા મળે છે. એ બધાંનો ખુલાસો ફક્ત કર્મસિદ્ધાન્ત સ્વીકારવાથી જ મળે છે. કોઈ જન્માંધ હોય છે અને કોઈ સ્વરૂપવાન હોય છે. આ બધું પૂર્વે પુણ્યરૂપ અને પાપરૂપ શુભ કે અશુભ જે કર્મો બાંધ્યાં હોય તેનું પરિણામ છે. ધારો કે કર્મની વાત ન સ્વીકારો તો પછી બધા જ લોકોને સુખ કે દુ:ખનો અનુભવ એક જ સરખો થવો જોઈએ ને ? પણ સુખદુઃખનો અનુભવ દરેકનો જુદો જુદો હોય છે. વળી એક જ વ્યક્તિ એક સમયે સુખી અને અન્ય સમયે દુઃખી હોય છે. જો કર્મનું કારણ ન હોય તો એ વ્યક્તિ કાયમ સુખી અથવા કાયમ દુ:ખી હોવી જોઈએ. પાષાણ વગેરેમાં જે વિચિત્રતા છે તે પણ એની સચેતતાને લીધે છે. પૃથ્વીકાય વગેરે જીવોમાં પણ પોતપોતાનાં કર્મ અનુસાર સ્થિતિ હોય છે અને અજીવ-સજીવનાં ઋણાનુબંધ હોય છે. ૪િ૦૭] મા મર્િ તે વાત્મા દષ્ટથવિરોધઃ | तवक्ता सर्वविच्चैनं दृष्टवान् वीतकश्मलः ॥२४॥ અનુવાદ : દષ્ટ ને ઇષ્ટ અર્થના વિરોધ વિના, આગમ થકી આત્મા જણાય છે. તેના (આગમના) વક્તા સર્વવિદ્ (સર્વજ્ઞ) છે. દોષરહિત (વીતકમલ) એવા તેઓએ એને (આત્માને). જોયેલો (અનુભવેલો) છે. વિશેષાર્થ : શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વિધાનો આવે છે એવો આક્ષેપ અનાત્મવાદી કરે છે તે જિનાગમ પૂરતો તો સત્ય નથી જ. આગમોમાં જે આત્મતત્ત્વની વિચારણા થઈ છે તે સર્વ રીતે સુસંગત છે. એમાં ક્યાંય વિસંગતિ કે પરસ્પર વિરોધીપણું નથી. દષ્ટ અર્થ અને ઇષ્ટ અર્થ બંનેની દૃષ્ટિએ એ યથાર્થ જ છે. દષ્ટ એટલે ઇન્દ્રિયાદિ વડે જોઈ શકાય તેવો પદાર્થ અને ઇષ્ટ એટલે જે પ્રાપ્ત કરવા લાયક છે તેવો પદાર્થ. દૃષ્ટાર્થ એટલે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટાર્થ એટલે અનુમાન પ્રમાણ. આ બંને પ્રમાણથી આત્મતત્ત્વની સિદ્ધિ થયેલી છે. આ આગમની વાણી એટલે વીતરાગ ભગવાનની વાણી છે. વીતરાગ ભગવાન સર્વ દોષ (કમલ)થી રહિત છે. વળી તેઓ સર્વજ્ઞ છે. તેઓ જે કંઈ કહે એમાં એમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. જગતના જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણાથી પ્રેરાઈને જ તેઓ કહે છે. તેઓએ આત્મા જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. જે આત્મસ્વરૂપ જગતના અન્ય જીવો માટે પ્રત્યક્ષ નથી તે આત્મસ્વરૂપનું સર્વજ્ઞ, તીર્થંકરદેવોએ, કેવલી ભગવંતોએ દર્શન કર્યું હોય છે. એટલે તેમને માટે એ પ્રત્યક્ષ જ છે. [४०८] अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः । પર બંધનદેતો: વ: વાત્માનવીયેત્ ારા અનુવાદ : ભ્રાન્તિ વિનાની પરલોક સંબંધી પ્રવૃત્તિઓ નિષ્ફળ હોતી નથી. બીજાને બંધન કરાવવા માટે કોણ પોતાના આત્માને વિષાદમાં મૂકે? વિશેષાર્થ : “શરીર એ જ આત્મા છે. શરીર નષ્ટ થયા પછી કશું રહેતું નથી. પુનર્જન્મ, પરલોક, ૨૨૩ Jain Education Intemational 2010_05 Page #269 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર મોક્ષ વગેરેની વાતો કરનારા માણસો ધૂર્ત છે. બીજાને ઠગવા માટે તેઓ આવી વાતો ઉપજાવી કાઢે છે.” – ચાર્વાકમતવાદી આવો જે આક્ષેપ કરે છે અને મોક્ષની વાત કરનારા જિનેશ્વરોને, સર્વજ્ઞોને ધૂર્ત કહે છે તેના જવાબ રૂપે અહીં કહેવાયું છે કે જેઓએ પરલોક, મોક્ષ વગેરેની વાતો કરી છે તેઓ ધૂર્ત નથી, પણ સર્વજ્ઞ છે, તીર્થકર છે. તેઓને કોઈ વાતની બ્રાન્તિ કે સંદેહ નહોતાં. તેઓએ પોતાના જ્ઞાનથી જોઈને, સંસારના જીવોનું અવલોકન કરીને મોક્ષમાર્ગની, સ્વર્ગ અને નરકની વાતો કરી છે. એટલે એમની એ વિશેની પ્રવૃત્તિઓ ક્યારેય નિષ્ફળ હોઈ શકે નહિ. એમના ઉપદેશથી અનેક આત્માઓનું કલ્યાણ થયું છે; અનેકે મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. એવા સર્વજ્ઞોને બીજાને કર્મબંધ કરાવવામાં કે છેતરવામાં રસ હોય નહિ. એમાં એમનો કોઈ સ્વાર્થ હોય જ નહિ, કારણ કે એવા સર્વત્યાગીઓને કશું પણ જોઈતું નથી હોતું. તેઓ એષણા રહિત હોય છે. જેનો બીજાને છેતરવાનો આશય હોય એને એનું ફળ ભોગવવું પડતું હોય છે. પરંતુ તેઓ શા માટે હાથે કરીને વિષાદમાં પડે ? [૪૦] રિદ્ધિ સ્થાપવાવિવત્ વ્યT સંશવાવ વાત્મન असौ खरविषाणादौ व्यस्तार्थविषयः पुनः ॥२६॥ અનુવાદ ઃ સ્થાણુ (દૂઠું) વગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી તે ખરવિષાણ (ગધેડાનું શિંગડું) વગેરેમાં વ્યસ્ત (ભિન્ન) અર્થનો વિષય હોય છે. | વિશેષાર્થ: આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરનારને અહીં એક તર્કયુક્ત દલીલથી જવાબ આપવામાં આવ્યો છે. તર્કશાસ્ત્રનો એક નિયમ એવો છે કે કોઈ વસ્તુ અહીં છે કે નહિ એવો સંશય થાય ત્યારે એનું ક્યાંક તો અસ્તિત્વ હોવું જ જોઈએ. શરીરમાં આત્મા જેવું કશું છે જ નહિ એમ તમે કહો તો ક્યાંક તો આત્મા છે જ એમ નિશ્ચિત થાય. “આત્મા છે જ નહિ' – એવું તમે કહો તો કશુંક એવું ક્યાંક વિદ્યમાન છે જે આત્મા છે એમ એનો અર્થ થાય, નહિ તો “આત્મા” જેવો શબ્દ આવે જ ક્યાંથી? અહીં ઉદાહરણ સ્થાણુનું આપવામાં આવ્યું છે. સ્થાણુનો એક અર્થ થાય છે ઝાડનું ટૂંઠું. ડાળી પાંદડા વગરના નાના ટૂંઠાને ધુમ્મસમાં જોતાં કે આછા ઉજાસમાં જોતાં તે માણસ જેવું લાગે છે. ટૂંઠું જોતાં માણસને સંશય થાય છે કે આ કોઈ માણસ તો નહિ હોય ? પછી ખબર પડે છે કે એ માણસ નથી, ટૂંઠું છે. આમ લૂંઠામાં માણસ હોવાનો સંદેહ થયો. પરંતુ સૂંઠું એ ઠૂંઠું જ છે, તો પણ માણસ જેવી વસ્તુ ક્યાંક હોય તો જ ટૂંઠામાં માણસનો આભાસ થાય. એટલે કે સંદેહથી વસ્તુની સિદ્ધિ થાય છે. એવી રીતે આત્મા નથી એમ કહેવાથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. આની સામે કોઈ એવી દલીલ કરે કે ગધેડા(ખર)નું શિગડું (વિષાણ) એવો સંશય જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ગધેડાના શિંગડાનું અસ્તિત્વ જ ક્યાં હોય છે ? કારણ કે ગધેડાને માથે શિંગડાં નથી હોતાં. એટલે શિંગડાંની શંકા કરવાથી શિંગડાનું અસ્તિત્વ સાબિત થતું નથી. એવી રીતે આકાશકુસુમ કે વંધ્યાપુત્રનું પણ અસ્તિત્વ નથી હોતું. પરંતુ આનો જવાબ એ છે કે અહીં વ્યસ્ત એટલે કે છૂટો છૂટો અર્થ લેવાનો છે. “સમસ્ત' અને “વ્યસ્ત’ એ વ્યાકરણના પારિભાષિક શબ્દો છે. ખરવિષાણ એ સમાસમાં ગધેડું અને શિંગડું એ બેનો ૨૨૪ Jain Education Intemational 2010_05 Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર સમવાય સંબંધ છે. અહીં ગધેડાને માથે શિંગડાનું અસ્તિત્વ ભલે ન હોય, પણ ગધેડાનું શિંગડું એમ બોલવાથી ગધેડાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તથા શિંગડાનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. તેવી રીતે આકાશકુસુમનું અસ્તિત્વ ન હોવા છતાં આકાશનું અસ્તિત્વ છે અને કુસુમનું અસ્તિત્વ છે. એવી જ રીતે વંધ્યાપુત્ર વગેરે સમવાય સંબંધવાળા શબ્દોનો અર્થ ઘટાવી શકાય. આવા શબ્દોનો છૂટો અર્થ કરવાથી તે સમજાય છે. [૪૧] નવ રૂતિ શબ્દશ નીવસત્તાનિયંત્રિતઃ | असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् ॥२७॥ અનુવાદ : “અજીવ' શબ્દ જ જીવની સત્તાને (વિદ્યમાનપણાને) નિયંત્રિત કરે છે, કારણ કે સંયોગાદિનો નિષેધ થવાથી “અસ”નો નિષેધ થતો નથી. વિશેષાર્થ : “જીવ' અને “અજીવ” એ બે શબ્દો વિશે અહીં એક તર્ક રજૂ કરવામાં આવ્યો છે. કોઈ વસ્તુ માટે આપણે “અજીવ' શબ્દનો પ્રયોગ કરીએ તો એનો અર્થ એ થયો કે કશુંક “જીવ' જેવું પણ છે. જો જીવ શબ્દ જ ન હોય તો ‘અજીવ' શબ્દ આવે જ કેવી રીતે ? કોઈ એક વસ્તુનો નિષેધ કરવામાં આવે તો એનો અર્થ જ એ થયો કે એ વસ્તુ ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. જે વસ્તુ હોય જ નહિ અને જેને વિશે કોઈને કશી કલ્પના ન હોય, ખબર ન હોય એ વસ્તુનો કોઈ નિષેધ કરે તો તે નિષેધ નિરર્થક છે. વસ્તુતઃ નિષેધ જ વસ્તુના અસ્તિત્વને પુરવાર કરે છે. એટલે કોઈ “અજીવ’ શબ્દ પ્રયોજે તો એનો એ અર્થ થયો કે “જીવ' જેવું કશુંક છે. આની સામે દલીલ કરવામાં આવે છે કે જે વસ્તુનું અસ્તિત્વ જ ન હોય તેનો નિષેધ થઈ શકતો નથી, કારણ કે કોઈ એમ કહે કે “મને ગધેડાને માથે શિંગડાં દેખાતાં નથી.’ તો આ વાક્યમાં ગધેડાને માથે શિંગડાની વાત આવી. પરંતુ ગધેડાને માથે શિંગડાં હોતાં જ નથી. એટલે કે “ગધેડાને માથે શિગડાં'- એ અસત્ છે. તે નથી અથવા દેખાતાં નથી એ એનો નિષેધ છે. એટલે કે અસનો નિષેધ થયો એમ કહી શકાશે. પરંતુ આ વાત સાચી નથી. અહીં અસતનો નિષેધ નથી. શિંગડાનું વિદ્યમાનપણું હોય છે. ગાયભેંસને માથે શિંગડાં હોય છે. ગધેડાને માથે શિંગડાં નથી એમ કહેવામાં ગધેડાં અને શિંગડાંના સંયોગનો નિષેધ થયો છે. આમ, વ્યવહારમાં “અજીવ' શબ્દ જ્યારે પ્રયોજાય છે ત્યારે તે “જીવ’ના અસ્તિત્વને સિદ્ધ કરે છે. [૪૧૧] સંયો: સમવાય સામચિં ચં વિશિષ્ટતા | निषिध्यते पदार्थानां त एव न तु सर्वथा ॥२८॥ અનુવાદ : પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશિષ્ટતાનો જ નિષેધ કરાય છે, પરંતુ તે સર્વથા નહિ. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં વધુ ખુલાસો કરવામાં આવ્યો છે. ૨૨૫ Jain Education Intemational 2010_05 Page #271 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર દુનિયામાં લોકવ્યવહારમાં કેટલીયે વાર આપણે નિષેધાત્મક વાણીનો ઉપયોગ કરીએ છીએ. અમુક વસ્તુ નથી એવું વિધાન જ્યારે આપણે ઉચ્ચારીએ ત્યારે તે વખતે તેનો સંદર્ભ શો છે અને વસ્તુસ્થિતિ શી છે તે જોવું જોઈએ. આકાશમાં સૂર્ય નથી અથવા વરસાદ પડતો નથી અથવા શીરો ગળ્યો નથી એમ આપણે કહીએ ત્યારે તે સમયે અને સંદર્ભને તથા કહેનારના આશયને લક્ષમાં લેવાં જોઈએ. આકાશમાં સૂર્ય નથી એમ કહીએ ત્યારે તેનો અર્થ એ નથી કે સૂર્ય જેવી કોઈ વસ્તુ જ નથી. એનો અર્થ એ થયો કે અત્યારે આકાશમાં સૂર્ય નથી. અન્ય સમયે સૂર્ય હોઈ શકે છે. મતલબ કે કોઈ વસ્તુનો નિષેધ થાય એટલે એ પદાર્થનો સર્વકાળ માટે સર્વથા નિષેધ થયો એમ ન કહી શકાય. ક્યારેક બે વસ્તુ જોડાવાની હોય તે ન જોડાઈ હોય, અથવા બે વસ્તુ એકરૂપ થવાની હોય તે ન થઈ હોય અથવા તે વસ્તુના સામાન્ય કે વિશિષ્ટ ધર્મો પ્રગટ ન થયા હોય એમ બની શકે. એટલે કે નિષેધ પદાર્થનો નહિ પણ સંયોગનો, સમવાયનો, સામાન્યનો કે વિશેષનો થાય છે. | ‘રાજા ઉદ્યાનમાં નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે ત્યાં રાજા અને ઉદ્યાનના સંયોગનો નિષેધ છે. રાજાનો કે ઉદ્યાનનો નિષેધ નથી. દૂધમાં ખાંડ નથી' એમ જયારે કહેવામાં આવે ત્યારે દૂધ અને ખાંડના સમવાય સંબંધનો નિષેધ થાય છે, દૂધનો અને ખાંડનો નિષેધ નથી. ખાંડ અન્યત્ર છે જ. “શીરો ગળ્યો નથી” એમ કહીએ ત્યારે શીરો અને ગળપણના સંબંધનો નિષેધ છે. | મારી પાસે છાપું આવ્યું નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે સામાન્ય અર્થમાં તે કહેવામાં આવ્યું છે. છાપું અન્યત્ર વિદ્યમાન છે. ‘કાળા ચશ્મા પહેરતો નથી' એમ જ્યારે કહેવામાં આવે ત્યારે વિશેષ પ્રકારના ચશ્માનો–એટલે કે ચશ્માની વિશિષ્ટતાનો નિષેધ છે. ચશ્માનો નિષેધ નથી. આમ ઘણી જુદી જુદી રીતે નિષેધને સમજી શકાય. જ્યારે નિષેધાત્મક વાત હોય ત્યારે તે તે પદાર્થનો જ સર્વથા નિષેધ કરવામાં આવે છે એમ નહિ કહી શકાય. એટલે આવી જ રીતે જ્યારે દેહમાં આત્મા નથી' એમ કહેવામાં આવે ત્યારે આત્માનો નિષેધ નથી હોતો, પરંતુ દેહ અને આત્માના સંયોગ-સંબંધનો નિષેધ થાય છે. [૧૨] શુદ્ધ વ્યુત્પત્તિમનીવપર્વ સાથે વિવા तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ॥२९॥ અનુવાદ : ઘટાદિની જેમ “જીવ પદ શુદ્ધ, વ્યુત્પત્તિવાળું અને સાર્થ છે. વળી પદના પર્યાયના ભેદને કારણે તેનો (જીવ પદનો) અર્થ શરીર થતો નથી. વિશેષાર્થ : ‘જીવ’ શબ્દનો અર્થ “શરીર’ કરી શકાય નહિ. એ માટે અહીં વ્યાકરણશાસ્ત્રની દૃષ્ટિએ દલીલ કરવામાં આવી છે. વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ વિભક્તિયુક્ત શબ્દ એટલે ‘પદ'. વાક્યમાં વપરાયેલો શબ્દ તે પદ કહેવાય છે. ૨૨૬. Jain Education Intemational 2010_05 Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર પદના જુદા જુદા પ્રકાર છે. વળી પદના સમાનાર્થી શબ્દોને પર્યાય કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાક્યમાંથી કોઈ એક શબ્દ કાઢીને તેનો પર્યાય મૂકવામાં આવે તો તેથી અર્થની દૃષ્ટિએ ખાસ કંઈ ફરક પડતો નથી. પદ સ્વતંત્ર હોય અને વ્યુત્પત્તિવાળું હોય એવો શબ્દ તે શુદ્ધ પદ કહેવાય છે. બે પદ મળીને કોઈ શબ્દ થતો હોય એટલે કે સામાસિક પદ હોય તો તેને શુદ્ધ પદ ગણવામાં આવતું નથી. સ્વતંત્ર પદ હોય પણ તેની વ્યુત્પત્તિ ન મળતી હોય કે ન થઈ શકતી હોય તો તે પદને પણ શુદ્ધ ગણવામાં આવતું નથી. તેનો અર્થ ઇચ્છા પ્રમાણે અગાઉ થયેલો હોય તો તેને “યદચ્છા પદ' કહેવામાં આવે છે. | ‘જીવ' પદને “ઘટ' વગેરે પદની જેમ વ્યુત્પત્તિવાળું ગણવામાં આવે છે. વ્યુત્પત્તિથી શબ્દનો અર્થ થાય છે. શબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો અને પ્રચલિત થયો તે વ્યુત્પત્તિ પરથી સમજાય છે. વ્યુત્પત્તિ એક કરતાં વધારે રીતે થઈ શકે. સંસ્કૃત ભાષામાં “પટ” જેવા અનેક શબ્દો વ્યુત્પત્તિવાળા છે, તો બીજા અનેક શબ્દો વ્યુત્પત્તિ વગરના પણ છે. ઘટ એટલે ઘડો. ઘટની વ્યુત્પત્તિ આપવામાં આવે છે. તે વેષ્ટતે जलाहरणादि कार्येषु इति घटः । જેમ ‘ઘટ’ વગેરે શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવે છે તેમ ગીવ શબ્દની વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે કે સમગીવત્ નીવત ગીવિષ્યતિ | જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય. આમ જીવ શબ્દની વ્યુત્પત્તિ થતી હોવાથી અને તે સામાસિક પદ ન હોવાથી “જીવ' પદ શુદ્ધ છે. જે પદ શુદ્ધ હોય તે અર્થવાળું એટલે કે સાર્થ હોવું જોઈએ. તે બીજાને તરત બતાવી શકાય કે સમજાવી શકાય એવું હોવું જોઈએ. એ શુદ્ધ પદનો વાચ્યાર્થ પ્રમાણે બોધ થાય છે અને તે પદાર્થ કે ભાવનું અસ્તિત્વ દુનિયામાં હોય છે. દરેક પદના સમાનાર્થી શબ્દો એટલે કે પર્યાયો હોય છે. કોઈ બે પદના પર્યાયો સરખા સરખા હોય તો તે બંને પદ પણ એકબીજાના પર્યાયરૂપ બની શકે છે. પરંતુ બંને પદના પર્યાયો ભિન્ન ભિન્ન હોય તો તે બંને પદો એકબીજાના પર્યાય એટલે કે અર્થરૂપ બની ન શકે. શરીરના પર્યાય છે : દેહ, તન, કાયા વગેરે અને જીવના પર્યાય છે : જંતુ, આત્મા, ચેતન વગેરે. આમ ‘જીવ' અને “શરીર' પદના પર્યાયો ભિન્ન ભિન્ન છે. એનો અર્થ એ થયો કે “જીવ’ અને ‘શરીર” એ બે પદો એકબીજાના પર્યાયરૂપ નથી. એટલે જીવને અર્થાત્ આત્માને “શરીર' તરીકે ઓળખાવી શકાય નહિ. આમ વ્યાકરણશાસ્ત્ર અને શબ્દકોશ પ્રમાણે પણ “જીવ' શબ્દનો અર્થ શરીર થતો નથી. * [૧૩] ૩માત્મવ્યવસ્થિત્યાચં તતશાશનમ્ | पापाः किलैतदालापाः सद्व्यापारविरोधिनः ॥३०॥ અનુવાદ : આત્માની સિદ્ધિ થતાં ચાર્વાક દર્શન ત્યાજ્ય થાય છે. તેના આલાપો (અપલાપો) સવ્યાપારના વિરોધી અને પાપરૂપ છે. વિશેષાર્થ : ચાર્વાક દર્શન આત્મામાં માનતું નથી. ખાઈપીને જિંદગીની મોજમજા માણી લેવાની તે ભલામણ કરે છે, કારણ કે તેના મતે એક વખત દેહ ભસ્મીભૂત થઈ જશે પછી તે પાછો આવવાનો નથી. ૨૨૭ Jain Education Intemational 2010_05 Page #273 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પરંતુ ચાર્વાક દર્શન તર્ક અને અનુભવની કસોટી પર ટકી શકતું નથી. શરીરથી ભિન્ન એવી શક્તિ છે અને તે ચૈતન્ય શક્તિ એ જ આત્મા છે. આમ આત્મતત્ત્વનું અસ્તિત્વ જો પુરવાર થતું હોય તો જે દર્શન આત્મતત્ત્વમાં ન માનતું હોય તેનો સ્વીકાર કેમ થાય ? એનો તો ત્યાગ જ કરવો જોઈએ. ચાર્વાક દર્શન આત્મતત્ત્વનો કે આસ્તિક દર્શનનો અપલાપ કરવાવાળું છે. તે આધ્યાત્મિક પ્રગતિ માટેનાં શુભ અનુષ્ઠાનોનો નિષેધ કરનાર કે વિરોધ કરનાર છે. તે પાપની પ્રવૃત્તિને ઉત્તેજનાર છે. એટલા માટે જીવને જમાડનાર આવા મિથ્યા દર્શનનો ત્યાગ કરવો એ જ યોગ્ય અને હિતકર છે. [૧૪] જ્ઞાનક્ષUવત્ની રૂપો નિત્ય નાતિ સૌમાતા: | क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ॥३१॥ અનુવાદ : બૌદ્ધો (સૌગતો) કહે છે કે જ્ઞાનક્ષણની આવલી(પરંપરા)રૂપ આત્મા નિત્ય નથી. નિત્યત્વમાં ક્રમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટતી નથી. વિશેષાર્થ : આ શ્લોકમાં હવે આત્મા વિશેની બૌદ્ધ દર્શનની માન્યતા રજૂ થઈ છે. બૌદ્ધો માને છે કે આત્મા નિત્ય નથી. તો પછી આત્મા કેવો છે ? તેઓ કહે છે આત્મા જ્ઞાન-ક્ષણની આવલીરૂપ છે. આવલી એટલે હાર, પરંપરા, ધારા અથવા સંતાન. તેઓ એમ માને છે કે પ્રત્યેક ક્ષણે આત્મા જન્મે છે અને બીજી ક્ષણે તે નાશ પામે છે. આમ ઉત્પન્ન થવાની અને નાશ પામવાની પ્રક્રિયા સતત, નિરંતર ચાલતી રહે છે. એ સતત ચાલતી હોવાથી નિયત્વનો આભાસ થાય છે, પરંતુ આત્મા નિત્ય નથી. બૌદ્ધો કહે છે કે દેહ એ આત્મા નથી. દેહથી ભિન્ન એવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે. પરંતુ એ આત્મા ક્ષણિક છે. તેની ઉત્પત્તિ અને તેના વિનાશની પરંપરા તે જ્ઞાનની ધારા છે. તેમાં સાતત્ય હોવાથી તેને “સંતાન” પણ કહેવામાં આવે છે. પ્રતિક્ષણ જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી તેને આત્મા કહેવામાં આવે છે. પરંતુ આત્મા નિત્ય નથી, કારણ કે નિત્યત્વમાં અર્થક્રિયા ઘટતી નથી. અર્થક્રિયા એટલે પ્રયોજનપૂર્વક થતું કાર્ય. બૌદ્ધો પૂછે છે કે આ આત્મા જે અર્થક્રિયા અર્થાત્ કાર્ય કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી ? ક્રમથી એટલે કાલાનુસાર, અનુક્રમે અને અક્રમથી એટલે યુગપતું એટલે એકસાથે. બૌદ્ધો કહે છે કે જો તમે આત્માને નિત્ય માનશો તો ક્રમથી કે અક્રમથી એમ બંને રીતે અર્થક્રિયા ઘટશે નહિ. માટે આત્મા નિત્ય નથી. હવે પછીના શ્લોકમાં એ વિશે તેમનો ખુલાસો આપવામાં આવ્યો છે. [૪૧૫] સ્વમાનિત મેજ્યિવૃતિ ! अक्रमेण च तद्भावे युगपत् सर्वसंभवः ॥३२॥ અનુવાદ : ક્રમથી (આત્મા) અર્થક્રિયા કરે તો તેમાં સ્વભાવની હાનિ થતાં તે અનિત્ય થશે. જો અક્રમથી અર્થક્રિયા કરે તો એક જ સમયે (યુગપ) સર્વ (અર્થક્રિયા) સંભવિત થશે. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં બૌદ્ધ મતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે. એક ક્ષણે તે ઉત્પન્ન થાય છે અને બીજી ક્ષણે તે નાશ પામે છે અને એ રીતે એની પરંપરા ચાલે છે. ૨૨૮ Jain Education Intemational 2010_05 Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર હવે જો આત્માને નિત્ય ગણવામાં આવતો હોય તો બૌદ્ધો એમ દલીલ કરે છે કે આત્મા જે કાર્ય (અર્થક્રિયા) કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી ? જો એમ કહેવામાં આવે કે આત્મા ક્રમથી કાર્ય કરે છે તો આત્માનું નિત્યત્વ ટકી શકે નહિ, કારણ કે પહેલી ક્ષણે આત્માનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ હતો તે નષ્ટ થઈ ગયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. આમ, આત્મા જો ક્રમથી કાર્ય કરે તો એના સ્વભાવની હાનિ થશે. જો સ્વભાવનો નાશ થાય તો એનો અર્થ તો એ થયો કે ખુદ આત્માનો જ નાશ થયો. એટલે કે આત્મા ક્ષણિક અને નાશવંત છે એમ જ સિદ્ધ થશે. હવે જો તમે એમ કહો કે આત્મા અક્રમથી કાર્ય કરે છે તો એનો અર્થ એ થયો કે આત્મા યુગપતુ અર્થાત એકીસાથે કામ કરે છે. એમ જો કહીએ તો તો એનો અર્થ એ થયો કે ભૂતકાળનાં અને ભવિષ્યકાળનાં કાર્યો પણ આત્મા વર્તમાન કાળમાં કરે છે. પરંતુ તેમ બનતું નથી. એટલે આત્માને નિત્ય નહિ પણ અનિત્ય જ માનવો પડશે. આત્મા જે અર્થયિા કરે છે તે ક્રમથી કરે છે કે અક્રમથી એવો મુદ્દો ઉઠાવીને આત્માને અનિત્ય, ક્ષણિક ઠરાવવાનો પ્રયાસ બૌદ્ધ દર્શન કરે છે, પણ તેમની આ વાત ભ્રામક છે. વસ્તુતઃ આત્માને ક્ષણિક માનવામાં કેવા ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે તે હવે આગળ ઉપર બતાવવામાં આવશે. [૪૧૬] ક્ષળિવે તુ કોષોમિન્ ર્વદૂવિશેષિ - ध्रुवेक्षणोत्थतृष्णाया निवृत्तेश्च गुणो महान् ॥३३॥ અનુવાદ : કુર્વિદ્ રૂપથી વિશેષિત કરેલા આ (અમારા) ક્ષણિકવાદમાં કોઈ પણ દોષ નથી, પરંતુ ધ્રુવને લીધે ઉત્પન્ન થયેલી તૃષ્ણાની નિવૃત્તિરૂપ મહાન ગુણ (તમાં) છે. વિશેષાર્થ : કેટલાંક દર્શનો આત્માને નિત્ય માને છે, જયારે બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. તેઓ માને છે કે પોતાના ક્ષણિકવાદમાં કોઈ દોષ નથી. હવે આત્માને અનિત્ય, ક્ષણિક, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતો અને નાશ પામતો માનવામાં આવે તો એ આત્મા પ્રત્યેક ક્ષણે કાર્ય કરવાના સ્વભાવવાળો કેવી રીતે થઈ શકે ? શરીર દ્વારા જ જે બધી ક્રિયાઓ થાય છે તે કોણ કરે છે ? એ ક્રિયાઓમાં જણાતું સાતત્ય કેવી રીતે સંભવી શકે ? આ પ્રશ્નોનો ખુલાસો બૌદ્ધ દર્શન એવી રીતે કરે છે કે આત્મા ક્ષણિક હોવા છતાં જે ક્ષણે આત્મા દ્વારા કાર્ય થાય છે તેની પૂર્વની ક્ષણે તે કુર્વદ્ રૂપથી વિશેષિત થાય છે, એટલે કે એ કાર્ય કરવાની શક્તિ ધરાવતો થાય છે. અન્ય સમયે તે શક્તિ ધરાવતો નથી. કુર્વદ્ રૂપ એટલે કાર્ય કરવાની શક્તિ. એ માટેના બીજા શબ્દો છે અર્થક્રિયાકારિત્વ, અથવા વૈજાત્ય, અથવા અતિશય. આત્મા કાર્ય કરવા માટે કુર્વદ્ રૂપ-વિશિષ્ટ હોય છે એવી બૌદ્ધ દર્શનની દલીલ બહુ ગળે ઊતરે એવી નથી. બૌદ્ધ દર્શન વળી એમ કહે છે કે આત્માને નિત્ય માનવા કરતાં ક્ષણિક માનવામાં વિશેષ ગુણ અથવા લાભ છે. કેવી રીતે ? તેઓ કહે છે કે આત્માને નિત્ય માનવાથી જીવને પોતે કંઈક છે એવું અભિમાન રહે છે. આત્માની નિત્યતાનું ઇક્ષણ અર્થાત્ અવલોકન કરતા રહેવાથી જીવને પોતાના આત્મા પ્રત્યે માયા બંધાય છે, એને સુખી કરવાની લાલસા જન્મે છે. એમાંથી તૃષ્ણા ઉદ્ભવે છે કે જે બધાં દુઃખોનું મૂળ છે. ૨૨૯ Jain Education Intemational 2010_05 Page #275 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જો આત્માને ક્ષણિક માનવામાં આવે તો પોતે કંઈ જ નથી, પોતાનું કશું જ ટકવાનું નથી, બધું જ નાશવંત છે એમ જીવને ભાન રહે છે. પોતાનું ન હોય તો માયા બંધાતી નથી, લાલસા જાગતી નથી, તૃષ્ણા ઉદ્ભવતી નથી, વૈરાગ્યનો ભાવ રહે છે. એથી સમતા ને શાન્તિ રહે છે. આમ ક્ષણિકવાદ વૈરાગ્યનો પોષક બને છે. એ એનો મોટો ગુણ છે. પ્રેમ, તૃષ્ણા, મોહમાયાથી નિવૃત્ત થવું એ અધ્યાત્મમાર્ગમાં મહાન ગુણ છે, મોટો લાભ છે. બૌદ્ધ દર્શનની આ દલીલનો ઉત્તર હવે પછીના શ્લોકોમાં આપવામાં આવ્યો છે. [૪૧૭] મિથ્યાત્વવૃદ્ધિનૂનં તવેત વર્ણનમ્ | क्षणिके कृतहानिर्यत्तथात्मन्यकृतागमः ॥३४॥ અનુવાદ : એટલે આ દર્શન (બૌદ્ધ દર્શન) પણ અવશ્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે. આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કાર્યની હાનિ અને નહિ કરેલાં કાર્યના ફળની પ્રાપ્તિ થશે. વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. તેઓ કહે છે કે “આત્મા અનિત્ય છે. તે ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે અને નવો આત્મા જન્મે છે. આ ક્રિયા એટલી ઝડપથી થાય છે કે આપણને આભાસ થાય છે કે આત્મા એનો એ જ છે.” - બૌદ્ધોની આ માન્યતા તર્કસંગત નથી. પ્રત્યેક ક્ષણે જો નવો નવો આત્મા ઉત્પન્ન થતો હોય તો વ્યવહારના પ્રશ્નો ઊભા થશે. એક માણસ દુકાનદાર પાસેથી ઉધાર વસ્તુ લઈ આવ્યો અને પછી પૈસા આપવા જાય તો હવે એનો એ દુકાનદાર નથી અને પૈસા આપનારો પણ જુદો છે. આથી વ્યવહાર ટકી શકે નહિ અને અતંત્રતા-અરાજકતા થાય. જેમ વ્યવહારમાં તેમ ધર્મના ક્ષેત્રે પણ અસંગતિ આવશે. જેણે પુણ્યકાર્ય કર્યું તેને એનું ફળ ભોગવવા નહિ મળે. ફળ ભોગવનાર બીજો જ કોઈ હશે. અધર્મ કરનાર પણ દોષનો સ્વીકાર નહિ કરે. વળી બીજી બાજુ જેણે કાર્ય કર્યું નથી એને ફળ ભોગવવા મળશે. પુણ્ય કરનાર એક અને સુખ ભોગવનાર બીજો એવી અસંગતિ ઊભી થશે. આમ, બૌદ્ધ દર્શનની આ વાત જો માનવામાં આવે તો એથી મિથ્યાત્વની વૃદ્ધિ થશે. [૧૮] દ્રવ્યોથામાવદ્વિનાસંક્રમશ ન ! पौर्वापर्यं हि भावानां सर्वत्रातिप्रसक्तिमत् ॥३५॥ અનુવાદ : એક દ્રવ્યના અન્વયના અભાવને કારણે વાસનાનો સંક્રમ થશે નહિ. વળી ભાવોનું પૌર્વાપર્યપણું જ સર્વત્ર અતિપ્રસક્તિવાળું છે. વિશેષાર્થ : આત્મા ક્ષણિક છે એવું માનવાવાળા બૌદ્ધોના મતનું ખંડન બીજી એક દલીલ વડે સચોટ રીતે અહીં કરવામાં આવ્યું છે. બૌદ્ધો કહે છે કે પૂર્વ ક્ષણનું દ્રવ્ય ઉત્તર ક્ષણના દ્રવ્યરૂપે પરિણમે છે. એટલે વાસના સંક્રમ થાય છે. પરંતુ અન્ય પક્ષ કહે છે કે દ્રવ્યના અન્વય-સાતત્યસંબંધના અભાવે વાસના સંક્રમ થઈ ન શકે. ૨૩૦ Jain Education Intemational 2010_05 Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર બૌદ્ધો કહે છે કે આત્મા પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક ક્ષણે નાશ પામે છે. પરંતુ જો એમ માનવામાં આવે તો “કૃતનાશ' એટલે કે જે કર્યું છે તેનું ફળ ન મળે અને “અકૃતાગમ એટલે કે જે નથી કર્યું તેનું ફળ ભોગવવાનું આવે. ધારો કે એક માણસે ચોરી કરી અને તરત એને મારવામાં આવે, અને આત્મા ક્ષણિક અને નાશવંત હોય તો જે આત્માએ ચોરી કરી એ તો નાશ પામ્યો એટલે એને એના કર્મનું ફળ ભોગવવું પડ્યું નહિ. એટલે કે એણે જે કંઈ કર્યું તે પણ નાશ પામ્યું એમ માનવું પડશે. બીજી બાજ જે આત્માને માર પડ્યો એણે કશું કર્યું નહોતું છતાં બિચારાને વગર લેવે દેવે માર પડ્યો. અકૃત’ એટલે ન કરવા છતાં “આગમ' એટલે આવેલું ફળ ભોગવવાનું. આમ આત્માને ક્ષણિક માનવાથી આ દોષ આવે છે. આના ઉત્તરમાં બૌદ્ધ મતાનુયાયીઓ એમ કહે છે કે આત્મા જ્ઞાનક્ષણરૂપ છે. પ્રત્યેક ક્ષણે આત્મા ભલે નાશ પામે, પણ એની બાકી રહેલી વાસનાઓનું સંક્રમણ બીજી જ ક્ષણે, બીજા ઉત્પન્ન થયેલા નવા આત્મામાં થઈ જાય છે. એટલે આત્મા ક્ષણિક હોવા છતાં વાસનાઓના સંક્રમણનું સાતત્ય રહે છે, એટલે વાસનાનુસાર કર્મફળ ભોગવવાનાં રહે છે. એટલે ‘કૃતનાશ’ અને ‘અકૃતાગમ નો દોષ આવતો નથી. બૌદ્ધોની આ દલીલનું ખંડન કરતાં નૈયાયિકો અને અન્ય દર્શનીઓ કહે છે કે સંસારમાં અનંત આત્માઓ છે. આત્મારૂપી એક દ્રવ્યનો બીજા આત્મારૂપી દ્રવ્ય સાથે જો કોઈ અન્વય એટલે કે સાતત્ય સંબંધ ન હોય, તો પછી “ક્ષ' નામના આત્ની વાસનાનું સંક્રમણ “જ્ઞ' નામના આત્મામાં પણ થઈ શકે. ચોરી કરે મગનભાઈ અને માર પડે છગનભાઈને એવું પણ થઈ શકે. મતલબ કે બે આત્મા વચ્ચે અન્વય અર્થાત્ સાતત્ય-સંબંધ ન હોય તો વાસનાનું સંક્રમણ થઈ શકે નહિ. બીજી બાજુ આત્મા ક્ષણમાં જ જો સંપૂર્ણપણે નષ્ટ થઈ જતો હોય તો બે આત્મા વચ્ચે સંબંધનું કોઈ પ્રયોજન રહેતું નથી. જો સંબંધ ન હોય તો વાસનાનું સંક્રમણ પણ થઈ શકતું નથી. બૌદ્ધો એ માટે એમ કહે છે કે બે આત્મા વચ્ચે પૌર્વાપર્યનો સંબંધ છે. એટલે કે એક આત્મા પૂર્વની ક્ષણનો છે અને બીજો આત્મા ઉત્તર ક્ષણનો છે. એટલે કે બે આત્મા વચ્ચે પોર્વાપર્યનો સંબંધ છે. પરંતુ એમ સ્વીકારવામાં અતિપ્રસક્તિનો એટલે કે અતિવ્યાપ્તિનો એટલે કે વધુ પડતું લાગુ પાડવાનો દોષ આવશે. એટલે કે “ક્ષ” આત્માની વાસનાનો સંક્રમ “જ્ઞ” આત્મામાં થઈ જશે. જો આમ થાય તો તો સંસારમાં પ્રત્યેક ક્ષણે અવ્યવસ્થા અને અનર્થનો પાર નહિ રહે. એટલે આત્માની ક્ષણિકતા અને વાસનાનું સંક્રમણ એ બે વચ્ચે મેળ બેસતો નથી. [૪૧૯] સુર્વકૂપવશેષે ર ન પ્રવૃત્તિને વાડનુમા | ___ अनिश्चयान्न वाध्यक्षं तथा चोदयनो जगौ ॥३६॥ અનુવાદ : કુર્વદ્ રૂપ વિશેષમાં વળી પ્રવૃત્તિ નથી અને અનુમાન નથી. તથા અનિશ્ચય હોવાથી પ્રત્યક્ષ (અધ્યક્ષ) પ્રમાણ પણ નથી એમ ઉદયને (ન્યાયકુસુમાંજલિના કર્તા ઉદયનાચાર્ય) પણ કહ્યું છે. વિશેષાર્થ : બૌદ્ધ મતની પરીક્ષા ઉદયનાચાર્યે પોતાના “ન્યાયકુસુમાંજલિ” નામના ગ્રંથમાં કરી છે. આ ૨૩૧ Jain Education Intemational 2010_05 Page #277 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ બૌદ્ધ મતનું ખંડન કર્યું છે અને એ માટે આધાર તરીકે ઉદયનાચાર્યના એ ગ્રંથમાંથી હવે પછીનો શ્લોક એમણે ટાંક્યો છે. બૌદ્ધ દર્શન આત્માને ક્ષણિક માને છે. હવે જો એક જ શરીરમાં રહેલો આત્મા નાશ પામતો હોય અને પાછો ઉત્પન્ન થતો હોય તો નાશ પામેલા આત્માએ જે કંઈ કર્યું તે નવા ઉત્પન્ન થયેલા આત્માને યાદ કેવી રીતે રહે ? વ્યવહારમાં તો આપણે જોઈએ છીએ કે માણસને માત્ર તરતનું જ નહિ, વર્ષો પહેલાંનું પણ યાદ રહે છે. બૌદ્ધ દર્શન એમ કહે છે કે પ્રત્યેક ક્ષણે નાશ પામેલા અને નવા ઉત્પન્ન થયેલા આત્મા વચ્ચે વાસનાનો સંબંધ હોય છે. તેનું નવા ઉત્પન્ન થયેલા આત્મામાં સંક્રમણ થાય છે. પૂર્વ ક્ષણનો જે આત્મા હોય છે એનામાં આ રહેલી વાસનાને કારણે એક પ્રકારનું રૂપવિશેષ થાય છે. એને “કુર્વ રૂપ વિશેષ કહેવામાં આવે છે. આ કુર્વ રૂપ વિશેષને કારણે નવા ઉત્પન્ન થયેલા આત્માને પૂર્વ ક્ષણના આત્માના મૃતિસંસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી એ કુર્વદ્ રૂપ વિશેષ થતું રહે ત્યાં સુધી વાસનાના સંક્રમણને કારણે પૂર્વની સ્મૃતિ ચાલુ રહે છે. પરંતુ આ બૌદ્ધ મતની ક્ષતિઓ દર્શાવતાં ઉદયનાચાર્યે “ન્યાયકુસુમાંજલિ'માં કહ્યું છે કે આ કુર્વ રૂપ વિશેષને કારણે વાસના સંક્રમણ થાય છે એવી પ્રતીતિ થતી નથી. તેમાં પ્રવૃત્તિ, અનુમાન અને પ્રત્યક્ષ નથી. કુર્વદ્ રૂપવાળા ક્ષણિક પદાર્થમાં કોઈ પ્રવૃત્તિ કરતું નથી. એવી રીતે ક્ષણિક પદાર્થના ક્ષણિત્વનું અનુમાન થતું નથી અને ક્ષણિકત્વના નિશ્ચય વિના તેનું ક્ષણિકત્વ પ્રત્યક્ષ (અધ્યક્ષ) થઈ શકતું નથી, અર્થાત્ નજરે દેખાતું નથી. એટલે આત્માનું ક્ષણિકત્વ સાબિત થઈ શકતું નથી. ઉદયનાચાર્યે “ન્યાયકુસુમાંજલિ'માં આ માટે જે શ્લોક આપ્યો છે તે ઉપાધ્યાયજી મહારાજે અવતરણ તરીકે નીચે આપ્યો છે. [૪૨] ન જૈનત્યં વિના તલ્યાન્ન તસ્મિન્નનુની મા विना तेन न तत्सिद्धिर्नाध्यक्षं निश्चयं विना ॥३७॥ અનુવાદ : વૈજાત્ય વિના તે (ક્ષણિકત્વ) થશે નહિ. તે (ક્ષણિકત્વ) વિના તેમાં અનુમાન (અનુમા) થશે નહિ. તે (અનુમાન) વિના તેની (ક્ષણિત્વની) સિદ્ધિ (નિશ્ચય) થશે નહિ. નિશ્ચય વિના પ્રત્યક્ષ (પ્રમાણભૂત) થશે નહિ. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે ઉદયનાચાર્યના “ન્યાયકુસુમાંજલિ' નામના ગ્રંથમાંથી આધાર તરીકે આ શ્લોક ટાંક્યો છે. ન્યાયકુસુમાંજલિ'ના પહેલા સ્તબકની સોળમી કારિકામાં આ શ્લોક આપવામાં આવ્યો છે. - બૌદ્ધ મતવાળા એમ કહે છે કે એક જ શરીરમાં રહેલો આત્મા પ્રતિક્ષણ નષ્ટ થાય છે અને નવો ઉત્પન્ન થાય છે. પૂર્વ ક્ષણના આત્મામાં કંઈક રૂપવિશેષ થાય છે. એને કુર્વદ્ રૂપ વિશેષ અથવા વૈજાત્ય (વિજાતીયપણું) કહે છે. એથી નવા ઉત્પન્ન થયેલા આત્માને સ્મૃતિસંસ્કાર પ્રાપ્ત થાય છે એટલે કે વાસનાનું સંક્રમણ થાય છે. પૂર્વ ક્ષણનો આત્મા અને ઉત્તર ક્ષણનો આત્મા ભિન્ન ભિન્ન છે એ સમજાવવા માટે Jain Education Intemational 2010_05 cation Intermational 2010_05 ૨૩૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર ઉદાહરણ તરીકે તેઓ કહે છે કે અનાજનો એક દાણો અનાજની કોઠીમાં હોય છે. ત્યાં સુધી એમાંથી અંકુર ફૂટતો નથી, પણ એ ખેતરમાં જાય છે ત્યારે એમાંથી અંકુર ફૂટે છે. એટલે દાણો એકનો એક દેખાય છે તે ભ્રમ છે. કોઠીનો દાણો જુદો હતો અને ખેતરનો દાણો જુદો છે. દાણામાં જે વૈજાત્ય હતું, અતિશયવિશેષ હતો એથી અંકુર ફૂટ્યો છે. વસ્તુત: ખેતરમાં માટી, પાણી, હવા, સૂર્ય પ્રકાશ ઇત્યાદિ સહકારી કારણો મળતાં દાણામાંથી અંકુર ફૂટે છે. પરંતુ બૌદ્ધો ક્ષણિકવાદમાં માનતા હોવાથી આ વૈજાત્યની વાત લાવે છે. હવે જો વૈજાત્યની વાત ન હોય તો ક્ષણિકત્વની વાત ટકી શકશે નહિ. પરંતુ ક્ષણિકત્વની વાત સ્વીકારીએ તો વૈજાત્ય અથવા અતિશયવિશેષ અથવા કારણવિશેષ સ્વીકારવું પડે, જેથી કાર્યવિશેષ થાય છે. હવે જો વિશિષ્ટ કારણ-કાર્ય સ્વીકારીએ તો સામાન્ય કારણ-કાર્ય છોડી દેવા પડશે. એટલે સામાન્ય કારણથી સામાન્ય કાર્ય ઉત્પન્ન થાય છે એ અનુમાનનો ઉચ્છેદ થશે. એટલે અનુમાનથી પદાર્થમાં ક્ષણિત્વની સિદ્ધિ નહિ થઈ શકે. તેવી જ રીતે તે સંક્રમણ નજરે દેખાતું ન હોવાથી અધ્યક્ષ અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણથી પણ ક્ષણિકત્વની સિદ્ધિ થઈ શકશે નહિ. આમ, બૌદ્ધોના ક્ષણિકવાદ એ માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવો છે. અન્ય કોઈ દર્શને આ ક્ષણિકવાદનો સ્વીકાર કર્યો નથી. [૪૨૧] તાપ્રત્યfમજ્ઞાનં ક્ષત્વેિ ૨ વાથતે . ___ योऽहमन्वभवं सोऽहं स्मरामीत्यवधारणात् ॥३८॥ અનુવાદ : “જેણે (પૂર્વે) અનુભવ્યું તે જ હું તેનું સ્મરણ કરું છું એવી અવધારણા થતી હોવાથી એકતાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકત્વનો બોધ કરે છે. વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય અને ક્ષણિક માને છે, પરંતુ આ વાત જીવનના સાદા અનુભવથી વિપરીત છે એ તરત સમજાય એવું છે. આત્મા ક્ષણે ક્ષણે જો નાશ પામતો હોય અને ઉત્પન્ન થતો હોય તો પછી ભૂતકાળમાં બની ગયેલી ઘટના યાદ કેવી રીતે રહે ? કોને રહે ? જીવના શરીરમાં ક્ષણે ક્ષણે ફેરફાર જરૂર થાય છે. એથી નાનું બાળક મોટું થાય છે, યુવાન હોય તે વૃદ્ધ થાય છે. એટલે દેહમાં ફેરફાર થાય છે. પરંતુ દેહમાં રહેલો આત્મા તો નિત્ય છે. જો એમ ન હોય તો ભૂતકાળમાં વર્ષો પહેલાં બનેલી ઘટના જીવને આજે પણ યાદ કેવી રીતે રહે ? એ યાદ રહે છે. એનો અર્થ એ થયો કે કશાકનું સાતત્ય છે. ભિન્ન ભિન્ન અવસ્થા વચ્ચે પણ જે એકતા છે, અભેદ છે તેનું પ્રત્યભિજ્ઞાન થાય છે એટલે કે ઓળખ અથવા નિશ્ચય થાય છે. આમ સ્મૃતિ દ્વારા થતા ભૂતકાળના અનુભવને કારણે અર્થાત્ મારો આત્મા એનો એ જ છે' એમાં એકતાના પ્રત્યભિજ્ઞાનને કારણે આત્માના ક્ષણિકત્વની વાત ટકી શકતી નથી. [૪૨૨] નાન્વિષયવાળો યત્ ક્ષડિપિ ચર્થતા | नानाज्ञानान्वये तद्वत् स्थिरे नानाक्षणान्वये ॥३९॥ અનુવાદ : આમાં પ્રત્યભિજ્ઞાનમાં) વિષય બાધિત થતો નથી કારણ કે (બૌદ્ધ મતે) અનેક Jain Education Intemational 2010_05 Education Intemational 2010_05 ૨૩૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જ્ઞાનની પરંપરામાં ક્ષશિત્વ હોવા છતાં પણ એકત્વ ભાસે છે. તેવી રીતે અનેક ક્ષણની પરંપરામાં વણાયેલા સ્થિર પદાર્થમાં એકત્વ છે. વિશેષાર્થ : બૌદ્ધ દર્શન કહે છે કે આત્મામાં એકતાના વિષયનો સંભવ જ નથી. આત્મામાં ક્ષણિત્વનો જ સંભવ છે. પરંતુ બૌદ્ધ દર્શનની આ દલીલ બરાબર નથી, કારણ કે આત્મામાં એકતાના વિષયનો બાધ જ નથી. જેમ બૌદ્ધ દર્શન ક્ષણિક આત્માની જ્ઞાનની ધારામાં (સંતાનમાં) એકતા સ્થાપે છે તેમ અન્ય દર્શન પ્રમાણે સ્થિર અને નિત્ય એવા આત્મામાં પણ એકતા અવશ્ય ઘટી શકે. એટલે કે તો પછી આત્માની ક્ષણિકતાની વાત સ્વીકારવાની કોઈ આવશ્યકતા કે યથાર્થતા નથી. ૪િ૨૩] નાનાર્થેવરસ્વામાળે વિધ્ય स्याद्वादसंनिवेशेन नित्यत्वेऽर्थक्रिया न हि ॥४०॥ અનુવાદ : નાના પ્રકારનાં કાર્યોના ઐક્યાકરણના સ્વભાવને માનવાથી સ્યાદ્વાદની સ્થાપના (સંનિવેશ) વડે, નિત્યત્વમાં અર્થક્રિયાનો વિરોધ નથી. વિશેષાર્થ : નાના પ્રકારનાં કાર્યો એટલે વિવિધ પ્રકારનાં અનેક કાર્યો. એમાં ઐક્યકરણ એટલે એક કર્તાનો અનેક કાર્યો કરવાનો, કાર્યજનકત્વનો સ્વભાવ. આ કર્તા તે આત્મા. બૌદ્ધો એમ કહે છે કે આત્માને નિત્ય માનવાથી એમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. પરંતુ જૈન દર્શન કહે છે કે સ્યાદ્વાદનો આશ્રય લેવાથી એમાં અર્થક્રિયા ઘટી શકે છે. અનેક કાર્યો ક્રમથી કરવાનો (કારણ કે એક જ સમયે બે ઉપયોગ સાથે સંભવી શકતા નથી.) આત્માનો સ્વભાવ છે. વળી સ્યાદ્વાદનો આશ્રય લેતાં તો એ વસ્તુ તદ્દન સ્પષ્ટ થશે. સ્યાદ્વાદ શૈલીએ આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય માની શકાય. એટલે નિત્યત્વમાં અર્થક્રિયાનો વિરોધ રહેતો નથી. [૪૨૪] નીનાવાવથતિશય સુવા: 8થમ્ | परेणापि हि नानेकस्वभावोपगमं विना ॥४१॥ અનુવાદ : અનેક સ્વભાવનો સ્વીકાર કર્યા વિના બીજા (બૌદ્ધ) વડે નીલ વગેરે રંગમાં અતભેદની શક્તિઓ શી રીતે કહી શકાશે ? વિશેષાર્થ : બૌદ્ધ દર્શનવાળાઓ આત્માને ક્ષણિક માને છે. એટલે વસ્તુત: આત્મતત્ત્વમાં જ માનતા નથી. જૈન દર્શન આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. જૈન દર્શન માને છે મને*ધર્માત્મજં વસ્તુ | અર્થાત્ વસ્તુના અનેક ધર્મો છે એટલે એક પદાર્થમાં અનેક સ્વભાવનો સ્વીકાર કરવો પડશે. બૌદ્ધધર્મીઓ એમ માનતા ન હોય તો એમને માન્યા વગર છૂટકો નથી. એક સાદું ઉદાહરણ લઈએ. નીલ રંગ તો બધા સ્વીકારે છે. પરંતુ એક નીલ રંગમાં જે પીળાશ (અત)ની ઝાંય છે એથી એના વત્તાઓછા પ્રમાણે અનેક ભેદ પડે છે અને તે બધા જ નીલના ભેદ-સ્વભાવ તરીકે સ્વીકારવા પડે છે. એમ છતાં નીલ રંગમાં રહેલા એ પ્રત્યેક ભેદને સ્વભાવને તમે શી રીતે કહી શકશો ? કહેવાનું શક્ય જ નથી. એટલે જ એક પદાર્થમાં અનેક સ્વભાવ સ્વીકારવા જ પડે છે. ૨૩૪ 2010_05 Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો: મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૪૨૫ ઘુવેક્ષા ન પ્રેમ નિવૃત્તમનુકૂવા ! __ग्राह्याकार इव ज्ञाने गुणस्तन्नात्र दर्शने ॥४२॥ અનુવાદ : આત્માને ધ્રુવ જોવામાં આવે તો પણ અનુપપ્લવથી (રાગાદિ સંસ્કારના નાશથી) રવાના થયેલો રાગ (પ્રેમ) ઊભો નહિ થાય, જેમ (બૌદ્ધ મતે) ગ્રાહ્યાકાર (અર્થાત્ યાકાર). અનુપમ્પ્લવથી રવાના થયા પછી ફરીથી આવતો નથી તેમ. માટે આ દર્શન(બૌદ્ધ દર્શન)ને માન્ય રાખવામાં કોઈ ગુણ (લાભ) નથી. ' વિશેષાર્થ : આ શ્લોક ૩૩ (૪૧૬)મા શ્લોકના જવાબ રૂપે છે. બૌદ્ધ દર્શન એક એવી દલીલ કરે છે કે આત્માને ધ્રુવ એટલે નિત્ય માનવા કરતાં ક્ષણિક માનવામાં જીવને માટે વિશેષ લાભ છે. કોઈ વસ્તુ ક્ષણિક હોય, નાશ પામવાની હોય તો તેના પર પ્રેમ બહુ આવતો નથી. જે વસ્તુ કાયમ ટકવાની હોય તેના પર પ્રેમ, અનુરાગ, આસક્તિ વધુ થાય છે. આ આસક્તિથી તૃષ્ણા, મોહ, લાલસા વગેરે ભાવો જન્મે છે. એથી જીવ માટે સંકલેશ પરિણામો થાય છે. આત્માને નિત્ય માનવાથી જીવને પોતાના આત્મા પ્રત્યે વધુ પ્રેમ થાય છે. એને સુખી રાખવા માટે જીવ બહુ મહેનત કરે છે અને એથી તે સંસારમાં રચ્યોપચ્યો રહે છે. જીવને આત્મા માટે મમત્વભાવ રહે છે. એથી આર્તધ્યાન થાય છે. મારો આત્મા, મારો આત્મા’ – એમ મારાપણું, મમત્વ વધે છે, જે એને સંસારમાં ડુબાડે છે. એટલે આત્માને નિત્ય, ધ્રુવ તરીકે જોવાથી જીવના એના માટેના પ્રેમની કે આસક્તિની નિવૃત્તિ થતી નથી. પરંતુ બીજી બાજુ આત્માને ક્ષણિક, ક્ષણભંગુર માનવાથી એના માટેના પ્રેમની નિવૃત્તિ થાય છે. એથી આસક્તિ ઘટે છે અને ત્યાગવૈરાગ્યના ભાવ દઢ થાય છે, જે નિર્વાણ માટે બહુ જરૂરી છે. બૌદ્ધ દર્શન આત્માની ક્ષણિકતાનો સ્વીકાર કરવા માટે આવી દલીલ કરે છે. પરંતુ બૌદ્ધ દર્શનની આ દલીલમાં તથ્ય નથી. એ માત્ર ઉપજાવી કાઢેલી દલીલ છે, કારણ કે આત્માને નિત્ય, અનાદિ-અનંત માનવાથી એ માટે જે પ્રેમ થાય તે સંકલેશ કરાવે એવા પ્રકારનો અપ્રશસ્ત રાગ નથી, પણ પ્રશસ્ત રાગ છે. વળી આ રાગ નિવૃત્ત ન થાય એવું પણ નથી. એની નિવૃત્તિમાં કોઈ વિઘ્ન આવતું નથી. આ માટે ગ્રંથકાર મહર્ષિએ બૌદ્ધ દર્શનની જ એક વાતનું ઉદાહરણ આપીને જવાબ આપ્યો છે. જીવનો આત્મા માટેનો પ્રેમ નિવૃત્ત કેમ ન થાય ? થાય જ, બૌદ્ધ દર્શનના ગ્રાહ્ય આકારની જેમ જ અવશ્ય થાય. બૌદ્ધ દર્શન માને છે કે પ્રત્યેક પદાર્થની જ્ઞાનની એક ધારા અથવા સંતાન ચાલે છે. એ ધારા ચાલતી હોય ત્યારે ચિત્ત એના વિવિધ આકાર ગ્રહણ કરે છે. પરંતુ એ આકાર પણ ક્ષણિક છે. આમ જ્ઞાનધારામાં ગ્રાહ્ય આકાર નિવૃત્ત થઈ જાય છે એટલે કે પાછા ચાલ્યા જાય છે. ધારા સતત રહે છે પણ આકારો નિવૃત્ત થઈ જાય છે, એમ બૌદ્ધ દર્શન કહે છે. જૈન દર્શન કહે છે કે તમારા બૌદ્ધ દર્શનમાં જ્ઞાનધારાના આકારો જેમ નિવૃત્ત થઈ જાય છે તેમ જીવનો આત્મા માટેનો પ્રેમ પણ, જ્ઞાનદશા ઉચ્ચ થતાં, નિવૃત્ત થઈ જાય છે. જૈન દર્શન તો કહે છે કે પછી તો એવી ઉચ્ચ આત્મિક દશા પ્રાપ્ત થાય છે કે જ્યારે નિર્વાણ અથવા મોક્ષ માટેનો પ્રેમ પણ રહેતો નથી. આનંદઘનજીએ કહ્યું છે તેમ “મુક્તિ સંસાર બેઉ સમ ગણે'. ૨૩૫ Jain Education Interational 2010_05 Page #281 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એટલા માટે આ બૌદ્ધ દર્શન ભલે ક્ષણભંગુરતામાં રહેલા ગુણની વાત કરે પરંતુ એમાં કોઈ ગુણ નથી અને તેથી આત્માની તે ક્ષણિકતા સ્વીકાર્ય નથી. ટૂંકમાં, બૌદ્ધ દર્શનને માન્ય રાખવામાં કોઈ ગુણ એટલે કે લાભ નથી. [૪૨૬] પ્રત્યુતાનિત્યમાવે દિ સ્વતઃ ક્ષUIનગુધિયા ! हेत्वनादरतः सर्वक्रियाविफलता भवेत् ॥४३॥ અનુવાદ : ઊલટાનું (પ્રત્યુત) અનિત્યભાવથી તો પોતાની મેળે જ ક્ષણિક જન્મ(જન)ની બુદ્ધિ વડે હેતુ ઉપર અનાદર થશે અને સર્વ ક્રિયાની નિષ્ફળતા થશે. વિશેષાર્થ : બૌદ્ધ દર્શન આત્માને અનિત્ય માને છે. પરંતુ આ માન્યતા વ્યવહારમાં જરા પણ ટકી શકે એમ નથી, કારણ કે એથી હેતુ ઉપર એટલે કે ક્રિયાના ફળ ઉપર માણસને અનાદર થશે. ધારો કે કોઈ માણસ બીજાની હત્યા કરતો હોય તો એ બચાવ કરી શકશે કે પોતે તો માત્ર નિમિત્ત થયો છે, જે ક્ષણે એની હત્યા કરવામાં આવી એની પૂર્વેની ક્ષણે તો એ મૃત્યુ પામ્યો જ હતો. માણસ ચોરી કરશે અને છતાં કહી શકશે કે પોતે ચોરી કરી નથી, કારણ કે ચોરી થાય એ પહેલાં તો એનો પોતાનો આત્મા મૃત્યુ પામ્યો હતો. કોઈ માણસે દુકાનમાંથી વસ્તુ ખરીદી હોય અને પૈસા આપવાનો ઇન્કાર કરતાં તે કહી શકે કે જેની પાસેથી વસ્તુ લેવાઈ એ તો ક્યારનો મૃત્યુ પામ્યો છે અને લેનારો પણ મૃત્યુ પામ્યો છે. આમ, આત્માને અનિત્ય માનવાથી ઘણા દોષો અને અનર્થો ઊભા થશે. કોઈ કાર્ય કરવામાં માણસને રસ નહિ રહે. પોતાના કાર્યનું ફળ બીજા ભોગવી શકશે. આત્મા જો સ્વતઃ ઉત્પન્ન થાય છે અને સ્વતઃ વિનાશ પામે છે, તો પછી શુભ કે અશુભ કર્મના બંધની કોઈ વાત રહેશે નહિ અને સુખદુઃખનાં કારણો પણ અસ્વીકાર્ય બનશે. પરિણામે સર્વ ક્રિયાઓની નિષ્ફળતા થશે. જો એવું થાય તો ધર્મક્રિયા કે કર્તવ્યરૂપ ક્રિયા પણ માણસ કરશે નહિ. ટૂંકમાં આત્માને અનિત્ય માનવાથી સંસારમાં અનવસ્થા સર્જાશે. એમાંથી બચવું હોય તો આત્માની અનિત્યતાની વાત છોડી દેવી પડશે. [૪૨] તwાવિતરિ ત્યાજ્યમનિત્યસ્વસ્થ વર્ણનમ્ नित्यसत्यचिदानंदपदसंसर्गमिच्छता ॥४४॥ અનુવાદ : એટલે નિત્ય, સત, ચિત્ અને આનંદના પદનો સંસર્ગ ઇચ્છનારે આ અનિત્યવાદીનું દર્શન ત્યજવા યોગ્ય છે. વિશેષાર્થ : બૌદ્ધોના અનિત્યવાદની મીમાંસા કરીને તથા એમાં રહેલી ત્રુટિ દર્શાવીને ગ્રંથકાર મહર્ષિ અહીં ભલામણ કરે છે કે જેઓ સત્, ચિત્ ને આનંદસ્વરૂપ એવા નિત્ય આત્માનું પદ પામવા ઇચ્છતા હોય એટલે કે જેઓ સાચા મુમુક્ષુ હોય તેઓએ તો આત્માને એકાન્ત અનિત્ય માનતા આ ક્ષણિકવાદની જાળમાં ફસાવા જેવું નથી. સર્વને ક્ષણિક અને અનિત્ય માનવાથી માણસ ભ્રમમાં પડી જવાનો અને ખોટી દિશામાં ભૂલો પડી જવાનો સંભવ રહે છે. એથી જીવો મોક્ષમાર્ગ ચૂકી જવાનો ભય રહે છે. મુમુક્ષુને સાવધાન રહેવાની ગ્રંથકારશ્રીની આ ભલામણ સર્વથા કેટલી યથોચિત છે ! ૨૩૬ 2010_05 Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૪૨૮] ૧ ર્તા નાપિ મોાત્મા વિનાનાં તુ વર્ઝને । जन्यधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी ॥ ४५ ॥ અનુવાદ : કપિલના દર્શનમાં (સાંખ્યમતમાં) આત્મા કર્તા નથી અને ભોક્તા પણ નથી. એ (આત્મા) જન્મધર્મ-આશ્રયવાળો નથી, (પરંતુ) પ્રકૃતિ પરિણામિની છે. વિશેષાર્થ : બૌદ્ધ દર્શનના આત્મા વિશેના મંતવ્ય પછી આ શ્લોકમાં કપિલના સાંખ્ય દર્શનનું મુખ્ય મંતવ્ય સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. સાંખ્ય દર્શન આત્માને પુરુષ તરીકે ઓળખાવે છે. તે ચેતનમય છે. તે કમળના પત્રની જેમ સર્વદા નિર્લેપ છે. તે કશું કરતો નથી. એટલે કે તે કોઈ કર્મનો કર્તા નથી અને કોઈ વસ્તુનો તે ભોક્તા પણ નથી. તે સંપૂર્ણપણે વિશુદ્ધ છે, નિર્મળ છે. પ્રકૃતિ જડ છે. પ્રકૃતિનું પ્રતિબિમ્બ પુરુષમાં પડે છે. વસ્તુતઃ પ્રકૃતિ અને પુરુષ ભિન્નભિન્ન છે. પરંતુ પોતાનામાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું હોવાથી પુરુષને એવો ભ્રમ થાય છે કે ‘હું સુખી છું’ ‘હું દુ:ખી છું'. પુરુષને પોતાનામાં પડેલા પ્રતિબિંબને કારણે એવો ભ્રમ થાય છે કે પોતે પ્રકૃતિ જ છે અને તેવી રીતે પ્રકૃતિને પણ એવો ભ્રમ થાય છે કે પોતે પુરુષ છે. આમ બંને એકબીજામાં ઓતપ્રોત રહે છે. એને લીધે સંસાર ચાલ્યા કરે છે. જ્યારે પુરુષ (આત્મા)નો આ ભ્રમ ભાંગી જાય અને પોતે પ્રકૃતિથી અલગ થઈ જાય તો પુરુષનો એટલે કે આત્માનો મોક્ષ થાય છે. પુરુષ જો પ્રકૃતિથી ભિન્ન થઈ જાય તો એ કર્તા નથી અને ભોક્તા પણ નથી. પુરુષ નિત્ય, અવિકારી, અપરિણામી છે. તે અક્રિય છે. એટલે એનામાં જ્ઞાનાદિ ધર્મો જન્ય નથી અર્થાત્ ઉત્પન્ન થતા નથી. એટલે આત્મા જન્યધર્મોના આશ્રયવાળો નથી. બીજી બાજુ પ્રકૃતિ અનિત્ય, વિકારી અને પરિણામી છે. પ્રકૃતિમાં ઉત્પન્ન થતાં સુખદુઃખાદિનો અનુભવ પોતાને થાય છે એવો ભ્રમ પુરુષને થાય છે, કારણ કે પોતે પ્રકૃતિથી અભિન્ન છે, એમ તે માને છે. બંને વચ્ચે અભેદ છે એવો એનો ભ્રમ ચાલ્યા કરે છે. આ ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે પુરુષ (આત્મા) પ્રકૃતિથી અલગ થઈ જાય છે અને ત્યારે એનો મોક્ષ થાય છે. આ સાંખ્યદર્શનની માન્યતા છે. [૪૨૯] પ્રથમ: પરિખામોસ્યા બુદ્ધિધર્માષ્ટાન્વિતા । ततोऽहंकारतन्मात्रेन्द्रियभूतोदयः क्रमात् ॥४६॥ અનુવાદ : ધર્માદિ આઠ વડે યુક્ત એવી બુદ્ધિ એ એનું (પ્રકૃતિનું) પ્રથમ પરિણામ છે. ત્યાર પછી અનુક્રમે અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો અને ભૂતોની ઉત્પત્તિ થાય છે. વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે આ વિશ્વ પુરુષ સહિત પચીસ તત્ત્વોનું બનેલું છે. એમાં પ્રકૃતિમાંથી અનુક્રમે ભિન્નભિન્ન તત્ત્વોનો વિકાસ કેવી રીતે થાય છે તેનો અહીં સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. સાંખ્ય દર્શન પ્રમાણે પુરુષ (આત્મા) અને પ્રકૃતિના સંયોગ વડે જ આ વિશ્વનું નિર્માણ થયું છે. પુરુષ ચેતનમય છે અને પ્રકૃતિ જડ છે. પુરુષ શુદ્ધ, નિત્ય, નિર્વિકાર છે. એટલે ફક્ત પુરુષથી વિશ્વનું _2010_05 ૨૩૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સર્જન થાય નહિ. પ્રકૃતિ જડ છે. એટલે ફક્ત પ્રકૃતિથી પણ વિશ્વનું સર્જન થાય નહિ. પરંતુ પુરુષ અને પ્રકૃતિ ભેગાં મળે તો તેથી વિશ્વનું સર્જન થાય છે. કેવી રીતે આ સર્જન થાય છે ? સાંખ્યો કહે છે કે અંધપંગુન્યાયે આ સર્જન થાય છે. જંગલમાં ભૂલો પડેલો એક આંધળો અને એક લંગડો બંને પોતાની મેળે એકલા જંગલમાંથી નીકળી શકે નહિ. પરંતુ આંધળાના ખભા ઉપર લંગડો બેસી જઈને રસ્તો બતાવે તો બંને નીકળી શકે. ગરજ બંનેને છે. તેવી રીતે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે. વસ્તુતઃ જગત પ્રકૃતિમાં બીજરૂપે રહેલું હોય છે. સૃષ્ટિના સર્જન પહેલાં સત્ત્વ, રજસ્ અને તમસ એ ગુણો પ્રકૃતિમાં સમાન ભાવે, સરખે અંશે રહેલા હોય છે, પરંતુ પુરુષના સાન્નિધ્યમાં આવતાં પ્રકૃતિના આ ત્રણે ગુણોની સમતુલા ખોરવાય છે. ગુણોમાં એક પ્રકારનું આંદોલન ઉત્પન્ન થાય છે. “ગુણક્ષોભ” થાય છે. આ સ્પંદનને લીધે ગુણો વચ્ચે સંઘર્ષ થાય છે. પ્રત્યેક ગુણ બીજા બે ગુણ ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરે છે. એમાંથી આ ત્રિગુણાત્મક સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એમાં ક્યાંક એક ગુણનું તો ક્યાંક અન્ય ગુણનું પ્રાધાન્ય જોવા મળે છે. પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થતાં પ્રકૃતિમાં પરિણમન થાય છે. પ્રકૃતિ વિકારી બને છે. એમાંથી એનું સૌથી મહત્ત્વનું અંગ તે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એટલા માટે બુદ્ધિને “મહત્’ કહેવામાં આવે છે. આ બુદ્ધિના આઠ ધર્મ છે : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય. એને કારણે જીવને સુખદુઃખનો અનુભવ થાય છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ પછી અહંકારની ઉત્પત્તિ થાય છે. પુરુષ (આત્મા) આ અહંકારને વશ થઈ ‘ સુખી છું', “હું દુઃખી છું એમ સમજી પોતે સર્વ ક્રિયાનો કર્તા અને ભોક્તા છે એમ માને છે. પરંતુ એ એનો ભ્રમ છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ અગિયાર ઉત્પન્ન થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય તે કાન (શ્રવણેન્દ્રિય), આંખ (ચક્ષુરિન્દ્રિય), નાક (ધ્રાણેન્દ્રિય), જીભ (રસેન્દ્રિય) અને ત્વચા (સ્પર્શેન્દ્રિય) છે. પાંચ કર્મેન્દ્રિય તે મુખ, હાથ, પગ, મળદ્વાર અને જનનેન્દ્રિય છે. તામસ્ અહંકારમાંથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. આ તન્માત્રા તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. રાજસ્ અહંકાર સાત્ત્વિક અહંકારને અને તામસ અહંકારને મદદરૂપ થાય છે. પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. આ પાંચ મહાભૂતો તે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ રીતે સાંખ્ય દર્શન પ્રમાણે જગતની ઉત્પત્તિ થાય છે. તેઓ કહે છે કે જેમ દૂધમાંથી એની મેળે જ વિકાર થતાં દહીં થાય છે તેમ પ્રકૃતિ એની મેળે જ પરિણમે છે. આ સાંખ્ય દર્શનની માન્યતા છે. ૨૩૮ Jain Education Intemational 2010_05 Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકા૨ તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૪૩૦] વિદૂષ: પુરુષો યુદ્ધ: સિક્સ્ચેબૈતન્યમાનતઃ । सिद्धिस्तस्याश्च विषयावच्छेदनियमाच्चितः ॥४७॥ અનુવાદ : ચિપ પુરુષ ચેતન(તત્ત્વ)ની માન્યતા બુદ્ધિની સિદ્ધિ માટે છે. અને તેની (ચિત્ની) સિદ્ધિ વિષયના અવચ્છેદના નિયમથી છે. વિશેષાર્થ : આ શ્લોકમાં પુરુષ (આત્મા-ચૈતન્ય) તત્ત્વની સિદ્ધિ અને પ્રકૃતિ (બુદ્ધિ) તત્ત્વની સિદ્ધિ શા માટે અને કેવી રીતે થાય છે તે અંગે સાંખ્યવાદીઓનો મત દર્શાવવામાં આવ્યો છે. સાંખ્યવાદી માને છે કે સમગ્ર સંસાર પુરુષ (ચેતન તત્ત્વ) અને પ્રકૃતિ (જડ તત્ત્વ)ના સંયોગથી છે. પ્રકૃતિનાં ૨૫ તત્ત્વોમાં બુદ્ધિને તેઓ પ્રધાન માને છે. એટલે એમાં બુદ્ધિ જ મહત્ત્વનું કાર્ય કરે છે. હવે કોઈ પ્રશ્ન કરે કે પુરુષ એટલે કે ચેતન તત્ત્વમાં માનવાની શી જરૂર છે ? ન માનો તો ન ચાલે ? તેવી જ રીતે બુદ્ધિના તત્ત્વમાં માનવાની પણ શી જરૂર છે ? ન માનો તો ન ચાલે ? આ પ્રશ્નોના ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યા છે. એમાં સાંખ્યવાદીઓના મતનું પ્રતિપાદન છે. જડ પ્રકૃતિ જ બધું કાર્ય કરતી હોય અને પુરુષ ચેતન અક્રિય હોય તો પણ પ્રકૃતિ-બુદ્ધિને ‘હું ચેતન છું, હું જ્ઞાની છું, હું કરું છું' એવો જે ભ્રમ થાય છે તે પુરુષના અસ્તિત્વને કારણે. જો પુરુષ ન હોય તો બુદ્ધિને આવું ભ્રમમૂલક જ્ઞાન ન હોય અને તો સંસાર ન હોય. એટલે પુરુષ ભલે અક્રિય હોય તો પણ એના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. કોઈ એમ કહે કે પુરુષ-ચેતનનો ભલે સ્વીકાર કરો, પણ બુદ્ધિ નામનું જુદું તત્ત્વ માનવાની જરૂર શી છે ? એ ન માનતાં એના બધા ધર્મો-લક્ષણો ચેતનનાં છે એમ માની લો, તો પછી બુદ્ધિના અસ્તિત્વને માનવાની જરૂર નહિ રહે. પણ સાંખ્યવાદીઓ કહે છે કે એ વાત પણ બરાબર નથી. ચેતન નિત્ય અને અક્રિય છે, તેમ છતાં વિષયનો અવચ્છેદ કર્યાનો, બાહ્ય વિષયોનું જ્ઞાન હોવાનો એને જે ભ્રમ થાય છે તે ‘બુદ્ધિ’ તત્ત્વને કારણે જ થાય છે. પોતે બુદ્ધિથી અભિન્ન છે એવો ચેતનને ભ્રમમૂલક ભાસ થાય છે. એટલે જ સંસાર છે. હવે જો બુદ્ધિનું અસ્તિત્વ જ ન સ્વીકારીએ તો ચેતનને કોઈ ભ્રમ જ નહિ થાય. તો પછી સંસારના બધા જીવો મૃત્યુ પછી સીધા મોક્ષગતિમાં જ હોય. પરંતુ વાસ્તવમાં એમ નથી. એટલે બુદ્ધિનું અસ્તિત્વ સ્વીકારવું જ પડશે. આમ પુરુષ (ચેતન) અને બુદ્ધિ બંનેનાં અસ્તિત્વ અર્થાત્ વિદ્યમાનતા સિદ્ધ થાય છે. આ સાંખ્યવાદીઓનો મત છે. [૪૩૧] હેતુત્વે પુત્યર્થન્દ્રિયાળમત્ર નિવૃત્તિ: । दृष्टादृष्टविभागश्च व्यासंगश्च न युज्यते ॥४८॥ અનુવાદ : પુરુષ, પ્રકૃતિ, અર્થ અને ઇન્દ્રિયોના હેતુત્વમાં (હેતુરૂપ માનવામાં) નિવૃતિ, દૃષ્ટાદૃષ્ટ, વિભાગ અને વ્યાસંગ ઘટાવી શકાશે નહિ. _2010_05 ૨૩૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સાંખ્યવાદીઓ બુદ્ધિના તત્ત્વને માને છે. કોઈ પ્રશ્ન કરે કે વિષયના જ્ઞાન માટે બુદ્ધિને માનવાની શી જરૂર ? બુદ્ધિ વગર ન ચાલે ? પુરુષ, પ્રકૃતિ, અર્થ અને ઇન્દ્રિયો પોતાની મેળે વિષયનું જ્ઞાન (વિષયાવચ્છેદ) ન મેળવી લે ? સાંખ્યવાદી કહે છે કે ના, એમ માનવા જતાં નિવૃતિ અર્થાત મોક્ષ, દૃષ્ટાદેષ્ટ વિભાગ અને વ્યાસંગ અનુપપન્ન એટલે કે અર્થ વગરનાં થઈ જશે. તેને યોગ્ય રીતે ઘટાવી નહિ શકાય. પુરુષ (આત્મા) જો વિષયોનું જ્ઞાન મેળવવા લાગે તો તે એનો સ્વભાવ બની જાય. અને એમ થાય તો પછી એનો ક્યારેય મોક્ષ ન થાય. પ્રકૃતિને વિષયાવચ્છેદ કરનારી માનીશું તો પછી તે પુરુષથી (આત્માથી) ક્યારેય અલગ નહિ થઈ શકે. પુરુષથી એનો જો વિયોગ ન થાય તો પ્રકૃતિનો પણ ક્યારેય પુરુષથી છૂટા પડવારૂપ મોક્ષ નહિ થાય. ઘટપટ વગેરે અર્થો પણ વિષયાવદ ન કરી શકે. જો તે ચૈતન્ય સાથે જોડાઈ જાય, તો પછી ચૈતન્યશક્તિને કારણે બધું જ તે જોઈ શકે. “ઘટ મને દેખાય છે માટે દષ્ટ છે, અને પટ મને દેખાતો નથી માટે તે અદેખ છે' એવા દષ્ટ ને અદૃષ્ટ વિભાગ જગતમાં જે છે તે પછી રહે જ નહિ અને બધું જ દૃષ્ટ બની જવાની આપત્તિ આવશે. ઇન્દ્રિયો પણ વિષયનો અવચ્છેદ કરી ન શકે એટલે કે જ્ઞાન મેળવી ન શકે, કારણ કે જો તેમ થાય તો બધું જ તરત સમજાઈ જવું જોઈએ. પણ આપણા અનુભવની વાત છે કે કેટલીક બાબતો તરત સમજાય છે અને કેટલીક સમજતાં વાર લાગે છે. એમાં વ્યાસંગ એટલે કે વિલંબ થાય છે. વ્યાસંગ શબ્દ અહીં પારિભાષિક છે. વ્યાસંગ એટલે આસક્તિ અને વ્યાસંગ એટલે મોડું થવું, છૂટા પડી જવું. અહીં વિલંબનો અર્થ લેવાનો છે. ઇન્દ્રિયો પોતે જો બુદ્ધિનું કામ કરે તો કશું ગ્રહણ કરવામાં વિલંબ રહેશે જ નહિ. એટલે કે વ્યાસંગ ઘટાવી શકાશે નહિ, આમ, સાંખ્યવાદીઓ કહે છે કે બુદ્ધિનો સ્વીકાર ન કરીએ અને બુદ્ધિનું કાર્ય કાં તો પુરુષ કરે, કાં પ્રકૃતિ કરે, કાં અર્થ કરે અને કાં તો ઇન્દ્રિયો કરે તો તે વાત બંધબેસતી નહિ થાય. એટલે બુદ્ધિનું તત્ત્વ સ્વીકારવું જ પડશે. આ સાંખ્યવાદીઓની માન્યતા છે. [૪૩૨] તને વ્યાપ્રાસિંન્યાન્નરત્નાનમિમાનતઃ | अहंकारश्च नियतव्यापारः परिकल्प्यते ॥४९॥ અનુવાદ : સ્વપ્રમાં વ્યાધ્રાદિના સંકલ્પથી નરત્વનું અભિમાન ન થતું હોવાથી નિયત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે. વિશેષાર્થ : અહીં સાંખ્ય મતવાળાનું દૃષ્ટિબિંદુ રજૂ કરવામાં આવ્યું છે. માણસ નિદ્રામાં હોય છે ત્યારે એની સ્વપ્રાવસ્થા ચાલુ થાય છે. સ્વપ્રમાં માણસ જે જુએ છે તે વખતે તેને માટે તે સાચું જ હોય છે. જાગૃત થતાં તે માત્ર ભ્રમ કે આભાસ હતો એવી એને પ્રતીતિ થાય છે. હવે સ્વમમાં વાઘ, સિંહ વગેરેનાં દશ્યો પણ જોવાય-અનુભવાય છે અને તે વખતે તે સાક્ષાત છે ૨૪૦ Jain Education Intemational 2010_05 Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર એમ લાગે છે. ચોર, ડાકુ, રાક્ષસ વગેરેનાં સ્વપ્ર પણ આવે છે. જ્યારે સ્વાવસ્થા ચાલુ થાય છે ત્યારે ઘણુંખરું માણસ પોતે જે રૂપે છે તે રૂપે જ સ્વપ્રમાં વિહરે છે, પરંતુ ક્યારેક સ્વપ્રમાં પણ તે જુદાં રૂપ, વેશ ધારણ કરે છે. સ્વપ્રમાં જાણે કે તે પોતે દેવ હોય, રાક્ષસ હોય, વાઘ હોય, સિંહ હોય, ભિખારી હોય, ચોર હોય એવા એવા કંઈક અનુભવો ક્યારેક થાય છે. હવે આવો અનુભવ જ્યારે થાય ત્યારે તેટલો વખત પોતે જે માણસ છે તે નથી એમ બને છે. અર્થાત્ નરત્વનું એનું અભિમાન ત્યારે થતું નથી એટલે કે મૂળ માણસ તરીકેની એની સભાનતા હોતી નથી. માણસ જ્યારે જાગૃત હોય છે ત્યારે ‘હું માણસ છું' એવી એની સભાનતા સતત ચાલુ હોય છે એટલે કે એનો અહંકાર નિરંતર રહે છે. પરંતુ સ્વપ્રમાં જ્યારે ‘હું વાઘ છું', એવો એને અનુભવ થાય છે ત્યારે તેટલો વખત ‘હું માણસ છું' એવો અનુભવ થતો નથી. એનો અર્થ એ થયો કે એના અહંકારની સભાનતા ચોવીસ કલાક સતત રહેતી નથી, પરંતુ નિયત અને મર્યાદિત થઈ જાય છે. એટલે કે અહંકાર પણ નિયત વ્યાપારવાળો થઈ જાય છે. [૪૩૩] તન્માત્રામિસ્તસ્માત્પ્રપંચોત્પત્તિદેતવે । इत्थं बुद्धिर्जगत्कर्त्री पुरुषो न विकारभाक् ॥५०॥ અનુવાદ : એટલે તન્માત્રાદિનો ક્રમ જગત(પ્રપંચ)ની ઉત્પત્તિ માટે છે. એ પ્રમાણે બુદ્ધિ જગતની કર્તા છે. પુરુષ (આત્મા) વિકારવાળો નથી. વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે. પ્રકૃતિમાં બુદ્ધિ તત્ત્વ સૌથી મહત્ત્વનું છે. સમગ્ર જગતની (પ્રપંચની) ઉત્પત્તિ બુદ્ધિમાંથી થાય છે. એટલે બુદ્ધિને જગતના કર્તા તરીકે (કર્તા માટે નારીજાતિનો શબ્દ ક^) ઓળખાવવામાં આવે છે. બુદ્ધિ કેવી રીતે આ ઉત્પત્તિ કરે છે ? બુદ્ધિમાંથી અહંકાર નામનું તત્ત્વ ઉદ્ભવે છે. અહંકારમાંથી ષોડશગણ એટલે કે સોળનો સમૂહ ઉત્પન્ન થાય છે. એમાં પાંચ તન્માત્રા, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એમ ૧૬ તત્ત્વો ઉત્પન્ન થાય છે. આગળ જોઈ ગયા તેમ પાંચ તન્માત્રા તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો તે શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, જિવા અને સ્પર્શેન્દ્રિય. પાંચ કર્મેન્દ્રિય તે વાક્ (મુખ), પાણિ (હાથ), પાદ (પગ), પાયૂ (મળદ્વાર) અને ઉપસ્થ (જનનેન્દ્રિય). આ પંદર ઉપરાંત સંકલ્પ સ્વરૂપ મન – એમ મળીને ષોડશગણની ઉત્પત્તિ થાય છે. – વળી, પાંચ તન્માત્રામાંથી પંચમહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી ઉત્પન્ન થાય છે. આમ બુદ્ધિમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે એટલે બુદ્ધિ જગતની કર્તી છે. બુદ્ધિ એટલે કે પ્રકૃતિ સક્રિય છે, પરંતુ પુરુષ (ચેતન આત્મા) અક્રિય, નિર્મળ, નિત્ય છે. તેના પોતાનામાં કોઈ વિકાર હોતો નથી. પ્રકૃતિનું એનામાં પ્રતિબિંબ પડવાને કારણે તે મલિન દેખાય છે, પણ પોતે મલિન નથી. પ્રકૃતિમાં કર્તાપણું અને ભોક્તાપણું છે. પુરુષમાં તેવું કશું નથી. આ સાંખ્ય દર્શનની માન્યતા છે. 2010_05 ૨૪૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ૪િ૩૪] પુરુષાર્થોપરા તો વ્યાપારાવેશ વ ચ | अत्रांशो वेदम्ययहं वस्तु करोमीति च धीस्ततः ॥५१॥ અનુવાદ : પુરુષ-ઉપરાગ, અર્થ-ઉપરાગ એ બે અને વ્યાપારાવેશ એ અહીં (બુદ્ધિના) અંશો છે. તેથી વસ્તુ(પદાર્થ)ને “હું જાણું છું અને હું કરું છું એવી બુદ્ધિ થાય છે. વિશેષાર્થ : આ શ્લોકમાં સાંખ્યવાદીઓનો સિદ્ધાન્ત રજૂ કરવામાં આવ્યો છે. બુદ્ધિના ત્રણ ધર્મો એટલે કે અંશો છે : (૧) પુરુષોપરાગ, (૨) અર્થોપરાગ (વિષયોપરાગ) અને (૩) વ્યાપારાવેશ. એને | લીધે બુદ્ધિને એમ લાગે છે કે હું જાણું છું” અને “હું કરું છું. બુદ્ધિને એવો ભાવ અથવા અધ્યવસાય થાય છે. આ સમજાવવા માટે અરીસો અને પ્રતિબિંબનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. પુરુષ (આત્મા) સ્ફટિક જેવો નિર્મળ, નિત્ય ને અક્રિય એટલે કશું જ ન કરનારો છે. પ્રકૃતિ જડ છે. પ્રકૃતિનું એક મુખ્ય અંગ તે બુદ્ધિ છે. પુરુષ અને પ્રકૃતિ પાસે પાસે હોવાથી પ્રકૃતિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. આથી પુરુષને એમ લાગે છે કે હું પ્રકૃતિ છું અને પ્રકૃતિને અથવા બુદ્ધિને એમ લાગે છે કે હું પુરુષ એટલે ચેતન છું. ઉપરાગ એટલે ગ્રહણ (Eclipse) અથવા સંપૂર્ણ પ્રતિબિંબ. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ પડતાં બુદ્ધિને એમ લાગે છે કે હું જ પુરુષ છું. આવી જે બ્રાન્તિ થાય તે પુરુષોપરાગ. પુરુષમાં બુદ્ધિને મનનો ભાવ થાય છે. પુરુષ અને બુદ્ધિ વચ્ચે ભેદ હોવા છતાં અભેદ હોય એવો બુદ્ધિને ? જે ભ્રમ થાય છે તેને “પુરુષોપરાગ' કહેવામાં આવે છે. પુરુષ અને બુદ્ધિનો આ સંબંધ અરીસામાં પડેલા પ્રતિબિંબની જેમ છે. તે વાસ્તવિક કે તાત્ત્વિક નથી. - હવે બુદ્ધિ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે અને અર્થને-પદાર્થને એટલે કે વસ્તુને ગ્રહણ કરે છે. આ અર્થોપરાગ અથવા વિષયો પરાગ છે. પદાર્થ સાથે બુદ્ધિનો સંબંધ વાસ્તવિક અથવા તાત્ત્વિક છે. બુદ્ધિની આ જ્ઞાન-પરિણતિને અરીસામાં પડેલા ડાઘા સાથે સરખાવવામાં આવે છે. મોઢાના ઉચ્છવાસથી અરીસામાં જે ડાઘા પડે છે તે સાચા છે, વાસ્તવિક છે. તેવી રીતે આ જ્ઞાનપરિણતિ તાત્ત્વિક છે. આ પણ બુદ્ધિનો એક અંશ છે. બુદ્ધિનો ત્રીજો અંશ તે છર્તવ્યમ્ અથવા વ્યાપારાવેશ છે. બુદ્ધિને કૃતિનો એટલે કાર્ય કર્યાનો અધ્યવસાય થાય છે, કારણ કે બુદ્ધિમાં કૃતિનો ગુણ રહેલો છે. એટલે બુદ્ધિનો વ્યાપારાવેશ તાત્ત્વિક છે. આમ બુદ્ધિ અને ચૈતન્ય વચ્ચેનો સંબંધ બ્રાન્ત અથવા અતાત્ત્વિક છે. [૪૩૫] વેતનોÉ રોતિ વૃદ્ધર્મેલાWસ્મિ: | एतन्नाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥५२॥ અનુવાદ : “હું ચેતન છું, હું કરું છું.– એ પ્રમાણે બુદ્ધિના ભેદના અજ્ઞાન(અગ્રહ)ને લીધે તે અહંકાર (સ્મય) થાય છે. એનો (અહંકારનો અને અજ્ઞાનનો) નાશ થતાં અવચ્છેદ વિનાના ચૈતન્યને મોક્ષ કહે છે. વિશેષાર્થ : અહીં સાંખ્ય મત રજૂ કરવામાં આવ્યો છે. તેઓ પુરુષ (આત્મા) અને બુદ્ધિપ્રકૃતિ)ને ૨૪૨ Jain Education Intemational 2010_05 Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો: મિથ્યાત્વ-ત્યાગ અધિકાર જુદાં માને છે. પરંતુ બુદ્ધિનું પ્રતિબિંબ નિર્મળ આત્મામાં પડવાને લીધે બુદ્ધિને એમ લાગે છે કે હું જ ચેતન છું, હું જ આત્મા છું, અને પુરુષ ચૈતન્યને એમ લાગે છે કે, જે કંઈ થાય છે તે બધું હું જ કરું છું. વસ્તુતઃ પુરુષ (આત્મા) એટલે કે ચૈતન્ય અને બુદ્ધિ વચ્ચે ભેદ છે. તે બંને એક નથી. પરંતુ અંગ્રહ અર્થાતુ અજ્ઞાનને લીધે બુદ્ધિ અને ચૈતન્યની વચ્ચે અભેદ જણાય છે. એથી જ ચૈતન્યમાં અહંકાર (સ્મય) ઉદ્ભવે છે કે “હું જ બધું કરું છું અને બુદ્ધિને એમ લાગે છે કે “હું જ ચૈતન્ય છું.” પરંતુ આ અહંકારરૂપી અજ્ઞાનનો નાશ થતાં શુદ્ધ ચૈતન્ય પ્રગટે છે. એ જ મોક્ષાવસ્થા છે. આ પ્રમાણે સાંખ્યવાદીઓ માને છે. ४36] कर्तृबुद्धिगते दुःखसुखे पुंस्युपचारतः । नरनाथे यथा भृत्यगतौ जयपराजयौ ॥५३॥ અનુવાદ : જેમ સેવકને વિશે રહેલો જયપરાજ્ય રાજાને વિશે ઉપચારથી કહેવાય છે તેમ કર્તારૂપ બુદ્ધિને વિશે સુખદુઃખનો પુરુષને (આત્માને) વિશે ઉપચાર કરાય છે. વિશેષાર્થ : સાંખ્ય મત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ વડે સંસાર ચાલે છે. એમાં પુરુષ શુદ્ધ અને નિત્ય છે. તે કશું કરતો નથી. પ્રકૃતિનાં તત્ત્વોમાંથી બુદ્ધિ જ આ બધાં કાર્યો કરે છે. શુભાશુભ કર્મ બુદ્ધિ કરે છે, પણ એને માટે જવાબદાર પુરુષ ગણાય છે. વસ્તુતઃ પુરુષ એટલે આત્મા તો કંઈ જ કરતો નથી. તેનામાં કર્તાભોક્તાપણું નથી. આમ છતાં વ્યવહારથી બુદ્ધિને લીધે સુખદુ:ખ ઉદ્ભવતાં રહે છે. તેનો ઉપચાર પુરુષમાં થાય છે. એટલે લોકોને લાગે છે કે પુરુષ આ બધું કરી રહ્યો છે. પરંતુ તે ફક્ત લોકવ્યવહાર છે, ઉપચાર માત્ર છે. ખરેખર એમ નથી. આ માટે સાંખ્યવાદીઓ ઉદાહરણ આપે છે કે યુદ્ધમાં લડે છે સૈનિકો, વિજય-પરાજ્ય તેમનો થાય છે, પરંતુ વિજય-પરાજયનો ઉપચાર થાય છે રાજામાં. રાજાનો યુદ્ધમાં વિજય થયો અથવા રાજાનો યુદ્ધમાં પરાજ્ય થયો એમ કહેવાય છે. વસ્તુતઃ રાજાએ તો યુદ્ધભૂમિ જોઈ પણ ન હોય તો પણ એમ જ કહેવાય. એટલે વસ્તુતઃ એમ ન હોવા છતાં લોકવ્યવહારથી એમ કહેવાય છે. તેવી રીતે બુદ્ધિએ સારાં કે માઠાં કાર્યો કર્યા હોય તો પણ એ પુરુષે (એટલે કે આત્માએ) કર્યા છે એમ કહેવાય છે. વસ્તુતઃ સુખદુઃખનો કર્તા પુરુષ નથી અને એ ભોગવનાર પણ પુરુષ નથી. પુરુષ તો નિર્વિકાર જ છે. સાંખ્યવાદીઓની આ દલીલ છે. [૩૭] » ભોસ ચ નો તર્મહાત્મા નિત્ય નિરંગન: अध्यासादन्यथाबुद्धिस्तथा चोक्तं महात्मना ॥५४॥ અનુવાદ : એટલા માટે આત્મા કર્તા કે ભોક્તા નથી. તે નિત્ય, નિરંજન છે. અધ્યાસ(મહાવરા)ને લીધે તેના પર અન્યથાબુદ્ધિ થાય છે એમ મહાત્માઓ કહે છે. વિશેષાર્થ : સાંખ્ય મત પ્રમાણે આત્મા એકાન્ત નિત્ય અને નિરંજન છે. આત્મામાં કોઈ વિકાર નથી, કોઈ પરિવર્તન નથી. આત્મા નિરંજન છે એટલે કે એને કશું લાગી શકતું નથી, ચોંટી શકતું ૨૪૩ Jain Education Interational 2010_05 Page #289 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નથી. તે રાગાદિ ભાવોથી અલિપ્ત છે. તે કર્મનો કર્તા નથી. તેથી તે કર્મના ફળનો ભોક્તા પણ નથી. પરંતુ બુદ્ધિ સાથેના સંબંધને લીધે તેને “હું કર્તા છું', “હું ભોક્તા છું' એવો ભ્રમ થાય છે અને એવું કહેવાની એને ટેવ પડી જાય છે. વસ્તુતઃ આ તેનો ભ્રમ જ છે એમ મહાત્માઓ કહે છે. [૩૮] પ્રોઃ મિનિ શુ: વનિ સર્વશ: अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥५५॥ અનુવાદ : સર્વથા પ્રકૃતિના ગુણોથી કાર્યો થાય છે. પરંતુ) અહંકારથી વિમૂઢ થયેલો આત્મા “હું કર્તા છું એમ માને છે. વિશેષાર્થ : સાંખ્યદર્શન પ્રમાણે પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે. એ ત્રણ ગુણો છે સત્ત્વ, રજસ્ અને તમસ્. પ્રકૃતિને કારણે જ આ સંસાર છે. એટલે સંસાર ત્રિગુણાત્મક છે. આ ગુણોને લીધે સુખદુઃખ અને મોહ નીપજે છે. પ્રકૃતિ સાથે સંલગ્ન થનાર વિશદ્ધ આત્મા અહંકારને લીધે તથા મિથ્થાબુદ્ધિને લીધે વિમૂઢ બને છે. તે બુદ્ધિ સાથેના ભેદને લીધે બ્રમપૂર્વક માનવા લાગે છે કે હું કર્તા છું, હું સુખી છું, હું દુઃખી છું' વગેરે. વસ્તુતઃ પુરુષ (આત્મા) તો વિશુદ્ધ અને અવિકારી છે. તે અકર્તા અને અભોક્તા છે. શુભાશુભ કર્મનાં બંધનો એને ઘટતાં નથી. સંસારમાં જે કંઈ શુભાશુભ કર્મો છે તે પ્રકૃતિનાં કરેલાં છે. સત્વ, રજસ અને તમસ એ ત્રણે પ્રકૃતિના ગુણો વડે એમ થાય છે. આ પ્રમાણે સાંખ્યદર્શન કહે છે. પરંતુ આ વાત જૈન દર્શનને માન્ય નથી. ૪િ૩૯] વિવાર્થમા નો તત િતનમ્ कृतिचैतन्ययोर्व्यक्तं सामानाधिकरण्यतः ॥५६॥ અનુવાદ : એટલે આ (સાંખ્ય) દર્શન પણ સુંદર, વિચારવા યોગ્ય નથી, કારણ કે કૃતિ અને ચૈતન્યનું સમાન અધિકરણ સ્પષ્ટ છે. ' વિશેષાર્થ : ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સાંખ્યદર્શનની માન્યતાઓની શાસ્ત્રીય છણાવટ કર્યા પછી પોતાનો અભિપ્રાય અહીં દર્શાવ્યો છે કે આ સાંખ્યદર્શન પણ સુંદર નથી, મનમાં વસી જાય એવું નથી. તે વિચારવાયોગ્ય નથી. એનું મુખ્ય કારણ એ છે કે તે કૃતિ અથવા કાર્ય અને ચેતન તત્ત્વનાં અધિકરણ અર્થાત્ સ્થાન જુદાં જુદાં માને છે. તે એમ માને છે કે પુરુષ એટલે કે આત્મા નિર્વિકારી અને અક્રિય છે. તે કશું કરતો નથી. તે કર્તા નથી અને ભોક્તા પણ નથી. એ બધું કરનાર તે જડ પ્રકૃતિ છે. પરંતુ જીવ પોતે જ કર્તા છે અને ભોક્તા છે એમ વ્યવહારમાં આપણને સ્પષ્ટ જણાય છે. એટલે કે કૃતિ અને ચૈતન્યનું અધિકરણ અથવા સ્થાન એક જ છે એ આંખે દેખાય એવું વ્યક્તિ છે. જો આ પ્રમાણે હોય તો આ સાંખ્યદર્શન વિચારવા યોગ્ય કે સ્વીકારવા યોગ્ય નથી એમાં કોઈ શંકા નથી. [४४०] बुद्धिः की च भोक्त्री च नित्या चेन्नास्ति निर्वृतिः। अनित्या चेन्न संसारः प्राग्धर्मादेरयोगतः ॥५७॥ અનુવાદ : બુદ્ધિ જો કર્તા, ભોક્તા અને નિત્ય હોય તો મોક્ષ થાય નહિ. જો એ અનિત્ય હોય તો, પૂર્વધર્મના અયોગથી સંસાર જ રહે નહિ. ૨૪૪ Jain Education Intemational 2010_05 Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર વિશેષાર્થ : સાંખ્યવાદીઓ પુરુષ અને પ્રકૃતિમાં માને છે. પ્રકૃતિના પચીસ તત્ત્વોમાં એક મુખ્ય તત્ત્વ બુદ્ધિ છે. તેઓ બુદ્ધિને કર્તા (કર્કી), ભોક્તા (ભોત્રી) અને નિત્ય તરીકે માને છે. પરંતુ જ્યાં સુધી કર્મ કરનારી અને કર્મ ભોગવનારી બુદ્ધિ હોય અને તે નિત્ય હોય તો પછી કર્મ કરવાનું અને કર્મ ભોગવવાનું નિરંતર ચાલ્યા કરશે. તો પછી કર્મમાંથી મુક્તિની વાત ઘટી શકશે નહિ. એટલે મોક્ષ જેવું કંઈ છે એમ સ્વીકારી શકાશે નહિ. બીજી બાજુ જો બુદ્ધિને અનિત્ય અથવા ક્ષણિક માનવામાં આવે તો તો પૂર્વધર્મની કોઈ વાત એને લાગુ પાડી શકાશે જ નહિ. એટલે કે પૂર્વની વાતનો એને અયોગ રહે. જો એમ થાય તો પછી સંસાર કેવી રીતે ચાલે છે ? આમ, બુદ્ધિને નિત્ય માનો કે અનિત્ય–બંને રીતે સંસાર અને તેમાંથી મુક્તિની વાત બંધબેસતી લાગતી નથી. પરંતુ કર્તા, ભોક્તા અને નિત્યપણું જો આત્મામાં માનવામાં આવે તો જ સંસાર અને મોક્ષની વ્યવસ્થા બરાબર ઘટી શકશે. [૪૪૧] પ્રવેવ થર્નાલિસ્વીવારે વદ્ધિવ વા | सुवचश्च घटादौ स्यादीग्धर्मान्वयस्तथा ॥५८॥ અનુવાદ : પ્રકૃતિને વિશે ધર્માદિનો સ્વીકાર કરશો તો પછી બુદ્ધિનું શું? તો પછી ધર્માદિનો આવો સંબંધ (અન્વય) ઘટાદિમાં પણ સુખેથી કહેવા યોગ્ય થશે. વિશેષાર્થ : સાંખ્યવાદીઓની પ્રકૃતિ વિશેની અવધારણા સર્વથા સુસંગત નથી. પ્રકૃતિને તેઓ જડ માને છે. વળી એને અવ્યક્ત માયા તરીકે ઓળખાવે છે. પ્રકૃતિનું મુખ્ય પરિણમન તે બુદ્ધિ છે. હવે પ્રકૃતિને તેઓ નિત્ય માને તો પણ મુશ્કેલી છે અને અનિત્ય માને તો પણ મુશ્કેલી છે. જો તેઓ પ્રકૃતિને નિત્ય માને તો તેમાં રહેલા ધર્મ-અધર્મ વગેરેને પણ નિત્ય તરીકે સ્વીકારવા પડે. જો ધર્માદિને સ્વીકારે તો પછી બુદ્ધિની કંઈ જરૂર રહેતી નથી. વળી પ્રકૃતિને તેઓ જડ માને છે અને એમાં ધર્માદિને સ્વીકારે છે. જો જડમાં ધર્માદિ રહી શકતા હોય તો જડ એવા ઘડામાં પણ ધર્માદિ રહી શકે છે એમ સ્વીકારવું પડશે. એટલે એ રીતે પણ મુશ્કેલી આવશે. [૪૪૨] તિમો ર વુક્ષેત્ વંધો મોક્ષ નાત્મનઃ | ___ ततश्चात्मानमुद्दिश्य कूटमेतद्यदुच्यते ॥५९॥ * અનુવાદ : કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હોય તો આત્માને બંધ અને મોક્ષ રહેશે નહિ. તો પછી આત્માને ઉદ્દેશીને જે કહ્યું તે મિથ્યા થશે. ' વિશેષાર્થ : સાંખ્યવાદીઓ બંધ અને મોક્ષ વિશે જે મત દર્શાવે છે તે વિશે ઉત્તર આપતાં અહીં જણાવાયું છે કે સાંખ્યવાદીઓ કૃતિ એટલે કે કર્તાપણું અને ભોગ એટલે કે ભોક્તાપણું એ બે ગુણો બુદ્ધિના છે એમ કહે છે. તેઓ કહે છે કે આ સંસાર પુરુષ અને પ્રકૃતિનો બનેલો છે. પ્રકૃતિનાં પચીસ તત્ત્વોમાં મુખ્ય તત્ત્વ બુદ્ધિ છે. આ બુદ્ધિ જ કર્તા છે અને બુદ્ધિ જ ભોક્તા છે. ૨૪૫. Jain Education Interational 2010_05 Page #291 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પરંતુ સાંખ્યવાદીઓના આ મતનું ખંડન કરતાં એમ કહીશું કે જ્યાં કર્તાપણું અને ભોક્તાપણું છે ત્યાં જ બંધ અને મોક્ષ છે. તો પછી તમારે બંધ અને મોક્ષ બુદ્ધિનાં માનવાં પડશે, આત્માનાં નહિ. એટલે સાંખ્યવાદી કપિલમુનિ બંધ અને મોક્ષ આત્મામાં ઘટાવે છે તે મિથ્યા થશે. આમ બુદ્ધિમાં કર્તાપણું અને ભોક્તાપણું બતાવવા જતાં બંધ અને મોક્ષની અનવસ્થા ઊભી થશે. ४४३] पंचविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुंडी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥६०॥ અનુવાદ : પચીસ તત્ત્વને જાણનારો કોઈ પણ આશ્રમને વિશે આસક્ત હોય, તે જટાવાળો, મુંડનવાળો કે પછી શિખાવાળો (ચોટલીવાળો) હોય, તે મુક્તિ પામે છે તેમાં સંશય નથી. વિશેષાર્થ : સાંખ્યદર્શનમાં પચીસ તત્ત્વનું મહત્ત્વ છે. આ પચીસ તત્ત્વના આધારે સમગ્ર સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. આમાં મુખ્ય બે તત્ત્વ છે – પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એ આત્મા છે, ચેતન દ્રવ્ય છે. સમગ્ર સૃષ્ટિમાં પુરુષ એક નહિ પણ અનેક છે. પ્રકૃતિ જડ તત્ત્વ છે. જડ અને ચેતનનો સંયોગ થતાં તેમાંથી સર્જન થાય છે. પુરુષના સંયોગથી પ્રકૃતિમાં સંક્ષોભ થાય છે. એના સત્ત્વ, રજસ અને તમસું એ ત્રણ ગુણોની સમતુલા રહેતી નથી. એ ગુણો વચ્ચે સંઘર્ષ થાય છે અને એથી પ્રકૃતિ વિકારી, પરિણમનશીલ બને છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ અને અહંકાર ઉત્પન્ન થાય છે અને એમ કરતાં કુલ પચીસ તત્ત્વો થાય છે. સાંખ્યદર્શન કહે છે કે જે કોઈને આ પચીસ તત્ત્વમાં શ્રદ્ધા છે તેને અવશ્ય મુક્તિ મળે છે, પછી તે ગમે તે આશ્રમનો એટલે કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસાશ્રમનો જીવ હોય અને પોતાના આશ્રમમાં તે આસક્ત કે રચ્યોપચ્યો હોય. વળી તે જટાવાળો હોય, મસ્તકે મુંડનવાળો હોય કે શિખા (ચોટલી) વાળો હોય, પણ જો તે આ તત્ત્વોમાં શ્રદ્ધાવાળો હોય તો તે ભવનાં બંધનોમાંથી મુક્ત થાય છે. તેની મુક્તિ વિશે કોઈ સંશય નથી. આ માન્યતા સાંખ્યદર્શનની છે. આ દર્શનવાળાઓ પુરુષના (આત્માના) મોક્ષમાં માને છે, પણ પુરુષને કર્તા, ભોક્તા કે બંધનવાળો માનતા નથી. પરંતુ જો બંધન ન હોય તો મુક્તિની વાત કેવી રીતે ઘટી શકે ? સાંખ્યદર્શન પુરુષ(આત્મા)ને એકાન્ત નિત્ય, નિર્વિકારી, અકર્તા, અભોક્તા માને છે. જૈન દર્શન આત્માને દ્રવ્યથી શુદ્ધ, નિત્ય માને છે, પણ પર્યાયથી અશુદ્ધ, અનિત્ય કહે છે. [૪૪૪] પતી ચોપરારત્વે મોક્ષશાસ્ત્ર વૃથાત્રિમ્ अन्यस्य हि विमोक्षार्थे न कोऽप्यन्यः प्रवर्तते ॥६१॥ અનુવાદ : અને જો એનો ઉપચાર કરશો તો તમારું) સમગ્ર મોક્ષશાસ્ત્ર વૃથા થશે. અન્યના મોક્ષ માટે વળી અન્ય કોઈ પ્રવૃત્તિ કરતું નથી. વિશેષાર્થ : પુરુષ જો નિત્ય અને નિર્વિકારી, શુદ્ધ હોય તો પછી બંધ અને મોક્ષ એનો કેવી રીતે ૨૪૬ For Private & Persona Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર ઘટી શકે ? આવા પ્રશ્નના ઉત્તરમાં સાંખ્ય દર્શન કહે છે કે વસ્તુતઃ બુદ્ધિનો જ બંધ અને મોક્ષ છે. પરંતુ તેનો ઉપચાર પુરુષમાં કરાય છે. માત્ર કહેવા ખાતર તે કહેવાય છે. પરંતુ એમની આ ઉપચારની વાત તર્કસંગત નથી. બુદ્ધિના બંધ અને મોક્ષની વાત જો ઉપચારથી પુરુષમાં ઘટાવાય તો એનો અર્થ એ થયો કે મહેનત એક કરે અને ફળ બીજો ભોગવે. પણ પોતાની મહેનતથી મોક્ષ બીજાને મળી જવાનો હોય તો એવી મહેનત–સંયમ, ત્યાગ, તપશ્ચર્યા વગેરે કોણ કરે ? શા માટે કરે ? એમ થાય તો આખું મોક્ષશાસ્ત્ર જ નકામું બની જાય. [૪૪૫] પિલાનાં મતે તસ્માસ્મિન્નવોષિતા રતિઃ । यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ ६२ ॥ અનુવાદ : એટલે આ કપિલના મતમાં પ્રીતિ કરવી યોગ્ય નથી, કારણ કે એમાં અનુભવસિદ્ધ એવા કર્તાપણાનો અને ભોક્તાપણાનો લોપ કરવામાં આવ્યો છે. વિશેષાર્થ : કપિલનો સાંખ્યમત આત્માને એકાન્તે નિત્ય માને છે અને તેથી તે કર્મનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી એમ માને છે. પરંતુ સંસારમાં આપણને સુખદુ:ખ પ્રત્યક્ષ દેખાય છે. સંસારમાં સુખદુઃખ છે એ સૌના અનુભવની વાત છે. વળી જીવ શુભ કે અશુભ કાર્ય કરતો દેખાય છે. એટલે કે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે અને જેવાં કર્મ બાંધે છે તે પ્રમાણે તે ફળ ભોગવે છે. આમ આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા પણ છે. પરંતુ કપિલનો મત આ વાતનો અસ્વીકાર કરે છે. જે મત આ અનુભવસિદ્ધ વાતનો જ લોપ કરે એમાં રતિ, પ્રીતિ કે શ્રદ્ધા કેવી રીતે કરી શકાય ? [૪૪૬] નાસ્તિ નિર્વામિત્વાન્નુરાત્મનઃ વે—વંધત: । प्राक् पश्चाद् युगपद्वापि कर्मबंधाव्यवस्थितेः ॥६३॥ અનુવાદ : આત્માને બંધ ન હોવાથી મોક્ષ છે જ નહિ એમ કેટલાક કહે છે, કારણ કે પહેલાં, પછીથી અથવા એકસાથે આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે. વિશેષાર્થ : આ અધિકારના આરંભમાં કહેલાં આત્માનાં છ પદમાંથી અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ ચાર પદોની વિચારણા થઈ. હવે મોક્ષની વિચારણા કરવામાં આવે છે. મોક્ષ જેવી વાતમાં નહિ માનનારા અમોક્ષવાદીઓ એમ કહે છે કે આત્માને કર્મનો કોઈ બંધ જ ન હોય તો પછી મોક્ષની વાત જ ક્યાં રહી ? તેઓ એક ખોટો તર્ક કરીને પૂછે છે : આત્માને કર્મ સાથે સંબંધ થયો તો કહો કે પહેલાં આત્મા હતો કે પહેલાં કર્મ હતું ? કે પછી બંને એક સાથે (યુગપત્) જોડાયાં ? (૧) હવે જો પહેલાં આત્માની ઉત્પત્તિ થઈ અને પછી કર્મ તેની સાથે જોડાયું છે એમ કહો તો તેમ કહેવું યોગ્ય નથી, કારણ કે વિશુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને કર્મથી બંધાવા માટે કોઈ હેતુ કે પ્રયોજન નથી. વળી કોઈ હેતુ વિના આત્મા ઉત્પન્ન થાય કેવી રીતે ? 2010_05 ૨૪૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૨) જો પહેલાં કર્મ ઉત્પન્ન થયું હતું એમ કહો તો તે અસંગત છે, કારણ કે એ રીતે કર્મબંધ સંભવતો નથી, કેમકે ત્યારે આત્માનો એટલે કે કર્તાનો અભાવ હોય છે. (૩) આત્મા અને કર્મ બંને એકી સાથે ઉત્પન્ન થયાં એમ કહો તો તે પણ અસંગત છે, કારણ કે એમાં કર્તા કોણ અને બંધ કોનો ? એવો પ્રશ્ન ઊભો થશે, કારણ કે એક સાથે કર્તૃત્વ અને કાર્યત્વ સંભવી શકતાં નથી. આમ, કર્મ અને આત્માને પહેલાં, પછી કે એક સાથે ઉત્પન્ન થયેલાં માનવાં એ અસંગત બને છે. આ રીતે કર્મબંધ અવ્યવસ્થિત ઠરે છે. એટલા માટે તે અસ્વીકાર્ય છે. હવે જો કર્મબંધ જ ન હોય તો એમાંથી મુક્તિ મેળવવાની વાત જ ક્યાં રહી ? આ અમોક્ષવાદીનો મત છે. આત્મા અને કર્મના સંબંધની એમણે કરેલી આ વાત તર્કસંગત નથી. તેઓએ પહેલાં, પછી કે એકસાથેનો પ્રશ્ન ઊભો કર્યો તેમાં પણ તર્ક નહિ, તકભાસ છે. એ વિશે હવે પછીના શ્લોકોમાં ખુલાસો આવે છે. [૪૭] નાવિર્યરિ સંબંધ રૂષ્ય નીવર્ગો : | __तदानन्त्यान्न मोक्षः स्यात्तदात्माकाशयोगवत् ॥६४॥ અનુવાદઃ જો જીવ અને કર્મનો સંબંધ અનાદિ કહેશો તો આત્મા અને આકાશના સંબંધની જેમ તે અનંત થશે, જેથી મોક્ષ નહિ થાય. ' વિશેષાર્થ : મોક્ષ જેવું કશું નથી એવું માનવાવાળાની દલીલ આ શ્લોકમાં રજૂ કરવામાં આવી છે. તે પૂર્વપક્ષ તરીકે અહીં આપવામાં આવી છે. આત્મા અને કર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? આત્મા અને કર્મનો સંબંધ ક્યારે શરૂ થયો ? આ પ્રશ્નોના, આગળના શ્લોકમાં જોયું તેમ, ત્રણ વૈકલ્પિક ઉત્તર હોઈ શકે, જેમકે (૧) પહેલાં જીવ હતો અને પછી કર્મ સાથેનો એનો સંબંધ અમુક કાળે થયો. (૨) અથવા જીવ અને કર્મના સંબંધમાં કોઈ પહેલું નહિ કે પછી નહિ, પણ બંને એકસાથે ઉત્પન્ન થયાં (૩) અથવા જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. હવે તમે જૈન દર્શનવાળા કહો છો કે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. એ સમજાવવા માટે આત્મા અને આકાશના સંબંધનું ઉદાહરણ અપાય છે. આત્મા અને આકાશનો સંબંધ કોઈ એક કાળે શરૂ થયો એમ નથી, પણ અનાદિ કાળનો તે સંબંધ છે. પરંતુ જે સંબંધ અનાદિ કાળનો હોય તે સંબંધ અનંત કાળ સુધી રહે છે. આત્મા અને આકાશનો સંબંધ જેમ અનાદિ છે તેમ એ સંબંધ અનંત પણ છે એમ સ્વીકારવું પડશે. એટલે જીવ અને કર્મનો સંબંધ જો અનાદિ હોય તો અનંત કાળે પણ જીવ અને કર્મનો સંબંધ રહેવાનો. જો જીવ અને કર્મનો સંબંધ અનંત કાળ સુધી રહેવાનો હોય તો પછી મોક્ષની સંભાવના ક્યાંથી હોય ? કારણ કે જીવ કર્મરહિત થાય તો જ મોક્ષ કહેવાય. માટે મોક્ષ જેવું કશું જ નથી. મોક્ષમાં નહિ માનનારાની આ દલીલનો ઉત્તર એ છે કે આકાશ અને આત્માનો સંબંધ અનાદિ અને અનંત છે, પરંતુ જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં અનંત નથી, કારણ કે જે સંબંધો અનાદિ હોય તે અનંત હોવા જ જોઈએ એવું નથી. ૨૪૮ Jain Education Interational 2010_05 nternational 2010_05 Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૪૮] તવેતવત્યસંબદ્ધ યગ્નથી દેતુજાર્યોઃ | संतानानादिता बीजांकुरवद्देहकर्मणोः ॥६५॥ અનુવાદ : તેથી (મોક્ષ નથી) એમ કહેવું અસંબદ્ધ છે, કારણ કે કારણ-કાર્યરૂપે, બીજ અને અંકુરની જેમ દેહ (જીવ) અને કર્મ વચ્ચે સંબંધ સંતાનરૂપે અનાદિ છે. | વિશેષાર્થ : આગળના શ્લોકના ઉત્તરરૂપે આ શ્લોક છે. કેટલાક માને છે કે આત્માનો કર્મ સાથે કોઈ સંબંધ નથી અથવા આત્માનો મોક્ષ થશે એવી વાત સંભવિત નથી, એટલે કે મોક્ષ નથી. પરંતુ આવી માન્યતા તર્કસંગત નથી. એ તદ્દન અસંબદ્ધ છે. જગતમાં કારણ-કાર્ય ભાવ સતત ચાલે છે. જે કોઈ કાર્ય પરિણમે છે એની પાછળ કારણ રહેલું હોય છે. જો આત્મા કારણ છે, તો કર્મ એ કાર્ય છે. જો કર્મ એ કારણ છે તો જીવની વિવિધ અવસ્થા એ કાર્ય છે. કર્મથી ભવપરંપરા થાય છે અને ભવપરંપરામાં પાછાં નવાં કર્મો બંધાય છે. બીજ અને અંકુરની જેમ પરસ્પર કાર્યકારણભાવ અનાદિ કાળથી સંતાનરૂપે એટલે કે પરંપરાના પ્રવાહરૂપે ચાલ્યો આવે છે. એટલે આત્મા ને કર્મનો કાર્યકારણભાવ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એમ સ્વીકાર્યા વિના છૂટકો નથી. વળી એનો અંત લાવી શકાય છે એટલે કે મોક્ષ છે. [૪૪૯] ર્તા વમન્વિતો તે નવ મણિ દેહયુ __क्रियाफलोपभुक्कुंभे दण्डान्वितकुलालवत् ॥६६॥ અનુવાદ : જેમ દંડ સહિત કુંભાર કુંભની ક્રિયાનું ફળ ભોગવે છે તેમ કર્મ સહિત જીવ દેહનો કર્તા બને છે અને દેહયુક્ત એ (જીવ) કર્મફળનો ભોક્તા બને છે. વિશેષાર્થ : કેટલાક એમ માને છે કે આત્માને બંધ જેવું કંઈ નથી, એટલે મોક્ષ છે એવું માનવાની પણ કંઈ જરૂર નથી. આ મતવાળાને અહીં કહેવામાં આવ્યું છે કે કર્મ જેવું કંઈક છે. દેયુક્ત જીવ કર્મનો કર્યા છે, એટલે કર્મનો તે ભોક્તા પણ છે. દેહધારી જીવ જે કંઈ શુભાશુભ કર્મ કરે છે એટલે કે એનો કર્તા બને છે એ જ જીવ એ શુભાશુભ કર્મનો ભોક્તા પણ બને છે. અહીં કુંભાર (કુલાલ)ની ઉપમા આપવામાં આવી છે. કુંભાર પોતાના ચાકડાને લાકડી વડે ફેરવીને ઘડો બનાવે છે એટલે કુંભાર ઘડાનો બનાવનાર થાય છે. પછી એ કુંભાર પોતાના ઘડાનો ઉપયોગ કરે ' છે. એટલે તે ઘડાનો ભોક્તા બને છે. એવી જ રીતે દેહમાં રહેલો જીવ કર્મનો કર્તા બને છે અને કર્મનો ભોક્તા પણ બને છે. [૪૫] ૩નાવિસંતÍશ: ટુ વીનાંરથોરિવ | कुक्कुट्यंडकयोः स्वर्णमलयोरिव चानयोः ॥६७॥ અનુવાદ : બીજ અને અંકુરની જેમ, કૂકડી અને ઈંડાની જેમ, તથા સુવર્ણ અને તેના | મેલની જેમ આ અનાદિ સંતતિનો નાશ થાય છે. ૨૪૯ Jain Education Interational 2010_05 Page #295 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : બીજમાંથી અંકુર થાય છે, પરંતુ બીજ આવ્યું ક્યાંથી ? એ તો અંકુરો મોટા થતાં, વનસ્પતિમાં જે ફળાદિ થાય છે, ધાન્ય થાય છે તેમાંથી જ બીજ પ્રાપ્ત થાય છે. એટલે જેમ બીજ હોય તો જ અંકુર થાય અને અંકુર હોય તો જ બીજ થાય. એમાં પહેલું કોણ ? એવી રીતે ઈંડામાંથી કૂકડી થાય અને કૂકડી પાછી ઈંડા મૂકે. એમાં પહેલી કૂકડી કે પહેલાં ઈંડું ? તેવી રીતે સુવર્ણ અને મેલનો સંબંધ છે. આ સંબંધની શરૂઆત ક્યારથી થઈ એ તર્કથી સમજાવી નહિ શકાય. એટલે એ સંબંધને અનાદિ કહેવો પડશે. કૂકડીમાંથી ઈંડું અને ઈંડામાંથી કૂકડી એ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. એટલે આ સંતતિપ્રવાહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એમ કહેવું પડશે. હવે આ કૂકડી અને ઈંડાનો સંતતિપ્રવાહ ક્યાં સુધી ચાલશે ? સામાન્ય રીતે તો પ્રથમ દૃષ્ટિએ એવો જ ભ્રમ રહે કે ઈંડું અને કૂકડીની ઉત્પત્તિ-ક્રિયા સતત ચાલ્યા જ કરવાની. અનંતકાળ સુધી એ ચાલશે. પણ બરાબર વિચાર કરીએ તો કોઈ પણ એક ઈંડાનો કે કોઈ પણ એક કૂકડીનો નાશ થતાં એનો એ પ્રવાહ અનંત થતો નથી. પ્રવાહના અનાદિપણામાં આપણે ફેરફાર કરી શકતા નથી. ફેરફાર શક્ય નથી. પણ પ્રવાહને અટકાવી શકાય છે. એટલે કે એનો અંત લાવીને, એને અંતવાળો અર્થાત્ સાન્ત બનાવી શકાય છે. એટલે કે જે જે અનાદિ હોય તે બધાં જ અનંત હોય એવું નથી. કોઈ અનાદિ-અનંત હોય, તેમ કોઈ અનાદિ-સાત્ત પણ હોઈ શકે છે. એવી રીતે જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળનો છે. પણ એ સંબંધ અનાદિ-અનંત જ હોવો જોઈએ એવું નથી. જીવ અને કર્મના સંબંધનો જો સર્વથા વિચ્છેદ થઈ જાય તો એ સંબંધ અનાદિ હોવા છતાં અન્તવાળો, અર્થાત સાન્ત બની શકે. તપ, સંયમાદિ ઉપાયો વડે કર્મનો નાશ થઈ શકે છે. ખાણમાંથી નીકળેલા સુવર્ણની સાથે મેલ, માટી હોય છે. પરંતુ સુવર્ણને તપાવતાં મેલ છૂટો પડી જાય છે અને સુવર્ણ શુદ્ધ બની જાય છે. સુવર્ણ અને મેલ એવાં એકરૂપ નથી કે ક્યારેય તે છૂટાં પડી ન શકે. તેવી રીતે ધર્મ વડે જીવ કર્મથી સર્વથા મુક્ત થઈ શકે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે ભારે પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ એવી આત્મશુદ્ધિ અવશ્ય સિદ્ધ થઈ શકે છે. એટલે કે જીવ અને કર્મની અનાદિકાળથી ચાલી આવતી સંતતિનો નાશ થઈ શકે છે અને એ સંબંધને અનાદિ-સાન્ત બનાવી શકાય છે અને કર્મમુક્ત બની મોક્ષગતિ પ્રાપ્ત કરી શકાય છે. [૪૫૧] મળેષ વ્યવસ્થય સંબંધો નીવર્ગો : I अनाद्यनन्तोऽभव्यानां स्यादात्माकाशयोगवत् ॥६८॥ અનુવાદ : આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિશે છે. અભવ્યો વિશે તો જીવ અને કર્મનો સંબંધ, આકાશ અને આત્માના યોગની જેમ અનાદિ અને અનંત છે. વિશેષાર્થ : જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પરંતુ પુરુષાર્થ કરીને જીવ કર્મ સાથેના પોતાના સંબંધનો નાશ કરી શકે છે, એટલે કે તેનો અંત લાવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જીવ કર્મથી સર્વથા મુક્ત થઈ શકે છે. એટલે કે જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં સાન્ત હોઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય કે શું બધા જ જીવોનો કર્મ સાથેનો સંબંધ, ભલે મોડો કે વહેલો, પૂરો જ ૨૫૦ Jain Education Intemational 2010_05 Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર થવાનો ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં સંસારના જીવોના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. જૈન દર્શન પ્રમાણે સંસારમાં રહેલા બધા જ જીવો મુક્તિ પામવાની યોગ્યતા ધરાવતા નથી. મુક્તિની અપેક્ષાએ સંસારમાં રહેલા જીવોના બે પ્રકાર બતાવવામાં આવે છે. ભવ્ય અને અભવ્ય. મોક્ષ મેળવવાની યોગ્યતાવાળો પારિણામિક ભાવ તે ભવ્યતા. ભવ્ય જીવો પોતાનાં કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામી શકવાની યોગ્યતા ધરાવે છે. પરંતુ સંસારમાં જે અભવ્ય જીવો છે તે તો ક્યારેય મુક્તિ પામવાના નથી. એટલે કે અભવ્ય જીવોનો કર્મ સાથેનો જે સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે તે અનંત કાળ સુધી રહેવાનો છે. આમ જીવ અને કર્મનો સંબંધ ભવ્ય જીવો માટે અનાદિ-સાન્ત છે અને અભવ્ય જીવો માટે અનાદિ-અનંત છે. હવે પ્રશ્ન થાય કે શું જીવનો અર્થાત્ આત્માનો કશાની સાથે અનાદિ-અનંત સંબંધ સંભવી શકે ? તેનો ઉત્તર છે કે હા, જેમ આકાશ દ્રવ્ય અને આત્માનો સંબંધ અનાદિ છે અને અનંત પણ રહેવાનો છે તેમ અભવ્ય જીવોનો કર્મ સાથેનો સંબંધ પણ એવો અનાદિ-અનંત જ રહેવાનો. [૪૫૨] દ્રવ્યમાવે સમાનેપ નીવાનીવત્વમેવવત્ । जीवभावसमानेऽपि भव्याभव्यत्वयोर्भिदा ॥६९॥ અનુવાદ : જેમ દ્રવ્યભાવ સમાન હોવા છતાં પણ જીવત્વ અને અજીવત્વનો ભેદ છે, તેમ જીવભાવ સમાન હોવા છતાં પણ ભવ્યત્વ અને અભવ્યત્વનો ભેદ છે. વિશેષાર્થ : કોઈ કદાચ પ્રશ્ન કરે કે બધા જીવોમાં જીવત્વ એકસરખું છે, તો પછી જીવના ભવ્ય અને અભવ્ય એવા ભેદ કરવાની શી જરૂર ? એક જીવ ભવ્ય કહેવાય ને બીજો જીવ અભવ્ય કહેવાય એવું શા માટે ? એનો જવાબ એ છે કે સમાન લક્ષણોવાળી વસ્તુઓમાં પણ એના ઉત્તરભેદો હોઈ શકે. જેમકે દ્રવ્યનું દ્રવ્યપણું બધાં દ્રવ્યોમાં સમાન છે. છતાં એમાં જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એવા બે વિભાગ આપણે કરીએ છીએ. જે દ્રવ્યમાં ચેતનતત્ત્વ છે તેને આપણે જીવ કહીએ છીએ અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્યોમાં ચેતનપણું નથી; તેમાં જડપણું હોવાથી તેને આપણે અજીવ કહીએ છીએ. તેવી રીતે જીવોમાં પણ મોક્ષપ્રાપ્તિની યોગ્યતાવાળા જીવોને આપણે ભવ્ય જીવ કહીએ છીએ અને મોક્ષપ્રાપ્તિની જેમાં અનંતકાળ સુધી અયોગ્યતા જ રહેવાની છે એવા જીવોને આપણે અભવ્ય જીવ કહીએ છીએ. આ રીતે જીવનું વર્ગીકરણ ભવ્ય અને અભવ્ય એવા બે પ્રકારમાં અવશ્ય થઈ શકે છે. [૪૫૩] સ્વામાવિવ્ઝ = મધ્યત્વે શપ્રા ભાવવત્ । नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुध्यते ॥७०॥ અનુવાદ : કળશ(ઘટ)ના પ્રાગ્ભાવની જેમ, નાશના કારણની સામગ્રીને લીધે સ્વાભાવિક ભવ્યત્વનો નાશ થવાથી કોઈ વિરોધ આવતો નથી. વિશેષાર્થ : અહીં ભવ્યત્વની વાત ચાલે છે. ભવ્યત્વ એટલે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા. હવે કોઈ પ્રશ્ન કરે કે આ ભવ્યત્વ ક્યાં સુધી ટકે ? મોક્ષપ્રાપ્તિ પછી પણ ચાલુ રહે ? એનો ખુલાસો કરતાં અહીં 2010_05 ૨૫૧ ' Page #297 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કહેવાયું છે કે ભવ્યત્વ સ્વાભાવિક છે. મોક્ષપ્રાપ્તિ પહેલાં જીવનું ભવ્યત્વ ક્યારેય નાશ પામતું નથી. અનાદિ કાળથી તે ચાલ્યું આવે છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ થતાં જીવનું ભવ્યત્વ રહેતું નથી. એની જરૂર પણ નથી. જીવનું જીવત્વ એ ઉપાદાન કારણ છે અને જીવનું ભવ્યત્વ એ સહકારી કારણ છે. મોક્ષપ્રાપ્તિ થતાં સહકારી કારણનો નાશ થાય છે, કારણ કે હવે એની આવશ્યકતા રહેતી નથી. જીવત્વનોઆત્મતત્ત્વનો નાશ નથી થતો, કારણ કે ઉપાદાન કારણ છે. જેમ માટીમાંથી ઘડો (કળશ) બનાવવામાં આવે, તો માટી એ ધડાનો પ્રાગભાવ (પ્રાક્ + અભાવ) છે. પ્રાક્ એટલે પહેલાં. ઘડાની ઉત્પત્તિ થઈ તે પહેલાં ઘડાનો અભાવ હતો. એ અભાવ તે માટી. હવે ઘડાની ઉત્પત્તિ થતાં માટી માટીના સ્વરૂપમાં ન રહી. અર્થાત્ ઘડાનો પ્રાગભાવ નાશ પામ્યો. એટલે કે માટીરૂપી સ્થૂલ પદાર્થ ન રહ્યો. હવે માટીની જરૂર ન રહી. તેવી રીતે મોક્ષપ્રાપ્તિ થતાં ભવ્યત્વની જરૂર નથી રહેતી. [૪૫૪] મવ્યોછેવો ન ચૈવ ચાત્ પુર્વાનાન્નમાઁશવત્ । प्रतिमादलवत् क्वापि फलाभावेऽपि योग्यता ॥ ७१ ॥ અનુવાદ : આકાશના પ્રદેશોની જેમ મોટા અનંતવાળા ભવ્ય જીવોનો ઉચ્છેદ થશે નહિ. કદાચ ફળનો અભાવ હોય તો પણ પ્રતિમા થાય તેવા દળની તેમાં યોગ્યતા છે. વિશેષાર્થ : સંસારમાં જે જીવો છે તેનું ભવ્ય, અભવ્ય અને જાતિભવ્યમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ભવ્ય જીવો એ કે જેનામાં ભવ્યતા છે, એટલે કે મોક્ષપ્રાપ્તિની યોગ્યતા છે. અભવ્ય જીવો એ કે જેમનામાં મોક્ષપ્રાપ્તિની બિલકુલ યોગ્યતા નથી. જાતિભવ્ય જીવો એ કે જેમનામાં મોક્ષપ્રાપ્તિની યોગ્યતા હોવા છતાં અનુકૂળ સામગ્રીનો તેમને ક્યારેય યોગ ન મળવાથી તેમને મોક્ષપ્રાપ્તિ ક્યારેય થવાની નથી. હવે કોઈક પ્રશ્ન કરે કે એક પછી એક એમ સંસારના બધા ભવ્ય જીવો જો મોક્ષે ચાલ્યા જાય તો પછી છેવટે સંસારમાં માત્ર અભવ્ય અને જાતિભવ્ય જીવો જ રહે ને ? એનો ઉત્તર એ છે કે સંસારનું સ્વરૂપ એવું છે કે અનંત ભવ્ય જીવો મોક્ષે જાય તો પણ સંસારમાં અનંત ભવ્ય જીવો જ રહે. ભવિષ્યમાં અનંતકાળ પછી પણ કોઈક કેવલી ભગવંતને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા ભવ્ય જીવો મોક્ષે ગયા ? તો કોઈપણ કેવલી ભગવંત એક જ ઉત્તર આપશે કે સંસારમાં જેટલા ભવ્ય જીવો છે એનો માત્ર અનંતમો ભાગ જ હજુ સિદ્ધગતિને પામ્યો છે. અહીં ભવ્ય જીવોને માટે કહ્યું છે કે તેઓ નભના અંશની જેમ મોટા અનંતવાળા છે. નભ એટલે આકાશ અને અંશ એટલે પ્રદેશ. એટલે કે આકાશના પ્રદેશની જેમ મોટા અનંતવાળા છે. અનન્તના પણ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અનંત–એવા ભેદો છે. વળી એના સક્ષય અનંત અને અક્ષય અનંત એવા ભેદો પણ છે. અક્ષય અનંતમાંથી અનંત બાદ કરવામાં આવે તો પણ અનંત રહે. એને અનંતથી ભાગવામાં આવે કે ગુણવામાં આવે તો પણ જવાબ અનંત જ હોય છે. આ અક્ષય અનંતમાં પણ જે નાનામોટાપણું છે તે ઉદાહરણથી સમજાવવામાં આવે છે. પહેલાં અનંત તે સિદ્ધગતિના જીવો છે. એના કરતાં પણ અસંખ્યાતગણી કે અનંતગણી વધારે સંખ્યા તે ભૂતકાળના ‘સમય'ની સંખ્યા છે. આ બીજા અનંત કરતાં પણ અનંતગણી વધારે તે એક નિગોદ શરીરમાં રહેલા જીવોની સંખ્યા છે. આ ત્રીજા 2010_05 ૨૫૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર અનંત કરતાં પણ અનંતગણી વધારે તે સંપૂર્ણ જીવરાશિ છે. આ ચોથા અનંત કરતાં પણ અનંતગણી વધારે તે પુદ્ગલ રાશિ છે. આ પાંચમા અનંત કરતાં પણ અનંતગણા વધારે તે ભવિષ્યકાળના “સમય” છે. એના કરતાં પણ અનંતગણો વધારે તે આકાશના પ્રદેશો (નભના અંશ) છે. આમ એક અનંત કરતાં બીજા અનંત મોટા છે. બીજા કરતાં ત્રીજા ને ત્રીજા કરતાં ચોથા મોટા અનંત છે. (અનંતના આ બીજા, ત્રીજા વગેરે ક્રમમાં કેટલાક ગ્રંથોમાં થોડો ફેર જોવા મળશે. પણ તેનો આશય એક જ છે.) આમ, સંસારમાં ભવ્ય જીવો નભના અંશની જેમ મોટા અનંતે છે અને તે અક્ષય અનંત હોવાથી સંસારનો ક્યારેય ઉચ્છેદ નહિ થાય. કેટલાક ભવ્ય જીવોને જાતિભવ્ય (અથવા દુર્ભવ્ય) તરીકે ઓળખવામાં આવે છે. તેમનામાં ભવ્યત્વ રહેલું હોવા છતાં તેઓ મોક્ષે જવાના નથી. તો પ્રશ્ન થશે કે આમ કેમ ? એનો ઉત્તર તેમનામાં યોગ્યતા હોવા છતાં તેમને એવો યોગ મળવાનો નથી. ઉદાહરણ આપવામાં આવે છે કે સ્વયંભૂરમણ સમુદ્રની મધ્યમાં છેક તળિયે કોઈ પથ્થર પડ્યો હોય તો એ પથ્થરમાં પ્રતિમા એટલે કે મૂર્તિ બનવાની યોગ્યતા જરૂર છે, પણ એને બહાર નીકળવાનો યોગ જ ક્યારેય પ્રાપ્ત થવાનો નથી, તો પ્રતિમા બનવાની વાત તો ક્યાં રહી ? એટલે જાતિભવ્ય જીવોને જો પ્રત્યેકપણું પામવાની શક્યતા પણ ન હોય તો મનુષ્યપણું પ્રાપ્ત કરી, રત્નત્રયીની આરાધના કરવાની અને મોક્ષગતિ પ્રાપ્ત કરવાની વાત ક્યાં રહી ? જો જાતિભવ્ય જીવો મોક્ષે ન જ જવાના હોય તો એમને અભવ્ય કહેવામાં શો વાંધો ? ના, જાતિભવ્ય જીવોને અભવ્ય નહિ કહી શકાય. જાતિભવ્ય જીવો અને અભવ્ય જીવો ક્યારેય મોક્ષગતિ પ્રાપ્ત નથી કરી શકવાના એ સાચું, તો પણ જાતિભવ્યને અભવ્ય નહિ કહી શકાય. જાતિભવ્ય જીવોમાં ભવ્યત્વ રહેલું છે, પણ તેમને અનુકૂળ સામગ્રીનો, નિમિત્તોનો યોગ ક્યારેય મળવાનો નથી. અભવ્ય જીવોને અનુકૂળ સામગ્રીનો અને નિમિત્તોનો ઘણો યોગ મળવા છતાં તેમનામાં મોક્ષ માટેની રુચિ અને શ્રદ્ધા ક્યારેય નહિ પ્રગટે. એટલે સ્વરૂપ અને તત્ત્વની દૃષ્ટિએ જાતિભવ્ય જીવો અને અભવ્ય જીવોને સરખા ગણી શકાય નહિ, [૫૫] નિતયં વહામો યદ્ ભવ્ય: સર્વોડ સિધ્ધતિ ! यस्तु सिध्यति सोऽवश्यं भव्य एवेति नो मतम् ॥७२॥ અનુવાદ : સર્વ ભવ્ય જીવો સિદ્ધગતિ (મોક્ષ) પામે છે એવું અમારું કહેવું નથી, પરંતુ જે જીવો સિદ્ધગતિ પામે છે તે અવશ્ય ભવ્ય છે એવો અમારો મત છે. વિશેષાર્થ : મોક્ષે જવાની યોગ્યતા ભવ્ય જીવમાં જ હોય છે, અભવ્યમાં એવી યોગ્યતા હોતી નથી માટે તેઓ ક્યારેય મોક્ષે જવાના નથી એવું કહ્યા પછી ગ્રંથકાર મહર્ષિ ખુલાસો કરે છે કે “જેટલા જેટલા ભવ્ય જીવો છે તે બધા જ મોક્ષે ગયા છે, જાય છે કે જશે જ એવું અમે કહેતા નથી.” જૈન દર્શન પ્રમાણે ભવ્ય જીવોમાં જ મોક્ષપ્રાપ્તિની યોગ્યતા રહેલી છે. પણ એનો અર્થ એ નથી તે બધા જ મોક્ષગતિ અવશ્ય પામશે જ, કારણ કે સંસારનું સ્વરૂપ જેવું અનાદિ-અનંત છે તે પ્રમાણે તો ભવ્ય જીવો પણ, કેટલાક એવા રહેવાના કે જેમણે અનંતકાળે પણ મોક્ષગતિ પ્રાપ્ત નહિ કરી હોય. પણ એટલું તો નિશ્ચિત ૨૫૩ 2010_05 Page #299 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જ છે કે જે જીવો સિદ્ધગતિ પામ્યા છે, પામે છે અને પામશે તે બધા જ અવશ્ય ભવ્ય જીવો જ હોવાના. અભવ્ય જીવ ક્યારેય મોક્ષ પામી શકે નહિ. [૪૫] નનુ મોક્ષેપ નીર્ વિનાશિની મસ્થિતિ नैवं प्रध्वंसवत्तस्यानिधनत्वव्यवस्थितेः ॥७३॥ અનુવાદ : શું મોક્ષમાં પણ જન્યત્વ છે માટે તેની ભવસ્થિતિ વિનાશી છે? ના, એમ નથી. પ્રધ્વંસની જેમ એનું અવિનાશીપણું (અનિધનત્વ) વ્યવસ્થિત છે. વિશેષાર્થ : મોક્ષમાં નહિ માનનારા એક દલીલ એવી કરે છે કે જીવ જો મોક્ષગતિ પ્રાપ્ત કરે તો એનો અર્થ એ થયો કે મોક્ષમાં એની ઉત્પત્તિ થઈ. પહેલાં એ ત્યાં હતો નહિ અને હવે એ ત્યાં છે. હવે એ તો નિયમ જ છે કે જે જન્ય હોય એટલે કે જેની ઉત્પત્તિ થઈ હોય તેનો ઉત્પન્ન થયેલા ઘડાની જેમ નાશ થાય. એટલે મોક્ષમાં ઉત્પન્ન થયેલા જીવને ફરી પાછું સંસારમાં આવવાનું રહે છે. માટે મોક્ષમાં ભવસ્થિતિ વિનાશી છે. અમોક્ષવાદીઓની આ દલીલ છે. એનો જવાબ એ છે કે ના, એ પ્રમાણે નથી. મોક્ષમાં ભવસ્થિતિ વિનાશી નથી. મોક્ષમાં જીવને દેહ નથી. ત્યાં આયુષ્ય કર્મ નથી. વળી એવો નિયમ નથી કે જેની ઉત્પત્તિ થાય તેનો નાશ થાય, કારણ કે એવો પણ નિયમ નથી કે જેનો પ્રધ્વંસ થાય તેની ઉત્પત્તિ થાય જ. પ્રધ્વંસ અભાવાત્મક પદાર્થ છે એટલે તે નિત્ય છે. જેમ ઘડાને લાકડીના પ્રહારથી ભાંગી નાખવામાં આવે એટલે કે ઘડાનો પ્રધ્વસ થાય, એટલે એમાંથી પાછો ઘડો ઉત્પન્ન થતો નથી. એટલે પ્રધ્વસાભાવની જેમ મોક્ષનો વિનાશ થતો નથી. મોક્ષમાં અનિધનત્વ છે અર્થાત્ મૃત્યુનો અભાવ છે, અવિનાશીપણું છે. એટલે સિદ્ધગતિમાં ગયેલા જીવને ફરીથી સંસારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. [૫૭] ૩માશચેવ વૈવિજ્યામુદ્દીર્ધદક્ષયે | ज्ञानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥७४॥ અનુવાદ : મુગરાદિ વડે ઘટનો ક્ષય થવાથી પૃથકપણાને કારણે જેમ આકાશની વૃદ્ધિ થતી નથી), તેમ જ્ઞાનાદિ વડે કર્મનો નાશ થવાથી આત્માની અધિકતા થતી નથી. વિશેષાર્થ : મુદ્ગર એ સાંબેલા જેવું એક સાધન છે જે તોડફોડ માટે વપરાય છે. આવા મુદ્ગર વડે કોઈ ઘડાનો ભાંગીને ભૂકો કરે તો તેથી આકાશ-અવકાશ તત્ત્વમાં કશી વૃદ્ધિ કે હાનિ થતી નથી. ઘડો ભાંગી જવાથી, ઘડાનું આવરણ નીકળી જવાથી આકાશ દ્રવ્યમાં ઘડા જેટલો વધારો થતો નથી. આકાશ તો ત્યાં હતું જ. એણે ઘડાને અવકાશ આપ્યો હતો. જેમ ઘડો ભાંગવાથી આકાશ તત્ત્વની વૃદ્ધિ થતી નથી તેવી રીતે જ્ઞાનાદિ વડે કર્મનો ક્ષય થવાથી આત્મતત્ત્વમાં વૃદ્ધિ થતી નથી. આત્મતત્ત્વ તો કર્મના આવરણ વખતે કે પછી જેટલું હતું તેટલું જ રહ્યું છે. એટલે કર્મનો ક્ષય થયા પછી આત્મતત્ત્વમાં કશી વૃદ્ધિ થતી નથી. અલબત્ત, આત્માની નિર્મળતા એથી વધે છે. પરંતુ એના આત્મપ્રદેશો તો એટલા ને એટલા જ રહે છે. ૨૫૪ Jain Education Intemational 2010_05 ernational 2010_05 Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો ઃ મિથ્યાત્વ-ત્યાગ અધિકાર [૫૮] ન Íસંવંધામુસ્થાપિ ર તા . योगानां बंधहेतूनामपुनर्भावसंभवात् ॥५॥ અનુવાદ : કર્મના પરમાણુઓના સંબંધને કારણે મુક્તિ પામેલાની પણ મુક્તિ નથી, એવું નથી, કારણ કે બંધના હેતુરૂપ યોગોની ત્યાં ફરીથી ઉત્પત્તિનો સંભવ નથી. વિશેષાર્થ : જીવ કેવળજ્ઞાન પામીને અને ત્યાર પછી સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ જ્યારે પામે છે ત્યારે તે વિશુદ્ધ આત્મસ્વરૂપે લોકના અગ્ર ભાગ પર પહોંચી સિદ્ધશિલાની ઉપર અનંત કાળને માટે અચલ સ્વરૂપે બિરાજમાન થાય છે. - હવે કોઈ શંકા કરે કે કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ તો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એનો અર્થ એ થયો કે સિદ્ધશિલા ઉપર પણ કાશ્મણ વર્ગણાના પુગલ પરમાણુઓ છે. એ પરમાણુઓ સિદ્ધાત્માઓની આસપાસ પણ અડોઅડ રહેલા છે. એનો અર્થ એ થયો કે મુક્તિ પામેલા આત્માઓને પણ કર્મના પરમાણુઓ સાથે તદ્દન નિકટનો સંબંધ છે. એમ જો હોય તો એ કર્મ આત્માઓને લાગે છે. અને કર્મ જો લાગે તો તે આત્માઓને ફરીથી સંસારમાં આવવાનું રહે. એટલે કે એ સિદ્ધ થયેલા જીવો પણ સિદ્ધ થયા અથવા મુક્તિ પામ્યા એમ કહેવાય નહિ. રિંતુ આવી શંકા યથાર્થ નથી, કારણ કે સિદ્ધશિલા ઉપર કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ હોવા છતાં સિદ્ધાત્માઓને કોઈ કર્મબંધ થતો નથી. સિદ્ધાત્માઓ અશરીરી છે. તેઓને મન, વચન કે કાયાના કોઈ યોગ હોતા નથી. રાગાદિ ભાવોથી, મન, વચન અને કાયાના યોગથી જ કર્મ બંધાય છે. સિદ્ધ જીવોને કર્મબંધના હેતુરૂપ મન, વચન કે કાયાના કોઈ યોગ હોતા નથી કે જેથી રાગાદિ ભાવો થવાનો સંભવ રહે. એટલે કાશ્મણ વર્ગણાના પરમાણુઓ સિદ્ધાત્માઓની આસપાસ હોવા છતાં તેઓને એનો કોઈ સ્પર્શ થતો નથી. સિદ્ધાત્માઓ પોતાના સ્વરૂપમાં નિષ્કપ હોય છે. એટલે કે હવે ફરીથી તેઓને કોઈ કર્મ બંધાતું ન હોવાથી સિદ્ધ ગતિના મુક્ત જીવોને સંસારમાં ફરી પાછું પરિભ્રમણ કરવાનું રહેતું નથી. [૫૯] સુઘી તારતમ્બેન પ્રર્વથાપિ મવાત્ | अनंतसुखसंवित्तिर्मोक्षः सिध्यति निर्भयः ॥७६॥ અનુવાદઃ સુખના તારતમ્યથી પ્રકૃષ્ટ સુખનો સંભવ હોવાથી જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે એવો મોક્ષ નિર્ભય (આપત્તિરહિત) સિદ્ધ થાય છે. વિશેષાર્થ : આત્માનાં છે પદમાંથી “મોક્ષ છે' એ પાંચમું પદ પણ સાબિત થાય છે. આ વિશ્વમાં જે બધા જીવો સુખ ભોગવતા જોવા મળે છે તે બધાનું સુખ એક જ કોટિનું જણાતું નથી. એકના એક જીવો પણ સર્વ કાળ એકસરખું સુખ ભોગવતા દેખાતા નથી. આમ સંસારમાં જે ભૌતિક સુખ દેખાય છે એમાં તરતમતા છે. એમાં ઓછાવત્તાપણું રહેલું છે. શારીરિક સુખ, માનસિક સુખ અને આધ્યાત્મિક સુખમાં પણ તરતમતા જોવા-જાણવા મળે છે. જ્યાં તરતમતા હોય ત્યાં છેવટની કોઈ સ્થિતિ હોવી જોઈએ. તર્કથી એ સ્થિતિનો વિચાર કરીએ તો છેવટે તો અનંત સુખ સુધી પહોંચી જવાશે. ૨૫૫ Jain Education Interational 2010_05 Page #301 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અનંત સુખથી ઉપર કશું હોઈ ન શકે. જો હોય તો અનંત તે અનંત ન કહેવાય. હવે જે આ અનંત આત્મિક સુખ તેને શું નામ આપશો ? એને જ મોક્ષ કહેવો પડશે. આમ અનંત સુખ એટલે મોક્ષસુખ અને મોક્ષસુખ એટલે અનંત સુખ એમ એ બંને એકબીજાના પર્યાયરૂપ ગણાશે. આનો અર્થ એ થયો કે મોક્ષ જેવી સ્થિતિ છે એ સિદ્ધ થાય છે. તર્કથી કે અનુમાનથી વિચારીએ તો મોક્ષની આ સિદ્ધિમાં કોઈ બાધા કે આપત્તિ આવી શકતી નથી. [४६०] वचनं नास्तिकाभानां मोक्षसत्तानिषेधकम् । भ्रान्तानां तेन नादेयं परमार्थगवेषिणा ॥७७॥ અનુવાદ : એટલા માટે નાસ્તિકો જેવી ભ્રાન્તિવાળાઓનું, મોક્ષની સત્તાનો નિષેધ કરતું વચન પરમાર્થની ગવેષણા કરનારાઓએ આવકારવું નહિ. વિશેષાર્થ : કેટલાક આત્મામાં માને છે, પણ આત્માને કર્મબંધ છે અને મોક્ષ છે એવું માનતા નથી. આવા લોકો જેમ સંપૂર્ણપણે આસ્તિક નથી તેમ સંપૂર્ણપણે નાસ્તિક પણ નથી. એટલે તેવા લોકોને નાસ્તિક જેવી ભ્રાન્તિવાળા તરીકે અથવા નાસ્તિકાભાસ તરીકે ઓળખાવી શકાય. પરંતુ આવા લોકોથી પણ સાચવવા જેવું છે. તેઓ આત્મામાં માનતા હોવાથી એમની બીજી વાતોથી ભોળા માણસો દોરવાઈ જાય છે. પરંતુ જેઓ મોક્ષાભિલાષી છે અને પરમાર્થની ગવેષણા કરવાવાળા છે તેઓએ એમનાં મિથ્યાત્વથી ભરેલાં વચનો આવકારવાં ન જોઈએ. એવાં વચનોનું ગૌરવ ન કરવું જોઈએ, કારણ કે મોક્ષમાર્ગમાં થોડીક પણ ઉત્સૂત્ર વાત સ્વીકારાઈ જાય તો જીવનું સંસારપરિભ્રમણ વધી જાય છે. [૪૬૧] ન મોક્ષોપાય કૃત્યાત્તુરપરે નાસ્તિોપમાઃ । कार्यमस्ति न हेतुश्चेत्येषा तेषां कदर्थना ॥७८॥ અનુવાદ : નાસ્તિક જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષનો ઉપાય નથી. કાર્ય છે, પણ તેનો હેતુ નથી એવું તેમનું કહેવું એ કદર્થના છે. વિશેષાર્થ : હવે આત્માના છઠ્ઠા પદની એટલે કે ‘મોક્ષનો ઉપાય છે’ એ પદની વિચારણા કરવામાં આવે છે. જે ભિન્નભિન્ન દાર્શનિક મતો છે એમાંનો એક મત માંડલિક મત તરીકે ઓળખાય છે. એ મતનું પ્રતિપાદન એવું છે કે મોક્ષ છે, પણ મોક્ષનો કોઈ ઉપાય નથી; એવા કોઈ ઉપાયમાં માનવાની જરૂર નથી. જે જીવનો જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે એની મેળે થશે જ. જો એનો મોક્ષ થવાનો નહિ હોય તો લાખો ઉપાયો કરવા છતાં તેને મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. બધું નિયતિ પ્રમાણે જ થાય છે. મોક્ષ પણ નિયતિ પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. નિયતિ પ્રમાણે મોક્ષ થવાનો હશે તે વખતે કશું ન કરવા છતાં પણ મોક્ષ થવાનો જ છે. એ મોક્ષને કોઈ અટકાવી શકશે નહિ. માટે મોક્ષના ઉપાયની વાત કરીને વૃથા પુરુષાર્થ કરવાનો કોઈ અર્થ નથી. એ તો ખોટી મહેનત કરવા બરાબર છે. આવું માનવાવાળાઓ કાર્યને માને છે, પણ હેતુને એટલે કે કારણને માનતા નથી. કારણ વગર કાર્ય થાય છે એવી એમની આ માન્યતા વિસંગત છે. એવું માનવાવાળાની આ મોહનિત વિડંબના જ કહેવાય છે. 2010_05 ૨૫૬ Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર આવું માનવાવાળા ‘મોક્ષ છે' એમ જરૂર માને છે. એટલે અંશે એમનામાં આસ્તિકતા છે એમ કહી શકાય, પણ મોક્ષનો કોઈ ઉપાય નથી અને કોઈ ઉપાય કરવાની જરૂર નથી એવી એમની માન્યતા તે નાસ્તિકતા છે. એ દૃષ્ટિએ આવા લોકો પૂરેપૂરા નાસ્તિક નથી, પણ નાસ્તિક જેવા જ છે એમ કહી શકાય. [૪૬૨] અસ્માદેવ મવતીત્યની નિયત્તાવધેઃ । कदाचित्कस्य दृष्टत्वाद् बभाषे तार्किकोऽप्यदः ॥७९॥ અનુવાદ : અવધિનું નિયતપણું હોવાથી એકાએક (અકસ્માત્) જ મોક્ષ થાય છે એમ કહેવું અસત્ય છે. એવું કોઈકનું કદાચિત્ જોવાથી તાર્કિક પણ એ પ્રમાણે કહે છે. વિશેષાર્થ : મોક્ષ માટે કોઈ ઉપાય, કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી એવું માનવાવાળા કહે છે કે જે જીવનો જ્યારે મોક્ષ થવાનો હશે ત્યારે જ થશે. જીવની મોક્ષે જવાની નિશ્ચિત અવધિ એટલે કે સમયમર્યાદા હોય છે. એથી એક ક્ષણ વહેલો કે એક ક્ષણ મોડો મોક્ષ નથી. જ્યારે એ અવિધ પાકે ત્યારે એકાએક (અકસ્માત્) મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ આ તેમના કથનમાં અસત્ય રહેલું છે. અલબત્ત, ક્યારેક કોઈક જીવની બાબતમાં એમ બનેલું જોવા મળ્યું હોય તો તે હેતુ સહિત જ હોય. ગ્રંથકારે અહીં કહ્યું છે કે તાર્કિકો એટલે નૈયાયિકોએ પણ આ વાત કહી છે. તાર્કિક ઉદયનાચાર્યે ‘કુસુમાંજલિ’માં આ વાત કહી છે. હવે પછીના શ્લોકોમાં એ વિશે વિચારણા કરવામાં આવી છે. [૪૬૩] શ્વેતુભૂતિનિષેધો ન સ્વાનુપાવ્યાવિધિન ચ । स्वभाववर्णना नैवमवधेर्नियतत्वतः ॥८०॥ અનુવાદ : અવધિનું નિયતત્વ છે. તો પણ હેતુભૂત સામગ્રીનો નિષેધ નથી, સ્વના અનુપાખ્યનો વિધિ નથી તથા સ્વભાવ-વર્ણના નથી. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. તાર્કિકોને ઉત્તરરૂપે આ શ્લોક લખાયો હોવાથી એના પારિભાષિક શબ્દો સમજવાનું કદાચ કઠિન થાય. પરંતુ શ્લોકનો સારાંશ આ પ્રમાણે છે : મોક્ષના ઉપાયમાં ન માનવાવાળો માંડલિક મત એમ કહે છે કે જે જીવનો જે કાળે મોક્ષ થવાનો હશે તે કાળે જ થશે. દરેકના મોક્ષની અવધિ નિયત છે. એટલે જ્યારે મોક્ષ થવાનો હોય છે ત્યારે અચાનક જ, એકાએક થઈ જાય છે. તેઓ અસ્માદ્ ભવન કહે છે. અહ્માત્ એટલે અચાનક, भवनं એટલે ઉત્પત્તિ (મોક્ષની). અહીં હેતુ, અનુપાવ્ય (અલીક, મિથ્યા), સ્વભાવ, વર્ણના વગેરે પારિભાષિક શબ્દો દ્વારા માંડલિક મતનો ઉત્તર આપતાં કહ્યું છે કે મોક્ષ ઉપાય છે અને એ માટે પુરુષાર્થની આવશ્યકતા છે. કાળની અવધિ નિયત હોવા છતાં વર્તમાન કાળમાં છદ્મસ્થના જ્ઞાનનો વિષય એ અવધ બની શકતી નથી. એટલે આત્મશુદ્ધિ દ્વારા, રત્નત્રયીની આરાધના વડે મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે. _2016_05 ૨૫૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [४६४] न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् । न चेदानीं न तद्व्यक्तिर्यंजको हेतुरेव यत् ॥८१॥ અનુવાદ : સંસાર તો દેખાય છે. તેથી મોક્ષ સાર્વત્રિક નથી. તે (મોક્ષ) વ્યક્ત નથી એમ નહિ કહી શકો, કારણ કે વ્યંજક (વ્યક્ત કરનાર) તો હેતુ જ હોઈ શકે. વિશેષાર્થ : જો અહેતુક જીવનો મોક્ષ થયા કરતો હોય તો મોક્ષ સાર્વત્રિક હોવો જોઈએ. સર્વ ક્ષેત્રે સર્વ કાલે મોક્ષની ઘટના બનતી રહેતી હોવી જોઈએ. અને તો પછી સંસાર જ ન હોય. પરંતુ સંસાર ચાલ્યો જતો નજર સામે દેખાય જ છે. જો સંસારનો પ્રવાહ નિરંતર હોય તો પછી સર્વ કાલે, સર્વ ક્ષેત્રે, સર્વ જીવનો મોક્ષ થયા કરે છે અર્થાત્ મોક્ષ સાર્વત્રિક છે એમ કેવી રીતે કહી શકશો ? જો મોક્ષ અવ્યક્ત છે એમ કહેશો તો વ્યક્ત ન થવાનું કારણ શું ? પરંતુ જો કોઈ આવી દલીલ કરે કે સંસાર નિરંતર દેખાયા કરે છે અને મોક્ષનાં ચિહ્નો તો ક્યાંય દેખાતાં નથી, એટલે કે મોક્ષની અભિવ્યક્તિ ક્યાંય થતી નથી. માટે મોક્ષ છે જ નહિ, તો એ દલીલ પણ યથાર્થ નથી, કારણ કે ભલે મોક્ષની અભિવ્યક્તિ ન હોય તો પણ મોક્ષના હેતુની, મોક્ષના ઉપાયની એટલે કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ રત્નત્રયીની અભિવ્યક્તિ તો થાય જ છે. એટલે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે જ. [૪૬૫ મોક્ષપાયો વિત્વસ્થ નિશ્ચય નેતિ ચેમૂતમ્ | तन्न रत्नत्रयस्यैव तथा भावविनिश्चयात् ॥८२॥ અનુવાદ : મોક્ષનો ઉપાય ભલે હોય, પરંતુ તે ઉપાયનો નિશ્ચય નથી એવો જો મત હોય તો તેમ નથી, કારણ કે રત્નત્રયીના એવા ભાવનો વિનિશ્ચય છે. વિશેષાર્થ : કોઈ કદાચ એમ દલીલ કરે કે ભલે તમે કહો છો એટલે મોક્ષનો ઉપાય છે એમ સ્વીકારી લઈએ, પરંતુ મોક્ષનો ઉપાય ક્યો સાચો એ વિશે સંદેહ રહે છે. જુદાં જુદાં દર્શનો, જુદો જુદો ઉપાય દર્શાવે છે. તો આ બધામાંથી ક્યો ઉપાય સાચો એનો કોઈ નિશ્ચય થઈ શકતો નથી. પૂર્વપક્ષની આ દલીલનો ઉત્તર એ છે કે વસ્તુતઃ નિશ્ચિત ઉપાય નથી એવું નથી. મોક્ષનો ઉપાય નિશ્ચિત જ છે અને એ ઉપાય તે રત્નત્રયી છે અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણે મળીને રત્નત્રયીરૂપ આરાધનાનો ભાવ અથવા ઉપાય નિશ્ચિત જ છે. જ્ઞાની મહાત્માઓએ એ જ ઉપાય દર્શાવ્યો છે એટલે મોક્ષના ઉપાય વિશે કોઈ સંદેહ છે જ નહિ. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે કે અગનજ્ઞાનવારિત્રાળ મોક્ષમા: | [૪૬] મારVIRTY-પ્રતિપક્ષમ નું ! तद्विपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥८३॥ અનુવાદ : આ (રત્નત્રય) સંસારના કારણરૂપ રાગાદિના પ્રતિપક્ષ છે. એટલે તે (રત્નત્રય) વિપક્ષ મોક્ષનું કારણ છે એ સર્વ રીતે ઘટે છે. ૨૫૮ Jain Education Interational 2010_05 Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર વિશેષાર્થ : એ તો સુવિદિત જ છે કે રાગ અને દ્વેષ વગેરે સંસારનાં કારણ છે. જયાં રાગાદિ છે ત્યાં સંસાર છે. એક પક્ષે જો સંસાર છે તો સામે પક્ષે મોક્ષ છે. એક પક્ષે જો રાગદ્વેષ છે તો સામે પક્ષે રત્નત્રય છે. રાગદ્વેષાદિ જો સંસારનાં કારણ છે તો રત્નત્રય મોક્ષનાં કારણ છે. આમ અહીં સાદા તર્કથી સમજી શકાય એવી વાત છે. આમ મોક્ષનો ઉપાય છે. તે નિશ્ચિત જ છે અને તે રત્નત્રયીની આરાધના છે. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણ જુદા જુદા ઉપાયો નથી એટલે કે એમાંથી કોઈ એક ઉપાય તે મોક્ષનો ઉપાય છે એવું નથી, પણ એ ત્રણે મળીને જ એક ઉપાય થાય છે. એ ત્રણમાંથી એક પણ ન હોય તો ઉપાય અપૂર્ણ છે. [૪૬૭] અથ રત્નત્રયuTH: પ્રાર્મપુતા યથા | परतोऽपि तथैव स्यादिति किं तदपेक्षया ॥८४॥ અનુવાદ : જેમ રત્નત્રયીની પ્રાપ્તિ પહેલાં કર્મની લઘુતા થાય છે, તેમ પ્રાપ્તિ પછી પણ (કર્મની લઘુતા) થશે. માટે તેની (રત્નત્રયીની) અપેક્ષા શા માટે? વિશેષાર્થ : ત્રણ રત્ન અથવા રત્નત્રયી એટલે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર. મોક્ષપ્રાપ્તિ માટે આ રત્નત્રયીની પ્રાપ્તિ અનિવાર્ય છે. હવે એ કહો કે આ રત્નત્રયીની પ્રાપ્તિ માટે શેની જરૂર છે ? તો એનો ઉત્તર એ છે કે રત્નત્રયીની પ્રાપ્તિ માટે કર્મની લધુતાની જરૂર છે. ઓછાં હળવાં કર્મબંધનો હોય તો સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ થાય. હવે આ કર્મની લઘુતા પ્રાપ્ત કરવી હોય તો જીવે શું કરવું જોઈએ ? એ માટે જીવનમાં ન્યાયનીતિ હોવાં જોઈએ; સદાચાર, સેવાવૃત્તિ, સરળતા, નમ્રતા, સમતા, શુચિતા, પ્રભુભક્તિ વગેરે હોવાં જોઈએ. એ માટેનો શબ્દ છે “પૂર્વસેવા'. આ પૂર્વસેવાથી કર્મની લઘુતા થાય છે. આમ પૂર્વસેવાથી કર્મની લઘુતા, કર્મની લઘુતાથી રત્નત્રયીની પ્રાપ્તિ અને રત્નત્રયીની પ્રાપ્તિથી સિદ્ધગતિની પ્રાપ્તિ થાય. તો એનો અર્થ તો એ થયો કે પૂર્વસેવામાં જ જીવ સતત લાગેલો રહે તો ઉત્તરોત્તર કર્મલધુતા થતી જ રહે અને સર્વ કર્મનો ક્ષય થાય એટલે સિદ્ધગતિ મળે. તો પછી વચ્ચે રત્નત્રયીની અપેક્ષા કેમ રાખો છો ? શું પૂર્વસેવાથી અનુક્રમે મોક્ષ પ્રાપ્ત નહિ થાય ? આ પ્રશ્નનો ઉત્તર હવે પછીના શ્લોકમાં આપવામાં આવ્યો છે. [४६८] नैवं यत्पूर्वसेवैव मद्वी नो साधनक्रिया । सम्यक्त्वादिक्रिया तस्माद् दृढेव शिवसाधनम् ॥८५॥ અનુવાદ : પૂર્વસેવા આદિ મૂદુ હોવાથી મોક્ષ સાધનની ક્રિયા નથી. એટલે સમ્યકત્વાદિ દૃઢ ક્રિયા જ મોક્ષસાધનામાં સમર્થ છે. વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિ માટે પૂર્વસેવા નામની ક્રિયા જરૂરી છે કે સમ્યકત્વાદિ ક્રિયા ? વસ્તુતઃ બંનેની પોતપોતાના સ્થાને જરૂર છે, પરંતુ તે બંનેની ક્ષમતાનો પણ વિચાર કરવો જોઈએ. પૂર્વસેવા મૂદુ ક્રિયા છે અને સમ્યક્ત્વાદિ ક્રિયા દઢ છે, સબળ છે. મોક્ષમાર્ગ માટે આરંભ કરનાર માર્ગાનુસારી બાળ જીવો ૨૫૯ Jain Education Intemational 2010_05 Page #305 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર માટે તેમની રુચિ અને શક્તિ અનુસાર કોમલ ક્રિયા જરૂરી છે. સદાચારની આ બધી અચળ ક્રિયાઓ ‘પૂર્વસેવા તરીકે ગણાય છે. પરંતુ જીવે ત્યાં જ નથી અટકી રહેવાનું. ત્યાંથી ઘણું આગળ વધી સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધના કરવાની છે. આ ક્રિયા દઢ છે. મોક્ષપ્રાપ્તિ માટે તેની જ અનિવાર્યતા છે. મોક્ષ અપાવવાનું સામર્થ્ય તેનામાં જ છે. ભારે ઘાતી કર્મોનો ક્ષય કરવાની તાકાત પૂર્વસેવામાં નહિ પણ રત્નત્રયીમાં છે, કારણ કે યુદ્ધમાં બળવાન યોદ્ધાની જેમ તે કામ કરે છે. માટે ફક્ત પૂર્વસેવા નહિ, રત્નત્રયીની આરાધનાની પણ અનિવાર્યતા છે. [૪૯] TUT: પ્રાદુર્મવન્વેન્ચર થવા વર્ષનાવવાન્ !. तथाभव्यतया तेषां कुतोऽपेक्षानिवारणम् ॥८६॥ અનુવાદ : અથવા ઉચ્ચ ગુણો કર્મલાઘવથી ઉત્પન્ન થાય છે કારણ કે તથાભવ્યતા જ તેવી છે એમ કહેશો તો પણ હેતુની અપેક્ષાનું નિવારણ ક્યાંથી થવાનું? ' વિશેષાર્થ : આગળના બે શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. પૂર્વપક્ષ એમ પ્રશ્ન કરે છે કે મોક્ષપ્રાપ્તિમાં સમ્યગદર્શનાદિ રત્નત્રયીની અપેક્ષા શા માટે રાખો છો? તેના ઉત્તરમાં અહીં કહેવાયું છે કે રત્નત્રયીની અપેક્ષા ટાળવાની શી જરૂર છે ? કારણ કે એ તો અવશ્ય જોઈશે જ. ભવ્ય જીવોને પોતાની ભવ્યતાનો પરિપાક થાય એટલે કર્મલધુતા થાય જ. હવે આ કર્મલઘુતા પ્રાપ્ત થાય એટલે રત્નત્રયીના ઉચ્ચ ગુણોનો અવશ્ય પ્રાદુર્ભાવ થવાનો જ. એ જો પ્રગટ ન થાય તો આગળ વધીને મોક્ષગતિ સુધી પહોંચી ન શકાય. એ જ પ્રગટ થાય તો જ મોક્ષગતિ સુધી પહોંચી શકાય. આમ એ ઉચ્ચ ગુણોના પ્રગટીકરણ માટે તથાભવ્યતારૂપી હેતુ તો વચ્ચે આવ્યો જ. એટલે એનું (હેતુનું) નિવારણ ક્યાંથી થઈ શકે ? વસ્તુતઃ માર્ગાનુસારિતાથી મોક્ષપ્રાપ્તિ સુધીની યાત્રામાં રત્નત્રયીની આરાધના એ મોટું મથક છે. એને બાજુ પર રાખીને આગળ વધી શકાય એવું નથી. [४७०] तथाभव्यतयाक्षेपाद् गुणा न च न हेतवः । अन्योन्यसहकारित्वाद् दंडचक्रभ्रमादिवत् ॥८७॥ અનુવાદ : ગુણો તો તથાભવ્યતાથી પ્રગટે (ખેંચાઈ આવે) છે. તેઓ (ગુણો) મોક્ષના હેતુઓ નથી એમ નહિ કહી શકાય, જેમ (ઘટને વિશે) દંડ, ચક્ર, ભ્રમણ વગેરે અન્યોન્ય સહકારી હતુઓ) છે તેમ. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે. કોઈ પ્રશ્ન કરે કે જો રત્નત્રયીને સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રને જ મોક્ષપ્રાપ્તિના મુખ્ય હેતુ તરીકે ગણો છો, તો પછી એના નિર્દેશને જ મુખ્ય ગણો. પછી તથાભવ્યતા, કર્મલાઘવ વગેરેની વાતને ઉચ્ચારવાની જરૂર જ શી ? ગ્રંથકારશ્રી એના ઉત્તરમાં કહે છે કે રત્નત્રયી ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવે છે એનો અર્થ એ નથી કે તથાભવ્યતા, કર્મલાઘવ, પૂર્વસેવા વગેરેનું મૂલ્ય નથી. એનું પણ ઘણું મૂલ્ય છે. ૨૬૦, 2010_05 Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર તેરમો : મિથ્યાત્વ-ત્યાગ અધિકાર તથાભવ્યતાના પરિપાકથી તો કેટલા બધા ઉત્તમ ગુણો ખેંચાઈને આવે છે. એ બધા ઉચ્ચ ગુણો મોક્ષપ્રાપ્તિ માટે હેતુરૂપ નથી એમ અમારું કહેવું નથી જ. એ પણ હેતુરૂપ જ છે. વસ્તુતઃ આ બધા ગુણો અન્યોન્યના સહકારથી મોક્ષપ્રાપ્તિનું કાર્ય કરે છે. ઘડો બનાવવામાં માત્ર માટીની જ જરૂર છે એમ નથી, કુંભારનો ચાકડો, દાંડો, ચાકડાનું ફરવું એ બધાં કારણો પરસ્પર સહકાર કરે તો જ ઘડાનું નિર્માણ થાય છે. [४७१] ज्ञानदर्शनचारित्राण्युपायास्तद्भवक्ष एतन्निषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्ववृद्धिकृत् ॥८८॥ અનુવાદ : એટલે ભવ(સંસાર)ના ક્ષય માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાયો છે. એનો નિષેધ કરનારું વાક્ય, મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી ત્યાજ્ય છે. વિશેષાર્થ : આત્માના છઠ્ઠા પદ ‘મોક્ષનો ઉપાય છે’ એની આ રીતે સિદ્ધિ થાય છે. આ બધી વિચારણાને અંતે એટલું તો નિશ્ચિત થાય છે કે જન્મમરણના ચક્રમાંથી જીવનો મોક્ષ થાય છે અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષનો ઉપાય તે રત્નત્રયીની આરાધના છે. આ રત્નત્રયી એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર. વાચક ઉમાસ્વાતિએ કહેલું સૂત્ર જ લક્ષમાં રાખવા યોગ્ય છે કે સમ્યÁનજ્ઞાન પારિત્રાળિ મોક્ષમાર્ગ:। જે જીવ આ રત્નત્રયીની આરાધના કરે છે એ પોતાની ભવપરંપરાનો સદંતર ક્ષય કરી શકે છે, અર્થાત્ સંસારસાગરને તરી જાય છે અને મોક્ષગતિ પામે છે. હવે મોક્ષના ઉપાયની ચાવી જો હાથમાં આવી ગઈ હોય અને તેમાં યથાર્થ શ્રદ્ધા બેઠી હોય તો તેવા જીવે ‘મોક્ષ જેવું કંઈ છે નહિ’ કે ‘મોક્ષનો કોઈ ઉપાય નથી' અથવા ‘મોક્ષની શી જરૂર છે ? સંસારનું સુખ જ સાચું સુખ છે' – એવાં એવાં મોક્ષનો નિષેધ કરનારાં વાક્યોથી ભોળવાઈ જવું ન જોઈએ. એટલું નિશ્ચિત સમજવું કે જ્યાં સુધી મિથ્યાદર્શન પ્રત્યેનાં રાગ અને શ્રદ્ધા જશે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે નહિ. માટે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારાં વાક્યોનો સુજ્ઞ જીવે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. [૪૭૨] મિથ્યાત્વસ્થ પવાચેતાવ્યુમૃખ્યોત્તમથીધના:। भावयेत्प्रातिलोम्येन सम्यक्त्वस्य पदानि षट् ॥८९॥ અનુવાદ : ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળાએ મિથ્યાત્વનાં આ પદોને ત્યજીને તેનાથી ઊલટાં એવાં સમ્યક્ત્વનાં છ પદોની ભાવના કરવી. વિશેષાર્થ : મિથ્યાત્વ જાય તો સમ્યક્ત્વ આવે. મિથ્યા માન્યતા જાય તો મિથ્યાત્વ જાય. મિથ્યા માન્યતા વિવિધ પ્રકારની હોય છે. એટલે મિથ્યાત્વના પણ પચીસ જુદા જુદા પ્રકારો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. સુદેવ, સુગુરુ અને સુધર્મને ન માનવાં અને કુદેવને સુદેવ માનવા, કુગુરુને સુગુરુ માનવા કે કુધર્મને સુધર્મ માનવો એમાં પણ મિથ્યાત્વ રહેલું છે. મિથ્યાત્વ એટલે અજ્ઞાન. આ અજ્ઞાન જીવને સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં બાધક થાય છે. પરિણામે મિથ્યાત્વયુક્ત જીવ મોક્ષપ્રાપ્તિ ક્યારેય કરી શકતો નથી. શાસ્ત્રકારોએ આત્મા અને મોક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ છ મુખ્ય પદ અથવા સ્થાન નક્કી કર્યાં છે. એને 2010_05 ૨૬૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સમ્યક્ત્વનાં ષટુ સ્થાન અથવા સ્થાનક તરીકે ઓળખાવવામાં આવે છે. આ અધિકારના આરંભમાં એનો ઉલ્લેખ થયો છે. આ છ પદ નીચે પ્રમાણે છે : ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. સમ્યગદર્શનમાં શ્રદ્ધાનું જ સૌથી વધુ મહત્ત્વ છે. વાચક ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થસૂત્ર'માં કહ્યું છે : સ્વાઈશ્રીનું મુખ્યત્વેર્શનમ્ ! એટલે સમ્યકત્વની પ્રાપ્તિ જેઓ ઇચ્છતા હોય તેઓએ મિથ્યાત્વનાં છે પદોનો પ્રતિલોમ કરવો જોઈએ, એટલે કે તે ઉલટાવવાં જોઈએ. એ રીતે ઉલટાવવાથી આત્મા છે, આત્મા નિત્ય છે ઇત્યાદિ છ પદ પ્રાપ્ત થાય છે. તે વિશે આદરભાવ કરવો જોઈએ. એ છ પદોની ભાવના ભાવવાથી મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર થાય છે અને સમ્યક્ત્વરૂપી ઉવળ પ્રકાશ પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગના સાધકોએ એટલા માટે સમ્યક્ત્વનાં છ સ્થાનકોમાં રતિ, પ્રીતિ, આદરભાવ વગેરે રાખવા કર્તવ્યરૂપ છે. મોક્ષમાર્ગમાં એ આરંભનું મોટું આલંબન છે. इति मिथ्यात्वत्यागाधिकारः । મિથ્યાત્વત્યાગ અધિકાર સંપૂર્ણ ૨૬૨ Jain Education Interational 2010_05 Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો અધિકાર ચૌદમો * અસદ્ગહત્યાગ અધિકાર * [૪૭૩] મિથ્યાત્વવાવાનલનીરવાદमसद्ग्रहत्यागमुदाहरन्ति अतो रतिस्तत्र बुधैर्विधेया વિશુદ્ધભાવૈ: શ્રુતસારવિદ્ધિઃ ॥શા I અનુવાદ : મિથ્યાત્વરૂપી દાવાનળમાં અસઙ્ગહના ત્યાગને મેઘ સમાન કહેલો છે. એટલે વિશુદ્ધ ભાવવાળા અને શ્રુતના સારને જાણનારા પ્રાજ્ઞજનોએ તેમાં (અસદ્ગહના ત્યાગમાં) પ્રીતિ કરવી જોઈએ. વિશેષાર્થ : જ્યાં સુધી પોતે પકડેલા ખોટા મતનો આગ્રહ છે ત્યાં સુધી મિથ્યાત્વ રહેવાનું. મિથ્યાત્વ જાય અને સમક્તિ આવે એને માટેની એક મહત્ત્વની શરત એ છે કે અસ ્ અર્થાત્ ખોટા મતને પકડી ન રાખવો જોઈએ. જ્યાં ખોટું ખોટા તરીકે સમજાય કે તરત એને છોડી દેવું જોઈએ. પરંતુ સામાન્ય મનુષ્યની પ્રકૃતિ એવી છે કે પોતાની ભૂલનો તે તરત સ્વીકાર નથી કરતો. પોતાની ભૂલનો બચાવ કરવો, પોતે જ સાચા અને બીજા બધા ખોટા છે એવું આગ્રહપૂર્વક પ્રતિપાદન કરવાનું વલણ ઘણામાં હોય છે. પોતાની ભૂલ હોય અને પોતે ખોટા છે એવી ખાતરી થઈ ગયા પછી પણ પોતાની વાતને પકડી રાખવી એ અસગ્રહ છે. માણસને એમાં પોતાનું સ્વમાન હણાતું લાગે છે. પોતાને નીચું જોવું પડે છે. માણસને પોતાની પ્રતિષ્ઠાનો ડર રહે છે. ચાર જણ વચ્ચે પોતાનો કાન પકડવાનો વખત આવે તો માણસ મૂંઝાય છે. તે હઠે ભરાય છે અને પોતે જ સાચો છે એમ ભારપૂર્વક રજૂઆત કરે છે. એ માટે જૂઠું બોલતાં પણ તે અચકાતો નથી. સામાન્ય વ્યવહારમાં જો આવું બનતું હોય તો તત્ત્વજ્ઞાનના વિષયમાં તો કેમ ન બને ? એમાં પણ જો પોતાને સમાજમાં પંડિત કે જ્ઞાની તરીકે સ્થાન મળ્યું હોય, પોતાની વિદ્વત્તાની ભારે પ્રશંસા થતી હોય, પોતાનો વિશાળ અનુયાયીવર્ગ હોય તો પોતાની ભૂલ સ્વીકારતાં માણસ ખચકાય છે. ક્યારેક પોતાને ભૂલનો સ્વીકાર કરવો હોય તો પણ એનો અનુયાયીવર્ગ તેમ થવા દેતો નથી. પરિણામે વખતોવખત કેટલાયે એવા કહેવાતા પંડિતો-જ્ઞાનીઓનું જીવન સાચી વસ્તુનો સ્વીકાર કર્યા વિના જ પૂરું થઈ જાય છે. 2010_05 આધ્યાત્મિક ક્ષેત્ર ઘણું ગહન છે. જગતમાં સમ્યજ્ઞાનના પ્રકાશ કરતાં મિથ્યાત્વનો અંધકાર વધુ છે. મિથ્યાત્વને અંધકાર ઉપરાંત દાવાનળ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આખો સંસાર મિથ્યાત્વથી સળગી રહ્યો હોય એવો છે. દાવાનળને ઓલવવા થોડા ઘડા પાણી આમતેમ નાખ્યાથી નહિ ચાલે. દાવાનળ તો ત્યારે ઓલવાય કે જ્યારે આકાશમાંથી ઘનઘોર વાદળાં વરસી પડે. થનઘોર ૨૬૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસારે વાદળાં ત્યાં ને ત્યાં જ રહે પણ વરસે નહિ તો દાવાનળ ન ઓલવાય. એથી તો ધૂમાડાના ગોટેગોટા ચારેબાજુ પ્રસરતા જાય. પણ જો કાળાં વાદળાં વરસી પડે તો દાવાનળ શાન્ત થઈ જાય. આકાશ પણ સ્વચ્છ અને પ્રકાશિત થઈ જાય તથા વાતાવરણ નિર્મળ બની જાય. અહીં મિથ્યાત્વ એ જો દાવાનળ છે તો કાળાં વાદળાં એ અસદ્ગહ-કદાગ્રહ છે. કાળાં વાદળાં વરસી જાય એટલે કે અસગ્રહનો ત્યાગ થાય તો મિથ્યાત્વરૂપી દાવાનળ શાન્ત થઈ જાય. આમ મિથ્યાત્વ ચાલ્યું જવા માટે, અને સમ્યક્ત્વ પ્રગટ થવા માટેની એક મહત્ત્વની શરત તે કદાગ્રહનો ત્યાગ છે. જયાં સુધી કદાગ્રહ છે ત્યાં સુધી મિથ્યાત્વ છે અને જયાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સંસારમાં, રખડવાનું છે. જેઓ મુમુક્ષુ છે–આત્મવિકાસ સાધી ઊંચી ગુણશ્રેણીએ ચડવાના અભિલાષી છે તેઓએ તો હમેશાં કદાગ્રહથી, દુરાગ્રહથી મુક્ત રહેવાનો સતત પ્રયાસ જાગ્રતપણે કરતા રહેવાની આવશ્યકતા છે. [૪૭૪] મહાનિર્વાનિત યન્તઃ क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशान्तिपुष्पाणि हितोपदेश फलानि चान्यत्र गवेषयन्तु ॥२॥ અનુવાદ : જેનું હૃદય અસદુગ્રહરૂપી અગ્નિથી બળી ગયેલું છે તેમાં તત્ત્વજ્ઞાનના વ્યવસાયરૂપી વેલ, શાન્તિરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળો ક્યાંથી હોય? માટે તેની શોધ અન્યત્ર કરવી જોઈએ. વિશેષાર્થ : જે ધરતીમાં અસહ્ય ગરમી હોય ત્યાં વાવેલી વેલડીઓ વિકાસ ન પામી શકે. ગરમીમાં તે કરમાઈ જાય. વેલડીઓને ઊગવા માટે તો કૂણી ભેજવાળી ફળદ્રુપ ધરતી જોઈએ. પાણીનું સિંચન જોઈએ. એવા સાનુકૂળ વાતાવરણમાં વિકસેલી વેલડીઓ પર પુષ્પ આવે છે અને પછી મીઠાં ફળ આવે છે. પણ મૂળમાં જ જ્યાં ખામી હોય ત્યાં પુષ્પ અને ફળની તો આશા જ ક્યાંથી રાખી શકાય ? પુષ્પ અને ફળ માટે તો સાનુકૂળ ધરતી અને વાતાવરણવાળા અન્ય સ્થળે જવું જોઈએ. એવી રીતે જેના અંતઃકરણમાં અસગ્રહનો અગ્નિ બળતો હોય ત્યાં તત્ત્વના નિશ્ચયરૂપી વેલડીનો વિકાસ ક્યાંથી થાય ? અને જો એ વિકાસ ન થાય તો પ્રશમરૂપી પુષ્પો અને હિતોપદેશરૂપી ફળની તો આશા ક્યાંથી રાખી શકાય ? એવું જોઈતું હોય તો જ્યાં અસગ્રહ કે કદાગ્રહ નથી ત્યાં જવું જોઈએ. ૪િ૭૫] ૩થી વિવિષ્યનિશ વિરઃ सद्ग्रहात्पंडितमानिनो ये । मुखं सुखं चुंबितमस्तु वाचो लीलारहस्यं तु न तैर्जगाहे ॥३॥ અનુવાદ : થોડુંક ભણીને અને થોડુંક સાંભળીને જેઓ અસઘ્રહને લીધે પોતાની જાતને ૨૬૪ For Private & Persona Jain Education Intemational 2010_05 emational 2010_05 Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર પંડિત માને છે તેઓ ભલે વાણીના મુખને સુખેથી ચુંબન કરે, પરંતુ તેની લીલાનું રહસ્ય તેઓ પામ્યા નથી. | વિશેષાર્થ : બીજા લોકો કરતાં પોતાની પાસે સહેજ વધુ જાણકારી હોય તો માણસની પ્રશંસા થવા લાગે છે. એમાં પણ કાવ્યાલંકારશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, વાસ્તુવિદ્યા, શિલ્પ-સ્થાપત્યાદિ ભૌતિકશાસ્ત્રોમાં પોતાને કંઈક આવડે તો પણ માણસને ઝટ ઝટ મોટા પંડિત થઈ જવાનું મન થાય છે. એવી જ રીતે ધર્મશાસ્ત્ર કે અધ્યાત્મશાસ્ત્રમાં પણ થાય છે. થોડુંક આમતેમથી વાંચ્યું હોય કે થોડુંક સાંભળ્યું હોય એવા અર્ધદગ્ધ પંડિતોને જરાક માનપાન મળતાં દરેક વાતે પોતાને જ આવડે છે અને પોતે જ સાચા છે એવું બતાવવાનો ભાવ જાગે છે. જ્ઞાનની સાથે અહંકાર કુદરતી રીતે જોડાઈ જાય છે. એવો અહંકાર પોતાનામાં ન આવે એ માટે સાધકે જાગૃત રહેવું જોઈએ. તત્ત્વજ્ઞાનનો વિષય તો મહાસાગર જેવો અગાધ છે અને પોતે તો માત્ર એક બિંદુ જેટલું જ જાણે છે એવી પોતાનામાં લધુતા રહેવી જોઈએ. પરંતુ જેઓ આવા અલ્પ જ્ઞાનને જીરવી શકતા નથી, જેમની પાસે માત્ર પલ્લવગ્રાહી પાંડિત્ય છે એવા પંડિતો પણ પોતે જ્યારે ખોટા પડવાના હોય ત્યારે પોતાનો બચાવ કરવા નીકળી પડે છે. પરંતુ એ બિચારાઓને ખબર નથી કે પોતે માત્ર યત્કિંચિત જ જાણે છે. આવા અર્ધદગ્ધ અલ્પજ્ઞ પંડિતો માટે ગ્રંથકાર મહર્ષિએ અહીં કવિપરંપરાને અનુસરીને, શૃંગારરસનું રૂપક પ્રયોજયું છે. શૃંગારરસમાં કોઈને હજુ માત્ર મુખચુંબનનો જરાક જેટલો જ અનુભવ હોય અને એથી તે એટલો બધો ફુલાઈ જાય અને ઘેલો થઈ જાય અને માને કે પોતાને કામભોગનો બધો જ અનુભવ છે અને પોતે કામશાસ્ત્રનો જ્ઞાતા છે અને એમ સમજીને એ પ્રમાણે અભિમાનપૂર્વક કહેવા લાગે તો એની જેવી હાસ્યાસ્પદ દશા થાય તેવી દશા આ કદાગ્રહી પંડિતોની થાય છે. [૪૭૬] હોત્સર્પરતુચ્છ – र्बोधांशतान्धीकृतमुग्धलोकैः । विडम्बिता हन्त जडैवितंडा पांडित्यकंडूलतया त्रिलोकी ॥४॥ અનુવાદ : અસગ્રહથી જેમનો ભારે ગર્વ ઊછળી રહ્યો છે તથા જ્ઞાનના અંશમાત્રથી જેઓએ મુગ્ધ લોકોને અંધ કર્યા છે એવા જડ માણસોએ વિતંડાવાદી પાંડિત્યરૂપી ખુજલી વડે, અરેરે, ત્રણે લોકની વિડંબના કરી છે. * વિશેષાર્થ : આ સંસારમાં સામાન્યજનો તો ભોળા જ રહેવાના. એવા ભોળા લોકોની સમજશક્તિ મર્યાદિત હોય છે અને અનુભવ પણ મર્યાદિત હોય છે. તેમની આગળ જે કંઈ રજૂ થાય તે એમને માટે નવું અને મુગ્ધ કરી દે એવું હોય છે. જગતમાં કદાગ્રહીઓ જો ફાવતા હોય અને એમના ખોટા મતનો બહોળો પ્રચાર થતો હોય તો તે આવા અજ્ઞાની, ભોળા, મુગ્ધ લોકોને કારણે જ. એવા અજ્ઞાનીઓ આંધળા બનીને કદાગ્રહીની પાછળ દોટ મૂકતા હોય છે, કારણ કે ભલે કદાગ્રહીઓનું જ્ઞાન અધકચરું હોય, પરંતુ તેઓ પોતાની રજૂઆત રૂઆબથી પાંડિત્યના દંભ સાથે કરતા હોય છે. તેઓ ભોળા લોકોને ૨૬૫ Jain Education Intemational 2010_05 Page #311 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આંજી નાખે એવો વાગ્વિલાસ ધરાવતા હોય છે. તેઓની સંમોહક વાણી લોકોને નચાવે છે. પરંતુ વાસ્તવિક રીતે તો આ એક પ્રકારની ખરજ અથવા ચળ જ હોય છે. જેને ખરજવું થયું હોય અને ખરજ ઊપડી હોય તેને ખણવામાં આનંદ આવે છે, મીઠાશ લાગે છે, પણ એને ખબર નથી હોતી કે વસ્તુતઃ આ ચળ તો એક પ્રકારનો રોગ છે. જેઓ સમજદાર હોય છે તેઓ તો સમજી જાય છે કે તાત્કાલિક મીઠાશનો અનુભવ કરાવનારી ખરજ અંતે તો પીડાકારક નીવડવાની છે. પરંતુ બહોળો સમુદાય ભોળા મુગ્ધ લોકોનો હોય છે. તેને આ વાત જલદી સમજાતી નથી. કદાગ્રહીઓ તેમની લાગણીઓ સાથે ૨મત ૨મી પોતાનું ધાર્યું કરાવી લે છે. આ રીતે જગતની હમેશાં ભારે વિડંબના થયા કરે છે. [૪૭૭] વિધોવિવેક્ષ્ય ન યંત્ર ષ્ટિस्तमोघनं तत्त्वरविर्विलीनः । अशुक्लपक्षस्थितिरेषनूनम-સદ્ધઃ જોવિ ભૂવિનાસ: અનુવાદ : જેમાં તત્ત્વરૂપી સૂર્ય વિલીન થઈ ગયો છે, વિવેકરૂપી ચન્દ્રનું દર્શન થતું નથી તથા ગાઢ અંધકાર છવાઈ ગયો છે એવી કૃષ્ણપક્ષની રાત્રિની સ્થિતિના વિલાસ જેવો આ અસદ્રહ છે. વિશેષાર્થ : જ્યાં કદાગ્રહ હોય ત્યાં તત્ત્વનો અસ્વીકાર હોય છે. જ્ઞાન સૂર્ય જેવું પ્રકાશમાન છે. જ્યાં યથાર્થ તત્ત્વજ્ઞાનનો અસ્વીકાર હોય ત્યાં અંધકાર જ હોય. સૂર્ય અસ્ત થઈ જાય તો પણ શુકલ પક્ષમાં ચંદ્રના તેજથી થોડો ઉજાસ રહે છે. પરંતુ જ્યાં કદાગ્રહ હોય ત્યાં સારાસારરૂપ, અથવા કૃત્યાકૃત્યરૂપ વિવેક પણ ચાલ્યો જાય છે. વિવેકનું તત્ત્વ શુકલ પક્ષના ચન્દ્ર જેવું છે. એટલે સૂર્યાસ્ત થયો હોય અને ચન્દ્ર પણ ન હોય તો અંધકાર વ્યાપી જાય છે. આ અંધકાર તે અજ્ઞાનરૂપી છે. અંધકારમાં યથાર્થ દેખાતું નથી અને ગતિ થઈ શકતી નથી. જ્યારે અસગ્રહ બળવાન બની જાય ત્યારે ત્યાં કૃષ્ણ પક્ષની અમાવાસ્યાની રાત્રિનું સામ્રાજ્ય જાણે જામ્યું હોય એવું લાગે. અસગ્રહની શક્તિ પણ એટલી જ પ્રબળ હોય છે. એનાથી સાવધ રહેવાની જરૂર છે. [૪૭૮] તાત્રેળ જુનાતિતત્ત્વवल्लीं रसात्सिंचति दोषवृक्षम् । क्षिपत्यधः स्वादुफलं शमाख्य-मसद्ग्रहच्छन्नमतिर्मनुष्यः ॥६॥ અનુવાદ : અસદ્બહથી આચ્છાદિત બુદ્ધિવાળો મનુષ્ય કુતર્કરૂપી દાતરડા વડે તત્ત્વરૂપી લતાને છેદે છે, દોષરૂપી વૃક્ષને રસથી સિંચે છે અને શમ નામના સ્વાદિષ્ટ ફળને નીચે ફેંકી દે છે. વિશેષાર્થ : કદાગ્રહી માણસની વિપરીત બૌદ્ધિક પ્રવૃત્તિ માટે અહીં વૃક્ષનું મુખ્ય રૂપક પ્રયોજવામાં આવ્યું _2010_05 ૨૬૬ Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર છે. વૃક્ષનાં ત્રણ અંગો માટે ત્રણ પેટારૂપકો પ્રયોજવામાં આવ્યાં છે. અધ્યાત્મના ક્ષેત્રે તત્ત્વરૂપી વેલને સદ્ગુણો વડે સિંચન કરવામાં આવે તો તે શમરૂપી ફળ આપે છે. પરંતુ કદાગ્રહી તો ઊલટી ક્રિયા કરે છે. તે મૂળને દોષોના રસ વડે સિંચે છે. વિકાસ પામતી વેલડીને તે કુતર્કરૂપી દાતરડા વડે કાપી નાખે છે અને શમરૂપી જે ફળ આવ્યું છે તે હળવેથી ઉતારી ન લેતાં જમીન પર પટકી પાડે છે કે જેથી તે છુંદાઈ જાય છે અને કશા કામમાં આવતું નથી. જો તે પોતાનો કદાગ્રહ છોડી દે અને મુક્ત મનનો બની પોતાના આધ્યાત્મિક વિકાસ માટે અભિમુખ બને, સદ્ગુણોરૂપી જળથી મૂળમાં સિંચન કરે તો તત્ત્વજ્ઞાનરૂપી એની વેલ વિકાસ પામે અને એના ઉપર શમરૂપી સુંદર સ્વાદિષ્ટ, આરોગ્યવર્ધક ફળ પ્રાપ્ત થાય. અસંગ્રહ અથવા કદાગ્રહ અધ્યાત્મમાર્ગમાં કેટલો હાનિકારક છે તે સચોટ રૂપકો દ્વારા અહીં સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. [૪૭૯] મદિગ્રીવમ દિ ચિત્તે न क्वाऽपि सद्भावरसप्रवेशः। इहांकुरश्चेन्न विशुद्धबोधः सिद्धांतवाचां बत कोऽपराधः ॥७॥ અનુવાદ : અસદ્ગહરૂપી પાષાણમય ચિત્તમાં ક્યારેય પણ સભાવરૂપી રસનો જો પ્રવેશ ન થતો હોય, તો એમાં વિશુદ્ધ બોધરૂપ અંકુર તો ફૂટે જ નહિ. તો પછી કહો એમાં સિદ્ધાન્તની વાણીનો શો અપરાધ ? વિશેષાર્થ : જયાં કદાગ્રહ હોય ત્યાં જડતા આવે જ. જ્યાં જડતા હોય ત્યાં મૃદુતા ન હોય, રસિકતા ન હોય અને સદ્ભાવના ન હોય. આવા હૃદયને પાષાણ એટલે કે પથ્થર જેવું જ કહી શકાય. પથ્થર નક્કર હોય છે. એમાં પાણી પ્રવેશી ન શકે. માટી મૃદુ હોય છે. એમાં પાણી ઊતરી જાય, જ્યાં પાણી અને માટીનો સંયોગ થાય ત્યાં અંકુર ફટે. પરંતુ નક્કર પથ્થરમાં પાણી ન ઊતરે એટલે એમાં અંકુર ન ફૂટે. કદાગ્રહી વ્યક્તિનું ચિત્ત આવું પથ્થર જેવું નિષ્ફર હોય છે. એટલે એ ચિત્તમાં શાસ્ત્રવચન માટે સદ્ભાવરૂપી રસ પ્રવેશી શકતો નથી. તો પછી એમાં વિશુદ્ધ બોધરૂપી અંકુર તો ક્યાંથી ફૂટી શકે ? આવી વ્યક્તિને શાસ્ત્રવચન બોધરૂપે ન પરિણમે એ દેખીતું છે. એટલે કદાચ બુદ્ધિથી એને આગમવાણી સમજાઈ હોય, તો પણ તે પરિણમતી નથી. આવું થાય તો એમાં દોષ કોનો ? એમાં સિદ્ધાન્તનો દોષ નથી, શાસ્ત્રવચનનો વાંક નથી. એને માટે તો જવાબદાર છે કદાગ્રહીને જડ ચિત્તો [४८०] व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंडशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवाना मसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥८॥ અનુવાદ : વ્રતો કર્યા, તપશ્ચર્યા કરી અને પ્રયત્નપૂર્વક પિંડવિશુદ્ધિ પણ કરી, તો પણ નિહનવોને તેનું ફળ મળ્યું નહિ. એમાં ખરેખર તો અસગ્ગહનો જ અપરાધ છે. ૨૬૭ Jain Education Interational 2010_05 Page #313 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : નિનવવાદ એ જૈનોનો એક પારિભાષિક વિષય છે. શ્રી સ્થાનાંગસૂત્ર, આચારંગસૂત્ર, ભગવતીસૂત્ર, સૂત્રકૃતાંગસૂત્ર, આવશ્યક નિર્યુક્તિ ઇત્યાદિ જૈન આગમગ્રન્થોમાં સાત નિનવોના વિષયની પ્રરૂપણા કરવામાં આવી છે. એ સાત નિહનવોનાં નામ આ પ્રમાણે છે : (૧) જમાલિ, (૨) તિષ્યગુપ્તાચાર્ય, (૩) આષાઢાચાર્યના શિષ્યો, (૪) અશ્વમિત્રાચાર્ય, (૫) ગંગાચાર્ય, (૬) રોહગુપ્ત અને (૭) ગોષ્ઠા માહિલ. આ નિનવો પોતાના કદાગ્રહ સિવાય અન્ય રીતે વ્રત, તપ, આચારશુદ્ધિ વગેરેમાં ઘણા આગળ વધેલા હતા, પરંતુ એમના કદાગ્રહને કારણે જ તેઓ પાછા પડ્યા અને ભવભ્રમણમાં દીર્ઘકાળ માટે અટવાયા. કહેવાનું તાત્પર્ય એ છે કે ચિત્તની નિર્મળતા અને સત્યનો સ્વીકાર એ સૌથી મહત્ત્વની વાત છે. મનમાં આંટી હોય તો સાચો બોધ થતો નથી. કદાગ્રહ છોડ્યા વિના વ્રત, તપ, જપ વગેરે આધ્યાત્મિક વિકાસમાં એટલાં સહાયભૂત થતાં નથી. એમાં દોષ કે અપરાધ વ્રત, તપ, જપાદિનો નથી, પણ અસગ્રહનો છે. [૪૮૧] સ્થાનં સ્વબુદ્ધિઃ સુપુર તા रुपस्थिता काचन मोदकाली । असद्ग्रहः कोऽपि गले ग्रहीता तथापि भोक्तुं न ददाति दुष्टः ॥९॥ અનુવાદ : પોતાની બુદ્ધિરૂપી થાળ છે. તેમાં સુગુરુરૂપી દાતાર દ્વારા કેટલાયે મોદકો પ્રાપ્ત થયા છે. પરંતુ ગળે લાગેલો કોઈક દુષ્ટ અસગ્રહ ભોજન કરવા દેતો નથી. ' વિશેષાર્થ : કદાગ્રહને લીધે કેટલીક ઉત્તમ જ્ઞાનપ્રસાદી ગ્રહણ થઈ શકતી નથી. એ માટે અહીં એક સરસ રૂપક પ્રયોજવામાં આવ્યું છે. પોતાની બુદ્ધિરૂપી મોટો થાળ છે. એમાં સુગુરુ ઉદારતાથી લાડુ ઉપર લાડુ ભાવથી પીરસે છે. થાળમાં લાડુ આવી ગયા છે. પણ એ જોવા માત્રથી થોડો સંતોષ થવાનો છે ? લાડુ તો ખાધાથી સંતોષ થાય. પરંતુ એ જ વખતે જો કોઈ આપણી ગળચી દબાવી રાખે તો મુખ આગળ આવેલો લાડુ પેટમાં થોડો જઈ શકવાનો છે? તો આ ગળું દબાવનાર કોણ છે ? એ છે અસગ્રહ અથવા કદાગ્રહ. આ હોય ત્યાં વસ્તુ ગમે તેટલી ઉત્તમ હોય તો પણ આપણને તે ગ્રહણ ન થવા દે. અહીં જ્ઞાન ગ્રહણ થઈ શકે એવી પોતાની બુદ્ધિશક્તિ છે અને યોગ્યતા છે. વળી એ જ્ઞાન આપનાર પણ યોગ્ય અધિકારી સુગુરુ છે. તેઓ અત્યંત ઉદાર છે અને ભાવથી જ્ઞાનરૂપી પ્રસાદી આપી રહ્યા છે. છતાં પોતાના કદાગ્રહને કારણે તે ગ્રહણ થઈ શકતી નથી. જીવનવિકાસમાં, જ્ઞાનપ્રકાશમાં, આધ્યાત્મિક ઉન્નતિમાં પૂર્વગ્રહ, માનસિક ગ્રંથિઓ, અસગ્રહ કે કદાગ્રહ કેવાં અંતરાયરૂપ બની શકે છે તે આ રૂપક પરથી સમજી શકાશે. [૪૮૨) Tuસfશ્વયTTUTHW गृह्णाति नासद्ग्रहवांस्ततः किम् । द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कंटकभुङ् न भुङ्क्ते ॥१०॥ અનુવાદ : અસગ્ગહી માણસ ગુરુએ પ્રસાદીરૂપે કરેલા અર્થને ગ્રહણ કરે નહિ તેથી શું થયું? કાંટાને ખાનારો ઊંટ, નજર સામે રાખવામાં આવેલી દ્રાક્ષ ખાતો નથી. ૨૬૮ Jain Education Intemational 2010_05 Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર વિશેષાર્થ : ગુરુના અંત:કરણમાં વાત્સલ્યભાવ હોય અને તેઓ શિષ્યને શાસ્ત્રના અર્થોનો બોધ કરવાની કૃપા કરવાવાળા હોય તો પણ કદાગ્રહી શિષ્યના મનમાં વિપરીત ભાવો હોય છે. તે શાસ્ત્રના અર્થોને ગ્રહણ કરતો નથી. પરિણામે તે કદાગ્રહી શિષ્યનું અહિત થાય છે. કેટલાક કદાગ્રહીઓની એવી પ્રકૃતિ થઈ જાય છે કે તેમને ઉત્તમ વસ્તુ પ્રત્યે રુચિ થતી નથી. તુચ્છ વસ્તુઓમાં જ તેમની પ્રીતિ રહે છે. જેમ કાંટાળી વનસ્પતિ ખાવામાં રાચતા ઊંટ આગળ દ્રાક્ષની લૂમ ધરવામાં આવે તો તે તેના તરફ નજર સુદ્ધાં કરતો નથી. જયારે આમ થાય ત્યારે દ્રાક્ષનો દોષ કેમ કાઢી શકાય ? તેવી રીતે દુરાગ્રહી શિષ્યને શાસ્ત્રનો બોધ ન થાય તો તેમાં વાર્તાલ્યસભર ગુરુની કૃપાનો દોષ કેમ કાઢી શકાય ? [૪૮૩] સાહાન્યામર સંતિ થે कुर्वन्ति तेषां न रतिर्बुधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाः प्रसभं भवन्ति ॥११॥ અનુવાદ : અસગ્રહને લીધે જેઓ પામર માણસોની સંગતિ કરે છે તેઓને વિદ્વાનો ઉપર પ્રીતિ થતી નથી. વિષ્ટા ખાઈને પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નમાં બિલકુલ આસક્ત થતા નથી. વિશેષાર્થ : સોબતની અસર માણસના જીવન ઉપર ઘણી બધી થાય છે. એક વખત પામર મનુષ્યોની ખરાબ સોબતનો રંગ લાગે તો પછી એમાંથી મુક્ત થવાનું ઘણું કપરું છે. મુક્ત થવાની રુચિ પણ થતી નથી. બીજા મુક્ત કરાવવા ઇચ્છે તો પણ તેઓ તેમાં સફળ થઈ શકતા નથી. એવી રીતે કેટલાક માણસોને જ્ઞાનીજનો પ્રત્યે અકારણ પૂર્વગ્રહ બંધાઈ જાય છે. તેઓને જ્ઞાની મહાત્માઓની જ્ઞાનની વાતો ચતી નથી; એવા માણસો પોતાની હલકી સોબતમાં હલકી વાતો કરવામાં ખીલી ઊઠે છે. કદાગ્રહી માણસોની આવી પ્રકૃતિ થઈ જાય છે. તેઓ જ્ઞાની મહાત્માઓની નિંદા, કુથલીમાં અને અસત્ વચનોમાં રસ ધરાવે છે. આવા કદાગ્રહીઓને કાગડા સાથે સરખાવી શકાય. કાગડો મિષ્ટાન્ન અને વિષ્ટા બંને પડ્યાં હોય તો તે વિષ્ટા જ ખાવા દોડશે. તેને પરાણે મિષ્ટાન્ન તરફ વાળવામાં આવે તો પણ તે ન ખાતાં વિષ્ટા તરફ જ જશે. વિષ્ટા ખાઈને પુષ્ટ થયેલા કાગડાની એવી પ્રકૃતિ થઈ જાય છે. [४८४] नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुङ्क्ते । असद्ग्रहादेव न कस्य हास्योऽ जले घटारोपणमादधानः ॥१२॥ અનુવાદઃ યુક્તિને વિશે જે પોતાની બુદ્ધિને જોડતો નથી, પરંતુ પોતાની બુદ્ધિને વિશે યુક્તિને બળાત્કારે યોજે છે તે અસદ્ગહી મૃગજળમાં ઘડો નાખનારની જેમ કોને હાંસી કરવા યોગ્ય ન થાય? વિશેષાર્થ : માણસને કદાગ્રહ વળગે છે ત્યારે એની બુદ્ધિ અવળી ચાલે છે. સામાન્ય રીતે ધર્મજિજ્ઞાસુ ૨૬૯ Jain Education Interational 2010_05 cation International 2010_05 Page #315 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આત્માર્થી માણસ શાસ્ત્રોની પંક્તિઓના અર્થ કરતી વખતે પોતાની બુદ્ધિને કસે છે અને શાસ્ત્રના અર્થ પામવાને મથે છે. તે પોતાની બુદ્ધિને શાસ્ત્રના સાચા અર્થ કરવામાં કામે લગાડી દે છે. એથી શાસ્ત્રોમાં જે પ્રમાણે અર્થ અને આશય હોય છે બરાબર તે જ પ્રમાણે ઉલ્લાસથી ગ્રહણ કરવા તે તત્પર રહે છે. એનું મન સર્વથા મુક્ત હોય છે. પરંતુ જો કદાગ્રહને કારણે એના મનમાં વિપરીતતા આવી ગઈ હોય તો પછી તે પોતાના ધારેલા અર્થ શાસ્ત્રમાંથી મારીમચડીને કાઢવા માટે પોતાની બુદ્ધિને બળજબરીથી કામે લગાડી દે છે. એક શબ્દના ઘણા અર્થ થતા હોય છે. એટલે તે શબ્દોનો અર્થ દુરાકૃષ્ટતાથી પોતાની ઇચ્છા પ્રમાણે કરવા કોશિષ કરે છે. પરંતુ તેનો આવો બૌદ્ધિક વ્યાયામ અને આશય પકડાઈ જતાં તે હાસ્યાસ્પદ બની જાય છે. તેમાં રહેલો અસંગતિદોષ તરત નજરમાં આવી જાય છે. જેમ કોઈ માણસ મૃગજળ જોઈને તેમાંથી પાણી કાઢવા માટે પોતાનો ઘડો નાખે તો તે અફળાય છે અને એનો અવાજ થતાં એ વાત છતી થઈ જાય છે, તેવી રીતે કદાગ્રહીઓએ કરેલા અર્થ હાસ્યાસ્પદ બની જાય છે. તરત પકડાઈ જતાં તેઓ ખુલ્લા પડી જાય છે. [૪૮૫] મરો વચ્ચે ગત ન નાશ न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य प्रौढ़ा प्रदातुं घटते नृपश्रीः ॥१३॥ અનુવાદ : જેનો અસદ્ગહ નાશ પામ્યો ન હોય તેને શ્રુતજ્ઞાન આપવું પ્રશસ્ય નથી, કારણ કે વિકળતાથી શારીરિક ખોડથી) કલંકિત થયેલાને મોટી રાજ્યલક્ષ્મી આપવી ઘટતી નથી. વિશેષાર્થ : જેનો કદાગ્રહ ગયો નથી એવા માણસને શ્રુતજ્ઞાન આપી શકાય નહિ. જો શ્રુતજ્ઞાન એને આપવામાં આવે તો તે વાત પ્રશસ્ય ન ગણાય. શ્રુતજ્ઞાન પોતે પ્રશસ્ય છે, ઇષ્ટ છે. તેનો મહિમા છે. તે અનધિકારી વ્યક્તિને આપી ન શકાય. જેનું મન મુક્ત નથી, પણ કદાગ્રહથી ખરડાયેલું છે એના મનમાં શ્રુતજ્ઞાન સારી રીતે પ્રવેશ પામી ન શકે. એવા માણસ પાસે શ્રુતજ્ઞાન હોય તો તે શાસ્ત્રવચનના ખોટા અર્થ મન ફાવે તેમ કરી લોકોને ઉન્માર્ગે લઈ જાય. એથી તો ઊલટો અનર્થ થાય. તે કદાગ્રહી શ્રુતજ્ઞાનનો ક્યારે અવળો ઉપયોગ કરી બેસશે એ કહી શકાય નહિ. એ માટે અહીં રાજકુમારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જૂના વખતમાં રાજાના ઉત્તરાધિકારી તરીકે રાજકુંવરને ગાદીએ બેસાડવામાં આવતો. રાજા વહેલો મૃત્યુ પામે અને રાજકુંવર સગીર વયનો હોય તો તેના હાથમાં રાજયશાસનની ધુરા સોંપવામાં આવતી નહિ. વળી રાજકુંવર જો અપંગ હોય કે મંદબુદ્ધિવાળો હોય કે ચક્રમ હોય કે ગાંડો હોય તો પણ રાજા તેને પોતાની રાજસત્તા સોંપતા નહિ. રાજાની અનુપસ્થિતિમાં મંત્રીઓ પણ એ વાતની તકેદારી રાખતા. રાજ્યલક્ષ્મી તો તેને જ સોંપી શકાય કે જે એને શોભાવે અને જેનાથી રાજ્યકર્તા પણ શોભે. રાજા વિકળ હોય એટલે કે શારીરિક ખોડખાંપણવાળો હોય કે ચક્રમ હોય તો પ્રજામાં એનું બહુમાન ન રહે. મંત્રી અને ગાંઠે નહિ અને દુશ્મન રાજાઓ ગમે ત્યારે આક્રમણ લઈ આવે. જેમ યોગ્ય વ્યક્તિના હાથમાં જ રાજયલક્ષ્મી સોંપી શકાય તેમ યોગ્ય પાત્રને જ શ્રુતજ્ઞાન આપી શકાય. પૂર્વગ્રહપીડિત, કદાગ્રહયુક્ત અનધિકારી વ્યક્તિને શ્રુતજ્ઞાન આપવાથી તો પરિણામે અનર્થ જ થાય. ૨૭૦ Jain Education Intemational 2010_05 Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકારચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર [૪૮] મારે ઘરે વારિ કૃતં યથા - विनाशयेत्स्वं च घटं च सद्यः । असद्गृहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥१४॥ અનુવાદ : જેમ કાચા ઘડામાં ભરેલું પાણી પોતાનો તથા ઘડાનો તત્કાળ નાશ કરે છે, તેમ જેની બુદ્ધિ અસદ્ગહથી ગ્રસ્ત છે તેને શ્રુતજ્ઞાન આપવાથી તે બંનેનો વિનાશ થાય છે. વિશેષાર્થ : જે માણસ કદાગ્રહી છે તે સાચી વાત ગ્રહણ કરવા ઇચ્છતો નથી અને કરી શકવાનો નથી. આવા માણસને શ્રુતજ્ઞાન આપવામાં આવે તો તેનું શું પરિણામ આવે ? કદાઝહરહિત માણસ . શ્રુતજ્ઞાનથી એની પ્રજ્ઞા વિકાસ પામે છે. શ્રુતજ્ઞાન એના માટે ઉપકારક બને છે. એ જ્ઞાન એની ભવભ્રમણની પરંપરાને ઘટાડે છે. પરંતુ જે માણસ કદાગ્રહી હોય એને જો શ્રુતજ્ઞાન આપવામાં આવે તો એ શ્રતજ્ઞાનનો ઉપયોગ પોતાના કદાગ્રહના પોષણ અર્થે જ કરશે. એથી તો ઊલટું એને નુકસાન થશે. જો કોઈ પાકો ઘડો હોય અને એમાં નિર્મળ જળ ભરવામાં આવ્યું હોય તો જળ એમાં ટકી રહે છે અને એ જળ ઘડાને ઠંડક આપે છે. એ જળ બીજાની તરસ સંતોષે છે અને અન્ય રીતે પણ કામ લાગે છે. પરંતુ જો માટીના કાચા ઘડામાં પાણી ભર્યું હોય તો એ ઘડો થોડા વખતમાં ફસકી જશે. એથી ઘડો તો નષ્ટ પામે છે, પણ સાથે સાથે એમાં ભરેલું નિર્મળ નીર પણ ઢોળાઈ જાય છે અને તે કોઈને કામ આવતું નથી. તેવી રીતે કદાગ્રહી માણસને ભણાવેલું શ્રુતજ્ઞાન નિરર્થક નીવડે છે, એટલું જ નહિ, એ દ્વારા કદાગ્રહીની અવળી મતિ પોષાય છે અને એને કારણે એનું ભવભ્રમણ વધી જાય છે. એટલે કદાગ્રહીને શ્રુતજ્ઞાન આપવાથી અંતે તો એનું જ અહિત થાય છે. [૪૮૭] સાતત્તે: પ્રત્તે हितोपदेशं खलु यो विमूढः । शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ॥१५॥ અનુવાદ : જેની બુદ્ધિ અસગ્રહથી ગ્રસ્ત છે એવાને જો કોઈ મૂઢ પુરુષ હિતોપદેશ આપે તો તે (ઉપદેશ) મહાઉપકારી હોવા છતાં કૂતરીના શરીર પર કસ્તૂરીનો લેપ કરે છે. વિશેષાર્થ : જે માણસ અસદ્ગહથી ગ્રસ્ત થયેલો હોય તેને ઉપદેશ આપવો એ તો પથ્થર ઉપર પાણી ઢોળવા જેવું ગણાય. હિતબુદ્ધિથી કહેલાં વચનો પણ નિરર્થક નીવડવાનો સંભવ રહે છે. જ્યાં એવી ખાતરી હોય કે પોતાની મહેનત વ્યર્થ જવાની જ છે તો પછી ત્યાં એવી મહેનત કરવી તે તો મૂઢતા જ કહેવાય. સર્વ પ્રત્યે ઉપકાર કરવાના સ્વભાવવાળા કેટલાક મહાત્માઓ આવા કદાગ્રહી માણસોને સમજાવવા માટે હિતોપદેશનાં વચનો કહે છે, પરંતુ તે પણ વ્યર્થ જાય છે. અહીં દષ્ટાન્ત આપવામાં આવે છે કે શીતોપચાર માટે, ઔષધોપચાર માટે કે કેવળ દુર્ગધ નિવારવા માટે ચંદન, કસ્તૂરી વગેરેના ૨૭૧ Jain Education Interational 2010_05 Page #317 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર લેપ કરવામાં આવે છે. લેપ યથાસ્થાને કરાય તો જ એની ઉપયોગિતા રહે છે. જો તે અસ્થાને કરાય તો એ નકામી મહેનત તરીકે પુરવાર થાય છે. કૂતરીનો સ્વભાવ છે ધૂળમાં આળોટવાનો, ગંદકીમાં રખડવાનો. એ કૂતરીને ચંદનના લેપથી પણ મોંઘો એવો કસ્તૂરીનો લેપ કરવામાં આવે તો એથી કૂતરીને કંઈ ગુણ થવાનો નથી. તે તો આપણી નજર સામે જ ધૂળમાં આળોટવાની છે. આપણો મોંઘો લેપ ઘડીકમાં નષ્ટ થઈ જવાનો છે અને કૂતરી તો એવી ને એવી જ ગંધાતી રહેવાની છે. તો પછી એવો લેપ કરવાનું પ્રયોજન શું ? એટલે કે ગમે તેટલો સરસ ઉપદેશ ઉચ્ચ કક્ષાના મહાત્મા આપે તો પણ જો નિશ્ચિતપણે નિરર્થક જવાનો હોય તો તેવો ઉપદેશ આપવા કરતાં ઉપદેશ ન આપવો સારો, કારણ કે એ બધી મહેનત વ્યર્થ જવાની જ છે. ૪૮૮] કણેર નä વિશરામર્થ ददाति योऽसद्ग्रहदूषिताय । स खिद्यते यत्नशतोपनीतं बीजं वपन्नूषरभूमिदेशे ॥१६॥ અનુવાદ : જે માણસ કષ્ટથી મેળવેલા આગમના વિશદ અર્થને અસથ્રહથી દૂષિત હોય તેવાને આપે છે તે સેંકડો પ્રયત્નથી પ્રાપ્ત કરેલા બીજને ક્ષારવાળી ભૂમિમાં વાવીને ખેદ પામે છે. વિશેષાર્થ : આગમ શાસ્ત્રોના યોગ્ય અર્થ કરવાનું કામ બૌદ્ધિક શ્રમથી ભરેલું છે. પરંતુ એ અર્થ સમજાય ત્યારે ઘણો પ્રકાશ સાંપડે છે. ચિત્ત આનંદિત થઈ જાય છે. શ્રુતજ્ઞાનનું એટલે કે શાસ્ત્રજ્ઞાનનું એક લક્ષણ છે કે અમુક કઠિન વિષયમાં પોતાને જો સાચી રીતે અર્થ કરતાં આવડ્યો હોય તો તે અર્થ બીજાને કહેવાનું મને કુદરતી રીતે થયા વગર રહે નહિ. સગુરુ પોતે ક્યારેક આવી સરસ રીતે અર્થ બેસાડી શકે ત્યારે એથી ઘણાને લાભ થાય છે. પરંતુ અમુક વ્યક્તિ પોતાના ઊંધા મતમાંથી નીકળવાની જ ન હોય, તો એવી કદાગ્રહી વ્યક્તિને એ અર્થ સમજાવવાથી તો તેનું પરિણામ સારું ન આવે. ક્યારેક એવો ખેદ થાય કે “આવા ખોટા જડ માણસને ક્યાં અર્થ શીખવાડ્યો ? આ તો એનો દુરુપયોગ જ કરશે. એનું પરિણામ સારું નહિ આવે.” આવી પરિસ્થિતિ સમજાવવા માટે અહીં દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમકે કોઈ ખેડૂતે ખેતી કરવા માટે સારામાં સારું અને મોંઘામાં મોંઘું બિયારણ ઘણી મહેનત કરીને મેળવ્યું હોય અને એટલી જ મહેનત કરીને જમીનમાં વાવ્યું હોય, પણ પછીથી એને જ્યારે ખબર પડે કે આ તો ઉષરભૂમિ છે એટલે કે ખારાશવાળી જમીન છે એટલે એમાં કશું ઊગવાનું નથી ત્યારે પોતે લીધેલા પરિશ્રમ માટે એને ખેદ અને પસ્તાવો થાય છે. આવો જ કડવો અનુભવ કદાગ્રહીને શ્રુતજ્ઞાન આપવામાં સદ્ગુરુને થાય છે. [૪૮૯] વૃતિ શાસ્ત્રાિ મુરતવાસ करोति नासद्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते त्वसार ग्राही भुवि स्वस्य च चालनीवत् ॥१७॥ અનુવાદઃ અસદ્ગહી માણસ કદાચિત્ ગુરુ પાસેથી શાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ તેમની ૨૭૨ Jain Education Intemational 2010_05 Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો ઃ અસદ્મહત્યાગ અધિકાર આજ્ઞામાં રહેતો નથી અને તે પોતાને વિવેચક માને છે, પણ વસ્તુતઃ જગતમાં તે પોતાને માટે તો ચાળણીની જેમ અસારને ગ્રહણ કરવાવાળો હોય છે. વિશેષાર્થ : અસંગ્રહવાળો માણસ ક્યારેય ગુરુ પાસેથી શાસ્ત્ર શ્રવણ કરવાની અભિલાષા રાખતો નથી. કદાચ શાસ્ત્રોનું શ્રવણ કરે તો પણ તે ક્યારેય ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી. પોતાને બધું આવડે છે તથા પોતે વિવેચક છે એવા મિથ્યાભિમાનમાં જ તે રાચે છે. આવા માણસને કોની સાથે સરખાવી શકાય ? ચાળણી સાથે. કારણ કે ગુરુની પાસે હોવા છતાં અને શાસ્ત્રશ્રવણની તક મળવા છતાં તે તેમાંથી કશું સારું અને સાચું ગ્રહણ કરતો નથી. તે પોતે જાણે મોટો વિવેચક હોય તેમ વર્તે છે. ચાળણીમાં બે રીતે ચાળવાની શક્તિ છે. સારા અને અસારને જુદા પાડવાની આ વાત છે. ચાળણી ઉત્તમ વસ્તુને કાઢી નાખી પોતાની પાસે તો છોતરાં, ફોતરાં, કાંકરા વગેરે રાખે છે અને કહે છે કે જુઓ મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું ! વસ્તુતઃ ચાળણીએ પોતે તો અસાર વસ્તુને જ ગ્રહણ કરી અને સાર વસ્તુ નીકળીને નીચે જતી કરી. એ પ્રમાણે કદાગ્રહી માણસ ગુરુની સમીપે રહેવા છતાં અને શાસ્ત્રશ્રવણ કરવા છતાં અવળો બોધ ગ્રહણ કરે છે. તે ઉત્તમ વસ્તુને ગ્રહણ ન કરતાં અસાર વસ્તુને ગ્રહણ કરે છે. [૪૯] રંજાય ચતુર્થમવારે શાસ્ત્ર प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणाना मसद्ग्रहस्थे विपरीतसृष्टिः ॥१८॥ અનુવાદ : અહો, અસત્રહીના ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે ! તેનું ચાતુર્ય દંભ માટે છે, તેનું શાસ્ત્રાધ્યયન પાપ માટે થાય છે, બુદ્ધિની પટુતા છેતરવા માટે થાય છે અને ધીરપણું ગર્વ માટે થાય છે. ' વિશેષાર્થ : માણસમાં જે કંઈ સગુણો ખીલે છે એનો એ સદુપયોગ પણ કરી શકે છે અને દુરુપયોગ પણ કરી શકે છે. માણસની બુદ્ધિ જો ઘણી ખીલી હોય તો એ વડે એ પોતાના દુર્ગુણોને યુક્તિપૂર્વક ઢાંકી શકે છે અને બીજાના દુર્ગુણોને છતા કરી દે છે. કદાગ્રહી માણસમાં પોતાના ગુણોનો વિપરીત ઉપયોગ કરવાની વૃત્તિ સહજ રહેલી હોય છે, કારણ કે એનો આશય જ દુષ્ટ હોય છે. તે ઘણો ચતુર, હોશિયાર, બુદ્ધિશાળી હોય છે. પરંતુ એથી એની દંભવૃત્તિ ઘણી વધી જાય છે. પોતે હોય તેના કરતાં જુદા, સારા બતાવવાની સરસ આવડત એનામાં આવી ગઈ હોય છે. શાસ્ત્રોના અભ્યાસથી વ્યક્તિમાં સારાસારનો વિવેક આવે છે, પાપ અને પુણ્યની સમજ વિકસે છે, હેય શું અને ઉપાદેય શું તેનો એને ખ્યાલ રહે છે, પરંતુ કદાગ્રહી વ્યક્તિ તો પોતાના શાસ્ત્રાભ્યાસથી પોતાનાં પાપોનો બચાવ ખોટી દલીલો દ્વારા કરે છે. તે એટલો ચતુર હોય છે કે એક વખત તો બીજાના મનમાં ઠસાવી દે છે કે પોતે જે કર્યું તે બરાબર છે. કદાગ્રહી વ્યક્તિમાં જો પ્રતિભા હોય, પટુત્વ હોય, નિપુણતા હોય તો તે દ્વારા એ બીજાનો ગેરલાભ ઉઠાવે છે. બીજાને ભોળવવાની, છેતરવાની આવડત કે ફાવટ તેની પાસે હોય છે. એ દ્વારા તે બીજાને આંજી નાખી પોતાનો સ્વાર્થ સાધી લે છે. સારી પ્રતિભાને લીધે વાણી ઉપર તે પ્રભુત્વ ૨૭૩ 2010_05 Page #319 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ધરાવે છે. પોતાના વાચાળપણાથી બીજાને તે ફસાવી શકે છે. એનામાં ધીરપણું હોય છે, પરંતુ તે ગર્વમાં પરિણમે છે. પોતાની સ્વસ્થતા માટે તે અભિમાન ધરાવે છે; આમ કદાગ્રહી માણસનું મુખ્ય લક્ષણ પોતાનો મત એ જ સાચો, પોતે કહે તે જ યોગ્ય એવું સિદ્ધ કરવાનું હોવાથી પોતાનામાં નૈસર્ગિક રીતે રહેલા કે વિકસેલા ગુણોનો તે અવળો ઉપયોગ કરે છે. એટલે જ કદાગ્રહી માણસના વચનમાં તરત વિશ્વાસ મૂકી ન શકાય. [૪૯૧] અસદ્ધહસ્થન સમ સમન્તાત્सौहार्दभृदुःखमवैति तादृग् । उपैति यादृक् कदली कुवृक्षस्फुटत्त्रुटत् कंटककोटिकीर्णा ॥१९॥ અનુવાદ : ખરાબ વૃક્ષના ફૂટતા અને તૂટતા અનેક કાંટા ભોંકાવાથી જેમ કેળ દુઃખ પામે છે તેમ અસદ્ગહીની સાથે મૈત્રી કરનાર દુઃખ પામે છે. વિશેષાર્થ : કદાગ્રહી માણસ કેવો છે અને એ પોતાની જાતને કેવું નુકસાન પહોંચાડે છે તે બતાવ્યા પછી એવી વ્યક્તિઓના સંપર્કમાં આવનારને પણ કેવું નુકસાન પહોંચવાનો સંભવ છે તે આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. ગ્રંથકાર કહે છે કે કદાગ્રહી માણસ સાથે મૈત્રી પણ ન કરવી જોઈએ. પોતાના ખોટા મતનો દુરાગ્રહ રાખનાર માણસ સમાજમાં આદર પામતો નથી. જેમ જેમ એના દુરાગ્રહી સ્વભાવની લોકોને ખબર પડે છે તેમ તેમ લોકો એનાથી આઘા ખસતા જાય છે. કદાગ્રહી માણસના ચિત્તમાં ઉશ્કેરાટ રહે છે. સમજણનો ત્યાં અભાવ હોય છે. તે સમજવા માગતો પણ નથી. આથી તે બધે અપ્રિય થઈ પડે છે. એની સંગત રાખવાનું કોઈને ગમતું નથી. સમાજના ચાલુ વ્યવહારોમાં પણ આવું સ્પષ્ટ જોઈ શકાય છે. કદાગ્રહી માણસ સાથે સંબંધ રાખવાથી, એની વગોવણીની સાથે સાથે આપણી પણ વગોવણી થાય છે. એથી વેપારધંધામાં કે કૌટુંબિક સંબંધો બાંધવામાં, યાત્રા-પ્રવાસમાં એમ વિવિધ રીતે એવા માણસના છાંટા આપણને પણ ઊડે છે. પોતાના આગ્રહી સ્વભાવને કારણે આપણી સાદી સીધી વાત પણ એને સ્વીકારવાનું ગમતું નથી. આવી પ્રકૃતિવાળા માણસની જો આધ્યાત્મિક ક્ષેત્રે સંગતિ કરવામાં આવે તો એની ઊંધી સમજણના આગ્રહથી આપણને વધુ નુકસાન થવાનો સંભવ છે. એવી મૈત્રીનો ગેરલાભ આપણને અવશ્ય થવાનો. પછી તો એવો પણ વખત આવે કે એ મૈત્રીમાંથી આપણે છટકી ન શકીએ અથવા આપણને તે છટકવા ન દે. જેમ બોરડી, બાવળ જેવાં કાંટાળાં વૃક્ષોની બાજુમાં જ કોમળ કદલી એટલે કે કેળનું વૃક્ષ ઊગ્યું હોય તો એ કેળના પાંદડામાં કાંટા આરપાર ભોંકાયા વગર રહે નહિ. કેળનાં પાંદડાં એથી ફાટી પણ જાય. કેટલાક કાંટા થડમાં કે ફળમાં પણ ભોંકાય. તૂટીને ઊડેલા અનેક કાંટા પણ એમાં ભરાઈ જાય. એથી સતત પીડા થયા કરે. ત્યાં કાંટા કાઢનાર કોઈ હોય નહિ. એટલે એ કષ્ટ સહન કર્યા કરવું પડે. આમ, કદાગ્રહી વ્યક્તિની સોબત પણ કાંટાવાળા વૃક્ષોની સોબત જેવી છે. એથી સમજપૂર્વક એનાથી દૂર રહેવા માટે પ્રયત્નશીલ રહેવામાં જ લાભ છે, કારણ કે કેટલાક ચતુર દુરાગ્રહીઓ પોતાની જાળમાંથી ભોળા જીવોને છટકવા નથી દેતા. 2010_05 ૨૭૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ ચોથો, અધિકાર ચૌદમો : અસદ્મહત્યાગ અધિકાર [૪૯૨] વિદ્યા વિવેì વિનયો વિશુદ્ધિ: सिद्धान्तवाल्लभ्यमुदारता च । असद्ग्रहाद् यान्ति विनाशमेते गुणास्तृणानी कणाद् दवाग्नेः ॥२०॥ અનુવાદ : દાવાનળના તણખાથી જેમ ઘાસ નાશ પામે છે તેમ અસદ્ગહથી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્ત માટેની પ્રીતિ અને ઉદારતા—આ ગુણો નાશ પામે છે. વિશેષાર્થ : માણસ જ્યારે સમજવાનો કે સત્ય સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને પોતાના ખોટા મતનો જ આગ્રહ સેવવા લાગે છે ત્યારે જો કેટલાક સદ્ગુણો તેનામાં રહેલા હોય તો તે મોડા કે વહેલા નાશ પામે છે. વળી સદ્ગુણો તેનામાં પહેલેથી જ ન હોય તો તે પછીથી આવતા નથી. મતાગ્રહી માણસ પછી મતાંધ બને છે. મતાંધ બનેલા માણસને એની દૃષ્ટિ ખુલ્લી ન હોવાથી પોતાનાથી જુદા મતનાં શાસ્ત્રો વાંચવાં ગમતાં નથી. એથી એકંદરે તો વિદ્યા પ્રત્યે જ એને અપ્રીતિ થાય છે. સમજદાર અને તત્ત્વવિમર્શ કરી શકનાર વ્યક્તિ પણ જ્યારે પોતાના મતથી વિપરીત એવા ગ્રંથોનું જો વારંવાર વાંચન કરે તો સંભવ છે કે એની માન્યતા ડગી જાય. એવી ચંચલ મનની વ્યક્તિઓને ખોટા પ્રચારાત્મક ગ્રંથો બહુ વાંચવા દેવા ન જોઈએ એ સમજી શકાય એવી વાત છે. પરંતુ બીજી બાજુ અસગ્રહી માણસ તો સારા, સાચા ગ્રંથો વાંચવાથી પોતાની જાતને હેતુપૂર્વક વંચિત રાખે છે. વિદ્યા માટેની એની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. પોતાના મત માટે આગ્રહી હોવાને કારણે તેનામાંથી સારાસારનો, કૃત્યાકૃત્યનો વિવેક પણ ઓછો થવા લાગે છે. ક્યારેક તો તેને ભય રહે છે કે જો વિવેક દર્શાવવા જશે તો પોતાનો મત ઢીલો પડી જશે. એટલે સમજવા છતાં તે વિવેક દર્શાવતો નથી. પોતાના મતના અભિનિવેશને કારણે તે વિનયી થઈ શકતો નથી. તેના નમ્રતા, લઘુતા, નિરાભિમાનતા વગેરે ગુણો ઘસાઈ જાય છે. બીજાને પણ પોતાનો મત હોઈ શકે એવો ઉદાર ભાવ એનામાંથી ચાલ્યો ગયો હોવાથી ચિત્તવિશુદ્ધિ, ઉદારતા, સહિષ્ણુતા વગેરે ગુણો પણ એનામાં મંદ પડવા લાગે છે. પોતાનાથી વિપરીત મત તે સહી શકતો નથી. આમ એક ગુણની સાથે બીજો અને બીજાની સાથે ત્રીજો ગુણ એમ તેના વિવિધ સદ્ગુણો નાશ પામે છે. અહીં ઉદાહરણ આપવામાં આવે છે કે ક્યાંક દાવાનળ ફાટ્યો હોય અને એના તણખા ચારે બાજુ જોરજોરથી ઊડતા હોય અને એમાંનો એક તણખો પોતાના ખેતરમાં રાખેલી ઘાસની ગંજીમાં પડે તો એ એક જ તણખો સમગ્ર ઘાસને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. તેવી રીતે અસદ્ગહ નામનો એક જ દુર્ગુણ બીજા ઘણા બધા સદ્ગુણોને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. [૪૯૩] સ્વાર્થ: પ્રિયો નો મુળવાંન્તુ શિન્ मूढेषु मैत्री न तु तत्त्ववित्सु । असद्ग्रहापादितविभ्रमाणां स्थितिः किलासावधमाधमानाम् ॥२१॥ અનુવાદ : અસગ્રહમાં વિભ્રમ પામેલા અધમાધમ માણસોની સ્થિતિ એવી હોય છે કે 2010_05 ૨૭૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તેઓને કોઈ ગુણવાન વ્યક્તિ નહિ, પણ સ્વાર્થ પ્રિય લાગે છે અને તેઓ તત્ત્વવેત્તાઓની સાથે નહિ પણ મૂર્ખ માણસો સાથે મૈત્રી રાખે છે. વિશેષાર્થ : એક વખત દુરાગ્રહીનો સ્વભાવ વિચિત્ર થઈ જાય તે પછી તેને પોતાના જેવા માણસો જ ગમે. એની સંગત એવા અન્ય મૂઢ માણસો સાથે થવા લાગે. કદાગ્રહી માણસ પોતાના અભિપ્રાય માટે જ આગ્રહ રાખે. એને કારણે એનામાં સ્વાર્થપટુતા આવવા લાગે. પોતાનાથી વિપરીત માન્યતાવાળા સાથે એટલે કે સાચા, ખુલ્લા દિલના, મુક્ત મનના ગુણવાન તત્ત્વરસિકો સાથે એને ફાવે નહિ. પોતાનો સ્વાર્થ પોષાય એવા મૂર્ખ માણસો સાથે એની દોસ્તી જામે. પરંતુ પછી એનું પરિણામ એવું આવે છે કે ઉત્તરોત્તર અધમ માણસ સાથે એની દોસ્તી વધતી જાય અને એ દોસ્તીનું સ્તર ઊતરતું જાય. એવા દુરાગ્રહી માણસોની આધ્યાત્મિક સાધનાનો વિકાસ આ રીતે અટકી જાય છે, એટલું જ નહિ તેઓ પાછા પડે છે. [૪૯૪] રૂર્વ વિવંતત્ત્વમુવીર વૃદ્ધિ रसद्ग्रहं यस्तृणवज्जहाति । जहाति नैनं कुलजेव योषिद् गुणानुरक्ता दयितं यशःश्री ॥२२॥ અનુવાદ : આમ તત્ત્વને જાણનાર જે ઉદાર બુદ્ધિવાળો તૃણની જેમ અસદ્ગહનો ત્યાગ કરે છે તેનો, ગુણાનુરાગી યશલક્ષ્મી, કુળવાન સ્ત્રીની જેમ, ત્યાગ કરતી નથી. વિશેષાર્થ : એક વખત કદાગ્રહનું સ્વરૂપ સમજાયું હોય અને આધ્યાત્મિક વિકાસમાં તેનાથી થતા નુકસાનનો ખ્યાલ આવી ગયો હોય તો તેવી વ્યક્તિએ કદાગ્રહી ન થવું જોઈએ. વિશેષત: તત્ત્વના જાણનાર, સ્યાદ્વાદશૈલીના મર્મજ્ઞ, ઉદાર દષ્ટિવાળા, બીજાના સાચા દષ્ટિબિન્દુનો ભાવપૂર્વક સ્વીકાર કરનાર મહાત્માઓ તો હંમેશાં કદાગ્રહથી દૂર જ રહે છે. ક્યારેક પોતાના મંતવ્યમાં કશીક ક્ષતિનો ખ્યાલ આવે કે તરત જ તેઓ પોતાની પ્રતિષ્ઠાની પરવા કર્યા વગર તેનો સ્વીકાર કરી લે છે. જેઓ નિખાલસ છે, ઉચ્ચ ધ્યેયની અભિલાષાવાળા છે, તેઓની તો આ રીતે વસ્તુતઃ પ્રતિષ્ઠા ઊલટી વધે છે. યશલક્ષ્મી એમના તરફ ખેંચાઈને આવે છે. કુળવાન પતિવ્રતા સ્ત્રીની જેમ એ યશલક્ષ્મી એવા મહાત્માઓનો ક્યારેય ત્યાગ કરતી નથી. અર્થાત્ એવા ઉદારદિલ, પ્રામાણિક, સંનિષ્ઠ, સહિષ્ણુ, તત્ત્વજ્ઞ મહાત્માઓની ક્યારેય અપકીર્તિ થતી નથી. ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીં પ્રબંધના આ છેલ્લા શ્લોકમાં પોતાનું નામ શ્લેષથી ગૂંથી લીધું છે. इति असद्ग्रहत्यागाधिकारः । અસદ્મહત્યાગ અધિકાર સંપૂર્ણ ૨૭૬ Jain Education Intemational 2010_05 Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો અધિકાર પંદરમો 7 યોગ - અવિકાર ? [૪૫] વ્યતીત - મિથ્યાત્વવિવિપુષઃ | सम्यक्त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥१॥ અનુવાદ : અસમ્રહના નાશથી મિથ્યાત્વરૂપી વિષનાં બિંદુઓ(વિપુષ)નું જેમણે વમન કર્યું છે એવા સમ્યકત્વથી શોભનારને અધ્યાત્મની શુદ્ધિથી યોગ સિદ્ધ થાય છે. વિશેષાર્થ : અસંગ્રહનો ત્યાગ અને મિથ્યાત્વનું વમન એ બે સભ્યત્વની પ્રાપ્તિની પૂર્વેની આવશ્યક ભૂમિકા છે. જેઓ મોક્ષમાર્ગ વિકાસ સાધવા માગે છે એમણે એ માટે પોતાની યોગ્યતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. મોક્ષમાર્ગમાં યોગસિદ્ધિ એ જીવને વિકાસ તરફ દોરી જતો તબક્કો છે. એ માટે પ્રાથમિક યોગ્યતા તે સમ્યત્વની પ્રાપ્તિ છે. એ વિના યોગસિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય નહિ. મિથ્યાત્વને અહીં વિષબિંદુઓ તરીકે ઓળખાવાયાં છે. ઉદરમાં વિષબિંદુ અજાણતાં ચાલ્યું ગયું હોય તો એ જઠર અને આંતરડામાં આગળ વધીને પોતાની મેળે બહાર નીકળી જશે એમ સમજીને બેસી રહેનાર મૃત્યુને શરણ થાય છે. વિષબિંદુ શરીરમાં આગળ જાય તે પહેલાં જ એને કાઢી નાખવું જોઈએ. કેવી રીતે કાઢી શકાય ? વમન એટલે કે ઊલટી કરીને કાઢી નખાય. ઊલટી થઈ ગયા પછી જીવને ચેન પડવા લાગે છે, કારણ કે હવે વિષ બહાર આવી ગયું છે. મિથ્યાત્વ એક પ્રકારનું વિષ છે. એ ન નીકળતું હોય તો પરાણે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને અધ્યાત્મ વિશે, મોક્ષમાર્ગ વિશે મૂંઝારો રહે છે. તે આકળવિકળ થાય છે. “આમ કરું કે “તેમ કરું એવી અસહ્ય દ્વિધા તે અનુભવે છે. પરંતુ મિથ્યાત્વનો નાશ થતાં અને સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં તે શાન્તિ અનુભવે છે. તે અધ્યાત્મની શુદ્ધિ પ્રાપ્ત કરવા લાગે છે. મિથ્યાત્વનો એટલે કે વિપરીત માન્યતાઓનો ત્યાગ કરવો હોય તો જીવે અસદ્ગહ એટલે કે કદાગ્રહનો ત્યાગ કરવો જરૂરી છે. અસગ્રહને કારણે ખોટી અને ઊંધી વસ્તુઓ એવી દઢતાથી પકડાઈ જાય છે કે તે જલદી છૂટતી નથી. એવી મજબૂત ગ્રંથિને ઉકેલી શકાતી નથી. એને છેદવી કે તોડવી પડે છે. એમ કર્યા પછી જ આગળનો માર્ગ સરળ બને છે. યોગ' શબ્દ માત્ર જૈન દર્શનમાં જ નહિ, સર્વ ભારતીય દર્શનોમાં વપરાયેલો શબ્દ છે. એટલે આ અધિકારમાં સર્વ ભારતીય દર્શનોના સમન્વય રૂપે જૈન દર્શનને સંમત એવી યોગના સ્વરૂપની રજૂઆત ઉપાધ્યાયજી મહારાજે કરી છે. ૨૭૭ For Private & Jain Education Intemational 2010_05 emational 2010_05 Page #323 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૪૯૬] »ર્મજ્ઞાનવિમેન સ દિથી તત્ર વામિ: | आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः ॥२॥ અનુવાદ : કર્મ અને જ્ઞાનના ભેદને લીધે તે (યોગ) બે પ્રકારનો છે. તેમાં પહેલો (કર્મયોગ). આવશ્યકાદિ ક્રિયા કરવારૂપ કહ્યો છે. વિશેષાર્થ : યોગના સ્વરૂપ વિશેના આ અધિકારમાં આરંભમાં યોગના પ્રકારોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. યોગના બે મુખ્ય પ્રકારો તે કર્મયોગ અને જ્ઞાનયોગ છે. “યોગ’ શબ્દ સંસ્કૃત યુન્ પરથી આવેલો છે. યુન્ એટલે જોડવું. જેમાં કશુંક જોડાણ થાય તે યોગ. પોતાની જાતને ભક્તિમાં જોડવી તે ભક્તિયોગ અને ક્રિયા અથવા કર્મમાં જોડવી તે કર્મયોગ. એવી રીતે જ્ઞાનયોગ, ધ્યાનયોગ વગેરે પ્રકારના યોગ છે. ચિત્તને વિવિધ પ્રકારના ભાવોમાં જોડવાથી તેવા પ્રકારના યોગ થાય છે. શ્રીમદ્ભગવદ્ગીતા પ્રમાણે અર્જુનનું ચિત્ત જયારે વિષાદથી છવાઈ ગયું હતું ત્યારે તેની એવી મનોદશા માટે “વિષાદયોગ' શબ્દ પ્રયોજાયો હતો. યોગ અનેક પ્રકારના સંભવે છે. અધ્યાત્મમાર્ગમાં ઉપયોગી એવા યોગોમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, સમાધિયોગ વગેરેને ગણાવી શકાય. એમાં મુખ્ય બે તે કર્મયોગ અને જ્ઞાનયોગ છે. અહીં ‘કર્મયોગ' શબ્દ સ્પષ્ટતાથી સમજી લેવો આવશ્યક છે, કારણ કે નહિ તો ગૂંચવાડો થવાનો સંભવ છે. જૈન ધર્મમાં અને જૈન દર્શનમાં એની સ્પષ્ટતાની સવિશેષ જરૂર છે, કારણ કે કર્મસિદ્ધાન્તની બહુ વિગતે પ્રરૂપણા જૈન ધર્મ-દર્શનમાં કરવામાં આવી છે. કર્મયોગ' શબ્દમાં ‘કર્મ'નો અર્થ અહીં ક્રિયા અથવા કાર્ય એવો લેવાનો છે. કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓથી બંધાતાં કર્મનો અર્થ અહીં લેવાનો નથી. શરીર દ્વારા જે જે ચેષ્ટાઓ કે આચરણ થાય છે, તે બધી જ ક્રિયાઓને કર્મયોગ તરીકે ઓળખાવવામાં આવતી નથી, કારણ કે જો કોઈ એમ ઓળખાવે તો પછી તો અશુભ કર્મયોગ અને શુભ કર્મયોગ એવા ભેદ પાડવા પડે. જૈન ધર્મમાં તો આવશ્યકાદિ જે ક્રિયાઓ છે તેના વિષયમાં ‘કર્મયોગ' શબ્દ વપરાય છે. સામાયિક, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, પચ્ચખ્ખાણ અને કાઉસગ્ગ એ મુખ્ય છે આવશ્યક ક્રિયા ગણાય છે. સાધુઓ માટે પડિલેહણ, ગોચરી, વહોરવા જવું વગેરે ક્રિયાઓ પણ હોય છે. આ બધી ક્રિયાઓ યોગ્ય કાળે, યોગ્ય રીતે, યોગ્ય લક્ષ્યપૂર્વક કરવી જોઈએ. એમાં પ્રમાદ, શિથિલતા, નીરસતા, જૂનાધિકપણું, અબહુમાન ઇત્યાદિ ન હોવાં જોઈએ. શ્રીમદ્ભગવદ્ગીતામાં યોગ: કર્મસુ કૌશત્રમ્ | કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધી આવશ્યક ક્રિયાઓ ચિત્તના પૂરા ઉપયોગપૂર્વક, નિપુણતાથી વિશુદ્ધ રીતે કરવામાં આવે તો તે ‘કર્મયોગ' બની રહે છે. એ “કર્મયોગ’ ‘જ્ઞાનયોગ' માટે ભૂમિકા પૂરી પાડે છે. જેનો કર્મયોગ અશુદ્ધ છે તેનો જ્ઞાનયોગ પણ અશુદ્ધ જ રહેવાનો. [૪૯૭] શારીરયંવર્માત્મા યેયં પુષેત્નક્ષમ્ | कर्माऽतनोति सद्रागात् कर्मयोगस्ततः स्मृतः ॥३॥ અનુવાદ : શરીરના સ્પંદરૂપી કર્મવાળો આ આત્મા સારા રાગને લીધે પુણ્યના લક્ષણવાળી ક્રિયાઓ કરે છે. તેથી તેને “કર્મયોગ' કહેવામાં આવે છે. ૨૭૮ Jain Education Intemational 2010_05 Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર વિશેષાર્થ : આ શ્લોકમાં “કર્મયોગ' શબ્દ સમજાવવામાં આવ્યો છે. વૈદિક દર્શનોમાં “કર્મયોગ' શબ્દ જેટલો વ્યાપક રીતે વપરાયો છે તેટલો જૈન દર્શનમાં વપરાયો નથી. વળી “ક” શબ્દ પણ જૈન દર્શનમાં જે પારિભાષિક અર્થમાં વપરાયો છે તે મહત્ત્વનો છે. સામાન્ય વ્યવહારમાં તે સહજ રીતે વપરાય છે. જૈન કુળોમાં શુભાશુભ બંધના અર્થમાં કર્મ શબ્દ સવિશેષ પ્રયોજાતો રહ્યો છે. એથી જૈન દર્શન અને - અન્ય દર્શનો બંનેને સ્વીકાર્ય બને એવી રીતે કર્મયોગ' શબ્દ ઉપાધ્યાયજી મહારાજે પ્રયોજીને તત્ત્વવિચારણામાં કંઈ ગેરસમજ ન થાય એટલા માટે આરંભમાં જ અહીં એની વ્યાખ્યા બાંધી આપી છે. શરીર દ્વારા જે કંઈ સ્પંદનો થાય છે અર્થાત નાની મોટી જે કંઈ ક્રિયાઓ થાય છે તેમાંથી પ્રશસ્ત ભાવથી, દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના અનુરાગથી અને પુણ્યના બંધના લક્ષણવાળી જે ક્રિયા થાય છે તેને ‘કર્મયોગ' કહેવામાં આવે છે. આમ તો શરીર દ્વારા હિંસા, અસત્ય, ચોરી, કામભોગ, માયાકપટ, નિંદાકુથલી વગેરે ઘણી અશુભ ક્રિયાઓ પણ થાય છે. એ તો પાપરૂપ છે. એથી અશુભ કર્મ બંધાય છે. એને માટે અહીં કર્મયોગ કહેવામાં આવ્યો નથી. પરંતુ દેવગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ વગેરે જે શુભ પ્રવૃત્તિઓ થાય છે, જેનાથી પ્રાયઃ પુણ્ય બંધાય છે તેવી ક્રિયાઓ માટે ‘કર્મયોગ' શબ્દ અહીં પ્રયોજવામાં આવ્યો છે. (એવી ક્રિયાઓ જ્યારે જ્ઞાનયોગી મહાત્માઓ દ્વારા થતી હોય છે ત્યારે તેમાં તેમનો રાગ જોડાયેલો ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી, બલકે એથી કર્મની નિર્જરા પણ થઈ શકે છે.) [૪૯૮] માવઠ્યાવિરોધ વાત્સલ્યદ્વાવારીમ્ | प्राप्नोति स्वर्गसौख्यानि न याति परमं पदम् ॥४॥ અનુવાદ : આવશ્યકાદિ (ક્રિયાઓ) પરના રાગથી તથા જિનેશ્વરની વાણી પ્રત્યેના વાત્સલ્યભાવથી (જીવ) સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરે છે. પરમ પદ(મોક્ષ)ને તે પામતો નથી. વિશેષાર્થ : અહીં આવશ્યકાદિ ક્રિયાઓ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ ને પચ્ચખ્ખાણ એ છને શ્રાવકની આવશ્યક ક્રિયાઓ તરીકે ઓળખાવવામાં આવે છે. તેવી રીતે દેવવંદન, પડિલેહણ, પ્રતિક્રમણ ઇત્યાદિને સાધુ મહારાજની આવશ્યક ક્રિયા તરીકે બતાવવામાં આવે છે. જે ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જ જોઈએ તેને “આવશ્યક ક્રિયા કહેવામાં. આવે છે. મોક્ષમાર્ગની સાધના માટે રોજેરોજ કરવાની આટલી ક્રિયાઓ આવશ્યક ગણાય છે. પરંતુ આટલી જ ક્રિયાઓ છે અને બીજી નથી એમ ન કહી શકાય. સાધક કે ઉપાસક માટે ગુરુની આજ્ઞા અનુસાર બીજી ઘણી બધી નાનીમોટી ક્રિયાઓ હોય છે. એટલે અહીં ફક્ત “આવશ્યક' શબ્દ ન પ્રયોજતાં ‘આવશ્યકાદિ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આ આવશ્યકાદિ ક્રિયાઓ શુભ ક્રિયાઓ જ છે. ધર્મના માર્ગે તે આગળ વધારનાર છે. આવી ક્રિયાઓ માટે ઉપાસકને રસરુચિ થાય એ સ્વાભાવિક છે. આરંભના તબક્કે તો બાળજીવોને જો આ ક્રિયાઓ ગમી જાય તો તે ફરી ફરી કરવાનું તેમને મન થાય એવું છે. એટલે તેઓમાં આવી ક્રિયાઓ સરાગ એટલે કે રાગપૂર્વક થતી જોવા મળશે. ૨૭૯ Jain Education Intemational 2010_05 Page #325 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર હવે સૈદ્ધાત્તિક દૃષ્ટિએ વિચારીએ તો જ્યાં રાગ છે અને ક્રિયાઓ શુભ છે ત્યાં તે ક્રિયાઓ શુભ કર્મબંધની નિમિત્ત બને છે. એટલે કે આવી ક્રિયાઓ કરનારો બહોળો વર્ગ શુભ કર્મ બાંધે છે, પુણ્યોપાર્જન કરે છે. જયાં પુણ્ય છે ત્યાં તેના ફળરૂપે સુખ છે. વિશેષ પુણ્ય હોય તો સ્વર્ગનું સુખ પણ મળે. એટલે આવી આવશ્યક ક્રિયાઓ એના કરનારને સ્વર્ગ વગેરેનું સુખ અપાવે છે. તે ક્રિયાઓ મોક્ષની પ્રાપ્તિ કરાવતી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે મોક્ષપ્રાપ્તિ કરાવતી નથી માટે આ બધી આવશ્યક ક્રિયાઓ છોડી દેવી જોઈએ. જે છોડવાનો છે તે રાગ છે. મોક્ષના લક્ષ્યથી, આત્મસ્વરૂપમાં લીન થવા માટે, સ્વરૂપાનુસંધાન માટે જો આ ક્રિયાઓ રાગ વગર કરવામાં આવે તો તે પરમ પદ અર્થાત મોક્ષ અપાવનાર નીવડી શકે. ઊંચી દશાએ પહોંચેલા આત્મજ્ઞાની મહાત્માઓ માત્ર સાક્ષીભાવથી આ બધી ક્રિયાઓ કરતા હોય છે. [૪૯૯] જ્ઞાનયોતિપ: શુદ્ધાત્મરત્યેઋત્નક્ષમ્ | इन्द्रियार्थोन्मनीभावात् स मोक्षसुखसाधकः ॥५॥ અનુવાદ : જ્ઞાનયોગ શુદ્ધ તપ છે. આત્મરતિ તેનું એક લક્ષણ છે. ઇન્દ્રિયોના વિષયો પરત્વે ઉન્મની ભાવને લીધે તે (જ્ઞાનયોગ) મોક્ષસુખનો સાધક છે. ' વિશેષાર્થ : કર્મયોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ હવે જ્ઞાનયોગનું સ્વરૂપ સંક્ષેપમાં અહીં કહે છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એ બે વચ્ચેનો સ્પષ્ટ ભેદ એ છે કે કર્મયોગ વધુમાં વધુ સ્વર્ગસુખ અપાવનાર છે, ત્યારે જ્ઞાનયોગથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે કર્મયોગ રાવ નિરર્થક છે માટે એ છોડી દેવો જોઈએ. એનો અર્થ એ છે કે કર્મયોગ પણ આરંભમાં સ્વીકારવા યોગ્ય છે, પરંતુ ત્યાં અટકી ન જતાં જ્ઞાનયોગ તરફ જવાનું છે. વસ્તુતઃ કર્મયોગનું જ જ્ઞાનયોગમાં રૂપાન્તર થાય છે. પોતે એ રૂપાન્તર કરવાનું છે. જો કર્મયોગ નહિ હોય તો સીધો જ્ઞાનયોગ તરત આવશે નહિ, કારણ કે જયાં સુધી દેહ છે ત્યાં સુધી સ્થૂલ કે સૂક્ષ્મ કર્મયોગ રહેવાનો. કર્મયોગ દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ છે. એટલે કર્મયોગ જ્ઞાનયોગરૂપે પરિણમે એ લક્ષ્ય રાખવાનું છે. જ્ઞાનયોગ શુદ્ધ તપરૂપ છે. આ એવું તપ છે કે જેમાં આત્મરતિ એનું એક મુખ્ય લક્ષણ છે. આત્મા પ્રત્યે પ્રીતિ, આત્મસન્મુખ થવાની ઉત્કટ અભિલાષા આ તપમાં હોય છે. એથી એ તપ પુણ્યના બંધનું નિમિત્ત ન બનતાં કર્મની નિર્જરાનું નિમિત્ત બને છે. આ જ્ઞાનયોગમાં ઇન્દ્રિયોના વિષયોથી ઉપર ઊઠવાની ભાવના રહે છે. ઇન્દ્રિયોના વિષયો પૌગલિક સુખ તરફ જીવને ખેંચી જાય છે. જ્ઞાનયોગમાં પૌગલિક સુખની, આ ભવ માટે કે ભવાન્તર માટે, કોઈ અભિલાષા રહેતી નથી. ત્યાં માત્ર મોક્ષના સુખની અભિલાષા પ્રવર્તતી રહે છે. આથી જ કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે. એટલે જ એનું વિશેષ માહાભ્ય છે. [૫00] ન પ૨પ્રતિવંથોડમિન્નન્યોથેત્મિવેત્તાત્ | शुभं कर्माऽपि नैवात्र व्याक्षेपायोपजायते ॥६॥ અનુવાદ : એમાં કેવળ આત્માનું વદન હોવાથી બીજો કોઈ પ્રતિબંધ હોતો નથી. અહીં (જ્ઞાનયોગમાં) શુભ ક્રિયા પણ વ્યાપ (વિક્ષેપ) ઉપજાવતી નથી. ૨૮૦ Jain Education Intemational 2010_05 Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેઓ આવશ્યકાદિ ક્રિયાઓ ઉત્સાહ ને પ્રેમથી કરે છે અને જેઓ ભગવાનની વાણી પ્રત્યે તીવ્ર અનુરાગ અને અહોભાવ ધરાવે છે તેઓ સ્વર્ગનું સુખ મેળવી શકે છે. પણ તેઓ એથી મોક્ષગતિ પ્રાપ્ત ન કરી શકે. મોક્ષગતિ તો જ્ઞાનયોગીઓ જ પ્રાપ્ત કરી શકે. તો પછી પ્રશ્ન થાય કે શું જ્ઞાનયોગીઓને પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી આદિ આવશ્યકાદિ ક્રિયાઓ કરવાની જ નહિ ? અને જો તેઓ કરે તો તેમને સ્વર્ગસુખ મળે ? એનો ઉત્તર અહીં એ આપવામાં આવ્યો છે કે જ્ઞાનયોગીઓ પણ આવશ્યકાદિ ક્રિયાઓ જરૂર કરે છે, પરંતુ તેઓ કેવળ આત્મસ્વભાવમાં રમતા હોય છે, તેઓને આત્માનું વદન થયેલું હોય છે. આથી તેઓ જે ક્રિયા કરે છે તે પ્રત્યે તેમને અનુરાગ હોતો નથી. એનો અર્થ એ નથી કે તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ વેઠ તરીકે કરે છે. તેઓ વિશુદ્ધ રીતે જ પોતાની ક્રિયાઓ કરતા હોવા છતાં એ ક્રિયાઓ પ્રત્યે તેમને શુભ રાગ હોતો નથી. તેઓ રાગરહિતપણે ક્રિયાઓ કરતા હોવાથી એ ક્રિયા તેમના જ્ઞાનયોગમાં પ્રતિબંધક અર્થાત્ બાધારૂપ બનતી નથી. તેઓ અંતર્મુખ બનીને શુભ ક્રિયાઓ કરતા હોવાથી તે ક્રિયાઓ તેમની આરાધનામાં વ્યાપ (વિક્ષેપ) રૂપ, વિઘ્નરૂપ થતી નથી. વસ્તુતઃ જ્ઞાનીની ક્રિયાઓ કર્મનો શુભ પ્રકારનો બંધ કરાવનાર નહિ, પણ કર્મની નિર્જરા કરાવનાર હોય છે. એથી જે ક્રિયાઓ અન્યને સ્વર્ગસુખ અપાવીને સંસારમાં જ રાખે છે એ જ ક્રિયાઓ જ્ઞાનયોગીને મોક્ષસુખ અપાવી શકે છે. [૫૦૧] = પ્રમત્તસાધૂનાં NિTSણાવશ્યાવિ ! नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥७॥ અનુવાદ : ધ્યાનથી જ શુદ્ધ હોવાને કારણે અપ્રમત્ત સાધુઓની આવશ્યકાદિ ક્રિયા નિયત હોતી નથી. અન્ય દર્શનીઓએ પણ એમ કહ્યું છે. વિશેષાર્થ : આવશ્યકાદિ ક્રિયા શ્રાવકે તેમજ મુનિઓએ કરવી જરૂરી છે. એટલા માટે તો તેને આવશ્યક અર્થાત્ અવશ્ય કરવા જેવી કહી છે. એવી ક્રિયાથી આચારમાં શુદ્ધિ આવે છે, ચિત્ત સ્થિર થાય છે અને પ્રમાદ ચાલ્યો જાય છે. આવી આવશ્યક ક્રિયાઓ પણ વખત જતાં યંત્રવત્ બની જવાનો સંભવ રહે છે. એમ થાય ત્યારે ચિત્તની એકાગ્રતા ઓછી થાય છે અને પ્રમાદ વધે છે. મહાત્માઓ ધ્યાનમાં જેમ જેમ વધુ એકાગ્ર બનતા જાય છે તેમ તેમ તેમના ચિત્તની શુદ્ધિ અને ઉપયોગની અંતર્મુખતા વધતાં જાય છે. તેમની અપ્રમત્ત દશા ઉત્તરોત્તર વધતી જાય છે. એવે વખતે કોઈક કારણસર તેમનાથી આવશ્યકાદિ ક્રિયાઓ ઓછીવત્તી થાય છે કે રહી જાય છે. અલબત્ત, ત્યારે એમનું ચિત્ત તો તે આવશ્યક ક્રિયામાં રહેલું હોય છે. તેથી એવી ક્રિયા ત્યારે નથી થઈ શકી, તે પ્રમાદ કે અનાદરને કારણે નહિ, પણ સમયાભાવ, શારીરિક પ્રતિકૂળતા ઈત્યાદિને કારણે હોય છે, અથવા તેઓ ધ્યાનમાં એટલા બધા લીન હોય છે કે ક્રિયા રહી જાય છે. પોતાનાથી જે ક્રિયા નથી થઈ શકી એ માટે તેઓ મનોમન “મિચ્છા મિ દુક્કડ પણ કરી લેતા હોય છે. તેઓ સ્વસ્વરૂપમાં એવા લીન બની ગયા હોય છે અને અપ્રમત્તાવસ્થાને કારણે તેઓ ધ્યાનની એવી ઊંચી શ્રેણીએ ચડ્યા હોય છે કે આવશ્યકાદિ ક્રિયાઓ તેમનાથી સહજ રીતે છૂટી ગઈ હોય છે. અપ્રમત્ત જ્ઞાની મહાત્માઓ માટે, આવશ્યકાદિ ક્રિયાઓ નિયત, નિશ્ચિત નથી હોતી, પરંતુ એમનો ૨૮૧ Jain Education Intemational 2010_05 Page #327 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર દાખલો લઈ પ્રમત્તદશાવાળા કોઈ સાધુ કે શ્રાવક ક્રિયા છોડી દે તો તે યોગ્ય નથી. અપ્રમત્ત સાધુઓ પણ બીજાને આવશ્યકાદિ ક્રિયા છોડવાનું કહે નહિ. માટે એમાં કોઈએ પોતાને માટે ઉતાવળે નિર્ણય કરવા જેવો નથી. અન્ય દાર્શનિકોએ પણ આમ જ કહ્યું છે. [૫૦૨] યાત્મરતિદેવ ચીલાત્મ માનવ: | __आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ॥८॥ અનુવાદઃ જે માનવ આત્મરતિમાં જ હોય, જે આત્મતૃપ્ત હોય અને આત્મામાં જ સંતુષ્ટ હોય તેને કાર્ય કરવાનું રહેતું નથી. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયનો આ ૧૭મો શ્લોક અહીં આપ્યો છે. એમાં કહ્યું છે કે જે મનુષ્યને આત્મરતિ હોય, જે આત્મતૃપ્ત હોય ને જે આત્મસંતુષ્ટ હોય તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. અહીં કાર્ય કરવાનું રહેતું નથી એમ જે કહ્યું છે તે જેટલું મહત્ત્વનું છે તેના કરતાં આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ એ ત્રણ શબ્દો વધુ મહત્ત્વના છે. એમાં પણ આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ શબ્દો સમાન ભાવવાળા છે. આત્મરતિ એટલે આત્મામાં રતિ અથવા પ્રીતિ હોવી જરૂરી છે અને તે તૃપ્તિ કે સંતુષ્ટિની કોટિએ લઈ જાય એ કક્ષાની હોવી જરૂરી છે. આ ઉચ્ચ દશામાં માણસને સંસારના સર્વ પદાર્થોની અનિત્યતા ભાસે છે. એટલે તેમાંથી કશું મેળવવાનું તેને પ્રયોજન રહેતું નથી. આ એવી ઊંચી આધ્યાત્મિક દશા છે કે જ્યાં માણસ ખાવાપીવાનું ભૂલી જાય છે અથવા સહજ રીતે એ છૂટી જાય છે. એને કશું કરવાનું યાદ આવતું નથી. એની આત્મરતિ એટલી ઊંચી કોટિની છે કે પોતાને દેહ છે એવું ભાન પણ ત્યારે રહેતું નથી. જો એવી દેહાતીત દશા હોય તો દેહથી કરવાનાં કાર્યો પણ ત્યારે ન થતાં હોય એ સ્વાભાવિક છે. એને કોઈ વાસના કે તૃષ્ણા રહેતી નથી. નિજાનંદની મસ્તીમાં જ તે સતત મગ્ન રહે છે. સામાન્ય માણસોની આ દશા નથી, પણ જેઓ સ્થિતપ્રજ્ઞ બન્યા છે, આત્મસ્વરૂપમાં લીન બન્યા છે એવા વિરલ મહાત્માઓની આ વાત છે. માટે સામાન્ય માણસે આવશ્યક ધાર્મિક કાર્ય, કર્તવ્ય કરવાનું છોડી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ અને તેવા ભ્રમમાં ન રહેવું જોઈએ. [૫૦૩] નૈવ તી તેનાર્થો નાતેને શન | न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥९॥ અનુવાદ : તેને આ લોકમાં કરવાનું કંઈ પ્રયોજન હોતું નથી, તેમ ન કરવાનું પણ કંઈ (પ્રયોજન) હોતું નથી. તથા સર્વ ભૂતોને વિશે પણ તેને કંઈ વ્યપાશ્રય (સ્વાર્થ કે મોહ) હોતો નથી. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી ત્રીજા અધ્યાયનો ૧૮મો શ્લોક અહીં અવતરણ તરીકે આપ્યો છે. ૨૮૨ 2010_05 Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર જે આત્મતૃપ્ત સાધક મહાત્માઓ છે તેઓને કશું જ કરવાનું હોતું નથી. આ પ્રમાણે આગલા શ્લોકમાં ગીતાકારે જે કહ્યું છે તેનું જ વધુ સ્પષ્ટીકરણ ગીતાકાર આ શ્લોકમાં કરે છે. આત્મરતિવાળા અને આત્મામાં જ સંતુષ્ટ એવા જ્ઞાનીઓને પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેઓએ કાર્યમાંથી પોતાનું કર્તુત્વ કાઢી નાંખ્યું છે. વળી તેઓને કોઈ રાગ કે દ્વેષ હોતા નથી. તેમની સર્વ પદાર્થો પ્રત્યેની આસક્તિ મટી ગઈ હોય છે. એટલે તેમને સરાગ એવું કોઈ પણ કાર્ય કરવાનું પ્રયોજન રહેતું નથી. તેઓ એવી ઊંચી કક્ષાએ છે કે લોકસંગ્રહનું કોઈ કાર્ય પણ કરતા નથી. હવે પ્રશ્ન એમ થાય કે તેઓને કાર્ય કરવાનું હોતું નથી, છતાં માનો કે કોઈ કાર્ય કરવાનું આવ્યું તો તેઓ તે કાર્ય કરે કે ન કરે ? તેનો ઉત્તર એ છે કે તેનું કાર્ય તેઓ જરૂર કરે, કારણ કે આવી પડેલું કાર્ય જો ન કરે તો તે ન કરવાનું પ્રયોજન હોવું જોઈએ. એટલે કે એમાં ઇચ્છા-અનિચ્છાને જોડવાં પડે. પણ જ્ઞાનયોગીને જેમ ઇચ્છા નથી હોતી તેમ અનિચ્છા પણ નથી હોતી. અનિચ્છા હોય તો તેનું પણ કારણ હોવું જોઈએ. એટલે આવા જ્ઞાનયોગીઓ જે સમયે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તે કાર્ય તેઓ કરે ખરા, પણ તેઓ તેમાં મનથી જોડાતા નથી. તેનાથી તેઓ લેપાય નહિ. કાર્ય કરવાથી કે ન કરવાથી તેમની ચિત્તશુદ્ધિમાં કશો ફરક પડતો નથી. આવા જ્ઞાનયોગીઓને સંસારના કોઈ પણ જીવ સાથે કશો સ્વાર્થ, લોભ, લાલચ, રાગ, દ્વેષ, મોહ, વેર, ઘર્ષણ ઇત્યાદિ કશું જ હોતું નથી. સર્વ જીવો પ્રત્યે તેઓની સમદષ્ટિ હોય છે. આવી ઉચ્ચ દશા હોય ત્યાં તેઓ સંસારને માત્ર સાક્ષીભાવથી નિહાળ્યા કરતા હોય છે. [૫૦૪] ગવાશો નિષિદ્ધોમિન્નત્યાનંયોરgિ | ध्यानावष्टंभतः क्वास्तु तत्क्रियाणां विकल्पनम् ॥१०॥ અનુવાદ : એમાં ધ્યાનમાં) અરતિ અને આનંદનો અવકાશ પણ નિષિદ્ધ છે. તો પછી ધ્યાનના અવલંબનથી તે ક્રિયાઓનો વિકલ્પ જ ક્યાંથી હોય ? વિશેષાર્થ : અહીં જ્ઞાનયોગીના ધ્યાનની વિશિષ્ટ કોટિની વાત કરવામાં આવી છે. સામાન્ય માણસને ઇન્દ્રિયાર્થ પદાર્થોમાં તીવ્ર રતિ-અરતિ સંભવે છે. સુગંધી પદાર્થ જોઈને તેની સુગંધ લેવાનું તેને મન થાય છે અને દુર્ગધ લેવાનો વખત આવે તો એનું મોઢું બગડી જાય છે. સરસ ખાદ્ય પદાર્થો જોઈને એ ખાવા માટે તેના મોઢામાંથી પાણી છૂટે છે અને લુખ્ખાસૂકા, રસકસહીન ખાદ્યપદાર્થો ખાવાના આવે તો એને ઉબકા આવે છે. અસહ્ય ગરમીમાં એનો જીવ અકળાય છે અને ઠંડકવાળું વાતાવરણ મળતાં તે રાજી રાજી થઈ જાય છે. આમ આવા ઘણા પ્રસંગે સામાન્ય માનવીની રતિ-અરતિની પ્રતિક્રિયા આપણને જોવા-અનુભવવા મળે છે. આપણે પણ આપણી પોતાની સામાન્ય દશા અનુસાર એવો અનુભવ કરીએ છીએ. પરંતુ જેઓ ઊંચા સાધક છે તેમના જીવનમાંથી રતિ-અરતિનો, પ્રીતિ-અપ્રીતિનો ભાવ નીકળી ગયો હોય છે. લગ્નમાં જવાનું આવે કે સ્મશાનમાં જવાનું પ્રાપ્ત થાય, એમના ચિત્તની દશા એકસરખી જ રહે છે. એમાં રતિ અથવા આનંદ અને અરતિ અથવા ક્લેશનો જરા સરખો પણ અવકાશ હોતો નથી. ૨૮૩ Jain Education Intemational 2010_05 Page #329 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એમાં પણ એવા જ્ઞાનયોગીઓ જ્યારે ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ આરૂઢ થાય છે ત્યારે તો “આ હું કરું કે આ મારે નથી કરવું' એવા પ્રકારના કોઈ વિકલ્પો પણ તેમના ચિત્તમાં હોતા નથી. [૫૦૫ નિર્વાદમાત્રા યાપિ fમક્ષાટનાકુવા | ના જ્ઞાનિનોડસંન્નેિવ ધ્યાનવિઘાતિની શા અનુવાદ : માત્ર દેહના નિર્વાહ અર્થે ભિક્ષાટનાદિ જે ક્રિયા છે તે અસંગપણાને કારણે જ્ઞાનીના ધ્યાનનો વિઘાત કરનારી થતી નથી. વિશેષાર્થ : જે જ્ઞાનયોગીઓ હોય છે તેઓને પણ શરીર હોય છે અને શરીરના ધર્મો હોય છે. એટલે જ્ઞાનીને પણ દેહ ટકાવવા માટે આહારની જરૂર પડે છે. એ આહાર લેવા માટે એમને બહાર જવું પડે છે. ભિક્ષા માટે અટન અર્થાત્ ગમનાગમન કરવું પડે છે. સાધુને ગોચરી વહોરવા નીકળવું પડે છે. એટલે કે જ્ઞાનયોગીઓને ક્રિયા તો કરવી જ પડે છે. હવે આ ક્રિયા જ્યારે કરવાની આવે ત્યારે તેમના મનમાં વિકલ્પો ઊઠે કે નહિ ? તેઓ અમુક દિશામાં જઈ, અમુક ઘરે પહોંચી, એ ઘરેથી અમુક જ વાનગી વહોરે છે તો એ બધામાં પસંદગી કરવાનો વિકલ્પ તો ઊભો થાય જ ને ? અને વિકલ્પ ઊભો થાય તો તેથી તેમના ધ્યાનને એ બાધક બને ને ?–આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પરંતુ ગ્રંથકાર મહર્ષિ તેનો ઉત્તર આપતાં કહે છે કે આવી ઉચ્ચ દશાના જ્ઞાનયોગીઓનો પોતાના દેહ પરત્વેનો મમત્વભાવ નીકળી ગયો હોય છે. દેહ પ્રત્યે પણ તેઓ અસંગભાવ જ અનુભવે છે. એટલે એવી ક્રિયાઓ કરતી વખતે તેમનામાં કર્તુત્વભાવ રહ્યો હોતો નથી. આથી દેહ અર્થે થતી તેમની આવી ક્રિયાઓ તેમના ધ્યાનમાં વિક્ષેપ કરનારી કે તેમના ધ્યાનનો વિઘાત કરનારી બનતી નથી. [૫૦૬] રસ્ત્રશિક્ષાદાચા હિ તત્રિયોનનમ્ યથા | फलभेदात्तथाचारक्रियाऽप्यस्य विभिद्यते ॥१२॥ અનુવાદ : રત્નના અભ્યાસવેળાની દૃષ્ટિ જુદી હોય છે અને તેના નિયોજન (ઉપયોગ) વખતની દૃષ્ટિ જુદી હોય છે. તેવી રીતે એમની (જ્ઞાનીની) આચારક્રિયા પણ ફળના ભેદને લીધે ભેદવાળી હોય છે. વિશેષાર્થ : ફક્ત બાહ્ય દૃષ્ટિથી જોનારાને કેટલીક ક્રિયા એકસરખી લાગે એ સ્વાભાવિક છે, પણ એ ક્રિયાઓમાં પણ ફરક હોય છે. આ પણ એક સમજવા જેવી વાત છે. એક સામાન્ય વ્યક્તિ આહાર લે છે અને એક જ્ઞાની પણ આહાર લે છે, બંનેની વાનગી, આસન, જલપાન વગેરે બધું જ સરખું છે, છતાં સામાન્ય માણસ અને જ્ઞાનીના આહારની ક્રિયામાં ફરક છે. આ ફરક કેવી રીતે સમજી શકાય ? એ ક્રિયા સાથે એમનું ચિત્ત કેવા ભાવથી જોડાયેલું છે તથા તેનું પરિણામ કેવું રહે છે તેના પરથી સમજી શકાય. એકસરખી દેખાતી બે ક્રિયાઓ વચ્ચેનો ભેદ આ રીતે પારખી શકાય. અહીં ઉપાધ્યાયજી મહારાજે એક સરસ અને સચોટ દષ્ટાન્ત આપ્યું છે. એક ઝવેરીના દીકરાને રત્નની પરીક્ષા કરવા માટેના અભ્યાસવર્ગમાં મૂકવામાં આવ્યો છે. તે રત્નોની પરીક્ષા કરતાં શીખે છે. એના હાથમાં જે રત્ન મૂકવામાં આવે તેના ગુણદોષ જોતાં એને આવડી ગયું છે. આમ, રત્નના અભ્યાસ વખતે એની દૃષ્ટિ રત્નોના ૨૮૪ 2010_05 Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર ગુણદોષોને બરાબર સમજવામાં રહેલી છે. એ સિવાય બીજા કોઈ વિકલ્પો એના મનમાં નથી. ત્યાર પછી અભ્યાસ કરીને તૈયાર થયેલા એ ઝવેરીપુત્રને પિતા પોતાની દુકાને બેસાડે છે. હવે ઘરાકો સાથે રત્નોની લેવડ દેવડ વખતે પણ એ ઝવેરીપુત્ર રત્નો હાથમાં લઈ ઝીણી નજરે એના ગુણદોષ નિહાળે છે. રત્નના અભ્યાસની એની દૃષ્ટિ હવે રત્નોના વેપારમાં યોજવામાં આવે છે. એ વખતે રત્ન લેવા લાયક છે કે કેમ ? તેની કેટલી કિંમત પરવડે ? તેની વેચાણ કિંમત કેટલી રાખવી કે જેથી વધુમાં વધુ લાભ થાય ઇત્યાદિ વિચારો એની દૃષ્ટિની સાથે જોડાય છે. બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો એનો એ જ યુવક રત્નની પરીક્ષા કરી રહ્યો છે. પરંતુ અભ્યાસ કરતી વખતે એની દષ્ટિ જુદી હતી અને વેપાર કરતી વખતે જુદી હોય છે. બંને દૃષ્ટિ વચ્ચે પરિણામનો–ફળનો ભેદ છે. આવી જ રીતે જ્ઞાનયોગીઓ જે ક્રિયા કરતા હોય છે તે ક્રિયા ફળના ભેદને લીધે જુદી હોય છે. આથી જ સામાન્ય માણસ જેવો અને જેટલો આહાર લે અને જ્ઞાની એવો અને એટલો જ આહાર લે, છતાં બંનેનાં પરિણામમાં ફેર હોય છે. આમ ફળભેદથી આચારક્રિયામાં ભેદ પડે છે. [૫૦૭ થ્થાનાથ દિાિ તેયં પ્રત્યે નિદં મન: ! प्रारब्धजन्मसंकल्पादात्मज्ञानाय कल्पते ॥१३॥ અનુવાદ : આ ક્રિયા પણ ધ્યાનને માટે જ છે. તે (જ્ઞાનયોગી) પોતાના મનને પાછું વાળીને, પ્રારબ્ધ-જન્મના સંકલ્પને કારણે, આત્મજ્ઞાન માટે તેને (ક્રિયાને) ઉપયોગમાં લે છે. વિશેષાર્થ : આગળના શ્લોકોમાં બતાવવામાં આવ્યું છે કે દેહનિર્વાહ માટેની અને અન્ય આવશ્યક ક્રિયાઓ જ્ઞાનયોગી મુનિ કરે તો તેથી તેના ધ્યાનમાં વિક્ષેપ પડતો નથી. હવે એથી આગળ વધીને ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ભિક્ષાટનાદિ ક્રિયાથી પણ ધ્યાનનો વિઘાત તો થતો જ નથી, એટલું જ નહિ, એ દ્વારા વસ્તુત: એમના ધ્યાનને પુષ્ટિ મળે છે. અહીં પ્રારબ્ધ-જન્મના સંકલ્પની વાત કરવામાં આવી છે. પ્રારબ્ધ-જન્મ એટલે પ્રારબ્ધને કારણે ઉદ્ભવતું. પ્રારબ્ધ-જન્મ સંકલ્પ એટલે પૂર્વનાં કર્મોના ઉદયને પરિણામે બનતી ઘટના વખતે આવતો વિચાર. એવી ઘટના તે મુનિના હાથની વાત નથી. નિકાચિત કર્મના ઉદયને કારણે રોગાદિ કે એવું જે કંઈ થાય તે તો ભોગવવું જ પડે છે. એવે વખતે જ્ઞાનયોગી મુનિ તો આ કસોટીના કાળમાં બમણા બળથી ધ્યાનમાં વધારે સ્થિર થાય છે. તેનું ધ્યાન વિચલિત થતું નથી. તે ઘટનાથી અસંગ બની જાય છે. એવી ઘટનાઓ સાથે તેનું મન જોડાતું નથી. પરિણામે આવી પડેલી આ ક્રિયાઓનો તે આત્મજ્ઞાન માટે ઉપયોગ કરે છે. એટલે કે આવી આવશ્યકાદિ ક્રિયાઓ ધ્યાનયોગીને આત્મજ્ઞાન તરફ વાળવા માટે સારું નિમિત્ત પૂરું પાડે છે. [૫૦૮] સ્થિરમૂતમ સ્વાતં રન રત્નતિ ને प्रत्याहृत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥१४॥ અનુવાદ : સ્થિર થયેલું મન રજોગુણથી ચંચળતા પામે છે. જ્ઞાની તેને પાછું ખેંચીને તેનો નિગ્રહ કરે છે, જે વિશે અહીં કહેવાયું છે. ૨૮૫ Jain Education Interational 2010_05 Page #331 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : મનની ચંચલતા કેવી છે અને તેનો નિગ્રહ કેવી રીતે કરી શકાય તે વિશે અહીં કહેવાયું છે. જીવના સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોમાંથી રજસ્ અર્થાત્ રજોગુણ એવો છે કે જીવને અત્યંત પ્રવૃત્તિશીલ રાખે છે. એવી પ્રવૃત્તિઓમાં યોગ્યયોગ્યતાનો વિવેક જ્યારે ચૂકી જવાય છે ત્યારે ચિત્તની ચંચલતા વધી જાય છે. મનને અત્યંત સંયમપૂર્વક સ્થિર કરવામાં આવ્યું હોય, પણ કંઈક નિમિત્ત મળતાં તે એક વિષય પરથી બીજા વિષય પર અને બીજા વિષય પરથી ત્રીજા વિષય પર ક્ષણવારમાં દોડાદોડ કરી મૂકતું હોય છે. માણસ એકલો બેઠો હોય અને સ્વસ્થ થઈ, એકાગ્ર બનીને વિચારપૂર્વક યાદ કરે કે થોડીક ક્ષણો પૂર્વે પોતે ક્યા ક્યા વિષયોનો વિચાર કરી લીધો હતો તો પોતાની એ યાદીથી પોતાને જ આશ્ચર્ય થશે. ચિત્ત જ્યારે ચંચળ બને છે ત્યારે સામાન્ય માણસો એના પ્રવાહમાં ખેંચાઈ જાય છે. પરંતુ જેઓ જ્ઞાની છે તેઓ તો બહાર ચાલ્યા ગયેલા પોતાના ચિત્તને પાછું ખેંચી લઈને આત્મામાં સ્થિર કરી દે છે. તેઓ પોતાના મનનો નિગ્રહ કરી શકે છે. હવે તેઓ ચિત્તને વિચારોના પ્રવાહમાં તણાવા દેતા નથી. એટલે જ તેઓ જ્ઞાની કહેવાય છે. જેઓ અજ્ઞાની હોય છે તેઓને પોતાના ચિત્ત પર કોઈ સંયમ હોતો નથી. જે સમયે જે જે વિચારો ચિત્તમાં ઊભરાતા હોય તેને તે ઊભરાવા દે છે, તેઓ એમાં રાચે પણ છે અને તેનો ભોગ પણ બની જઈ ક્યારેક અયોગ્ય વર્તન કરી બેસે છે. [૫૯] શનૈઃ શનૈપમેન્ પુચિ ધૃતિગૃહીત | आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् ॥१५॥ અનુવાદ : ધૃતિ વડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ (ઉપર) પામવું. મનને આત્મામાં સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહિ. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો આ પચીસમો શ્લોક અહીં આપ્યો છે. ચિત્તને સંયમમાં રાખવા માટે આરંભકાળના સાધકોને અનુભવી જ્ઞાની મહાત્માઓ દ્વારા જે માર્ગદર્શન અપાય છે તે વિશે અહીં કહેવાયું છે. ચિત્ત વાનર જેવું ચંચલ છે. તેને જેમ જેમ ભગાડો તેમ તેમ તે વારંવાર પાછું દોડી આવે છે. એટલે મનને વશ કરવાનો અચાનક એવો જોરદાર પ્રયત્ન ન કરવો જોઈએ કે જેથી એ વધુ ચંચલ બને અને હાથમાં ન રહે. મન નાના બાળક જેવું છે. એને ધીમે ધીમે સમજાવીને શાંત પાડવું જોઈએ. મનને ગમતા વિષયમાં જોડી દેવાથી તે ત્યાં વધુ ટકે છે. ગમતા વિષયો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. દુર્જનો પોતાના અસદું વ્યાપારમાં મનને જોડે છે, પરંતુ જેઓ સાધક છે, મુમુક્ષુ છે, આત્માર્થી છે તેઓ મનને પોતાના આત્મામાં આત્મવિચારણામાં, બ્રહ્મસ્વરૂપમાં જોડી દે છે અને બીજું કંઈ ચિતવતા નથી. તેમનો ઉપયોગ સતત આત્મામાં રહે છે. એવા જ્ઞાની મહાત્માઓનું ચિત્ત પછી ચંચલ બનતું નથી. [૫૧૦] યો યો નિ:સંરતિ મનચંદનસ્થિરમ્ | ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥१६॥ અનુવાદ : ચંચળ અને અસ્થિર મન જ્યારે જ્યારે (જે જે કારણથી) બહાર નીકળી જાય ત્યારે ત્યારે (તે તે કારણથી) તેને પાછું વાળીને, નિયમમાં રાખીને, આત્માને વશ કરવું. ૨૮૬ Jain Education Intemational 2010_05 Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર વિશેષાર્થ : ચંચળ મનને વશ કરવાની વાતનું અહીં પુનરુચ્ચારણ થયું છે. ચંચળ બનવું અને અસ્થિર થવું એ મનનો સ્વભાવ છે. જે સમયે જે વિષયનો વિચાર કરવો હોય તે સમયે ફક્ત જ વિષયનો વિચાર થવો અને અન્ય કોઈ વિષયનો વિચાર ન ઉદ્ભવવો-એવો સંયમ મન પર ધરાવનાર મહાત્માઓએ પણ એવી સિદ્ધિ બેચાર દિવસમાં જ મેળવી નથી હોતી. વર્ષોના સતત અભ્યાસ પછી એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ અભ્યાસ તે મનમાં ઊઠતા અન્ય વિચારોનું પ્રમાણ ઓછું કરવાનો અને એવી ચંચલતાની ત્વરિતતા ઘટાડવાનો છે. આરંભમાં એક મિનિટ જેટલા સમયમાં પણ પોતાના નિશ્ચિત વિષયમાંથી મન ઘણી વાર બહાર નીકળી જાય છે અને બીજા વિચારે ચડી જાય છે. ક્યારેક તો સાધકને પોતાને આશ્ચર્ય થાય કે આવો વિચાર પોતાના ચિત્તમાં આવ્યો ક્યાંથી ? એ વિશે એણે ઘણાં વર્ષોથી ક્યારેય વિચાર્યું નથી. પણ જીવમાં અનાદિ કાળના સંસ્કાર પડેલા છે. એ સંસ્કારોના ઉદયને કારણે જ્યારે અમુક પ્રકારના અજાણ્યા વિચારો ચિત્તમાં ઉદ્ભવે છે ત્યારે સાધક વિવશ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. આરંભકાળમાં આવી રીતે અન્ય વિષયોમાં દોડી જતા ચિત્તને થોડી થોડી વારે રોકવાનો, પાછું લાવવાનો, એને નિયમિત કરવાનો અને આત્મામાં એને વશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો બહાર દોડી ન જવાનું લક્ષણ ધીમે ધીમે વધતું જશે અને એમ કરતાં કરતાં ચિત્ત સંયમિત બનતું જશે. પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવું, આસનબદ્ધ થવું, શ્વાસની ગતિને નિયમિત કરવી અને ધૈર્ય ધારણ કરી અભ્યાસ કરતા જવાથી ઉત્તરોત્તર ચંચલતા ઘટશે, સ્થિરતા આવશે અને આત્માના વિષયમાં લીનતા આવશે. એ માટે નિયમિત અભ્યાસ અથવા મહાવરા જેવો અન્ય કોઈ ઉપાય નથી. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે : ‘ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિશે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિશે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિશે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગ ભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ તે વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિશે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.' (વચનામૃત પૃ. ૭૪૬) [૫૧૧] અત વાદસ્વાન્ત: ાંછાસ્ત્રોવિતાં યિામ્ । सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥ અનુવાદ : એટલા માટે જેમનું ચિત્ત દૃઢ નથી એવા મહાબુદ્ધિમાને મનને વિષયોમાંથી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર ક્રિયાઓ કરવી. 2010_05 ૨૮૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જેઓ મહામતિવાળા છે, એટલે કે મોક્ષપ્રાપ્તિની અભિલાષાવાળા છે, પરંતુ જેમનું અંતઃકરણ એટલું દૃઢ થયું નથી તેઓનું ચિત્ત ચંચલ બનીને વારંવાર વિષયોની પાછળ દોડી જાય છે. તેઓ પોતાના ચિત્તની ચંચલતાની બાબતમાં સભાન હોય છે, પણ પ્રસંગે વિવશ બની જાય છે. આવા મોક્ષાર્થીઓએ ચિત્તની ચંચલતાને નિવારવાને કોઈક ઉપાય શોધી કાઢવો જોઈએ. ચિત્ત જો નવરું પડે તો એમાં જાતજાતના સંકલ્પ વિકલ્પો ઊઠ્યા કરે છે. એની પરંપરા એવી વેગથી ચાલે છે કે જીવ એમાં ઘસડાય છે. ચિત્તના આવેગોને રોકવાનું એટલું સરળ નથી. પણ મોક્ષાર્થી જો જાગૃત હોય તો તે તેને રોકવા માટે પ્રયત્ન જરૂ૨ ક૨વાનો. આવા પ્રયત્નોમાંનો એક પ્રયત્ન તે ચિત્તને બીજા વ્યાપારોમાં રોકી દેવાનો છે. પોતાના ચિત્તમાં ચાલતા વ્યાપારોને અટકાવવાનું કહેવાથી અટકતા નથી. એટલે આરંભમાં તો એને બીજા વિષયોના વ્યાપારો તરફ આસ્તે આસ્તે વાળવાની જરૂર છે. એ માટે ચિત્તને જો સતત શાસ્ત્રમાં કહેલી આવશ્યક ક્રિયાઓ કરવામાં પરોવેલું રાખવામાં આવે તો સાંસારિક વિષયોમાંથી તે ધીમેધીમે પાછું હઠતું જશે. ચિત્તને અન્ય આ રીતે મુનિઓ માટે શાસ્ત્રમાં કહેલી આવશ્યક ક્રિયાઓની એક ઉપયોગિતા વિષયોમાંથી નિવૃત્ત બનાવી, ચંચલતામાંથી મુક્ત કરીને આત્મામાં સ્થિર કરવાની છે. અહીં આવશ્યક ક્રિયાઓની આટલી જ ઉપયોગિતા છે એમ ન સમજવું. એની અન્ય પ્રકારની મહત્ત્વની ઉપયોગિતાઓ પણ છે, જે જીવને ઉચ્ચ દશા તરફ લઈ જવામાં સહાયભૂત બને છે. [૫૧૨] શ્રુત્વા પૈશાચિી વાર્તા વિધ્યાશ્ચ રક્ષળમ્ । नित्यं संयमयोगेषु व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥ અનુવાદ : પિશાચની વાર્તા અને કુલવધૂના રક્ષણ વિશે સાંભળીને યતિએ નિત્ય સંયમયોગોમાં વ્યાપારવાળા થવું. વિશેષાર્થ : પોતાનું ચિત્ત ચંચલ બની ન જાય, અન્ય વિચારોમાં કે વિષયોમાં દોડી ન જાય એ માટે યતિઓએ પોતાની જાતને સંયમના યોગોના વ્યાપારમાં પરોવી દેવી જોઈએ. ચિત્ત સ્વચ્છંદી ઘોડાની જેમ આમતેમ દોડવા લાગે, એને ભટકવાનું ગમવા માંડે ત્યારે એને વેળાસર વશ કરી લેવું જોઈએ. એ માટે શાસ્ત્રકારોએ વિવિધ ઉપાયો બતાવ્યા છે. યતિઓએ પોતાના મનની સ્થિતિ વિશે પોતાના ગુરુ ભગવંત પાસે નિખાલસતાથી વાત કરવી જોઈએ અને ગુરુભગવંત જે ઉપાયો બતાવે તે ઉદ્યમપૂર્વક કરવા જોઈએ. લેખકે અહીં પ્રાચીન કાળથી પ્રચલિત એવાં બે દૃષ્ટાન્તો આપ્યાં છે. એક પિશાચનું દૃષ્ટાન્ત છે અને બીજું છે કુલવધૂના શીલના રક્ષણનું દૃષ્ટાન્ત. પિશાચ અથવા યક્ષનું દૃષ્ટાન્ત જુદી જુદી રીતે કહેવાય છે, પણ તેનો સાર એક જ છે. પ્રાચીન સમયમાં સવારે પાણીનો લોટો લઈ શૌચક્રિયા માટે નગર બહાર વગડામાં જવાનો રિવાજ હતો, જે હજુ પણ ઘણે ઠેકાણે પ્રચલિત છે. શૌચક્રિયા માટે જે જગ્યાનો ઉપયોગ કરવાનો હોય તે જગ્યાના માલિકની અથવા ત્યાં વસતા વ્યંતરાદિ દેવોની અનુજ્ઞા લેવાનો રિવાજ શિષ્ટમાન્ય ગણાતો. હવે તે વખતે ત્યાં કોઈ દેવ પ્રત્યક્ષ હાજર તો હોય નહિ, કે દેખાય નહિ, એટલે પોતે અનુજ્ઞા માંગવાનું વચન બોલીને બેસે તો પોતાનો દોષ ગણાય નહિ. એક વણિક આ રીતે એક વિશાલ વૃક્ષ નીચે શૌચક્રિયા માટે જતો અને ત્યાં જઈને બોલતો ‘આ જગ્યા જેમની હોય તે મને અનુજ્ઞા આપો.' _2017_05 ૨૮૮ For Private Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર આ રીતે તે વણિક ત્યાં નિયમિત શૌચક્રિયા કરી ઘરે પાછો આવતો. હવે એ વૃક્ષમાં એક વ્યંતર દેવ રહેતો. એ પિશાચ દુષ્ટ હતો. તેને થયું કે આ વણિક રોજ શૌચક્રિયા કરીને મારી આ સરસ જગ્યા દુર્ગધવાળી કરી મૂકે છે, પણ પહેલાં એ મારી અનુજ્ઞા માગી લે છે એટલે હું એને સતાવી શકતો નથી. પણ એ માટે મારે બીજો કોઈ રસ્તો વિચારવો જોઈએ. એક દિવસ એણે પ્રત્યક્ષ થઈ વણિકને કહ્યું, “હે વણિક ! તું મોટો સજ્જન છે. તું શિષ્ટાચારવાળો છે. હું આ વૃક્ષમાં રહું છું અને તું રોજ મારી રજા લઈને શૌચક્રિયા કરે છે. હું તારા પર પ્રસન્ન છું. હું તને વરદાન આપું છું કે તું જે કહેશે એ કામ તને તરત કરી આપીશ.” વણિક એથી રાજી થયો, એને પોતાને ઘરે લઈ ગયો. યક્ષે કહ્યું, “હું તારું બધું જ કામ કરી આપીશ. પણ મને નવરા બેસી રહેવું ગમશે નહિ. જો મને કામ વગરનો રાખ્યો તો હું તને ખાઈ જઈશ.' પિશાચે વણિકને ખતમ કરવા માટે આ યુક્તિ પ્રયોજી હતી. વણિક પિશાચને પોતાના ઘરે લાવીને જે કામ બતાવે તે પિશાચ પોતાની દૈવી શક્તિથી ક્ષણવારમાં જ કરી આપવા લાગ્યો. લાકડાં કાપવાનું, અનાજ લાવવાનું, ઘર બાંધવાનું, રસ્તો બનાવવાનું-એવાં એવાં કામ તરત થઈ જવા લાગ્યાં. હવે વણિકને ચિંતા થઈ. એક દિવસમાં જ વણિક કામથી રાજી થવાને બદલે પરેશાન થઈ ગયો કારણ કે કામ નહિ હોય તો પિશાચ પોતાને ખાઈ જશે. પણ તે બુદ્ધિચાતુર્યવાળો હતો. એણે પિશાચને કહ્યું, ‘જા જંગલમાંથી ઊંચામાં ઊંચા વાંસ લઈ આવ. તેની નિસરણી બનાવી આપ.” પિશાચે એ કામ તરત કરી આપ્યું. વણિકે ઘરની બહાર એ વાંસની નિસરણી રખાવી અને કહ્યું, “જ્યાં સુધી તને બીજું કંઈ પણ કામ ન બતાવું ત્યાં સુધી તારે આ નિસરણી ઉપર ચડ-ઊતર કર્યા કરવાની.' પિશાચ વચનબદ્ધ હતો. વણિકને એ ખાઈ જવા ઈચ્છતો હતો, પરંતુ સૂઝવાળા વણિકે એને આમ વશ કર્યો હતો. આ દષ્ટાંતનો સાર એ છે કે સંયમ-જીવનમાં પણ યતિઓએ પ્રમાદરૂપી પિશાચને ઉદ્યમ વડે વશ કરવો જોઈએ. બીજું દૃષ્ટાન્ત કુલવધૂનું છે. તે આ પ્રમાણે છે : એક નગરમાં એક શ્રેષ્ઠી રહેતો હતો. તેનો પુત્ર વેપારધંધામાં ઘણો જ હોશિયાર હતો. વેપારને કારણે એને દેશ-વિદેશમાં વારંવાર જવું પડતું અને લાંબા સમય સુધી રહેવું પડતું. એની યુવાન ભાર્યાથી આ વિરહ ખમાતો નહિ. તે કોઈ કોઈ વખત કામવાસનાથી વિહ્વળ થઈ જતી. એણે ખાનગીમાં પોતાની સખીને કહ્યું કે કોઈ દેખાવડો યુવાન નગરમાં હોય તો તું મને એનો પરિચય કરાવ. મારે એની સાથે કામભોગ ભોગવવા છે.” * સખીએ વિચાર્યું કે આ કુળવધૂ જો ચારિત્ર્યથી ભ્રષ્ટ થશે તો આ કુળ વગોવાઈ જશે. એણે વડીલ શ્રેષ્ઠીને એ વિશે વાત કરી. શ્રેષ્ઠી તરત સમજી ગયા. એમણે પોતાની પત્નીને એ વિશે વાત કરી. કંઈક ઉપાય અજમાવવો જોઈએ એમ બંનેને લાગ્યું, કારણ કે નોકરચાકરવાળા ઘરમાં કુળવધૂ સારું સારું ખાઈપીને એકલી બેસી રહે તો કામવાસના એને સતાવે જ. શેઠ-શેઠાણીએ ઘરમાં ખોટેખોટો ઝઘડો કર્યો. શેઠાણી ઘરના કામમાં બરાબર ધ્યાન આપતી નથી એટલે ઘર ગંદુ રહે છે, ચીજવસ્તુઓનું ઠેકાણું હોતું નથી. બધો દોષ શેઠાણીને માથે ઢોળવામાં આવ્યો. આ ઝઘડામાં પુત્રવધૂ વચ્ચે પડી. શેઠાણીએ કહ્યું, ઉંમર અને તબિયતને કારણે પોતાનાથી હવે કામ થતું નથી. શેઠે પુત્રવધૂને કહ્યું, “બેટા, હવે ઘરની ૨૮૯ Jain Education Interational 2010_05 Page #335 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર માલિક તું છે. અમે તો આજ છીએ ને કાલ નથી. માટે ઘરની બધી જવાબદારી તારે ઉઠાવી લેવી જોઈએ.” સસરાએ વહાલથી અને યુક્તિપૂર્વક ક્રમે ક્રમે એક પછી એક નોકરચાકર છૂટા કરતા જઈ તથા પુત્રવધૂના કામની ભારે પ્રશંસા કરતા જઈ ઘરનો એટલો બધો ભાર પુત્રવધૂને માથે નાખી દીધો કે સવારથી રાત સુધી તે ઘરકામમાંથી પરવારતી નહિ. પતિના વિરહમાં ઉદ્ભવેલી એની કામવાસના તો ક્યાંય અદૃશ્ય થઈ ગઈ. પ્રાચીન સમયમાં આ બે દૃષ્ટાન્ત બહુ પ્રચલિત રહ્યાં છે. એનો ઉલ્લેખ કરી, એમાંથી બોધ તારવવા માટે મુનિઓને અહીં સૂચન કરવામાં આવ્યું છે. ચિત્ત સતત વિચાર કરતું રહે છે. અનેક પ્રકારના સંકલ્પવિકલ્પો એમાં ઊઠે છે. ભૂતકાળની સ્મૃતિઓ સળવળે છે. ભવિષ્યકાળના તરંગો, કલ્પનાના ઘોડે ચડી આવે છે. માણસ મનગમતી સૃષ્ટિમાં રાચે છે. ક્યારેક ન કરવા જેવા વિચારો એ કરવા લાગે છે. એવા અસદુ વિચારોના પ્રવાહમાં એ તણાય છે. એવા વિચારોથી પોતે કેટલો બધો વિવશ બની ગયો છે એની એને પોતાને પણ ખબર પડતી નથી. ભય, ચિંતા, ઉદ્વેગ, લોભ, લાલચ, લાચારી, ઈર્ષા, દ્વેષ, સ્પર્ધા, અસૂયા, ગુણમત્સર, હિંસક તરંગો, કામવાસનાની કલ્પનાઓ, અહંકાર અને ગુરુતાગ્રંથિ, હીનભાવ-દીનભાવ અને લઘુતાગ્રંથિ–આવા આવા અનેક પ્રકારના અસદ્ભાવો ચિત્તમાં જાણતાં કે અજાણતાં ઉદ્ભવે છે. એની જીવન ઉપર અસર પડે છે. જો ગૃહસ્થ જીવનમાં આવું આવું બનતું હોય તો સાધુજીવન કે જેમાં ઘરબાર કે વેપારધંધાની વળગણ નથી એવા નિરાંતના નવરાશના જીવનમાં તો અસદ્ વિચારો કેમ ન આવે ? પણ સાધુ જો જાગ્રત હોય અને સંયમના યોગોમાં-ચારિત્રપાલન માટેની આવશ્યક ક્રિયાઓમાં પોતાની જાતને સતત રોકાયેલી રાખે તો ચિત્ત ચંચલ થવાને કોઈ કારણ રહેતું નથી. એટલા માટે સાધુઓએ પોતાના સમુચિત સાધ્વાચારથી જીવનને સતત ઉદ્યમશીલ રાખવું જોઈએ. પ્રમાદને વશ થવું ન જોઈએ. [૫૧૩] યા નિવત્નીનાનાં ાિ રાતિપ્રયોગના व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥१९॥ અનુવાદ : જે ક્રિયાઓ કેવળ નિશ્ચયમાં જ લીન રહેલાઓ માટે અતિ પ્રયોજનવાળી નથી તે જ વ્યવહારદશામાં રહેલાઓ માટે અતિ ગુણકારક છે. ' વિશેષાર્થ : જ્ઞાનયોગ અને ક્રિયાયોગનું સ્વરૂપ વિવિધ દૃષ્ટિબિંદુથી સમજાવતાં ગ્રંથકાર મહાત્મા અહીં એક અત્યંત મહત્ત્વની વાતની સ્પષ્ટતા કરે છે. ક્રિયા અને ભાવ એ બેમાં શું ચડિયાતું ગણાય ? આવો પ્રશ્ન કોઈ કરે ત્યારે સ્પષ્ટ જ છે કે ક્રિયા કરતાં ભાવ ચડિયાતો ગણાય એવો ઉત્તર આપવાનો હોય. એક માણસે ઉપવાસ કર્યો હોય પણ ઉપવાસનો જરા પણ ભાવ ન હોય, પરાણે દેખાદેખીથી અનિચ્છાએ ઉપવાસ કરવો પડ્યો હોય અને બીજા માણસે ઉપવાસ ન કર્યો હોય, પણ ઉપવાસ કરવાનો ભાવ સતત મનમાં રહેતો હોય, ઉપવાસ ન કરી શકવાની પોતાની લાચારી માટે મનમાં સતત પશ્ચાત્તાપ રહેતો હોય, આહાર લેતી વખતે પણ એમાં સ્વાદવૃત્તિ રહી ન હોય તો આવી બે સ્થિતિમાં દેખીતું જ છે કે ક્રિયા કરતાં ભાવ ચડિયાતો છે. પરંતુ દરેક વખતે ફક્ત આવી બે જ સ્થિતિ હોય છે એવું નથી. તરતમતાની દૃષ્ટિએ એમાં બીજી ઘણી સ્થિતિઓ સંભવી શકે છે. એટલે જ્યારે તત્ત્વની દષ્ટિએ વિચારણા કરવાની હોય ત્યારે બધી જ સ્થિતિઓને લક્ષમાં રાખવી જરૂરી છે. ૨૯૦ Jain Education Intemational 2010_05 Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર હવે, સંયમ માર્ગમાં આવશ્યકાદિ ક્રિયાઓ કરતાં કરતાં જે મુનિએ સાધનાના ઉચ્ચ સ્તર પર આરોહણ કરતા રહે છે તેઓની આરંભ દશામાં ક્રિયાની સાથે ભાવ પણ એટલો જ જોડાયેલો હોય છે. જેમ જેમ તેઓની આત્મદશા ઉચ્ચતર થતી જતી હોય તેમ તેમ તેઓ વધુ ને વધુ અંતર્મુખ બની આત્મસ્વભાવમાં રમણતા કરતા હોય છે. એવે વખતે આવશ્યકાદિ ક્રિયાઓનો ભાવ તેમના મનમાં સતત રહેલો હોય છે. છતાં ક્યારેક ક્રિયા છૂટી જાય છે અને ભાવ દૃઢ રહે છે. તેઓ ક્રિયાઓ છોડતા નથી, પણ સહજ રીતે છૂટી જાય છે. ક્રિયાઓ પ્રત્યે તેઓને અનાદર નથી હોતો. તેની ઉપયોગિતા પૂરેપૂરી તેઓ સમજતા હોય છે, પરંતુ વ્યક્તિગત રીતે તેઓને પોતાને માટે એનું ખાસ પ્રયોજન રહેતું નથી. (ગ્રંથકારે અહીં ‘અતિ પ્રયોજન' શબ્દ વાપર્યો છે તે નોંધવા જેવું છે.) જે મહાત્માઓ ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડતા જઈ આત્મસ્વરૂપમાં લયલીન થયા છે તેઓએ હવે એવી નિશ્ચય દશા પ્રાપ્ત કરી લીધી છે કે જ્યાં આવશ્યકાદિ ક્રિયાઓનું મહત્ત્વ રહેતું નથી. એવા મહાત્માઓની છૂટી ગયેલી ક્રિયાઓ જોઈને જો કોઈ એમ કહે કે મોક્ષમાર્ગની આરાધના માટે ક્રિયાઓની કોઈ આવશ્યકતા નથી તો તે ભૂલ છે, કારણ કે બધા જીવો એકસરખી આત્મદશાવાળા હોતા નથી. કેટલાક જીવો નિશ્ચયદશાવાળા નહિ, પણ વ્યવહારદશાવાળા હોય છે. તેઓ જો સંયમમાર્ગની ક્રિયાઓ છોડી દે તો તેઓ કશું પામી શકશે નહિ. આવશ્યકાદિ ક્રિયાઓ તેઓને માટે અત્યંત લાભકારી છે. એથી એમના આત્મગુણની વૃદ્ધિ થાય છે. કેટલાક લોકો અનેકાન્ત દૃષ્ટિ ન અપનાવતાં એકાન્ત દૃષ્ટિ રાખીને કહેતા હોય છે કે વ્રત, તપ, જપ, પ્રતિક્રમણ, જિનભક્તિ વગેરે કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. આત્માને ઓળખો અને આત્મામાં સ્થિર થાઓ એટલું જ જોઈએ. પણ બધાથી એમ સીધેસીધું આત્મામાં સ્થિર થવાતું નથી. (પૂર્વજન્મના કોઈ આરાધક જીવની વાત અલગ અને અપવાદરૂપ છે.) એટલે જ આત્મસ્વરૂપમાં જવા માટે સંયમની આરાધનાની અને એ માટેની ક્રિયાઓની ઉપયોગિતા રહેલી છે. કોઈ ગૃહસ્થ જીવે ઉતાવળે એવું માનવાની ભૂલ કરવા જેવું નથી કે પોતે હવે આત્મદશામાં રમણતા કરે છે અને તેથી પોતાને હવે કોઈ ક્રિયાઓની જરૂર નથી. એવું માનવાવાળા કેટલાયે જીવો અતોભ્રષ્ટ-તતોભ્રષ્ટ થઈ ગયા છે. અહીં તો મુનિઓની વાત કરવામાં આવી છે કે જેઓને માટે સંયમની આરાધના અને આત્મતત્ત્વની ઉપાસના માટે પૂરો અવકાશ છે. પરંતુ વેપારધંધામાં રચ્યાપચ્યા રહેલા, પુત્રપરિવારાદિ કુટુંબજંજાળમાં ખૂંપેલા, સામાજિક દૃષ્ટિએ મોટું સ્થાન પામેલા લક્ષ્મીવંતો આધ્યાત્મિકતાના પાઠોનું પોપટિયું પઠન કરીને, કશી પણ તેની સસ્યક્ પરિણતિ પામ્યા વગર જ્યારે એમ કહે કે ‘અમે આત્મામાં છીએ, અમારે હવે વ્રત, તપ, જપાદિ ક્રિયાઓની કોઈ જરૂર રહી નથી' ત્યારે તેઓ પોતે તો ભમે જ છે, પણ પોતાના એવા ઉપદેશથી બીજાને પણ ભમાડે છે. તેઓની આત્મતત્ત્વ-વિચારણા માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવી હોય છે. [૫૧૪]ર્મળોપિ હિ શુદ્ધસ્ય શ્રદ્ધામેધાવિયો ત:। अक्षतं मुक्तिहेतुत्वं ज्ञानयोगानतिक्रमात् ॥२०॥ અનુવાદ : શ્રદ્ધા, મેધા વગેરેના યોગથી શુદ્ધ થયેલી ક્રિયા પણ જ્ઞાનયોગના અતિક્રમણરૂપ ન હોવાથી અક્ષત મુક્તિનો હેતુ થાય છે. વિશેષાર્થ : આવશ્યકાદિ ક્રિયાઓની ઉપયોગિતા અહીં સમજાવવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, 2010_05 ૨૯૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કાઉસગ્ગ વગેરે આવશ્યકાદિ ક્રિયાઓ સ્વર્ગનું સુખ આપે છે, માટે તે હેય છે એવું એકાત્તે વિચારવું ન ઘટે. આવશ્યકાદિ ક્રિયાઓ પણ મુક્તિનો હેતુ બની શકે છે. એવી ક્રિયાઓ કરતી વખતે એના ફળરૂપે જો પૌગલિક સુખની આકાંક્ષા થાય તો તે નિર્મળ કરવી જોઈએ. ઉપવાસ, આયંબિલ, સામાયિક, પ્રતિક્રમણ, વંદન, કાઉસગ્ગ વગેરે ક્રિયાઓ પણ જો શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાના યોગથી કરવામાં આવી હોય તો તે અવશ્ય જ્ઞાનયોગમાં રૂપાંતરિત થાય છે. તે જ્ઞાનયોગમાં વૃદ્ધિ કરે છે. એથી કર્મની નિર્જરા થાય છે અને એ આવશ્યકાદિ ક્રિયાઓ પરંપરાએ મોક્ષગતિ અપાવનારી બને છે. સાધકના જીવનમાં કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંને એવાં એકરૂપ બની જાય છે કે તેને છૂટા પાડવાનું અઘરું થઈ જાય છે, કારણ કે અંતે તો એવી એકરૂપતા મોક્ષ અપાવનારી નીવડે છે. આથી એવી આવશ્યકાદિ ક્રિયાઓ જ્ઞાનયોગનું અતિક્રમણ કે ઉલ્લંઘન કરે છે અથવા એમાં ખલેલ પહોંચાડે છે એમ કહી શકાશે નહિ. [૫૧૫] મારે ક્રિયાપેક્ષા યોગિનાં ચિત્તશુદ્ધ ! 0/ ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥२१॥ અનુવાદ : યોગીઓને અભ્યાસકાળે ચિત્તશુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા રહે છે. જ્ઞાનના પરિપાકની દશામાં માત્ર શમની અપેક્ષા રહે છે. આ વિશે બીજાઓએ પણ કહ્યું છે. વિશેષાર્થ : કર્મયોગમાંથી જ્ઞાનયોગમાં જવાની ક્રિયા વિશે અહીં કહેવામાં આવ્યું છે. પરિસ્થિતિમાં પરિવર્તન આવતાં અપેક્ષામાં પણ પરિવર્તન આવે છે. નાનું બાળક ચાલતાં શીખતું હોય ત્યારે એને ઠેલણગાડીની કે walkerની જરૂર રહે, પણ ચાલતાં શીખ્યા પછી એની જરૂર ન રહે. તેવી રીતે આરંભકાળના અભ્યાસમાં યોગીઓ માટે આવશ્યકાદિ સક્રિયાની અપેક્ષા રહે. એ હોય તો એમનું મન પરોવાયેલું રહે. એ ન હોય તો મન ભિન્નભિન્ન વિષયોમાં ભટકવા લાગે. એટલા માટે ચિત્ત ઉપરના સંયમના અર્થે અને ચિત્તની શુદ્ધિને અર્થે યોગીઓએ આરંભના અભ્યાસકાળમાં સક્રિયાઓ જરૂર કરતાં રહેવું જોઈએ. આવી ક્રિયાઓ ક્યાં સુધી કરવી જોઈએ ? જ્ઞાનની પરિપક્વ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી કરવી જોઈએ. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતું નથી. જ્ઞાનયોગી હવે અંતર્મુખ બનેલા છે. એમના અંદરના ઉપયોગમાં સ્થિરતા ન રહે ત્યારે માત્ર ઉપશમની અપેક્ષા રહે છે. ત્યારે દેહ, ઇન્દ્રિયો અને મનને વશ કરતાં વાર લાગતી નથી. આવું અન્ય દર્શનીઓએ પણ કહ્યું જ છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી નીચેના શ્લોકોનો આધાર આપ્યો છે : [૫૧] માર્કને રે RUT | योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥२२॥ અનુવાદ : યોગ ઉપર આરોહણ કરવા ઇચ્છતા મુનિને માટે તેનું કારણ કર્મ કહેવાય છે. યોગારૂઢ થયેલાને માટે તેનું કારણ શમ કહેવાય છે. ૨૯૨ Jain Education Intemational 2010_05 Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી ત્રીજો શ્લોક અહીં ટાંક્યો છે. જે મુનિઓ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરવા ઇચ્છે છે અને જેઓએ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરી લીધું છે એ બંને વચ્ચેનો ફરક અહીં ગીતાકારે બતાવ્યો છે. બંનેના અધિકાર વચ્ચેનો ભેદ અહીં દર્શાવવામાં આવ્યો છે. જે મુનિઓ જ્ઞાનયોગ ઉપર આરોહણ કરવા ઇચ્છતા હોય તેમને માટે નિષ્કામ કર્મ અર્થાત સક્રિયાની અપેક્ષા રહે છે. મુનિની આ આરંભની દશા છે. એટલે એણે કર્મયોગનો અભ્યાસ કરવો જોઈએ. પોતાને કર્તવ્યરૂપે પ્રાપ્ત થયેલી ક્રિયા અનાસક્ત ભાવે, અપ્રમત્ત ભાવે, વિશુદ્ધ રીતે કરવી જોઈએ. એમ કરવાથી એના ચિત્તનો ઉપયોગ વિશુદ્ધ થતો જશે, કારણ કે નિષ્કામ કર્મ વિના ચિત્તશુદ્ધિ નથી અને ચિત્તશુદ્ધિ વિના જ્ઞાનયોગ નથી. પરંતુ આમ અભ્યાસ કરતાં કરતાં, આરંભ-પરિગ્રહનો ત્યાગ કરતાં કરતાં, કર્મસંન્યાસ દ્વારા જયારે જ્ઞાનયોગ ઉપર આરૂઢ થઈ જવાય છે, બરાબર ગોઠવાઈ જવાય છે ત્યારે હવે જો મન અને ઇન્દ્રિયો ચંચલ થાય, સંકલ્પ-વિકલ્પો ઊઠે તો એને શમાવવાનું કાર્ય કરવાનું રહે છે. એટલે હવે એને માટે શમ-ઉપશમની ઉપયોગિતા રહે છે. કર્મત્યાગથી એ સિદ્ધ થઈ શકે છે. [૧૧૭] યુવા દિ નેન્દ્રિયાર્થષ ન ફર્મનુષmતે ! सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥२३॥ અનુવાદ : જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્તિ ન રાખે ત્યારે સર્વ સંકલ્પોનો ત્યાગ કરનાર (મુનિ) “યોગારૂઢ' કહેવાય છે. વિશેષાર્થ : શ્રીમદભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો આ ચોથો શ્લોક છે. અહીં અનાસક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના જીવોને આસક્તિ અથવા રાગ અનેક પદાર્થો પ્રત્યે અને જીવો પ્રત્યે રહે છે. ચિત્તમાં ગમવાના (અને ન ગમવાના) ભાવ સતત ચાલતા રહે છે. પોતે કરેલાં કાર્યોનું પોતાની ઇચ્છાનુસાર ફળ મેળવવા સૌ કોઈ ઝંખે છે. પરંતુ જેઓ અનાસક્ત છે તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં રાચતા નથી. જે સમયે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થાય તે કાર્ય તેઓ સહજ રીતે કરે છે. પરંતુ તેમાં લેવાતા નથી. તેઓ સંકલ્પના સંન્યાસી એટલે કે સંકલ્પના ત્યાગી બની ગયા હોય છે. કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પને, ઇચ્છાઓને હવે તેમના જીવનમાં સ્થાન નથી. ઇન્દ્રિયોને જીતનાર, આસક્તિરહિત અને સર્વ સંકલ્પના ત્યાગી એવા મહાત્માઓ જ્ઞાનયોગ પર આરૂઢ થઈ જાય છે. એટલા માટે તેઓને ‘યોગારૂઢ’ કહેવામાં આવે છે. મુનિપણાની એ ઉચ્ચ દશા કહેવાય છે. એનાં લક્ષણોનું સૂક્ષ્મતાથી પરિપાલન થાય ત્યારે એ દશા ઉત્કૃષ્ટ દશા બને છે. આધ્યાત્મિક સિદ્ધિમાં એનું મૂલ્ય બહુ મોટું છે. [૧૧૮] જ્ઞાન ક્રિયવિદ્દીન ર ક્રિય વા જ્ઞાનવતા गुणप्रधानभावेन दशाभेदः किलैनयोः ॥२४॥ અનુવાદ : ક્રિયા વગર જ્ઞાન ન હોય અને જ્ઞાન વિના ક્રિયા ન હોય. ગૌણ અને પ્રધાન એવા ભાવથી એ બંને વચ્ચે દશાનો ભેદ છે. ૨૯૩ Jain Education Interational 2010_05 n Education International 2010_05 Page #339 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સ્કૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો ક્રિયા અને જ્ઞાનનાં ક્ષેત્રો એવાં પરસ્પર ભિન્ન નથી કે એક હોય ત્યાં બીજું ન જ હોય. મતલબ કે જ્યાં ક્રિયા હોય છે ત્યાં જ્ઞાન હોય છે અને જ્યાં જ્ઞાન હોય છે ત્યાં ક્રિયા હોય છે. અલબત્ત, એમાં એક ગૌણપણે હોય અને બીજું પ્રધાનપણે હોય એવું બને છે. આથી કર્મયોગમાં ક્રિયા પ્રધાન છે અને જ્ઞાન ગૌણ છે અને જ્ઞાનયોગમાં જ્ઞાન પ્રધાન છે અને ક્રિયા ગૌણ છે. કર્મયોગમાં ફક્ત કર્મ જ હોય ને બીજું કશું ન હોય અને જ્ઞાનયોગમાં ફક્ત જ્ઞાન જ હોય ને અન્ય કંઈ હોય જ નહિ એવું સંભવે નહિ. પરંતુ સાધકે કર્મયોગમાં જ ન અટકતાં ત્યાંથી ક્રમે કરીને જ્ઞાનયોગમાં જવાનું છે. કર્મયોગ અને જ્ઞાનયોગ એ બંને વચ્ચે જે દશાભેદ છે એમાં જ્ઞાનયોગની દશા ચડિયાતી છે. [૫૧૯] જ્ઞાનિનાં વર્ષથોન વિત્તશુદ્ધિપેયુપામ્ | निरवद्यप्रवृत्तीनां ज्ञानयोगौचिती ततः ॥२५॥ અનુવાદ : કર્મયોગ વડે ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરનાર, નિરવદ્ય પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાનયોગની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ' વિશેષાર્થ : કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે, પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા આવી શકે નહિ. જ્ઞાનયોગને ચિત્ત સાથે વધુ સંબંધ છે. એટલે જ્ઞાનયોગીમાં ચિત્તની શુદ્ધિ એ પ્રથમ આવશ્યકતા છે. ચિત્તશુદ્ધિના જે વિવિધ ઉપાયો છે તેમાં મહત્ત્વનો ઉપાય તે કર્મયોગ છે. સાધકને સમયે સમયે જે જે ક્રિયા અથવા કાર્ય કરવાનું કર્તવ્ય તરીકે આવી પડે છે તે શું એ સારી શુદ્ધ રીતે કરે છે ? કે વેઠ ઉતારે છે? કે અડધું-પડધું કરે છે ? મનમાં રોષ કે દ્વેષ સાથે કરે છે ? એમાં તે સ્વસ્થતા ધારણ કરી શકે છે ? તે આસક્તિ વિના અથવા રાગ કે દ્વેષ વિના કરી શકે છે ? આવા આવા પ્રશ્નોના ઉત્તરથી સાધકની દશા કેટલી વિકસી છે અને ચડિયાતી થઈ છે તે સમજાય છે. સામાન્ય માણસો આવી ક્રિયાઓ જે રીતે કરે છે અને એ વખતે પોતાના ચિત્તમાં એ માટે જે વલણ ધરાવે છે તેના કરતાં જ્ઞાની મહાત્માઓ ચિત્તની વિશુદ્ધિપૂર્વક તે તે ક્રિયા કરતા હોય છે. અન્ય રીતે કહીએ તો જેમ જેમ તેઓ ક્રિયા કરતા જાય છે તેમ તેમ તેમનું ચિત્ત વિશુદ્ધ થતું જાય છે. પોતાના ચિત્તની વિશુદ્ધિની તેમને તો ખબર પડે જ, પણ તેમના વ્યવહારથી અન્ય લોકોને પણ તેમના ચિત્તની સ્વસ્થતાની, રાગદ્વેષરહિતતાની, વિશુદ્ધિની પ્રતીતિ થાય છે. આવું જ્યારે થાય ત્યારે તેવા જ્ઞાનીઓ કર્મયોગમાંથી હવે જ્ઞાનયોગ તરફ આવવા માટે પાત્ર બને છે. જ્ઞાનયોગમાં આવ્યા પછી તો તેમની તમામ પ્રવૃત્તિઓ નિર્દોષ, પાપરહિત, નિરવદ્ય બની જાય છે. આવી રીતે જયારે તેઓ દોષયુક્ત, સાવધ પ્રવૃત્તિઓથી મુક્ત બની જાય છે ત્યારે તેઓ જ્ઞાનયોગને લાયક બને છે. આમ કર્મયોગીમાંથી જ્ઞાનયોગી બનવા માટે પોતાની સર્વ પ્રવૃત્તિઓની શુદ્ધિ માટે તેઓને ભારે પુરુષાર્થ કરવો પડે છે: જ્ઞાનયોગી થવું સહેલું નથી અને થયા પછી તેમાં ટકી રહેવું એ પણ સહેલું નથી. [૫૨] મત વિ દિ સુશ્રાદ્ધ-રેસ્પિર્શનોત્તરમ્ | दुःष्पालश्रमणाचारग्रहणं विहितं जिनैः ॥२६॥ અનુવાદ : એટલા માટે સુશ્રાદ્ધના ચરણ(ચારિત્ર-વ્રત)નો સ્પર્શ કર્યા પછી જ, દુઃખે પાળી શકાય એવા સાધુના આચાર ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહ્યું છે. ૨૯૪ Jain Education Intemational 2010_05 Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર વિશેષાર્થ : જૈન ધર્મમાં સાધનાના ક્રમમાં પહેલાં દેશિવરતિ આવે છે ને પછી સર્વવિરતિ આવે છે. દેશવિરતિ એ સુશ્રાદ્ધ અર્થાત્ સાચા શ્રાવકનો આચારધર્મ છે ને સર્વવિરતિ એ સાધુનો આચારધર્મ છે. દેશિવરિત એટલે અમુક અંશે સાવદ્ય એટલે દોષમય પ્રવૃત્તિઓથી અટકી જવું ને સર્વવિરતિ એટલે સાવઘ પ્રવૃત્તિઓથી સર્વથા વિરમવું. જ્યાં સુધી દેશવિરતિમાં નિપુણતા ન આવી હોય ત્યાં સુધી સર્વવિરતિ તરફ કેવી રીતે જઈ શકાય ? કારણ કે સર્વવિરતિવાળું સાધુપણું તો ઘણા કષ્ટથી પાળી શકાય છે. શ્રાવકનાં અણુવ્રત છે અને સાધુનાં મહાવ્રત છે. જે અણુવ્રત બરાબર પાળી ન શકતા હોય તેઓ સીધા મહાવ્રતના પાલનનો બોજો કેવી રીતે ઉપાડી શકે ? એટલે એક અપેક્ષાએ શ્રાવકનું દેશવિરતપણું એ કર્મયોગ છે અને સાધુનું સર્વવિરતિપણું એ જ્ઞાનયોગ છે. એટલા માટે જેઓને જ્ઞાનયોગ સિદ્ધ કરવો છે તેઓએ પહેલાં કર્મયોગ સિદ્ધ કરવો પડશે. જિનેશ્વર ભગવાને જ કહ્યું છે કે જ્યાં સુધી સાચું દેશિવરતિપણું આવ્યું નથી એટલે કે તેનો સ્પર્શ થયો નથી, ત્યાં સુધી સર્વવિરતિપણાની યોગ્યતા આવી શકે નહિ. [૫૨૧] ોદ્દેશેન સંવૃત્ત ર્મ યૌર્વભૂમિમ્ । दोषोच्छेदकरं तत्स्याद् ज्ञानयोगप्रवृद्धये ॥२७॥ અનુવાદ : પૂર્વભૂમિકારૂપે જે કર્મ એકસમાન ઉદ્દેશથી થયું હોય, તે (કર્મ) દોષનો નાશ કરનાર તથા જ્ઞાનયોગની વૃદ્ધિ કરનાર થાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં દેશવિરતિ ધર્મ અને સર્વવિરતિ ધર્મની વાત કરવામાં આવી છે. દેશિવરિત ધર્મ બહુધા કર્મયોગપ્રધાન હોય છે અને સર્વવિરતિ ધર્મ જ્ઞાનયોગપ્રધાન હોય છે. સાધકનું લક્ષ્ય કર્મયોગમાંથી જ્ઞાનયોગ તરફ જવાનું હોવું જોઈએ. જ્ઞાનયોગ કરતાં કર્મયોગ ઊતરતો છે માટે તે નિરર્થક એમ માનવું નહિ. એની પણ ઉપયોગિતા છે. ‘પૂર્વભૂમિકારૂપે જે કર્મ થયું હોય’- એમ જે અહીં કહેવામાં આવ્યું છે તેમાં ‘કર્મ' શબ્દ કર્મયોગના અર્થમાં લેવાનો છે. પૂર્વ ભૂમિકારૂપે જે કર્મ થયું તે હવે દોષના નિવારણ માટે થાય છે. દેશિવરિત વ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ કે .સ્થૂલ મૃષાવાદ-વિરમણ વગેરે હોય તો તેમાંથી હવે સૂક્ષ્મ પ્રાણાતિપાતવિરમણ કે સૂક્ષ્મ મૃષાવાદવિરમણ વગેરે પ્રત્યે જવાનું છે. આમ દેશવિરતિ વ્રત પૂર્વ ભૂમિકાનું કામ કરે છે. સાધક કર્મયોગમાંથી જ્ઞાનયોગ તરફ ગતિ કરે છે ત્યારે તેના ક્રોધાદિ કષાયો પાતળા પડતા જાય છે. તેના દોષો ઘટતા જાય છે. આત્મસાધના તરફ એની રુચિ વધતી જાય છે. આમ, દેશવિરતિ વ્રતરૂપી કર્મયોગ દોષોના નિવારણ માટે અને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે સુંદર ભૂમિકા પૂરી પાડે છે. [૫૨૨] અજ્ઞાનિનાં તુ યર્મ ન તશ્ચિત્તશોધનમ્ । यागादेरतथाभावाद् म्लेच्छादिकृतकर्मवत् ॥२८॥ અનુવાદ : અજ્ઞાનીઓનું જે કર્મ છે તેથી ચિત્તની શુદ્ધિ થતી નથી. મ્લેચ્છ વગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિમાં તેવો ભાવ હોતો નથી. _2017_05 ૨૯૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસા૨ વિશેષાર્થ : અગાઉ આપણે જોયું છે તેમ મનુષ્યની પ્રત્યેક ક્રિયા કર્મયોગ બનતી નથી. જે ક્રિયા ધર્મના ધ્યેયથી, અધ્યાત્મના આશયથી યોગ્ય રીતે કરવામાં આવે અને તેમાં મનના શુભ ભાવો જોડાયેલા હોય તો તે ક્રિયાને કર્મયોગ તરીકે ઓળખાવી શકાય. પરંતુ એમાં પણ જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ફરક કરવો પડશે. જ્યાં જ્ઞાન નથી ત્યાં ક્રિયાનો આશય શુદ્ધ હોય વા ન પણ હોય. શુભ આશય હોવા છતાં અજ્ઞાનીની ક્રિયા અશુદ્ધ હોઈ શકે. એટલા માટે ભગવાન મહાવીરે પઢમં નાનું તો રયા છે એમ કહ્યું છે. પહેલાં જ્ઞાન હોવું જરૂરી છે, પછી દયા. અહીં ગ્રંથકાર ઉપાધ્યાયજીએ ઉદાહરણ આપ્યું છે કે કોઈ મ્લેચ્છ એટલે કે યવન અથવા જંગલી અનાર્ય વ્યક્તિ પોતાના ઇષ્ટ દેવદેવીને પ્રસન્ન કરવા પશુનો કે નરનો બલિ ચડાવે તો એવી પશુધની કે મનુષ્યવધની ક્રિયાને આપણે “કર્મયોગ” તરીકે ઓળખાવીશું? નહિ જ, કારણ કે દેવદેવીને પ્રસન્ન કરવાનો શુભ ભાવ હોવા છતાં અજ્ઞાનને કારણે તેની ક્રિયા પાપમય બની જાય છે. આમ અજ્ઞાનીની ધર્મક્રિયા કર્મયોગ બની શકતી નથી. તેમાં ચિત્તની વિશુદ્ધિ હોતી નથી. એવી જ રીતે કેટલાક લોકો યજ્ઞ વગેરે પ્રકારની ક્રિયા કરે છે, પરંતુ તેમાં ચિત્તશોધન હોતું નથી. એટલે કર્મયોગના સ્વરૂપને બહુ સૂક્ષ્મતાથી સમજવાની આવશ્યકતા છે. [૨૩] ર તર્મયોપેડપિ હત્નસંન્યવર્નનાર્ .. संन्यासो ब्रह्मबोधाद्वा सावद्यत्वात्स्वरूपतः ॥२९॥ અનુવાદ : તે કર્મયોગમાં પણ ફળના સંકલ્પનો ત્યાગ કરવાથી અથવા બ્રહ્મના બોધથી તે સંન્યાસ થઈ શકતો નથી, કારણ કે તે સ્વરૂપથી જ સાવદ્ય છે. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. વિવિધ પ્રકારની ક્રિયાઓ કર્મયોગ બની શકે છે. પણ એનો બધા દૃષ્ટિબિન્દુથી વિચાર કરવો ઘટે. આવા યજ્ઞ વગેરે પ્રકારના કર્મયોગમાં ફળના સંકલ્પનો ત્યાગ કરવામાં આવે અથવા તેમાં બ્રહ્મબોધ રહેલો હોય તો પણ જયાં સુધી એ ક્રિયાઓ પાપરૂપ છે, સાવદ્ય છે ત્યાં સુધી એ સંન્યાસ કે જ્ઞાનયોગ બની શકે નહિ. યજ્ઞ કરવાથી રાજયસુખ, પુત્રસુખ કે સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. કોઈ યજ્ઞ કરે કે કરાવે અને રાજય, પુત્ર કે સ્વર્ગના સુખનો સંકલ્પ સુદ્ધાં ન કરે અને કહે કે પોતે ચિત્તશુદ્ધિ માટે યજ્ઞ કરાવે છે તો તેથી તેના ચિત્તની શુદ્ધિ થતી નથી, કારણ કે મૂળ પ્રવૃત્તિ જ સાવદ્ય છે, દોષરૂપ છે, પાપરૂપ છે. જયાં સુધી પ્રવૃત્તિ પોતે નિષ્પાપ ન હોય અથવા પાપથી ભરેલી હોય ત્યાં સુધી અન્ય પ્રકારની નિર્મળતાથી ખાસ કશું પ્રાપ્ત થઈ શકે નહિ. એટલે પ્રાથમિક આવશ્યકતા એ છે કે પ્રવૃત્તિ પોતે જ સાવદ્ય અથવા દોષરૂપ ન હોવી જોઈએ. તો જ ચિત્તશુદ્ધિ માટે અવકાશ રહે છે. [૫૨૪] નો €િ મોહિંસારા ટ | __ श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥३०॥ અનુવાદ : જો એમ ન હોય તો ગોહિંસાદિથી પણ પ્રગટ શુદ્ધિ થશે નહિ. નહિ તો વેદમાં કહેલા શ્યનયાગથી પણ શુદ્ધિ થશે, કારણ કે બંનેમાં કોઈ વિશેષ લક્ષણભેદ નથી. ૨૯૬ Jain Education Interational 2010_05 Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો ઃ યોગ – અધિકાર વિશેષાર્થ : અહીં ગ્રંથકાર મહર્ષિ કેટલીક સાવઘ પ્રવૃત્તિઓ વિશે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરે છે. તેઓ વેદને માનનારાઓની માન્યતા અંગે પણ સચોટ અભિપ્રાય આપે છે. કોઈ એવી દલીલ કરે કે યજ્ઞાદિ ક્રિયા ભલે સાવદ્ય હોય, પણ જો તે વેદને માન્ય હોય તો પછી તેમાં કોઈ દોષ આવતો નથી. એટલે કે એવી ધર્મક્રિયાથી ચિત્તની શુદ્ધિ થાય છે. પરંતુ વેદને માનવાવાળા યજ્ઞમાં પશુનો બલિ આપતા હોય અને જંગલી અનાર્ય માણસો પોતાના ઇષ્ટદેવતા સમક્ષ, એને પ્રસન્ન કરવા માટે ગાયનો વધ કરતા હોય તો બંને પ્રકારની સાવઘ પ્રવૃત્તિ એકસરખી જ થઈ ગણાશે. માટે તમે તમારા યજ્ઞને યોગ્ય જો માનતા હો તો અનાર્યોના ગોવધને પણ યોગ્ય જ માનવો જોઈએ. આની સામે વેદમાં માનવાવાળા એમ કહે કે ગોવધની ક્રિયાને વેદે માન્યતા આપી નથી, પરંતુ અમારા યજ્ઞને તો વેદે માન્યતા આપેલી છે. માટે અમારા વેદવિહિત યજ્ઞાદિથી ચિત્તશુદ્ધિ થઈ શકે. આના જવાબમાં વેદના પણ જાણકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જો વેદવિહિત સર્વ ક્રિયાને તમે શુભ અને ચિત્તશુદ્ધિ કરાવનાર ગણશો, તો પછી તમારા વેદમાં જ સ્પેનયાગ કરવાનું કહ્યું છે. તો પછી સ્પેનયાગને પણ શુભ ગણવો પડશે. શ્યુન એટલે બાજ પક્ષી. યાગ એટલે યજ્ઞ. આ યજ્ઞમાં બાજ પક્ષીને હોમવામાં આવે છે. સ્પેનયાગમાં મારણ વગેરે પ્રકારના મંત્રો હોય છે. આવો યજ્ઞ બીજાને મારી નાખવા માટે થતો હોય છે. એવો યજ્ઞ કરવાનું વેદમાં ફરમાન છે. પણ પછીના શાસ્ત્રકારોએ ક્ષેનયાગનો નિષેધ કર્યો છે. એટલે જો એમ કહેવામાં આવે કે વેદમાં જે કરવાનું કહ્યું છે તે બધું જ પવિત્ર છે, તો પછી સ્પેનયાગ પણ પવિત્ર અને કરવા જેવો છે એમ સ્વીકારવું પડશે. પરંતુ વેદમાં માનવાવાળાને એ સ્વીકાર્ય નથી. આમ, સમગ્ર રીતે જોતાં જે ધર્મક્રિયામાં હિંસાદિ દોષો હોય તે ધર્મક્રિયા સાવધ હોવાથી તે ચિત્તની શુદ્ધિ કરી શકે જ નહિ. [૫૨૫] સાવદ્ય ર્મ નો તસ્માવાવેય બુદ્ધિવિપ્નવાત્ । कर्मोदयागते त्वस्मिन् न संकल्पादबंधनम् ॥३१॥ અનુવાદ : એટલા માટે, બુદ્ધિનો વિપર્યાસ કરનાર હોવાથી સાવદ્ય કર્મનો ક્યારેય આદર કરવો નહિ. કર્મના ઉદયને કારણે તે થયું હોય તો તેમાં સંકલ્પ ન હોવાને કારણે કર્મનો બંધ પડતો નથી. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંથાનમાં ગ્રંથકર્તાશ્રી કહે છે કે આમ જેમાં પશુવધ કે નરબિલ થતા હોય એવી ઘોર હિંસાવાળી કહેવાતી ધર્મક્રિયા ગમે તેટલું ઇષ્ટ ફળ અપાવતી હોય તો પણ તેવી ધર્મક્રિયાનો ક્યારેય આદર થઈ શકે નહિ. એક વખત જો એવી પ્રવૃત્તિને માન્ય રાખવામાં આવે અને એનું બહુમાન કરવામાં આવે તો વખત જતાં તેવા મનુષ્યોની બુદ્ધિ જ બગડી જાય કે અવળી થઈ જાય. પછી તો ધર્મના નામે ઘોર હિંસક કાર્યો કરવા તે તૈયાર થઈ જાય એવો સંભવ રહે છે. _2010_05 ૨૯૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ તો મોટી હિંસાની વાત થઈ. એનો આદર ન કરાય. પરંતુ જેમાં સૂક્ષ્મ હિંસા રહેલી હોય એવી સાવદ્ય ક્રિયાઓ પણ હોય છે. પૂર્વકર્મના ઉદયને કારણે અજાણતાં એવી કોઈ સાવદ્ય ક્રિયા થઈ જાય તો તેમાં તે કરવાનો સંકલ્પ કે ઇરાદો જો ન હોય તો અશુભ કર્મનો બંધ પડતો નથી. પિરદ વળાવતો સાસુષુ માવો ન હોય ! तत्र संकल्पजो बंधो गीयते यत्परैरपि ॥३२॥ અનુવાદ : કર્મને આચરતા હોવા છતાં જ્ઞાનીનો મુક્તિભાવ હણાતો નથી, કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે. બીજાઓએ પણ તે કહ્યું છે. વિશેષાર્થ : જ્ઞાનયોગી મુનિઓના સાવદ્ય કર્મ વિશે અહીં વધુ ખુલાસો ઉપાધ્યાયજી મહારાજ કરે છે. શું જ્ઞાનયોગી મુનિઓને સાવદ્ય કર્મ કરવાનું ક્યારેય આવે જ નહિ ? ના, એમ તો કેમ કહેવાય ? પૂર્વ કર્મના ઉદયને કારણે મુનિથી પણ ક્યારેક વિકટ સંજોગોમાં સાવદ્ય કર્મ થઈ જાય, પરંતુ તેવે વખતે તેવું કર્મ કરવાનો તેમનો સંકલ્પ હોતો નથી. એટલે સંકલ્પને કારણે ઉત્પન્ન થતો અશુભ કર્મનો બંધ તેમને પડતો નથી. એટલે એમના મુક્તિભાવને હાનિ પહોંચતી નથી. દ્રક્રિયા અને ભાવ એ બેની સૂક્ષ્મ વિચારણા જૈન દર્શનમાં કરવામાં આવેલી છે. હૃદયમાં અત્યંત નિર્મળ શુભ ભાવ હોય, પરંતુ કાર્યનું પરિણામ અશુભ આવે તો ત્યાં સંકલ્પ અશુભનો નથી માટે અશુભ કર્મનો બંધ થતો નથી. જૈન દર્શનમાં જે આ વાત કહી છે તેવી જ અન્ય દર્શનમાં પણ કહી છે એ બતાવવા માટે ઉપાધ્યાયજી મહારાજ હવે અહીં શ્રીમદ્ભગવદ્ગીતામાંથી શ્લોક ટાંકે છે. [૫૨૭] વર્ષથે ય: પથે િ૨ ૧ યા स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥३३॥ અનુવાદઃ જે કર્મને વિશે અકર્મને અને અકર્મને વિશે કર્મને જુએ છે તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તે સર્વ કર્મનો કરનારો છે અને તે યુક્ત (યોગવાળો) છે. વિશેષાર્થઃ ઉપાધ્યાયજી મહારાજે પોતાના વક્તવ્યના સમર્થનમાં શ્રીમદ્ભગવદ્ગીતાના ચોથા અધ્યાયનો આ ૧૮મો શ્લોક ટાંક્યો છે. શ્રીમદભગવદ્ગીતામાં કહ્યું છે કે જે કર્મને વિશે અકર્મને અને અકર્મને વિશે કર્મને જુએ છે તે પ્રાજ્ઞ પુરુષ છે. ગીતાના આ શબ્દો સૂક્ષ્મતાથી સમજવાના છે. કર્મમાં જે અકર્મને જુએ છે એટલે કે જે કાર્ય કરે છે છતાં એમાંથી પોતાનો કર્તુત્વભાવ કાઢી નાંખે છે તે. અનાસક્તભાવે અર્થાત્ રાગદ્વેષથી રહિત થઈને જે આંખ, નાક, કાન વગેરે ઇન્દ્રિયો દ્વારા કર્તવ્યરૂપે કરવામાં આવેલાં કર્મો કરે છે તે પ્રાજ્ઞ પુરુષ છે. તે બુદ્ધિમાન છે. પોતાનાં કર્મો (કાર્યો) ઉપરાંત અન્યનાં કર્મો (કાર્યો)ને પણ તે સાક્ષીભાવથી નિહાળે છે. તેમાં પોતાના આત્માને તે જોડતો નથી, કારણ કે તે અનાસક્ત, ઇચ્છારહિત હોય છે. ૨૯૮ Jain Education Intemational 2010_05 Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ–અધિકાર વળી આવા જ્ઞાની મહાત્માઓ અકર્મમાં કર્મને જુએ છે. એનો અર્થ એ થયો કે જે લોકો માત્ર દેહભાવમાં રહેલા હોય તેઓ કોઈવાર બાહ્ય દૃષ્ટિએ કશું જ ન કરતા હોવા છતાં મનથી અહંકાર, ઈષ્ય, ક્રોધાદિ ઘણું કરતા હોય છે. એટલે અજ્ઞાની લોકોના અકર્મમાં પણ તેઓને કર્મ (અર્થાત જૈન પરિભાષા વાપરીએ તો કર્મબંધ) કરતા દેખાય છે. વળી “અકર્મમાં કર્મનો એવો પણ અર્થ ઘટાવવામાં આવે છે કે જ્ઞાની મહાત્માઓ બાહ્ય દૃષ્ટિએ કશું જ ન કરતા હોવા છતાં પોતાના આત્મસ્વરૂપના કર્તાભોક્તા હોય છે. આવા યોગારૂઢ મહાત્માઓ પોતાની સર્વ ક્રિયાઓ યોગપૂર્વક કરતા હોવાથી તેઓ સર્વ કર્મના કરનારા ગણાય શ્રીમદ્ભગવદ્ગીતાનાં આ વચનો યથાર્થરૂપે સમજવાની આવશ્યકતા છે. તો જ જૈન ધર્મના જ્ઞાનયોગના સ્વરૂપ સાથે એની સુસંગતતા સમજાશે. [૨૮] વર્મવેર્ન વી ઍ સૂક્ષ્મ મિઝુમે પિતા नोभे वा भंगवैचित्र्यादकर्मण्यपि नो मते ॥३४॥ અનુવાદ : (જ્ઞાનયોગીને) કર્મને વિશે અકર્મ અથવા કર્મ એમ તે બંને ભાંગા માનેલા છે અથવા તે બંને નથી માનેલો; ભંગ(ભેદ)ની વિચિત્રતાને કારણે તેવી રીતે અકર્મને વિશે પણ માનેલાં નથી. ' વિશેષાર્થ : કર્મ (ક્રિયા) કરવા છતાં જે કર્મ કરતો નથી અને કર્મ ન કરવા (અકર્મ) છતાં જે કર્મ કરે છે તેના હજુ પણ વધુ સૂક્ષ્મ ભેદો પાડી શકાય. એક વખત ભંગ (ભેદો) પાડવાનું શરૂ કર્યું એટલે ભેદો પડતા જ જાય છે. વૈચિત્ર્ય એ ભેદનું એટલે ભંગનું લક્ષણ છે. અધ્યવસાયોની તરતમતાનો વિચાર કરવાથી ભંગની વધતી જતી સંખ્યાનો ખ્યાલ આવશે. મન, વચન, અને કાયાના યોગો જૈન ધર્મ પ્રમાણે અસંખ્ય છે. એટલે સ્કૂલ-સૂક્ષ્મતાને કારણે કર્મયોગનું રહસ્ય પણ ઘણું ગહન છે. કાર્ય કરવા છતાં માણસ કાર્ય ન કરતો કહેવાય અને કાર્ય ન કરતો હોવા છતાં તે કાર્ય કરતો ગણાય એવી સૂક્ષ્મ સ્થિતિ કે દશા એમાં પ્રવર્તતી હોય છે. કર્મને વિશે, કર્મ અને અકર્મ-છે” અને “નથી' તથા અકર્મને વિશે, કર્મ અને અકર્મ-છે અને “નથી' એવા ભેદો પાડવામાં આવે છે. આમ કર્મયોગના નીચે પ્રમાણે ચાર ચાર એમ કુલ આઠ પ્રકારો બતાવી શકાય ? (૧) કર્મમાં કર્મરૂપી કર્મયોગ (૨) કર્મમાં અકર્મરૂપી કર્મયોગ (૩) કર્મમાં કર્મ – અકર્મરૂપી કર્મયોગ (૪) કર્મમાં ન કર્મ – ન અકર્મરૂપી કર્મયોગ આવી જ રીતે અકર્મ વિશે પણ આ પ્રમાણે પ્રકારો પાડી શકાય (૧) અકર્મમાં કર્મરૂપી કર્મયોગ (૨) અકર્મમાં અકર્મરૂપી કર્મયોગ ૨૯૯ Jain Education Interational 2010_05 Page #345 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૩) અકર્મમાં કર્મ – અકર્મરૂપી કર્મયોગ (૪) અકર્મમાં ન કર્મ-ન અકર્મરૂપી કર્મયોગ કર્મ અને અકર્મનો આ વિષય ઘણો ગહન છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે અહીં ‘કર્મ' શબ્દ ક્રિયા કે કાર્યના અર્થમાં વપરાયો છે. કાશ્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓના અર્થમાં તે વપરાયો નથી. [૫૨] બૈર્ચવેષીમુવાલીની વિભાવનું ! ज्ञानी नो लिप्यते भोगैः पद्मपत्रमिवांभसा ॥३५॥ અનુવાદ : કર્મ અને નિષ્કર્મની વિષમતાને ચિંતવતો ઉદાસીન જ્ઞાની, જળથી કમલના પત્રની જેમ, ભોગોથી લપાતો નથી. વિશેષાર્થ : કર્મ અને નિષ્કર્મ (અથવા કર્મયોગ અને જ્ઞાનયોગ)ની વચ્ચે રહેલી વિષમતાનું ચિંતન કરવાથી તે પ્રત્યે જ્ઞાની મહાત્માઓને ઉદાસીનતાનો ભાવ આવે છે. આ ઉદાસીનતા એટલે એવા પ્રકારના લિંકોથી ઉપર ઊઠવાની દશા. આવી ઉદાસીનતા જેમણે પ્રાપ્ત કરી છે એવા મહાત્માઓ ખાનપાન વગેરે પ્રકારના ભોગો પ્રત્યે ઉદાસીન રહે છે. કદાચ તેમને ભોગો ભોગવવા પડે તો પણ તેઓ તેમાં લેવાતા નથી. અહીં જળકમળનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કમળ પાણીમાં ઊગે છે છતાં તે પાણીથી ઉપર રહે છે. એટલે કે તે પાણીથી ભીંજાતું નથી. એવી રીતે સંસારમાં રહેલા જ્ઞાની મહાત્માઓને પોતાના દેહના નિર્વાહ અર્થે અથવા અન્ય કોઈ પ્રયોજનાર્થે કોઈ કાર્ય કરવું પડે તો તેઓ કરે છે, પરંતુ તેમાં તેઓ રસ લેતા નથી. તેનાથી તેઓ લેવાતા નથી. તેમાં તેમનું કર્તુત્વ કે ભોસ્તૃત્વ રહેલું હોતું નથી. અલબત્ત, એવી સ્થિતિએ પહોંચવાનું અત્યંત દુષ્કર છે, પણ જ્ઞાની મહાત્માઓ તે દશાને પોતાના જીવનમાં સિદ્ધ કરી શકે છે. [૫૩૦] પાપારમાત્રાદ્ધિ ન મૌનં વિવિત્સ ! __ अनन्यपरमात्साम्याद् ज्ञानयोगी भवेन्मुनिः ॥३६॥ અનુવાદ : પાપ ન કરવા માત્રથી, વિચિકિત્સાથી મુનિપણું (મૌન) આવતું નથી. અનન્ય, પરમ સમતાથી જ્ઞાનયોગી મુનિ થાય છે. વિશેષાર્થ : મુનિપણું અને જ્ઞાનયોગીપણું એ બે વિશે અહીં કેટલીક શંકાનું નિવારણ કરવામાં આવ્યું છે. મુનિઓને સાવદ્ય પ્રવૃત્તિ ન કરવાનાં પચ્ચખાણ હોય છે. ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી કોઈ વ્યક્તિ સાધુ બને છે ત્યારે ગૃહસ્થ જીવનની આરંભ-સમારંભની પ્રવૃત્તિઓથી તે મુક્ત બને છે. ધનોપાર્જનની પ્રવૃત્તિ તેને કરવાની રહેતી નથી અને વ્યવહાર સાચવવા માટે લગ્ન-મરણાદિ પ્રસંગે દોડાદોડ કરવાની હોતી નથી. આમ એકંદરે મુનિને પાપરૂપ સાવદ્ય પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. હવે કોઈ ગૃહસ્થ હેતુપૂર્વક કે અજાણતાં, સંદેહથી એવી પાપરૂપ પ્રવૃત્તિ છોડી દીધી હોય તો તે શું મુનિ કહેવાશે ? ના, નહિ કહેવાય કારણ કે તેણે મુનિપણાનું વ્રત ધારણ કર્યું નથી. તો પછી કોઈ મુનિએ પાપરૂપ સાવદ્ય પ્રવૃત્તિ છોડી દીધી હોય તો તેટલા માત્રથી તેને સાચા અર્થમાં ૩૦૦ 2010_05 Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર મુનિ કહેવાશે ? ના, એમ પણ નહિ કહેવાય, કારણ કે મુનિ બનવા માટે માત્ર સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને અટકી જવાનું નથી. સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ એ તો પ્રાથમિક શરત છે. પરંતુ પછી મુનિ થવા માટે તો એણે સંયમાદિ વ્રતોની ઉપાસના કરવી પડશે. કોઈ મુનિથી આધાકર્માદિ સાવદ્ય પ્રવૃત્તિ થઈ જાય તો તેનું મુનિપણું મટી જાય ? ના, એટલા માત્રથી તેનું મુનિપણું મટી જતું નથી. વસ્તુતઃ મુનિએ જે સાધના કરવાની છે તે રાગદ્વેષથી પર થવા માટેની છે. જયાં સુધી જીવનમાં સમતા આવતી નથી ત્યાં સુધી રાગદ્વેષથી પર થવાતું નથી. આ સમતાની સાધના પણ જ્યારે ઉત્કૃષ્ટ કોટિએ પહોચે છે ત્યારે મુનિ જ્ઞાનયોગી બને છે. એટલા માટે મુનિજીવનમાં પણ આદર્શ તો જ્ઞાનયોગી બનવાનો છે. એ દશા જ પરમાત્મ-સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. [૫૩૧] વિષયેષુ ન વા વા તેથી વા મૌનમસ્કૂલે ! समं रूपं विदस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥३७॥ અનુવાદ : વિષયોને વિશે રાગી કે દ્વેષી ન હોવાથી તે મુનિપણું પામે છે; તેને (વિષયોને) સમભાવે જાણીને જ્ઞાનયોગી લેવાતા નથી. વિશેષાર્થ : જ્ઞાનયોગી કેવા હોય છે ? તેઓ સાંસારિક વિષયો પરત્વે રાગી પણ નથી હોતા કે દ્વેષી પણ નથી હોતા. સામાન્ય વ્યવહારમાં સાંસારિક વ્યક્તિને કોઈક વિષયને માટે કાં તો રાગ હોય છે અને કાં તો ષ હોય છે. દ્વેષથી મુક્ત થવું તેના કરતાં રાગથી મુક્ત થવું વધુ અઘરું છે. પરંતુ રાગ અને ષ બંનેથી મુક્ત થવું એ તો એથી પણ વધુ કઠિન છે. જ્ઞાનયોગીઓની રાગદ્વેષથી મુક્ત થવાની સાધના હોય છે અને તેથી તેઓ સાચા અર્થમાં મુનિપણાને પામે છે. જ્ઞાનયોગીઓ વિષયોને યથાર્થ સ્વરૂપે અનાસક્ત ભાવે જુએ છે. વિષયો પ્રત્યે તેમની સમદષ્ટિ હોય છે. આવા જ્ઞાનયોગી મહાત્મા પૂર્વબદ્ધ કર્મના ઉદયને કારણે સુખ ભોગવતા દેખાતા હોય તેવું ક્યારેક લાગવાનો સંભવ છે. પણ ત્યારે પણ તેઓ તેમાં રસ લેતા નથી કે લેખાતા નથી. આ બધી પુગલની માયા છે એમ તેઓ સ્પષ્ટ સમજતા હોય છે. એટલે જ અંદરથી તો તેઓ એવા જ અલિપ્ત રહેતા હોય છે. [૫૩૨] સતત્ત્વચિન્તય યfમસમન્વીતા ને |. __ आत्मवान् ज्ञानवान् वेदधर्मब्रह्ममयो हि सः ॥३८॥ અનુવાદ : તત્ત્વચિંતનપૂર્વક જેણે આ (વિષયો) સ્વીકાર્યા (સ્વવશ કર્યા છે તે આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવિદ્ અને બ્રાહ્મવિહુ જ છે. વિશેષાર્થ : આવા જ્ઞાનયોગીઓ માટે જે જુદા જુદા શબ્દો જૈન દર્શન અને અન્ય દર્શનમાં પ્રયોજાયા છે તે વસ્તુતઃ યોગ્ય અર્થમાં યોગ્ય રીતે જ પ્રયોજાયા છે અને તે રીતે જ સમજવાની આવશ્યકતા છે. આવા જ્ઞાનયોગીઓએ પદાર્થમાં રહેલા તત્ત્વની વિચારણા કરીને વિષયોને સ્વવશ કર્યા હોય છે. વિષયોએ તેમને વશ નથી કર્યા હોતા. તેમનું જીવન જ એવું અનોખું અને પવિત્ર હોય છે કે શબ્દાદિ વિષયો અર્થાત્ વિવિધ પ્રકારના કામભોગો તેમને વશ કરી શકતા નથી. આવા જ્ઞાનયોગીને કોઈ ૩૦૧ 2010_05 Page #347 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આત્મવાનું કહે તો તે યોગ્ય જ છે, કારણ કે તેઓ પોતાના આત્મ-સ્વરૂપમાં જ રમણતા કરતા હોય છે. તેમની દેહદષ્ટિ નીકળી ગઈ હોય છે. દેહ અને આત્મા ભિન્ન છે એવો જેઓ સાક્ષાત અનુભવ કરી ચૂક્યા છે અને કરે છે અને જ્ઞાતાદષ્ટાભાવમાં રહે છે તેઓ વસ્તુતઃ આત્મવાનું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનમય છે એવું તેઓ જાણે છે અને અનુભવે છે એટલે તેઓને “જ્ઞાનવાન' પણ કહેવામાં આવે છે. તેઓ “વેદવાનું' છે. વૈદિક દર્શનવાળા પણ આવા જ્ઞાનયોગીને “વેદવાનું કહે છે, કારણ કે તેઓ વેદવિદ્ અર્થાત્ વેદને જાણનાર હોય છે. જૈન દર્શન પ્રમાણે “વેદ” એટલે આગમગ્રંથો. આવા જ્ઞાનયોગીઓ આચારાંગાદિ આગમશાસ્ત્રોના સમર્થ જ્ઞાતા હોવાથી તેઓને “વેદવા” કહી શકાય. તેઓએ આત્માનું વેદન અનુભવ્યું હોવાથી પણ વેદવાનું કહી શકાય. તેઓ ધર્મને-મોક્ષમાર્ગને જાણતા હોવાથી “ધર્મવિ પણ કહેવાય છે અને તેઓ બ્રહ્મને-આત્માને અને આત્માના સુખને જાણતા હોવાથી “બ્રહ્મવિત્' પણ કહેવાય છે. આમ શબ્દો જુદા જુદા હોવા છતાં તેમાં ભાવ એકસરખો છે. [૩૩] વૈષમ્યુવી નમજ્ઞાન નિન્ન જ્ઞાનયોનિઃ | _ विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥३९॥ અનુવાદ : જ્ઞાનયોગીઓ વિષમતાના બીજરૂપ અજ્ઞાનનો નાશ કરે છે. તેઓ વિષયોને ઓળખીને લોકસ્વરૂપને તત્ત્વથી જાણે છે. વિશેષાર્થ : લૌકિક દૃષ્ટિએ જોઈએ તો આ જગત પાર વગરની વિષમતાઓથી ભરેલું છે. કોઈ ગરીબ છે, કોઈ શ્રીમંત છે, કોઈ ઊંચ છે, કોઈ નીચ છે, કોઈ સુખી છે તો કોઈ દુ:ખી છે. આ વિષમતાઓ જે દેખાય છે તે મોહદષ્ટિને કારણે દેખાય છે. અજ્ઞાનને કારણે પદાર્થો ઇષ્ટાનિષ્ટ જણાય છે. એક વખત અજ્ઞાનનો નાશ થાય, તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય એટલે વિષમતાઓ પછી વિષમરૂપે જણાતી નથી. અજ્ઞાનનો નાશ થાય એટલે પારમાર્થિક દૃષ્ટિથી જોતાં વિષમતાનો પણ નાશ થાય છે. વિષમતાનું ઉત્પત્તિકારણ તે અજ્ઞાન છે. અજ્ઞાન દૂર થતાં જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનદષ્ટિથી જગતમાં બધું સમરૂપ, વ્યવસ્થિત જણાય છે. જ્ઞાનયોગીઓ પાસે આવી તત્ત્વદૃષ્ટિ હોય છે. એવી તત્ત્વદષ્ટિથી જ સમગ્ર લોકના સ્વરૂપને તેઓ જાણતા હોય છે. એથી જ તેઓ સમગ્ર લોકને જ્ઞાતાદૃષ્ટાભાવથી નિહાળે છે. પિ૩૪] ફતશ્રાપૂર્વવિજ્ઞાનાગ્નિવીનંવિનોનિઃ | ज्योतिष्मंतो भवन्त्येते ज्ञाननिषूतकल्मषाः ॥४०॥ અનુવાદ ઃ આમ અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે (જ્ઞાનયોગી) જ્ઞાન વડે પાપનો નાશ કરનારા જ્યોતિષ્મત (જ્યોતિર્મય) થાય છે. વિશેષાર્થ : અહીં જ્ઞાનયોગીઓના આત્મિક વિકાસનો પરિચય કરાવવામાં આવ્યો છે. જ્ઞાનયોગીઓ સમદષ્ટિ પ્રાપ્ત કરી, સમતા ધારણ કરી, આત્મસ્વરૂપમાં લીનતાપૂર્વક જે રમણતા કરે છે તેને પરિણામે તેઓ કોઈ અપૂર્વ વિજ્ઞાનથી ચિદાનંદની મસ્તી અનુભવે છે. આમ જ્ઞાનદશામાં તેઓ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ તેઓનાં અશુભ કર્મોનો, પાપકર્મોનો ક્ષય થવા લાગે છે. જેમ જેમ તેઓ વિશુદ્ધ થતા જાય છે તેમ તેમ તેમની આત્મજ્યોતિ પરનું આવરણ ઘટતું જાય છે અને એ રીતે તેમનો આત્મા ૩૦૨ For Private & F Jain Education Intemational 2010_05 nternational 2010_05 Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર વિશેષ જ્યોતિર્મય બનતો જાય છે. પોતાની ઝળહળતી આત્મજ્યોતિનો તેઓને સાક્ષાત્કાર થવા લાગે છે. સમતાની સાધનામાં સ્થિર થવાથી તેઓની વિશુદ્ધિ વૃદ્ધિ પામતી જાય છે. [૩૫] તેનોબ્લેષાવિવૃદ્ધિ પામવૃદ્ધિતઃ | भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ॥४१॥ અનુવાદ ઃ પર્યાયના ક્રમની વૃદ્ધિથી તેજોલેશ્યાની થતી વૃદ્ધિ, જે ભગવતી વગેરે(સૂત્રો)માં કહેલી છે તે આવા(જ્ઞાનયોગી)ને જ ઘટે છે. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પોતાના ગ્રંથ “જ્ઞાનસારના મગ્નાષ્ટકમાંથી અહીં આપ્યો છે. જે સાધક વિકાસક્રમના પગથિયાં સતત ચડતો રહે છે તે સાધક ચિત્તની ઉત્તરોત્તર વધુ અને વધુ શક્તિ પ્રાપ્ત કરતો રહે છે. સાધુઓ પોતાના દીક્ષા-પર્યાયમાં વૃદ્ધિ પામતા રહે છે અને જેમ જેમ સંયમના માર્ગે તેઓ આરોહણ કરતા રહે છે તેમ તેમ તેમની વેશ્યાઓ વિશુદ્ધ થતી રહે છે. તેઓને ચિત્તનું વિશિષ્ટ સુખ પ્રાપ્ત થાય છે અને તેમનામાં લબ્લિસિદ્ધિ પણ પ્રગટ થવા લાગે છે. ભગવતીસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં તેજોવેશ્યાની જે વાત આવે છે તે વાત આવા જ્ઞાનયોગીઓને ઘટે છે. કૃષ્ણ, નીલ, કાપોત, પત (તેજો), પદ્મ અને શુકલ એમ છ પ્રકારની વેશ્યા બતાવવામાં આવે છે. લેશ્યા એટલે શુભાશુભ અધ્યવસાયોને કારણે ચિત્તમાંથી પ્રગટ થતી એક આભા. લશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એવા બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ છ વેશ્યાઓમાં કૃષ્ણ, નીલ, કાપોત એ અશુભ લેશ્યા છે અને પીત, પદ્મ અને શુકલ એ શુભ લેશ્યાઓ છે. ક્રોધી, પાપી, દુરાચારી માણસની વેશ્યા તરતમતા અનુસાર કૃષ્ણ (અર્થાત્ કાળા રંગની) કે નીલ કે કાપોત રંગની હોય છે. જ્ઞાની મહાત્માઓના વિશુદ્ધ, પવિત્ર ચારિત્રને કારણે એમનામાં તરતમતા પ્રમાણે અનુક્રમે પીત, પદ્મ કે શુકલ લેશ્યા પ્રગટ થાય છે. આમાં પીત વેશ્યાને તેજલેશ્યા પણ કહેવામાં આવે છે. વળી તેજલેશ્યા એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિ પણ છે. તે જો વેશ્યાનો એક અર્થ થાય છે ‘ચિત્તસુખનો લાભ”. “ધર્મબિન્દુ’ની ટીકામાં કહ્યું છે તેમ્નશ્ચિત્તસુરઉન્નક્ષમ્ | ચારિત્રવંત જ્ઞાનમગ્ન સાધુને ચારિત્રપર્યાયની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ ચિત્તસુખની વિશેષ વૃદ્ધિ થાય છે. ભગવતી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે એક માસના ચારિત્રપર્યાયવાળા મુનિ વાનગંતર દેવોના સુખને ઓળંગી જાય છે. એમ અનુક્રમે બાર માસના ચારિત્રપર્યાયવાળા નિર્ગસ્થ શ્રમણ અનુત્તરોપપાતિક દેવોના સુખને ઓળંગી જાય છે. [૫૩] વિષમેડપિ મેક્ષી યઃ સ ાની સ ર પંડિત जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥४२॥ અનુવાદ : જે વિષમને વિશે પણ સમદષ્ટિવાળા છે તે જ જ્ઞાની, તે જ પંડિત, તે જ | જીવનમુક્ત અને સ્થિર બ્રહ્મ છે. બીજાઓએ પણ તેમજ કહ્યું છે. ૩૦૩ Jain Education Intemational 2010_05 Page #349 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સંસારના સામાન્ય જીવો જેવું જુએ તેવું જ માને છે અને તેવું જ અનુભવે છે. સમગ્ર સંસાર વિષમતાઓથી અને વિચિત્રતાઓથી ભારોભાર ભરેલો છે. સંસારમાં ચોર્યાશી લાખ પ્રકારની યોનિના જીવો છે અને પ્રત્યેક યોનિના જીવો વચ્ચે પણ અનેક ભેદ છે. ફક્ત મનુષ્યોનો જ વિચાર કરીએ તો શરીર, રૂપ, રંગ, વિદ્યા, જાતિ, કુલ, ધન, સત્તા, વૈભવ ઇત્યાદિની દૃષ્ટિએ કેટલું બધું નોખાપણું છે. સમગ્ર જીવરાશિમાં તો અસંખ્ય પ્રકારની વિષમતા જોવા મળે છે. આ વિષમતા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંત કાળ સુધી રહેવાની છે. કોઈ એને દૂર કરવા સમર્થ નથી. પરંતુ આ બધા જીવો જીવતત્ત્વની, આત્મસ્વરૂપની દષ્ટિએ એકસરખા છે, સમાન છે, એમ જ્ઞાનીઓ આપણને કહે છે. હવે આવા વિષમતાવાળા બધા જીવોમાં રહેલું સમાન આત્મતત્ત્વ નિહાળવું એ ઘણી ઊંચી દશાની સમજણ માગી લે છે. કેટલાયે માણસો ડાહ્યું ડાહ્યું બોલતા હોય છે કે “બધા જીવો સરખા છે', પણ એમના વ્યવહારમાં એ ઊતરેલું હોતું નથી. વ્યવહારમાં તો પક્ષપાત, દ્વેષ, ધિક્કાર, કુટિલતા, અપમાન ઇત્યાદિ રહેલાં હોય છે. જેઓ બધામાં વિલસી રહેલા આત્મતત્ત્વને સમાનરૂપે નિહાળે છે અને એમનો જીવનવ્યવહાર પણ એવો જ વિવેકભર્યો, કરુણાસભર, વિશુદ્ધ હોય છે, એવા મહાત્માઓને ‘જ્ઞાની”, “પંડિત', ‘જીવનમુક્ત”, “સ્થિર બ્રહ્મ ઇત્યાદિ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ધર્મોમાં પણ આ વાત કહેવામાં આવી છે. [૫૩૭] વિવિનસંપન્ને બ્રહ્મ વિ ર્તિનિ ! शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥४३॥ અનુવાદ : પંડિતો (જ્ઞાનીઓ) વિદ્યા અને વિનયથી સંપન્ન એવા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલ એ (સવ) પ્રત્યે સમદર્શી હોય છે. વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો આ ૧૮મો શ્લોક છે. સમદર્શી આત્મજ્ઞાની પંડિત મહાત્મા કેવા હોય તે સમજાવતાં કહેવામાં આવ્યું છે કે તેઓની સર્વ જીવો પ્રત્યે એકસરખી દૃષ્ટિ હોય છે. તેઓ મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ઊંચનીચનો ભેદ કરતા નથી, એટલું જ નહિ મનુષ્ય અને પશુપક્ષીઓ વચ્ચે પણ ઊંચનીચનો ભેદ કરતા નથી. અલબત્ત, આ વિધાન વિશિષ્ટ અપેક્ષાથી યથાર્થ રીતે સમજવાની જરૂર છે. માણસ જાતિથી બ્રાહ્મણ હોય અને તેમાં વળી વિદ્યાવાન હોય, શાસ્ત્રજ્ઞાની હોય, વળી તે વડીલો વગેરે પ્રત્યે આદરસત્કાર બતાવનાર, પૂજ્ય ભાવ ધારણ કરનાર વિનયી હોય એવા બ્રાહ્મણ પ્રત્યે, કે શ્વપાક અર્થાત ચાંડાલ પ્રત્યે એકસરખો સદ્ભાવ સમદર્શી જ્ઞાનીને હોય, એટલું જ નહિ, બ્રાહ્મણ હોય કે ચાંડાલ, ગાય હોય, હાથી હોય કે કૂતરું હોય, પશુઓમાં પણ બાહ્ય દૃષ્ટિએ તરતમતા હોય તો પણ એ સર્વ જીવો પ્રત્યે જ્ઞાની પંડિતો સમદર્શી હોય છે. તેઓ બધામાં રહેલા વિશુદ્ધ બ્રહ્મને, વિશુદ્ધ આત્માને નિહાળે છે અને તે પ્રમાણે વ્યવહાર કરે છે. તેમની કરુણાદેષ્ટિ સર્વ જીવો પ્રત્યે એકસરખી હોય છે. કોઈકને પ્રશ્ન થાય કે શ્રીમદ્ભગવદ્ગીતા પ્રમાણે બધા જીવો જો એકસરખા હોય તો હિંદુ ધર્મમાં (અને જૈન ધર્મમાં પણ) કીડીની હત્યા કરતાં બ્રાહ્મણની હત્યામાં વધારે ભયંકર પાપ રહેલું છે એમ કેમ કહ્યું છે ? બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા, ગોહત્યાને મોટા પાપ તરીકે કેમ ઓળખાવવામાં આવ્યાં છે ? ૩૦૪ For Private & Perso Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #350 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર જો બધા જીવો સરખા હોય તો બધી હત્યાનું પાપ એકસરખું ન હોવું જોઈએ ? અહીં આધ્યાત્મિક દૃષ્ટિ અને સાંસારિક દૃષ્ટિ વચ્ચેનો ફરક સમજવાનો છે. કેવળ આત્મિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો બધા જીવોમાં એકસરખો આત્મા રહેલો છે. સાંસારિક દૃષ્ટિએ વિચારવામાં આવે તો બધા જીવો એકસરખા નથી. તેમાં કક્ષાભેદ છે. માત્ર પશુ અને મનુષ્ય વચ્ચે જ નહિ, મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પણ કક્ષાભેદ રહેલો છે. કોઈ એમ કહે કે બધા જીવો એકસરખા છે, માટે કીડીને જેટલું ખાવાનું આપીએ તેટલું જ હાથીને આપવું જોઈએ. અથવા એથી વિપરીત રીતે કરવું જોઈએ, તો તે બરાબર નથી. ગાયને ઘાસ આપીએ તો બધાને ખાવા માટે ઘાસ આપી ન શકાય. આ બધું સાંસારિક, વ્યાવહારિક દૃષ્ટિથી વિચારવાનું રહે અને તેમાં ન્યાય-નીતિ, કર્તવ્ય-ધર્મ વગેરેની દૃષ્ટિએ પણ જોવાનું રહે. - પંડિતો સમદર્શી હોય છે એટલે એમના જીવનમાં અસદ્ વ્યવહાર હોતો નથી. ઊંચી આધ્યાત્મિક દષ્ટિ ખીલી હોય તો જ સર્વ જીવોમાં સમાન આત્માનું દર્શન થાય. માત્ર કહેવાથી તેવું દર્શન થઈ જતું નથી. જયાં આવી સમદર્શિતા આવે છે ત્યાં જ સ્થિતપ્રજ્ઞતા આવે છે. [૩૮] ફેવ સૈનિતઃ સ ષ સાચ્ચે સ્થિતં મનઃ | निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः ॥४४॥ અનુવાદ: જેઓનું મન સમતાને વિશે સ્થિર રહેલું છે તેઓએ આ જન્મમાં જ સંસાર(સર્ગ)ને જીતી લીધો છે. બ્રહ્મ નિર્દોષ અને સમ છે. એટલે તેઓ બ્રહ્મને વિશે જ સ્થિર રહેલા છે. વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો ૧૯મો શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ કેળવવાનું આપણે ધારીએ એટલું સરળ નથી, પરંતુ જે મહાત્માઓ પોતાના મનમાં એવી સમદષ્ટિને, સમતાને સ્થિર કરી શક્યા છે તેઓ ખરેખર ધન્ય છે. તેઓએ તો જાણે આ ભવમાં જ સમગ્ર સંસારને જીતી લીધો છે. એટલે કે તેઓ જીવનમુક્ત બન્યા છે. સંસાર સાગરને તરી જવાની યોગ્યતા એમણે પ્રાપ્ત કરી લીધી છે. એવા જ્ઞાની મહાત્માઓને સર્વત્ર બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. સર્વત્ર ચૈતન્યતત્ત્વને તેઓ અનુભવી શકે છે. તેઓએ એવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરી લીધી છે અને બ્રહ્મમાં, આત્મસ્વરૂપમાં તેઓ સ્થિર થઈ ગયા છે. આ બ્રહ્મતત્ત્વ સર્વત્ર નિર્દોષ અને સમત્વરૂપ છે. જેઓ આત્મજ્ઞાની બન્યા છે તેઓ સંસારની દેખીતી વિષમતામાં પણ સમાનતાને નિહાળે છે અને અનુભવે છે. એવું નથી કે સંસારની વિષમતાની તેમને કશી ખબર નથી પડતી અથવા તેમની બુદ્ધિ એટલી મંદ છે. તેઓને સંસારની વિષમતાની પૂરી ખબર હોય છે અને તે સમજાય છે, પરંતુ તે તરફ તેમનું લક્ષ જતું નથી. એથી જ તેઓએ સંસારને જીતી લીધો છે એમ એક અપેક્ષાથી કહેવાય. [૫૩] = પ્રદૃષ્યયિં પ્રાણ નોસ્પ્રિાણ વાપ્રિય{I. स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः ॥४५॥ અનુવાદ : પ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને હર્ષ પામતો નથી અને અપ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને ઉદ્વેગ પામતો નથી એવો સ્થિર બુદ્ધિવાળો અને અસંમૂઢ બ્રહ્મવિતુ બ્રહ્મમાં સ્થિર રહે છે. ૩૦૫ 2010_05 Page #351 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર | વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયનો ૨૦મો શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. જેઓ બ્રહ્મવિત છે, બ્રહ્મજ્ઞાની છે તેઓ આત્મસ્વરૂપને જાણવાવાળા છે. તેઓની બુદ્ધિ અથવા પ્રજ્ઞા બ્રહ્મમાં સ્થિર થઈ ગઈ છે. જ્યારે સંમોહ ચાલ્યો જાય છે, મૂઢતા અદૃશ્ય થઈ જાય છે ત્યારે તેવા બ્રહ્મજ્ઞાનીઓ સમવયોગમાં હોય છે. કોઈ પણ પ્રિય કે અપ્રિય ઘટના કે એવી વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ તેમની સમાધિને ખંડિત કરી શકતી નથી. સાંસારિક જીવોને પુત્રની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ, પદ કે સત્તાની | પ્રાપ્તિની જે અભિલાષા હોય છે અને તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તેમના હર્ષનો પાર નથી હોતો. એવા ધન્ય પ્રસંગો પ્રાપ્ત થાય ત્યારે તેઓ તેની ઊજવણી કરે છે અને રાજી રાજી થઈ જાય છે. હવે તો રાજી થવાનાં અને કરવાનાં સાધનો પણ વધ્યાં છે.) બીજી બાજુ સ્વજનનું મૃત્યુ, વેપારધંધામાં ખોટ, સ્પર્ધામાં પરાજય, આકસ્મિક આપત્તિ વગેરે અપ્રિય ઘટનાઓ સામાન્ય વ્યક્તિના જીવનમાં બને છે ત્યારે તેના ઉદ્વેગ, શોક, સંતાપ ઇત્યાદિનો પાર નથી હોતો. તેની મુખમુદ્રા જ તેની ચાડી ખાય છે. પરંતુ જેઓ આત્મસ્વભાવમાં રમે છે, જેમની મોહદષ્ટિ નીકળી ગઈ છે એવા આત્મજ્ઞાનીના જીવનમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિથી હર્ષ નથી અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિથી ઉગ નથી. એમની મુખમુદ્રા તો એમના આંતરિક સ્વભાવ મુજબ એવી જ સ્થિર અને પ્રસન્ન હોય છે. વસ્તુતઃ તેમને મન તો કશું જ પ્રિય કે અપ્રિય હોતું નથી. તેઓ પ્રિય-અપ્રિયના ભેદથી ઉપર ઊઠેલા હોય છે. પ્રિય અને અપ્રિયનો આપણે આપણી દૃષ્ટિથી વિચાર કરીએ છીએ. આવી સમત્વની સાધના એક દિવસમાં થઈ જતી નથી, પરંતુ સતત આંતર અવલોકનથી, સંસારના સ્વરૂપના અવલોકનથી અને આત્મતત્ત્વને પામવા માટેના દઢ અને નિરંતર પુરુષાર્થથી તે આવે છે. એવી દશાનો સાક્ષાત્કાર કરવા માટે જેમ ભારે પુરુષાર્થની જરૂર છે તેમ એ દશામાં સ્થિર રહેવા માટે પણ એટલા જ પ્રમાદરહિત ભારે પુરુષાર્થની આવશ્યકતા છે. [૫૪] મર્યાવિયાં રોષાય વૈષણે સાવિનમ્ __निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥४६॥ અનુવાદ : અર્વાગુદશામાં નીચેની દશામાં–કર્મયોગની દશામાં) વિષમતામાં સામ્યદર્શના રાખવું તે દોષને માટે થાય છે, પરંતુ નિરપેક્ષ મુનિઓને તો તે રાગદ્વેષના ક્ષય માટે થાય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીની દશા ઘણી જ ઊંચી છે. પરંતુ અર્વાગ એટલે નીચેની દશામાં, વ્યવહારદશામાં કે કર્મયોગની દિશામાં વિષમતામાં સામ્યદર્શન કરવું અર્થાત્ સરખી દષ્ટિ – સમદષ્ટિ રાખવી એ દોષરૂપ ગણાય છે. આ એક મહત્ત્વનો મુદ્દો લક્ષપૂર્વક શાંત ચિત્તે સમજવા જેવો છે, નહિ તો ગેરસમજ થવાનો સંભવ રહે છે. આ સંસાર વિષમતાઓથી ભરપૂર છે. વિષમતાઓ છે એટલે તો આપણે એને સંસાર કહીએ છીએ. સંસારમાં કોઈ ગરીબ છે, કોઈ તવંગર છે, કોઈ ઊંચ છે અને કોઈ નીચ છે, કોઈ બાળક છે અને કોઈ ! વૃદ્ધ છે, કોઈ સ્ત્રી છે અને કોઈ પુરુષ છે, કોઈ જ્ઞાની છે અને કોઈ અજ્ઞાની છે, કોઈ સ્વરૂપવાન છે અને કોઈ કદરૂપો છે. આવી તો અનેક પ્રકારની વિષમતા જોવા મળે છે. સંસારીજનો એ વિષમતાને વિષમતા તરીકે સ્વીકારે એ જ યોગ્ય છે. કોઈ ન્યાયાધીશ ગુનેગારને સજા ન કરે અને કહે કે “મારી નજરમાં તો ૩૦૬ Jain Education Intemational 2010_05 Page #352 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર બધા જીવો એકસરખા છે' અથવા કોઈ સામાન્ય પુરુષ એમ કહે કે “સ્વસ્ત્રી અને પરસ્ત્રી એવા ભેદ કરવામાં હું માનતો નથી, હું તો સમદષ્ટિથી જોઉં છું.” તો આવી સમદષ્ટિ ચલાવી ન લેવાય. એથી અરાજકતા અને અનર્થ જ થાય. એટલે વ્યવહારદશામાં અથવા કર્મયોગની દિશામાં વિષમતામાં સમદષ્ટિ દોષરૂપ જ ગણાય. કર્મયોગીઓએ જાતિ, કુલ વગેરેને સમજીને વ્યવહાર કરવો પડે છે. પરંતુ જે મુનિ જ્ઞાનયોગી બન્યા છે તેઓને તો સંસારના બધા જીવોમાં એકસરખો આત્મા જણાય છે, કારણ કે તેમને સંસારમાં હવે કોઈ સ્વાર્થ નથી, કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ નથી. તેઓ પોતાની આધ્યાત્મિક દશામાં લીન બનેલા છે. તેઓ જો કંઈ ભેદભાવ રાખે તો તે દોષરૂપ ગણાય. વસ્તુતઃ જેમ જેમ સમદષ્ટિ ખીલતી જાય તેમ તેમ રાગદ્વેષનો ક્ષય થતો જાય છે. સમદષ્ટિ પોતાનામાં ખીલી છે કે નહિ એ તો કસોટીના કાળમાં તરત પરખાઈ જાય છે. પોતાને જ એની આંતર્યતીતિ થાય છે. [૫૪૧] પયાતિ જ્ઞાન વિષયસૂચતામ્ | छिद्यते भिद्यते वाऽयं हन्यते वा न जातुचित् ॥४७॥ અનુવાદ : રાગદ્વેષના ક્ષયથી જ્ઞાની વિષય-શૂન્યતાને પામે છે. તે કદાપિ છેદાતો, ભેદતો કે હણાતો નથી. વિશેષાર્થ : આત્મજ્ઞાની મહાત્માને સંસારમાં કોઈ પ્રત્યે રાગ નથી કે કોઈ પ્રત્યે દ્વેષ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયો પણ એમના સાવ મંદ પડી ગાય હોય છે. આથી તેઓ સંસારના બધા જ વિષયોને અનાસક્તભાવે નિહાળે છે. જગતના વિવિધ વિષયો હવે તેમને શૂન્યવત્ ભાસે છે. તેઓ પોતાના આત્માના ઉપયોગમાં એટલા બધા સ્થિર થઈ ગયા હોય છે કે દેહ અને આત્મા તેમને સ્પષ્ટ ભિન્ન ભાસે છે. દેહ તે ક્ષણભંગુર પૌદ્ગલિક પદાર્થોનો બનેલો છે અને આત્મા તો અજર, અમર, અવિનાશી છે. તેઓ દેહાતીત અવસ્થામાં હોય છે. આવે વખતે ગજસુકુમાલની જેમ તેઓ સ્વસ્વરૂપમાં અભેદ અનુભવે છે. કોઈ મારણાન્તિક ઉપસર્ગ આવે તો તેઓ જરા પણ વિચલિત થતા નથી. મૃત્યુનો તેમને ડર નથી. જે નાશ થવાનો છે તે દેહનો થવાનો છે, પોતાના આત્માનો નહિ. એટલે આવા આત્મા ક્યારેય છેદાતા નથી, ભેદાતા નથી કે હણાતા નથી એમ કહેવાય છે. [૫૪૨) અનુમતિ નાતીત નૈવ ક્ષત્યનાતિમ્ | ___शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥४८॥ અનુવાદ: તે (જ્ઞાનયોગી) ભૂતકાળ(અતીત)નું સ્મરણ નથી કરતા અને ભવિષ્ય(અનાગત)ની અભિલાષા નથી કરતા. તે શીત-ઉષ્ણમાં, સુખ-દુ:ખમાં, માન-અપમાનમાં સમભાવે રહે છે. ' વિશેષાર્થ : જ્ઞાનયોગી એટલે શ્રીમદ્ભગવદ્ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે તેવા મહાત્માઓ. તેઓ ભૂતકાળને સંભારતા નથી. ભૂતકાળમાં પોતે ભોગવેલા ભોગોનું જો સ્મરણ થાય તો તેથી વાસનાઓ ગૃત થવાનો સંભવ રહે છે. વળી તેઓ જો કાચાપોચા હોય તો પોતાની વર્તમાન સ્થિતિ માટે પશ્ચાત્તાપ અનુતાપ થવાનો સંભવ પણ રહે. ચિત્તમાં ગલગલિયાં થાય એવાં સંવેદનો ઊઠે. એવું સુખ ૩૦૭ Jain Education Intemational 2010_05 Page #353 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ભોગવનારાઓનો વિચાર આવતાં ઈષ્ય કે અસૂયાનો ભાવ પણ જન્મે. ભૂતકાળમાં જો દુઃખ વેડ્યું હોય, કોઈની સાથે વૈર બંધાયું હોય તો એવાં સંસ્મરણો તાજાં થતાં ચિત્તમાં સંકલેશ થવા લાગે. ત્યારે આમ કર્યું હોત તો સારું” અથવા “એવું ન થયું, કારણ કે...' એવા એવા મનમાં વિકલ્પો ઊઠે. આથી ભૂતકાળનાં સંસ્મરણો તાજા કરવાથી ચિત્ત એના પ્રવાહમાં વધારે તણાઈ જાય છે અને રાગદ્વેષની તીવ્ર પરિણતિ થવા લાગે છે. એટલા માટે જ્ઞાનયોગી મહાત્માઓ ભૂતકાળનો વિચાર આવે ત્યારે અથવા પોતાની સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિ તેવાં સ્મરણો તાજાં કરાવવા પ્રયત્ન કરે ત્યારે તેઓ તરત જ તેને ત્યાં અટકાવી દે છે અને ભૂતકાળ પર પડદો નાંખી દે છે. બીજી બાજુ જ્ઞાનયોગી મહાત્માઓ ભવિષ્યકાળની અભિલાષાઓનો પણ ત્યાગ કરતા હોય છે. મનુષ્યનું મન ભવિષ્ય તરફ સતત નજર રાખીને દોડતું હોય છે. સંસાર છોડી સાધુ-સંન્યાસી બનેલા મહાત્માઓને પણ ધર્મના અને અધ્યાત્મના ક્ષેત્રે ઘણું બધું ગૃહસ્થો પાસે કરાવવાની આકાંક્ષા રહે છે. પછી તેઓનો આ એક બીજા પ્રકારનો સંસાર બની જાય છે. ક્યો માણસ પોતાના કહેવાથી કેટલાં નાણાં ખર્ચી શકે એમ છે, હમણાં તે કેટલું કમાયો છે, શી લાલચ આપીશું તો એ નાણાં વાપરશે, ક્યા રાજદ્વારી નેતા સાથે સંબંધ રાખવા જેવો છે કે જેથી ધર્મનું કામ થઈ જાય, પોતાની પ્રસિદ્ધિ છાપાઓમાં આવે, બીજા કોઈ સાધુ સંન્યાસી પોતાના કાર્યનો ખોટો જશ ખાટી ન જાય તેની તકેદારી રાખવી વગેરે ઘણી ગડમથલ તેમના મનમાં ચાલતી હોય છે. પરંતુ જે આત્મસ્વભાવમાં રમે છે તેવા સાચા જ્ઞાનયોગીઓને તો ભવિષ્યનાં આવાં કોઈ આયોજનોની અપેક્ષા કે અભિલાષા રહેતી નથી. એટલે જ ટાઢ હોય કે તડકો, સુખ હોય કે દુ:ખ, માન હોય કે અપમાન-સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં તેઓ જરા પણ ચલિત થતા નથી. આમાં પણ સૂક્ષ્મ કસોટી કરનારા પ્રસંગો આવે ત્યારે એમની જાતની પરીક્ષા થતી હોય છે. કેટલાક કહેવાતા મહાત્માઓ એટલા વિનમ્ર હોય છે કે એમને ક્યાંય માનમોભો જોઈતાં નથી હોતાં, પરંતુ જો ક્યાંક એમની અવહેલના થાય ત્યારે, સરખું સ્થાન ન મળ્યું હોય, અથવા પોતાનાથી નાનાને પોતાના કરતાં ઊંચું સ્થાન મળ્યું હોય ત્યારે એમના ચહેરાની રેખાઓ બદલાઈ જતી હોય છે. તેઓ અંદરથી નારાજ છે એ વાતની ચાડી એમનો ચહેરો ખાઈ જાય છે. માન અને અપમાન બંનેમાં જે સ્વસ્થ રહે, સમત્વ ધારણ કરે તે જ્ઞાનયોગીનું લક્ષણ છે, ભૂષણ છે. શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે : માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિદક સમ ગણે રે, ઇસ્યો હોય તે જાણ રે. સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે. મુક્તિ સંસાર બિહુ સમ ગણે, મુણે ભવજલનિધિ નાવ રે. જેઓ આત્મજ્ઞાનની ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે તેઓ પોતાના આત્મસ્વભાવમાં સવિશેષ સ્થિર થવાથી તેઓનું બાહ્ય જગત પ્રત્યેનું લક્ષ નીકળી ગયું હોય છે. એટલે જ તેઓ માન અને અપમાન બંનેમાં સમતા ધારણ કરે છે. કેટલાક અપમાન પ્રત્યે પ્રતિક્રિયા કરતા નથી, પણ માન-સત્કારથી હર્ષ અનુભવે છે, તો કેટલાક માનસત્કારથી હર્ષિત થતા નથી, પણ અપમાન-અવહેલના વખતે એમની વાચિક અથવા ૩૦૮ Jain Education Intemational 2010_05 Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર છેવટે માનસિક પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે. પરંતુ જ્ઞાનયોગીઓ તો સર્વ પ્રકારના કંદોથી પર થઈ કેવળ સાક્ષી ભાવથી જગતને નિહાળે છે. [૫૪૩] જિતેન્દ્રિયો ગિતોથો માનમાયાનુપકુંત: लोभसंस्पर्शरहितो वेदखेदविवर्जितः ॥४९॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) ઇન્દ્રિયોને જીતનાર, ક્રોધ ઉપર વિજય મેળવનાર, માન અને માયા વડે ઉપદ્રવ નહિ પામનાર, લોભના સ્પર્શથી રહિત અને વેદ(સ્ત્રીવેદ વગેરે ત્રણ વેદ)ના ખેદથી વિવર્જિત હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી ઇન્દ્રિયોને જીતનાર હોય છે. સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, વર્ણ એવી ઇન્દ્રિયોના આસ્વાદના અસંખ્ય પદાર્થો હોય છે, પરંતુ જે જ્ઞાનયોગી હોય છે તેઓને ઇન્દ્રિયોના પદાર્થોમાં જરા પણ રુચિ હોતી નથી. ઇન્દ્રિયોને જીતનાર તરીકે પોતાને ઓળખાવવાનું કેટલાકને ગમતું હોય છે, પરંતુ તેવા કહેવાતા મહાત્માઓ કસોટીને કાળે ટકી શકતા નથી. - રસોઈમાં કોઈક વાનગીમાં મીઠું રહી ગયું હોય તો તેમને ભાવતું નથી. તે માટે તેઓ ટોક્યા વગર રહી શકતા નથી. અથવા ન બોલે તો પણ તેવી વાનગી ખાવી છોડી દે છે. તેઓ સુગંધથી કદાચ પ્રલોભન ન પામે, પણ ક્યાંકથી દુર્ગધ આવતી હોય તો તરત તેઓ નાકે કપડું ઢાંકી દે છે અથવા આડો હાથ રાખે છે. મધુર સંગીત સાંભળવાનું તેઓ કદાચ છોડી શકે છે, પણ ક્યાંક કાને અથડાય એવો કર્કશ મોટો અવાજ સતત થતો હોય તો એમનું માથું દુઃખી જાય છે. આવે વખતે જ્ઞાનયોગીની કસોટી થાય છે. જ્ઞાનયોગીઓએ ક્રોધ ઉપર સંયમ મેળવ્યો હોય છે. માન અને માયાના ઉપદ્રવો વખતે તેઓ સ્થિર, અચલ રહે છે. લોભ તેમને સ્પર્શતો નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો ઉપર તેઓએ વિજય મેળવ્યો હોય છે. અલબત્ત, પોતે બરાબર વિજય મેળવ્યો છે કે નહિ એની ખાતરી તો તેઓને કસોટીના કાળે થાય છે. જેવી રીતે ક્રોધાદિ ચાર મુખ્ય કષાયોથી તેઓ રહિત હોય છે તેવી રીતે નવ નોકષાયથી પણ તેઓ રહિત હોય છે. નવ નોકષાયમાં ત્રણ વેદ – સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ – જીવને સતાવતા હોય છે. જ્ઞાનયોગી મહાત્માઓ આવા વેદના ખેદથી પણ રહિત હોય છે. જ્ઞાનયોગી સાધકની આ ઉચ્ચતર, ઉચ્ચતમ દશા છે. [૫૪૪] સંનિધ્યાત્મનાત્માનં સ્થિતઃ સ્વવૃતમfમતું ! हठप्रयत्नो परतः सहजाचारसेवनात् ॥५०॥ અનુવાદ : આત્માને આત્મા વડે રૂંધી રહેલો, પોતાનાં કરેલાં કર્મોને ભેદનારો તથા સહજ આચારને સેવવા વડે બળ(હઠયોગ)ના પ્રયત્નોથી મુક્ત બનેલો તે (જ્ઞાનયોગી) હોય છે. ૩૦૯ Jain Education Interational 2010_05 Page #355 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી કેવો હોય ? એણે આત્માનું આત્મા વડે દમન કરેલું હોય છે, એટલે કે ભાવમનરૂપી આત્માનું શુદ્ધ ઉપયોગરૂપી આત્મા વડે દમન કરેલું હોય છે. જેઓ સાધનાના પંથે છે તેઓને આત્માથી આત્માનું દમન કરવાની આ વાત તરત સમજાશે. પોતાનામાં ઊઠતા વિષય કષાયના વિકારોનું પોતે જ દમન કે શમન કરે, તો એમાં જેને વિકારો ઉદ્ભવ્યા તે કોણ અને જેણે એ વિકારોનું શમન કર્યું તે કોણ? પ્રથમ આત્મા તે ભાવમનરૂપી આત્મા છે. એને જો વશ કરવામાં ન આવે તો તે દ્રવ્ય મન દ્વારા ઇન્દ્રિયોને ચંચલ બનાવશે. એ ભાવ મનરૂપી આત્માને શુદ્ધ ઉપયોગીરૂપ આત્મા સંયમમાં રાખી શકે. અન્ય રીતે કહીએ તો બહિરાત્માને અંતરાત્મા વશ કરે છે. જે એમ કરી શકે તે જે પરમાત્મા બનવાને પાત્ર બને છે. જ્ઞાનયોગીની કસોટી તો જયારે પૂર્વસંચિત શુભાશુભ કર્મોનો ઉદય થાય છે ત્યારે વધુ થાય છે. અશુભ ભારે કર્મના ઉદય વખતે અસહ્ય શારીરિક પીડા થતી હોય, અથવા સગાંસ્નેહીઓ સાથે સંઘર્ષ થતો હોય, પોતાના ઉપર ખોટાં આળ ચડાવાતાં હોય, પોતાની અપકીર્તિ થતી હોય તેવા ઘોર અને ક્યારેક ઘાતક પ્રસંગો આવે તે વખતે એની આત્મસ્થિરતા કેટલી રહે છે તે જોવાનું રહે છે. મોટા મોટા મહાત્માઓને પણ આવાં કેટલાંક અશુભ કર્મોનો ઉદય ચલિત, પરાજિત કરી નાંખે છે. શુભ કર્મના ઉદય વખતે વિવિધ ઇન્દ્રિયાર્થ પદાર્થો ભોગવવા મળતા હોય, માનપાન, પૂજાસત્કાર મળતાં હોય, ઠાઠમાઠથી રહેવાની અનુકૂળતા મળતી હોય, ભક્તાણીઓનાં પ્રલોભનો દેખાતાં હોય, ઠેર ઠેર ધર્મોપદેશ નિમિત્તે જવા મન લલચાતું હોય, એ માટે આયોજનો કરાવાતાં હોય ઇત્યાદિ પ્રસંગે આવા મહાત્માઓની કસોટી થાય છે. પૂર્વકર્મના ઉદયને લીધે બધું થતું હોવા છતાં જ્ઞાનયોગીઓ એવાં કર્મોનો છેદ ઉડાવી નાંખે છે. “શું કરીએ ? હમણાં ઉદય એવો છે.'- એવાં બહાના હેઠળ રસથી ભોગ ભોગવતા પોથી-પંડિતોની જેમ આવા સાચા જ્ઞાનયોગીઓ વર્તતા નથી આવા જ્ઞાનયોગીઓનું જીવન સહજ હોય છે. જે વખતે જે થયું તે યોગ્ય જ છે એમ માનવાવાળા અને એ પ્રમાણે રહેવાવાળા તે હોય છે. જે ખરેખર સ્વરૂપજ્ઞાની મહાત્માઓ હોય છે એમનું જીવન સહજ ને સ્વાભાવિક એક પૃથફજન જેવું પારદર્શક હોય છે. તેઓ ઇન્દ્રિયોના પ્રત્યાહાર માટે કોઈ હઠીલા પ્રયત્નો કરતા નથી, કરવાની એમને જરૂર પણ પડતી નથી કારણ કે તેમનું જીવન જ એ પ્રકારનું હોય છે. [૫૪૫ નોકસંજ્ઞાવિનો મિથ્યવીરપ્રપંચદમ્ | उल्लसत्कण्डकस्थानः परेण परमाश्रितः ॥५१॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) લોકસંજ્ઞાથી વિમુક્ત, મિથ્યાચારના પ્રપંચને હરનાર, ઉલ્લાસ પામતા કંડકસ્થાનવાળા અને પરથી પર દશામાં સ્થિર થયેલા હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં દર્શાવવામાં આવ્યાં છે. જ્ઞાનયોગીઓ લોકસંજ્ઞાથી વિમુક્ત હોય છે. ગૃહસ્થજીવનમાં કેટલીક વસ્તુ કરવી ન હોય પણ લોકો ૩૧૦ Jain Education Interational 2010_05 Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ–અધિકાર શું કહેશે ?' એવા ડરથી અનિચ્છાએ પણ તે કરવી પડે છે. વ્યવહારમાં રહેવું હોય તો આટલું કરવું પડશે. નહિ કરીએ તો પછી આપણા ઘરે પ્રસંગ આવશે તો કોણ કરશે ?'- આવો આવાં વાક્યો અનેકવાર આપણને સાંભળવા મળે છે. મનુષ્ય સમાજજીવનની રચના કરીને જીવે છે એટલે સામાજિક દૃષ્ટિએ કેટલીક વસ્તુઓ કર્યા વગર એને છૂટકો નથી. આમ છતાં ગૃહસ્થજીવનમાં પણ કેટલાક નૈતિક હિંમત દાખવી લોકવ્યવહારનો લોપ કરી શકે છે. પરંતુ જ્ઞાનયોગી સાધુઓને માટે તો લોકાચારનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. વળી તેઓને લોકોમાં પોતાની વાહવાહ થાય, માનપાન વધે, પ્રતિષ્ઠા બંધાય, લાગવગ વધે, બહોળો અનુયાયી વર્ગ મળે એવી કોઈ એષણા હોતી નથી. એટલે તેઓ આવી લોકસંજ્ઞાઓથી મુક્ત હોય છે. વળી શાસ્ત્રાનુસાર સદાચારને વરેલા જ્ઞાનયોગીઓને સમાજમાં વધી ગયેલા ખોટા રીતરિવાજોની પણ કશી પડી હોતી નથી. તેઓ તો આવા મિથ્યાચારના પ્રપંચ અર્થાત્ વિસ્તારને ફગાવી દે છે. વળી જ્ઞાનયોગીઓ ઉલ્લાસ પામતા જતા કંડકસ્થાનવાળા હોય છે. “કંડકસ્થાન જૈન પારિભાષિક શબ્દ છે. એનો અર્થ થાય છે સંયમનું સ્થાનક, સંયમની વિશુદ્ધિના અધ્યવસાયો. જ્ઞાનયોગી પોતાના સંયમધર્મમાં ઉલ્લાસપૂર્વક આગળ વધતા હોય છે. તેઓ “પરથી પર' અર્થાત્ બહુ ઉચ્ચ આત્મિક દશામાં સ્થિર થયેલા હોય છે, એવી દશાને પામેલા હોય છે. [૫૪] શ્રદ્ધાવાનાજ્ઞા યુt: બ્રિતિતો હશશ્નવાના गतो दृष्टेषु निर्वेदमनिनुतपराक्रमः ॥५२॥ અનુવાદ : શ્રદ્ધાવાન, આજ્ઞાથી યુક્ત, શાતીત, અશwવાન, દષ્ટ પદાર્થો પ્રત્યે નિર્વેદ પામેલો અને પરાક્રમને નહિ છુપાવનાર તે (જ્ઞાનયોગી) હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી જિનેશ્વર ભગવાનનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાળો હોય છે. તે ગમે તેટલો બુદ્ધિશાળી હોય, તર્કશક્તિવાળો હોય, પણ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા ધર્મની વાત આવે તો ત્યાં તે સાચી શ્રદ્ધાથી તે વાતને સ્વીકારી લે છે, એટલું જ નહિ, ભગવાનની આજ્ઞાનું તે ભારપૂર્વક પાલન કરવાવાળો હોય છે. કોઈક વ્યક્તિ શ્રદ્ધાવાન હોય, પણ એનામાં આજ્ઞારુચિ ન હોય. કોઈકમાં આજ્ઞાપાલન હોય પણ તે માટે રુચિ ન હોય કે શ્રદ્ધા પણ ન હોય. જ્ઞાનયોગી શ્રદ્ધાવાન હોય અને આજ્ઞાથી યુક્ત પણ હોય. - જ્ઞાનયોગી માટે અહીં બીજાં બે વિશેષણો પ્રયોજવામાં આવ્યાં છે. તે શસ્ત્રાતીત અને અશસ્ત્રવાન હોય. શસ્ત્રાતીત એટલે શસ્ત્રથી પર, શસ્ત્રનું ઉલ્લંઘી જનાર. શસ્ત્ર તેને હણી ન શકે. જ્ઞાનયોગીને શસ્ત્ર કશું કરી શકે નહિ. આ શસ્ત્રો એટલે હિંસાદિ અશુભ અધ્યવસાયરૂપી શસ્ત્રો. જ્ઞાનયોગી એનાથી પર હોય. સ્કૂલ અર્થ લઈએ તો જ્ઞાનયોગી એવી ઉચ્ચ આત્મદશામાં હોય કે ગમે તેવાં ઘાતક શસ્ત્રોના ઉપસર્ગથી એમની ચિત્તવૃત્તિ ચલિત થતી નથી. વળી જ્ઞાનયોગી અશસ્ત્રવાન હોય છે એટલે બાહ્ય સ્થૂલ શસ્ત્રો વગરના હોય છે. એમને પોતાની પાસે શસ્ત્ર રાખવાનું કોઈ પ્રયોજન નથી. એમને એની કોઈ જરૂર નથી. આવા જ્ઞાનયોગીને ભૌતિક પૌદ્ગલિક પદાર્થોના સુખ પ્રત્યે નિર્વેદ, અભાવ, અરુચિ હોય છે. એવા પદાર્થો આ દશ્યમાન જગતના હોય કે અદશ્યમાન એવા સ્વર્ગલોકના હોય, પરંતુ તે સર્વ પ્રત્યે એને ૩૧૧ Jain Education Intemational 2010_05 Page #357 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિર્વેદ હોય છે. વળી તે જ્ઞાનયોગી પોતાના પરાક્રમને અર્થાતુ પોતાના આત્મવીર્યને ન ગોપવનાર હોય છે, એટલે કે તે પંચાચારનું ઉત્સાહથી પાલન કરનાર તથા જ્ઞાન, ધ્યાન, તપ, જપ ઇત્યાદિ અવશ્ય કરનાર હોય છે. તે પ્રમાદરહિત હોય છે. [૫૪] નિક્ષિપ્તવં નાન્નિધપાચનવ્ર : | - પ્રતિસ્ત્રોતોડનુર્વેિન નોવોત્તરવરિત્રમૃત્ પરા અનુવાદ : દંડનો નિક્ષેપ કરનાર, પાપરૂપી ઈંધન-સમૂહનો ધ્યાનરૂપી અગ્નિ વડે નાશ કરનાર, લોક-પ્રવાહની સામે તરનાર, તથા લોકોત્તર ચારિત્રને ધારણ કરનાર તે (જ્ઞાનયોગી) હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી દંડનો નિક્ષેપ કરનાર (દંડને ફેંકી દેનાર) હોય છે એટલે કે મનદંડ, વચનદંડ, કાયદંડ જેવા અનર્થરૂપી દંડના પાપને ફેંકી દેનાર હોય છે. સામાન્ય ગૃહસ્થો ક્યારેક સમજણ વગર કે ક્યારેક સમજણપૂર્વક, જે કેટલાંક અકારણ પાપ કરતા હોય છે, એવા લેવાદેવા વગરનાં પાપોથી જ્ઞાનયોગી તદ્દન મુક્ત થઈ જાય છે. અનર્થદંડના વિરમણને એક વ્રત તરીકે માત્ર જૈન ધર્મમાં જ બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થોએ એનું ખાસ પાલન કરવાનું હોય છે, કારણ કે સાધુને એવાં પાપનો અવકાશ ઘણો ઓછો હોય છે. જ્ઞાનયોગીનો મન, વચન અને કાયાનો ઉપયોગ એટલો સુયોગ્ય હોય છે કે તેનાથી એકંદરે અનર્થદંડરૂપી પાપ થતું નથી. તે ઉપરાંત અન્ય પાપોની બાબતમાં પણ જ્ઞાનયોગી, ધ્યાનયોગી બનીને એનો નાશ કરી નાખે છે. પાપને અહીં બળતણ તરીકે, લાકડાં કે ઈંધન તરીકે ઓળખાવ્યું છે. પાપોનો સમૂહ એટલે ઈંધનનો ભારો અથવા ઢગલો. એક ચિનગારીથી એને બાળીને ભસ્મ કરી શકાય. અગ્નિની આગળ ઈધનનું કશું જ બળ નહિ. જ્ઞાનયોગી મહાત્માઓ શુભ ધ્યાનની શ્રેણીએ ચડે અને ક્ષમાનો ભાવ ધારણ કરીને રહે એટલે પૂર્વસંચિત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. નવાં પાપો તો તેમની સમક્ષ મોટું પણ નથી બતાવતાં. જ્ઞાનયોગી મહાત્માઓ લોકપ્રવાહની સામે તરનાર હોય છે. શાન્ત પાણીમાં તરવું તે એક વાત છે. વળી જો તરતાં આવડતું હોય તો વહેતા પાણીમાં ઓછા પ્રયાસે વધુ તરી શકાય. પણ નદીમાં પ્રવાહ જે દિશામાં હોય એની સામે તરવું, સામે પૂરે (પ્રતિસ્રોત એટલે સામે પ્રવાહ) આગળ વધવું એ તો કોઈક શક્તિશાળી અનુભવી વિરલાનું કામ છે. સંસારમાં એકંદરે લોકો ગતાનુગતિક હોય છે. જે બાજુનો પ્રવાહ હોય તે બાજુ ઢળી જનારા લોકો હોય છે. એમાં ઘણીવાર ખોટું પણ થતું હોય છે. લોકલજ્જા અને નૈતિક હિંમતના અભાવને કારણે લોકો સામા થતા નથી. પરંતુ જે જ્ઞાનયોગી હોય છે તેને કોઈ સ્વાર્થ હોતો નથી. તેને કોઈ સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન નડતો નથી. એટલે તે નૈતિક હિંમત ધારણ કરી, ધર્મનો અને સત્યનો માર્ગ સ્વીકારી લોકપ્રવાહની સામે જઈ શકે છે. આવા જ્ઞાનયોગી મહાત્માઓનું પોતાનું ચરિત્ર (જીવન) લોકોત્તર હોય છે. તેઓ અસામાન્ય હોય છે. તેમનું સમગ્ર જીવન સંયમથી સુવાસિત હોય છે. સ્વકલ્યાણ અને લોકકલ્યાણનો સમન્વય તેમણે સાધ્યો હોય છે. એથી જ તેઓ લોકાદરને પાત્ર બન્યા હોય છે. કોઈ આંગળી ચીંધે એવું કશું જ એમના જીવનમાં હોતું નથી. આ શ્લોકમાં “લોકોત્તર' શબ્દ લબ્ધિસિદ્ધિના અર્થમાં પણ ઘટાવાય છે. લબ્ધિસિદ્ધિને કારણે આવા ૩૧૨ Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર મહાત્માઓનાં જીવનમાં કેટલીક ઘટના ચમત્કારિક બને છે – એવો સ્થૂલ અર્થ પણ અહીં વિચારી શકાય. જૈન શાસનની પરંપરામાં જેમના જીવનમાં સાચે જ ચમત્કારી બન્યા હોય એવા ઉદાહરણો પણ ઘણાં જોવા મળે છે. નદીમાં સામે પૂરે તરવાની કે પાણી ઉપર ચાલવાની ઘટનાઓ કે એવી બીજી ઘટનાઓને લીધે એવા મહાત્માઓનાં ચરિત્ર લોકોત્તર બની જાય છે. આવો સ્થૂલ અર્થ અહીં કોઈને ઘટાવવો હોય તો ઘટાવી શકે, પરંતુ સૂક્ષ્મ અર્થ જ વધુ ગૌરવભર્યો છે. (૫૪૮] નથ્થામાન્ વર્વિસર્વવંદુરૂપનીમ્ ! स्फारीकुर्वन्परं चक्षुरपरं च निमीलयन् ॥५४॥ અનુવાદ : તે (જ્ઞાનયોગી) પ્રાપ્ત થયેલા કામભોગને દૂર કરનાર, બહુરૂપીપણું નહિ કરનાર, પરમ ચક્ષુને ઉઘાડનાર અને અપર ચક્ષુને બંધ કરનાર હોય છે. વિશેષાર્થ : જ્ઞાનયોગીનાં બીજાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે. જ્ઞાનયોગી લબ્ધિવાળો હોય છે. તેને પોતાની લબ્ધિને કારણે કે અન્ય રીતે પૌદ્ગલિક સુખોની સામગ્રી સામેથી આવીને મળતી હોય છે. આવી સુખસામગ્રી જોતાં સામાન્ય માણસોનું અને સામાન્ય મુનિઓનું કદાચ મન ચલિત પણ થઈ જાય. કાયાથી તેઓ તેવી સામગ્રી કદાચ ન ભોગવે તો પણ મનમાં ભોગવવાનો કે ગમવાનો ભાવ આવી જવાનો સંભવ છે. પરંતુ જેઓ જ્ઞાનયોગી છે. તેઓ તો આવા કામભોગોને દૂર હડસેલી પોતાની આત્મરતિમાં જ મગ્ન બની જાય છે. જ્ઞાનયોગીઓને પોતાની પ્રાપ્ત લબ્ધિને કારણે કે અન્ય કારણે જુદાં જુદાં રૂપ ધારણ કરવાનો અવકાશ કદાચ સાંપડતો હોય તો પણ તેઓ તેવું બહુરૂપીપણું કરતા નથી. તેઓ ધર્મપ્રચાર માટે પણ એવા લબ્ધિયુક્ત બહુરૂપીપણાનો આશ્રય લેતા નથી. જો તેવી લબ્ધિ કે ચમત્કારની વાત ન હોય દેખાડો કરવાના પ્રસંગો હોય તો પણ ધર્મપ્રચારાર્થે પણ જ્ઞાનયોગીઓ ચમત્કારની ખોટી વાત ફેલાવતા સાધુપણામાં આ એક ભારે કસોટીનો પ્રસંગ હોય છે. કોઈક ઘટના અનાયાસ, સ્વાભાવિક રીતે જ બની હોય, પરંતુ ભક્તો તેને ગુરુમહારાજે કરેલા ચમત્કાર તરીકે ખપાવે, તે વખતે ગુરુ મહારાજ જાણતા જ હોય કે પોતે એવો કોઈ ચમત્કાર કર્યો નથી, છતાં એ ચમત્કારનો જશ લેવાનું પોતાને મન થઈ જાય છે. પોતાનો મહિમા વધે એવી ચમત્કારભરેલી વાતો પોતે જ પ્રસરાવતા હોય, ક્યારેક એવી યુક્તિ-પ્રયુક્તિઓ પણ કરતા કે કરાવતા હોય અને ક્યારેક તેવું કશું ન કરતા હોય તો પણ પોતાના ચમત્કારની વાતમાં મૌન સંમતિ દર્શાવતા હોય એવા સાધુસંન્યાસીઓ કે બાવાજતિ ઘણા જોવા મળે છે. કેટલાકને માટે સાધુ-સંન્યાસીપણું વ્યવસાયરૂપ બની ગયું હોય છે. દુઃખી, ભોળા ભગતો દરેક સાધુસંન્યાસીને આ જગતમાં મળી જ રહેવાના. પરંતુ જે સાચા જ્ઞાનયોગીઓ છે તેઓ તો આવા માયામૃષાવાદથી દૂર જ રહે છે. જ્ઞાનયોગીઓને બાહ્ય જગતના સૌન્દર્યયુક્ત પદાર્થો નિહાળવાની કોઈ વૃત્તિ હોતી નથી. એ પ્રત્યે તો એમનાં નયન બીડાયેલાં જ રહેવાનાં, કારણ કે આંતચક્ષુથી તેઓએ જે આત્મિક વૈભવ નિહાળ્યો હોય છે એની આગળ આ બાહ્યજગતના પદાર્થો કેવળ તૃણવત જ છે. ૩૧૩ Jain Education Interational 2010_05 Page #359 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૫૪૯] પશ્યન્નનતાન્માવીન પૂનાવમુપાતિઃ | भुंजानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥५५॥ અનુવાદ : અંતરમાં રહેલા ભાવોને જોયા પછી, પૂર્ણ ભાવોને પ્રાપ્ત કરનાર અને અધ્યાત્મના સામ્રાજ્યને ભોગવતા તે (જ્ઞાનયોગી) અવશિષ્ટને જોતા નથી. | વિશેષાર્થ : જ્ઞાનયોગી અધ્યાત્મયોગી છે. તે પોતાના આત્મામાં રહેલા ભાવોને જોતાં જોતાં એવી પૂર્ણતા પ્રાપ્ત કરે છે કે પછી એને બાહ્ય જગતમાં કશું જોવા જેવું લાગતું નથી. એક વખત આત્મારૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થઈ ગઈ પછી બાહ્ય જગત એમને તણખલા જેવું તુચ્છ, પરિવર્તનશીલ, શુદ્ર, ક્ષણભંગુર, વતું લાગે છે. બાહ્ય દશ્યમાન સંસારમાં ક્યાંય એમની દૃષ્ટિ ઠરતી નથી. તેઓ પોતાના આધ્યાત્મિક સામ્રાજ્યને ભોગવવામાં એટલે કે આત્મરમણતામાં એટલા બધા મગ્ન બની જાય છે કે અવશિષ્ટ અર્થાત બાકીના સાંસારિક પદાર્થો તરફ તેઓ નજર સુદ્ધાં કરતા નથી. અહીં જ્ઞાનયોગીની આધ્યાત્મિક શક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. જેઓએ આવી આધ્યાત્મિક દશા અનુભવી છે તેઓને તો આ શબ્દોની યથાર્થતા બરાબર સમજાય એવી છે. [૫૫] શ્રેષ્ઠ દિશાનોથમધ્યાત્મચેવ યજ્ઞ . बंधप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥५६॥ અનુવાદ : અધ્યાત્મને વિશે આ જ્ઞાનયોગ જ શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાને “લોકસારમાં એને કર્મબંધથી અવશ્ય છોડાવનાર કહ્યો છે. વિશેષાર્થ : અધ્યાત્મની જે જુદી જુદી વિચારધારાઓ છે અને ભિન્ન ભિન્ન સાધના-પદ્ધતિઓ છે એમાં આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરે આચારાંગસૂત્રના “લોકસાર' નામના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે આ જ્ઞાનયોગ કર્મબંધનમાંથી છોડાવનારો છે. ન ઉપાધ્યાયજી મહારાજે અહીં આચારાંગસૂત્રનો આધાર આપ્યો છે. એના “લોકસાર” નામના અધ્યયનમાં કહ્યું છે કે વંધપોઘો મન્થવ | એટલે કે બંધ અને મોક્ષ(છૂટકારો)માં અધ્યવસાયોની – આત્મપરિણામોની મુખ્યતા છે. જ્ઞાનયોગથી જ કર્મબંધનમાંથી મુક્તિ ત્વરિત મળે છે. [૫૫૧] ૩પયોૌસરિત્નાવાશ્વસંમોબોધતઃ | मोक्षाप्तेर्युज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥५७॥ અનુવાદ : આ (જ્ઞાનયોગ) કેવળ ઉપયોગમય છે. તે શીધ્ર મોહરહિત બોધ કરાવનાર અને મોક્ષની પ્રાપ્તિ સાથે જોડી આપનાર છે. અન્ય દર્શનીઓએ પણ એમ કહ્યું છે. વિશેષાર્થ : આ જ્ઞાનયોગ કેવળ ઉપયોગમય છે. જ્ઞાનયોગમાં અંતરાત્માનો અનુભવ કરવાનો છે અને ધ્યાન દ્વારા જ તે થઈ શકે છે. એટલે જીવે બાહ્ય પરપદાર્થોમાંથી પોતાની જાતને ખેંચી લઈ પોતાના ઉપયોગને અંદર વાળવાનો છે. જીવે આત્મસન્મુખ થઈ ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડવાનું છે. ૩૧૪ Jain Education Intemational 2010_05 Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર જ્યારે દર્શન મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે સમ્યગદર્શનનો બોધ થાય. એટલે આવો જ્ઞાનયોગ આશુ એટલે કે શીધ્ર અને અસંમોહક એટલે મોહરહિત બોધ કરાવનાર છે. આ જ્ઞાનયોગ આગળ વધતાં ઘાતિ કર્મોનો ક્ષય કરાવે છે એટલે મોક્ષ સાથેનું તે જોડાણ કરી આપે છે. અન્ય દર્શનીઓએ પણ આ જ્ઞાનયોગનો મહિમા ગાયો છે. [૫૫૨] તપસ્વિોfધો યોજી જ્ઞાનિોડધો મતિઃ कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥५८॥ અનુવાદ : યોગી તપસ્વીઓ કરતાં અધિક છે. તે જ્ઞાનીઓ કરતાં પણ અધિક મનાય છે. યોગી ક્રિયાકાંડીઓ કરતાં પણ અધિક છે. માટે હે અર્જુન ! તું યોગી થા. વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો ૪૬મો શ્લોક ઉપાધ્યાયજી મહારાજે અહીં ટાંક્યો છે. જ્ઞાનયોગીનું સ્થાન કેટલું બધું ચડિયાતું છે તે દર્શાવ્યા પછી એના સમર્થનરૂપે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતા જેવા અન્ય શાસ્ત્રમાંથી આ શ્લોક આપ્યો છે એમાં એમની દાર્શનિક ઉદારતા અને ગુણગ્રાહી સમન્વયની દષ્ટિ જોઈ શકાય છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે યોગીઓ તપસ્વીઓ કરતાં, જ્ઞાની કરતાં કે ક્રિયાકાંડી કરતાં અધિક છે. માટે હે અર્જુન ! તું યોગી થા ! અહીં તપસ્વી, જ્ઞાની કે ક્રિયાકાંડીને ઉતારી પાડવાનો આશય નથી, પણ તેઓમાં જે ખૂટે છે તે મેળવીને આગળ વધીને સાધકે યોગીની કક્ષા સુધી પહોંચવાનું છે. યોગીઓ કશી તપશ્ચર્યા ન જ કરે ? કશું શાસ્ત્રાધ્યયન ન જ કરે ? કે કશી ધર્મક્રિયા ન જ કરે ? ના, એમ નથી, પણ ત્યાં અટકવાનું નથી, હજુ વધારે ઉચ્ચ અને વિશુદ્ધ દશા સુધી પહોંચવાનું છે. જેઓ માત્ર બાહ્ય તપસ્વી છે તેઓ માત્ર દેહદમન કરતા હોય છે. પ્રાચીન સમયમાં તાપસો માત્ર સામાન્ય વનસ્પતિનો આહાર લેતા. તડકામાં કલાકો સુધી ઊભા રહેતા. કડકડતી અસહ્ય ઠંડી સહન કરતા. તેઓનું લક્ષ્ય એકમાત્ર શરીરને તપાવવાનું, કષ્ટ આપવાનું રહેતું. પરંતુ તેઓ ક્રોધે ભરાય તો કોઈને શાપ પણ આપતા. જેઓ માત્ર શુષ્ક જ્ઞાની છે તેઓ શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ તેનો ઉપયોગ વાદવિવાદ કે વિતંડાવાદ માટે કરતા હોય છે. તેમને આવડે ઘણું, પણ તેનો ઉપયોગ બીજાને હરાવવા કે હંફાવવામાં કરતા. વિવિધ વિષયોનું તેમનું જ્ઞાન માત્ર બૌદ્ધિક વ્યાયામ જેવું બની જતું. પોતે મનમાં જાણતા હોય વાત ખોટી છે, પરંતુ તર્ક અને દલીલથી તે સાચી છે એમ સાબિત કરી આપતા અને એથી રાજી થતા. સાચી વાતને ખોટી પુરવાર કરતાં પણ તેમને આવડે. શબ્દના જુદા અર્થ કરીને બીજાને કેમ મૂંઝવવો એની યુક્તિપ્રયુક્તિ તેઓને આવડતી. આવા પોથી પંડિતોના જીવનમાં એમનું જ્ઞાન ઊતર્યું ન હોય. અંગત જીવનમાં તેઓ અત્યંત લાલચુ, લોભી, અભિમાની અને ક્યારેક તો વાસનાઓથી ભરેલા હોય છે. જેઓ ક્રિયાકાંડી હતા તેઓને કશુંક કરવા જોઈએ. યજ્ઞ, શ્રાદ્ધ અને અન્ય પ્રકારનાં સામાજિક અને ધાર્મિક વિધિવિધાન કરાવવામાં તેઓ કુશળ રહેતા. એ બધાંનો ક્રમ અને એને અનુરૂપ શ્લોકો તથા ૩૧૫ Jain Education Interational 2010_05 Page #361 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જરૂરી ચીજવસ્તુઓ વગેરે વિશેની માહિતી તેમને કંઠસ્થ રહેતી. પણ તેઓ દક્ષિણાના લાલચુ રહેતા યજમાન પાસેથી નાણાં કેમ કઢાવવાં કે પડાવવાં તેની તરકીબો તેમને આવડતી. પ્રાચીન કાળના આવા તપસ્વી, જ્ઞાની કે ક્રિયાકાંડી કરતાં, આત્મસ્વરૂપમાં રમણ કરનાર, ક્ષમતાના ધારક જ્ઞાનયોગીઓ અવશ્ય ચડિયાતા ગણાતા. એટલે જ અહીં એમનું ગૌરવ દર્શાવવામાં આવ્યું છે. [૫૫૩] સમાપત્તિરિવ્યમાત્મનઃ પરમાત્મનિ । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥५९ ॥ અનુવાદ : આમાં (જ્ઞાનયોગમાં) પરમાત્માને વિશે આત્માની એકત્વની પ્રાપ્તિ (સમાપ્તિ) સ્પષ્ટ છે. તેથી અભેદ ઉપાસનારૂપ આ (જ્ઞાનયોગ) સૌથી શ્રેષ્ઠ છે. વિશેષાર્થ : શ્રીમદ્ નગવદ્ગીતાનો શ્લોક ટાંકીને ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે તપસ્વી, જ્ઞાની, ક્રિયાકાંડી કરતાં જ્ઞાનયોગી શ્રેષ્ઠ છે. આ શ્રેષ્ઠતા કેવી રીતે ? એનો ખુલાસો કરતાં તેઓ કહે છે કે જ્ઞાનયોગમાં આત્મા અને પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે. જ્યાં કોઈ પરમ તત્ત્વની ઉપાસનામાં પોતાનો આત્મા અને પરમાત્મા એ બે ભિન્ન ભિન્ન છે, પોતાના કરતાં પરમાત્મા ચડિયાતા છે, પોતે સદૈવ ભક્તનો ભક્ત જ રહેશે, પરમાત્મા બની નહિ શકે, પરમાત્મા બનવાનું ક્યારેય કોઈનાથી શક્ય જ નથી, પરમાત્મા ઇચ્છે તેને પોતાનો કૃપાપાત્ર બનાવી દર્શન આપે અને ઇચ્છે તો શિક્ષા કરી દુઃખી કરી નાખે વગેરે પ્રકારની વિચારણા હોય તેમાં પરમાત્મા સાથે અભેદ કે એકરૂપતા સધાતાં નથી. જ્ઞાનયોગની સાધનામાં પોતાના જ આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકાય છે. આ સાધના એની ઉચ્ચતમ કોટિએ પહોંચે ત્યારે આત્મા એ જ પરમાત્મા બની રહે છે. બંનેની સમાપ્તિ થાય છે. જ્ઞાનયોગી તે સ્પષ્ટ અનુભવી શકે છે. આ રીતે જ્ઞાનયોગની અભેદરૂપ સાધના સર્વ સાધનામાં કે ઉપાસનામાં શ્રેષ્ઠ છે એમ કહી શકાય. એમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય અથવા જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એકરૂપ બની રહે છે. હવે પછીના શ્લોકમાં એ વિશે વધુ કહેવાયું છે. [૫૫૪] ઉપાસના માળવતી સર્વમ્યોવિ ગરીયસી । महापापक्षयकारी तथा चोक्तं परैरपि ॥६०॥ અનુવાદ : ભગવાનની આ ઉપાસના સર્વથી પણ મોટી છે. તથા તે મોટાં પાપનો ક્ષય કરનારી છે એમ અન્ય દર્શનીઓએ પણ કહેલું છે. વિશેષાર્થ : પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનની ઉપાસના વિવિધ રૂપે થાય છે. જ્ઞાનથી, ધ્યાનથી, કર્મયોગથી, ભક્તિથી, શરણાગતિથી, સખ્યથી એમ વિવિધ પ્રકારન સાધના પદ્ધતિથી અને વિવિધ પ્રકારના ક્રિયાકાંડથી જગતમાં ભગવાનની ઉપાસના થતી દેખાય છે. એ બધામાં આ ઉપાસના શ્રેષ્ઠ છે. યજ્ઞ વગેરે કે જેમાં પશુઓનો બિલ ચડાવવામાં આવે છે એવી ઉપાસન તો ધોર પાપ કરાવનારી છે. પરંતુ આ અભેદ ઉપાસના તો પાપનો ક્ષય કરાવનારી છે. જૈનં દર્શનન આ સિદ્ધાંત છે એટલું જ નહિ, અન્ય દર્શનીઓ પણ આ વાતનું સમર્થન કરે છે. 2010_05 ૩૧૬ Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર [૫૫૫] યોનિનામપિ સર્વેષાં તેના તરાત્મના | श्रद्धावान् भजते यो मां स मे युक्त तमो मतः ॥६१॥ અનુવાદ : સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન, મારામાં લીન થયેલા અંતરાત્મા વડે મને ભજે છે તેને મેં અત્યંત યોગ્ય (શ્રેષ્ઠ) માન્યો છે. વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયનો ૪૭મો શ્લોક અહીં અવતરણ તરીકે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ આપ્યો છે. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સર્વ જ્ઞાનયોગીઓમાંથી પણ જે શ્રદ્ધાવાન જ્ઞાનયોગી મારા અંતરાત્મા સાથે એકરૂપ બનીને મને ભજે છે અને મારા જેવો થઈને રહે છે તે જ્ઞાનયોગી અત્યંત યોગ્ય છે એમ હું માનું છું. અહીં “શ્રદ્ધાવાન' શબ્દ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પરમાત્મા સાથેની અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ગણાવ્યા પછી હવે એવી ઉપાસનામાં પણ જે યોગી શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તે વધુ શ્રેષ્ઠ છે એમ અહીં કહેવાયું છે. એટલે કે જે યોગી ભગવાનનું શરણ લઈ, એમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી, એમના અંતરાત્મા સાથે એકરૂપ બની એમના જેવો પરમાત્મ સ્વરૂપ થાય છે તે વધુ શ્રેષ્ઠ છે. એટલે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આમ જ્ઞાનયોગમાં પણ પરમાત્માની ભક્તિ અંતર્ગત રહેલી છે એમ સમજવાનું છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવા થવાનું છે. એટલે કે સ્વસ્વરૂપમાં રમણતા કરવાવાળા જ્ઞાનયોગીઓએ જિનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીને અભેદ ઉપાસના સિદ્ધ કરવાની છે. [૫૫૬] ૩૨ાતે જ્ઞાનવત્ રેવં યો નિરંગનમવ્યયમ્ | __ स तु तन्मयतां याति ध्याननिषूत कल्मषः ॥६२॥ અનુવાદ : નિરંજન ને અવ્યય એવા દેવની જે જ્ઞાનવાન ઉપાસના કરે છે તે ધ્યાન વડે પાપનો નાશ કરીને તન્મયતા દિવસ્વરૂપ) પામે છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિએ આગળના બે શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં જ અહીં વધુ સ્પષ્ટતા કરી છે. અહીં વીતરાગ પરમાત્માની ભક્તિની વાત કરવામાં આવી છે. જે જ્ઞાનયોગી છે તે સ્વસ્વરૂપમાં રમણતા કરે છે, આત્મદર્શન કરે છે, સમ્યગદર્શન પામે છે અને એમ કરતાં પોતાનો આત્મા એ જ પરમાત્મા છે અથવા એને જ પરમાત્મા બનાવવાનો છે એવી સમજણ પ્રાપ્ત કરે છે. પરંતુ આવા જ્ઞાનયોગી જો એમ કહે કે “મારે હવે વીતરાગ ભગવાનના આલંબનની કોઈ જરૂર નથી,' તો તે યથાર્થ ગણાશે નહિ. વસ્તુતઃ મોક્ષમાર્ગની ઓળખાણ જિનેશ્વર ભગવાન કરાવે છે. એમની ભક્તિથી જ, એમનું શરણ સ્વીકારવાથી જ આત્મદર્શનનો માર્ગ સમજાય છે. જિનેશ્વર ભગવાન એટલે નિશ્ચય નયની અપેક્ષાએ નિરંજન, અવિનાશી, પરમ તત્ત્વ. એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. તે એમનું જ ધ્યાન ધરે છે. એમના જેવા જ પોતાને થવાનું છે એની એને ખબર છે. જિનેશ્વર ભગવાનની આવી ભક્તિથી, એમના ૩૧૭. Jain Education Intemational 2010_05 Page #363 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે, મુક્તિમાર્ગ સરળ બને છે, ધાતિ કર્મનો ક્ષય થાય છે, કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે. એટલે સાધક દશાના જ્ઞાનયોગીના જીવનમાં પણ વીતરાગ એવા જિનેશ્વર ભગવાનનું ધ્યાન અનિવાર્ય છે. જિનેશ્વર ભગવાનની અવગણના કરીને કોઈ જ્ઞાનયોગી વધુ આત્મવિકાસ ન કરી શકે. બલ્કે એનું જ્ઞાનયોગીપણું જ મટી જાય. તે સ્વચ્છંદે ચડી જાય, ભ્રમણામાં રહે અને એને કૃતઘ્નતાનો દોષ લાગે. [૫૫૭] વિશેષમઘ્યનાનાનો ય: પ્રવિનિતઃ । सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥६३॥ અનુવાદ : વિશેષને નહિ જાણતાં છતાં કદાગ્રહથી રહિત એવો જે સર્વજ્ઞની સેવા કરે છે તે પણ સામાન્ય યોગમાં રહેલો છે. વિશેષાર્થ : ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવેના કેટલાક શ્લોકમાં ભારતીય દર્શનોમાં સર્વજ્ઞ વિશેના જે અભિપ્રાયો છે તેના સમન્વયની ભૂમિકા રજૂ કરે છે. કેટલાક માણસો સર્વજ્ઞની પૂજાભક્તિ કરતા હોય છે. છતાં એમના મનમાં સર્વજ્ઞ વિશેની કોઈ વિશિષ્ટ જાણકારી નથી હોતી. તો પણ આવા માણસમાં બે વાત મહત્ત્વની છે. એક તો એ કે તે કદાગ્રહથી રહિત છે. એ અમુક જ મતનો કડક આગ્રહી નથી. જે સમજાય તે સ્વીકારવા એ તૈયાર છે. બીજું જે દેવને એ સર્વજ્ઞ સમજીને ભજતો હોય તો તે સર્વજ્ઞની એની ભક્તિ-સેવા યથાર્થ અને શુદ્ધ છે. આવા માણસની સાધનાને સામાન્ય યોગવાળી કહી શકાય. એ વ્યક્તિને સર્વજ્ઞનું સાચું વિશિષ્ટ સ્વરૂપ સમજાશે ત્યારે એ અવશ્ય એનો સ્વીકાર કરશે, કારણ કે તેને કોઈ વાતનો કદાગ્રહ નથી. એટલે આવી વ્યક્તિ જ્ઞાનયોગના સામાન્ય માર્ગમાં આવી ગઈ છે એમ કહી શકાય. [૫૫૮] સર્વજ્ઞો મુખ્ય વસ્તપ્રતિપત્તિજ્જ યાવતામ્ । सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥६४॥ અનુવાદ સર્વજ્ઞ મુખ્ય એક જ છે. જેઓને તેના પર ભક્તિભાવ છે તે સર્વ પંડિતો સામાન્યથી મુખ્યપણે તેને (સર્વજ્ઞને) પામેલા છે. વિશેષાર્થ : આપણે વીતરાગદેવને સર્વજ્ઞ કહીએ છીએ. સર્વજ્ઞ એટલે સર્વ જાણનાર. સર્વ એટલે સર્વ કાળના સર્વ દ્રવ્યોના સર્વ ક્રમબદ્ધ પર્યાયને જાણનાર એવો અર્થ ઘટાવાય છે. ઘાતિ કર્મોના ક્ષય પછી કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ જૈન માન્યતા છે. એ દૃષ્ટિએ આવાં લક્ષણોવાળા મુખ્ય એક જ પ્રકારના સર્વજ્ઞ છે. હવે અન્ય દર્શનોના સુજ્ઞ પંડિતો જે સર્વજ્ઞને માને છે અને ભક્તિભાવપૂર્વક સેવે છે તે દરેકના હૃદયમાં સર્વજ્ઞ માટે પોતપોતાનો એક ખ્યાલ હોય છે. તે પોતપોતાના ઇષ્ટ દેવને સર્વજ્ઞ માને છે. આમ દરેકના ઇષ્ટ દેવ જુદા હોય છે, પણ સર્વજ્ઞની જે અવધારણા છે તે મુખ્ય એક જ છે, પછી ભલે તેમને માટે જુદા જુદા શબ્દો પ્રયોજાતા હોય. 2010_05 ૩૧૮ Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર [૫૫૯] ન જ્ઞાતે વિશેષતુ સર્વથા સર્વશિfમઃ अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ॥६५॥ અનુવાદ : અસર્વદર્શીઓ સર્વથા વિશેષને જાણતા નથી. એટલે જગતમાં કોઈપણ તેને (સર્વજ્ઞને) વિશેષ સ્વરૂપથી પામી શકતા નથી. વિશેષાર્થ : આ જગતમાં સર્વજ્ઞને વિશેષપણે કોણ ઓળખી શકે ? વિવિધ દર્શનમાં શ્રદ્ધા ધરાવતા મહાત્માઓ પોતે જ અસર્વદર્શી છે અર્થાત્ અસર્વજ્ઞ છે. જે અસર્વજ્ઞ હોય તે સર્વજ્ઞને વિશેષપણે કેવી રીતે જાણી શકે ? એટલે કે તેઓ સર્વશને જે રીતે જાણે છે તે સંપૂર્ણપણે નહિ પણ સામાન્યપણે જાણે છે. અર્થાત્ સંપૂર્ણપણે નહિ પણ અંશે જાણે છે. એટલે તેઓ સર્વજ્ઞને માટે જુદાં જુદાં નામો પ્રયોજે તે સ્વાભાવિક છે. [પ૬૦] સર્વજ્ઞપ્રતિપસ્વંશાનુજેતા સર્વયોનિમ્ दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं निहन्ति न ॥६६॥ અનુવાદ : સર્વ યોગીઓનું સર્વજ્ઞની સેવારૂપ અંશથી સરખાપણું છે. દૂર અને નજીક વગેરે ભેદ તેના સેવકપણાને હણતા નથી. વિશેષાર્થ : સર્વ યોગીઓ પોતપોતાના મતે જે સર્વજ્ઞ હોય તેની સેવા કરે છે. આ જે સેવાનો અંશ છે તે બધામાં સમાન છે. એટલે અંશે સર્વ યોગીઓ સર્વજ્ઞની ઉપાસના કરે છે એમ કહી શકાય. આ સેવામાં કોઈ આગળ હોય કે કોઈ પાછળ હોય, કોઈ દૂર હોય કે કોઈ આસન્ન એટલે નજીક હોય, એથી તેમની સેવા હણાતી નથી કે તેમનું સેવકપણું હણાતું નથી. અહીં મૃત્યત્વ અર્થાત્ સેવકપણાની વાત કરવામાં આવી છે. કોઈ સેવક નજીક હોય કે કોઈ સેવક દૂર હોય એથી એનું સેવકપણું ચાલ્યું જતું નથી. રાજાનો મંત્રી રાજાની પાસે જ રહે છે, પણ અંતે તો તે રાજાનો સેવક જ છે. તેવી રીતે રાજાનો દ્વારપાળ રાજાથી ઘણો દૂર હોય છે, પણ તે પણ રાજાનો સેવક જ છે. પ્રધાન નજીક અને દ્વારપાળ દૂર હોવા છતાં બંનેમાં સેવકપણું રહેલું છે. એવી રીતે આરાધનાના માર્ગમાં કોઈ સર્વવિરતિ સાધુ બની ધ્યાનની ઉચ્ચ શ્રેણીએ ચડતા હોય ને મોક્ષની નજીક હોય અને કોઈ હજુ દેશવિરતિપણું પણ પામ્યા ન હોય, માત્ર માર્ગાનુસારીપણું પામ્યા હોય અને મોક્ષથી ઘણા દૂર હોય, તો પણ કોઈની આરાધના હણાતી નથી. તેઓની આરાધના નિરર્થક જતી નથી. [૫૧] માધ્યશ્ચમવનંબૈવ રેવતતિશથી હિ ! सेवा सर्वैर्बुधैरिष्टा कालातीतोऽपि यज्जगौ ॥६७॥ અનુવાદ : માધ્યસ્થભાવનું અવલંબન લઈને અતિશયયુક્ત દેવતાની સેવા કરવાનું સર્વ પંડિતોને ઈષ્ટ છે. કાલાતીત (એ નામના પંડિત) પણ એમ જ કહે છે. વિશેષાર્થ : જુદા જુદા મતના અનુયાયી પંડિતો સર્વજ્ઞ દેવની ઉપાસનામાં માધ્યભાવનું અવલંબન લે ૩૧૯ Jain Education Intemational 2010_05 Page #365 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે. એટલે કે પોતે જ સર્વથા સાચા અને બીજા તદ્દન ખોટા એવો આગ્રહ તેઓ રાખતા નથી. આ માધ્યસ્થભાવનું આલંબન લઈને અતિશયયુક્ત દેવતાની એટલે કે અતિશય સ્વરૂપ દેવતત્ત્વની સેવા કરવી જોઈએ. ધર્મનું ક્ષેત્ર એવું છે કે એમાં કટ્ટરતા આવી જાય છે. જેઓ સુજ્ઞ પંડિતો છે, સમજુ છે, જાણકાર છે તથા તટસ્થ બુદ્ધિના છે તેઓ તો જે ન્યાયયુક્ત વાત હોય તે અવશ્ય સ્વીકારી લે છે. તેઓ વિતંડાવાદમાં રાચતા નથી કે ઝનૂની બની જતા નથી. એટલે તેઓનો માધ્યસ્થભાવ આદરપાત્ર છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં આધાર ટાંક્યો છે કે કાલાતીતે પણ આ પ્રમાણે કહ્યું છે. કાલાતીત સાંખ્યમતાનુયાયી પંડિત હતા. તેમને વિશે નામ સિવાય બીજું વિશેષ કંઈ હવે જાણવા મળતું નથી. પરંતુ ઉપાધ્યાયજી મહારાજે એમનો આધાર ટાંક્યો છે એ ઉપરથી જણાય છે કે એમના જમાનામાં કાલાતીતનું લખાણ ઉપલબ્ધ હશે. [૫૬૨] અન્વેષામવ્યય માર્ગો મુન્હાવિદ્યાવિવવિનામ્। अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८ ॥ અનુવાદ : મુક્તવાદી, અવિદ્યાવાદી વગેરે બીજાઓનો પણ આ જ માર્ગ જુદા નામથી જે છે તે તત્ત્વદૃષ્ટિએ વ્યવસ્થિત છે. વિશેષાર્થ : પ્રાચીન સમયમાં ભારતમાં અધ્યાત્મ ક્ષેત્રે ભિન્ન ભિન્ન ઘણા વાદ હતા. તેઓ દરેક કોઈક એક તત્ત્વ પર વધુ ભાર મૂકતા અને એથી તેઓ તેવા નામથી ઓળખાતા. એવા વાદીઓમાં મુક્તવાદી અને અવિઘાવાદીઓનો ઉલ્લેખ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. આવા ઘણા વાદોમાં માત્ર નામ જ જુદાં છે, મૂળ વાત તો એકસરખી જ છે. એટલે અભિધાન (નામ) ભેદથી તત્ત્વભેદ થતો નથી. એ બધાનો માર્ગ તો એક જ છે. સ્થૂલ સંકુચિત દૃષ્ટિએ જોઈએ તો જુદાપણું લાગે, પણ સૂક્ષ્મ તત્ત્વની ઉદાર દૃષ્ટિથી જોવામાં આવે તો બધું સરખું લાગે. મુક્તવાદી કર્મબંધથી મુક્ત એવા આત્માને સર્વજ્ઞ માને છે અને અવિદ્યાવાદી અવિદ્યા (માયા)થી મુક્ત એવા આત્માને સર્વજ્ઞ માને છે. વસ્તુતઃ ઈશ્વર સંબંધી તત્ત્વતઃ એક જ માર્ગ વ્યવસ્થિત થયેલો છે. એટલે ઉપાસના તો અતિશયયુક્ત દેવતત્ત્વની કરવાની છે. [૫૬૩] મુદ્દો યુદ્ધોવાપિ યવૈશ્વર્યેળ સમન્વિતઃ । तदीश्वरः स एव स्यात् संज्ञाभेदोऽत्र केवलम् ॥६९ ॥ અનુવાદ : મુક્ત, બુદ્ધ કે અર્હન્ જે ઐશ્વર્ય વડે યુક્ત હોય તે જ ઈશ્વર કહેવાય. અહીં કેવળ સંજ્ઞાનો ભેદ છે. વિશેષાર્થ : ભારતીય આધ્યાત્મિક તત્ત્વવિચારણા ઘણી ગહન છે. અનેક સમર્થ જ્ઞાની મહાત્માઓએ એ વિશે પોતાની ખોજ ચલાવીને તત્ત્વમીમાંસા કરી છે. આ વિશ્વમાં કોઈક સર્વોચ્ચ કક્ષાની વિભૂતિ છે એમ બધા સ્વીકારે છે. પરબ્રહ્મવાદીઓ એને ‘મુક્ત' કહે છે, બૌદ્ધમતવાળા તેને ‘બુદ્ધ' કહે છે અને જૈનો તેને ‘અર્હન્’કહે છે. વસ્તુતઃ આ ત્રણે નામો છે જુદાં જુદાં, પણ તેઓ એક જ વાત કહે છે. એટલે વસ્તુતઃ જે ઐશ્વર્યયુક્ત હોય તે ઈશ્વર એમ સ્વીકારવામાં કશો વાંધો હોઈ ન શકે. આમાં ઉપાધ્યાયજી મહારાજની પદાર્થને ઘટાવવાની દૃષ્ટિ અને સમન્વયની ભાવના નિહાળી શકાય છે. 2010_05 ૩૨૦ Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર [૫૪] વિશુદ્ધ ફવિ એ ય ધ્યેતે तत्तत्तन्त्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥७०॥ અનુવાદ : અનાદિશુદ્ધ વગેરેના એના જે ભેદ કલ્પેલા છે તે એ દર્શન (તંત્ર) અનુસાર છે અને તે પણ નિરર્થક છે એમ હું માનું છું. વિશેષાર્થ : આગળના શ્લોકમાં ગ્રંથકર્તાએ દર્શાવ્યું કે “મુક્ત', બુદ્ધ', “અહમ્' વગેરે નામો જુદાં જુદાં છે. પણ વસ્તુતઃ એક સર્વજ્ઞની એમાં વાત છે. એવી રીતે હવે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ભિન્ન ભિન્ન દર્શનકારોએ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરનાં લક્ષણો પોતપોતાની કલ્પના અનુસાર આપ્યાં છે તે પણ નિરર્થક છે. શૈવમતાનુયાયીઓ ઈશ્વરને “અનાદિશુદ્ધ' કહે છે, પરંતુ જૈનો કહે છે કે સર્વજ્ઞ તીર્થકરદેવનો જીવ અનાદિશુદ્ધ નહિ પણ કર્મમલયુક્ત હોવાને કારણે “અનાદિઅશુદ્ધ હતો. તે જીવ શુદ્ધ થયો ત્યારે તીર્થંકરદેવ થયો. બૌદ્ધો કહે છે કે આત્મા (અથવા પરમાત્મા) ક્ષણિક અને વિનાશી છે. કોઈક ઈશ્વરને સર્વગત માને છે અને કોઈક અસર્વગત માને છે. પરંતુ આવી જુદી જુદી માન્યતાથી સાધકની ઉપાસનામાં ફરક પડતો નથી. એટલે “અનાદિશુદ્ધ' વગેરે જે ભેદો બતાવવામાં આવે છે એની બીજી કોઈ ઉપયોગિતા જણાતી નથી. [૫૬૫] વિષાપરિજ્ઞાનાત્ યુનાં નાતિવાવત: | प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥७१॥ અનુવાદ : વિશેષને નહિ જાણવાથી, યુક્તિઓના જાતિવાદ (અસતુપણા)થી, પ્રાયઃ તેઓમાં જ પરસ્પર વિરોધ હોવાથી અને ભાવથી ફળનો અભેદ હોવાથી (આ સ્વરૂપભેદ નિરર્થક છે.) વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક આપેલો છે. ગ્રંથકર્તા મહર્ષિ કહે છે કે ભિન્ન ભિન્ન દર્શનો વચ્ચે ઈશ્વરના સ્વરૂપ વિશે જે ભેદ છે એને જરા પણ મહત્ત્વ આપવા જેવું નથી. અહીં એ માટે ચાર મુખ્ય કારણ આપવામાં આવ્યાં છે. એ નીચે મુજબ છે : (૧) દર્શનકારો વિશેષને જાણતા નથી. ભિન્ન ભિન્ન દર્શનકારોએ સર્વજ્ઞ ઈશ્વરને જાતે જોયો નથી. તેઓ માત્ર તર્કથી અનુમાન કરે છે. એટલે તેઓ ઈશ્વરના સ્વરૂપની જે વાત કરે છે તે સામાન્ય પ્રકારની છે, વિશેષ પ્રકારની નથી. બીજા કોઈએ ઈશ્વરને સાક્ષાત્ વિચરતા જોયા હોય અને તેમની પાસેથી સાંભળેલી વાત હોય એવું પણ નથી. એટલે કે ઈશ્વરના સ્વરૂપ વિશે કોઈ સવિશેષ પૂર્ણ ખ્યાલ તેમને નથી. (૨) તેઓ જે યુક્તિ અર્થાત દલીલ રજૂ કરે છે તે પણ અનુમાનના આધારે હોવાથી આભાસ જેવી અસત્ હોય છે. (૩) સાંખ્ય, યોગ, વૈશેષિક, મીમાંસા વગેરે દર્શનોમાં જ માંહોમાંહે વિરોધ છે. તેઓ જ એકમત થયા નથી. (૪) ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માનીને કરાતી આરાધનાનું ફળ ભાવથી તો એકસરખું જ હોય છે. એટલે કે અંતે તો અશુદ્ધિ, ક્લેશ, કર્મ વગેરેથી મુક્ત થવાનું જ છે. સ્વરૂપભેદ હોવા છતાં પરિણામભેદ નથી. તો પછી સ્વરૂપભેદની સાર્થકતા કે પ્રયોજન રહેતાં નથી. ૩૨૧ Jain Education Intemational 2010_05 Page #367 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૫૬૬] વિદ્યાવિક્લેશર્માદિ યતિ મવારપામ્T ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥७२॥ અનુવાદ : જેમ અવિદ્યા, ક્લેશ, કર્મ વગેરે ભવનું (સંસારનું) કારણ છે, તેમ એ જ પ્રધાન છે જે સંજ્ઞાભેદને પામેલું છે. વિશેષાર્થ : ભારતીય દર્શનોમાં જેમ ઈશ્વર અથવા સર્વજ્ઞની વિભાવના માટે જુદા જુદા દાર્શનિકોએ જુદી જુદી સંજ્ઞાઓ બતાવી છે તેમ ભવનાં એટલે કે સંસાર-પરિભ્રમણનાં કારણ તરીકે પણ જુદી જુદી સંજ્ઞાઓ વપરાઈ છે. એટલું યાદ રાખવું જોઈએ કે વૈદિક, જૈન અને બૌદ્ધદર્શન જન્મ-જન્માન્તરમાં માને છે. વળી એમાંથી જીવે મુક્તિ મેળવવી જોઈએ એમ પણ માને છે. જીવ શાને કારણે સંસારમાં રખડ્યા કરે છે ? વેદાન્તીઓ કહે છે કે “અવિદ્યા(માયા)ને કારણે જીવનું સંસારમાં પરિભ્રમણ ચાલે છે. સાંખ્યમતવાળા કહે છે કે ‘કલેશ'ને કારણે એમ બને છે. જૈનો ‘કર્મને કારણભૂત ગણે છે. બૌદ્ધો “વાસનાનું કારણ જણાવે છે. શૈવો એને “પાશ' કહે છે. હવે આ બધામાં એટલું તો નક્કી જ છે કે ભવભ્રમણનું કોઈક કારણ છે. એને અમે પ્રધાન અથવા મુખ્ય કારણ જો કહીએ તો પછી આ બધાં જુદાં જુદાં નામો નિરર્થક બને છે. અલબત્ત, ક્લેશ, કર્મ, અવિદ્યા, વાસના વગેરે તે તે દર્શનોના પારિભાષિક શબ્દોની અવધારણામાં કિંચિત્ ફરક તો પડવાનો, પરંતુ મુખ્ય જે વાત ભવભ્રમણના કારણની છે તેમાં ફરક પડતો નથી. [પ૬૭] મથાપિ થોડપ મેશ્ચિત્રોપાધિથી તથા गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥७३॥ અનુવાદ : એના વળી બીજા જે ભેદો છે તે પણ તેમ તેમ ચિત્રવિચિત્ર ઉપાધિવાળા છે. પૂર્વે કહેલા તેના હેતુઓથી બુદ્ધિમાનને તે પણ નિરર્થક (અપાર્થક) લાગે છે. વિશેષાર્થ : આગળના બે શ્લોકમાં સ્વરૂપભેદની નિરર્થકતાના ચાર હેતુ જણાવ્યા છે. આ ઉપરાંત બીજા પણ નાનામોટા, ચિત્રવિચિત્ર ઉપાધિવાળા ભેદો તેમાં જોવા મળે છે. પરંતુ સર્વજ્ઞના સ્વરૂપ વિશે જેમ “બુદ્ધ', “મુક્ત', “અહં” વગેરે ભેદો વ્યર્થ છે અને ભવભ્રમણના કારણ રૂપે “અવિદ્યા', “કલેશ', ‘કર્મ વગેરે ભેદો વ્યર્થ છે, તેમ તેના આવા બીજા નાના નાના પ્રભેદો જે કહેવામાં આવે છે તે પણ જ્ઞાની મહાત્માઓ માટે વ્યર્થ છે. [૫૮] તતાનપ્રયાસોડ્ય યત્તર્ધ્વનિરૂપમ્ | सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥७४॥ અનુવાદ : તેથી જે તે ભેદનું નિરૂપણ કરવાનો પ્રયાસ અસ્થાને (અનાવશ્યક) છે, કારણ કે અનુમાનનો વિષય સામાન્ય ધર્મ હોય છે એમ સ્વીકારાયું છે. ૩૨૨ Jain Education Intemational 2010_05 Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર વિશેષાર્થ : આગળના શ્લોકોના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે દેવતત્ત્વ, ભવભ્રમણનાં કારણો વગેરેના પારિભાષિક ભેદો કરવાનું કોઈ પ્રયોજન નથી. આવા ભેદો કરવામાં મુખ્યત્વે અનુમાન પ્રમાણનો જ આધાર લેવો પડે છે. દેવતત્ત્વ કે ઈશ્વર જેવા અતીન્દ્રિય તત્ત્વ માટે માત્ર અનુમાન જ થઈ શકે. એ વિશે કોઈને વિશેષ સ્વરૂપે જ્ઞાન હોતું નથી. વળી અનુમાન-પ્રમાણની મર્યાદા એ છે કે તે સામાન્યનો બોધ કરાવે છે, વિશેષનો નહિ. એટલે આવા આવા ભેદોનું નિરૂપણ કરવાનો પ્રયાસ અસ્થાને છે. એથી માત્ર વ્યર્થ પરિશ્રમ જ થાય છે. [૫૯] સંક્ષિત્રિનિશાનો વિશેષાનવત્નqનમ્ | चारिसंजीविनीचार ज्ञातादत्रोपयुज्जते ॥७५॥ અનુવાદ : સંક્ષિપ્ત રુચિવાળા જિજ્ઞાસુએ વિશેષનું અવલંબન ન કરવું. “ચારિસંજીવની' ન્યાય પ્રમાણે તે અહીં ઉપયોગી છે. વિશેષાર્થ : અહીં સંક્ષિપ્ત રુચિવાળા જિજ્ઞાસુની વાત કરી છે. એકંદરે ઘણાખરા જીવો સંક્ષિપ્ત રુચિવાળા હોય છે. એથી વિશેષ તેમની શક્તિ હોતી નથી. વળી એ માટે અધિકાર કે યોગ્યતા તેમની પાસે હોતાં નથી. આવા જિજ્ઞાસુ લોકોએ તો જેટલાથી પોતાનો અર્થ સરે તેટલી જ મથામણ કરવી જોઈએ. જીવન ટૂંકું છે અને તત્ત્વની ગહનતાનો પાર નથી. આથી એવા જિજ્ઞાસુએ દેવસામાન્યનું અવલંબન લેવું જોઈએ. સામાન્યનું અવલંબન લેવાથી “ચારીસંજીવની ન્યાય પ્રમાણે એનો અર્થ સરવાનો જ છે. જેઓ પોતાની અલ્પ રુચિવાળી જિજ્ઞાસાથી સામાન્ય દેવનું સર્વજ્ઞ તરીકે અવલંબન લે છે તે વખત જતાં સર્વજ્ઞ વિશેષને અને મુક્તિમાર્ગને પામી શકે છે. ચારીસંજીવનીનું પ્રાચીન દૃષ્ટાન્ત જાણીતું છે. એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા કોઈક પ્રયોગથી પતિને બળદ બનાવી દીધો. પણ પછી એને પશ્ચાત્તાપ થયો. એ રુદન કરતી હતી તે વખતે આકાશવાણી સંભળાઈ કે તારા પતિને બળદમાંથી પાછો મનુષ્ય કરવો હોય તો સંજીવની ઔષધિ તારા ખેતરમાં જ છે. તે તું એને ખવડાવ. પણ ખેતરમાં ઊગેલા ઘાસ, છોડવા, વેલા વગેરેમાં કઈ વનસ્પતિ સંજીવની છે તેની એને ખબર નહોતી. એથી તે મૂંઝાઈ, પણ પછીથી તેને રસ્તો જડી આવ્યો કે ધીમે ધીમે ખેતરનું બધું જ ઘાસ જો ખવડાવી દેવામાં આવે તો એમાં સંજીવની જડીબુટી પણ આવી જાય. એણે એ પ્રમાણે કર્યું અને તે ઘાસમાં સંજીવની આવી જતાં તેનો પતિ બળદમાંથી પાછો મનુષ્ય થઈ ગયો. આ દૃષ્ટાન્ત પ્રમાણે કોઈ જિજ્ઞાસુ જીવ પોતે સામાન્યપણે સર્વશને જાણીને એની પૂજા, ભક્તિ કરતો હોય તો કાળક્રમે યોગ્યતા પ્રાપ્ત થતાં એને સાચા સર્વજ્ઞનું અવલંબન મળે છે અને સર્વજ્ઞ બનવારૂપ ફળ પણ મળે છે. [૭૦] જિજ્ઞાસા સંત ગાથા વન્યપ વતંત્ય | जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥६॥ અનુવાદ : સતુ પુરુષોની જિજ્ઞાસા પણ યોગ્ય છે. બીજાઓ પણ એમ કહે છે. યોગનો જિજ્ઞાસુ પણ “શબ્દબ્રહ્મ કરતાં વધી જાય છે. ૩૨૩ Jain Education Intemational 2010_05 nternational 2010_05 Page #369 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : યોગની જિજ્ઞાસા વિશે અહીં કહેવાયું છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં જિજ્ઞાસા સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. બધા જ માણસો બધું જ જાણતા નથી. એટલે પોતે જે ન જાણતા હોય તે જાણવાનો ભાવ માણસને થાય એ સ્વાભાવિક છે. જિજ્ઞાસા એક વાત છે અને શંકાકુશંકા કે દલીલબાજી એ બીજી વાત છે. આરાધનાના ક્ષેત્રમાં જિજ્ઞાસા મહત્ત્વની છે. જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક અને ન્યાય્ય (યોગ્ય) છે, કારણ કે પરમ તત્ત્વની ખોજ નિરંતર ચાલ્યા જ કરે છે. આવા જિજ્ઞાસુઓ એક અપેક્ષાએ ઘણું જાણવાવાળા અને જિજ્ઞાસારહિત શબ્દશાસ્રીઓ કરતાં ચડિયાતા છે એમ શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે. કેટલાક માણસોને શુષ્ક શબ્દચર્ચામાં જ રસ હોય છે. પોતે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે બહુ નિષ્ણાત છે એવો ઘમંડ પણ તેઓને હોય છે. ઘણી જાણકારી મેળવવી એ એક વાત છે અને અંતર્મુખ થઈ આત્મ-સંવેદનો અનુભવવાં એ બીજી વાત છે. પોથીપંડિતો પોથીમાં જ અટવાયેલા રહે છે. તેઓ માનકષાયથી ભરેલા હોય છે. તેમનો આત્મા એટલો નિર્મળ હોતો નથી. લોભ-લાલચ તેમને વળગેલાં હોય છે. શાસ્ત્રગ્રંથોનાં વાક્યો ટાંકવામાં તેઓ કુશળ હોય છે. એવા શુષ્ક જ્ઞાની કરતાં આત્મજ્ઞાનના ક્ષેત્રે હજુ શરૂઆત કરનાર જિજ્ઞાસુ ચડિયાતો ગણાય છે. તે યોગનો અધિકારી બની યોગારૂઢ થઈ યોગાતીત થઈ શકે છે. [૫૭૧] આર્તો નિજ્ઞાસુરી જ્ઞાની ખેતિ તુવિધા: । उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥७७॥ અનુવાદ : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એમ ચાર પ્રકારના ઉપાસકો છે. એમાં ત્રણ ઉપાસકો વસ્તુવિશેષને લીધે ધન્ય (મુખ્ય) છે. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં શ્રીમદ્ભગવદ્ગીતામાંથી આખો શ્લોક ટાંક્યો નથી, પરંતુ એમાંથી બીજા અડધા ચરણને પોતાના શબ્દોમાં વણી લીધું છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવતાં કહ્યું છે કે ઈશ્વરના ઉપાસકો ચાર પ્રકારના છે : આર્ટ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત એટલે દુઃખી. સંસારનાં દુ:ખોથી જે ગ્રસ્ત હોય, ત્રસ્ત હોય, તમ હોય તેને દુ:ખમાંથી છૂટવા માટે કોઈક શરણ જોઈએ છે. ઈશ્વર ભક્તોને દુઃખમાંથી છોડાવનાર છે એમ સમજીને તે ઈશ્વરનું શરણ સ્વીકારે અને એને પ્રસન્ન કરવા એની ઉપાસના કરે છે. જિજ્ઞાસુને સંસારનું અવલોકન કરતાં સુખદુઃખ શા માટે છે તે વિશે કુતૂહલ થાય છે. કાર્યકારણનો વિચાર કરતાં કરતાં, જેમ જેમ જિજ્ઞાસા સંતોષાતી જાય તેમ તેમ તે કોઈક તત્ત્વ ઉપર સ્થિર થાય છે. એને મન એ તત્ત્વ તે પરમેશ્વર. એટલે પરમેશ્વરની ઉપાસના કરવાનું એને સમજાય છે અને એ પ્રમાણે તે ઉપાસના કરવા લાગે છે. જેઓ અર્થ અર્થાત્ ધન ઇત્યાદિ પદાર્થોના અર્થી છે, તેમને ધન વગેરે મેળવવું છે. કેટલાકને મહાપ્રયત્ને પણ અલ્પ ધન મળતું હોય છે અને બીજાને અલ્પ પ્રયત્ન કે અનાયાસ, અચાનક ઘણું બધું ધન મળી જતું હોય છે. આવું કેમ બને છે તેની ખોજ કરતાં કરતાં અથવા વડીલો પાસેથી તેવું સાંભળતાં, _2010_05 ૩ર૪ Page #370 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ– અધિકાર અર્થાર્થી માણસો ધન માટે પરમેશ્વરની પૂજા કરવા લાગે છે. ધન ઉપરાંત પત્ની, પુત્ર, પરિવાર, લોકખ્યાતિ ઇત્યાદિની ઝંખના, ખેવના કરનારા પણ અર્થાર્થી કહેવાય છે. જે જ્ઞાની છે તે તો સંસારમાં સમત્વની સાધના કરે છે. એ પરમ તત્ત્વની ખોજ કરે છે. પરમ તત્ત્વની નિષ્કામ ઉપાસના જ અંતે તો જીવને સંસારના બંધનોમાંથી છોડાવનાર છે એમ તે સારી રીતે જાણે છે. એટલે તે અન્ય કોઈ ભૌતિક પ્રયોજન વિના પરમતત્ત્વની ઉપાસના કરે છે. આમ આ ચાર પ્રકારના ઉપાસકો બતાવવામાં આવ્યા છે. (આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થીનો લાક્ષણિક અર્થ પણ કરવામાં આવે છે, જેમકે આ એટલે તત્ત્વને જાણવાની આતુરતાવાળો, જિજ્ઞાસુ એટલે તત્ત્વને જાણવાની ઉત્કટ ઇચ્છાવાળો અને અર્થાર્થી એટલે પરમાર્થને પ્રાપ્ત કરવાની ભાવનાવાળો). આ ચાર ઉપાસકોમાંથી ત્રણ ઉપાસક ધન્ય છે એમ અહીં કહેવામાં આવ્યું છે. આ ત્રણ તે કોણ ? આ શ્લોકમાં પહેલા ત્રણ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. એટલે માત્ર ધનની ઇચ્છાથી પ્રભુભક્તિ કરે એ બહુ ઊંચી જાતનો ઉપાસક ન ગણાય એમ સમજીને આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એ ત્રણને અહીં ધન્ય ગણવામાં આવ્યા છે એમ કેટલાકનું માનવું છે. બીજી બાજુ, જ્ઞાની માટે જુદા શ્લોકની રચના કરવામાં આવી છે એ જોતાં આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એ ટાણને ધન્ય ગણવામાં આવ્યા છે એમ કેટલાક કહે છે. વળી અહીં જે અર્થાર્થીની વાત કરવામાં આવી છે તે એવા ઉપાસકોની છે કે જેમને ધન જોઈએ છે, પણ તેમના અંતરમાં ધન કરતાં પ્રભુની ઉપાસના ચડિયાતી છે. અહીં “ધન્ય' શબ્દ મુખ્યના અર્થમાં વપરાયો છે. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી ધન્ય છે અને જ્ઞાની અધન્ય છે એવો અર્થ લેવાનો નથી. અહીં જે ધન્યતા દર્શાવી છે તે વસ્તુવિશેષના સંદર્ભમાં છે. “વસ્તુવિશેષ' તેમને માટે “પરમેશ્વર' છે. પહેલા ત્રણને માટે પરમેશ્વર વસ્તુવિશેષ છે, ઉપાસ્ય છે. [૫૭૨] જ્ઞાની તુ શાન્તવિક્ષેપો નિત્યમrmર્વિશિષ્યતે | अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥७८॥ અનુવાદ : જ્ઞાની વિક્ષેપોની શાન્તિવાળો, (પરમેશ્વરની) નિત્ય ભક્તિની વિશેષતાવાળો, સદાશયવાળો અને અંતરાત્માની અત્યંત પાસે રહેલો હોય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થીની વિશેષતા દાખવવામાં આવી છે. હવે આ શ્લોકમાં ચોથા પ્રકારના ઉપાસક એવા “જ્ઞાની'ની વિશેષતા શ્રીમદ્ભગવદ્ગીતાના સાતમા અધ્યાયના ૧૭માં શ્લોક અનુસાર દર્શાવવામાં આવી છે. જ્ઞાની કેવો હોય છે ? તે શાન્ત ચિત્તવાળો હોય છે. તેના ચિત્તની સમાધિમાં કોઈ વિક્ષેપો હોતા નથી. વિક્ષેપો આવે તો જ્ઞાનીને માટે તે વિક્ષેપરૂપ હોતા નથી. ઘણુંખરું તો એ વિક્ષેપો સ્વયમેવ શાન્ત થઈ જાય છે. વિક્ષેપો શાન્ત ન થયા હોય તો પણ તે જ્ઞાનીની શાન્તિને બાધાકર નીવડતા નથી. જ્ઞાની પરમેશ્વર પ્રત્યેની નિત્ય ભક્તિવાળો હોય છે. તે એમાં તલ્લીન હોય છે. તેની ભક્તિ અખંડિત અને નિઃસ્વાર્થ હોય છે. પ્રભુભક્તિનો તેને સાચો અને ઊંચો રંગ લાગ્યો હોય છે. જ્ઞાની હમેશાં સદાશયવાળો એટલે કે સારા શુભ આશયવાળો હોય છે. એના હૃદયમાં દુષ્ટ ૩૨૫ Jain Education Intemational 2010_05 Education International 2010.05 . Page #371 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આશયો આવતા નથી. તે સૌનું કલ્યાણ જ ઇચ્છતો હોય છે. આવા જ્ઞાનીઓના અંતરમાં જ પરમાત્મા વસતા હોય છે. તેઓ હમેશાં અંતરથી ૫૨માત્માની સમીપ જ હોય છે અથવા સાધનાની ઊંચી દશાએ પહોંચતાં તેઓ પોતે જ બ્રહ્મસ્વરૂપ થયા હોય છે. [૫૭૩] ર્મયો વિશુદ્ધસ્તન્નાને યુનીત માનસમ્ । अज्ञश्चाश्रद्दधानश्च संशयानो विनश्यति ॥७९॥ અનુવાદ : કર્મયોગથી વિશુદ્ધ થયેલો તે મનને જ્ઞાનમાં જોડે છે. અજ્ઞાની અને અશ્રદ્ધાવાન એવો સંશયાત્મા (સંશયાન) વિનાશ પામે છે. વિશેષાર્થ : કર્મયોગ અને જ્ઞાનયોગ જીવને કેવી રીતે ઉપકારક થાય છે તે દર્શાવવા માટે ગ્રંથકાર અહીં શ્રીમદ્ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના શ્લોક ૩૯ અને ૪૦નો આધાર લઈને કહે છે કે કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. એવી પાત્રતા પ્રાપ્ત કર્યા પછી જે કર્મયોગીઓ પોતાના મનને જ્ઞાનમાં જોડે છે તેઓ આગળ જતાં જ્ઞાનયોગી પણ બને છે. જ્ઞાનયોગી બનવાથી તેઓ કર્મયોગી તરીકે મટી જતા નથી, પણ તેઓનો કર્મયોગ જ્ઞાનયોગમાં એકરૂપ થઈ જાય છે. તેઓ કર્મયોગ અને જ્ઞાનયોગના સમન્વયની ઊંચી ભૂમિકાએ પહોંચે છે. જેઓ આ ભૂમિકાએ પહોંચે છે તેઓ જ મોક્ષમાર્ગની સારી સાધના કરી શકે છે. જેઓ કર્મયોગી નથી થયા તેઓ જ્ઞાનયોગ માટે પાત્ર બનતા નથી. જેઓ અજ્ઞાની છે, અશ્રદ્ધાવાન છે તેઓ સાચા કર્મયોગી જો ન થઈ શકતા હોય તો જ્ઞાનયોગી તો ક્યાંથી થઈ શકે ? તેમાં પણ જેઓ સંશય કે સંદેહવાળા હોય છે, જેમની બુદ્ધિ પરિપક્વ હોતી નથી, જેઓ નિર્ણય કરી શકતા નથી એવા જીવો તો વિનાશ પામે છે એટલે કે સાધનામાંથી ભ્રષ્ટ થઈ ભવભ્રમણમાં સતત ભટક્યા કરે છે. [૫૭૪] નિર્ભય: સ્થિરનાસાપ્રવૃત્તદષ્ટિવંતસ્થિતઃ । सुखासन: प्रसन्नास्यो दिशश्चानवलोकयन् ॥८०॥ [૫૭૫] વેદમધ્યશિરોન્રીવમવ ધારયવ્રુધૈ:। दन्तैरसंस्पृशन् दंतान् सुश्लिष्टाधरपल्लवः ॥८१॥ [૫૭૬] આત્તરીકે પરિત્યન્ય ધર્મે શુન્ને ચ વત્તથી: । अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगी भवेन्मुनिः ॥८२॥ અનુવાદ : નિર્ભય, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દૃષ્ટિ રાખનારા, વ્રતમાં રહેનારા, સુખાસનવાળા, પ્રસન્ન મુખમુદ્રાવાળા, દિશાઓનું અવલોકન નહિ કરનારા, દેહનો મધ્યભાગ (કટિ), મસ્તક અને ગ્રીવાને અવક્ર (સીધાં) ધારણ કરનાર, બુધ (જાગ્રત, જ્ઞાની), દાંત વડે દાંતનો સ્પર્શ નહિ કરનાર, અધર (હોઠ) રૂપી પલ્લવ બરાબર બીડેલા રાખનાર, આર્ત અને 2010_05 ૩૨૬ Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર પંદરમો : યોગ – અધિકાર રૌદ્ર ધ્યાનને ત્યજીને ધર્મ અને શુકલ ધ્યાનમાં બુદ્ધિને સ્થિર રાખનાર તથા પ્રમાદરહિત થઈ ધ્યાનમાં તલ્લીન થનાર મુનિ જ્ઞાનયોગી બને છે. વિશેષાર્થ : આ ત્રણ શ્લોકમાં સાધના દ્વારા જ્ઞાનયોગી બનનારા મહાત્માનાં કેટલાંક મહત્ત્વનાં સ્કૂલ અને સૂક્ષ્મ લક્ષણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ માટે ગ્રંથકાર મહર્ષિએ શ્રીમદ્ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર વગેરે પ્રાચીન ગ્રંથોનો આધાર લીધો છે. જેઓ જ્ઞાનયોગી હોય છે તેઓ નિર્ભય હોય છે. સંસારમાં આકસ્મિક દુર્ઘટનાઓ બને છે, યુદ્ધ, રોગચાળો વગેરેના ઉપદ્રવો થાય છે, કુદરતી આપત્તિઓ આવે છે, સ્વજનોનો વિયોગ થાય છે, મારણાન્તિક (મરણાત્તિક) ઉપસર્ગો સહન કરવા પડે છે – આવી આવી બધી જ પરિસ્થિતિમાં સમદર્શી સાધકો અડોલ અને ભયરહિત હોય છે. તેમનું ચિત્ત અસ્વસ્થ, વ્યગ્ર કે ઉદ્વિગ્ન બનતું નથી. અભય તેમના જીવનમાં સતત વણાયેલો હોય છે. તેઓને કોઈના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર ઇત્યાદિ થતાં નથી. તેઓને કોઈ પણ વાતે ચિંતા થવા લાગી તો સમજવું કે તેઓ હજુ જ્ઞાનયોગીની ભૂમિકાએ પહોંચી શક્યા નથી. આવા મુનિઓ જ્યારે ધ્યાનયોગમાં બેસે છે ત્યારે તેઓ સુખાસનમાં (થાક કે કંટાળો ન આવે એવી રીતે પદ્માસનમાં કે પલાંઠી વાળીને) બેઠેલા હોય છે. તેમની દૃષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર હોય છે. તેઓ આડુંઅવળું જોતા નથી. તેમની કરોડરજ્જુ સીધી ટટ્ટાર હોય છે એટલે કે એમની કમર, ડોક અને મસ્તક સીધી ઊભી એક લીટીમાં હોય છે. તેમના બંને હોઠ બીડેલા હોય છે. મુખમાં તેમના ઉપરના દાંત નીચેના દાંતને અડતા નથી. તેમની મુખમુદ્રા પ્રસન્ન હોય છે. આવી રીતે ધ્યાનમાં બેઠેલા એ મહાત્માઓના ચિત્તમાં આર્ત અને રૌદ્ર ધ્યાન ચાલતાં નથી. તેઓ ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પોતાના ચિત્તને પરોવી દે છે. આવી રીતે પોતાના ધ્યાનમાં તેઓ અપ્રમત્ત ભાવથી લીન બની ગયા હોય છે. ધ્યાનમાં લીન થનાર જ્ઞાનયોગીનું એક સરસ સુંદર શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓને માટે કેવી રીતે બેસવું અને કેવી મુદ્રા ધારણ કરવી એ વિશે અહીં સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અલબત્ત, અહીં જેટલી વાત ગણાવવામાં આવી છે એટલી જ છે એવું ન માનવું. અહીં તો મુખ્ય મુખ્ય વાત ગણાવવામાં આવી છે. ધ્યાનના માર્ગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવાની અભિલાષાવાળાઓએ તો પોતાના પ્રાજ્ઞ ગુરુ ભગવંતનું માર્ગદર્શન સમયે સમયે મેળવતા રહેવું જોઈએ. [૫૭૭] શ્રમયો સામગ્રી જ્ઞાનયોગાસાહિતઃ | ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥८३॥ અનુવાદ : કર્મયોગનો સારી રીતે અભ્યાસ કરીને, જ્ઞાનયોગમાં સારી રીતે સ્થિર થઈને, (મહાત્મા) ધ્યાનયોગ પર આરૂઢ થઈને મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : યોગ વિશેના આ અધિકારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહર્ષિ કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ એ ચારેની મહત્તા દર્શાવે છે. કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ ૩૨૭ Jain Education Interational 2010_05 Page #373 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ ચારે ક્રમાનુસાર છે અને પરસ્પર ગૂંથાયેલા છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવનું અંતિમ લક્ષ્ય મુક્તિયોગ પ્રાપ્ત કરવાનું છે. અગાઉ કહ્યું છે તેમ અહીં “કર્મ' શબ્દ ક્રિયાના અર્થમાં વપરાયેલો છે. જૈન દર્શનમાં કર્મ શબ્દ કાર્પણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ દ્વારા થતા શુભાશુભ બંધ માટે વપરાય છે. જીવ સર્વ કર્મથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મુક્તિ-મોક્ષ અથવા સિદ્ધિગતિ પ્રાપ્ત થતી નથી. આ જૈન પારિભાષિક અર્થમાં ‘કર્મ' શબ્દ અહીં પ્રયોજાયો નથી, પણ શ્રીમદ્ભગવદ્ગીતામાં “કર્મયોગ' શબ્દ જે રીતે પ્રયોજાયો છે તેવા અર્થમાં જૈન દર્શનની દષ્ટિએ તે અહીં પ્રયોજાયો છે. એવી રીતે “જ્ઞાનયોગ' શબ્દ પણ પ્રયોજાયો છે. શ્રીમદ્દભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ મુખ્ય ત્રણ યોગની મીમાંસા સાંખ્યાદિ દર્શન અનુસાર કરવામાં આવી છે. યોગ વિશેના આ અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાની એ મીમાંસાનો જૈન દર્શનને અનુરૂપ એવો સરસ સમન્વય કર્યો છે અને જયાં જયાં યોગ્ય લાગ્યું છે ત્યાં ત્યાં શ્રીમદ્ભગવદ્ગીતાના શ્લોકો પણ ટાંક્યા છે. મોક્ષના અભિલાષી આરાધક સર્વ જીવો ધર્મક્રિયામાં રસરુચિવાળા હોય છે. એમાં તેઓ પ્રમાદ કર્યા વિના નિપુણતા પ્રાપ્ત કરે છે. આ રીતે કર્મયોગનો સતત અભ્યાસ થતો રહે છે. એવો અભ્યાસ જ તેમને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. એકલો કર્મયોગ કે એકલો જ્ઞાનયોગ આરાધક મુનિઓના જીવનમાં હોતો નથી. એમાં આત્મદશા અનુસાર ગૌણ-મુખ્યતાનો ફેર હોય છે. કર્મયોગના અભ્યાસ દ્વારા જ્ઞાનયોગમાં આગળ વધાય છે. જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. ઊંચનીચ લાગતા સર્વ જીવોમાં રહેલો આત્મા એક સરખો જ છે એવી દઢ આંતરપ્રતીતિ જ્ઞાનયોગીને થાય છે. જેઓ જ્ઞાનયોગમાં સ્થિર થાય છે તેઓ જ ધ્યાનયોગના અધિકારી બને છે. અહીં ધ્યાન તે શુભ ધ્યાન અર્થાત્ ધર્મધ્યાન અને શુકલધ્યાન છે. ધ્યાનયોગમાં આરૂઢ થવાનું છે. અર્થાત્ ક્ષપકશ્રેણીએ ચડવાનું છે. જેઓ ધ્યાનયોગમાં આરૂઢ થાય છે તેઓ મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ એટલે મુક્તિની અવસ્થા અર્થાત્ મન, વચન અને કાયાના યોગથી રહિત એવી સિદ્ધાવસ્થા. અહીં સાધનાના અંતિમ લક્ષ્ય સુધીના ચાર મુખ્ય યોગ ક્રમાનુસાર દર્શાવવામાં આવ્યા છે. એ ક્રમનું ઉલ્લંઘન સાધકો કરતા નથી અને કરવા જાય તો લક્ષ્યસ્થાન સુધી પહોંચી શકતા નથી. इति योगाधिकारः । યોગ અધિકાર સંપૂર્ણ ૩૨૮ Jain Education Intemational 2010_05 Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો અધિકાર સોળમો * ધ્યાન અધિકાર [૫૭૮] સ્થિરમધ્યવસાનું યત્ તથ્થાનું વિત્તમસ્થિરમ્ । भावना चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्रिधा मतम् ॥१॥ અનુવાદ : જે સ્થિર અધ્યયવસાય છે તે ધ્યાન છે. અસ્થિર ચિત્તના ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકાર કહ્યા છે. વિશેષાર્થ : આ ‘અધ્યાત્મસાર' ગ્રંથમાં યોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ગ્રંથકાર મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવે ધ્યાનનું સ્વરૂપ સમજાવે છે. જૈન ધર્મ, વૈદિક ધર્મ અને બૌદ્ધ ધર્મ એ દરેકમાં ધ્યાનનાં સ્વરૂપ અને પ્રક્રિયાની ઘણી ગહન વિચારણા થયેલી છે. મનુષ્યનું મન અત્યંત ચંચલ છે, અસ્થિર છે. એને સ્થિર કરવાનું, સંયમમાં રાખવાનું ઘણું કઠિન છે. * મનનો આત્મા સાથે ગાઢ સંબંધ છે. બીજી બાજુ મનનો ઇન્દ્રિયો સાથે પણ એટલો જ ઘનિષ્ઠ સંબંધ છે. એટલે આત્મતત્ત્વની વિચારણામાં – અધ્યાત્મની મીમાંસામાં મન વિશે વિચારણા અવશ્ય કરવી જ પડે. મનને કોઈ પણ એક વિષયમાં કેટલો વખત સ્થિર રાખી શકાય ? આ પ્રયોગ જાતે કરી જોવાથી મનની ચંચળતા અને મનની શક્તિનો ખ્યાલ આવશે. આપણે ધારીએ છીએ એટલું સ્થિર આપણું મન એક વિષયમાં રહી શકતું નથી. કેટલીક વાર તો મોડેથી ખબર પડે છે કે પોતે ક્યારનાય બીજા વિષયો પર ચાલ્યા ગયા છે. એટલે મનને કોઈ પણ એક વિષયમાં સ્થિર રાખવા માટે વારંવાર, સતત અભ્યાસ કરતા રહેવાની, આસનબદ્ધ થઈને ધ્યાન ધરવાની જરૂર રહે છે. _2010_05 મનના વ્યાપારના બે પ્રકાર પાડવામાં આવે છે. મનને એક જ વિષયમાં એકાગ્ર કરવામાં આવે તે ધ્યાન અને એક વિષય પરથી બીજા વિષય પર મન દોડે, અસ્થિર રહે તે ચિત્ત. વળી ચિત્તના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે : (૧) ભાવના (૨) અનુપ્રેક્ષા અને (૩) ચિંતા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ‘ધ્યાનશતક’માં આરંભમાં જ કહ્યું છે : जं थिरमज्झवसाणं तं झाणं, जं चलें तयं चित्तं । તેં હોંખ્મ માવળા વા, અનુપેહા વા, મહવ ચિંતા ॥ આના આધારે અથવા એના ઉપરની હરિભદ્રસૂરિની ટીકાના આધારે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ અધિકારના આ પ્રથમ શ્લોકની રચના કરી છે. અહીં સ્થિર ચિત્તના ત્રણ પ્રકાર બતાવ્યા છે : ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા. ભાવના એટલે જેનાથી મન ભાવિત થાય તે. ભાવના એટલે જે વિષયની મનમાં લગની લાગે તે. મન નવરું પડે એટલે એ વિષયમાં દોડી જાય. જેમ-કસ્તૂરી કે એવી કોઈ તીવ્ર સુગંધવાળી વસ્તુ સાથે બીજી કોઈ ચીજ મૂકી હોય તો તે ચીજમાં પેલી વસ્તુની સુગંધ ઘૂસી જાય છે, ૩૨૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તેવી રીતે મન એ વિષયથી અનાયાસ ઘેરાઈ જાય છે. એટલે ધ્યાન માટે મનને ભાવિત કરવું હોય તો તે તથા તેની સાથે સંકળાયેલા વિષયોના ગ્રંથોનો અને તે વિષયના ધ્યાનનો વારંવાર અભ્યાસ કરતાં રહેવું જોઈએ, જેથી એકાગ્રતા આવવા લાગે. અનુપ્રેક્ષાનો શબ્દાર્થ આ પ્રમાણે છે : અનુ એટલે પાછળ અથવા પછીથી અને પ્રેક્ષા એટલે જોવું, દર્શન. જે કોઈ વિષયનો અભ્યાસ કર્યો હોય તેને યાદ કરીને ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ધ્યાન માટે ઉપકારક છે. ધ્યાન જ્યારે તૂટે ત્યારે ચિત્ત જો અનુપ્રેક્ષામાં લાગી જાય તો ફરી ધ્યાનનું અનુસંધાન થઈ શકે છે. ભાવના અને અનુપ્રેક્ષા નજીક નજીકના શબ્દો છે. એટલે જે અનિત્યાદિ બાર ભાવનાને બાર અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. ચિંતા” શબ્દ ધ્યાનાભ્યાસની દૃષ્ટિએ ભાવના અને અનુપ્રેક્ષા કરતાં ઊતરતો છે. ચિંતા એટલે ભાવના કે અનુપ્રેક્ષા સિવાયની ચિત્તની અસ્થિર અવસ્થા. તે શરીર, પુત્ર-પરિવાર, ધનમિલકત વગેરે વ્યાયવહારિક લૌકિક વિષયોમાં દોડી જાય છે અથવા ધાર્મિક, આધ્યાત્મિક વિષયના પ્રશ્નોમાં અટવાઈ જાય છે. આમ ધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, ચિંતા ઇત્યાદિ શબ્દો ધ્યાન માટેની પરિભાષાની દૃષ્ટિએ સમજાવવામાં આવે છે. જૈન-અજૈન દાર્શનિકો મન કે ચિત્તના વિવિધ વ્યાપારો માટે આ અને આવા બીજા શબ્દોને કિંઈક ભિન્ન અર્થમાં ઘટાવે એ સંભવિત છે. પરંતુ ચિત્તને કોઈ પણ એક વિષયમાં એકાગ્ર અને સ્થિર કરવું એ ધ્યાન – એ વિશે સર્વ સંમત છે. | મન એટલું બધું સંકુલ અને ગહન છે કે મનના વ્યાપારોને સમજવા તે અત્યંત કઠિન વાત છે. પ્રાચીન કાળના ઋષિમુનિઓ અને જ્ઞાની મહાત્માઓથી માંડીને વર્તમાન સમયના મનોવૈજ્ઞાનિકો સુધીના સર્વેએ મનનો તાગ પામવા પ્રયત્નો કર્યા છે, તો પણ મનના સર્વ વ્યાપારોને સંપૂર્ણપણે કોઈ સમજાવી શકતું નથી. [૫૯] મુર્તાન્તર્મવેત્ ધ્યાનમેશ્નાર્થે મન: સ્થિતિઃ | बह्वर्थसंक्रमे दीर्घाप्यच्छिन्ना ध्यानसंततिः ॥२॥ અનુવાદ : એક જ અર્થમાં (વિષયમાં) મનની અંતમુહૂર્ત સુધી રહેતી સ્થિતિ તે ધ્યાન છે. બહુ વિષયોમાં સંક્રમ પામતી દીર્ઘ અને અવિચ્છિન્ન જે સ્થિતિ તે ધ્યાનશ્રેણી (ધ્યાનસંતતિ) છે. વિશેષાર્થ : કોઈપણ એક પદાર્થના કોઈ એક ભાવ ઉપર ચિત્તને કેન્દ્રિત કરવું તેને ધ્યાન કહેવામાં આવે છે. જેમાં સાતત્ય ન હોય અને એક વિષય પરથી બીજા વિષય પર મન ચાલ્યું જતું હોય એવી વિવિધ સ્થિતિને ચિંતા, ભાવના, અનુપ્રેક્ષા વગેરે શબ્દોથી ઓળખી શકાય. | મન કોઈ પણ એક વિષય પર કેટલો કાળ ટકી શકે ? ધ્યાન ધરનારના મહાવરા પર એનો આધાર છે. તો પણ છબસ્થ વ્યક્તિ વધુમાં વધુ અન્તર્મુહૂર્ત સુધી ધ્યાન ધરી શકે. ધ્યાનની શરૂઆત કરનારાઓ માટે તો એક જ વિષયમાં પાંચ-છ મિનિટ ચિત્ત સ્થિર રહી શકે તો તે પણ સારી સિદ્ધિ ગણાય. પાંચ ૩૩૦ Jain Education Interational 2010_05 Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર મિનિટમાં પોતાનું ચિત્ત કેટલી વાર બહાર ગયું એની પ્રામાણિક ગણતરી કરતા રહીને એને ઘટાડવાનો અને એકાગ્રતાને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. આ રીતે અભ્યાસથી ધ્યાતાનું ધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધીનું થઈ શકે. એ પછી છદ્મસ્થના ધ્યાનમાં અવશ્ય પરિવર્તન થાય છે. અલબત્ત, સૂક્ષ્મ ફેરફારો સાથે, તીવ્ર કે મંદ સ્વરૂપે એકાગ્રતા એક જ વિષય પર દીર્ઘ કાળ ચાલી શકે. અંતર્મુહૂર્ત એટલે મુહૂર્તની અંદર-મુહૂર્તાન્તર એટલો સમય. એક મુહૂર્ત અથવા બે ઘડીની અંદરનો કાળ એટલે ૪૮ મિનેટની અંદરનો કાળ. એની ગણતરી આ પ્રમાણે છે : સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજય કાળનું જે એકમ એને જૈન દર્શનમાં “સમય” કહેવામાં આવે છે. સમય અહીં પારિભાષિક શબ્દ છે. આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. એટલું બધું સૂક્ષ્મ એનું સ્વરૂપ છે. હવે અસંખ્ય સમય બરાબર તંદુરસ્ત માણસનો એક શ્વાસોચ્છશ્વાસ અથવા પ્રાણ. ૭ પ્રાણ બરાબર એક સ્ટોક. ૭ સ્તોક (એટલે ૪૯ પ્રાણ) બરાબર એક લવ. ૭૭ લવ બરાબર એક મુહૂર્ત. એક મુહૂર્ત બરાબર ૨ ઘડી (એટલે અંગ્રેજી સમય ૪૮ મિનિટ) અન્તર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદરનો કાળ, એ કાળ ૮ સમયથી વધુ હોય અને વધુમાં વધુ લગભગ ૪૮ મિનિટ સુધીનો હોઈ શકે. એ પછી ધ્યાન ટકી ન શકે, અથવા એવી જ તીવ્રતા કે એકાગ્રતામાં રહી ન શકે. માણસ બીજું કશું ન કરે અને આખો દિવસ એક આસને ધ્યાનમાં બેસી રહેવા ઇચ્છે તો બેસી શકે. પરંતુ અંતર્મુહૂર્ત પછી એનું ધ્યાન તૂટે. પરંતુ તૂટેલું એનું ધ્યાન એના એ જ વિષયમાં કે અન્ય વિષયમાં લાગી શકે. આવી રીતે બે ધ્યાનની વચ્ચેનો જે કાળ છે તેને ધ્યાનાન્સરિકા' અથવા “ધ્યાનનું આંતરું' કહેવામાં આવે છે. આંતરા સાથે લાંબા સમય સુધી ચાલતા ધ્યાનને ધ્યાનની શ્રેણી, ધ્યાનની સંતતિ, વ્યાનધારા ઇત્યાદિ કહેવામાં આવે છે. [૫૮૦ માર્જ સૌદ્ર ર થ = વિનં તિ ચતુર્વિધા ___ तत् स्याद् भेदाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥३॥ અનુવાદ : (ધ્યાનના) આર્ત, રૌદ્ર, ધર્મ ને શુકલ એમ ચાર પ્રકાર છે. તેમાં બે બે ભેદ (અનુક્રમે) ભવનાં અને મોક્ષનાં કારણભૂત છે. વિશેષાર્થ : અહીં ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ ધ્યાન તરીકે અને ધર્મધ્યાન અને શુકલધ્યાન શુભ ધ્યાન તરીકે ઓળખાય છે. આમાં પહેલાં બે ધ્યાન તે અશુભ છે. તેનાથી જીવની ભવની અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય છે. પછીનાં બે શુભ ધ્યાન છે. એ મોક્ષનાં કારણભૂત છે. આર્તધ્યાનમાં આર્ત શબ્દ ‘ઋત’ શબ્દ પરથી આવ્યો છે. શ્રતનો એક અર્થ થાય છે દુઃખ. જે દુઃખથી ઉદ્ભવે છે અથવા દુઃખને નિમિત્તે જે દઢ અધ્યવસાય થાય છે તે આર્તધ્યાન. આયુષ્યનો બંધ પડે ત્યારે જો આર્તધ્યાન પ્રવર્તતું હોય તો જીવ તિર્યંચ ગતિમાં જાય છે. રુદ્ર એટલે ભયંકર, ઘાતકી, ક્રૂર. હિંસા, ચોરી, અસત્ય વગેરેને કારણે રુદ્રતા એટલે કે ક્રૂરતાથી ભરેલા ચિત્તના અધ્યવસાયો અથવા ૩૩૧ Jain Education Intemational 2010_05 Page #377 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આત્માના તેવાં ક્રૂર પરિણામો તે રૌદ્રધ્યાન. આયુષ્યનો બંધ પડે ત્યારે જો રૌદ્રધ્યાન પ્રવર્તતું હોય તો તે જીવ નરક ગતિમાં જાય. આર્ત્તધ્યાન કરતાં પણ રૌદ્રધ્યાન વધારે ભયંકર છે. આ રીતે આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન દુર્ગતિમાં લઈ જનારાં, ભવનું પરિભ્રમણ વધારનારાં, સંસારમાં રખડાવનારાં છે. ધર્મધ્યાન એનું નામ જ કહે છે તે પ્રમાણે ધર્મયુક્ત ધ્યાન છે. શ્રુતધર્મરૂપી અને ચારિત્રધર્મરૂપી શુભ અધ્યવસાય કે શુભ પરિણામવાળું આ ધ્યાન છે. ધર્મધ્યાનથી જીવની શુભ ગતિ થાય છે. તે દેવગતિ અપાવે છે અને પરંપરાએ મોક્ષગતિ અપાવે છે. શુકલ એટલે શ્વેત અથવા શુદ્ધ. શુકલધ્યાન આઠ પ્રકારનાં કર્મોના મળનું શોધન કરે છે. તે કર્મોનો નાશ કરી મોક્ષગતિ અપાવે છે. આમ, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારનાં કારણભૂત છે અને ધર્મધ્યાન તથા શુકલધ્યાન મોક્ષનાં કારણભૂત છે. આ ચારે પ્રકારનાં ધ્યાન વિશે હવે વિગતે કહેવામાં આવશે. [૫૮૧] શબ્દાવીનામનિષ્ઠાનાં વિયોગÉપ્રયોગયોઃ । चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषुः ॥४॥ અનુવાદ : અનિષ્ટ શબ્દાદિના (વિષયોના) વિયોગનું અને અસંપ્રયોગ(અપ્રાપ્તિ)નું, તથા વેદનાની વ્યાકુળતાનું ચિંતન કરવું. વિશેષાર્થ : આર્દ્રધ્યાનના ચાર પ્રકાર છે. એમાંથી પહેલા બે પ્રકારનો અહીં નિર્દેશ છે. આ પ્રકારો છે : (૧) અનિષ્ટ વિયોગચિન્તા (૨) વેદનાનુબંધ અર્થાત્ રોગચિન્તા આ પહેલા બે પ્રકારનાં આર્ત્તધ્યાનમાં અનિષ્ટ વસ્તુનો પોતાને સંયોગ ન થાય, રોગ-વેદના ન થાય એ પ્રકારની ઇચ્છામાંથી ઉદ્ભવેલી ચિન્તા છે. મનુષ્ય માત્રને ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ ગમે છે, પરંતુ જ્યારે અનિષ્ટનો સંયોગ થાય છે ત્યારે માણસ આકુળવ્યાકુળ થઈ જાય છે અને ક્યારે એમાંથી છૂટાય એની સતત ચિંતામાં રહે છે. અનિષ્ટ વસ્તુનો જેટલો વધારે સંયોગ તેટલી એની ચિત્તા વધુ ઉગ્ર. અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ, વિષય, સંજોગો ઇત્યાદિ પ્રત્યે માણસને અભાવ, અરુચિ, અપ્રીતિ રહે છે. એનો સંયોગ ન થાય એમ તે ઇચ્છે છે. એની ઇચ્છા અનુક્રમે ચિંતામાં એટલી ઉગ્ર રીતે પરિણમે છે કે એનું ચિત્ત સતત એનું જ ચિંતન કરે છે. એટલે તો એને ધ્યાન કહ્યું છે. આ આર્તધ્યાન ‘હું' અને ‘મારા' પણામાંથી જન્મે છે. વસ્તુતઃ એ રાગ અને દ્વેષનું જ પરિણામ છે. માણસને અનિષ્ટના સંયોગવિયોગની જે ચિન્તા થાય છે તે ત્રણ કાળની દૃષ્ટિએ વહેંચી શકાય. વર્તમાન કાળમાં તો મુખ્યત્વે તે એ પ્રમાણે ચિંતવે છે કે પોતાને શબ્દાદિના અનિષ્ટ વિષયો વગેરેનો જે ન ગમતો સંયોગ થયો છે એમાંથી પોતે ક્યારે છૂટે એટલે કે એનો ક્યારે વિયોગ થાય. ત્યાર પછી એ એવા અનિષ્ટ વિષયોની ચિંતા કરે છે કે જેની પ્રાપ્તિ હજુ થઈ નથી, પણ ભવિષ્યમાં થવાનો સંભવ છે. એવો સંભવ ન 2010_05 ૩૩૨ Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર ઊભો થાય અને પોતે બચી જાય એ માટે એના મનમાં વિચારો ચાલે છે. આ થઈ ભવિષ્યકાળની વાત. તદુપરાંત એ એમ ચિંતવે છે કે ભૂતકાળમાં જે અનિષ્ટ સંયોગો થયા હતા અને જેમાંથી તે માંડ છટ્યો છે તે અનિષ્ટ સંયોગો ફરીથી ન આવે તો સારું. આમ, અનિષ્ટના વિયોગ માટે તે ત્રણે કાળની દૃષ્ટિએ ચિંતા કરતો રહે છે. એ વિષયોની એકાગ્ર અને સતત ચિંતા એનું નામ આર્તધ્યાન છે. બીજા પ્રકારનું આર્તધ્યાન છે વેદનાની અથવા શારીરિક કે માનસિક રોગની ચિંતા. નાના રોગો કે જેને ક્ષુદ્ર રોગો કહેવામાં આવે છે એની માણસને બહુ ચિંતા હોતી નથી. પેટમાં, છાતીમાં, મસ્તકમાં, ગળામાં કે શરીરમાં ક્યાંક ઘા પડ્યો હોય તે વખતે થતી તીવ્ર વેદનાથી પોતાને આકુળવ્યાકુળ કરી નાખનારા જે રોગો હોય છે તે વિષે માણસ ચિંતાતુર રહે છે. એવો ભયંકર રોગ માણસને થયો હોય તો એને એમ થાય છે કે ક્યારે એ રોગનો વિયોગ થાય અને ક્યારે પોતાની વેદનાનો અંત આવે. વેદના ગયા પછી માણસને ડર રહે છે કે રખેને ફરી એ રોગ ઊથલો મારે. એટલે ભવિષ્યમાં પોતાને એ રોગ ફરી ન થાય એની પણ ચિંતા રહે છે. આમ, રોગ અંગે વિવિધ પ્રકારની ચિંતા માણસને થાય છે. જીવલેણ રોગ વખતે તે વધુ હોય છે. આવી ચિતા તે આર્તધ્યાન છે. [૫૮૨] રૂછીનાં પ્રધાન સ્ત્ર સંપ્રયોકાવિયોવાયો: . निदानचिन्तनं पापमार्त्तमित्थं चतुर्विधम् ॥५॥ અનુવાદ : ઈષ્ટના સંયોગ અને અવિયોગનું ચિંતન (પ્રણિધાન) તથા નિદાનનું ચિંતન—એવું પાપમય આર્તધ્યાન ચાર પ્રકારનું છે. વિશેષાર્થ : પૂર્વના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. પૂર્વના શ્લોકમાં બે પ્રકારનાં આર્તધ્યાન બતાવવામાં આવ્યાં. એમાં અનિષ્ટની વાત છે. હવે બાકીનાં બે પ્રકારનાં આર્તધ્યાનનો અહીં ઉલ્લેખ છે. આ આર્તધ્યાન ઇષ્ટ અંગેનાં છે. - ત્રીજા પ્રકારનું આર્તધ્યાન તે ઈષ્ટના સંયોગવિયોગનું છે ને ચોથા પ્રકારનું આર્તધ્યાન નિદાન (નિયાણુ)ના વિચાર અંગેનું છે. જેમ અનિષ્ટની માણસને ચિંતા રહે છે તેવી રીતે ઇષ્ટની ચિંતા પણ રહે છે. મનગમતા શબ્દ, રસ, રૂપ, સ્પર્શ વગેરેના વિષયો અથવા એવા વિષયોવાળા પદાર્થો કે પ્રિય વ્યક્તિઓ પોતાની પાસે જ રહે, એમનો પોતાને વિયોગ ન થાય એ માટે માણસ સતત આતુર રહે છે. એનું જે ચિંતન તે આર્તધ્યાન કહેવાય છે. આ આર્તધ્યાન ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ એ ત્રણેના સંદર્ભમાં રહે છે. તીવ્ર રાગના પરિણામે માણસને આવા પ્રકારનું આર્તધ્યાન થાય છે. આર્તધ્યાનનો ચોથો પ્રકાર તે નિદાન ચિંતન છે. નિદાન એટલે નિયાણુ. જૈન ધર્મનો આ પારિભાષિક શબ્દ છે. માણસ પોતાનાં તપ-ત્યાગ-સંયમના બદલામાં અમુક વસ્તુ પોતાને પ્રાપ્ત થાય એવી અભિલાષા નમાં સેવે તો એને નિદાનચિંતન કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનું ગાઢ માનસિક ચિંતન છે. આમાં પણ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટેની ઝંખના હોય છે. દેવગતિનાં સુખો, ચક્રવર્તીપણું, સુંદર પ્રિય પાત્રની કે એવા કામભોગની પ્રાપ્તિ વગેરે માટે માણસ પોતાની તપશ્ચર્યાના બદલામાં મનથી માગણી કરે છે. આવી ૩૩૩ Jain Education Intemational 2010_05 Page #379 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર માગણીઓ જો ઉત્કૃષ્ટ તપ વખતે હોય તો ઘણુંખરું ફળે પણ છે. પરંતુ આ એક પ્રકારનું અશુભ ધ્યાન છે. એટલે આ પ્રકારના આર્તધ્યાનનો ત્યાગ કરવો જોઈએ. ગ કરવો જોઈએ. અજ્ઞાન અને મોહને કારણે આવું આર્તધ્યાન થાય છે. અલબત્ત, નિયાણ પ્રશસ્ત પણ હોઈ શકે. “જયવયરાય સૂત્રમાં જેમ કહ્યું છે તેમ નિયાણા તરીકે ભવોભવ જિનેશ્વર ભગવાનની ભક્તિ માગવામાં આવે તો તે પ્રશસ્ત પ્રકારનું નિયાણુ ગણાય છે. જો કે અધ્યાત્મમાર્ગે ઊંચે ચડેલા મહાત્માઓ માટે તો આદર્શ સ્થિતિ એ છે કે પ્રશસ્ત નિયાણું કરવાનો પણ વખત ન આવે. [૫૮૩] વાપોતી#Jાનાં નૈશ્યાનામત્ર સંમવા अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥६॥ અનુવાદ : અતિ ક્લિષ્ટ નહિ એવા ભાવોનાં કર્મોને પરિણામે અહીં (આર્તધ્યાનમાં) કાપો, નીલ અને કૃષ્ણ લેશ્યાનો સંભવ છે. વિશેષાર્થ : આર્તધ્યાનની વેશ્યા કેવી હોય તેનો નિર્દેશ અહીં કરવામાં આવ્યો છે. લેગ્યા એટલે મનનાં પરિણામ. લેગ્યા એટલે મન, વચન અને કાયાના યોગમાં કૃષ્ણ, નીલ વગેરે રંગનાં શરીરમાં, વિશેષતઃ મસ્તકમાં, રહેતાં દ્રવ્યોની સહાયથી જે આત્મપરિણામ થાય છે તે. લેશ્યાના દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એવા બે પ્રકારો પાડવામાં આવે છે અને શુભ અથવા પ્રશસ્ત લેશ્યા અને અશુભ અથવા અપ્રશસ્ત લેશ્યા એવા પ્રકારો પણ પાડવામાં આવે છે. લેશ્યા તેના રંગ પ્રમાણે છે છે : કૃષ્ણ (કાળા રંગની), નીલ, (લીલાભૂરા રંગની), કાપોત (કબૂતરની પાંખ જેવા રંગની), પીત (તેજોલેશ્યા, પીળા રંગની), પદ્મ (ગુલાબી રંગની) અને શુકલ (શ્વેત રંગની). આમાં કૃષ્ણ, નીલ અને કાપોત અશુભ લેશ્યા છે અને પીત, પદ્મ અને શુકલ એ શુભ લેશ્યા છે. લેશ્યા મનના અધ્યવસાયો પર આધાર રાખે છે. એટલે લેગ્યામાં મંદતા અને તીવ્રતા આવે છે. વળી એક લેગ્યામાંથી બીજી વેશ્યા પ્રગટે છે. કૃષ્ણ લેશ્યા અત્યંત ખરાબ છે. એથી હળવી તે નીલ અને એથી હળવી તે કાપોત લેશ્યા. પીત વેશ્યા સારી છે, એથી વધુ સારી તે પદ્મ લેશ્યા અને સર્વશ્રેષ્ઠ વેશ્યા તે શુકલ લેશ્યા. તેરમા ગુણસ્થાનક સુધી જીવને વેશ્યા રહે છે. ચૌદમા અયોગી કેવળીના ગુણસ્થાનકે વેશ્યા હોતી નથી. જીવ ત્યારે લેશ્યાતીત બને છે. અશુભ લેગ્યામાંથી શુભ લેગ્યામાં ન જવાય અથવા શુભમાંથી અશુભમાં ન સરકી પડાય એવું નથી. મનના અધ્યવસાયો, આત્માનાં પરિણામો ઉપર તેનો આધાર રહે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ ધ્યાન હોવાથી એવું ધ્યાન કરનારને કાપોત, નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે. પરંતુ આર્તધ્યાનમાં લેશ્યા અતિ સંકલેશવાળી નથી હોતી. આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ ખરાબ હોવાથી તેમાં એ ત્રણે અશુભ લેશ્યાઓ વધુ તીવ્ર ને સંકલેશ પરિણામવાળી હોય છે. [૫૮૪] # રુદ્ર પ્રસૈ: શોરને વિનમ્ | ताडनं लुंचनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ॥७॥ અનુવાદ : છંદન (આંસુ સાથે ઊંચા સાદે રડવું), ઉચ્ચ સ્વરે રુદન, શોક કરવો, પરિદેવન ૩૩૪ Jain Education Intemational 2010_05 Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર (દીનતાયુક્ત રુદન), તાડન અને લુંચન વાળ ખેંચવા) એ આના (આર્તધ્યાનનાં) ચિહનો છે એમ પંડિતો કહે છે. વિશેષાર્થ : જેનું આર્તધ્યાન અત્યંત તીવ્ર બની ગયું હોય એવી વ્યક્તિઓથી કેટલીક ચેષ્ટાઓ અનાયાસ થઈ જાય છે. જ્યારે ઇષ્ટ-વિયોગને કારણે કે અનિષ્ટ-સંયોગને કારણે તેમનું પોતાનું દુઃખ હૃદયમાં સમાતું નથી ત્યારે તેવી વ્યક્તિ રડવાકૂટવા લાગે છે. એવી વ્યક્તિઓમાં પણ જુદી જુદી સ્થિતિ સંભવે છે. કોઈક એકાન્તમાં રડે, પણ બીજાની ઉપસ્થિતિમાં ન રડે; કોઈક એકાન્તમાં ન રડે, પણ બીજાની ઉપસ્થિતિમાં કોઈકનાં સહાનુભૂતિભર્યા વચન સાંભળતાં રડી પડે. કોઈક લજજાથી કે દંભથી પણ વધારે પડતું રડે. કેટલાક આર્તધ્યાની બીજાના આશ્વાસનથી શાન્ત થાય, તો કેટલાક બીજાના આશ્વાસનના વખતે જ વધારે જોરથી રડે. સ્વજનનું મૃત્યુ, ભારે અકસ્માત, કુદરતી આપત્તિ વગેરે આઘાતજનક પરિસ્થિતિમાં માણસ પોક મૂકીને રડી પડે છે. દુઃખ તેનાથી સહન થતું નથી. આર્તધ્યાનીનાં આવાં કેટલાંક લક્ષણોનો નિર્દેશ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. ઇંદન એટલે આંખમાંથી આંસુ વહ્યાં જાય એટલું બધું જોરથી રડવું. રૂદન એટલે મોટા લાંબા અવાજ સાથે રડવું. શોચન એટલે શોકગ્રસ્ત, સૂનમૂન બની જવું અથવા હવે શું થશે એની ઘેરી ચિંતામાં પડી જવું. પરિદેવન એટલે દુઃખથી સંતપ્ત થવાથી પોતાની જાતને મારવું, છાતી કે માથું કૂટવું, હાથપગ પછાડવાં, વ્યાકૂળતાપૂર્વક આળોટવું, રોતાં રોતાં ચીજવસ્તુઓ પછાડવી, તોડી નાખવી. લંચન એટલે આવેશમાં આવી જઈ પોતાના વાળ ખેંચવા, ખેંચી કાઢવા. આ બધા આર્તધ્યાનનાં લિંગો એટલે કે લક્ષણો છે એમ ડાહ્યા અનુભવી અવલોકનકારો કહે છે. આ બધાં બાહ્ય પ્રગટ લક્ષણો છે કે જે તરત નજરે પડે છે. આ બધાં જ લક્ષણો એક સાથે જ હોવાં જોઈએ એવું નથી. ક્યારેક એમાંથી ફક્ત એક કે બે લક્ષણો જ જોવા મળે તો પણ એ વ્યક્તિ આર્તધ્યાની છે એ નિઃસંશય છે. એનું આર્તધ્યાન ઉગ્ર કે તીવ્ર છે એમ સમજવાનું છે. જયાં આ લક્ષણો ન હોય ત્યાં આર્તધ્યાન ન જ હોય એવું નથી; પણ તેની તીવ્રતા એટલી બધી ન હોય, કારણ કે કેટલીક વ્યક્તિઓ પોતાના આર્તધ્યાનને મનમાં દબાવી રાખી, બાહ્ય લક્ષણોને પ્રગટ થવા દેતી નથી. વસ્તુતઃ જયાં “અહં' અને “મમ'ના ભાવની ક્રિયા-પ્રતિક્રિયા છે ત્યાં આર્તધ્યાન છે. [૫૮૫] મોર્ષ નિત્તિi નૃત્ય પ્રાંસપર સંપઃ. विस्मितः प्रार्थयन्नेताः प्रसक्तश्चैतदर्जने ॥८॥ અનુવાદ : પોતાના નિષ્ફળ થયેલા કાર્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને એ માટે (સંપત્તિ માટે) પ્રાર્થના કરે અને તે મેળવવા માટે આસક્ત થાય. વિશેષાર્થ : આર્તધ્યાનીનાં અન્ય કેટલાંક લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. આર્તધ્યાની માણસ વળી કેવો હોય છે ? તે જબરો હોય છે. તેને પોતાના વેપારધંધામાં, જરજમીનના સોદાઓમાં, સગાઈ-લગ્ન વગેરે કૌટુંબિક અવસરોમાં, વસ્ત્રાલંકારની ખરીદી કે વેચાણમાં, પ્રવાસ-તીર્થયાત્રાદિમાં – આવાં આવાં કાર્યોમાં તે પોતાનું ધાર્યું જ કરવા – કરાવવાની વૃત્તિવાળો અને સફળતા મેળવવાની અભિલાષા રાખવાવાળો હોય છે. પરંતુ જો તેમ ન થાય અને પોતાને નિષ્ફળતા મળે તો તે પોતાની ૩૩૫ Jain Education Intemational 2010_05 Page #381 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિંદા કરવા લાગે છે. તે પોતાના નસીબનો, કે બીજા કોઈનો તરત દોષ કાઢે છે. નિષ્ફળતા એનાથી જીરવાતી નથી. હતાશ થયેલો તે ચારેબાજુ બૂમરાણ મચાવે છે. તે બીજાની સંપત્તિની પ્રશંસા કરે છે, પરંતુ તે એટલા માટે કે એવી સંપત્તિ પોતાને પણ મળવી જોઈએ. એ બીજાનાં મોટાં સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાની યોગ્યતા હોય કે ન હોય તો પણ તેવું સુખ મેળવવા માટે ઝંખે છે, પ્રાર્થના કરે છે અને એ માટે વિવિધ ઉપાયો અજમાવે છે, કારણ કે એના હૃદયમાં ઘણી લાલસાઓ પડેલી હોય છે. દુનિયામાં જે કંઈ ઉત્તમ છે, સરસ છે તે બધું પોતાને મળવું જ જોઈએ એવી કામના એના હૃદયમાં હંમેશાં ઉદ્ભવતી રહે છે. ‘મારું', ‘અમારું', ‘આપણું' જેવા શબ્દો એની વાતમાં વારંવાર વણાઈ જાય છે. [૫૮૬] પ્રમત્તશ્નેન્દ્રિયાથૈયુ વૃદ્ધો ધર્મપરાઙમુલ: । जिनोक्तमपुरस्कुर्वन्नार्त्तध्याने प्रवर्तते ॥ ९ ॥ અનુવાદ : પ્રમત્ત, ઇન્દ્રિયોના વિષયોના લોલુપ, ધર્મથી વિમુખ તથા જિનવચનને નહિ માનનાર—આ (લક્ષણો) આર્દ્રધ્યાનમાં પ્રવર્તે છે. વિશેષાર્થ : આર્તધ્યાનીનાં બીજાં કેટલાંક વધુ લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. આર્ત્તધ્યાની પ્રમાદી આળસુ હોય છે. તેને સારી વાતનો ઉદ્યમ ગમતો નથી. ‘પ્રમાદી' શબ્દનો આ સ્થૂલ અર્થ થયો. સૂક્ષ્મ અર્થ કરીએ તો ઇન્દ્રિયોના વિષયોમાં તે પ્રમાદી બની રહે છે એટલે કે તેના વિષયોમાં રચ્યોપચ્યો રહે છે. તે વાસનાઓનો દાસ બની જાય છે. વિષયભોગમાંથી તે બહાર નીકળી શકતો નથી. એની લોલુપતાને કારણે તે ધર્મથી વિમુખ રહે છે. ધર્મના, તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચવા માટે એનામાં રુચિ રહેતી નથી. ધર્મસ્થાનકોમાં જવાનું એ ટાળે છે. ધર્મકથામાં, પ્રવચનોમાં, સત્સંગમાં જનારાઓની, તત્ત્વની ચર્ચા કરનારાઓની તે હાંસી ઉડાવે છે, અથવા એવાં સ્થાનોમાં જવાનો પ્રસંગ પડે તો તે તેમાંથી દોષો કાઢે છે, ધર્માત્માઓની ઠેકડી ઉડાવે છે. તેને જિનવચનમાં શ્રદ્ધા નથી હોતી. તેનો માપદંડ નાણાં હોય છે. ‘બજારમાં ભગતડાઓની કશી કિંમત નથી' એમ તે બોલે છે. આર્તધ્યાનીનાં આટલાં લક્ષણો જ છે એવું નથી. આ તો નમૂનારૂપ છે. ક્રંદન, રૂદન, તાડન જેવાં કેટલાંક લક્ષણો દેખાય એવાં છે. પરંતુ બીજાં કેટલાંક લક્ષણો દેખાતાં નથી. પરંતુ એવી વ્યક્તિના સંસર્ગમાં આવવાથી આ લક્ષણોનો પરિચય થાય છે. [૫૮૭] પ્રમત્તાન્તમુળસ્થાનાનુ ામેતમહાત્મના । सर्वप्रमादमूलत्वात्त्याज्यं तिर्यग्गतिप्रदम् ॥१०॥ અનુવાદ : પ્રમત્ત ગુણસ્થાનકના અંત સુધી રહેનારું, તિર્યંચ ગતિને અપાવનારું એ (આર્તધ્યાન) સર્વ પ્રમાદનું મૂળ હોવાથી મહાત્માઓએ ત્યજવા યોગ્ય છે. વિશેષાર્થ : ચારે પ્રકારનું આર્ત્તધ્યાન ક્યા ક્યા ગુણસ્થાનક સુધી સંભવી શકે અને એનું ફળ શું હોઈ શકે તે વિશે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. 2010_05 ૩૩૬ Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર અનિષ્ટ સંયોગ-વિયોગાનુબંધી, વેદનાનુબંધી, ઇષ્ટ સંયોગ-વિયોગાનુબંધી અને નિદાનાનુબંધી એ ચારે પ્રકારનાં આર્તધ્યાન રાગ, દ્વેષ અને મોહને કારણે થતાં હોય છે. સમ્યગ્દષ્ટિ સર્વવિરતિધર સાધુ મહારાજ છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. આ ગુણસ્થાનક સુધી રાગ, દ્વેષ અને મોહની પરિણતિ રહેતી હોય છે. એટલે એ છઠ્ઠા ગુણસ્થાનક સુધી આર્ત્તધ્યાન પ્રવર્તે છે. એટલે સાધુપણામાં જેઓ રાગદ્વેષ કે મોહને વશ થઈ આર્ત્તધ્યાન સેવે છે તેઓ તેવા પ્રકારનાં કર્મ બાંધે છે. પરંતુ જેઓ જાગૃત છે, સાવધ છે તેવા મુનિ મહાત્માઓ એવાં કર્મ બાંધતા નથી. આર્તધ્યાનને પરિણામે જે કર્મો બંધાય છે તે જીવને એકેન્દ્રિયાદિ તિર્યંચ ગતિમાં લઈ જનારાં હોય છે. એટલા માટે સાધુ મહાત્માઓએ રોગ વગેરેના પ્રસંગે એવાં કર્મો બાંધતાં સમતાભાવ ધારણ કરવો જોઈએ. [૫૮૮] નિયં વધબંધાવિચિન્તનું નિવિડધા । पिशुनासभ्यमिथ्यावाक् प्रणिधानं च मायया ॥११॥ અનુવાદ : અત્યંત ક્રોધે ભરાઈને નિર્દયતાથી વધ, બંધન વગેરે ચિંતવવું, માયા (કપટ) વડે પિશુન (ચાડી કરવી), અસભ્ય વચન અને મિથ્યાવાણીનો વિચાર (પ્રણિધાન) કરવો. વિશેષાર્થ : હવે ગ્રંથકારશ્રી આ શ્લોકથી રૌદ્રધ્યાનના ચાર પ્રકારો બતાવે છે. એમાંના પહેલા બે પ્રકારોનાં લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે. આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાન છે. એમાં આર્તધ્યાન કરતાં રૌદ્રધ્યાન વધુ ભયંકર છે. રૌદ્ર શબ્દનો અર્થ જ ‘ભયંકર’ થાય છે. સ્વાર્થ, દ્વેષ, ઈર્ષ્યા, વેરઝેર વગેરેને લીધે મનુષ્યના ચિત્તમાં જે ભયંકર અહિતકર વિચારો ઉદ્ભવે છે અને એ પ્રમાણે કેટલીયે વાર આચરણ થાય છે તે રૌદ્રધ્યાનનો વિષય છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકારો છે : (૧) હિંસાનુબંધી, (૨) મૃષાનુબંધી, (૩) સ્તેયાનુબંધી અને (૪) સંરક્ષણાનુબંધી અથવા પરિગ્રહાનુબંધી. એ ચારમાંથી આ શ્લોકમાં હિંસાનુબંધી અને મૃષાનુબંધીનો ઉલ્લેખ છે. આ દરેક પ્રકારના ધ્યાનનાં લક્ષણો તો ઘણાં બધાં હોય, પરંતુ લાઘવયુક્ત ગ્રંથશૈલીને કારણે અહીં નમૂનારૂપ થોડાં લક્ષણોનો નિર્દેશ ક૨વામાં આવ્યો છે. હિંસાનુબંધી જીવ હિંસાનો અનુબંધ કરનારો એટલે કે હિંસાના પાપ દ્વારા ભારે કર્મ બાંધનારો હોય છે. હિંસા, સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય પ્રકારની હોય છે. વધ, હત્યા, ખૂન વગેરે સ્થૂલ હિંસાના શબ્દો, જીવના પ્રાણ લઈ લેવા માટે વપરાય છે. જીવને મારી નાંખવામાં ન આવે, પણ નિર્દય રીતે બાંધવામાં આવે, પૂરવામાં આવે, ગૂંગળાવવામાં આવે, માર મારવામાં આવે તે પણ હિંસા છે અને અન્ય જીવને દુભવવામાં આવે, એને માનસિક ત્રાસ આપવામાં આવે, એનું અહિત ચિંતવવામાં આવે એ પણ હિંસા છે. એ કદાચ દેખાય નહિ એવી હિંસા હોય તો તે સૂક્ષ્મ હિંસા છે. હિંસાની ઘટનાઓ આમ અનેક પ્રકારની અને ઘણી તરતમતાવાળી હોઈ શકે છે. આવી હિંસા આચરવી એ એક વાત છે અને એવી હિંસાનો મનમાં માત્ર વિચાર કરવો એ બીજી _2010_05 ૩૩૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વાત છે. હિંસા આચરતાં પહેલાં મનમાં વિચાર અવશ્ય આવે છે, પરંતુ જેટલી વાર વિચાર આવે તેટલી વાર તે પ્રમાણે આચરણ થાય જ એવું નથી. ક્યારેક તો બીજાને ખબર સુદ્ધાં ન પડે કે પોતાના મનમાં એવી ક્રૂર હિંસાના ભાવો આવી ગયા અને ચાલ્યા પણ ગયા. મનમાં આવા જે ક્રૂર ભાવો ઉદ્ભવે તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. એ રૌદ્રધ્યાન એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મારવા સુધીનું હોઈ શકે. માણસને ક્રોધાવેશમાં જાતજાતના ભયંકર વિચારો મનમાં આવે છે, જેમકે “એ બધાંને ગોળીએ વીંધી નાખવા જોઈએ”, “હવે તો એ મરે તો જ આ ત્રાસમાંથી છૂટીશું', એવી દવા છાંટો કે બધાં જીવડાંનો કચ્ચરઘાણ નીકળી જાય”, “સારું થયું કે વિમાન તૂટી પડ્યું, બધા એ જ દાવના હતા.” આવાં આવા કોઈક વાક્યો આપણા ચિત્તમાં રમી જાય, એ પણ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. ક્રોધ ઉપરાંત ઈષ્ય, કેષ, અભિમાન ઇત્યાદિને કારણે પણ એવા વિચારો આવે છે. ક્યારેક પશુ હિંસા થાય નહિ, પણ એ કરવા માટે પોતાના મનમાં આનંદ જ રહેલો હોય છે. શિકારીનો શિકાર કરવાનો શોખ, ઉત્સાહ હજુ મનમાં જ હોય ત્યાં આ રૌદ્રધ્યાન થઈ ચૂક્યું હોય છે. માંસાહારી લોકોમાં એ પ્રકારનું ધ્યાન વિશેષ હોય છે. પરંતુ આ બધા પ્રકારનું રૌદ્રધ્યાન ભારે અશુભ કર્મબંધરૂપ, પાપરૂપ અને જીવને દુર્ગતિમાં લઈ જનાર હોય છે. ભયંકર રૌદ્રધ્યાન નરકગતિનાં દુઃખો અપાવે છે. રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર તે મૃષાનુબંધી ધ્યાન છે. મૃષા એટલે અસત્ય. અસત્યના ઘણા પ્રકારો છે. દુષ્ટ વચન બોલવાના મનમાં વિચારો ઉદ્ભવે, ચાડીચુગલી કરવાનો વિચાર આવે, કોઈ ગુપ્ત વાત બહાર પાડી દેવાનું મન થાય, અસભ્ય કે અપમાનજનક શબ્દો બોલવાનો ભાવ થાય, ગાળ દેવાનું મન થાય, અશ્લીલ શબ્દો વિચારાય, વેપાર ધંધામાં, દીકરા-દીકરીની સગાઈમાં, મિલકતના ભાગની વહેંચણી વખતે, કોર્ટ-કચેરીના કિસ્સાઓમાં – ઇત્યાદિ ઘણી બાબતોમાં પોતે કેવું જૂઠાણું સેવવું એના અગાઉથી વિચારો મનમાં આવે છે. કેટલીક વાર તો એવો પ્રસંગ જ નથી આવતો, પણ મનમાં રૌદ્રધ્યાનનું પાપ તો થઈ ચૂક્યું હોય છે. માયાકપટને કારણે આવું મૃષાનુબંધી રૌદ્રધ્યાન સવિશેષ થાય છે. તે જીવને દુર્ગતિમાં લઈ જાય છે. [૫૮૯] ચૌઐથનિરપેક્ષસ્થ તીવ્રથાર્થ ઘા सर्वाभिशंकाकलुषं चित्तं च धनरक्षणे ॥१२॥ અનુવાદ : તીવ્ર ક્રોધથી વ્યાકુળ અને (સજા કે દુઃખથી) નિરપેક્ષ થયેલાને ચોરી કરવાની બુદ્ધિ થાય છે. તથા ધનના રક્ષણ માટે સર્વ પ્રત્યેની શંકાથી ચિત્ત કલુષિત થાય છે. વિશેષાર્થ : રૌદ્રધ્યાનનો ત્રીજો પ્રકાર છે તેયાનુબંધી. તેય એટલે ચોરી. ક્રોધ, લોભ, ધનનો અભાવ ઇત્યાદિથી વ્યાકુળ બનેલો માણસ બીજાનું ચોરી લેવાના વિચારો કરે છે. દુનિયામાં ચોરીની ઘટના સતત ચાલતી રહે છે. ચોરીથી વગર મહેનતે, વગર પરસેવે ચીજવસ્તુ કે ધન મળી જાય છે. એથી જીવ એવી રીતે તે મેળવવા લલચાય છે. એમાં અનીતિ છે, એ ખોટું થાય છે, એ પાપમય છે એવા વિચારો એને આવતા નથી. ચોરી ફક્ત ગરીબો જ કરે છે એવું નથી. સાધન સંપન્ન માણસો પણ પોતાની મનગમતી ચીજવસ્તુઓ માટે એમ કરતા હોય છે. ચોરી એટલે છાનુંમાનું, કોઈ ન જુવે એ રીતે લઈ લેવું. એથી ૩૩૮ Jain Education Intemational 2010_05 Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર કોઈને ખબર પડવાની નથી અને પોતે પકડાવાનો નથી, અને પકડાશે તો પણ વધુમાં વધુ શું થશે એ વિશે એ પોતે નિશ્ચિત એટલે કે નિરપેક્ષ રહે છે. કેટલાક તો ચોરી કર્યા પછી, પોતે કેવી સિફતથી ચોરી કરી એ વિશે બડાશ પણ હાંકે છે. આમ, ચોરી કરવા વિશેનું મનમાં જે ચિંતન ચાલતું હોય છે તે પણ સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનો ચોથો પ્રકાર તે સંરક્ષણાનુબંધી અથવા પરિગ્રહાનુબંધી છે. શબ્દાદિ વિષયોના ભોગવટા માટે જોઈતા ધનદોલતને સુરક્ષિત રાખવા માટે માણસ જાતજાતની યુક્તિ-પ્રયુક્તિનો વિચાર કરે છે. ધન કમાવાના વિચારો તે આર્તધ્યાન છે, પણ કમાયેલું ધન સાચવવાના વિચારો ઉગ્ર આવેગવાળા જ્યારે બની જાય છે ત્યારે તે રૌદ્રધ્યાન થાય છે. ભય અને શંકાને કારણે એવા અશુભ વિચારો આવે છે. અરે, તેઓ પોતાનાં સ્વજનોનો, પિતા કે પુત્રનો, પતિ કે પત્નીનો વિશ્વાસ કરતા નથી. કેટલીક વાર ધન તો હજુ આવ્યું ન હોય, પણ તે પહેલાં એને સાચવવા વિશેના વિચારો કરતાં કરતાં માણસ દુર્ધ્યાન પર ચડી જાય છે. એવા દુર્ધ્યાનમાં હિંસાના વિચારો સુધી તે પહોંચી જાય છે. ‘મારા પૈસાને હાથ તો લગાડે, જાનથી મારી નાંખું.' એવા એવા ભયંકર વિચારો એના મનમાં રમી જાય છે. એ એની પાસે પાપકર્મ કરાવે છે. આમ, રૌદ્રધ્યાન મુખ્યત્વે ચાર પ્રકારનું છે. વળી એમાં ઘણી તરતમતા છે. ચિત્તમાં ઊઠતા અશુભ ભયંકર અધ્યવસાયોમાંથી ઘણા અનર્થો નિષ્પન્ન થાય છે. એટલા માટે નરક ગતિમાં લઈ જનાર આ અશુભ ધ્યાન પર વિજય મેળવવો ઇષ્ટ છે. [૫૦] તત્ત્તવોષરળ-જાળાનુમતિસ્થિતિ । देशविरतिपर्यन्तं रौद्रध्यानं चतुर्विधम् ॥१३॥ અનુવાદ : આ દોષયુક્ત (કાર્ય) કરવું, કરાવવું અને અનુમતિરૂપ જેની સ્થિતિ છે તે ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિ (ગુણસ્થાનક) સુધીનાને હોય છે. વિશેષાર્થ : આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન એટલે હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્ટેયાનુબંધી અને પરિગ્રહાનુબંધી રૌદ્રધ્યાન. એમાં પણ પ્રત્યેકના કરવું, કરાવવું અને અનુમોદવું એમ પ્રકા૨ો પડે છે. રૌદ્રધ્યાનમાં ક્રૂર ભાવો હોય છે. હિંસા કરતી વખતે માણસના હૃદયમાં નિર્દયતા આવે છે. સામાન્ય લોકોને એવો ખ્યાલ હોય છે કે જાતે હિંસા કરવામાં પાપ છે. પકડાઈ જવાની અને પોતાને સજા થાય એવી બીક પણ રહે છે. પરંતુ બીજા પાસે હત્યા કરાવી હોય તો પોતાને ઓછું પાપ લાગે અને ગુનેગાર તરીકે પોતે પકડાય નિહ. પરંતુ આ એક પ્રકારનો ભ્રમ છે. શાસ્ત્રકારો તો કહે છે કે હિંસા કરનાર, કરાવનાર અને અન્ય કરનારની અનુમોદના કરનાર એ ત્રણે પ્રકારની હિંસા સરખાં ફળ આપે છે. વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં કહ્યું છે : ‘કારણ, કરાવણ ને અનુમોદન, સરખાં ફળ નિપજાવે.’ પંચેન્દ્રિય મનુષ્યની હત્યા જ નહિ, એકેન્દ્રિયાદિ જીવોની હિંસામાં પણ ક્રૂરતાના અધ્યવસાયો સંભવી શકે છે. જેમ હિંસામાં તેમ જૂઠું બોલવામાં, છળકપટ કરવામાં, વેપારધંધામાં અસત્યનો આશ્રય લેવામાં, ખોટી વાત વહેતી મૂકવામાં પણ એટલો જ દોષ રહેલો છે અને ચોરી વગેરે કરવામાં, અણહક્કનું કે અદત્ત લેવામાં પણ એવા દોષો લાગે છે. પરિગ્રહ વધારવા અને એનું સંરક્ષણ કરવા અંગે પણ પાપપ્રવૃત્તિ થાય છે. _2010_05 ૩૩૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર હિંસા, ચોરી વગેરે પોતે કરવાં અને બીજા દ્વારા કરાવવાં એ પાપરૂપ છે એમ સમજવાનું અઘરું નથી, જો કે કેટલાક લોકોને તો એ પણ સમજાતું નથી. એટલું ગાઢ એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ હોય છે. પરંતુ અનુમોદનાથી થતાં પાપની સૂક્ષ્મ સમજણ બહુ ઓછામાં હોય છે. યુદ્ધ ચાલતું હોય અને દુશ્મન દેશના સૈનિકોની ખુવારીનો આંકડો મોટો આવે તો મનથી રાજી થવાય, પ્રતિસ્પર્ધી વેપારીને ત્યાં ચોરી થઈ હોય, આગ લાગી હોય કે આવકવેરાની ધાડ પડી હોય તો મનમાં ખુશ થવાય, ખોટું કરનાર કોઈકને તકલીફ થઈ તો “બહુ સારું થયું, એ જ દાવનો તે છે. કુદરતે એને બરાબર પાઠ ભણાવ્યો' એમ બોલીને રાજી થવાય-આવા આવા અનેક કિસ્સાઓમાં, ક્યારેક તો વગર લેવેદેવે અનુમોદના થયા કરે તો તે દોષરૂપ છે, પાપરૂપ છે એમ સમજવું જોઈએ. વર્તમાન સમયમાં તો હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર, હડતાલ વગેરેની એટલી બધી ઘટના વિશે સવારના પહોરમાં છાપાંઓમાં વાંચતાં કેટલાયે લોકોનાં ચિત્તમાં રૌદ્રધ્યાનના અશુભ અધ્યયવસાયો ઉદ્ભવતા રહે છે. ક્યાંક અન્યાયી માગણી હોય તો આવા લોકોને તો ગોળીએ વીંધી નાખવા જોઈએ—એવા એવા પ્રકારના આક્રોશયુક્ત અશુભ અધ્યવસાયો કેટલાકના ચિત્તમાં થતા હોય છે. સૂક્ષ્મ સમજ ધરાવનારે એમાંથી બચવા જેવું છે. આવા પ્રકારનું રૌદ્રધ્યાન ક્યા જીવો કરે ? શાસ્ત્રકારો કહે છે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીના જીવો આવું રૌદ્રધ્યાન સેવતા હોય છે. મિથ્યાષ્ટિવાળા અજ્ઞાની જીવો તો સમ્યક્ શ્રદ્ધાના અભાવે રૌદ્રધ્યાન કરતા હોય જ છે, પરંતુ સમ્યગદષ્ટિ અવિરતિ કે દેશવિરતિવાળા જીવો પણ આવું રૌદ્રધ્યાન કરતા હોય છે. કોઈકને પ્રશ્ન થાય કે શું સમ્યગૃષ્ટિવાળા જીવો રૌદ્રધ્યાન સેવી શકે ? તો એનો ખુલાસો એ છે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીના જીવોને આવું ધ્યાન હોઈ શકે. ભગવાનનાં વચનોમાં શ્રદ્ધા હોવાને કારણે આવું ધ્યાન ન સેવવું જોઈએ એમ તેઓને સમજાતું હોવા છતાં ચારિત્ર મોહનીય કર્મને કારણે આવું રૌદ્રધ્યાન તેમનાથી થઈ જાય છે. આવા ધ્યાન વખતે જો તેઓ એમાં રસપૂર્વક રાચવા લાગે તો પોતાનું સમ્યગ્દર્શન ગુમાવીને મિથ્યાષ્ટિ પણ બની જાય. કોઈને પ્રશ્ન થાય કે જો રૌદ્રધ્યાન પાંચમા ગુણસ્થાનક દેશવિરતિ પર્યત જ હોય, તો શું સર્વવિરતિધર સાધુ મહાત્માઓને રૌદ્રધ્યાન હોઈ જ ન શકે ? ના, સામાન્ય રીતે તો પંચમહાવ્રતધારી સાચા સાધુઓને રૌદ્રધ્યાન ન હોઈ શકે, પણ જેઓ માત્ર વેશથી જ સાધુ છે, માત્ર દ્રવ્યલિંગી જ છે તેઓને કોઈક પ્રસંગે રૌદ્રધ્યાન હોઈ પણ શકે છે. સર્વવિરતિધર ભાવલિંગી મહાત્માઓને ક્યારેય રૌદ્રધ્યાન ટકી ન શકે. તેઓની જાગૃતિ એટલી બધી હોય છે કે તત્ક્ષણ તેમાંથી તેઓ પશ્ચાત્તાપપૂર્વક નિવૃત્ત થઈ જાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. પોતે કાઉસગ્ગ ધ્યાનમાં હોવા છતાં આર્તધ્યાનમાંથી ક્રૂર હિંસાના રૌદ્રધ્યાનની ધારાએ ચડી ગયા. પરંતુ પોતે તરત જાગૃત થઈ ગયા, શુભધ્યાનની ધારાએ ચડી ગયા એટલું જ નહિ શુકલ ધ્યાનમાં આવી ગયા અને ત્યાં જ કેવળજ્ઞાન પામ્યા. [૫૯૧] પોતની«MIIનાં નેથનામત્ર સંભવ:. अतिसंक्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥१४॥ અનુવાદ : અહીં (રૌદ્રધ્યાનમાં) અત્યંત સંક્લિષ્ટ રૂપનાં કર્મોના પરિણામને લીધે કાપો, નીલ અને કૃષ્ણ લેશ્યાઓ સંભવે છે. ૩૪૦ Jain Education Interational 2010_05 Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર વિશેષાર્થ : જેમ આર્તધ્યાની વ્યક્તિમાં અશુભ લેશ્યાઓ હોય છે તેમ રૌદ્રધ્યાની વ્યક્તિમાં પણ કઈ કઈ અશુભ લેશ્યાઓની શક્યતા હોય છે તે વિશે અહીં દર્શાવવામાં આવ્યું છે. આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાન પણ અશુભ હોવાથી તે ધ્યાનવાળી વ્યક્તિમાં અશુભ લેશ્યાઓ જ સંભવી શકે. એ ત્રણ લેશ્યાઓ કાપોત, નીલ અને કૃષ્ણ છે. આ લેશ્યાઓ તીવ્રતાના અનુક્રમે હોય છે. લેશ્યા કર્મજન્ય પુદ્ગલ પરિણામ છે. જેવા વર્ણનાં એટલે કે રંગનાં પુદ્ગલો હોય તેવા પ્રકારના ભાવો જીવમાં હોય છે. રૌદ્રધ્યાની વ્યક્તિઓમાં હિંસા, ચોરી, જૂઠાણું વગેરેના તીવ્ર ભાવો હોય છે. એટલે તેઓનીલેશ્યા પણ એ પ્રકારની હોય છે. આર્તધ્યાનમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ પ્રકારની અશુભ લેશ્યાઓ હોય છે. તેવી જ રીતે એ ત્રણ અશુભ લેશ્યાઓ રૌદ્રધ્યાનીમાં પણ હોય છે. પરંતુ ફરક એ છે કે રૌદ્રધ્યાનીમાં તે લેશ્યા અત્યંત તીવ્ર સંકલેશવાળી હોય છે. શ્રેણિક મહારાજામાં કોણિક ઉપરના દ્વેષને લીધે હિંસાનુબંધી રૌદ્રધ્યાનને કારણે તીવ્ર સંકલેશવાળી કૃષ્ણ લેશ્યા ઉદ્ભવી હતી. [૫૯૨] ઉત્પન્નવદુોષત્વ નાનામારશેષતા । हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽघं स्मयमानता ॥ १५ ॥ [૫૯૩] નિયાનનુશી બહુમાન: પાપવિ। लिंगान्यत्रेत्यदो धीरैस्त्याज्यं नरकदुःखदम् ॥१६॥ અનુવાદ : હિંસાદીની પ્રવૃત્તિમાં ઉત્પન્ન (સતત), બહુદોષત્વ, નાનાવિધ, આમરણદોષ, પાપ કરીને હર્ષાભિમાન કરવું, નિર્દયતા, પશ્ચાત્તાપ-રહિતતા (અન્ + અનુશય), બીજાના દુઃખમાં અભિમાન – એ એનાં (રૌદ્રધ્યાનનાં) લિંગો છે. ધીર પુરુષે નકનું દુઃખ આપનારાં એનો (લિંગોનો) ત્યાગ કરવો. વિશેષાર્થ : આ બે શ્લોકમાં રૌદ્રધ્યાની કેવો હોય તેનો ચિતાર આપવામાં આવ્યો છે. રૌદ્રધ્યાનીને ઓળખવા માટે અથવા પોતાનામાં રૌદ્રધ્યાન છે કે નહિ તે જાણવા માટે રૌદ્રધ્યાનીનાં કેટલાંક લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. એવું ન સમજવું કે રૌદ્રધ્યાનીનાં આટલાં જ લક્ષણો હોય. આ તો નમૂનારૂપ મોટાં લક્ષણો છે. રૌદ્રધ્યાન વિશે અહીં ‘હિંસાદિ' શબ્દ પ્રયોજાયો છે, એટલે હિંસા, અસત્ય, ચોરી, પરિગ્રહ વગેરેને લગતાં પાપોનો વિચાર પણ એમાં આવી જાય છે. રૌદ્રધ્યાનીનાં અહીં જે લક્ષણો આપ્યાં છે તે નીચે પ્રમાણે છે : – (૧) ઉત્પન્ન દોષ – ઉત્સન્ન એટલે સતત અથવા વારંવાર. રૌદ્રધ્યાનીને હિંસા વગેરે પાપના વિચારો એકવાર નહિ પણ વારંવાર, સતત આવ્યા કરતા હોય છે. (૨) બહુલ દોષ – માત્ર એક વાતમાં જ નહિ, ઘણી વાતમાં ઘણા દોષ તે ચિંતવતો હોય છે. અહીં દોષનો જથ્થો લેવાનો છે. _2016_05 ૩૪૧ For Private Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૩) નાના દોષ – નાના એટલે વિવિધ પ્રકારના દોષોનું ચિંતન તે કરે છે. પ્રત્યેક પાપમાં તે વિધવિધ પ્રકારની યુક્તિપ્રયુક્તિ કરતો હોય છે. (૪) આમરણ દોષ – એટલે મૃત્યુ થઈ જાય ત્યાં સુધીનો દોષ. કેટલાક એવા ઝનૂને ચડતા હોય છે કે “કાં તો મારું અને કાં તો મરું'. બીજાનું મૃત્યુ થાય ત્યાં સુધી એ પાપ આચરવાનું છોડે નહિ. એથી એને અરેરાટી ન થાય. બીજી બાજુ પોતાનું મૃત્યુ થાય તો એની એને પરવા નથી રહેતી. (૫) અયમાનતા – પાપ કરીને તે માટે અભિમાન કરવું, રાજી થવું. પોતાનામાં જ આવું કરવાની હિંમત છે, બીજા બધા નમાલા છે : એવા વિચારો સેવવા. (૬) નિર્દયતા – પાપ કરતી વખતે પાછું વાળીને તે જોતો નથી. હિંસા, ચોરી વગેરેથી સામા માણસની અને એના કુટુંબના સભ્યોની જિંદગી પાયમાલ થઈ જશે એવો વિચાર સુદ્ધાં એને આવતો નથી. એનામાં એટલી બધી નિર્દયતા હોય છે. (૭) અન્ અનુશય – અનુશય એટલે પશ્ચાત્તાપ. અનrશય એટલે પશ્ચાત્તાપ ન થવો. કેટલાક લોકો પાપ કર્યા પછી પસ્તાતા હોય છે. કેટલાક પાપથી પોતાને નુકસાન થયું હોય તો જ પસ્તાય છે, કેટલાક પોતાને નુકસાન ન થયું હોવા છતાં પસ્તાતા હોય છે, પરંતુ રૌદ્રધ્યાની તો પોતાને નુકસાન થાય તો પણ પસ્તાતો નથી. (૮) બીજાના દુઃખમાં પોતાનું ગૌરવ કે બહુમાન સમજે. પાપ કરીને માણસ અભિમાન કરે એટલું જ નહિ બીજાને જેમ વધારે દુ:ખ પડે તેમ તે પોતે વધુ ખુશી અનુભવે છે. આમ, રૌદ્રધ્યાનીનાં અહીં આ કેટલાંક લક્ષણો આપવામાં આવ્યાં છે. આ તો હજુ સ્થૂલ પાપ કરતાં પહેલાં મનમાં ચલાવેલી અશુભ વિચારધારા છે. એટલાથી પણ કેવા કેવા ભયંકર કર્મબંધ થાય છે ! હિંસાદિ પાપ કર્યા પછીના કર્મબંધની તો વાત જ શી ! એટલે જ કહેવામાં આવ્યું છે કે ડાહ્યા માણસોએ નરકગતિનાં દુઃખો આપનારા આવા પ્રકારનાં રૌદ્રધ્યાનથી બચવું જોઈએ. પોતાના ચિત્તમાં જો રૌદ્રધ્યાન થાય તો એને અટકાવી દેવું જોઈએ અને એ માટે પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત કરી લેવા જોઈએ. [૫૯૪ મતે રૂમે ધ્યાને ફુરત્તે વિરસંતુને ! प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥१७॥ અનુવાદ : આ (બે) અપ્રશસ્ત ધ્યાન દુરન્ત અને ચિરપરિચયવાળાં હોવાથી પ્રશસ્ત ધ્યાનમાં અભ્યાસ કરીને આરૂઢ થવું યોગ્ય છે. વિશેષાર્થ : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ છે. તે અપ્રશસ્ત છે એટલે પ્રશંસા કરવાપાત્ર નથી. જીવને ચિરકાળથી આ બે ધ્યાનનો ગાઢ પરિચય રહેલો છે અને એથી જ તે વર્તમાન સમય સુધી સંસારમાં ભટકતો આવ્યો છે. આ બે ધ્યાન એવાં છે કે તે માટે જીવને પુરુષાર્થ કરવો પડતો નથી. વેરતિ, કષાય અને પ્રમાદને કારણે એ બે ધ્યાન જીવને વળગેલાં જ રહે છે. તે ધ્યાન દુરંત છે એટલે કે એનો અંત લાવવાનું કઠિન છે. જીવ જ્યાં સુધી સાચી દિશામાં સમજપૂર્વક મોટો ૩૪૨ Jain Education Interational 2010_05 Page #388 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર ઉદ્યમ ન કરે ત્યાં સુધી આ અપ્રશસ્ત ધ્યાન એના જીવનમાંથી નીકળતાં નથી. તે ધ્યાન આત્માને મલિન કર્યા જ કરે છે. તે જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે. જીવે જો દુર્ગતિમાંથી બચવું હોય તો એણે ધર્મધ્યાન અને અનુક્રમે શુકલ ધ્યાન એ બે પ્રશસ્ત ધ્યાનનું આલંબન લેવું જ પડશે. પરંતુ જ્યાં સુધી ધર્મધ્યાન આવતું નથી ત્યાં સુધી શુકલધ્યાન આવવાનું નહિ. માટે સૌથી પહેલાં ધર્મધ્યાન પર આરૂઢ થવા માટે જ પુરુષાર્થ કરવો પડશે. શુભ ધ્યાન અભ્યાસનો વિષય છે. એક દિવસમાં શુભ ધ્યાન સિદ્ધ થતું નથી. સ્થળ, કાળ ઇત્યાદિની આરંભમાં પસંદગી કરીને, કોઈ અનુભવીનું માર્ગદર્શન મેળવતા રહીને માણસે ઉત્સાહપૂર્વક ધર્મધ્યાનનો મહાવરો વધારતા જવું પડશે. ધ્યાનના અનેકવિધ વિષયો છે અને ધ્યાનની વિભિન્ન સાધના-પદ્ધતિઓ છે. પરંતુ અહીં તો ધર્મધ્યાનના જે પેટાપ્રકારો છે તેમાં જ અનુક્રમે ચિત્તને પરોવવાનું છે. આ રીતે અભ્યાસ વધારતાં વધારતાં સાધક ધર્મધ્યાન પર આરૂઢ થઈ શકે છે. [૧૯૫] માવના શત્ન વાસનાનંવનમાન્ા ध्यातव्यध्यात्रनुप्रेक्षालेश्यालिंगफलानि च ॥१८॥ અનુવાદ : ભાવના, દેશ, કાળ, પોતાનું આસન, આલંબન, ક્રમ, ધાતવ્ય, ધ્યાતા, અનુપ્રેક્ષા, લેશ્યા, લિંગ અને ફળ (વિશે જાણવાની આવશ્યક્તા છે). વિશેષાર્થ : પૂર્વના શ્લોકમાં પ્રશસ્ત ધ્યાનનો નિર્દેશ કરીને એના અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશસ્ત ધ્યાન માટે પૂર્વતૈયારી રૂપે પહેલાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ ? એ માટે આ શ્લોકમાં બાર બાબતો જણાવવામાં આવી છે. એ બાબતોને – મુદ્દાઓને દ્વાર કહેવામાં આવે છે. આ શ્લોકનું અનુસંધાન હવે પછીના શ્લોકોમાં છે. જેઓને સાચા ધ્યાનયોગી થવું છે તેઓએ પહેલાં ધ્યાન વિશેની વિવિધ બાબતોની જાણકારી મેળવી લેવી જોઈએ. ધ્યાનનો વિષય ઘણો જ ગહન છે. આંખ મીંચીને બેઠા એટલે તરત ધ્યાન થઈ ગયું એમ સમજવાની ઉતાવળ ન કરવી જોઈએ. ધ્યાનના વિષયની પૂરી તપાસ કરવી જોઈએ અને એવા પ્રકારની સજ્જતા એ માટે પહેલાં કેળવવી જોઈએ. એમ થાય તો ધ્યાનનો અભ્યાસ વ્યવસ્થિત થાય અને તેનું સારું પરિણામ આવે. ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્વાચાર્યોને અનુસરીને આ શ્લોકમાં નીચેના બાર પેટાવિષયોનો નિર્દેશ કર્યો છે : ૧. ભાવના – જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના વગેરે ભાવનાઓ. ૨. દેશ – ધ્યાન ધરવા માટે ઉચિત દેશ એટલે કે સ્થળની પસંદગી. ૩. કાળ – ધ્યાન ધરવા માટે યોગ્ય અને અનુકુળ સમય. ૪. આસન – ધ્યાન ધરવા માટે શરીરને પદ્માસન ઇત્યાદિ કેવા આસનમાં રાખવું જોઈએ તેની વિચારણા. ૩૪૩ Jain Education Intemational 2010_05 Page #389 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ૫. આલંબન – ધ્યાન માટે વાચના વગેરેનું આલંબન. ૬. ક્રમ – ધ્યાન માટે મનોનિરોધ ઈત્યાદિનો ક્રમ. ૭. ધાતવ્ય – એટલે ધ્યાનનો વિષય, જેમકે જિનેશ્વર ભગવાનની આજ્ઞા, સંસારનાં દુઃખો, કર્મનો વિપાક, વિશ્વનું સ્વરૂપ વગેરે. ૮. ધ્યાતા – ધ્યાન ધરનારની યોગ્યતા, જેમકે અપ્રમાદ વગેરે ગુણવાળી તે વ્યક્તિ હોવી જોઈએ. ૯. અનુપ્રેક્ષા – ધ્યાન પૂરું થતાં અનુચિંતન – એ માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન. ૧૦. લેશ્યા – ધર્મધ્યાનીની શુભ લેશ્યાઓ. ૧૧. લિંગ – ધર્મધ્યાનીની ઓળખ – શુદ્ધ સમ્યફ શ્રદ્ધાન વગેરે. ૧૨. ફળ – દેવલોક વગેરે ગતિની પ્રાપ્તિ. આ બધા કારો વિશે હવે પછીના શ્લોકોમાં સવિગત વિચારણા કરવામાં આવી છે. [૫૯૬] જ્ઞાત્વી થર્ચ તતો ધ્યાવ્યતત્રસ્તર માવના: ज्ञानदर्शनचारित्रवैराग्याख्याः प्रकीर्तिताः ॥१९॥ અનુવાદ : એ વિશે જાણ્યા પછી ધર્મધ્યાન ધ્યાવવું. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર (ચતગ્ન) ભાવના રહેલી છે. વિશેષાર્થ : પૂર્વના શ્લોકના અનુસંધાનમાં આ શ્લોક છે. એમાં ધર્મધ્યાનના અભ્યાસ માટે બાર અંગ જણાવ્યાં છે. એમાં સૌથી પહેલું અંગ તે ભાવના છે. ધર્મધ્યાન ધરનાર આ ભાવનાઓનો અભ્યાસ કરવો જોઈએ. ભાવનાઓ વિવિધ પ્રકારની છે. મૈત્રી, પ્રમોદ વગેરે ચાર ભાવનાઓ છે. વળી અનિત્ય, અશરણ વગેરે વૈરાગ્યની બાર ભાવના છે. અહીં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ભાવનાના અભ્યાસની વાત છે. એથી ધ્યાન ધરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેનાથી મન ભાવિત થઈ જાય તે ભાવના. માવ્યતે મનેન તિ ભાવના એવી ભાવનાની વ્યાખ્યા આપવામાં આવી છે. અનાદિ કાળના સંસ્કારને લીધે જીવ અત્યાર સુધી મિથ્યાત્વ, ઇન્દ્રિયવિષયો, કષાયો, આહાર, પરિગ્રહ, વિષયવાસના, ભય ઇત્યાદિને લગતી અપ્રશસ્ત ભાવનાઓથી ભાવિત હતો. સંસારના રંગોથી તે રંગાયેલો હતો અને સંસારની મલિનતાથી ખરડાયેલો રહ્યો હતો. હવે એને પ્રશસ્ત ભાવનાઓથી ભાવિત કરવાનો છે. એ ભાવનાઓના અભ્યાસથી મન ચંચળ, અશાંત, નિર્બળ મટીને સ્થિર, શાન્ત અને સબળ બને છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં કહ્યું છે કે જ્ઞાન-ભાવનાનો અભ્યાસ કરનારે શ્રુતજ્ઞાનની હમેશાં પ્રવૃત્તિ રાખવી જોઈએ; મનને અશુભ ભાવોના વ્યાપારોમાં જતું અટકાવવું જોઈએ; સૂત્ર અને અર્થની વિશુદ્ધિ સાચવવી જોઈએ; ભવનિર્વેદ કેળવવો જોઈએ; જ્ઞાનગુણથી વિશ્વના પદાર્થોને સમજવા ૩૪ Jain Education Intemational 2010_05 Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર જોઈએ એટલે કે પરમાર્થની સમજ પ્રાપ્ત કરવી જોઈએ અને ત્યારપછી ધર્મધ્યાન ધરવું જોઈએ કે જેથી ધ્યાનમાં સ્થિરતા આવે. | દર્શનભાવનાનો અભ્યાસ કરનારે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ એ પાંચે દોષો દૂર કરવા જોઈએ અને પ્રમાદિ, શૌર્ય, પ્રભાવના, આયતન સેવા (રક્ષક સ્થાનોની સેવા) અને ભક્તિ એ પાંચ ગુણો કેળવવા જોઈએ. ચારિત્રભાવનાનો અભ્યાસ કરનારે ઇન્દ્રિયના વિષયો, કષાયો અને હિંસાદિ પાપોની અવિરતિરૂપી આશ્રવો અટકાવવા જોઈએ, બાર પ્રકારના તપનું સેવન કરવું જોઈએ અને સમિતિગુતિનું બરાબર પાલન કરવું જોઈએ. વૈરાગ્ય ભાવનાનો અભ્યાસ કરનારે સુવિદિત જગતસ્વભાવને ઓળખવો જોઈએ, નિઃસંગ, નિર્ભય અને નિરાશસ એટલે કે ઇચ્છારહિત અનાસક્ત બનવું જોઈએ અને ક્રોધાદિ કષાયો પર વિજય મેળવવો જોઈએ. આમ આ ચારે ભાવનાના અભ્યાસથી ધર્મધ્યાન ધરનારની યોગ્યતા વધે છે. [૫૯૭] નિશ્ચતત્વસંશોરો નિર્ણા પૂર્વજન્ ! संगाशंसाभयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥२०॥ અનુવાદ : નિશ્ચલત્વ, અસંમોહ, પૂર્વકર્મોની નિર્જરા તથા સંગનો, આશંસાનો અને ભયનો ઉચ્છેદ એ અનુક્રમે એનાં (ચાર ભાવનાનાં) ફળ છે. વિશેષાર્થ : ધર્મધ્યાનની સજ્જતા માટે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના એ ચાર ભાવનાથી મનને ભાવિત કરવાની ભલામણ કરવામાં આવી છે. એથી સાધકને શો લાભ થાય છે? આ ભાવનાઓથી સાધકને જે મુખ્ય મુખ્ય લાભ થાય છે તેનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. એવું નથી કે ફક્ત આટલા જ લાભ થાય છે. બીજા પણ ઘણા બધા લાભો થાય છે કે જે એને ધ્યાનસાધનામાં અને અધ્યાત્મવિકાસમાં કામ લાગે છે. જે મુખ્ય લાભ થાય છે તે નીચે પ્રમાણે છે : (૧) જ્ઞાનભાવનાથી નિશ્ચલત્વનો લાભ – શ્રુતજ્ઞાનના અભ્યાસથી માણસ શુભાશુભ તત્ત્વને પારખી શકે છે, અશુભ વ્યાપારમાં જતા પોતાના મનને રોકી શકે છે, સંસાર પ્રત્યે એને નિર્વેદ રહે છે, દેહની અને સાંસારિક સંબંધોની ક્ષણભંગુરતા સમજાય છે, આત્માની અમરતાની પ્રતીતિ થાય છે અને પરિણામે એવી નિશ્ચલતા પ્રગટે છે કે ગમે તેવા વિપરીત સંજોગોમાં, પરીષહ-ઉપસર્ગાદિમાં પણ તે ચલિત થતો નથી. (૨) દર્શનભાવનાથી અસંમોહનો લાભ – દર્શનભાવનાથી શંકા, કાંક્ષા, વિચિકિત્સાદિ દૂર થાય છે. સમ્યક્ શ્રદ્ધાને કારણે અન્ય તત્ત્વ કે મિથ્યાત્વી દેવદેવીની ઉપાસના માટે તે સંમોહિત થતો નથી. આ ભાવનાથી સ્થિરતા અને અમૂઢતાના ગુણો પ્રગટ થાય છે. (૩) ચારિત્રભાવનાથી કર્મનિર્જરાનો લાભ– ચારિત્રભાવનાના અભ્યાસથી તપની વૃદ્ધિ થાય છે. એથી પૂર્વનાં બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. વળી જીવ નવાં અશુભ કર્મો બાંધતો અટકે છે, તથા અનાયાસે શુભ કર્મો બાંધે છે. ૩૪૫ Jain Education Intemational 2010_05 Page #391 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૪) વૈરાગ્યભાવનાથી સંગ, આશંસા અને ભયનો ઉચ્છેદ – આ ભાવનાના અભ્યાસથી માણસ સંસારની અસારતા સમજે છેઃ દેહની નશ્વરતાને તે પિછાને છે. એથી તે રાગદ્વેષની વૃદ્ધિ થાય એવો સંગ છોડે છે એટલે કે એને નિઃસંગ બનવું ગમે છે. તે આશંસા એટલે કે ઇચ્છાઓ, આશાઓ, વાસનાઓ ઉપર મેળવતો જાય છે. શુદ્ધ આત્મતત્ત્વની રમણતાને લીધે કોઈપણ પ્રકારનો ભય હવે એને લાગતો નથી કે સતાવી શકતો નથી. આમ પ્રત્યેક ભાવનાના અભ્યાસથી જીવને આધ્યાત્મિક વિકાસ માટે ફળ સ્વરૂપે જે કેટલાક ગુણો પ્રાપ્ત થાય છે તે બધા એને ધર્મધ્યાન માટે પણ ઉપયોગી બને છે. એથી ધર્મધ્યાન માટેની એની સજ્જતા વધે છે. [૫૯૮] સ્થિત્તિ: વિશ્વનૈતામિર્યાતિ ધ્યાનસ્થ યોતામ્ योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥२१॥ અનુવાદ : સ્થિર ચિત્તવાળો જ એ (ભાવનાઓ) વડે ધ્યાનની યોગ્યતા પામે છે. એ સિવાય બીજા કોઈની યોગ્યતા નથી. બીજાઓએ (અન્ય દર્શનીઓએ) પણ એ પ્રમાણે કહ્યું છે. વિશેષાર્થ : ધર્મધ્યાનની ચાર ભાવનાઓ – જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના – વડે મનને ભાવિત કરવું જોઈએ. અભ્યાસથી જ મન ભાવિત થાય છે. ભાવિત થાય એટલે કે એનો એને રંગ લાગે છે. એમાં જ એને રસ પડે છે. એના જ વિચારો એને આવે છે. એમ કરવાથી ચિત્ત સ્થિર અને શાન્ત થાય છે અને ત્યારપછી તે ધર્મધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જો ચિત્તમાં વખતોવખત તરેહ તરેહના વિષયો રમતા હોય, આરંભ, પરિગ્રહ, વિષયવાસના, વેરઝેર વગેરેના જ વિચારોમાં ચિત્ત દોડી જતું હોય તો એનામાં ચંચલતા આવ્યા વગર રહે નહિ. જ્યાં સુધી ચિત્ત એક વિષયના વિચાર પરથી બીજા વિષયના વિચાર પર કૂદાકૂદ કરતું હોય તો ત્યાં સ્થિરતા ક્યાંથી આવે ? પણ ભાવનાઓમાં મન તરબોળ રહે તો ચિત્તની ચંચલતાનો પ્રશ્ન રહે નહિ. ચિત્ત સ્થિર બને અને પરિણામે તે ધ્યાન માટે યોગ્ય બને. જ્યાં સુધી સાધક આ પ્રમાણે ભાવનાથી ભાવિત ન થાય ત્યાં સુધી તે ધ્યાન માટેની પાત્રતા મેળવી શકે નહિ. આમ, ધ્યાન માટે ભાવનાઓના અભ્યાસની આવશ્યકતા રહેલી છે. શ્રીમદભગવદ્ગીતા વગેરે ગ્રંથો પણ આ વાતની સાક્ષી પૂરે છે. એ માટે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ નીચેના કેટલાક શ્લોક શ્રીમદ્ભગવદ્ગીતામાંથી ટાંક્યા છે. [૫૯૯] ચંવ દિ મનઃ #પ્રમાથિ વત્નવ દેહમ્ तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥२२॥ અનુવાદ : હે કૃષ્ણ ! મન તો ચંચળ, ક્ષોભ ઉપજાવનારું (પ્રમાથિ), બળવાન અને દઢ છે. તેને વશ કરવું એ વાયુની જેમ અત્યંત દુષ્કર છે એમ હું માનું છું. ' વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના વક્તવ્યના સમર્થનમાં શ્રીમદ્ભગવદ્ગીતાના -- ૩૪૬ 2010_05 Page #392 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર A પણ સા*, એકાગ્ર રાઈતનું છઠ્ઠા અધ્યાયના ત્રણ શ્લોક (નં. ૩૪, ૩૫, ૩૬) અહીં ટાંક્યાં છે. એમાંથી આ ૩૪મો શ્લોક મન વિશે છે. એમાં અર્જુનની શ્રીકૃષ્ણ પ્રત્યેની આ ઉક્તિ છે મનુષ્યનું મન અનાદિ કાળથી કેટલીક લાક્ષણિકતાઓવાળું છે અને રહેશે. એમાં દેશ, જાતિ, કુળ ઈત્યાદિનો કોઈ ભેદ નથી. એ સર્વત્ર સમાન છે. એટલે કોઈપણ ધર્મના, કોઈપણ સમાજના, કોઈપણ શાસ્ત્રના કોઈપણ ગ્રંથોમાં મનની આ જ લાક્ષણિકતાઓ દર્શાવેલી જોવા મળશે. એટલા માટે જ ઉપાધ્યાયજી મહારાજે અન્ય દર્શનનાં આવાં વચનો અહીં ટાંક્યાં છે કે જેથી વાચકને આ વાતની પ્રતીતિ થાય. શ્રીમદ્ભગવદ્ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે મન અત્યંત ચંચલ, બળવાન, દઢ, શરીર અને ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારું છે અને વાયુને જેમ મુઠ્ઠીમાં પકડી ન શકાય તેમ મનને સ્થિર કરવું તે દુષ્કર છે. અર્જુનનો આ અનુભવ સર્વસામાન્ય છે. માનવ માત્રની મૂંઝવણને અર્જુને અહીં વાચા આપી છે. સંત અને સ્થિર રાખવાનું ઘણું જ મુશ્કેલ છે. મન ચંચળ છે. પણ સાથે બળવાન પણ છે. તેને સહેલાઈથી જીતી શકાતું નથી. એટલે કે એક જ વિષયમાં ઝાઝો વખત મનને એકાગ્ર રાખી શકાતું નથી. એટલે જ થોડી અતિશયોક્તિ સાથે પણ સાચું જ કહેવાયું છે કે સમદ્રનું પાન કરવું. મેર પર્વતનું ઉન્મલન કરવું કે અગ્નિનું ભક્ષણ કરવું સહેલું છે, પણ મનને પોતાની ધારણા મુજબ પકડી રાખવું કઠિન છે. મોટા મોટા મહારથીઓ પણ મનને વશ કરી શક્યા નથી ચિત્તમાં પ્રતિક્ષણ, સૂતાં કે જાગતાં, વિચારોનો પ્રવાહ અવિરત ચાલ્યા જ કરે છે. થોડીક ક્ષણોમાં તો મન કૂદકા મારતું ક્યાંથી ક્યાં નીકળી જાય છે. થોડીવાર એકાંતમાં બેસીને સભાનપણે પોતાના મનનું અવલોકન કરવાથી આ વાત સમજાય એવી છે. મનોનિગ્રહ એટલે કે મનને વશ રાખવું એ તો આમ ઘણી કઠિન વાત છે, પરંતુ તે અશક્ય નથી. એ માટે અભ્યાસ, ત્યાગ, વૈરાગ્ય, સાધના વગેરે જોઈએ. એ વિશે હવે પછીના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. [૬OO] સંશયં મહીવાદો મનો વિનમ્ | अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥२३॥ અનુવાદ : હે મહાબાહ! મન ચંચલ અને સહેલાઈથી વશ ન થાય એવું છે. એમાં સંશય નથી. પરંતુ હે કૌન્તય ! અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ બીજો શ્લોક પણ શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી અહીં આપ્યો છે. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ મનની ચંચળતા વિશેના અર્જુનના વિચારનો જવાબ આપે છે. તેઓ કૌન્તય એટલે કે કુત્તીના પુત્ર અર્જુનને “મહાબાહુનું સંબોધન કરીને એને એના સામર્થ્યનું ભાન કરાવીને કહે છે કે મન ચંચળ છે એ વિશે કોઈ શંકા નથી. અસંખ્ય લોકોનો આવો જ અનુભવ છે. એ જ વાસ્તવિકતા છે. પરંતુ એ આદર્શ નથી. મનને સંયમમાં જરૂર લાવી શકાય છે. અનેક મહાત્માઓએ ભૂતકાળમાં મન પર પ્રભુત્વ મેળવેલું છે. મન અતિશય ચંચળ હોવાથી તે એક દિવસમાં કે પાંચ-પંદર દિવસમાં તરત જ કાયમને માટે સંયમમાં આવી જાય એવું નથી. એને માટે સતત અભ્યાસની જરૂર છે. જેમ વ્યાયામવીરો, યોગીઓ પોતાના શરીરના અંગોને વાળી શકે છે, જેમ ખેલાડી દોડવામાં, उ४७ Jairt Education International 2010_05 Page #393 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કૂદવામાં, તરવામાં, રમત રમવામાં અભ્યાસથી આગળ વધી શકે છે, જેમ પશુઓને કેળવી શકાય છે તેમ મનને પણ મહાવરાથી વશ કરી શકાય છે. મનને એક દિશામાં વાળવાનો પ્રયાસ કરીએ, પણ એની દોડી જવાની બીજી દિશા જ બંધ ન કરીએ તો ઘણી મહેનતે પણ પરિણામ નહિ જેવું જ આવે. એટલે મનને ચંચળ બનાવનાર કારણોનો પહેલાં વિચાર કરીને એ કારણોને નિવારવાં જોઈએ. મન ભાત-ભાતના વિષયોમાં સહજ રીતે દોડી જાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં એ તલ્લીન બનીને રાચે છે. આવું જ્યાં સુધી થયા કરે ત્યાં સુધી મનને વશ કરવા માટે ગમે તેટલા ઉપાયો કરીએ તો પણ તે બધા નિષ્ફળ નીવડવાના. એટલે મનને પહેલાં વિષયોથી વિરક્ત બનાવવું જોઈએ. જ્યાં સુધી વૈરાગ્યભાવ ન આવે ત્યાં સુધી વિષયભોગની ઇચ્છાઓ શાન્ત ન થાય. એટલે વૈરાગ્યની પણ જરૂર છે. વૈરાગ્ય ત્યારે આવે કે જ્યારે વૃત્તિઓ બહિર્મુખ થતી અટકી જાય અને ચિત્ત અંતર્મુખ બને. ચિત્ત અંતર્મુખ ત્યારે જ બને કે જયારે એને પોતાનામાં – આત્મામાં અથવા બ્રહ્મમાં રસ પડે અને દેહનો મમત્વભાવ ઘટતો જાય. એટલે ચિત્તને આત્મામાં રસ લેતું કરી શકાય તો વૈરાગ્યભાવ સરળ બને. વૈરાગ્યભાવ પ્રગટ થાય તો ચિત્તને સંયમમાં રાખવાના અભ્યાસનું સારું પરિણામ આવે. આમ, અભ્યાસ અને વૈરાગ્ય વડે ચંચલ મનને અવશ્ય સંયમમાં રાખી શકાય છે, જીતી શકાય છે. [૬૦૧] સંતાત્મનો યોગ સુwાથમિતિ મતિઃ वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥२४॥ અનુવાદ : જેણે મનને વશ કર્યું નથી (અસંયતાત્મા) તેને માટે (સામ્યરૂપી) યોગ દુષ્માપ્ય છે, પરંતુ જેણે મનને વશ કરેલું છે એવા યત્નશીલ (મહાત્માઓ) વડે તો ઉપાયથી તે પ્રાપ્ત (વશ) કરવું શક્ય છે એમ મારું માનવું છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ ત્રીજો શ્લોક પણ શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાંથી અહીં ટાંક્યો છે. શ્રીકૃષ્ણ મનની ચંચળતાને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની વાત કર્યા પછી અર્જુનને તેઓ સમજાવે છે કે જે અસંયમી છે તેને માટે યોગ દુષ્માપ્ય છે. જે સંયમી છે તેને માટે તે સુપ્રાપ્ય છે. સમત્વરૂપી યોગ તો સંયમી મહાત્માઓ જ પ્રાપ્ત કરી શકે છે. જેઓ અસંયમી છે તેઓનું મન વિષયોના અનેક વિચારોમાં ભટકતું રહેવાનું. જ્યાં સુધી મન ભટકતું રહે ત્યાં સુધી તે સ્થિર થાય નહિ. જયારે મન ભટકતું બંધ થાય ત્યારે તે સ્થિર થાય. તે સંયમમાં આવે. તેનામાં વિવેકબુદ્ધિ જાગે. તે આત્મભાવમાં સ્થિર થવા લાગે. એમ થવાથી તે ગમે તેવા વિપરીત પ્રસંગોમાં ક્ષોભ ન અનુભવે અને ભોગવિલાસના સારા અનુકૂળ પ્રસંગોમાં ખેંચાય નહિ કે રાચે નહિ. એથી એની સમત્વબુદ્ધિ ખીલે. પરંતુ એવી સમતા પ્રાપ્ત કરવા માટે માણસે, વિશેષતઃ સાધકે વિવિધ ઉપાયો વડે મનને સ્થિર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. [૬૦૨] સંદશ પ્રત્યાવૃજ્યા વૈતૃwથાત્ વર્થિતઃ | एतच्च युज्यते सर्वं भावनाभावितात्मनि ॥२५॥ અનુવાદ : સદશ બોધ(પ્રત્યય)ના અભ્યાસ(આવૃત્તિ)થી અને બાહ્ય અર્થો (વિષયો) વિશે તૃષ્ણારહિત થવાથી (વૈરાગ્યથી), ભાવનાથી ભાવિત થયેલા આત્માને માટે આ સર્વ શક્ય છે. ૩૪૮ 2010_05 Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના મન વિશેના ત્રણ શ્લોક ટાંકીને ઉપાધ્યાયજી મહારાજ હવે દર્શાવે છે કે વૈરાગ્યનો બોધ જૈન દર્શન અને ભગવદ્ગીતામાં એકસરખો જ છે. એટલે જ વૈરાગ્યની ભાવનાથી ભાવિત થયેલા આત્માઓ માટે મનને વશ કરવાનું શક્ય છે. વૈરાગ્યની ભાવના માટે જગતના બાહ્ય પદાર્થોમાંથી મનને પાછું ખેંચી લેવાની જરૂર છે. તૃષ્ણાઓ ઉપર, વાસનાઓ ઉપર વિજય મેળવવાથી મન વૈરાગ્યવાસિત થાય છે. આવા મન માટે પણ તત્ત્વનો યથાર્થ બોધ આવશ્યક છે. બોધથી મન શુદ્ધ અને નિર્મળ થાય છે. સતત આત્મવિચારથી આ નિર્મળતા ટકી રહે છે. સંસારમાં કેટલાયે એવા માણસો હોય છે કે જેને સાંસારિક ભોગવિલાસમાં રસ પડતો નથી. એટલે કદાચ કોઈક તેઓને વૈરાગ્યવાન કહે, પણ એનો અર્થ એ નથી કે તેઓ બધા સાચા વૈરાગ્યવાન અથવા આત્મભાવનાવાળા છે. વૈરાગ્ય અને આત્મભાવના બંનેની આવશ્યકતા છે. આત્મભાવનાનો પણ ઉપયોગપૂર્વકનો સતત અભ્યાસ જરૂરી છે. આવૃત્તિ એટલે આવર્તન અથવા પુનરાવર્તન અથવા સતત અભ્યાસ. ધર્મધ્યાનરૂપી યોગમાં જેઓને સ્થિર થવું છે તેઓએ એ માટે વારંવાર સમજણપૂર્વક, જાગૃતિ સાથે અભ્યાસ કરવાની જરૂર છે. સારા સાધક બનવા માટેની આ પૂર્વતૈયારી છે. [૬૦૩] ત્રીપશુવક્નીવડશીત્રવર્તિત થાનમાપે ! सदा यतीनामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥२६॥ અનુવાદ : સ્ત્રી, પશુ, નપુંસક (ફલીબ) અને દુ:શીલથી વર્જિત એવું સ્થાન સદા યતિઓને માટે આગમમાં શાસ્ત્રમાં) કહ્યું છે. એમાં પણ ધ્યાન સમયે વિશેષતઃ કહ્યું છે. . વિશેષાર્થ : હવે ઉપાધ્યાયજી મહારાજ ધ્યાન ધરવા માટેના સ્થળ વિશે કહે છે. ઘણા લોકો પૂછતા હોય છે કે ધ્યાન ધરવા માટે ક્યાં બેસવું ? ધ્યાન સારી રીતે થાય એ માટે કેવું સ્થળ પસંદ કરવું ? એ વિશે શાસ્ત્રકારોએ ઊંડી મીમાંસા કરેલી છે. આગમગ્રંથોમાં પણ એ વિશે વિચારણા થયેલી છે. સારું ધ્યાન ચિત્તની એકાગ્રતા હોય તો જ થઈ શકે. તો પછી જ્યાં ચિત્તની એકાગ્રતા કદાચ ન ટકી શકે એટલે કે ધ્યાનમાં વિક્ષેપ પડે એવો સંભવ હોય એવા સ્થાનમાં ધ્યાન ધરવા માટે ન બેસવું જોઈએ. ધ્યાન ધરતી વખતે સ્થળ, સમય, આસન, વાતાવરણ વગેરે ઘણાં કારણોને લીધે ચિત્તની એકાગ્રતા ન સચવાય એવું બને છે. એમાં અત્યારે અહીં ફક્ત સ્થળનો વિચાર કરવામાં આવ્યો છે ધ્યાન ધરવું હોય તો મનની શાન્તિ જોઈએ. મનની શાન્તિ માટે આરંભમાં તો ઇન્દ્રિયો શાન્ત થવી જોઈએ અને પછી પણ શાન્ત રહેવી જોઈએ. ઇન્દ્રિયોને પોતાના વિષયમાં દોડી જવાનું નિમિત્ત મળતાં તે દોડી જવા લાગે છે. એથી મનની ચંચળતા વધે છે. સરસ ભોજન હોય, અત્યંત સુગંધ કે દુર્ગધ હોય, મારામારીનાં કે ભયનાં કે કામભોગનાં દશ્યો હોય, કર્ણમધુર સંગીત હોય કે વીજળીના કડાકા કે તેવા મોટા ધડાકા ભડાકા હોય તો ઇન્દ્રિયો તેમાં પરોવાઈ જાય છે, ગમો, અણગમો કે ચિંતા થાય છે અને એથી ચિત્તની સ્થિરતા ડહોળાય છે. એટલે ધ્યાનયોગનો આરંભ કરનારે તો આવી પરિસ્થિતિથી દૂર રહેવું જોઈએ. સંભવિત વિક્ષેપનાં સ્થાનો ટાળવાં જોઈએ. યોગીઓએ અને યતિઓએ પણ પોતાના રહેઠાણ માટે એવા સ્થળો પસંદ કરવાં જોઈએ કે જેથી તેમની સંયમ-સાધનામાં વિક્ષેપ ન પડે. એ માટે જ્યાં બાજુમાં સ્ત્રીઓનો વાસ હોય ત્યાં ન રહેવું જોઈએ કે જેથી વિજાતીય આકર્ષણના ભાવો મનમાં ન ૩૪૯ Jain Education Interational 2010_05 Page #395 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઊઠે. (જેમ યતિઓ માટે સ્ત્રીનાં સ્થાનો વર્ય છે તેમ સાધ્વીઓ માટે પુરુષોનાં સ્થાનો વજર્ય ગણાયાં છે.) તેવી રીતે પશુ હોય, નપુંસકો હોય અથવા જુગારી, પાપાચારી, દુઃશીલ માણસો વસતા હોય ત્યાં યતિઓએ—સાધુસાધ્વીઓએ ન રહેવું જોઈએ. ચિત્તના વિક્ષેપનાં, અશુભ અધ્યવસાયનાં નિમિત્તો ત્યાં વારંવાર ઉપસ્થિત થતાં હોય છે. વળી પોતાના પૂર્વના અશુભ સંસ્કારો જો હોય તો તે જાગૃત થવાના ત્યાં કારણો રહે છે. ગૃહસ્થજીવનમાં પણ સારા પડોશમાં રહેવાથી સમગ્ર કુટુંબને લાભ છે અને નઠારા પડોશમાં રહેવાથી નઠારી સોબત થાય છે, જે સરવાળે હાનિકારક છે. એવી રીતે સાધકો માટે સાધનાને અનુકૂળ એકાંત એવાં શાન્ત, નિરુપદ્રવી, પ્રેરક, પોષક સ્થાન હોવાં જોઈએ. આમ જો સાધુઓ માટે માત્ર રહેઠાણની દૃષ્ટિએ પણ સ્થાનની યોગ્ય પસંદગી થવી જોઈએ, તો પછી ધ્યાન ધરવા માટે તો સવિશેષ અનુકૂળ સ્થળ હોવું જોઈએ. સાધનાના આરંભકાળમાં યોગ્ય, અનુકૂળ અને પ્રેરક સ્થળની આવશ્યકતા સવિશેષ છે, કારણ કે કેટલીકવાર સાધકને પોતાને ખબર પણ ન પડે કે ધ્યાન માટેનો પોતાનો રસ કેમ ઊડી ગયો છે, અથવા ધ્યાન માટે પોતાને કેમ વિક્ષેપ થાય છે અથવા ધ્યાનમાં શા માટે પોતાને બરાબર સિદ્ધિ નથી મળતી ? આરંભનાં વર્ષો માટે આવી બધી સાવચેતી અત્યંત આવશ્યક છે. ધ્યાન-માર્ગમાં ઠીક ઠીક આગળ વધ્યા પછી આ જ વસ્તુઓનો નવા સંદર્ભમાં નવી રીતે વિચાર કરી શકાય છે. હવે પછીના શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ તે વિશે કહે છે. [૬૦] સ્થિરથી તુ પ્રામે વિશેષ: વાનને વા तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः ॥२७॥ અનુવાદ : સ્થિર યોગવાળાને તો ગામમાં, જંગલમાં કે ઉપવનમાં કોઈ વિશેષતા નથી. જ્યાં સમાધાન (સમાધિ) રહે તે પ્રદેશ યોગ્ય મનાય છે. વિશેષાર્થ : હવે પોતાના ધ્યાનયોગમાં જેઓ સ્થિર થયા છે તેમને વિશે આ શ્લોકમાં નિર્દેશ છે. ચિત્તની ચંચલતા એક દિવસમાં જતી નથી. સ્થિરતા મેળવતાં ઠીક ઠીક સમય લાગે છે. કેટલાકને તો વર્ષોનાં વર્ષો લાગે છે. આરંભના વખતમાં તો સ્થિરતા આવે અને જાય એવા અનુભવો થાય છે. પ્રારંભ દશાના સાધક માટે તો ધ્યાનમાં બેઠા પછી નિશ્ચિત કરેલા પોતાના વિષયમાં મન એક મિનિટ પણ સ્થિર રહેતું નથી, ક્રમે ક્રમે વારંવાર મહાવરાથી ચિત્ત એક જ વિષયમાં ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. ચિત્ત બીજા વિષયમાં ચાલ્યા ગયા પછી થોડી વહેલી કે મોડી સભાનતા આવે છે અને એ અન્ય વિષયમાંથી ચિત્તને નિવૃત્ત કરી પોતાના વિષયમાં ફરી પાછું કેન્દ્રિત કરવું પડે છે. આ સભાનતા અને સતત જાગૃતિથી ચિત્તને અન્ય વિષયમાં જતું તરત રોકી શકાય છે. માણસની શ્રદ્ધા અને દઢ મનોબળપૂર્વક પોતાના વિષયમાં જેટલી રૂચિ રહે તેટલી એકાગ્રતા અને સ્થિરતા વધે છે. આવું જયારે થાય છે ત્યારે બહારનાં કારણો તેને હવે વિક્ષેપ કરતાં નથી. ગૃહસ્થના વ્યવહારજીવનમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાક માણસોને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં કોઈ વ્યવધાન નડતું નથી. ક્યારેક તો એની એને ખબર પણ પડતી નથી. વેપારી નાણાં ગણતો હોય, ચિત્રકાર, શિલ્પી, સુવર્ણકાર વગેરે પોતાની કલાકૃતિ તૈયાર કરવામાં મગ્ન હોય, ચેસ, પત્તાં, ક્રિકેટ, ટેનિસ વગેરેના ખેલાડીઓ રમત રમતાં હોય, નૃત્યાંગના ૩૫૦ Jain Education Intemational 2010_05 Page #396 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર નૃત્ય કરતી હોય, કામીજન કામભોગમાં પ્રવૃત્ત હોય વગેરે અનેક વિવિધ પ્રકારની ક્રિયાઓમાં માણસનું ચિત્ત એટલું બધું પરોવાઈ જાય છે કે આસપાસ શું થાય છે એની એને ખબર પડતી નથી. રસ અને રૂચિની જેટલી પ્રબળતા તેટલી એકાગ્રતામાં તીવ્રતા આવે છે. આવી એકાગ્રતાના મહાવરાથી સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવી જ રીતે સંયમી યોગીઓનું મન. એક વખત પોતાના વિષયમાં રસ, રુચિ, શ્રદ્ધા અને બળથી ધ્યાન ધરવામાં લાગી જાય છે તો તેમાં પણ અનુક્રમે સ્થિરતા આવી જાય છે. પછી એવા ધ્યાનયોગીઓ માટે અનુકૂળ સ્થાનનો પ્રશ્ન રહેતો નથી. પછી નાનું ગામ હોય કે મોટું નગર હોય, જંગલ હોય કે ઉપવન હોય, કોઈપણ સ્થળે તેઓ તરત ધ્યાન ધરવા બેસી શકે છે. તેમને માટે સ્થળની કોઈ પ્રતિકૂળતા રહેતી નથી. [૬૦૫] ચત્ર યોગાસમાથાનં ત્નોર્પષ્ટ સ વ દિ दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥२८॥ અનુવાદ : જેમાં યોગનું સમાધાન થાય (સ્થિરતા પ્રાપ્ત થાય) તે જ કાળ ઈષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણનો કોઈ પણ નિયમ નથી. વિશેષાર્થ : ધ્યાનએ ધ્યાન ધરવા ક્યારે બેસવું ? ધ્યાન-યોગની શરૂઆત કરનાર માટે વિચારીએ તો એણે એવા સમયે ધ્યાન ધરવા બેસવું જોઈએ કે જયારે વિક્ષેપ ન થવાનો હોય કે આસપાસ ઘોંઘાટ ન હોય. વાતાવરણમાં શીતલતા હોય, પોતાના હૃદયમાં ઉલ્લાસ હોય ને શરીર થાકેલું ન હોય, વહેલી સવારનો, બ્રાહ્મમુહૂર્તનો સમય એ માટે શ્રેષ્ઠ ગણાયો છે. તેવી જ રીતે રાત્રે દસ-અગિયાર વાગ્યા પછીનો સમય પણ શાન્તિનો હોય છે. ભોજન પછીના તરતના કાળમાં નિદ્રા-ઝોકાં આવવાનો સંભવ રહે છે. શરીરના આવેગો – ભૂખ - તરસ, લઘુશંકા, ગુરુશંકા વગેરેની નિવૃત્તિ પછી ધ્યાન માટે બેસવું જોઈએ. ધ્યાન ધરવા માટે ક્યો સમય પોતાને અનુકૂળ છે એ દરેક સાધકને પોતપોતાના અનુભવથી સમજાય છે. એવા અનુકૂળ, પ્રેરક, પ્રોત્સાહક કાળમાં ધ્યાન ધરવાથી વધતી જતી એકાગ્રતા જયારે સ્થિરતા સુધી પહોંચે છે ત્યારે કાળની પ્રતિકૂળતાનાં બંધનો ઓછાં થતાં જાય છે. પછી તો ધ્યાનની એવી લગની લાગે છે કે દિવસે કે રાત્રે જ્યારે જેટલો અવકાશ મળે ત્યારે તે પ્રમાણે એ ધ્યાન ધરવા બેસી જાય છે અથવા વધારે સારી ને સાચી રીતે કહીએ તો તે ધ્યાનમાં એટલે કે યોગસમાધિમાં સરી પડે છે. એટલે ધ્યાનીને માટે કાળનો કોઈ નિયમ કે બંધન રહેતાં નથી. વળી શરીરના આવેગો પણ ત્યારે કુદરતી રીતે જ શાન્ત થઈ જાય છે. [૬૦] વૈવાવસ્થા વિતા ગાતુ ન ચાર્ટીનોપથતિનો ! तथा ध्यायेन्निषण्णो वा स्थितो वा शयितोऽथवा ॥२९॥ અનુવાદ : જે અવસ્થા જીતેલી છે તે ધ્યાનનો ઉપઘાત કરનારી થતી નથી. તે પ્રમાણે (તેવી અવસ્થામાં) બેઠાં બેઠાં, ઊભા રહીને કે સૂતાં સૂતાં ધ્યાન કરવું. વિશેષાર્થ : ધ્યાન ધરવા માટે કેવી રીતે બેસવું? ધ્યાનની પ્રક્રિયા શીખનાર માટે આ પ્રશ્ન મહત્ત્વનો ૩૫૧ Jain Education Intemational 2010_05 Intiemational 2010_05 Page #397 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે. જ્યાં સુધી શરીરની સ્થિરતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનની સ્થિરતા આવે નહિ. ધ્યાન ધરવા બેઠા હોઈએ પણ આસન ઊંચુંનીચું હોય અથવા નીચે કાંકરો આવી ગયો હોય તો તે ખૂંચે અને વારંવાર મન ત્યાં જાય. કેટલાકની શારીરિક પ્રવૃતિ એવી હોય કે અમુક રીતે બેસતાં પગે ખાલી ચડી જાય, અથવા ઘૂંટણ દુ:ખવા આવે, કેટલાકથી નીચે પલાંઠી વાળીને બેસી શકાય જ નહિ. એટલે પોત અનુકૂળતા પહેલી જોવી જોઈએ. શરીર સારું હોય અને પગ વળી શકતા હોય તો પદ્માસન કે વીરાસન ઉત્તમ આસન ગણાય છે. એથી ઇન્દ્રિયો સંયમમાં રહે છે અને મન શાંત બની ધ્યાનમાં એકાગ્ર થાય છે. પરંતુ એવી અનુકૂળતા ન હોય અથવા એ આસનમાં વધારે વખત ટકી ન શકાતું હોય તો અર્ધપદ્માસન અથવા પલાંઠી વાળીને બેસવું વધુ અનુકૂળ છે. એમાં ખલેલ વિના આરામથી વધુ સમય બેસી શકાય છે. એટલે જ એને સુખાસન કહેવામાં આવે છે. આ આસનમાં સાધક ઘણો વધારે સમય બેસી શકે છે. ધ્યાન ધરતી વખતે પગ ઉપરાંત હાથની અવસ્થા પણ સાધકે પોતાની શારીરિક અનુકૂળતા પ્રમાણે વિચારી લેવી જોઈએ. ધ્યાનનો આરંભ કરનારે આંખો બંધ રાખવી જરૂરી છે કે જેથી બાહ્ય દેશ્યોને કારણે ધ્યાનમાં વિક્ષેપ ન પડે. પોતાની શારીરિક શક્તિ ઓછી હોય ત્યારે સૂતાં સૂતાં (શવાસનમાં) પણ ધ્યાન કરી શકાય. એમાં જલદી ઊંઘ આવી જવાનું જોખમ રહેલું છે. તાકાત સારી હોય તો ઊભાં ઊભાં (ખગાસન)માં કાર્યોત્સર્ગ મુદ્રામાં પણ ધ્યાન કરી શકાય. એમાં રક્તચાપ (બ્લડ પ્રેશર) ઘટી ન જાય કે ચક્કર આવી ન જાય તે જોવાનું રહે છે. આ બધી સાવચેતી ધ્યાનનો આરંભ કરનારે રાખવી જરૂરી છે. પરંતુ જેઓ નિયમિત ધ્યાન ધરતાં ધરતાં એકાગ્રતા અને સ્થિરતા સુધી પહોંચી જાય છે એવા ધ્યાનયોગીઓને માટે પછી આસનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેઓ બેઠાં બેઠાં, ઊભાં ઊભાં કે સૂતાં સૂતાં ધ્યાન ધરી શકે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક પગે ઊભાં ઊભાં અને બીજો પગ ઘૂંટણેથી વાળીને, બે હાથ ઊંચા રાખીને કાઉસગ્ન-ધ્યાન કરતા હતા. ભગવાન મહાવીરસ્વામીને ગોદોહાસને કેવળજ્ઞાન થયું હતું. કેટલાયે મહાત્માઓ ઉઘાડી આંખે અથવા અડધી મીંચેલી આંખે વિક્ષેપ પામ્યા વગર ધ્યાન કરી શકે છે. ધ્યાનયોગીના મહાવરા-અભ્યાસ ઉપર અને એમની એ કાર્યમાં થયેલી પ્રગતિ ઉપર બધો આધાર રહે છે. ઇન્દ્રિયોને જીતવાથી, જિતેન્દ્રિય બનવાથી સારી ધ્યાનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. [૬૦] સર્વા, મુનો શાનાવસ્થા/ વત્નમ્ प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥३०॥ અનુવાદ : સર્વ દેશ, કાળ અને અવસ્થામાં મુનિઓ કેવળજ્ઞાન પામેલા છે. માટે એમાં નિયમ નથી. માત્ર યોગની સ્થિરતા(સુસ્થતા)નો નિયમ છે. વિશેષાર્થ : ધ્યાન ધરવા માટે પૂર્વના ત્રણ શ્લોકમાં અનુક્રમે દેશ, કાળ ને અવસ્થા વિશે મંતવ્ય દર્શાવ્યા પછી ઉપસંહારરૂપે અહીં ગ્રંથકર્તા કહે છે કે જે જે મહાત્માઓએ, તીર્થંકર પરમાત્માઓએ ભૂતકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ દરેકનો વિચાર કરીએ તો ધ્યાન ધરવા માટે કોઈ નિશ્ચિત દેશ, નિશ્ચિત કાળ અને નિશ્ચિત અવસ્થાનો નિયમ કરી શકાય નહિ. સર્વ દેશમાં, સર્વ કાળમાં અને સર્વ અવસ્થામાં ધ્યાન ધરીને કેવળજ્ઞાનીઓ કેવળજ્ઞાન પામ્યા છે. એટલે સર્વ દેશ, કાળ અને અવસ્થામાં ૩પર Jain Education Intemational 2010_05 Page #398 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર ધ્યાન ધરી શકાય છે. એમાં કસોટી હોય તો માત્ર એટલી જ છે કે ધ્યાનયોગની સ્થિરતા પ્રાપ્ત થાય છે કે નહિ ? દેશની અનુકૂળતા હોય, કાળની અનુકૂળતા હોય, અવસ્થા – આસનની અનુકૂળતા હોય – બધું જ મનપસંદ હોય અને છતાં ચિત્ત ધ્યાનમાં પરોવાતું ન હોય, ચંચલતા આવી જતી હોય એવું બને તો પછી એ બધી અનુકૂળતાઓ કશી કામની રહેતી નથી. એનું કોઈ મૂલ્ય નથી. કેટલીક વાર આરંભકાળમાં કાચા સાધકો પોતાના મનની ચંચલતાનો બચાવ કરવા માટે સ્થળ, કાળ કે આસનનો વાંક કાઢતા હોય છે. વળી કેટલાક એ ત્રણેની ચોકસાઈની એટલી ચીકાશ કે ફરિયાદ કરતા હોય છે કે તેમનો બધો સમય એમાં જ વીતી જાય છે અને ધ્યાન માટે સમય રહેતો નથી. એટલે સર્વ પ્રથમ, ધ્યાન માટેનાં રસરુચિને કેળવવાની અને એને પ્રબળ બનાવવાની આવશ્યકતા છે. [૬૦૮] વાવના વૈવ પૃચ્છા પર વૃજ્યગુરન્તા क्रिया चालम्बनानीह सद्धर्मावश्यकानि च ॥३१॥ અનુવાદ : વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુચિંતન તથા સધર્મની આવશ્યક ક્રિયા એનાં (ધર્મધ્યાનનાં) આલંબનો છે. વિશેષાર્થ : હવે આ શ્લોકમાં ધ્યાન માટેનાં આલંબનો વિશે કહ્યું છે. આત્મા જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના તથા વૈરાગ્યભાવનાથી ભાવિત થાય તે પછી ધ્યાન પર આરૂઢ થવા માટે એણે કેવાં આલંબન લેવો જોઈએ કે જેથી તે ધ્યાનમાં સ્થિર રહી શકે ? શાસ્ત્રકારોએ બતાવ્યું છે કે ધર્મધ્યાનમાં ટકી રહેવા માટે કેટલાંક આલંબનની ઉપયોગિતા છે અને આવશ્યકતા પણ છે. પંચમહાવ્રતધારી સંયમી સાધુઓ માટે શ્રતધર્મ અને ચારિત્રધર્મને લક્ષમાં રાખીને જે આલંબનો બતાવવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે : વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા (અનુચિંતન) – આ ચાર મૃતધર્મનાં ધર્મધ્યાન માટેનાં આલંબનો છે. ચારિત્રધર્મમાં સામાયિક, પડિલેહણ ઇત્યાદિ આવશ્યક ક્રિયાઓ ધર્મધ્યાન માટે આલંબનરૂપ છે. વાચના એટલે ભણવું અને ભણાવવું. ગણધરાદિએ રચેલાં સૂત્રોના શબ્દ અને અર્થ ગુરુભગવંત શિષ્યને સમજાવે છે. શિષ્ય જો આ સૂત્રાર્થ સમજવામાં એકાગ્રતાપૂર્વક રસ લે તો તે ધર્મધ્યાન પર ચડી શકે છે. વળી વાચનાદિ કર્મનિર્જરાનાં મોટાં નિમિત્તો બની શકે છે. પૃચ્છના એટલે પૂછવું. પોતાને જે ભણાવવામાં આવે તેમાં કંઈ ન સમજાય, શંકા થાય તો શિષ્ય વિનયપૂર્વક અવશ્ય પૂછવું જોઈએ. પરાવર્તન એટલે પુનરાવર્તન (Revision). ભણેલું ભૂલાય નહિ એ માટે ફાજલ સમયમાં સૂત્રાર્થની પુનરાવૃત્તિ – પરાવર્તનાની પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. એથી મન પણ શુભ પ્રવૃત્તિમાં જોડાયેલું રહે. એથી કર્મની નિર્જરા પણ થાય. અનુચિંતા અથવા અનુપ્રેક્ષા એટલે જે ભણી ગયા હોય તે સ્ત્રાર્થનું અને એનાં સૂક્ષ્મ રહસ્યોનું અવિસ્મરણ ન થાય તે માટે મનમાં વારંવાર ચિંતન કરવું તે. આમ વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુચિંતા એ ચાર ધર્મધ્યાન માટેનાં શ્રતધર્મમાં રહેલાં આલંબનો છે. આ ઉપરાંત ધર્મધ્યાન માટે સામાયિક વગેરે આવશ્યક ક્રિયાઓ પણ આલંબનરૂપ છે. એ ક્રિયાઓ ચારિત્રધર્મના અંગરૂપ છે. ૩૫૩ Jain Education Interational 2010_05 Page #399 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૯] ઉમાતિ દેહવ્યાનંવનો વિષ૬ પમ્ | तथारोहति सद्ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥३२॥ અનુવાદ : જેમ દઢ વસ્તુ(દ્રવ્ય)ના આલંબનવાળો વિષમ સ્થાન (પદ) ઉપર આરોહણ કરે છે તેમ સૂત્રાદિના આલંબનનો આશ્રય કરનાર સધ્યાન ઉપર આરૂઢ થાય છે. ' વિશેષાર્થ : આરોહણ એટલે ઉપર ચડવું. કોઈ વિકટ ઊંચા સ્થળે ચડવું હોય તો કશાકના આલંબનની જરૂર પડે છે. ઉપર ચડવા માટે ટેકો હોય તો કષ્ટ ઓછું પડે છે અને કાર્ય પાર પડે છે. અહીં ‘સૂત્ર' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. એમાં શ્લેષ રહેલો છે. સૂત્રનો એક અર્થ “વાચના” થાય છે. તેમ સૂત્રનો બીજો અર્થ ‘દોરડું” પણ થાય છે. પર્વતારોહણમાં દોરડાનો ઉપયોગ થાય છે. કેટલાંક શિખરો એવાં સીધાં અને ઊંચાં હોય છે કે એના પર સામાન્ય માણસથી ચડી જ ન શકાય. પરંતુ પર્વતારોહકો દોરડાનો ઉપયોગ કરીને એવાં વિષમ વિકટ શિખરો પર ચડી જાય છે. કૂવામાંથી બહાર આવવા માટે માણસ દોરડાનો ઉપયોગ કરે છે. લશ્કરના માણસો નાની ખીણ કે નાળાં દોરડાંની મદદથી ઓળંગી જાય છે. દોરડું આમ આલંબન તરીકે ઘણું મહત્ત્વનું છે. તેવી જ રીતે ધર્મ-ધ્યાનમાં આરોહણ કરવા માટે સૂત્ર એટલે વાચના, પૃચ્છના, પરાવર્તના વગેરે આલંબન તરીકે ઘણાં ઉપયોગી છે. સધ્યાન અથવા શુભ ધ્યાનમાં ઉચ્ચ શિખરો સર કરવાનું સરળ નથી. પણ સૂત્રાદિનું આલંબન હોય તો તે તેમાં સહાયરૂપ બને છે. [૬૧] આનંવના ભૂતપ્રચૂક્ષયયોતિઃ | ध्यानाद्यारोहणभ्रंशो योगिनां नोपजायते ॥३३॥ અનુવાદ : આલંબનનો આદર ઉત્પન્ન થવાથી, વિદ્ગોના ક્ષયના યોગથી યોગીઓને ધ્યાનાદિના આરોહણનો વંશ થતો નથી. ' વિશેષાર્થ : વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ આલંબનોને કારણે ધ્યાનયોગીઓ પોતાના ધર્મધ્યાનમાં દઢ બને છે. આમ થવામાં એક મહત્ત્વનું કારણ તે તેઓનો આલંબનો માટેના આદરભાવ, ભક્તિભાવ છે. આ આદર-બહુમાન તેઓને પોતાની સાધનામાં સહાયક બળ પૂરું પાડે છે. મોટા મોટા યોગીઓને પણ પોતાના ધ્યાનમાંથી ચલિત થવાના પ્રસંગો આવે છે. પૂર્વબદ્ધ કર્મના ઉદયે તેમની સાધનામાં વિનો પણ આવે છે. પરંતુ જેઓને આલંબન માટે – સૂત્રાર્થની વાચના, પૃચ્છના, પરાવર્તના ઇત્યાદિ માટે, વિશુદ્ધ ભાવપૂર્વક આદર બહુમાન હોય છે તેઓના આલંબનમાં કર્મની નિર્જરા કરવાની, વિક્નોનો ક્ષય કરવાની શક્તિ હોય છે. એટલે આવા ધ્યાનયોગીઓની જ્યારે યોગમાંથી પતન થવાની સંભાવના હોય છે ત્યારે આ આલંબનો તેમના એ પતનને અટકાવીને તેઓને પાછા ધ્યાનયોગમાં સ્થિર કરી દે છે. [૧૧] મનોરોથવો ધ્યાનપ્રતિપત્તિમાં નિને ! शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥३४॥ અનુવાદ : જિનને વિશે મનોરોધ આદિ ધ્યાનની પ્રાપિ(પ્રતિપત્તિ)નો ક્રમ છે. બાકીનાઓ માટે તો યથાયોગ્ય સમાધાન કહેલું છે. ૩૫૪ Jain Education Interational 2010_05 Page #400 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર વિશેષાર્થ : ધ્યાનને મન, વચન અને કાયાના યોગ સાથે સંબંધ છે. છદ્મસ્થના ધ્યાનમાં તો મન, વચન અને કાયાના વ્યાપારોનો કોઈ નિશ્ચિત ક્રમ નથી હોતો. પરંતુ શાસ્ત્રકારો કેવલી ભગવંતના શુકલ ધ્યાન વિશે સ્પષ્ટતા કરે છે. અહીં ‘જિન' શબ્દ કેવલીના અર્થમાં લેવાનો છે. કેવળજ્ઞાની મહાત્માઓનો મોક્ષ પામવાનો અતિ નિકટનો કાળ જ્યારે હોય છે એટલે કે શૈલેશીકરણની પહેલાંના અંતર્મુહૂર્તનો કાળ હોય છે ત્યારે તેઓને શુકલ ધ્યાનના છેલ્લા બે પાયાનું ધ્યાન ચાલતું હોય છે. એ વખતે તેઓ જે યોગનિરોધ કરે છે અર્થાત્ યોગનો નિગ્રહ કરે છે એમાં ક્રમ રહેલો હોય છે. તેઓ પહેલાં બાદર અને સૂક્ષ્મ મનોયોગનો નિગ્રહ કરે છે, પછી બાદર અને સૂક્ષ્મ વચનયોગનો નિગ્રહ કરે છે અને પછી બાદર ને સૂક્ષ્મ કાયયોગનો નિગ્રહ કરે છે. આમ મન, વચન અને કાયાના તેમના યોગના નિરોધનો નિશ્ચિત ક્રમ હોય છે. આ થઈ કેવળજ્ઞાનીના શુક્લ ધ્યાનની વાત. પરંતુ જેઓ નીચેના ગુણસ્થાનકે હોય છે તેમને માટે ધ્યાનપ્રાપ્તિનો અમુક નિશ્ચિત ક્રમ નથી હોતો. તેઓને જે ક્રમથી યોગનું સમાધાન થાય એટલે કે ધ્યાનયોગમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે જ તેમને માટે ધ્યાનપ્રાપ્તિનો ક્રમ હોય છે. [૬૧૨] આજ્ઞાપાવિપાળાનાં સંસ્થાનય = ચિન્તનાત્। धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥३५॥ અનુવાદ : ધર્મધ્યાનમાં જોડાયેલા (ઉપયુક્ત થયેલા) દ્વારા આશા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી તે (ધર્મધ્યાન) ચાર પ્રકારે ધરાય છે. વિશેષાર્થ : શુભ અને પ્રશસ્ત એવા ધર્મધ્યાનના પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનને દૂર કરવાં હોય તો શુભ ધ્યાન ધરવું જોઈએ. મનુષ્યનું ચિત્ત એવું વિલક્ષણ છે કે તે સતત કોઈક ને કોઈક વિચા૨માં પરોવાયેલું જ રહે છે. એ વિચારો શુભ પણ હોય અને અશુભ પણ હોય. એક વખત અશુભ ધ્યાનને જાગૃતિપૂર્વક અટકાવવામાં આવે તો શુભ ધ્યાન માટે અવકાશ થાય અને શુભ ધ્યાનમાં ચિત્ત પરોવાય. બીજી બાજુ એક વખત શુભ ધ્યાનમાં ચિત્તને જોડવામાં આવે તો અશુભ ધ્યાન આપોઆપ ઓછું થવા લાગે. ચિત્તમાં બંને પ્રકારની શક્યતાઓ રહેલી છે. જીવને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવનાર ધર્મધ્યાન છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન થવાનાં ચાર મોટાં કારણો છે : (૧) વિષયરાગ, (૨) હિંસા વગેરે પાપોનો રસ અને તે કરવામાં નિર્ભયતા, (૩) અહંકાર અને દીનતા અને (૪) અજ્ઞાન અને મૂઢતા. ધર્મધ્યાનના ચાર પ્રકાર આ ચાર કારણોને અટકાવનાર છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ધર્મધ્યાનના ચાર પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : आज्ञाऽपाय-विपाक-संस्थानविचयाय धर्म्यम् । એટલે કે ધર્મધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતન માટે છે. વિચય એટલે સંશોધન અથવા ગહન તત્ત્વચિંતન. (૧) આજ્ઞાવિચય – આજ્ઞા એટલે જિનેશ્વર ભગવાનની આજ્ઞા. ભગવાનનું વચન તે આજ્ઞારૂપ છે એટલે કે જિનાગમો જિનાજ્ઞારૂપ છે. ભગવાનનાં વચનોમાં વિષયરાગના ત્યાગનો અને સમ્યક્ ચારિત્રનો બોધ આવી 2010_05 ૩૫૫ Page #401 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જાય છે. એટલે ભગવાનનાં વચનોને આજ્ઞારૂપ માની, શ્રદ્ધા, ભક્તિ અને બહુમાનપૂર્વક જીવનમાં તેને ઉતારવાનો નિર્ધાર કરીએ તો વિષયરાગ ઘટવા લાગે છે. પરિણામે આર્તધ્યાન પણ ઓછું થાય છે. (૨) અપાયરિચય – અપાયનો અર્થ થાય છે અનર્થ, કષ્ટ, દુઃખ ઇત્યાદિ. અપાય-વિચયમાં હિંસા વગેરે પાપોથી અને રાગ વગેરે દોષોથી કેવા કેવા અનર્થો ઊભા થયા છે અને જીવોને કેવાં કેવાં કષ્ટો વેઠવાં પડે છે તેનું ચિંતન થાય છે. એ ચિંતન થવાથી તેનાં પાપો પ્રત્યે તિરસ્કાર થાય છે અને તેવા દોષો ન કરવાનો ભાવ થાય છે. એવાં પાપોની સજા કર્મસત્તા કેવી કરે છે તે વિચારતાં તેવાં પાપો કરતી વખતે મનમાં ભય પેદા થાય છે અને અટકી જવાય છે. આમ અપાયવિચયથી રૌદ્રધ્યાન અટકે છે. (૩) વિપાકવિચય – વિપાક એટલે પરિપાક. અહીં વિપાક એટલે કર્મોનું પાકવું તે. શુભાશુભ કર્મોનો ઉદય થાય છે અને તે જીવોને ભોગવવાનાં આવે છે. કેટલીક વાર તો નહિ કલ્પલાં પરિણામ નજર સમક્ષ જોવા મળે છે ત્યારે કર્મની ગતિ કેવી ન્યારી છે એનું ચિંતન ચાલે છે. પરિણામે કર્મસિદ્ધાન્તમાં અચલ વિશ્વાસ બેસે છે. આ ચિંતન તે વિપાક-વિચય ધ્યાન. પોતાના સુખના ભોગવટા વખતે જે ભાવો જાગે છે અને આર્ત અને રૌદ્ર ધ્યાનમાં પરિણમે છે તે એ ચિંતનથી અટકી જાય છે. આ રીતે વિપાકચિયરૂપી શુભ ધ્યાન અશુભ ધ્યાનને અટકાવે છે. (૪) સંસ્થાનવિચય – ધર્મધ્યાનનો ચોથો પ્રકાર તે સંસ્થાનવિચય છે. સંસ્થાન એટલે સંરચના, વ્યવસ્થા, સ્થિતિ ઇત્યાદિ. અહીં ચૌદ રાજલોક અને જીવ-અજીવાદિ ષડૂ દ્રવ્યોની સ્થિતિ કેવી છે અને આ વિરાટ વિશ્વની વ્યવસ્થા કેટલી બધી અદ્ભુત છે તેનું ચિંતન કરવાનું છે. એ ચિંતન કરતાં કરતાં પોતાની અલ્પતા, વિશ્વનાં રહસ્યો સમજવા માટેની પોતાની અશક્તિ ઇત્યાદિની પ્રતીતિ થાય છે અને જેમ જેમ રહસ્યો સમજાતાં જાય છે તેમ તેમ બધું જ વ્યવસ્થિત છે એમ લાગે છે. આ રીતે આ શુભ ધ્યાનથી જીવની મૂઢતા દૂર થાય છે અને એનું અશુભ ધ્યાન અટકે છે. આમ ધર્મધ્યાન અશુભ ધ્યાનને અટકાવે છે. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિશે આરંભમાં માત્ર વિચારણા કે સાધારણ કક્ષાનું ચિંતન ચાલે છે. પરંતુ પછી એ ચિંતન ધારારૂપ બની જાય છે અને એમાં ગહનતા, લીનતા અને તન્મયતા આવે છે ત્યારે તે ધર્મધ્યાન બને છે. [૬૧૩] નામં પ્રમUTયાં દેહૂલાદરપવિતા | आज्ञां ध्यायेज्जिनेन्द्राणामप्रामाण्याकलंकिताम् ॥३६॥ અનુવાદ : નયભંગ અને પ્રમાણથી વ્યાસ, હેતુ તથા ઉદાહરણથી યુક્ત, અપ્રામાયથી કલંક્તિ નહિ થયેલી એવી જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન ધરવું. ' વિશેષાર્થ: ધર્મધ્યાનના વિષય તરીકે સૌ પ્રથમ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ધ્યાન ધરવાની ભલામણ કરવામાં આવી છે. - જિનેશ્વર ભગવાનની આજ્ઞા એટલે જિનવચન, જિનાગમ, જિનવાણી. ભગવાનની વાણી-જિનવાણી કેવી છે ? ભગવાનની વાણીનો, એમની આજ્ઞાનો મહિમા જુદાં જુદાં વિશેષણો વડે શાસ્ત્રકારો દર્શાવતા રહ્યા છે. અહીં ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ એ માટે કેટલાંક મહત્ત્વનાં લક્ષણો દર્શાવ્યાં છે. ૩૫૬ Jain Education Intemational 2010_05 Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર જિનેશ્વર ભગવાનની જગતના દીવાસમી આજ્ઞા નયભંગ અને પ્રમાણથી વ્યાપ્ત અથવા સમૃદ્ધ હોય છે. નય એટલે એક દૃષ્ટિકોણ અથવા એક અપેક્ષા અથવા એક બાજુ. ભંગ એટલે પ્રકાર. પ્રમાણ એટલે સમસ્ત ભાવે, સકલાશે અવલોકન. નય કરતાં પ્રમાણનું મહત્ત્વ વધારે, પરંતુ વસ્તુને ઝીણવટથી જોવી હોય તો નયની જરૂર પડે. બે નય પરસ્પર વિરુદ્ધ હોય તો પણ બંનેની જરૂર પડે. નયના જુદા જુદા પ્રકારો છે, જેમ કે જ્ઞાનનય અને ક્રિયાનય અથવા દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. નયો આપણને પદાર્થનું અનેકાન્તિક દર્શન કરાવે છે. જિનેશ્વર ભગવાનની વાણી નય અને પ્રમાણથી યુક્ત, સંપૂર્ણ હોવાને કારણે એમાં કોઈ ત્રુટિ કે તર્કદોષ બતાવી શકે નહિ. જિનેશ્વર ભગવાનની વાણી હેતુ અને ઉદાહરણથી યુક્ત હોય છે. કેટલાક જીવોને સમજાવવા માટે એની જરૂર પડે છે. હેતુ એટલે પ્રયોજન અને કારણ. ઉદાહરણ એટલે સાચી બનેલી ઘટનાનું કે કલ્પિત એવું દૃષ્ટાન્ત. કેટલાકને મંદબુદ્ધિને કારણે, જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના ઉદયને કારણે કે હેતુઉદાહરણના અભાવને કારણે તત્ત્વની વાત નથી સમજાતી. આવાં ઘણાં જુદાં જુદાં કારણો હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાનની વાણી હેતુ – ઉદાહરણથી સભર હોવાથી તે સમજાય એવી હોય છે. વળી, ભગવાનની વાણી અપ્રામાણ્યના દોષથી કલંકિત નથી. એટલે કે તે પ્રમાણભૂત છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર પ્રમાણ અથવા પ્રત્યક્ષપ્રમાણ અને પરોક્ષપ્રમાણ અથવા અનુમાનપ્રમાણ અને ઉપમાન પ્રમાણ – એમ વિવિધ પ્રકારનાં પ્રમાણ છે. ભગવાનની વાણી પ્રમાણયુક્ત હોવાથી અપૂર્ણ નથી કે અસત્ય નથી. આમ, ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિશે ઘણું ઊંડું ધ્યાન ધરી શકાય છે. એ માટે ઘણા બધા વિષયો અને વિશેષણો છે. તેમાંથી કેટલાંક આ પ્રમાણે છે : (૧) સુનિપુણ (નિપુણતાથી ભરેલી), (૨) અનાદિનિઘન (અનાદિકાળથી તે જ સ્વરૂપે રહેલી), (૩) ભૂતહિતા (જીવોનું કલ્યાણ કરવાવાળી), (૪) ભૂતભાવન (સત્યથી ભાવિત), (૫) અનર્થ (મહામૂલ્યવાન), (૬) અમૃત જેવી, (૭) અજેય, (૮) મહાન અર્થવાળી, (૯) મહાનુભાવ (મહાસામર્થ્યવાળી), (૧૦) મહાવિષયવાળી, (૧૧) નિરવદ્ય (પાપરહિત, નિર્દોષ), (૧૨) અનિપુણ જનથી દુય (સામાન્ય માણસથી ન સમજાય એવી) અને (૧૩) નય-ભંગ-પ્રમાણથી અત્યંત ગહન. જિનાજ્ઞાનો, જિનવાણીનો આ રીતે સર્વોચ્ચ મહિમા દર્શાવવામાં આવ્યો છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “ધ્યાનશતકમાં આ આજ્ઞાનાં ઉપર પ્રમાણે તેર વિશેષણ બતાવ્યાં છે. તે પ્રત્યેક અર્થગંભીર છે. [૬૧૪] રાષિષાયવિપરિતાનાં કનુષ્મતી ! ऐहिकामुष्मिकांस्तांस्तान्नापायान् विचिन्तयेत् ॥३७॥ અનુવાદ : રાગ, દ્વેષ, કષાય વગેરેથી પીડા પામેલા જીવોના ઐહિક અને પરલોક (આમુમ્બિક) વિશેનાં તે તે વિવિધ પ્રકારનાં અપાયો(કષ્ટો, દુઃખો, અનર્થો)નો વિચાર કરવો. ' વિશેષાર્થ: ધર્મધ્યાનનો બીજો પ્રકાર છે અપાયરિચય. અપાય એટલે દુઃખ, કષ્ટ, ત્રાસ, અનર્થ ઇત્યાદિ. ૩પ૭ : 2010_05 Page #403 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સંસારના જીવો વિવિધ પ્રકારનાં દુઃખો, અનર્થો આ લોકમાં અને પરલોકમાં અનુભવે છે. રાગદ્વેષ કરવાં એ જીવનો સ્વભાવ નથી. પરંતુ વિભાવ દશામાં અજ્ઞાનને કારણે જીવ રાગથી, દ્વેષથી, કષાયોને કારણે ઘણાં દુઃખો ભોગવે છે અને પોતાનું સંસાર-પરિભ્રમણ વધારી દે છે. દષ્ટિરાગ, કામરાગ અને સ્નેહરાગથી તથા ટ્રેષરૂપી અગ્નિથી જીવનમાં દુઃખ, અશાન્તિ, આકુળવ્યાકુળતા ઉદ્ભવે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયથી તથા મિથ્યાત્વથી ઘણા ભયંકર અનર્થો સરજાય છે અને તે ભારે કર્મબંધ કરાવે છે. આમ, ઐહિક અને પારલૌકિક એવાં તમામ દુઃખોનું – અપાયોનું મૂળ રાગદ્વેષાદિ છે. આ અપાયરિચય નામના ધર્મધ્યાનથી આર્તધ્યાન અટકે છે. [૬૧૫. વિપશ્ચિં ચ તે તં યોગગુમાવનમ્ प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥३८॥ અનુવાદ : તે તે યોગના અનુભાવ(પ્રભાવ)થી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિ આદિ ચાર પ્રકારનાં કર્મોના વિપાકનું શુભ અને અશુભના વિભાગથી ધ્યાન કરવું. ' વિશેષાર્થ : ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર તે વિપાકવિચય છે. વિપાક એટલે કર્મનો પરિપાક અથવા કર્મનું ફળ. આ પ્રકારમાં એના વિશે ચિંતન કરવાનું હોય છે. આ સંસારમાં પ્રતિક્ષણ શુભ અને અશુભ કર્મનાં નજરે ચડે એવાં મોટાં ફળ કેટલાં બધાં જોવા મળે છે ! આ બધી જે ઘટનાઓ બને છે એમાં કર્મસત્તા કેવી ગજબની રીતે કામ કરી રહી છે એ તો કર્મસિદ્ધાન્તનું રહસ્ય જે જાણતા હોય તેને સવિશેષ સમજાય છે. કોઈ ઘટના જુએ કે એ વિશે સાંભળે અને માણસને તરત ક્યા પ્રકારનું કર્મ ત્યાં ઉદયમાં આવ્યું તે સમજાય. દીરકાનાં લગ્ન લીધો હોય અને બધી તૈયારીઓ થઈ ગઈ હોય ને આગલે દિવસે છાપામાં જાહેરાત આપવી પડે કે અનિવાર્ય સંજોગોને લીધે લગ્ન બંધ રહ્યાં છે ત્યારે અંતરાયાદિ કર્મોનો કેવો ઉદય આવ્યો તે સમજાય. પોતાની ભણેલી, દેખાવડી દીકરીએ પોતાના જ અભણ, ગરીબ, અન્ય ધર્મી ડ્રાઈવર સાથે ભાગી જઈને લગ્ન કરી લીધાં હોય ત્યારે મોહનીય વગેરે કર્મનો કેવો ઉદય છે તે સમજાય. રેલવે અકસ્માતમાં કોઈનો પગ કપાય અને અસહ્ય પીડા અનુભવે ત્યારે અશાતા વેદનીયાદિ કર્મોના વિપાકની સમજ પડે. મંદબુદ્ધિના બાળકને જોઈને જ્ઞાનાવરણીય કર્મના વિપાકનો વિચાર સ્ફરે. કોઈક મરણપથારીએ હોય તો આસપાસ ડૉક્ટરો, સગાંસંબંધીઓ અને અન્ય ચાહકોનું મોટું ટોળું જામ્યું હોય અને દોડધામ થતી હોય અને બીજી બાજુ કોઈક પોતાના ખોરડામાં મરણપથારીએ હોય ને ચીસો નાખતો હોય પણ એને બેઠો કરવા કે પાણી પાવા માટે પણ કોઈ ત્યાં હાજર ન હોય ત્યારે કર્મની વિષમ ગતિનો ખ્યાલ આવે છે. કોઈ દેવની જેમ ખાવાપીવાનું અને હરવાફરવાનું સુખ ભોગવતો હોય છે અને કોઈક શેરીએ શેરીએ ભીખ માંગી માંડ પેટ ભરતો હોય છે. કર્મનાં વિપાકની આવી આવી વિલક્ષણ ઘટનાઓ આપણી દૃષ્ટિ ખોલી નાંખે છે. એવી ઘટનાઓનો કોઈ પાર નથી. ધર્મધ્યાન ધરનાર માટે આ વિપાકવિચયનો વિષય બહુ સહાયક બને એવો છે. આ પ્રકારના ધર્મધ્યાનમાં શાસ્ત્રકારોએ કર્મના વિપાકમાં મન, વચન અને કાયાના યોગથી બંધાતાં ૩૫૮ Jain Education Intemational 2010_05 Page #404 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો ધ્યાન અધિકાર કર્મો તથા કર્મનાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ તથા શુભ અને અશુભ પ્રકારનાં કર્મોનું ચિંતન કરવાની ભલામણ કરી છે. કર્મની પ્રકૃતિ એટલે કર્મના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ પ્રકાર તથા તેના ઉત્તરભેદ, સ્થિતિ એટલે કામણ વર્ગણાનાં પુલ પરમાણુઓનો આત્મપ્રદેશો પર ચોંટેલા રહેવાનો કાળ. પ્રદેશ એટલે જીવના આત્મપ્રદેશો પર કર્મના જથ્થાનું વળગેલા રહેવું તે. રસ અથવા અનુભાગ એટલે કર્મોની તીવ્રતા, મંદતા વગેરે. આ આઠ પ્રકારનાં કર્મો મન, વચન અને કાયાના યોગે બંધાય છે. તે સ્પષ્ટ, બદ્ધ અને નિકાચિત પ્રકારે બંધાય છે અને તે કર્મો શુભ હોય તો શાતાનો અનુભવ કરાવનાર, દેવગતિનાં સુખો અપાવનાર અને અશુભ હોય તો અશાતા, કષ્ટ, યાતનાનો અનુભવ કરાવનાર, નરક ગતિનાં દુઃખોમાં ધકેલી દેનાર હોય છે. આ રીતે ધર્મધ્યાનનો ધ્યાતા કર્મના વિપાકનું ધ્યાન ધરી શકે છે. [૬૧] ઉત્પાઉસ્થિતિમંરિપત્નક્ષ: પૃથક્ ા भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥३९॥ અનુવાદ : ઉત્પત્તિ, સ્થિતિ, નાશ (ભંગ) વગેરે પર્યાયોરૂપી લક્ષણો વડે તથા નામ વગેરે પૃથફ ભેદો વડે ભરેલા લોકસંસ્થાનનું ચિંતન કરવું. ' વિશેષાર્થ : ચોથા પ્રકારનું ધર્મધ્યાન તે સંસ્થાનવિચય છે. આ પ્રકારના ધ્યાનમાં ચૌદ રાજલોકનું એટલે કે સમગ્ર સંસારનું ચિંતન કરવાનું છે. આ સંસારમાં છ દ્રવ્યો છે : જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોનાં લક્ષણ, આકૃતિ, આધાર પ્રકાર, પ્રમાણ તથા ઉત્પાદ, વ્યય, પ્રોવ્ય વગેરે પર્યાયો છે. વળી નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, લોક એમ આઠ ભેદથી પણ લોકનું ચિંતન કરવામાં આવે છે. તુદપરાંત દેવલોક, નરક વગેરે સહિત ચૌદ રાજલોક વિશે ચિંતન કરી શકાય છે. જીવનું લક્ષણ, દેહ, કર્મનો કર્તા, કર્મનો ભોક્તા ઇત્યાદિ દૃષ્ટિએ પણ ધ્યાન ધરી શકાય છે. સંસાર એક સમુદ્ર છે અને એમાં ચારિત્રરૂપી જહાજથી પાર પહોંચી મોક્ષનગરીમાં જઈ શકાય છે – ઇત્યાદિ પ્રકારનું ધ્યાન પણ ધરવામાં આવે છે. આમ, સંસ્થાનવિચયમાં પદાર્થોનું ચિંતન વિસ્તારથી કરી શકાય છે. [૬૧૭] વિયેત્તત્ર વર્તાર મોરે નિઝર્ષUામ્ अरूपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥४०॥ અનુવાદ : જીવ ઉપયોગરૂપી સ્વલક્ષણવાળો, પોતાનાં કર્મનો કર્તા અને ભોક્તા છે, અરૂપી છે, અવ્યય છે – એનું એમાં ચિંતન કરવું. વિશેષાર્થ : સંસ્થાનવિચય નામના ધર્મધ્યાનમાં ચૌદ રાજલોક ઉપરાંત છ દ્રવ્યોમાં મુખ્ય એવા જીવ દ્રવ્યનું પણ ચિંતન કરવાનું છે. આ જીવ (સંસારી અને સિદ્ધ એવા બંને પ્રકારના) વિશે શું ચિંતન કરશો ? જીવના સ્વરૂપ અને એનાં લક્ષણોનું ચિંતન કરતાં તો પાર ન આવે. એટલે એમાંથી થોડાંક લક્ષણો અહીં ઉપાધ્યાયજી મહારાજે આપ્યાં છે. ૩પ૯ Jain Education Intemational 2010_05 Page #405 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૧) જીવ સ્વકર્મનો કર્તા 1 છે જીવ અર્થાત્ આત્મા સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે તે પોતાના સ્વરૂપનો કર્તા છે. પરંતુ જીવ પોતાની વિભાવ દશામાં અજ્ઞાનને કારણે કર્મનો કર્તા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોને કારણે જીવ જ્ઞાનાવરણીય વગેરે પ્રકારનાં કર્મો બાંધે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષગતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મો બાંધવાની એની ક્રિયા નિરંતર ભવભવાંતરમાં ચાલતી જ રહે છે. (૨) જીવ સ્વકર્મનો ભોક્તા છે – જીવ સ્વભાવથી પોતાનાં સ્વરૂપનો ભોક્તા છે. પરંતુ વિભાવ દશામાં અજ્ઞાનને લીધે બાંધેલાં કર્મનો તે ભોક્તા પણ છે. જ્યાં સુધી મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવે બાંધેલાં કર્મો એણે ભોગવવાનાં જ રહે છે. (૩) અરૂપ અથવા અરૂપી – આત્મા સ્વભાવે શુદ્ધ, નિરંજન, નિરાકાર, અશરીરી, અરૂપી છે. સર્વ કર્મથી મુક્ત થયેલો જીવ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે ત્યારે તે અરૂપી હોય છે અને અનંતકાળ પર્યંત તે પ્રમાણે અરૂપી રહે છે. જીવ સંસારમાં સ્વકર્મને લીધે, જડ દ્રવ્યના આવરણને લીધે શરીરધારી દેખાય છે, આકૃતિવાળો દેખાય છે. પરંતુ એ એની વિભાવદશા છે, અજ્ઞાનદશા છે. વસ્તુતઃ જીવ અર્થાત્ આત્મા સ્વસ્વભાવથી અરૂપી છે. (૪) અવ્યય – અવ્યય એટલે જેનો વ્યય ન થાય તે અર્થાત્ અવિનાશી. જે નાશ પામે છે તે શરીર છે. આત્મા તો અજર, અમર છે. જીવ અનુત્પન્ન છે એટલે કે આત્મા અનાદિ છે. અમુક કાળે એની ઉત્પત્તિ થઈ એવું નથી. પરંતુ અનાદિ કાળથી કર્મના સંયોગને કારણે એના દેહની, જન્મ-મરણની ક્રિયા ચાલ્યા કરે છે. તે એક દેહ મૂકીને બીજો દેહ ધારણ કરે છે. પરંતુ રૂપી આત્મા જ્યારે સર્વ કર્મનો ક્ષય કરી શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે, સિદ્ધશિલા પર સ્થિત થાય છે ત્યારે તે અવ્યય, અરૂપી, અવિનાશી હોય છે. (૫) ઉપયોગ-લક્ષણ – ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપ એટલે પાસે અને યોગ એટલે જોડાવું. એટલે જીવ જેની સાથે ગાઢ રીતે જોડાય તે ઉપયોગ. જીવ જ્ઞાન સાથે અને દર્શન સાથે ગાઢપણે જોડાયેલો રહેતો હોવાથી જીવ જ્ઞાન-ઉપયોગવાળો તથા દર્શનઉપયોગવાળો કહેવાય છે. જીવના સાકાર ઉપયોગને જ્ઞાનોપયોગ અને નિરાકાર ઉપયોગને દર્શનોપયોગ કહેવામાં આવે છે. સાકાર ઉપયોગ મતિજ્ઞાન વગેરેની દૃષ્ટિએ આઠ પ્રકારનો અને નિરાકાર ઉપયોગ ચક્ષુદર્શન વગેરેની દૃષ્ટિએ ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. જ્ઞાનોપયોગને વિશેષોપયોગ અને દર્શનોપયોગને સામાન્યોપયોગ પણ કહેવામાં આવે છે. આ શ્લોકમાં જીવનાં પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જિનભદ્રગણિએ ‘ધ્યાનશતક'માં જીવનું અનાદિ, અનંત એવું કાળસ્થિતિનું લક્ષણ ગણાવ્યું છે તેનો ‘અવ્યય’ લક્ષણમાં સમાવેશ કરી શકાય. હવે ભવરૂપી સમુદ્રનું રૂપક વર્ણવવામાં આવે છે : [૬૧૮] તમ્નનિત નન્મનરામરળવત્તરના । पूर्णं मोहमहावर्तं कामौर्वानलभीषणम् ॥४१॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) કર્મથી ઉત્પન્ન થયેલો, જન્મ, જરા, મરણરૂપી જળથી ભરેલો, મોહના મોટા વમળ(આવર્ત)વાળો અને કામરૂપી વડવાનલથી ભીષણ બનેલો— _2010_05 ૩૬૦ Page #406 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર [૧૯] કાશીમહાનિત્નાપૂઈવષય-ત્નશોછત્નત્ | असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥४२॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) આશારૂપી મહાવાયુથી પૂર્ણ, કષાયરૂપી કળશોથી ઉછાળાતો, અસત્ વિકલ્પોરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો – [૬૨] ઈઃ શ્રોતસિવાવેત્તાસંપાદુરતિમમ્ प्रार्थनावल्लिसंतानं दुष्पूरविषयोदरम् ॥४३॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) હૃદયમાં શ્રોતસિકા (ઇન્દ્રિયો અર્થાતુ વાસનાઓ) રૂપી વેળા(ભરતી)ને લીધે બહુ કષ્ટથી ઓળંગી શકાય એવો, પ્રાર્થના (વાસનાઓના સંતોષ માટે) રૂપી લહરીઓની પરંપરાવાળો, દુઃખે કરીને સંતોષાય એવા વિષયરૂપી ઉદર(મધ્યભાગ)વાળો[૬૨૧] મજ્ઞાનનું વ્યાપદ્યુતાતોદ્ધવદ્ધાન્ कदाग्रहकुवातेन हृदयोत्कंपकारिणम् ॥४४॥ અનુવાદ : તે (ભવસમુદ્ર) અજ્ઞાનરૂપી દુર્દિનવાળો, વિપત્તિરૂપી વીજળી પડવાથી ભય ઉત્પન્ન કરનારો, કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને કંપ કરાવનારો[૬૨૨] વિવિધ વ્યાધિસંવંઘમચ્છપસંeત્નમ્ | चिंतयेच्च भवांभोधिं चलदोषाद्रिदुर्गमम् ॥४५॥ અનુવાદ : તથા વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મત્સ્ય અને કાચબાથી સંકુલ, દોષોરૂપી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા ભવસમુદ્રનું ચિંતન કરવું. વિશેષાર્થ : આ પાંચ શ્લોકમાં સંસારરૂપી સાગરનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશાળ સંસારસાગર ક્યારેય સૂકાતો નથી એટલે તથા એમાં રોજરોજ જન્મરૂપી ભરતી અને મૃત્યરૂપી ઓટનાં કેટલાંયે મોજાંઓ આવતાં હોવાથી ઠેઠ પ્રાચીન કાળથી કવિઓ સંસારને માટે સમુદ્ર કે સાગરનું રૂપક પ્રયોજતા આવ્યા છે. સમુદ્રનાં ભિન્નભિન્ન અંગોને રૂપક વડે ભિન્નભિન્ન રીતે ઘટાવાય છે. ‘વિશેષાવશ્યક'ના રચયિતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલા ધ્યાનશતકમાં સંસારસાગરનું જે રૂપક. પ્રયોજયું છે તેના ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી છે. એના આધારે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ સંસારસમુદ્રનું – ભવાબ્ધિનું રૂપક પ્રયોજ્યું છે. આ રૂપકમાં તેઓ કહે છે : (૧) આ સંસારસમુદ્ર કર્મથી ઉત્પન્ન થયેલો છે. (૨) તે જન્મ, જરા અને મરણરૂપી જળથી ભરેલો છે. (૩) તે મોહનાં મોટાં વમળવાળો છે. ૩૬૧ Jain Education Intemational 2010_05 2010_05 For Privas Page #407 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૪) તે કામરૂપી વડવાનલથી ભીષણ બનેલો છે. (૫) તે આશારૂપી વાયુથી ભરેલો છે. (૬) તે ક્રોધાદિ કષાયોરૂપી પાતાલ-કલશોથી ઊછળતો રહે છે. (૭) તે અસત્ વિકલ્પોરૂપી મોટાં ભયંકર મોજાંઓને ધારણ કરે છે. (૮) તે હૃદયમાં ઊઠતી વાસનાઓના જોરદાર પ્રવાહોને કારણે ન ઉલ્લંઘી શકાય એવો છે. (૯) તે સુખની પ્રાર્થનાઓરૂપી લહરીઓની પરંપરાવાળો છે. (૧૦) તે જલદી ન સંતોષાય એવા વિષયરૂપી ઉદરવાળો છે. (૧૧) તે અજ્ઞાન (મિથ્યાત્વ) રૂપી દુર્દિનવાળો છે. (૧૨) તે આપત્તિઓરૂપી વીજળી પડવાથી ભય પેદા કરનારો છે. (૧૩) તે કદાગ્રહરૂપી દુષ્ટ વાયુ વડે હૃદયને ધ્રુજાવનારી છે. (૧૪) તે વ્યાધિઓરૂપી માછલાં અને કાચબાઓથી ખીચોખીચ ભરેલો છે. (૧૫) તે જંગમ અથવા ચલાયમાન પર્વતો (આઈસબર્ગ)થી દુર્ગમ છે. આમ જન્મ, જરા, મૃત્યુ, અજ્ઞાન, મિથ્યાત્વ, વાસનાઓ, કષાયો, પરિગ્રહ, વ્યાધિઓ, આપત્તિઓ વગેરેથી ભરેલો સંસાર ભયંકર છે એમ ચિંતવવાથી ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. [૨૩] સંતરોપર્વ સીવવંદવંધનમ્ | बहुशीलांगफलकं ज्ञाननिर्यामिकान्वितम् ॥४६॥ અનુવાદ : તેને (સંસારરૂપી સાગરને) તરવાના ઉપાયરૂપે સમ્યકત્વરૂપી દઢ બંધનવાળા, બહુ શીલાંગરૂપી પાટિયાં(ફલક)વાળા, જ્ઞાનરૂપી નિર્યામક(સુકાની) સાથેના[૬૨૪] સંવરીતાશ્રછિદ્ર ગુણિપુતં માતઃ | आचारमंडपोद्दीप्तापवादोत्सर्गभूद्वयम् ॥४७॥ અનુવાદ : સંવર વડે જેનાં આશ્રવરૂપી છિદ્રો પૂરાયેલાં છે, ચારે બાજુથી તે ગુક્તિઓ વડે રક્ષણ કરાયેલું છે, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે માળ(ભૂમિ)વાળા ને આચારરૂપી મંડપથી પ્રદીપ્ત છે એવા– (૬૨૫] સંતુર વૈwછુષ્ય સલાશઃ | सद्योगकूपस्तंभाग्रन्यस्ताध्यात्मसितांशुकम् ॥४८॥ અનુવાદ : સદાશયરૂપી અસંખ્ય દુર્ધર યોદ્ધાઓને લીધે અપરાજેય, સદ્યોગરૂપી કૂવાતંભના અગ્ર ભાગ ઉપર અધ્યાત્મરૂપી સઢ (સિતાંશુકશ્વેત વસ્ત્ર) છે એવા ૩૬૨ Jain Education Interational 2010_05 Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર [૬૨૬] તપોડનુત્ર પવનો ક્રૂતરંવેપાતઃ | वैराग्यमार्गपतितं चारित्रवहनं श्रिताः ॥४९॥ અનુવાદ : તારૂપી અનુકૂળ પવનથી ઉત્પન્ન થયેલા, સંવેગરૂપી વેગથી વૈરાગ્યરૂપી માર્ગે પડેલા (ચડેલા), ચારિત્રરૂપી વહાણમાં બેઠેલા [૬૨૭] સદ્ભાવનાધ્યમંજૂષાચસ્તગ્નેિત્તર તતઃ | यथाऽविघ्नेन गच्छन्ति निर्वाणनगरं बुधाः ॥५०॥ અનુવાદ : પંડિતો (જ્ઞાનીઓ) સદ્ભાવના નામની પેટી(મંજૂષા)માં શુદ્ધ ચિત્તરૂપી રત્ન મૂકીને, નિર્વિને નિર્વાણ-નગરે પહોંચે છે. વિશેષાર્થ : શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં સંસારરૂપી સાગરનું રૂપક પ્રયોજયું છે અને એ સાગરને તરવા માટે ચારિત્રરૂપી જહાજનું રૂપક પણ પ્રયોજયું છે. એને અનુસરીને શ્રી રિભદ્રસૂરિએ અને એના ઉપરથી ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ આ રૂપક આપ્યું છે. એમાં ધ્યાનશતક' કરતાં થોડો વિગતફેર છે, પણ તે રૂપકને વધુ સવિગત બનાવવા માટે છે એમ સમજાય છે. જો સંસારરૂપી સાગર જન્મમરણ, મોહ, ક્રોધાદિ કષાયો, અશુભ વિકલ્પો, વાસનાઓ, અજ્ઞાન, કદાગ્રહ, વ્યાધિઓ વગેરેથી ભરેલો અને દુર્ગમ હોય તો એ સાગરને તરીને સામે પાર પહોંચવા માટે સામગ્રી અને શક્તિ પણ એવા જ સબળ જોઈએ. એટલે એ સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી જહાજ તૈયાર કરવામાં આવ્યું છે. શીલાંગરૂપી પાટિયા અને સમ્યક્ત્વરૂપી દઢ બંધથી એ બાંધવામાં આવ્યું છે. તેમાં ઉત્સર્ગ અને અપવાદરૂપી બે માળમાં આચારરૂપી મંડપ (કેબિન) કરવામાં આવ્યો છે. વહાણમાં આશ્રવોરૂપી જે છિદ્રો રહી ગયાં હતાં તે સંવર વડે પૂરવામાં આવ્યાં છે. એમાં સદ્યોગરૂપી કૂવાસ્તંભ ઉપર અધ્યાત્મરૂપી શ્વેત રેશમી વાવટો (સિતાંશુક) ફરકાવવામાં આવ્યો છે. સુકાની તરીકે જ્ઞાનની નિમણૂક કરવામાં આવી છે. વહાણના રક્ષણ માટે સમિતિગુપ્તિ સાથે સદાશયરૂપી યોદ્ધાઓ લેવામાં આવ્યા છે. આ વહાણમાં પંડિતો (જ્ઞાનીઓ) બેઠા છે. તેઓની પાસે સદ્ભાવનારૂપી મંજૂષામાં શુદ્ધ ચિત્ત (શુદ્ધોપયોગ) રૂપી રત્નો છે. | વહાણ ઊપડ્યું અને એણે વૈરાગ્યરૂપી દિશા પકડી. તારૂપી જોરદાર અનુકૂળ પવનને લીધે સંવેગરૂપી વેગ મળ્યો. આથી આ જહાજ સુરક્ષિતપણે નિર્વાણરૂપી નગરીએ પહોંચી ગયું. આમ સંસારરૂપી સાગર અને તે પાર કરવા માટે ચારિત્રરૂપી જહાજનું રૂપક સંસ્થાનવિય નામના ધર્મધ્યાન માટે પ્રાચીન સમયથી અપાતું આવ્યું છે. એક એક વિગત ગોઠવતાં ગોઠવતાં અને તે પ્રમાણે ચિત્તમાં ચિત્ર તૈયાર કરવામાં ઠીક ઠીક સમય લાગે છે અને એ રીતે ધ્યાતા આ ધર્મધ્યાનમાં ઠીક ઠીક રોકાયેલો રહે છે. એના ચિત્તમાં ચંચળતા કે અન્ય વિકલ્પો જલદી આવતા નથી. ૩૬૩ Jain Education Interational 2010_05 Page #409 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૨૮] યથા ૨ મોપીશે નવ્યવ્યતિને સતિ । संसारनाटकोच्छेदाशंकापंकाविले मुहुः ॥५१॥ અનુવાદ : અને જ્યારે મોહરાજા (પલ્લીપતિ)એ આ વૃત્તાન્ત જાણ્યો ત્યારે સંસારરૂપી નાટકના ઉચ્છેદની શંકારૂપી કાદવથી તે વારંવાર મલિન થયો. [૬૨૯] સખીવૃતસ્વીયમટે નાવું યુવ્રુદ્ધિનામિામ્ । श्रिते दुर्नीतिनौवृन्दारूढशेषभटान्विते ॥५२॥ અનુવાદ : તેણે (મોહરાજાએ) પોતાના સુભટોને સજ્જ કરીને દુર્બુદ્ધિ નામની નૌકામાં બેસાડ્યા અને બાકીનાને દુન્વતિરૂપી નૌકામાં બેસાડ્યા. [૬૩૦] ઞયજીત્યથ ધર્મેશમટાથે રણમંડપમ્ । तत्त्वचिन्तादि-नाराचसज्जीभूते समाश्रिते ॥५३॥ અનુવાદ : ત્યારે તત્ત્વચિંતનાદિરૂપી બાણોથી સજ્જ થયેલા સુભટોના સમૂહ સાથે ધર્મરાજા રણમેદાનમાં આવી પહોંચે છે. [૬૩૧] મિથો તને રળાવેશે સમ્ય વર્શનમંત્રિના । मिथ्यात्वमंत्री विषमां प्राप्यते चरमां दशाम् ॥५४॥ અનુવાદ : પરસ્પર તેમની વચ્ચે રણયુદ્ધ થતાં સમ્યગ્દર્શનરૂપી મંત્રી દ્વારા મિથ્યાત્વરૂપી મંત્રીને છેલ્લી વિષમ દશાને પમાડાય છે. (મૃતપ્રાયઃ કરી દેવાય છે.) [૬૩૨] તીતથૈવ નિરુચત્તે ષાયપરટા અપિ । प्रशमादि महायोधैः शीलेन स्मरतस्करः ॥५५॥ અનુવાદ પ્રશમ વગેરે મોટા યોદ્ધા દ્વારા કષાયરૂપી ચોરોને અને શીલરૂપી સુભટ દ્વારા કામરૂપી ચોરને લીલા માત્રમાં રુંધવામાં આવે છે. [૬૩૩] હાસ્યાવિષટ્ખુંટાવૃન્દ્ર વૈરાયસેનયા । निद्रादयश्च ताड्यन्ते श्रुतोद्योगादिभिर्भटैः ॥५६॥ અનુવાદ હાસ્ય વગેરે છ લૂંટારાના ટોળાંને વૈરાગ્યરૂપી સેના દ્વારા અને નિદ્રા વગેરેને શ્રુત-ઉદ્યોગ વગેરે સુભટો દ્વારા માર મારવામાં આવે છે. _2010_05 For Private ૩૬૪ Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર [૬૩૪] મખ્ય ધર્મગુસ્નાખ્યામાત્તરૌદ્રામિથ માં निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥५७॥ અનુવાદ : ધર્મ અને શુકલ ધ્યાનરૂપી સુભટો દ્વારા આર્ત અને રૌદ્ર ધ્યાનરૂપી યોદ્ધાઓને અને ઇન્દ્રિયનિગ્રહ દ્વારા અસંયમને તત્કાળ (દ્રાફ) જીતી લેવાય છે. [૩૫] ક્ષયપામતક્ષનાવરાયઃ नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥५८॥ અનુવાદ : ક્ષયોપશમરૂપી સુભટથી ચક્ષુદર્શનાવરણ વગેરે અને પુણ્યોદયરૂપી સુભટના પરાક્રમથી અશાતારૂપી સૈન્ય નાશ પામે છે. [૬૩૬] સદ દેવાને સાસરિ તથા ! सुतेन मोहभूपोऽपि धर्मभूपेन हन्यते ॥५९॥ અનુવાદ : ધર્મરાજા વડે મોહરૂપી રાજા, પોતાના દ્વેષરૂપી ગજેન્દ્ર અને રાગરૂપી કેસરી (સિંહ) નામના પુત્રો સહિત હણાય છે. [૬૩૭] તત: પ્રામાનં મૂuપ્રાતઃ यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥६०॥ અનુવાદ : ત્યાર પછી ધર્મરાજાની કૃપાથી (પ્રસાદથી) જેઓને મહા આનંદ થયો છે તે સાદુરૂપી વેપારીઓ કૃતાર્થ થાય છે. [૬૩૮] વિચિન્તયેત્તથા સર્વ ધર્મધ્યાનનિવિષ્ટથી ईदृगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥६१॥ અનુવાદ : ધર્મધ્યાન વિશે જેમની બુદ્ધિ તલ્લીન થયેલી છે તેઓએ આગમમાં નિરૂપાયેલા બીજા પણ આવા પદાર્થો વિશે ચિંતન કરવું. | વિશેષાર્થ : સંસારરૂપી સાગરને તરી જવા માટે, નિર્વાણનગરે પહોંચવા માટે ચારિત્રરૂપી જહાજમાં બેસીને મુનિઓ નીકળે છે. પરંતુ આપણો અનુભવ છે કે સંયમયાત્રા ઘણી કઠિન છે અને એમાં ઘણી મુશ્કેલીઓ-વિઘ્નો આવે છે. એમાં પણ પ્રતિસ્પર્ધી હોય તો તે યાત્રાને સફળ ન થવા દેવા માટે અનેક ઉપાયો યોજે છે. એટલા માટે જ ચારિત્રરૂપી જહાજ લઈને તેઓ નીકળ્યા છે. આ સરસ સવિગત રૂપકને અહીં અગિયાર શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. સમુદ્રમાં વહાણને લૂંટી લેવાની ચાંચિયાગીરી પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી પ્રચલિત છે. મોહરાજારૂપી ચાંચિયા રાજાએ ૩૬૫ Jain Education Intemational 2010_05 Page #411 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર દુર્બુદ્ધિ અને દુર્વાતિ નામની નૌકાઓમાં મિથ્યાત્વરૂપી મંત્રી, કષાયરૂપી યોદ્ધાઓ, હાસ્યાદિ નોકષાયરૂપી સુભટો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપી યોદ્ધાઓ સહિત અશાતારૂપી સેના સાથે ધર્મરાજા ઉપર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું. સમક્તિરૂપી મંત્રી અને શીલ, પ્રશમ, વૈરાગ્ય, શ્રુત-ઉદ્યોગ, ધર્મધ્યાન, શુક્લધ્યાન, ઈન્દ્રિયનિગ્રહ, ક્ષયોપશમ, પુણ્યોદય વગેરરૂપી યોદ્ધાઓ સહિતની સેનાએ પોતાના અપૂર્વ બળ અને પરાક્રમ વડે અંતે મોહરાજાને પરાજિત કર્યો. આમ, ધર્મધ્યાન ધરવા માટે સરસ, રોચક, પ્રેરક અને પ્રોત્સાહક એવું રૂપક અહીં આપવામાં આવ્યું છે. સંસ્થાન-વિચય ધર્મધ્યાનમાં કોઈ પણ એક પદાર્થ વિશે સતત ધ્યાન ધરવાથી, જેમાં કંઈક ઘટના બનતી હોય એવાં દૃશ્યો માનસચક્ષુ સમક્ષ ખડાં કરવાથી મન વધુ સમય માટે એકાગ્ર રહે છે. એ દષ્ટિએ આરંભકાળમાં આવાં રૂપકો ધ્યાતા માટે બહુ ઉપયોગી નીવડે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એટલે જ અહીં કહ્યું છે કે ધર્મધ્યાનના ધ્યાતાઓ આગમમાં નિરૂપાયેલા આવા બીજા પદાર્થો વિશે પણ ધ્યાન ધરી શકે છે. ધર્મધ્યાન ધરવા માટે સામગ્રીની અલ્પતા નથી. એટલા માટે જેના વડે પોતાનું ચિત્ત ધર્મધ્યાનમાં વધુ સમય સુધી એકાગ્ર ને સ્થિર રહે તેવા વિષયો ધ્યાતાએ પસંદ કરવા જોઈએ. [૬૩] મનક્રિયાનાં ચ નયા નિવારથી .. धर्मध्यानस्य स ध्याता शान्तो दान्तः प्रकीर्तितः ॥६२॥ અનુવાદ : મન અને ઈન્દ્રિયોના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા જે હોય તે શાન્ત અને દાત્ત(મુનિ)ને ધર્મધ્યાનના ધ્યાતા કહ્યા છે. વિશેષાર્થ : ધર્મધ્યાન ધરવા માટે યોગ્ય વ્યક્તિ કોણ ? એની યોગ્યતા અથવા લાયકાત શી ? અહીં કહેવામાં આવ્યું છે કે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર, નિર્વિકાર બુદ્ધિવાળા, શાન્ત અને દાન્ત મુનિ જ ધર્મધ્યાનના સાચા અધિકારી બની શકે. આટલું તો નિશ્ચિત છે કે જયાં સુધી જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રાચતો હોય ત્યાં સુધી ધર્મધ્યાન પર આવી શકતો નથી. જ્યાં સુધી જીવનમાં વિષય, કષાય અને પ્રમાદનું જોર વધારે છે ત્યાં સુધી જીવ દાન્ત એટલે કે ઇન્દ્રિયોને દમનારો અને શાન્ત થતો નથી. ધર્મધ્યાનની પાત્રતા મેળવવા અને કેળવવા માટે મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જરૂરી છે. વિષય, કષાય, નિદ્રા, વિકથા, અજ્ઞાન, ભ્રમ, સંશય, વિસ્મૃતિ ઇત્યાદિથી જે રહિત હોય, શાન્ત અને દાત્ત હોય તેવા મુનિ ધર્મધ્યાનના અધિકારી બની શકે. તેઓ નિર્વિકાર બુદ્ધિવાળા એટલે કે જ્ઞાનરૂપી ધનવાળા હોય છે. [E४०] परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् । घटते ह्यत्र तत्सर्वं तथा चेदं व्यवस्थितम् ॥६३॥ અનુવાદ : બીજાઓએ પણ સ્થિતપ્રજ્ઞનું જે લક્ષણ કહ્યું છે તે સર્વ અહીં ઘટી શકે છે. એટલે આ પણ વ્યવસ્થિત જ છે. વિશેષાર્થ : ગ્રંથકર્તા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોનો તલસ્પર્શી ૩૬૬ Jain Education Intemational 2010_05 Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર અભ્યાસ કર્યો હતો. એટલે અન્ય દર્શન સાથેની તુલના એમના ગ્રંથમાં સ્વાભાવિક રીતે જ આવી જાય. વળી બીજી બાજુ કેટલાક મુગ્ધ ભોળા લોકોમાં પોતાના ધર્મની – દર્શનની એટલી જાણકારી ન હોય અને અન્ય દર્શનની થોડી વાત સાંભળતાં તેઓ રાજી રાજી થઈ જાય એવું બને છે. કેટલાક કદાચ એવું કહેશે કે “ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં કેવા સરસ લક્ષણો બતાવ્યાં છે. આપણે ત્યાં છે એવું કંઈ ?' વસ્તુતઃ જૈન દર્શનમાં ધર્મધ્યાનીનાં જે લક્ષણો કહ્યાં છે તેવાં જ લક્ષણો સ્થિતપ્રજ્ઞનાં છે. એમાં શબ્દો કદાચ જુદા હોય તો પણ અર્થથી તે બંનેનાં લક્ષણો એકબીજા સાથે ઘટાવી શકાય એમ છે. એટલે જૈન દર્શનમાં ધર્મધ્યાનીનાં જે લક્ષણો બતાવવામાં આવ્યાં છે તે સર્વથા યોગ્ય અને વ્યવસ્થિત જ છે. આ સરખામણી માટે ઉપાધ્યાયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતામાંથી હવે પછીના ચાર શ્લોક ટાંક્યા છે. [૬૪૧] પ્રજ્ઞાતિ માન્ સર્વાવાર્થ મનોકાતાના आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥६४॥ અનુવાદ : હે અર્જુન (પાર્થ) ! જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને તે (સાધક) ત્યજી દે છે, (અને) પોતાનામાં જ પોતાના (આત્મા) વડે સંતુષ્ટ હોય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી ચાર શ્લોક (નં. ૫૫ થી ૫૮) અહીં ટાંક્યા છે. આ શ્લોકો શ્રીકૃષ્ણ અર્જુનને સંબોધીને કહેલા છે. તેઓ અર્જુનને ‘સ્થિતપ્રજ્ઞ'નાં લક્ષણો સમજાવે છે. જૈન દર્શનમાં જે ધર્મધ્યાનયોગી છે તે જ ગીતામાં સ્થિતપ્રજ્ઞ છે. અહીં આ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં બે મુખ્ય લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. સ્થિતપ્રજ્ઞ એ કહેવાય કે જેણે બધી વાસનાઓનો ત્યાગ કર્યો છે અને જે પોતાના આત્મામાં જ સંતુષ્ટ હોય છે. અહીં વાસનાઓના ત્યાગ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મનુષ્યનું મન વાસનાઓને કારણે જ સંકલેશવાળું રહે છે. મનુષ્યને આહારસંજ્ઞા વળગેલી છે. ભાતભાતની વાનગીઓનો વિવિધ પ્રકારનો રસ તે માણવા ઇચ્છે છે. તેની સર્વ ઇન્દ્રિયો અને મન ભોગોપભોગ માટે સતેજ રહે છે. મનુષ્યની વિવિધ પ્રકારની એષણાઓને ચાર મુખ્ય વિભાગમાં શાસ્ત્રકારોએ વહેંચી નાખી છે. એ છે દારેષણા, પુત્રેષણા, વિષણા અને લોકેષણા. પુરુષને સ્ત્રી સાથે અને સ્ત્રીને પુરુષ સાથે કામભોગ ભોગવવાની પ્રબળ વાસના રહ્યા કરે છે. તદુપરાંત સંતાનપ્રાપ્તિની અને ધનમિલકત મેળવવાની એષણા રહે છે. કેટલાક આ ત્રણે વાસનાઓ ઉપર વિજય મેળવે છે, પરંતુ લોકેષણા, લોકખ્યાતિ, લોકોમાં પોતાની વાહવાહ થાય, પોતાનાં યશકીર્તિ વધે, પોતે મોટા પ્રસિદ્ધ પુરુષ થાય, લોકનેતા કે અભિનેતા થાય એવી મહત્ત્વાકાંક્ષા સેવતા રહે છે અને તે સંતોષાતાં ઉત્તરોત્તર વધુ અને વધુ પૂજા-સત્કાર માટેની તેઓની અભિલાષા વધતી રહે છે. પરંતુ જે આવી બધી એષણાઓ, ઇચ્છાઓ, વૃત્તિઓ, આકાંક્ષાઓ, વાસનાઓનો ત્યાગ કરે છે, તેના પર વિજય મેળવે છે, નિષ્કામ અને અનાસક્ત બને છે તે જ સ્થિતપ્રજ્ઞ બનવાને અધિકારી થઈ શકે છે. વાસનાઓની ઉપર વિજય મેળવનાર જ અંતર્મુખ બની શકે છે. જે અંતર્મુખ થાય છે, આત્મવિચાર, આત્મજ્ઞાન, આત્મધ્યાન તરફ આગળ વધે છે તે જ અધ્યાત્મમાર્ગમાં આગળ વધે છે. તે જ અધ્યાત્મમાર્ગનો સાચો પ્રવાસી બની શકે છે. પછીથી એને પોતાનામાં જ એટલો સંતોષ રહે છે કે દુન્યવી કોઈ પણ બાબત એને આકર્ષી શકતી નથી. આમ, આત્મસંતુષ્ટ, આત્મસ્થ, આત્મજ્ઞાની વ્યક્તિ જ ‘સ્થિતપ્રજ્ઞ' બની શકે છે. ૩૬૭ 2010_05 Page #413 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૪૨] સુષ્યનુદ્ધિનમના: સુષ વિગતણૂક | 'વીતરામ: સ્થિતથી મુનિસુવ્યતે દવા અનુવાદ : દુઃખમાં જે ઉગરહિત મનવાળો છે, સુખમાંથી જેની સ્પૃહા જતી રહી છે, જેના રાગ, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે તે મુનિ સ્થિરબુદ્ધિવાળો કહેવાય છે. ' વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી સ્થિતપ્રજ્ઞ વિશેનો આ બીજો શ્લોક અહીં આપવામાં આવ્યો છે. સ્થિતપ્રજ્ઞ મુનિ સંસારમાં કેવી રીતે રહે? કેવી રીતે બેસે ? કેવી રીતે બોલે ? – ઇત્યાદિ પ્રકારના અર્જુનના પ્રશ્નોના ઉત્તર શ્રીકૃષ્ણ અહીં સંક્ષેપમાં માર્મિક રીતે આપીને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવ્યાં છે. સંસારમાં સર્વ લોકોને સુખદુઃખના અનુભવો તો થયા જ કરે છે. વળી સુખદુઃખની કલ્પના પણ દરેકની જુદી જુદી હોય છે. સામાન્ય માણસ સુખમાં રાજી થાય છે અને દુઃખમાં દુઃખી થાય છે. આ સુખ અને દુઃખ સ્થૂલ ઇન્દ્રિયોના ભોગ-ઉપભોગને લગતું, અનુકૂળતા અને પ્રતિકૂળતાવાળું હોય છે. એ જ સુખદુ:ખને જ્ઞાનીઓ જુદી રીતે જોતા હોય છે. ગમે તેવા શોક-સંતાપના પ્રસંગો આવે તે વખતે જ્ઞાનીઓ ઉદ્વિગ્ન કે સંતપ્ત થતા નથી. તેઓ દુઃખને સમતા ભાવથી સહન કરી લે છે. તેમની પ્રસન્નતા જરા પણ ઓછી થતી નથી. તેઓ સમજે છે કે જે કોઈ દુઃખનો પ્રસંગ આવી પડ્યો હોય છે તે તો પોતાના પૂર્વબદ્ધ અશુભ કર્મોને કારણે જ છે. એમાં કોઈનો દોષ નથી. દોષ હોય તો તે પોતાનાં કર્મોનો જ છે. વળી દુઃખ તે તો દેહને પડ્યું છે, આત્માને નહિ. એવી સમજણ સાથે તેઓ દુઃખનું વેદન સાક્ષીભાવથી કરી લે છે. જેમ દુઃખના પ્રસંગે તેમ સુખના પ્રસંગે પણ આત્મજ્ઞાની મહાત્માઓનું વલણ નિરાળું જ હોય છે. સુખમાં તેઓ હરખાઈ જતા કે છલકાઈ જતા કે છકી જતા નથી. આ બધું ક્ષણિક કે અનિત્ય જ છે એમ તેઓ સમજે છે. સુખના અનુભવ વખતે તેમને તેની વધુ સ્પૃહા થતી નથી કે રહેતી નથી. વધુ સુખ મેળવવા માટે અભિલાષા તેમને સતાવતી નથી. સુખ અને દુઃખ તો આવે ને જાય એમ જ તેઓ સમજતા હોય છે. તેથી જ તેઓ તેનાથી અલિપ્ત રહી શકે છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિના જીવનમાંથી રાગ, ભય, અને ક્રોધ નીકળી ગયા હોય છે. તેઓ અનાસક્ત ભાવે જીવન જીવતા હોવાથી, રાગમુક્ત હોવાથી, દેહાતીત અવસ્થામાં રહેતા હોવાથી તેમને મૃત્યુનો ભય રહેતો નથી. મૃત્યુનો ભય નીકળી જતાં અન્ય પ્રકારના ભય પણ તેમને રહેતા નથી. વળી રાગમુક્ત હોવાથી ષમુક્ત પણ તેઓ હોય છે. એથી કોઈ વાતે ક્રોધ કે ઉગ કરવાનું તેમને કારણ રહેતું નથી. આવી ઊંચી દશા સ્થિતપ્રજ્ઞ યોગીની હોય છે. [૬૪૩] : સર્વત્રામદક્તિત્તસ્ત્રાણ ગુમાશુમમ્T नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥६६॥ અનુવાદ : જે સર્વત્ર સ્નેહરહિત (રાગરહિત, અનાસક્ત) છે અને જે શુભાશુભ પામીને નથી આનંદિત થતો કે નથી કૅષ કરતો, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. ૩૬૮ Jain Education Intemational 2010_05 Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી આ શ્લોક અહીં ટાંકવામાં આવ્યો છે. એમાં સ્થિતપ્રજ્ઞ યોગીનું બીજું એક મહત્ત્વનું લક્ષણ દર્શાવવામાં આવ્યું છે. સ્થિતપ્રજ્ઞ મહાત્મા અનાસક્ત હોય છે. તેઓ અભિસ્નેહરહિત હોય છે એટલે કે તેઓને સ્નેહનું વળગણ હોતું નથી. તેઓ રાગરહિત, આસક્તિરહિત હોય છે. સામાન્ય સંજોગોમાં સાધારણ કક્ષાના લોકો કદાચ થોડો વખત આસક્તિરહિત હોવાનો દાવો કરી શકે. પરંતુ કસોટીનો કાળ જ વધુ મહત્ત્વનો છે. પોતાને સ્થિતપ્રજ્ઞ કે અનાસક્ત તરીકે ઓળખાવનાર મહાત્માઓ પણ કસોટીના પ્રસંગે ડગી જાય છે. ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે માણસને એકનો અથવા બીજાનો પક્ષ લેવાનું મન થઈ જાય. ક્યારેક વિપરીત પ્રસંગોમાં, શારીરિક કે માનસિક કષ્ટોના વખતે મનથી કે વચનથી બીજા માણસો કે પર પદાર્થો પ્રત્યે ઇતરાજી, નારાજગી, આવેગ, આક્રોશ, ઈર્ષા, દ્વેષ જેવું કંઈક વ્યક્ત થઈ જાય છે. પોતાનાં પૂર્વબદ્ધ મોટાં નિકાચિત શુભ કર્મનો કે અશુભ કર્મનો જ્યારે ઉદય હોય છે ત્યારે તો માણસની બરાબર કસોટી થાય છે. પરંતુ જેઓએ અંતર્મુખ બનીને, આત્મસ્વરૂપમાં લીન થઈને, સ્વ અને પરનો ભેદ પારખીને બરાબર સાધના કરી હોય છે તેઓ તો આવી બધી વાતોને ક્ષણિક, અનિત્ય અને સંસારના સ્વભાવરૂપ માનીને નિર્લેપ રહે છે. તેવા સાધકો સ્થિર બુદ્ધિવાળા, સ્થિતપ્રજ્ઞ અથવા ધર્મધ્યાનના અધિકારી કહેવાય છે. [૬૪૪] ય સંદરતે વાર્થ નવ સર્વશ: I इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठता ॥६७॥ અનુવાદ : અને જેમ કાચબો બધી બાજુથી અંગોને સંહરી (સમેટી) લે છે તેમ ઈન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી સંહરી લેનારની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત (સ્થિર) છે. ' વિશેષાર્થ : શ્રીમદ્ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાંથી આ શ્લોક અહીં આપવામાં આવ્યો છે. એમાં સ્થિતપ્રજ્ઞ મુનિ અથવા યોગીનું વધુ એક લક્ષણ કાચબાના ઉદાહરણ સાથે સમજાવવામાં આવ્યું છે. કાચબો એક એવું પ્રાણી છે જે જળચર પણ છે અને સ્થળચર પણ છે. એની પીઠ વજ જેવી મજબૂત હોય છે. તે ઢાલ જેવી હોય છે. એના પર પ્રહારો કરવા છતાં કાચબાને વાગતું નથી. પણ એનાં અંગાંગો કોમળ છે. તે પોતાનું મુખ અને ચારે પગ પીઠની બહાર કાઢીને હરે ફરે છે, પાણીમાં તરી શકે છે. પરંતુ જરાક ભય જણાય કે તરત તે પોતાનાં અંગાંગોને પીઠની અંદર ખેંચી લે છે. એથી એ તરત સુરક્ષિત બની જાય છે. હવે એને કોઈ ભય રહેતો નથી. ઇન્દ્રિયોના સંરક્ષણ અને સંગોપન માટે કુદરતે કાચબાને જેવી વ્યવસ્થા આપી છે તેવી અન્ય પ્રાણીઓને આપી નથી. એટલે ઇન્દ્રિયોના સંયમ માટે કાચબાનું ઉદાહરણ અનુરૂપ અને તરત સમજાય એવું છે. કાચબાને એ પ્રમાણે કરતો જેણે નજરે જોયો હોય તેને તો આ ઉદાહરણની યથાર્થતા તરત સમજાય એવી છે. સ્થિતપ્રજ્ઞ મુનિઓ પણ એ પ્રમાણે જ કરે છે. તેમની ઇન્દ્રિયો બહાર હોય છે. કાચબાના શરીરના જેવી આપણા શરીરમાં વ્યવસ્થા નથી. પરંતુ ઇન્દ્રિયોને એના વિષયોમાંથી પાછી ખેંચી લઈ શકાય છે. માણસની આંખ ખુલ્લી હોય અને છતાં તે કશું જોતો ન હોય, જોવા ઇચ્છતો ન હોય એમ તે કરી શકે છે. એ પ્રમાણે જેમની પ્રજ્ઞા અર્થાત્ પરિપક્વ બુદ્ધિ સ્થિર થયેલી છે, જેઓ અનાસક્ત છે તેઓ પોતાની ૩૬૯ Jain Education Interational 2010_05 Page #415 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જ્ઞાનેન્દ્રિયોને એના વિષયોમાં જવા દેતા નથી. તેઓ ઇન્દ્રિયોના વિષયોમાં લેવાતા નથી. એટલે કે તેઓ ખાય છે છતાં ખાતા નથી. તેઓ જએ છે છતાં જોતા નથી. તેઓ સાંભળે છે છતાં સાંભળતા નથી, ઇન્દ્રિયનિગ્રહને કારણે તેમનું મન શાન્ત થઈ જાય છે. એમની પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે. તેઓ આત્મસ્વરૂપમાં લીન બની જાય છે. તેમનામાંથી કર્તુત્વ અને ભોક્નત્વનો ભાવ નીકળી જાય છે. માટે તેઓ કર્તા છતાં કર્તા નથી અને ભોક્તા છતાં ભોક્તા નથી. શ્રીમદ્ભગવદ્ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે તે જ લક્ષણો જૈન દર્શનમાં ધર્મધ્યાનના યોગીનાં છે. [૬૪૫] શીખ્તો તાન્તો મલીદાત્મારામતથા સ્થિત सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥६८॥ અનુવાદ : જે શાન્ત, દાત્ત અને આત્મપરાયણતામાં સ્થિત હોય તે જ આ પ્રમાણે (ધ્યાતા) થાય છે. સિદ્ધનો (સિદ્ધયોગીનો) જે સ્વભાવ છે તે જ સાધકની યોગ્યતા છે. વિશેષાર્થ : ધર્મધ્યાનના અધિકારી ધ્યાતા વિશે અહીં ફરીથી કહેવામાં આવ્યું છે. ૬૩મા શ્લોકમાં ધર્મધ્યાનના ધ્યાતાનાં લક્ષણો બતાવતાં ગ્રંથકર્તાશ્રીએ કહ્યું છે કે જે મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવનાર, નિર્વિકાર, બુદ્ધિવાળો, શાન્ત અને દાત્ત હોય તે જ ધર્મધ્યાનનો અધિકારી બની શકે. જૈન દર્શનમાં દર્શાવેલા ધર્મધ્યાન-ધ્યાતાની સાથે શ્રીમદ્ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞને સરખાવ્યા પછી ગ્રંથકાર મહર્ષિ કહે છે કે ‘સિદ્ધયોગી” અથવા સ્થિતપ્રજ્ઞનો જે સ્વભાવ બતાવવામાં આવ્યો છે તેવી જ યોગ્યતા આવા સાધક અથવા ધર્મધ્યાનના શાન્ત, દાન્ત ધ્યાતામાં પણ હોય છે. (અહીં “સિદ્ધ' શબ્દ સિદ્ધાત્માના અર્થમાં લેવાનો નથી.) એટલે શ્રીમદ્ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞ અને જૈન દર્શનના ધર્મધ્યાનધ્યાતા એકસરખા છે એમ કહી શકાય. [૪૬] ધ્યાતાયમેવ શુક્યામત્તઃ પાયોર્તિયો: | पूर्वविद् योग्ययोगी च केवली परयोस्तयोः ॥६९॥ અનુવાદ : આ જ અપ્રમત્ત (મુનિ) શુકલધ્યાનના (પ્રથમ) બે પાયાના પૂર્વધર ધ્યાતા છે, તેમાં પછીનાં બે (શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાયાના ધ્યાતા) સયોગી અને અયોગી કેવલી (અનુક્રમે) છે. ' વિશેષાર્થ : ધર્મધ્યાનના ધ્યાતાની યોગ્યતા કેવી હોવી જોઈએ તેનો નિર્દેશ અગાઉ થઈ ગયો છે. અહીં ધર્મધ્યાનના ધ્યાતાની અને શુકલધ્યાનના ધ્યાતાની યોગ્યતા વિશે બીજી થોડીક વાત કરવામાં આવી છે. વસ્તુતઃ ધર્મધ્યાનનો જે ધ્યાતા હોય તે જ આગળ જતાં વધુ યોગ્યતા પ્રાપ્ત થતાં શુકલધ્યાનનો ધ્યાતા બની શકે. ધર્મધ્યાનનો ધ્યાતા પ્રમત્ત ગુણસ્થાનકવાળો હોઈ શકે અને અપ્રમત્ત ગુણસ્થાનકવાળો પણ હોઈ શકે. એમાં અપ્રમત્ત ગુણસ્થાનકવાળો ધ્યાતા જો શુકલધ્યાનના પહેલા બે પાયાનું ધ્યાન ધરે તો તે અવશ્ય પૂર્વધર એટલે કે ચૌદ પૂર્વનો જ્ઞાતા હોવો જોઈએ. ૩૭૦ Jain Education Intemational 2010_05 Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં વળી કહ્યું છે કે શુકલધ્યાનના પ્રથમ બે ધ્યાનનો અપ્રમત્ત ધ્યાતા પૂર્વધર હોવા ઉપરાંત પ્રશસ્ત સંઘયણવાળો એટલે કે વજ-ઋષભ-નારાચ-સંઘયણવાળો હોવો જોઈએ. જો કે આ લક્ષણ પૂર્વધરના લક્ષણ જેટલું મહત્ત્વનું નથી. - શુકલધ્યાનનો ધ્યાતા પૂર્વધર હોવો જોઈએ એમ જો કહેવામાં આવે તો કોઈકને પ્રશ્ન થાય કે તો પછી મરુદેવી માતા અને માસતુષ મુનિ કેવળજ્ઞાન પામ્યાં હતાં અને તેઓ ‘પૂર્વધર’ નહોતાં તો તે કેવી રીતે બની શકે ? એનો ખુલાસો એમ આપવામાં આવે છે કે તેઓને અપ્રમત્ત ગુણસ્થાનકે નહિ પણ ત્યાર પછીના ઉપરના ગુણસ્થાનકે શુકલધ્યાન થયું હતું. કષાયની મંદતાથી, સામર્થ્યયોગના પ્રભાવે, જ્ઞાનાવરણીય વગેરે કર્મનો તેવો ક્ષયોપશમ થવાથી તેઓને શુકલધ્યાન થયું હતું, જેમાં ચૌદ પૂર્વના જ્ઞાનના સૂક્ષ્મ પદાર્થોનું રહસ્ય આવી જાય છે. તેઓ પક-ઉપશમક હતા. પૂર્વધર ન હોય એવા નિર્ઝન્થા ક્ષપકને કેવળજ્ઞાન થઈ શકે છે. શુકલધ્યાનનો ત્રીજો પાયો તે સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ છે. એ ધ્યાન સયોગી કેવળીને હોય. સયોગી એટલે મન, વચન અને કાયાના યોગવાળા. વિહાર, ગોચરી, ઉપદેશ, શંકાનિવારણ ઇત્યાદિમાં કાયયોગ, વચનયોગ અને મનોયોગવાળા કેવળી ભગવંતોને શૈલેશી અવસ્થા પ્રાપ્ત થવાના પૂર્વના અંતર્મુહૂર્તમાં શુકલધ્યાનનો ત્રીજો પાયો પ્રાપ્ત થાય છે. ત્યારપછી મન, વચન અને કાયાના યોગનો નિરોધ કરી, અયોગી કેવળી બની તેઓ જ્યારે શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે શુકલધ્યાનનો ચોથો પાયો પ્રાપ્ત થાય છે. [૪૭] નિત્યસ્વીનુપ્રેક્ષા સ્થાનો પર भावयेन्नित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥७०॥ અનુવાદ : ધ્યાનથી (ધર્મધ્યાનથી) નિવૃત્ત (ઉપર) થવાય ત્યારે પણ અબ્રાન્ત આત્માએ હમેશાં અનિત્યાદિ અનુપ્રેક્ષાઓ ભાવવી, કારણ કે તે ખરેખર ધ્યાનના પ્રાણરૂપ છે. ' વિશેષાર્થ : ધર્મધ્યાન ધરનારાઓ માટે અહીં એક સુંદર વાસ્તવિક ભલામણ કરવામાં આવી છે. કોઈપણ છબસ્થ જીવ દિવસરાત કોઈપણ એક પ્રકારના ધ્યાનમાં સતત રહી શકતો નથી. ચિત્ત એટલું ચંચલ છે કે ક્યારે ધ્યાનનો વિષય છોડી દઈને એ અન્ય વિષયોમાં લાગી જાય છે તેની ખબર પડતી નથી. ધ્યાનના પ્રખર અભ્યાસીઓ નિશ્ચિત સમય માટે કોઈ એક પ્રકારના ધ્યાનમાં તન્મય, સ્થિર થઈ શકે છે, પરંતુ એ સમયાવધિ પૂરી થતાં તેમનું મન બાહ્ય જગતમાં પાછું જોડાઈ જાય છે. છે જ્યારે આવું થાય ત્યારે અથવા ધ્યાન ધરવાના બે-ત્રણ નિશ્ચિત સમયાવધિની વચ્ચેના સમયમાં મન જયારે નિવૃત્ત થાય ત્યારે ધ્યાન ધરનાર અબ્રાન્ત આત્માઓએ વચ્ચેના એ સમયમાં અનિત્યાદિ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવી કે તેનું ચિંતન કરવું અને એ ભાવનાઓ વડે મનને ભાવિત કરવું જોઈએ. બાર ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) એક ભાવના, (૪) અન્યત્વ ભાવના, (૫) અશુચિ ભાવના, (૬) સંસાર ભાવના, (૭) આશ્રવ ભાવના, ૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) ધર્મ ભાવના અને (૧૨) બોધિદુર્લભ hવના. ૩૭૧ Jain Education Interational 2010_05 Page #417 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરવાનું સૂચન બહુ ઉપયોગી છે, કારણ કે ધર્મધ્યાનના પ્રકારોઆજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનમાં જે ચિંતન કરવાનું છે તેની સાથે અનિત્યાદિ ભાવનાઓના વિષયોનો સુમેળ છે. એટલે ધર્મધ્યાનની ધારા તૂટે ત્યારે આ અનિત્યાદિ ભાવનાઓ એ ધારાને જોડવામાં સહાયરૂપ બને છે. આ ભાવનાઓથી સંસાર પ્રત્યેની આસક્તિ અને દેહ માટેની મમતા છૂટે છે અને શુદ્ધ આત્મતત્ત્વના ઉપયોગમાં ચિત્ત ચોટે છે. એટલા માટે આ ભાવનાઓને ધ્યાનના પ્રાણ સમી ઓળખવામાં આવે છે. ધર્મધ્યાનમાં એ ભાવનાઓ બળ પૂરે છે. [૪૮] તીવ્રાવિમાન: યુનૈશ્યાતિ રૂદ્યોત્તર: लिंगान्यत्रागमश्रद्धा विनयः सद्गुणस्तुतिः ॥७१॥ અનુવાદ : અહીં તીવ્રાદિ ભેદ(પ્રકાર)વાળી છેલ્લી ત્રણ લેશ્યાઓ હોય છે. આગમશ્રદ્ધા, વિનય અને સદ્ગુણસ્તુતિ એ એનાં લિંગો છે. વિશેષાર્થ : અહીં પહેલાં ધર્મધ્યાનની વેશ્યાઓની વાત કરી છે. તીવ્રાદિભેદ એટલે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ એમ લઈ શકાય અથવા તીવ્ર, મધ્યમ અને મંદ એમ પણ લઈ શકાય. છ વેશ્યાઓમાંથી કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા અશુભ પ્રકારની છે. તે ધર્મધ્યાનીને હોઈ ન શકે. ધર્મધ્યાનીને શુભ, નિર્મળ અધ્યવસાયો હોવાથી તેમની વેશ્યા શુભ હોય છે. એ ત્રણ શુભ લેશ્યાઓ અનુક્રમે છે : પીત (તેજો) લેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા. એમાં પતિને જો તીવ્ર કહીએ તો શુકલને તીવ્રતમ કહેવાય. પતિને જો મંદ વેશ્યા કહીએ તો શુકલને તીવ્ર વેશ્યા તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક વેશ્યામાં પણ એની માત્રા ચડઊતર કરતી હોય છે. ધર્મધ્યાન ધરનારાઓના શુભ અધ્યવસાયોમાં પણ મંદતા કે તીવ્રતા હોઈ શકે છે અને એ પ્રમાણે તેઓની વેશ્યા રહે છે. સાધના અનુસાર તેઓની વેશ્યા ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ બનતી જાય છે. હવે ધર્મધ્યાનીના લિંગની વાત કરવામાં આવે છે. લિંગ એટલે ચિહ્ન અથવા ઓળખવા માટેની નિશાની. કોઈ વ્યક્તિ ધર્મધ્યાન તરફ વળેલી છે કે નહિ એની આપણને ખબર શી રીતે પડે ? તો કહે છે કે ધર્મધ્યાનવાળાનું પહેલું લક્ષણ છે શ્રદ્ધા. એની શ્રદ્ધા તીર્થંકર પરમાત્માની દેશના પર એટલે કે આગમ ઉપર અચલ હોય છે. પડુ દ્રવ્ય, નવ તત્ત્વ, આઠ કર્મ, ચૌદ ગુણસ્થાન, ગુણ-પર્યાય વગેરેમાં એની શ્રદ્ધા દેઢ હોય છે. આગમોના સ્વાધ્યાયથી આ શ્રદ્ધા વધુ દૃઢ બને છે. જેઓને જાતે આગમસૂત્રો વાંચવા ન મળે તેઓને આચાર્ય મહારાજના ઉપદેશ દ્વારા તે તત્ત્વોની વાત સાંભળવા મળે છે. એ રીતે ઉપદેશ દ્વારા એમની શ્રદ્ધા દઢ થાય છે. કેટલાકને આજ્ઞાથી શ્રદ્ધા થાય છે એટલે કે જિનેશ્વર ભગવાને આજ્ઞારૂપે જે ફરમાવ્યું છે તે યથાર્થ અને વ્યવસ્થિત છે એવી પ્રતીતિ થાય છે. કેટલાકને નિસર્ગરૂપે, સ્વાભાવિક રીતે જ, મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધા પ્રગટે છે. શાસ્ત્રનું કોરું શુષ્ક જ્ઞાન કે વિદ્વત્તાભરી વાણી હોય પણ અંતરમાં સાચી શ્રદ્ધા ન હોય તો ધર્મધ્યાન સંભવી શકે નહિ. ધર્મધ્યાનીને ઓળખવાનું બીજું લિંગ કે લક્ષણ તે એનામાં રહેલો વિનયભાવ છે. ધર્મધ્યાની ઉદ્ધત કે અવિનયી ન હોય. એના વર્તનમાં નમ્રતાનો ભાવ હોય. એ તીર્થકર ભગવાનના કાળમાં હોય તો તીર્થકર ભગવાનનો એટલો જ વિનય કરે. તે અંજલિબદ્ધ હોય, સામે લેવા જાય, મૂકવા જાય, વંદન કરે. તે ૩૭ર Jain Education Intemational 2010_05 Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર તીર્થંકર ભગવાનના વિરહકાળમાં એમની પ્રતિમાજીનો પણ એટલો જ વિનય કરે. તે ગુરુ ભગવંતનો પણ વિનય કરે. એમને આસન આપે, સુખશાતા પૂછે, એમના આહાર વગેરેની વ્યવસ્થા અંગે ધ્યાન રાખે, વૈયાવચ્ચ કરે. ધર્મધ્યાનીનું ત્રીજું લિંગ છે સદ્ગુણસ્તુતિ. તે જિનેશ્વર ભગવાનનાં સદ્ગુણોનું કીર્તન કરે. તે સ્તવનસ્તુતિ લલકારે, ભક્તિ-સેવા કરે. તે સાધુ ભગવંતોનાં નિરતિચાર ચારિત્રની પ્રશંસા, અનુમોદના કરે. એનું હૃદય આનંદોલ્લાસથી સભર હોય. ધર્મધ્યાની માત્ર ઉપચાર ખાતર, દેખાવ તરીકે બીજાને બતાવવા માટે વિનયભક્તિ, સદ્ગુણસ્તુતિ કરતો હોય અને એના અંતરમાં એવા સાચા ભાવો ન હોય તો એની એ દંભી પ્રવૃત્તિ તરત પરખાઈ જાય છે. એમાં રહેલી કૃત્રિમતાની ગંધ આવી જાય છે. તો એ સાચો ધર્મધ્યાની નથી, પછી ભલેને પોતાની જાતને ધર્મિષ્ઠ તરીકે ઓળખાવતો હોય. એનું આર્તધ્યાન અને એની અશુભ લેશ્યા – એ બે વધુ વખત છાનાં રહી શકતાં નથી. [૬૪૯] શીલસંયમયુસ્ય ધ્યાયતો ધર્મમુત્તમમ્ । स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबंधिनीम् ॥७२॥ અનુવાદ : શીલ અને સંયમથી યુક્ત એવા, ઉત્તમ ધર્મધ્યાનના ધ્યાતાને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપી ફળ કહ્યું છે. વિશેષાર્થ : અહીં ધર્મધ્યાનના ફળનો નિર્દેશ છે. ધર્મધ્યાન ધરનાર જો શીલ અને સંયમથી યુક્ત હોય તો તેને ધર્મધ્યાનના ફળરૂપે સ્વર્ગપ્રાપ્તિ થાય છે. ધર્મધ્યાનથી પુણ્યોપાર્જન થાય છે અને કર્મની નિર્જરા પણ થાય છે. જે પુણ્યોપાર્જન થાય છે તે પ્રૌઢ એટલે ઘણું મોટું હોય છે અને વળી તે પુણ્યાનુબંધી હોય છે. મોટા પુણ્યના ફળરૂપે ઊંચી દેવગતિ પ્રાપ્ત થાય છે. દેવગતિ એટલે માત્ર ભોગવિલાસ અને રંગરાગ એવું નથી. ઊંચી દેવગતિમાં તો મોક્ષાભિલાષા અને આત્મચિંતન પણ ચાલતાં હોય છે. સાધુઓ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, શીલ અને સંયમની સરસ આરાધના કરે તો એમને દેવગતિ પ્રાપ્ત થવાની શક્યતા રહે છે. પરંતુ એમનું લક્ષ્ય તો મોક્ષગતિ છે. તેમના અંતરમાં સ્વર્ગનાં સુખોનો મહિમા નથી હોતો, પરંતુ તેમનું પુણ્ય એટલું બધું હોય છે કે તેમને ઊંચી દેવગતિ પ્રાપ્ત થાય છે. તેઓ સમકિતી હોય છે. એટલે ધર્મધ્યાન એમને દેવગતિમાં લઈ જતું હોવા છતાં પરંપરાએ તે તેઓને મોક્ષગતિ અપાવે છે. [૬૫૦] ધ્યાવેર્જીનમથ ક્ષાન્તિમૃડુત્વાર્નવમુિિમ: । छद्मस्थोऽणौ मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥७३॥ અનુવાદ : ત્યારપછી ક્ષમા (ક્ષાન્તિ), મૃદુતા, સરળતા (આર્જવ) અને નિસ્પૃહતાથી યુક્ત છદ્મસ્થે (મુનિએ) પરમાણુમાં મન જોડીને અને જિને (કેવળીએ) મનનો નિરોધ કરીને શુકલધ્યાન ધ્યાવવું. _2010_05 ૩૭૩ For Private Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ધર્મધ્યાન પછી ચોથા શુકલધ્યાનનો વિષય હવે લેવામાં આવે છે. શુકલધ્યાનના ચાર પ્રકાર છે. એ ચાર પ્રકારને ચાર પાદ, પાયા એટલે કે પગથિયાં કહેવામાં આવે છે, કારણ કે તે અનુક્રમે જ લેવાનાં છે. પહેલાં ત્રણ ધ્યાન જે કહ્યાં—આર્ત્ત, રૌદ્ર અને ધર્મ—તેમાં એના પેટાપ્રકારો આગળ પાછળ પણ થઈ શકે. તે અનુક્રમે જ લેવાનું ફરજિયાત બંધન નથી. પરંતુ શુકલધ્યાનમાં સાધક એના પેટાપ્રકારોમાં અનુક્રમે જ આગળ વધી શકે છે. શુકલધ્યાનમાં ત્રીજા પ્રકારના ધ્યાન પછી પહેલા પ્રકારના ધ્યાનમાં ન આવી શકાય. શુકલધ્યાન ધરનાર અપ્રમત્ત ગુણસ્થાનકે હોય એટલે કે તેઓ મુનિ હોય. તેઓ કેવળી ભગવંત હોય તો તેમા ગુણસ્થાનકે હોય. જો તેઓ મુનિ હોય તો એમણે શુકલધ્યાનના પહેલા અને બીજા પાયાનું ધ્યાન ધરવાનું હોય અને જો તેઓ કેવળી હોય તો ત્રીજા અને ચોથા પાયાનું ધ્યાન ધરવાનું હોય. છદ્મસ્થ ધ્યાતા ક્ષમા, મૃદુતા, આર્જવ, નિસ્પૃહતા વગેરે ગુણોની ઉત્કૃષ્ટ ભાવનાના આલંબન વડે શુકલધ્યાન પર ચડે છે. તે પોતાના મનના વિષયોનો સંક્ષેપ કરીને તેને પરમાણુમાં જોડે છે. આ સંક્ષેપમાં ક્રમ રહેલો છે. તે ધર્મધ્યાનમાં શરૂઆતમાં ત્રણ ભુવનનું ધ્યાન ધરતો હોય છે. હવે શુકલધ્યાનમાં તે ધ્યાનના વિષયોનો સંક્ષેપ કરે છે ને જે વિષય છોડ્યા તેના પર પાછો જતો નથી અને તેમ વિષયોનો સંક્ષેપ કરતાં કરતાં, વિષયોનો ત્યાગ કરતાં કરતાં છેવટે એક પરમાણુના ધ્યાનમાં પોતાના મનને કેન્દ્રિત કરે છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં સંકોચના આ ક્રમ માટે ત્રણ દૃષ્ટાન્ત આપ્યાં છે : (૧) વિષનું દૃષ્ટાન્ત—જેમ કોઈ માણસને ડંખથી ઝેર ચડ્યું હોય તો મંત્રવિદ્ તેના શરીરના એક પછી એક ભાગનું ઝેર ઉતારતો જઈને છેવટે જ્યાં ડંખ વાગ્યો હોય ત્યાં આવે છે અને પછી મંત્રના યોગથી એ ડંખમાંથી ઝેર કાઢી નાખે છે, એમાં સંકોચનો ક્રમ રહેલો છે. (૨) અગ્નિનું દૃષ્ટાન્ત—જેમ એક સાથે ઘણાં લાકડાં સળગતાં હોય તો તેમાંથી એક પછી એક લાકડું ખેંચી, ઓલવીને અગ્નિ ઓછો કરતા જઈ છેવટે થોડાંક ઈંધણ પર રહેલા અગ્નિને ઓલવવામાં આવે છે. (૩) પાણીનું દૃષ્ટાન્ત–જેવી રીતે તપેલામાં કે કોઈ વાસણમાં પાણી ગરમ થતું હોય તો તે છેવટે એક ટીપું રહીને તે પણ બળી જાય. આવી રીતે ધ્યાનના વિષયોનો સંકોચ કરતાં કરતાં છેવટે એક પરમાણુ પર ધ્યાતાનું ધ્યાન સ્થિર થાય છે. શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં વિષયોનો સંકોચ થતાં થતાં છેવટે મનની એક પરમાણુમાં સ્થિરતા થાય છે. આ ધ્યાન છદ્મસ્થને હોય છે. શુકલધ્યાનના છેલ્લા બે પ્રકારનું ધ્યાન જિનને એટલે કેવળજ્ઞાનીને અંતસમયે હોય છે. મોક્ષ પામવાને અંતર્મુહૂર્તની વાર હોય તે વખતે યોગનિરોધ થાય છે. તેમાં મનોયોગનો નિરોધ થતાં કેવળજ્ઞાની અ-મન બની જાય છે. [૬૫૧] સવિત મવિચાર પૃથવત્વ તમિમ્ । नानानयाश्रितं तत्र वितर्कः पूर्वगं श्रुतम् ॥७४॥ અનુવાદ : સવિતર્ક, સવિચાર અને સમૃ એમ આ (શુકલધ્યાનનો પહેલો પાયો) છે. એમાં વિવિધ નયનો આશ્રય કરીને રહેલું પૂર્વગત શ્રુત તે વિતર્ક છે. _2010_05 ૩૭૪ For Private Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર વિશેષાર્થ : ધ્યાનના શુભાશુભ પ્રકારોમાં ચોથું ધ્યાન તે શુકલધ્યાન છે. તે શુભ અને સર્વોત્કૃષ્ટ છે. શોકને નષ્ટ કરે તે “શુકલ' એવી આ ધ્યાનની એક વ્યાખ્યા આપવામાં આવે છે. શુકલધ્યાનના ચાર પ્રકાર અથવા ચાર પાયા નીચે પ્રમાણે છે : ૧. સપૃથકૃત્વ, સવિતર્ક, સવિચાર ૨. એકત્વ, સવિતર્ક, સવિચાર ૩. સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ ૪. સમુચ્છિત્ર (વ્યવચ્છિન્ન) ક્રિયા અપ્રતિપાતી આ ચારમાંથી પહેલા પ્રકારના શુકલધ્યાનનાં ત્રણ મુખ્ય લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે : (૧) સવિતર્ક (૨) સવિચાર અને (૩) સપૃથ૮. (“સ” એટલે સહિત) આ ત્રણ શબ્દો પારિભાષિક છે. એનો અર્થ નીચે પ્રમાણે છે : | વિતર્ક – અહીં શ્લોકમાં જ વિતર્કની વ્યાખ્યા આપવામાં આવી છે તે પ્રમાણે વિતર્ક એટલે વિવિધ નયોનો આશ્રય કરીને ચૌદ પૂર્વમાં રહેલા શ્રુતજ્ઞાનનો બોધ. ચૌદ પૂર્વમાં પદાર્થની, એટલે કે તત્ત્વની ઘણી સૂક્ષ્મ, ગહન અને સવિસ્તર વિચારણા કરવામાં આવેલી છે. એને આધારે ધ્યાતા દ્રવ્યગુણપર્યાયનું અત્યંત સૂક્ષ્મ ચિંતન કરી શકે છે. એટલે આ શુકલધ્યાન પૂર્વશ્રુતના જ્ઞાતા જ કરી શકે. (આ પૂર્વોનો હાલ વિચ્છેદ થયેલો છે.) આ પહેલા પ્રકારના શુકલધ્યાનમાં ધ્યાનનો વિષય છે દ્રવ્યના પર્યાય. પર્યાયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ આવે. ધ્યાન ધરનાર ધ્યાતા કોઈ પણ દ્રવ્યના – પર્યાયોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું સૂક્ષ્મ ચિંતન કરી શકે. વિચાર – અહીં વિચાર શબ્દનો અર્થ થાય છે વિચરણ એટલે કે સંક્રમણ. ચિત્તનું એકમાંથી બીજામાં જવું તે સંક્રમણ. અર્થ, વ્યંજન અને મનાદિ યોગોનું જે સંક્રમણ થાય તેને વિચાર અર્થાત વિચરણ કહેવામાં આવે છે. અર્થ એટલે દ્રવ્ય કે પદાર્થ, વ્યંજન એટલે શબ્દ. યોગ એટલે મન, વચન, કાયાના યોગો. એના ચિંતનમાં સંક્રમણ થાય તે વિચાર. ઉદાહરણ તરીકે ચિત્તનું મનોયોગમાંથી વચનયોગમાં કે વચનયોગમાંથી કાયયોગમાં સંક્રમણ થાય, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં કે એક ગુણમાંથી બીજા ગુણમાં સંક્રમણ થાય તે વિચાર કહેવાય. પૃથકત્વ – પૃથફત્વના જુદા જુદા અર્થ કરવામાં આવે છે. ગ્રંથકારે અહીં એક અર્થ આપ્યો છે તે પ્રમાણે દ્રવ્ય, પર્યાય અને ગુણમાં અત્તરગતિ કરવી તે. એટલે કે દ્રવ્યથી દ્રવ્યમાં, પર્યાયથી પર્યાયમાં અને ગુણથી ગુણમાં ચિત્તનું જે જવું તે પૃથકૃત્વ. પૃથકૃત્વનો બીજો અર્થ થાય છે જુદાપણું. ધ્યાન અને ધ્યેય બંને જુદાં છે, એકાકાર નથી થયાં એવું આ ધ્યાનને વિશે રહે છે. પૃથત્વ એટલે ભિન્નતાને કારણે વિસ્તાર એવો અર્થ પણ કરવામાં આવે છે, કારણકે સંક્રમણને કારણે આ પ્રકારના ધ્યાનમાં વિષયનો વિસ્તાર ઘણો બધો થતો રહે છે. ૩૭૫ Jain Education Intemational 2010_05 Page #421 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૫૨] અર્થવ્યંનનયોગાનાં વિચારોક્યોન્યસંક્ર્મ: । पृथक्त्वं द्रव्यपर्याय गुणान्तरगतिः पुनः ॥७५॥ અનુવાદ : અર્થ (પદાર્થ), વ્યંજન (શબ્દ) અને યોગો (મન, વચન, કાયાના)નો અન્યોન્ય સંક્રમ તે વિચાર, તથા દ્રવ્ય, ગુણ અને પર્યાયની અંતરગતિ (સંક્રમ) તે પૃથ. [૬૫૩] ત્રિયો યોશિન: સાોવિતાન્વિત ઘ: । ईषच्चलतरंगाब्धेः क्षोभाभावदशानिभम् ॥७६॥ અનુવાદ : ત્રણ યોગના યોગવાળા સાધુને વિતર્કાદિથી યુક્ત આ (પહેલા પ્રકારનું શુકલધ્યાન) કંઈક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષોભરહિત દશા જેવું હોય છે. વિશેષાર્થ : પૂર્વના બે શ્લોકમાં પૃથ, વિતર્ક, સવિચાર નામના પ્રથમ પ્રકારના શુકલધ્યાનનાં લક્ષણો દર્શાવ્યા પછી અહીં એવા ધ્યાનને સમજવા માટે યોગ્ય ઉપમા આપવામાં આવી છે. પહેલું તો એ કે આ ધ્યાન સાતમા અપ્રમત્ત ગુણસ્થાન કે તેથી ઉપ૨ ગયેલા મુનિઓને જ હોઈ શકે. ગૃહસ્થોની—દેશવિરતિ શ્રાવકોની આ ધ્યાન માટે યોગ્યતા નથી. આવા મુનિ, મન, વચન અને કાયાના યોગવાળા હોય છે અને તેમનું ધ્યાન વિતર્કયુક્ત હોય છે. એટલે આવું ધ્યાન ધીરગંભીર વિશાળ સમુદ્ર જેવું હોય છે. સમુદ્રમાં પણ, મોટી ભરતીવાળા ઘૂઘવતા સમુદ્ર જેવું નહિ પણ યત્કિંચિત્ કંપવાળા, ચંચલતાવાળા, નાનાં નાનાં મોજાંની ધીમી ધીમી લહેરવાળા સમુદ્ર જેવું આ ધ્યાન હોય છે. એનો અર્થ એ કે આ ધ્યાન ધરનારને ધ્યાનમાં વિશાળતા, ગહનતા અને અદ્ભુત શાન્તિનો છતાં થોડાંક સ્પંદનોનો અનુભવ થાય છે. [૬૫૪] ડ્વેન વિતòળ વિદ્યારેળ = સંયુતમ્ । निर्वातस्थप्रदीपाभं द्वितीयं त्वेकपर्ययम् ॥७७॥ અનુવાદ : એકત્વથી, વિતર્કથી અને વિચારથી સંયુક્ત, એક પર્યાયવાળું બીજું (શુકલધ્યાન) વાયુ વિનાના સ્થાનમાં રહેલા પ્રદીપની જ્યોતિ જેવું છે. વિશેષાર્થ : અહીં શુકલધ્યાનના બીજા પ્રકાર ‘એકત્વ, વિતર્ક, સવિચાર' વિશે કહેવામાં આવ્યું છે. શુકલધ્યાનના પહેલા પાયામાં ધ્યાન ધરનાર ધ્યાતા કોઈ પણ દ્રવ્યના પર્યોયોનાં ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું ધ્યાન ધરે અને એનું ચિત્ત એક પર્યાયમાંથી બીજામાં સંક્રમણ કરી શકે છે. હવે આગળ વધતાં ધ્યાતા જ્યારે શુકલધ્યાનના આ બીજા પાયા પર આવે છે ત્યારે વિતર્ક પૂર્વવત્ રહે છે, પરંતુ પૃથક્ત્વની જગ્યાએ હવે એકત્વ આવે છે. એનો અર્થ એ થયો કે હવે તે કોઈ પણ એક જ પર્યાયનું ધ્યાન ધરે છે. આમાં ચિત્ત વધુ સ્થિર બને છે. આમાં અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમણ નથી હોતું. એટલે એને ‘સવિચાર’ ધ્યાન કહે છે. આ ધ્યાનમાં એકત્વ આવે છે. એનો એક અર્થ એમ પણ કરવામાં આવે છે કે આ ધ્યાનમાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એકરૂપ બની જાય છે. આમાં અભેદતા સધાય છે. _2010_05 ૩૭૬ Page #422 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર I આ ધ્યાન નિષ્કપ હોવાથી પવન વિનાના સ્થાનમાં દીપકની જ્યોતિ જેમ સ્થિર રહે તેવી રીતે તે સ્થિર રહે છે. પહેલા પ્રકારના શુકલધ્યાન કરતાં આમાં ધ્યાનની સ્થિરતા અને નિર્મળતા વધુ હોય છે. [૬૫] સૂક્ષ્મદિયાનિવૃત્યારā તૃતીયં તુ નિની તત __ अर्धरुद्धांगयोगस्य रुद्धयोगद्वयस्य च ॥७८॥ અનુવાદ : સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામનું આ ત્રીજું ધ્યાન કેવલી(જિન)નું છે. એમાં કાય (અંગ) યોગનો અડધો નિરોધ અને બીજા બે યોગ(વચન અને મન)નો નિરોધ હોય છે. વિશેષાર્થ શુકલધ્યાનના ત્રીજા પાયાનો અહીં પરિચય આપ્યો છે. આ ધ્યાન ફક્ત જિન એટલે કે કેવળી ભગવંતને જ હોય છે. શુકલધ્યાનના બીજા પાયાને અંતે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે કેવળી ભગવંતના મન, વચન અને કાયાના યોગો ચાલુ હોય છે. એટલે એમને સયોગી કેવળી કહેવામાં આવે છે. તેઓ તેરમાં ગુણસ્થાનકે હોય છે. તેઓનો લગભગ બધો આયુષ્યકાળ તેરમા ગુણસ્થાનકે હોય છે. આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં તેમને આ ત્રીજું શુકલધ્યાન હોય છે. એટલે બીજા પાયા અને ત્રીજા પાયાના ધ્યાન વચ્ચે કોઈને દિવસ કે દિવસોનું, તો કોઈકને વર્ષોનું અંતર (મહાવીર સ્વામીને લગભગ ૩૦ વર્ષ) રહે છે. આ ત્રીજા પાયાના ધ્યાનમાં યોગનિરોધની ક્રિયા ચાલુ થાય છે. વચન અને મનના યોગનો નિરોધ થઈ ગયા પછી, એટલે કે એની હવે કશી જ સ્કૂલ (બાદર) કે સૂક્ષ્મ પ્રવૃત્તિ કે ક્રિયા રહી ન હોય અને શરીરની માત્ર શ્રોસોચ્છવાસ પૂરતી સૂક્ષ્મ ક્રિયા બાકી હોય એટલે કે કાયાનો અડધો યોગનિરોધ થઈ ચૂક્યો હોય ત્યારે આ ત્રીજા પાયાનું ધ્યાન ચાલુ થાય છે. આ ધ્યાનમાં મનોયોગ અને વચનયોગની નિવૃત્તિ થઈ ગઈ હોય છે અને કાયયોગની સૂક્ષ્મ ક્રિયાની હજુ અનિવૃત્તિ છે. માટે આ ધ્યાનને “સૂક્ષ્મ ક્રિયા અનિવૃત્તિ' કહેવામાં આવે છે. આ ધ્યાન માટે “સૂક્ષ્મ ક્રિયા અનિવાર્તા (પાછી નહિ ફરનારી) એવો શબ્દ પણ પ્રયોજાય છે તે એ અર્થમાં કે આત્મસ્થિરતાના પરિણામથી હવે પાછી નહિ ફરનારી એટલે સૂક્ષ્મમાંથી પાછી બાદરમાં નહિ આવનારી (અનિવાર્તા) એવી આ સૂક્ષ્મ ક્રિયા (કાયાની) છે. [૬૫] તુરીયં છિન્નયિમmતિપત્તિ તા. शैलवन्निष्प्रकंपस्य शैलेश्यां विश्ववेदिनः ॥७९॥ અનુવાદ : આ ચોથું (શુકલધ્યાન) “સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી (સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાનું અને પાછું ન પડે તેવું) છે. તે શૈલેશી અવસ્થામાં, પર્વતની જેમ નિષ્પકંપ રહેનાર સર્વજ્ઞ(વિશ્વવેદિન)નું હોય છે. વિશેષાર્થ : હવે શુકલધ્યાનના ચોથા પાયાનો પરિચય આપવામાં આવ્યો છે. સયોગી કેવળી મન અને વચન એ બેના યોગનો સંપૂર્ણ નિરોધ કરી કાયાના બાદ યોગનો નિરોધ કરે છે અને હવે ફક્ત સૂક્ષ્મ કાયયોગરૂપી શ્વાસોચ્છવાસની ક્રિયા હોય છે અને શુકલધ્યાનના ત્રીજા પાયામાં હોય છે ત્યારે તેઓ કાયાના સૂક્ષ્મ યોગનો નિરોધ કરવાનો પ્રબળ પુરુષાર્થ આદરી દે છે. એટલે ૩૭૭ Jain Education Intemational 2010_05 cation Intermational 2010_05 Page #423 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ ત્રીજું શુકલધ્યાન અલ્પકાળનું જ હોય છે. કેવળી ભગવંત પોતાના આત્મપ્રદેશોને નિશ્ચલ કરવાનો પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થમાં તેઓ અડગ રહે છે અને સૂક્ષ્મ કાયયોગનો પણ નિરોધ કરીને જ રહે છે. આ બધી સૂક્ષ્મ ક્રિયા તેરમા ગુણસ્થાનકના અંતિમ કાળે થાય છે. અહીં સર્વથા કાયનિરોધ થતાં તેરમું ગુણસ્થાનક પૂરું થાય છે અને અયોગી કેવલીનું ચૌદમું ગુણસ્થાનક ચાલુ થાય છે. આ ચૌદમા અયોગી કેવલીના ગુણસ્થાનકે થતા શુકલધ્યાનને ‘સમુચ્છિન્ન ક્રિયા’ અથવા ‘વ્યવચ્છિન્ન ક્રિયા’ અથવા ‘વ્યુપરત ક્રિયા' કહેવામાં આવે છે. સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી આ ધ્યાનમાંથી હવે પાછા ફરવાનું, પાછા પડવાનું નથી હોતું માટે એને ‘અપ્રતિપાતી' કહેવામાં આવે છે. આ ધ્યાન દરમિયાન આત્મપ્રદેશો નિષ્મકંપ, નિશ્ચલ હોવાથી મેરુ પર્વત જેવા તે સ્થિર હોય છે. શૈલ એટલે પર્વત અને શૈલેશ એટલે પર્વતોમાં શ્રેષ્ઠ એવો મેરુ પર્વત. [૫૭] તંતુવિધ શુવતધ્યાનમ યો: તમ્ । आद्ययोः सुरलोकाप्तिरंत्ययोस्तु महोदयः ॥ ८० ॥ અનુવાદ : આ ચાર પ્રકારના શુકલ ધ્યાનમાંના પહેલા બે(પ્રકાર)નું ફળ સ્વર્ગલોકની પ્રાપ્તિ છે અને છેલ્લા બેનું (ફળ) મોક્ષ (મહોદય) છે. વિશેષાર્થ : શુકલધ્યાનના ચાર પ્રકારને ચાર પાયા કહેવામાં આવે છે. જેમ દરેક ધ્યાનનું ફળ બતાવવામાં આવે છે તેમ પ્રશ્ન થાય કે શુકલધ્યાનનું ફળ શું ? શુકલધ્યાનના પહેલા બે પાયા તે ‘સપૃથક્ સવિતર્ક સવિચાર’ અને ‘એકત્વ-સવિતર્ક સવિચાર' છે. આ પહેલા બે પ્રકારના શુકલધ્યાનથી વિશિષ્ટ કોટિનાં શુભાશ્રવ થાય છે અને તેવી જ કર્મનિર્જરા થાય છે. આ ધ્યાનની શ્રેણીએ ચડેલા મુનિ જો ઉપશમ શ્રેણી માંડીને પડે અને આયુષ્ય પૂર્ણ કરે તો તે સ્વર્ગલોકમાં દેવ થાય છે. પણ જો તે શ્રપકશ્રેણી માંડે તો કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. શુકલધ્યાનના છેલ્લા બે પાયા ‘સૂક્ષ્મક્રિયા અનિવર્તી’ અને ‘બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી' તો ફક્ત અનુક્રમે સયોગી અને અયોગી કેવળજ્ઞાનીને જ હોય છે. એટલે એના ફળરૂપે મોક્ષગતિ જ હોય એ દેખીતું છે. [૬૫૮] પ્રશ્રવાપાયસંસારાનુભાવભવસંતતી । अर्थे विपरिणामं वाऽनुपश्येच्छुक्लविश्रमे ॥८१॥ અનુવાદ : શુકલધ્યાનના વિશ્રામ દરમિયાન, આશ્રવોથી થતા અપાયોની (દુઃખોની), સંસારના અનુભવની, ભવની પરંપરાની અથવા અર્થમાં વિપરિણામની અનુપ્રેક્ષા કરવી. વિશેષાર્થ : કોઈ પણ ધ્યાનની ધારા અમુક સમય પછી અથવા વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી ટકતી હોય છે. ચિત્તના ચંચલ સ્વભાવને કારણે એમ બને છે અથવા ધ્યાની મહાત્માઓએ ધ્યાન ધરતાં પહેલાં એની સમયાવધિ વિચારેલી હોય છે. ધર્મધ્યાનથી પણ વધુ આગળ શુકલધ્યાન સુધી પહોંચેલા મુનિ મહાત્માઓ પોતાના ધ્યાનમાં વધુ સમય સ્થિર રહી શકે છે. તો પણ તે ધ્યાન વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી _2010_05 ૩૭૮ Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર ટકી શકે છે. પછી વિશ્રાંતિનો, વિરામનો સમય આવે છે. બે ધ્યાનયોગ વચ્ચેના આવા અલ્પ કાળને ધ્યાનાન્સરિકા કહેવામાં આવે છે. | ધર્મધ્યાનની ધ્યાનાન્તરિકામાં અનિત્યાદિ બાર ભાવનાઓની અનુપ્રેક્ષાની ભલામણ કરવામાં આવી છે. શુકલધ્યાનની ધ્યાનાન્સરિકા માટે શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષાના ચાર વિષયો સૂચવ્યા છે. આ વિષયો અનુક્રમે જ લેવા એવું નથી. એ વિકલ્પ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ધ્યાનશતક'માં (ગાથા ૮૭-૮૮)માં આ વિષયોનો નિર્દેશ કર્યો છે, જે નીચે પ્રમાણે છે : (૧) આશ્રવ-અપાય અનુપ્રેક્ષા – આશ્રવનાં એટલે કે કર્મબંધનાં દ્વાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઇત્યાદિ ઘણાં છે. શરીરની ઇન્દ્રિયો વગેરે દ્વારા પ્રતિક્ષણ શુભાશુભ કર્મો બંધાતાં રહે છે. આવા આશ્રવોથી કેવાં કેવાં અપાયો એટલે કે અનર્થો, કષ્ટો, દુઃખો, જીવને ભોગવવાં પડે છે ! આવાં દુઃખો આ ભવમાં અહીં જ ભોગવવા પડે છે અને પરલોકમાં પણ ભોગવવા પડે છે. નિગોદનાં દુઃખોથી માંડીને નરક ગતિનાં દુઃખો જીવ ભોગવતો રહેતો હોવા છતાં અજ્ઞાન-મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાયા કરતો રહે છે. આમ, આવા વિષયોની અનુપ્રેક્ષા કરી શકાય. (૨) સંસારના અનુભવની અનુપ્રેક્ષા – આ સંસાર અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી રહેશે. એમાં જુઓ કે જીવો કેવાં કેવા પ્રકારનાં દુ:ખો ભોગવે છે ! ક્ષણિક, નાશવંત ચીજો પાછળ જીવો કેવી દોટ મૂકે છે ! ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ અંતે કેવું દુઃખ આપે છે, જયારે આત્મધ્યાનનું સુખ કેવી ઉચ્ચ કોટિનું છે ! તો પછી મોક્ષ સુખ તો કેવું હશે ! આમ છતાં અજ્ઞાની જીવો તે તરફ ન જતાં ઝાંઝવાનાં નીર જેવાં સાંસારિક સુખો પાછળ દોડીદોડીને કેવા થાકી જાય છે – આ રીતે સંસારનાં સ્વભાવ અને અનુભવનું ચિંતન કરાય છે. (૩) ભવ-સંતતિની અનુપ્રેક્ષા – ભવ અથવા જન્મમરણની પરંપરા કેવી ચાલ્યા કરે છે ! આપણે આપણી નજર સમક્ષ કેટલાયના જીવનનો અંત આવેલો જોયો ને કેટલાયે નવા જીવો જન્મેલા જોયા. સંસારની આ પરંપરા અવિચ્છિન્નપણે ચાલી રહી છે. એ ચલાવનાર ચાલક તત્ત્વ તે કર્મસત્તા છે. આ રીતે ભવપરંપરાનું ચિંતન કરી શકાય છે. (૪) અર્થમાં વિપરિણામની અનુપ્રેક્ષા – સંસારમાં પદાર્થોના સ્વરૂપમાં અને સંબંધોમાં કેવી કેવી વિપરીતતા આવે છે ! એક જન્મનાં પિતા-પુત્ર કે માતા પુત્ર કે ભાઈ-ભાઈ ઇત્યાદિ અન્ય જન્મમાં - એકબીજાનાં વૈરી બને છે, આ સંસારમાં કશું શાશ્વત નથી. એક જન્મમાં પણ સંજોગોની, સંબંધોની, ચીજવસ્તુઓની કેટલી બધી વિપરીતતા સર્જાય છે ! || શુકલધ્યાનના પહેલા પાયાને અંતે અને બીજા પાયાને અંતે આવા પ્રકારની અનુપ્રેક્ષા કરવાની હોય ' છે. શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયામાં તો કેવળજ્ઞાન હોય છે, જે છેવટે મોક્ષગતિ જ અપાવે છે. એટલે એમાં અનુપ્રેક્ષાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, [૬૫૯] [ો: શુ તૃતીથે ને સા પરમ પતા चतुर्थः शुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥८२॥ અનુવાદ : બેમાં (શુકલધ્યાનના પહેલા બે પાયામાં) શુકલ (લેશ્યા), ત્રીજામાં તે લેગ્યા પરમ (ઉત્કૃષ્ટ) માનેલી છે તથા શુકલધ્યાનના ચોથા પ્રકારમાં (ધ્યાની મહાત્મા) લેશ્યાતીત કહેવાય છે. ૩૭૯ 2010_05 Page #425 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : આ શ્લોકમાં “શુકલ' શબ્દ ધ્યાન માટે પ્રયોજાયો છે અને લેગ્યા માટે પણ પ્રયોજાયો છે. એ લક્ષમાં રાખવાની જરૂર છે. ધ્યાનના બે શુભ પ્રકાર તે ધર્મધ્યાન અને શુકલધ્યાન. ત્રણ શુભ લેશ્યા તે પીત (તેજો) વેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા. આ વેશ્યાઓ એકસરખી માત્રાની નથી હોતી. એમાં પણ માત્રાઓની ચડ-ઊતર ચાલતી હોય છે. આ માત્રામાં પણ મંદ, મધ્યમ અને તીવ્ર અથવા ઉત્કૃષ્ટ એવા પ્રકાર પાડી શકાય છે. શુકલધ્યાનના ચાર પાયા બતાવવામાં આવ્યા. તેમાં પ્રથમ બે પાયામાં – (૧) પૃથકૃત્વ વિતર્ક સવિચાર અને (૨) એકત્વ સવિતર્ક સવિચાર – માં શુકલ લેશ્યા હોય છે. શુકલધ્યાનના ત્રીજા પાયામાં એટલે કે સૂક્ષ્મ ક્રિયા અનિવર્તીિમાં શુકલ લેગ્યા પરમ એટલે કે ઉત્કૃષ્ટ કોટિની હોય છે. શુકલધ્યાનના ચોથા પાયામાં (વ્યવચ્છિન્નક્રિયા-અપ્રતિપાતીમાં) મન, વચન અને કાયાના યોગનો સર્વથા નિરોધ થઈ જવાથી ધ્યાની-મહાત્મા વેશ્યાતીત અથવા વેશ્યારહિત બને છે. [૬૬] ત્રિનું નિર્મનોચૈિ શુન્નધ્યાનવતોડવા असंमोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥८३॥ અનુવાદ : નિર્મળ યોગવાળા શુકલધ્યાનીનાં અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ લિંગ કહ્યાં છે. વિશેષાર્થ : હવે શુકલધ્યાનીનાં લિંગ કહેવામાં આવે છે. લિંગ એટલે ચિલ અથવા નિશાની કે જેનાથી વ્યક્તિ ઓળખાઈ શકે (Indentification Mark). લિંગ બાહ્ય અથવા સ્થૂલ હોય છે અને આંતરિક અથવા સૂક્ષ્મ પણ હોય છે. બાહ્ય સ્થૂલ લિંગને દ્રવ્યલિંગ કહે છે અને આંતરિક સૂક્ષ્મ લિંગને ભાવલિંગ કહે છે. કોઈ વ્યક્તિને શુકલધ્યાન થયું છે એ કેવી રીતે ખબર પડે ? અથવા પોતાને શુકલધ્યાન થયું છે એવો અણસાર વ્યક્તિને પોતાને કેવી રીતે આવે ? એ માટે શુકલધ્યાનીનાં ચાર ભાવલિંગ કહેવામાં આવ્યાં છે. એ છે : (૧) અવધ, (૨) અસંમોહ, (૩) વિવેક અને (૪) વ્યુત્સર્ગ. શુકલધ્યાનીને મન, વચન અને કાયાના યોગ નિર્મળ થઈ ગયા હોય છે. હવે તેઓ દેહથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરતા હોય છે. એથી તેમનામાં જે ચાર વિશેષતાઓ ઉદ્ભવે છે એ એમને ઓળખવા માટેનાં લક્ષણો છે. આ ચાર – અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ વિશે હવે પછીના બે શ્લોકમાં સમજણ આપી છે. [૯૬૧] વધાવુપચ્ચ: જંપતે જ વિતિ વા __ असंमोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥८४॥ અનુવાદ : અવધને લીધે તેઓ ઉપસર્ગથી કંપતા નથી કે ભય પામતા નથી. અસંમોહને લીધે તેઓ સૂક્ષ્મ અર્થમાં કે માયામાં પણ મૂંઝાતા નથી. વિશેષાર્થ : શુકલધ્યાનવાળા યોગી મહાત્માઓનાં પ્રથમ બે લિંગ તે અવધ અને અસંમોહ છે. એ વિશે અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. ૩૮૦ Jain Education Intemational 2010_05 Page #426 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સોળમો : ધ્યાન અધિકાર અવધ એટલે વધ ન થવો તે. અથવા અવધ એટલે અચલતા, ચલાયમાન ન થવું તે. શુકલધ્યાન પર આરૂઢ થયેલા મહાત્માઓને દેહ અને આત્માની ભિન્નતા સતત રહેતી હોવાથી દેહ પરનો તેમનો મમત્વભાવ છૂટી ગયો હોય છે. આથી એ દેહને કોઈ પરીષહ કે ઉપસર્ગથી કંપિત કરી શકતા નથી. ભૂખ, તરસ, ટાઢ, તડકો, મચ્છર વગેરેના પરીષહો તેઓ સહન કરતા હોય છે. વસ્તુતઃ પોતે એ સહન કરે છે એવી સભાનતા પણ હોતી નથી. મારાન્તિક ઉપસર્ગ આવે એટલે કે કોઈ પોતાનો વધ કરે અથવા અન્ય કોઈ રીતે એવું કષ્ટ આપે કે જે મૃત્યુમાં પરિણમે, એવે વખતે પણ તેઓ ભય પામતા નથી, ધ્રૂજતા નથી, વ્યગ્ર કે શોકાતુર બનતા નથી. જે કંઈ થાય છે અથવા થવાનું છે તે દેહને થવાનું છે અને દેહ પોતાનો નથી એવું એમના અંતરમાં વસેલું હોય છે. મારણાન્તિક ઉપસર્ગ વખતે તે તો જ્ઞાતાદેણા ભાવમાં જ હોય છે. તેઓ સમત્વમાં જ સ્થિર હોય છે. શુકલધ્યાનીનું બીજું લિંગ છે અસંમોહ. સંમોહ એટલે મોહ પામવો, લોભાઈ જવું, છેતરાઈ જવું, મૂંઝાઈ જવું. અસંમોહ એટલે મોહ, માયા, લાલસા, મૂંઝવણ ઇત્યાદિ ન અનુભવવાં. અસંમોહનો બીજો અર્થ પણ થાય છે. શુકલધ્યાન વર્તતું હોય ત્યારે ચૌદ પૂર્વમાં આવતા સુક્ષ્મ પદાર્થોનું એકાગ્રતાથી ચિંતન ચાલતું હોય છે અને એ વખતે ગમે તેટલો ગહન પદાર્થ હોય તો પણ ધ્યાતાનું ચિત્ત વ્યામોહમાં સપડાતું નથી, કારણ કે તેઓને પ્રમાદ હોતો નથી અને શ્રદ્ધાથી તેઓ સંપન્ન હોય છે. એટલે સૂક્ષ્મ અર્થને તેઓ સમજી શકે છે. સૂક્ષ્મ અર્થના ચિંતનમાં કે સૂક્ષ્મ પદાર્થોનાં રહસ્ય સમજવામાં તે મૂંઝાય નહિ, ગૂંચવાય કે બધાં રહસ્યો તેમને સ્પષ્ટ થવા લાગે છે. વળી શુકલધ્યાન પ્રગટે છે ત્યારે લબ્ધિસિદ્ધિ પણ પ્રગટે છે. વળી દેવદેવીઓ પણ તેમને લોભાવવા કે તેમની પરીક્ષા કરવા માયાજાળ રચે છે. પરંતુ વૈક્રિય લબ્ધિવાળાં દેવદેવીઓથી તેઓ પ્રભાવિત થતા નથી અને તેવી લબ્ધિઓ જોઈ રાજી થતા નથી. તેઓ આકર્ષાય નહિ કે તેવી લબ્ધિઓ માટે તેમનામાં અભિલાષા જન્મે નહિ, આ દૃષ્ટિએ પણ તેઓ અસંમોહિત રહે છે. આમ, અવધ અને અસંમોહ એ બે લક્ષણોને લીધે શુકલધ્યાની મહાત્મામાં સમતાયુક્ત શૈર્ય અને પૈર્ય રહેલાં હોય છે. [૬૬૨) વિવેત્સર્વસંયો મિત્રમાત્માનમીત્તે .. देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥८५॥ અનુવાદ : વિવેક દ્વારા તે સર્વ સંયોગથી પોતાના આત્માને ભિન્ન જુએ છે. વ્યુત્સર્ગ દ્વારા મુનિ શરીર અને ઉપકરણથી અસંગ થાય છે. વિશેષાર્થ : આ શ્લોકમાં શુકલધ્યાની મહાત્માનાં બીજાં બે લિંગનો એટલે કે લક્ષણોનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. એમનું ત્રીજું લિંગ તે વિવેક અને ચોથું લિંગ તે વ્યુત્સર્ગ છે. - વિવેક એટલે ભેદ પારખવાની શક્તિ. અહીં વિવેક એટલે દેહ અને આત્માને ભિન્ન જોવાં તે. દેહની સાથેના સર્વ સંજોગો પણ શુકલધ્યાનીને આત્માથી ભિન્ન અનુભવાય છે. દેહને સગવડ-અગવડ થાય, કષ્ટ વગેરે પડે, માન-અપમાન સહન કરવો પડે, કોઈ શારીરિક પીડા કરે કે કરાવે ઇત્યાદિને તેઓ પોતાનાં માનતા નથી. તેઓનો તેમાં ઉપયોગ જતો નથી. દેહની સાથે સંકળાયેલા સર્વ સંજોગોને ૩૮૧ • 2010_05 Page #427 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પણ તેઓ ભિન્ન ગણતા હોય છે. એટલે ગમે તેવા સાનુકૂળ કે વિપરીત સંજોગોમાં પણ તેઓ પોતાના ધ્યાનથી ચલિત થતા નથી. મરણાન્તિક ઉપસર્ગો પણ તેઓને ધ્યાનભંગ કરી શકતા નથી. એ માટે ગજસુકુમાલનું દૃષ્ટાન્ત જાણીતું છે. તેઓ સ્મશાનમાં કાઉસગ્ગધ્યાનમાં ઊભા છે. તે વખતે રોષે ભરાયેલા સસરા સોમિલ તેમના માથા પર માટીની પાળ કરી અંદર દેવતા ભરે છે તે વખતે ગજસુકુમાલને થાય છે કે ‘દેહ બળી રહ્યો છે. એથી મારા આત્માને શું ? જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી.' આવા ભાવ સાથે પોતાના ધ્યાનમાં તેઓ સ્થિર રહે છે. પરિણામે એમને ત્યાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને ત્યાં જ સર્વ કર્મ ખપાવીને તેઓ મોક્ષગતિએ સિધાવે છે. વ્યુત્સર્ગ એ શુકલધ્યાનીનું ચોથું લિંગ છે. વિ+ઉત્સર્ગ એટલે વિશેષપણે ત્યાગ કરવો. વિવેકમાં દેહ અને એની સાથે સંકળાયેલા સંજોગોને શુકલધ્યાની પોતાના માનતા નથી. હવે એથી પણ આગળ વધીને દેહ અને સર્વ ઉપકરણોથી તેઓ અસંગ થઈ જાય છે એટલે કે તેનો ત્યાગ કરે છે, વોસિરાવે છે. અહીં વોસિરાવે છે એનો અર્થ એ કે શરીર અને ઉપધિ પ્રત્યે તેઓને કોઈ પણ પ્રકારનો રાગ (કે દ્વેષ પણ) રહેતો નથી. શુકલધ્યાની મહાત્માઓને ત્યાર પછી કેવળજ્ઞાન થાય છે અને જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી દેહ તો રહે છે, પણ દેહ પ્રત્યે તેમને કશી મમતા હોતી નથી. આમ, અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ અથવા લક્ષણોથી શુકલધ્યાની મહાત્માઓને ઓળખી શકાય છે. [૬૬૩] જુનું ધ્યાનમં શુદ્ધ મા મનવજ્ઞયા । यः कुर्यादेतदभ्यासं संपूर्णाध्यात्मविद् भवेत् ॥८६॥ અનુવાદ : જે (યોગી) ભગવાનની આજ્ઞા વડે શુદ્ધ ધ્યાનનો આ ક્રમ જાણીને એનો અભ્યાસ કરે તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનારો થાય છે. વિશેષાર્થ : આ અધિકારનું સમાપન કરતાં ગ્રંથકર્તા મહર્ષિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ હવે ધ્યાનના ફળનો નિર્દેશ કરે છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞાનુસાર શુદ્ધ ધ્યાનનો ક્રમ અહીં દર્શાવવામાં આવ્યો છે. આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનનો ત્યાગ કરીને જીવે ધર્મધ્યાન અને શુકલધ્યાન તરફ વળવાનું છે. આ ધ્યાનના સ્વરૂપનો જે અભ્યાસ કરે છે અને એ પ્રમાણે નિયમિત ધ્યાન ધરે છે તે મહાત્માઓ અધ્યાત્મવિદ્ અર્થાત્ અધ્યાત્મને જાણનારા બને છે. ધર્મધ્યાનથી અને શુકલધ્યાનથી પુષ્કળ શુભાશ્રવ (પુણ્યબંધ), સંવર અને કર્મની નિર્જરા થાય છે. સર્વ કર્મનો ક્ષય થતાં તેઓ કેવળજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરે છે. આ રીતે ધ્યાનનો મહિમા મુમુક્ષુ જીવો માટે ઘણો મોટો છે. _2016_05 इति ध्यानाधिकारः । ધ્યાન અધિકાર સંપૂર્ણ ૩૮૨ Page #428 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો અધિકાર સત્તરમો 26 ધ્યાનસ્તુતિ અધિકાર 7 [૬૪] યંત્ર અછત પરં પરિવા पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद् ध्यानमेव भवनाशि भजध्वम् ॥१॥ અનુવાદ : જે (ધ્યાન) પરમ પરિપાકને પામતાં ઇન્દ્ર(પાક)ના શાસનનું પદ પણ તૃણ સમાન લાગે છે, જે ધ્યાન સ્વપ્રકાશક, સુખરૂપ, બોધમય અને ભવભંજક છે તેનું જ તું સેવન કર. ' વિશેષાર્થ : ધ્યાનસ્તુતિ’ નામના આ અધિકારમાં ઉચ્ચ કોટિના શુભ ધ્યાનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઉચ્ચ કોટિના ધ્યાનયોગનાં ચાર મુખ્ય લક્ષણો છે : (૧) સ્વપ્રકાશક, (૨) સુખરૂપ, (૩) બોધમય અને (૪) ભવભંજક. આ લક્ષણોનો અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ધ્યાન સ્વપ્રકાશક છે, એટલે કે સ્વસ્વરૂપનું પ્રકાશક છે. જીવ આવા ધ્યાન વડે સ્વસ્વરૂપમાં લીન બને છે અને આત્માના દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે. એ અનુભવ સુખરૂપ હોય છે, આનંદસ્વરૂપ હોય છે. આ ધ્યાનના યોગથી બોધ થાય છે. વળી આવું ધ્યાન જન્મમરણના ચક્રનો અંત આણી મોક્ષગતિ પ્રાપ્ત કરાવનાર છે. એ ધ્યાન ભવનાશક અર્થાત્ ભવભંજક છે. આવા પરમ પ્રકૃષ્ટ ધ્યાનનો આત્માર્થીને જયારે અનુભવ થાય છે ત્યારે તેને દુન્યવી લક્ષ્મી તુચ્છ લાગે છે, એટલું જ નહિ ખુદ ઇન્દ્રનાં દૈવી વૈભવ અને સત્તા પણ તણખલાં જેવાં તુચ્છ ભાસે છે. આના પરથી કલ્પી શકાશે કે આ ઉચ્ચતમ ધ્યાનનો અનુભવ કેટલો આનંદમય, સમૃદ્ધ અને મહિમાવંત હોય છે. જ્યાં સુધી એવો અનુભવ જીવે કર્યો નથી હોતો ત્યાં સુધી જ તેને ભૌતિક સુખસમૃદ્ધિ અને સત્તાનો મોટો મહિમા જણાય છે. પરંતુ એ ભૌતિક સુખાનુભવ માત્ર આભાસરૂપ જ હોય છે. એટલે સાચા આત્મિક સુખનો અનુભવ કરાવનાર શુભ ધ્યાનનું આલંબન લેવાની સાધકને અહીં ભલામણ કરવામાં આવે છે. [૬૫] મારા કપિ સાક્ષાત્ सुत्यजा हि विषया न तु रागः। ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः ॥२॥ અનુવાદઃ આતુર અને જડ માણસો માટે વિષયોને સાક્ષાત્ ત્યજવા સહેલા છે, પરંતુ રાગ ૩૮૩ Jain Education Intemational 2010_05 Page #429 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તેવો (ત્યજી શકાય એવો) નથી. પરમ શુતિને જોનાર ધ્યાની તો તૃપ્તિ પામીને તેનો (રાગનો) ફરીવાર સ્વીકાર કરતા નથી. વિશેષાર્થ : સામાન્ય સાંસારિક માણસો અને ધ્યાની મહાત્માઓ વચ્ચેનો તફાવત કેટલો મોટો છે એ અહીં બતાવવામાં આવ્યું છે. ધ્યાની મહાત્માઓએ સાંસારિક વિષયોનો ત્યાગ કરેલો હોય છે. હવે કોઈ એમ કહે કે સંસારમાં એવા કેટલાક માણસો હોય છે કે જેઓ વિષયોનો ભોગવટો કરતા નથી. જેમકે કોઈ માણસ આતુર એટલે કે માંદો હોય અથવા કોઈ માણસ અશક્ત, જડ કે મૂર્ખ હોય તો તેઓ પણ વિષયો ભોગવતા નથી, તો તેઓ અને ધ્યાની વચ્ચે ફરક શો ? એમાં ફરક એ છે કે એવા માંદા, અશક્ત, જડ કે મૂર્ખ માણસો વિષયો ન ભોગવી શકતા હોવા છતાં વિષયો તેમને ગમે છે. એ પ્રત્યે તેમને રાગ હોય છે. એ માટે તેમના મનમાં ઇચ્છા, આસક્તિ, અભિલાષા કે વાસના હોય છે. પરંતુ ધ્યાની મહાત્માઓના ચિત્તમાં વિષયો માટે રસ કે રાગ નથી હોતા. તેઓ સંતૃપ્ત હોય છે. તેઓએ પરમાત્મ-સ્વરૂપરૂપી પરમ જ્યોતિનું દર્શન કર્યું હોય છે. એમનો એ અનુભવ જ એવો ઉલ્લાસમય અને સંતર્પક હોય છે કે પછી ભૌતિક કોઈ વાતની એમને એષણા જ રહેતી નથી. અનુભવે આ વાત વિશેષ સમજાય એવી છે. [૬૬] થી નિશા સશનમૂતUIનાં ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा ध्यानिनो भवति तत्र सुषुप्तिः ॥३॥ અનુવાદ : સકલ પ્રાણીસમૂહ માટે જે રાત્રિ છે તે ધ્યાનીને માટે દિવસનો મહોત્સવ છે. વળી, અભિનિવેશવાળા જેઓ જેમાં જાગૃત રહે છે તેમાં ધ્યાનીને સુષુપ્તિ હોય છે. ' વિશેષાર્થ : સંસારમાં રચ્યાપચ્યા રહેલા જીવો અને અધ્યાત્મમાર્ગના ધ્યાની મહાત્માઓ વચ્ચે અનુભવનો કેટલો બપો તફાવત છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. મનુષ્યને જે વિષયમાં રસ પડે તેમાં તે તદાકાર બની શકે છે અને ત્યારે એને દિવસરાતનું ભાન રહેતું નથી. વાસ્તવિક રીતે રાત પડી ગઈ હોવા છતાં એની આંખમાં ઊંઘ નથી હોતી. રાત્રિ પણ એને માટે દિવસરૂપ બની રહે છે. બીજી બાજુ માણસને જે વાતમાં રસ ન પડે તેવી વાતો સાંભળવામાં એને કંટાળો આવે છે; એ બગાસાં ખાય છે; એને ઝોકાં આવે છે. તે ઊંઘી જાય છે. દિવસ હોવા છતાં તે તેને માટે રાત બરાબર હોય છે. સાંસારિક વાસનાવાળા માણસોને તત્ત્વજ્ઞાનની વાતમાં રસ પડતો નથી. સમજ પણ પડતી નથી. એ વાતો તેમને મન અંધકારમય, નિરર્થક હોય છે. એટલે તેઓ તેમાં સુષુપ્તિ અનુભવે છે. બીજી બાજુ તત્ત્વજ્ઞાની, આત્મદર્શી, ધ્યાની મહાત્માઓ માટે એવી વાતો ઉત્સવરૂપ હોય છે. વળી સાંસારિક ભોગોપભોગની વાતો સાંસારિક જીવોને માટે જાગૃતિપ્રેરક હોય છે, તો એવી વાતો જ્ઞાની ધ્યાની મહાત્માઓ માટે તુચ્છ, નિરર્થક અને નીરસ હોવાથી સુષુપ્તિરૂપ હોય છે. ૩૮૪ Jain Education Intemational 2010_05 Page #430 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર શ્રીમદ્ભગવદ્ગીતાના નીચેના શ્લોકની છાયા અહીં જોઈ શકાય છે : या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ।। [૬૭] સંસ્કૂતો રૂવાંધુઝનાનાં सर्वतः सकलकर्मफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चै ानमेव परमार्थनिदानम् ॥४॥ અનુવાદ : જેમ કૂવાના જળની સિદ્ધિ (પ્રાપ્તિ) ચોતરફની સરવાણીના જળ વડે છે તેમ સકલ કર્મના ફળની સિદ્ધિ જેમાં રહેલી છે તે, પરમાર્થના કારણરૂપ, ઉચ્ચ ધ્યાન જ છે. વિશેષાર્થ : અંધ અથવા અંધુલ એટલે કૂવો. ધ્યાનનાં સ્વરૂપ અને કાર્ય માટે અહીં કૂવાની ઉપમા આપવામાં આવી છે. કૂવામાં જે પાણી છે તેનું કારણ નીચે અંદર ચારે તરફથી પાણીની ફૂટેલી સરવાણીઓ (સંસ્કુત) છે. સરવાણીમાંથી વહેતું પાણી કૂવામાં એકત્ર થાય છે. એટલે કૂવાનું જળ સરવાણીની સિદ્ધિરૂપ છે. તે પરિણામરૂપ અથવા ફળસ્વરૂપ છે. જો સરવાણીઓ ન હોય તો કૂવો સૂકાઈ જાય. તેવી રીતે સઘળી ક્રિયાઓની સફળતા ધ્યાનમાં રહેલી છે. અહીં “કર્મ” શબ્દ ક્રિયાના અર્થમાં લેવાનો છે. ક્રિયા સાથે જો ધ્યાન ન જોડાયું હોય તો ક્રિયા નિષ્ફળ નીવડે. જેટલું ધ્યાન ઉચ્ચ અને પરમાર્થ સ્વરૂપ તેટલું તેનું ફળ વિશેષ રહે છે. [૬૬૮] વાતે દિ ઋષાયસન્ધ निसर्न नतभूपनमद्भिः । अत्यनिष्टविषयैरपि दुःखै ानवान्निभृतमात्मनि लीनः ॥५॥ અનુવાદ : આત્મામાં સારી રીતે લીન થયેલો ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનોવિકારોથી, નમેલા રાજાઓના નમસ્કારોથી કે અત્યંત અનિષ્ટ વિષયોથી કે દુઃખોથી પણ બાધા પામતો નથી. વિશેષાર્થ : ધ્યાની મહાત્માઓની આત્મસ્થિરતા કેવી હોય છે તે અહીં બતાવવામાં આવ્યું છે. તેઓ પોતાના આત્મામાં, પોતાના સ્વભાવમાં જ્યારે સારી રીતે લીન થઈ જાય છે ત્યારે અનુકૂળ કે પ્રતિકૂળ વિષયો કે ઉપસર્ગો તેમને ચલિત કરી શકતા નથી. કષાયોથી ઉત્પન્ન થતા મનોવિકારો પણ તેમને પીડતા નથી. વસ્તુતઃ તેમના અનંતાનુબંધી વગેરે કષાયો શાન્ત થઈ ગયા હોય છે. માત્ર સંજવલનના પ્રકારના કષાયો રહ્યા હોય તો તેની આગળ પણ તેઓ નમી પડતા નથી. ધ્યાની મહાત્માઓને મોટા રાજાઓ વંદન-નમન કરે તો પણ તેમનામાં ગર્વ આવતો નથી. તેમનામાં માન કષાય ઉદય પામતો નથી. પ્રતિકૂળ ૩૮૫ Jain Education Intemational 2010_05 Page #431 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કષ્ટો, અનિષ્ટો કે ભયંકર દુઃખો પણ તેમને બાધા પહોંચાડી શકતાં નથી. આવા ધ્યાન મહાત્માઓએ ધ્યાન વડે દેહ અને આત્માની ભિન્નતાનો જે અનુભવ કર્યો હોય છે અને પરિણામે દેહ પરત્વે તેમનું લક્ષ જતું નથી. તેઓ અનાસક્ત થઈ માત્ર જ્ઞાતાદૃષ્ટા બની રહે છે. [૬૬૯] સ્પષ્ટદBસુસંસ્કૃતમિથું ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतो यदि न स्या देवमादिनयवाङ्मयदंडात् ॥६॥ અનુવાદ : સ્પષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું, ઈષ્ટ ને મોક્ષસુખથી ગરિષ્ઠ (મોટ) એવું ધ્યાન મને હો! જો નાસ્તિક આ નયગર્ભિત વાણીરૂપી દંડના પ્રહારથી ન હણાય તો તેથી શું? ' વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર મહર્ષિ ધ્યાન વડે થતા આત્મદર્શનના અનુભવોની વાત કરે છે. એમાં એમના પોતાના અનુભવની વાત રહેલી છે. તેઓ કહે છે કે એવું ધ્યાન મારે હો કે જે ધ્યાન સ્પષ્ટ રીતે જોયેલા, ઇષ્ટ અને પ્રિય મોક્ષસુખથી ગરિષ્ઠ અર્થાત મોટું બનેલું હોય. ધ્યાનની ઊંચી દશામાં આત્માનો અનુભવ થાય છે, સ્વસ્વરૂપનું વેદન થાય છે. આત્મદર્શનનો આ અનુભવ અત્યંત પ્રિય અને સુખથી ભરેલો હોય છે. એ અનુભવમાં જાણે મોક્ષના સુખનો અંશ અનુભવ થતો હોય એવી પ્રતીતિ થાય છે. આવા અનુભવ દ્વારા સ્પષ્ટ બોધ થાય છે કે આત્મદ્રવ્ય જેવું દ્રવ્ય છે. આત્માના આવા અનુભવ માટે પછીથી શાસ્ત્રના કોઈ પ્રમાણની અપેક્ષા રહેતી નથી. અનેક મહાત્માઓના અનુભવને આધારે શાસ્ત્રો રચાયાં છે. એટલે શાસ્ત્રમાં આત્માના અસ્તિત્વની વાત આવે છે. આમ છતાં કેટલાક નાસ્તિકો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. અહીં શાસ્ત્રોનાં વચનોને દંડપ્રહાર તરીકે ઓળખાવ્યાં છે. કેટલાક વિદ્યાર્થીઓને સમજાવવા માટે શિક્ષક સોટીનો પ્રહાર કરે છે. એથી વિદ્યાર્થીનું ચિત્ત જાગૃત બને છે. સમજવા માટે એને ચાનક ચડે છે અને તરત એને સમજાય છે. એટલે જ કહેવત પડી છે કે “સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઘમ ઘમ.' આમ છતાં કોઈક વિદ્યાર્થી એવા જ હોય કે જે સોટીના પ્રહાર પછી પણ ભણે નહિ. તો શિક્ષકે એવા વિદ્યાર્થીની ઉપેક્ષા જ કરવી રહી. તેવી રીતે નયવાડ્મય અર્થાતુ શાસ્ત્રના વચનરૂપી દંડના પ્રહારથી કોઈ નાસ્તિક માણસો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવા જ તૈયાર ન હોય તો પછી એવા નાસ્તિકો પ્રત્યે ઉદાસીનતાપૂર્વક ઉપેક્ષાભાવ રાખવો એ જ યોગ્ય છે. [૬૭૦] યત્ર નાર્વવિધુતારવીપ ज्योतिषां प्रसरतामवकाशः । ध्यानभिन्नतमसां मुदितात्म ज्योतिषां तदपि भाति रहस्यम् ॥७॥ અનુવાદ : જ્યાં સૂર્ય, ચંદ્ર, તારા અને દીપકની પ્રસરતી જ્યોતિને અવકાશ રહેતો નથી ત્યાં પણ ધ્યાનથી અંધકારને ભેદનારા અને આત્મજ્યોતિને ઉદિત કરનારાઓનું રહસ્ય પ્રકાશે છે. ૩૮૬ Jain Education Intemational 2010_05 Page #432 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર વિશેષાર્થ : સૂર્ય, ચંદ્ર, તારા અને દીપક એ દરેકની પોતપોતાની ઓછીવત્તી શક્તિ અંધકારનો નાશ કરવાની છે. દીવાની જ્યોત કરતાં આકાશના તારાઓ વધુ શક્તિમાન છે. તારાઓ કરતાં ચંદ્ર અને ચંદ્ર કરતાં સૂર્ય વધુ પ્રકાશ આપે છે. એ દરેકની શક્તિ અંધકારને ભેદવામાં રહેલી છે. અલબત્ત, આ શક્તિ તે સ્થૂલ અંધકારને ભેદવાની છે. પરંતુ વિશ્વમાં મોહમાયારૂપી, અજ્ઞાનરૂપી અને મિથ્યાત્વરૂપી અંધકાર પણ એટલો બધો સૂક્ષ્મ અને ગાઢ છે કે તે નરી નજરે દેખાતો નથી; પ્રજ્ઞાચક્ષુ વડે જ તે નિહાળી શકાય છે. આવા પ્રગાઢ અંધકારને સૂર્ય, ચંદ્ર, તારા વગેરે ભેદવાને શક્તિમાન થતા નથી. એમનું એક કિરણ પણ આ અંધકારમાં પ્રવેશી શકતું નથી. વસ્તુતઃ ત્યાં એમને અવકાશ જ નથી. પરંતુ આત્મજ્યોતિ તો સૂર્ય અને ચંદ્ર કરતાં પણ વધુ પ્રકાશમાન છે. ધ્યાન વડે એ આત્મજ્યોતિનાં દર્શન થઈ શકે છે. જે ધ્યાની મહાત્માઓ પોતાના ધ્યાન વડે આવા અંધકારને ભેદી શકે છે. તેઓ આત્મજ્યોતિને નિહાળી શકે છે. તેઓ એના રહસ્યને પ્રકાશી શકે છે. [૬૭૧] યોઞયત્યમિતાતવિદ્યુત્તાં प्रेयसीं शमरतिं त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः ॥८॥ અનુવાદ : ચિરકાળથી વિયુક્ત થયેલી શમરતિરૂપી પ્રેયસીને ત્વરાથી જે મેળવી આપે છે તે ધ્યાનરૂપી મિત્ર જ અમારે માટે માનવા યોગ્ય છે. જગતમાં બીજા કૃત્રિમ મિત્રોનું અમારે શું કામ છે ? વિશેષાર્થ : અહીં ધ્યાન માટે એક સાચા, ઉત્તમ પરગજુ મિત્રનું રૂપક યોજવામાં આવ્યું છે. સાચો મિત્ર એ કે જે દુઃખમાં, કષ્ટમાં સહાયરૂપ બને. જીવને અનંત કાળથી પોતાની પ્રિયતમા શમતિનો વિયોગ થયો છે. શમતિ એટલે સમતા અને શાન્તિનો આનંદ. શમરતિ એટલે સ્વસ્વરૂપમાં સ્થિરતાનો આનંદ. શમરિત એટલે કષાયોની ઉપશાન્તિનો આનંદ. આ આનંદ માટે પ્રિયતમાનું રૂપક યોજવામાં આવ્યું છે. સંસારમાં કોઈક કારણસર પતિ-પત્ની વચ્ચે વિયોગ સર્જાય છે ત્યારે બંને એકબીજાને માટે સતત ઝૂરતાં રહે છે. પરંતુ જ્યારે તે બંનેનું મિલન થાય છે ત્યારે આનંદોત્સવ અનુભવાય છે. એવા મિલનનું આયોજન કોઈક પરગજુ નિઃસ્વાર્થ મિત્ર ગોઠવી આપે છે. જીવ અને શમરતિ પરસ્પર ગાઢ સંકળાયેલાં છે, પરંતુ વર્તમાનમાં એમની વચ્ચે વિયોગ છે. કેટલાયે ભવથી આ વિયોગ ચાલ્યો આવે છે. પરંતુ ધ્યાનરૂપી મિત્ર આ વિયોગ દૂર કરાવવા કટિબદ્ધ થાય છે. મિલનના આનંદનો તે આ રીતે અનુભવ કરાવે છે. ધ્યાન-મિત્ર શમરતિને શોધી લાવે છે, અને મેળાપ કરાવી આપે છે. જીવ જ્યારે ધ્યાનારૂઢ બને છે, ધ્યાનની ઊંચી ભૂમિકાએ પહોંચે છે ત્યારે તે શમરૂપી રતિનો આનંદ અનુભવે છે. વસ્તુતઃ ધ્યાન જ જીવને પ્રશમસુખનો અનુભવ કરાવે છે અને મોક્ષગતિ પમાડે છે. જ્યાં આવો સાચો મિત્ર મળતો હોય ત્યાં પછી સંસારમાં પરિભ્રમણ કરાવનારા વિષય-કષાયરૂપી નકલી મિત્રોનું આપણને શું કામ હોય ? 2010_05 ३८७ Page #433 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૭૨] વારિતસ્પર બનતપવારે शीलशीतलसुगंधिनिवेशे । उच्छ्रिते प्रशमतल्पनिविष्टो ध्यानधाम्नि लभते सुखमात्मा ॥९॥ અનુવાદ : જેમાં કામદેવના બળરૂપી તડકાને (આતપને) અટકાવવામાં આવ્યો છે, જેની રચના શીલ વડે શીતલ અને સુગંધી છે, જે વિશાળ-ઉત્તુંગ (ઉસ્કૃિત) છે એવા ધ્યાનરૂપી પ્રાસાદમાં પ્રશમરૂપી પલંગ(તલ્પ)માં બેઠેલો આત્મા સુખ પામે છે. વિશેષાર્થ : ધ્યાનને માટે અહીં મહેલનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. આ મહેલ કેવો છે ? તે એવો છે કે જેમાં દઝાડતો ગરમ પ્રખર તડકો દાખલ થતો નથી. એ તડકો તે શું ? એ કામદેવના બળરૂપી તડકો છે. એટલે કે જ્યાં ધ્યાન છે ત્યાં કામવાસના પ્રવેશી શકતી નથી. ત્યાં બ્રહ્મચર્યનો જ મહિમા છે. એ મહેલમાં શીતલતા છે અને સુગંધ છે. આ શીતલતા અને સુગંધ તે શીલરૂપી છે. જ્યાં શીલ છે, સંયમ છે, ચારિત્ર છે ત્યાં શીતલતા, શાન્તિ, મધુરતા ઇત્યાદિ અનુભવાય છે. આ મહેલમાં પધારેલા આત્મારૂપી અતિથિ પ્રશમરૂપી પલંગમાં આરામથી બિરાજમાન છે. તે સુખ અને આનંદ અનુભવે છે. [૬૭૩] શત્નવિBરતમાં વેપા प्रातिभाय॑समतामधुपर्कैः । ध्यानधाम्नि भवति स्फुटमात्मा हूतपूतपरमातिथिपूजा ॥१०॥ અનુવાદ : ધ્યાનરૂપી ધામ(પ્રાસાદ)માં પોતે જ પ્રગટ રીતે નિમંત્રેલા પવિત્ર અને પરમ અતિથિના પૂજાસત્કાર માટે શીલરૂપી આસન (વિષ્ટર), દમરૂપી પાદોદક, પ્રતિભરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક છે. ' વિશેષાર્થ : ધ્યાનને માટે અહીં ઉત્તમ પ્રાસાદનું અને આત્મા માટે અતિથિનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. કોઈ શ્રીમંતના મહેલમાં કોઈ મોંઘેરા મહેમાન પધારે તો પ્રવેશતાં જ એમનો કેટલો બધો આદરસત્કાર થાય છે ! એમને બેસવા માટે આસન, પાદપ્રક્ષાલન માટે સુગંધી જલ હોય છે તથા સ્વસ્થ અને પ્રસન્ન થવા માટે શીતલ પેય પદાર્થો, અર્થ અને મધુપર્કની તૈયારી રાખવામાં આવે છે. તેવી રીતે ધ્યાનરૂપી પ્રાસાદમાં પ્રવેશતા ચૈતન્યરૂપી પવિત્ર, ઉત્તમ અતિથિ માટે શીલરૂપી આસન, પાદપ્રક્ષાલન માટે દમસંયમરૂપી સુગંધી જલ તથા પ્રાતિલરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક તૈયાર હોય છે. અહીં જેમ આસન, સુગંધી જલ, અર્થ અને મધુપર્ક અનુક્રમે છે તેમ શીલ, દમ-સંયમ, પ્રતિભા અને સમતા અનુક્રમે ઊંચી ભૂમિકાએ લઈ જનાર છે. એમાં પ્રાતિજ એટલે પ્રતિભાસંપન્નનું વિશિષ્ટ જ્ઞાન. કેવળજ્ઞાન પ્રગટે તે ! પહેલાં પ્રગટતું આ જ્ઞાન સૂર્યોદય પહેલાં થતા પરોઢ જેવું હોય છે. મધુપર્ક એટલે દૂધ, દહીં, સાકર વગેરે પાંચ દ્રવ્યોનું મિશ્રણ. એ હથેળીમાં લઈ મોઢામાં મૂકતાં જ તાઝગી અનુભવાય છે. અતિથિને ૩૮૮ Jain Education Interational 2010_05 Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર પ્રસન્ન કરવા માટે મધુપર્કનો આ એક પ્રતીકરૂપ પવિત્ર ઉપચાર છે. અહીં આત્માને માટે અતિથિનું રૂપક પ્રયોજાયું છે. આ ચૈતન્યરૂપી અતિથિ અચાનક અજાણતાં આવી ચડેલા નથી. ધ્યાનરૂપી નિમંત્રણ આપીને પોતાને ત્યાં પધારવા માટે એમને જાહેર રીતે વિનંતી કરવામાં આવી છે. વળી આ અતિથિની યોગ્યતા પણ કેટલી બધી છે ! તેઓ પવિત્ર અને પરમ અર્થાત્ ઉચ્ચતમ છે. વસ્તુતઃ ધ્યાન ધરનાર ધ્યાનમાં અહીં બતાવ્યા પ્રમાણે શીલ, સંયમ, પ્રાતિભ, સમતા ઇત્યાદિ ન હોય તો એને ધ્યાન દ્વારા સાચી, ઊંચી આત્માનુભૂતિ થતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે આ બધાં ઉત્તમ લક્ષણો ધ્યાનમાં પૂર્વશરતરૂપે રહેલાં હોવાં જોઈએ એમ અહીં જણાવ્યું છે અને એવા ધ્યાનીનો અને એના ચૈતન્યનો અહીં મહિમા દર્શાવવામાં આવ્યો છે. [૬૭૪] માત્મનો દિપરમાત્મનિ યોડમૂત્ - भेदबुद्धिकृत एव विवादः । ध्यानसंधिकृदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥११॥ અનુવાદ : આત્માનો પરમાત્મા વિશે જે વિવાદ છે તે ભેદબુદ્ધિએ કરેલો છે. ધ્યાનરૂપી સંધિ કરનારે એ દૂર કરીને તે બંનેનો (આત્મા અને પરમાત્માનો) અભેદ વિસ્તાર્યો છે. વિશેષાર્થ : સંસારમાં પરિભ્રમણ કરનાર જીવાત્મા અને સિદ્ધશિલા પર બિરાજમાન પરમાત્મા એ બંને એક છે કે જુદા જુદા છે એવો વિવાદ ક્યારેક થતો હોય છે. પરંતુ આત્મા પોતે પરમાત્મા બની શકે છે. ધ્યાન વડે જીવાત્મા પોતાના સંસાર પરિભ્રમણને ટૂંકાવી, કર્મોનો ક્ષય કરી, મોક્ષગતિ પ્રાપ્ત કરી, પરમાત્મા બની શકે છે. એ રીતે આત્મા અને પરમાત્મા વચ્ચે ત્યારે અભેદ થાય છે. આ અભેદ કોણ કરાવે છે ? શુભ ધ્યાન કરાવે છે. શુકલધ્યાન વડે જીવ કેવળજ્ઞાન પામીને, સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી શકે છે. એ દષ્ટિએ ધ્યાન જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સંધિ કરાવનાર દૂતનું કાર્ય કરે છે. બંને વચ્ચે તે અભેદ કરાવી શકે છે. ત્યારે જ આત્મા પરમાત્મા બની શકે છે. [૬૭૫] વામૃત વિષમૃત નો. क्व क्षयिण्यपि विधौ त्रिदिवे वा। क्वाप्सरोरतिमतां त्रिदशानां ध्यान एव तदिदं बुधपेयम् ॥१२॥ અનુવાદ : વિષથી ભરેલા સર્પલોકમાં અમૃત ક્યાંથી હોય? ક્ષય પામનારા ચંદ્રને વિશે પણ અમૃત ક્યાંથી હોય ? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણ અમૃત ક્યાંથી હોય? એ (અમૃત) જ્ઞાની મહાત્માઓને પાન કરવા લાયક ધ્યાનને વિશે રહેલું છે. વિશેષાર્થ : જેનું પાન કર્યા પછી જીવ અમર થઈ જાય, મૃત્યુથી પર થઈ જાય એવું અમૃત ક્યાં ૩૮૯ 2010_05 Page #435 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે? કોઈક કહે કે સર્પ લોકમાં-નાગલોકમાં કદાચ અમૃત હોઈ શકે. પણ ના, ત્યાં હોવાનો સંભવ જ નથી, કારણ કે સર્પલોક તો વિષથી ભરેલો છે. જ્યાં વિષ હોય ત્યાં અમૃત ક્યાંથી હોઈ શકે ? કોઈક કહે કે ચંદ્રને સુધાંશુ તરીકે ઓળખાવવામાં આવે છે એટલે ચંદ્રની શીતલ ચાંદનીમાં અમૃત હોઈ શકે. પરંતુ ત્યાં પણ અમૃત હોવાનું સ્વીકારી શકાય નહિ; કારણ કે જ્યાં અમૃત હોય ત્યાં ક્ષય ન હોય. ચંદ્ર તો કૃષ્ણ પક્ષમાં ઉત્તરોત્તર ક્ષય પામતો જાય છે. કોઈ કહે કે સ્વર્ગમાં, દેવલોકમાં અમૃત છે. ત્રિદશ એટલે ત્રીજી દશા-યુવાવસ્થા સતત ભોગવનાર દેવો, અપ્સરાઓ સાથે જે આનંદ માણે છે એમાં અમૃત રહેલું છે. પણ ના, ત્યાં પણ અમૃત નથી, કારણ કે જયાં અમૃત હોય ત્યાં અતૃપ્તિ ન હોય અને જ્યાં અમૃત હોય ત્યાં મૃત્યુ ન હોય. દેવો પણ એ સુખની અતૃપ્તિ અનુભવે છે અને દેવોનો જીવનકાળ સમાપ્ત થતાં તેમનું અવન થાય છે. તો પછી અમૃત છે ક્યાં ? અમૃત તો છે ધ્યાનીઓના ધ્યાનમાં. જ્ઞાની-ધ્યાની મહાત્માઓનું એ પીણું છે. ધ્યાન વડે જીવ ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. અને ત્યાર પછી અઘાતી કર્મોનો ક્ષય થતાં સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે. એવી પરમોચ્ચ દશા પ્રાપ્ત થયા પછી જીવને ફરી જન્મમરણ રહેતાં નથી. કોઈપણ પ્રકારની અતૃપ્તિ પણ રહેતી નથી. ત્યાં અમરત્વ છે, અમૃત છે. આમ ધ્યાન સ્વર્ગનાં સુખો કરતાં પણ ચડિયાતું છે. એનો મહિમા અપાર છે. [૬૭૬] મોતનીપુર સિતાણુ સુકાયાં नापि नापि वनिताधरबिंबे। तं रसं कमपि वेत्ति मनस्वी ध्यानसंभवधुतौ प्रथते यः ॥१३॥ અનુવાદ : ધ્યાનથી ઉત્પન્ન થતી વૃતિમાં જે કોઈ અપૂર્વ રસ પ્રસિદ્ધ છે તેને મનસ્વી (જ્ઞાની) જ જાણે છે. તેવો રસ દ્રાક્ષમાં નથી, સાકરમાં નથી, સુધામાં નથી અને વનિતાના અધરમાં પણ નથી. વિશેષાર્થ : સંસારમાં વિવિધ પ્રકારના પૌદ્ગલિક રસનો અનુભવ માણસને થાય છે. એમાં એ મીઠાશ અનુભવે છે. ખટમીઠી દ્રાક્ષ (ગોસ્તન) હોય, શ્વેત સાકર (સિતા) હોય, સુધા હોય – એ દરેકનો સ્વાદ ભોગોપભોગમાં રચ્યાપચ્યા માણસને આનંદનો અનુભવ કરાવે છે. ખાદ્ય પદાર્થોના એટલે કે રસનેન્દ્રિયના એ આનંદ કરતાં કોઈને સ્ત્રીના અધરામૃતના પાનનો આનંદ ચડિયાતો લાગે છે. પરંતુ આ બધા ભૌતિક પૌગલિક આનંદની પણ એક સીમા હોય છે. એનો અતિભોગ નથી થઈ શકતો અને ભોગને અંતે થાક, ઉદ્વેગ, ગ્લાનિ, અતૃપ્તિ ઇત્યાદિ અનુભવાય છે. પરંતુ ધ્યાનયોગનો જે આનંદ મનસ્વી અર્થાત્ મનના સ્વામી એવા જ્ઞાની મહાત્માઓ ચિત્તની સ્થિરતા દ્વારા અનુભવે છે તે તો અપૂર્વ અને અલૌકિક હોય છે. આ આનંદનું સ્વરૂપ કેવું છે તે તો એના અનુભવી જ વધારે સાચી રીતે કહી શકે. ૩૯૦ Jain Education Interational 2010_05 Page #436 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ પાંચમો, અધિકાર સત્તરમો : ધ્યાનસ્તુતિ અધિકાર [૬૭૭] નૃત્યવેત્ય મનસા પરિપध्यानसंभवफले गरिमाणम् । तत्र यस्य रतिरेनमुपैति प्रौढधामभृतमाशु यशःश्री ॥१४॥ અનુવાદ : આ રીતે પરિપક્વ ધ્યાનથી ઉત્પન્ન થતા ફળની ગરિમાને મનથી જાણીને તેમાં (ધ્યાનમાં) જેમને રિત થાય છે તેવા પ્રૌઢ તેજયુક્ત મહાત્મા પાસે યશરૂપી લક્ષ્મી જલદી પહોંચી જાય છે. વિશેષાર્થ : જે મુનિઓ યમનિયમ, આસનાદિમાં સ્થિર થઈ યોગ્ય ધ્યાન ધરે છે અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે છે એવા મુનિઓને ધ્યાનની મહત્તા સમજાય છે. ધ્યાનના ફળની ગરિષ્ઠતાની તેમને પ્રતીતિ થાય છે. જે પ્રવૃત્તિનું પરિણામ શુભ અને ઉચ્ચ હોય તેવી પ્રવૃત્તિમાં લાગ્યા રહેવાનું મન માણસને સ્વાભાવિક રીતે થાય છે. મુનિઓને, યોગીઓને સાંસારિક ભોગવિલાસની કોઈ જ ઇચ્છા રહી હોતી નથી. તેમની વાસના નિર્મૂળ થઈ ગઈ હોય છે. હવે તો એક માત્ર આત્માનુભૂતિ, આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિની જ તેઓને લગની લાગી હોય છે. એ માટે ધ્યાન અનિવાર્ય છે. એટલે ધ્યાન ધરવામાં જ તેઓની સવિશેષ પ્રીતિ રહે છે. અંતે તો ધ્યાનમાર્ગ જ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. કેવળજ્ઞાન વિના મોક્ષ નથી અને શુકલધ્યાન વગર કેવળજ્ઞાન નથી. એટલે ઉચ્ચ દશા પ્રાપ્ત થયા પછી મુમુક્ષુઓએ ધ્યાનમાર્ગમાં જ સ્થિર થવાનું છે. અહીં ‘ધ્યાનસ્તુતિ’ નામનો સત્તરમો અધિકાર પૂર્ણ થાય છે. સાથે સાથે પ્રબંધ પાંચમો પણ પૂર્ણ થાય છે. એટલે પ્રત્યેક પ્રબંધને અંતે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાનું નામ શ્વેષથી ગૂંથી લીધું છે તેમ આ પાંચમા પ્રબંધના આ અંતિમ શ્લોકમાં યજ્ઞશ્રી શબ્દ મૂકીને શ્લેષથી પોતાના નામનો નિર્દેશ, કવિપરંપરાનુસા૨ કરી લીધો છે. 2010/05/ इति ध्यानस्तुत्यधिकारः । ધ્યાનસ્તુતિ અધિકાર સંપૂર્ણ પ્રબંધ પાંચમો સંપૂર્ણ ૩૯૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો અધિકાર અઢારમો 7k આત્મનિશ્ચય અધિકાર નk [૬૭૮] માત્મજ્ઞાનપ્રનું ધ્યાન( જ્ઞાન )માત્મજ્ઞાન ૨ મુવિમ્ आत्मज्ञानाय तन्नित्यं यत्नः कार्यो महात्मना ॥१॥ અનુવાદ : આત્મજ્ઞાન એ ધ્યાનનું ફળ છે અને આત્મજ્ઞાન મુક્તિ અપાવનાર છે. એટલા માટે મહાત્માઓએ હમેશાં આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. (હસ્તપ્રતમાં ધ્યાન' ને બદલે “જ્ઞાન” શબ્દ છે.) વિશેષાર્થ : પાંચમા પ્રબંધમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મધ્યાનનું અને શુકલધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું. એ બંને ધ્યાન સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીની આરાધના દ્વારા સાધકને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. એટલે આત્મજ્ઞાન એ બંને ધ્યાનનાં ફળસ્વરૂપ છે. આત્મજ્ઞાનમાં વિકાસની ઘણી ભૂમિકાઓ છે. “હું દેહ નથી, આત્મા છું', અથવા “શરીર નાશવંત છે, આત્મા અમર છે', એવા સામાન્ય બોધથી શરૂ કરીને કેવળજ્ઞાન સુધીની આત્મજ્ઞાનની અનેક ભૂમિકાઓ છે. એમાં ઉત્તરોત્તર ઉચ્ચતર ભૂમિકા પર આરોહણ કરવા માટે ધ્યાનનું માધ્યમ અત્યંત ઉપયોગી છે. શાસ્ત્રાભ્યાસથી સાધકને પદાર્થનો વિશદ બોધ પ્રાપ્ત થાય છે. એ પણ અત્યંત જરૂરી છે. પરંતુ સાધકે ત્યાં અટકી જવાનું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એણે જ્ઞાની ગુરુના મુખેથી ગ્રહણ કરેલા ઉપદેશબોધનું ધ્યાન વડે આત્માનુભવમાં પરિણમન કરવાનું છે. એણે પોતાના ઉપયોગને અંદર વાળીને ધ્યાનની શ્રેણીએ ચડવાનું છે. નિશ્ચય દૃષ્ટિએ આ ધ્યાન એને આત્મસ્વરૂપનો અનુભવ કરાવે છે. પરંતુ આ ધ્યાનનો અભ્યાસ નિરંતર થવો જોઈએ. તો જ આત્મજ્ઞાન વિશુદ્ધ થવા લાગે. તો જ દેહની અને આત્માની ભિન્નતા સ્પષ્ટ જણાય. આવું ભેદજ્ઞાન જ આત્માનું વેદન કરાવે. એમાં જેમ જેમ સ્થિરતા આવતી જાય તેમ તેમ કષાયો નબળા પડતા જાય અને ઘાતી કર્મો હળવાં બનતાં જાય તથા પરિણામની વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય, ધ્યાનના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાન દ્વારા સાધક નિરંતર પુરુષાર્થ કરીને આગળ વધતો જઈ, સાતમા ગુણસ્થાનકેથી ઉપર ચઢી, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવી શકે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે તવે જ અંતે યોગનિરોધ થતાં મુક્તિ થાય. એટલે જ અહીં કહ્યું છે કે ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનું ફળ મુક્તિ છે. ધ્યાનને બદલે “જ્ઞાન” પાઠ હોય તો તે પ્રમાણે અર્થ ઘટાવી શકાય. ભાવાર્થમાં કોઈ ફરક પડતો નથી. આ કાળમાં અને આ ક્ષેત્રમાં કેવળજ્ઞાન નથી, તો પણ આત્મજ્ઞાન અવશ્ય છે. એક વખત પ્રાપ્ત થયેલું આત્મજ્ઞાન ભવાન્તરનું મોટું ભાથું બને છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં નિરંતર પ્રયત્નશીલ રહેવાની સાધક મહાત્માઓને ભલામણ કરી છે. ૩૯૨ 2010_05 Page #438 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૬૭૯) જ્ઞાતે ત્મિનિ ન મૂલ્ય જ્ઞાતિવ્યમવશિષ્ટતે अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ॥२॥ અનુવાદ : આત્માને જાણ્યા પછી બીજું કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી, પરંતુ જો એને (આત્માને) જાણ્યો નથી, તો બીજું (આત્મજ્ઞાન સિવાયનું) જ્ઞાન નિરર્થક છે. વિશેષાર્થ : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે : जे अज्झत्थं जाणइ से बहिया जाणइ । એટલે કે જે અધ્યાત્મને એટલે કે આત્મસ્વરૂપને જાણે છે તે બાહ્ય અર્થાત પગલાદિ દ્રવ્યોને જાણે છે. છાંદોગ્યોપનિષદમાં કહ્યું છે : : માત્મવત્ સ સર્વવિદ્ ! જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. આ સંસારમાં જાણવા જેવું કોઈ તત્ત્વ હોય તો તે આત્મા જ છે. જગતના અન્ય સર્વ પદાર્થો સતત પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે. એટલે તેની જાણકારી તત્કાલ પૂરતી બાહ્ય સાંસારિક દષ્ટિએ થોડી કદાચ ખપ લાગે, પણ વખત જતાં તે એ બધી જાણકારીમાંથી કેટલી બધી કાલગ્રસ્ત બની જાય છે ! આ તો સ્થૂલ પદાર્થોની બાહ્ય જાણકારીની વાત થઈ, પરંતુ કેટલાંયે ભૌતિકશાસ્ત્રો પોતાના યુગમાં સર્વોપરી હોવા છતાં યુગ પલટાતાં નિરર્થક બની જાય છે. કેટલાંકના જ્ઞાનનું કોઈ પ્રયોજન કે મહત્ત્વ રહેતું નથી. જગતમાં શાશ્વત તત્ત્વ હોય તો તે આત્મતત્ત્વ છે. જેઓએ સંસારનું અવલોકન કર્યું છે અને આત્મતત્ત્વની વિચારણામાં શ્રદ્ધાવાળા થયા છે તેઓને તો તે સિવાય અન્ય કોઈ પદાર્થમાં રસ પડે નહિ. ભવાન્તરમાં પણ આત્મબોધ જ કામ લાગે એવો છે. આત્મતત્ત્વનો શાસ્ત્રના શબ્દો દ્વારા બોધ થવો, એ વિશેની સમજણ પ્રાપ્ત થવી એ એક વાત છે અને ધ્યાન દ્વારા આત્માનું વેદન થવું એ બીજી વાત છે. વળી એ બંને વાતમાં એક એકથી ચડિયાતી એવી ઘણી બધી ભૂમિકા હોય છે. પરંતુ એક વખત આત્મતત્ત્વમાં, સ્વસ્વરૂપમાં રસ પડ્યા પછી બીજી બધી વસ્તુઓ તુચ્છ અને નિરર્થક લાગે છે. વસ્તુતઃ આત્મજ્ઞાન થયા પછી કંઈ જ્ઞાતવ્ય એટલે કે જાણવા જેવું રહેતું નથી. વળી એવા બાહ્ય પદાર્થો વિશે જાણવાનું કોઈ પ્રયોજન પણ રહેતું નથી. અલબત્ત એ પદાર્થોનું, અન્ય દ્રવ્યોનું જ્ઞાન, આત્મજ્ઞાનને વધુ વિશદ કરવા માટે હોઈ શકે, પરંતુ જે માણસને આત્મજ્ઞાનમાં જ રસ નથી કે તેના પ્રત્યે જેને અભિમુખતા નથી, તેનું અન્ય પદાર્થોનું જ્ઞાન અંતે નિરર્થક નીવડે છે. [૬૮] નવીનામપિ તત્ત્વાના જ્ઞાનમાત્મપ્રસિદ્ધયે | येनाजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥३॥ અનુવાદ : નવ તત્ત્વનું જ્ઞાન પણ આત્માની સિદ્ધિ માટે છે, કારણ કે અજીવાદિ ભાવો (પદાર્થો) સ્વભેદ(આત્મભેદ)ના પ્રતિયોગી છે. વિશેષાર્થ : જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું એમ કહ્યું એટલે આ જગતમાં જાણવા જેવું કોઈ તત્ત્વ હોય તો તે આત્મા જ છે. પરંતુ ફક્ત આત્માને જ જાણવા પ્રયાસ કર્યો અને બીજું કશું જાણવા તરફ લક્ષ જ ન આપ્યું તો શું તે પૂરતું છે ? ના, એ પૂરતું નથી, અધૂરું છે. ધોળા રંગને એમ ને એમ ૩૯૩ 2010_05 Page #439 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જોઈએ અને કાળા રંગની બાજુમાં મૂકીને જોઈએ તો ફરક પડશે. ધોળો રંગ વધારે ઉજ્જવળ લાગશે. અંધકારના અનુભવ પછી પ્રકાશના અનુભવનો મહિમા વિશેષ સમજાય છે. કોઈપણ પદાર્થનું મૂલ્ય એના વિરુદ્ધના પદાર્થને સમજ્યા પછી વધારે પ્રતીત થાય છે. એવી જ રીતે આત્માના પ્રતિયોગી અર્થાત્ વિરુદ્ધનાં તત્ત્વોને જાણવાથી આત્માનું જ્ઞાન વધે છે. સંસાર મુખ્ય નવ તત્ત્વોને આધારે ચાલી રહ્યો છે. એ નવ તત્ત્વો છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ નવ તત્ત્વોમાં મુખ્ય તત્ત્વ છે જીવ અથવા આત્મા. તે ચેતનરૂપ છે. પ્રત્યેક મોક્ષાભિલાષીએ પોતાના આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન પહેલાં બોધરૂપે અને પછી અનુભવરૂપે હોવું અનિવાર્ય છે. પરંતુ આત્મતત્ત્વના બોધ માટે તેના પ્રતિયોગી અજીવાદિ બાકીનાં તત્ત્વોને પણ સમજવાની જરૂર છે. જીવ અને અજીવ વચ્ચે શો ભેદ છે ? તેનું સ્વરૂપ કેવું છે ? ઇત્યાદિનું જ્ઞાન જીવ વિશેના જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપકારક બને છે. કોઈપણ વસ્તુ શું છે અને શું શું નથી એમ બંને પ્રકારની સમજથી તેના વિશેનું જ્ઞાન પરિપૂર્ણ બની શકે છે. એ પ્રમાણે થવાથી મોક્ષમાર્ગમાં આત્મસ્વરૂપનો મહિમા સ્પષ્ટપણે સમજાય છે. માટે નવે તત્ત્વોનું જ્ઞાન આત્મસાધનામાં-મોક્ષમાર્ગમાં ઉપકારક છે અને અનિવાર્ય છે. [૬૮૧] શ્રુતો હ્યાત્મપર મેવોડનુભૂત: સંસ્તુતોઽપત્ર । निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥४॥ અનુવાદ : આત્મા તથા પર(અનાત્મા, જડ)નો અભેદ સાંભળ્યો છે, અનુભવ્યો છે અને પરિચિત પણ કર્યો (અથવા વખાણ્યો છે), પરંતુ કોઈક નિસર્ગથી અથવા ઉપદેશથી એનો ભેદ જાણે છે. વિશેષાર્થ : અનાદિ કાળથી આત્મા અને પરનો એટલે કે દેહનો સંબંધ ચાલ્યો આવે છે. સિદ્ધગતિમાં આત્માઓ અશરીરી છે, પરંતુ સંસારમાં તો સર્વ જીવો દેહધારી છે. કોઈ માણસ કે પશુ મૃત્યુ પામે છે ત્યારે દેહ અને આત્માની ભિન્નતા સમજાય છે. પરંતુ એકંદરે તો અજ્ઞાનને કારણે દેહ અને આત્માની ભિન્નતા જણાતી નથી. જીવ દેહભાવમાં જ વિશેષ રહે છે. ‘હું ગોરો છું, હું કાળો છું, હું ઊંચો છું, હું પાતળો છું’– એવાં એવાં વચનો વ્યવહારમાં બોલાતાં સંભળાય છે. પાપપુણ્ય અનુસાર જીવ દુઃખ કે સુખ ભોગવે છે. તે અનુસાર દિલસોજી કે ખુશાલી વ્યક્ત કરાય છે, કારણ કે દેહ સાથેની એકત્વબુદ્ધિના સંસ્કાર અનાદિ કાળથી ચાલ્યા આવે છે. આમ છતાં કેટલાયે સુજ્ઞ લોકોને બોલતાં સાંભળીએ છીએ કે ‘આત્મા અમર છે, દેહ નાશવંત છે; જન્મની સાથે મૃત્યુ સંકળાયેલું છે; મોટા ચક્રવર્તીને પણ છેવટે મરવાનું છે.' આવું આવું બોલાતું હોવા છતાં જ્યારે ખુદ પોતાના જીવનનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે ત્યારે એમની દેહબુદ્ધિ પ્રબળ બની જાય છે. પોતે જાણે ક્યારેય દેહ છોડવાના જ નથી એવા ભ્રમમાં તેઓ રહે છે. આમ દેહ સાથેનો આત્માનો અભેદ સાંભળ્યો છે, અનુભવ્યો છે અને એને પરિચિત પણ કર્યો છે અથવા વખાણ્યો પણ છે. પરંતુ સામાન્ય જનસમુદાયમાંથી કોઈક વિરલ માણસો જ દેહ અને આત્માની _2010_05 ૩૯૪ Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ભિન્નતાને સાચી રીતે સમજે છે અને અનુભવે છે. કેટલાક પોતાના પૂર્વજન્મના તેવા સંસ્કારને લીધે નૈસર્ગિક રીતે જ એવા અનુભવના અધિકારી હોય છે, તો બીજા કેટલાકને ગુરુ ભગવંતના ઉપદેશથી એની પ્રતીતિ થાય છે. આમ નિસર્ગ એટલે કુદરતી રીતે અને અધિગમ એટલે શિક્ષણથી અથવા બોધથી એમ બંને પ્રકારે દેહ અને આત્માના ભેદનું જ્ઞાન થાય છે. [૬૮૨] તત્ત્વપૂથબ્રુત્વખ્યામાત્મજ્ઞાન હિતાવદમ્ वृथैवाभिनिविष्टानामन्यथाधीविडंबना ॥५॥ અનુવાદ : એટલે એકત્વ (અભેદ) અને પૃથફત્વ(ભેદ)થી આત્મજ્ઞાન હિતાવહ છે. અભિનિવેશ(કદાગ્રહ)વાળાની વિપરીત બુદ્ધિ તો વૃથા અને વિડંબનારૂપ છે. વિશેષાર્થ : જેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેઓ સાચા મોક્ષાભિલાષી છે તેઓને માટે અહીં એક સોનેરી સલાહ આપવામાં આવી છે. દરેક વસ્તુને જોવાના જુદા જુદા દષ્ટિકોણ હોય છે. એને નય કહેવામાં આવે છે. આત્મદ્રવ્ય વિશે વ્યવહારનય પ્રમાણે એક અભિપ્રાય હોય અને નિશ્ચયનય પ્રમાણે અન્ય અભિપ્રાય હોય. એત્વ એટલે અભિન્નતા અથવા અભેદ અને પૃથત્વ એટલે ભિન્નતા અથવા ભેદ. એક નય જયાં ભેદ જુએ ત્યાં બીજો નય અભેદ જુએ. ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે બંને નય માટે મન ખુલ્લું રાખવું એમાં જ આત્માનું કલ્યાણ છે. આત્મજ્ઞાન માટે એ જ હિતાવહ છે. જેઓ કોઈ પણ એક જ નયને અથવા મતને પકડી રાખે છે અને એ માટે જ આવેગ કે અભિનિવેશ ધારણ કરે છે તથા કેવળ ખંડનમંડનમાં જ રાચે છે એવા એકાન્તવાદી, કદાગ્રહી માણસો પરિણામે તો પોતાના આત્માનું જ અહિત કરે છે. આત્મા વિશે એકત્વ અને પ્રથકૃત્વ કેવી રીતે ઘટે છે તે આત્માર્થીએ લક્ષમાં રાખવા જેવું છે. નિશ્ચયનય કહે છે કે આત્માનો પોતાના જ્ઞાનાદિ ગુણો સાથે, પોતાના સ્વાભાવિકભાવ સાથે એકત્વભાવ છે. આત્માને પોતાનાં કર્મો સાથે, પાપપુણ્ય સાથે, શરીર સાથે, રાગાદિ ભાવો સાથે, પરદ્રવ્યો સાથે પૃથત્વ છે. વ્યવહારનય કહે છે કે જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આત્મા શરીરથી, કર્મોથી, પાપપુણ્યથી, આશ્રવસંવાદિથી છૂટો થઈ શકતો નથી. એ અર્થમાં તે બંને અભિન્ન જેવા ગણાય છે. આમ બંને નયમાં રહેલી જુદી જુદી દૃષ્ટિને સમજવી જોઈએ. એક નય સર્વથા સાચો અને બીજો નય સર્વથા ખોટો એવા આગ્રહી મતથી આત્મકલ્યાણ સધાતું નથી. એકત્વ અને પૃથકત્વને બરાબર સમજીને, અંતર્મુખ બનીને, આંતર અવલોકન કરીને, સ્વાવાદ શૈલીથી આત્મતત્ત્વનું ભાવન કરવાથી અનુભવાતું ભેદજ્ઞાનરૂપી આત્મજ્ઞાન જીવને માટે હિતાવહ બને છે. મનુષ્યભવ પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ બનેલા કેટલાયે જીવો પછીથી એકાન્ત વિચારધારાના કદાગ્રહને કારણે મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય ચૂકી જાય છે અને પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. ૩૯૫ Jain Education Intemational 2010_05 Page #441 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૮૩] , પર્વ દિ તત્રભિા મસિમેવસ્થિતઃ | ज्ञानदर्शनचारित्रलक्षणः प्रतिपादितः ॥६॥ અનુવાદ : સ્વભાવમાં સ્થિત રહેલો અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના લક્ષણવાળો એક જ આત્મા તેમાં પ્રતિપાદિત થયેલો છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું છે કે માત્ર એત્વ કે માત્ર પૃથત્વથી નહિ, પણ એકત્વ અને પૃથફત્વ એમ બંને દ્વારા થતું આત્મજ્ઞાન જીવો માટે હિતાવહ છે, કલ્યાણકારી છે. એટલે જીવનમાં અને સાધનામાં વ્યવહારનય અને નિશ્ચયનય બંનેનો સમન્વય થવો જોઈએ. - હવે એકત્વ અને પૃથત્વ એ બેમાંથી એકત્વ કઈ રીતે પ્રતિપાદિત થયેલું છે તે શુદ્ધ નિશ્ચયનયથી આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. આ એકત્વ બે રીતે પ્રતીત થશે. જગતના સર્વ જીવોમાં એકસરખું વિશુદ્ધ ચૈતન્ય તત્ત્વ વિલસી રહ્યું છે. એમાં અલ્પ માત્ર ચૂનાધિકતા નથી કે પ્રકારાન્તર નથી. આ દષ્ટિએ સર્વ આત્માઓમાં સ્વભાવથી એકત્વ સ્થિત રહેલું છે. એટલે સમગ્ર સંસારમાં એક જ આત્મા છે અથવા એક સરખા શુદ્ધ આત્મા છે એમ શુદ્ધ નિશ્ચયનયથી કહેવાય છે. હવે ગુણલક્ષણોની દૃષ્ટિએ આત્મતત્ત્વનો વિચાર કરીએ તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ગુણો છે. આ ગુણો જ આત્માનો સ્વભાવ છે. ગુણ અને ગુણી વચ્ચે હમેશાં અભેદ હોય છે. ગુણો આધાર વિના સ્વતંત્ર રીતે ક્યાંય રહી શકતા નથી. આ રીતે આત્માને પોતાના ગુણો સાથે એકત્વ છે. આમ અન્ય આત્માઓ સાથે તથા પોતાના ગુણો સાથે આત્માને અભેદ છે, એકત્વ છે એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે. [૬૮] પ્રમાનેન્દશીનાં યથા સ્ત્રીન્ન ભિન્નતા | ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥७॥ અનુવાદ: જેમ રત્નની પ્રભા, નિર્મળતા અને શક્તિ એનાથી ભિન્ન નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ લક્ષણો આત્માથી ભિન્ન નથી. ' વિશેષાર્થ : આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રથી અભિન્ન છે એ દર્શાવવા માટે અહીં રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. રત્નનું તેજ જોઈએ ત્યારે રત્ન એક વસ્તુ છે અને એનું તેજ બીજી જ કોઈ વસ્તુ છે એમ જુદું જુદું નથી લાગતું. રત્ન લઈ લેવામાં આવે તો તે પછી ત્યાં એનું તેજ જુદું રહેતું નથી. રત્નની સાથે જ રત્નમાં જ તેજ રહેલું છે. રત્ન અને તેજ બંનેને છૂટાં પાડી શકાય એમ નથી. બંનેમાં ગુણ અને ગુણીનો સંબંધ છે. વળી એમ પ્રશ્ન થાય કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે જુદાં જુદાં છે તો તે ત્રણે આત્મામાં એક સાથે કેવી રીતે રહી શકે ? એનો ઉત્તર એ છે કે જેમ રત્નની પ્રભા, નિર્મળતા અને શક્તિ (વાંછિત ફળ આપવાની ચિંતામણિ રત્નની શક્તિ ઈત્યાદિ) જુદાં જુદાં હોવા છતાં એ ત્રણે ગુણો રત્નમાં સાથે જ હોય છે, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે ગુણો આત્માની સાથે જ હોય છે. તે આત્માની સાથે અભિન્નતા ધરાવે છે. ૩૯૬ Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #442 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૬૮૫] આત્મનો લક્ષળાનાં ત્ર વ્યવહારો હિ મિન્નતામ્ । षष्ठ्यादिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥ અનુવાદ : વ્યવહાર (નય) ષષ્ઠી વગેરે વિભક્તિના પ્રયોગ (વ્યપદેશ) વડે આત્મા અને તેનાં લક્ષણોની ભિન્નતા માને છે, પરંતુ નિશ્ચય (નય) એમ માનતો નથી. વિશેષાર્થ : વ્યવહારમાં આપણે બોલીએ છીએ ‘આત્માનું જ્ઞાન’, ‘આત્માનું દર્શન’ ઇત્યાદિ. એમાં ‘નો', ની’, ‘નું’ એવા પ્રત્યયો લગાડીએ છીએ. આ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો છે. એ પ્રત્યયો લગાડવાને લીધે આત્મા અને જ્ઞાન જાણે જુદાં હોય એવો આભાસ થાય છે. વસ્તુતઃ એ છઠ્ઠી વિભક્તિનો માત્ર પ્રયોગ જ છે. વાસ્તવમાં, નિશ્ચયનયની દૃષ્ટિએ તો ‘આત્મા જ જ્ઞાન છે’ અથવા ‘આત્મા જ દર્શન છે'. એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણો સાથે આત્માની અભિન્નતા છે. [૬૮૬] ઘટસ્વરૂપમિત્યત્ર યથા મેવો વિલ્પન: । आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ ९ ॥ અનુવાદ : જેમ ‘ઘટનું રૂપ’– એમાં ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલો છે, તે પ્રમાણે ‘આત્માના ગુણો'માં ભેદ તાત્ત્વિક નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં રત્નનું ઉદાહરણ આપવામાં આવ્યું તેમ અહીં ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ ‘ઘડાનું રૂપ’ એમ કહે તો તેમાં ઘડો અને એનું રૂપ એમ એ બે વચ્ચે ભેદ દર્શાવાય છે, પરંતુ તે તો વ્યવહારથી બોલવાની રીત છે. એ ભેદ વિકલ્પથી એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલો છે. એમાં વ્યવહારનય રહેલો છે. ‘ઘડાનું રૂપ' એમાં છઠ્ઠી વિભક્તિથી ઘડા અને એના રૂપ વચ્ચેનો ભેદ સૂચિત કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયથી તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો ઘડો અને એના રૂપ વચ્ચે કોઈ ભેદ નથી. એમાં અભેદ જ છે. આવી જ રીતે ‘આત્માનું જ્ઞાન' એમ કહેવામાં આવે ત્યારે વ્યવહારમાં કોઈને સમજાવવા માટે આત્મા અને જ્ઞાનને જુદાં બતાવવામાં આવે છે, પણ તે તાત્ત્વિક નથી, કારણ કે નિશ્ચયનયથી તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો આત્મા જ જ્ઞાન છે અથવા આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે એમ કહેવાય છે. આત્મા અને જ્ઞાન ભિન્ન નથી, પણ અભિન્ન જ છે. [૬૮૭] શુદ્ધ યાભનો સ્વયં નિશ્ચયેનાનુસૂયતે । व्यवहारो भिदाद्वारानुभावयति तत्परम् ॥१०॥ અનુવાદ : નિશ્ચયનય વડે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે તે પરમ (ઉત્કૃષ્ટ) સ્વરૂપનો વ્યવહારનય ભેદ દ્વારા અનુભવ કરાવે છે. વિશેષાર્થ : આગળ ઘડાના દૃષ્ટાન્તથી જે સમજાવવામાં આવ્યું તે વિશે અહીં ફરીથી કહેવામાં આવ્યું છે. આત્માનું જ્ઞાનાદિમય શુદ્ધ સ્વરૂપ નિશ્ચયનયથી અનુભવાય છે. આ જ સ્વરૂપનો વ્યવહારનય ભેદ _2010_05 028 Page #443 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર દ્વારા અનુભવ કરાવે છે. એટલે કે આ આત્મા છે અને આ તેના જ્ઞાનાદિગુણો છે' (આ ગુણી છે આ ગુણો છે) એવો અનુભવ વ્યવહારનય કરાવે છે. ‘આત્મા જ્ઞાનાદિમય છે' એમ કહીએ તો તેમાં નિશ્ચયનય રહેલો છે અને ‘આત્મા જ્ઞાનાદિગુણવાળો' છે એમ કહીએ તો તેમાં વ્યવહારનય રહેલો છે. પદાર્થને સમજાવવા માટે વ્યવહારનયની આવશ્યકતા છે. વસ્તુતઃ નિશ્ચયનય જ એમાં મુખ્ય છે. [६८८] वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् । आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥११॥ અનુવાદ : વસ્તુતઃ તો તે ગુણોનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે અને જ્ઞાનાદિ પણ જડ થશે. વિશેષાર્થ : આત્મા અને એના જ્ઞાનાદિ ગુણો ભિન્ન નથી પણ અભિન્ન છે એ સમજાવવા માટે અહીં એક તાર્કિક કસોટી બતાવવામાં આવી છે. વસ્તુતઃ આત્માના પોતાનાથી એના જ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ પૃથક્ એટલે કે ભિન્ન નથી. છતાં ધારો કે આત્માને એના જ્ઞાનાદિ ગુણોથી ભિન્ન કરવામાં આવે તો શું થશે ? તો આત્મા જે ચેતનવંત છે તેમાંથી જ્ઞાનાદિ ગુણો નીકળી જશે તો તે મૃત શરીરરૂપ બની જશે, એટલે કે તે જડ બની જશે. બીજી બાજુ જ્ઞાનાદિ ગુણો છૂટા પડી આધારરહિત બની જાય તો તે પણ ઇષ્ટાનિષ્ટ ગણવાની પોતાની શક્તિ ગુમાવી દેતાં માટીના ઘડાની કે લાકડાના ટુકડાની જેમ જડ બની જશે. પરંતુ એવું ક્યારેય શક્ય નથી. માટે આત્મા અને એના જ્ઞાનાદિ ગુણો વચ્ચે અભિન્નતા છે. [૬૮૯] ચૈતન્યપરસામાન્યાત્ સર્વેષામેતાત્મનામ્ । निश्चिता कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥१२॥ અનુવાદ : સર્વ આત્માઓની પરસામાન્યથી (શુદ્ધ સંગ્રહનયથી) ચૈતન્યરૂપ એકતા નિશ્ચિત છે, પરંતુ કર્મજનિત ભેદ તેમાં ઉપપ્લવરૂપ (અનિષ્ટ વિષમતારૂપ) છે. વિશેષાર્થ : અહીં ‘પરસામાન્ય’ શબ્દ ચૈતન્યના સંદર્ભમાં સંગ્રહનયની દૃષ્ટિએ પ્રયોજાયો છે. સંગ્રહનય ભેદમાં અભેદને જુએ છે. ભિન્નભિન્ન તત્ત્વો કે પદાર્થોમાં રહેલા સમાન તત્ત્વને એ નિહાળે છે અને એમ કરતાં કરતાં તે ઉપર ચડતો રહે છે. પરસામાન્ય એટલે પરમ સામાન્ય, મહાસામાન્ય, સામાન્યતાઓમાં પણ જે ચડિયાતી સામાન્યતા છે તે. ઉદાહરણ તરીકે એક સરખા કદના ઘડા હોય તો તેમાં કદનું સરખાપણું એ સામાન્ય છે. નાનામોટા ઘડા હોય તો તેમાં ઘડાપણું એ સામાન્ય છે. માટીનાં ઘડા, મટકી, કોડિયાં વગેરેમાં માટીપણું સામાન્ય છે. માટીનાં, લોઢાનાં, તાંબાનાં, રૂપાનાં વગેરે પ્રકારનાં વાસણોમાં વાસણપણું સામાન્ય છે. આમ એક સામાન્ય કરતાં બીજું સામાન્ય ચડિયાતું હોઈ શકે. એ રીતે સંસારના સર્વ જીવોમાં આટલું બધું વૈવિધ્ય જોવા મળતું હોવા છતાં તેમાં સર્વશ્રેષ્ઠ સામાન્યપણું અર્થાત્ પરસામાન્ય તે ચૈતન્ય છે. આ ચૈતન્યરૂપ એકતા સર્વ જીવોમાં સામાન્ય છે. આ ચૈતન્યરૂપ એકતા સર્વ જીવોમાં રહેલી હોવા છતાં નીચેની ભૂમિકાએ એમાં કર્મજનિત એટલું બધું વૈવિધ્ય જોવા મળશે કે એનું વર્ગીકરણ _2010_05 ૩૯૮ Page #444 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર કરવા જતાં માણસ મૂંઝાઈ જશે. આ વૈવિધ્ય એ એક પ્રકારનો ઉપપ્લવ છે, ઉપદ્રવ છે, ગૂંચવાડારૂપ છે, એ અનિષ્ટ વિષમતારૂપ છે. [૬૦] ચિતે વ્યવહારતું ભૂતપ્રામાવિમેવતઃ | जन्मादेश्च व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥१३॥ અનુવાદ : વ્યવહારનય પ્રાણી(ભૂત)ના સમૂહ વગેરે(ગ્રામાદિ)ના ભેદથી તથા જન્માદિની વ્યવસ્થાથી આત્માનું પરસ્પર (મિથો) વિવિધપણું (નાનાત્વ) માને છે. વિશેષાર્થ : નિશ્ચયનયથી, સિદ્ધાન્તની દષ્ટિએ જોઈએ તો સર્વ જીવોમાં એકસરખો આત્મા રહેલો છે, પરંતુ સંસારના સર્વ જીવોનું વાસ્તવિક પૂલ, અવલોકન કરીએ તો તેમાં મુખ્ય બે ભેદ જોવા મળે છે. (૧) ભૂતગ્રામમાં એટલે પ્રાણીઓના સમૂહમાં કેટલા બધા ભેદો દેખાય છે. વળી એક જ જીવમાં પણ જન્મથી મૃત્યુ પર્યત પણ કેટલા બધા ભેદો જોવા મળે છે ! ચાર ગતિના જીવો (૧) મનુષ્ય, (૨) તિર્યંચ, (૩) દેવતા અને (૪) નારકીના જીવો છે. વળી પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય, વનસ્પતિકાય એ સ્થાવર જીવો અને ત્રસ જીવો એમ મળીને છકાયના જીવો છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ પ્રકારના જીવો છે. સ્ત્રી, પુરુષ અને નપુસંક એમ ત્રણ વેદ અનુસાર જીવો છે. વળી એકના એક જીવમાં પણ જન્માવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે પ્રકારો જોવા મળે છે. વળી, નામકર્મ અનુસાર કાળાગોરા, ઊંચાનીચા વગેરે પ્રકારનું અપાર વૈવિધ્ય જગતના જીવોમાં જોવા મળે છે. જવલ્લે જ બે જીવ એકસરખા જોવા મળશે. . આમ વ્યવહારનય પ્રમાણે તો વિવિધ પ્રકારના જીવો સંસારમાં જોવા મળે છે. [૬૯૧] ૨ વૈગ્નિશ યુ ભૂતપ્રામો તોડરિત્ન: I નામકર્મપ્રકૃતિન: માવો નાત્મનઃ પુન: ૨૪ અનુવાદ : તે (જીવોનું વિવિધપણું) નિશ્ચયનયને વિશે યુક્ત નથી, કારણ કે સમગ્ર (અખિલ) પ્રાણીસમૂહ(ભૂતગ્રામ)ની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. તે આત્માનો સ્વભાવ જ નથી. ' વિશેષાર્થ : વ્યવહારનય પ્રમાણે સંસારના જીવોમાં એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિયપણું વગેરે તથા દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે તથા જન્મ, મરણ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરેની દૃષ્ટિએ ઘણા પ્રકારના ભેદો જોવા મળે છે. કોઈપણ સમયે જગતના ભૂતગ્રામમાં એટલે પ્રાણીસમૂહમાં આ ભેદો જોવા મળે છે. વળી અનંત કાળની દૃષ્ટિએ એકનો એક આત્મા પ્રત્યેક જન્મે નવાં નવાં રૂપ ધારણ કરતો ભમે છે. પરંતુ વ્યવહારનયે માનેલા આ બધા ભેદો નિશ્ચયનયને માન્ય નથી. તે કહે છે કે સંસારમાં જીવોમાં જે વૈવિધ્ય દેખાય છે તે નામકર્મને કારણે છે. એ આત્માને કારણે નથી. એ આત્માનો સ્વભાવ નથી. બધા આત્મા આત્મસ્વરૂપે એકસરખા જ છે. આત્મામાં કોઈ ભેદ પડી શકે એમ નથી. તે સ્વભાવથી જ શુદ્ધ છે. ૩૯૯ Jain Education Intemational 2010_05 Page #445 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૬૨] ગોડપિ નિયત: પરિમો દિ વર્માન્ न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥१५॥ અનુવાદ : જન્મ વગેરેના ભેદ નિશ્ચયથી તો કર્મનું જ પરિણામ છે. તથા કર્મકૃત ભેદ અવિકારી આત્માને હોઈ શકે નહિ. વિશેષાર્થ : જીવોનાં જન્મ, જીવન અને મરણની ઘટના સંસારમાં પ્રતિક્ષણ ચાલ્યા જ કરે છે. જન્મમરણની ઘટના વસ્તુતઃ આયુષ્ય નામના કર્મ પ્રમાણે થાય છે. તેવી રીતે અન્ય કર્મોને કારણે સંસારમાં વિવિધતા દેખાય છે. પરંતુ કર્મને કારણે જણાતા આ બધા ભેદો તે આત્માના નથી. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા તો નિર્વિકાર છે. આત્માનો સ્વભાવ જ ત્રિકાળી ધ્રુવ છે. તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કર્મની સાથે આત્માની અભિન્નતા નથી. કર્મ આત્મામાં વિકાર કરાવી શકે નહિ. એટલે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા એક છે, વિશુદ્ધ છે, અવિકારી છે. [૬૩] મારો વેવ« વર્મવૃત્તાં વિકૃતિમાત્મા भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥१६॥ અનુવાદ : કેવળ કર્મકત વિકૃતિને આત્મા વિશે આરોપણ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલાઓ ભયંકર (ભીમ) સંસારસાગરમાં ભ્રમણ કરે છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં બતાવ્યા પ્રમાણે વ્યવહારમાં ઇન્દ્રિયો, ગતિ, નામકર્મ તથા અન્ય કર્મોને કારણે જીવોના ભેદો જોવા મળે છે અને વ્યવહારનય આ બધા ભેદોને માટે કારણરૂપે આત્મામાં થતી કર્મકૃત વિકૃતિને માને છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે કર્મકૃત વિકૃતિનું આત્મામાં આરોપણ કરવાનું યથાર્થ નથી. આત્મા તો વિશુદ્ધ છે. એટલે પુણ્યના ઉદયે ભૌતિક સુખસંપત્તિથી આત્માને આનંદ થાય છે અને પાપના ઉદયે આત્માને વેદના અને દુઃખ થાય છે એમ માનવું તે પણ યોગ્ય નથી. આ બધા કર્મકૃત વિકારો છે. આત્માનો સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાનાનંદમય છે. પરંતુ અજ્ઞાનને કારણે, ભ્રષ્ટ જ્ઞાનને કારણે કર્મકૃત વિકૃતિનું આરોપણ આત્મામાં થાય છે. બધો દોષ કર્મને માથે નાખી દઈ આત્મવિશુદ્ધિ માટે પુરુષાર્થ ન કરનારા આવા અજ્ઞાનીઓ ભયંકર સંસારમાં ભમ્યા કરે છે. [૬૯] ઉપાધિમેણં મેટું વેજ્યજ્ઞ: ટિ યથા! तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥१७॥ અનુવાદ : જેમ અજ્ઞાની માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિશે જાણે છે, તેમ કર્મકૃત ભેદને આત્માને વિશે માને છે. વિશેષાર્થ : સંસારમાં જીવોનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. દેવગતિ અને નરકગતિના જીવો નજરે જોવા મળતા નથી, પણ જે નજરે જોવા મળે છે તે તિર્યંચગતિના જીવોમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોમાં ફળ, ફૂલ, માખી, મચ્છર, કૂતરાં, બિલાડાં, વાઘસિંહ, હાથીઘોડાં વગેરે કેટકેટલા ભેદો ૪૦૦ 2010_05 Page #446 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર છે અને વળી મનુષ્યોમાં કાળા-ગોરા, ઊંચા-નીચા, બાળક-વૃદ્ધ, ડાહ્યા-ગાંડા વગેરે પણ કેટલા બધા ભેદો છે. પરંતુ આ બધા ભેદો ફક્ત બાહ્ય દૃષ્ટિએ દેખાય છે. વસ્તુતઃ એ ભેદો કર્મને કારણે જ છે. પરંતુ એ બધા જીવોમાં રહેલો વિશુદ્ધ આત્મા તો એકસરખો જ છે. આ કર્મકૃત ભેદને અજ્ઞાની લોકો આત્માના ભેદ તરીકે જુએ છે, પણ હકીકતમાં તેમ નથી. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સ્ફટિકનો સ્વચ્છ પારદર્શક પથ્થર હોય, પરંતુ તેની પાસે લાલ, લીલા, પીળા રંગનાં ફૂલો અથવા એવા અન્ય કોઈ રંગીન પદાર્થ મૂકવામાં આવ્યા હોય તો રંગ પ્રમાણે જ અજ્ઞાની માણસ સ્ફટિકને રંગીન માની લે. પરંતુ પાસેનો રંગીન પદાર્થ ખસેડીને સ્ફટિક હાથમાં આપવામાં આવે તો એને ખાતરી થાય કે સ્ફટિક રંગીન નથી, પણ નિર્મળ છે. તેવી રીતે જેઓની પાસે વિશુદ્ધ આત્માને જોવાની તત્ત્વદષ્ટિ ન હોય તેઓને તો સંસારના જીવો જુદા જુદા ભાસવાના. વસ્તુતઃ એ અજ્ઞાન છે. [૬૫] ૩પfધર્મનો નાતિ વ્યવહારર્વશર્મUT: ___इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥१८॥ અનુવાદ : “ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલો વ્યવહાર કર્મરહિત(આત્મા)ને હોતો નથી' એ આગમવચનનો લોપ આત્માની વિરૂપતામાં માનનારા કરે છે. વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનય અનુસાર અહીં કહેવામાં આવ્યું છે કે આત્મા અકર્મરૂપ છે. એટલે ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થતો વ્યવહાર આત્માને હોતો નથી. જ્ઞાનાવરણીયાદિ કર્મને લીધે ઉદ્ભવતો વ્યવહાર અથવા દેવ, મનુષ્ય, નારકી ઇત્યાદિનો વ્યવહાર અથવા બાહ્ય લક્ષણથી કરાતો વ્યવહાર જેમ કે આ તપસ્વી છે, આ મૂર્ખ છે, આ ચોર છે ઇત્યાદિ પ્રકારનો વ્યવહાર પણ આત્માને નથી, કારણ કે આત્મા કર્મનો કર્તા નથી અને ભોક્તા નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તે માત્ર જ્ઞાતાદ્રષ્ટા છે. પુદ્ગલોમાં તે કોઈ ક્રિયા કરનાર નથી. કર્મપુદ્ગલોથી તે ભિન્ન છે. જેઓ આત્મા માટે માત્ર ઉપાધિરૂપ કર્મની દષ્ટિએ બોલે છે અર્થાત્ આત્મામાં કેવળ કર્યજનિત વ્યવહારની જ વાત કર્યા કરે છે અને એના શુદ્ધ સ્વરૂપને જોતા નથી તેઓ વિપરીતપણે બોલે છે. એથી આગમના વચનનો લોપ થાય છે, એમ શુદ્ધ નિશ્ચયનય કહે છે. [૬૬] ક્ષેત્રસ્થિતોડબેતિ નાભી મૈTUન્દ્રિયમ્ तथाभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥१९॥ અનુવાદ : એક ક્ષેત્રમાં રહ્યા છતાં આત્મા ધર્માસ્તિકાયની જેમ શુદ્ધ રહેવાના તેના તથાભવ્યત્વ સ્વભાવને કારણે કર્મગુણો સાથે સંબંધવાળો થતો નથી. વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં વિચારણા કરવામાં આવી છે. આત્મા અને કર્મના પરમાણુઓ એક જ આકાશ પ્રદેશમાં રહેલા છે. કોઈપણ એક જીવનો વિચાર કરીએ તો એનો દેહ અને એનો આત્મા એક ક્ષેત્રાવગાહે રહ્યા હોવા છતાં જડ પુગલ પરમાણુઓનો બનેલો દેહ આત્મસ્વરૂપ ૪૦૧ 2010_05 Page #447 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર બની નથી જતો તથા આત્મા જડસ્વરૂપ બની જતો નથી. એવી જ રીતે સમસ્ત સંસારમાં, ચૌદ રાજલોકમાં અનંતાઅનંત જીવો છે અને એટલા જ કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ છે. બંને એક જ ક્ષેત્રમાં, એક જ આકાશ પ્રદેશમાં અડોઅડ રહેલા છે, છતાં આત્મા કર્મના ગુણવાળો બનતો નથી, એટલે કે કર્મનાં રૂપ, રસ વગેરે ધારણ કરતો નથી. આત્મા ઉપર કર્મની કોઈ અસર થતી નથી. અહીં ધર્માસ્તિકાયની સાથે સરખામણી કરવામાં આવી છે. છ દ્રવ્યોમાં ગતિસહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય ચૌદ રાજલોકમાં વ્યાપેલું છે. તે સૂક્ષ્મ છે, અરૂપી છે. તે નજરે જોઈ શકાય એવું નથી. તેવી જ રીતે આ ચૌદ રાજલોકમાં કાર્મણ વર્ગણારૂપી પગલાસ્તિકાય દ્રવ્ય . વ્યાપેલું છે. પરંતુ તેની અસર ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપર થતી નથી. પુદગલાસ્તિકાયની અડોઅડ રહેવા છતાં ધર્માસ્તિકાય દ્રવ્ય અશ કે મલિન થતું નથી. એવી જ રીતે ચૌદ રાજલોકમાં જીવાસ્તિકાય અને ધર્માસ્તિકાય એ બે દ્રવ્યો એક ક્ષેત્રે અડોઅડ રહેવા છતાં ધર્માસ્તિકાય જે અચેતન છે તે ચેતન બની જતું નથી અને જીવાસ્તિકાય જડ બની જતું નથી. દરેક દ્રવ્ય પોતાનો શુદ્ધ સ્વભાવ છોડતું નથી. એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કોઈ અસર પડતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. [૬૯૭] યથા તૈમિરિશ્ચમવેદં ચ દ્વિધા अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा ॥२०॥ અનુવાદ : જેમ નેત્રરોગવાળો (નૈમિરિક) એક જ ચન્દ્રને બે પ્રકારે (તરીકે) જાણે છે, તેમ અનિશ્ચયે કરેલા ઉન્માદવાળો એક જ આત્માને અનેક પ્રકારનો માને છે. ' વિશેષાર્થ : કર્મકૃત અવસ્થા ભેદે, જુદા જુદા આત્માને માનવાવાળાને અહીં નેત્રરોગી સાથે સરખાવવામાં આવ્યો છે. તિમિર એટલે અંધારું. તૈમિરિક એટલે કે જે માણસને આંખનો રોગ થયો હોય, આંખે ઝાંખું દેખાતું હોય છે. તેવા માણસને આકાશમાં એક જ ચન્દ્ર હોવા છતાં બે ચન્દ્ર દેખાય છે. (સારું દેખતો માણસ પણ આંખને અમુક રીતે દબાવી વિકૃત કરે તો તેને પણ બે ચન્દ્ર દેખાય છે.) એવા ભ્રમનું કારણ એનો રોગ છે, વિકૃતિ છે. તેવી રીતે વ્યવહારમાં પણ જેઓ અનિશ્ચય છે એટલે કે નિશ્ચયના અજ્ઞાનવાળા છે તેઓ એથી ઉત્પન્ન થયેલા ઉન્માદને કારણે એક જ આત્મા હોવા છતાં તેને અનેક પ્રકારનો માને છે. [૬૯૮] યથાનુભૂયતે હૈ સ્વરૂપસ્તિત્વમથાત્ | सादृश्यास्तित्वमप्येकमविरुद्धं तथात्मनाम् ॥२१॥ અનુવાદ : આત્માના સ્વરૂપનું અસ્તિત્વ જેમ અન્વયથી એક જ અનુભવાય છે, તેમ | સાદેશ્યથી પણ આત્માનું અસ્તિત્વ એક અને અવિરુદ્ધ છે. વિશેષાર્થ : આત્માના અસ્તિત્વનો અનુભવ આપણને કઈ રીતે થાય છે ? બે રીતે, સ્વરૂપથી અને સાદેશ્યથી. આત્માનું અસ્તિત્વ સ્વરૂપથી એક જ અનુભવાય છે, તેમ આત્માનું અસ્તિત્વ સાદૃશ્ય અર્થાત્ સરખાપણાથી પણ એક જ અનુભવાય છે. આત્માના અસ્તિત્વનો વિચાર પહેલાં એના સ્વરૂપથી કરીએ. એક જ જીવ જુદી જુદી ગતિમાં જન્મ ૪૦૨ Jain Education Interational 2010_05 Page #448 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર લે છે છતાં તે એક જ છે. તેવી રીતે એક જ દેહમાં જુદી જુદી અવસ્થા ધારણ કરે છે છતાં પણ આત્મા એક જ છે, બદલાતો નથી. એક જ જીવ મનુષ્યપણામાં ક્યારેક રાજા બને, ક્યારેક ભિખારી બને. એનો એ જ જીવ દેવગતિમાં એક વખત વ્યંતર દેવ બને. અને ફરી કોઈ વખત વૈમાનિક દેવ બને. એ જ જીવ નરક ગતિમાં જાય અને તિર્યંચ ગતિમાં પણ જાય. એ જીવ જુદી જુદી ગતિમાં જતો હોવા છતાં એનો આત્મા સ્વરૂપથી એનો એ જ છે. એવી જ રીતે મનુષ્ય ગતિમાં એ જીવ બાળક તરીકે જન્મે છે, પછી યૌવનમાં આવે છે અને ત્યાર પછી વૃદ્ધાવસ્થામાં આવે છે, તો પણ સ્વરૂપથી એ આત્મા એનો એ જ છે. આમ જીવ સંસારના પરિભ્રમણમાં વિવિધ પ્રકારના દેહ ધારણ કરતો હોવા છતાં અને એના દેહમાં ફેરફારો થતા હોવા છતાં સ્વરૂપથી આત્માનું અસ્તિત્વ એક જ છે. હવે સાદયથી એટલે સરખાપણાથી આત્માના અસ્તિત્વનો વિચાર કરીએ. ઉદાહરણ તરીકે પિતાના દેહમાં રહેલો આત્મા અને પુત્રના દેહમાં રહેલો આત્મા બંને આત્મદ્રવ્યની દષ્ટિએ એકસરખા જ છે. બંનેના બાહ્ય આકાર, બાહ્ય જીવન જુદાં જુદાં હોવા છતાં બંનેના આત્મા એક જ સરખા છે. તેવી રીતે એક જીવ મનુષ્ય હોય, એક નરકગતિનો, દેવગતિનો કે તિર્યંચગતિનો હોય, સંસારના બધા જીવોમાં રહેલો આત્મા એકસરખો જ છે. એમાં સાદૃશ્ય રહેલું છે. આત્મદ્રવ્યની દૃષ્ટિએ કીડી અને કુંજરમાં રહેલા આત્મામાં કશું જ ન્યૂનાધિક નથી. આ વાત યથાર્થ અને અવિરુદ્ધ છે અર્થાતુ બધા આત્માઓ પણ એક જ છે. આ વાતનું કોઈપણ રીતે ખંડન થઈ શકે એમ નથી. [૬૯] સદાપિશુનાત્ સંશોથ વ્યવહારતઃ | दर्शयत्येकतारत्नं सतां शुद्धनयः सुहृत् ॥२२॥ અનુવાદ : સતુ-અસતુ રૂપી વાદને જણાવતા ચાડિયા(પિશુન)રૂપી વ્યવહારનયથી રક્ષણ કરીને શુદ્ધ નયરૂપી મિત્ર સત્પરષોને એકતારૂપી રત્ન બતાવે છે. વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનય અને વ્યવહારનય વચ્ચેનો ફરક અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. એ તો સ્પષ્ટ છે કે જીવે છેવટે વ્યવહારનય છોડીને શુદ્ધ નિશ્ચયનયનો જ આશ્રય લેવો પડશે. શુદ્ધ નિશ્ચયનય માટે અહીં મિત્રનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે અને વ્યવહારનય માટે અમુક અપેક્ષાએ પિશુન અથવા દુષ્ટ ચાડિયાનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. મિત્ર હમેશાં સાચી સલાહ આપે અને ચાડિયો ઘડીકમાં એક પ્રકારનું બોલે અને ઘડીકમાં બીજા પ્રકારનું. તે મોઢે વખાણ કરે અને પાછળથી નિંદા કરે. શુદ્ધ નિશ્ચયનય આત્માના, કર્મકૃત ભેદરહિત, વિશુદ્ધ સ્વરૂપનું દર્શન કરાવે છે. વ્યવહારનય સંસારમાં જોવા મળતા કર્મકૃત ભેદોનું દર્શન કરાવે છે. તે નિત્ય અને અનિત્યની, એક અને અનેકની, સૂક્ષ્મ અને બાદરની, કથંચિત્ સત્ અને કથંચિત્ અસતની વાતો કરે છે. શુદ્ધ નિશ્ચયનય આવા ભેદભેદમાં, સદ્અસના કથનમાં પડતો નથી. તે સર્વ જીવોની એકતા બતાવે છે. વ્યવહારનય પ્રમાણે જીવને રાગદ્વેષની પરિણતિ થાય છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે જીવને રાગદ્વેષની પરિણતિ થતી નથી. નિશ્ચયનય સર્વ આત્માઓની એકતારૂપી મૂલ્યવાન રત્ન સત્પુરુષોને આપે છે. તેથી તે સાચો મિત્ર છે. ૪૦૩ Jain Education Intemational 2010_05 Page #449 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર । [७००] नृनरकादिपर्यायैरप्युत्पन्नविनश्वरै: भिन्नैर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥२३॥ અનુવાદ : ઉત્પન્ન થતા અને નાશ પામતા મનુષ્ય, નારકી વગેરે ભિન્ન ભિન્ન પર્યાયો વડે પણ સદા અન્વયવાળું આત્મદ્રવ્ય એકત્વને છોડતું નથી. વિશેષાર્થ : અગાઉ સ્વરૂપ અને સાદૃશ્યની દૃષ્ટિએ આત્મદ્રવ્યની એકતા દર્શાવવામાં આવી છે. એ વિશે અહીં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જીવોએ ધારણ કરેલા દેહરૂપી પર્યાયોનો વિચાર કરવામાં આવે તો પહેલું તો એ જણાશે કે આ પર્યાયો ઉત્પત્તિ અને વિનાશના ધર્મવાળા અર્થાત્ લક્ષણવાળા છે. વ્યવહારમાં આપણે સાંભળીએ છીએ કે જે જાયું તે જાય' (જે જન્મ પામ્યું તે નાશ પામે છે) અથવા ‘કોઈ અમર પટો લખાવીને આવ્યું નથી.' આમ, એક જન્મની દૃષ્ટિએ જોઈએ તો પ્રત્યેક જીવના શરીરનો મોડો કે વહેલો અંત અવશ્ય આવે જ છે, પરંતુ મનુષ્યાદિ જીવોની ઉત્પત્તિથી વિનાશ સુધીની ક્રિયા દરમિયાન આત્મદ્રવ્ય સર્વ અવસ્થામાં એનું એ જ રહે છે. ત્યારપછી જન્મજન્માન્તરની દૃષ્ટિએ વિચારવામાં આવે તો શૃ (એટલે મનુષ્ય), નારકી ઇત્યાદિ ભવો એક જ જીવના થાય અને એ ભિન્નભિન્ન પર્યાયો હોવા છતાં તેમાં રહેલો આત્મા ભિન્ન નથી હોતો. એટલે કે જ્ઞાનાદિગુણયુક્ત આત્મા પોતાનું એકત્વ છોડતો નથી. તે સદાન્વયી એટલે કે કાયમ જ્ઞાનાદિ ગુણો સાથે જોડાયેલો હોય છે. [७०१] यथैकं हेम केयूरकुंडलादिषु वर्तते । नृनारका दिभावेषु तथात्मैको निरंजनः ॥२४॥ અનુવાદ : જેમ એક જ સુવર્ણ કેયૂર, કુંડલ વગેરેમાં હોય છે તેમ એક જ નિરંજન આત્મા મનુષ્ય, નારકી વગેરેના ભાવોમાં હોય છે. વિશેષાર્થ : સંસારમાં મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એ ચારે ગતિના મળીને અનંતાનંત જીવો છે. પ્રતિસમય જન્મ-મરણનું ચક્ર ચાલ્યા કરે છે. કેટલાયે જીવો મૃત્યુ પામે છે અને કેટલાયે નવા જન્મે છે. પરંતુ એ બધામાં રહેલો વિશુદ્ધ આત્મા તો જ્ઞાનગુણથી, આત્મપ્રદેશોથી એકસ૨ખો જ છે. એક આત્મા અને બીજા આત્મા વચ્ચે વિશુદ્ધ આત્મદ્રવ્યથી દૃષ્ટિએ કશો ફરક નથી. તે આત્માએ ધારણ કરેલા દેહ ભિન્નભિન્ન છે, પરંતુ આ દેખાય છે તે ભિન્નતા બાહ્ય છે, ભ્રામક છે અને ક્ષણિક છે. અહીં સુવર્ણના અલંકારોનું ઉદાહરણ આપવામાં આવે છે. એક જ સોનામાંથી કેયૂર એટલે હાથે પહેરવાનું ઘરેણું બનાવવામાં આવે છે અને કુંડલ એટલે કાને ૫હે૨વાનું ઘરેણું બનાવવામાં આવે છે. એવી રીતે સોનાની બંગડીઓ ભંગાવીને હાર બનાવવામાં આવે છે, હાર ભંગાવીને પોંચી બનાવવામાં આવે છે. એક જ સોનામાંથી વારાફરતી નાનાંમોટાં ઘરેણાં થાય છે. પરંતુ તે બધામાં સોનું તો એનું એ જ રહે છે. ‘ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ એની જેમ જ જીવોમાં રહેલા નિરંજન આત્મા વિશે કહેવાય. અરે, મૃત્યુની કે બીજા જન્મની વાત પછી લઈએ, પરંતુ એક જ જન્મમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા ઇત્યાદિ કેટલી બધી અવસ્થાઓ જોવા મળે છે ! પરંતુ એમાં રહેલો વિશુદ્ધ આત્મા નથી મોટો થતો કે નથી નાનો રહેતો. આત્મદ્રવ્ય સર્વત્ર, સર્વકાળે એકસરખું જ છે અને એ પ્રમાણે જ રહે છે. 2010_05 ૪૦૪ For Private Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૭૦૨] વર્માતે દિ પર્યાય નાત્મનઃ શુદ્ધાક્ષિUT: कर्म क्रियास्वभावं यदात्मा तु ज्ञस्वभाववान् ॥२५॥ અનુવાદ ઃ તે પર્યાયો કર્મના જ છે, શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી, કારણ કે કર્મ ક્રિયાના સ્વભાવવાળું છે, ત્યારે આત્મા તો જ્ઞ(જ્ઞાતા) સ્વભાવવાળો છે. વિશેષાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કર્મનો કર્તા નથી એ વાત અહીં ફરીથી સ્પષ્ટ કરવામાં આવી છે. મનુષ્ય, તિર્યંચ, દેવ કે નારકી એ બધા જીવના જે પર્યાયો જોવા મળે છે તે વસ્તુતઃ કર્મના છે. કર્મ શરીરરૂપ છે અને આ બધા પર્યાયો પણ શરીરરૂપ છે. કર્મ ક્રિયા કરવાના સ્વભાવવાળું છે. કર્મનો ઉદય થાય છે ત્યારે જીવના કાર્મણ શરીરમાં તે પ્રમાણે ક્રિયા થાય છે. બીજી બાજુ આત્મા વિશુદ્ધ છે એટલે કે કાશ્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓથી અલિપ્ત છે, મુક્ત છે. વળી આત્મા સાક્ષીરૂપ છે. એના જ્ઞાનના ઉપયોગમાં પર્યાયરૂપ શેય પ્રતિબિંબિત થાય છે. વસ્તુતઃ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આત્મા કશું ઉત્પન્ન કરતો નથી; વળી તે પોતે પણ ઉત્પન્ન થતો નથી. તે જ્ઞાન(જ્ઞ) સ્વભાવવાળો છે. [૭૦૩] નાહૂનાં વર્ષો વાડ મવ: સ્વભાવના: ___ एकैक विरहेऽभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥२६॥ અનુવાદ : આ ભવસંસાર (ભવસર્ગ) કર્મના અણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલો નથી. એક એકના વિરહથી તેનો (સંસારનો) અભાવ છે તથા અન્ય કોઈ તત્ત્વથી તેનું અસ્તિત્વ (સ્થિતિ) નથી. વિશેષાર્થ સર્ગ એટલે રચના, સર્જન. ભવસર્ગ એટલે જન્મ, ગતિ, મરણ વગેરેની ઘટમાળરૂપી સંસારની રચના. સંસારની આ રચના કેવી રીતે ઉત્પન્ન થાય છે ? વ્યવહારનય કહેશે કે કર્મને કારણે સંસારની આ ઘટમાળ ચાલ્યા કરે છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે એમ નથી. ફક્ત કર્મના પરમાણુઓના ક્રિયારૂપી સ્વભાવથી સંસાર ઉદ્ભવતો નથી. તેમ બીજી બાજુ ફક્ત જીવના-આત્માના સ્વભાવથી પણ સંસાર ઉદ્ભવતો નથી. મતલબ કે બેમાંથી કોઈ પણ એકનો વિરહ અર્થાત્ અભાવ હોય તો સંસારનો પણ અભાવ છે એટલે કે સંસાર ઉદ્ભવતો નથી. સંસાર-પર્યાય ફક્ત કર્મનો નથી તેમ આત્માનો પણ નથી. આત્મા ન હોય અને માત્ર કાર્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ હોય તો તે જન્મ-જરારૂપી સંસાર ઉત્પન્ન કરી શકે નહિ. તેવી રીતે સિદ્ધગતિમાં ફક્ત વિશુદ્ધ આત્મદ્રવ્ય છે, પણ કર્મના પરમાણુઓ ત્યાં આત્માને વળગેલા નથી. એટલે ત્યાં પણ સંસારની રચના સંભવી શકતી નથી. અહીં વ્યવહારનય કહેશે કે આત્મા અને કર્મના સંયોગથી સંસારનો ઉદ્ભવ થાય છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે આ તત્ત્વાન્તરથી પણ ભવસંસારની ઉત્પત્તિ થતી નથી, કારણ કે આત્મદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય પૃથફ છે, ભિન્ન છે. બંને પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. તે એકબીજાના સ્વભાવને ગ્રહણ કરતા નથી. એટલે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ જે ભવસર્ગ દેખાય છે તે ભ્રમાત્મક જ છે. આ સમજાવવા માટે હવે ભીંત અને એની ઉજ્જવળતાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ૪૦૫ Jain Education Intemational 2010_05 Page #451 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૭૦૪] શ્રેતદ્રવ્યક્ત ચૈત્યે મિત્તિક કથા : . __ भात्यनंतर्भवच्छून्यं प्रपंचोऽपि तथेक्ष्यताम् ॥२७॥ અનુવાદ : જેમ ભીંત પર શ્વેત દ્રવ્યથી કરેલી ઉજવળતા (ચૈત્ય) તે બંનેમાં (ભીંત અને દ્રવ્યમાં) અંતર્ભાવ પામ્યા વગર અને શૂન્ય બન્યા વિના પ્રકાશે છે, તેમ પ્રપંચ(સંસાર)ને પણ જોવો. વિશેષાર્થ ? આત્મા અને કર્મનો સંયોગ કેવા પ્રકારનો છે તે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ સમજાવવા માટે અહીં ભીંત અને ચૂનાનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ભીંતને ચૂના વડે ધોળવામાં આવે છે ત્યારે જે શ્વેતતા એટલે કે ઉજ્જવળતા દેખાય છે તે પરસ્પર અંતર્ભાવ પામ્યા વિના શોભે છે. ભીંત ચૂનામાં પેસતી નથી અને ચૂનો ભીંતમાં પેસતો નથી. બંને અડોઅડ હોવા છતાં અથવા એકબીજામાં ભળી ગયેલાં દેખાવા છતાં, પોતપોતાના સ્વરૂપમાં છે. તેવી રીતે આત્મા અને કર્મનો સંયોગ થવા છતાં, તેઓ બંને પરસ્પર એકરૂપ થતાં નથી. એટલે કે જડ કર્મનો અંતર્ભાવ ચેતન આત્મામાં થતો નથી અને ચેતન આત્માનો અંતર્ભાવ જડ કર્મમાં થતો નથી. તેઓ બંને ભળેલાં છે એમ જે દેખાય છે તે ભ્રમ છે. પ્રપંચ એટલે કે સંસારને પણ એ રીતે જોવો જોઈએ. જો તેઓ બંને એકરૂપ બની જતાં હોય તો મૃત શરીરમાં ભાવ કે લાગણી કેમ જોવા મળતી નથી ? અને સિદ્ધગતિના જીવોમાં કેમ કોઈ ચેષ્ટા હોતી નથી ? તો પછી સંસાર કેવી રીતે ઉત્પન્ન થાય છે ? અલબત્ત સંસાર આત્મા અને કર્મના સંયોગથી ઉત્પન્ન થાય છે. પરંતુ એ માત્ર સંયોગ જ છે. આત્મા ન હોય તો ફક્ત કર્મમાં સંસાર ઉત્પન્ન કરવાની શક્તિ નથી અને કર્મ ન હોય તો આત્મા સંસાર ઉત્પન્ન કરતો નથી. વસ્તુતઃ આત્મા અને કર્મનો સંયોગ થવા છતાં તેઓ એકબીજામાં અંતર્ભાવ પામતાં નથી એટલે કે એકરૂપ થઈ જતાં નથી. એક ચેતન છે અને બીજું જડ છે. બંનેના સ્વભાવ ભિન્નભિન્ન છે. [૭૦૫] યથા સ્વMાવવુડશેં વિવુદ્ધન ન શ્યા व्यवहारमतः सर्गो ज्ञानिनां न तथेक्ष्यते ॥२८॥ અનુવાદ : જેમ સ્વમમાં જાણેલો પદાર્થ જાગ્યા પછી દેખાતો નથી, તેમ વ્યવહાર માનેલો સંસાર (સર્ગ) જ્ઞાનીઓને દેખાતો નથી. વિશેષાર્થ : માણસ જ્યારે સ્વપ્રાવસ્થામાં હોય છે ત્યારે એને એમાં જે દશ્યો દેખાય છે તે તેટલો વખત અત્યંત વાસ્તવિક રીતે, સત્ય તરીકે અનુભવાય છે. સ્વપ્રમાં ક્યારેય માણસને એમ થતું નથી કે આ તો સ્વપ્ર છે, અવાસ્તવિક છે, ખોટું છે અને ભ્રમરૂપ છે. સ્વપ્રમાં જે કંઈ એ જુએ છે, નગર, નદી, મંદિર, મહેલ, સ્વજનો ઇત્યાદિ તે બધું જ સાચું છે એમ એટલો સમય એને લાગે છે. ક્યારેક ભયાનક સ્વપ્ર હોય તો માણસ સાચી ચીસ પાડે છે. પરંતુ જાગૃત થતાં જ માણસને સમજાઈ જાય છે કે આ તો સ્વપ્ર હતું, ખોટું હતું. આવી જ રીતે જ્ઞાની મહાત્માઓ સંસારને જુએ છે. તેઓ તો આત્માને વિશુદ્ધ માને છે. તેઓ ४०६ ucation International 2010_05 Jain Education Interational 2010_05 For Private Use Online Page #452 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર આત્માને કર્મનો કર્તા કે કર્મનો ભોક્તા માનતા નથી. વિશુદ્ધ આત્મા કર્મમુક્ત છે. એટલે આત્મા જો. કર્મમુક્ત હોય તો સર્ગ અર્થાત્ સંસારની ઉત્પત્તિ કેવી રીતે થાય ? ભવનો પ્રપંચ અથવા વિસ્તાર કેવી રીતે બની શકે ? એટલે એમને મન સંસાર સ્વપ્ર જેવો છે. આ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ છે. વ્યવહારનય આત્માને કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા માને છે. એને લીધે જ સંસારની લીલા ચાલ્યા કરે છે. વ્યવહારદષ્ટિએ સંસાર વાસ્તવિક છે. એ સંસારમાંથી છૂટવાનું છે અને છૂટવા માટેના આત્મજ્ઞાનસહિત તપસંયમાદિના જે ઉપાયો જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે તે પ્રમાણે પુરુષાર્થ કરવાનો છે. વ્યવહારનય ભવનો ભય બતાવી તેનો અંત લાવવાનું કહે છે. નિશ્ચયનય કહે છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી જતાં સંસાર જેવું કંઈ છે જ નહિ. વસ્તુતઃ બંને નયના સમન્વય માટે સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવાની પાત્રતા આવશ્યક છે. [૭૦૬] મધ્યાહૈ મૃતૃMTયાં પય પૂરો યથેશ્યતે | तथा संयोगजः सर्गो विवेकाख्यातिविप्लवे ॥२९॥ અનુવાદ: જેમ મધ્યાહુને મૃગતૃષ્ણા(મૃગજળ)માં પાણીનું પૂર દેખાય છે, તેમ વિવેકના અજ્ઞાન(અખ્યાતિ)ના વિપ્લવ(ઉત્પાત)ને લીધે સંસાર (સર્ગ) સંયોગથી ઉત્પન્ન થયેલો દેખાય છે. વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી સંસારનું સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. એ માટે મૃગજળનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ગ્રીષ્મ ઋતુમાં બપોરે સૂર્યનાં અત્યંત ઉષ્ણ કિરણોથી દૂર વેરાનમાં તપેલી માટી અથવા રેતીમાં જે પ્રકાશ પથરાય છે અને પ્રતિબિંબિત થાય છે તેથી માણસને એવી ભ્રાન્તિ થાય છે કે ત્યાં પાણી છે. તરસ્યું મૃગ તે જળ જોઈને પીવા દોડે છે, પણ જેમ દોડે છે તેમ પાણી આવું અને આવું જાય છે, કારણ કે તે વાસ્તવિક જળ નથી. જળ તરીકે દેખાવા માટે અમુક અંતર જોઈએ. એટલે મૃગ થાકીને તરફડે છે, પણ તૃષા છીપતી નથી, કારણ કે એ સાચું પાણી નથી. એ માત્ર ભ્રમ છે. માટે આવા દશ્યને મૃગજળ કહેવામાં આવે છે. બપોરના તડકામાં ડામરની સીધી સડક પર પણ દૂર આવાં મૃગજળ દેખાય છે. સમજુ બુદ્ધિશાળી માણસને તરત ખાતરી થાય છે કે આ ભ્રમ છે. આ સંસાર આવા મૃગજળ જેવો છે. વિવેકના અજ્ઞાનને લીધે, સંસાર જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો ભાસે છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો જીવ કશું કરતો નથી એટલે સંસાર ઉદ્ભવતો નથી. જે દેખાય છે તે મૃગજળની જેમ ભ્રમ માત્ર છે. [૭૦૭ થર્વનરાજીનામંબરે ડેમ્બરો યથા | तथा संयोगजः सर्वो विलासो वितथाकृतिः ॥३०॥ અનુવાદ : જેમ આકાશમાં ગંધર્વનગરી વગેરેનો આડંબર દેખાય છે તેમ સંયોગથી ઉત્પન્ન થયેલો સર્વ વિલાસ ખોટી આકૃતિવાળો છે. ' વિશેષાર્થ : સંસાર માટે મૃગજળની ઉપમા આપ્યા પછી હવે આ શ્લોકમાં ગ્રંથકર્તા મહર્ષિ તેને માટે આકાશમાં વાદળાંઓના આકારથી ભાસતી ગંધર્વનગરીની ઉપમા આપે છે. ૪૦૭ Jain Education Intemational 2010_05 Page #453 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આકાશમાં નાનાંમોટાં કાળાધોળાં વાદળાંઓની અવરજવર વારંવાર દેખાય છે. એ વાદળાં-વાદળીઓમાં વિવિધ આકારો જોવા મળે છે. ક્યારેક સંધ્યાટાળે સૂર્યનાં કિરણોના સંયોગથી રંગરંગની વાદળીઓમાં, જાણે તે ગંધર્વનગરી હોય એવી આકૃતિનો ભાસ થાય છે, પરંતુ એ માત્ર આભાસ છે. એ આકૃતિ તે ગંધર્વનગરી નથી, પણ માત્ર વાદળીઓ છે. ભ્રમને લીધે એવો આભાસ જણાય છે. થોડીવારમાં જ એ વાદળીઓ ખસી જતાં એ બધા આકારો મિથ્યા હતા એવી પ્રતીતિ થાય છે. એવી જ રીતે જીવ અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલો સંસારરૂપી સમગ્ર વિલાસ પણ સત્ય નથી, મિથ્યા છે, ભ્રમરૂપ છે. [૭૦૮] તિ શબ્દનાયત્તમેળવં પ્રતિમત્મિન ! अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥३१॥ અનુવાદ : આમ આત્માને વિશે શુદ્ધ નયનિશ્ચયનય)ને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે, કારણ કે આ પૂર્ણવાદી(નિશ્ચયનય)ને અંશાદિકની કલ્પના પણ ઈષ્ટ નથી. વિશેષાર્થ : આત્મદ્રવ્ય વિશે ભેદ અને અભેદની વિચારણા અહીં કરવામાં આવી છે. સંસારમાં જીવોનું કેટલું બધું વૈવિધ્ય છે ! પણ એ વૈવિધ્ય બાહ્ય છે. આ બધા ભેદો કર્મકૃત છે. પરંતુ બધા જીવોમાં જે આત્મતત્ત્વ છે તે સમાન છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્માને વિશે એકત્વ એટલે કે પ્તિ થાય છે. એટલું જ નહિ એમાં પણ જે પૂર્ણવાદીઓ છે એટલે કે પૂર્ણતાના પક્ષ લેનારાઓ છે તેઓ તો અંશાદિની કલ્પનાને, પ્રદેશ વગેરેના વિભાગની કલ્પનાને પણ ઇષ્ટ ગણતા નથી. જગતના સર્વ જીવોમાં પરસામાન્યથી ચૈતન્યનું એત્વ છે. જુદા જુદા જીવોની કે આત્માના પ્રદેશોની દષ્ટિએ આંશિક વિભાજનની કલ્પના પૂર્ણવાદીઓને આવશ્યક જણાતી નથી. તેઓ સંગ્રહનયની દૃષ્ટિએ કહે છે કે સંસારમાં એક જ આત્મદ્રવ્ય છે. [૭૦] [ ૩માત્મિતિ સૂત્રથાણયમેવાશયો મતઃ | प्रत्यग्ज्योतिषमात्मानमाहुः शुद्धनयाः खलु ॥३२॥ અનુવાદ : “આત્મા એક છે.”– આ સૂત્રનો પણ આવો જ આશય માનેલો છે, કારણ કે શુદ્ધ નયોએ આત્માને શુદ્ધ જ્યોતિવાળો કહ્યો છે. વિશેષાર્થ : આગળના શ્લોકના કથન માટે અહીં આગમસૂત્રનો આધાર આપવામાં આવ્યો છે. અહીં સૂત્ર એટલે સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર. આ આગમસૂત્રના પહેલા જ અધ્યયન (સ્થાન)માં આરંભમાં જ સૂત્ર આપ્યું છે : ને કાયા | એટલે કે આત્મા એક છે. આત્મા અનંત હોવા છતાં ચૌદ રાજલોકમાં એક આત્મા’ છે એમ આગમસૂત્રમાં કહેવામાં આવ્યું છે તો તેની પાછળ કંઈક આશય હોવો જોઈએ. આશય એ છે કે સર્વ જીવોમાં સ્વરૂપની દૃષ્ટિએ એક જ શુદ્ધ આત્મા બિરાજે છે. તે આત્મા શુદ્ધ પ્રકૃષ્ટ જયોતિરૂપ છે. એટલે સંગ્રહનયની દૃષ્ટિએ સંસારમાં એક જ આત્મા છે એમ કહેવામાં આવે છે. અહીં ‘નય’ શબ્દ બહુ વચનમાં પ્રયોજયો છે. એટલે જેટલા શુદ્ધ નયો છે તે બધા જ નવો આત્મા એક જ છે એમ માને છે. ૪૦૮ 2010_05 Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર આ નયો પ્રમાણે આત્માને સ્વગુણો સાથે એકત્વ છે અને સર્વ આત્માઓ સાથે પણ એકત્વ છે. પરસામાન્યની દૃષ્ટિએ સર્વ આત્માઓમાં એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન પ્રકાશમય, જ્યોતિસ્વરૂપ છે. શુદ્ધ આત્મસ્વરૂપને જોનાર સર્વ શુદ્ધ નયોની અપેક્ષાએ સંસારમાં આત્મા એક છે એમ કહેવામાં આવ્યું છે. એવા એકત્વરૂપ આત્માનું અનુભૂતિપૂર્વક દર્શન કરવું એ ઘણું દુષ્કર છે. એટલે જ ગ્રંથકારશ્રી હવે પછીના શ્લોકમાં એવું દર્શન કરાવવા માટે પોતાનામાં રહેલા ભગવાન આત્માને પ્રાર્થના કરે છે. [૭૧૦] પ્રપંચસંચયવિનાન્માયારૂપાવિમિ તે । प्रसीद भगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ॥३३॥ અનુવાદ : હે ભગવાન્ આત્મા ! પ્રપંચના સંચયથી ક્લિષ્ટ એવા તમારા માયાના રૂપથી હું ભય પામું છું. માટે મારા પર પ્રસન્ન થાઓ અને શુદ્ધ રૂપને પ્રકાશિત કરો. વિશેષાર્થ : આત્માના કર્મથી ખરડાયેલા સ્વરૂપ અને વિશુદ્ધ સ્વરૂપ વચ્ચે કેટલું બધું અંતર છે ! કર્મના પ્રપંચને લીધે ક્લિષ્ટ બનેલું સ્વરૂપ એટલું બધું માયાવી છે કે લોકો એને જ સાચું માની લે છે. જેમ ખોટી વાતમાં સારા સાચા માણસોને પણ ફસાઈ જવાનું જોખમ રહે છે તેમ સંસારી જીવોની પ્રપંચી લીલાથી જ્ઞાની મહાત્માઓને પણ ભય રહે છે. ડુક્કર કાદવમાં આળોટતું હોય અને ગંદી વસ્તુ ખાતું હોય તો તે જોઈને આપણને ચીતરી ચડે છે, પણ ડુક્કરને એમાં અતિશય આનંદ અનુભવવા મળે છે. આવું જ અવિવેકી મનુષ્યોનું છે. પરંતુ શુભ કર્મને લીધે માણસોને ભૌતિક માયાવી સુખમાં મહાલતા જોઈને જ્ઞાનીને ખેદ થાય છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં, સ્વગતોક્તિરૂપે પોતાના આત્માને પ્રાર્થે છે કે ‘હે ભગવાન આત્મા, મારા પર પ્રસન્ન થાઓ અને મારા શુદ્ધ રૂપને પ્રકાશિત કરો, કારણ કે મને માયાવી પ્રપંચનો ડર લાગે છે.' તેઓ પોતાના આત્માને ‘ભગવાન' કહીને સંબોધે છે. તેઓ પોતાના આત્મામાં જ રહેલા પરમાત્મસ્વરૂપને નિહાળે છે. આત્મા એ જ પરમાત્મા છે. વિકૃતિ અને માયાપ્રપંચની જાળમાં ફસાયેલા આત્માને તેમાંથી મુક્ત કરી એના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનું કર્તવ્ય જીવનું છે. [૭૧૧] વેહેન સમમેત્યું મન્યતે વ્યવહારવિત્ । कथंचिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥३४॥ અનુવાદ : વ્યવહારને જાણનાર દેહની સાથે (આત્માનું) એકત્વ માને છે, કારણ કે (આત્માને) કોઈક પ્રકારે મૂર્તતાની પ્રાપ્તિ થવાથી વેદના વગેરેનો ઉદ્ભવ થાય છે. વિશેષાર્થ : આત્મા મૂર્ત છે કે અમૂર્ત ? રૂપી છે કે અરૂપી ? આ પ્રશ્નનો જવાબ આપતાં વ્યવહારવિદ્ એટલે કે દ્રવ્યાર્થિક નયમાં માનનાર એમ કહે છે કે આત્મામાં કથંચિત્—કંઈક અંશે મૂર્તતા છે, કારણ કે તેનામાં વેદનાનો ઉદ્ભવ થાય છે. દેહ અને આત્મા એક ક્ષેત્રે રહેલા છે. હવે કોઈ માણસ દેહને લાકડીથી પ્રહાર કરે તો ત્યાં વેદના, આઘાત ઉદ્ભવે છે. એ આત્માને થાય છે. મૂર્ત દ્રવ્યકૃત પરિણામ _2010_05 ૪૦૯ Page #455 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર મૂર્ત દ્રવ્યમાં જ થાય. ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને, સિદ્ધગતિના જીવોને કોઈ મૂર્ત દ્રવ્યથી પ્રહાર કરે તો તેમને વેદના થતી નથી, કારણ કે તે અમૂર્ત છે. પરંતુ દેહધારી જીવને પ્રહાર કરે તો દેહમાં પોતાપણાનો ભાવ હોવાથી વેદના થાય છે. એટલે આત્મામાં કંઈક અંશે મૂર્તતા સ્વીકારવી પડશે. આમ વ્યવહારનય કહે છે, કારણ કે તે અમુક અંશે દેહની સાથે આત્માની અભિન્નતામાં માને છે. [૭૧૨] તન્નશ્ચય ન સહતે યમૂર્તો ન મૂર્તિતામ્ अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥३५॥ અનુવાદ : તે વાતને નિશ્ચયનય સહન કરતો નથી (સ્વીકારતો નથી), કારણ કે જેમ અગ્નિ (પાવક) શીતલતા પામતો નથી, તેમ અમૂર્ત (આત્મા) મૂર્તપણાને અંશે પણ અવગાહતો નથી. વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે આત્મા કથંચિત્ મૂર્ત છે અને દેહ સાથેની એની એકતા છે, કારણ કે દેહ ઉપર કંઈ પ્રહાર થાય તો આત્મા તે વેદના અનુભવે છે. પરંતુ નિશ્ચયનય આ વાત સહન કરતો નથી એટલે કે આ વાતને જરા પણ સ્વીકારતો નથી. તે કહે છે કે આત્મામાં અંશે પણ મૂર્તતા નથી. અહીં અગ્નિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અગ્નિ અંશે પણ શીતલતા પામતો નથી. અગ્નિ ઉષ્ણ છે એટલે ઉષ્ણ જ છે. એમાં અંશે પણ શીતલતા સંભવી શકતી નથી. તેવી રીતે અમૂર્ત આત્મા ક્યારેય મૂર્ત, રૂપી, સાકાર એટલે આકારવાળો બની શકતો નથી. [૭૧૩] ૩Jસ્થાનેર્યથા યોદ્ધૃતમુwામિતિ પ્રમ:.. तथा मूर्तीगसंबंधादात्मा मूर्त इति भ्रमः ॥३६॥ અનુવાદ : જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી ઘી ઉષ્ણ છે એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિ અંગના સંબંધથી આત્મા મૂર્તિ છે એવો ભ્રમ થાય છે. વિશેષાર્થ : દેહમાં આત્મા રહેલો છે, પણ તે દેહથી ભિન્ન છે. દેહાકારે સંસારી જીવ રહેલો હોવાથી સામાન્ય માણસોને એવો ભ્રમ થાય છે કે આત્મા મૂર્તિ છે. વસ્તુતઃ આત્મા અમૂર્ત છે, પરંતુ મૂર્ત દેહના સંયોગથી આત્મા મૂર્ત છે એવો આભાસ થાય છે. એટલે વ્યવહારમાં પણ “હું ગોરો છું, હું નીચો છું, હું જાડો છું' ઇત્યાદિ બોલાય છે. વસ્તુતઃ આત્મા અરૂપી છે, અદશ્યમાન છે. અહીં ઉદાહરણ ઘી અને અગ્નિનું આપવામાં આવ્યું છે. અગ્નિનો ગુણધર્મ ઉષ્ણતા છે. ઘીનો ગુણધર્મ શીતળતા છે. પરંતુ ચૂલા ઉપર ઘી મૂકવામાં આવે તો ઘી ગરમ થાય છે. તે વખતે ઘીના શીતલ પરમાણુઓની વચ્ચે અગ્નિના ઉષ્ણ પરમાણુઓ પ્રવેશી જાય છે. એટલે ઘી ગરમ છે એવો ભ્રમ થાય છે. ગરમ ઘી તે ખાનારને તો શરીરમાં ઠંડક જ કરે છે, કારણ કે શીતલતા એનો સ્વભાવ છે. એવી રીતે આત્મા શરીરમાં રહેલો હોવાથી મૂર્ત દેખાય છે, પરંતુ સ્વગુણલક્ષણથી તો તે અમૂર્ત જ છે. [૭૧૪] ન રૂપ ન રસો ગંથો ન ન સ્વ ન રીતિઃ ___ यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥३७॥ અનુવાદ ઃ જે(આત્મા)નો ધર્મ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી તથા શબ્દ પણ નથી, તેનું મૂર્તત્વ ક્યાંથી હોય ? ૪૧૦ Jain Education Intemational 2010_05 Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આત્માની અમૂર્તતા પુદ્ગલથી કેવી રીતે ભિન્ન છે તે અહીં સમજાવ્યું છે. આત્મામાં એટલે કે જીવદ્રવ્યમાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ કે શબ્દ નથી, કારણ કે આત્મા અમૂર્ત છે. આમ છતાં આત્મા દેહસ્વરૂપ મૂર્ત છે એવો ભ્રમ થાય છે, કારણ કે દેહ અને આત્મા એકક્ષેત્રાવગાહી છે. આથી દેહની સાથે એકતાબુદ્ધિ થાય છે. દેહ અને આત્મા એકબીજાની સાથે અણુએ અણુ નીરક્ષીરની જેમ રહેલા હોવા છતાં સમજવું જોઈએ કે દેહ ક્યારેય આત્મા થવાનો નથી અને આત્મા ક્યારેય દેહ થવાનો નથી. દેહ અને આત્માનું એકત્વ વ્યવહારમાં ઉપચાર માત્રથી કહેવાતું હોય તો પણ શુદ્ધ નિશ્ચયનયથી બંને વચ્ચે એકત્વ નથી એમ જાણવું જોઈએ. દેહ સાથેની એકત્વબુદ્ધિને લીધે દેહ પ્રત્યેનો રાગ જન્મે છે. દેહને જે અનુકૂળ પુદ્ગલો હોય તે પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પુદ્ગલો હોય તે પ્રત્યે દ્વેષ થાય છે. પરંતુ જીવ જો નિશ્ચયનયથી શુદ્ધ, અમૂર્ત આત્મદ્રવ્યનું ચિંતન કરવાનો, સ્વસ્વરૂપ પ્રત્યે અભિમુખ થવાનો અભ્યાસ કરે તો દેહ સાથેની એની તાદાત્મ્યબુદ્ધિ ઓછી થતી જાય અને મુક્તિની પ્રાપ્તિનું બીજ વવાય. [૭૧૫] દશાદછ્યું વાગ્નાનું વાવાપિ ન ગોવર: । स्वप्रकाशं हि यद् रूपं तस्य का नाम मूर्तता ॥३८॥ અનુવાદ : જે રૂપ દૃષ્ટિ વડે દેખાય તેવું નથી, હૃદય વડે ગ્રાહ્ય નથી, વાણી વડે ગોચર નથી, પરંતુ જે સ્વયં પ્રકાશ છે, તેને વળી મૂર્તતા કેવી રીતે હોય ? વિશેષાર્થ : આત્માનું સ્વરૂપ કેવું છે તે દર્શાવતાં અહીં ગ્રંથકારશ્રી કહે છે કે એનું રૂપ દૃષ્ટિ વડે દેખાય એવું નથી, હૃદયથી તે ગ્રાહ્ય નથી અને વાણીથી તે ગોચર નથી. સ્થૂલ પુદ્ગલરૂપ પદાર્થ હોય તેને આકાર હોય. તે આંખથી જોઈ શકાય, હૃદયથી (એટલે અહીં દ્રવ્ય મનથી) ગ્રહણ કરી શકાય અને તેને વાણીનો વિષય બનાવી શકાય. પરંતુ દરેક ઇન્દ્રિયને જેમ પોતાની શક્તિ હોય છે, તેમ મર્યાદા પણ હોય છે. આત્મા અમૂર્ત છે. તે ચક્ષુથી જોઈ શકાય એવો નથી. તે વર્ણવી શકાય એવો નથી. તે વચનાતીત છે. તેને પ્રકાશવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી, કારણ કે તે પોતે જ સૂર્યાદિની જેમ પ્રકાશસ્વરૂપ છે. જ્ઞાન એનો પ્રકાશ છે. ૭૧૬] આત્મા સચિવાનન્ત: સૂક્ષ્માસૂક્ષ્મ: પરાત્પર: । स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥३९॥ અનુવાદ : સત્ (સત્ય), ચિત્ અને આનંદ સ્વરૂપ, સૂક્ષ્મથી સૂક્ષ્મ, પરથી પર એવો આત્મા મૂર્તત્વને સ્પર્શ પણ કરતો નથી. વળી બીજાઓ(અન્ય દર્શનીઓ)એ પણ એમ કહ્યું છે. વિશેષાર્થ : આત્મા સત્ સ્વરૂપ છે, યથાર્થ સ્વરૂપ છે. દેહાદિથી ભિન્ન સ્વસત્તાને તે ધારણ કરનાર છે. આત્મા ચિત્ સ્વરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા આનંદસ્વરૂપ છે. આમ, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અલબત્ત, એમ કહેવું સરળ છે, પણ અંતરમાં એનો બોધ થવો, અનુભવ થવો તે બહુ કઠિન છે, કારણ કે આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. પુદ્ગલ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે, પણ આત્મા તો એથી _2017_05 ૪૧૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પણ સૂક્ષમ છે. વળી આત્મા પરાત્પર એટલે પરથી પર છે. પર એટલે શ્રેષ્ઠ, પ્રકૃષ્ટ, ચડિયાતો. જગતમાં એક કરતાં બીજી અને બીજી કરતાં ત્રીજી વસ્તુ ચડિયાતી હોય છે. પરંતુ તેવી ચડિયાતી સ્કૂલ વસ્તુઓ અથવા ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કરતાં પણ આત્મા ચડિયાતો છે. પર એટલે સૂક્ષ્મ એવો અર્થ લઈએ તો તે પરાત્પર અર્થાત્ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. એટલે આત્મા પૂલ, મૂર્ત ન હોઈ શકે. તે મૂર્તત્વને સ્પર્શતો નથી. [૭૧] ક્રિયાનિ પારિજિગ્યા પર મનઃ मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥४०॥ અનુવાદ : ઇન્દ્રિયોને પર કહેલી છે. મન ઇન્દ્રિયોથી પણ પર છે. બુદ્ધિ મનથી પણ પર છે. તે (આત્મા) બુદ્ધિથી પણ પર છે. વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્રીમદભગવદગીતાના ત્રીજા અધ્યાયનો ૪૫મો શ્લોક અહીં પોતાના કથનના સમર્થનમાં ટાંક્યો છે. આત્મતત્ત્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે, અમૂર્ત છે એમ અન્ય દર્શનો પણ કહે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ અર્જનને સમજાવે છે કે કામશત્રુ ઉપર વિજય મેળવવા માટે આત્મજ્ઞાન, આત્મસાક સાધન છે. આત્મા ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પર છે એટલે કે સૂક્ષ્મ છે. બરાબર વિચારીએ તો ઇન્દ્રિયો પોતે સૂક્ષ્મ છે. આંખ, નાક, કાન વગેરે તો ઇન્દ્રિયનાં માધ્યમ છે. મડદાને આંખ હોવા છતાં તે જોઈ શકતું નથી અને કાન હોવા છતાં સાંભળતું નથી. એટલે આંખ, કાન વગેરે દ્વારા જે શક્તિ કામ કરે છે તે ઇન્દ્રિયો છે. તે સક્ષ્મ છે. ઇન્દ્રિયોના વિષયો સ્થલ હોઈ શકે. ઇન્દ્રિયોથી મન સુક્ષ્મ છે, કારણ કે જયાં ઇન્દ્રિયો ન પહોંચે ત્યાં મન પહોંચી શકે છે. ઇન્દ્રિયની સહાય વગર પણ મન તે વિષયોને ગ્રહણ કરી શકે છે. એટલે મન સુક્ષ્મ છે. પણ પોતાનું મન ચંચળ છે, શાન્ત છે. લોભી છે, ઉદાર છે એમ બુદ્ધિ જાણે છે. એટલે બુદ્ધિ મન કરતાં સૂક્ષ્મ છે. પરંતુ પોતાની બુદ્ધિ કામે લાગી ગઈ છે અથવા પોતાની બુદ્ધિ હવે ચાલતી નથી એવું જે જાણે છે તે આત્મા છે. એટલે બુદ્ધિ કરતાં આત્મા સૂક્ષ્મ છે. આત્મા આ રીતે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર છે એટલે કે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. [૭૧૮] વિન્ને દત્ત નોસ્પિન્નમૂર્ત પૂર્તતાઝમાત્ पश्यत्याश्चर्यवद् ज्ञानी वदत्याश्चर्यवद्वचः ॥४१॥ અનુવાદ : અરે, અમૂર્ત(આત્મા)ને વિશે મૂર્તતાના ભ્રમને કારણે વિવેક વિનાના (વિકલ) આ લોકને વિશે જ્ઞાની આશ્ચર્યની જેમ જુએ છે અને આશ્ચર્યની જેમ વચન બોલે છે. વિશેષાર્થ : સામાન્ય માણસોની અને જ્ઞાનીની દૃષ્ટિમાં ફરક હોય છે. સામાન્ય માણસ બાહ્ય ચક્ષુથી જે નજરે દેખાય એ જુએ છે. જ્ઞાની બાહ્ય જગતને જોતા હોવા છતાં પોતાનાં આંતરચક્ષુથી પદાર્થના મર્મને અથવા યથાર્થ સ્વરૂપને નિહાળે છે. એટલે લોકોને હરતા ફરતા જોઈને આત્મા મૂર્તિ છે એમ સામાન્ય માણસો કહે છે, પરંતુ જ્ઞાની નાશવંત શરીરની અંદર રહેલા અરૂપી, અમૂર્ત, અમર આત્માને ૪૧૨ Jain Education Intemational 2010_05 in Education International 2010_05 Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર નિહાળે છે. શરીર અને આત્મા એક ક્ષેત્રમાં રહેલાં હોવાથી સામાન્ય માણસોને આવો ભ્રમ થાય છે. પદાર્થને અથવા આત્મતત્ત્વના સ્વરૂપને સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં હોતી નથી. લોકોનો આવો ભ્રમ જોઈને જ્ઞાની મહાત્માઓને આશ્ચર્ય થાય છે. બીજી બાજુ તેઓ જ્યારે મૂર્તતામાં અમૂર્તતાની આશ્ચર્યયુક્ત વાત કરે છે ત્યારે એમનાં વચનથી અજ્ઞાની લોકોને નવાઈ લાગે છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો આ ફરક સંસારમાં હમેશાં રહેવાનો. [૭૧] વેfપ ન મૂર્તસ્થંનિમિત્તા કુટમાત્મનઃ | पुद्गलानां तदापत्तेः किंत्वशुद्धस्वशक्तिजा ॥४२॥ અનુવાદ : સ્પષ્ટ છે કે વેદના પણ આત્માના મૂર્તિત્વના નિમિત્તથી નથી. જો એમ હોય તો પુદ્ગલોને તે (વેદના) પ્રાપ્ત થાય એવી આપત્તિ આવશે પરંતુ તે (વેદના) પોતાની (આત્માની) અશુદ્ધ શક્તિથી જ ઉદ્દભવે છે. ' વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે જીવ સુખદુઃખરૂપી જે વેદન અથવા વેદના (વેદના શબ્દ અહીં કષ્ટ કે પીડાના જ અર્થમાં નથી વપરાયો પણ સંવેદનના અર્થમાં વપરાયો છે.) અનુભવે છે તે આત્મામાં મૂર્તત્વ હોય તો જ અનુભવી શકે. માટે આત્માને મૂર્ત તરીકે સ્વીકારવો પડશે. પરંતુ નિશ્ચયનય કહે છે કે જો જયાં મૂર્તત્વ હોય ત્યાં વેદના હોય તો પછી પુગલોને પણ વેદનાનો અનુભવ થવો જોઈએ એવી આપત્તિ આવશે, કારણ કે પુદ્ગલો મૂર્ત, રૂપી, સાકાર છે. પણ આપણે જાણીએ છીએ કે પુદ્ગલોને એટલે કે ખુરશી, ટેબલ, વસ્ત્ર, અલંકાર વગેરે મૂર્ત જડ વસ્તુઓને સુખદુ:ખનો અનુભવ થતો નથી. - તો પછી જીવને સુખદુ:ખનો અનુભવ થાય છે તે કઈ રીતે ? એનો ઉત્તર એ છે કે વેદનાનો એ અનુભવ આત્માની અશુદ્ધ શક્તિમાંથી ઉદ્ભવેલો છે. આત્માની શુદ્ધ શક્તિ અને અશુદ્ધ શક્તિ એવા બે ભેદ કરવામાં આવે છે. કર્મોના સંયોગને કારણે આત્માની મલિન થયેલી ચેતના તે અશુદ્ધ શક્તિ. કોઈપણ પ્રકારના કર્મ વગરની આત્માની પોતાની શક્તિ તે શુદ્ધ શક્તિ. સિદ્ધ ગતિના જીવોને આવી શુદ્ધ શક્તિ હોય છે. તેઓ પોતાના સ્વભાવના પરિણમનથી, વિશુદ્ધ જ્ઞાનચેતનાથી ય પદાર્થોને જ્ઞાનના વિષય બનાવે છે. એ માટે તેઓને શેય પદાર્થોનું અવલંબન હોતું નથી. સંસારમાં રહેલા જીવોની ચેતના અશુદ્ધ હોવાથી, તથા શરીર અને કર્મોથી તે પૃથફ હોવા છતાં, પરપદાર્થોનું અવલંબન કરીને, રાગાદિ પરિણતિ કે વેદના અનુભવે છે. એટલે વેદના અશુદ્ધ સ્વશક્તિમાંથી ઉદ્ભવેલી છે. [૭૨] અક્ષર યથા જ્ઞાનં સ્વયં પરિત્યયમ્ तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥४३॥ અનુવાદ : જેમ આ (આત્મા) ઇન્દ્રિયો (અક્ષ) દ્વારા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે, તેમ ઇષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શ દ્વારા વેદનાને પરિણમે (અનુભવે) છે. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં આ કહેવામાં આવ્યું છે. છદ્મસ્થ સંસારી જીવ શ્રવણાદિ ૪૧૩ Jain Education Intemational 2010_05 Page #459 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઇન્દ્રિયોના અવલંબન દ્વારા ઘટ-પટાદિના જ્ઞાનને પોતે પરિણમન પમાડે છે એટલે કે આત્મા પોતાની મેળે જ ઇષ્ટનિષ્ટના પરિણમનવાળો થાય છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ, અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોના સ્પર્શ દ્વારા સુખદુઃખાદિ અનુભવરૂપ વેદનાને પણ તે સ્વયં પરિણમન પમાડે છે. પરંતુ સુખદુઃખાદિરૂપ વેદનાના પરિણમનને કારણે આત્મામાં મૂર્તતા માનવાની આવશ્યકતા રહેતી નથી. આ નિશ્ચયનયનું કથન છે. [૭૨૧] વિપાલાનં પ્રાધ્યાપ વેના પરિણામ मूर्ती निमित्तमात्रं नो घटे दंडवदन्वयि ॥४४॥ અનુવાદ : આ (આત્મા) વિપાક-કાળને પ્રાપ્ત કરીને વેદનાના પરિણામને ભજનારો (ભોગવનારો) થાય છે. એટલે મૂર્તતા તેનું નિમિત્ત માત્ર છે. ઘટને વિશે દંડ જેમ અન્વયી (જોડનાર, અંગરૂપ) નથી તેમ. (મૂર્તત્વ આત્મામાં અન્વયી નથી.) વિશેષાર્થ : આત્મા અમૂર્ત છે, પરંતુ દેહ અને આત્મા એક ક્ષેત્રે રહેલા હોવાને કારણે ભ્રમ થાય છે કે આત્મા મૂર્તિ છે, આકારવાળો છે. વ્યવહારનય એમ કહે છે કે આત્મામાં સત્તામાં રહેલાં કર્મો વિપાકકાળ પ્રાપ્ત થતાં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આત્મા સુખદુઃખની વેદના અનુભવે છે. પુદ્ગલ-સ્વરૂપ કર્મ મૂર્ત છે અને એને ભોગવનાર આત્મા છે. એટલે આત્મામાં મૂર્તિત્વ છે એમ સ્વીકારવું પડશે. એના ઉત્તરમાં નિશ્ચયનય કહે છે કે એમાં શુભાશુભ કર્મ તો નિમિત્ત માત્ર છે. પરંતુ તેથી તે કર્મો આત્મા સાથે એકરૂપ થયાં છે એમ ન કહી શકાય. કર્મની આત્મા સાથે સંનિધિ છે, પણ આત્મા અને કર્મ એકરૂપ બની ગયાં નથી. કર્મના વિપાકના પરિણામે આત્મા વેદનાના પરિણામવાળો થાય છે, પરંતુ એ મૂર્તતા તો નિમિત્ત માત્ર છે. અહીં ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઘડામાં માટી ઉપાદાન કારણ છે અને દંડ, ચક્ર વગેરે નિમિત્ત માત્ર છે. દંડ અને ચક્ર ઘડા સાથે અંગરૂપ કે એકરૂપ થઈ ગયાં નથી. નિશ્ચયનય કહે છે કે ઉપાદાન એવો આત્મા મૂર્ત કર્મના નિમિત્તે વિપાકકાળે વેદનાના પરિણામવાળો થાય છે, પરંતુ એથી આત્મામાં મૂર્તિત્વ સિદ્ધ થતું નથી. આગળના શ્લોકમાં બતાવ્યું છે તે પ્રમાણે વેદના તો આત્માની અશુદ્ધ શક્તિને કારણે જ ઉદ્ભવે છે. [૭૨૨] જ્ઞાનાર્થી રેતના વોથઃ વોડ્યા gિવતા जन्तोः कर्मफलाख्या सा वेदना व्यपदिश्यते ॥४५॥ અનુવાદ : જીવનો આત્માનો) બોધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે. વેષીપણું અને રાગીપણું એ કર્મચેતના કહેવાય છે. વેદના તે કર્મફલાત્મક ચેતના કહેવાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં વેદના વિશે જે કહ્યું છે તે વિશે જ અહીં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. ૪૧૪ Jain Education Interational 2010_05 Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર આત્મા અમૂર્ત, અરૂપી છે. આત્મામાં સુખદુઃખરૂપ સંવેદન અર્થાત્ વેદનાનો જે અનુભવ થાય છે તેમાં મૂર્તિત્વ નથી. દેહધારી જીવો જે વેદના અનુભવે છે તે પ્રક્રિયાને ચેતનાની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે ? (૧) જીવની જ્ઞાનચેતના, (૨) જીવની કર્મચેતના, (૩) જીવની કર્મફલચેતના. જીવની જ્ઞાનચેતના તે બોધરૂપ છે. જીવને વિષયાદિ સ્વરૂપનું જ્ઞાન શુદ્ધ ચિપ સ્વશક્તિથી થતી પરિણતિ છે. દ્વિષ્ટતા એટલે દ્વેષીપણું અને રક્તતા એટલે રાગીપણું જીવની રાગદ્વેષરૂપી પરિણતિ એ અશુદ્ધ શક્તિથી ઉદ્ભવતી પરિણતિ છે. એ શુભાશુભ ભાવકર્મરૂપ છે અને દ્રવ્ય કર્મ એમાં નિમિત્ત હોય છે. કર્મના ફળસ્વરૂપે જીવોને સુખદુઃખનો જે અનુભવ થાય છે તે કર્મફળચેતના છે. એ વેદના અશુદ્ધ શક્તિની પરિણતિરૂપ છે. આમ વેદના એ પણ આત્માની ચેતના જ છે. એટલે વેદનાના ઉદ્ભવથી આત્મામાં મૂર્તત્વ માનવાની કોઈ જરૂર નથી. [૭૨૩ નાત્મા તસ્માતમૂર્તત્વે ચૈતન્ય રાતિવર્તતે ! ___ अतो देहेन नैकत्वं तस्य मूर्तेन कर्हिचित् ॥४६॥ અનુવાદઃ એટલે આત્મા અમૂર્તત્વને અને ચૈતન્યને ઉલ્લંઘી જતો નથી. તેથી તેની (આત્માની) મૂર્ત દેહની સાથે ક્યારેય એકતા નથી. ' વિશેષાર્થ : આગળના શ્લોકોના ઉપસંહારરૂપે અહીં નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે કે આત્મા અમૂર્તત્વનું અને ચૈતન્યનું અતિવર્તન કરતો નથી, અર્થાત એનું ઉલ્લંઘન કરતો નથી. મતલબ કે આત્માનું અમૂર્તત્વ અને ચૈતન્ય અખંડિત રહે છે. આત્મા અને દેહ એક ક્ષેત્રે અવગાહીને રહેલા છે અને દેહમાં મૂર્તત્વ છે તથા તે પુદ્ગલસ્વરૂપ હોવાથી તેમાં અજીવત્વ છે. છતાં દેહને લીધે આત્મા મૂર્ત બનતો નથી કે પુગલના અજીવત્વને કારણે આત્મા ચૈતન્યરહિત એટલે કે જડ બનતો નથી, કારણ કે આત્મા અને પુદ્ગલના સ્વભાવ જુદા જુદા છે. આમ, નિશ્ચયનય પ્રમાણે આત્માનું દેહ સાથે એકત્વ નથી. [૭૨૪] સન્નિષ્ઠાનનોવાળી રિપિ પુસ્નાત્ | विप्रकृष्टाद्धनादेश्च भाव्यैवं भिन्नताऽत्मनः ॥४७॥ અનુવાદ : આ રીતે મન, વાણી અને કર્મ વગેરે નિકટનાં પુદ્ગલોથી તથા ધન વગેરે દૂરનાં પુદ્ગલોથી આત્માની ભિન્નતા વિચારવી. વિશેષાર્થ : સંનિકર્ષ એટલે પાસે અને વિપ્રકર્ષ એટલે દૂર. નિશ્ચયનયથી બતાવ્યું કે આત્મા અને દેહ એકબીજાથી ભિન્ન છે. હવે દેહથી સંબંધિત એવાં અત્યંત નિકટનાં પુગલોથી અને દેહથી સંબંધિત એવા દૂરના પદાર્થોથી પણ આત્મા ભિન્ન છે એમ અહીં બતાવવામાં આવ્યું છે. દેહ અને આત્મા એક ક્ષેત્રાવગાહે રહેલા છે. સંસારી જીવના આઠ ઋચક પ્રદેશ સિવાય પ્રદેશ ૪૧૫ Jain Education Intemational 2010_05 Page #461 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પ્રદેશે પુદ્ગલ પરમાણુઓ રહેલા છે. તેજસ્ અને કાશ્મણ શરીરના પુદ્ગલ પરમાણુઓ નજરે ન દેખાય એવા સૂક્ષ્મ છે. દ્રવ્ય મનથી આત્મા જ્યારે વિચાર કરે છે ત્યારે મનોવર્ગણાના પુગલ પરમાણુઓ જીવમાં અનુકૂળ અધ્યવસાયો ઉત્પન્ન કરે છે. જીવ જ્યારે વાણી દ્વારા વચન બોલે છે ત્યારે ભાષાવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ સક્રિય બને છે. જીવ કાયાની ક્રિયાઓ કરે છે ત્યારે શ્વાસોચ્છવાસ તથા અન્ય અનુરૂપ પુદ્ગલ પરમાણુઓ સક્રિય બની આત્મામાં તેવા અધ્યવસાયો ઉત્પન્ન કરે છે. આ બધા પ્રકારના પરમાણુઓ આત્માની અત્યંત નજીક રહેલા છે. પ્રદેશ પ્રદેશે તે વળગેલા છે. આમ છતાં આ પુદ્ગલ પરમાણુઓ અજીવ દ્રવ્ય છે. એટલે આત્મા-જીવ દ્રવ્ય સાથે એની અભિન્નતા નથી. આ પરમાણુઓ તાણાવાણાની જેમ ગૂંથાયેલા, ચોટેલા હોવા છતાં આત્મતત્ત્વ સાથે તે એકરૂપ કે અભેદરૂપ નથી. તે 1 તદ્દન ભિન્ન છે. - તદુપરાંત જીવના દેહની સાથે સંબંધ ધરાવનારાં, પણ દેહથી છૂટાં રહેલાં એવાં ધન, ઘર વગેરે પણ આત્માથી ભિન્ન છે. આ પદાર્થો સાથે જીવને એક ક્ષેત્રાવગાહ નથી. એટલે એ પદાર્થોની સાથેની ભિન્નતા તો નજરે દેખાય એવી અત્યંત સ્પષ્ટ છે. એટલે તેની સાથે વ્યવહારનય અનુસાર સંબંધ હોવા છતાં તે આત્માનાં નથી. ૭િ૨૫ પુદ્ગલ્લાનાં કુળો મૂર્તિાત્મ જ્ઞાનr: પુના पुद्गलेभ्यस्ततो भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥४८॥ અનુવાદ : પુદ્ગલોનો ગુણ મૂર્તતા છે, ત્યારે આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને પુદ્ગલોથી ભિન્ન કહ્યું છે. ' વિશેષાર્થ : જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય ભિન્ન છે. જીવ દ્રવ્ય ત્રણ કાળમાં ક્યારેય અજીવ દ્રવ્ય ન થાય અને અજીવ દ્રવ્ય જીવ ન થાય. અજીવ દ્રવ્ય પાંચ પ્રકારનાં છે : (૧) પુદ્ગલાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાળ. દરેક દ્રવ્યનો પોતાનો એક આગવો ગુણ છે જે એનું સ્વતંત્ર અસ્તિત્વ દર્શાવે છે. જીવ દ્રવ્યની એના જ્ઞાન ગુણની દૃષ્ટિએ અન્ય દ્રવ્ય સાથે સરખામણી કરીને અહીં બતાવવામાં આવ્યું છે કે જીવ દ્રવ્ય એ જીવ દ્રવ્ય જ છે. હવે પછીના એક એક શ્લોકમાં તે તે દ્રવ્યના ગુણોની સાથે સરખામણી કરવામાં આવી છે. પ્રથમ પુદ્ગલ દ્રવ્યનો વિચાર કરીએ. મૂર્તિ, મૂર્તતા અથવા આકાર એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મારૂપી દ્રવ્યને પુદ્ગલથી ભિન્ન કહ્યું છે. મૂર્તતા અથવા આકાર ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, પરંતુ જ્ઞાનગુણસ્વરૂપ એવો આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બનતો નથી. દરેક આત્મા પોતાના જ્ઞાનગુણનું વેદન કરી શકે છે, પણ તે ઇન્દ્રિય દ્વારા બીજા આત્માના જ્ઞાનગુણને ગ્રહણ કરી શકતો નથી. દેહધારી જીવમાં પુગલ અને આત્મદ્રવ્ય એક ક્ષેત્રે અણુએ અણુની જેમ અવગાહીને રહેલાં હોવાથી એકત્વબુદ્ધિ થાય છે, પણ વસ્તુતઃ તે ભ્રમ છે, કારણ કે પુદ્ગલ દ્રવ્ય પોતાનો ધર્મ છોડીને આત્મદ્રવ્ય થતું નથી, તેમ આત્મદ્રવ્ય પણ પુદ્ગલદ્રવ્ય થતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં પુદ્ગલ દ્રવ્ય અને આત્મદ્રવ્યની ભિન્નતા સમજાશે. એ સમજણ ઊગ્યા પછી એનું ભાવન કરવાની આવશ્યકતા રહે છે. ૪૧૬ Jain Education Interational 2010_05 Page #462 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૭૨૬] ધર્મસ્ય નૈતિહેતુત્વ ગુળો જ્ઞાન તથાત્મનઃ । धर्मास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥४९॥ અનુવાદ : ધર્માસ્તિકાયનો ગુણ ગતિહેતુત્વ (ગતિસહાયકત્વ) છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને ભિન્ન કહ્યું છે. વિશેષાર્થ : આત્માનો પુદ્ગલ દ્રવ્ય સાથેના અભેદનો જેવો ભ્રમ થાય છે તેવો ધર્માસ્તિકાય સાથે થતો નથી. ધર્માસ્તિકાયનો ગુણ ગતિ કરાવવાનો છે; તે ગતિસહાયક છે. આત્માનો ગુણ જ્ઞાન છે. આમ બંનેના ગુણ ભિન્નભિન્ન હોવાથી બંને દ્રવ્યો જુદાં જુદાં છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વ્યવહારનયથી જોતાં જીવને ગતિ કરવા માટે ધર્માસ્તિકાયની જરૂર રહે છે. એટલે આત્માને ગતિ સાથે એટલે કે ધર્માસ્તિકાય સાથે સંબંધ છે, પરંતુ તે બંને વચ્ચે અભેદ નથી. [૭૨૭] અધર્મે સ્થિતિòતુત્વ ગુણો જ્ઞાનનુળોડ્યુમાન્ ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥५०॥ અનુવાદ : અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિહેતુત્વ (સ્થિતિસહાયકત્વ) છે. આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને અધર્માસ્તિકાયથી ભિન્ન કહ્યું છે. વિશેષાર્થ : અસુમાન્ એટલે પ્રાણી, જીવ અથવા આત્મા. એનો ગુણ તે જ્ઞાનગુણ છે. અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિહેતુત્વ છે. પદાર્થને સ્થિર કરવામાં તે સહાયક છે. વ્યવહારનયથી જોતાં જીવને સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાયની જરૂર રહે છે. એટલે આત્માને અધર્માસ્તિકાય સાથે સંબંધ છે. તેમ છતાં એ બંને દ્રવ્યો વચ્ચે અભેદ નથી. બંને દ્રવ્યો સ્વતંત્ર અને ભિન્ન છે. [૭૨૮] પ્રવાહો ખુળો વ્યોનો જ્ઞાનં સ્વત્વાત્મનો મુળ: । व्योमास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥५१॥ અનુવાદ : આકાશાસ્તિકાયનો ગુણ અવગાહ (અવગાહના) છે, પરંતુ આત્માનો ગુણ જ્ઞાન છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને આકાશાસ્તિકાયથી ભિન્ન કહ્યું છે. વિશેષાર્થ : વ્યોમ એટલે કે આકાશનો ગુણ અવગાહ અથવા અવગાહના છે અર્થાત્ આકાશનો ગુણ અવકાશ આપવાનો છે. ચૌદ રાજલોકમાં જીવ અને પુદ્ગલ આકાશના આધારે રહેલાં છે. જીવોની અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિને અવકાશ આપનાર દ્રવ્ય તે પણ આકાશ દ્રવ્ય છે. આમ છતાં આત્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય એ બંને ભિન્નભિન્ન દ્રવ્ય છે, કારણ કે બન્નેના ગુણ ભિન્નભિન્ન છે. [૭૨૯] માત્મા જ્ઞાનમુળઃ સિદ્ધઃ સમયો વર્તનામુળ: । तद्भिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥५२॥ અનુવાદ : આત્માનો જ્ઞાન ગુણ સિદ્ધ છે. સમય(કાળ)નો ગુણ વર્તના છે. એટલે જિનેશ્વરોએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. 2010_05 ૪૧૭ Page #463 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સમય અથવા કાળની મીમાંસા જૈન દર્શનમાં અનોખી છે. નિશ્ચયનયની દૃષ્ટિએ, તત્ત્વ સિદ્ધાન્તની દૃષ્ટિએ જૈન દર્શન માને છે કે કાળ જેવું કોઈ દ્રવ્ય નથી. પરંતુ વ્યવહારમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, , દિવસ, રાત્રિ, બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા ઇત્યાદિને કારણે આપણને કાળનો આભાસ થાય છે. એટલે જીવ-અજીવ દ્રવ્યમાં જે પરિવર્તન થાય છે, વર્તન થાય છે તેને કાળદ્રવ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. કાળ અને જીવ એ બંને દ્રવ્ય ભિન્નભિન્ન છે, કારણ કે બંનેના ગુણ ભિન્નભિન્ન છે. [૭૩] આત્મનિસ્તનીવેખ્યો વિમન્નત્યં વ્યવસ્થિતY. ____ व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥५३॥ અનુવાદ : એટલે આત્માનું અજીવ દ્રવ્યોથી ભિન્નત્વ વ્યવસ્થિત છે. વ્યક્તિનો ભેદ કરનાર નય(વ્યવહારનય)ના આદેશથી (આત્માનું) અજીવત્વ પણ સિદ્ધ થઈ શકે છે. વિશેષાર્થ : આગળના શ્લોકોમાં બતાવ્યું છે તે પ્રમાણે પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્યો અજીવ છે અને તે આત્માથી એટલે કે જીવ દ્રવ્યથી ભિન્ન છે. આ ભિન્નત્વ નિશ્ચયનયથી છે અને તે ભિન્નત્વ જ વ્યવસ્થિત છે. એટલે આત્મામાં જીવત્વ છે, અજીવત નથી. પરંતુ કોઈ એક નયની અપેક્ષાએ આત્મામાં જેમ જીવત્વ છે તેમ અજીવત્વ છે એમ તર્કથી સિદ્ધ કરી આપવું હોય તો કરી શકાય છે. એ માટે અહીં વ્યક્તિભેદનયનું ઉદાહરણ આપવામાં આવે છે. ભેદ એટલે જુદાં પાડવું. વ્યક્તિભેદનય એટલે પદાર્થનું વ્યક્તિની અપેક્ષાએ વર્ગીકરણ કરવું અને પછી તેને પરસ્પર ઘટાવવાં. આ એક પ્રકારનો વ્યવહારનય છે. નિશ્ચયનય પ્રમાણે સર્વ જીવો જીવત્વની દૃષ્ટિએ, આત્માની સત્તાની દષ્ટિએ સરખા છે. દરેક જીવમાં સિદ્ધત્વ રહેલું છે. એટલે બધા જ જીવો એ અપેક્ષાએ સરખા છે. ભેદો પાડનારો વ્યવહારનય જીવોના ભેદો પાડે છે અને કહે છે કે જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ, (અથવા ઉદાહરણ તરીકે જીવો પાંચ પ્રકારના છે : એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના) હવે સંસારી જીવો અને સિદ્ધગતિના જીવોને સામસામે રાખીને વ્યક્તિભેદનય દલીલ કરતાં કહે છે કે જ્યાં પ્રાણ હોય ત્યાં જીવ અને એ રીતે જ્યાં પ્રાણ ન હોય તે અજીવ. દ્રવ્યપ્રાણ સંસારી જીવમાં છે, સિદ્ધગતિના જીવમાં નથી, માટે સિદ્ધગતિના જીવો અજીવ કહેવાય. બીજી બાજુ સિદ્ધગતિના જીવોની અપેક્ષાએ જ્યાં ભાવપ્રાણ પૂર્ણપણે પ્રગટ હોય તે જીવ અને ન હોય તે અજીવ. એટલે એ રીતે સંસારી જીવમાં ભાવપ્રાણ પૂર્ણપણે પ્રગટ ન થયા હોવાથી તે અજીવ ગણાશે. આ વિશે હવે પછીના શ્લોકમાં ખુલાસો કરવામાં આવ્યો છે. | [૭૩૧] મનવા નિ: શુલ્કમાવIUવ્યિવેક્ષા | सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥५४॥ અનુવાદ : શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ જન્મધારી (જન્મિન-સંસારી જીવો) અજીવ છે અને દ્રવ્યપ્રાણની અપેક્ષાએ નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધો અજીવ છે. ૪૧૮ Jain Education Intemational 2010_05 Page #464 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : વાસ્તવિક રીતે તો જ્યાં ચેતનતત્ત્વ છે, આત્મદ્રવ્ય છે ત્યાં જીવ છે, પરંતુ કોઈ એક અપેક્ષા લઈને તર્કથી (હકીકતમાં તર્નાભાસથી) જીવને પણ અજીવ તરીકે બતાવી શકાય. જેનામાં પ્રાણ હોય તે જીવ અને જેનામાં પ્રાણ ન હોય તે અજીવ. હવે સંસારી જીવોમાં જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ એ ચાર શુદ્ધ ભાવપ્રાણ નથી (એટલે કે પૂર્ણપણે પ્રગટ થયા નથી.) એટલે શુદ્ધ ભાવપ્રાણ ન હોવાથી તે જીવ નથી, અજીવ છે. બીજી બાજુ સિદ્ધગતિના જીવોમાં ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ચાર દ્રવ્યપ્રાણો નથી. પ્રાણ ન હોય તો તે જીવ નથી. એટલે સિદ્ધગતિના જીવો અજીવ છે. આમ, સંસારી અને સિદ્ધગતિના જીવોને–બંનેને જુદી જુદી અપેક્ષાએ અજીવ ઠેરવી શકાય. પરંતુ એ માત્ર તર્કની રમત છે. સંસારી કે સિદ્ધગતિના જીવ, જીવ જ છે, અજીવ નથી. [૭૩૨] ક્રિયાળિ વ« શ્વાસોચ્છાસાવાયુસ્તથા પરમ્ | द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥५५॥ અનુવાદ : ઈન્દ્રિયો, બળ, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય એ ચાર પ્રકારના દ્રવ્યપ્રાણી છે. તેના પર્યાયો પુદ્ગલાશ્રિત છે. વિશેષાર્થ : દ્રવ્યપ્રાણના ચાર મુખ્ય પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે : (૧) ઇન્દ્રિયો, (૨) બળ, (૩) શ્વાસોચ્છવાસ અને (૪) આયુષ્ય. (પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રકાર, મન, વચન અને કાયાનું બળ એમ ત્રણ પ્રકારનું બળ તથા શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એમ પેટાપ્રકારો સાથે દસ પ્રકારના દ્રવ્યપ્રાણ પણ ગણાવવામાં આવે છે.) પ્રાણ એટલે જેના વડે જીવનું અસ્તિત્વ ટકી રહે છે. આ દ્રવ્યપ્રાણ વડે સંસારી જીવ જીવે છે. એ ન હોય તો જીવ મૃત્યુ પામે. પરંતુ આ દ્રવ્યપ્રાણો પુલાશ્રિત છે. તે પુદ્ગલના પર્યાયો છે. તે ઉત્પાદ-વ્યયરૂપ છે. [૭૩૩] મિત્રાસ્તે દોડત્યન્ત તૈનંતિ નીવનમૂા. ज्ञानवीर्यसदाश्वासनित्यस्थितिविकारिभिः ॥५६॥ અનુવાદ : તે (દ્રવ્યપ્રાણો) આત્માથી અત્યંત ભિન્ન છે. એટલે જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે (દ્રવ્યપ્રાણો) વડે (આત્માનું) જીવન હોતું નથી. વિશેષાર્થ : ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ચારે દ્રવ્યપ્રાણો પુદ્ગલાશ્રિત હોવાથી આત્માથી અત્યંત ભિન્ન છે. એનાથી આત્માનું જીવન નથી. વ્યવહારનયથી જોતાં શરીર અને આત્મા એક ક્ષેત્રે રહેલા હોવાથી તેમની વચ્ચે કથંચિત્ અભેદ છે. તેવી રીતે દ્રવ્યપ્રાણો પુગલના પરિણામરૂપ હોવા છતાં એક ક્ષેત્રે રહેલા હોવાથી આત્મા અને દ્રવ્યપ્રાણો વચ્ચે કથંચિત્ અભેદ રહેલો છે એમ વ્યવહારનય કહે છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે તો દ્રવ્યપ્રાણો આત્માથી ભિન્ન છે. વસ્તુતઃ આ દ્રવ્યપ્રાણો આત્માના ભાવપ્રાણોના વિકારસ્વરૂપ છે. ૪૧૯ Jain Education Intemational 2010_05 Page #465 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ વિકારસ્વરૂપ કેવી રીતે છે ? આત્માના ચાર ભાવપ્રાણો તે જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ છે. એના વિકારો આ પ્રમાણે છે : (૧) જ્ઞાનરૂપી ભાવપ્રાણના વિકારરૂપે ઇન્દ્રિયોરૂપી દ્રવ્યપ્રાણ છે, કારણ કે જ્ઞાનગુણને પ્રગટ કરવામાં ઇન્દ્રિયો જ ઉપયોગી થાય છે. ઇન્દ્રિયોના નિમિત્ત દ્વારા જ જ્ઞાનગુણ પ્રવર્તી શકે છે. (૨) વીર્યરૂપી ભાવપ્રાણના વિકારરૂપે બળરૂપી દ્રવ્યપ્રાણ છે. પુદ્ગલાશ્રિત શરીરમાં જે બળ પ્રગટ થાય છે તે આત્માની વીર્યશક્તિને પ્રવર્તાવવામાં નિમિત્ત બને છે. (૩) સદાશ્વાસ એટલે નિત્ય ચૈતન્યરૂપ ભાવશ્વાસોચ્છવાસ. એના વિકારરૂપે દ્રવ્ય શ્વાસોચ્છવાસ છે. તે શ્વાસોચ્છવાસ વર્ગણાના પર્યાયરૂપ છે. (૪) નિત્યસ્થિતિરૂપી ભાવપ્રાણના વિકારરૂપે દ્રવ્ય પ્રાણ આયુષ્ય છે. આયુષ્ય નિત્યસ્થિતિરૂપ નથી. તે કેટલાક કાળ માટે જ સ્થિતિરૂપ છે. આ ચારે દ્રવ્યપ્રાણો વિકારસ્વરૂપ છે. પરંતુ આત્મા પોતે નિર્વિકાર છે. એટલે આ દ્રવ્યપ્રાણો આત્માના થઈ શકે નહિ. એટલે તે આત્માના નથી. એ જો આત્માથી ભિન્ન હોય તો એના વડે આત્માનું જીવન સંભવી શકે નહિ. [૭૩૪] પતિપ્રતિમૂતામ: શાશ્વત મિતુ શમિ : जीवत्यात्मा सदेत्येषा शुद्धद्रव्यनयस्थितिः ॥५७॥ અનુવાદ : આત્મા એની (જ્ઞાન, વીર્યાદિની) પ્રકૃતિભૂત શાશ્વતી શક્તિથી સદા જીવે છે. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યનયની સ્થિતિ છે. ' વિશેષાર્થ : દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ વચ્ચે ઘણું મોટું અંતર છે. દ્રવ્યપ્રાણ દેખાય છે, ભાવપ્રાણ દેખાતા નથી. પરંતુ સંસારી કે સિદ્ધ અવસ્થામાં જીવ ભાવપ્રાણ વડે જીવે છે. જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિ એ આત્માની સ્વભાવગત શાશ્વત, ત્રિકાળવર્તી, અવિનાશી શક્તિ છે. આ શક્તિનો ક્યારેય અંત આવવાનો નથી. આ શક્તિ ન હોય તો આત્મભાવ ન હોય. આ પ્રમાણે શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહે છે. તે સંસારમાં જીવની કર્મના ઉદયવાળી અવસ્થાને ન જોતાં તેના વિકારરહિત, વિશુદ્ધ સ્વરૂપમાં રહેલી જ્ઞાનાદિ શક્તિવાળી અવસ્થાને જુએ છે. [૭૩૫] નીવો નીવતિ = પ્રાર્વિના તૈરેવ નીતિ इदं चित्रं चरित्रं के हन्त पर्यनुयुंजताम् ॥५८॥ અનુવાદ : જીવ જે પ્રાણી વિના જીવતો નથી છતાં તેના વડે જ તે જીવે છે. આ ચિત્ર (આશ્ચર્યકારક) ચરિત્રને ભલા કોણ જાણી શકે? વિશેષાર્થ : દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણના સંદર્ભમાં જીવની અવસ્થામ કેવી વિચિત્રતા જોવા મળે છે તે ૪૨૦ Jain Education Interational 2010_05 Page #466 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશે અહીં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે. ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ચાર દ્રવ્યપ્રાણો ન હોય તો સંસારી જીવ જીવી ન શકે. વ્યવહારનયની દષ્ટિએ જીવ મૃત્યુ પામે. એના જીવનનો અંત આવે. પરંતુ સિદ્ધાવસ્થામાં આ દ્રવ્યપ્રાણો વગર જીવ જીવે છે અને સદાકાળને માટે જીવે છે. ત્યાં દ્રવ્યપ્રાણો હોતા નથી અને હોઈ શકે પણ નહિ. આમ, જે પ્રાણો વગર સંસારમાં જીવ જીવી શકતો નથી, એ પ્રાણો વગર સિદ્ધગતિના જીવો જીવે છે એ કેવી આશ્ચર્યની વાત છે ! [૭૩૬] ના પુષ્ય ન વા પાપ યજ્યુકૂત્રાત્મા आद्यवालशरीरस्योपादानत्वेन कल्पिते ॥५९॥ અનુવાદ : આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ નથી, કારણ કે તે (પુણ્ય-પાપ) પુદ્ગલાત્મક છે. આદિ બાલશરીર(જન્મ)ના ઉપાદાનત્વથી એ કલ્પેલાં છે. વિશેષાર્થ : નવ તત્ત્વોમાં જીવ (આત્મા) તત્ત્વ અજીવ તત્ત્વથી ભિન્ન છે એમ બતાવ્યા પછી નિશ્ચયનય પ્રમાણે આત્મા પુણ્ય અને પાપ એ બે તત્ત્વોથી પણ ભિન્ન છે એમ હવે બતાવવામાં આવે છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે. પુણ્ય શુભ પ્રકૃતિરૂપ કર્મ છે અને પાપ અશુભ પ્રકૃતિરૂપ કર્મ છે. વસ્તુતઃ પુણ્ય અને પાપ બંને કર્મસ્વરૂપ છે એટલે તે પુદ્ગલાત્મક છે, જડ છે. એટલે તે આત્માથી ભિન્ન છે. આપણું શરીર શુભ અને અશુભ કર્મ અનુસાર તેવા પ્રકારનાં પુદ્ગલોથી સતત બનતું રહે છે. જીવ એક શરીરમાંથી જ અન્ય શરીરવાળો થાય છે. પદગલનો સ્વભાવ ચય-અપચય, પૂરણહાનિનો છે. આપણું વર્તમાન શરીર નવા પુદ્ગલોને ગ્રહણ કરે છે અને જૂનાં પુગલોને છોડી દે છે. આ રીતે પૂર્વ શરીરમાંથી ઉત્તર શરીર બને છે. એટલે આપણા ઉત્તર શરીર માટે પૂર્વ શરીર ઉપાદાન કારણ છે. આમ પુદ્ગલની જ ચય-અપચયની ક્રિયાની પરંપરા સતત ચાલતી રહે છે. પરંતુ પુદ્ગલ તો જડ છે. એટલે આત્માથી તે ભિન્ન છે. વર્તમાન શરીરનાં પુદ્ગલોની ચય-અપચયની ક્રિયાની વાત બરાબર છે. એ રીતે ભૂતકાળનો વિચાર કરી શકીએ. પણ માતાના ઉદરમાં બાળક જે ક્ષણે જન્મ ધારણ કરે છે તે ક્ષણે એને ક્યાં શરીર હોય છે? પૂર્વજન્મનો કોઈ આત્મા જ ત્યાં અવતરે છે. એનું ઉપાદાન કારણ ક્યું ? એનો ઉત્તર એ છે કે ત્યાં પણ પુણ્ય-પાપની વિચારણા કરી શકાય છે. પૂર્વજન્મમાંથી જે જીવ માતાના ઉદરમાં આવે છે તે પોતાના કાર્પણ શરીર સાથે આવે છે. કાશ્મણ વર્ગણાનાં પુગલ પરમાણુઓ ત્યાં હોય જ છે. એ એનું શરીર છે. એ ક્ષણનાં પુદ્ગલ પરમાણુઓ શુભ અને અશુભ પ્રકારનાં, પુણ્ય અને પાપના પ્રકારનાં હોય છે. એ કાર્પણ શરીર પુણ્ય-પાપ અનુસાર નવાં પુદ્ગલોને ગ્રહણ કરવા લાગે છે અને જૂનાં છોડે છે. એટલે આદ્ય બાલશરીરમાં પણ પુણ્ય-પાપ ઘટે છે. એટલે ત્યાં પણ આત્મા પુણ્ય-પાપથી ભિન્ન છે. [૭૩] પુષ#ર્મ પ્રોપશમ પાપમુચ્યતે | तत्कथं तु शुभं जन्तून् यत् पातयति जन्मनि ॥६०॥ અનુવાદ : શુભ કર્મને પુણ્ય કહ્યું છે અને અશુભ(કર્મ)ને પાપ કહ્યું છે. તેમાં જીવોને જે જન્મમાં (ભવભ્રમણમાં) પાડે છે તેને પુણ્યને) શુભ કેમ કહેવાય ? ૪૨૧ 2010_05 Page #467 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : આત્મા પુણ્યરૂપ નથી અને પાપરૂપ પણ નથી. પુણ્યરૂપી કર્મ અને પાપરૂપી કર્મ પુદ્ગલસ્વરૂપ છે. એટલે આત્માને પુદ્ગલ સાથે કોઈ સંબંધ નથી એમ નિશ્ચયનય કહે છે. આથી નિશ્ચયનય પુણ્ય અને પાપ બંનેને હેય, ત્યજવાયોગ્ય ગણે છે અને બંનેને અશુભ કહે છે. આ બાજુ વ્યવહારનય પુણ્યને શુભ કહે છે અને પાપને અશુભ કહે છે, કારણ કે શુભ કર્મથી પુણ્ય બંધાય છે અને અશુભ કર્મથી પાપ બંધાય છે. વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે : શુમ: પુણ્ય, અશુમ: પાપચ્ચે ! | શુભ યોગ પુણ્યનો આશ્રવ છે અને અશુભ યોગ પાપનો આશ્રવ છે. શુભ અને અશુભના ભેદ સાંસારિક ફળની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. શુભ કર્મ, સાંસારિક સુખ આપનાર છે. પુણ્યથી મનુષ્યજન્મ, આર્ય દેશ, ઉચ્ચ ગોત્ર, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા, નિરોગી શરીર, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણની રુચિ, મોક્ષપ્રાપ્તિની અભિલાષા, એ માટેનો પુરુષાર્થ, સર્વ પ્રકારની અનુકૂળતા ઇત્યાદિ પ્રાપ્ત થાય છે. તિર્યંચ ગતિ કે નરકગતિનાં દુઃખો અથવા મનુષ્યજન્મમાં પણ ગાઢ મિથ્યાત્વ, નીચ કુળ, વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક યાતનાઓ ઇત્યાદિ પાપના ઉદયે પ્રાપ્ત થાય છે. એટલે સાંસારિક ફલની દષ્ટિએ પુણ્ય અને પાપ વચ્ચેનો ફરક સ્પષ્ટ છે. એક ઇષ્ટ છે, બીજું અનિષ્ટ છે. એટલે વ્યવહારનય એકને શુભ અને બીજાને અશુભ કહે તે સમજી શકાય એવું છે. પરંતુ સૈદ્ધાત્તિક દૃષ્ટિએ, પરમાર્થની દૃષ્ટિએ વિચારીએ તો જે કર્મો સંસારમાં ભ્રમણ કરાવ્યા કરે તેને શુભ કેમ કહી શકાય ? જે મોક્ષ અપાવે તે શુભ અને જે સંસારમાં રખડાવે તે અશુભ. પુણ્ય અને પાપ બંને સંસારમાં રખડાવનાર છે. માટે તે બંનેને અશુભ જ ગણવાં જોઈએ એમ નિશ્ચયનય કહે છે. [૭૩૮] ન હાયસી વંથસ્થ તપનીયમયરી | पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥६१॥ અનુવાદ : લોખંડની બેડી(બંધન)ના અને સોનાની બેડીના પરતંત્રતાના સમાનપણા(અવિશેષ)થી તેમાં ફળનો કંઈ પણ ભેદ નથી. વિશેષાર્થ : અયસ એટલે લોખંડ, લોઢું. તપનીય એટલે સોનું. જે તપાવીને શુદ્ધ કરેલું હોય તે તપનીય. પુણ્ય અને પાપ એ બંનેનો શુદ્ધ નિશ્ચયનયથી અહીં વિચાર કરવામાં આવ્યો છે. પુણ્યથી મનુષ્યજન્મ, સારું શરીર, યશકીર્તિ, સર્વ પ્રકારના આહાર-વિહારની અનુકૂળતા, બુદ્ધિશક્તિ, ચક્રવર્તીપણું, દેવગતિ ઇત્યાદિ મળે છે અને પાપથી અનેક પ્રકારનાં શારીરિક, માનસિક દુઃખો, અપકીર્તિ, ગંભીર બીમારી, કારાવાસ, નરકગતિ ઇત્યાદિ સાંપડે છે. પરંતુ જ્યાં સુધી પુણ્યોપાર્જન છે અને એનો ભોગવટો છે અથવા જ્યાં સુધી પાપનો ઉદય છે તથા નવાં નવાં પાપ બંધાતાં જાય છે ત્યાં સુધી ઘાતિ-અઘાતિ કર્મોમાંથી સર્વથા મુક્તિ નથી અને ત્યાં સુધી મોક્ષગતિ નથી. જીવનું સંસારમાં પરિભ્રમણ પુણ્યથી હોય કે પાપથી હોય, પરિભ્રમણ એટલે પરિભ્રમણ. જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી પરિભ્રમણનો અંત આવવાનો નથી. એટલે પુણ્ય અને પાપ બંનેથી વાસ્તવિક રીતે કર્મબંધન છે. આ બંધન સાધારણ હોય ૪૨૨ Jain Education Interational 2010_05 Page #468 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર કે સુશોભિત હોય, બેડી એટલે બેડી છે. એમાંથી અંતે છુટકારો મેળવવાનો જ છે. પાપને તમે લોઢાની બેડી તરીકે ઓળખાવો, તો પુણ્યને સોનાની બેડી તરીકે ઓળખાવી શકાય. પણ એથી બંધન છૂટતું નથી. બંનેમાં જીવની પરતંત્રતા છે, સ્વતંત્રતા નથી. આ નિશ્ચયનયથી કહેવામાં આવ્યું છે. સૈદ્ધાત્તિક રીતે તે સર્વથા સાચું છે. પરંતુ નિશ્ચયનય અને વ્યવહારનયમાં ફરક છે. જીવને દુઃખ, દુર્ગતિ અપાવનાર પાપ સર્વથા ન આચરવાયોગ્ય છે, એકાન્ત હેય છે એમ નિશ્ચયનય અને વ્યવહારનય બંને સ્વીકારે છે. પરંતુ પુણ્યની બાબતમાં વ્યવહારનય કહે છે કે “પુણ્ય એકાત્તે હેય છે, સર્વથા ન આચરવાયોગ્ય છે.'– એમ નહીં કહી શકાય. પુષ્ય મોક્ષનું સાક્ષાત કારણ નથી એ સાચું, તો પણ પુણ્યાનુબંધી પુણ્ય નિર્જરાને અનુકૂળ બાહ્ય સામગ્રી પ્રાપ્ત કરાવવામાં સહાયક બની શકે અને એ રીતે પરંપરાએ મોક્ષપ્રાપ્તિ સુધી સહાયક બની શકે છે. જયાં સુધી વર્તમાન મનુષ્યભવમાં મોક્ષ નથી, અને મોક્ષપ્રાપ્તિ માટે અન્ય એક મનુષ્ય ભવની આવશ્યકતા રહે છે, અને એ મનુષ્યભવની પ્રાપ્તિ પુણ્ય વગર સંભવિત નથી ત્યાં સુધી પુણ્ય એ અપેક્ષાએ ઉપાદેય છે એ લક્ષમાં રાખવું જરૂરી છે એમ વ્યવહારનય કહે છે. અલબત્ત, પુણ્યના લશે પુણ્ય ન હોવું જોઈએ. [૭૩૯] સત્તામ્ય સુવિખ્યાં જ બેઃ પુથપાયોઃ दुःखान्न भिद्यते हन्त यतः पुण्यफलं सुखम् ॥६२॥ અનુવાદ : સુખદુઃખરૂપ ફળથી પુણ્ય અને પાપનો ભેદ નથી, કારણ કે વસ્તુતઃ પુણ્યનું ફળ જે સુખ તે દુઃખથી ભેદ પામતું નથી (જુદું નથી). વિશેષાર્થ : વ્યવહારનય એમ કહે છે કે પુણ્ય શુભ કર્મ છે અને પાપ અશુભ કર્મ છે. પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. સામાન્ય માણસોનો એ અનુભવ છે કે પુણ્યથી સુખસંપત્તિ સાંપડે છે અને પાપથી દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનીઓ એમ કહે છે કે સામાન્ય માણસો સુખ અને દુઃખની આવી વાત કરે છે, કારણ કે એમને સુખ અને દુઃખના વાસ્તવિક સ્વરૂપની સાચી સમજણ નથી. નિશ્ચયનય કહે છે કે સામાન્ય માણસો જેને સુખ તરીકે ઓળખાવે છે, તેમાં પણ દુ:ખ જ રહેલું છે. માટે સુખ અને દુઃખ વચ્ચે ભેદ કરવાની, તેમના વિભાગ કરવાની કંઈ જરૂર નથી. પુણ્ય અને પોપ બંનેનો તાત્ત્વિક અનુભવ તો દુ:ખરૂપ જ છે. [७४०] सर्वं पुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥६३॥ અનુવાદ : સર્વ પુણ્યફળ કર્મોદયને કારણે થતું હોવાથી દુઃખ છે. તેમાં દુઃખના પ્રતિકારમાં (પ્રતિકારરૂપ પુણ્યફળમાં) મૂઢ માણસોને સુખની બુદ્ધિ થાય છે. વિશેષાર્થ : સુખ અને દુઃખનું સ્વરૂપ અહીં તાત્વિક દૃષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. સામાન્ય માણસને સુખનો અનુભવ થાય છે તે પુણ્યના ફળરૂપે છે. પરંતુ પુણ્યોદય શું છે ? તે તો કર્મોનો ઉદય છે. અને કર્મો શું છે ? આત્માની વિકૃતિ છે. આત્માનો સાચો સ્વભાવ આનંદરૂપ છે. આત્મા સ્વ-સ્વભાવથી ૪૨૩ Jain Education Interational 2010_05 Page #469 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. કર્મ આત્માની વિભાવદશા છે. એટલે એ સુખનો અનુભવ કેવી રીતે કરાવી શકે ? એટલે આત્મામાં કર્મના ઉદયથી જે વિકૃતિ પેદા થાય છે તે સુખનું કારણ બની શકે નહિ. તો પછી પુણ્યના ઉદયથી સુખનો જે અનુભવ થાય છે તે શું છે ? તે સાચું સુખ નથી. વસ્તુતઃ તે તો દુ:ખનો પ્રતિકાર છે. પ્રતિકાર અથવા પ્રતીકાર એટલે ઉપાય અથવા દુઃખનો સામનો છે. માણસ ખાય છે અને એને આનંદ થાય છે તેનું કારણ એને ભૂખની પીડા ઉત્પન્ન થઈ છે અને એ શાન્ત થતાં એને આનંદ થાય છે. માણસ પાણી પીએ છે તે તૃષાને છીપાવવા માટે. માણસને અનુકૂળતામાં સુખ લાગે છે કારણ કે તે અનુકૂળતા પ્રતિકૂળતાને દૂર કરે છે. માણસને સંપત્તિથી સુખનો અનુભવ થાય છે, કારણ કે સંપત્તિ મળતાં લક્ષ્મીના અભાવનું દુ:ખ ચાલ્યું જાય છે. એટલે પુણ્યના ઉદયથી મળતું સુખ તે સુખ નથી, પણ દુ:ખને મટાડવાનો ઉપાય (પ્રતીકાર) છે. એટલે હકીકતમાં તો સુખના મૂળમાં દુઃખ જ રહેલું છે. પુણ્યના ઉદયે આ દુઃખનો સામનો કરવા માટેની અનુકૂળ સામગ્રી મળી રહે છે. આમ, સુખના મૂળમાં દુઃખ જ છુપાયેલું રહ્યું છે, પરંતુ મૂઢ, અજ્ઞાની માણસોને તે સમજાતું નથી. [૭૪૧] પરિપત્ર તાપાત્ર સંtત્ર પુર્વતમૂ गुणवृत्तिविरोधाच्च दुखं पुण्यभवं सुखम् ॥६४॥ અનુવાદ : પુણ્યથી ઉદ્ભવેલા સુખને જ્ઞાનીઓએ પરિણામને લીધે, તાપને લીધે, સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધને લીધે દુઃખરૂપ માનેલું છે. વિશેષાર્થ : જીવો પુણ્યના ઉદયે જે સુખ અનુભવતા ભાસે છે તેને જો તાત્ત્વિક દૃષ્ટિએ તપાસીએ તો એ સુખ દુ:ખરૂપ જ છે. અજ્ઞાન, મોહ ઇત્યાદિને લીધે જીવને તે સુખ હોવાનો ભ્રમ થાય છે, જ્ઞાનીઓ એવા બહિરંગ સુખની બરાબર તપાસ કરીને એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે પુણ્યથી ઉદ્ભવેલું એ સુખ અંતે તો દુ:ખરૂપ છે. સામાન્ય રીતે, પ્રથમ દૃષ્ટિએ જીવને સુખ એ દુઃખ છે એ સમજાય નથી. પરંતુ જ્ઞાનીઓ એની ચાર કસોટી બતાવે છે : (૧) પરિણામ, (૨) તાપ, (૩) સંસ્કાર અને (૪) ગુણવૃત્તિ. કોઈ પણ કાર્યનું છેવટે શું પરિણામ આવે છે, તે કેટલી વ્યાકુળતા જન્માવે છે, તે કેટલું તપાવે છે એટલે કે કષ્ટ આપે છે, તે કાર્ય પૂરું થઈ ગયા પછી એની અસર અથવા સંસ્કાર ઇત્યાદિ કેવાં રહી જાય છે અને સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રિગુણની દૃષ્ટિએ એની સ્થિતિ કેવી હોય છે એ પ્રમાણે પુણ્યની કસોટી કરવી જોઈએ. અહીં પુણ્ય વિશેની આ ચાર કસોટી પાતંજલ યોગદર્શન' અનુસાર બતાવવામાં આવી છે. ‘પાતંજલ યોગદર્શન’ના દ્વિતીય “સાધનપાદ'માં પંદરમું સૂત્ર આ પ્રમાણે આપવામાં આવ્યું છે, જેમાં પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિનો નિર્દેશ છે. પરિણામ-તાપ-સંઋા રદુ:āનવૃત્તિવિરોધીષ્ય ૩:વમેવ સર્વ વિવેન: | સંસારમાં સામાન્ય માણસોને જે સુખના, આનંદના પદાર્થો કે વિષયો જણાય છે તેમાં યોગીઓને એટલે કે જ્ઞાનીઓને સુખ કે આનંદ જણાતાં નથી, કારણ કે એમાં કહેવાતું સુખ તે ખરેખર, સાચું સુખ છે કે નહિ, તેની ચાર પ્રકારે તેઓ કસોટી કરે છે અને એવો નિર્ણય તારવે છે કે પુણ્યજનિત એ સુખ પણ અંતે દુઃખમય જ છે. ૪૨૪ Jain Education Intemational 2010_05 Page #470 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર આ વિશે હવે પછીના શ્લોકમાં વિશેષ સ્પષ્ટતા કરવામાં આવી છે. [૭૪૨] વેપુણેનુંરામર્શ્વનાયાનામપિટમ્ । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥६५॥ અનુવાદ : મનુષ્ય અને દેવ(અમર્ત્ય)ના નાયકોના પણ દેહની પુષ્ટિનું પરિણામ, મોટા બકરા(મહા અજ)ના પોષણની જેમ સ્પષ્ટપણે અત્યંત દારુણ (ભયંકર) છે. વિશેષાર્થ : સારામાં સારું ખાવુંપીવું, સારામાં સારાં વસ્ત્ર અને અલંકારો ધારણ કરવાં, યથેચ્છ હરવુંફરવું, પાંચે ઇન્દ્રિયોના અનેકવિધ વિષયોમાં રાચવું એવું બધું સુખ અનુભવતાં જીવ રાજી થાય છે. મનુષ્યોમાં નાયક તે ચક્રવર્તી અને દેવોમાં નાયક તે ઇન્દ્ર એ બધાં પણ કેટલું બધું ભૌતિક સુખ ભોગવે છે ! એવું સુખ પોતાને ભોગવવા મળે તો કેવું સારું એમ માણસને થાય છે. વસ્તુતઃ એ બધું સુખ પુણ્યને કારણે પ્રાપ્ત થાય છે. એ કાયમ માટે ટકવાનું નથી. જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી જ એ સુખ છે. પછી દુઃખ જ છે. એટલે પુણ્ય પણ અંતે ક્યારેક દારુણ દુ:ખ અપાવનારું બને છે. એ જીવને કર્મબંધમાં નાખનાર થાય છે. માટે એવા પુણ્યજનિત સુખથી મોહિત થવું ન જોઈએ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે બકરાનું. ઈદ માટે અથવા અન્ય કોઈ ઉત્સવ માટે બકરાનું માંસ ખાનારા લોકો ઘરે બકરો લઈ આવે છે અને એને સારામાં સારું ઘાસ, જવ વગેરે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. એથી બકરો રાજી થઈ નાચે છે અને જાડો થતો જાય છે. પરંતુ એનું જાડાપણું તે કાપીને વધારે આહાર મેળવવા માટે જ હોય છે. બકરાનો વધ થતાં એનું નાચવું નીકળી જાય છે. તેવી રીતે જીવ પુણ્યથી પુષ્ટ થાય છે, હર્ષિત થાય છે, પરંતુ અંતે તે ભયંકર દુઃખ પામે છે. — [૭૪૩] [જૂા: સુદ્ધમાનિયઃ પિવન્યો રુધિર યથા । भुंजाना विषयान् यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥६६॥ અનુવાદ : રુધિરનું પાન કરવાથી સુખ માનનારી જળોની જેમ વિષયોને ભોગવનારાઓ અંતે અત્યંત દારુણ દશા પામે છે. વિશેષાર્થ : પુણ્યોપાર્જનના ફળરૂપે ભોગોપભોગ ભોગવીને સુખ અનુભવનારા પુદ્ગલાનંદી જીવો માટે અહીં બીજી એક ઉપમા આપવામાં આવી છે. એવા લોકો જળોની જેમ સુખ ભોગવનાર છે. કોઈ માણસને રોગ થયો હોય અને એનું લોહી બગડી ગયું હોય તો બગડેલું લોહી શરીરમાંથી ખેંચી કાઢવા માટે જૂના વખતમાં જળોનો પ્રયોગ કરવામાં આવતો. જળો એ સાવ નાનું જીવડું છે. એ શરીરમાં જ્યાં ચોંટાડવામાં આવે અથવા જાતે ચોંટી જાય ત્યાં એવું સખત ચોંટી જાય છે કે જલદી ઊખડે નહિ જાણે કે તે શરીર સાથે એકરૂપ બની જાય છે. એટલા માટે તો ‘જળોની જેમ ચોંટવું' જેવી કહેવત પડી ગઈ છે. જળોને બળજબરીથી ખોતરીને ઉખાડવામાં આવે તો શરીરમાં લોહી નીકળે. જળો શરીરમાં ચોંટી ગયા પછી ધીમે ધીમે લોહી પીતી જાય અને જાડી થતી જાય. જાડી થાય ત્યારે શરીર પરથી ઉખાડીને એને દબાવવામાં આવે એટલે એણે પીધેલું લોહી બહાર નીકળી જાય. ફરી એ જળોને શરીર પર ચોંટાડવામાં 2010_05 ૪૨૫ Page #471 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આવે અને ફરી ઊખેડીને નિચોવવામાં આવે. આ રીતે શરીરમાંથી અશુદ્ધ લોહી જળો દ્વારા કાઢવાનો પ્રયોગ જૂના વખતમાં કરવામાં આવતો. જળો જ્યારે લોહી પીતી હોય છે ત્યારે કેટલી બધી આનંદિત થતી હોય છે. પણ પછી જ્યારે એને નિચોવવામાં આવે ત્યારે એને પાર વગરનું કષ્ટ પડે છે. ક્યારેક મરી પણ જાય છે. એવી રીતે જીવ જયારે પૌગલિક સુખ ભોગવતો હોય ત્યારે એને ખબર નથી હોતી કે પુણ્ય જેવું પૂરું થશે એટલે દારુણ દુઃખ ભોગવવાનું આવશે. [૭૪] તીવ્ર નિસંસંખ્યત્યયસાયમિવ | यत्रौत्सुक्यात्सदाक्षाणां तप्तता तत्र किं सुखम् ॥६७॥ અનુવાદ : તીવ્ર અગ્નિના સંગથી જેનું જળ (પયસ) શોષાઈ ગયું છે એવા લોઢા(અયસ)ની જેમ જેમાં (વિષયસુખમાં) સદા ઉત્સુકતાને લીધે ઈન્દ્રિયો(અક્ષ)ની સંતપ્તતા રહે છે, તેમાં સુખ ક્યાંથી હોય ? ' વિશેષાર્થ : અક્ષ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો સતત તૃપ્તિ ઝંખે છે. માણસને ભૂખ લાગી હોય ત્યારે સ્વાદિષ્ટ ભોજન મળતાં તૃપ્તિ થાય છે. પણ થોડો વખત પસાર થતાં ફરી પાછી ભૂખ લાગે છે. આવી રીતે ઇન્દ્રિયોના સર્વ પ્રકારનાં સુખો જીવ ફરી ફરી ભોગવવા ઝંખે છે. ઇન્દ્રિયો ક્યારેય કાયમને માટે સંતૃપ્ત રહેતી નથી કે થતી નથી. તે સંતપ્ત જ રહે છે. એ માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ અગ્નિથી એકદમ તપી ગયેલા લોઢા ઉપર પાણી છાંટવામાં આવે તો તે તરત શોષાઈ જાય છે અને લોઢું તો પાછું એવું ને એવું જ તપેલું રહે છે. તેવી રીતે ઇન્દ્રિયો સુખના ભોગવટા માટે સતત ઉત્સુકતાથી તપેલી રહે છે. ગમે તેટલું સુખ ભોગવવા મળે તો પણ ઇન્દ્રિયો ભૂખી અને ભૂખી રહે છે, તપ્ત રહે છે. એટલે પુણ્યના ફળરૂપે મળેલા સુખની અંદર અતૃપ્તિરૂપ, તાપરૂપ દુઃખ રહેલું જ છે. શાસ્ત્રકારો કહે છે કે ઇન્દ્રિયો દ્વારા અનુભવાતુ સુખ એ તો અગ્નિની અંદર ઘી હોમવા બરાબર છે. ઘી નાખતાં અગ્નિ વિશેષ પ્રજવળે છે, પણ એ શાંત થતો નથી. ઘી માટેની અગ્નિની વાસના ક્યારેય સંતોષાતી નથી. તેવી રીતે વિષયોના ભોગવટા દ્વારા ઇન્દ્રિય શાંત-સંતુષ્ટ હંમેશ માટે થઈ જાય એવું બનતું નથી. ક્યારેક તો ભોગવટાથી એની વાસના વકરે છે અને એનો અતિભોગ જડતા, ગ્લાનિ, નિર્બળતા ઇત્યાદિમાં પરિણમે છે. [૭૪૫] પ્રવિપશ્ચાખ્યાતિપશત્ પુરપીમુવેયુર ! इन्द्रियाणां गणे तापव्याप एव न निर्वृतिः ॥६८॥ અનુવાદ : પ્રથમ અને પછી પણ અરતિના સ્પર્શથી પુટપાક પામતા ઇન્દ્રિયોના સમૂહને સંતાપનો જ વ્યાપ થાય છે, સુખ નિવૃતિ) થતું નથી. ' વિશેષાર્થ : પુણ્યથી ઉત્પન્ન થતું સુખ એની સાથે સંકળાયેલા પરિતાપથી અંતે તો દુઃખરૂપ જ છે એ સમજાવવા માટે અહીં પુટપાક ઔષધિનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કેટલીક વનસ્પતિ એવી હોય છે, કે એને પાણીમાં ઉકાળવામાં આવે કે બાળીને ભસ્મ કરવામાં આવે તો તે બહુ ગુણ ન કરે, પરંતુ એ ઔષધિ કે ઔષધિનાં મિશ્રણ, દ્રાવણ એવાં હોય છે કે એને પુટમાં એટલે કુલડી અથવા શકોરામ ૪૨૬ Jain Education Intemational 2010_05 Page #472 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર અથવા માટીના માટલામાં કે એવા કોઈ પાત્રમાં રાખીને પછી બહારથી ચારે બાજુથી એને પહેલાં અને પછી તપાવવામાં આવે તો તે ઔષધિ ગુણ કરે છે. આવી રીતે ઔષધિ તૈયાર કરવાની રીતને “પુટપાક' કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના સુખોપભોગોનું પણ એવું જ છે. સુખ મેળવવા માટે માણસ દિવસ રાત કેટલી મથામણ કરે છે, કાળી મજૂરી કરે છે, થાકીને લોથ થઈ જાય છે ! વળી સુખ ભોગવ્યા પછી અસંતોષ, ગ્લાનિ, થાક, આતુરતા, અરતિ ઇત્યાદિ અનુભવે છે અને ફરી પાછો દોડાદોડ કરવા લાગે છે. અલ્પ સુખ માટે તે આગળપાછળ ઘણું કષ્ટ વેઠે છે. એનું સુખ “પુટપાક' ઔષધિ જેવું કષ્ટથી સભર છે. ભૌતિક વિષયોનું સુખ આવું છે. [૭૪૬] સવા યત્ર સ્થિત ષોઘઃ સ્વપ્રતિથિy सुखानुभवकालेऽपि तत्र तापहतं मनः ॥६९॥ અનુવાદ : સુખના અનુભવના સમયે પણ જ્યાં સદા પોતાના શત્રુઓ (પ્રતિપંથી) વિશે લેષનું ચિંતન રહેલું છે ત્યાં મન તાપથી હણાયેલું (ઘવાયેલું) છે. ' વિશેષાર્થ : જીવ જ્યારે મન, વચન અને કાયાથી સાંસારિક સુખનો અનુભવ કરે છે ત્યારે પણ તેનું ચિત્ત વિવિધ પ્રકારના તાપથી એટલે કે સંક્લેશથી હણાયેલું હોય છે. સુખ પ્રાપ્ત કરવાનાં સાધનોની અનુકૂળતા અને પ્રતિકૂળતા તથા સંબંધિત વ્યક્તિઓની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશે એના ચિત્તમાં ગમા-અણગમાની, સ્વાર્થ, લોભ ઇત્યાદિ પ્રકારના રાગદ્વેષની પરંપરા ચાલે છે. પ્રાપ્તવ્યની પ્રાપ્તિ માટે પુરુષાર્થ અને પ્રાપ્ત થયા પછી એ સુખ કોઈ પડાવી ન જાય કે એમાં કોઈ અંતરાય ન નાખે એ માટે મનમાં ચિંતા હોય છે. સુખનાં વિરોધી સાધનો અને વ્યક્તિઓ (પ્રતિપંથીઓ) પ્રત્યે દ્વેષ-બુદ્ધિ એના સુખભોગમાં પણ સંક્લેશ કરાવે છે. એટલે અહીં દ્વેષ અથવા સંક્લેશ એ તાપરૂપ છે. આમ પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા સાંસારિક સુખના ભોગવટામાં પણ ચિત્ત સ્વસ્થ અને શાન્ત રહેતું નથી. [७४७] स्कंधात्स्कंधान्तरारोपे भारस्येव न तत्त्वतः । अक्षालादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥७०॥ અનુવાદ : વસ્તુતઃ એક ખભા (સ્કંધ) પરથી બીજા ખભા પર ફેરવવાથી જેમ ભાર દૂર થતો નથી, તેમ ઈન્દ્રિયોના આનંદ(અક્ષ-આહલાદ)માં પણ વસ્તુતઃ દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી. ' વિશેષાર્થ : અહીં સંસ્કાર એટલે કોઈ એક વસ્તુ બની જાય તે પછી રહી જતી તેની અસર. એ માટે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માણસ એક ખભા ઉપર ભાર ઊંચકે છે. પછી જ્યારે તે ખભો દુઃખવા આવે છે ત્યારે ત્યાંથી ભાર બીજા ખભા ઉપર મૂકવામાં આવે છે. એ વખતે પહેલા ખભા ઉપરથી ભાર ઊતરતાં હળવાશ અનુભવાય છે. રાહત લાગે છે. કંઈક સુખનો અનુભવ થાય એ ભારનો સંસ્કાર જે કષ્ટમય છે તે દૂર થયો નથી. તેવી રીતે સાંસારિક સુખમાં, એની પ્રાપ્તિ માટેનો ૪ર૭ Jain Education Interational 2010_05 Page #473 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પૂર્વે વર્તતો હતો તે દુઃખનો સંસ્કાર નિવૃત્ત થતો નથી. ઇન્દ્રિયોના ભોગકાળમાં ઇચ્છાઓની અતૃપ્તિ, ઉત્સુક્તા ઇત્યાદિના સંસ્કાર રહ્યા કરે છે કે જે દુ:ખરૂપ હોય છે. [૭૪૮] સુર પુર્વ ર મોદશ તિસ્ત્રોડપિ પુણવૃત્તયા विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥७१॥ અનુવાદ : સુખ, દુઃખ અને મોહ એ ત્રણે ગુણની વૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, તો પણ દુઃખની જાતિનું ઉલ્લંઘન કરતી ન હોવાથી તે દુઃખરૂપ જ છે. વિશેષાર્થ : ‘પાતંજલ યોગદર્શનના દ્વિતીય પાદમાં બતાવ્યા પ્રમાણે બુદ્ધિની ત્રણ અવસ્થાઓ તે ત્રણ ગુણ છે : સત્ત્વ, રજસ્ અને તમસ. સત્ત્વગુણ સુખાનુભવ કરાવે છે, રજોગુણ દુઃખાનુભવ કરાવે છે અને તમોગુણ મોહાનુભવ કરાવે છે. એટલે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણની અનુક્રમે સુખ, દુઃખ અને મોહ એવી ત્રણ વૃત્તિઓ છે. બુદ્ધિમાં ફક્ત એક જ ગુણ હોય અને બીજા બે ગુણ હોય જ નહિ, અથવા કોઈપણ બે ગુણ હોય અને એક ગુણ હોય જ નહિ એમ ક્યારેય બને નહિ. બુદ્ધિમાં ત્રણે ગુણોનો અને એમની વૃત્તિઓનો સંયુક્ત પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરતો રહે છે. એમાં કોઈ એક ગુણવૃત્તિ પ્રધાન હોય છે અને બીજી બે ગૌણ હોય છે. આમ ત્રણે ગુણવૃત્તિઓ વિષમ અવસ્થામાં હોય ત્યાં સુધી તેઓ એક જ સ્થાને રહી શકે. જો તેઓ ત્રણેય સમ અવસ્થામાં આવી જાય તો તેઓ એકબીજાની વિરોધી બની જાય છે. એટલે ત્રણે ગુણવૃત્તિઓ સમ અવસ્થામાં પરસ્પર વિરોધીપણે વર્તતી હોવા છતાં વિષમ અવસ્થામાં સાથે રહે છે. જ્યારે વિષમ અવસ્થામાં ત્રણે હોય ત્યારે કોઈપણ એક ગુણવૃત્તિ અત્યંત પ્રબળ અથવા બળવાન બની જાય છે. ત્યારે તે બીજી બે નબળી ગુણવૃત્તિઓને દબાવે છે. પરંતુ ત્યારે એ નબળી ગુણવૃત્તિઓ પ્રબળ ગુણવૃત્તિને સહકાર આપી એની સાથે જ રહે છે. આમ એક ગુણવૃત્તિ પ્રબળ હોય ત્યારે બીજી બે ગુણવૃત્તિ હોય જ નહિ એમ બને નહિ. માત્ર તેનું જોર ઓછું હોય. એનો અર્થ એ થયો દુઃખાનુભવ વખતે તો દુઃખ છે જ, પરંતુ સત્ત્વગુણવૃત્તિની પ્રબળતાને લીધે જયારે સુખાનુભવ થતો હોય ત્યારે પણ, ભલે મંદપણે પણ દુઃખાનુભવ અને મહાનુભવ તો ત્યાં રહેલા જ હોય છે. આમ જીવને નિર્ભેળ સુખનો અનુભવ ક્યારેય થતો નથી. પ્રત્યેક સુખાનુભવની સાથે દુ:ખાનુભવ જોડાયેલો છે. દુ:ખની જાતિનું અતિક્રમણ કે ઉલ્લંઘન થતું નથી. સુખદુઃખ સાથે વણાયેલાં છે. આ સુખદુ:ખની વાત તે સાંસારિક સુખદુ:ખની છે. યોગદર્શન અનુસાર અહીં તેની વિચારણા થયેલી છે. પુણ્યના ઉદયે જે સાંસારિક સુખાનુભવ થાય છે તેમાં પણ દુઃખાનુભવ અંતર્ગત રહેલો છે એમ અહીં દર્શાવવામાં આવ્યું છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અન્ય દર્શનનો પણ કેવો સુંદર સમન્વય કરી લીધો છે તે અહીં જોઈ શકાય છે. [૭૪૯] દ્ધનાક્ષUITોપમો મોપોદ્ધવોશ્વિન: विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ॥७२॥ અનુવાદઃ ભોગથી ઉદ્ભવેલો સમગ્ર સુખાનુભવ (વિલાસ) ક્રોધે ભરાયેલા નાગની ફણાના વિસ્તારની ઉપમાવાળો છે. તે સુંદર ચિત્રરૂપ) હોવા છતાં વિવેકી પુરુષોને ભયના કારણરૂપ છે. ૪૨૮ Jain Education Interational 2010_05 Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : પુણ્યોદયથી પ્રાપ્ત થતા ભોગોપભોગો તાત્ત્વિક રીતે, પરિણામે તો દુઃખરૂપ જ છે એ સમજાવવા માટે અહીં ક્રોધે ભરાયેલા નાગનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. નાગ ક્રોધે ભરાય તો તરત ઊંચો થઈ જાય છે અને તેની ફણા પહોળી થઈ જાય છે. તેની વિસ્તૃત થયેલી ફણા રંગ, આકૃતિ અને એની ભાતને કારણે કેટલી સુંદર લાગે છે ! વળી એ કેટલી સુંવાળી અને ચમકતી દેખાય છે. આ ઝેરી નાગ છે એવી જેને ખબર ન હોય તે તો એના સૌન્દર્યથી મુગ્ધ થવાના અને રાજી રાજી થઈ એનો સ્પર્શ કરવા, એના પર હાથ ફેરવવા લલચાવાના. પરંતુ એમ કરવા જતાં તો નાગ તરત ડંખ મારે છે અને માણસનું તત્કાલ મૃત્યુ થાય છે. એટલે ડાહ્યા માણસે નાગની સુંદર ફણાને સ્પર્શ કરવા જેવું નથી. બલકે નાગથી બચવા માટે ઘણે દૂર રહેવા જેવું છે. આવું જ છે સંસારના સુખોપભોગનું. પુણ્યથી સુખ મળે છે ત્યારે જીવ એ જોઈને, અનુભવીને રાજી રાજી થઈ જાય છે. તે ભૌતિક સુખમાં મહાલવા લાગે છે. આ એની અજ્ઞાન દશા છે. વસ્તુતઃ આ ભોગોપભોગ અંતે તો એને દુર્ગતિમાં લઈ જનાર નીવડે છે. આત્મિક સુખની આકાંક્ષા રાખનારાઓએ આવા ભોગોપભોગોથી ડરીને એનાથી દૂર રહેવું જોઈએ. [૭૫૦] રૂત્થમેન્દ્વમાપન્ન પાંત: પુણ્યપાયો: । मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥७३॥ અનુવાદ : આ પ્રમાણે ફળની દૃષ્ટિએ પુણ્ય અને પાપનું એકપણું પ્રાપ્ત થયું. જે મૂઢ માણસ આમ માનતો નથી, તેના ભવસાગરનો અંત નથી. વિશેષાર્થ : આગળના શ્લોકોમાં પુણ્ય અને પાપની જે વિચારણા કરવામાં આવી છે તેનો ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી અહીં કહે છે કે શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા પુણ્ય અને પાપથી ભિન્ન છે. પુણ્ય અને પાપ પુદ્ગલરૂપ છે અને આત્માને તે બંધનમાં નાખનાર છે. ફળની દૃષ્ટિએ જોઈએ તો પુણ્ય અને પાપ એ બે વચ્ચે કશો ભેદ જણાશે નહિ, કારણ કે જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી જેમ સંસારમાં પરિભ્રમણ છે, તેમ જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી પણ સંસારમાં પરિભ્રમણ છે જ. એટલે જ્ઞાનીના મનમાં પુણ્યનો મહિમા ન હોઈ શકે. પુણ્યથી પ્રાપ્ત થતા ભોગોપભોગો જ્ઞાનીને ભયના હેતુરૂપ, સંસારના પરિભ્રમણરૂપ જણાય છે. જ્ઞાનીને વિવેકદૃષ્ટિથી જોતાં પુણ્ય પ્રત્યે રાગ અને પાપ પ્રત્યે દ્વેષ હોતાં નથી. તે તો બંનેને દુ:ખના હેતુરૂપે જ જુએ છે. જે મૂઢ જીવ પુણ્ય અને પાપનું આ દુ:ખદાયી પરિણામ સમજતો નથી તેના ભવસાગરનો અંત આવતો નથી. [૭૫૧] દુ:Ôરૂપયોમિત્રોનાત્મા પુછ્યવાપયો: । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ॥ ७४॥ અનુવાદ : એટલે દુઃખના જ એક સ્વરૂપવાળાં પુણ્ય અને પાપથી આત્મા ભિન્ન છે. શુદ્ધ નિશ્ચયનયથી આત્મા સદા સચિત્-આનંદમય છે. વિશેષાર્થ : પુણ્ય અને પાપથી આત્મા ભિન્ન છે અને તે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમ શુદ્ધ _2010_05 ૪૨૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિશ્ચયનય જે કહે છે તે વાતનો અહીં ઉપસંહાર કરવામાં આવ્યો છે. વ્યવહારનય કહે છે કે પુણ્ય સુખરૂપ છે અને પાપ દુઃખરૂપ છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનય કહે છે કે તત્ત્વની દષ્ટિએ પુણ્ય અને પાપ બંને દુ:ખરૂપ જ છે. આત્મા ચેતન દ્રવ્ય છે અને પુણ્ય તથા પાપ કર્મરૂપે છે એટલે કે પુગલરૂપે છે, અર્થાત્ અજીવ દ્રવ્ય છે. વ્યવહારનય કહે છે કે સિદ્ધાવસ્થામાં જીવ સર્વ કર્મથી સર્વથા મુક્ત હોય છે. એટલે એ ત્યાં સચ્ચિદાનંદમય હોય છે. પરંતુ સંસારમાં આત્માને પુણ્ય અને પાપની સાથે એટલે કે શુભાશુભ કર્મની સાથે, એક ક્ષેત્રાવગાહને કારણે, પોતાની મોહદશાને લીધે કંઈક અભિન્નતા ભાસે છે. વસ્તુતઃ ચેતન દ્રવ્ય તે આત્મા, પુણ્ય અને પાપરૂપી અજીવ દ્રવ્ય સાથે, એક ક્ષેત્રાવગાહ હોવા છતાં, તાણાવાણાની જેમ તે બંને દ્રવ્યો રહેલાં હોવા છતાં, એકરૂપ થઈ શકે નહિ, કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહિ. દરેક દ્રવ્ય સ્વસ્વરૂપે જ પરિણમે. કોઈ પણ દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડીને અન્ય દ્રવ્યના સ્વભાવને ધારણ કરી શકે નહિ. આત્માનો સ્વભાવ સત, ચિત અને આનંદરૂપ છે. ત્રણે કાળમાં એનો એ જ સ્વભાવ રહે છે. પરંતુ પોતે દેહ સાથે એકરૂપ છે એવો જીવને ભ્રમ રહ્યા કરે છે. જ્ઞાનીને તો દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થાય છે અને એનું વદન થાય છે. આથી વિપાકે દુઃખાનુભવ કરાવનાર પુણ્ય અને પાપ સાથે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને કોઈ સંબંધ નથી. [૭૫૨] તત્તરીયશાળંયરૂપમાવરક્ષયાત્ | भात्युष्णोद्यतशीलस्य घननाशाद्रवेरिव ७५॥ અનુવાદ : જેમ મેઘનો નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવવાળો સૂર્ય દેખાય છે, તેમ આવરણનો ક્ષય થવાથી તે તુરીય દશામાં (આત્માનું) જાણી શકાય તેવું (વ્યંગ્ય) રૂપ આવિર્ભાવ પામે છે. વિશેષાર્થ : તુરીય અથવા તુર્ય એટલે ચોથું. આત્માની ચાર દશા બતાવવામાં આવે છે. (૧) સુષુપ્તિ, (૨) જાગ્રત, (૩) સ્વમ અને (૪) ઉજ્ઞાગર. એમાં ચોથી દશામાં અન્ય દર્શન પ્રમાણે આત્મા પોતે પરબ્રહ્મ અથવા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે. જૈન દર્શન પ્રમાણે આત્માની ચોથી ઉજાગર દશા એટલે કેવળજ્ઞાનના પ્રકાશવાળી દશા. આ દશાની શરૂઆત આત્માના નિર્વિકલ્પ ઉપયોગથી થાય છે અને તેરમા ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે તે દશા સ્થિર થાય છે. હવે આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ બતાવવામાં આવે છે એટલે આત્મામાં આ ચોથી ઉજાગર દશા રહેલી છે એમ કહેવામાં આવે છે. તો પછી જીવની એ ચોથી દશા જોવા કેમ મળતી નથી ? એનું કારણ એ છે કે આત્મામાં એ દશા રહેલી હોવા છતાં, આવરણને કારણે એ જોવા મળતી નથી. આ આવરણ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મરૂપ આવરણ છે. એ આવરણનો ક્ષય થતાં તરત જ આ ચોથી ઉજાગર દશા–કેવળજ્ઞાનના પ્રકાશની દશા દેખાય છે. અહીં સરખામણી આપવામાં આવી છે સૂર્યના પ્રકાશની. આકાશમાં સૂર્ય છે, પરંતુ એનો પ્રકાશ અને એની ઉષ્ણતા જો ગાઢ વાદળાં હોય તો અનુભવવા નથી મળતાં. પરંતુ જેવાં વાદળાં વિખરાઈ જાય છે કે તરત ઝળહળતો સૂર્યપ્રકાશ જોવા તથા ઉષ્મા અનુભવવા મળે છે. વાદળાંને લીધે સૂર્યપ્રકાશ ૪૩૦ Jain Education Interational 2010_05 Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર જોવા ન મળતો હોય તો એનો અર્થ એ નથી કે આકાશમાં સૂર્ય નથી. તેવી રીતે ઘાતી કર્મોના આવરણને કારણે આત્માની તુરીય અવસ્થા ન જોવા મળતી હોય તો એનો અર્થ એ નથી કે આત્મામાં એવી અવસ્થા છે જ નહિ. [૭૫૩) નાથને નાગ્રતોડગ્રશ્ચિત્રાથી સુવવૃત્ત: .. सामान्यं तु चिदानंदरूपं सर्वदशान्वयि ॥७६॥ અનુવાદ : જાગ્રતને (આત્માને) ઇન્દ્રિયો (અક્ષ) દ્વારા વિવિધ સુખવૃત્તિઓની બુદ્ધિ ઉદ્ભવે છે, પરંતુ સર્વ દશામાં ચિદાનંદ સ્વરૂપ તો સમાન રીતે અંતર્ગત રહેલું છે. ' વિશેષાર્થ : જે જાગ્રત છે એટલે કે દ્રવ્યનિદ્રારહિત છે તેને વિવિધ પ્રકારની સુખની વૃત્તિઓ ઉદ્ભવે છે. પોતાની ઇન્દ્રિયો દ્વારા તે અનુભવે છે. પરંતુ નિદ્રાવસ્થામાં તે અનુભવ થતો નથી. એ બતાવે છે કે ઇન્દ્રિયો દ્વારા થતો સુખનો અનુભવ અમુક વખતે થાય છે અને અમુક વખતે થતો નથી. પરંતુ ઇન્દ્રિયાતીત એવા આત્માના ચિદાનંદ સ્વરૂપનો જે અનુભવ થાય છે એમાં કોઈ દશાનો બાધ નથી. સર્વ દશામાં તે સમાન રીતે અંતર્ગત રહેલો છે. જીવની ઇન્દ્રિયસહિત દશા હોય, કે ઇન્દ્રિયરહિત દશા હોય, કે દેહરહિત સિદ્ધાવસ્થા હોય–સર્વ દશામાં ચિદાનંદ સ્વરૂપ સમાનરૂપે રહેલું છે. [૭૫૪] પુત્નિને યથા વહૂિર્વાધ્યતે તાપ્યડથવી . नानुभूतिपराभूती तथैताभिः किलात्मनः ॥७७॥ અનુવાદ: જેમ તણખા વડે અગ્નિ પ્રકાશતો નથી અથવા તાપ પમાડતો નથી, તેમ એના વડે સુખની વૃત્તિઓ વડે) આત્માનો અનુભવ અથવા પરાભવ થતો નથી. વિશેષાર્થ : આત્માનું સ્વરૂપ જો સચ્ચિદાનંદમય હોય તો જયારે ઇન્દ્રિયો દ્વારા સુખનો અથવા દુઃખનો અનુભવ થાય છે તે વખતે આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ કેમ પ્રકાશિત કે પ્રતીત થતું નથી ? એનો ઉત્તર એ છે કે ઇન્દ્રિયો દ્વારા થતી સુખ કે દુઃખની લાગણી એ તો ભડભડ બળતા અગ્નિમાંથી ઊડતા એક સ્ફલિંગ જેટલી છે. એક સ્ફલિંગની તાકાત કેટલી ? અગ્નિનો જ એ એક કણ હોવા છતાં એનામાં પ્રકાશ આપવાની કે કશું ગરમ કરવાની શક્તિ હોતી નથી. ક્ષણવારમાં તો એ તણખો ઓલવાઈ જાય છે. તેવી રીતે ઇન્દ્રિયો દ્વારા આત્માનું ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થઈ શકતું નથી અથવા ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું દુઃખ આત્માનો પરાભવ કરી શકતું નથી. [૭૫૫] પાક્ષિUT: સુ પચ્ચે સુષુત નિરહંતમ્ यथा भानं तथा शुद्धविवेके तदतिस्फुटम् ॥७८॥ અનુવાદ : સુષુપ્તિમાં સુખરૂપ અને સાક્ષી(એવા આત્મા)નું જેમ અહંકારરહિત ભાન થાય છે, તેમ શુદ્ધ વિવેકમાં તે (ભાન) અતિ ફુટ થાય છે. વિશેષાર્થ : આત્મા દેહથી ભિન્ન છે. તે સુખરૂપ છે, સાક્ષીરૂપ છે. પરંતુ જીવને અજ્ઞાનને કારણે, ૪૩૧ Jain Education Intemational 2010_05 Page #477 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર શરીરાદિના પુદ્ગલોની અત્યંત નિકટતાને કારણે “હું ખાઉં છું, હું જાઉં છું, હું ગોરો છું, હું કાળો છું, હું સત્તાધીશ છું, હું પંડિત છું, હું ભોગવું છું, હું દુઃખી છું, હું બીમાર છું.' ઇત્યાદિ પ્રકારના જે ભાવો થાય છે તેમાં એની સભાનતા હોય છે પરંતુ એ જ વ્યક્તિ જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે ત્યારે સભાનતારૂપી અહંકારવાળા તેના વિકલ્પો શમી જાય છે. પોતાના દેહની સભાનતા પણ રહેતી નથી. શુદ્ધ ચેતનાનો મંદ, અસ્પષ્ટ અનુભવ ત્યારે રહે છે. પરંતુ એના કરતાં પણ જાગૃત બોધદશામાં અનુભવ વિશેષ સ્પષ્ટ હોય છે. જ્યાં સુધી શરીરથી પોતે પૃથફ છે એવો બોધ થતો નથી ત્યાં સુધી કર્તુત્વ અને ભોફતૃત્વની બુદ્ધિ રહે છે. પરંતુ એ એનો ભ્રમ છે. જ્યારે સ્વસ્વરૂપનો બોધ થાય છે ત્યારે, જયારે વિવેક પ્રગટે છે ત્યારે “હું કર્તા-ભોક્તા નથી, માત્ર સાક્ષીરૂપ છું' એવી પ્રતીતિ થાય છે. એ સાક્ષીભાવ એના આત્મિક સુખના સંવેદનરૂપ બને છે. | ‘અધ્યાત્મસાર'ના આ આત્મનિશ્ચય અધિકારમાં હવે પછીના કેટલાક શ્લોકોમાં આત્મતત્ત્વની વિચારણા ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ કરવામાં આવી છે. એ સમજવા માટે પ્રાથમિક કક્ષાના વાચકોને લક્ષમાં રાખીને ભિન્ન ભિન્ન નયની સંક્ષેપમાં અહીં રૂપરેખા આપવામાં આવી છે. વસ્તુમાત્રમાં અનંત ધર્મો રહેલા છે. તેમાંથી નિશ્ચિત કરેલા અંશ કે અંશોને જે ગ્રહણ કરે અને બાકીના અંશો અંગે ઉદાસીન રહે તે નય કહેવાય. (બાકીના અંશોનો નિષેધ કરે તો તે નયાભાસ કહેવાય.) નય એટલે વસ્તુનું પ્રતિપાદન કરવા માટેનો એક દૃષ્ટિકોણ અથવા એક અપેક્ષા. જુદી જુદી અપેક્ષાથી વસ્તુનું પ્રતિપાદન કરવાની પદ્ધતિ અનેક છે. તેમાં પણ સૂક્ષ્મદૃષ્ટિથી ઘણા ભેદપ્રભેદ બતાવવામાં આવે છે. આ બધા નયોમાં મુખ્ય બે નય છે : નિશ્ચયનય અને વ્યવહારનય અથવા દ્રવ્યાર્થિક (દ્રવ્યાસ્તિક) નય અને પર્યાયાર્થિક (પર્યાયાસ્તિક) નય. દ્રવ્યનું લક્ષણ “સ” છે. પોતાના ગુણપર્યાયમાં જે રહે છે તે “સ” છે અથવા ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતાયુક્ત જે છે તે “સતુ' છે અથવા જે અર્થક્રિયાકારી છે તે “સત’ છે. પર્યાય એટલે જે ઉત્પત્તિ અને વિનાશ પામે છે તે. વિશાલ અર્થમાં દ્રવ્યાર્થિકનય એ જ વ્યવહારનય છે અને પર્યાયાર્થિકનય એ જ નિશ્ચયનય છે. આમ છતાં તે બંને નયો એકબીજાના પર્યાય નથી એમ પણ કહેવામાં આવે છે. આગમ અને અધ્યાત્મ વચ્ચે ભેદ કરીને કહેવામાં આવે છે કે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય આગમના નય છે અને નિશ્ચયનય અને વ્યવહારનય એ અધ્યાત્મના નય છે. આ નયોના પણ શુદ્ધ અને અશુદ્ધ વગેરે પેટાપ્રકારો બતાવવામાં આવે છે. આ બધામાં મુખ્યત્વે સાત નય છે. તે અનુક્રમે આ પ્રમાણે છે : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) ઋજુસૂત્રનય, (૫) શબ્દનય, (૬) સમભિરૂઢનય અને (૭) એવંભૂતનય. એમાં પહેલા ત્રણ દ્રવ્યાર્થિક નય છે અને પછીના ચાર પર્યાયાર્થિકનય છે. - સાત નયમાં મુખ્ય નૈગમનાય છે. “નૈગમ' શબ્દને જુદી જુદી રીતે ઘટાવવામાં આવે છે, જેમ કે નૈગમ એટલે “નૈક ગમ. ગમ એટલે ગમન કરવાનો માર્ગ. નૈક એટલે એક નહિ અર્થાત અનેક. આમ જેના અનેક માર્ગ છે તે નૈગમ. વળી નૈગમ' શબ્દ એ રીતે પણ ઘટાવાય છે કે નિગમનો બોધ કરાવે તે નૈગમ. નિગમ એટલે સંકલ્પ અથવા કલ્પના. નિગમ એટલે લૌકિક દર્શનકારોએ પોતપોતાની માન્યતાનુસાર વિચારધારા જેમાં વ્યક્ત કરી હોય તે. નૈગમનય એટલે નિગમનો બોધ કરાવવામાં જે કુશળ હોય તે નય. ' ૪૩૨ Jain Education Interational 2010_05 Page #478 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર નૈગમનય ઘણો વ્યાપક છે. તેનો વિષય વિશાળ છે. લૌકિક રૂઢિ પર તે આશ્રિત છે. તે અતીત, વર્તમાન અને અનાગતને વિકલ્પરૂપથી સાંધે છે. એ રીતે નૈગમનયના ભૂતનૈગમ, વર્તમાનનૈગમ અને ભાવિનૈગમ એમ ત્રણ મુખ્ય પ્રકાર પડે છે. ઉદાહરણ તરીકે કોઈ દિવાળીને દિવસે એમ કહે કે “આજે ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ થયું.' તો તે ભૂતનૈગમનાય છે. એમાં ભૂતકાળની ઘટનાને વર્તમાનમાં બનતી હોય તેમ વર્ણવાય છે. તેવી રીતે ભવિષ્યની ઘટના વર્તમાનમાં બનતી હોય તેવી રીતે વર્ણવાય છે. દા.ત. કોઈ મહિના પછી અમેરિકા જવાના હોય તો આપણે પરિચય કરાવીએ છીએ કે ‘ભાઈ અમેરિકા જાય છે.' કોઈ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરતા હોય પણ હજુ ડૉક્ટર થયા ન હોય તો પણ આપણે કહીએ છીએ; “આવો ડૉક્ટર.– આવું બધું લોકવ્યવહારથી ઘટી શકે છે. નૈગમનય વસ્તુને સામાન્ય તથા વિશેષ એમ ઉભયાત્મકરૂપે માને છે. વળી નૈગમનના “સંકલ્પનૈગમ”, “અંશ નૈગમ' અને “આરોપ નૈગમ” એવા તથા ‘દ્રવ્યનૈગમ”, “પર્યાયનૈગમ’ અને ‘દ્રવ્યપર્યાયનૈગમ” એવા પેટાપ્રકારો પણ બતાવવામાં આવે છે. સંગ્રહનય પદાર્થના સામાન્ય સ્વરૂપનો બોધ કરાવે છે. વિભિન્ન વસ્તુઓમાં વિશેષ ગુણધર્મો અને સામાન્ય ગુણધર્મો રહેલા છે. વિશેષ ગુણધર્મો ભિન્ન ભિન્ન વસ્તુઓમાં પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે છે, પરંતુ સામાન્ય ગુણધર્મ એમાં સમાનરૂપે હોય છે. આવા સમાન ગુણધર્મોનો સંગ્રહ કરીને એ અપેક્ષાએ કથન કરવું તે સંગ્રહનયનું કાર્ય છે. નાના સંગ્રહમાંથી મોટા સંગ્રહ તરફ જતાં સંગ્રહનયને કોઈ મર્યાદા નથી. કાગડો, પોપટ, મોર એમ ન કહેતાં સંગ્રહનય “પક્ષીઓ' કહેશે. કાગડો, બકરી, સિંહ એમ ન કહેતાં તે “પ્રાણીઓ' કહેશે. કાગડો, બકરી, સિંહ, સ્ત્રી, પુરુષ વગેરેને તે “જીવ’ કહેશે. આંબો, લીમડો, પીપળો એમ જુદા જુદા ન કહેતાં તે “વૃક્ષ' કહેશે. આંબો, લીમડો, ઘાસ, વેલ વગેરેને તે વનસ્પતિ કહેશે. એ પ્રમાણે સામાન્ય ધર્મવાચક, એટલે કે સમૂહવાચક શબ્દ પ્રયોજશે. સંગ્રહનયના શુદ્ધ સંગ્રહનય અને અશુદ્ધ સંગ્રહનય એવા બે પ્રકારો છે. એ બંનેને અનુક્રમે મહાસામાન્યનય (અથવા પરસંગ્રહનય) તરીકે અને અવાન્તર સામાન્યનય (અથવા અપરસંગ્રહનય) તરીકે પણ ઓળખવામાં આવે છે. વસ્તુઓ વિશેષરૂપથી વ્યવહાર કરે તે વ્યવહારનય છે. વ્યવહારનય અર્થભેદક છે. તે દરેક પદાર્થને અન્ય પદાર્થથી ભિન્ન એવી વિશેષતાથી ઓળખવાનું કહે છે. સંગ્રહનયમાં એકીકરણ છે, તો વ્યવહારનયમાં પૃથક્કરણ છે. લોકવ્યવહારમાં વ્યવહારનય ઉપયોગી થાય છે, એટલું જ નહિ, તે અનિવાર્ય પણ બની જાય છે. ભિન્નભિન્ન વસ્તુઓના તેમની વિશેષતા અનુસાર વિભાગ કરવા જીવનમાં જરૂરી બને છે. સંગ્રહનય પદાર્થોને ઉત્તરોત્તર સંગ્રહીત કરે છે, એક જ શીર્ષક હેઠળ લાવવાનો પ્રયાસ કરે છે, તો વ્યવહારનય પદાર્થોને ઉત્તરોત્તર વિભાજિત કરે છે, એટલે કે પદાર્થોને તે ભિન્નભિન્ન શીર્ષક હેઠળ વિશેષતા અનુસાર મૂકે છે. ઉદાહરણ તરીકે સંગ્રહનાં બધાં વૃક્ષોને વૃક્ષોના સામાન્ય ધર્મથી ઓળખાવે છે, તો વ્યવહારનાં વૃક્ષોમાં આંબો, લીમડો, વડ એવા ભેદ બતાવે છે. મીઠાઈની એક દુકાનનું નામ રાખવું હોય તો સંગ્રહનય અપનાવવો પડે અને ઘરાક મીઠાઈ લેવા આવે ત્યારે પેંડા, બરફી, જલેબી જુદાં જુદાં બતાવીને વ્યવહારનયનો આશ્રય લેવો પડે. વ્યવહારનયના શુદ્ધ વ્યવહારનય અને અશુદ્ધ વ્યવહારનય એવા તથા અન્ય પ્રકારના ભેદો બતાવવામાં આવ્યા છે. ૪૩૩ 2010_05 Page #479 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ઋજુસૂત્રનયની જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવે છે. ઋજુ એટલે અવક્ર અથવા સરળ અને સૂત્ર એટલે દોરો. ઋજુસૂત્રનય એટલે જે નય વસ્તુને સરળ રીતે સૂત્રમાં પરોવે તે. | ઋજુસૂત્રનય મુખ્યત્વે વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે. પરંતુ વર્તમાન પર્યાય એક “સમયની હોય છે. એ “સમય”ની પહેલાંનો ‘સમય’ તે ભૂતકાળ છે અને પછીનો ‘સમય’ ભવિષ્યકાળ છે. આ નય કહે છે કે અતીત અથવા ભૂતકાળ નષ્ટ થઈ ગયો છે અને અનાગત અથવા ભવિષ્યકાળ હજુ અનુત્પન્ન છે. એટલે એ બંનેમાં વિષયનો વ્યવહાર થઈ શકતો નથી. બીજી બાજુ વર્તમાન સમય’ ક્ષણમાત્રમાં નાશ પામે છે. એટલે વર્તમાન સમયની પર્યાય અપ્રુવ અથવા ક્ષણધ્વસી છે. છદ્મસ્થો એ ગ્રહણ કરી શકતા નથી. એટલે ઋજુસૂત્રનય એક સ્થિતિના પર્યાયના સમુદાયને પણ માન્ય રાખે છે. એટલે ઋજુસૂત્ર નયના બે પ્રકાર થાય છે. નિશ્ચયથી એક જ સમયની પર્યાયને જે ગ્રહણ કરે તે સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને વ્યવહારથી પર્યાયના અમુક સમુદાયને ગ્રહણ કરે તે સ્થૂલ ઋજુસૂત્રનય. વ્યવહારથી વર્તમાનકાળના સંદર્ભમાં આજનો દિવસ, આ ચાલુ માસ, આ ચાલુ વર્ષ, વર્તમાન ચોવીસી, વર્તમાન અવસર્પિણી, દેવપર્યાય, મનુષ્યપર્યાય વગેરેને ઋજુસૂત્રનય સ્થૂલ રીતે પર્યાય તરીકે ગ્રહણ કરે છે. ' શબ્દનય એનું નામ સૂચવે છે તે પ્રમાણે યોગ્ય શબ્દ ઉપર ભાર મૂકે છે. યોગ્ય સમયે વસ્તુસ્થિતિને યોગ્ય રીતે રજૂ કરવા માટે શબ્દની પસંદગી યોગ્ય રીતે થવી જોઈએ. એટલે જ શબ્દનયમાં વ્યાકરણ અને શબ્દકોશ બંને આવી જાય. શબ્દનાં જાતિ, વચન, કાળ, કારક (વિભક્તિ) અનુસાર એનો ભિન્નભિન્ન ઉપયોગ થવો જોઈએ. ઉદાહરણ તરીકે “પુરુષ' માટે “સ્ત્રી' શબ્દ ન પ્રયોજી શકાય. પુત્રને પુત્રી તરીકે ન ઓળખાવાય. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, ભાઈ-ભાભી, કાકા-કાકી, મામા-મામી, પોપટ-મેના, ચકલો-ચકલી ઇત્યાદિ શબ્દોમાં લિંગ, સંબંધ વગેરે અનુસાર વ્યવહાર થવો જોઈએ. તેવી જ રીતે પ્રસંગાનુસાર વ્યક્તિ', “માણસો' વગેરે શબ્દો પ્રયોજી શકાય. જયાં એક શબ્દને બદલે બીજો શબ્દ પ્રયોજી શકાય એમ હોય તો તેવા એકાર્યવાચી પર્યાયવાચક શબ્દોને આ શબ્દનય સ્વીકારે છે. દીકરો' અને “પુત્ર સમાનાર્થી શબ્દો છે. “રવિ’, ‘સૂર્ય’, ‘ભાનું વગેરે શબ્દો એકબીજાના પર્યાય તરીકે પ્રયોજી શકાય છે. સમભિરૂઢનય શબ્દનય કરતાં સૂક્ષ્મતાથી વિચારે છે. તે વ્યુત્પત્તિભેદે અથવા શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય લિંગભેદ, સંખ્યાભેદ, વચનભેદ, કાળભેદ ઇત્યાદિ અનુસાર અર્થભેદ થતો હોય તો તે સ્વીકારે છે, પરંતુ બીજી બાજુ ઇન્દ્ર, શક્ર, પુરંદર, શચીપતિ જેવા એકાર્યવાચી શબ્દોને પણ તે સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢનય પ્રમાણે કોઈપણ શબ્દ પર્યાયવાચી નથી. જગતમાં જેટલા શબ્દ છે તેટલા અર્થ છે. શબ્દમાં ભેદ હોય તો અર્થમાં ભેદ હોવો જોઈએ. કુંભ, કળશ અને ઘટ એ ત્રણે શબ્દોને એકાર્યવાચી શબ્દ તરીકે શબ્દનય સ્વીકારે છે, પરંતુ સમભિરૂઢનય કહે છે કે તે દરેક શબ્દનો શ્રુત્પિત્તિની દૃષ્ટિએ જુદો જુદો અર્થ હોવો જોઈએ. અર્થની ભિન્નતાથી પદાર્થની ભિન્નતા હોવી જોઈએ. એટલે જેટલી શબ્દની ભિન્નતા તેટલી પદાર્થની ભિન્નતા હોવી જોઈએ. આમ સમભિરૂઢનય શબ્દની વ્યુત્પત્તિ ઉપર ભાર મૂકે છે. એવંભૂતનયનો શબ્દાર્થ છે : “એવમ્' એટલે “આ પ્રમાણે” અને “ભૂત” એટલે “થયું'. આ નય જે કાળે જે ક્રિયા થઈ રહી હોય તે ક્રિયાને માટે યોગ્ય વિશેષણ પ્રયોજે છે અથવા એવા નામનો વ્યવહાર કરે છે. એવંભૂતનય વ્યુત્પત્તિસિદ્ધ અર્થને માન્ય રાખે છે. ઉદાહરણ તરીકે “રાજા” તેને કહેવાય કે જયારે ૪૩૪ 2010_05 Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર જે રાજસિંહાસન પર બેઠો હોય અને હાથમાં રાજદંડ હોય. અન્ય સમયે તે રાજા નહિ. ઇન્દ્ર, શક્ર અને | શચીપતિ એ ત્રણ શબ્દોનો આપણે વ્યવહારમાં એક જ અર્થ કરીએ છીએ, પરંતુ એવંભૂતનય કહે છે કે | જ્યારે તે શક્તિનો પ્રયોગ કરે ત્યારે “શક્ર' છે અને શચી ઇન્દ્રાણી સાથે હોય ત્યારે તે “શચીપતિ’ કહેવાય. વેપારી વેપાર કરતો હોય તે સમયે વેપારી, ઘરે નહિ. સરકારી અધિકારી પોતાની ઓફિસમાં | કામ કરતો હોય ત્યારે “અધિકારી, અન્ય સમયે નહિ. સેવક સેવા કરતો હોય ત્યારે જ સેવક, અન્ય સમયે નહિ. તદુપરાંત કોઈ ક્રિયા પરિપૂર્ણ થાય ત્યારે જ તે ક્રિયા થઈ કહેવાય. આમ મુખ્ય મુખ્ય નયોનો અહીં સંક્ષેપમાં પરિચય આપ્યો છે. નયવાદ ગહન અને જટિલ છે, પણ અિધ્યાત્મશાસ્ત્રમાં એની સમજ આવશ્યક છે. [૭૫૬] દિવાનંમત્રી મોવત્તાત્મા શુદ્ઘનિશ્ચયાત્ अशुद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥७९॥ અનુવાદ : એટલે શુદ્ધ નિશ્ચયનયથી (આત્મા) ચિદાનંદ સ્વભાવનો ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી કર્મે કરેલાં સુખદુઃખનો (ભોક્તા) છે. વિશેષાર્થ : દરેક નયની વસ્તુસ્થિતિ ઇત્યાદિને જોવાની એક અલગ દૃષ્ટિ હોય છે. શુદ્ધ નિશ્ચયનય વસ્તુના તદન સંપૂર્ણ શુદ્ધ નિર્ભેળ સ્વરૂપને નિહાળે છે. જ્યારે એ આત્માનો વિચાર કરે છે ત્યારે તે જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ, આનંદસ્વરૂપ એવા શુદ્ધાત્માને જુએ છે. શુદ્ધ નિશ્ચયનય આગળ દરેક પદાર્થના આદશ સ્વરૂપનો ખ્યાલ હોય છે. તે સોનાનો વિચાર કરે તો સો ટચનું શુદ્ધ સોનું જ એને દેખાય. એનો જ એ વિચાર કરે. એટલે શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા પોતાના ચિદાનંદમય સ્વભાવનો ભોક્તા છે. અશુદ્ધ નિશ્ચયનય આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે છે, પણ વાસ્તવમાં સંસારમાં બાહ્ય પદાર્થોના નિમિત્તથી પોતે રાગાદિ ભાવો કરીને આત્મા અશુદ્ધ થાય છે અને અશુદ્ધિને પરિણામે, કર્મદ્રવ્યના નિમિત્તે તે સુખ અને દુ:ખ પણ અનુભવે છે. એટલે તે સુખદુ:ખનો પણ ભોક્તા છે. આ રીતે શુદ્ધ નિશ્ચયનયથી અને અશુદ્ધ નિશ્ચયનયથી જોવાથી જીવને પોતાના યથાર્થ શુદ્ધ સ્વરૂપનો અને વર્તમાન દશાના અશુદ્ધ સ્વરૂપનો બોધ થાય છે અને તેથી પોતાનામાં રહેલી અશુદ્ધિ જે છે તે દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવાની એને પ્રેરણા મળે છે. [૭૫૭] શર્મોડ િર મોરાઈ ત્રર્વ્યવહાર: नैगमादि व्यवस्थापि भावनीयाऽनयां दिशा ॥८०॥ અનુવાદ : જીવ કર્મોનો ભોક્તા છે તથા વ્યવહારનયથી માળા (ગ) વગેરેનો પણ ભોક્તા છે. આ દિશા વડે નૈગમનય વગેરેની પણ વ્યવસ્થા જાણી લેવી. વિશેષાર્થ : નિશ્ચયનયના શુદ્ધ નિશ્ચયનય અને અશુદ્ધ નિશ્ચયનય એવા જેમ ભેદ છે, તેમ |વ્યવહારનયના નિરુપચરિત અસભૂત વ્યવહારનય અને ઉપચરિત અસભૂત વ્યવહારનય એવા ભેદો છે. તદુપરાંત બીજા પણ ભેદો છે. ૪૩૫ Jain Education Interational 2010_05 Page #481 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર શુદ્ધ નિશ્ચયનય આત્માને પોતાના ચિદાનંદરૂપ સ્વરૂપનો અને અશુદ્ધ નિશ્ચયનય આત્માને સુખદુ:ખાદિનો ભોક્તા માને છે. પણ તે બંને નય આત્મા કર્મોનો ભોક્તા છે અથવા સ્થલ પદાર્થોનો ભોક્તા છે એમ માનતા નથી, કારણ કે આત્મદ્રવ્ય અને કર્મપુદ્ગલો બંને ભિન્ન દ્રવ્ય છે અને બંને દ્રવ્યો વચ્ચે તાદાસ્યભાવ નથી. વ્યવહારનય વર્તમાન વાસ્તવિક પરિસ્થિતિનો અને સંયોગોનો સ્વીકાર કરે છે. જીવ કર્મ બાંધે છે અને કર્મયુગલોને કારણે તે સુખદુઃખનો અનુભવ કરે છે એમ તે સ્વીકારે છે. “હું કર્મો ભોગવું છું.' ઇત્યાદિ વચનો તે કહે છે. નિરુપચરિત અસભૂત વ્યવહારનય પ્રમાણે આત્મા કર્મોનો ભોક્તા છે અને ઉપચરિત અસદૂભૂત વ્યવહારનય પ્રમાણે આત્મા દેહ દ્વારા ભોગવાતા સ્થૂલ પદાર્થોનો પણ ભોક્તા છે એટલે આત્મા પુષ્પમાળાનો ભોક્તા છે એમ કહેવાય છે. “હું ખાઉં છું', “હું નાટક જોઉં છું', ‘હું સંગીત સાંભળું છું' વગેરે કથન આ નય પ્રમાણે થાય છે. આ વ્યવહારનયથી જ નિગમ વગેરે અન્ય નયોની વ્યવસ્થા સમજી લેવાય છે. [૭૫૮] વર્તાપ શુદ્ધમાવાનામાત્મા શુદ્ધનાવિમુ. प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥८१॥ અનુવાદ : શુદ્ધ નયથી વિભુ એવો આત્મા શુદ્ધ ભાવોનો કર્તા પણ છે, કારણ કે આ (શુદ્ધ નય) શુદ્ધ ક્ષણોની વૃત્તિ(સ્થિતિ)ને (આત્માના કારણે) થનારી માને છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પોતાના ચિદાનંદ ભાવોનો ભોક્તા છે અને અશુદ્ધ નિશ્ચયનયથી તે સુખદુઃખોનો ભોક્તા છે. આમ આત્માનું ભોખ્તત્વ બતાવ્યું. હવે આ શ્લોકમાં નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનું કર્તુત્વ પણ બતાવવામાં આવ્યું છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા વિભુ અથવા પ્રભુ છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે ને કાયા ! એટલે કે આત્મા એક છે. એટલે આત્મદ્રવ્યની દૃષ્ટિએ બધા આત્મા સમાન છે, એકરૂપ છે. એટલે એક અપેક્ષાએ કહેવાય કે સમસ્ત વિશ્વમાં, ચૌદરાજ લોકમાં રહેલા આત્માઓ માત્ર એક જ આત્મા છે, સમાન આત્મસ્વરૂપ છે. એ આત્મા વિષ્ણુ અથવા પ્રભુ છે. એક અપેક્ષાએ નિશ્ચયનય પર્યાયાર્થિક નય છે. તે પર્યાયને આશ્રયીને વિચાર કરે છે. પર્યાય પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યયશીલ છે. શુદ્ધ આત્મદ્રવ્ય પ્રતિક્ષણ શુદ્ધ ભાવને ઉત્પન્ન કરે છે. પૂર્વેક્ષણ ઉત્તરક્ષણનું કારણ બને છે. આત્માની શદ્ધ પર્યાયોની પરંપરા ચાલે છે. એમાં સાતત્ય રહેલું છે. એટલે એને સંતાન પણ કહેવામાં આવે છે. પ્રત્યેક ક્ષણે શુદ્ધ ભાવો ઉત્પન્ન થતા હોવાથી એ અપેક્ષાએ આત્માને પોતાના શુદ્ધ ભાવોનો ઉત્પાદક એટલે કે કર્તા માનવામાં આવે છે. [૭૫૯] ૩નુપુર્નવસામ્રાચે વિમાનપરિક્ષ आत्मा शुद्धस्वभावानां जननाय प्रवर्तते ॥८२॥ અનુવાદ : અનુ-ઉપપ્લવ(અબ્રાન્ત દશા)નું સામ્રાજ્ય થતાં અને વિભાગનો (વિભાવ દશાનો) સારી રીતે ક્ષય થતાં આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે. ૪૩૬ Jain Education Intemational 2010_05 Page #482 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : ઉપપ્લવ એટલે આપત્તિ, દુર્દશા, ભ્રાન્તિ. અનુપમ્પ્લવ એટલે અભ્રાન્ત દશા, એટલે કે તત્ત્વનું રાગાદિરહિત યથાર્થ દર્શન. સંતતિ એટલે સાતત્ય અથવા ધારા. સભાગ સંતતિ એટલે આત્માના શુદ્ધ સ્વભાવની ધારા. વિભાગ સંતતિ એટલે વિભાવદશાની ધારા, એટલે કે સાંસારિક પદાર્થો માટેની આસક્તિની ધારા અથવા ક્રોધાદિ કષાયોની ધારા. આત્માના શુદ્ધ સ્વભાવના જનન એટલે ઉત્પાદન અથવા પ્રગટીકરણ માટે બે મુખ્ય વસ્તુઓની આવશ્યકતા અહીં બતાવવામાં આવી છે. એક તે બ્રાન્ત દશા દૂર થવી અને અબ્રાન્ત દશાનું સામ્રાજય ચારે બાજુ પ્રસરી જવું. બીજું તે આત્માની વિભાવ દશાની ધારાનો, રાગદ્વેષની ધારાનો સારી રીતે ક્ષય થવો. આમ જયારે થાય ત્યારે આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રકાશિત થાય છે. રાગદ્વેષની ધારાનો ઉત્તરોત્તર જેમ જેમ ક્ષય થતો જાય તેમ તેમ ચિત્તની વિશુદ્ધિ થતી જાય છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટવા લાગે છે. [૭૬૦] ચિત્તમેવ દિ સંસારને રાત્રિ વર્તેશવાસિતમ્ | तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥८३॥ અનુવાદ : રાગાદિ કલેશથી વાસિત ચિત્ત જ સંસાર છે. તેનાથી વિમુક્ત થયેલું તે (ચિત્ત) જ ભવાન્ત (અર્થા-મોક્ષ) કહેવાય છે. વિશેષાર્થ : આત્માને સંસારમાં જકડી રાખનાર તે રાગ અને દ્વેષરૂપી ક્લેશ છે. રાગદ્વેષ રૂપી ફ્લેશથી વાસિત થયેલા ચિત્તથી આત્માનો શુદ્ધ સ્વભાવ આવરાય છે. એટલે જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી સંસારમાં ભવભ્રમણ ચાલ્યા જ કરવાનું. જીવ જેમ જેમ પુરુષાર્થ કરીને પોતાના ચિત્તમાંથી રાગદ્વેષને દૂર કરે તેમ તેમ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતો જાય અને એમ કરતાં આત્મા જયારે રાગદ્વેષથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય ત્યારે એના ભવનો અંત આવે, એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત થાય. [૭૬૧] યશ ચિત્તક્ષ: વિનો નાસીવીત્મા વિશેષતઃ | अनन्य विकृतं रूपमित्यन्वर्थं ह्यदः पदम् ॥८४॥ અનુવાદ : જે ચિત્તક્ષણ ક્લિષ્ટ છે તે વિરોધને લીધે આત્મા નથી, કારણ કે અન્યથી વિકૃત ન થયેલું રૂપ એવા અન્વર્થવાળું આ પદ (“આત્મા' પદ) છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે જે રાગાદિ ક્લેશથી વાસિત થયેલું ચિત્ત તે સંસાર અને ક્લેશમુક્ત ચિત્ત તે મોક્ષ. એ વિશે વધુ સ્પષ્ટતા કરતાં શબ્દનય એમ કહે છે કે ક્લિષ્ટ ચિત્તક્ષણ તે આત્મા નથી. અન્યથી વિકૃત થયેલું નહિ એવું જે શુદ્ધ, ક્લેશમુક્ત ચિત્ત તે જ આત્મા. બીજાને માટે અમે “આત્મા’ શબ્દ પ્રયોજવા જ તૈયાર નથી, કારણ કે શુદ્ધાત્મામાં કોઈ વિકૃતિ હોતી નથી. જે દેહધારી ક્લિષ્ટ ચિત્તવાળા છે એને અમે “આત્મા’ કહેવા જ તૈયાર નથી. આત્મા શબ્દનો અન્વર્થ જ એ પ્રમાણે છે. “આત્મા’ અને તે પણ ક્લેશવાળો હોય એમ કહેવું એ તો એ શબ્દમાં જ વિરોધ છે. આત્મા અને કલેશ એ બે શબ્દો પરસ્પર જ વિરોધી છે. “અશુદ્ધ' એવું વિશેષણ આત્મા શબ્દને માટે યોગ્ય જ નથી. ૪૩૭ Jain Education Interational 2010_05 Page #483 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આમ, શબ્દનય શબ્દ અને તેની વ્યુત્પત્તિ તથા યૌગિક અર્થ ઉપર જ ભાર મૂકે છે અને કહે છે કે જે રાગાદિ ક્લેશથી રહિત, વિશુદ્ધ, નિર્વિકાર, અસંક્લિષ્ટ હોય તે જ “આત્મા' પદને પાત્ર કહેવાય. [૭૬૨] શ્રુતં ચાનુપયો ત્યધ્ધિ યથા વ: | तथात्माऽशुद्धरूपश्चेत्येवं शब्दनया जगुः ॥८५॥ અનુવાદ : “શ્રત છે અને અનુપયોગવાળો છે – એવું વચન જેમ મિથ્યા છે, તેમ “આત્મા છે અને અશુદ્ધ રૂપવાળો છે” – એવું વચન પણ મિથ્યા છે એમ શબ્દનયો કહે છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે “ક્લેશવાળો આત્મા” એ બે શબ્દો જ પરસ્પર વિરોધી છે. એના સમર્થનમાં અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે “શ્રુત અને અનુપયોગ” એ બે શબ્દો પરસ્પર વિરોધી છે. શ્રત એટલે કે શ્રુતજ્ઞાનવાળો. અનુપયોગ એટલે કે ઉપયોગ વિનાનો. શ્રુતજ્ઞાની ક્યારેય ઉપયોગશૂન્ય હોઈ શકે નહિ, કારણ કે એ બે શબ્દો પરસ્પર વિરુદ્ધ છે. જો એ શ્રુતજ્ઞાની છે તો ઉપયોગ વગરનો હોઈ શકે નહિ અને જો એ ઉપયોગ વગરનો છે તો શ્રુતજ્ઞાની હોઈ શકે નહિ. તેવી રીતે “અશુદ્ધ આત્મા’ એ પરસ્પર વિરુદ્ધ શબ્દો છે. અહીં શ્લોકમાં “નય' શબ્દ બહુવચનમાં પ્રયોજાયો છે. એટલે ફક્ત શબ્દનય જ લેવાનો નથી, પણ શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણેય નય લેવાના છે. એ ત્રણે નવો શબ્દ અને એના અન્વય ઉપર અને એ પ્રમાણે એના અર્થ ઉપર બહુ જ ભાર મૂકે છે. શાસ્ત્રચર્ચામાં એની અત્યંત આવશ્યકતા છે. આ નયો કહે છે કે ઉપયોગ એ જ જ્ઞાન છે. ક્લેશયુક્ત જ્ઞાન તે જ્ઞાન નથી. એવી જ રીતે “આત્મા' વિશુદ્ધ જ છે, આત્મા ક્યારેય અશુદ્ધ હોઈ શકે નહિ. “આત્મા’ અને ‘અશુદ્ધ' એ બે શબ્દો પરસ્પર વિરોધી હોવાથી મિથ્યા છે. [૭૬૩] શુદ્ધપર્યાયરૂપસ્તાત્મા શુદ્ધસ્વમવેત્ | प्रथमाऽप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥८६॥ અનુવાદ : શુદ્ધ પર્યાયરૂપ આત્મા જ શુદ્ધ સ્વભાવનો કર્તા છે. આ પ્રમાણે પ્રથમત્વ અને અપ્રથમત્વ વગેરે ભેદો પણ તાત્ત્વિક જ છે. વિશેષાર્થ : શબ્દાદિ નયની દષ્ટિએ આત્મા શુદ્ધ પર્યાયરૂપ છે અને શુદ્ધ સ્વભાવનો કર્તા છે. આત્માને જો માત્ર શુદ્ધ દ્રવ્યસ્વરૂપે જ માનવામાં આવે, પરંતુ શુદ્ધ પર્યાયરૂપ અને શુદ્ધ સ્વભાવનો કર્તા માનવામાં ન આવે તો આત્માને ત્રણે કાળ એક જ સ્વરૂપવાળો, પર્યાયરહિ પર્યાયરહિત માનવો પડે. સંસારી અવસ્થામાં તે અશુદ્ધ પર્યાયરૂપ છે અને સિદ્ધાવસ્થામાં તે શુદ્ધ પર્યાયરૂપ છે. આગમોમાં વિવિધ અપેક્ષાથી સિદ્ધના જે ભેદો બતાવ્યા છે તેમાં પ્રથમ સમયસિદ્ધ, અપ્રથમ (દ્વિતીયાદિ) સમયસિદ્ધ એવા ભેદો પણ બતાવવામાં આવ્યા છે. હવે આત્માને જો શુદ્ધ પર્યાયરૂપ અને શુદ્ધ સ્વભાવનો કર્તા માનવામાં ન આવે તો આગમની આ વાત વિસંગત કરે. આગમમાં સિદ્ધના જે જુદા જુદા ભેદ કહ્યા છે તેમાં કાળની અપેક્ષાએ પણ કહ્યા છે. પ્રથમ સમયના ૪૩૮ Jain Education Interational 2010_05 Page #484 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર સિદ્ધ એટલે અમુક સમયે શુદ્ધસ્વભાવના કર્તા એવા સિદ્ધ. અપ્રથમ સિદ્ધ એટલે તે સમયથી અન્ય સમયે (દ્વિતીયાદિ સમયે) શુદ્ધ સ્વભાવના કર્તા એવા સિદ્ધ. પ્રથમ પર્યાય દ્વિતીય પર્યાયને ઉત્પન્ન કરે છે. એટલે આત્મામાં પર્યાયમાં પ્રથમપણું અને અપ્રથમપણું એવો સ્વરૂપભેદ છે. એટલે સિદ્ધત્વના આ ભેદો તાત્ત્વિક છે, ઔપચારિક નથી. પર્યાયાસ્તિક નયથી જોવામાં આવે તો આત્મા શુદ્ધ પર્યાયસ્વરૂપ છે. જે આત્મા જે સમયે શુદ્ધ સ્વભાવનો કર્તા બને તે સમયે તેનામાં જે સિદ્ધત્વ પ્રગટ્યું છે તે પ્રથમ સમયનું છે. ત્યાર પછી દ્વિતીય સમયે તે જ આત્માની શુદ્ધ પર્યાયમાં રહેલું સિદ્ધત્વ તે દ્વિતીય સમયનું એટલે કે અપ્રથમ સમયનું સિદ્ધત્વ છે. એટલે સિદ્ધત્વના આ ભેદો તાત્ત્વિક જ છે. [૭૬૪] યે તુ વિપદનેશીયા: શુદ્ધદ્રવ્યતયાઝ્મન: । शुद्धस्वभावकर्तृत्वं जगुस्तेऽपूर्वबुद्धयः ॥८७॥ અનુવાદ : પરંતુ દિગંબરોનો એક વર્ગ (દેશી સંપ્રદાય, મતાનુયાયી) એમ કહે છે કે ‘આત્મા શુદ્ધ દ્રવ્યસ્વરૂપે શુદ્ધ સ્વભાવનો કર્તા છે.' આ એમની અપૂર્વ (!) બુદ્ધિનું પરિણામ છે. = : વિશેષાર્થ : દિક્ એટલે દિશા. પટ એટલે વસ્ત્ર. દિક્પટ એટલે માત્ર દિશાઓને પોતાનું વસ્ત્ર માનીને નગ્નાવસ્થામાં રહેનાર મુનિ. દેશી એટલે એક દેશવાળા, વિભાગ, વર્ગ સંપ્રદાયવાળા. દિક્પટદેશી એટલે દિગંબરોનો એક વર્ગ અથવા અમુક મતાનુયાયી. દિગંબરોમાં પણ જુદા જુદા નયની અપેક્ષાએ જુદા જુદા મત પ્રવર્તે છે. તેઓમાંનો એક વર્ગ એમ માને છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે આત્મા શુદ્ધ દ્રવ્ય સ્વરૂપે શુદ્ધ સ્વભાવનો કર્તા છે. તે પોતાના શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરે છે. પરંતુ ગ્રંથકારશ્રી એમ કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે શુદ્ધ આત્માને શુદ્ધ સ્વભાવનો કર્તા કહી શકાય નહિ. જો તેઓ પોતાનો મત સમજાવવા માટે આ નયનો આશ્રય લેતા હોય તો તેમની સમજણ બરાબર નથી. આ તેમની અપૂર્વ (!) બુદ્ધિનું પરિણામ છે, કારણ કે દ્રવ્ય જો સ્થિર હોય તો એના જનક અથવા કર્તા હોઈ ન શકે, કારણ કે પર્યાય જ પર્યાયને ઉત્પન્ન કરે છે, એટલે કે પર્યાય પર્યાયનો કર્તા છે. પર્યાય દ્રવ્યનો કર્તા ન હોઈ શકે. ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ પોતાના આ અભિપ્રાયના સમર્થન માટે મહાન તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકરનો આધાર હવે પછીના શ્લોકમાં ટાંકે છે. [૭૬૫] વ્યાપ્તિસ્ય પ્રવૃત્તિ: શુદ્ધા સંગ્રહોનરા । येनोक्ता संमतौ श्रीमत्सिद्धसेन दिवाकरैः ॥८८॥ અનુવાદ : કારણ કે ‘સન્મતિતર્ક'માં શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરે દ્રવ્યાસ્તિક(દ્રવ્યાર્થિકનય)ની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહગોચર (સંગ્રહનયના વિષયમાં આવી જતી) કહી છે. વિશેષાર્થ : આત્માનું પોતાના શુદ્ધ સ્વભાવનું કર્તૃત્વ છે એ મતની આલોચના કરતાં ઉપાધ્યાય શ્રી _2017_05 ૪૩૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર યશોવિજયજી અહીં મહાન દાર્શનિક પૂર્વાચાર્ય શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરનું વચન ટાંકે છે. ‘સન્મતિતર્ક’ નામના પોતાના ગ્રંથના પ્રથમ કાંડમાં શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરે કહ્યું છે કે : दव्वंट्ठियनयपयडी सुद्धा संगहपरूवणाविसओ । पडिरूवे पुण वयणत्थनिच्छओ तस्स ववहारो ॥ (દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ પ્રકૃતિ એ સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય છે તથા વસ્તુદીઠ થનાર શબ્દાર્થનિશ્ચય એ તો સંગ્રહનયનો વ્યવહાર છે.) દ્રવ્યાસ્તિકનયની (દ્રવ્યાર્થિકનયની) શુદ્ધ પ્રકૃતિ તે સંગ્રહનય છે. અને સંગ્રહનય પ્રમાણે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવવાળો, જૈકાલિક ધ્રુવ છે. તે હમેશાં શુદ્ધ સ્વભાવમાં જ રહે છે. તે પોતાના સ્વરૂપનું પરાવર્તન ક્યારેય પામતો નથી. એટલે શુદ્ર દ્રવ્યાર્થિકનય પ્રમાણે આત્મા પોતાના સ્વરૂપનો કર્તા નથી. [૭૬૬] તમતે ત્ર ન તૃત્યું માવાનાં સર્વવાન્વયાત્ । कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥८९॥ અનુવાદ : તે(નય)ના મત પ્રમાણે ભાવોનો સદા અન્વય હોવાથી (આત્માનું) કર્તૃત્વ નથી. સાક્ષીપણાનો આશ્રય કરવાવાળો આત્મા કેવળ ફૂટસ્થ રહેલો છે. વિશેષાર્થ : સંગ્રહનય પ્રમાણે ભાવોનો સર્વદા અન્વય હોય છે. એટલે એટલે આત્માનો શુદ્ધ સ્વભાવ સતત, નિરંતર એ જ પ્રમાણે રહે છે. સ્વભાવનું કર્તૃત્વ સંભવી શકે નહિ. સંગ્રહનય કહે છે કે આત્માનું કર્તૃત્વ નહિ, પણ સાક્ષિત્વ હોય છે. સાક્ષીપણાનો આશ્રય કરવાવાળો આત્મા કેવળ ફૂટસ્થ નિત્ય રહે છે. ફૂટસ્થ નિત્ય એટલે જે ક્યારેય ઉત્પન્ન થયો નથી, જેનો ક્યારેય અંત આવવાનો નથી અને જે હમેશાં સ્થિર સ્વભાવવાળો હોય છે. તે ક્યારેય પોતાના સ્વરૂપનું પરાવર્તન પામતો નથી. જો આવો આત્મા હોય તો તે પોતાના સ્વભાવનો કર્તા છે અથવા પોતાના સ્વભાવને ઉત્પન્ન કરે છે એમ કેવી રીતે કહી શકાય ? ન જ કહી શકાય. આ પ્રમાણે સંગ્રહનય કહે છે. [૭૬૭] વસ્તુ વ્યાપ્રિયતે નાયમુદ્દાસીન વ સ્થિતઃ । आकाशमिव पंकेन लिप्यते न च कर्मणां ॥ ९० ॥ 2010_05 ભાવોનું સાતત્ય હોય છે. એમ હોય તો પછી એમાં અનુવાદ : ઉદાસીનની જેમ રહેલો એ (આત્મા) કશું કરવા પ્રવૃત્ત થતો નથી. જેમ આકાશ કાદવથી, તેમ તે (આત્મા) કર્મથી લેપાતો નથી. વિશેષાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહે છે કે આત્મા સદા ઉદાસીન છે. એટલે તેને કોઈ પ્રવૃત્તિ કરવાની હોતી નથી. કશું કરવાનું તેનું પ્રયોજન નથી. જો આ પ્રમાણે હોય તો પછી તે કર્મથી બંધાય કેવી રીતે ? ૪૪૦ Page #486 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ઉદાહરણ તરીકે આકાશને કશી પ્રવૃત્તિ કરવાની હોતી નથી. તો પછી તે કાદવથી ખરડાય કેવી રીતે? જે માણસ ઘરની બહાર જ ન જાય, તેના પગ કાદવવાળા કેવી રીતે થાય ? એ જ પ્રમાણે આત્મા કૂટસ્થ, નિત્ય છે. તે કશું કરતો નથી. એટલે તે કર્મથી લપાતો નથી. [૭૬૮] સ્વરૂપ તુ ન વર્તવ્ય જ્ઞાતવ્ય ઢવનં સ્વતા दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्वं विधीयते ॥९१॥ અનુવાદ : (આત્માને) સ્વરૂપ કર્તવ્ય નથી, કેવળ પોતાને જાણવાનો છે. દીવાથી જ્યોતિ પ્રકાશે છે, પણ અપૂર્વ થતું નથી. વિશેષાર્થ : આત્મા પોતાના સ્વરૂપનો કર્તા નથી. એટલે તે પોતાનું સ્વરૂપ ઉત્પન્ન કરે છે એમ કહી શકાશે નહિ. આત્માને સ્વરૂપ કર્તવ્ય નથી, એટલે કે સ્વરૂપ ઉત્પન્ન કરવાનું નથી. સ્વરૂપ તો છે જ. તેનો જ્ઞાયક સ્વભાવ છે. એટલે એણે માત્ર જાણવાનું છે. જેમ દીવો જયોતિસ્વરૂપ પ્રકાશ્યા કરે છે, અને એને કશું નવું કે અપૂર્વ (ન હોય તેવું) કરવાનું હોતું નથી, તેમ આત્માને પોતાના સ્વભાવમાં કશું નવું કરવાનું હોતું નથી. એનો સ્વભાવ ત્રિકાલવર્તી છે. એનું સ્વરૂપ ત્રણે ય કાળમાં એકસરખું ધ્રુવ જ છે. [૭૬૯] અન્યથા પ્રાનાત્મા થાત્ સ્વરૂપાનનુવૃત્તિતઃ ! न च हेतुसहस्त्रेणाप्यात्मता स्यादनात्मनः ॥१२॥ અનુવાદ : અન્યથા સ્વરૂપની અનુવૃત્તિ(સાતત્ય)ના અભાવને લીધે આત્મા પૂર્વ (પ્રાગુ) સમયમાં અનાત્મા (જડ) થશે અને તે અનાત્માનું આત્મપણું હજારો હેતુથી પણ થશે નહિ. * વિશેષાર્થ : અનુવૃત્તિ એટલે સાતત્ય. અનનવૃત્તિ એટલે સાતત્યનો અભાવ. આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવામાં આવ્યું છે કે આત્મા અનાદિ-અનંત છે. આત્મા ત્રિકાલવર્તી છે, ત્રિકાળી ધ્રુવ છે. એના ચૈતન્ય પ્રવાહમાં સાતત્ય છે. હવે જો એમ માનવામાં આવે કે આત્મા પોતાના સ્વરૂપનો કર્તા છે, તો પછી એનો અર્થ એ થયો કે એ મુક્ત થયો તે પહેલાં એના સ્વરૂપની અનનવૃત્તિ હતી. અર્થાત્ પહેલાં એના સ્વરૂપનું સાતત્ય (અનુવૃત્તિ) નહોતું. મતલબ કે આત્મા ચેતન તરીકે ઉત્પન્ન થયો હોય તો એની પહેલાં એ જડ-અનાત્મા હોવો જોઈએ. પરંતુ જડ વસ્તુ હજારો પ્રયત્ન કરવા છતાં ક્યારેય ચેતન બની શકતી નથી. અનાત્માનું આત્માપણું સિદ્ધ થઈ શકતું નથી. એટલે એ અર્થમાં આત્મા પોતાના સ્વરૂપનો કર્તા છે એમ કહી શકાશે નહિ. [૭૭૦] નયે તેનેદ નો ઋર્તા વિહત્ત્વાત્મા શુદ્ધભાવમૃતા उपचारात्तु लोकेषु तत्कर्तृत्वमपीष्यताम् ॥१३॥ અનુવાદ : એટલે આ નય (શુદ્ધ દ્રવ્યાર્થિક નય) પ્રમાણે તો આત્મા કર્તા નથી, પરંતુ શુદ્ધ ભાવને ધારણ કરનારો છે. લોકોમાં ઉપચારથી (વ્યવહારનયથી) ભલે તેનું (આત્માનું) કર્તુત્વ મનાય. ૪૪૧ Jain Education Interational 2010_05 Page #487 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : શુદ્ધ દ્રવ્યાર્થિકનય આત્માના શુદ્ધ સ્વરૂપમાં માને છે. આ નય પર્યાયમાં માનતો નથી. એટલે આ નય પ્રમાણે આત્મા પોતાના શુદ્ધ ભાવનો કર્તા છે એમ માની શકાય નહિ. આત્મા હંમેશાં શુદ્ધ ભાવ ધારણ કરવાવાળો જ છે. વ્યવહારનયથી આત્માનું કર્તૃત્વ મનાય છે તો તે ભલે મનાય. લોકોમાં અનેક વસ્તુ બનતી દેખાય છે. કુંભાર ઘડો બનાવે છે એ દેખાય છે. એટલે કુંભારને ઘડાનો કર્તા કહેવાય છે. પરંતુ વાસ્તવમાં કુંભાર ઘડાનો કર્તા નથી. ઘડાની માટી પોતાની મેળે પરિણમન પામે છે. પરંતુ કુંભારના સાંનિધ્યને લીધે કુંભારનું કર્તૃત્વ ઉપચારથી મનાય છે, એ રીતે વ્યવહારમાં લોકો આત્માનું કર્તૃત્વ માને તો પણ વસ્તુતઃ તો તે ઉપચારથી જ છે એમ દ્રવ્યાર્થિકનય કહે છે. [૭૭૧] ઉત્પત્તિમાત્મધર્માંનાં વિશેષપ્રાહિનો નમુઃ । अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥९४॥ અનુવાદ : વિશેષનું ગ્રહણ કરનારા નયો (પર્યાયાર્થિક નયો) આત્માના ધર્મો(ગુણો)ની ઉત્પત્તિ કહે છે. તેમને આવરણને લીધે અવ્યક્તિ છે, પણ (આત્મધર્મના) અભાવને લીધે અવ્યક્તિ નથી. તો એમ કહેવામાં પ્રમાણ શું છે ? વિશેષાર્થ : વિશેષને એટલે કે પર્યાયને ગ્રહણ કરનારા પર્યાયાર્થિકનય માને છે કે પ્રતિક્ષણ પર્યાય ઉત્પન્ન થાય છે. પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયને ઉત્પન્ન કરે છે અને એ રીતે ઉત્તરોત્તર પર્યાયપરંપરા ચાલે છે. આ પર્યાયપરંપરામાં પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનો કર્તા છે. એટલે કે પૂર્વના આત્મધર્મો ઉત્તરના આત્મધર્મોને ઉત્પન્ન કરે છે. એ રીતે એનું સાતત્ય અથવા સંતાન ચાલ્યા કરે છે. તેમાં આવરણને લીધે વિદ્યમાન આત્મધર્મોની અવ્યક્તિ—અવ્યક્તપણું છે, એટલે તે દેખાતા કે જણાતા નથી. આત્મધર્મોના અભાવને લીધે અવ્યક્તિ નથી. એટલે આત્મધર્મો નથી જણાતા માટે નથી એમ માની શકાય નહિ. [૭૭૨] સત્ત્વ = પરમંતાને નોપયુત્ત્ત ચંચન । संतानिनामनित्यत्वात् संतानोऽपि न च ध्रुवः ॥९५॥ અનુવાદ : અન્યના સંતાનમાં (આત્મધર્મોનું) અસ્તિત્વ કોઈપણ પ્રકારે યુક્ત નથી. વળી, સંતાનીનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ ન હોઈ શકે. વિશેષાર્થ : દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય વચ્ચે આત્મધર્મોની ઉત્પત્તિ વિશે જે મતાન્તર છે તેનો નિર્દેશ આગળના શ્લોકમાં કરવામાં આવ્યો છે. તે અંગે અહીં વધુ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અગાઉ આપણે જોયું તેમ પર્યાયાર્થિકનય પર્યાયની ઉત્પત્તિમાં અને એ અનુસાર આત્મધર્મોની ઉત્પત્તિમાં માને છે. દ્રવ્યાર્થિકનય કહે છે કે આત્મધર્મોની ઉત્પત્તિ થતી નથી. આત્મધર્મો તો ત્યાં છે જ, પરંતુ આવરણને લીધે તે આવિર્ભાવ પામ્યા નથી. પર્યાયાર્થિકનય પૂછે છે કે આત્મધર્મો વિદ્યમાન હોવાનું પ્રમાણ શું ? જો એ ન હોય તો આત્મધર્મોની ઉત્પત્તિ થાય છે ? 2010_05 ૪૪૨ Page #488 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર અહીં સંતાન અને સંતાની એ પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. સંતાન એટલે સાતત્ય. એકમાંથી બીજું ઉત્પન્ન થાય અને એમ ચાલતી પરંપરા તે સંતાન. સંતાની એટલે સંતાનને ઉત્પન્ન કરનાર. (સંતાન એટલે પુત્ર એવો અર્થ લઈએ તો સંતાની એટલે પિતા એવો અર્થ થાય.). પર્યાયાર્થિક નય આત્મધર્મોની ઉત્પત્તિ સ્વીકારે છે. પ્રત્યેક સમયે વર્તમાન પર્યાય (સંતાની) ઉત્તર પર્યાય (સંતાન)ને ઉત્પન્ન કરે છે. આ રીતે પર્યાયની પરંપરા સતત ચાલે છે. એમાં ઉત્તર પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વ પર્યાયનો નાશ એ ક્રિયાનું સાતત્ય રહે છે. જે નવી ઉત્તર પર્યાય ઉત્પન્ન થઈ તે પણ ત્યાર પછી પૂર્વ પર્યાય બની નાશ પામે છે. એટલે સંતાની જ જો નિત્ય અથવા ધ્રુવ ન હોય તો સંતાન ધ્રુવ કેવી રીતે હોઈ શકે ? વળી અશુદ્ધ, અમુક્ત સંસારી આત્મા અને શુદ્ધ, મુક્ત, સિદ્ધ આત્મા એ બંને ભિન્ન છે. અશુદ્ધ, અમુક્ત, સંસારી આત્માની સંતતિ અન્યમાં એટલે કે શુદ્ધ, મુક્ત, સિદ્ધ આત્મામાં હોઈ ન શકે. એકની પર્યાય બીજાની ન બની શકે. એટલે પણ સંતાન ધ્રુવ નથી. આત્માના જ્ઞાનાદિ ગુણોની પર્યાયમાં જો આ રીતે ઉત્પત્તિ અને વિનાશની પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય તો તે પર્યાય નિત્ય નથી. એટલે એનામાં નિત્યત્વ સિદ્ધ થતું નથી. [૭૭૩ વ્યોમાણુત્તિમત્તત્તવવાદીત્મના તતઃ | नित्यता नात्मधर्माणां तदृष्टान्तबलादपि ॥१६॥ અનુવાદ : તેથી આકાશ (વ્યોમ) દ્રવ્ય પણ અવગાહના સ્વરૂપે ઉત્પત્તિમય છે. એ દષ્ટાન્તના બળથી પણ આત્મધર્મોની નિત્યતા નથી. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે વિશેષગ્રાહી નય આત્મધર્મોને ઉત્પત્તિમય માને છે. જો આત્મધર્મો ઉત્પત્તિમય હોય તો એનો અર્થ એ થયો કે તે ધર્મો નિત્ય નથી. વિશેષગ્રાહી નય પોતાના આ કથનને દઢ કરવા માટે આકાશ દ્રવ્યનું ઉદાહરણ આપે છે. આકાશ દ્રવ્ય એક જ છે અને અખંડ છે. પરંતુ એનો અવગાહનારૂપી ધર્મ ઉત્પત્તિમય છે. આકાશનું કાર્ય અન્ય દ્રવ્યોને અવગાહના આપવાનું છે. અન્ય દ્રવ્યો એના એ જ સ્વરૂપે એક સ્થળે ત્રિકાળ રહેતાં નથી. એટલે આકાશે આપેલી અવગાહના પ્રતિક્ષણ બદલાતી જાય છે. એનો અર્થ એ થયો કે આકાશનો અવગાહના આપવાનો ધર્મ પરિવર્તનશીલ છે, ઉત્પત્તિમય છે. એટલે આકાશદ્રવ્યના ધર્મોની જેમ આત્મદ્રવ્યના ધર્મો પણ અનિત્ય છે, નિત્ય નથી. [૭૭૪] ઋગુસૂત્રનયતંત્ર વર્તતાં તર્થ મન્યતે | स्वयं परिणमत्यात्मा यं यं भावं यदा यदा ॥१७॥ અનુવાદ : જે જે ભાવોને આત્મા પોતે જ્યારે જ્યારે પરિણમાવે છે ત્યારે ઋજુસૂત્રનય ત્યાં આત્માને તેનો કર્તા માને છે. ૪૪૩ 2010_05 Page #489 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ઋજુસૂત્રનય પ્રમાણે આત્માના કર્તૃત્વ વિશે અહીં મત દર્શાવવામાં આવ્યો છે. ઋજુસૂત્રનય ફક્ત વર્તમાનકાળનો જ વિચાર કરે છે. તે વર્તમાન પર્યાયને જ સ્વીકારે છે. તે કહે છે કે જે સમયે આત્મા સ્વયં જે ભાવરૂપે પરિણમે તે સમયે આત્મા તે ભાવનો કર્તા ગણાય. શબ્દાદિ નય આત્માને કેવળ શુદ્ધ ભાવના કર્તા તરીકે માને છે. પરંતુ ઋજુસૂત્રનય કહે છે કે જે ક્ષણે આત્મા શુદ્ધ ભાવરૂપે પરિણમે તે ક્ષણે તે શુદ્ધ ભાવનો કર્તા છે અને જે ક્ષણે તે અશુદ્ધ ભાવરૂપે પરિણમે તે ક્ષણે તે અશુદ્ધ ભાવનો કર્તા છે. આમ, ઋજુસૂત્રનય આત્માના શુદ્ધ અને અશુદ્ધ એમ બંને પ્રકારના ભાવોને સ્વીકારે છે. [૭૭પ વર્તુત્વ પરમાવાના સૌ નાગ્યુપાચ્છતિ | क्रियाद्वयं हि नैकस्य द्रव्यस्याभिमतं जिनैः ॥९८॥ અનુવાદ : આ નિય) પરભાવોનું કર્તૃત્વ સ્વીકારતો નથી, કારણ કે એક દ્રવ્યની બે ક્રિયા જિનેશ્વરોએ માનેલી નથી. ' વિશેષાર્થ ? આત્માના ભાવોના કર્તુત્વ વિશે ઋજુસૂત્રનયનો મત દર્શાવ્યા પછી એ નય પ્રમાણે પરભાવોના કર્તુત્વ વિશે અહીં કહેવાયું છે. ઋજુસૂત્રનય આત્મામાં પોતાનામાં પરિણમતા શુદ્ધ કે અશુદ્ધ ભાવોના કર્તૃત્વમાં માને છે, પરંતુ તે આત્માથી ભિન્ન એવા બાહ્ય પૌગલિક ભાવોનું કર્તૃત્વ સ્વીકારતો નથી, કારણ કે એમ કરવાથી આત્માની પોતાની અને અજીવ દ્રવ્યની એમ બે દ્રવ્યની ક્રિયા એકસાથે સ્વીકારવી પડે એટલે કે આત્માનું પોતાના ભાવોનું કર્તૃત્વ અને બાહ્ય દેહાદિની ક્રિયાઓનું કર્તુત્વ એમ બે સ્વીકારવાની આપત્તિ આવે. પરંતુ જિનેશ્વર ભગવાને કહ્યું છે કે કોઈપણ એક દ્રવ્ય બે દ્રવ્યની ક્રિયા કરી શકે નહિ. એટલે આત્મા દેહાદિની કે ઘટપટાદિ પુદ્ગલદ્રવ્યની ક્રિયાનો કર્તા નથી એમ ઋજુસૂત્રનય કહે છે. [૭૭] ભૂતિય દિક્ષિા સૈવ ચાલેદ્રવ્યસત્તતા न साजात्यं विना च स्यात् परद्रव्यगुणेषु सा ॥१९॥ અનુવાદ : એક દ્રવ્યની સંતતિમાં જે હોવાપણું (ભૂતિ) છે તે જ ક્રિયા છે. તે (ક્રિયા) પરદ્રવ્યના ગુણો વિશે સાજાત્ય (સમાન જાતિપણું) વિના થઈ શકે નહિ. વિશેષાર્થ : ઋજુસૂત્રનયની માન્યતા અહીં દર્શાવવામાં આવી છે. આ નય પર્યાયાર્થિક નય છે, એટલે કે તે આત્માના પર્યાયોની ધારામાં માને છે. વળી તે કહે છે કે જીવ, પુદ્ગલ ઇત્યાદિ દરેક દ્રવ્ય પૃથફ પૃથફ છે અને દરેકની પૃથ; ધારા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ધારા સાથે તાદાભ્યભાવે રહી શકતું નથી. જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે કર્મયુગલો આત્માના પ્રદેશ પ્રદેશે તાણાવાણાની જેમ ચોંટી જાય છે, પરંતુ તેની સાથે એકરૂપ થતાં નથી, કારણ કે બંનેની ભૂતિ અથવા ક્રિયા ભિન્નભિન્ન છે. દરેક દ્રવ્યની પોતાના ભાવોની સંતતિ હોય છે અર્થાતુ સાતત્ય કે ધારા હોય છે. પોતાના એ ભાવોની સાથે એ દ્રવ્યને તાદાભ્ય હોય છે. દ્રવ્યમાં જે ભૂતિ અથવા થવાપણું કે હોવાપણું છે તે એની ક્રિયા છે. પ્રત્યેક દ્રવ્યમાં નવા નવા ભાવો કે પર્યાયો થવા રૂપે જે સંતતિ હોય છે તેમાં સ્વદ્રવ્યત્વ હોય ૪૪૪ Jain Education Intemational 2010_05 Page #490 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર છે એટલે કે સાજાત્ય અથવા સજાતીયતા હોય છે. એક દ્રવ્યની સંતતિમાં ભૂતિરૂપ અર્થાત્ હોવારૂપ કે થવારૂપ જે ક્રિયા હોય છે તે પરદ્રવ્યના ગુણોમાં સંભવી શકે નહિ, કારણ કે બંને વચ્ચે સાજાત્ય નથી. આત્માનું સાજાત્ય પુદ્ગલમાં હોઈ શકે નહિ. એટલે પરદ્રવ્યના પર્યાયોનું કર્તુત્વ આત્માનું હોઈ શકે નહિ. [૭૭૭] નવૅવચમાવીનાં ન ઋર્તા પર ના तदा हिंसादयादान-हरणाद्यव्यवस्थितिः ॥१०॥ અનુવાદ : ખરેખર જો આ રીતે અન્ય ભાવોનો કર્તા બીજો કોઈ ન હોય તો હિંસા, દયા, દાન, હરણ વગેરેની અવ્યવસ્થા થશે. વિશેષાર્થ : નિશ્ચયનય પ્રમાણે આત્મા માત્ર સ્વભાવનો જ કર્તા છે. આત્મા પોતાનાથી ભિન્ન એવા અન્ય પદાર્થોનો કે ભાવોનો કર્તા નથી. પરંતુ વ્યવહારનય કહે છે કે જો આત્માને પુદ્ગલ વિશેના ભાવોની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ ક્રિયા ન હોય તો લોકોમાં અવ્યવસ્થા થઈ જશે. લોકોમાં આપણે જોઈએ છીએ કે જીવનો વધ કરવારૂપી ક્રિયા કોઈ માણસ કરે છે, કોઈ બીજા ઉપર દયા કરે છે અને એનો જીવ બચાવી લે છે, કોઈ ગરીબને અન્ન, વસ્ત્ર, ઔષધાદિનું દાન આપે છે, કોઈ બીજાના ધન વગેરેની ચોરી કરી લે છે. આવા પ્રકારની અનેક ઘટનાઓ બને છે. હવે તે કરનાર માણસ જો એમ કહે કે “મેં આવું કાંઈ કર્યું નથી, કારણ કે મારા આત્માને આવી પરભાવની કોઈ ક્રિયાનું કર્તાપણું લાગી શકે નહિ.” તો સમાજમાં કોઈ વ્યવસ્થા જ ન રહે. પછી સમાજમાં આ દાતા છે, આ દયાળુ છે, આ ચોર છે, આ ન્યાયધીશ છે–એવી કોઈ વ્યવસ્થા પણ રહેશે નહિ. વળી માણસનાં શુભાશુભ કાર્યો માટે ફળરૂપે સુગતિ કે દુર્ગતિ સાંપડે છે એવું પણ પછી નહિ કહી શકાય. વ્યવહારનયના આ પ્રશ્ન વિશે હવે પછીના શ્લોકમાં ખુલાસો આપવામાં આવ્યો છે. [७७८] सत्यं पराश्रयं न स्यात् फलं कस्यापि यद्यपि। तथापि स्वगतं कर्म स्वफलं नातिवर्तते ॥१०१॥ અનુવાદ : એ સાચું છે; જો કે પરના આશ્રયવાળું ફળ કોઈને થતું નથી, તો પણ પોતાનામાં રહેલું કર્મ પોતાના ફળનું ઉલ્લંઘન કરતું નથી. વિશેષાર્થ : વ્યવહારનયે જે આપત્તિ બતાવી છે તે સ્વીકારતાં નિશ્ચયનય કહે છે કે “હા એ વાત સાચી છે કે આત્માને અન્ય ભાવોનો કર્તા ન માનીએ તો હિંસા–હિંસકપણું ઇત્યાદિની વ્યવસ્થા ઘટે નહિ અને હિંસાદિના ફળની પ્રાપ્તિ હિંસકને થાય નહિ.' પરંતુ સૂક્ષ્મ રીતે વિચારીએ તો હિંસકને હિંસાના ફળની પ્રાપ્તિ થાય જ છે. જ્યારે કોઈ માણસ જીવની હિંસા કરે છે ત્યારે જેની હિંસા થઈ છે તે વ્યક્તિના નિમિત્તે હિંસકના પોતાના આત્મામાં હિંસાના ભાવની કોઈક ક્રિયા થાય છે. એ પરિણામથી જે કર્મ બંધાય છે તે હિંસકને ફળ અવશ્ય આપે જ છે. એટલે ફળનું ઉલ્લંઘન થતું નથી. એટલે વ્યવહારથી ૪૪૫ Jain Education Intemational 2010_05 Page #491 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એમ કહેવાય કે માણસે બીજાની જે હિંસા કરી તેનું એને ફળ મળ્યું છે, પણ નિશ્ચયથી એમ કહેવાય કે હિંસાથી એના આત્મામાં જે અશુભ પરિણત થઈ તેનું એને ફળ મળ્યું છે. [૭૭૯] હિમસ્તિ ન પણં જોપ નિશ્ચયાન્ન ચ રક્ષતિ । तदायुः कर्मणो नाशे मृतिर्जीवनमन्यथा ॥१०२॥ અનુવાદ : નિશ્ચયથી તો કોઈ બીજાને હણતો નથી અને રક્ષતો પણ નથી. તેના આયુષ્યકર્મનો નાશ થતાં મૃત્યુ છે; અન્યથા જીવન છે. વિશેષાર્થ : વ્યવહારનય કહે છે કે હિંસક વ્યક્તિ બીજા કોઈ જીવની હિંસા કરે છે ત્યારે તે જીવ મૃત્યુ પામે છે અને હિંસકને એનો દોષ લાગે છે. હિંસકને પોતાના એ કર્મનું ફળ ભોગવવું પડે છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે કોઈ કોઈની હિંસા કરતો નથી કે કોઈ કોઈનું રક્ષણ કરતો નથી. તે જીવનું પોતાનું આયુષ્યકર્મ પૂરું થાય છે એટલે તેનું મૃત્યુ થાય છે. એમાં હિંસક તો નિમિત્ત માત્ર છે. જો એના આયુષ્યકર્મનો અંત ન આવવાનો હોય તો તે બચી જાય છે, જીવી જાય છે. આયુષ્ય બે પ્રકારનું હોય છે ઃ સોપક્રમ અને નિરુપક્રમ. હિંસક સોપક્રમ આયુષ્યવાળાની જ હિંસામાં નિમિત્ત બની શકે છે. નિરુપક્રમ આયુષ્યવાળાની હિંસા થઈ શકતી નથી, કારણ કે તેનું આકસ્મિક મૃત્યુ હોતું નથી. [७८०] हिंसादयाविकल्पाभ्यां स्वगताभ्यां तु केवलम् । फलं विचित्रमाप्नोति परापेक्षां विना पुमान् ॥ १०३ ॥ અનુવાદ : કેવળ પોતાનામાં રહેલા હિંસા અને દયાના વિકલ્પોથી પુરુષ, અન્યની અપેક્ષા વિના જ, વિચિત્ર ફળ પામે છે. વિશેષાર્થ : ક્યારેક માણસમાં બીજાની હત્યા કરવાનો અથવા કોઈ દુઃખી માણસનું દુઃખ દૂર કરવા માટે દયાનો ભાવ જન્મે છે. આવા હિંસા, દયા ઇત્યાદિના વિકલ્પો માણસમાં પોતાનામાં જે જન્મે છે તેનાથી જ તેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. પોતાનામાં ઉદ્ભવતા સારા કે માઠા ભાવો જ ફળરૂપે પરિણમે છે. એમાં બીજાઓની, એટલે જેમને એ હિંસા, દયા ઇત્યાદિ પહોંચાડવાનો આશય હોય એ જીવની અપેક્ષા રહેતી નથી. વળી દરેક વખતે એ પ્રમાણે જ ઘટના બને એવું નથી. કોઈક માણસ બીજાની હત્યા કરવાનો ભાવ મનમાં કરે અને તે પ્રમાણે આચરણ કરવા જતાં કોઈ વાર હત્યા થઈ જાય છે, તો કોઈ વાર હત્યા થતી નથી. કોઈવા૨ બીજા માણસની હત્યા તો ન થાય, એટલું જ નહિ, એથી એને લાભ પણ થાય છે. એવી જ રીતે દયાની બાબતમાં પણ બની શકે. માણસ કોઈ ભિખારીને દાન આપવાનો વિચાર કરે અને દાનની વસ્તુ લેવા જાય એટલી વારમાં ભિખારી ક્યાંક ચાલ્યો જાય. કોઈ વખત દયાથી પ્રેરાઈ કોઈ ભિખારીને વસ્તુ આપવા માટે બૂમ પાડે. ભિખારી દોડતો આવે, પણ રસ્તામાં જ ઠેસ વાગતાં પડી જાય અને હાડકું ભાંગે અથવા અકસ્માતમાં મૃત્યુ પામે. આમ વિવિધ પ્રકારની પરિસ્થિતિની શક્યતા રહે છે. એટલે પોતાનામાં જન્મતા હિંસા, દયા ઇત્યાદિના ભાવો જ જીવને તેનું 2010_05 ૪૪૬ Page #492 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ફળ આપે છે. બીજાની એમાં અપેક્ષા રહેતી નથી. કોઈ વખત તો જેના પ્રત્યે ક્રૂર હિંસાના કે તીવ્ર દયાના ભાવ થાય, તે વ્યક્તિ ત્યારે ત્યાં ઉપસ્થિત જ ન હોય. માણસ મનમાં ને મનમાં જ એવા ભાવ કરે. ભલે એવું કાર્ય એણે ન કર્યું હોય તો પણ ભાવનું ફળ તો એને અવશ્ય મળે જ છે. આમ, માણસમાં ઉદ્ભવતા વિવિધ ભાવો જ ફળરૂપે પરિણમે છે. એમાં બીજા કોઈની અપેક્ષા રહેતી નથી. [૭૧] શરીરી પ્રિયતાં ન વા ઘુવં હિંસા પ્રમાવિના दयैव यतमानस्य वधेऽपि प्राणिनां क्वचित् ॥१०४॥ અનુવાદ : જીવ (શરીરી) મરે કે ન મરે, પ્રમાદીને અવશ્ય હિંસા લાગે છે. યેતનાવાળાથી કવચિત્ પ્રાણીનો વધ પણ થઈ જાય છતાં તેમાં દયા જ છે. ' વિશેષાર્થ : હિંસા અને દયા વિશે જૈન દર્શને બહુ સૂક્ષ્મતાથી વિચાર્યું છે. કોઈ વાર જીવની હિંસા થાય છે, તો કોઈ વાર જીવ હિંસાથી બચી જાય છે. બીજી બાજુ એક વ્યકિતના ચિત્તમાં ક્યારેક બીજા જીવને મારી નાખવાનો ભાવ હોય છે, ક્યારેક મારી નાખવાનો ભાવ ન હોય અને જીવના રક્ષણનો ભાવ પણ ન હોય. વળી ક્યારેક અન્ય જીવોનું રક્ષણ થાય એવો યતનાપૂર્વકનો–જયણાપૂર્વકનો ભાવ વિભિન્ન પરિસ્થિતિમાં માણસના મનના ભાવો. અધ્યવસાયો, આત્માનાં પરિણામો છે તે બહુ મહત્ત્વનાં છે. તેને આધારે જ જીવની હિંસા કે દયાનો નિર્ણય થઈ શકે છે. માણસના મનમાં હિંસા-દયાના ભાવોમાં ઘણું વૈવિધ્ય અને ઘણી તરતમતા રહે છે. ક્યારેક માણસના મનમાં બીજા જીવનો વધ કરવાનો દઢ સંકલ્પ હોય પણ તે પાર ન પડે. ક્યારેક માણસના મનમાં બીજાને મારવાનો ભાવ ન હોય, પરંતુ મનમાં એવા પ્રમાદનો કે બેપરવાઈનો ભાવ હોય કે બીજો મરે તો ય શું અને ન મરે તો ય શું ? આવી વ્યક્તિમાં બીજા જીવના રક્ષણની ઉપેક્ષારૂપ હિંસાનો ભાવ હોય છે. અન્ય પક્ષે કોઈ જ્ઞાની મહાત્મા શાસ્ત્રના જાણકાર હોય, જીવની રક્ષાનો, દયાનો ઉપદેશ આપતા હોય, અને પોતાનું જીવન પૂરેપૂરી જયણાપૂર્વક જીવતા હોય, એવા જ્ઞાની મહાત્માથી ક્યારેક અજાણતાં વચ્ચે દોડી આવેલી કીડીને બચાવવા જતાં તે પગથી કચડાઈ જાય અને જીવની હિંસા થાય, તો પણ તેમને હિંસાનો દોષ લાગતો નથી. તેમને દયાનું ફળ મળે છે. - હિંસા-અહિંસાના વિષયમાં જીવની પોતાની આંતરિક પરિણતિ કેવી છે તેના ઉપર તેના ફળનો આધાર છે. [૭૮૨] પર યુક્ય વાનં દરdi વા સ્થવિત્ न धर्मसुखयोर्यत्ते कृतनाशादिदोषतः ॥१०५॥ અનુવાદ ઃ બીજા કોઈને કોઈપણ વસ્તુનું દાન કે હરણ ઘટતું નથી. કૃતનાશ ઇત્યાદિના દોષને કારણે ધર્મ અને સુખનાં તે (દાન અને હરણ) નથી. ४४७ Jain Education Intemational 2010_05 Page #493 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે આત્મા સર્વ પદાર્થોથી અલગ છે. તે પોતાના ભાવોનો કર્તા છે. એટલે બીજાને તે દાન આપે છે કે બીજાનું તે હરી લે છે એ પ્રમાણે ઘટતું નથી. બીજાને દાન દેવાથી ધર્મ થઈ જતો નથી અને બીજાનું કંઈ હરી લેવાથી સુખ પ્રાપ્ત થઈ જતું નથી. જો તેમ થાય તો કૃતનાશ (કરેલાનો નાશ) અને અકૃતાગમ (નહિ કરેલાનું આગમન)નો દોષ થાય તે એ રીતે કે પોતાનું ધન બીજાને આપી દેવાથી પોતાની એટલી ભોગપ્રાપ્તિનો નાશ થાય અને બીજાનું ધન હરી લઈને પોતે ભોગવે તો અકૃતાગમનો એટલે બીજાની ભોગપ્રાપ્તિનો નાશ કરીને પોતે તે પ્રાપ્ત કરવાનો દોષ આવે. (આ શ્લોકનો બીજી રીતે એમ અર્થ ઘટાવાય છે કે માણસ પોતાના ધર્મ અને સુખનું દાન આપી શકતો નથી અથવા તેનું હરણ થઈ શકતું નથી, કારણ કે તેમાં અનુક્રમે કૃતનાશ અને અકૃતાગમનો દોષ આવે છે.) * [७८३] भिन्नाभ्यां भक्त्तवित्तादिपुद्गलाभ्यां च ते कुतः । स्वत्वापत्तिर्यतो दानं हरणं स्वत्वनाशनम् ॥१०६॥ અનુવાદ : વળી (આત્માથી) ભિન્ન એવાં ભોજન, વિત્ત વગેરે મુદ્દગલોથી તે શી રીતે ઘટે? કારણ કે, દાન સ્વત્વાપત્તિરૂપ છે અને હરણ સ્વત્વનાશરૂપ છે. વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે જીવ પુદ્ગલથી ભિન્ન છે. ભોજન, ધન ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે. તે આત્માથી ભિન્ન છે અથવા આત્માનાં પોતાનાં નથી. આત્માનું તે સ્વત્વ નથી. એટલે આત્માનો તેના ઉપર અધિકાર નથી. હવે જે આત્માનાં પોતાનાં નથી તેનું દાન કે હરણ કેવી રીતે થઈ શકે ? કારણ કે દાન દેવું એ સ્વત્વની આપત્તિરૂપ છે. જે પોતાનું નથી એ પોતાનું જ છે એમ પહેલાં સ્વીકારવું પડે. વળી હરણ કરવું તે સ્વત્વના નાશરૂપ છે. જે બીજાનું નથી તે બીજાનું છે અને એનો નાશ થયો છે, એટલે કે એણે ગુમાવ્યું છે એમ માનવું પડે. આમ ભોજન, ધન વગેરેનાં દાન કે હરણ આત્મામાં ઘટી શકતાં નથી. [७८४] कर्मोदयाच्च तद्दानं हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः कस्तत्रोपनमति स्वतः ॥१०७॥ અનુવાદ : વળી, દાન અને હરણ જીવોના કર્મોદયથી થાય છે. તે સ્વતઃ પરિણમે છે, તો પછી એમાં પુરુષોનો (જીવોનો) ક્યો પ્રયાસ છે ? વિશેષાર્થ : વ્યવહારનય એમ કહે છે કે કોઈ વ્યક્તિ બીજાને દાન આપે તો તે પ્રત્યક્ષ દેખાય છે. એથી એને અને લેનારને હર્ષ થાય છે. તેવી જ રીતે કોઈ માણસ બીજાની વસ્તુનું હરણ કરે તો તે નજરે જોઈ શકાય છે. એથી હરણ કરનારનો સ્વાર્થ, લોભ, રોષ ઇત્યાદિ અને જેની વસ્તુ હરાઈ રહી છે એના પક્ષે અને એના સ્વજનોના પક્ષે શોક નજરે જોવા મળે છે. એથી દાન દેનાર પુણ્યપ્રવૃત્તિ કરે છે અને હરણ કરનાર પાપપ્રવૃત્તિ કરે છે એમ કહી શકાય. નિશ્ચયનય એમ કહે છે કે જે વ્યક્તિને દાનની પ્રાપ્તિ થઈ તે એ વ્યક્તિના તેવા પ્રકારનાં કર્મોના ઉદયને કારણે થઈ છે. જો એ વ્યક્તિના દાન પ્રાપ્ત કરવા માટેનાં કર્મોનો ઉદય ન થયો હોત તો દાન ४४८ Jain Education Interational 2010_05 Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર આપવાવાળો હોવા છતાં તેને પ્રાપ્ત ન થાત. તેવી રીતે હરણના પ્રસંગમાં પણ કહી શકાય. એટલે દાન અને હરણ તે તે જીવોના કર્મોદયથી થાય છે. તે કર્મો સ્વતઃ પરિણમે છે. એમાં અન્ય કોઈ પુરુષનો પ્રયાસ નથી. જે પુરુષ દાન-હરણની ક્રિયા કરે છે તે તો નિમિત્ત માત્ર છે. તેના પ્રયાસથી દાન-હરણની પ્રવૃત્તિ થતી નથી. આ શ્લોકનો અન્ય રીતે પણ અર્થ કરવામાં આવે છે. દાન અને હરણની ક્રિયા આત્મામાં સ્વતઃ પરિણમે છે. જો જીવનો તેવા પ્રકારનાં કર્મનો ઉદય હોય તો જ તેને બીજાને દાન આપવાનો ભાવ થાય છે અથવા બીજાનું ધન હરી લેવાની વૃત્તિ થાય છે. જયારે એવા પ્રકારનાં કર્મોદયને કારણે જીવને બીજાને સહાય કરવાની અનનુકંપાયુક્ત બુદ્ધિ થાય છે ત્યારે તે વસ્તુતઃ તે પોતાને જ શુભોપયોગનું દાન કરે છે. એ જ પ્રમાણે કર્મોદયને લીધે બીજાને હાનિ પહોંચાડવાનો દુષ્ટ ભાવ તેને થાય છે ત્યારે તે પોતાના જ શુભોપયોગનું હરણ કરે છે. આમ દાન કે હરણમાં જીવનો પોતાનો કોઈ જ પ્રયાસ નથી. [૮૫] તામ્યાં તુ માવાગ્યાં વેન્ન રાનવીર્થયો. अनुग्रहोपघातौ स्तः परापेक्षा परस्य न ॥१०८॥ અનુવાદ : કેવળ દાન અને ચોરીના ભાવોથી તે (આત્મા) પોતાના ઉપર જ અનુગ્રહ કે ઉપઘાત કરે છે. એમાં બીજાને બીજાની અપેક્ષા નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તેના અનુસંધાનમાં જ અહીં કહેવામાં આવ્યું છે કે કોઈક વ્યક્તિ બીજાને દાન આપવાનો ભાવ કરે તો તેથી તે પોતાના ઉપર જ ઉપકાર કરે છે, અને જો કોઈ વ્યક્તિને ચોરી કરવાનો ભાવ થાય તો તે વખતે તે પોતાનો જ ઉપધાત કરે છે અર્થાત પોતાના આત્માને જ હાનિ પહોંચાડે છે. દાનની ક્રિયા કરતાં પહેલાં કરનારના મનમાં જ એવો ભાવ ઉત્પન્ન થાય છે. એ ભાવ ઉત્પન્ન થયો તે વખતે જ એણે પોતાની જાત ઉપર જ ઉપકાર કર્યો છે. એણે દાનના ભાવથી પોતાના આત્માને જ લાભ કરાવ્યો છે અથવા ચોરીના ભાવથી પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે. એ વખતે બીજાના ઉપર અનુગ્રહ કે ઉપઘાતની કોઈ વાત નથી કે બીજાની કોઈ અપેક્ષા હોતી નથી. [૭૮૬] પરાશ્રિતાનાં માવાનાં વર્તુત્વાદ્યમાનતઃ | कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥१०९॥ અનુવાદ : પરાશ્રિત ભાવોના કર્તુત્વ આદિના અભિમાનથી અજ્ઞાની કર્મ વડે બંધાય છે, પરંતુ જ્ઞાનવાન લેખાતો નથી. વિશેષાર્થ : પુદ્ગલ પરદ્રવ્ય છે. એને આશ્રયે જે ભાવો થાય તે પરાશ્રિત ભાવ કહેવાય. ધન પુદ્ગલરૂપ છે. એ પરદ્રવ્ય છે. એ બીજાને દાનમાં આપ્યું હોય તો ધનને નિમિત્તે જીવમાં અહંકાર જન્મે છે કે “મેં આપ્યું.' આવી રીતે વ્યવહારમાં અનેક પ્રસંગે જીવ અજ્ઞાનને કારણે બીજાને લગતા વિચારો કરીને, “હું કરું છું, હું મેળવું છું, હું ભોગવું છું.' ઇત્યાદિ પ્રકારનું અભિમાન કરે છે. પરંતુ તે અભિમાન ૪૪૯ Jain Education Intemational 2010_05 Page #495 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તેના અજ્ઞાનનું પરિણામ છે. તેથી તે કર્મ વડે બંધાય છે. જ્ઞાની મહાત્માઓ જાણતા હોય છે કે પરાશ્રિત ભાવો પોતાનામાં નથી. એથી તેઓને કર્તુત્વનું અભિમાન થતું નથી. વસ્તુતઃ કતૃત્વનો વિચાર પણ તેઓને આવતો નથી. એટલે તેઓ એવા કર્મથી બંધાતા નથી. [૭૮૭] વર્તવમાત્મા ને પુષ્પપપયોgિ શર્મા रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥११०॥ અનુવાદ : આ રીતે આત્મા પુણ્ય-પાપરૂપી કર્મનો પણ કર્તા નથી, પરંતુ ઇષ્ટ-અનિષ્ટ વસ્તુમાં રાગ અને દ્વેષના આશયનો કર્તા છે. વિશેષાર્થ : આત્મા પરાશ્રિત ભાવોનો કર્તા નથી એમ કહ્યા પછી અશુદ્ધ નિશ્ચયનયથી હવે કહેવામાં આવે છે કે આત્મા પુણ્યરૂપી શુભ કર્મનો કે પાપરૂપી અશુભ કર્મનો કર્તા પણ નથી. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે શુભાશુભ કર્મનાં પુગલ પરમાણુઓ આત્મપ્રદેશોને ચોટેલાં હોવા છતાં આત્મા તેનાથી પૃથફ છે, અલગ છે, કારણ કે કર્મપુદ્ગલો અજીવ છે, તે પરદ્રવ્ય છે. આત્મા તેને કશું કરી શકે નહિ અને તે પુદ્ગલો પણ આત્માને કશું કરી શકે નહિ. પરંતુ આત્મામાં અજ્ઞાનવશ ઇષ્ટ-અનિષ્ટ એવા ભાવો ઉત્પન્ન થાય છે. આત્મા એ ભાવોનો, રાગ-દ્વેષનો કર્તા છે, કર્મપુદ્ગલોનો એટલે પુણ્ય-પાપનો નહિ. [૭૮૮] રજતે છ વાર્થે; તત્તવૈર્યવાન્યતઃ आत्मा यदा तदा कर्म भ्रमादात्मनि युज्यते ॥१११॥ અનુવાદ : આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિશે રાગ અથવા હૈષ કરે છે, ત્યારે ત્યારે બ્રમ(અજ્ઞાન)થી આત્મામાં કર્મ જોડાય છે. વિશેષાર્થ : આત્મા ઇષ્ટ વસ્તુમાં રાગ અને અનિષ્ટ વસ્તુમાં દ્વેષના અધ્યવસાયનો કર્તા છે, પુણ્ય અને પાપરૂપી કર્મનો કર્તા નથી એમ કહ્યા પછી અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આત્મામાં ઈષ્ટ વસ્તુના નિમિત્તે સુખનો વિકલ્પ થાય છે અને અનિષ્ટ વસ્તુના નિમિત્તે દુ:ખનો વિકલ્પ થાય છે. આ વિકલ્પોને કારણે આત્મા અર્થોમાં એટલે કે વિષયવસ્તુમાં રાગ અથવા ઠેષ કરે છે. જ્યારે જ્યારે આ રાગદ્વેષ થાય છે ત્યારે ત્યારે તેને કારણે આત્મામાં કર્મનો બંધ થાય છે એવો ભ્રમ થાય છે, પણ કર્મનો બંધ થતો નથી. વસ્તુતઃ કર્મપુદગલો આત્મપ્રદેશો સાથે સંલગ્ન થવાથી એકરૂપ થયાં એવો ભ્રમ થાય છે, પણ આત્મા અને કર્મયુગલો જુદાં જુદાં દ્રવ્યો છે. આત્મા કર્મભાવને પામતો નથી અને કર્મો આત્મભાવને પામતાં નથી, પરંતુ કર્મો બંધાયાં એવો ભ્રમ થાય છે. [७८५] स्नेहाभ्यक्ततनोरंगं रेणुना श्लिष्यते यथा । रागद्वेषानुविद्धस्य कर्मबंधस्तथा मतः ॥११२॥ અનુવાદ: જેમ તેલ (સ્નેહ) વડે અભંગ થયેલા શરીરવાળાના અંગ પર રેણુ (રજ) ચોંટી જાય છે, તેમ રાગદ્વેષથી અનુવિદ્ધ થયેલાનો કર્મબંધ મનાયો છે. ૪૫૦ Jain Education Intemational 2010_05 Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો ઃ આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : સ્નેહ શબ્દના બે અર્થ થાય છે : (૧) રાગ અને (૨) તેલ. અહીં કર્મબંધની પ્રક્રિયા ઉદાહરણથી સમજાવવામાં આવી છે. માણસે તેલથી શરીરે અભંગ અર્થાત્ મર્દન કરાવ્યું હોય તો તેના શરીરે ઝીણી રેણુ અથવા રજકણ ચોંટી જાય છે. માણસ રજકણ ચોંટાડતો નથી, પણ તેલનો સ્વભાવ એવો ચીકણો છે કે રજકણ ચોંટ્યા વગર રહે નહિ. તેવી રીતે રાગ અને દ્વેષથી અનુવિદ્ધ અર્થાત્ વ્યાપ્ત થયેલા જીવને કર્મપુદ્ગલો ચોટે છે એટલે કે તેને કર્મબંધ થાય છે. જેમ રજ શરીર સાથે એકરૂપ બની જતી નથી. તેને સાફ કરી શકાય છે, તેમ કર્મપુદ્ગલો આત્મા સાથે એકરૂપ થઈ જતાં નથી. તેમાંથી જીવ મુક્ત બની શકે છે. [૭] નોÉ વયિયાતિ પ્રામપત્નનિથી. यथा कर्म तथा चित्रं रक्तद्विष्टात्मसंनिधौ ॥११३॥ અનુવાદ : જેમ લોઢું પોતાના વ્યાપારથી ભ્રામક (ચુંબક ચમક) પાષાણ ઉપલ)ની પાસે આવે છે, તેમ વિચિત્ર પ્રકારનાં કર્મ રાગ અને દ્વેષથી આત્માની પાસે આવે છે. વિશેષાર્થ ? આત્મા પોતે વિશુદ્ધ છે. તે પોતે દ્રવ્યકર્મ બાંધતો નથી. પરંતુ એનામાં રાગદ્વેષની પરિણતિ થતાં ભાવકર્મ બંધાય છે. એ વખતે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ ખેંચાઈ આવીને આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે. એટલે કે દ્રવ્યકર્મ બંધાય છે. આ સમજાવવા માટે આગળના શ્લોકમાં શરીર પર કરેલા તેલમર્દનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અહીં ચમકપાષાણનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ચમકપાષાણ (લોહચુંબક–Magnet) પાસે લોઢું પોતે ખેંચાઈને આવે છે. લોહચુંબક લોઢાને આકર્ષવા નથી જતું. તેવી રીતે આત્મામાં રાગદ્વેષનાં પરિણામ થાય ત્યારે કર્મનાં દળિયાં અર્થાત્ કર્મનાં રજકણો જે પોતે જડ છે તે ખેંચાઈને આવે છે અને આત્મામાં ચોંટી જાય છે. આ રીતે દ્રવ્યકર્મ બંધાય છે. [૭૯૧] માત્મા વ્યાવૃતિતંત્ર રાષાશર્થ મૃગન્ | तन्निमित्तोपनमेषु कर्मोपादानकर्मसु ॥११४॥ અનુવાદ : ત્યાં (કર્મના વિષયમાં) રાગદ્વેષના આશયને ઉત્પન્ન કરતો આત્મા તેના (રાગદ્વેષના) નિમિત્તથી ઉત્પન્ન એવાં કર્મ જેમાં ઉપાદાન છે તેવા કર્મોમાં વ્યાપરવાળો થતો નથી. | વિશેષાર્થ : અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા રાગદ્વેષના આશયને જ ઉત્પન્ન કરે છે. એટલે કે આત્મા માત્ર ભાવકર્મનો કર્તા છે. એ ભાવકર્મના નિમિત્તથી દ્રવ્યકર્મ ખેંચાઈને આવે છે, પરંતુ એ કર્મપુદ્ગલોને આકર્ષવાનો વ્યાપાર આત્મા કરતો નથી. આત્મામાં જે દ્રવ્યકર્મો ખેંચાઈને આવે છે એ “કર્મોનું ઉપાદાન ભાવકર્મ' છે એમ અહીં કહ્યું છે. અહીં કર્મ એટલે ભાવકર્મ અથવા મન, વચન અને કાયાના યોગ. એ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મપુદ્ગલો ગ્રહણ થયા કરે છે. પરંતુ એ ગ્રહણ કરવાનો વ્યાપાર વિશુદ્ધ આત્મા પોતે કરતો નથી. વળી, કર્મ એટલે પૂર્વનું કર્મ એવો અર્થ પણ ઘટાવાય છે. વર્તમાન કર્મનું ઉપાદાન કારણ પૂર્વનું કર્મ છે અને આ રીતે મુક્તિ સુધી કર્મની પરંપરા ચાલ્યા કરે છે. ૪૫૧ Jain Education Intemational 2010_05 Page #497 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૭૯૨] . વારિ વર્ષન્ યથામ્મોદ્દો ધાન્યવર્ધી નિદ્યતે। भावकर्म सृजन्नात्मा तथा पुद्गलकर्मकृत् ॥११५॥ અનુવાદ : જેમ પાણી વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનાર કહેવાય છે, તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતો આત્મા પુદ્ગલકર્મ(દ્રવ્યકર્મ)નો કર્તા કહેવાય છે. વિશેષાર્થ : આત્મા ભાવકર્મનો કર્તા છે, પરંતુ વ્યવહારમાં લોકો એને દ્રવ્યકર્મનો કર્તા પણ ગણે છે. આવું જે થાય છે તે વ્યવહારનયથી સમજવું જોઈએ. અહીં વરસાદ અને ધાન્યનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. મેઘ પાણી વરસાવવાનું કાર્ય કરે છે. પાણી ધાન્ય ઉગાડવાનું કામ કરે છે. મેઘ પોતે ધાન્ય નથી ઉગાડતો. છતાં લોકો બોલે છે કે મેઘથી ધાન્ય ઊગ્યું અથવા મેઘરાજાએ ધાન્યની વર્ષા કરી. આવું વચન એક અપેક્ષાએ સાચું છે અને એ રીતે લેવાનું છે. તેવી રીતે કોઈ એમ કહે કે ‘આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે' તો તેવા વચનને વ્યવહારનયથી જોવું જોઈએ. નિશ્ચયનયથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા નથી. [૭૯૩] બૈગમવ્યવહારો તુ વ્રત: િિવસ્તૃતામ્। व्यापारः फलपर्यन्तः परिदृष्टो यदात्मनः ॥ ११६ ॥ અનુવાદ : પરંતુ નૈગમનય અને વ્યવહારનય કર્માદિકનું કર્તાપણું કહે છે, કારણ કે આત્માનો વ્યાપાર ફળપર્યન્ત સારી રીતે દેખાય છે. વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે આત્મા પોતાના ભાવનો જ કર્તા છે; કર્મોનો તે કર્તા નથી. આત્માના ભાવના નિમિત્તથી કર્મપુદ્ગલો પોતે પોતાની મેળે આત્મપ્રદેશોમાં ખેંચાઈ આવે છે અને તે પ્રમાણે પરિણમે છે. તેમાં આત્માનું કોઈ કર્તૃત્વ નથી. નિશ્ચયનય આ રીતે તત્ત્વને અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી નિહાળે છે. નૈગમનય અને વ્યવહારનય વસ્તુને સ્થૂલ અને વ્યાપક દૃષ્ટિથી જુએ છે. તેઓ કહે છે કે આત્મા જેમ રાગાદિનો કર્તા છે તેમ પોતાનાં દ્રવ્યકર્મોનો કર્તા પણ છે. આત્મામાં જે પ્રકારનાં પરિણામ થાય છે તે અનુસાર જ કર્મપુદ્ગલો આકર્ષાઈને આવે છે. જો આત્મામાં પરિણામ ન થાય તો કર્મપુદ્ગલો ખેંચાઈને આવે નહિ. એટલે આત્મા જ દ્રવ્યકર્મનો કર્તા છે. વળી આત્મા પોતાના ભાવકર્મનો કર્તા છે એ સાચું, પરંતુ જેટલા કાળ પછી કર્મનું ફળ મળે છે તેટલા કાળ સુધી આત્માનો જ વ્યાપાર છે. રાગાદિ ભાવો તેટલા લાંબા સમય સુધી રહેતા નથી. પરંતુ ભાવકર્મનું ફળ મળતાં ઠીક ઠીક કાળ ચાલ્યો જાય છે. ક્યારેક તો કેટલાયે ભવો પછી કર્મનું ફળ મળે છે. આ વચ્ચેના કાળમાં આત્માનો જો કોઈક વ્યાપાર થાય તો જ પૂર્વના ભવોના રાગદ્વેષાદિનું સુખદુઃખાદિરૂપ ફળ વર્તમાન ભવમાં પ્રાપ્ત થાય. આ વ્યાપાર દ્રવ્યકર્મ કરે છે. આમ વ્યવહારનય કહે છે કે આત્મા જે રાગાદિ ઉત્પન્ન કરે છે, તે અનૂસાર દ્રવ્યકર્મ ઉત્પન્ન થાય છે. આ દ્રવ્યકર્મ દીર્ઘકાળ અને ક્યારેક તો અનેક ભવો સુધી સત્તામાં અવસ્થિત રહે છે. ત્યાર પછી દ્રવ્યકર્મ દ્વારા ફળનો વિપાક પ્રાપ્ત થાય છે એટલે કે દ્રવ્યકર્મ ઉદયમાં આવીને ફળ આપે 2010_05 ૪૫૨ Page #498 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર છે. આમ રાગાદિની ઉત્પત્તિ અને ફળનો વિપાક એ બે વચ્ચેના આત્માના વ્યાપારનું સાતત્ય આ દ્રવ્યકર્મ દ્વારા જ જળવાય છે. એટલે ફળ પર્યંત દ્રવ્યકર્મ દ્વારા આત્માનો વ્યાપાર સારી રીતે દેખાય છે. માટે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે એમ સિદ્ધ થાય છે. [૭૯૪] અન્યોન્યાનુ ળતાનાં ા તવેિિત વા મિા । यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥११७॥ અનુવાદ : અથવા અન્યોન્ય મળેલાં તેમાં ‘તે આ છે' એવો ભેદ, દૂધ અને પાણીની જેમ છેલ્લા પર્યાય સુધી, ક્યાંથી હોય ? વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે જીવ અને અજીવ એ દ્રવ્યો ક્યારેય એકરૂપ થતાં નથી. તે સદા પૃથક્ જ રહે છે. આત્મપ્રદેશોમાં કર્મપુદ્ગલો અણુતણુની જેમ રહેલાં હોવા છતાં તે ભિન્ન જ છે. વ્યવહારનય કહે છે કે આત્મા અને કર્મપુદ્ગલો ક્ષીરનીરની જેમ એટલે કે દૂધ અને પાણીની જેમ એકરૂપ છે. તેમને છૂટા કરી શકાતાં નથી. નિગોદથી માંડીને જીવ મોક્ષગતિ પામે ત્યાં સુધી સળંગ સાથે રહેવાનાં જ છે. જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી આત્મા કર્મથી મુક્ત થવાનો નથી. છેલ્લા પર્યાય સુધી એટલે કે સિદ્ધગતિ મળતાં સુધી આવી સ્થિતિ રહેવાની છે. તે પછી આત્મા કર્મોથી છૂટો પડે છે. ત્યાં સુધી ‘તે આ છે' એવું આત્મા માટે કે કર્મ માટે જુદું પાડીને કહી શકાતું નથી. જો આ પ્રમાણે જ પરિસ્થિતિ હોય તો આત્માને દ્રવ્યકર્મનો કર્તા કહેવામાં વાંધો શો છે ? આત્મપ્રદેશોમાં કર્મો બંધાવાની અને છૂટા પડવાની ક્રિયા નિરંતર ચાલે છે. આમ છતાં સંપૂર્ણપણે કર્મોથી મુક્ત થવાની સ્થિતિ તો મુક્તિ વખતે જ આવે છે. એટલે અહીં કર્મોનો ‘ચરમ પર્યાય' એ કર્મોના સામાન્ય અર્થમાં લેવાનો છે. તે તે કર્મો જ્યારે છૂટાં પડે ત્યારે તે કર્મોનો ચરમ પર્યાય એવો વિશેષ અર્થ પણ લઈ શકાય; પણ સામાન્ય અર્થ વધુ સંગત છે. [૭૯૫] નાત્મનો વિકૃતિ વત્તે તવેષા નયત્વના । शुद्धस्य रजतस्येव शुक्तिधर्मप्रकल्पना ॥११८॥ અનુવાદ : એટલે આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી, જેમ શુદ્ધ ચાંદીમાં શુક્તિધર્મની કલ્પના થતી નથી. વિશેષાર્થ : જુદા જુદા નય આત્મા અને કર્મના સંબંધ વિશે જુદો જુદો મત ધરાવે છે. વ્યવહારનય કહે છે કે આત્મા કર્મનો કર્તા છે. આગળના શ્લોકમાં કહ્યું છે તેમ કર્મનાં પુદ્ગલો અને આત્મપ્રદેશો દૂધ અને પાણીની જેમ એકબીજામાં ભળેલાં છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે જુદા જુદા નયની આત્મા અને કર્મ વિશે ગમે તે કલ્પના હોય તો પણ તેથી આત્મસ્વરૂપમાં વિકૃતિ થતી નથી. આત્મા સદૈવ શુદ્ધ અને નિર્વિકાર જ છે. કોઈના કહેવાથી તે વિકારી થઈ જતો નથી. અહીં ચાંદી (રજત) અને છીપ (શક્તિ)નું ઉદાહરણ આપવામાં આવ્યું છે. _2010_05 ૪૫૩ Page #499 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ચાંદનીમાં ચાંદીનો ટુકડો અને છીપલું એક સરખાં ચળકે છે. અજાણ્યો માણસ ભ્રમમાં પડી જાય. પરંતુ ચાંદી એ ચાંદી છે અને છીપલ એ છીપલું છે. એ વખતે ચાંદીમાં કોઈ શુક્તિધર્મની કલ્પના કરે તો તેથી ચાંદી છીપલું થઈ જતું નથી. તેવી રીતે વિશુદ્ધ આત્મા વિશે કોઈ વિકૃતિની કલ્પના કરે તેથી આત્મા વિકૃતિવાળો થઈ જતો નથી. [૭૯૬] મુષિતત્વ યથા પસ્થતિ પથ્યપર્યતે | तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥११९॥ અનુવાદ : જેમ મુસાફરને વિશે થયેલી લૂંટનો ઉપચાર માર્ગને વિશે થાય છે, તેમ પુગલકર્મમાં રહેલી વિક્રિયાનો અજ્ઞાનીઓ આત્મામાં ઉપચાર કરે છે. વિશેષાર્થ : આત્મા અને કર્મના સંબંધ વિશે શુદ્ધ નિશ્ચયનયથી અહીં ખુલાસો કરતાં માર્ગમાં લૂંટાતા મુસાફરનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. જૂના વખતમાં કોઈ રસ્તે પથિક લૂંટાયો હોય તો કહેવાતું કે “એ રસ્તો લૂંટારુ છે.” અથવા “માર્ગ લૂંટાયો છે. હકીકતમાં માર્ગ નથી લૂંટાયો, પણ એ રસ્તેથી પસાર થતો મુસાફર લૂંટાયો છે. આમ મુસાફરની વાતનું આરોપણ ઉપચારથી માર્ગમાં કરવામાં આવે છે. તેવી રીતે આત્મા દ્રવ્ય કર્મ કરતો નથી, પરંતુ તત્ત્વના અજ્ઞાની લોકો એટલે કે વ્યવહારમાં પડેલા બાળબુદ્ધિના લોકો એમ બોલે છે કે જીવ કર્મ બાંધે છે. વસ્તુતઃ પુગલકર્મની કોઈ વિક્રિયા વિશુદ્ધ આત્મામાં થતી નથી, કારણ કે આત્મા વિકારી નથી. જે વિકાર થાય છે તે કર્મપુદ્ગલોમાં થાય છે. સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિથી આ વાત સમજવાની છે. [૭૯૭] JI: શોપ રોપાથેત્નશબ્દ એટલો યથા रक्तो द्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥१२०॥ અનુવાદ : જેમ સ્ફટિક અશુદ્ધ નથી, પણ ઉપાધિને કારણે કાળો અથવા તો રાતો જણાય છે, તેમ પુણ્ય પાપના સંસર્ગથી આત્મા રાગી અથવા વેષી જણાય છે. વિશેષાર્થ : આ અધિકારના ૧૭મા શ્લોક (સળંગ શ્લોક નં. ૬૯૪)માં વિશુદ્ધ આત્મા માટે સ્ફટિકની ઉપમા આપેલી છે. અગાઉ કહ્યું છે તેમ કર્મકૃત ભેદ વિશુદ્ધ આત્માના નથી, પણ તેવો ભ્રમ થાય છે. તેવી રીતે અહીં કહેવાયું છે કે પુણ્ય અને પાપના સંસર્ગથી આત્મા રાગી અથવા પી જણાય છે. પરંતુ વસ્તુતઃ એ ભ્રમ છે, આભાસ છે. એ માટે સ્ફટિકનું ઉદાહરણ ફરીથી અહીં આપવામાં આવ્યું છે. સ્ફટિક પાસે કોઈ કાળી વસ્તુ હોય તો તેની કાળી ઝાંય સ્ફટિકમાં પડે છે અને સ્ફટિક કાળો લાગે છે. તેવી રીતે લાલ વસ્તુના સંસર્ગે સ્ફટિક લાલ લાગે છે. લાલ રંગ રાગને સૂચવે છે અને કાળો રંગ દ્વેષને સૂચવે છે. આત્મા પુણ્ય અને પાપના સંસર્ગથી રાગ અને દ્વેષવાળો જણાય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા વિશુદ્ધ છે. તે રાગી નથી અને દ્વેષી પણ નથી. રાગ અને દ્વેષ તેનો સ્વભાવ નથી, પણ તેની વિભાવદશા છે. માટે તત્ત્વદૃષ્ટિથી વિશુદ્ધ આત્મસ્વરૂપને સમજવાની જરૂર છે. Jain Education Intemational 2010_05 ducation International 2010_05 ૪૫૪ For Private Page #500 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૭૯૮] સૂર્ય નટેશ્વત્ન તાવત્ યાજ્ઞિવિધત્પના ! यद्पं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥१२१॥ અનુવાદ : જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે ત્યાં સુધી નટકળા છે, પરંતુ જે કલ્પનાતીત રૂપ છે તેને તો અકલ્પક (કલ્પનામુક્ત જ્ઞાની પુરુષ) જુએ છે. વિશેષાર્થ : સંસારને જોવાની સામાન્ય લોકોની દષ્ટિને નટકળા સાથે સરખાવવામાં આવી છે. નટ જેમ વિવિધ રૂપો ધારણ કરવાની કળા જાણે છે અને તે પ્રમાણે વેશરૂપ ધારણ કરે છે, પરંતુ તે બધો ક્ષણિક આભાસી દેખાવ છે. ભ્રમ છે. અંતે તો તે નટ જ છે. તેવી રીતે પ્રતિક્ષણ બદલાતા જતા આ સંસારમાં જીવ બાહ્ય ભાવોના કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પના કરે છે. તે પોતાને ગરીબ કે શ્રીમંત સમજે છે, દુ:ખી કે સુખી માને છે. સંસારનાં વિવિધ રૂપો જોઈને તે તેમાં રાચે છે. જેમ નાટક જોનાર એટલો વખત નાટકને સાચું માની તેમાં મગ્ન બની જાય છે, તેમ જીવ બાહ્ય ભાવોમાં સતત રહીને સંસારમાં મગ્ન રહે છે. પરંતુ જયારે એની તત્ત્વદષ્ટિ ખૂલે છે અને ખીલે છે અને જ્યારે તે અકલ્પક બને છે એટલે કે કલ્પનામુક્ત જ્ઞાની બને છે ત્યારે એને પ્રતીતિ થાય છે કે આ બધા બાહ્ય ભાવો ક્ષણિક અને મિથ્યા છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ સાચું અને સનાતન સ્વરૂપ છે. તે પોતાની કર્તુત્વ અને ભોફતૃત્વની કલ્પનામાંથી નીકળી જાય છે. હવે તે બાહ્ય કલ્પનાઓમાં રાચતો નથી, પણ સ્વસ્વરૂપમાં સ્થિર થાય છે. તે કલ્પનામુક્ત જ્ઞાનીની કલ્પનાતીત દશા પામે છે. [૭૯૯] જ્યનામોહિત વન્તઃ શવત્ન #Mાં ૨ પશ્યક્તિા तस्यां पुनर्विलीनायामशुक्लाकृष्णमीक्षते ॥१२२॥ અનુવાદ : કલ્પનાથી મોહિત થયેલો જીવ શુક્લ અને કૃષ્ણને જુએ છે, પણ તેનો (કલ્પનાનો) વિલય થતાં અશુકલ અને અકૃષ્ણને જુએ છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તે જ આ શ્લોકમાં દોહરાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે સંસારના જીવો પોતાના બાહ્ય સ્વરૂપને વાસ્તવિક માનીને તે પ્રમાણે જીવે છે. કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પનાથી મોહિત થયેલા જીવો પોતાને બાહ્ય દૃષ્ટિએ જેવા દેખાય તેવા માને છે. “હું કાળો છું', “હું ગોરો છું', હું શ્રીમંત છું', “હું ગરીબ છું', “હું સુખી છું', “હું દુઃખી છું', “મારું ઘર સરસ છે', “મારાં વસ્ત્રો સુંદર છે'- ઇત્યાદિ પ્રકારનો વ્યવહાર કરે છે. આવું બધું કલ્પનાથી મોહિત થવાને લીધે થાય છે. પરંતુ તત્ત્વબોધ થતાં માણસની જ્યારે કર્તુત્વ અને ભોસ્તૃત્વની કલ્પના વિલીન થઈ જાય છે ત્યારે એને નિર્મળ આત્માનું સ્વરૂપ સમજાય છે. એનો એને અનુભવ થાય છે. પછી “હું કાળો છું”, કે “હું ગોરો છું' એવી એની મિથ્યાદષ્ટિ નીકળી જાય છે. “હું અખંડ, ત્રિકાળી ધ્રુવ, સચ્ચિદાનંદમય વિશુદ્ધ આત્મા છું' એવી એને અનુભૂતિ થાય છે. [૮૦૦] તથ્થાને સ્તુતિમઃિ સૈવો પરમાત્મા पुण्यपापविहीनस्य यद्पस्यानुचिन्तनम् ॥१२३॥ અનુવાદ : પુણ્ય પાપવિહીન જે આત્મસ્વરૂપનું ચિંતન તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ છે એમ કહેલું છે. ૪૫૫ Jain Education Intemational 2010_05 Page #501 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : આત્માનું શુદ્ધ સ્વરૂપ પુણ્યપાપવિહીન છે. પુણ્ય એટલે શુભ કર્મ અને પાપ એટલે અશુભ કર્મ. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે વિશુદ્ધ આત્મા શુભાશુભ કર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. અશુદ્ધ નિશ્ચયનય પ્રમાણે જ્યાં સુધી રાગાદિ ભાવો ઉદ્દભવે છે ત્યાં સુધી આત્મા ભાવકર્મનો કર્તા છે. પરંતુ એવા રાગાદિ ભાવોથી પણ રહિત જે વિશુદ્ધ આત્મા તે જ પરમાત્મા છે. એ જ પરમાત્માનું ધ્યાન ધરવાનું છે; એનું જ અનુચિંતન કરવાનું છે અને એની જ સ્તુતિ કરવાની છે; એનાં જ ગુણગાન ગાવાનાં છે અને એની જ ભક્તિ કરવાની છે. એટલે કે એને જ શરણે જઈ પોતાનામાં રહેલો એવો પરમાત્મભાવ પ્રગટાવવાનો છે. [૮૦૧] શરીરરૂપત્નાવUNavછત્રધ્વગાર્નિમ: वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥१२४॥ અનુવાદ : વીતરાગનાં શરીર, રૂપ, લાવણ્ય, ગઢ (વપ્ર), છત્ર, ધ્વજ વગેરેના વર્ણના વડે કરાતી સ્તુતિ તે વાસ્તવિક સ્તુતિ (ઉપવર્ણના) નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે પુણ્ય અને પાપથી રહિત, સર્વ કર્મરહિત એવા સ્વરૂપના પરમાત્માનું ધ્યાન કે ચિંતન તે જ સાચી સ્તુતિ અને ભક્તિ છે, તો પછી પ્રશ્ન થશે કે તીર્થંકર પરમાત્માની સ્તુતિઓમાં, સ્તોત્રોમાં એમના શરીરનું, રૂપલાવણ્યનું તથા છત્ર, ધ્વજ ઇત્યાદિનું જે વર્ણન જોવા મળે છે, તીર્થકર ભગવાનનો મહિમા અતિશયો, પ્રાતિહાર્યો દ્વારા દર્શાવાય છે તે શું યોગ્ય નથી ? ભક્તામર સ્તોત્રમાં ૩રશોતíશ્રત જેવી પંક્તિઓમાં એમનાં પ્રાતિહાર્યોનું વર્ણન છે, “માતા મરુદેવાના નંદ' સ્તવનમાં ‘ત્રિગડે બેસી ધર્મ કહેતાં, સુણે પર્ષદા બાર, જોજનગામિની વાણી મીઠી, વાસંતી જળધાર – જેવી પંક્તિઓ છે, અથવા ઋષભદેવ ભગવાનના સ્તવનમાં “વગર ધોઈ તુજ નિર્મળી કાયા કંચનવાન” જેવી પંક્તિઓ છે–તો આવા પ્રકારની તીર્થંકર પરમાત્માની સ્તુતિ શું યોગ્ય નથી ? તેનો ઉત્તર એ છે કે તેવી સ્તુતિ યોગ્ય જ છે. તેવી સ્તુતિ ન જ કરવી જોઈએ એવું નથી. વ્યવહારનય તીર્થંકર પરમાત્મા અન્ય જીવો કરતાં શરીરાદિની અતિશયતાથી કેવા ઉત્કૃષ્ટ છે, કેવા લોકોત્તર છે તે બતાવે છે. તીર્થંકર પરમાત્મા પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યના ઉદયથી, નિકાચિત તીર્થકર નામકર્મના ઉદયથી જગતના જીવો ઉપર કલ્યાણ કરનારા થાય છે તથા તેમને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે, જન્મથી જ કેટલાક અતિશય હોય છે તથા કેવળજ્ઞાન પ્રગટ થતાં બીજા અતિશયો પ્રગટ થાય છે તથા દેવો સમવસરણ અને પ્રાતિહાર્યોની રચના કરે છે. આ રીતે તીર્થંકર પરમાત્માની લોકોત્તરતાની એટલે કે અલૌકિકતાની સામાન્ય માણસોને પ્રતીતિ થાય છે. વળી પરમાત્માના આઠ પ્રાતિહાર્યોની એમના બાર ગુણોમાં ગણના થાય છે. આ રીતે વ્યવહારનય તીર્થંકર પરમાત્માના વીતરાગભાવ ઉપરાંત બાહ્ય સ્વરૂપને પણ પ્રાધાન્ય આપે છે. પરંતુ અહીં નિશ્ચયનય કહે છે કે વીતરાગ ભગવાનની આ વાસ્તવિક સ્તુતિ નથી. વાસ્તવિક સ્તુતિ તો એમની વીતરાગતાની છે, એમના વિશુદ્ધ આત્મસ્વરૂપની છે. ૪૫૬ Jain Education Intemational 2010_05 Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૦૨] વ્યવહારરસ્તુતિઃ સૂર્ય વીતરાભિર્તિનામ્ ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥१२५॥ અનુવાદ : આ વ્યવહારસ્તુતિ છે તથા વીતરાગ આત્માને વિશે વર્તતા જ્ઞાનાદિ ગુણોનું વર્ણન એ નિશ્ચયસ્તુતિ છે. વિશેષાર્થ : જિનેશ્વર ભગવાનનાં શરીર, રૂપલાવણ્ય, અતિશયો, સમવસરણ, પ્રાતિહાર્યો ઇત્યાદિ બાહ્ય સંપદાના વર્ણન વડે સ્તુતિ કરવામાં આવી હોય તો તે વાસ્તવિક સ્તુતિ નથી એમ કહેવામાં આવે છે, તો શાસ્ત્રગ્રંથોમાં, મહાન કવિઓની સ્તુતિઓમાં, સ્તોત્રોમાં, સ્તવનોમાં પરમાત્માનું અતિશયયુક્ત જે વર્ણન-સ્તુતિ કરવામાં આવે છે તે શું અયોગ્ય કે નિરર્થક છે ? એની સુસંગતતા નથી ? એના ઉત્તરમાં અહીં કહેવામાં આવ્યું છે કે ના, એવી સ્તુતિ અયોગ્ય કે નિરર્થક નથી. વ્યવહારનયથી એવી સ્તુતિ કરવામાં આવી છે એટલે એવી વ્યવહારસ્તુતિ અમુક કક્ષાના જીવો માટે યોગ્ય, જરૂરી અને ઉપયોગી છે. “અમારા તીર્થંકર પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે” એવો ભાવ તેવા જીવોમાં ઉત્પન્ન થાય તો એમની ભક્તિ વધુ ભાવભરી બને અને અન્ય મિથ્યાત્વી દેવદેવીઓ તરફ તેઓ ન વળી જાય. અન્ય દેવદેવીઓની મૂર્તિના દેહશણગાર પણ બાળ જીવોને આકર્ષે એવાં હોય છે. બાળજીવોની તાત્ત્વિક દૃષ્ટિ હજુ ખીલી નથી હોતી અને આત્મસ્વરૂપમાં રમણતા કરવા સુધી તેઓ પહોંચ્યા નથી હોતા. એવા જીવોને માટે આવી વ્યવહારસ્તુતિ કામની છે. વ્યવહારસ્તુતિનો જો છેદ જ ઉડાવી દેવામાં આવે તો અનેક જીવો મોક્ષમાર્ગ પર આરૂઢ ન થઈ શકે અને કદાચ થયા હોય તો પણ તે માર્ગથી ભ્રષ્ટ થઈ જાય. માટે વ્યવહારસ્તુતિની પણ આવશ્યકતા છે. જે સ્તુતિમાં તીર્થંકર પરમાત્માનાં જ્ઞાનાદિ ગુણોનું વર્ણન, સંકીર્તન કરવામાં આવ્યું હોય, પરમાત્માની વીતરાગતાનો મહિમા કરવામાં આવ્યો હોય એવી સ્તુતિ તે નિશ્ચયસ્તુતિ છે. મોક્ષાભિલાષી જીવે આવી સ્તુતિ સુધી પહોંચવાનું છે. વ્યવહારસ્તુતિમાં અટકી જવાનું નથી. એટલે જ નિશ્ચયસ્તુતિને વાસ્તવિક સ્તુતિ અથવા ઉચ્ચ પ્રકારની યોગ્ય સ્તુતિ કહેવામાં આવે છે. જિનેશ્વર ભગવાનની મહત્તા એમની પુણ્યપ્રકૃતિના ઉદયથી સમજવા કરતાં એમના આત્મવીર્યના પ્રકર્ષથી સમજવાની છે. એટલે વ્યવહારસ્તુતિ કરતાં નિશ્ચયસ્તુતિ ચડિયાતી છે એ સ્પષ્ટ જ છે. આપણાં કેટલાંક સ્તોત્રોમાં, સ્તવનોમાં જ્ઞાની કવિઓએ વ્યવહારસ્તુતિ અને નિશ્ચયસ્તુતિ એ બંનેનો સુભગ સમન્વય કરેલો જોવા પણ મળે છે. [૮૦૩] પુરવિનાદ્રાની સ્તુતઃ સ્વાદુપીરતઃ | तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ॥१२६॥ અનુવાદ : નગર વગેરેના વર્ણનથી કરાયેલી રાજાની સ્તુતિ તે ઉપચારથી થઈ કહેવાશે. શૌર્ય, ગાંભીર્ય, વૈર્ય વગેરે ગુણોના વર્ણનથી તે તત્ત્વતઃ (તાત્વિક સ્તુતિ) કહેવાશે. વિશેષાર્થ : જેમ હલાવણ્ય, અતિશય, સમવસરણ, પ્રાતિહાર્ય ઇત્યાદિના વર્ણનથી જિનેશ્વર ૪૫૭ Jain Education Intemational 2010_05 Page #503 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પરમાત્માની સ્તુતિ થાય છે, તેવી રીતે રાજાના નગરની વિશાળતા, શોભા ઇત્યાદિના વર્ણન વડે રાજાની સ્તુતિ થાય છે. પરંતુ રાજાની તે સ્તુતિ ઉપચારથી છે. રાજાની ખરી સ્તુતિ તો એના શૌર્ય, ગાંભીર્ય, દક્ષતા, પરાક્રમ, ન્યાય, પ્રજાવત્સલતા ઇત્યાદિ ગુણો વડે થાય છે. આમ ઔપચારિક સ્તુતિ અને તાત્ત્વિક સ્તુતિ વચ્ચે ફરક છે. તીર્થંકર પરમાત્માના જ્ઞાનાદિ ગુણો વડે કરાતી સ્તુતિ એ તાત્ત્વિક સ્તુતિ છે એમ નિશ્ચયનય કહે છે. એ નયને એવી સ્તુતિ જ અભિમત છે. પરંતુ જેમ નગરની શોભાના વર્ણન વડે રાજાની સ્તુતિ ન જ કરી શકાય એવું નથી, તેમ સમવસરણાદિના વર્ણન વડે તીર્થંકર પરમાત્માની સ્તુતિ ન જ કરી શકાય એવું નથી. એ ઔપચારિક સ્તુતિ છે એટલું લક્ષમાં રહેવું જોઈએ. [૮૦૪) મુક્યોપચારથMામવિમાન યા સ્તુતિઃ न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ॥१२७॥ અનુવાદ : મુખ્ય અને ઉપચાર ધર્મોના વિભાગ વિનાની જે સ્તુતિ હોય તે ચિત્તના આનંદ માટે ન હોય. તે કુકવિના કવિત્વ જેવી છે. ' વિશેષાર્થ : આગળ જોયું તેમ તીર્થંકર પરમાત્માની સ્તુતિમાં વ્યવહાર સ્તુતિ અને નિશ્ચય સ્તુતિ એવા બે ભેદ જોવામાં આવે છે. નિશ્ચય સ્તુતિને મુખ્ય સ્તુતિ તરીકે અને વ્યવહાર સ્તુતિને ઉપચાર સ્તુતિ તરીકે ઓળખાવી શકાય. તીર્થંકર પરમાત્માના અનંત ચતુષ્ટયાદિ મુખ્ય ગુણોની જેમાં સ્તવના હોય તે મુખ્ય સ્તુતિ કહેવાય અને એમનાં શરીરલાવણ્ય, અષ્ટપ્રાતિહાર્ય, અતિશયો ઇત્યાદિ બાહ્ય સંપદાનું જેમાં નિરૂપણ હોય તે ઉપચાર સ્તુતિ કહેવાય. સ્તુતિની રચના કરનારના ચિત્તમાં આ બંને પ્રકારના ભેદોની સ્પષ્ટ સમજણ હોવી જોઈએ. જો તેમના ચિત્તમાં અવિભાગ હોય–અર્થાત વિભાગનો સ્પષ્ટ ખ્યાલ ન હોય તો સંભવ છે કે તેઓ બંનેની સેળભેળ કરી નાખે. એટલે કે મુખ્ય સ્તુતિ અને ઉપચાર સ્તુતિ વચ્ચે વિભાગ કર્યા વગરની સ્તુતિથી તે તે કક્ષાના જીવોને આહ્લાદ ન થાય. કોઈ કવિનું કાવ્ય હોય, પરંતુ તેમાં છંદ અને પ્રાસની ક્ષતિઓ હોય, કલ્પના યથાર્થ ન હોય, નિરૂપણરીતિમાં દોષ હોય તો તે કુકાવ્ય બની જાય છે. કવિ પાસે કવિત્વશક્તિ છે પણ નીરક્ષીર વિવેકશક્તિ નથી. તો તેવી કવિતાથી સુજ્ઞ વાચકોને–ભાવકોને સંતોષ ન થાય. તેવી રીતે મુખ્ય સ્તુતિ અને ઉપચારસ્તુતિ વચ્ચેનો ભેદ સ્તુતિની રચના કરનારને અથવા સ્તુતિ સાંભળનારને ન સમજાયો હોય તો તેથી સાનંદાનુભવ થતો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે કવિએ—સ્તુતિકારે તીર્થંકર પરમાત્માની સ્તુતિ કેવા પ્રકારની કરી છે – મુખ્ય કે ઉપચારરૂપ, વ્યવહારનયથી કે નિશ્ચયનયથી કરી છે તેનો વિભાગ અથવા ભેદ કરતાં આપણને આવડવું જોઈએ. અન્યથા ઉત્તમ સ્તુતિ પણ આપણને તેટલો આનંદાનુભવ ન કરાવી શકે. [૮૦૫] મથાનિવેશન પ્રત્યુતાનWારિ सुतीक्ष्णखड्गधारेव प्रमादेन करे धृता ॥१२८॥ અનુવાદ : અન્યથા અભિનિવેશથી કરેલી સ્તુતિ, પ્રમાદથી હાથમાં ધારણ કરેલી સુતીક્ષણ તલવારની ધારની જેમ, અનર્થ કરનારી થાય છે. ૪૫૮ Jain Education Intemational 2010_05 Page #504 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : વ્યવહાર નથી કરાતી સ્તુતિ અને નિશ્ચયનયથી કરાતી સ્તુતિ વચ્ચેનો ભેદ બરાબર સમજાવો જોઈએ. સંસારમાં કેટલાયે જીવો એવી ભૂમિકાવાળા હોય છે કે જેમને માટે તીર્થકર પરમાત્માની બાહ્ય સંપદારૂપ સ્તુતિ અનુરૂપ હોય છે. તેમને માટે નિશ્ચયસ્વરૂપની સ્તુતિનો આગ્રહ રાખવામાં આવે તો તેથી તો તેઓ ગૂંચવાશે, કારણ કે તે ગ્રહણ કરવા જેટલો અધિકાર હજુ તેમણે પ્રાપ્ત કર્યો નથી. તેવી જ રીતે નિશ્ચયનયની ભૂમિકાએ પહોંચેલા સાધકને ઉપચારસ્તુતિથી આનંદ ન થાય. એટલે કોઈપણ એક પ્રકારની જ સ્તુતિ હોવી જોઈએ એવા આગ્રહ કે અભિનિવેશ અનર્થકારી નીવડે છે. પરમાત્માની સ્તુતિની બાબતમાં પણ અમુક જ પ્રકારના અભિનિવેશને છોડીને સમત્વબુદ્ધિ રાખવી જોઈએ. તલવાર મૂઠને બદલે ખોટી જગ્યાએ પકડવા જતાં જેમ એની ધાર વાગી જાય છે, લોહી નીકળે છે અને પીડા થાય છે, તેમ સ્તુતિ માટેના ખોટા અભિનિવેશથી પરિણામે ક્લેશ અને ખેદ થાય છે. પોતે જ સાચા અને બીજા ખોટા એવો આગ્રહ નિશ્ચયવાદીઓએ કે વ્યવહારવાદીઓએ સ્તુતિના વિષયમાં છોડી દેવો જોઈએ. [૮૦૬] મણિપ્રમામાનચાવેર મળજ્યના | वस्तुस्पर्शितया न्याय्या यावन्नानंजनप्रथा ॥१२९॥ અનુવાદ : મણિપ્રભા-મણિશાનના ન્યાયની જેમ, જ્યાં સુધી અનંજનપ્રથા ન હોય ત્યાં સુધી વસ્તુને સ્પર્શ કરવાની શુભ કલ્પના ન્યાયયુક્ત છે. વિશેષાર્થ : અષ્ટપ્રાતિહાર્યો, અતિશયો, સમવસરણ ઇત્યાદિના વર્ણન વડે જિનેશ્વર ભગવાનની વ્યવહારસ્તુતિ કરવી તે સર્વથા અયોગ્ય જ છે એમ ન કહી શકાય. સંસારમાં બધા જ જીવો એકસરખી ઊંચી દશાના નથી હોતા. કોઈક સામાન્ય દશાના કે મધ્યમ દશાના પણ હોય છે. કેટલાક જીવો જીવનકાળ દરમિયાન ત્યાંના ત્યાં જ રહે છે, તો કેટલાક અનુક્રમે ઊંચી દશાને પાત્ર બને છે. અહીં “અનંજન-પ્રથા' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. અનંજન એટલે નિરંજન અને પ્રથા એટલે દશા. અંજનપ્રથા એટલે રાગદ્વેષયુક્ત સાંસારિક અવસ્થા. અનંજન-પ્રથા એટલે રાગ-દ્વેષ-રહિત અવસ્થા. અહીં ગ્રંથકારશ્રી કહે છે કે જયાં સુધી ઉચ્ચ આધ્યાત્મિક દશા (અનંજનપ્રથા) પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી વ્યવહારસ્તુતિની શુભકલ્પના ન્યાયયુક્ત છે. અહીં મણિપ્રભા-મણિજ્ઞાન નામના સંસ્કૃત ન્યાયનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. મણિ એટલે રત્ન અને પ્રભા એટલે તેના બાળકો, સામાન્ય માણસો પ્રારંભમાં રત્નના તેજથી આકર્ષાય છે. પરંતુ જેમ જેમ તેઓ એ રત્ન તરફ આકર્ષાય છે તેમ તેમ આગળ જતાં એમને ભિન્નભિન્ન રત્નનું મૂલ્ય સમજાય છે. રત્ન વિશે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ રત્ન તરફ આકર્ષાવાનું પ્રથમ પ્રયજન તો અદ્દભુત તેજ છે. તેવી રીતે બાળ જીવો, સામાન્ય માણસો તીર્થંકર ભગવાનના તેજથી પ્રભાવિત થાય છે અને ભક્તિ માટે આકર્ષાય છે. ત્યારપછી એમના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે એ જ્ઞાન થતાં પહેલાંની વ્યવહારસ્તુતિની શુભકલ્પના યોગ્ય જ છે. Jain Education Interational 2010_05 Page #505 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૮૦૭] પુથપાવનિકુંવત્ત તત્ત્વતત્ત્વવિવેન્ચમ્ नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः ॥१३०॥ અનુવાદ : પુણ્ય અને પાપથી મુક્ત, તત્ત્વતઃ અવિકલ્પસ્વરૂપ, નિત્ય બ્રહ્મનું (આત્માનું) સદા ધ્યાન ધરવું એ શુદ્ધનયની સ્થિતિ છે. વિશેષાર્થ : જીવ એટલે કે વિશુદ્ધ આત્મા નવ તત્ત્વોમાંના પુણ્ય તત્ત્વથી અને પાપ તત્ત્વથી ભિન્ન છે અને મુક્ત છે એમ શુદ્ધનિશ્ચયનય પ્રમાણે શ્લોક ૫૯ (૭૩૬)માં જણાવ્યું હતું. એ વિચારણાનું અહીં સમાપન કરતાં ગ્રંથકારશ્રી એ જ વાતનું પુનરુચ્ચારણ કરીને સાધકને ભલામણ કરે છે કે નિર્વિકલ્પરૂપ, નિત્ય અને બ્રહ્મસ્વરૂપ આત્માનું હંમેશાં ધ્યાન ધરવું જોઈએ. પુણ્યરૂપી કર્મ છે અને પાપરૂપી પણ કર્મ છે. વિશુદ્ધ આત્મા કર્મથી રહિત છે. એટલે તે પુણ્ય અને પાપથી રહિત છે. વળી આત્માને કશું ઇષ્ટ નથી કે કશું અનિષ્ટ નથી. જો ઇષ્ટ-અનિષ્ટ ન હોય તો તે પ્રાપ્ત કરવાના કે તેનાથી મુક્ત થવાના વિકલ્પો પણ ન હોય. એટલે આત્મા નિર્વિકલ્પરૂપ છે. આત્મા સનાતન છે, નિત્ય છે, અજરામર છે, અનાદિ અનંત છે. તે સ્વરૂપે શુદ્ધ છે એટલે કે બ્રહ્મસ્વરૂપ છે. આત્માર્થી સાધકોએ આવા વિશુદ્ધ આત્માનું, સ્વસ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ એમ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે. [૮૦૮] આશ્રવ સંવરશાપિ નાત્મા વિરાનનક્ષTI यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥१३१।। અનુવાદ : વિજ્ઞાનલક્ષણવાળો આત્મા આશ્રવરૂપ કે સંવરરૂપ નથી, કારણ કે કર્મયુગલોનું ગ્રહણ તે આશ્રવ છે અને એનો નિરોધ તે સંવર છે. (‘આશ્રવ અને “આગ્નવ” એ બંને શબ્દો વિકલ્પે વપરાય છે. હસ્તપ્રતમાં “આશ્રવ છે.) વિશેષાર્થ : શુદ્ધ નિશ્ચયનયથી આત્મા પુણ્યરૂપ નથી અને પાપરૂપ પણ નથી એમ દર્શાવ્યા પછી હવે શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે કહેવામાં આવે છે કે આત્મા આશ્રવરૂપ નથી અને સંવરરૂપ પણ નથી. આશ્રવ એટલે કર્મયુગલોનું ગ્રહણ કરવું. સંવર એટલે કર્મપુદ્ગલોનો રોધ કરવો અર્થાત્ એ કર્મપુદ્ગલોને આવતાં અટકાવવાં. વ્યવહારનય કહે છે કે જીવ કર્મ બાંધે છે અને જીવ કર્મને બંધાતું અટકાવે છે, એટલે કે આત્મા આશ્રવરૂપ છે અને સંવરરૂપ છે. શુદ્ધ નિશ્ચયનય કહે છે કે કર્મપુદ્ગલો અજીવ તત્ત્વ છે. એટલે એના ગ્રહણની આશ્રવરૂપ ક્રિયા કે એના નિરોધની સંવરરૂપ ક્રિયા ચેતનસ્વરૂપ આત્મા કરતો નથી. આત્મા પોતે વિજ્ઞાનલક્ષણવાળો છે. એટલે આત્માને પોતાને કર્મયુગલોને ગ્રહણ કરવાની આશ્રવરૂપ ક્રિયા કે કર્મપુદ્ગલોને અટકાવવાની સંવરરૂપ ક્રિયા કરવાની હોતી નથી. ૪૬૦ For Private & F Jain Education Interational 2010_05 Intermational 2010_05 Page #506 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૦૯] માત્મા જો તુ વૈઃ સ્વતંત્ર પુદ્રતાનું मिथ्यात्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥१३२॥ અનુભવ : આત્મા જે ભાવો વડે સ્વતંત્ર કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાયો અને યોગો આંતર (ભાવ) આશ્રવ છે. વિશેષાર્થ : આત્મા ભલે આશ્રવરૂપ અને સંવરરૂપ ન હોય, પરંતુ તે તે પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મપ્રદેશોની સાથે એક ક્ષેત્રે અવગાહીને રહેલા હોય છે તેનું કારણ શું ? એના ઉત્તરમાં અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે સ્વતંત્ર એવો આત્મા જયારે પોતાના એવા પરિણામવાળો થાય છે ત્યારે કર્મયુગલોના ગ્રહણની ક્રિયા થાય છે. અશુદ્ધ ભાવો આત્માના પોતાના છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આત્માના અશુદ્ધ ભાવો છે અથવા પરિણામો છે. એને આંતર આશ્રવ કહેવામાં આવે છે. એ આત્માના પોતાના ભાવો હોવાથી એને ભાવાશ્રવ પણ કહેવામાં આવે છે. [૮૧૦] ભાવનાથચારિત્રપરષાવ: आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥१३३॥ અનુવાદ : ભાવના, ધર્મ, ચારિત્ર, પરીષહજય વગેરે જે આશ્રવનો છેદ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર છે. વિશેષાર્થ : જેમ ભાવઆશ્રવ છે તેમ ભાવસંવર છે. વ્યવહારનય પ્રમાણે આત્મા જે કર્મયુગલોને ગ્રહણ કરે છે તેને આશ્રવ કહેવામાં આવે છે અને કર્મપુદ્ગલોને અટકાવે છે તેને સંવર કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે આત્મા જ્ઞાનસ્વરૂપ, શુદ્ધ અખંડ, ત્રિકાલી ધ્રુવ છે. એને આશ્રવ કે સંવર હોતાં નથી. અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા પોતે કર્મયુગલોને ગ્રહણ કરવાની કે અટકાવવાની કોઈ ક્રિયા કરતો નથી, પણ એનામાં એવા અશુદ્ધ ભાવો થાય છે કે જેથી કર્મપુદ્ગલો ગ્રહણ થવાની આશ્રવરૂપ ક્રિયા થાય છે. વળી એવા ભાવો થાય છે કે જેથી કર્મયુગલોને અટકાવવાની સંવરરૂપ ક્રિયા થાય છે. અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે જેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે ભાવો પરિણમે છે કે જેને ભાવ-આશ્રવ કહેવામાં આવે છે તેમ એ ભાવ-આશ્રવને છેદનારા, અટકાવનારા જે આત્માના ભાવો છે તેને ભાવ-સંવર કહેવામાં આવે છે. કેવા કેવા ભાવોથી કર્મયુગલોને ગ્રહણ કરવાની ક્રિયા અટકે છે ? એ માટે કહે છે કે અનિત્ય, અશરણ ઇત્યાદિ બાર પ્રકારની ભાવના કે અનુપ્રેક્ષા તથા ક્ષમા, માદવ, આર્જવ ઇત્યાદિ દસ પ્રકારનો યતિધર્મ, સામાયિક ઇત્યાદિ પાંચ પ્રકારનાં ચારિત્ર તથા સુધા, તૃષા ઇત્યાદિ બાવીસ પ્રકારના પરીષહ ઉપર જય મેળવવો વગેરે ભાવસંવરથી કર્મયુગલો ગ્રહણ થવાની ક્રિયા અટકે છે. આ બધા આત્માના ૪૬૧ Jain Education Interational 2010_05 Page #507 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ભાવો છે. પરીષહજય કે ચારિત્રમાં કથંચિત્ બાહ્ય ક્રિયા જણાતી હોવા છતાં તે કાળમાં આત્મામાં વર્તતા ભાવને જ ભાવસંવર કહેવામાં આવે છે. [૮૧૧] શ્રવ: સંવ ન થાત્ સંવરશ્રવ: gવત્ भवमोक्षफलाभेदोऽन्यथा स्याद्धेतुसंकरात् ॥१३४॥ અનુવાદ : આશ્રવ ક્યારેય સંવર થતા નથી અને સંવર ક્યારેય આશ્રવ થતા નથી. એમ ન હોય તો ભવ (સંસાર) અને મોક્ષરૂપ ફળનો, હેતુના મિશ્રણને કારણે, અભેદ થઈ જાય. વિશેષાર્થ : નિશ્ચયનયથી જોઈએ તો વિશુદ્ધ એવો આત્મા આશ્રવરૂપ નથી અને સંવરરૂપ પણ નથી. આશ્રવ બંધનો હેતુ બને છે અને સંવર મોક્ષનો હેતુ બને છે. . જો કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાની કે તેને અટકાવવાની વાત હોય તો એ બંનેને જુદા માનવાની જરૂર શી ? અંતે તો કર્મપુદગલોની જ વાત છે ને ? પરંતુ ના, એમ નથી. એ બંનેને જુદા પાડવાની આવશ્યકતા છે જ, કારણ કે ગ્રહણ કરવાની અને નિરોધ કરવાની બંને પ્રક્રિયા ભિન્નભિન્ન છે અને બંનેનું ફળ પણ ભિન્નભિન્ન છે. વસ્તુતઃ આશ્રવ અને સંવર બંને પરસ્પર વિરુદ્ધ છે. આશ્રવનું ફળ બંધ અથવા સંસાર છે અને સંવરનું ફળ મોક્ષ છે. હવે જો આશ્રવ અને સંવરને એકરૂપ માનીએ તો બંનેના હેતુની ભેળસેળ થઈ જશે. આશ્રવ મોક્ષનો હેતુ થઈ જાય અને સંવર સંસારનો હેતુ થઈ જાય. આશ્રવ-સંવરનો જ અભેદ થઈ જાય તો સંસાર અને મોક્ષ વચ્ચે પણ અભેદ થઈ જાય. પરંતુ એ આપણને સ્વીકાર્ય નથી. એટલે આશ્રવ અને સંવરને ભિન્નભિન્ન જ માનવા રહ્યા. આશ્રવ ક્યારેય સંવર ન થાય અને સંવર ક્યારેય આશ્રવ ન થાય. [૮૧૨] શ્રવં સંવૃવત્રીત્યા મિર્ચિના: करोति न परापेक्षामलंभूष्णुः स्वतः सदा ॥१३५॥ અનુવાદ : આત્મા પોતાના ભિન્ન આશયો(અધ્યવસાયો)થી કર્મને આશ્રવતાં અને સંવરતાં પરની અપેક્ષા રાખતો નથી. તે સદા સ્વતઃ સમર્થ (અલંભૂષ્ણુ) છે. વિશેષાર્થ : આત્મા પોતે આશ્રવરૂપ કે સંવરરૂપ નથી, પણ આશ્રવ અને સંવરની ક્રિયા તો થાય છે. આઠ રુચક પ્રદેશો સિવાયના આત્મપ્રદેશોમાં કર્મપુદ્ગલો તાણાવાણાની જેમ ચોટે છે. તો આ ક્રિયા કેવી રીતે થાય છે ? અશુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા પોતાના શુભાશુભ અધ્યવસાયો વડે આશ્રવ કે સંવરને અનુકૂળ સ્થિતિ સર્જે છે. આશ્રય માટેના આત્માના આશયમાં અને સંવર માટેના આશયમાં ભિન્નતા છે. વળી ભિન્નભિન્ન સમયે આત્મા જે અધ્યવસાયો કરે છે તેમાં પણ ભિન્નતા રહેલી છે. એટલે આત્મા પોતાના જ શુભાશુભ ભાવથી કે આશયથી આશ્રવ કે સંવરની સ્થિતિ ઉત્પન્ન કરે છે. એમ કરવામાં આત્મા પોતે જ સમર્થ સ્વભાવવાળો છે. એ માટે એને બીજા કોઈ પરદ્રવ્યની અપેક્ષા રહેતી નથી કે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. ૪૬૨ Jain Education Intemational 2010_05 Page #508 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૧૩] નિમિત્ત માત્રભૂતાતુ હિંસાહિંસાવિત્રાઃ | ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥१३६॥ અનુવાદ: હિંસા, અહિંસા વગેરે સર્વ માત્ર નિમિત્તભૂત છે. જે પરસ્ટાણીના પર્યાયો છે તે પોતાના ફળના હેતુરૂપ નથી. વિશેષાર્થ : અગાઉ જોયું તેમ વ્યવહારનય પ્રમાણે હિંસાદિ આશ્રવરૂપ છે અને અહિંસાદિ સંવરરૂપ છે. પરંતુ નિશ્ચયનય કહે છે કે હિંસા અને અહિંસા એ પરપ્રાણીના પર્યાયો છે. જે પ્રાણીની હિંસા થવાની હોય તે પ્રાણીના પર્યાય તે હિંસા. જે પ્રાણીનું રક્ષણ થવાનું હોય તે પ્રાણીના પર્યાય તે અહિંસા. આ પરપ્રાણીના પર્યાયો આત્માને સુખદુ:ખાદિરૂપ ફળ ન આપી શકે. આત્મામાં પોતાનામાં ઉદ્દભવતા ભાવો તે જ આશ્રવરૂપ છે કે સંવરરૂપ છે. બાહ્ય હિંસા-અહિંસાદિ તેમાં માત્ર નિમિત્ત બને છે. [૧૪] વ્યવહારવિમૂઢતુ હેતૂસ્તાનેવ बाह्यक्रियारतस्वान्तस्तत्त्वं गूढं न पश्यति ॥१३७॥ અનુવાદઃ વ્યવહારથી વિમૂઢ થયેલો તે તેને (હિંસાદિકને) જ હેતુરૂપ માને છે. જેનું પોતાનું અંતઃકરણ બાહ્યક્રિયામાં રત છે તે ગૂઢ તત્ત્વને જોતો નથી. ' વિશેષાર્થ : ગ્રંથકારશ્રી અહીં કહે છે કે જેઓ વ્યવહારનયને જ મુખ્ય માને છે અને એને માટે જ હઠાગ્રહ સેવે છે તથા નિશ્ચયનય પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે એવા વિમૂઢ લોકો બાહ્ય ક્રિયાઓમાં જ રચ્યાપચ્યા રહે છે. તેઓ હિંસાદિને જ આશ્રવના હેતુ અને અહિંસાદિને સંવરના હેતુ તરીકે માને છે. તેઓ કર્મનો બંધ થવામાં અને કર્મબંધને અટકાવવામાં આત્માની કેવી ભાવદશા અથવા પરિણતિ હેતુરૂપ બને છે તે ગૂઢ રહસ્યને સમજી શકતા નથી. વસ્તુતઃ જેઓને આત્મતત્ત્વની અને કર્મસિદ્ધાન્તની યથાર્થ સમજણ હોય તથા સ્કૂલ અને સૂક્ષ્મ હેતુઓને પારખવાની શક્તિ હોય તેઓ તત્ત્વના આવા ગૂઢ રહસ્યને પામી શકે છે. [૮૧૫] તુવં પ્રતિપદ્યને નૈવૈતે નિયમપૂઃ | થાવત્ત આશ્રવાઃ પ્રસ્તાવન્તો દિપરિશ્રવાઃ શરૂટો અનુવાદ : નિયમને સ્પર્શ નહિ કરનારા આ (હિંસાદિ) હેતુત્વને પામતા નથી. (આગમમાં) જેટલા આશ્રવો કહ્યા છે તેટલા જ સંવર (પરિશ્રવો) પણ કહેલા છે. વિશેષાર્થ : વ્યવહારનય બાહ્ય હિંસાદિ ક્રિયાને આશ્રવના હેતુરૂપ માને છે અને અહિંસાદિને સંવરના હેતુરૂપ માને છે. પરંતુ એવો અફર નિયમ નથી. હિંસાદિ કવચિત સંવરનો હેતુ પણ બની શકે છે અને તેવી રીતે અહિંસાદિ પણ કવચિત્ આશ્રવનો હેતુ પણ બની શકે છે. આમ બાહ્ય હિંસાદિ આશ્રવ અને સંવર બંનેના હેતુ બની શકે અને તેવી રીતે બાહ્ય અહિંસાદિ પણ સંવર અને આશ્રવના હેતુ બની શકે. આત્માનો અધ્યવસાય કેવા પ્રકારનો છે તેના ઉપર આધાર રહે છે. બાહ્ય ક્રિયામાં આશ્રવ-સંવર અંગે દઢ નિયમ થઈ શકતો નથી, પણ આત્માના અધ્યવસાયો માટે તો અફર નિયમ છે જ કે જે અધ્યવસાયો ૪૩ Jain Education Interational 2010_05 Page #509 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આશ્રવના હેતુરૂપ છે તે આશ્રવના જ રહેવાના. તે ક્યારેય સંવરના હેતુરૂપ બની શકે નહિ. તેવી જ રીતે જે અધ્યવસાયો સંવરના હેતુરૂપ છે તે સંવરના જ રહેવાના. તે ક્યારેય આશ્રવના હેતુરૂપ બની શકે નહિ. બાહ્ય હિંસાદિ કે અહિંસાદિ ક્રિયાઓમાં બંને વિકલ્પોની શક્યતા હોવાથી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે આશ્રવ છે તે જ પરિશ્રવ એટલે સંવર છે. એનું તાત્પર્ય એ છે કે હિંસાદિ અને અહિંસાદિ બંને આશ્રવનાં તેમજ સંવરનાં સ્થાન બની શકે છે. [૮૧૬] તેમનિયર્તિ રૂપ વીતષ સર્વથા ! नियतौ भाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥१३९॥ અનુવાદ : એટલે બાહ્ય હેતુઓમાં સર્વથા અનિયત રૂપ છે. ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપે નિયત છે. વિશેષાર્થ : બાહ્ય હિંસાદિ હેતુઓમાં સર્વથા આશ્રવ જ હોય અને અહિંસાદિ હેતુઓમાં સંવર જ હોય એવું નથી. બાહ્ય હેતુઓમાં આશ્રવ અને સંવરનું સ્વરૂપ અનિયત છે. બાહ્ય હેતુઓમાં આશ્રવા હોય જ નહિ કે સંવર હોય જ નહિ એવું નથી. કોઈ ઉદાહરણમાં તેમ હોઈ પણ શકે. પણ તેનો નિયમ નથી. માટે જ તેનું સ્વરૂપ અનિયત છે એમ અહીં કહેવામાં આવ્યું છે. વસ્તુતઃ આત્મામાં વિવિધ પ્રકારના વિલક્ષણ ભાવો નિષ્પન્ન થાય છે. એટલે જે ભાવ આશ્રવરૂપ હોય તે ભાવાશ્રવ અને જે ભાવ સંવરરૂપ હોય તે ભાવસંવર એવું અવશ્ય નિયત થઈ શકે. એટલે ભાવાશ્રવ અને ભાવસંવર એ બંને આત્માના જ પરિણામ છે. એમાં આશ્રવનું પરિણામ ક્યારેય સંવર બનતું નથી કે સંવરનું પરિણામ આશ્રવ બનતું નથી. બંને પ્રકારનાં પરિણામો નિયત હોય છે. વળી બંને પ્રકારનાં પરિણામો આત્માથી જુદાં નથી. એટલે આત્મા જ આશ્રવ છે અને આત્મા જ સંવર છે એમ કહી શકાય. [૮૧૭] અજ્ઞાનાદિષયાસતો વધ્યતે વિષચૈતુ ન ! ज्ञानाद्विमुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥१४०॥ અનુવાદ : વિષયમાં આસક્ત થયેલો આત્મા અજ્ઞાનથી બંધાય છે, પણ વિષયો વડે બંધાતો નથી. આત્મા જ્ઞાનથી મુક્ત થાય છે, પરંતુ શાસાદિ પુદ્ગલથી નહિ. ' વિશેષાર્થ : વ્યવહારનય હિંસાદિને આશ્રવરૂપ અને અહિંસાદિને સંવરરૂપ માને છે, પરંતુ નિશ્ચયનય કહે છે કે આત્માનાં પોતાનાં શુભાશુભ પરિણામ એ જ આશ્રવ અને સંવરરૂપ છે. બાહ્ય વિષયોથી જીવ કર્મ બાંધે છે એમ નહિ કહી શકાય, પરંતુ અજ્ઞાનથી જીવ કર્મથી બંધાય છે. તેવી રીતે શાસ્ત્ર વગેરે પુદ્ગલ પદાર્થોથી જીવ કર્મ બાંધતો અટકે છે એમ નહિ કહી શકાય, પરંતુ જીવ જ્ઞાનથી કર્મ બાંધતો અટકે છે. (શ્લોકમાં વિમુચ્યતે શબ્દ છે, એટલે કે “કર્મથી મુક્ત થાય છે', તે નિર્જરાના અર્થમાં નથી, પણ સંવરના અર્થમાં છે.) વ્યવહારનય હિંસાદિને આશ્રવ તરીકે ગણે છે અને વિષયોને આશ્રવના અંગ તરીકે ઓળખાવે છે. ૪૬૪ Jain Education Intemational 2010_05 Page #510 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર તેવી રીતે અહિંસાદિને સંવર તરીકે ઓળખાવે છે અને શાસ્ત્રાદિને તેના અંગરૂપ કહે છે. પરંતુ નિશ્ચયનય આ વિષયોને નહિ, પણ આત્માના તેવા પ્રકારના ભાવને જ મુખ્ય ગણી ભાવ-આશ્રવ અને ભાવસંવરને જ યથાર્થ આશ્રવ-સંવર તરીકે ઓળખાવે છે. તે અજ્ઞાનને ભાવ-આશ્રવના અંગરૂપ અને જ્ઞાનને ભાવસંવરના અંગરૂપ કહે છે. [૮૧૮] શાસ્ત્ર પુરોશ વિનયં યિામાવશ્યાનિ ચ । संवरांगतया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१॥ અનુવાદ : વ્યવહાર(નય)ના વિશારદોએ શાસ્ર, ગુરુનો વિનય, ક્રિયા તથા આવશ્યકોને સંવરનાં અંગરૂપ કહ્યાં છે. વિશેષાર્થ : વ્યવહારનય કર્મ બંધાતું અટકાવવા, કર્મપુદ્ગલોના નિરોધ માટે સંવરના અંગ તરીકે શાસ્ત્ર, ગુરુનો વિનય, તથા પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે આવશ્યક ક્રિયાઓને ગણાવે છે. શાસ્ત્રાભ્યાસથી જીવમાં સંવરનો ભાવ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રાભ્યાસથી મોક્ષમાર્ગની ઓળખાણ થાય છે, હેય અને ઉપાદેયની સમજ પડે છે. કર્મો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે તેનો ક્ષય થાય છે, કેવી રીતે તેને અટકાવી શકાય છે એ પણ શાસ્ત્રથી સમજાય છે અને આ રીતે જીવમાં સંવરનો ભાવ નિષ્પન્ન કરવામાં શાસ્ત્રો પ્રબળ નિમિત્ત બને છે. ગુરુ ભગવંત પ્રત્યેના વિનયથી જીવનો માનકષાય મંદ પડે છે, લઘુતા આવે છે અને ચિત્તમાં સમ્યક્ પરિણામ રહ્યા કરે છે. એ આત્મામાં સંવરના ભાવ પેદા કરે છે કે જેથી ભારે કર્મો બંધાઈ ન જાય તે માટેની જાગૃતિ આવે છે. શાસ્ત્રોક્ત ક્રિયાઓ, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, પચ્ચખ્ખાણ ઇત્યાદિ આવશ્યકાદિ ક્રિયાઓ પણ સંવરનો ભાવ ઉત્પન્ન થવામાં નિમિત્તરૂપ બને છે. આમ, વ્યવહારનય પ્રમાણે આવી બધી બાહ્ય ક્રિયાઓ દ્વારા કર્મોને આવતાં અટકાવવાનું કાર્ય સારી રીતે થાય છે. એટલે આ બધાં સાધનોને સંવરના અંગરૂપ કહેવામાં આવે છે. જીવમાં સંવરનો ભાવ નિષ્પન્ન થવામાં તે મોટાં પ્રબળ નિમિત્તરૂપ બને છે. આ મત વ્યવહારનયમાં માનવાવાળાઓનો છે. નિશ્ચયનય આ જ વાતને જુદી રીતે જુએ છે. હવે પછીના શ્લોકોમાં તે વિશે બતાવવામાં આવ્યું છે. [૮૧૯] વિશિણ વાર્તાનુ સ્વાન્તપુદ્રનાસ્તે ભાવદા:। ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥१४२॥ અનુવાદ : વાણી, શરીર અને મન(સ્વાન્ત)ના જે વિશિષ્ટ પુદ્ગલો છે તે ફળને વહન કરનારા નથી, પરંતુ જે જ્ઞાનાદિ ભાવો છે તે સંવરપણું પામે છે. વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ ક્રિયાઓ એ બધી બાહ્ય ક્રિયાઓ છે. તે પુદ્ગલોનો વ્યાપાર છે. શાસ્ત્રાભ્યાસ કરતી વખતે, બોલાતી કે સંભળાતી શાસ્ત્રની ગાથાઓમાં વાણીનો ઉપયોગ થાય છે. એ બધો વચનવ્યાપાર છે. એમાં વચનવર્ગણાના પુદ્ગલોનો વ્યવહાર છે. ગુરુ પ્રત્યેનો વિનય એ માનસિક વ્યાપાર છે. એટલે એમાં મનોવર્ગણાના પુદ્ગલોનો વ્યવહાર 2010_05 ૪૬૫ Page #511 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર છે. આવશ્યકાદિ ક્રિયાઓ શરીર દ્વારા થાય છે. એટલે એમાં કાયાનો વ્યાપાર છે. આમ આ બધી બાહ્ય ક્રિયાઓ તે પુગલોનો વ્યવહાર છે. તે પુગલો સંવરનું ફળ આપી શકે નહિ. સંવર આત્માનું પરિણામ છે. સંવર પુદ્ગલાત્મક હોઈ શકે નહિ. સંવર તો આત્મામાં રહેલા જ્ઞાનાદિ ગુણોથી ઉદ્ભવે છે. વસ્તુતઃ નિશ્ચયનય આત્માના જ્ઞાનાદિ ગુણો અને પરિણામ ઉપર ભાર મૂકે છે અને કહે છે એ સંવરભાવને ઉત્પન્ન કરે છે. સંવરભાવ આત્મામાં રહેલો છે. વ્યવહારનય શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓને આત્મામાં સંવરભાવ ઉત્પન્ન થવા માટેનાં નિમિત્ત કારણ તરીકે બતાવે છે. નિશ્ચયનય જ્ઞાનાદિને ઉપાદાન કારણ માને છે. નિશ્ચયનયા નિમિસ કારણને મહત્ત્વ આપતો નથી. - શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ બાહ્ય ક્રિયાઓથી આત્મામાં સંવરભાવ અવશ્ય ઉદ્ભવે જ એવું નથી. એ બધું કરવા છતાં સંવરભાવ ન પણ ઉદ્દભવે. પરંતુ અન્ય પક્ષે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય અને આવશ્યકાદિ ક્રિયાથી સંવરભાવ ન જ ઉત્પન્ન થાય એવું પણ નથી. એટલે નિશ્ચયનય અધૂરો સમજીને શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દેવાની એકદમ ઉતાવળ ન કરવી જોઈએ. પરંતુ અંતે નિશ્ચયમાં જ સ્થિર થવાનું છે એ પણ લક્ષમાં રહેવું જ જોઈએ. [૨] નાનાવિધાયુપુ સુમોષ તદૂતમ્ | संवरत्वं समारोप्य स्मयन्ते व्यवहारिणः ॥१४३॥ અનુવાદ : જ્ઞાનાદિ ભાવથી યુક્ત એવા શુભ યોગોમાં, એમાં રહેલા સંવરપણાનો આરોપ કરીને વ્યવહારવાદીઓ ગર્વ કરે છે. વિશેષાર્થ : નિશ્ચયનય કહે છે કે વસ્તુતઃ આત્માના જ્ઞાનાદિભાવમાં જ સંવરત્વ છે. પરંતુ વ્યવહારનયવાળા જ્ઞાનાદિભાવયુક્ત શુભયોગોમાં જ સંવરત્વનું આરોપણ કરે છે. શાસ્ત્રાભ્યાસ, ગુરુનો વિનય, આવશ્યકાદિ ક્રિયાઓ, સમિતિગુપ્તિ ઇત્યાદિ શુભયોગો છે. નિશ્ચયનય કહે છે કે આવા શુભયોગોને સંવર' તરીકે ઓળખાવીને વ્યવહારનયવાળા મિથ્યાભિમાન કરે છે. તેઓએ શુભયોગોને “જ્ઞાનાદિભાવયુક્ત એવું વિશેષણ આપ્યું, પરંતુ તેથી બાહ્યયોગો સંવરરૂપ બની શકતા નથી. સંવર તો આત્માનો ભાવ છે. તે પુગલ સ્વરૂપ નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાદિ ભાવો આત્મામાં હોય તો જ તે સંવરરૂપ બની શકે. એની સાથે શુભયોગો જોડાયેલા હોય તો તેથી શુભયોગો પોતે સંવરરૂપ બની શકતા નથી. [૨૧] પ્રતરાજપુપુ વારિત્રાવિશુષ્યિપિ | शुभाश्रवत्वमारोप्य फलभेदं वदन्ति ते ॥१४४॥ અનુવાદ : પ્રશસ્ત રાગ વડે યુક્ત ચારિત્રાદિ ગુણોમાં પણ શુભ આશ્રવપણાનો આરોપ કરીને તેઓ ફળનો ભેદ કહે છે. ૪૯ Jain Education Intemational 2010_05 Page #512 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છો, અધિકાર અઢારમો : આત્મનિષ અધિકાર વિશેષાર્થ : આગળના શ્લોકમાં નિશ્ચયનયવાદીઓએ વ્યવહારનયવાળા શુભયોગોમાં સંવર તત્ત્વનું આરોપણ કરવામાં જે ક્ષતિ કરે છે તે બતાવી છે. હવે આ શ્લોકમાં વ્યવહારનયવાળા આશ્રવ તત્ત્વ વિશે કેવી ક્ષતિ કરે છે તે નિશ્ચયનયવાળા દર્શાવે છે. ચારિત્ર એ આત્માનો ગુણ છે. એ ગુણનું ફળ મોક્ષ છે. જીવ ચારિત્ર ગ્રહણ કરતી વખતે સંયમ પ્રત્યે જે રાગ ધરાવે છે તે રાગ પ્રશસ્ત હોય છે. સંયમ પ્રત્યેનો તીવ્ર રાગ ચારિત્રગુણ પ્રગટાવે છે. પરંતુ વ્યવહારનયવાળા ચારિત્રગુણ કરતાં રાગને અધિક પ્રાધાન્ય આપી, પ્રશસ્ત રાગનું ફળ દેવગતિ છે એમ કહે છે. પરંતુ રાગ તો આશ્રવ છે. પ્રશસ્ત રાગને શુભાશ્રવ તરીકે ઓળખાવીને ચારિત્રગુણમાં આશ્રવનું તેઓ આરોપણ કરે છે. તેથી મોક્ષને બદલે સ્વર્ગનું ફળ બતાવાય છે. આમ વ્યવહારનયવાળા ફળનો ભેદ કહે છે. એકને બદલે બીજું ફળ બતાવે છે. તેઓ શુભ યોગોમાં સંવરનું અને ચારિત્ર્યગુણમાં શુભાશ્રવનું આરોપણ કરે છે. [૨૨] અવનિર્વાહેતૂનાં વસ્તુતો ર વિપર્યયઃ | अज्ञानादेव तद्गानं ज्ञानी तत्र न मुह्यति ॥१४५॥ અનુવાદ : વસ્તુતઃ ભવ (સંસાર) અને નિર્વાણના હેતનો વિપર્યય થતો નથી, અજ્ઞાનને લીધે જ તેવું કથન (ગાન) થાય છે. જ્ઞાની તેમાં મૂંઝાતા નથી. વિશેષાર્થ : આગળના બે શ્લોકમાં જણાવ્યું કે જ્યાં સંવર નથી ત્યાં સંવર બતાવવામાં આવે અને જયાં આશ્રવ નથી ત્યાં આશ્રવ બતાવવામાં આવે એવું ક્યારેક થાય છે. પરંતુ સંવર મોક્ષનો હેતુ છે અને આશ્રવ ભવ અર્થાત્ સંસારનો હેતુ છે. તાત્વિક રીતે તો જે ભવનો હેતુ છે તે જ ભવનો હેતુ રહે છે અને જે નિર્વાણનો હેતુ છે તે જ નિર્વાણનો હેતુ રહે છે. એમાં વિપર્યય અથવા અદલાબદલી થતી. નથી. જે ભવનો હેતુ હોય તે ક્યારેય નિર્વાણનો હેતુ બની શકે નહિ અને તેવી જ રીતે જે નિર્વાણનો હેતુ હોય તે ક્યારેય સંસારનો હેતુ બની શકે નહિ. અજ્ઞાનને લીધે અજ્ઞાનીઓ દ્વારા તેવો વિપર્યય થઈ જાય, પરંતુ જ્ઞાની મહાત્માઓનું દર્શન વિશુદ્ધ હોવાથી તેઓ તેમાં મૂંઝાતા નથી. [૮૨૩] તીર્થગ્રામહેતુત્વે વત્ સ ર્ચ ઇક્તિ છે यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥१४६॥ [૮૨૪] તા:સંયમ સ્વદે યત્ર પૂર્વ: | उपचारेण तद्युक्तं स्याद् घृतं दहतीतिवत् ॥१४७॥ અનુવાદ : સમ્યકત્વને તીર્થંકર નામકર્મનો હેતુ કહેવામાં આવે છે, અતિશય ઉત્કૃષ્ટ સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે, તથા એ રીતે પૂર્વનાં તપ અને સંયમને સ્વર્ગના હેતુ કહ્યાં છે તે ઉપચારથી ઘટે છે જેમ “ધી બળે (બાળ) છે' એવું કથન ઉપચારથી ઘટે છે તેમ, વિશેષાર્થ : વ્યવહારનયવાળા સમ્યકત્વ, તપ, સંયમ વગેરેને શુભ આશ્રવ કહે છે તેનું તાત્પર્ય અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે તપ, સંયમ વગેરે જે મોક્ષ હેતુહોય તે ભવહેતુ બની ન જ શકે. આશ્રવ અને સંવર વિશે વિચારતાં અહીં ત્રણ બાબતો આપવામાં આવી છે જે ઉપચારથી સમજવાની છે. Jain Education Interational 2010_05 Page #513 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (૧) સમ્યત્વને તીર્થંકર નામકર્મના હેતુ તરીકે બતાવવામાં આવે છે. (૨) અતિશાયી અર્થાત્ ઉત્કૃષ્ટ સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે બતાવવામાં આવે છે. (૩) પૂર્વનાં તપ અને સંયમને સ્વર્ગના હેતુ તરીકે બતાવવામાં આવે છે. અહીં ઉદાહરણ ઘીનું આપવામાં આવ્યું છે. દીપક પ્રગટાવ્યો હોય અને વાટ બળતી હોય અને ઘી ખલાસ થતું હોય તે વખતે કોઈક કહે કે “ધી બળે છે.” તો તે ઉપચારથી લેવાનું છે, કારણ કે જયોતિમાં અગ્નિ છે અને તે બળે છે. ઘી બળતું નથી. દીવામાં ઘી ઘીના સ્વરૂપે જ છે અને જ્યોતિનો અગ્નિ અગ્નિના સ્વરૂપે છે. પરંતુ ઘી ન હોય તો જ્યોત સળગતી રહી શકતી નથી. એટલે “ધી બળે છે” એવો જે પ્રયોગ થાય છે તે વ્યવહારથી માત્ર ઉપચાર જ છે. બધી બાળે છે–દઝાડે છે એવો અર્થ કરીએ તો ગરમ ગરમ ઘી અડી જતાં માણસ દાઝે છે ત્યારે ઘી બાળે છે–દઝાડે છે' એમ બોલીએ છીએ. પરંતુ ઘી નહિ પણ એમાં રહેલો અગ્નિ (ઉષ્ણતા) બાળે છે. એટલે એ ઉપચારવચન છે. સમ્યત્વથી કર્મની નિર્જરા થાય છે. તીર્થકરનો જીવ સમક્તિની પ્રાપ્તિ પછી પૂર્વના ભવમાં “સવિ જીવ કરું શાસનરસી” એવી ભાવના ધરાવે છે તે પ્રશસ્ત રાગ છે. એ રાગ તીર્થંકર નામકર્મનો હેતુ છે, નહિ કે સમ્યક્ત્વ. પરંતુ સમ્યક્ત્વ વિના આવો પ્રશસ્ત રાગ ક્યારેય થઈ શકતો નથી. એટલે સમ્યક્ત્વ તીર્થકર નામકર્મનો હેતુ છે એમ ઉપચારથી કહેવાય છે. એવી જ રીતે સંયમથી કર્મની નિર્જરા થાય છે. પરંતુ સંયમપર્યાયમાં પ્રશસ્ત ભાવોથી પૂર્વધરોમાં પ્રગટ થતી લબ્ધિઓમાં કોઈકને આહારક શરીરની લબ્ધિ પ્રગટ થાય છે અને કેટલાક તેનો ઉપયોગ પણ કરે છે. આમ, સંયમના કાળ દરમિયાન આહારક લબ્ધિ પ્રગટ થવાથી સંયમને આહારક નામકર્મના હેતુ તરીકે ઉપચારથી કહેવામાં આવે છે. એ જ પ્રમાણે પૂર્વનાં તપ અને સંયમથી નિર્જરા થાય છે, પરંતુ તેની સાથે જો પ્રશસ્ત રાગ જોડાયો હોય તો તે તપ અને સંયમ સ્વર્ગના હેતુ બને છે. એટલે ઉપચારથી એમ કહેવાય છે કે તપ અને સંયમ સ્વર્ગના હેતુ છે. વસ્તુતઃ તપ અને સંયમ મોક્ષના હેતુ છે અને તેની સાથે જોડાયેલો રાગ સ્વર્ગનો હેતુ છે. [૮૨૫] નાશનાત્મનો યોર્તિનાશના શ્રવો મતદા. येनांशेनोपयोगस्तु तेनांशेनास्य संवरः ॥१४८॥ અનુવાદ : જેટલે અંશે આત્માનો યોગ છે તેટલે અંશે તેનો આશ્રવ કહેલો છે અને એટલે અંશે (જ્ઞાનાદિ) ઉપયોગ છે તેટલે અંશે તેનો સંવર છે. વિશેષાર્થ : આગળના શ્લોકોમાં કરેલી વિચારણાના અનુસંધાનમાં અહીં નિશ્ચયનયની દૃષ્ટિએ સમજાવ્યું છે કે જેટલે અંશે આત્માનો યોગ એટલે કે, મન, વચન અને કાયાનો વ્યાપાર તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે. આત્માનો ઉપયોગ તેટલે અંશે સંવર છે. એક જ જીવમાં આશ્રવનો અને સંવરનો અંશ સમકાળે રહી શકે. ૪૬૮ Jain Education Intemational 2010_05 ucation International 2010_05 Page #514 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્વય અધિકાર યોગ મન, વચન અને કાયાના હોય છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન એવો એક અર્થ થાય છે. અહીં યોગ એટલે આત્માને પોતાના વિશુદ્ધ ભાવમાંથી અસ્થિર કરે એવી ચંચલતા એવો અર્થ લેવાનો છે. ઉપયોગનો એક અર્થ છે આત્માના જ્ઞાનનો ઉઘાડ. અહીં ઉપયોગ એટલે જીવનું વિશુદ્ધ ચૈતન્યના ભાવમાં રમણ કરવું એવો અર્થ લેવાનો છે. આમ જીવમાં યોગધારા અને ઉપયોગધારા બંને સાથે હોય છે. એમાં જેટલે અંશે યોગધારા તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે ઉપયોગધારા તેટલે અંશે સંવર છે. એટલે બાહ્ય હિંસાદિને આશ્રવ અને બાહ્ય અહિંસાદિને સંવર કહેવાનું કે સરાગ ચારિત્રને એકાન્ત શુભાશ્રય કહેવાનું ઉચિત નથી. [૨૬] તેના સાવંશવિશ્રાનો વિશ્વાશ્રવસંવ भात्यादर्श इव स्वच्छास्वच्छभागद्वयः सदा ॥१४९॥ અનુવાદ : એટલે તે તે અંશમાં વિશ્રાન્તિ પામેલા આશ્રવ અને સંવર બેયને ધારણ કરતો તે (આત્મા) સ્વચ્છ અને અસ્વચ્છ એવા બે ભાગવાળા અરીસા(આદર્શ)ની જેમ સદા દેખાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તેને માટે અહીં આદર્શ એટલે કે અરીસાનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. અરીસો ક્યારેક સંપૂર્ણ મલિન હોય, ક્યારેક સંપૂર્ણ સ્વચ્છ હોય છે અને ક્યારેક થોડો સ્વચ્છ અને થોડો મલિન હોય છે. મતલબ કે એક જ કાળે અરીસો અમુક ભાગમાં સ્વચ્છ અને અમુક ભાગમાં અસ્વચ્છ પણ હોઈ શકે. આવી રીતે આત્માને વિશે પણ બની શકે. જેટલા અંશમાં આત્માનો શુદ્ધ ઉપયોગ તેટલા અંશમાં સંવર અને જેટલા અંશમાં મન, વચન અને કાયાના યોગમાં ચંચલતા તેટલા અંશમાં આશ્રવ. સંવરને સ્વચ્છ ભાગ તરીકે અને આશ્રવને અસ્વચ્છ ભાગ તરીકે ઓળખીએ તો, અરીસાના ઉદાહરણની જેમ સ્વચ્છ અને અસ્વચ્છ એમ બંને ભાગ આત્મામાં સાથે જોવા મળે. અહીં “સદા' શબ્દ પ્રયોજયો છે તે તેરમા ગુણસ્થાનક સુધીના સંસારી જીવોની અપેક્ષાએ લેવાનો છે. આત્મા હંમેશાં આશ્રવ અને સંવરના અંશવાળો જ હોય છે એવો અર્થ કરીએ તો આત્મા કાયમ સંસારી જ રહેવાનો છે એવો અર્થ થાય. પરંતુ તેમ નથી. જ્યારે ગાઢ મિથ્યાત્વ હોય છે ત્યારે આત્મામાં કેવળ આશ્રવ હોય છે, સંવર નહિ; તે સંપૂર્ણ અસ્વચ્છ દશા હોય છે. અને જયારે ચૌદમા ગુણસ્થાનકે આશ્રવ ન રહેતાં સર્વસંવર હોય છે ત્યારે સંપૂર્ણ સ્વચ્છતાની સ્થિતિ હોય છે. એટલે અહીં આશ્રવ અને સંવર બંને અંશમાં વિશ્રાન્તિ પામેલા સંસારી જીવની સદાની સ્થિતિનો વિચાર કરાયો છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધીમાં આશ્રવ-સંવરનો અંશ પણ વધતો ઘટતો રહે છે. એટલે દર્પણના દૃષ્ટાંતમાં પણ સ્વચ્છતા અને અસ્વચ્છતા જેવી છે તેવી જ આત્મામાં કાયમ ન રહેતાં એમાં પણ વધઘટ થયા કરે છે, પરંતુ જ્યાં સુધી આશ્રવ અને સંવર બને છે ત્યાં સુધી અંશે સ્વચ્છ અને અંશે અસ્વચ્છ એવી સ્થિતિ સદા રહે છે. ૪૬૯ Jain Education Interational 2010_05 Page #515 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૮૨૭] સુધૈવ જ્ઞાનધારા સ્થાત્ સમ્યક્ત્વપ્રાયનન્તરમ્। हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्तते ॥ १५०॥ અનુવાદ : સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જ્ઞાનધારા શુદ્ધ જ થાય છે અને હેતુના ભેદને કારણે યોગધારા વિચિત્ર (શુદ્ધ અને અશુદ્ધ) પ્રવર્તે છે. વિશેષાર્થી : જીવના આંતરિક પરિણમન સાથે આશ્રવ અને સંવર કેવી રીતે રહેલાં છે તેની સૂક્ષ્મ વિચારણા અહીં કરવામાં આવી છે. સંસારી જીવોમાં બે ધારા નિરંતર ચાલતી રહે છે. એક ઉપયોગધારા અને બીજી યોગધારા. ઉપયોગધારાને જ્ઞાનધારા પણ કહેવામાં આવે છે તથા યોગધારાને વીર્યધારા પણ કહેવામાં આવે છે. આ બંને ધારાઓ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારની હોય છે. અશુદ્ધ ધારા આશ્રવરૂપ હોય છે અને શુદ્ધ ધારા સંવરરૂપ હોય છે. જયારે મિથ્યાત્વ જાય છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે જ્ઞાનધારા અથવા ઉપોયગધારા શુદ્ધ બનવા લાગે છે. ત્યારે આશ્રવભાવ મંદ હોય ને સંવરભાવ પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. એટલે ઉપયોગધારા વધુ શુદ્ધ થાય છે અને સંવરભાવ પ્રગટે છે, પરંતુ એ ગુણસ્થાનક તે અવિરતિ-સમ્યગ્દષ્ટિનું છે. અવિરતિકાળમાં મન, વચન અને કાયાના યોગની ધારા શુદ્ધ હોતી નથી. એટલે ચોથા ગુણસ્થાનકે યોગધારા આશ્રવરૂપ હોય છે. પરંતુ જીવ જેમ જેમ ઊંચા ગુણસ્થાનકે ચડે છે તેમ તેમ એની યોગધારા શુદ્ધ બનતી જાય છે. અવિરતિમાંથી જેમ જેમ જીવ દેશિવરતિમાં આવતો જાય તેમ તેમ એની યોગધારા અંશે અંશે શુદ્ધ થવા લાગે છે. અંશે શુદ્ધ થયેલી યોગધારાથી અંશે સંવરભાવ પ્રગટે છે. મન, વચન અને કાયાના યોગો ઠેઠ તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે ચોથાથી તેરમા ગુણસ્થાનક સુધી જેટલે અંશે યોગધારા શુદ્ધ તેટલે અંશે સંવરભાવ વર્તે અને જેટ્લે અંશે યોગધારા અશુદ્ધ તેટલે અંશે આશ્રવભાવ વર્તે છે. મિથ્યાત્વ ગયા પછી ચોથા ગુણસ્થાનકેથી ઉપર ચડતા જીવને હજુ અવિરતિ, કષાય અને યોગ કર્મબંધનાં નિમિત્ત અથવા હેતુ છે, એટલે કે તે આશ્રવરૂપ છે, પરંતુ જેમ જેમ વિરતિ આવે, કષાયો મંદ પડતા જાય અને નીકળી જાય તથા છેવટે યોગનો નિરોધ થાય ત્યાં સુધી યોગધારા શુદ્ધ અને અશુદ્ધપે અર્થાત્ મિશ્રરૂપે ચાલતી હોવાથી હેતુભેદને કારણે તેને અહીં વિચિત્ર કહેવામાં આવી છે. [૮૨૮] સદશો વિશુદ્ધત્ત્વ સર્વાપિ શાશ્ર્વતઃ । मृदुमध्यादिभावस्तु क्रियावैचित्र्यतो भवेत् ॥ १५१ ॥ અનુવાદ : સમ્યગ્દષ્ટિ જીવને સર્વ દશામાં વિશુદ્ધત્વ જ હોય છે. મૃદુ, મધ્યમ વગેરે ભાવ તો ક્રિયાની વિચિત્રતાને કારણે થાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તેના અનુસંધાનમાં અહીં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સર્વ પ્રવૃત્તિમાં વિશુદ્ધત્વ જ હોય છે અને તે સંવરરૂપ હોય છે, પરંતુ અવિરતિમાંથી દેશવિરતિ અને દેશિવરતિમાંથી સર્વવિરતિરૂપ બાહ્ય ક્રિયાને લીધે યોગધારા અંશે અંશે વધુ શુદ્ધ થતી જાય છે. એથી પહેલાં જે સંવરભાવ મૃદુ હતો તે હવે મધ્યમ પ્રકારનો અને પછી ઉત્કૃષ્ટ પ્રકારનો થાય છે. આમ _2010_05 ૪૭૦ For Private Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ક્રિયાની વિચિત્રતાને કારણે અર્થાત્ તરતમતાને લીધે સંવરભાવ મૃદુમધ્યમાદિભાવવાળો થાય છે. ઉપયોગધારાની વધતી જતી વિશુદ્ધિની સાથે યોગધારાની વિશુદ્ધિ પણ ઉત્તરોત્તર વધવા લાગે છે. [૮૨૯] યવા તુ સર્વત: શુદ્ધિ તે ધાયોઈયો: शैलेशीसंज्ञितः स्थैर्यात् तदा स्यात्सर्वसंवरः ॥१५२॥ અનુવાદ : જ્યારે બંને ધારાઓની સર્વ પ્રકારે વિશુદ્ધિ થાય છે ત્યારે સ્થિરતાને કારણે શૈલેશી' નામનો સર્વસંવર થાય છે. વિશેષાર્થ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જીવની જ્ઞાનધારા વિશુદ્ધ બને છે અને તે સંવરરૂપ હોય છે. પરંતુ ક્રિયાની વિચિત્રતાને લીધે જીવની અશુદ્ધ યોગધારા ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જાય છે. એમાં જેટલે અંશે અશુદ્ધિ તેટલે અંશે આશ્રવ અને જેટલે અંશે વિશુદ્ધિ તેટલે અંશે સંવર. આમ ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી જે બંને ધારાઓ ચાલતી રહે છે એ સંપૂર્ણપણે વિશુદ્ધ તો ચૌદમા ગુણસ્થાનકે થાય છે. ગુણસ્થાનકે શૈલેશીકરણ થાય છે. શૈલ એટલે પર્વત, શૈલેશ એટલે પર્વતોમાં શ્રેષ્ઠ એવો મેરુ પર્વત. પર્વત અચલ, અડોલ અને સ્થિર હોય છે. આત્મપ્રદેશોમાં શૈલેશીકરણ થતાં મન, વચન અને કાયાના યોગનો નિરોધ થાય છે. યોગ એટલે આત્મપ્રદેશોનું કંપન અને કર્મોનું બંધાવું. યોગનિરોધ થતાં આત્મપ્રદેશો શૈલેશ મેરુ પર્વતની જેમ નિષ્કપ, સ્થિર બની જાય છે. આત્મપ્રદેશો નિષ્કપ બનતાં તે નવા પુદ્ગલપરમાણુઓને આકર્ષતા નથી. એટલે આશ્રવની ક્રિયા બંધ થઈ જાય છે. આમ, આત્મપ્રદેશોનું સ્વૈર્ય પ્રાપ્ત થતાં યોગધારા પણ વિશુદ્ધ થઈ જાય છે અને તે પણ સંવરરૂપ બની જાય છે. આમ ચૌદમા ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં સર્વસંવર થાય છે, અર્થાત્ નવાં કર્મ બંધાવાની હવે કોઈ જ શક્યતા રહેતી નથી. [८3०] ततोऽर्वाग् यच्च यावच्च स्थिरत्वं तावदात्मनः । संवरो योगचांचल्यं यावत्तावत्किलाश्रवः ॥१५३॥ અનુવાદ : તેનાથી પૂર્વે જેવું અને જેટલું આત્માનું સ્થિરત્વ તેટલો આત્માનો સંવર. જેટલું યોગનું ચંચળપણું તેટલો આશ્રવ જાણવો. વિશેષાર્થ : અર્વાચ્ એટલે પૂર્વેનું અથવા નીચેનું. શૈલેશીની અથવા સર્વસંવરની પૂર્વેની જે અવસ્થા છે તેમાં જેટલું સ્થિરત્વ છે તેટલો આત્માનો સંવરભાવ છે અને જેટલું યોગચાંચલ્ય છે તેટલો આશ્રવભાવ છે. સર્વસંવરની પૂર્વેની બધી અવસ્થા લઈએ તો પ્રથમ ગુણસ્થાનકે ગાઢ મિથ્યાત્વ હોવાથી ત્યાં કેવળ આશ્રવભાવ છે, સંવરભાવ નથી. ચોથા ગુણસ્થાનકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં, મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને જ્ઞાનધારા વિશુદ્ધ બનતાં સંવરભાવ પ્રાપ્ત થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને રાગાદિ હોય છે, પણ કદાગ્રહ હોતો નથી. એને યથાર્થ બોધની અલ્પતા હોઈ શકે, પણ કુદેવ, કુગુરુ અને કુધર્મમાં શ્રદ્ધા ન જ હોય. જેમ જેમ એના રાગાદિ ભાવો શાંત થતા જાય છે તેમ તેમ એની વિશુદ્ધ થતી જ્ઞાનધારા સંવરરૂપ બનતી જાય છે. દેશવરતિ અને સર્વવિરતિના ગુણસ્થાનકે વિશુદ્ધ જ્ઞાનધારા સાથે સમ્યક્ચારિત્ર જેટલે _2017_05 ૪૭૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અંશે પ્રાપ્ત થતું જાય તેટલે અંશે એની યોગધારા અથવા વીર્યધારા પણ વિશુદ્ધ બનતી જાય છે અને તે સંવરરૂપ હોય છે. દસમા-અગિયારમા ગુણસ્થાનક સુધી સૂક્ષ્મ કષાય, મોહ કષાય રહેલો છે. બારમાં ગુણસ્થાનકે મોહ-કષાયનો પણ ક્ષય થાય છે. તો પણ એ ગુણસ્થાનકે મન, વચન અને કાયાના યોગ રહેલા હોય છે. એટલે એ યોગોને કારણે આત્મપ્રદેશોમાં ચંચલતા, કંપન રહેલા હોય છે. તેરમા સયોગી કેવળીના ગુણસ્થાનકે પણ યોગચંચલતા હોય છે એટલે ત્યાં આશ્રવ હોય છે. ચૌદમા અયોગી કેવળીના ગુણસ્થાનકે યોગનિરોધ થતાં સ્થિરતા અને સર્વસંવર પ્રાપ્ત થાય છે. આમ જેટલું આત્માનું સ્થિરત્વ તેટલો સંવર અને જેટલું યોગચાંચલ્ય તેટલો આશ્રવ. [૮૩૧] અશુદ્ધિનયતવં સંવરશ્રવસંકથા | संसारिणां च सिद्धानां न शुद्धनयतो भिदा ॥१५४॥ અનુવાદ : અશુદ્ધ નયથી આ પ્રમાણે આશ્રવ અને સંવરની વાત છે. શુદ્ધ નય પ્રમાણે તો સંસારી અને સિદ્ધના જીવો વચ્ચે કોઈ ભેદ નથી. ' વિશેષાર્થ : આશ્રવ અને સંવર તત્ત્વની વિચારણા વ્યવહારનયથી, અશુદ્ધ નિશ્ચયનયથી અને શુદ્ધ નિશ્ચયનયથી કરવામાં આવી. શુદ્ધ નિશ્ચયનય તો કહે છે કે વિશુદ્ધ આત્મા સંવરરૂપ નથી અને આશ્રવરૂપ પણ નથી. આત્મા સંવર અને આશ્રવ તત્ત્વથી ભિન્ન છે. વ્યવહારનય કહે છે કે જીવ માટે હિંસાદિ આશ્રવરૂપ છે અને અહિંસાદિ સંવરરૂપ છે. અશુદ્ધ નિશ્ચયનય હિંસા-અહિંસાને પરદ્રવ્યના પર્યાય માને છે. એટલે બાહ્ય સ્થૂલ હિંસા-અહિંસાને તે આશ્રવ-સંવરરૂપ માનતો નથી, પણ આત્મામાં વર્તતા તેવા ભાવને આશ્રવરૂપ અને સંવરરૂપ માને છે. શુદ્ધ નિશ્ચયનય તો આશ્રવ-સંવરની વાત જ સ્વીકારતો નથી. તે તો આત્માને સર્વ કર્મથી રહિત, અખંડ જ્ઞાનસ્વરૂપ, ત્રિકાળી ધ્રુવ તરીકે જુએ છે. જો આ પ્રમાણે હોય તો સંસારી જીવનો આત્મા અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ ભગવંતનો આત્મા એ બે વચ્ચે કંઈ ફેર રહેતો નથી. સર્વ જીવોમાં સિદ્ધ-સ્વરૂપ પરમાત્મા રહેલો છે એમ નિશ્ચયનય કહે છે. એટલે તે સિદ્ધ અને સંસારી એવા ભેદ સ્વીકારતો નથી. [૮૩૨] નિર્વા ઋર્મviાં શો નાભાસી ર્મપર્યયઃ येन निर्जीर्यते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥१५५॥ અનુવાદ : નિર્જરા એટલે કર્મોનો શાટ (અવસ્થા). તે આત્મસ્વરૂપ નથી, કર્મનો પર્યાય છે. જે વડે કર્મની નિર્જરા થાય તે ભાવ જ આત્માનું લક્ષણ છે. વિશેષાર્થ : આશ્રવ અને સંવરથી આત્માનો ભેદ દર્શાવ્યા પછી નિર્જરા તત્ત્વ પણ આત્માથી ભિન્ન છે એમ હવે અહીં દર્શાવવામાં આવ્યું છે. નિર્જરા એટલે કર્મપુદ્ગલોનું આત્માથી-આત્મપ્રદેશોથી છૂટા પડવું. નિર્જરા એટલે નિર્જરી જવું, ખરી પડવું, ખંખેરાઈ જવું. કર્મનાં પુદ્ગલ-પરમાણુઓ આત્મામાં રાગાદિ ભાવ થતાં આત્મપ્રદેશોને વળગે છે, ૪૭૨ Jain Education Interational 2010_05 Page #518 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર ચોટે છે. એ જ પુદ્ગલ-પરમાણુઓ જયારે છૂટાં પડી જાય છે, ખરી પડે છે ત્યારે તે પ્રક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરાની પ્રક્રિયા દરમિયાન કર્મપુદ્ગલોનો નાશ નથી થતો, પણ તે આત્મપ્રદેશોમાંથી નીકળી જાય છે. આમ કર્મયુગલો જ્યારે આત્મપ્રદેશોને વળગે છે ત્યારે તે પુદ્ગલોની એક અવસ્થા અથવા સ્થિતિ હોય છે અને જયારે નીકળી જાય છે ત્યારે બીજી અવસ્થા અથવા સ્થિતિ થાય છે. કર્મયુગલોની અવસ્થામાં આ રીતે ફેરફાર થાય છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં કહ્યું છે કે નિર્જરા એટલે કર્મનો શાટ, ‘શાટ’ શબ્દ સંસ્કૃત છે. એનો સાદો અર્થ થાય છે વસ્ત્ર, વસ્ત્રપરિધાન, વેશ ઇત્યાદિ. આથી નિર્જરા એ કર્મનો ઘાટ અથવા એક વેશ છે એમ શબ્દાર્થ થાય. માણસ જુદે જુદે વખતે જુદો જુદો વેશ ધારણ કરે તેમ નિર્જરા વખતે કર્મપુદ્ગલો અમુક વેશ ધારણ કરે છે, એટલે કે એની એક અવસ્થા અથવા, સ્થિતિ અથવા પર્યાય નિર્માય છે એવો અર્થ આ પંક્તિનો થાય છે. વ્યવહારદષ્ટિએ “કર્મનો શાટ' એટલે કર્મનો ક્ષય. કર્મયુગલો પુદ્ગલસ્વરૂપ અજીવ તત્ત્વ છે અને આત્મા ચેતનસ્વરૂપ છે. બંને દ્રવ્યો ભિન્નભિન્ન છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકતું નથી એ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા પોતે કર્મની નિર્જરા કરતો નથી, પણ આત્મા એવા ભાવમાં આવે છે કે જેથી કર્મપુદ્ગલો ત્યાં ટકી શકતાં નથી. એટલે નિર્જરા વખતે કર્મપુદ્ગલોની એક અવસ્યા સર્જાય છે. દરેક નિર્જરાપ્રક્રિયા વખતે કર્મયુગલો એક જ ક્રમમાં, એક જ સ્થિતિમાં હોય એવું નથી. તે સ્થિતિ સતત બદલાયા કરતી રહે છે. એનો અર્થ એ થયો કે નિર્જરા એ કર્મની પર્યાય છે. કર્મનાં પુદ્ગલો પોતાનામાં પરિણમે છે એટલે કે કર્મની પર્યાય પણ સતત બદલાતી રહે છે. આમ, નિર્જરા વખતે આત્મા કર્મપુદ્ગલોથી પૃથફ ભાવ પામે છે અને કર્મયુગલો આત્માથી પૃથભાવ પામે છે. પરંતુ આ પૃથકુભાવ એમ જ થતો નથી. આત્મામાં કોઈ એવો ભાવ ઉત્પન્ન થાય તો જ કર્મપુદગલો પૃથર્ભાવ પામે છે, છૂટા પડે છે. આત્મામાં આ જે ભાવ ઉત્પન્ન થાય તે જ નિર્જરા છે. આ ભાવ આત્માનો પોતાનો છે. એ આત્માનું પરિણમન છે. એ જ આત્માનું લક્ષણ છે. એટલે જે આત્મપરિણમનથી કર્મોની નિર્જરા થાય છે એ ભાવને નિર્જરા અથવા ભાવનિર્જરા કહેવામાં આવે છે. એ વખતે કર્મયુગલોની જે અવસ્થા નિર્માય છે તેને દ્રવ્યનિર્જરા કહેવામાં આવે છે. ભાવનિર્જરા દ્રવ્યનિર્જરાનું નિમિત્ત બને છે. [૮૩૩] સત્તા દ્વવિવિધું શુદ્ધજ્ઞાનસમન્વિતમ્ | માત્મશક્સિસમુત્થાનું ચિત્તવૃત્તિનિરોધનું પદ્દા અનુવાદ : આત્મશક્તિનું ઉત્થાન કરનારું, ચિત્તવૃત્તિનો નિરોધ કરનારું, શુદ્ધ જ્ઞાનયુક્ત એવું ઉત્તમ તપ બાર પ્રકારનું છે. વિશેષાર્થ : તપથી કર્મની નિર્જરા થાય છે. તપ સંવરનો ઉપાય છે અને નિર્જરાનો પણ ઉપાય છે. વાચક ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્ર'ના નવમા અધ્યાયમાં કહ્યું છે : તપસનિર્જરા ૨ | ‘જે તપાવે તે તપ' અથવા “સ્વેચ્છાએ ભોગવાતું કષ્ટ તે તપ' એવી તપની સામાન્ય વ્યાખ્યાઓ અપાય છે. તપના ઘણા ૪૭૩ Jain Education Intemational 2010_05 Page #519 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર બધા પ્રકાર છે, પરંતુ તેમાં ઉત્તમ પ્રકારના તપના મુખ્ય બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ બાર પ્રકારને નિર્જરાના બાર પ્રકાર પણ કહેવામાં આવે છે. તપના બાર પ્રકારમાં છ પ્રકારનું બાહ્ય તપ છે અને છ પ્રકારનું આત્યંતર તપ છે. પંચાચારની ગાથાઓમાં તપની ગાથા નીચે પ્રમાણે છે : અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવણે રસચ્ચાઓ | કાય-કિલેસો સંલીયા, ય બજકો તવો હોઈ છે (અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયાકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે.) પાયચ્છિત્ત વિણઓ વેઆવચ્ચે તહેવ સજઝાઓ | ઝાણે ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ || (પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ એ અત્યંતર તપ છે.) છિ પ્રકારનાં બાહ્ય તપ આ પ્રમાણે છે : (૧) અનશન : આહાર ન કરવો, ન ખાવું તે અનશન. ઉપવાસ, (એકાસણું, બેસણું, આયંબિલ વગેરેને આ પ્રકારમાં ગણવામાં આવે છે.) તે થોડા સમય માટે હોય અથવા કાયમને માટે હોય. (૨) ઊનૌદરિકા : ઉણોદરી અથવા અવમૌદર્ય. એટલે ઉદરને થોડું ઊણું રાખવું, ખાલી રાખવું, ભૂખ પૂરેપૂરી ન સંતોષવી, થોડા કોળિયા ઓછું ખાવું. (૩) વૃત્તિસંક્ષેપઃ (વૃત્તિપરિસંખ્યાની વૃત્તિ એટલે આજીવિકા, અર્થાત્ ખાવાપીવાની વસ્તુઓ. એનો સંક્ષેપ કરવો એટલે તે ઓછી કરવી. તે માટે નિયમો કરવા. એથી એ વાનગીઓ પ્રત્યેની આસક્તિ ઘટે. (૪) રસત્યાગ : રસવાળા સ્નિગ્ધ ખાદ્યપદાર્થો એટલે કે ઘી, દૂધ, દહીં વગેરે વિગઈઓનો (વિકારકારક રસનો) ત્યાગ કરવો. () કાયલેશ : ટાઢ, તડકો વગેરેમાં કાયાને સ્વેચ્છાએ કષ્ટ આપવું, અમુક આસનમાં બેસવું, કાઉસગ્ગ કરવો, લોચ કરાવવો વગેરે પ્રકારનાં શારીરિક કષ્ટો સહન કરવાં. (૯) સંલીનતા (વિવિક્તશપ્યાસન) : અંગોપાંગ સંકોચવાં. તેના ઉપર સંયમ રાખવો. તેના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખવું. સંલીનતાના ચાર પ્રકાર છે : ૧. ઇન્દ્રિય-સંલીનતા, ૨, કષાય-સંલીનતા, ૩. યોગસંલીનતા અને ૪. વિવિક્તચર્યા સંલીનતા એટલે કે એકાન્ત સ્થાનમાં રહેવું. છ પ્રકારનાં આત્યંતર તપ નીચે પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત : લીધેલા વ્રતમાં થયેલા દોષો માટે મનમાં કપટ રાખ્યા વિના ગુરુ સમક્ષ નિંદા, ગહ કરવી, આલોયણા લેવી અને તેની શુદ્ધિ માટે ગુરુ કહે તે તપશ્ચર્યા કરવી. પ્રાયશ્ચિત દસ પ્રકારનું છે. (૨) વિનય ઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રત્યે તથા ગુણવાન પ્રત્યે ભક્તિ-બહુમાન રાખવું, નમસ્કાર કરવા, તેમના પ્રત્યેની આશાતના ટાળવી ઇત્યાદિ. Jain Education Interational 2010_05 ation International 2010_05 Page #520 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર (૩) વૈયાવચ્ચ (વૈયાવૃત્ય) : આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, રોગી, નવદીક્ષિત, સમાનધર્મી, કુળ, ગણ, ચતુર્વિધ સંઘ વગેરેની ખાનપાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વડે યથાયોગ્ય સેવાચાકરી કરવી. (૪) સ્વાધ્યાય : જ્ઞાન મેળવવા માટે, આત્મચિંતન માટે વિવિધ પ્રકારે અભ્યાસ કરવો. તેના પાંચ પ્રકાર છે : વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા. (૫) ધ્યાન : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભ ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરવું એટલે કે ચિત્તની એકાગ્રતાપૂર્વક ચિંતવન કરવું. (૬) કાઉસગ્ગ (કાયોત્સર્ગ) : કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. શરીર અને સર્વ સામગ્રી ઉપરના મમત્વનો ત્યાગ કરી, એક આસને બેસી લોગસ્સ વગેરેના ચિંતવન સાથે આત્મરમણતામાં રહેવું. આ બાર પ્રકારનું તપ પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર કરનાર વ્યક્તિનું તપ જો શુદ્ધ જ્ઞાનયુક્ત હોય તો કર્મની નિર્જરાનું વિશેષ કારણ બને છે. તપ અશુભ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરે છે અને આત્મામાં રહેલી શક્તિને પ્રગટાવે છે, વિકસાવે છે અને ઉચ્ચ દશાએ લઈ જાય છે. [૮૩૪] યત્ર રોધ: ઋષીયUT વૃધ્યાન લિનસ્થ ત્રા ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लंघनम् ॥१५७॥ અનુવાદ : જયાં કષાયોનો નિરોધ હોય, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન હોય તે તપને શુદ્ધ જાણવું. બાકીનું તો લાંઘણ છે. વિશેષાર્થ : તપ વિવિધ પ્રકારનું છે. તેમાં બાહ્ય તપમાં અનશન, ઉણોદરી વગેરે ગણાય છે. બાહ્ય તપનો સંબંધ વિશેષપણે દેહ સાથે અને પછી મન સાથે છે. અનશનમાં આહારનો ત્યાગ હોય છે. આરોગ્ય માટે, ઇન્દ્રિયો ઉપરના સંયમ માટે કેટલાક ઉપવાસ, એકાસણું વગેરે કરતા હોય છે. પરંતુ તપનું શ્રેષ્ઠ પ્રયોજન તો કર્મની નિર્જરા છે. તપની સાથે ચિત્તના અધ્યવસાયોને પણ સંબંધ છે. દેહથી તપ થતું હોય પણ ચિત્તના અધ્યવસાયોનું મલિનપણું હોય તો તેવું તપ કેવું અને કેટલું ફળ આપી શકે ? આવા માત્ર દેહકષ્ટને બોલતપ કહેવામાં આવે છે. બાહ્ય તપનું ઉત્તમ ફળ જોઈતું હોય તો તેની સાથે કષાયોનો નિરોધ થવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન હોવું જોઈએ અને જિનેશ્વરનું ભગવાનનું ધ્યાન હોવું જોઈએ. આ અને આવાં બીજાં શુભ તત્ત્વો તપ સાથે સંલગ્ન થાય એટલે કે બાહ્ય તપની સાથે આવ્યંતર તપ જોડાય તો જ તે તપ ઉત્કૃષ્ટ બને છે. બાહ્ય તપ ક્યારેક માત્ર કાયાકષ્ટ જ બની રહે છે. માત્ર ભૂખ્યા રહેવું એ તો લાંઘણ જ થાય. એ શુદ્ધ તપ ન કહેવાય. એથી કર્મની નિર્જરાનું પ્રયોજન સફળ ન થાય. [૮૩૫] કુમુક્ષ થૈ વા તપ નાતિ નક્ષપામ્ तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥१५८॥ અનુવાદ સુધા અને શરીરની કૃશતા એ તપનું લક્ષણ નથી, પરંતુ તિતિક્ષા, બ્રહ્મચર્ય, ગુપ્ત વગેરેના સ્થાનરૂપ જ્ઞાન તે જ તેનું (તપનું) શરીર છે. ૪૭૫ Jain Education Intemational 2010_05 Page #521 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : બુભક્ષા એટલે ભૂખ્યા રહેવું, ભૂખ સહન કરી લેવી. દેહકાશ્ય એટલે દેહની કૃશતા, શરીર પાતળું થવું. ઉપવાસ વગેરે બાહ્ય તપશ્ચર્યામાં ભૂખ્યા રહેવાનું હોય છે અને ભૂખ્યા રહેવાથી, શરીરને પોષણ ન મળતાં શરીર સુકાય છે. ભૂખ લાગવી એ સુધાવેદનીય કર્મનો ઉદય અને ખાવાની ઇચ્છા થવી તે મોહનીય કર્મનો ઉદય. સંજોગવશાત્ કેટલાયે માણસોને અનિચ્છાએ ભૂખ્યા રહેવું પડે છે, પણ એ તપ નથી. તપથી કર્મની નિર્જરા થવી જોઈએ. સ્વેચ્છાએ ઉપવાસ આદિ બાહ્ય તપ કર્યું હોય, પરંતુ અંતરમાં તપની પરિણતિ ન હોય, તો એવું તપ માત્ર બાહ્ય ક્રિયારૂપ બને છે. તિતિક્ષા, બ્રહ્મચર્ય, ગુતિ ઇત્યાદિ જ્ઞાનયુક્ત હોય એ જ તપનું લક્ષણ છે. તિતિક્ષા એટલે સહનશક્તિ. ક્રોધાદિ કષાયો શાન્ત થયા હોય અને ક્ષમાનો અને સમતાનો ભાવ દઢ થયો હોય તો જ સહિષ્ણુતા આવે. “બ્રહ્મગુપ્તિ’ને એક શબ્દ તરીકે લઈએ તો બ્રહ્મચર્ય અને તેની નવ વાડનો અર્થ લઈ શકાય અને બ્રહ્મ તથા ગુપ્તિ એમ બે જુદા શબ્દો લઈએ તો બ્રહ્મચર્ય તથા મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એમ પણ લઈ શકાય. આદિ શબ્દથી અન્ય લક્ષણો પણ લઈ શકાય. વસ્તુતઃ તપ દ્વારા ઉત્કૃષ્ટ કર્મનિર્જરા તો તે આત્મજ્ઞાનયુક્ત હોય તો જ થાય. એટલા માટે બાહ્ય તપ આત્માના તેવા પરિણામ સહિત હોવું જોઈએ. તો તે આત્યંતર તપનું, કર્મની નિર્જરાનું નિમિત્ત બની શકે. [૮૩૬] સાનેન નિપુર્નર્ચ પ્રાપ્ત વ ધવત્ | निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥१५९॥ અનુવાદ : ચંદન અને તેની ગંધની જેમ નિપુણ જ્ઞાન સાથે એકરૂપ થયેલું તપ આત્માને નિર્જરા આપે છે; તે સિવાય બીજું (તપ) ક્યારેય નહિ. વિશેષાર્થ : ચંદન અને એની સુગંધ એ બંને એકબીજા સાથે એકરૂપ થઈ ગયાં હોય છે. એવી રીતે તપ અને નિપુણ જ્ઞાન જો એકરૂપ થઈ ગયાં હોય તો જ તે દ્વારા કર્મની નિર્જરા થાય. નિપુણ જ્ઞાન એટલે આત્મસ્વરૂપનો યથાર્થ બોધ. તપ સાથે જયારે આવું જ્ઞાન, ચંદન અને ગંધની જેમ એકરૂપ બની જાય છે ત્યારે કર્મની નિર્જરા થાય છે. તપથી પુણ્ય પણ બંધાય છે અને તપથી કર્મની નિર્જરા પણ થાય છે. જે બાલ તપ છે, જે તપ સંયમના રાગથી થાય છે તે તપથી મુખ્યત્વે પુણ્ય બંધાય છે. જે તપ જ્ઞાન સાથે એકરૂપ થાય છે તે તપથી કર્મની નિર્જરા થાય છે. [૩૭] તપસ્વી નિમવત્યા ર શાસનોદ્ધાનેચ્છા पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥१६०॥ અનુવાદ : શાસનની પ્રભાવનાની ઇચ્છાથી જિનભક્તિ દ્વારા તપસ્વી વિપુલ પુણ્ય બાંધે છે, પરંતુ જો સ્પૃહારહિત હોય તો તે (તપસ્વી) મુક્ત થાય છે. વિશેષાર્થ : તપશ્ચર્યા વિવિધ આશયથી થાય છે. વળી તપશ્ચર્યા દરમિયાન જીવને વિવિધ પ્રકારના ભાવો થાય છે. ૪૭૬ 2010_05 Page #522 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર તપથી કર્મની નિર્જરા થાય છે : તપસનિર્નર ૨ એમ સૂત્રમાં કહ્યું છે. પરંતુ તપથી એકાન્ત કર્મની નિર્જરા જ થાય છે એવું નથી. અમુક પ્રકારના શુભભાવથી કરેલા તપથી મુખ્યત્વે પુણ્યનું ઉપાર્જન થાય છે. કેટલાક તપસ્વી ઘોર તપશ્ચર્યા કરીને બદલામાં એનું લૌકિક ફળ માગીને નિયાણ બાંધે છે. કેટલાકના તપમાં માયાચાર હોય છે. અન્ય પ્રકારના પ્રશસ્ત આશય માટે પણ તપ થાય છે. ક્યારેક દુકાળ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિના નિવારણ અર્થે વૈયક્તિક કે સામુદાયિક તપ થાય છે. કોઈ મહોત્સવની ઉજવણી માટે સામુદાયિક તપ થાય છે, તપ-સાંકળી પણ થાય છે. કેટલાક લોકો જ્યારે કઠિન તપશ્ચર્યા કરે છે ત્યારે બીજા અજૈન લોકો પણ પ્રભાવિત થાય છે. એથી જૈન ધર્મની, જૈન શાસનની પ્રભાવના થાય છે. આવી રીતે શાસનની પ્રભાવનાના કે ઉન્નતિના આશયથી, જિનભક્તિથી પ્રેરાઈને ક્યારેક કેટલાક સાધુ મહાત્માઓ પણ તપ કરે છે અને કરાવે છે. એમાં પ્રશસ્ત રાગ રહેલો હોય છે. એવા તપથી પુણ્ય બંધાય છે, કારણ કે એમાં સ્પૃહા, આકાંક્ષા, ઇચ્છા રહેલાં હોય છે. પરંતુ જેઓ કોઈપણ પ્રકારની સ્પૃહા વગર, રાગ વગર આત્માના લક્ષ તપ કરે છે તેમનું એ તપ કર્મની નિર્જરાનું મોટું નિમિત્ત બને છે. - જિનશાસનની પ્રભાવના ઇત્યાદિ માટે ઉચ્ચ પ્રશસ્ત ભાવથી કરાતી તપશ્ચર્યાનો નિષેધ છે એમ નહિ કહી શકાય, પરંતુ તેથી બહુધા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન થાય છે એ વાત ચિત્તમાં સ્પષ્ટ રહેવી જોઈએ. [૮૩૮] તાપેક્ટર જ્ઞાન તપન્નેવ વેત્તિ યઃ | प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥१६१॥ અનુવાદ : “કર્મને તપાવે એ જ્ઞાન જ તપ છે' એવું જ જાણતો નથી તે હણાયેલા ચિત્તવાળો વિપુલ નિર્જરા શી રીતે પ્રાપ્ત કરી શકે? ' વિશેષાર્થ : બાહ્ય અને આત્યંતર તપ પણ વિવિધ પ્રકારનું છે. સામાન્ય જીવોના બાલતપથી માંડીને જ્ઞાની મહાત્માઓના શ્રેષ્ઠતમ તપ સુધી તપની ઘણી ઉચ્ચાવચતા છે. એમાં તપનો સર્વોત્કૃષ્ટ આદર્શ શો? ભારેમાં ભારે કર્મની નિર્જરા એ એનો આદર્શ. કર્મની કેવી રીતે નિર્જરા થાય ? કર્મને તપાવવાથી નિર્જરા થાય. જ્ઞાન વડે કર્મને તપાવી શકાય. આત્માના જ્ઞાનગુણની જેમ જેમ શુદ્ધિવૃદ્ધિ થતી જાય તેમ તેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલ પરમાણુઓ છૂટાં પડતાં જાય. એથી કર્મની નિર્જરા વિપુલ પ્રમાણમાં થાય છે. એટલે સાધકે પોતે જ્ઞાનોપયોગમાં સ્થિર થવાની આવશ્યકતા છે. જેઓ આ રહસ્ય જાણતા નથી તેઓ હણાયેલા ચિત્તવાળા છે. તેઓ ઉપવાસ વગેરે બાહ્ય જે તપશ્ચર્યા કરે છે એથી બિલકુલ નિર્જરા નથી થતી એમ નથી, પણ તે જેટલી વિપુલ પ્રમાણમાં થવી જોઈએ તેટલી થતી નથી. જ્ઞાન સહિત કરેલા તપ વડે એ થાય છે. [૮૩૯] અજ્ઞાની તપસ કનોટિfમ વર્ષ વયેત્ अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत् ॥१६२॥ અનુવાદ : અજ્ઞાની કરોડો જન્મના તપ દ્વારા જે કર્મની નિર્ભર કરે છે તેનો (કર્મનો) જ્ઞાનતપથી યુક્ત (તપસ્વી) ક્ષણવારમાં નાશ કરી શકે. ૪૭૭ Jain Education Intemational 2010_05 Page #523 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : મુખ્ય બાર પ્રકારનાં તપ છે. છ પ્રકારનાં બાહ્ય તપ છે અને છ પ્રકારનાં આત્યંતર તપ. તપથી કર્મની નિર્જરા થાય છે. પરંતુ પ્રત્યેક પ્રકારના તપથી અમુક જ પ્રકારની અમુક જ પ્રમાણમાં નિર્જરા થાય એવો કોઈ ક્રમ કે કોઠો નથી હોતો. એકના એક તપસ્વીથી એક વખતે અમુક પ્રમાણમાં નિર્જરા થાય અને એવા જ તપથી બીજી વખતે ઓછાવત્તી નિર્જરા થાય એમ બની શકે. ચિત્તના ભાવો સાથે અને તત્ત્વના બોધ સાથે પણ એને સંબંધ છે. આયંબિલ કરવા સાથે સાથે બેઠેલા બે તપસ્વીઓની કર્મની નિર્જરાનું પ્રમાણ એકસરખું જ હોવું જોઈએ એવું નથી. એક સ્પૃહા સાથે તપ કરતો હોય અને બીજો સ્પૃહારહિત તપ કરતો હોય અથવા એક લૌકિક ફળ માટે તપ કરતો હોય અને બીજો આત્મશુદ્ધિ માટે તપ કરતો હોય. જે બાળજીવો છે, અજ્ઞાની છે તેને તપ દ્વારા કર્મની નિર્જરા અલ્પ પ્રમાણમાં થાય છે. તામલી તાપસ ઘોર તપશ્ચર્યા કરતો હતો, પણ એની તપશ્ચર્યા અજ્ઞાનયુક્ત હતી. અજ્ઞાનીની તપશ્ચર્યાનું કશું જ ફળ ન હોય એવું નથી, પણ તે અન્ય પ્રકારનું અને અલ્પ પ્રમાણમાં હોય. જેઓ તત્ત્વબોધવાળા છે, જ્ઞાની છે તેઓ જ્યારે ભાવોલ્લાસ સાથે સમજણપૂર્વક બાહ્ય કે આભ્યતર તપ કરે છે ત્યારે અલ્પ સમયમાં કર્મની વિપુલ નિર્જરા કરે છે. એટલે જ કહ્યું છે કે અજ્ઞાની કરોડો જન્મના તપ દ્વારા જે કર્મની નિર્જરા કરે છે તેટલી જ્ઞાનતપથી તપસ્વી ક્ષણવારમાં કરે છે. કોઈને આવા વિધાનમાં અતિશયોક્તિ લાગે, પણ તેમાં અતિશયોક્તિ નથી. આ યથાર્થ છે, સત્ય વાત છે. તપમાં જ્ઞાન અત્યંત મહત્ત્વનું છે અથવા જ્ઞાન એ જ સર્વોત્કૃષ્ટ તપ છે એમ કહેવાય છે. એટલે જ કહ્યું છે : જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મનો ખેહ. પૂર્વ કોડી વરસાં લગે અજ્ઞાને કરે તેહ. [૮૪૦] જ્ઞાનયોગાતા: શુદ્ધમત્યદુનિપું વ: | तस्मानिकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥१६३॥ અનુવાદ : જ્ઞાનયોગરૂપી તપ શુદ્ધ છે એમ શ્રેષ્ઠ મુનિપુંગવોએ કહ્યું છે. એનાથી નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે. વિશેષાર્થ : સામાન્ય પ્રકારના તપ અને શુદ્ધ પ્રકારના ઉચ્ચ તપ વચ્ચે ભેદ રહેલો છે. તપથી કર્મની નિર્જરા થાય છે. કર્મબંધની દૃષ્ટિએ બંધ ચાર પ્રકારના છે : સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. એમાં નિકાચિત અથવા ચીકણાં કર્મ એકંદરે ભોગવવાં જ પડે છે, પરંતુ અહીં જણાવ્યું છે તે પ્રમાણે વિરલ સંજોગોમાં જ્ઞાનયોગરૂપ તપથી તો નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે. - જ્ઞાનયોગરૂપી તપ શુદ્ધ તપ છે એમ મુનિપુંગવોએ, શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે. જ્ઞાનયોગ એ શ્રુતજ્ઞાનરૂપી અથવા આત્મજ્ઞાનરૂપી નિર્મળ ઉપયોગ છે. એ ઉપયોગ વખતે જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. કોઈ પણ પદાર્થ માટે સ્પૃહા રહેતી નથી. એ સર્વ પદાર્થો કેવળ જ્ઞયરૂપ રહે છે. આવી ઉચ્ચ જ્ઞાનદશાવાળા મહાત્માઓ ઉચ્ચતર ગુણસ્થાનકે આરોહણ કરે છે ત્યારે શ્રેણી માંડતાં, અપૂર્વકરણ ગુણસ્થાનકે નિકાચિત કર્મનો પણ ક્ષય થાય છે. ४७८ Jain Education Interational 2010_05 Page #524 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૪૧] યહિપૂર્વUT શ્રેજી શબ્દ = ગાયત્તે | ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् ॥१६४॥ અનુવાદ : કારણ કે એમાં અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણી ઉત્પન્ન થાય છે. ત્યાં રહેલાં પૂર્વકર્મોની સ્થિતિનો ક્ષય અવશ્ય થાય છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે જ્ઞાનયોગમાં જયારે અપૂર્વકરણ અને શુદ્ધ ક્ષપકશ્રેણી ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વે બાંધેલાં નિકાચિત સહિત સર્વ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. છ પ્રકારનાં આત્યંતર તપમાં ધ્યાન અને કાઉસગ્ગ દ્વારા વિપુલ કર્મનિર્જરા થાય છે. આ પ્લાનાદિરૂપ તપ એ શુદ્ધ તપ છે, એ જ્ઞાનયોગ છે. એ તપ દ્વારા જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે આરોહણ કરે છે. હજુ ચારિત્ર-મોહનીયાદિ કર્મો સત્તામાં છે. પરંતુ જ્ઞાનયોગ દ્વારા જીવ જ્યારે શુદ્ધ ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે મોહનીયાદિ નિકાચિત ઘાતી કર્મોનો પણ ક્ષય થાય છે. [૮૪૨] તાત્ જ્ઞાનમઃ શુદ્ધતપસ્વી બાવનિર્ઝTI शुद्धनिश्चयतस्त्वेषा सदा शुद्धस्य कापि न ॥१६५॥ અનુવાદ : એટલે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી સદા શુદ્ધ(આત્મા)ને આ (નિર્જર) બિલકુલ નથી. વિશેષાર્થ : અહીં નિર્જરા તત્ત્વની વિચારણાનું સમાપન કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું છે કે જ્ઞાનમય શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે. શુદ્ધ તપ એ ભાવનિર્જરા છે એમ કહેવાને બદલે ગ્રંથકારશ્રીએ શુદ્ધ તપસ્વી એ ભાવનિર્જરા છે એમ કહીને તપ અને તપસ્વી વચ્ચેનો અભેદ બતાવ્યો છે. જીવ જ્યારે બારમા ગુણસ્થાનકે પહોંચે છે, શુદ્ધ ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે તપ તપસ્વીમાં એકાકાર બની જાય છે. તપ અને તપસ્વી વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. એટલે તપસ્વી એ ભાવનિર્જરા છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ ઉપસંહાર કરતાં ફરીથી અહીં કહેવામાં આવ્યું છે કે શુદ્ધાત્માને કર્મની નિર્જરા કરવાની હોતી નથી, નિર્જરા થઈ જાય છે. આત્મા નિર્જરાથી ભિન્ન છે. નિર્જરા એ કર્મની પર્યાય છે. આત્મા સદા શુદ્ધ જ છે. [૮૪૩] વંથ: ત્મસંન્નેપો દ્રવ્યત: સ વસુવિધા तद्धत्वध्यवसायात्मा भावतस्तु प्रकीर्तितः ॥१६६॥ અનુવાદ : કર્મની સાથે આત્માનો સંશ્લેષ તે બંધ. દ્રવ્યથી તે ચાર પ્રકારનો છે તથા તેના હેતુભૂત અધ્યવસાય ભાવથી બંધ કહેવાય છે. વિશેષાર્થ : આત્માના અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર અને નિર્જરા તત્ત્વ સાથેના સંબંધની વિચારણા કર્યા પછી હવે બંધ તત્ત્વ સાથેની આત્માના સંબંધની વિચારણા કરવામાં આવે છે. ૪૭૯ Jain Education Interational 2010_05 Page #525 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કર્મનો એટલે કે કર્મનાં પુગલરાશિનો આત્મા સાથે જે સંશ્લેષ અર્થાતુ સંબંધ થવો તેને બંધ કહેવામાં આવે છે. દ્રવ્યથી આ બંધ ચાર પ્રકારનો છે. એટલે કર્મબંધ ચાર પ્રકારે થાય છે : પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે કર્મનો સ્વભાવ અથવા પ્રકાર, સ્થિતિ એટલે આત્માની સાથે કર્મને રહેવાના કાળનું માપ, રસ એટલે કર્મનું સામર્થ્ય અથવા અનુભાગ અને પ્રદેશ એટલે દલિકોનો સમૂહ. કર્મના દ્રવ્યબંધના હેતુભૂત જે અધ્યવસાય એટલે કે આત્માનાં પરિણામ તે ભાવબંધ કહેવાય. દ્રવ્યબંધ પુદ્ગલ સાથેનો હોવાથી આત્માનો નથી. કર્મનાં પુદ્ગલોની સાથે કર્મનાં પુદ્ગલોનો જ સંબંધ થઈ શકે, પરંતુ એ બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાયો, રાગાદિક પરિણામો આત્માનાં જ હોવાથી આત્માને બંધરૂપ કહેલો છે. [૮૪૪] છત્યાત્મનાત્માનં યથા સર્પ તથાસુમાન્ ! तत्तद्भावैः परिणतो बध्नात्यात्मानमात्मना ॥१६७॥ અનુવાદ : જેમ સર્પ પોતાના શરીર વડે પોતાના શરીરને જ વટે છે, તેમ જીવ તે તે ભાવ વડે પરિણત થઈ પોતાના આત્મા વડે પોતાના આત્માને બાંધે છે. વિશેષાર્થ : આત્મા પોતાના ભાવ વડે કેવી રીતે બંધાય છે તે વિશે અહીં સર્પનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. સાપ જ્યારે ગૂંચળું વળે છે (આહાર પચાવવા, કાંચળી ઉતારવા વગેરે માટે) ત્યારે પોતે જ પોતાને બાંધે છે. તેમ આત્મા પોતાના રાગાદિ ભાવો વડે પોતાને જ બાંધે છે. શુદ્ધ એવો આત્મા અશુદ્ધ ભાવરૂપી આત્માથી બંધાય છે. આત્મા દ્રવ્યકર્મથી બંધાતો નથી કારણ કે આત્મા (જીવ) અને કર્મપુદ્ગલ એ બંને પૃથક દ્રવ્યો છે. તે બંને એકરૂપ થતાં નથી. એટલે આત્મા કર્મપુદ્ગલોથી બંધાતો નથી, પરંતુ પોતાના રાગાદિ પરિણામથી બંધાય છે એમ અશુદ્ધ નિશ્ચયનય કહે છે. [૮૪૫] વબતિ સ્વં યથા હોશalીટ: સ્વતંતfમઃા. आत्मनः स्वगतैर्भावैर्बन्धने सोपमा स्मृता ॥१६८॥ અનુવાદ : જેમ રેશમનો કીડો પોતાના જ તંતુઓ વડે પોતાને બાંધે છે તેમ આત્માના પોતાનામાં રહેલા ભાવો વડે થતા બંધન વિશે એ જ ઉપમા યાદ આવે છે. વિશેષાર્થ : આત્મા કેવી રીતે બંધાય છે એ માટે ગ્રંથકારશ્રીને બીજી ઉપમા યાદ આવે છે. આગળના શ્લોકમાં સર્પનું દષ્ટાન્ત આપ્યા પછી અહીં એ સમજાવવા માટે બીજું દૃષ્ટાન્ત કોશકાર કીડાનું એટલે રેશમના કીડાનું આપવામાં આવ્યું છે. રેશમના કીડાની પ્રવૃત્તિ જેઓએ નજરે જોઈ હશે તેને આ વાત તરત સમજાશે. એ કીડો પોતાની લાળ વડે તંતુઓ બનાવે છે અને એ તંતુઓ વડે પોતાના શરીરને વીટે છે, બાંધે છે. તેવી રીતે આત્મા સ્વગત ભાવોથી, પોતાના જ રાગાદિ પરિણામથી પોતાને જ બાંધે છે. ૪૮૦ Jain Education Intemational 2010_05 Page #526 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર એટલે આત્મા કર્મથી બંધાય છે અર્થાત્ કર્મપુદ્ગલોથી બંધાય છે એમ વ્યવહારમાં કહેવાય છે, પરંતુ વસ્તુતઃ આત્મા પોતાના વૈભાવિક પરિણામથી બંધાય છે એમ કહેવું વધુ યોગ્ય છે. [૮૪૬] ગંતૂનાં સાપરથાનાં વંધાર નહીશ્વર: तबंधकानवस्थानादबंधस्याप्रवृत्तितः ॥१६९॥ અનુવાદ : બંધ કરનારના અનવસ્થાનને લીધે તથા બંધરહિતની પ્રવૃત્તિના અભાવને કારણે ઈશ્વર અપરાધી જીવોને બંધ કરનાર નથી. વિશેષાર્થ : આત્મા દ્રવ્યકર્મથી બંધાતો નથી, પણ પોતાના સ્વભાવગત ભાવો વડે, પોતાનાં પરિણામોથી બંધાય છે. આની સામે એવી પણ એક માન્યતા રજૂ કરવામાં આવે છે કે જગતના જીવોને શુભાશુભ કર્મના બંધમાં નાખનાર ઈશ્વર છે. દુનિયાના કેટલાક ધર્મો સૃષ્ટિના કર્તા તરીકે તથા એના સંચાલક તરીકે ઈશ્વરને માને છે. ઈશ્વર જીવોને સારાં કામ માટે બક્ષિસ આપે છે અને અપરાધ માટે સજા કરે છે. બંધતત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો આ માન્યતાવાળા કહે છે કે ઈશ્વર સંસારના જીવોને બંધ કરનાર છે. આ સૃષ્ટિનું સંચાલન કોઈક અદષ્ટ તત્ત્વ કરી રહ્યું છે. એ અદષ્ટ તત્ત્વ તે જ ઈશ્વર. એ ઉપર બેઠો બેઠો સૃષ્ટિ ચલાવી રહ્યો છે. તે જીવોને એમનાં સારાનરસાં કામો માટે તે તે પ્રમાણે તે તે પ્રકારનાં પરિણામ ભોગવાવે છે ઈશ્વર સૃષ્ટિના કર્તા અને સંચાલક છે એ માન્યતા જૈન દર્શનને સ્વીકાર્ય નથી, કારણ કે તેમ માનવાથી ઘણા પ્રશ્નો ઊઠશે અને એના સંતોષકારક ઉત્તર આપી નહિ શકાય. ઈશ્વરે સૃષ્ટિ બનાવી, તો તે શાના વડે બનાવી ? એ તત્ત્વોને કોણે બનાવ્યાં ? ઈશ્વરને કોણે બનાવ્યો ? ઈશ્વર સર્વશક્તિમાન હોય તો આવી અપર્ણ, હલકી સષ્ટિ કેમ બનાવી ? જીવોને ઇનામ આપવાની કે શિક્ષા કરવાની ઇચ ' જીવોને ઇનામ આપવાની કે શિક્ષા કરવાની ઇચ્છા ઈશ્વરને કેમ થઈ ? વગેરે પ્રશ્નો થશે. બંધ તત્ત્વની દષ્ટિએ વિચારીએ તો ઈશ્વર પોતે બંધવાળો કે બંધ વગરનો ? જો ઈશ્વરને બંધવાળો માનીએ તો તેના બંધને કરનાર અન્ય ઈશ્વર માનવો પડશે અને એ ઈશ્વરનો પણ બીજો ઈશ્વર માનવો પડશે અને એ રીતે એનો અંત નહિ આવે. એટલે કે અનવસ્થા ઊભી થશે. હવે જો ઈશ્વરને બંધ વગરનો માનીએ તો બંધ વગરનાને પ્રવૃત્તિ શા માટે કરવી પડે ? પ્રવૃત્તિ એ તો બંધ છે. ઈશ્વર જો પ્રવૃત્તિ કરે તો રાગદ્વેષ આવ્યા વગર રહે નહિ અને જ્યાં રાગદ્વેષ હોય ત્યાં બંધ હોય જ. એટલે જીવના બંધતત્ત્વમાં ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી. ઈશ્વર જેવું કોઈ તત્ત્વ છે જ નહિ. જીવો પોતે જ પોતાનાં ભાવકર્મો વડે બંધાય છે એમ માનવું પડશે. [८४७] न चाज्ञानप्रवृत्त्यर्थे ज्ञानवनोदना ध्रुवा । ___ अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥१७०॥ અનુવાદ : વળી બુદ્ધિપૂર્વક કરવાનાં ન હોય એવાં સ્વમાદિ કાર્યોમાં તે (પ્રેરણા) જોવા ન મળતી હોવાથી, અજ્ઞાનજનિત પ્રવૃત્તિ માટે જ્ઞાનવાન(ઈશ્વર)ની પ્રેરણા અવશ્ય હોય જ નહિ. ૪૮૧ Jain Education Intemational 2010_05 Page #527 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સંસારમાં જીવોની વિવિધ પ્રકારની જે પ્રવૃત્તિઓ આપણે નિહાળીએ છીએ તેમાં કેટલીક પ્રવૃત્તિઓ જોતાં આપણને એમ લાગે છે કે માણસે કેવી સરસ અક્કલ-હોશિયારીથી પોતાનું કામ કર્યું છે, તો કેટલીક વાર લાગે કે અમુક માણસમાં જો અક્કલનો છાંટો પણ હોત તો એણે આમ ન કર્યું હોત. આમ જીવોની પ્રવૃત્તિ કાં તો બુદ્ધિથી થાય છે અને કાં તો અજ્ઞાનથી થાય છે. હવે જે વ્યક્તિ પોતાની બુદ્ધિથી કામ કરે છે તેમાં તો સમજી શકાય છે કે એના કામમાં એની બુદ્ધિની, એના વ્યવહારુ જ્ઞાનની પ્રેરણા રહી છે. પરંતુ અજ્ઞાની માણસ જે કંઈ સાચું કે ખોટું કામ કરે છે તેમાં કોઈકની પ્રેરણા તો રહેલી હોવી જોઈએ ને ? જે માણસને જે વસ્તુ ન આવડતી હોય તે બીજા જ્ઞાનવાન, અનુભવી પાસેથી પ્રેરણા મેળવીને શીખે છે. સુથાર, લુહાર, કડિયા વગેરેનાં કામો શિખાઉ માણસ જાણકાર પાસેથી પ્રેરણા મેળવીને શીખે છે તે આપણને જોવા મળે છે. માંદો માણસ દાક્તરની સલાહ અનુસાર દવા લઈને સાજો થાય છે તે પણ જોઈ શકાય છે. તેવી રીતે સંસારના અજ્ઞાની જીવોની કર્મબંધની જે પ્રવૃત્તિ થાય છે તેમાં પણ કોઈ અદષ્ટ જ્ઞાનવાનની પ્રેરણા રહેલી છે એમ સ્વીકારવું પડશે એવું ઈશ્વરવાદીઓ કહે છે. તેઓ કહે છે કે એ અદષ્ટ જ્ઞાનવાન તે ઈશ્વર છે. માટે અજ્ઞાની, અપરાધી જીવોને ઈશ્વર કર્મબંધ કરાવે છે. આ વાતનો અસ્વીકાર કરતાં જૈન દર્શન કહે છે કે અજ્ઞાનીની પ્રવૃત્તિમાં પ્રેરક તત્ત્વ ઈશ્વર છે એમ કદાપિ સ્વીકારી શકાય નહિ, કારણ કે સંસારમાં જેમ જ્ઞાનવાનની પ્રેરણાથી પ્રવૃત્તિ થાય છે તેમ જ્ઞાનવાનની પ્રેરણા વગર પણ પ્રવૃત્તિ થતી જોવા મળે છે. એ માટે ઉપાધ્યાયજી મહારાજ અહીં દૃષ્ટાન્ત આપે છે કે સ્વપ્રાવસ્થામાં કે બેહોશીમાં કે અજાણતાં માણસ બુદ્ધિ વગર કાર્ય કરે છે. એમાં કોઈ જ્ઞાનવાનની પ્રેરણા હોતી નથી. તેવી રીતે અજ્ઞાની જીવના કર્મબંધમાં પણ કોઈ જ્ઞાનવાનની પ્રેરણા સ્વીકારવાની જરૂર નથી. એમાં જીવ પોતાના જ શુભાશુભ ભાવબંધનાં પરિણામવાળો થાય છે. [૮૪૮] તથા મથતયા તુનતિશ પ્રવર્તે | बध्नन् पुण्यं च पापं च परिणामानुसारतः ॥१७१॥ અનુવાદ : પરિણામ અનુસાર પાપ અને પુણ્ય બાંધતો જીવ તથાભવ્યતાથી પ્રેરાઈને પ્રવર્તે છે. વિશેષાર્થ : કેટલાક ધર્મો એમ માને છે કે ઈશ્વર જેમ જેમ કરાવે તેમ તેમ જીવ કરે છે. બાજી ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર જેમ રમાડે તેમ જીવ રમે છે. હવે જો ઈશ્વર જેવા તત્ત્વનો સ્વીકાર કરવામાં ન આવે તો પ્રશ્ન એ થાય કે સંસારમાં જ્ઞાની કે અજ્ઞાની એવા સર્વ જીવો જે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે તે તેમની પાસે કોણ કરાવે છે ? એનો ઉત્તર આપતાં જૈન દર્શન કહે છે. પ્રત્યેક જીવ પોતાનામાં જે શુભાશુભ અધ્યવસાય થાય તે પ્રમાણે તે શુભાશુભ પ્રવૃત્તિ કરે છે. તે પુણ્ય કે પાપનો બંધ કરે છે. એટલે પુણ્ય અથવા પાપના કર્મબંધમાં તેની પોતાની તથાભવ્યતા એટલે કે તેવા પ્રકારના ભાવની યોગ્યતા રહેલી છે. જીવમાં ભવસ્થિતિ અનુસાર જેવાં જેવાં પરિણામ થાય તેને અનુરૂપ તે તેવાં કાર્યો કરે છે. એટલે તેમાં કોઈ જ્ઞાનવાન ઈશ્વરની અપેક્ષા રહેતી નથી. ૪૮૨ Jain Education Interational 2010_05 Page #528 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર [૮૪૯] રોથિત્યનુસારે | પ્રવૃત્તિ પિ યથા भवस्थित्यनुसारेण तथा बंधेऽपि वर्ण्यते ॥१७२॥ અનુવાદ : જેમ રોગની સ્થિતિ અનુસાર રોગીની પ્રવૃત્તિ થાય છે, તેમ ભવસ્થિતિ અનુસાર બંધ વિશે પણ તે કહેવાય છે. વિશેષાર્થ : જીવ કેવી રીતે કર્મબંધ કરે છે તે માટે અહીં રોગીનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. નીરોગી માણસ પોતાની સ્વેચ્છાએ પોતાનાં ખાનપાન વગેરેની પ્રવૃત્તિ કરે છે. પરંતુ માણસને રોગ થયો હોય, તાવ આવ્યો હોય, દમ ચડ્યો હોય, ચક્કર આવતાં હોય તો તે વખતે તે પ્રવૃત્તિ સ્વેચ્છાએ કરતો નથી, પણ તેનાથી થઈ જાય છે. દાક્તરે ભૂખ્યા રહેવાની અથવા અમુક વાનગી ખાવાની ના પાડી હોય, તો પણ રોગી તેની અવગણના કરીને ખાઈ લે છે. દાક્તરે સંયમના પાલનની સલાહ આપી હોય છતાં માણસ અસંયમી બની જાય છે. આવું કાર્ય રોગી પાસે કોણ કરાવે છે ? વળી કોઈક રોગીનો રોગ લાંબો સમય ચાલે છે અને કોઈક રોગીને તરત મટી જાય છે એવું કેમ બને છે ? એમાં રોગની સ્થિતિ જ કારણભૂત છે. તેવી રીતે પ્રત્યેક જીવની ભવસ્થિતિ અલગ અલગ હોય છે. કોઈકની તે દીર્ઘ હોય છે અને કોઈકની અલ્પ હોય છે. પ્રત્યેક જીવ પોતાની ભાવસ્થિતિ અનુસાર શુભાશુભ કર્મ બાંધે છે. જેની દીર્ઘ સ્થિતિ હોય તે તેવાં કર્મ બાંધે છે અને જેની અલ્પ સ્થિતિ હોય તે તેવાં કર્મ બાંધે છે. ભવસ્થિતિનો પરિપાક થાય ત્યારે જીવ મુક્તિ મેળવે છે. [૮૫] નિશ્ચયતસ્વીત્મા વ વંદશં भयकंपादिकं किन्तु रज्जावहिमतेरिव ॥१७३॥ અનુવાદ : શુદ્ધ નિશ્ચયનયથી તો આત્મા બંધાતો નથી, પરંતુ બંધની શંકા થતાં તે, દોરડામાં સાપ(અહિ)ની ભ્રાન્તિ થાય તેમ, ભય, કંપ વગેરે પામે છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકોમાં જીવના કર્મબંધની જે વિચારણા કરી તે અશુદ્ધ નિશ્ચયનયથી કરી છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે તો આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોક્તા નથી. એટલે આત્માને કર્મબંધ છે જ નહિ એમ નિશ્ચયનય કહે છે. આમ છતાં, જેઓ નિશ્ચયનય અનુસાર એમ દઢપણે માને છે કે આત્મા કર્મથી બંધાતો નથી કે છૂટતો નથી એવા ઉચ્ચ કોટિના સભ્યદૃષ્ટિ સાધક મહાત્માઓ ચોરી, અસત્યવચન, નિંદા, માયાકપટ ઇત્યાદિ પ્રકારનાં પાપ કરતાં ડરે છે, અચકાય છે, ભયકંપાદિ અનુભવે છે તેનું કારણ શું ? એવાં કૃત્યો કરતાં તેઓએ અચકાવું ન જોઈએ કારણ કે તેઓ માને છે કે આત્મા કંઈ કરતો નથી. આ શંકાનો અહીં ખુલાસો આપવામાં આવ્યો છે કે જેમ અંધારામાં દોરડું હોય છતાં તે સર્પ છે એવી શંકા જતાં માણસ ભયભીત થાય છે, તેવું સાધક મહાત્માઓને થાય છે. આત્માને કર્મબંધ થતો નથી, પણ કર્મબંધ થાય છે એવી શંકા તેઓને થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જોવાની તેમની દૃષ્ટિ હોય છે, તેમ છતાં દેહ અને આત્માની અવિરત સહસ્થિતિને કારણે અને સંસારી જીવોની દશા સતત નજર સામે આવતી હોવાને કારણે એવી શંકા તેઓને થાય છે. ૪૮૩ Jain Education Interational 2010_05 Page #529 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૮૫૧] દહાજ્ઞાનમથી શાનામપનિષવ: | अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकांक्षिणः ॥१७४॥ અનુવાદ : આ દઢ અજ્ઞાનમય શંકાને દૂર કરવા ઇચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા તેઓ અધ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે “આત્મા વિશુદ્ધ છે. તે કર્મથી અબદ્ધ છે.– એવું નિશ્ચયનયથી માનવાવાળા સાધક મહાત્માઓને પણ બંધની શંકાને કારણે ભયકંપાદિ રહે છે. હવે જો તે તત્ત્વજ્ઞાનીઓ એમ જાણતા હોય કે આત્મા ક્યારેય બંધાતો નથી, તો પછી તેઓ વૈરાગ્યની આકાંક્ષાવાળા કેમ થાય છે અને અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવાની શા માટે ઇચ્છા કરે છે ? આત્માને જો કર્મનો બંધ થતો હોય તો તે અટકાવવા માટે વૈરાગ્યની જરૂર રહે. વળી ‘હું વિશુદ્ધ આત્મા છું. હું કર્મનો કર્તા નથી કે ભોક્તા નથી. મારા આત્માને કોઈ કર્મબંધ હોઈ શકે નહિ– એવું માનવાવાળા તત્ત્વજ્ઞાનીઓને માટે પછી શાસ્ત્રશ્રવણ નિરર્થક ન નીવડે ? આના ઉત્તરરૂપે આ શ્લોકમાં કહેવાયું છે કે તાત્વિક રીતે જોતાં તો જીવ કર્મથી બંધાયેલો નથી. તે કર્મથી બંધાયેલો ન હોવાથી, કર્મના નિવારણ માટે જે વૈરાગ્યની જરૂર રહે છે તેની એને જરૂર રહેતી નથી. પરંતુ અનાદિકાળના દેહાધ્યાસથી ઉદ્ભવતા દઢ અજ્ઞાનને કારણે હું બંધાયેલો છું’ એવી શંકા સાધકોને પણ થાય છે. એટલે એ શંકાને દૂર કરવાની ઇચ્છાવાળા સાધકો પણ પોતાની શંકાને દૂર કરવાના ઉપાય તરીકે અને પોતાની ઉચ્ચ દશા ટકાવવા માટે વૈરાગ્યની આકાંક્ષા રાખે છે અને પોતાને વૈરાગ્ય ઊપજે અને ટકી રહે એટલા માટે અદ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે. એટલે શુદ્ધ નિશ્ચયનયમાં માનવાવાળા સાધક મહાત્માઓ પોતાની શંકાને દૂર કરવા માટે અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની ઇચ્છા રાખે તેમાં કશું અયોગ્ય નથી. અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની તેઓ ઇચ્છા કરે છે તેથી “આત્મા કર્મથી બંધાઈ જાય છે એમ માનવાની જરૂર નથી. “આત્મા કર્મથી અબદ્ધ છે’– એવી તેમની માન્યતામાં ફરક પડતો નથી. [૮૫] વિશ: પ્રવૐ શાપલ્લીન્દ્રાયેન તપુનઃ | प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ॥१७५॥ અનુવાદ : તે (અધ્યાત્મશાસ્ત્ર) પણ, શાખાચંદ્રન્યાયની જેમ, દિશા બતાવનાર છે, કારણ કે પરોક્ષ (શાબ્દ) જ્ઞાન પ્રત્યક્ષ વિષયની શંકાને દૂર કરતું નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અધ્યાત્મશાસ્ત્રનું કામ તો માત્ર દિશા બતાવવાનું છે. ત્યાં પહોંચાડવાનું એનું કામ નથી. એટલે કે અધ્યાત્મશાસ્ત્ર દ્વારા થતું અબદ્ધ આત્માની અવસ્થાનું જે જ્ઞાન છે તે શાબ્દ છે, પરોક્ષ છે, જયારે આત્માના બંધ વિશે થયેલી શંકા તે પ્રત્યક્ષ છે. પરંતુ પ્રત્યક્ષ શંકાને પરોક્ષ જ્ઞાન દૂર કરી શકતું નથી. અહીં દિશા બતાવવા માટે “શાખાચંદ્ર ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આકાશમાં બીજનો ચંદ્રમાં હોય અને કોઈને તે દેખાતો ન હોય તો પહેલાં એને નજીકનો કોઈ મોટો પદાર્થ બતાવવો પડે, ૪૮૪ Jain Education Intemational 2010_05 Page #530 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર જેમ કે વૃક્ષની શાખા બતાવવી અને પછી એ શાખાથી કેટલા અંતરે, ઊંચે કે નીચે ચંદ્ર છે તે બતાવવું. આમ કરવાથી તેને ચંદ્રની દિશાની ખબર પડે છે. સંસ્કૃત ભાષામાં આવા જ પ્રકારનો બીજો ન્યાય છે : ‘વસિષ્ઠ-અરુંધતી ન્યાય'. અરુંધતીના નામનો તારો એટલો ઝીણો છે કે આકાશમાં એ ક્યાં છે તે તરત દેખાય નહિ. એટલે પહેલાં વસિષ્ઠ નામનો મોટો તારો બતાવવામાં આવે અને પછી એ તારાથી અરુંધતીનો તારો કઈ દિશામાં કેટલો છેટે છે તે કહેવામાં આવે. એથી જોનારને અરુંધતીનો તારો દેખાય છે. આ રીતે અધ્યાત્મશાસ્ત્રનું કામ દિશા બતાવવાનું છે. આ શાસ્ત્રનું જ્ઞાન પરોક્ષ બુદ્ધિરૂપ છે. તે પ્રત્યક્ષ વિષયની શંકાને તરત દૂર કરી શકતું નથી. જેમ કોઈ માણસ જાદુના ખેલ જોતો હોય તો મનથી એને ખબર હોય કે આ સાચું નથી, માત્ર યુક્તિ છે. પરંતુ પ્રત્યક્ષ જે જાદુભી ઘટના જુએ છે એ એને સત્ય જેવી ભાસે છે. એ વિશેની એની શંકા તરત દૂર થતી નથી. તેવી રીતે આત્મા અબદ્ધ છે એમ શાસ્ત્ર દ્વારા જાણવા છતાં સંસારમાં શરીરધારી જીવોની કર્મના ઉદય અનુસાર થતી ગતિ પ્રત્યક્ષ દેખાય છે. વળી અબદ્ધ આત્મા ઇન્દ્રિયોથી દેખાતો નથી. એટલે એની શંકા તરત દૂર થતી નથી. [૮૫૩] શંઘે ચૈત્યાનુમાનેઽપોષાત્વીતત્વધીર્યથા । शास्त्रज्ञानेऽपि मिथ्याधीसंस्काराद्बधधीस्तथा ॥ १७६ ॥ અનુવાદ : જેમ શંખમાં શ્વેતપણું અનુમાનથી જાણવા છતાં દોષને કારણે તેમાં પીળાપણાની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં પણ મિથ્યાબુદ્ધિના સંસ્કારથી (આત્મામાં) બંધની બુદ્ધિ (બંધધી) થાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકના વક્તવ્યને વધુ સ્પષ્ટ કરવા માટે અહીં એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે. શંખ શ્વેત છે એ સૌ કોઈ જાણે છે. હવે કોઈ માણસને કમળાનો રોગ થયો હોય તો તેને બધું પીળું પીળું દેખાય છે. એને મનથી ખબર છે કે શંખ ધોળો છે, છતાં પ્રત્યક્ષ પીળો દેખાય છે. પીળો દેખાવાને કારણે એના મનમાં શંકા રહ્યા કરે છે કે શંખ પીળો છે. એવી રીતે શાસ્ત્ર દ્વારા જીવને જ્ઞાન થાય છે કે આત્મા અબદ્ધ છે, નિરંજન છે, તો પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા દેહાધ્યાસના સંસ્કારને લીધે એટલે કે મિથ્યાબુદ્ધિના સંસ્કારને લીધે એને શંકા રહે છે કે આત્મા કર્મથી બદ્ધ છે. આમ શાસ્ત્ર દ્વારા જ્ઞાન થતું હોવા છતાં શંકા તરત ટળતી નથી. [૮૫૪] શ્રુત્વા મત્લા મુ: શ્રૃત્વા સાક્ષાનુપ્રવત્તિયે। तत्त्वं न बंधधीस्तेषामात्माऽबंधः प्रकाशते ॥ १७७॥ અનુવાદ : જેઓ વારંવાર તત્ત્વને સાંભળીને, મનન કરીને, સ્મરણ કરીને તેનો સાક્ષાત્ અનુભવ કરે છે તેઓને બંધની બુદ્ધિ (બંધધી) હોતી નથી. તેઓનો આત્મા બંધરહિત પ્રકાશે છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે આત્મા અબુદ્ધ એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જીવને મિથ્યાબુદ્ધિના સંસ્કારને લીધે ભ્રમબુદ્ધિ રહે છે કે આત્માને કર્મબંધ હોય છે. એટલે શાસ્ત્રજ્ઞાનથી ભ્રમબુદ્ધિનું _2010_05 ૪૮૫ Page #531 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નિવારણ થતું નથી. તો પછી પ્રશ્ન થશે કે જો શાસ્ત્રજ્ઞાન શંકાનું નિવારણ ન કરી શકે એમ હોય તો પછી એ શાસ્ત્રજ્ઞાન નિરર્થક કે વ્યર્થ છે એણ જ ગણવું જોઈએ. પરંતુ એમ નથી. શાસ્ત્રજ્ઞાન નિરર્થક નથી. આત્મા અબદ્ધ છે એમ નિશ્ચયનયથી બતાવનાર શાસ્ત્ર નિરર્થક હોઈ જ ન શકે. પરંતુ જીવે એનો જેટલો અને જેવો ઉપયોગ કરવો જોઈએ તે થયો નથી. એ માટે શાસ્ત્રનાં વચનો વારંવાર સાંભળવા જોઈએ, વારંવાર એનું મનન કરવું જોઈએ અને વારંવાર એનું સ્મરણ કરવું જોઈએ. એમ સતત અભ્યાસ કરવાથી, આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરષાર્થ કરવાથી આત્માના અબદ્ધ સ્વરૂપનું વેદના થાય છે, અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ જ્યારે થાય ત્યારે મિથ્યા બંધબુદ્ધિનું નિવારણ થાય છે. આત્મા વિભાવદશાની અસરથી ત્યારે મુક્ત થવા લાગે છે અને બંધરહિત પ્રકાશવા લાગે છે. [૮૫૫] દ્રવ્યમોક્ષ: ક્ષયઃ વર્મા નાત્મન્નક્ષપામ્ भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥१७८॥ અનુવાદ : કર્મદ્રવ્યોનો ક્ષય તે દ્રવ્યમોક્ષ છે. તે આત્માનું લક્ષણ નથી, તેના (દ્રવ્યમોક્ષના) હેતુભૂત રત્નત્રયીથી યુક્ત એવો આત્મા તે ભાવમોક્ષ છે. વિશેષાર્થ : આ શ્લોકમાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ તથા દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષ વચ્ચે રહેલા સૂક્ષ્મ ભેદની સ્પષ્ટતા કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જયારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળજ્ઞાન પ્રગટ થયા પછી જયારે ચારે અઘાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે જીવને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. આમ વ્યવહારનય કહે છે. શુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા દ્રવ્યકર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. તો પછી દ્રવ્યકર્મમાંથી એને મુક્તિ મેળવવાનો પ્રશ્ન રહેતો નથી. આત્માનું એ લક્ષણ નથી. આત્મા ભાવકર્મનો કર્તા છે અને એણે ભાવકર્મમાંથી મુક્તિ મેળવવાની છે. આત્માની વિભાવ દશા, આત્મામાં ઊઠતા રાગાદિ પરિણામો એ ભાવકર્મ છે. આત્માના પ્રદેશોમાં લાગેલાં કર્મનાં દળિયામાંથી આત્માએ મુક્તિ મેળવવી જોઈએ એવું આત્માનું સ્વરૂપ નથી એમ નિશ્ચયનય કહે છે. કર્મનાં દળિયાં પુદ્ગલાસ્તિકાય છે, અજીવ દ્રવ્ય છે. આત્મા ચેતન દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરતું નથી એમ નિશ્ચયનય કહે છે. દરેક દ્રવ્ય પોતાનામાં પરિણમે છે. આત્મા પોતે જ પોતાનામાં જો એવી રીતે પરિણમે તો પછી કર્મનાં પુગલ પરમાણુઓ ત્યાં રહી શકે જ નહિ. આવું પરિણમવું તે ભાવમોક્ષ છે. ચાર પ્રકારનાં ઘાતી કર્મ છે અને ચાર પ્રકારનાં અઘાતી કર્મ છે અને આ આઠે પ્રકારનાં કર્મનો ક્ષય થાય છે એ વાતનો અસ્વીકાર નિશ્ચયનય કરતો નથી. પરંતુ તે એમ કહે છે કે એ દ્રવ્યકર્મોનો દ્રવ્યમોક્ષ છે. કર્મોનો ક્ષય થવો તે કર્મોનો પર્યાય છે. આત્માનો તે સ્વભાવ નથી. આત્મા દ્રવ્યકર્મોથી સ્વતંત્ર છે. આત્માનો ભાવમોક્ષ થવો જોઈએ. એ કેવી રીતે થાય ? આત્મા જયારે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીથી સંપૂર્ણપણે અન્વિત થાય, યુક્ત થાય ત્યારે ભાવમોક્ષ થાય. આત્મા જયારે વિભાવમાંથી ખસી સ્વભાવમાં સ્થિર થાય, રાગદ્વેષાદિ પરિણામો એનામાંથી સર્વથા ४८६ Jain Education Intemational 2010_05 Page #532 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર નીકળી જાય અને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી પોતાના ગુણોને પ્રગટાવી એની સાથે તે એકાકાર થઈ જાય એટલે ભાવમોક્ષ થાય. અલબત્ત, એટલું સાચું છે કે આ ભાવમોક્ષ તે દ્રવ્યમોક્ષનો હેતુ બને છે. એટલે કે જ્યાં સુધી ભાવમોક્ષ નથી ત્યાં સુધી દ્રવ્યમોક્ષ પણ નથી. જેવો ભાવમોક્ષ થાય એટલે દ્રવ્યમોક્ષ આપોઆપ થાય જ છે. [૮૫૬] જ્ઞાન નાભૈિરાન્ચે વચ્ચે નમત્તે થવા | कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥१७९॥ અનુવાદ : જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે આત્માનું ઐક્ય સધાય છે ત્યારે કર્મો જાણે કુપિત થયાં હોય તેમ તત્કાળ જુદાં પડી જાય છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તેના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે આત્મા જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી પોતાના ગુણો સાથે એકતા પામે છે ત્યારે ભાવમોક્ષ થાય છે અને ભાવમોક્ષથી દ્રવ્યમોક્ષ આપોઆપ થઈ જાય છે. આ ભાવમોક્ષ એ તેરમા-ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ છે. જ્યારે આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન અને સર્વસંવરરૂપી ચારિત્ર-એવા ઉત્કૃષ્ટ ગુણો સાથે ઐક્ય અનુભવે છે ત્યારે જાણે કે ક્રોધે ભરાયેલાં હોય તેમ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મો પોતાની મેળે છૂટાં પડી જાય છે. - બે માણસોને જ્યાં સુધી પરસ્પર મૈત્રી હોય છે ત્યારે તેઓ અત્યંત નિકટતા અનુભવે છે. પરંતુ જ્યારે તેઓ વચ્ચે અણબનાવ થાય છે ત્યારે તેઓ ક્રોધે ભરાઈ એકબીજાથી છૂટા પડે છે. જીવ જ્યાં સુધી વિભાવ દશામાં હોય છે ત્યાં સુધી કર્મો એની સાથે મૈત્રી રાખે છે અને એને વળગેલાં રહે છે. પણ જીવ જ્યારે પોતાના રત્નત્રયીરૂપ સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે એને કર્મો સાથે અણબનાવ થાય છે. એ વખતે જાણે કે કુપિત થયેલાં કર્મો એને છોડીને ભાગી જાય છે. અહીં આ માત્ર રૂપકશૈલીથી કહ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તાત્પર્ય એ છે કે આત્માએ કર્મોમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ એમ કહેવા કરતાં એણે પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં એવા સ્થિર થઈ જવું જોઈએ કે કર્મોને ત્યાં રહેવાનું ગમે જ નહિ અને ફાવે પણ નહિ. ત્યારે કર્મોને રહેવાને કોઈ અવકાશ રહે નહિ. એટલું લક્ષમાં રહેવું જોઈએ કે ભાવમોક્ષ વગર દ્રવ્યમોક્ષ નથી. [૮૫૭] મતો રત્નત્રયં મોક્ષમાવે કૃતાર્થતા ! पाषण्डिगणलिङ्गश्च गृहिलिगैश्च का पि न ॥१८०॥ અનુવાદ ઃ આમ રત્નત્રય મોક્ષ છે. તેના અભાવમાં પાખંડી ગણના વેશથી કે ગૃહસ્થ લિંગથી કંઈ પણ કૃતાર્થતા નથી. વિશેષાર્થ : સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીની સાધના જ મોક્ષસ્વરૂપ છે. એ પરિપૂર્ણ થતાં દ્રવ્યકર્મો સ્વયમેવ ચાલ્યાં જાય છે. આમ મોક્ષમાર્ગમાં આ રત્નત્રયીની જ પ્રધાનતા છે. પરંતુ સંસારમાં ભિન્નભિન્ન ધર્મના ક્ષેત્રે ધર્મનું આચરણ અનેક રૂપે જોવા મળે છે. એવું આચરણ કરનારા ४८७ Jain Education Intemational 2010_05 Page #533 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર કેટલાક વ્રતધારી સાધુ સંન્યાસીઓ હોય છે, તો કેટલાક ગૃહસ્થો પણ હોય છે. એમાં જૈન સાધુઓ હોય છે અને વ્રતધારી શ્રાવકો પણ હોય છે. રત્નત્રયીની આરાધના એના પ્રથમ દિવસે જ પરિપૂર્ણ થઈ જાય છે એવું નથી. એ પરિપૂર્ણ થતાં, દેશકાળ અનુસાર કેટલાંયે વર્ષો નીકળી જાય છે, અને કેટલાયે ભવો ચાલ્યા જાય છે. તેમાં ગુણસ્થાનકે વર્તતા કેવળજ્ઞાની મહાત્માઓમાં એ રત્નત્રયનો આવિર્ભાવ પરિપૂર્ણ સ્વરૂપે હોય છે અને ચોથાથી બારમા ગુણસ્થાનકે વર્તતા મહાત્માઓમાં એ આવિર્ભાવ અંશે હોય છે. પરંતુ જયાં સુધી રત્નત્રયીનો આવિર્ભાવ હોય છે ત્યાં સુધી તેઓ યોગ્ય દિશામાં હોય છે. એમની આરાધના સાર્થક અથવા કૃતાર્થ છે. પરંતુ કહેવાતા ધર્માચરણવાળા કેટલાયે એવા માણસો હોય છે કે જેમનામાં રત્નત્રયીનો જ અભાવ હોય છે. તેઓએ સાધુનો વેષ ધારણ કર્યો હોય છે કે તેઓ ગૃહસ્થના વેષમાં હોય છે. અહીં ‘પાખંડી' શબ્દ જુદા જુદા મત-પંથના જેઓ માત્ર વેશધારી સાધુ હોય તેમને માટે પ્રયોજાયો છે. તેઓ જૈન હોય બજૈન પણ હોય. તેઓ દંભી અને માયાકપટવાળા હોય કે ન પણ હોય. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી આત્માના ગુણોનો આવિર્ભાવ અંશે પણ તેમનામાં ન થયો હોય ત્યાં સુધી તેમની કહેવાતી સાધનાનું કોઈ મૂલ્ય નથી. જેવું વેશધારી સાધુની બાબતમાં કહી શકાય તેવું જ ગૃહસ્થ શ્રાવકોની બાબતમાં પણ કહી શકાય. બાહ્ય ધર્મક્રિયાઓ રત્નત્રયીના આવિર્ભાવમાં જો નિમિત્ત બની શકે તો જ એની ઉપયોગિતા છે. જો તે નિમિત્ત ન બની શકે તો મોક્ષમાર્ગ માટે તે વ્યર્થ છે [૮૫૮] પારવૃUિCTUનિષ ગૃદિત્રિપુ ચે રતા: न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥१८१॥ અનુવાદ : જેઓ પાખંડી ગણના વેશમાં કે ગૃહસ્થીના વેશમાં આસક્ત છે તે બાળબુદ્ધિવાળા સિદ્ધાન્ત(સમય)ના તત્ત્વ(સાર)ને જાણનારા નથી. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે જેઓ માત્ર વેશ ધારણ કરવામાં જ રાચનારા છે તેઓ બાલબુદ્ધિવાળા છે. તેઓ સમયના સારને જાણતા નથી. સમય એટલે સિદ્ધાન્ત અથવા શાસ્ત્ર. સમય એટલે આત્મા. જેઓ બાહ્ય વેશ અને બાહ્ય આચારોને જ મુખ્ય ગણે છે અને એનો જ મહિમા ગાયા કરે છે, પરંતુ અંદરની પરિણતિ પામતા નથી, આત્મસ્વરૂપમાં રમણતા કરતા નથી, આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશિત કરતા નથી તેઓ સમયસારને જાણતા નથી. આવા જીવો હજુ બાળબુદ્ધિવાળા એટલે કે સાવ પ્રાથમિક દશાના છે. તેઓ મોક્ષમાર્ગને યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા નથી. [૫૯] માર્વત્રિકરતા થે યુઃ સર્વસારવિવો દિ તેઓ लिंगस्था वा गृहस्था वा सिध्यन्ति धूतकल्मषाः ॥१८२॥ અનુવાદ : જેઓ ભાવલિંગમાં આનંદિત છે તેઓ સર્વ સારને જાણનારા છે. લિંગસ્થો હોય કે ગૃહસ્થો હોય, પરંતુ નિષ્પાપ એવા તે સિદ્ધિપદને પામે છે. ૪૮૮ Jain Education Intemational 2010_05 Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિશેષાર્થ : માત્ર દ્રવ્યલિંગમાં જ ઇતિશ્રી માનનારા જીવો બાલબુદ્ધિવાળા છે. તેઓ શાસ્ત્રનો સાર જાણતા નથી. પરંતુ જેઓ ભાવલિંગી છે તેઓ સર્વ શાસ્ત્રના સારરૂપ આત્માને જાણે છે. જે ભાવલિંગી હોય તે પંચ મહાવ્રતધારી સાધુ જ હોવા જોઈએ એવું અનિવાર્ય નથી. ભાવલિંગી ગૃહસ્થ પણ હોઈ શકે. ભાવલિંગી એટલે ભાવથી અર્થાત્ આંતરિક પરિણામથી; તથા લિંગી એટલે સમ્યગ્ જ્ઞાનાદિરૂપ લક્ષણ જેઓએ પ્રગટાવ્યું હોય તે. આવા આત્માઓ પોતાના જ્ઞાનાદિ ગુણોને જેમ જેમ પ્રકાશિત કરતા જાય છે તેમ તેમ તેઓનો કર્મરૂપી મળ સ્વયમેવ નાશ પામતો જાય છે અને એ રીતે ઉત્તરોત્તર જ્ઞાનાદિ ગુણમાં વૃદ્ધિ પામતા જઈ, ઉપર ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરતા જઈ છેવટે તેઓ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. [CEO] भावलिंगं हि मोक्षांगं द्रव्यलिंगमकारणम् । द्रव्यं नात्यंतिकं यस्मान्नाप्यैकान्तिकमिष्यते ॥ १८३॥ અનુવાદ : ભાવલિંગ એ જ મોક્ષનું અંગ છે ; દ્રવ્યલિંગ એનું કારણ નથી, કારણ કે દ્રવ્યને આત્યંતિક તેમજ ઐકાંતિક ઇચ્ચું નથી. (એટલે તેવું થઈ શકે નહિ.) વિશેષાર્થ : આગળ કહ્યું તે પ્રમાણે રત્નત્રયીરૂપી ભાવલિંગ જ મોક્ષનું અંગ છે. બાહ્ય વેષાદિ લક્ષણોરૂપી દ્રવ્યલિંગ મોક્ષનું અંગ નથી કે કારણ નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં ગ્રંથકારશ્રીએ અહીં કહ્યું છે કે દ્રવ્યલિંગ સૈકાન્તિક પણ થઈ શકતું નથી અને આત્યંતિક પણ થઈ શકતું નથી. અહીં ‘ઐકાન્તિક’ અને ‘આત્યંતિક’ એ ન્યાયની પરિભાષાના બે શબ્દો પ્રયોજવામાં આવ્યા છે. એ મુજબ : (૧) દ્રવ્યલિંગ ઐકાન્તિક નથી અને આત્યંતિક નથી. (૨) ભાવલિંગ ઐકાન્તિક છે અને આત્યંતિક પણ છે. ઐકાન્તિક એટલે કે અંત સુધી, છેડા સુધી લઈ જનારું. છેવટ સુધી એ તો હોય જ. એના વગર ન ચાલે. એકાન્તિક (Exclusive) એટલે એવું લક્ષણ કે જ્યાં એ હોય ત્યાં કાર્ય હોય જ, એના અભાવમાં કાર્યનો પણ અભાવ હોય. પરંતુ દ્રવ્યલિંગ માટે એ પૈકાન્તિક છે એમ નહિ કહી શકાય. જો દ્રવ્યલિંગ (મુનિનાં બાહ્ય વેષાદિરૂપ લક્ષણ) હોય તો જ મોક્ષની પ્રાપ્તિ થાય અને ન હોય તો ન થાય એમ નહિ કહી શકાય. ગૃહસ્થ વેશે પણ જીવો મોક્ષે ગયા છે. એટલે કે દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી. મતલબ કે દ્રવ્યલિંગ ઐકાન્તિક નથી. ભાવલિંગ માટે એમ કહેવું પડે કે જ્યાં જ્યાં જ્ઞાનાદિ ગુણોના આવિર્ભાવરૂપ-રત્નત્રયીરૂપ ભાવલિંગ છે ત્યાં મોક્ષપ્રાપ્તિનું કાર્ય અવશ્ય સિદ્ધ થઈ શકે. જ્યાં ભાવલિંગનો અભાવ હોય ત્યાં મોક્ષપ્રાપ્તિ ક્યારેય ન થઈ શકે. આ રીતે ભાવલિંગ ઐકાન્તિક છે. એટલે કે જ્યાં ભાવલિંગ છે ત્યાં મોક્ષ છે અને જ્યાં ભાવલિંગ નથી ત્યાં મોક્ષ નથી. હવે ‘આત્યંતિક’ શબ્દ લઈએ. આ શબ્દનો સાદો અર્થ છે વધારે પડતું, અંતિમ કોટિનું (Extreme). કોઈપણ વાત ઉપર ગમે તેટલો વધારે પડતો ભાર દઈએ તો પણ એ ખોટી ન ઠરે. છેવટ સુધી એ ટકી _2010_05 ૪૮૯ Page #535 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર રહે. દ્રવ્યલિંગ ઉપર વધારે પડતો ભાર દઈ શકાશે નહિ, કારણ કે એના અભાવમાં પણ મોક્ષપ્રાપ્તિનું કાર્ય થઈ શકે છે. ભાવલિંગ ઉપર અતિશય ભાર દેવા છતાં તે અયોગ્ય નહિ ઠરે, કારણ કે એના અભાવમાં મોક્ષપ્રાપ્તિનું કાર્ય ક્યારેય સિદ્ધ નહિ થઈ શકે. આત્યંતિકનો બીજો અર્થ એવો કરી શકાય કે અંત સુધી જેને વધારતા જઈ શકાય અથવા જેની ઉત્તરોત્તર થતી વૃદ્ધિ વચ્ચે ક્યાંય કાયમ માટે અટકી ન જાય, પણ અંત સુધી પહોંચાડે. આ અર્થમાં દ્રવ્યલિંગ આત્યંતિક ન થઈ શકે, પણ ભાવલિંગ આત્યંતિક થઈ શકે. ભાવલિંગ રત્નત્રયીની પરિપૂર્ણતા સુધી, કેવળજ્ઞાન અને સિદ્ધગતિ સુધી પહોંચાડી શકે, પહોંચાડે છે. અહીં દ્રવ્યલિંગને “અકારણ’ કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ, ઉપાદાનકારણ તરીકે સમજવાનું છે. દ્રવ્યલિંગ ભાવલિંગનું, મોક્ષપ્રાપ્તિનું નિમિત્ત કારણ થઈ શકે, ઉપાદાન કારણ નહિ. ભાવલિંગ ઉપાદાન કારણ છે. નિશ્ચયનયમાં નિમિત્ત કારણોનું મહત્ત્વ નથી. માટે દ્રવ્યલિંગને “અકારણ” કહ્યું છે. પરંતુ એનો અર્થ એવો નથી કે દ્રવ્યલિંગ સદા સર્વદા નિરર્થક છે. એની પણ અપેક્ષાએ ઉપયોગિતા છે. [૮૬૧] યથાનીતિ શાર્તિામર્શાવ્યfમારિ ઘેત્ | विपक्षबाधकाभावात् तद्धेतुत्वे तु का प्रमा ॥१८४॥ અનુવાદ : કેવી રીતે જન્મ થયો તેવી (યથા જાત-નગ્ન) દશારૂપ લિંગ (વેષ) અર્થથી અવ્યભિચારી કારણ છે, જો એમ હોય તો પણ વિપક્ષમાં બાધક પ્રમાણનો અભાવ હોવાથી તેના હેતુત્વમાં શું પ્રમાણ છે? વિશેષાર્થ : દ્રવ્યલિંગ કરતાં ભાવલિંગની જ મહત્તા સવિશેષ છે. દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી. હવે દિગંબર મતમાં માનવાવાળા મુનિઓ વિશે વિચાર કરીશું. દિગંબર મુનિઓએ સાધુનો કોઈ અમુક પ્રકારનો વેશ તો ધારણ કર્યો નથી હોતો. તેઓ તો યથાજાતદશામાં હોય છે. “યથા” એટલે જેવી રીતે અને “જાત” એટલે જન્મેલા. બાળક જન્મે ત્યારે નગ્નાવસ્થામાં હોય છે. એવી જ અવસ્થા દિગંબર મુનિઓની હોય છે. જો તેઓએ કોઈ વેશ ધારણ કર્યો ન હોય તો તેઓને દ્રવ્યલિંગી કહી શકાય ? હા, કારણ કે ભલે તેઓએ વેશ ધારણ ન કર્યો હોય તો પણ એમની નગ્નાવસ્થા એ એમના મુનિપણાનું બાહ્ય લક્ષણ અથવા ઓળખ બને છે, એટલે કે નગ્નપણું એ એમને માટે દ્રવ્યલિંગ છે. - હવે દિગંબર મત એમ કહે છે કે જ્યાં સુધી દીક્ષિત સાધુઓની નગ્નાવસ્થા નથી હોતી ત્યાં સુધી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. નગ્નાવસ્થારૂપી લિંગ યાને લક્ષણ મોક્ષપ્રાપ્તિ માટે આવ્યભિચારી કારણ છે. વ્યભિચારી એટલે ક્યારેક હોય અને ક્યારેક ન હોય. એકની પ્રત્યે કાયમ વફાદાર અને વળગેલું તે ન હોય. અવ્યભિચારી એટલે જે કાયમ સાથે ને સાથે જ હોય, વફાદાર હોય. નગ્નાવસ્થા કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષપ્રાપ્તિ સુધી સાથે ને સાથે જ હોય. ક્યારેય તે અળગી ન હોઈ શકે. એટલે યથાજાતદશા મોક્ષપ્રાપ્તિ માટે આવ્યભિચારી કારણ છે એમ દિગંબર મત કહે છે. હવે આ વિશે અહીં તર્કની પરિભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. કોઈપણ એક વિષયમાં શાસ્ત્રાર્થ કે વાદવિવાદ થતો હોય ત્યારે તેમાં સામા પક્ષે એટલે કે વિપક્ષે કરેલી દલીલનું ખંડન કરવાનું હોય છે. પોતાના પક્ષનું સમર્થન કરે એવી એટલે કે પોતાનો પક્ષ સાથે એવી સાધક દલીલો જેમ ૪૯૦ Jain Education Intemational 2010_05 Page #536 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર કરવામાં આવે, તેમ વિપક્ષની દલીલોને બાધા પહોંચાડે એવી બાધક દલીલો પણ કરવી જોઈએ. આમ વાદવિવાદમાં મંડન અને ખંડન અથવા સાધક અને બાધક એમ બંને પ્રકારનાં પ્રમાણો રજૂ કરવાં જોઈએ. ફક્ત મંડન કે ફક્ત ખંડનની દલીલો અધૂરી ગણાય. ખંડન અને મંડન બંને હોય તો જ વાદવિવાદનો નિર્ણય થાય. હવે અહીં દિગંબર મતે પોતાની સાધક દલીલ કરી કે મોક્ષની સાધનામાં નગ્નાવસ્થા અનિવાર્ય છે. પરંતુ એથી અન્ય લિંગે મોક્ષ નથી એવું સિદ્ધ થતું નથી કારણ કે વિપક્ષની જે વાત કે ભાવલિંગ જ મોક્ષ અપાવે, દ્રવ્યલિંગની અનિવાર્યતા નથી એ દલીલના ખંડન માટે તેઓ કશું કહેતા નથી. વિપક્ષબાધકનો ત્યાં અભાવ છે. વિપક્ષનું ખંડન કરવા માટે તેમની પાસે કોઈ પ્રમાણ નથી. એટલે યથાજાતદશા એ અવ્યભિચારી કારણ છે એવો તેમનો મત સિદ્ધ થતો નથી. [૮૬૨] વસ્ત્રાવિધારોછા ચેાધિજાતસ્ય તાં વિના । धृतस्य किमवस्थाने करादेरिव बाधकम् ॥१८५॥ અનુવાદ : જો વસ્ત્રાદિ ધારણ કરવાની ઇચ્છા (મોક્ષનો) બાધ કરનારી હોય, તો તે (ઇચ્છા) વિના હાથ વગેરેની જેમ ધારણ કરેલા (વસ્ત્રાદિના) હોવાપણામાં શો બાધ છે ? વિશેષાર્થ : વિપક્ષના બાધકનો અભાવ હોવાથી તેના હેતુત્વમાં પ્રમાણ નથી એમ કહેવામાં આવ્યું ત્યારે દિગંબર મત વિપક્ષમાં બાધક તર્ક બતાવતાં કહે છે કે વસ્ત્રાદિ ધારણ કરવાની ઇચ્છા મોક્ષની પ્રાપ્તિમાં બાધા કરનારી થાય છે. જ્યાં ઇચ્છા હોય ત્યાં મોક્ષ ન હોય. કોઈ વ્યક્તિ મુનિપણું અંગીકાર કરે અને યથાજાત અવસ્થા (નગ્નાવસ્થા)માં ન રહે અને મુનિપણાના લક્ષણરૂપ અને સાધનરૂપ તરીકે વસ્ત્રાદિની અવસ્થામાં રહેવાની ઇચ્છા કરે તો તે ઇચ્છા મોક્ષનું કારણ બની શકે નહિ. માટે યથાજાતદશા જ મોક્ષપ્રાપ્તિમાં અવ્યભિચારી કારણ છે. આના ઉત્તરમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મનુષ્યના હાથપગ એનાં સાધન છે, ઉપકરણરૂપ છે. એ એણે ઇચ્છાથી ધારણ કર્યાં છે કે ઇચ્છા વગર ? જો નગ્ન મુનિના હાથપગ ધારણ કરવામાં કોઈ ઇચ્છા નથી હોતી, તો તેવી રીતે મુનિએ પોતાની અવસ્થા માટેનાં વસ્ત્રાદિ ઉપકરણો ધારણ કરેલાં હોય પણ ઇચ્છા વિના હોઈ શકે. એટલે મોક્ષપ્રાપ્તિમાં યથાજાતલિંગ નહિ, પણ ભાવલિંગ જ અવ્યભિચારી કારણ ગણાય. [૮૬૩] સ્વરૂપેણ ત્ર વસ્ત્ર ચેત્ વેવલજ્ઞાનવાધમ્ । तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६॥ અનુવાદ જો વજ્ર સ્વરૂપથી જ કેવળજ્ઞાનને બાધક હોય તો દિગંબર(દિક્પટ)ના ન્યાય વડે જ તે (વસ) તેનું (કેવળજ્ઞાનનું) આવરણ થશે. વિશેષાર્થ : દિગંબરો મુનિપણામાં નગ્નાવસ્થા પર જે ભાર મૂકે છે તે વિશે વિચારણા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે જો વસ્ર ન હોય ત્યાં સુધી મુનિપણું ન હોય અને મુનિપણું ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ન હોય એમ કહેવામાં આવે છે, તો એનો અર્થ એ થયો કે વસ્ત્ર કેવળજ્ઞાનમાં બાધક છે. જ્યાં સુધી શરીર 2010_05 ૪૯૧ Page #537 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પર વસ્ત્ર હોય ત્યાં સુધી કેવળજ્ઞાનનું આવરણ થાય છે એમ કહેવું પડે. પરંતુ એમ સ્વીકારીએ તો જ્ઞાનાવરણીય કર્મના પ્રકારોમાં વસ્ત્રાવરણીય એટલે વસ્ત્ર-જ્ઞાનાવરણીય કર્મ પણ સ્વીકારવું પડશે. પરંતુ શાસ્ત્રોમાં એવા કર્મની ક્યાંય વાત નથી. એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં વસ્ત્રત્યાગની અનિવાર્યતા નથી. કેવળજ્ઞાન ઉદ્ભવે ત્યારે નગ્નાવસ્થા હોય કે ન પણ હોય ! [૮૬૪] રૂલ્ય વત્નિનસ્તન ખૂઝ ક્ષિન વેચતા __ केवलित्वं पलायतेत्यहो किमसमंजसम् ॥१८७॥ અનુવાદ : એ રીતે તો કેવળીના મસ્તક ઉપર તે (વસ્ત્ર) કોઈકના નાખવાથી કેવળીપણું (કેવળજ્ઞાન) ભાગી જાય. અરે, આ તે કેવી અસમંજસ વાત? ' વિશેષાર્થ : નગ્નાવસ્થા વિના મુનિપણું નથી, કેવળજ્ઞાન નથી અને મોક્ષ નથી એવી દિંગબર સંપ્રદાયની જે માન્યતા છે, તેમાં કેવળજ્ઞાન વિશે ઉપાધ્યાયજી મહારાજે અહીં એક તર્ક રજૂ કર્યો છે. જ્યાં સુધી વસ્ત્ર આવરણરૂપ રહેલું હોય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટે નહિ, કારણ કે વસ્ત્ર આવરણરૂપ બને છે. શ્વેતામ્બર માન્યતા છે કે વસ્ત્ર કેવળજ્ઞાનમાં બાધક ન થઈ શકે. આ શ્લોકમાં એવો તર્ક કરવામાં આવ્યો છે કે ધારો કે બધા જ કેવળજ્ઞાની નગ્નાવસ્થામાં જ હોય, પરંતુ કોઈક કેવળજ્ઞાની ધ્યાનમાં બેઠા હોય અને શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈક શ્રાવક ભક્ત અથવા અન્ય કોઈ કરુણાભાવથી પ્રેરાઈને કેવળી ભગવંતના મસ્તક ઉપર વસ્ત્ર ઓઢાડે તો તેથી કેવળી ભગવંતનું કેવળજ્ઞાન તરત ચાલ્યું જવું જોઈએ. પણ એ તો હાસ્યાસ્પદ વાત લાગે છે. એમ કંઈ કેવળજ્ઞાન જાય નહિ. માટે વસ્ત્ર કેવળજ્ઞાનનું બાધક બની શકે નહિ. એ બાધક બને એમ કહેવું તે અસમંજસ એટલે કે અયોગ્ય અથવા અપ્રતીતિકાર લાગે છે. [૮૬૫ માવર્તિત્ તતો મોક્ષો મિન્નત્રિષ્ય યુવ:. कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥१८८॥ અનુવાદ : એટલે ભિન્ન લિંગવાળાઓમાં પણ ભાવલિંગથી અવશ્ય મોક્ષ છે. મનસ્વી (બુદ્ધિમાન) પુરુષે કદાગ્રહ છોડીને આ વિશે ભાવપૂર્વક વિચાર કરવો જોઈએ. ' વિશેષાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીરૂપ આત્માના ગુણોનો આવિર્ભાવ એ ભાવલિંગની મોક્ષપ્રાપ્તિમાં અનિવાર્યતા છે. વ્યક્તિએ વેશ ગમે તે પ્રકારનો ધારણ કર્યો હોય, તે શ્વેતામ્બર પરંપરાનો હોય કે દિગંબર પરંપરાનો હોય, અરે અન્ય ધર્મનો હોય, પણ જો એનામાં ભાવલિંગ હશે તો જ એનાથી મુક્તિ છે. જૈન પરંપરાનો મુનિ હોય કે ગૃહસ્થ હોય, પણ એનામાં ભાવલિંગનો જો અભાવ હોય તો એને મોક્ષપ્રાપ્તિ થઈ શકે નહિ. પરંતુ આવી સમજણ બધામાં હોતી નથી. દરેક સંપ્રદાયવાળા પોતાના સંપ્રદાયની સામાચારી પ્રમાણે જ સમ્યગદર્શન અને મોક્ષ છે એવું માને છે અને અભિનિવેશપૂર્વક કહેતા હોય છે. ક્યારેક તો એમાં કદાગ્રહ કે દુરાગ્રહ પણ જોવા મળે છે. માટે ઉપાધ્યાયજી મહારાજ ભલામણ કરે છે કે ડાહ્યા, મનસ્વી, ૪૯૨ Jain Education Intemational 2010_05 Page #538 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર બુદ્ધિમાન પુરુષે કદાગ્રહ છોડી સત્ય સ્વીકારવું જોઈએ. [૮૬૬] શુદ્ધનયત ઈંભા વો મુ રૂતિ રિતિકા. न शुद्धनयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥१८९॥ અનુવાદ : અશુદ્ધ નયથી તો આત્મા બદ્ધ છે અને મુક્ત પણ છે એવી સ્થિતિ છે, પરંતુ શુદ્ધ નયથી તો એ (આત્મા) બંધાતો નથી અને મુક્ત પણ થતો નથી. વિશેષાર્થ : આ બધી ચર્ચાવિચારણાનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે અશુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા ભાવકર્મનો કર્તા છે અને ભોક્તા છે તથા આત્મા ભાવકર્મથી બંધાય છે અને ભાવકર્મથી મુક્ત થાય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા કર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. આત્મા કર્મથી બંધાતો નથી અને કર્મથી મુકાતો પણ નથી. માટે સાચા મુમુક્ષુએ કોઈ ઐકાંતિક વિચારણાના પ્રવાહમાં ન ઘસડાઈ જતાં શાન્ત ચિત્તે, સમભાવ અને ઉદારતાપૂર્વક વિભિન્ન પક્ષોને, નયોને સમજીને એમાંથી તારણ કાઢવું જોઈએ. [૮૬૭ અન્વયેવ્યતિરેગામાત્મતત્ત્વવિનિશ્ચયમ્ | नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादेवं विचक्षणः ॥१९०॥ અનુવાદ : આ રીતે વિચક્ષણ વ્યક્તિએ નવ તત્ત્વથી પણ અન્વય અને વ્યતિરેક દ્વારા આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે અશુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્માની બદ્ધ અને મુક્ત એવી સ્થિતિ છે એટલે કે આત્મા કર્મથી બંધાય છે અને કર્મથી મુક્ત થાય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા જો કર્મથી બંધાતો નથી, તો કર્મથી મુક્ત થવાની વાત પણ રહેતી નથી. હવે આ શ્લોકમાં નવ તત્ત્વોના સંદર્ભમાં આત્માની એટલે જીવતત્ત્વની વાત કરી છે. નવ તત્ત્વો છે : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ તત્ત્વો સાથેના અન્વય અને વ્યતિરેકની વાત કરવામાં આવી છે. “અન્વય' શબ્દનો અર્થ છે જોડવું, અનુક્રમે લેવું, એકત્ર કરવું, એકરૂપ થવું, “વ્યતિરેક એટલે છૂટા પડવું, જુદા રહેવું, પોતાની જુદી ખાસ લાક્ષણિકતા પ્રગટ કરવી. અહીં અન્વય એટલે અભેદ અને વ્યતિરેક એટલે ભેદ. વ્યવહારનયની દષ્ટિએ આત્માને અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાં તત્ત્વોની સાથે સંબંધ છે. તેવી જ રીતે જીવ દ્રવ્યને પુદ્ગલાસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો સાથે સંબંધ છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, તેમ જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોક્તા પણ નથી. વિચક્ષણ વ્યક્તિએ નવ તત્ત્વનો સાપેક્ષ વિચાર કરીને તથા ભેદ-અભેદનું તારતમ્ય કાઢીને આત્મહત્ત્વનો વિચાર કરવો જોઈએ અને સ્વસ્વરૂપને પામવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૪૯૩ Jain Education Intemational 2010_05 Page #539 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૮૬૮] રૂતું હિ પરમાધ્યાત્મમમૃત જીર્ વ ચ । इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥१९१॥ અનુવાદ : આ જ પરમ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ પરમ જ્ઞાન છે અને આ જ પરમ યોગ કહેવાય છે. વિશેષાર્થ : આત્મતત્ત્વના ઉત્કૃષ્ટ સંવેદનને પરમ અધ્યાત્મ તરીકે અહીં દર્શાવ્યું છે. વ્યવહારનય અને નિશ્ચયનયથી આત્મદશાનો નિર્ણય કરવો તે ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે. તે જીવને અજરામર એવા મોક્ષ સુધી ગતિ કરાવનાર હોવાથી તથા સર્વ કર્મરૂપી રોગથી વિમુક્ત કરાવનાર હોવાથી પરમ અમૃતરૂપ છે. આ જ તત્ત્વબોધરૂપી અને તત્ત્વસંવેદનરૂપી પરમ જ્ઞાન છે અને એ જ અયોગી અવસ્થા સુધી લઈ જઈ, મોક્ષગતિ સાથે જોડી આપનાર પરમ યોગ છે. આ રીતે સાધનાની ઉચ્ચ દશામાં થતા આત્મજ્ઞાનનો અહીં મહિમા દર્શાવવામાં આવ્યો છે. [૮૬૯] શુદ્ઘાળુાતાં તત્ત્વમેતત્સૂક્ષ્મનયાશ્રિતમ્ । न देयं स्वल्पबुद्धीनां ते ह्येतस्य विडंबका: ॥ १९२॥ અનુવાદ : ગુહ્યથી પણ ગુહ્ય એવું આ તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે. અલ્પ બુદ્ધિવાળાને તે આપવું નહિ, કારણ કે તેઓ એની વિડંબના કરનારા છે. વિશેષાર્થ : શુદ્ધ આત્મદ્રવ્યની સમજણ અત્યંત ગુહ્ય છે અને એનો અનુભવ તો એથી યે વધારે ગુહ્ય છે. એટલે કે આવું સૂક્ષ્મ તત્ત્વ સામાન્ય માણસોથી ગુપ્ત રાખવા જેવું છે. આવા સૂક્ષ્મ તત્ત્વની વિચારણા સૂક્ષ્મ નયને આશ્રિત છે. કોઈ પણ એક નયને જ માત્ર પકડીને વિચારવા જતાં સમજણ અધૂરી અને અવળે માર્ગે દોરી જનારી નીવડે છે. તેમાં વિવિધ નયોની સમજણ હોવી જરૂરી છે. વળી તેમાં સામંજસ્ય સધાવું જોઈએ. તત્ત્વગવેષણામાં અસમતોલપણું જીવને ઊંધે રવાડે ચડાવી દે એવું જોખમ રહેલું છે. વ્યવહારનય, અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનય ઇત્યાદિની અપેક્ષાએ આત્મતત્ત્વને સમજવાનું છે અને તેનું સંવેદન કરવાનું છે. સામાન્ય, અનિપુણ, અરુચિવાળા જીવો આગળ ગહન તત્ત્વજ્ઞાનની વાત કરવામાં આવે તો તેઓ એ સમજે નહિ, એટલું જ નહિ, એની હાંસી ઉડાવે. એકંદરે સામાન્ય લોકો તો ઇન્દ્રિયાર્થ પદાર્થોના ભોગોપભોગવાળું બાહ્ય જીવન જીવવાવાળા હોય છે. એવાની આગળ સૂક્ષ્મ આત્મતત્ત્વની વાત કરવા કરતાં મૌન રહેવું સારું. તેઓ સમજે નહિ અને સારી, સાચી વાતની વિડંબના કરે, ઉપહાસ કે તિરસ્કાર પણ કરે. સંસારમાં બહુમતી એવા લોકોની હોય છે. એટલા માટે યોગ્ય, અધિકારી, સુપાત્ર જીવ આગળ જ સૂક્ષ્મ નયાશ્રિત આત્મતત્ત્વની, આત્મસ્વરૂપના અનુભવની વાત કરવી જોઈએ. [૮૭૦] નનાનામહ્ત્વબુદ્ધીનાં નૈતત્તત્ત્વ હિતાવમ્ । निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥१९३॥ અનુવાદ : જેમ નિર્બળ ક્ષુધાતુરને ચક્રવર્તીનું ભોજન હિતાવહ નથી, તેમ અલ્પબુદ્ધિવાળા માણસોને આ તત્ત્વ હિતાવહ નથી. વિશેષાર્થ : શક્તિ વગરનો માણસ પરાક્રમ કરવા જાય તો તેથી એને પોતાને જ હાનિ થાય છે. જીવનનાં 2010_05 ૪૯૪ For Private Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર વિવિધ ક્ષેત્રોમાં આવું જેમ બને છે તેમ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ બને છે, સૂક્ષ્મ નય અનુસાર આત્મતત્ત્વને યોગ્ય રીતે સમજવાનું અને અનુભવવાનું બધાને માટે શક્ય નથી. એ માટે ઊંચી પાત્રતા જોઈએ. અલ્પબુદ્ધિવાળાને એવા તત્ત્વની વાત કરી હોય તો એની અધૂરી, કાચી સમજણને કારણે એનું વિપરીત પરિણામ આવે. કોઈ એક જ નયના આધારે તત્ત્વનો સમગ્ર નિર્ણય કરવામાં સાહસ રહેલું છે. અપાત્ર વ્યક્તિને શુદ્ધ નિશ્ચયનયથી આત્મતત્ત્વની વાત સમજાવવાથી એનું અહિત જ થાય છે. અહીં ઉદાહરણ ચક્રવર્તીના ભોજનનું આપવામાં આવ્યું છે. ચક્રવર્તીનું શરીર સુદૃઢ હોય છે. એની તાકાત ઘણી બધી હોય છે. એની પાચનશક્તિ પણ એટલી જ સારી હોય છે. તે વિવિધ રસની અત્યંત પૌષ્ટિક ભારે વાનગીઓ સહેલાઈથી પચાવી શકે છે. હવે કોઈ ગરીબ દુબળા ભૂખ્યા માણસને એવી ભારે વાનગી ખવડાવવામાં આવે તો એને અપચો, વાયુ, પિત્ત થઈ જાય અને એમાં વળી જો આફરો ચડે તો કદાચ મૃત્યુ પણ પામે. દુર્બળ ભૂખ્યા માણસને તો હલકો ખોરાક જ અલ્પ પ્રમાણમાં અપાય. ચક્રવર્તીનું ભોજન સરસ, પૌષ્ટિક, મૂલ્યવાન હોય તો પણ ગરીબ ભૂખ્યા માણસને કે ઉપવાસીને ખવડાવવાથી તેનું અહિત જ થાય છે. તેવી જ રીતે અયોગ્ય વ્યક્તિને નિશ્ચય દૃષ્ટિએ શુદ્ધ આત્મસ્વરૂપની વાત કરવાથી એનું અહિત જ થાય. [૮૭૧] જ્ઞાનાવિધી તત્ત્વમેતનર્થવૃત્ | अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥१९४॥ અનુવાદ : જેમ અશુદ્ધ મંત્રનો પાઠ કરનારને માટે નાગના રત્નને ગ્રહણ કરવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના અંશથી દુર્વિદગ્ધોને માટે આ તત્ત્વ (અનર્થકારી) છે. ' વિશેષાર્થ : જેમ ચક્રવર્તીના ભોજનનું દૃષ્ટાંત આપવામાં આવ્યું તેમ નાગના માથે રહેલા રત્નને મેળવવા અંગેનું બીજું દૃષ્ટાંત અહીં આપવામાં આવ્યું છે. ગારુડી વિદ્યાના જાણકારો ગારુડી મંત્રથી મણિધારી નાગને વશ કરે છે, ડોલાયમાન કરે છે અને એના મસ્તક પરથી મણિ કાઢી લે છે. ગારુડીઓ મંત્રવિદ્યાના જાણકાર હોય છે. તેઓ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે. મંત્રનો અત્યંત શુદ્ધ રીતે ઉચ્ચાર થાય તો જ તે ફળ આપે છે. અશુદ્ધ ઉચ્ચારણ થાય તો તે ફળ આપતો નથી. મંત્રવિદ્યાના પ્રયોગોમાં બીજી વાતમાં કદાચ એટલું જોખમ ન હોય, પણ ઝેરી નાગને વશ કરીને એના માથેથી રત્ન ઊખેડીને ઉતારી લેવું તેમાં જાનનું જોખમ રહેલું છે. મંત્રનો ઉચ્ચાર શુદ્ધ ન હોય તો નાગ બરાબર વશ થતો નથી, એટલું જ નહિ રત્ન લેવા જનારને તે ડંખ મારીને મારી નાખે છે. એટલે મણિ મળતો નથી અને પ્રાણ જાય છે. એવી જ રીતે આ તત્ત્વજ્ઞાનના વિષયમાં જેઓ થોડુંક માત્ર જાણે છે, પણ અપાત્ર અને અધિકારી છે, જેઓ અભિમાની છે અને દુર્વિદગ્ધ અર્થાતુ અપરિપક્વ છે એવા માણસોને આ નિશ્ચયનયયુક્ત આત્મજ્ઞાનનો વિષય અનર્થકારી નીવડે છે. તેઓ પોતે ભમી જાય છે અને પોતાના અધકચરા ઉપદેશથી બીજાને પણ ભાડે છે. [૮૭૨] વ્યવહારવિનિWITતો ય સપ્તતિ વિનિયમ્ | कासारतरणाशक्तः स तितीर्षति सागरम् ॥१९५॥ અનુવાદ : વ્યવહાર (નય) વિશે જે નિષ્ણાત નથી, તે નિશ્ચયનય)ને જાણવા ઇચ્છે, તો તે તળાવમાં કરવામાં અશક્ત હોવા છતાં સાગરને તરી જવાની ઇચ્છા કરે છે. ૪૯૫ 2010_05 Page #541 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : સર્વ નયોમાં પરસ્પરપૂરક એવા બે નય છે : વ્યવહારનય અને નિશ્ચયનય. એકમાં વાસ્તવિકતાનો વિચાર છે, બીજામાં આદર્શનો વિચાર છે. આથી જૈન દાર્શનિક વિચારણામાં આ બંને નયોની દષ્ટિએ વિચારણા થાય એ સ્વાભાવિક છે. પરંતુ કેટલીકવાર કેટલાક એક અથવા બીજા નય પર વધુ પડતો ભાર મૂકે છે અથવા એકની સદંતર અવગણના કરે છે. એવે વખતે વિવાદ સર્જાય છે. વસ્તુતઃ બંને નન્ય વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એવું નથી કે વ્યવહારનય હંમેશાં ગૌણ અને નિશ્ચયનય પ્રધાન છે. ક્યારેક વ્યવહારનય પણ મુખ્ય બની શકે છે. એટલું તો સાચું છે કે જે માણસ વ્યવહારનયમાં કાચો હોય તે નિશ્ચયનયમાં પરિપક્વ ન બની શકે. વસ્તુતઃ વ્યવહારનયની પરિપક્વતા આપોઆપ નિશ્ચયનય પર લઈ જાય છે. વ્યવહારનયની સમજણ વગર નિશ્ચયનયને અનુસરવા જતાં પદાર્થની સમજણમાં ગરબડ થવાનો સંભવ છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં સરસ દષ્ટાંત આપ્યું છે કે જે માણસને તળાવના છીછરા પાણીમાં તરતાં આવડતું ન હોય તે સમુદ્રમાં તરવાની અને સામે કિનારે પહોંચવાની અભિલાષા રાખે એ જેમ હાસ્યાસ્પદ છે તેમ વ્યવહારનય જાણ્યા વિના નિશ્ચયની વાત કરે તે હાસ્યાસ્પદ છે. [૮૭૩] વ્યવહાર વિનિશ્ચિત્ય તત: શુદ્ધનાશ્રિતઃ आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥१९६॥ અનુવાદ : વ્યવહારનયનો સારી રીતે નિશ્ચય કરીને પછી જ શુદ્ધ નયનો આશ્રય કરનારે, આત્મજ્ઞાનમાં ઓતપ્રોત બનીને પરમ સામ્ય(સમતા)નો આશ્રય કરવો. વિશેષાર્થ : આ “આત્મનિશ્ચય' અધિકારનો ઉપસંહાર કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેની આત્મજ્ઞાનમાં કેટલી બધી આવશ્યકતા છે તે ભારપૂર્વક દર્શાવ્યું છે. આ બે નયમાંથી કોઈ પણ એક નયની સદંતર ઉપેક્ષા કરીને માત્ર એક જ નયનો આશ્રય જેઓ લે છે તેઓ ગૂંચવાઈ જાય છે, ભ્રમમાં રહે છે અને અધ્યાત્મવિદ્યામાં, આત્મજ્ઞાનમાં, મોક્ષમાર્ગમાં આગળ વધી શકતા નથી. આ બંને નયમાં એક ગૌણ છે અને બીજો મુખ્ય છે એવું પણ નથી. પોતપોતાના સ્થાને બંને મહત્ત્વના છે. આ બંને નય મનુષ્યની બે આંખ જેવા અથવા એક રથનાં બે પૈડાં જેવા છે. આત્મજ્ઞાનમાં નીચેથી ઉપર જવાનું છે. નીચેની સાધક અવસ્થામાં જો વ્યવહારનય બરાબર નહિ પચાવ્યો હોય એટલે કે પાયો મજબૂત નહિ હોય તો નિશ્ચયનય સુધી પહોંચવાનું કઠિન છે. નીચેના ગુણસ્થાનકે આવશ્યકાદિ ક્રિયાનો વ્યવહાર અપેક્ષિત છે. ઉપરના ગુણસ્થાનકે જતાં વ્યવહારનય છોડવો નથી પડતો, આપોઆપ છૂટી જાય છે. વસ્તુતઃ નયો માટેની ગ્રંથિ પણ સાધકને ઉચ્ચ દશા પ્રાપ્ત થવામાં અંતરાયરૂપ બને છે. આત્મજ્ઞાનનો આનંદોલ્લાસ અનુભવનારને, પરમ સમતામાં સ્થિર થનારને નયવાદનું જ્ઞાન હોવા છતાં નય વિશે કોઈ અભિનિવેશ કે પૂર્વગ્રહ હોતો નથી. એમની એ દશા નયાતીત હોય છે. इति आत्मनिश्चयाधिकारः । આત્મનિશ્ચય અધિકાર સંપૂર્ણ ૪૯૬ Jain Education Intemational 2010_05 Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો અધિકાર ઓગણીસમો 7 જિનમતતુતિ અધિકાર જ [૮૭૪] ઉત્સર્િવ્યવહારનિશ્ચયથાવત્નોત્સાહ- I त्रस्यदुर्नयवादिकच्छपकुलं भ्रश्यत्कुपक्षाचलम् ॥ उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया । युक्तं श्री जिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥१॥ અનુવાદ : જેમાં વ્યવહાર અને નિશ્ચયની કથાના કલ્લોલ(ઉછળતાં મોજાંઓ)ના કોલાહલથી ત્રાસ પામતા દુર્નયવાદી કાચબાઓના કુળોવાળા, ભાંગી પડતા કુપક્ષરૂપી પર્વતોવાળા, વિસ્તારવાળી યુક્તિરૂપી નદીઓના પ્રવેશથી જે સુભગ છે અને સ્યાદ્વાદરૂપી મર્યાદાથી જે યુક્ત છે એવા જિનશાસનરૂપી જલનિધિને છોડીને બીજા કોઈનો પણ આશ્રય હું ન કરું ! ' વિશેષાર્થ : જિનશાસન, જિનાગમ, જિનવાણીનો મહિમા યથાર્થ રીતે દર્શાવવા માટે ગ્રંથકાર મહર્ષિએ આ અધિકારની રચના કરી છે. આ અધિકારમાં એમણે જિનાગમ માટે જુદાં જુદાં રૂપકો પ્રયોજયાં છે. વળી એ રૂપકોની વિગતો માટે અન્ય રૂપકો યોજીને, રૂપકમાળાની રચના કરીને મહાકવિઓની પરંપરાનુસાર ઉચ્ચ કવિત્વશૈલીથી એનો મહિમા કેટલાંક સમાયુક્ત પદો દ્વારા સરસ રીતે દર્શાવ્યો છે. આ પ્રથમ શ્લોકમાં એમણે જિનાગમ માટે જલનિધિનું રૂપક પ્રયોજયું છે. મહાસાગરમાં મોટાં મોટાં મોજાંઓ ઊછળે છે. એથી ગભરાઈને કાચબાઓનાં ટોળાં દૂર ભાગે છે. મહાસાગરમાં આસપાસના ખડકો તૂટી પડીને ઘસડાય છે અને એના ટુકડે ટુકડા થઈ જતા હોય છે. મહાસાગરમાં નદીઓ આવીને પોતાનાં પાણી ઠાલવે છે. વળી મહાસાગર ક્યારેય માઝા મૂકતો નથી. જિનાગમરૂપી મહાસાગરમાં વ્યવહારનય અને નિશ્ચયનયરૂપી મોજાંઓ ઊછળે છે. એથી દુર્નયવાદીઓના ખોટા પક્ષો અને કથનોરૂપી કાચબાઓનાં કુળો ત્રાસ પામી દૂર ભાગી જાય છે. આ મહાસાગરમાં સવિસ્તર યુક્તિઓરૂપી નદીઓ ભળવાથી એની શોભા વધે છે, તેમ છતાં જિનાગમરૂપી મહાસાગર સ્યાદ્વાદરૂપી પોતાની માઝા ક્યારેય મૂકતો નથી. એથી જ ગ્રંથકાર કહે છે કે આવો મહાન, સમર્થ, સુભગ, ગહન મહાસાગર મળ્યા પછી બીજે જવાનું પોતાને કે અન્ય કોઈને મન ક્યાંથી થાય ? [૮૭૫ પૂU: પુષ્યનuTURવનાપુર્વે: સાસ્થા- | स्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः ॥ एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभू-। र्भूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥२॥ અનુવાદ : સત્ આસ્થા (સમ્યગુદર્શન) રૂપી રસવાળાં પુણ્યશાળી (પવિત્ર) નય અને ૪૯૭ Jain Education Interational 2010_05 Page #543 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પ્રમાણની રચનારૂપી પુષ્પોથી પૂર્ણ અને તત્ત્વજ્ઞાનરૂપી ફળથી યુક્ત એવું સ્યાદ્વાદરૂપી કલ્પદ્રુમ સદા વિજય પામે છે. એના ઉપરથી પડેલાં પ્રવાદરૂપી ફૂલોથી અને અભિમત એવા અધ્યાત્મની વાતોના અંશથી ષડ્રદર્શનરૂપી આરામ(ઉદ્યાન)ની ભૂમિ સૌરભ પ્રસરાવે છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં બે મુખ્ય રૂપકો પ્રયોજવામાં આવ્યાં છે. પ્રદર્શનરૂપી આરામ એટલે કે વાડી અથવા ઉદ્યાનમાં સ્યાદ્વાદરૂપી કલ્પવૃક્ષ ઊગ્યું છે. જૈન દર્શન પદર્શનને સ્વીકારે છે, પણ તે સ્યાદ્વાદશૈલીથી. આ ઉદ્યાનમાં ચારે બાજુ સૌરભ પ્રસરી રહેલી છે. પદર્શનમાં અધ્યાત્મની ભિન્નભિન્ન વાતો આવે. એથી અહીં કલેશમય વાદવિવાદનું વાતાવરણ નથી સર્જાયું. જ્યાં જુદા જુદા વાદ, વાડા, પંથ હોય ત્યાં વાદયુદ્ધ હોય, પ્રજગ્રાહ હોય, એકબીજાને પરાજિત કરવાનો વૈમનસ્યભર્યો ભાવ હોય. પરંતુ અહીં તો બધા સંમત થાય અને જાણીને રાજી થાય એવી જ વાતો છે, કારણ કે તે નય અને પ્રમાણ સાથે કહેવામાં આવી છે. એમાં કોઈ મતને તોડી પાડવાની દૃષ્ટિ નથી, પણ દરેકમાં રહેલા સત્યાંશોને સ્વીકારી સમન્વયની ભૂમિકા રચવામાં આવી છે. એટલે અહીં પ્રવાદરૂપી પુષ્પો છે જે મહેંકે છે. અહીં જે સ્યાદ્વાદરૂપી કલ્પતરુ છે, એનાં નય અને પ્રમાણયુક્ત રચનાનાં પુષ્પો છે. અહીં સમ્યગદર્શનરૂપી રસ છે અને તત્ત્વજ્ઞાનરૂપી ફળો છે. આવાં રસથી સભર, પુણ્યથી મિષ્ટ એવાં ફળો છે અને એવાં સુગંધિત પુષ્પો છે કે જેથી આખો ઉદ્યાન મઘમઘી રહ્યો છે. [૮૭૬] ચિત્રોત્સTમાપવીર નાસી-શિયાનંદ | श्रद्धानंदनचंदनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः । भ्राम्यद्भिः परदर्शनग्रहगणैरासेव्यमानः सदा । तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते जैनागमो मंदरः ॥३॥ અનુવાદ : ચિત્રવિચિત્ર ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાથી જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલાં ચંદનનાં વૃક્ષો જેવી પ્રજ્ઞાની સૌરભ જેમાં પ્રસરી રહી છે, પરિભ્રમણ કરતા પરદર્શનરૂપી ગ્રહોના સમૂહથી જે સદા સેવાય છે અને તર્કરૂપી સુવર્ણની શિલાઓથી જે ઉન્નત છે એવો જિનાગમરૂપી મંદર (મેરુ) પર્વત વિજય પામે છે. વિશેષાર્થ : આ શ્લોકમાં જિનાગમ માટે મંદરાચલ એટલે કે મેરુ પર્વતનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. જૈન પૌરાણિક માન્યતા પ્રમાણે (અને અન્ય કેટલીક પૌરાણિક માન્યતા પ્રમાણે પણ) મેરુ પર્વત સોનાનો છે. એમાં વિવિધ શિખરો છે. મેરુ પર્વત પર આવેલા નંદનવનમાં ચંદનનાં વૃક્ષોની સુગંધ ચોમેર નિરંતર પ્રસરતી રહે છે. વળી મેરુ પર્વતની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરે છે. - કવિ રૂપકો પ્રયોજીને કહે છે કે જિનાગમરૂપી મેરુ પર્વતમાં વૈવિધ્યસભર જે શિખરો છે તે ઉત્સગ માર્ગ અને અપવાદ માર્ગરૂપી શિખરો છે. એના વડે મેરુ પર્વત શોભે છે. એમાં શ્રદ્ધારૂપી નંદનવન છે અને પ્રજ્ઞારૂપી ચંદનનાં વૃક્ષોની સૌરભ છે. મેરુ પર્વતમાં તર્કરૂપી સુવર્ણની શિલાઓ છે. અન્ય દર્શનરૂપી ગ્રહો જિનાગમરૂપી મેરુ પર્વતની આસપાસ ઘૂમી રહ્યા છે. આવો મેરુ પર્વત વિજય પામે છે. ૪૯૮ Jain Education Intemational 2010_05 Page #544 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર [८७७] स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणात् । अध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति ॥ यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारंभकल्याणिनी । प्रौढत्वं नयगीर्दधाति स रविर्जेनागमो नन्दतात् ॥४॥ અનુવાદ : જેના ઉદયથી જગતમાંથી રાત્રિનો નાશ થાય છે, ક્ષણવારમાં અંધકારનો ક્ષય થાય છે, રસ્તાઓ ચોખ્ખા દેખાય છે, આંખોની ગાઢ નિદ્રા ચાલી જાય છે, પ્રમાણરૂપી દિવસના આરંભથી કલ્યાણકારી નયવાણી પ્રૌઢત્વ ધારણ કરે છે એવો જિનાગમરૂપી સૂર્ય આનંદ પામો ! વિશેષાર્થ : આ શ્લોકમાં જિનાગમને માટે સૂર્યનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. સૂર્યનો ઉદય થતાં રાત્રિનો નાશ થાય છે. તેવી રીતે જિનાગમરૂપી સૂર્યનો ઉદય થવાથી દોષરૂપી અથવા મોહરૂપી રાત્રિનો નાશ થાય છે. જેમ સૂર્યનો ઉદય થવાથી અંધકારનો તત્કાલ ક્ષય થાય છે તેમ જિનાગમરૂપી સૂર્યનો ઉદય થવાથી અજ્ઞાનરૂપી અથવા મિથ્યાત્વરૂપી અંધકારનો ક્ષય થાય છે. જેમ સૂર્યનો ઉદય થવાથી રસ્તાઓ સ્પષ્ટ દેખાય છે તેમ જિનાગમરૂપી સૂર્યના ઉદયથી ધર્મના માર્ગો—દ્રવ્યમાર્ગો અને ભાવમાર્ગો સ્પષ્ટ દેખાવા લાગે છે કે જેથી ભૂલા પડવાનો કે ક્યાંય ભટકાઈ પડવાનો ભય રહેતો નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં આંખમાં રહેલી ગાઢ નિદ્રા ચાલી જાય છે અને જાગૃત થઈ જવાય છે, તેમ જિનાગમરૂપી સૂર્યના પ્રકાશથી પ્રમાદરૂપી ગાઢ નિદ્રા ચાલી જાય છે, ધર્મકાર્યમાં વીર્યોલ્લાસ સ્ફુરે છે અને અતિચારરૂપી શિથિલતા દૂર થાય છે. જેમ સૂર્યનો ઉદય થતાં, દિવસનો પ્રારંભ થતાં લોકોની અવરજવર, બોલવુંચાલવું ઇત્યાદિ વધી જાય છે, પક્ષીઓનો કલરવ શરૂ થાય છે, તેમ જિનાગમરૂપી સૂર્યનો ઉદય થતાં અને દિવસનો પ્રારંભ થતાં કલ્યાણરૂપ એવી મંગળમય નયવાણી પ્રૌઢ બને છે અર્થાત્ નયયુક્ત જિનવાણીનો સહર્ષ સ્વીકાર થતાં તેનો પ્રસાર થાય છે અને તે અનેક જીવોનું કલ્યાણ કરનાર બને છે. જિનાગમરૂપી આવો સૂર્ય આનંદ પામો, સમૃદ્ધિ પામો અને જયવંત થાઓ ! [૮૭૮] સઁધ્યાત્મામૃતષિમિ: વલયોમં વિજ્ઞાÅર્નવાં । तापव्यापविनाशिभिर्वितनुते लब्धोदयो यः सदा ॥ तर्कस्थाणुशिरः स्थितः परिवृतः स्फारैर्नयैस्तारकैः । सोऽयं श्री जिनशासनामृतरुचिः कस्यैति नो रुच्यताम् ॥५॥ અનુવાદ : જે સદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના વ્યાપનો વિનાશ કરનારા વાણીના વિલાસો વડે કુવલય(ભવ્યજનરૂપી કમળ અથવા પૃથ્વીવલય)ને ઉલ્લસિત કરે છે, જે તર્કરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે અને નયરૂપી તારલાઓથી પરિવરેલો છે તેવો જિનશાસનરૂપી આ ચંદ્ર કોને રુચિકર ન થાય ? વિશેષાર્થ : આ શ્લોકમાં ગ્રંથકાર કવિએ જિનાગમ માટે ચંદ્રનું રૂપક પ્રયોજ્યું છે. ચંદ્રનો ઉદય સૌને _2017_05 ૪૯૯ Page #545 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર ગમે છે. ચંદ્ર તન અને મનને શીતળતા આપે છે અને તાપને હરી લે છે. ચંદ્ર મહાદેવના મસ્તક પર જોવા મળે છે. ચંદ્ર તારાઓથી પરિવરેલો હોય છે. જિનાગમરૂપી ચંદ્રની વિશિષ્ટતા એ છે કે તે માત્ર શુકલપક્ષમાં જ નહિ, કૃષ્ણપક્ષમાં પણ એટલે કે સદાસર્વદા પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત રહે છે. આ ચંદ્ર અધ્યાત્મરૂપી અમૃતની વર્ષા કરે છે. એ વૃષ્ટિ એવી છે કે જે જીવોને આધ્યાત્મિક દૃષ્ટિએ ઊંચી ભૂમિકાએ ચડાવી છેવટે અમૃત એટલે કે સનાતન એવું અમર સ્થાન અપાવે છે. આ જિનાગમરૂપી ચંદ્ર મન, વચન અને કાયાના યોગો દ્વારા બંધાયેલાં કર્મોના ક્લેશનો નાશ કરનાર થાય છે. તે કર્મોરૂપી વ્યાપક તાપને દૂર કરનાર અને જીવને સમક્તિરૂપી શીતળતા આપનાર થાય છે. આ ચંદ્રના પ્રકાશથી પૃથ્વીમંડળ ઉલ્લસિત થાય છે અને ભવ્યજનોના હૃદયરૂપી કમળ વિકસિત થાય છે. ચંદ્ર મહાદેવના મસ્તકે છે. એટલે તર્કદ્વારા એ પોતાનું ઉચ્ચ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. ચંદ્ર જેમ તારાઓથી પરિવરેલો છે તેમ તર્કરૂપી ચંદ્ર નયરૂપી તારલાઓથી રિવરેલો છે. એટલે જિનવાણી તર્કપૂત છે અને કોઈ નયે અધૂરી નથી. આવો જિનાગમરૂપી ચંદ્ર કોને રુચિકર ન થાય ? કવિએ ચંદ્ર માટે ‘અમૃતરુચિ‘ શબ્દ પ્રયોજીને ‘રુચિ’ શબ્દને શ્લેષથી વણી લીધો છે. [૮૭૯] વૌદ્ધાનામૃનુસૂત્રતો મતમમૂદ્દેવાન્તિનાં સંગ્રહામ્ । सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः ॥ शब्दब्रह्मविदो ऽपि शब्दनयतः सर्वैर्नयैर्गुम्फिता । जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्द्वीक्ष्यते ॥६॥ અનુવાદ : બૌદ્ધોનો મત ઋજુસૂત્ર(નય)માંથી, વેદાંતીઓ અને સાંખ્યોનો મત સંગ્રહ(નય)માંથી, યોગ અને વૈશેષિકનો મત નૈગમ નયમાંથી, શબ્દબ્રહ્મને જાણવાવાળા(મીમાંસકો)નો મત શબ્દ નયમાંથી ઉદ્ભવ્યો છે. સર્વ નયો વડે ગુંફિત જૈન દૃષ્ટિ(દર્શન)ની શ્રેષ્ઠતા તો પ્રત્યક્ષ જ દેખાય છે. વિશેષાર્થ : જૈન આગમોમાં, જૈન દર્શનમાં તર્કસંગતતા છે અને નયોનો સમન્વય છે. જિનાગમોમાં પદાર્થના નિરૂપણમાં ઐકાન્તિક દૃષ્ટિ નથી કે અન્ય મત પ્રત્યે દ્વેષભાવ નથી. એટલે જ મહાન દાર્શનિક, જૈન ધર્મને અંગીકાર કરનાર બ્રાહ્મણ પંડિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું છે : पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमत् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ અર્થાત્ ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે મને પક્ષપાત નથી કે દાર્શનિક કપિલ વગેરે પ્રત્યે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિસંગત હોય તે જ સ્વીકાર્ય છે. '' જૈન દર્શને બધા નયોનો સમન્વય કર્યો છે. બૌદ્ધ વગેરે દર્શનો કોઈ પણ એક દૃષ્ટિકોણથી વાતને રજૂ કરીને પછી એને જ પકડી રાખે છે. આ દૃષ્ટિએ જોઈએ તો તેઓના મતનો ઉદ્ભવ કોઈ એક નયને જ વળગી રહેવાને કારણે થયો છે. તેઓના મતદર્શનમાં આપણને અનેકાન્ત નહિ પણ એકાન્ત જોવા મળે છે. 2010_05 ૫૦૦ For Private Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર બૌદ્ધ દર્શનનો વિચાર કરીએ તો તેઓ બધું ક્ષણિક માને છે અને માત્ર વર્તમાન પરિસ્થિતિ કે અવસ્થાને જ સ્વીકારે છે. ઋજુસૂત્ર નય વસ્તુના માત્ર વર્તમાન પર્યાયનો વિચાર કરે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની તે અવગણના કરે છે. એટલે બધું અનિત્ય છે, ક્ષણિક છે એમ માનનાર, માત્ર વર્તમાન પર્યાયનો જ સ્વીકાર કરનાર બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ઋજુસૂત્રનયમાંથી થયો છે એમ કહી શકાય. વેદાંતદર્શનનો ઉદ્ભવ સંગ્રહનયમાંથી થયો છે. વેદાંતદર્શન બ્રહ્મને સત્ય માને છે અને જગતને મિથ્યા માને છે. સંગ્રહનય સામાન્યને જુએ છે, વિશેષને નહિ. તે વનને જુએ છે, વૃક્ષોને નહિ. વેદાંતદર્શન સર્વ જીવોમાં રહેલા બ્રહ્મને જુએ છે. માટે તે સંગ્રહનયને અનુસરે છે. સાંખ્યદર્શન પણ આત્માને ફૂટસ્થ, નિત્ય, શુદ્ધ, અકર્તા માને છે. એટલે તે પણ સંગ્રહનયનો સ્વીકાર કરે છે. યોગદર્શન અને વૈશેષિકદર્શન સામાન્ય અને વિશેષ એ બંનેનો સ્વીકાર કરે છે. એટલે કે તે બંને દર્શનો નૈગમ નયનો આશ્રય કરવાથી ઉદ્ભવ્યાં છે. શબ્દબ્રહ્મને માનનારા એટલે કે વેદવચન એ જ બ્રહ્મ છે એમ માનનારા અને તેનું જ પ્રતિપાદન કરનારા અને સર્વજ્ઞતાનો અભાવ દર્શાવનારા જૈમિનિ વગેરે મીમાંસકો શબ્દને જ એની જાતિ અને વિભક્તિ સહિત વળગી રહેનાર, શબ્દનયમાં જ માને છે. આમ ભિન્નભિન્ન દર્શનો કોઈ એક વાદને પકડી એનો જ હઠાગ્રહ સેવે છે. બીજાના દૃષ્ટિકોણથી વિચારવા કે તેનો સ્વીકાર કરવા તેઓ તૈયાર નથી, પરંતુ જૈનદર્શન અનેકાન્તમાં માને છે. સર્વ નયોના સમન્વયમાં તે માને છે. એટલે એમાં તર્કની દૃષ્ટિએ, ન્યાયની દૃષ્ટિએ ત્રુટિઓ નથી જણાતી. એની શ્રેષ્ઠતા આ રીતે પ્રત્યક્ષ જોઈ શકાય છે. [८८०] उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली । नाब्धि सिंधुजलप्लवः सुरगिरिं ग्रावा च नाभ्यापतन् ॥ एवं सर्वनयैकभावगरिमस्थानं जिनेन्द्रागमं । तत्तद्दर्शनसंकथांशरचनारूपा न हन्तुं क्षमा ॥७॥ અનુવાદ : જેમ ઉષ્મા સૂર્યને, તણખાનો સમૂહ અગ્નિને, નદીના જળનું પૂર સમુદ્રને અને ઊડતી શિલા મેરુ પર્વતને હઠાવી શકતાં નથી તેમ સર્વ નયોના ભાવોના એકમાત્ર ગૌરવયુક્ત સ્થાનરૂપ જિનાગમને એના અંશની રચનારૂપ તે તે દર્શનોની કથા હણવા સમર્થ નથી. વિશેષાર્થ : કોઈ પણ વસ્તુને એનો ઘટક અંશ હણી શકતો નથી. અંશમાં જેટલી તાકાત હોય છે તેના કરતાં સમગ્રસ્વરૂપમાં સ્વાભાવિક રીતે જ ઘણી બધી તાકાત હોય છે. તરત સમજાય એવાં ઉદાહરણો અહીં આપવામાં આવ્યાં છે. જેમ સૂર્યનું એક કિરણ કે ઘણાં કિરણોની ઉષ્મા સૂર્યનો નાશ કરી શકવાને અસમર્થ છે. કરવા જાય તો તે હાંસીપાત્ર થાય. અગ્નિમાંથી તણખા પ્રગટે છે. હવે એ તણખા એમ કહે કે અમે અગ્નિનો નાશ કરી નાખીશું', તો એ વાત કોઈ માને નહિ. વસ્તુતઃ અગ્નિ જ તણખાઓને બંધ કરી શકવા સમર્થ છે. તણખાઓનું અસ્તિત્વ અગ્નિ થકી છે. કોઈ નદીમાં આવેલું મોટું પૂર એમ કહે કે ‘અમે પોતે જ હવે સમુદ્ર છીએ. સમુદ્રની અમારે હવે કંઈ જરૂર નથી', અને તે સમુદ્રને હઠાવવા જાય તે પહેલાં તો પોતે સમુદ્રમાં ભળી જાય અથવા તો સમુદ્ર એને પોતાનામાં ભેળવી દે છે. નદીના જુદા સ્વતંત્ર અસ્તિત્વને સમુદ્ર પોતાનામાં રહેવા દેતો નથી. મેરુ પર્વત ઉપરની શિલાઓ એમ કહે કે ‘અમે જોરથી પટકાઈને મેરુ પર્વત તોડી નાખીશું’, તો એથી તો શિલાઓના જ ભૂક્કા થઈ જવાના: મેરુ પર્વતને કશી જ આંચ આવવાની 2010_05 ૫૦૧ For Private Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નથી. એ જ પ્રમાણે જિનાગમમાં સર્વ દર્શનોનો સમન્વય સ્યાદ્વાદ શૈલીએ થયો છે. એટલે કોઈ દર્શન જિનાગમને હણવા સમર્થ બની શકતું નથી. આ રીતે જિનાગમની સર્વોપરિતા છે. [૮૮૧] તુ:સાધ્ય પરવાવિનાં પરમતક્ષેપ વિના સ્વં મતં ો तत्क्षेपे च कषायपंककलुषं चेतः समापद्यते ॥ सोऽयं निःस्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो । नायं सर्वहितावहे जिनमते तत्त्वप्रसिद्ध्यर्थिनाम् ॥८॥ અનુવાદ : બીજાના મત ઉપર આક્ષેપ કર્યા વગર પરવાદીઓ માટે પોતાનો મત સાધવાનું દુષ્કર છે. પરંતુ એવો આક્ષેપ કરવાથી ચિત્ત કષાયરૂપી કાદવથી કલુષિત થાય છે. નિર્ધનના ભંડારને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયેલા વેતાલના ક્રોધ જેવો ઉપક્રમ સર્વના હિતકર એવા જિનમતમાં તત્ત્વજ્ઞાનના અર્થીઓને જોવા મળે એમ નથી. વિશેષાર્થ : જ્યારે તત્ત્વચર્ચામાં વાદવિવાદ થાય ત્યારે સ્વમતનું ખંડન અને પરમતનું ખંડન કરવાનું પ્રાપ્ત થાય છે. કેટલાક વાદીઓ પરમતનું ખંડન કરવામાં જેટલા કુશળ હોય છે તેટલા કુશળ સ્વમતનું મંડન કરવામાં નથી હોતા. કેટલાક વાદીઓ માત્ર પરમતનું ખંડન કરીને જ સ્વમત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. આવું ત્યારે જ થાય કે જયારે પોતાના મતમાં કંઈ બળ ન હોય. આવું જ્યારે થાય ત્યારે ખોટી દલીલો, કુતર્ક, આક્ષેપબાજી, જૂઠાણાં વગેરેનો આશ્રય પણ વિજય મેળવવા માટે લેવાય. એથી તો વાદવિવાદ નિર્મળ ન રહેતાં કલેશમય, સંઘર્ષમય, કલુષિત બની જાય છે. જયારે સામા પક્ષની દલીલનો ઉત્તર વાળી શકાતો નથી ત્યારે વાદીઓ કોપે ભરાય છે. એ શેના જેવું છે ? અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોઈ વેતાલ લૂંટવા નીકળ્યો છે. પણ જેનો ભંડાર લૂંટવાનું એણે ધાર્યું હતું એ તો નિધન છે. એની પાસે કોઈ ભંડાર નથી. પરિણામે નિષ્ફળ ગયેલો વેતાલ નિર્ધન માણસ ઉપર ગુસ્સે ભરાય છે. પરંતુ એથી વળે શું? - જિનમતમાં જેઓને શ્રદ્ધા અને રુચિ છે તથા જિનમતનો જેમણે બરાબર યોગ્ય અભ્યાસ ઊંડાણપૂર્વક કર્યો છે એવા તત્ત્વજ્ઞાનીઓ તો સ્વપક્ષના મંડનમાં એવા કુશળ હોય છે કે પરમતના ખંડનની આવશ્યકતા રહેતી નથી. એનું ખંડન આપોઆપ થઈ જાય છે. એટલે એવા પ્રસંગે ક્રોધે ભરાવાનું કોઈ કારણ રહેતું નથી અને વાતાવરણ કલુષિત બનતું નથી. [૮૮૨) વાર્તા: સતિ સત્ર: પ્રતિમતિ જ્ઞાનાંશવૃદ્ધી - श्चेतस्तासु न नः प्रयाति नितमां लीनं जिनेन्द्रागमे ॥ नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मधौ । ताभ्यो नैति रतिं रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः ॥९॥ અનુવાદ : પ્રત્યેક મતમાં જ્ઞાન અંશથી બદ્ધક્રમવાળી હજારો વાર્તાઓ છે, પરંતુ જિનેન્દ્રાગમમાં ૫૦૨ Jain Education Intemational 2010_05 Page #548 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર અત્યંત લીન થયેલું અમારું મન તે તરફ જતું નથી. વસંત ઋતુમાં પ્રત્યેક દિશામાં પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી ? પરંતુ આમ્રની મંજરીમાં આસક્ત થયેલો કોકિલ તે લતાઓમાં પ્રીતિ કરતો નથી. વિશેષાર્થ : દુનિયાના પ્રત્યેક ધર્મમાં અનેક વાર્તાઓ, દષ્ટાન્તકથાઓ હોય છે. કોઈ એક વાતનું પ્રતિપાદન કરવા માટે તે કહેવાયેલી હોય છે. એમાં જ્ઞાનનો થોડો અંશ હોય છે. પરંતુ જિનેશ્વર ભગવાનના આગમોમાં જે કથાઓ હોય છે તે સર્વ નયથી પરિપૂર્ણ હોય છે. એટલે એક વખત જો જિનાગમનો રસાસ્વાદ ચાખ્યો હોય તો પછી બીજા મતોની વાતો એટલી સંતર્પક નહિ લાગે. ગ્રંથકાર મહર્ષિ કહે છે કે પોતાને એવી બીજી વાતોમાં રસ પડતો નથી, કારણ કે એમનું ચિત્ત તો જિનાગમમાં જ લીન છે. અહીં સરખામણી આપવામાં આવી છે કે વસંત ઋતુમાં બધી દિશાઓમાં કેટકેટલી લતાઓ પુષ્પથી સુવાસિત બની જાય છે. પરંતુ રસને જાણનાર અને માણનાર એવો નરકોકિલ તો આંબાની મંજરી તરફ જ ઊડે છે. જ્ઞાનવાર્તા માટે પણ આવું જ બને છે. [८८३] शब्दो वा मतिरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः । शब्दार्थः किमिति स्थिता प्रतिमतं संदेहशंकुव्यथा ॥ जैनेन्द्रे तु मते न सा प्रतिपदं जात्यन्तरार्थस्थिते: सामान्यं च विशेषमेव च यथा तात्पर्यमन्विच्छति ॥ १० ॥ અનુવાદ : શું આ (પદાર્થ આત્માદિ દ્રવ્યો) શબ્દસ્વરૂપ છે ? બુદ્ધિરૂપ છે ? અર્થરૂપ છે ? દ્રવ્ય(વસુ)રૂપ છે ? જાતિ, ક્રિયા કે ગુણરૂપ છે ? અથવા શબ્દાર્થરૂપ છે ?—આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથા રહેલી છે. પરંતુ જિનેન્દ્રના મતમાં તો પ્રત્યેક પદમાં જાત્યન્તરનો અર્થ હોવાથી તે (વ્યથા) નથી, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યને શોધે છે. વિશેષાર્થ : હજારો વર્ષ પૂર્વે ઋષિમુનિઓએ આત્માદિ દ્રવ્યો વિશે તત્ત્વચિંતન કર્યું ત્યારે એ અમૂર્ત, અરૂપી, અપ્રત્યક્ષ આત્મતત્ત્વ માટે તથા અજીવાદિ અન્ય તત્ત્વો માટે ભિન્નભિન્ન વિકલ્પો ઉદ્ભવ્યા. શું તે શબ્દરૂપ છે ? અર્થરૂપ છે ? કે શબ્દાર્થરૂપ છે ? શું તે બુદ્ધિરૂપ છે ? શું તે દ્રવ્યરૂપ છે ? શું તે જાતિરૂપ છે ? શું તે ઉત્પાદવ્યયરૂપ એટલે કે ક્રિયારૂપ છે ? કે તે જ્ઞાનાદિ ગુણરૂપ છે ? પદાર્થને ઓળખવા માટે ભિન્નભિન્ન તત્ત્વચિંતકોએ કોઈ એક જ લક્ષણને પકડી રાખ્યું અને તે છે કે નહિ તેની તપાસ કરી. પરંતુ એમ કરવા જતાં પક્ષ અને વિપક્ષ એમ ઉભય પ્રકારની દલીલો થતાં ગૂંચવાડા ઊભા થવા લાગ્યા. એથી સંશય, નિરાશા, મૂંઝવણ, માનસિક વ્યથા વગેરે થવા લાગ્યાં. જૈન ધર્મે દરેક પદાર્થમાં એના સામાન્ય ગુણનો અને વિશેષ ગુણનો એટલે કે તેના શુદ્ધ સ્વરૂપનો વિચાર કર્યો. વળી તેની ભિન્નભિન્ન અવસ્થાનો, પરિણમનનો વિચાર કર્યો અને છેવટે તે માટે એમ દર્શાવ્યું કે વસ્તુના અનેક ધર્મ છે. અને ધર્માત્મ વસ્તુઃ । આમ એકની એક વસ્તુમાં ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી જુદે જુદે સમયે નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ ઇત્યાદિ પ્રકારની જાત્યન્તરતા જોવા મળી શકે. યથાર્થ સમજણ સ્વીકારવાને કારણે જૈન દર્શનને અન્ય દર્શન જેવી કોઈ સંશયાદિની વ્યથા નથી. _2010_05 ૫૦૩ For Private Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૮૮૪] ત્રાતિમાથાતિ Uતિ મુરä તુ વત્ત્વર્તિા तात्पर्यानवलम्बनेन तु भवेद् बोधः स्फुटं लौकिकः ॥ संपूर्णं त्ववभासते कृतधियां कृत्स्नाद्विवक्षाक्रमात् । तां लोकोत्तरभंगपद्धतिमयी स्याद्वादमुद्रां स्तुमः ॥११॥ અનુવાદ : જેમાં અનર્પિત વસ્તુ ગૌણપણાને અને અર્પિત વસ્તુ મુખ્યપણાને પામે છે, તાત્પર્યનું અવલંબન કર્યા વિના લૌકિક બોધ સ્ફટ થાય છે, પરંતુ કુશાગ્ર બુદ્ધિવાળાઓને સમગ્ર વિવક્ષાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે તે લોકોત્તર ભંગરચનાવાળી સ્યાદ્વાદ-મુદ્રાને અમે સ્તવીએ છીએ. ' વિશેષાર્થ : આ શ્લોકમાં સ્યાદ્વાદની લાક્ષણિકતા અને એની મહત્તા દર્શાવવામાં આવી છે. જગતના સામાન્ય લોકો કોઈપણ ચીજવસ્તુનો કે પરિસ્થિતિનો બોધ લૌકિક રીતે પામે છે. દરેક પદાર્થનું યથાર્થ સંપૂર્ણ સ્વરૂપ એમને ન સમજાય એ દેખીતું છે. સામાન્ય માણસ ઘડો કે ખાટલો જુએ, કૂતરાને કે માણસને જુએ તો એને સામાન્ય પ્રકારનો બોધ જ થવાનો કે “આ ઘડો છે', “આ ખાટલો છે', “આ કૂતરું છે કે “આ માણસ છે'. સામાન્ય માણસો એકંદરે એક મુખ્ય લક્ષણથી ચીજ કે પદાર્થને વ્યવહારની ગતાનુગતિકતાથી ઓળખે છે. જેમ ચીજવસ્તુ વિશે તેમ સગાંસંબંધીઓ, અમલદાર, નોકરચાકર, વેપારી વગેરે વિશે પણ તેમનો બોધ સામાન્ય પ્રકારનો રહે છે. વ્યવહારમાં એ રીતે જ બનવાનું. પરંતુ જયાં તત્ત્વદૃષ્ટિ આવે છે, દરેકનું તાત્પર્ય સમજવાની ઇચ્છા થાય છે અને એ સમજવા માટેની પાત્રતા એટલે કે કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યાં તાત્પર્યબોધ, તત્ત્વબોધ કે રહસ્યબોધ થાય છે. એવો બોધ પામવા માટે સપ્તભંગી, સ્યાદ્વાદ, નયવાદ કે અનેકાન્તવાદ કામ લાગે છે. જેમની સ્યાદ્વાદદષ્ટિ ખીલી હોય છે, જેમનાં અનેકાન્તલોચન ખૂલી ગયાં હોય છે એમને તો પ્રત્યેક વસ્તુ જોતાં એના સમગ્ર સ્વરૂપનો ક્રમથી ખ્યાલ આવી જાય છે. એ વખતે કઈ વસ્તુ ગૌણપણે લેવાની છે અને કઈ વસ્તુ મુખ્યપણે સમજવાની છે એનો પણ એમને તરત બોધ થઈ જાય છે. સ્યાદ્વાદમાં કોઈ નય પોતાને ઇષ્ટ અને અભિમત એવા ભાવને અર્પિત કરે છે એટલે કે ઇચ્છે છે ત્યારે તે વસ્તુ મુખ્ય બને છે અને અનર્પિત કરે છે ત્યારે તે ગૌણ બને છે. આમ સ્યાદ્વાદની પદ્ધતિ લૌકિક વ્યવહારની પદ્ધતિ કરતાં ઘણી ચડિયાતી છે અને તે જીવને ઉચ્ચતર-ઉચ્ચતમ ભૂમિકાએ લઈ જાય છે. સ્યાદ્વાદ વિના જીવનો આધ્યાત્મિક વિકાસ નથી. સ્વાવાદ વિના સમ્યગદર્શન નથી. એટલે જ સ્યાદ્વાદની રચનાવાળી પદ્ધતિની મુદ્રાને લોકોત્તર ગણાવવામાં આવે છે. જીવને ઉચ્ચ આધ્યાત્મિક વિકાસક્રમના પગથિયે ચડાવનાર આવી સ્યાદ્વાદ-મુદ્રાની ગ્રંથકાર મહર્ષિ સ્તુતિ કરે છે. [૮૮૫] માત્મીયાનુભવાશ્રયર્થવિષયોડથુબૈર્યલીયમો | म्लेच्छानामिव संस्कृतं तनुधियामाश्चर्यमोहावहः ॥ व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुंफितं । तं जैनागममाकलय्य न वयं व्याक्षेपभाजः क्वचित् ॥१२॥ અનુવાદ : સ્વાનુભવનો આશ્રય જ જેના અર્થનો વિષય છે અને જેનો ઉચ્ચ ક્રમ છે, ૫૦૪ Jain Education Interational 2010_05 Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો ઃ જિનમતસ્તુતિ અધિકાર પ્લેચ્છોને સંસ્કૃત ભાષા વિશે હોય છે તેમ અલ્પબુદ્ધિવાળાને જે આશ્ચર્ય અને મોહ પમાડનાર છે તથા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ વડે વિસ્તાર પામેલા સ્યાદ્વાદથી જે ગૂંથાયેલા છે તેવા જિનાગમને જાણ્યા પછી અમે ક્યારેય વ્યાક્ષેપ પામતા નથી. વિશેષાર્થ : જૈનાગમની વિશિષ્ટતા સામાન્ય માણસોની દૃષ્ટિએ અને અધિકારી સુજ્ઞ સજ્જનોની દૃષ્ટિએ કેવી જણાય તેનો નિર્દેશ આ શ્લોકમાં કરી ગ્રંથકર્તા પોતાને વિશે સ્પષ્ટતા કરે છે. જૈનાગમનો વિષય અધ્યાત્મનો હોવાથી તે અનુભવને આધારે તો હોવો જ જોઈએ. આધ્યાત્મિક અનુભૂતિની વાતનો વિષય જેમાં હોય નહિ તે સાહિત્ય જીવને ઉચ્ચ દશા તરફ કેવી રીતે લઈ જાય ? જિનાગમ એ પ્રકારનું સાહિત્ય છે કે જે જીવને ઉચ્ચ કક્ષા તરફ દોરી જાય છે. એટલે જિનાગમ પોતે પણ તેવી ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. પરંતુ જે ઉચ્ચ કક્ષાનું હોય તે બધાને સમજાય નહિ એવી વાતો સાંભળીને કેટલાકને આશ્ચર્ય થાય અને કેટલાક મતિમૂઢ પણ થઈ જાય. કોઈ પંડિતો સંસ્કૃત ભાષામાં વાત કરતા હોય તે સાંભળીને સંસ્કૃત ન જાણનારા પ્લેચ્છો કેવા આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે ! તેમને સાંભળવામાં અને જોવામાં રસ પડે છે, પણ કશું સમજાતું નથી. તેવી રીતે આગમની ઉચ્ચ વાતો સાંભળવામાં અલ્પ બુદ્ધિવાળાને રસ પડે છે, તેઓ આશ્ચર્યમુગ્ધ બની જાય છે, પણ તેઓને એમાંથી કશું સમજાતું નથી, કારણ કે એ વાતો ગહન છે. પરંતુ ગહન છે એનો અર્થ એ નથી કે તે તદન અગમ્ય છે. એમાં તર્ક અથવા નયની દૃષ્ટિએ, વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ વગેરેનો આશ્રય લઈ, સ્યાદ્વાદની શૈલીથી સમજાવવામાં આવ્યું હોય છે. એટલે એમાં કેવળ અંધશ્રદ્ધાથી બધું કહેવામાં આવ્યું હોય એવું નથી. બુદ્ધિશાળી જીવને તો એ બધી વાત સરસ રીતે પ્રતીતિકર લાગે છે. આવી અવિસંવાદી, બ્રાન્તિરહિત, તર્કપૂત વિષયવિચારણા સમજ્યા પછી પોતાના મનમાં બીજો કોઈ પણ પ્રકારનો વ્યાપ એટલે કે વિક્ષેપ ક્યારેય ઉદ્ભવતો નથી એમ ગ્રંથકાર મહર્ષિએ અહીં કહ્યું છે. [૮૮૬] પૂનં સર્વવોરાતી વિડિતં નૈનેશ્વર શાસન | तस्मादेव समुत्थितैर्नयमतैस्तस्यैव यत्खंडनम् ॥ एतत्किंचन कौशलं कलिमलच्छन्नात्मनः स्वाश्रितां । शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥१३॥ અનુવાદ : સર્વ વચનોના અભિપ્રાયનું મૂળ જિનેશ્વરનું શાસન છે એ સુવિદિત છે. તેમાંથી જ ઉત્પન્ન થયેલા નયમતોથી તેનું જ ખંડન કરવું એ તો પોતાને આશ્રય આપનાર શાખાને જ છેદવા માટે ઉદ્યમી થયેલાની કુશળતાની જેમ, કળિકાળના મળથી આચ્છાદિત થયેલા તાર્કિકોની તુચ્છ કુશળતા કટુ પરિણામ (ઉદક = અંત) લાવનારી છે. વિશેષાર્થ : સર્વ શાસ્ત્રવચનોનું મૂળ જિનેશ્વર ભગવાનનું શાસન છે અર્થાત્ જિનવાણી છે. જૈન દર્શનમાં સર્વ નયોનો સમન્વય થયેલો છે. હવે તેમાંથી જ કોઈ એક નયમતનો આશ્રય લઈ બીજા નયમતનું ખંડન કરવું તે કોઈ પણ રીતે ઉચિત નથી. જૈનાચાર્યોમાં જ જયારે વાદવિવાદ થાય ત્યારે એ ૫૦૫ Jain Education Interational 2010_05 Page #551 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર પરિસ્થિતિ વધુ દુ:ખદ બને. તેઓ કોઈ એક જ નય કે મતનો આશ્રય લઈ બીજા મતનું ખંડન કરે તો એ તો પોતે જે ડાળ પર બેઠા હોય તેને જ કાપવા તૈયાર થાય એના જેવું છે. પોતાની તર્કબુદ્ધિ દોડાવીને કેટલાક એમ જે કરી રહ્યા છે એમાં તો કળિકાળનો જ પ્રભાવ વરતાય છે. પરંતુ એનું પરિણામ સુભગ નહિ પણ કટુ જ આવે છે એ તેઓ બિચારા જાણતા નથી હોતા. [८८७] त्यक्तोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतं । सिद्धान्तार्थ रहस्यवित् क्व लभतामन्यत्र शास्त्रे रतिम् ॥ यस्यां सर्वनया विशन्ति न पुनर्व्यस्तेषु तेष्वेव या । मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु रत्नेषु सा ॥१४॥ અનુવાદ : ઉન્માદનો ત્યાગ કરીને, વિભજ્યવાદ(અનેકાન્તવાદ)ની રચનાના કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર શું બીજા શાસ્ત્રમાં રતિ પામે ? તેમાં (સિદ્ધાન્તરચનામાં) સર્વ નયો પ્રવેશે છે, પણ છૂટા છૂટા નયોમાં તે નથી. માળામાં મણિઓ રહે છે, વિખરાયેલાં રત્નોમાં માળા નથી હોતી. વિશેષાર્થ : જ્યાં ઉન્માદ છે ત્યાં સાચી ષ્ટિ નથી હોતી. અકારણ અભિમાન વસ્તુસ્થિતિની યથાર્થતા સમજવામાં અવરોધરૂપ બને છે. એટલે સત્ય પામવા માટે સૌ પ્રથમ ઉન્માદનો ત્યાગ કરવાની આવશ્યકતા છે. જે ભિન્નભિન્ન નયનું યોગ્ય પૃથક્કરણ અથવા વિભાજન કરીને વિભજ્યવાદ અર્થાત્ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ દ્વારા સત્ય પામવાની રુચિવાળા છે તથા સિદ્ધાન્તોના રહસ્યને જાણવાવાળા છે તેઓને એકાન્તિક અભિનિવેશવાળા શાસ્ત્રોમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. અહીં જૈનાગમની વિશિષ્ટતા દર્શાવતાં બતાવ્યું છે કે એમાં બધા દર્શનોનો અને બધા નયોનો સમુચિત સમન્વય થયો છે. એટલે જે અન્યત્ર છે તે જૈન દર્શનમાં છે, પરંતુ જે જૈન દર્શનમાં છે તે બધું અન્ય કોઈ એક દર્શનમાં નથી. જે સ્યાદ્વાદમાં છે તે કોઈ એક નયમાં નથી. જેમ કોઈ માળાના મણકા હોય તો તે બધા મણકા માળાની અંદર આવી જાય છે, પરંતુ તે મણકા છૂટાછવાયા વિખરાયેલા હોય તો તેથી તે કંઈ માળા બનતા નથી. મણકાઓમાં જે સ્થાન માળાનું છે તેવું સ્થાન જુદાં જુદાં દર્શનોમાં જૈન દર્શનનું છે, કારણ કે એમાં સર્વ નયોનો સમન્વય થયેલો છે. [८८८] अन्योन्यप्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यान्नयान् । नापेक्षाविषयग्रहैर्विभजते माध्यस्थ्यमास्थाय यः ॥ स्याद्वादे सुपथे निवेश्य हरते तेषां तु दिङ्मूढतां । कुंदेंदुप्रतिमं यशो विजयिनस्तस्यैव संवर्धते ॥ १५ ॥ અનુવાદ : અન્યોન્યના વેરભાવથી ખોટા ઠરતા, પરંતુ પોતપોતાના અર્થમાં સત્ય એવા નયોને વિશે જે મધ્યસ્થભાવનો આશ્રય કરી, અપેક્ષાના વિષયનો આગ્રહ રાખી વિભાજિત કરતા નથી 2010_05 ૫૦૬ Page #552 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ છઠ્ઠો, અધિકાર ઓગણીસમો : જિનમતસ્તુતિ અધિકાર તથા સ્યાદ્વાદરૂપી સન્માર્ગમાં સ્થાપીને તેમની દિમૂઢતાને જે હરી લે છે તે વિજયવંત પુરષનો કુંદ પુષ્ય અને ચંદ્ર જેવો યશ વૃદ્ધિ પામે છે. ' વિશેષાર્થ : દરેક પરિસ્થિતિ, વિચાર, આચાર વગેરેને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી નિહાળી શકાય. એમાં એવું પણ બને કે એકની દૃષ્ટિએ જે સાચું હોય તે બીજાની દૃષ્ટિએ ખોટું હોય, જ્યાં પરસ્પર વૈરભાવ હોય ત્યાં તો બીજાના મતને ખોટો ઠરાવવાનું વલણ આવ્યા વગર રહે નહિ. બીજી બાજુ પોતાના મતમાં સત્વ રહેલું છે એવું પ્રામાણિકપણે લાગવાનો સંભવ રહે છે. આમ જુદા જુદા નયો વચ્ચે ગજગ્રાહ રહેવાનો અને એમાંથી વૈમનસ્ય જન્મવાનું. પરંતુ જેઓએ સ્યાદ્વાદનો અભ્યાસ કર્યો છે અને જીવનમાં એને ઉતાર્યો છે એવા પુરુષોમાં માધ્યસ્થ દૃષ્ટિ આવી જાય છે. જ્યાં જેટલું જે અપેક્ષાએ સત્ય હોય છે ત્યાં તેટલું સત્ય તેઓ અવશ્ય ગ્રહણ કરે છે. આંશિક સત્ય હોય તો પણ અસ્વીકાર કરવાનું આવા મધ્યસ્થના ભાવવાળાને રુચતું નથી. તેઓ ન્યાયશાસ્ત્રના અભ્યાસી હોય છે, એટલે જુદા જુદા નયની દષ્ટિએ ગૂંચને ઉકેલતાં અને યોગ્ય વિભાજન કરતાં તેઓને આવડે છે. આથી ભિન્નભિન્ન નય વચ્ચે થયેલા વિવાદનો તેઓ સામંજસ્યપૂર્ણ ઉકેલ શોધી આપી શકે છે. જેમનામાં આવી શક્તિ રહેલી હોય તેઓને કુદરતી રીતે જ યશ મળે છે. તેમનો યશ કુંદ પુષ્પ જેવો કે ચન્દ્ર જેવો ઉજવળ હોય છે અને તે વૃદ્ધિ પામતો રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શ્લેષથી આ છેલ્લા શ્લોકમાં પોતાના નામને ગૂંથી લીધું છે. ઉપાધ્યાયજી મહારાજ ન્યાયવિશારદ હતા એટલે એ દૃષ્ટિએ પણ એમણે આ ગ્રંથમાં ભિન્નભિન્ન દર્શનોની તત્ત્વમીમાંસાને સ્યાદ્વાદની શૈલીથી ગૂંથી લીધી છે. એમના આ ભગીરથ કાર્ય માટે એમને અવશ્ય યશ મળ્યો છે. इति जिनमतस्तुत्यधिकारः ॥ જિનમતસ્તુતિ અધિકાર સંપૂર્ણ પ્રબંધ છઠ્ઠો સંપૂર્ણ ૫૦૭ Jain Education Intemational 2010_05 Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો અધિકાર વીસમો અનુભવ અધિકાર 7 [૮૮૯] શાસ્ત્રોપશિશિ ત્નિતાસદષાવનુષા प्रियमनुभवैकवेद्यं रहस्यमाविर्भवति किमपि ॥१॥ અનુવાદ : શાસે બતાવેલી દિશાથી જેમનાં અસગ્રહ, કષાય, કલુષતા ગળી ગયાં છે, તેઓને, અનુભવથી જ સમજી શકાય એવું કંઈક પ્રિય રહસ્ય પ્રગટ થાય છે. વિશેષાર્થ : (અધ્યાત્મમાર્ગમાં વિકાસ કરવા માટે જેટલી શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા છે તેટલી જ સ્વાનુભવની આવશ્યકતા છે. સ્વાનુભવ વગર માત્ર શાસ્ત્રાભ્યાસ ચાલ્યા કરે તો એથી પોથી પંડિત બનાય, પણ આત્મિક વિકાસ ન સધાય. તેમ છતાં શાસ્ત્રાભ્યાસની ઉપયોગિતા પણ એટલી જ છે, કારણ કે શાસ્ત્રોમાં પૂર્વસૂરિઓના સ્વાનુભવનો નિચોડ હોય છે. શાસ્ત્રાભ્યાસ દ્વારા કેટલીયે શંકાઓનું સમાથાન થાય છે. આગમશાસ્ત્રોમાં પદાર્થની ભિન્નભિન્ન નયથી છણાવટ કરવામાં આવેલી હોવાથી પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે. જે માણસના અમુક બાબતો માટે ખોટા અને જડ અભિપ્રાયો બંધાઈ ગયા હોય છે એવા કદાગ્રહી માણસો જયારે એકાંતમાં નિખાલસહૃદયે શાસ્ત્રનું અધ્યયન કરે છે ત્યારે એમના કદાગ્રહો નીકળી જાય છે અને એમને તે વિષયનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. કદાગ્રહની સાથે કષાયો પણ . જોડાયેલા હોય છે. કદાગ્રહ જતાં, મનની ઉદારતા અને વિશાળતા પ્રાપ્ત થતાં અહંકારાદિ કષાયો નીકળી જાય છે. એથી ચિત્તની નિર્મળતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આવી દશા જયારે પ્રાપ્ત થાય છે ત્યારે જીવ જો અંતર્મુખ બની આત્માવલોકન કરે તો એને પોતાનો વૈયક્તિક એક જુદો જ અનુભવ થશે. અંતરમાં કંઈક પ્રકાશ લાધશે, કારણ કે આ સ્વાનુભવને લીધે કંઈક અપૂર્વ રહસ્ય પ્રાપ્ત થાય છે. જેઓને આવો આત્માનુભવ થયો હશે તેઓને આ વાતની તરત ખાતરી થશે. [20] પ્રથમrખ્યાવિત્નાસાવવિખૂdયક્ષUસ્ક્રિીનમ્ चंचलतरुणीविभ्रमसममुत्तरलं मनः कुरुते ॥२॥ અનુવાદ : પ્રથમ અભ્યાસના વિલાસથી આવિર્ભાવ પામીને ક્ષણમાં જે વિલીન થઈ જાય છે તે (રહસ્ય અથવા અનુભવ) ચંચલ તરુણીના વિશ્વમ(મનોહર કટાક્ષ)ની જેમ મનને ઉત્સુક (ઉત્તરલ) કરે છે. વિશેષાર્થ : સાધક જ્યારે આત્માનુભવ માટે સાધનાની શરૂઆત કરે છે ત્યારે તે સમયે તેની દશા ૫૦૮ Jain Education Intemational 2010_05 Page #554 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર કેવી હોય છે તેનું અહીં વર્ણન છે. આરંભકાળનો એ અનુભવ બહુ વિલક્ષણ હોય છે. સાધકના પ્રારંભિક અભ્યાસકાળમાં આત્માનુભવની ઉત્કટ તાલાવેલી જ્યારે હોય છે અને તે પ્રકારની એની સજ્જતા અને આચરણા હોય છે ત્યારે પોતાના ક્ષયોપશમથી, ધ્યાનમાં એકાગ્રતા અને સ્થિરતા પ્રાપ્ત થતાં તેને આત્મદર્શનની, રહસ્યબોધની કંઈક પ્રકાશમય ઝાંખી થાય છે કે જે અપૂર્વ હોય છે. પરંતુ આરંભદશા હોવાથી તે ઝાંખી ઝાઝીવાર ટકતી નથી. તે તરત વિલીન થઈ જાય છે. પરંતુ સાધકને તે એવો ચટકો લગાડે છે કે હવે એને બીજું કંઈ સૂઝતું નથી, રુચતું નથી. આત્મદર્શનનો એવો અનુભવ ફરી વાર, વારંવાર કરવાનું એને મન થાય છે. હવે એને બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. એનું મન ત્યાં જ વારંવાર દોડી જાય છે. એને એમ થાય છે કે આ દર્શન વધુ સમય રહે તો કેવું સારું ! પોતે શું શું કરે કે જેથી એ અનુભવ તરત વિલીન ન થતાં વધુ સમય રહે ? એ માટે તે સર્વ ઉપાયો યોજે છે. આત્મસાધનામાં જેઓ આગળ વધ્યા છે તેઓને આ વાત તરત સમજાય એવી છે. આ વિષયના અનુભવીઓ આ કથન માટે તરત સાક્ષી પૂરી શકે એમ છે. ઉપાધ્યાયજી મહારાજે સાધકની તાલાવેલી માટે અહીં દૃષ્ટાંત ચંચલ યુવતીના નયનકટાક્ષનું આપ્યું છે. કોઈ યુવાન ચંચલ તરુણીના કામુક હાવભાવને એક વાર જુએ અને આકર્ષાય તો એનું ચિત્ત એ હાવભાવ જોવા વારંવાર ત્યાં દોડી જાય છે. એને એ સિવાય બીજી કોઈ વાતમાં ચેન પડતું નથી. એવી જ રીતે પ્રારંભ દશામાં સાધકનું ચિત્ત ક્ષણવારને માટે થયેલા આત્મદર્શનને કારણે વારંવાર એ જ દિશામાં દોડવા લાગે છે. અનુભવે આ વાત વધુ સમજાય એવી છે. [૮૯૧] સુવિદિતયોરિણું ક્ષિપ્ત પૂર્વ તર્થવ વિક્ષિણમ્I ___एकाग्रं च निरुद्धं चेतः पंचप्रकारमिति ॥३॥ અનુવાદ : યોગને સારી રીતે જાણનારાએ (યોગીઓએ) ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારનું ચિત્ત ઇચ્છવું (જાયું; કહ્યું) છે. વિશેષાર્થ : ચિત્તને આત્મા સાથે ગાઢ સંબંધ છે. મન, વચન અને કાયા એ ત્રણના યોગમાં મનનો યોગ સૌથી વધુ બળવાન છે. માણસ જો થોડીક વાર સ્થિર બેસી, મૌન ધારણ કરી પોતાના ચિત્તમાં ઉદ્ભવેલા વિચારપ્રવાહનું અવલોકન અને પુનરાવલોકન કરે તો એને તરત ખાતરી થશે કે પોતાના ચિત્તમાં થોડીક વારમાં જ કેટલા બધા વિચારો ઝબકી ગયા. પોતાના ચિત્તને કોઈક એક બાબતમાં થોડી વાર માટે સ્થિર રાખવામાં પણ કેટલી બધી મહેનત પડે છે એ તો અનુભવે સમજાય એવી વાત છે. જીવનમાં કેટલાક એવા અનુભવો હોય છે કે જ્યારે ચિત્ત વધારે એકાગ્ર થાય છે, તો ક્યારેક અત્યંત ચંચલ થાય છે. ચિંતકની વય, કક્ષા, અભ્યાસ, ઇત્યાદિ ઉપરાંત એના ચિત્તમાં ચાલતા વિષયોના પ્રકારો, આંદોલનનું સ્વરૂપ, સ્થિરતાનો કાળ ઇત્યાદિની દૃષ્ટિએ ચિત્તના અનેક પ્રકાર પડી શકે. તુંડે તુંડે મતિમન્ના | એમ આપણે કહીએ છીએ એ દષ્ટિએ પ્રત્યેક મનુષ્યનું ચિત્ત એક જુદો જ નમૂનો છે. આમ છતાં યોગને ૫૦૯ Jain Education Intemational 2010_05 Page #555 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સારી રીતે જાણનારા યોગીઓએ, પોતાના અનુભવો અને અવલોકનોને આધારે ચિત્તનાં મોટાં પાંચ વર્ગીકરણ કરીને ચિત્તના પાંચ મુખ્ય પ્રકારો બતાવ્યા છે : (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. ચિત્તના આ પાંચ પ્રકારોનાં નામ એની લાક્ષણિકતા પ્રમાણે રાખવામાં આવ્યાં છે. ક્ષિપ્ત એટલે ફેંકાયેલું અથવા છિન્નભિન્ન થઈ ગયેલું એટલે કે આમતેમ સતત ભટકનાર ચિત્ત. મૂઢ એટલે અજ્ઞાનયુક્ત, ધ્યેયરહિત તથા શું કરવું અને શું ન કરવું એવી સમજણ વિનાનું ચિત્ત. વિક્ષિપ્ત એટલે સારાનરસા ભાવોમાં દોડી જતું ચિત્ત. એકાગ્ર એટલે એક વિષયમાં અગ્રપણે રહેવાવાળું ચિત્ત અને નિરુદ્ધ એટલે અંકુશમાં, મર્યાદામાં, સંયમમાં રહેલું ચિત્ત. આ રીતે ચિત્તના પ્રકારોનાં નામો યથાર્થ આપવામાં આવ્યાં છે. શબ્દાર્થ ઉપરાંત શાસ્ત્રકારોએ એ દરેક પ્રકારની વિશેષ લાક્ષણિકતાઓ પણ દર્શાવી છે. એમાં ક્ષિપ્ત એટલે વિષયોમાં નિમગ્ન બહિર્મુખ ચિત્ત. મૂઢ એટલે કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય ન કરી શકનાર વિવેકરહિત ચિત્ત. વિક્ષિપ્ત એટલે રક્ત અને વિરક્ત એમ બંને પ્રકારોના ભાવો અનુભવતું ચિત્ત. એકાગ્ર એટલે એક જ વિષયમાં લગનીવાળું, સમાધિમાં સ્થિર થયેલું ચિત્ત. નિરુદ્ધ એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રવૃત્તિઓથી મુક્ત, મધ્યસ્થતાવાળું, સ્વભાવમાં રમણતા કરવાવાળું ચિત્ત. હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'ના બારમા પ્રકાશમાં ચિત્તના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે : (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) શ્લિષ્ટ અને (૪) સુલીન. એ દરેકની લાક્ષણિકતા સંક્ષેપમાં દર્શાવતાં તેઓ કહે છે કે વિક્ષિપ્ત એટલે મરજી મુજબ ભટકતું ચિત્ત, યાતાયાત એટેલે આવનજાવનવાળું, ઘડીકમાં બહાર અને ઘડીકમાં અંદર દોડી જનારું ચિત્ત, શ્લિષ્ટ એટલે ચોંટેલું અથવા સ્થિરતા અને આનંદવાળું ચિત્ત અને સુલીન એટલે નિશ્વલ અને પરમાનંદમાં લીન બનેલું ચિત્ત [૮૯૨] વિષપુત્પિપુત્ર પુર:પુર નિવેશિત રનHTI. सुखदुःखयुग्बहिर्मुखमाम्नातं क्षिप्तमिह चित्तम् ॥४॥ અનુવાદ : કલ્પિત અને સન્મુખ રહેલા વિષયોમાં રજોગુણ વડે જે સ્થાપન કરેલું છે, જે સુખદુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ છે એવા ચિત્તને અહીં ક્ષિપ્ત' કહેવાયું છે. વિશેષાર્થ : ક્ષિપ્ત પ્રકારનું ચિત્ત હમેશાં બહિર્મુખ હોય છે. તે સન્મુખ રહેલા ઇન્દ્રિયોના વિષયોમાં રાચનારું હોય છે. સ્પર્ધાદિ ઇન્દ્રિયોના વિષયો મળે, ખાવુંપીવું, વસ્ત્રાલંકારોથી સજ્જ થવું, હરવુંફરવું, સુખસગવડ ભોગવવાં ઇત્યાદિમાં એને અત્યંત રસ પડે છે. વર્તમાનમાં તે ભોગોપભોગને ભોગવે છે, ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું તે સ્મરણ કરે છે અને ભવિષ્યમાં ભોગવવાના ભોગોની કલ્પનામાં તે રાચે છે. ઇન્દ્રિયોથી પર, આત્મા જેવું કંઈક તત્ત્વ છે એની એને સમજણ નથી હોતી અને સમજણ હોય છે તો તેમાં શ્રદ્ધા અને રસ નથી હોતાં. આવા ચિત્તને ઇષ્ટ વિષયની અનુકૂળતા મળે તો તે રાજી થાય છે અને પ્રતિકૂળતા મળે, કષ્ટ પડે, દુ:ખ આવી પડે તો તે વ્યગ્ર બની જાય છે. તે રાગથી રજોગુણથી ઘેરાયેલું હોય છે. આવું ચિત્ત બહારના પદાર્થોમાં જ પરિભ્રમણ કર્યા કરતું હોવાથી તે બહિર્મુખ જ હોય છે. અંતરાત્મામાં તે પ્રવેશતું નથી. પરિણામે આવા ચિત્તવાળા જીવો ભવાભિનંદી અને ભવભ્રમણ કરવાવાળા હોય છે. ૫૧૦ Jain Education Intemational 2010_05 Page #556 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર [૮૯૩ થfમર્નિયમિત વિરુદ્ધનૃત્યેષુ યરામમૂના कृत्याकृत्यविभागासंगतमेतन्मनो मूढम् ॥५॥ અનુવાદ : તમોગુણ વડે વિરુદ્ધ કાર્યોમાં ક્રોધાદિથી જે નિયમિત છે તથા કૃત્ય અને અકૃત્યના વિભાગથી અસંગત છે તે મન “મૂઢ છે. વિશેષાર્થ મૂઢ પ્રકારના ચિત્તનાં લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. મૂઢ એટલે મૂર્ખ, અજ્ઞાની, ગૂંચવાયેલો, મોહવાળો, વિવેકહીન, મૂઢ ચિત્તવાળા માણસો તમન્ ગુણવાળા હોવાથી ક્રોધાદિ કષાયોના દાસ જેવા બની જાય છે. તેઓ પ્રમાદી અને મનથી નિર્બળ હોય છે. કષાયોના આવેગને વશ થઈ જતા હોવાથી તેમનામાં વિવેક જેવું કે લજ્જા જેવું કશું હોતું નથી. તેઓ ધર્મવિરુદ્ધ, સમાજવિરુદ્ધ કે લોકવિરુદ્ધ કાર્ય કરતાં અચકાતા નથી. તેઓને ભવિષ્યનાં ભયંકર પરિણામોનો તત્કાલ ખ્યાલ કે ડર હોતો નથી, પરંતુ દુઃખ આવી પડે ત્યારે પસ્તાય છે. ન્યાયનીતિનાં કાર્યો અને ચોરી, હિંસા, વ્યભિચારાદિ અનીતિમય કાર્યો વચ્ચેનો તફાવત સમજવો તેમને ગમતો નથી; ક્યારેક તો ન્યાયનીતિની કે સદાચારની વાતોનો તેઓ ઉપહાસ કરતા હોય છે. આવા કલુષિત ચિત્તવાળા માણસો ધર્મના માર્ગે આવી શકતા નથી; આવવા જાય તો તેમાં ટકી શકતા નથી. [૮૯૪] સત્ત્વોકેશ્વાત્યરિત-નિવાપુ સુરનિર્વાષા शब्दादिषु प्रवृत्तं सदैव चित्तं तु विक्षिप्तम् ॥६॥ અનુવાદ : સત્ત્વગુણના ઉકથી જે દુઃખનાં કારણોથી દૂર થયેલું છે અને શબ્દાદિ સુખના કારણોમાં સદૈવ પ્રવૃત્ત રહે છે તે ચિત્ત “વિક્ષિપ્ત' છે. વિશેષાર્થ : અહીં ‘વિક્ષિત' ચિત્તનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જે ચિત્તમાં તામસી અને રાજસી | ભાવોની મંદતા થતી જાય અને ઉત્તરોત્તર સાત્ત્વિક ભાવોની વૃદ્ધિ થતી જાય તો તેવા ચિત્તને વિક્ષિપ્ત ચિત્ત કહેવામાં આવે છે. આવા ચિત્તને ભવભ્રમણનો ભય લાગવા માંડે છે. સત્ત્વગુણના ઉત્કર્ષથી તે ઉલ્લાસમય બને છે. એથી એનાં દુઃખનાં કારણો દૂર થઈ જાય છે. ઇન્દ્રિયોના બાહ્ય પદાર્થો અને વિષયોમાંથી એનો રસ મંદ થતો જાય છે. બીજી બાજુ સુખનાં કારણરૂપ શબ્દાદિના વિષયોમાં કે એવા પદાર્થોમાં કે તત્ત્વોમાં એને રસ પડવા લાગે છે. આમ છતાં વિક્ષિપ્ત ચિત્ત સર્વથા શુદ્ધ નથી હોતું. તે ક્યારેક બહિર્મુખ બને છે, તો ક્યારેક અંતર્મુખ બને છે. યોગસાધના કરનારા સાધકોએ અહીંથી શરૂઆત કરવાની છે. પોતાનું ચિત્ત મૂઢ કે ક્ષિપ્ત ન બની જાય તે માટે તેઓએ કાળજી રાખવાની હોય છે. બીજી બાજુ ચિત્ત જ્યાં છે ત્યાં અટકી ન જતાં વધુ વિશુદ્ધ થાય એ માટે અભ્યાસ કરવાની જરૂર છે. [૮૯૫) અષાવિશુપાવતાં નિત્યં વાોિષપરિહારતુ सदृशप्रत्ययसंगतमेकाग्रं चित्तमाम्नातम् ॥७॥ અનુવાદ : અષાદિ ગુણવાળાનું ખેદાદિ દોષોના નિત્ય પરિહારથી સમાન વિષય(પ્રત્યય)માં લાગેલું ચિત્ત “એકાગ્ર' કહેવાયેલું છે. ૫૧૧ Jain Education Interational 2010_05 Page #557 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : અહીં ચોથા પ્રકારના ચિત્તનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. “એકાગ્ર' પ્રકારના ચિત્ત માટે હેમચંદ્રાચાર્યે શ્લિષ્ટ શબ્દ પ્રયોજયો છે. તે પોતાના વિષયમાં બરાબર ચોંટેલું રહે છે. આવું ક્યારે બને છે ? સાધક જ્યારે નિરંતર ધ્યાનનો અભ્યાસ કરતો રહે છે ત્યારે એનું ચિત્ત વિક્ષિપ્ત દશામાંથી એકાગ્ર દશામાં આવે છે. આ અભ્યાસકાળ દરમિયાન સાધકના જો ગુણો ખીલે તો જ તે આગળ વધી શકે. એમાં મહત્ત્વના ગુણો છે અષ અને અખેદ. અહીં અષાદિ અને અખેદાદિ એવા શબ્દો પ્રયોજવામાં આવ્યા છે એનો અર્થ એ થયો કે આ ગુણોની સાથે તેવા બીજા પણ કેટલાક ગુણો સાધકમાં વિકસવા જોઈએ. આનંદઘનજી મહારાજે સંભવનાથ ભગવાનના જીવનમાં કહ્યું છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્રેષ, અખેદ'એટલે સાધકમાં અભયનો ગુણ પણ હોવો જોઈએ. કોઈપણ પ્રકારની ચિંતા કે ભય હોય ત્યાં સુધી અષ ગુણ પ્રગટે નહિ. ૮ષ તથા ઈષ્ય, માયા, અસત્ય, લોભ, અહંકાર વગેરે દોષો પણ ન હોવા જોઈએ. ખેદ એટલે સંતાપ, થાક. ખેદાદિમાં ખેદ ઉપરાંત વેરભાવ, અવિશ્વાસ, કંટાળો, અણગમો, ઉદ્વેગ વગેરે દોષો પણ આવી જાય છે. આવા બધા દોષોનો પરિહાર અર્થાત ત્યાગ કરવામાં આવે ત્યારે ચિત્ત વિશુદ્ધ બને છે, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને પ્રસન્ન રહે છે. યોગસાધના માટે હવે તે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આઠ યોગદષ્ટિની રીતે વિચારીએ તો સાધક જયારે સાતમી યોગદષ્ટિમાં આવે છે ત્યારે તેનામાંથી દ્વેષ, ખેદ વગેરે દોષો નીકળી ગયા હોય છે, બાહ્ય પદાર્થોમાંથી તેનું ચિત્ત નિવૃત્ત થઈ ગયું હોય છે અને સાધનાના કોઈ પણ એક વિષય પર તે એકાગ્ર થયું હોય છે. તેનામાં સર્વ જીવો પ્રત્યે સદેશતાનો, સરખાપણાનો, સમતાનો ભાવ પ્રગટ થાય છે. એવા સદેશ વિષયોમાં જ એનું મન લાગેલું રહે છે. [૮૯૬] ૩૫તવિક્ષત્પવૃત્તિવમવપ્રવિમળ્યુતં દ્રમ્ आत्माराममुनीनां भवति निरुद्धं सदा चेतः ॥८॥ અનુવાદ : વિકલ્પોની વૃત્તિથી વિરામ પામેલું, અવગ્રહાદિ ક્રમથી યુત થયેલું આત્મારામ મુનિઓનું શુદ્ધ ચિત્ત “નિરુદ્ધ' થાય છે. ' વિશેષાર્થ : અહીં ‘નિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આત્મારામ મુનિઓનું એટલે કે જે મુનિઓ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે એવા મુનિઓનું શુદ્ધ ચિત્ત “નિરુદ્ધ' કહેવાય છે. ચિત્તના પાંચ પ્રકારોમાં આ શ્રેષ્ઠ પ્રકારનું ચિત્ત છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં એને “સુલીન' તરીકે ઓળખાવ્યું છે. તે સુનિશ્ચલ અને પરમાનંદસ્વરૂપ હોય છે. આવા ચિત્તમાં વિકલ્પના તરંગો ઊઠતા નથી. વિકલ્પો શમી ગયા હોય છે. અર્થાત્ નિવૃત્ત થઈ ગયા હોય છે. એવા યોગીજનોને કોઈ બાહ્ય પદાર્થ પ્રત્યે પ્રિયઅપ્રિયનો ભાવ રહ્યો હોતો નથી. સ્થળ અને કાળની બાબતમાં પણ તેઓને કોઈ ગમવા-ન ગમવાનો, અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર કે ભાવ ઉદ્ભવતો નથી. તેઓને કોઈ અસંતોષનો કે ફરિયાદનો ભાવ રહેતો નથી. માત્ર બાહ્ય પદાર્થો જ નહિ, અન્ય જીવો માટે પણ તેમના મનમાં કોઈ અનુરાગ કે લેષ રહેતો નથી. સર્વત્ર અને સર્વ કાળે એમના મનમાં સમતા જ રમતી રહે છે. એમનું ચિત્ત હવે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી રહિત હોય છે તથા અવગ્રહાદિ ક્રમથી ટ્યુત થયેલું હોય છે એટલે કે મતિજ્ઞાનના વિષયોથી, પ્રતિબંધોથી તે મુક્ત થયું હોય છે. ધ્યાનની ઉત્તમ અવસ્થામાં રહેવાને તે સુપાત્ર ૫૧૨ 2010_05 Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર બન્યું હોય છે. આથી એવા પરમ આનંદમય ચિત્તને “નિરુદ્ધ કહેવામાં આવે છે. આત્મસ્વરૂપનો અનુભવ કરનાર શ્રેષ્ઠ યોગીજનોનું ચિત્ત આવું હોય છે. [૮૯૭] સમાથાવુપયો તિન્નક્ષેતો શી રૂદ નમસ્તે ! सत्त्वोत्कर्षात् स्थैर्यादुभे समाधिसुखातिशयात् ॥९॥ અનુવાદ : એમાં ચિત્તની ત્રણ દશા (લિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત) સમાધિમાં ઉપયોગને પ્રાપ્ત કરતી નથી. સત્ત્વના ઉત્કર્ષથી, ધૈર્યથી અને સમાધિસુખના અતિશયને લીધે બંને (એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત) ઉપયોગને પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારનાં બતાવેલાં ચિત્તમાં ધારણા, ધ્યાન તથા સમાધિના પ્રકારની યોગસાધના માટે કયા પ્રકારનું ચિત્ત યોગ્ય ગણાય ? આ પ્રશ્નનો અહીં ઉત્તર આપવામાં આવ્યો છે કે ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત એવું ચિત્ત હોય તો તે સમાધિની પ્રાપ્તિમાં ઉપયોગી થતું નથી. પરંતુ એકાગ્ર અને નિરુદ્ધ પ્રકારના ચિત્તમાં સત્ત્વનો ઉત્કર્ષ હોય છે. એમાં વીર્યની સફુરણા હોય છે. એમાં સ્થિરતા હોય છે. એમાં ચિત્તવૃત્તિનો નિરોધ હોય છે. એટલે એ બે પ્રકારની ચિત્તની અવસ્થાઓ સમાધિ માટે ઉપયોગી છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત વગેરે ચિત્તની અવસ્થાઓ છે. એ લક્ષમાં રાખવું જરૂરી છે કે ક્ષિપ્ત ચિત્ત કાયમને માટે ક્ષિપ્ત ચિત્ત જ રહ્યા કરે અને મૂઢ ચિત્ત જીવનપર્યત મૂઢ જ રહે અવું અનિવાર્ય નથી. ચિત્ત વિકાસોન્મુખ થઈ શકે છે અને પુરુષાર્થ તથા અભ્યાસથી વિકાસ સાધી શકે છે. આજે જે ચિત્ત ક્ષિપ્ત હોય તે અભ્યાસથી આગળ જતાં એકાગ્ર કે નિરુદ્ધ દશા સુધી પહોંચી શકે છે. વિક્ષિપ્ત પ્રકારના ચિત્તમાં યોગના આરંભની શક્યતા રહેલી છે. એટલે કે વિક્ષિપ્ત ચિત્ત યોગ્યતા પ્રાપ્ત થતાં એકાગ્ર કે નિરુદ્ધ બની શકે છે. એ વિશે હવે પછીના શ્લોકમાં કહ્યું છે. [૮૯૮] યોજમસ્તુ પવેવિલક્ષણે મનસિ નાતુ સાનંા क्षिप्ते मूढे चास्मिन् व्युत्थानं भवति नियमेन ॥१०॥ અનુવાદ ઃ આનંદવાળું થતાં વિક્ષિપ્ત મનમાં યોગારંભ થઈ શકે છે, પરંતુ એ ક્ષિપ્ત અને મૂઢ હોય તો એમાં અવશ્ય વ્યુત્થાન થાય છે. વિશેષાર્થ : ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત ચિત્ત વચ્ચેનો ફરક અહીં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. રાગ અને કેષથી યુક્ત, તમન્નુ અને રજસ્ ગુણની બહુલતાવાળું ક્ષિપ્ત અને મૂઢ પ્રકારનું ચિત્ત હોવાથી તે ધ્યાનમાં, સમાધિમાં સ્થિર ન રહી શકે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્ત કરતાં વિક્ષિપ્ત ચિત્તમાં કષાયોની મંદતા રહે છે. એવા વિક્ષિપ્ત ચિત્તમાં ક્યારેક યોગારંભની સંભવિતતા રહે છે. વિક્ષિપ્ત ચિત્ત સંસારનાં સુખોમાં રચ્યુંપચ્યું રહે તો તે નિયમ કે એકાગ્રતા સુધી પહોંચી ન શકે. પરંતુ રાગ અને વિરાગ વચ્ચે ફરતું એવું વિક્ષિપ્ત ચિત્ત ક્યારેક કષાયોની ઉપશાંતતા પ્રાપ્ત કરીને ધર્મના રંગે રંગાઈ જાય, આનંદમય બની જાય, પ્રભુ ભક્તિમય બની જાય તો તે એવા વિષયમાં વધુ સમય એકાગ્ર અને સ્થિર રહી શકે છે. એવે વખતે તે ૫૧૩ 2010_05 Page #559 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર યોગારંભ માટે, સમાધિસુખ માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આમ વિક્ષિપ્ત પ્રકારના ચિત્તમાં, હમેશાં નહિ પણ ક્યારેક યોગારંભની શક્યતા રહેલી છે. પરંતુ ક્ષિપ્ત અને મૂઢ પ્રકારના ચિત્તમાં તેવી શક્યતા ક્યારેય હોઈ શકે નહિ. રાગ અને દ્વેષની તીવ્રતાવાળા, કષાયોની ઉગ્રતાવાળા, તમસ ગુણના પ્રભાવવાળા, અત્યંત ચંચળ એવા ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં યોગારંભની, યમનિયમાદિની, ધારણા, ધ્યાન અને સમાધિની કોઈ શક્યતા નથી. એ ચિત્ત એટલું બધું ચંચલ હોય છે કે કોઈ પણ શુભ વિષયમાં એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે તરત ત્યાંથી ખસી જશે. ધ્યાનના વિષયમાંથી એ તરત બહાર નીકળી જશે. એનું વ્યુત્થાન થઈ જશે. [૮૯૯] વિષયકષાયનિવૃત્ત થોપુ ર સંuિ, વિવિધેષા गृहखेलबालोपममपि चलमिष्टं मनोऽभ्यासे ॥११॥ અનુવાદ : વિષયકષાયથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના યોગોમાં ગમન કરનારું, ઘરમાં રમતા બાળક જેવું મન ચંચળ હોય તો પણ અભ્યાસકાળમાં ઈષ્ટ છે. વિશેષાર્થ : ક્ષિપ્ત અને મૂઢ ચિત્તવાળા માણસો યોગસાધના બરાબર ન કરી શકે. પરંતુ ખેદાદિ દોષોથી મુક્ત, આર્તધ્યાનથી વિરામ પામેલું, સમતા ધારણ કરનારું એકાગ્ર કે નિરુદ્ધ પ્રકારનું ચિત્ત યોગસાધના સારી રીતે કરી શકે. હવે વચ્ચેના પ્રકારનું જે વિક્ષિપ્ત ચિત્ત છે તેમાં બે પ્રકારની શક્યતા રહેલી છે. જો તે આનંદવાળું બન્યું હોય તો યોગસાધનાનો આરંભ કરી શકે, પણ જો તે ચંચલ અને બહાર ભટકવાવાળું હોય તો યોગસાધના ન કરી શકે. આવા ચિત્તની શુદ્ધિ અને સમતા વધતાં જાય તો તે પણ યોગસાધનામાં આગળ વધી શકે. જો ચિત્ત ક્રમે ક્રમે ઇન્દ્રિયોના સ્પર્શાદિ વિષયોમાંથી નિવૃત્ત થતું જતું હોય, ભોગોપભોગમાંથી એનો રસ ક્ષીણ થતો જતો હોય તથા એના ક્રોધાદિ કષાયો મંદ થઈ ગયા હોય, વળી મોક્ષ માટે વિવિધ પ્રકારની આરાધનામાં કે તેવા યોગોમાં ગમન કરવાનું એને ગમતું હોય તો તેવું ચિત્ત ભલે ચપળ હોય તો પણ યોગસાધના માટે તે ઇષ્ટ મનાયું છે, કારણ કે તેની ચંચળતા પણ હવે મર્યાદિત પ્રકારની બની ગઈ હોય છે. અહીં બાળકનું સરસ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. બાળક નાનું હોય અને કહ્યા વગર વારંવાર ઘરની બહાર રમવા દોડી જતું હોય તો માતાપિતાને તેની ચિંતા રહે છે કે રખેને તે ક્યાંક પડી જશે, ભટકાઈ જશે, ઈજા પામશે, ખોવાઈ જશે કે કોઈક ઉપાડી જશે. પરંતુ બાળક ઘરના આંગણામાં જ રમતું હોય, દોડાદોડ કરતું હોય તો માતાપિતાને ખાસ ચિંતા રહેતી નથી. તેની સંભાળ રાખવાની જરૂર છે, પરંતુ હવે ચિંતા નથી. તેને આંગણામાં એકલું રમતું મૂકીને પણ તેઓ પોતાનું કામ કરી શકે છે. એવી જ રીતે ચિત્ત ચંચલ હોય, પણ હવે વિષય-કષાયમાંથી, આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી નિવૃત્ત થવા લાગ્યું હોય અને મોક્ષમાર્ગમાં તેની રુચિ વધતી જતી હોય તથા તે માટેના વિવિધ યોગોમાં તેને રસ પડવા લાગ્યો હોય તો તે આવકારદાયક છે, કારણ કે હવે એને યોગ્ય દિશામાં વાળી લેવાયું છે. એટલે હવે તે અવશ્ય વિકાસોન્મુખ બની શકશે. ૫૧૪ Jain Education Intemational 2010_05 International 2010_0s Page #560 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો અનુભવ અધિકાર [૯૦૦) વવનાનુષ્ઠાનતં યાતાયાતં સાતિવારમાં चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥१२॥ અનુવાદ : વચનાનુષ્ઠાનમાં રહેલું, ગમનાગમન કરવાવાળું અને વળી અતિચાર સહિત હોય તો પણ તે ચિત્ત અભ્યાસદશામાં ગજાંકુશન્યાય પ્રમાણે અદૂષિત છે. ' વિશેષાર્થ : ક્ષિપ્ત, અને મૂઢ પ્રકારનું ચિત્ત યોગસાધનામાં ઉપયોગી નથી, પરંતુ વિક્ષિપ્ત પ્રકારનું ચિત્ત આ બે પ્રકારના ચિત્તની જેમ તદ્દન નિરુપયોગી છે એમ નહિ કહી શકાય. અગાઉના શ્લોકમાં બતાવવામાં આવ્યું કે વિક્ષિપ્ત ચિત્ત ઘરમાં રમતા બાળક જેવું છે. હવે આ શ્લોકમાં કહેવામાં આવે છે કે અભ્યાસકાળના આરંભમાં વિક્ષિપ્ત ચિત્ત પણ ઉપયોગી થઈ શકે છે. વિક્ષિપ્ત ચિત્તને જ સતત અભ્યાસથી એકાગ્ર અને નિરુદ્ધના પ્રકાર સુધી પહોંચાડી શકાય છે. યાતાયાત એટલે કે ગમનાગમન કરવાવાળું અને સાતિચાર એટલે અતિચાર સહિત અર્થાત દોષયુક્ત એવું ચિત્ત પણ જયારે વચન-અનુષ્ઠાનમાં રહેતું હોય તો તે દૂષિત નથી. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એ ચાર પ્રકારનાં ધર્માનુષ્ઠાન બતાવવામાં આવે છે. આ ચારમાંથી ચિત્ત વચન-અનુષ્ઠાનમાં રહેલું હોય તો હવે તેને ભગવાનનાં વચનોમાં રસ અને શ્રદ્ધા જાગ્યાં છે. ચિત્ત આમતેમ ભટકતું હોય છે, પરંતુ ધર્માનુષ્ઠાન તરફ એની પ્રીતિ વધી છે એટલે હવે એને ધીમે ધીમે અભ્યાસ દ્વારા અસંગ અનુષ્ઠાન સુધી. યોગસાધનામાં એકાગ્રતા અને સલીનતા સુધી પહોંચાડી શકાશે. અહીં ગજાંકુશન્યાયનું ઉદાહરણ આપવામાં આવે છે. મદોન્મત્ત બનવાનો હાથીનો સ્વભાવ હોય છે. પરંતુ એવા મદોન્મત્ત હાથીના મસ્તક ઉપર ત્રિશૂળ જેવા “અંકુશ' નામના તીક્ષ્ણ શસ્ત્રનો પ્રહાર એની ઉપર બેઠેલો મહાવત કરે છે કે તરત હાથી અંકુશમાં આવી જાય છે, શાન્ત બની જાય છે. આવી રીતે અંકુશ વડે મહાવતો ભલભલા હાથીઓને શાન્ત બનાવી દે છે. તેવી તાલીમ હાથીને આપવા માટે સમય અને ધીરજ જોઈએ. પછી હાથી ડાહ્યો અને કહ્યાગરો બની જાય છે. તેવી રીતે વિક્ષિપ્ત ચિત્ત ભલે શરૂતમાં ભટકતું હોય કે ભૂલો કરતું હોય, પણ એને સતત અભ્યાસ દ્વારા સંયમમાં લાવી શકાય છે. મોક્ષ માટેની યોગસાધનામાં એને જોડી શકાય છે. એટલા માટે વિક્ષિપ્ત ચિત્ત અદુષ્ટ કહેવાય છે. [૯૦૧] જ્ઞાનવિચરેમિમુવંચથી યથા મવતિ મિgિ સાનંમ્ अर्थ : प्रलोभ्य बाहौरनुगृह्णीयात्तथा चेतः ॥१३॥ અનુવાદ : ચિત્ત જેમ જેમ જ્ઞાન-વિચાર પ્રત્યે અભિમુખ અને કંઈક આનંદયુક્ત થતું જાય, તેમ તેમ બાહ્ય પદાર્થો વડે લોભ પમાડીને તેને વશ કરી લેવું. ' વિશેષાર્થ : સાધકે પોતાના ચિત્તનો નિગ્રહ કરવા માટે આરંભના કાળમાં શું કરવું તે અંગે ગ્રંથકાર મહર્ષિએ અહીં સ્વાનુભવને આધારે સરસ યુક્તિ બતાવી છે. ચિત્તની અંદર પ્રતિપળ શુભાશુભ એવા વિવિધ વિચારો ઉદ્ભવતા હોય છે. જેમણે પોતાના ચિત્તનું અવલોકન કર્યું હશે તેઓ જાણતા હશે કે ચંચલ, એક વિચાર પરથી બીજા વિચાર પર કૂદાકૂદ કરતું ચિત્ત ક્યારેક પોતાના મનગમતા વિષયમાં થોડી વાર વધારે રોકાય છે, સ્થિર થાય છે. શિકારીનું શિકારમાં, ચોરી કરનારનું ચોરીમાં, જુગારીનું ૫૧૫ Jain Education Intemational 2010_05 Page #561 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જુગારમાં, વિષયાસક્ત માણસનું વિષયભોગમાં ચિત્ત એકાગ્ર બની જાય છે. જેમ આવી પૂલ અશુભ પ્રવૃત્તિઓમાં ચિત્ત લીન બની જાય છે, તેમ અશુભ નહિ એવી પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિમાં પણ માણસનું મન એકદમ પરોવાઈ જાય છે. નાના બાળકનું ચિત્ત રમકડાં રમવામાં ઓતપ્રોત થઈ જાય છે. કેટલાકનું ચિત્ત ઇતિહાસમાં કે ભૂગોળમાં કે કલાકારીગીરીમાં કે ગ્રંથવાંચનમાં તરત લીન બની જાય છે. એ માટે પોતાને મનગમતો વિષય મળવો જોઈએ. કેટલાક ધર્મપ્રેમી માણસોને પ્રભુદર્શન, પ્રભુભક્તિ, તપશ્ચર્યા કે અન્ય પ્રકારની ધર્મક્રિયામાં વધુ રસ પડે છે. આવા આવા વિષયો ચિત્તને માટે આલંબન રૂપ બને છે. તે સદ્ પ્રકારના હોય કે અસદ્ પ્રકારના હોય. જેઓને સાધના તરફ વળવું છે તેઓએ પોતાની જાતને પ્રશ્ન પૂછી જોવો કે પોતાને કયા શુભ વિષયમાં વધુ રસ પડે છે અને વધુ હર્ષ થાય છે. એ વિષયની બાહ્ય પ્રવૃત્તિ એણે વધારી દેવી જોઈએ. આરંભના કાળમાં આવા બાહ્ય અને શુભ આલંબનની આવશ્યકતા રહેશે. પોતાનું ચિત્ત જયારે જયારે ચંચલ બનતું જણાય કે તરત એને મનગમતા શુભ વિષયમાં પરોવી દેવામાં આવે તો તે શાંત, સ્વસ્થ અને પ્રસન્ન બની જાય છે. આવી રીતે,(ગ્રંથકર્તાશ્રી કહે છે કે શરૂઆતના તબક્કામાં સ્થિર થવા માટે જ્ઞાન અને વિચાર પ્રત્યે સન્મુખ થયેલા મનને મનગમતા વિષયનું પ્રલોભન આપવું પડશે. પરંતુ એ રીતે ટેવાતા જતા ચિત્તને ત્યાર પછી ઇષ્ટ વિષયમાં દોરી જઈ શકાય છે. જ્ઞાનની અને વિચારની અથવા જ્ઞાનના વિચારની સન્મુખ થયેલા ચિત્તને એ પદાર્થોમાં વધુ સ્થિર કરવાના અભ્યાસથી આગળ ઉપર ચિત્તને વધુ નિર્મળ અને એકાગ્ર બનાવી શકાય છે. આત્મસાધના માટે એને સજ્જ કરી શકાય છે.) [૯૦૨] ઉમરૂપનિતિમાં વિશિષ્ટ વાવવUરનાં વા पुरुषविशेषादिकमप्यत एवालंबनं बुवते ॥१४॥ અનુવાદ : એટલા માટે મનોહર જિનપ્રતિમા, વિશિષ્ટ પદ, વાક્ય, વર્ણની રચના અને પુરુષ વિશેષાદિને પણ આ પ્રમાણે આલંબન કહ્યાં છે. વિશેષાર્થ : પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપી નિરાલંબન ધ્યાનમાં ચિત્ત એકદમ પહોંચી શકતું નથી અને પહોંચે તો સ્થિર રહી શકતું નથી. એ માટે ધ્યાનયોગીઓએ સતત અભ્યાસ રાખવાની આવશ્યકતા રહે છે. આવા અભ્યાસની શરૂઆત કેવી રીતે કરવી ? ચિત્ત મનગમતા વિષયમાં વધુ સમય સ્થિર રહે છે. જો આરંભમાં પોતે જોયેલી કોઈ મનોહર જિનપ્રતિમા અને જિનાલયને પોતાના ચિત્તમાં તાદશ કરે તો તેનું સમગ્ર ચિત્ત એમાં રોકાયેલું રહે છે. એવી રીતે તત્ત્વજ્ઞાનનો કોઈ ગ્રંથ, એમાંનું કોઈ શ્રેષ્ઠ વાક્ય, કોઈ વિશિષ્ટ શબ્દરચનાનો વિચાર કરે અથવા ગૌતમસ્વામી, હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી, હીરવિજયસૂરિ કે એવા બીજા કોઈ મહાત્માના જીવન અને કાર્યનું ચિંતવન કરે તો પણ તેમાં ચિત્ત વધુ સમય સ્થિર રહી શકે છે. અથવા એવા વિદ્યમાન મહાત્માની સંગત કરે તો પણ તે ઉપયોગી બને છે. ક્યારેક પોતે કરેલી તીર્થયાત્રાને પોતાના સ્મૃતિપટ પર ક્રમાનુસાર તાદશ કરી શકાય. ચિંતન માટેના આલંબનરૂપ આવા વિષયો તે અનેક છે. પરંતુ પોતાની રુચિ અનુસાર તેની પસંદગી કરીને, નિયમિત અભ્યાસ વડે તેમાં આગળ વધી શકાય, વધુ સમય સ્થિર થઈ શકાય. નિરાલંબન ધ્યાન પર આરૂઢ થતાં પહેલાં આવા આલંબનથી ધ્યાનમાં સ્થિરતા મેળવવી આવશ્યક છે. ૫૧૬ 2010_05 Page #562 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર [૯૦૩] મનસ્વનૈઃ પ્રશસ્તે: પ્રાયો ભાવ: પ્રશસ્ત ધ્રુવ યતઃ । इति सालम्बनयोगी मनः शुभालम्बनं दध्यात् ॥१५॥ અનુવાદ : પ્રશસ્ત આલંબનોથી પ્રાયઃ પ્રશસ્ત ભાવ થતા હોવાથી સાલંબન-યોગીઓએ મનને શુભ આલંબનવાળું કરવું જોઈએ. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જિનપ્રતિમા, વિશિષ્ટ પદરચના, તીર્થંકરાદિ પુરુષવિશેષનું આલંબન લેવાની અધ્યાત્મયોગીઓને ભલામણ કરવામાં આવી છે. એ આલંબનો વિશે અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. ભાવ અને ધ્યાનમાં યોગીઓએ અંતે નિરાલંબન થવાનું છે, તો પણ આરંભની દશામાં આલંબનની આવશ્યકતા રહેવાની. આવાં આલંબનો લેવામાં યાગીઓને કેવા કેવા ભાવ થાય છે એ વિશે તથા તેઓએ કેવાં આલંબન લેવાં જોઈએ તે વિશે અહીં ભલામણ કરવામાં આવી છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત આલંબન અને તે જોઈને થતાં ભાવ, ચિંતન, ધ્યાન ઇત્યાદિની દૃષ્ટિએ ચાર મુખ્ય વિભાગ પાડી શકાય : (૧) પ્રશસ્ત આલંબન અને પ્રશસ્ત ભાવ. (૨) પ્રશસ્ત આલંબન અને અપ્રશસ્ત ભાવ. (૩) અપ્રશસ્ત આલંબન અને અપ્રશસ્ત ભાવ તથા (૪) અપ્રશસ્ત આલંબન અને પ્રરાસ્ત ભાવ. સારી વસ્તુ જોઈને માણસને ખરબ વિચાર ન આવે એવું નથી. સોનાનું સરસ ઘરેણું જોઈને કોઈને તેની ચોરી કરવાનું મન થાય. બીજી બાજુ ખરાબ વસ્તુ જોઈને માણસને સારા ભાવ થાય. ભિખારીને જોઈને માણસને દયા આવે અને કંઈક આપવાનો ભાવ થાય. આ તો વ્યવહારનાં શુભાશુભ આલંબનોનો વ્યવહારદષ્ટિએ કરેલો વિચાર છે. અધ્યાત્મમાર્ગમાં પ્રશસ્ત શુભાલંબનથી યોગીઓને પ્રશસ્ત શુભ ભાવ થાય છે. પરંતુ દરેક યોગીને એ પ્રમાણે અવશ્ય થાય જ એવું નથી. પ્રશસ્ત આલંબનથી કોઈકને ક્યારેક અપ્રશસ્ત ભાવ પણ થઈ જાય. એટલે જ ગ્રંથકારશ્રીએ અહીં ‘પ્રાયઃ' (ઘણુંખરું) શબ્દ પ્રયોજ્યો છે. આમ અધ્યાત્મમાર્ગમાં આત્માનુભવ માટે આરંભકાળમાં યોગીઓને પોતાના ચિત્તને પ્રશસ્ત, શુભ આલંબનમાં જોડવાની ભલામણ કરવામાં આવી છે. [C०४] सालंबनं क्षणमपि क्षणमपि कुर्यान्मनो निरालंबम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालंबम् ॥१६॥ અનુવાદ : મનને ક્ષણવાર સાલંબન કરવું અને ક્ષણવાર નિરાલંબ કરવું. એ રીતે અનુભવનો પરિપાક થતાં તે સદાકાળ (આકાલ) નિરાલંબ થઈ જશે. વિશેષાર્થ : મનુષ્યનું ચંચલ ચિત્ત થોડીક ક્ષણોમાં જ ક્યાંનું ક્યાં ભટકીને આવે છે. એક વિષય પરથી બીજા વિષય પર તે કૂદાકૂદ કરતું રહે છે. આવા ચંચલ ચિત્તની ચંચળતા ઓછી કરવા માટે મનગમતા શુભ, પ્રશસ્ત વિષયમાં એને જોડી દેવાથી એ ત્યાં કંઈક વધુ સ્થિર રહે છે. સારા મનગમતા વિષયો લેવાથી મન અશુભ ધારામાં ખેંચાઈ જતું નથી. એથી અધ્યવસાયો સારા રહે છે અને અશુભ કર્મબંધ થતો નથી. જે કર્મબંધ થાય તે શુભ પ્રકારનો હોય છે. અશુભ કર્મબંધમાંથી બચી જવાય છે. આ રીતે ચિત્તને ધ્યાન માટે શુભ આલંબન મળી ગયું. પણ ત્યાં અટકવાનું નથી. આગળ જતાં નિરાલંબન ધ્યાનમાં પ્રવેશવાનું છે. એ કાર્ય એક દિવસમાં એકાએક સિદ્ધ થતું નથી. એટલે શાસ્રકારે અહીં એ 2010_05 ૫૧૭ Page #563 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર માટેનો વ્યવહારુ ઉપાય બતાવ્યો છે. આરંભમાં ચિત્તને શુભ આલંબનમાં જોડી રાખ્યા પછી યથાવકાશ વચ્ચે નિરાલંબન ધ્યાનમાં લઈ જવું. એમાં કોઈ વિષય નથી હોતો, પણ કેવળ આત્મસ્વરૂપની રમણતા હોય છે. પરંતુ એમાં ચિત્ત ક્ષણવાર જ રહે છે અને તરત બહાર નીકળી કોઈ વિષયમાં જોડાઈ જાય છે. એમ થાય તો ભલે થાય. એમ થવા દેવું અને ફરી પાછું ચિત્તને નિરાલંબન ધ્યાનમાં લઈ જવું. આ રીતે એક મહાવરો થવા લાગશે. મહાવરો કરતા રહેવાથી ચિત્ત હવે નિરાલંબન ધ્યાનમાં વધુ અને વધુ સ્થિર થવા લાગશે. આ રીતે અનુભવ વધતો જશે અને એમ કરતાં સાધક જ્યારે ઇચ્છે ત્યારે તેનું ચિત્ત નિરાલંબન ધ્યાનમાં પ્રવેશી શકે. આ રીતે જીવનપર્યત ચિત્ત નિરાલંબન થઈ શકે છે. [૯૦૫] માસ્તંભૈપાર્થ યા ન વિવિદ્વિત્તિયેત્ | अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ॥१७॥ અનુવાદ : એક પદાર્થને અવલંબીને જ્યારે બીજું કંઈ પણ ચિતવવામાં ન આવે, ત્યારે ઈંધન ન મળતાં અગ્નિની જેમ ચિત્ત ઉપશાન્ત થઈ જશે. ' વિશેષાર્થ : જ્યારે સાધક એટલે કે સાલંબન યોગી કોઈ એક શુભ પદાર્થમાં કે વિષયમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે છે ત્યારે તેનું ચિત્ત આત્મભાવમાં સ્થિર થઈ જાય છે. આમ પણ સાધકનું જીવન જો સંયમના યોગોથી વ્યાપ્ત હોય તો તેનું ચિત્ત સ્વાભાવિક રીતે જ ઉપશાન્ત હોય, પરંતુ તેમાં પણ જો તેનું ચિત્ત એક જ વિષયના ચિંતનમાં પરોવાઈ જાય તો તે સવિશેષ શાન્ત બને છે. હવે તેને બીજા કોઈ વિકલ્પો ઊઠતા નથી અને ચિત્ત બહાર નીકળી જતું નથી. એને પરિણામે શુદ્ધ જ્ઞાનના ઉપયોગસ્વરૂપ તેનું ચિત્ત નિરાલંબન જેવું બની જાય છે. અહીં દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે અગ્નિ સળગતો હોય, પરંતુ હવે વધુ ઈંધન-અર્થાત્ બળતણરૂપી લાકડાં તેમાં ઉમેરવામાં ન આવે તો તે અગ્નિ ક્રમે ક્રમે સ્વયમેવ શાન્ત થઈ જાય છે. તેવી રીતે અન્ય વિષયો ન મળતાં ચિત્ત એક જ વિષયમાં સ્થિર થઈ ઉપશાન્ત થઈ જાય છે. આરંભમાં તો અન્ય વિકલ્પોમાં દોડી જતા ચિત્તને જાગૃતિ સાથે, પુરુષાર્થપૂર્વક પાછું વાળવું પડે છે, પરંતુ પછીથી તો વધતા જતા અભ્યાસને પરિણામે ચિત્ત પોતે જ વિકલ્પોમાં ન દોડતાં સહજ રીતે શાન્ત થઈ જાય છે. સાધકને ઉપયોગી એવું સરસ માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. [06] શ મનમત્સર સ્નેહલા પ્રવિપાર્વરાfor I क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः ॥१८॥ અનુવાદ : શાન્ત હૃદયવાળાનાં શોક, મદ, કામ (મદન), મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર ક્ષીણ થાય છે. આ વિષયમાં આપણો અનુભવ જ સાક્ષીરૂપ છે. વિશેષાર્થ : એક દૃષ્ટિએ આ શ્લોક બહુ મહત્ત્વનો છે, કારણ કે ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એમાં પોતાની અનુભવવાણી ઉચ્ચારી છે. આ શ્લોકમાં અધ્યાત્મશાસ્ત્રનું કથન છે અને ઉપાધ્યાયજી મહારાજના અંગત ઉચ્ચ વ્યક્તિત્વનો પરિચય પણ છે. વસ્તુતઃ આ શ્લોક પરથી જોઈ શકાય છે કે ૫૧૮ Jain Education Intemational 2010_05 Page #564 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વસમો : અનુભવ અધિકાર ઉપાધ્યાયજી મહારાજ માત્ર બહુશ્રુત પંડિત નહોતા, ઊંચી કોટિના આત્મસાધક પણ હતા. પોતાની જાત માટે એમણે આવું વિધાન કર્યું એમાં આપણને અહંકારની ગંધ નથી આવતી, પરંતુ એમની પારદર્શક નિખાલસતાની સુવાસ સાંપડે છે. આધ્યાત્મિક વિકાસમાં આપ્તપુરુષોની અનુભવવાણી ઘણી ઉપકારક નીવડે છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં કહે છે કે જે સાધક શાન્ત હૃદયવાળો અથવા શાન્ત ચિત્તવાળો થઈ જાય છે એના જીવનમાંથી દુર્ગુણો આપોઆપ વિલય થવા માંડે છે. બાહ્ય, લૌકિક પ્રાપ્તિ માટેની, પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટેની માણસની દોડાદોડ જ્યારે બંધ પડે છે એટલું જ નહિ, અંતરમાંથી પણ એ માટેની વાસના છૂટી જાય છે ત્યારે માણસનું ચિત્ત શાન્ત પડવા લાગે છે. બાહ્ય પદાર્થોનું આકર્ષણ ઘટતાં ઘટતાં સાવ નીકળી જાય છે ત્યારે એવી દશા પ્રાપ્ત થાય છે કે ઉદ્વેગનાં નિમિત્તો પણ ઉગ કરાવતાં નથી. સાધકનું લક્ષ આધ્યાત્મિક સાધના તરફ વળે છે અને હવે બાહ્ય કોઈ પદાર્થો કે વિષયો એના ચિત્તમાં કે હૃદયમાં સંક્ષોભ ઉત્પન્ન કરી શકતાં નથી. ઇષ્ટના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી હવે શોક થતો નથી. યોગીના જીવનમાં રાગાદિ ભાવો નિર્મળ કે ઉપશાન્ત થઈ ગયા હોય છે. ક્રોધ, માન, માયા, અને લોભ એ કષાયો અત્યંત પાતળા પડી જાય છે. બ્રહ્મની ઉપાસનામાં રસ લાગવાથી કામવાસના ચાલી જાય છે. તદુપરાંત મત્સર, કલહ, કદાગ્રહ, અને વિષાદ અર્થાત્ ખેદ નીકળી જાય છે. જગતના સર્વે જીવો પ્રત્યેનો મૈત્રીભાવ જેમ જેમ વૃદ્ધિ પામતો જાય તેમ તેમ વૈરવિરોધના ભાવો ક્ષીણ થઈ જાય છે. એથી સંવાદનું વાતાવરણ નિર્માય છે. આમ યોગસાધકોના જીવનમાંથી દોષોનો પરિહાર થાય છે અને એમની ગુણસંપત્તિ વિસ્તાર પામે છે. કોઈક પ્રશ્ન કરે કે ખરેખર શું આમ બનતું હશે ? એના ઉત્તરમાં ગ્રંથકર્તા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “અવશ્ય એમ થઈ શકે. અમારો પોતાનો અનુભવ જ એમાં સાક્ષીરૂપ છે.” એમના આ કથન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ એમની પોતાની આધ્યાત્મિક સાધના કેટલી ઊંચી કોટિની હશે ! ૯િ૦] શા મનસિક્યોતિઃ પ્રશશત્તમભિનઃ સમ્ भस्मीभवत्यविद्या मोहध्वान्तं विलयमेति ॥१९॥ અનુવાદ : મન શાન્ત થતાં આત્માની સહજ અને શાન્ત જ્યોતિ પ્રકાશવા લાગે છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, અને મોહરૂપી અંધકાર (ક્વાન્ત) વિલય પામે છે. વિશેષાર્થ : ચિત્ત જ્યારે સાલંબન ધ્યાનમાંથી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશે છે, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમવા લાગે છે ત્યારે સાધકની વૃત્તિઓ શાન્ત બની જાય છે. એના કષાયો પણ અત્યંત પાતળા પડી જાય છે. વૈરવિરોધ, કદાગ્રહ, વિષાદ, ઉગ ઇત્યાદિ પણ નીકળી જાય છે. આવું જ્યારે બને છે ત્યારે જ્ઞાનસ્વરૂપ આત્માની જ્યોતિ સહજ રીતે વધુ પ્રકાશમાન થાય છે. દેહ અને આત્માની ભિન્નતાનું દર્શન થતાં દેહ સાથેની એકત્વબુદ્ધિ ચાલી જાય છે. એથી અવિદ્યા, માયા પણ ભસ્મીભૂત થઈ જાય છે. હવે આત્માનું વેદન રહ્યા કરે છે. એટલે અજ્ઞાન અને મોહરૂપી અંધકાર (ધ્વાન્ત) પણ ટળી જાય છે. વસ્તુત: ધ્યાની યોગીઓનો મોહરૂપી અંધકાર તો ક્યારનોય દૂર થઈ ગયો હોય છે, પણ હજુ પણ સૂક્ષ્મ મોહ જો રહ્યો હોય તો તે પણ નીકળી જાય છે અને એમની આત્મજયોતિ વધુ ઉજવળ બને છે. ૫૧૯ Jain Education Intemational 2010_05 ation International 2010_05 Page #565 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર [૯૦૮] વામનોઈધર: શાન્તલામન્તરત્મિનાં ન ત્િ | परमात्मानुध्येयः सन्निहितो ध्यानतो भवति ॥२०॥ અનુવાદ : શાન્ત હૃદયવાળા અંતરાત્માને બાહ્યાત્મા(બહિર્મુખ અત્મા-બહિરાત્મા)નો અધિકાર હોતો નથી. ધ્યાન ધરવા યોગ્ય પરમાત્મા ધ્યાન દ્વારા તેની સમીપમાં જ રહે છે. વિશેષાર્થ : ધ્યાન દ્વારા મન કેવું શાન્ત થાય છે તે બતાવ્યા પછી શાન્ત થયેલાં મન અને હૃદયને કેવા લાભ થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. હૃદય શાન્ત થતાં ચિત્તની ચંચલતા ચાલી જાય છે. તદુપરાંત ઉપાધ્યાયજી મહારાજે પોતાનો અનુભવ ટાંકીને બતાવ્યું તે પ્રમાણે એથી શોક, મદ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ ઇત્યાદિ અસદ્ વૃત્તિઓ અને ભાવો ક્ષીણ થઈ જાય છે. માયાપ્રપંચ પણ નીકળી જાય છે. આવી રીતે શાન્ત થયેલા હૃદયવાળા અંતરાત્મા ઉપર બાહ્ય આત્માનો અધિકાર વર્તતો નથી. જો ત્યાગવૈરાગ્ય હોય, પણ શુદ્ધ આત્મસ્વરૂપને પામવાની કે મોક્ષની અભિલાષા ન હોય, તો તેવા જીવ ઉપર હજુ બાહ્ય આત્માનો અધિકાર વર્તે છે. પરંતુ તત્ત્વની રુચિ વધતાં, તીવ્ર મોક્ષાભિલાષા થતાં જીવ શાન્ત હૃદયવાળો થાય છે. એના કષાયો ઉપશાન્ત થઈ જાય છે. એટલે તેનો બાહ્યાત્મા ઉપર કોઈ અધિકાર રહેતો નથી અથવા બાહ્યાત્માનો અંતરાત્મા ઉપર કોઈ અધિકાર રહેતો નથી. આવી રીતે બાહ્યાત્મામાંથી અંતરાત્મા-સ્વરૂપ બનેલો જીવ ધ્યાન વડે ઉચ્ચતર દશા પ્રાપ્ત કરતાં કરતાં, પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં પરમાત્મસ્વરૂપની નિકટ પહોંચી જાય છે. [૯૦૯] યાવિવહિત્યિા તfધષ્ઠાતાક્તરાત્મતામતિ गतनिःशेषोपाधिः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥२१॥ અનુવાદઃ કાયાદિ બહિરાત્મા છે. તેનો અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે. સર્વ ઉપાધિથી રહિત તે પરમાત્મા છે એમ આત્મવેત્તાઓ કહે છે. વિશેષાર્થ : શાન્ત ચિત્તવાળા અંતરાત્માની વાત કર્યા પછી અહીં ગ્રંથકારશ્રી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું એક એક મુખ્ય લક્ષણ દર્શાવે છે. હવે પછીના ત્રણ શ્લોકમાં પ્રત્યેકમાં અનુક્રમે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનાં થોડાં વધુ લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. ત્રણ પ્રકારના આત્માનાં અહીં બતાવ્યાં છે એટલાં જ લક્ષણો છે એવું નથી. અહીં તો માત્ર એનાં થોડાંક મુખ્ય મુખ્ય લક્ષણો બતાવ્યાં છે કે જેથી એનું સ્વરૂપ સમજવાનું સરળ પડે. સમસ્ત સંસારમાં એકેન્દ્રિયથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો છે. વળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધિશિલા ઉપર બિરાજમાન આત્માઓ પણ છે. આ તમામનું વર્ગીકરણ એક અપેક્ષાએ ત્રણ મુખ્ય પ્રકારમાં થઈ શકે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો બહિરાત્મા જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પણ મોટા ભાગના જીવો બહિરાત્મા જ હોય છે. સંસારમાં હમેશાં બહિરાત્મા કરતાં અંતરાત્માના પ્રકારના જીવો ઓછા હોય છે અને અંતરાત્મામાંથી પરમાત્મા બનનાર જીવો તો એથી પણ ઓછા હોય છે. ૫૨૦ Jain Education Intemational 2010_05 Page #566 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર બહિરાત્માનું અહીં મુખ્ય લક્ષણ એ બતાવ્યું છે કે તેવા જીવો કાયાને જ જાણે છે. તેઓ દેહમાં આત્મબુદ્ધિવાળા હોય છે. તેઓ કાયાને સુખી કરવાની બુદ્ધિવાળા હોય છે. કાયામાં સાક્ષી તરીકે રહેલો આત્મા તે અંતરાત્મા છે અને કાયા વગેરેની સર્વ ઉપાધિથી મુક્ત આત્મા તે પરમાત્મા છે. ભારતીય તત્ત્વવિદ્યાના જાણકારોએ આમ આત્માના ઉપર પ્રમાણે ત્રણ પ્રકાર બતાવ્યા છે. [૯૧૦] વિષયષાયાવેશઃ તત્ત્વાશ્રદ્ધા મુળેષુ ચ દ્વેષઃ । आत्माऽज्ञानं च यदा बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२॥ અનુવાદ : જ્યારે વિષયકષાયનો આવેશ હોય છે, તત્ત્વમાં અશ્રદ્ધા હોય છે અને ગુણો પ્રત્યે દ્વેષ થાય છે તથા આત્માનું અજ્ઞાન હોય છે ત્યારે બાહ્યાત્મા વ્યક્ત થાય છે. વિશેષાર્થ : બાહ્યાત્મા અથવા બહિરાત્મા કોણ કહેવાય ? એ માટે ચાર મુખ્ય લક્ષણો અહીં આપવામાં આવ્યાં છે. બહિરાત્મા વિષયકષાયમાં રચ્યોપચ્યો રહે છે. આત્મામાં સુખ શોધવાને બદલે તે બાહ્ય પદાર્થોમાં સુખ શોધે છે. તે પુદ્ગલાનંદી અને ભવાભિનંદી હોય છે. તે પોતાના આત્મારૂપી ઘરને છોડીને પોતાના દેહને, સ્વજનોને, સગાંસંબંધીઓને તથા સંપત્તિને સર્વસ્વ માને છે. ભૌતિક પદાર્થોમાં સુખ મેળવવા તે પુરુષાર્થ કરે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો તેને ગમે છે. તે ભોગવવા માટે તે આવેશપૂર્વક દોડાદોડ કરે છે. તેના ક્રોધાદિ કષાયો પણ અતિશય ઉગ્ર હોય છે. કષાયોને વશ થવામાં તેને કશું અયોગ્ય નથી લાગતું. તેનું જીવન મોહ અને અજ્ઞાનથી ભરેલું, વાસનામય હોય છે. દેહ સાથે તેને એકત્વબુદ્ધિ હોય છે. પૌદ્ગલિક પદાર્થોમાં તેની ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ રહેલી હોય છે. એથી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આવા બહિર્મુખ જીવોને જિનોક્ત તત્ત્વોમાં રુચિ નથી હોતી, અને શ્રદ્ધા પણ નથી હોતી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ તત્ત્વત્રયી-રત્નત્રયીની એને કશી ખબર નથી હોતી. સદ્ગુણો પ્રત્યે એને દ્વેષ હોય છે. વળી શરીરમાં આત્મા છે અને આત્મા શરીરથી ભિન્ન છે એ વિશેનું એટલે કે આત્મસ્વરૂપનું એને કશું જ્ઞાન નથી હોતું. આવા જીવો મિથ્યાદષ્ટિ જીવો હોય છે. તેઓ પહેલા ગુણસ્થાનકે હોય છે. તેઓ પાપના પક્ષપાતી હોય છે એટલે કે એમાં રાચનારા હોય છે. આનંદઘનજી મહારાજે સુમતિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : આતમબુદ્ધે કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અદ્ય-રૂપ, સુજ્ઞાની ! [૯૧૧] તત્ત્વશ્રદ્ધા જ્ઞાનં મહાવ્રતાન્યપ્રમાપરતા ચા मोहजयश्च यदा स्यात् तदान्तरात्मा भवेद् व्यक्त: ॥२३॥ અનુવાદ : જ્યારે તત્ત્વ ઉપર શ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતો, અપ્રમાદીપણું અને મોહ ઉપર જય થાય છે ત્યારે અંતરાત્મા વ્યક્ત થાય છે. 2010_05 ૫૨૧ Page #567 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : બહિરાત્મા પ્રકારનો જીવ જ્યારે સંસારનાં ભૌતિક સુખોથી થાકે છે, અથવા સુખીને બદલે દુઃખી થાય છે, એવા સુખ પ્રત્યે જ્યારે એને નિર્વેદ જાગે છે, ત્યારે તે વિચારે ચડી જાય છે. સંસારના સંબંધો મિથ્યા છે, કોઈ કોઈનું નથી એવી સમજ એનામાં જ્યારે આવે છે ત્યારે એની આંતરખોજ ચાલુ થાય છે. તે આત્મનિરીક્ષણ કરે છે. કોઈ સદ્ગુરુના સમાગમથી કે કોઈ ધાર્મિક-આધ્યાત્મિક ગ્રંથના વાંચનથી તે પોતાના વિશે વિચાર કરતો થાય છે. પૂર્વે બાંધેલાં કર્મોને કારણે જીવો સુખદુ:ખ અનુભવે છે એની એને ખાતરી થાય છે. જ્યારે તે પોતાના આત્મસ્વરૂપ તરફ વળે છે ત્યારે તે બહિરાત્મામાંથી અંતરાત્મા બનવા લાગે છે. આવા અંતરાત્માને કાયા અને આત્મા બે જુદાં જુદાં છે એવી પ્રતીતિ થાય છે. હવે તે દેહમાં રહેવા છતાં સાક્ષીરૂપે રહેવાની કોશિષ કરે છે. આનંદઘનજી મહારાજે કહ્યું છે કે ‘કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર-આતમરૂપ, સુજ્ઞાની.” એનો અભ્યાસ વધતો જાય છે. તત્ત્વમાં એની શ્રદ્ધા સ્થિર થાય છે અને રુચિ વધવા લાગે છે. સમ્યગુદર્શનની સાથે સમ્યગૃજ્ઞાન તે મેળવવા લાગે છે એટલું જ રહિ, તે પ્રમાણે આચરણ કરવા જતાં અનુક્રમે તે મહાવ્રતો ગુરુ આજ્ઞાએ શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે છે. પોતાના સંયમપાલનને તે યથાશક્ય નિરતિચાર બનાવે છે. સાધુપણામાં તે પ્રમાદનો ત્યાગ કરી ઉત્તરોત્તર અપ્રમત્ત દશા તરફ પ્રગતિ કરતો રહે છે. પ્રાયઃ અપ્રમત્ત બની તે ઉપરની ગુણશ્રેણીએ આરોહણ કરે છે. જે જીવો સમકિતની પ્રાપ્તિ પછી પરમાત્મા-સિદ્ધાત્મા બનવાની દિશામાં અંતર્મુખ થઈને પોતાનો પુરુષાર્થ આરંભી દે છે તેવા આત્માઓ તે અંતરાત્મા કહેવાય છે. તેઓ ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીમાં હોય છે. [૯૧૨] જ્ઞાનં વસં યોનિરોધ: સર્મપ્રવર્મતિઃ. सिद्धिनिवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥२४॥ અનુવાદ: જ્યારે કેવળ સંજ્ઞાવાળું જ્ઞાન, યોગનો નિરોધ, સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિનિવાસ થાય છે ત્યારે પરમાત્મા વ્યક્ત થાય છે. ' વિશેષાર્થ : અહીં પરમાત્મસ્વરૂપનાં મુખ્ય લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. સત્તાની દૃષ્ટિએ જોઈએ તો સર્વ જીવોમાં પરમાત્મસ્વરૂપ રહેલું છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ' એમ કહેવાય છે. પરંતુ વાસ્તવિક રીતે તો જે જીવે પોતાના પરમ વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવ્યું હોય અને દેહથી રહિત કેવળ આત્મસ્વરૂપે સિદ્ધશિલા ઉપર બિરાજમાન થયા હોય તે જ આત્મા વ્યક્ત સ્વરૂપે પરમાત્મા કહેવાય. ગુણસ્થાનકની દૃષ્ટિએ જોઈએ તો તેરમા સયોગી કેવળી અને ચોદમાં અયોગી કેવળીના ગુણસ્થાનકે રહેલો આત્મા તે પરમાત્મા છે. જયાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત ન થાય. જ્યાં સુધી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન થાય. કેવળજ્ઞાન પ્રગટે, પરંતુ આયુષ્ય પૂર્ણ ન થયું હોય, ચાર અઘાતી કર્મોનો ક્ષય ન થયો હોય, ત્યાં સુધી કેવલી ભગવંત સદેહે વિચરતા પરમાત્મા છે. કેવલી ભગવંતોમાં સામાન્ય કેવલી હોય અને તીર્થકર કેવલી પણ હોય. જેઓ કેવળજ્ઞાન પછી તીર્થની સ્થાપના કરે છે તે તીર્થકર ભગવાન અથવા અરિહંત પરમાત્મા છે. કેવલી ભગવંતો વીતરાગ, સર્વજ્ઞ અને નિર્વિકલ્પક હોય છે. તેઓ દેહધારી હોવા છતાં વિદેહ અથવા દેહાતીત જેવા હોય છે. દેહ અને એના ૫૨૨ Jain Education Interational 2010_05 Page #568 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર મન, વચન અને કાયાના યોગવ્યાપારો હોવાને કારણે તેઓ સયોગી કેવલી કહેવાય છે. તેઓ પરમાત્મસ્વરૂપ છે. આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે તેઓ યોગનિરોધની, શૈલેશીકરણની પ્રક્રિયા કરે છે ત્યારે તેઓ ચૌદમા ગુણસ્થાનકે અયોગી કેવલી થાય છે. ત્યાર પછી તેઓ અશરીરી સિદ્ધાત્મા સ્વરૂપે સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. તેઓ અરૂપી, નિરંજન, નિરાકાર, નિત્ય, સાદિ-અનંતના ભાગે સ્થિર થયેલા સિદ્ધ પરમાત્મા બને છે. આ રીતે ભવ્યાત્માઓ આત્મવિકાસ સાધતા સાધતા બહિરાત્મામાંથી અંતરાત્મા અને એમાંથી પરમાત્મા બને છે. [૯૧૩] માત્મમનોવૃત્તી વિવિય: પ્રતિપર્વ વિનાનાતિ कुशलानुबंधयुक्तः प्राप्नोति ब्रह्मभूयमसौ ॥२५॥ અનુવાદ : આત્મા અને મનના ગુણોની વૃત્તિને પ્રત્યેક પગલે વિવેક સાથે જે જાણે છે, જે કુશળ અનુબંધથી યુક્ત છે તે આ બ્રહ્મભાવને (પરમાત્મભાવને) પ્રાપ્ત કરે છે. ' વિશેષાર્થ : આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદ બતાવ્યા પછી જીવનું લાક્ય બહિરાત્મભાવમાંથી નીકળી અંતરાત્મભાવ તરફ અને એથી આગળ વધીને પરમાત્મભાવ પ્રતિ જવાનું હોવું જોઈએ. તે કેવી રીતે જવાય ? એની સાધના ઘણી જ કઠિન છે, પણ તેનો ક્રમ પહેલાં જાણવો જોઈએ. એની નાની નાની વિગતો ઘણી હોય. પરંતુ સંક્ષેપમાં અહીં બતાવવામાં આવ્યું છે કે આત્માના અને મનના ગુણોની વૃત્તિઓની બાબતમાં આરાધકે ડગલે ને પગલે વિવેક કરતાં રહેવું જાઈએ, એટલે કે શું હેય છે અને શું ઉપાદેય છે તે ઓળખતાં શીખવું જોઈએ. આત્માનો મુખ્ય ગુણ તે જ્ઞાનગુણ છે, પરંતુ પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીય આદિ કર્મોને લીધે તે ગુણનું આવરણ થયેલું હોય છે. એટલે આત્માના શુદ્ધ જ્ઞાયક સ્વરૂપને અને કર્મની અશુદ્ધ ધારાને જુદી પાડતાં જવું જોઇએ. મનોગુણવૃત્તિ એટલે સત્ત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણની વૃત્તિ એવો અર્થ લઈએ તો તેમાં સાધકે જાગૃતિપૂર્વક હેય અને ઉપાદેયનો વિવેક કરવો જોઈએ. રાજસી અને તામસી પ્રકૃતિને પરિહરીને સાત્વિક ગુણોને જ આશ્રય આપવો જોઈએ. આત્મગુણ અને મનોગુણ એ બે જુદા ગણીએ તો સાધકે તેમાં વિવેકશક્તિ વાપરીને આત્મગુણને વિકસાવવા, ઉલ્લસિત કરવા તરફ વળવું જોઈએ. આવી રીતે સતત જાગૃત રહેલો આત્મા કુશલાનુબંધથી એટલે કે પુણ્યાનુબંધી પુણ્યથી યુક્ત થાય છે અને એ પ્રમાણે ઉત્તરોત્તર ઉચ્ચતર સ્વભાવદશા પ્રાપ્ત કરતાં આત્મા “બ્રહ્મભૂય' થાય છે અર્થાત બ્રહ્મભાવ, પરમાત્મભાવ પ્રાપ્ત કરે છે. [૧૪] બ્રહસ્થ બ્રહો વ્ર પ્રાનોતિ તત્ર વિચિત્રFT ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥२६॥ અનુવાદ: બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય? અમે તો બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ બ્રહ્મવિલાસને અનુભવીએ છીએ. વિશેષાર્થ : બધાને આત્મજ્ઞાન એકસરખા પ્રમાણમાં એકસરખી રીતે, એકસરખી પદ્ધતિથી જ થાય ૫૨૩ Jain Education Intemational 2010_05 Page #569 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર એવું નથી. આત્મામાં અનંત શક્તિ રહેલી છે, પરંતુ દરેક સાધકનાં કર્મનાં આવરણો એકસરખાં નથી હોતાં. વળી દરેકનો સાધનાક્રમ, સાધનાકાળ, અને ગુરુગમ ભિન્નભન્ન હોઈ શકે છે. અહીં બ્રહ્મ એટલે આત્મા અથવા બ્રહ્મ એટલે પરમાત્મા. કેટલાક બ્રહ્મજ્ઞ એટલે શુદ્ધ આત્મસ્વરૂપને જાણવાવાળા હોય છે. તેવા મહર્ષિઓ જ્યારે બ્રહ્મસ્થ હોય અર્થાત્ પરમાત્મસ્વરૂપમાં રહ્યા હોય ત્યારે તેઓ શુદ્ધ સ્વભાવની અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે તે સ્વાભાવિક છે. એમનો પુરુષાર્થ એટલો આગળ વધેલો છે અને આત્મજ્ઞાનના, ભેદજ્ઞાનના સાધનાક્રમમાં પણ તેઓ આગળ છે. એવા મહાત્માઓ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સ્વરૂપાનુભવ કરે તેમાં કાંઈ આશ્ચર્ય ન હોવું જોઈએ. પરંતુ અહીં લેખક પોતાને માટે જ કહે છે કે “અમારા જેવા બીજા કેટલાયે એવા પણ હશે કે જે બ્રહ્મવિદ્ અર્થાત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના જાણકારોએ કહેલાં વચનો વાંચીને કે સાંભળીને બ્રહ્મવિલાસ અનુભવે છે. માસતુષ મુનિને ગુરુના એક જ વચન માતુષ મારુષનું ભાવન કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. પૂર્વે થઈ ગયેલા આત્મજ્ઞાની મહર્ષિઓનાં વચનોમાં પણ કેટલું બધું બળ રહેલું હોય છે ! [૯૧૫] બ્રહ્માધ્યયેષુ મત હBરશસહસ્ત્રપમાā: येनाप्तं तत्पूर्णं योगी स ब्रह्मणः परमः ॥२७॥ અનુવાદ ઃ બ્રહ્મ-અધ્યયનમાં અઢાર હજાર પદના ભાવ વડે જે બ્રહ્મ કહ્યું છે તે જેણે પૂર્ણ પ્રાપ્ત કર્યું છે તે બ્રહ્મનો પરમ યોગી છે. વિશેષાર્થ : મોક્ષપ્રાપ્તિની યોગ્યતા ધરાવનાર પરમ યોગીઓ કેવા હોય એનો ઊંચામાં ઊંચો આદર્શ અહીં બતાવવામાં આવ્યો છે. આચારાંગસૂત્રમાં “બ્રહ્મ અધ્યયન'માં અણગાર એટલે સાધુ કેવા હોવા જોઈએ તે વિશે વિવિધ વાક્યોમાં તેમની લાક્ષણિકતાઓ દર્શાવવામાં આવી છે. એ બધાં પદોનો સરવાળો કરીએ તો અઢાર હજાર જેટલાં પદ થાય. એટલે જ પરમ ઉત્કૃષ્ટ મુનિ માટે “અઢાર હજાર શીલાંગના ધાર’ જેવા શબ્દો પ્રયોજાયા છે. આવાં બધાં પદોના ભાવો નિરતિચાર ધારણ કરનાર તે પરમ યોગી છે. જૈન ધર્મમાં દરેક વિષયની એટલી સૂક્ષ્મ છણાવટ કરવામાં આવી છે કે કેટલાક વિષયોમાં ભેદપ્રભેદોની સંખ્યા હજારો કે લાખોના આંકડા સુધી પહોંચી જાય. એ બધી તર્કસંગત અને બધા ભેદને સમાવી લેનારી હોય છે. સાધુનાં એટલે કે પરમ યોગીનાં સુલક્ષણો અઢાર હજાર જેટલાં બતાવ્યાં છે. (૩ યોગ X ૩ કરણ x ૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો X ૧૦ યતિધર્મ x ૧૦ પૃથ્વીકાયાદિ જીવોની અવિરાધના = ૧૮૦૦૦ શીલના ભેદ છે.) એવાં અને એટલાં લક્ષણો અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. આવા આચારરૂપ બ્રહ્મતત્ત્વને અર્થાત્ આત્મસ્વરૂપને જે યોગી મહાત્માએ પરિપૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે તે પરમ યોગી છે. સાધક માટે ઉપાસનાનો આ આદર્શ છે. [૯૧૬] યોયં સેવ્યર્થ કર્યો મ િધડવૈવા अस्मिन् गुरुत्वबुद्धया सुतरः संसारसिंधुरपि ॥२८॥ અનુવાદ : બુદ્ધિમાન પુરુષે આ જ ધ્યાન કરવા યોગ્ય છે, સેવવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. એમને વિશે ગુરબુદ્ધિ રાખવાથી સંસારસાગર પણ સરળતાથી તરી જવાય છે. ૫૨૪ Jain Education Intemational 2010_05 Page #570 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર વિશેષાર્થ : આચારાંગ સૂત્રમાં બ્રહ્મભાવમાં રહેલા મુનિનાં જે અઢાર હજાર શીલનાં અંગો બતાવવામાં આવ્યાં છે, એમાં મોક્ષગામી સાધુતાનો એક આદર્શ રજૂ કરવામાં આવ્યો છે. આવી સાધુતા સાક્ષાત્ જોવામાં આવે તો ત્યાં આપણું મસ્તક નમ્યા વગર ન રહે. બ્રહ્મભાવનાં એ પદો જાણ્યા પછી મોટા મોટા મહાત્માઓને પણ એની સાથે પોતાની જાતને સરખાવતાં જો અપૂર્ણતા લાગે, તો આપણા જેવા સામાન્ય માણસોની તો વાત જ શી ? આવા કોઈ મહાત્માનો આપણને સંયોગ જો મળી ગયો તો આપણે સ્વયમેવ, સહજ સ્ફુરણાથી એમને આપણા ગુરુપદે અવશ્ય સ્થાપીએ, કારણ કે એમનો પ્રભાવ જ એ પ્રકારનો હોય છે. આપણે એમનું જ ધ્યાન ધરીએ, એમની જ સેવા કરીએ અને એમની જ ભક્તિ કરીએ. એવા પરમ યોગી આપણે માટે ધ્યેયરૂપ ત્યારે જ બને કે જ્યારે એમનામાં રહેલા એવા લોકોત્તર ગુણોની આપણને પ્રતીતિ થાય. એ આપણે માટે સેવ્ય બને એનો અર્થ એ થયો કે આપણે એમની સેવા કરવા, એમની આજ્ઞા પ્રમાણે વર્તવા સદા તત્પર બનીએ. એમના પ્રત્યે ભક્તિભાવ જાગે એટલે આપણે વિનયાદિ ગુણો વડે એમના પ્રત્યે બહુમાનનો, પૂજ્જતાનો ભાવ ધરાવીએ. આવા મહાત્મા આપણને સદ્ગુરુ તરીકે સાંપડે તો આપણે બડભાગી બની જઈએ. પછી સંસારરૂપી સાગર તરવાનું આપણે માટે સહેલું બની જાય છે. [૯૧૭] અવભંવ્યાયોનું પૂર્વાવારસહિષ્ણવÆ વયમ્ । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥ २९॥ અનુવાદ : પૂર્ણ આચાર પાળવામાં અમે અસમર્થ છીએ એટલે ઇચ્છાયોગને અવલંબીને પરમ મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને અનુસરીએ છીએ. વિશેષાર્થ : અઢાર હજાર પ્રકારના શીલાંગને ધારણ કરવાવાળા મુનિઓ એ નિરતિચાર અપ્રમત્ત મુનિપણાનો આદર્શ છે. એવા ૫૨મ મુનિ બનવું ઘણું દુષ્કર છે. કોઈ પણ સામાન્ય મુનિ શાસ્ત્રમાં વર્ણવેલાં મુનિપણાનાં એ અઢાર હજાર શીલાંગનાં પદોમાંથી એક એક લઈને પોતાની જાતને એ અંગે પ્રામાણિકપણે તપાસતા જાય અને પોતાને માટે નિખાલસ અભિપ્રાય આપે તો એમ જ કહે કે અમે હજુ ત્યાં સુધી પહોંચ્યા નથી. અમારામાં હજુ ઘણી કચાશ છે. અઢાર હજાર શીલાંગની વાત બાજુ પર રાખીને, માત્ર પંચ મહાવ્રતના અતિચારરહિત પાલન વિશે અને ક્રોધાદિ કષાયો વિશે અંતર્મુખ બનીને પોતાની જાતને પ્રશ્ન કરીએ તો પણ પોતાનામાં કેટલીયે અપૂર્ણતાઓ દેખાશે. એટલે પોતાની વાસ્તવિક આત્મદશા વિશે સંતોષ માની બેસી રહેવું એ એક વાત છે, પોતાની નિર્બળતાનો સ્વીકાર કરીને અટકી જવું એ બીજી વાત છે અને ધ્યેય સુધી પહોંચવાના પુરુષાર્થમાં મચ્યા રહેવું એ ત્રીજી વાત છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી જેવા મહાન જ્ઞાની સાધક મહાત્મા જરા પણ દંભ કે માયાભાવ રાખ્યા વગર નિખાલસપણે સરળતાથી એમ જાહેર રીતે સ્વીકારી લે છે કે ‘અઢાર હજાર શીલાંગ જેટલા પૂર્ણાચારનું પાલન કરવા માટે અમે અસમર્થ છીએ, પરંતુ તે પરમ મુનિઓ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધારણ કરીને અમે એમના માર્ગને અનુસરવાની પ્રબળ ઇચ્છા ધરાવીએ છીએ.' જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા _2017_05 ૫૨૫ Page #571 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આ પ્રમાણે નિવેદન કરતા હોય તો અન્ય સામાન્ય સાધકોની તો વાત જ શી ? પરંતુ ઇચ્છાયોગ હોય તો સામર્થ્યયોગ સુધી અવશ્ય પહોંચી શકાય છે. [૯૧૮) ગાપિ થSત્ર યતના નિર્વમાં સા ગુમાનુવંધવી अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ॥३०॥ અનુવાદ : એમાં (ઈચ્છાયોગમાં) જે થોડી પણ નિર્દભ યતના થાય છે તે શુભ અનુબંધ કરનારી છે. વળી આત્માના ભાવોનું વિવેચન અજ્ઞાનવિષનો નાશ કરનારું છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં ગ્રંથકર્તા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ઇચ્છાયોગથી પરમમુનિને ભક્તિભાવથી અનુસરવામાં જો થોડી પણ નિર્દભ યતના હોય તો તે શુભ અનુબંધ કરનારી છે. યતના એટલે જયણા, આગ્રહ, પુરુષાર્થ. મુનિપણામાં દંભને અવકાશ હોતો નથી, હોવો પણ ન જોઈએ. પરંતુ કેટલાક સાધુઓનો જયારે ભક્તોનો સમુદાય વધવા લાગે છે અને તેઓ પોતે મહાત્મા તરીકે પૂજાવા લાગે છે ત્યારે પોતાનામાં દંભ અને માયાચાર ક્યારે આવી જાય છે તેની તેમને ખબર સુદ્ધાં પડતી નથી. એવા દંભનો ત્યાગ કરીને જેઓ નિરતિચાર મુનિપણાને અનુસરવા માટે યતના કરે છે ત્યારે તેમની તે યતના પણ શુભ કર્મનો અનુબંધ કરનારી બને છે. એનાથી સંયમનું બળ વધે છે અને વિશુદ્ધ આચરણ થવા લાગે છે. વળી આવી નિર્દભ યતનાથી આત્માના ભાવોનું વિવેચન થાય છે. અર્થાત્ દેહાદિ બહિર્ભાવ આત્મભાવથી જુદો પડવા લાગે છે. દેહ અને આત્માની ભિન્નતા સ્પષ્ટ પ્રતીત થાય છે અને આત્મભાવમાં સ્થિર રહેવાની સવિશેષ રુચિરૂપી અમૃત પ્રાપ્ત થાય છે ત્યારે મોહ અને અજ્ઞાનરૂપી વિષનો નાશ થાય છે. [૧૯] સિદ્ધાન્તતવંગાનાં શાસ્ત્રાપામતુ પરિચય: વિજ્યા . परमालंबनभूतो दर्शनपक्षोऽयमस्माकम् ॥३१॥ અનુવાદ : સિદ્ધાન્ત અને તેના અંગરૂપ શાસ્ત્રોનો અમને ભલે શક્તિ પ્રમાણે પરિચય હો, પરંતુ અમારે આલંબનભૂત તો આ દર્શનપક્ષ (તત્ત્વશ્રદ્ધાનો જ છે. વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે અહીં વાત તો પોતાની કરી છે, પરંતુ તે જાણે આપણા બધાની વાત હોય એવી છે. - સર્વ શાસ્ત્રોમાં પોતે સંપૂર્ણપણે પારંગત થઈ ગયા છે એવો દાવો આ કાળમાં કોણ કરી શકે ? વળી શાસ્ત્રો પ્રમાણે પોતે ચુસ્ત જીવન જીવે છે અને ચારિત્રધર્મનું સંપૂર્ણપણે સૂક્ષ્માતિસૂક્ષ્મ પોતે પાલન કરે છે એવો દાવો પણ કોણ કરી શકે ? વસ્તુતઃ સિદ્ધાન્ત અને એનાં અંગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ તો એ દિશાના પ્રત્યેક સાધકનો પોતપોતાની શક્તિ મુજબનો જ હોય. જો ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાત્મા પણ એમ કહેતા હોય કે પોતાનો શાસ્ત્રોનો અભ્યાસ સંપૂર્ણ નહિ, પણ પોતાની શકતિ મુજબ મર્યાદિત છે, તો આપણા પોતાના માટે તો શું કહેવું ? આમ છતાં મહત્ત્વની વાત એ છે કે એ સિદ્ધાન્તમાં અને એનાં શાસ્ત્રોમાં આપણને શ્રદ્ધા છે કે ૫૨૬ Jain Education Interational 2010_05 Page #572 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર નહિ? ઉપાધ્યાયજી મહારાજ તો કહે છે કે પોતાનું જીવન શાસ્ત્રાનુસાર સંપૂર્ણ નથી, તો પણ પોતે સિદ્ધાન્તપાક્ષિક છે એટલે કે દર્શનપક્ષનું જ આલંબન લેનાર છે. એટલે જયાં સુધી તત્ત્વશ્રદ્ધાન છે ત્યાં સુધી પોતે સાધનાના સાચા પંથે પ્રગતિ કરતા જ રહેવાના છે. - વર્તમાન કાળે જીવની પોતાની અશક્તિ હોવા છતાં તત્ત્વશ્રદ્ધાન મોક્ષમાર્ગમાં મોટા આલંબનરૂપ બને છે. [૨૦] વિધિથને વિધિ વિધિમાં સ્થાપન વિધી ફૂનામ્. अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥३२॥ અનુવાદ : વિધિ(માર્ચ)નું કહેવું, વિધિ પ્રત્યે રાગ, વિધિની ઇચ્છા રાખનારને વિધિમાર્ગમાં સ્થાપવા (પ્રવર્તાવવા) અને અવિધિનો નિષેધ કરવો–આ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. વિશેષાર્થ : ગ્રંથકાર મહર્ષિ અહીં અનુભવની દષ્ટિએ પોતાની અંગત વાત કરતાં કહે છે કે “જિનેશ્વર ભગવાનકથિત સિદ્ધાન્તો પ્રત્યે અમારી પૂર્ણ ભક્તિ છે. અમે વિધિમાર્ગનું જ કથન કરીએ છીએ. વિધિમાર્ગ પ્રત્યે અમે રાગ એટલે પ્રીતિ ધરાવીએ છીએ. એમાં અમને પૂરો રસ છે. જેઓ વિધિમાર્ગ જાણવાની ઇચ્છાવાળા હોય છે તેઓને અમે વિધિમાર્ગ બતાવીને એમાં પ્રવર્તાવીએ છીએ. ધર્મના ક્ષેત્રે વિધિનિષેધ એટલે કે શું શું કરવું અને શું શું ન કરવું એ ફરમાવવામાં આવે છે. અમે પણ અવિધિનો નિષેધ કરીએ છીએ. આ અમારી પ્રસિદ્ધ પ્રવચનભક્તિ છે. અલબત્ત, પ્રવચન-સિદ્ધાન્ત અનુસાર જીવન જીવવારૂપ, ચારિત્રપાલનરૂપ પ્રવચનભક્તિ પૂરેપૂરી અમારામાં હજુ પ્રગટી નથી.” [૨૧] અધ્યાત્મભાવનોક્યત્નોવૃત્તિ દિનઃ વૃત્વમ્ पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥३३॥ અનુવાદ : અધ્યાત્મભાવનાથી ઉજ્વળ ચિત્તવૃત્તિને યોગ્ય એવું અમારું કૃત્ય છે. વળી પૂર્ણ ક્રિયાની અભિલાષા છે. આ બે આત્માની શુદ્ધિ કરનાર છે. વિશેષાર્થ : આ શ્લોક પણ આત્મનિવેદનરૂપે છે. આગળના શ્લોકમાં ગ્રંથકર્તાશ્રીએ વિધિ અને પ્રવચન ઇત્યાદિ સ્વરૂપે પોતાની જિનપ્રવચન પ્રત્યેની ભક્તિ દર્શાવી છે. “એ અમારું કાર્ય કે કર્તવ્ય અમારા જેવા ઇચ્છાયોગવાળા માટે હાલ ઉચિત જ છે, કારણ કે અધ્યાત્મયોગ અને ભાવનાયોગ વડે નિર્મળ થયેલા અમારા ચિત્તને માટે એ જ ઉચિત છે. એટલે અમારાથી વિધિથનાદિ જે કૃત્ય શક્ય છે એનો અમે આરંભ કરી દઈએ છીએ. પૂર્ણ ક્રિયા વિધિ કરવાની શક્તિ હજુ અમારામાં પ્રગટી નથી. અમે હજુ સામર્થ્યયોગ સુધી પહોંચ્યા નથી. પરંતુ તેવી પૂર્ણ ક્રિયાવિધિ કરવાની અભિલાષા તો અમારા મનમાં સતત રહેલી છે અને તે દિશામાં અમારો પુરુષાર્થ પણ ચાલુ છે.” આમ શક્ય તે ક્રિયાનો હાલ આરંભ કરી દેવો અને સંપૂર્ણ ક્રિયા કરવાની ભાવના કે અભિલાષા રાખવી–આમ શુભારંભ અને પૂર્ણ ક્રિયા-અભિલાષા એ બે જ્યાં હોય ત્યાં આત્માની શુદ્ધિ કરવામાં તે કારણરૂપ બને છે. ધર્માનુષ્ઠાનના ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા જીવ માટે હાલ પ્રમાદ વગર જેટલું થઈ ૫૨૭ Jain Education Interational 2010_05 Page #573 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર શકે તેટલું કરવું અને ન થાય, ન થઈ શકે તે કરવાની નિષ્ઠાપૂર્વક સતત ભાવના-અભિલાષા રાખવી એમાં ચિત્તની પ્રામાણિકતા, સરળતા અને નિર્મળતા રહેલી છે. [૯૨૨] મિત્તે શુભાનુબંધ: જ્યારમી શુદ્ધપક્ષÆ । अहितो विपर्ययः पुनरित्यनुभवसंगतः पन्थाः ॥३४॥ અનુવાદ : શક્યનો આરંભ અને શુદ્ધનો પક્ષ એ બે અહીં શુભાનુબંધરૂપ છે તથા એનાથી વિપરીત તે અહિતકર છે. આ અનુભવસંગત પંથ છે. વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં ગ્રંથકર્તા મહર્ષિ આ શ્લોકમાં કહે છે કે મોક્ષમાર્ગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહેવું હોય તો પહેલાં તો એ માટેનું ધ્યેય ચૂકવું ન જોઈએ અને યથાશક્તિ તે માટે આરંભ કરી દેવો જોઈએ. જેમ સાંસારિક પ્રવૃત્તિઓમાં ધ્યેય હાંસલ કરવું હોય તો એને લક્ષમાં રાખી, પ્રમાદ છોડી, શક્તિ હોય તે પ્રમાણે પ્રયાસ કરતા રહેવું જોઈએ, તેમ જિશાસનમાં, માક્ષમાર્ગમાં પણ આગળ વધવા માટે આરંભ દશામાં બે વાત શુભાનુબંધરૂપ એટલે કે શુભ કર્મના અનુબંધરૂપ છે. જીવે પોતાની શક્તિ અનુસાર જે યોગ્ય અને શક્ય હોય તેનો આરંભ કરી દેવો જોઈએ અને હાલ જે અશક્ય જણાય તેમાં શુદ્ધ પક્ષનો, સાચા સિદ્ધાન્તનો, નિશ્ચય માર્ગનો સ્વીકાર કરી લેવો જોઈએ. એમ કરવાથી જીવ અવળા માર્ગે ચાલ્યો જતો અટકે છે. જેઓ ઉપદેશક હોય અને અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા ન હોય તેઓએ પણ ઉપદેશ તો એ શુદ્ધ પક્ષનો જ આપવો જોઈએ. જેઓ આનાથી વિપરીત માર્ગ અપનાવે છે તેઓ પોતાની જાતનું અહિત કરે છે. જો તેઓ ઉપદેશક હોય તો બીજાનું પણ અહિત કરે છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટેની આ ચાવી છે. શ્રદ્ધા અને અનુભવ વડે આ માર્ગ પ્રાપ્ત થાય છે. સાધકને માટે અહીં જે ભલામણ કરવામાં આવી છે તે અનુભવસિદ્ધ છે. [૯૨૩] યે ત્વનુમવાવિનિશ્ચિતમ શ્ચારિત્રપરિગતિષ્ઠા: । बाह्याक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥ ३५ ॥ અનુવાદ : જેઓ અનુભવથી માર્ગનો વિનિશ્ચય ન કરી શક્યા હોવાને કારણે ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયા છે અને બાહ્ય ક્રિયા વડે ચારિત્રના અભિમાનવાળા છે તેઓ જ્ઞાની પણ નથી. વિશેષાર્થ : અહીં આત્માના અનુભવની મુખ્યતા દર્શાવવામાં આવી છે. જેઓએ સ્વાનુભવ વડે અધ્યાત્મમાર્ગનો, મોક્ષમાર્ગનો સુનિશ્ચય કર્યો નથી એટલે કે ભવસાગર તરવાના સાચા ઉપાયોની આરાધના કરી નથી, એવા માણસો ચારિત્રના પરિણામથી પણ ભ્રષ્ટ થયા હોય છે. તેઓ કેટલીક ધાર્મિક ક્રિયાઓ માત્ર બાહ્ય દૃષ્ટિથી જ, એનો મર્મ સમજ્યા વગર ચુસ્તપણે કરતા હોય છે અને પોતે માટા સંયમી છે એવું અભિમાન ધરાવતા હોય છે, પરંતુ વસ્તુતઃ તેઓ સ્વાનુભવના અભાવને કારણે સાચા સંયમી નથી અને સાચા જ્ઞાની પણ નથી. આત્માનુભવ વિના સાચા જ્ઞાની થઈ શકાતું નથી. 2010_05 ૫૨૮ Page #574 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર [૯૨૪] . લોણુ વહિવ્રુદ્ધિયુ વિશોપાનાં વદિયિામુ રતિઃ । श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥३६॥ અનુવાદ : બાહ્ય બુદ્ધિવાળા લોકોમાં વિદૂષકોની (દાંભિકોની) બાહ્ય ક્રિયામાં રતિ હોય છે. સત્પુરુષોને એ (બાહ્ય ક્રિયાઓ) શ્રદ્ધા વિના પ્રમાણરૂપ નથી, કારણ કે (શાસ્ત્રમાં) એ વિશે (નીચે પ્રમાણે) કહ્યું છે. વિશેષાર્થ : સંસારમાં કેટલાયે લોકો બાહ્યબુદ્ધિવાળા, બાળક જેવા હોય છે. તેઓને કેટલીક આકર્ષક બાહ્ય ચેષ્ટાઓ જોઈને તેમાં રસ પડે છે અને તેના તરફ તે પ્રીતિ ધરાવવા લાગે છે. નાટકમાં જેમ વિદૂષકો કે ભવાઈ કરનાર (વિગોપક) લોકોની અતિશયોક્તિભરેલી, હસાવનારી કે ચમત્કારિક ઘટનાઓ બતાવનારી ક્રિયાઓમાં સામાન્ય લોકોને તરત રસ પડે છે, એવી રીતે ધર્મના ક્ષેત્રે પણ એવી ક્રિયાઓ થાય છે. પરંતુ એ ક્રિયા કરનારાઓને ધર્મમાં સાચી શ્રદ્ધા નથી હોતી. આવી શ્રદ્ધાવિહીન ક્રિયાઓને મહાત્માઓએ પ્રમાણભૂત માની નથી. એટલે તે મોક્ષના સાધનરૂપ બનતી નથી. એ વિશે શ્રી હરિભદ્રસૂરિએ ષોડશક પ્રકરણમાં પ્રકાશ પાડ્યો છે. એ વિશેનો એમનો શ્લોક હવે અહીં ગ્રંથકારશ્રીએ ટાંક્યો છે. [૯૨૫] વાત: પતિ નિાં મધ્યમવુદ્ધિવિદ્યાયતિ વૃત્તમ્। आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥३७॥ અનુવાદ : બાળક લિંગ(લક્ષણ)ને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો આચરણ(વૃત્ત)નો વિચાર કરે છે, પરંતુ જ્ઞાની તો સર્વ પ્રયત્ન વડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે. વિશેષાર્થ : આ શ્લોક શ્રી હરિભદ્રસૂરિનો છે. સાધુ સંન્યાસીઓ, સત્પુરુષો વગેરેના વિષયમાં બધાનો અનુભવ એકસરખો હોતો નથી. બીજા માણસની પરીક્ષા બધા એકસરખી રીતે કરી શકતા નથી અને તેથી જ દરેકનો અભિપ્રાય જુદો જુદો હોઈ શકે છે. કેટલાક વિચક્ષણ માણસો સામી વ્યક્તિને જોતાંની સાથે જ પારખી લે છે અને કેટલાકને પારખતાં ઘણી વાર લાગે છે. કેટલાક તેમાં ભૂલથાપ ખાઈ જાય છે. જેમ ચહેરાના હાવભાવ અને બાહ્ય વર્તન છેતરામણાં હોય છે તેમ વેષ પણ છેતરામણો હોય છે. જૂના વખતમાં લોકોને નવાઈ પમાડવા માટે રોજ જુદો જુદો વેશ ધારણ કરી ગામમાં નીકળવાનો વ્યવસાય કરીને નજીવી કમાણી કરનાર માણસો ‘બહુરૂપી’ તરીકે ઓળખાતા. બહુરૂપી રાજાનો કે ભિખારીનો, શિકારી કે મદારીનો વેશ ધારણ કરીને નીકળે તો એ વેશ અને હાવભાવ એવાં આબેહૂબ હોય કે બાળકો એને સાચાં માની લેતાં, પણ મોટાં સ્રીપુરુષો સમજી જતાં કે એ બહુરૂપી છે. આ તો નાટકીય રીતે ધારણ કરેલા વેશની વાત છે. એને બાળકો સાચો માની લે છે. પરંતુ જે ખરેખર દીક્ષા લઈને સાધુનો વેષ ધારણ કરનારા છે એની બાબતમાં શું સમજવું ? બાળકો સાધુનો વેષ ધારણ કર્યો છે એટલે એ સાધુ છે એમ જ માની લેવાના. પણ જેમણે સાધુનો વેશ ધારણ કર્યો હોય એ બધાંની સાધુતા એકસરખી હોવાની ? કદી નહિ. બાળક અથવા બાળબુદ્ધિવાળા માત્ર બાહ્ય વેશથી જ પરીક્ષા કરવાની પરિમિત શક્તિ ધરાવે છે. પરંતુ જેઓ બાળક નથી એવા મધ્યમ કક્ષાના માણસો તો સાથે સાથે એ પણ જોવાના કે સાધુના વેશ સાથે એમનો આચાર પણ કેવો છે. સાધુ હોય અને તે પોતાના વ્રતનિયમ તથા ખાનપાન અને અન્ય આચારોનું પાલન કેવી રીતે કરે છે તેને આધારે 2010_05 ૫૨૯ Page #575 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર તે સાધુનું મૂલ્ય આંકે છે. સાધુ હોય છતાં વ્રતોનું પાલન ન કરતા હોય, પ્રમાદ અને શિથિલતા એમના જીવનમાં દેખાતાં હોય તો કહેશે કે ‘આ સાધુ છે, પણ માત્ર વેશધારી સાધુ છે.’ અથવા સારા સાધુને જોઈને કહેશે કે ‘આ સાધુ છે અને તે પોતાના આચારોનું બરાબર પાલન કરે છે,' પરંતુ જેઓ પ્રાજ્ઞ છે તેઓ તો સાધુના વેશ અને આચારોના પાલન ઉપરાંત એની આંતરપરિણતિ કેવી છે તેનો પણ વિચાર કરશે. સાધુ હોય અને બાહ્ય આચારનું પાલન બરાબર હોય છતાં એમને આગમતત્ત્વનો બોધ કેવો પરિણમ્યો છે તેનો પણ તેઓ વિચાર કરશે. કેટલાક મિથ્યાત્વી સાધુ-સંન્યાસીઓ વેશધારી હોય, યમનિયમનું પાલન બરાબર કરતા હોય, લોકોમાં પૂજનીય ગણાતા હોય, પરંતુ સત્ શાસ્ત્રનો બોધ તેઓ પામ્યા ન હોય તો એ વાતની પ્રતીતિ પ્રાજ્ઞ પુરુષોને થઈ જાય છે. જેમ સુવર્ણની કસોટી બાળકો કરી શકતાં નથી, પણ જાણકાર સોનીઓ કસ, છેદ અને તાપ વડે સુવર્ણની પરીક્ષા કરી લે છે તેમ પ્રાજ્ઞ પુરુષો પણ વેશ ધારણ કરેલા સાધુઓ આગમતત્ત્વની જાણકારી અને આત્માની અનુભૂતિ કેવી ધરાવે છે તે વિવિધ કસોટી દ્વારા તરત જ સમજી લે છે. એવી પરીક્ષામાંથી પસાર થનાર સાધુ જ પોતાના બાહ્ય વેશને શોભાવે છે એમ તેઓ સમજે છે. [૯૨૬] નિશ્ચિત્યાામતત્ત્વ તસ્માપુસ્પૃષ્ય તોસંજ્ઞાં ચ। श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥३८॥ અનુવાદ : એટલા માટે આગમતત્ત્વનો નિશ્ચય કરીને તથા લોક્સંજ્ઞાનો ત્યાગ કરીને યોગીઓએ હમેશાં શ્રદ્ધા અને વિવેકપૂર્ણ યત્ન કરવો જોઈએ. વિશેષાર્થ : સાધક યોગીઓને અહીં એક યોગ્ય ભલામણ કરવામાં આવી છે. સાધનાના માર્ગમાં આગમતત્ત્વની દૃષ્ટિએ, મોક્ષમાર્ગની દૃષ્ટિએ અને લોકજીવનની દૃષ્ટિએ કેટલીક વાર મૂંઝવનારા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. લોકો એકંદરે બહિર્મુખ હોય છે. કેટલાક લોકોની ધર્મક્રિયામાં, સાંસારિક ધ્યેય અને ધર્મનિષ્ઠાની સેળભેળ હોય છે. ગૃહજીવનનો ત્યાગ કરી, વ્રતો સ્વીકારી આરાધના કરનારા યોગીઓનું એક ધ્યેય હોય છે અને વેપાર વગેરેમાં પાડેલા, આજીવિકા અને સામાજિક પ્રતિષ્ઠા પાછળ દોડનારા ઘણાખરા સામાન્ય ગૃહસ્થોના જીવનમાં રહેલી ધર્મક્રિયાનું ધ્યેય જુદા પ્રકારનું હોય છે. એકંદરે સાધક યોગીઓ કરતાં ગૃહસ્થો બહુમતીમાં હોય છે. એટલે ધર્મક્રિયાની બાબતમાં મહાત્માઓ ક્યારેક અપવાદરૂપ સંજોગોમાં ગૃહસ્થ નેતાઓની દોરવણીથી દોરવાઈ જાય એવું જોખમ રહલું હોય છે. સાધક યોગીઓએ હમેશાં લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઈએ. તેઓએ લોકોની ટીકાનિંદાની પરવા ન કરતાં પોતાને જે યોગ્ય લાગે તે જ અભિપ્રાયમાં કે નિર્ણયમાં મક્કમ રહેવું જોઈએ. પોતાનો અભિપ્રાય સાચો છે કે નહિ તે ચકાસવા માટે તેઓએ આગમગ્રંથોનો આધાર લેવો જોઈએ અને તેના તત્ત્વોનો બરાબર નિશ્વય કરવો જોઈએ. તેઓએ હમેશાં તેમાં જ પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ અને વિવેકપૂર્વક નિર્ણય લેવો જોઈએ. [૯૨૭] નિંદ્યો ન જોવ તો પાપિøપિ મસ્થિતિશ્ચિન્ત્યા । पूज्या गुणगरिमाढ्या धार्यो रागो गुणलवेऽपि ॥३९॥ અનુવાદ : લોકમાં કોઈની નિંદા ન કરવી, પાપી વિશે પણ ભવસ્થિતિ ચિંતવવી, ગુણોના ગૌરવથી ભરેલાને પૂજનીય માનવા, ગુણોની અલ્પતાવાળા પ્રત્યે પણ રાગ (પ્રેમ) ધારણ કરવો. 2010_05 ૫૩૦ Page #576 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો અનુભવ અધિકાર વિશેષાર્થ : યોગી મહાત્માઓ જગતમાં કાઈની નિંદા કરે જ નહિ; કરવી પણ ન જોઈએ. વસ્તુતઃ સાચા જ્ઞાનીઓનો નિંદા કરવાનો સ્વભાવ જ નથી હોતો. આ જગતના જીવો ગુણદોષોથી ભરેલા છે. દરેકમાં કોઈક ને કોઈક દોષ જણાવાનો સંભવ છે. બીજાના દોષો જોવા અને તે માટે તેઓની ટીકા-નિંદા કરવી એ સામાન્ય માણસનું લક્ષણ છે. માણસમાં પોતાનામાં દોષો રહેલા છે. એટલે બીજામાં પણ તેવા દોષો જો એને જોવા મળે તો પોતે બહુ ઊતરતી કક્ષાનો નથી એમ સમજી તે રાજી થાય છે. બીજાના દોષો કહેવા તરફ કે છતા કરવા તરફ એનું લક્ષ રહે છે. આમ સમાજમાં ગુણપ્રશંસાની જેટલી પ્રવૃત્તિ થાય છે એના કરતાં દોષકથનની એટલે કે નિંદાની પ્રવૃત્તિ વિશેષ થાય છે. નિંદારસ કેટલાકને બહુ પ્રિય રસ થઈ પડે છે. પરંતુ જે જ્ઞાની પુરુષો છે, જે સાધકો છે તેઓને નિંદાની પ્રવૃત્તિમાં રસ પડતો નથી. રસ પડવો પણ ન જોઈએ. તોષવારે મૌન એ એમની સ્વાભાવિક પ્રકૃતિ બની રહેવી જોઈએ. આ સંસારમાં પાપાચરણ કરનારા લોકો અનેક રહેવાના. ખૂન, ચોરી, છેતરપિંડી, લૂંટફાટ, બળાત્કાર, વ્યભિચાર, જુગાર, મદ્યપાન, શિકાર ઇત્યાદિ અનેક પ્રકારનાં પાપો થતાં રહે છે. દેખીતું છે કે સામાન્ય માણસોને એવા પાપી લોકો પ્રત્યે ધિક્કાર થાય. પરંતુ જેઓ તત્ત્વચિંતક છે, જ્ઞાની છે, સંસારના સ્વરૂપને સમજવાવાળા છે તેઓએ તો એમાં કર્મવિપાકનો, ભવસ્થિતિનો જ વિચાર કરી એવા પાપી લોકો પ્રત્યે તિરસ્કાર કે ધિક્કારનો ભાવ ન ધરાવતાં મધ્યસ્થ દષ્ટિ રાખવી જોઈએ. દરેક જીવે મોડું કે વહેલું, આ ભવમાં કે અન્ય ભવમાં પોતાનાં દુષ્કૃત્યોનું, પાપકર્મોનું ફળ ભોગવવાનું જ છે એવી શ્રદ્ધામાં દઢતા રહેવી જોઈએ. સંસારમાં જે કંઈ બને છે તે એના નિયમ અને ક્રમ અનુસાર જ બને છે એવી આંતરપ્રતીતિ હોવી જોઈએ. જગતમાં સામાન્ય લોકોમાં ગુણપ્રશંસા જોવા મળે છે, તેમ ગુણષ પણ જોવા મળે છે. સ્વાર્થ, અભિમાન, સરસાઈ, ઈર્ષા, વૈરબુદ્ધિ વગેરેને લીધે કેટલાક માણસોમાં બીજાના ગુણનો સ્વીકાર કરવાનો જ્યાં ભાવ નથી આવતો, ત્યાં ગુણોની અનુમોદનાની તો વાત જ ક્યાંથી થાય ? પણ જ્ઞાનીનું એ લક્ષણ છે કે તે ગુણોની અનુમોદના કરે છે અને ગુણવાન વ્યક્તિ પ્રત્યે આદરભાવ ધરાવે છે. જે ગુણ પોતાનામાં ન હોય, ન આવી શકતો હોય એ ગુણ અન્યમાં હોય તો એવી વ્યક્તિઓ પ્રત્યે પૂજયભાવ થવો જોઈએ, કારણ કે પોતાના કરતાં તેઓ ઘણા બધા આગળ નીકળી ગયા છે. ગુણવાન પ્રત્યે પૂજ્યભાવ એ તત્ત્વવેત્તાનું લક્ષણ છે, એટલું જ નહિ, આભૂષણ પણ છે. ગુણસંપન્ન વ્યક્તિ પ્રત્યે અહોભાવ, આદરભાવ થાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ ઘણા દોષવાળી વ્યક્તિમાં એકાદ નાનો સરખો ગુણ કે ગુણનો અંશ દેખાય તો તેનો પણ સ્વીકાર કરવો ઘટે. એટલા અલ્પાંશ ગુણ માટે પણ પ્રીતિ જન્મવી જોઈએ. એવી પ્રીતિથી અને પ્રમોદભાવથી એ વ્યક્તિના એ ગુણથી વૃદ્ધિ થવા સંભવ છે. વળી એથી એના દોષો પ્રત્યેની માધ્યસ્થ દષ્ટિ પણ સ્થિર થાય છે અને તિરસ્કારનો ભાવ ઘટે છે. મરેલી કૂતરીના શબની દુર્ગધનો વિચાર ન કરતાં એના શ્વેત દાંતની પ્રશંસા શ્રીકૃષ્ણ કરી હતી એ ગુણાનુરાગના પ્રસંગનું સ્મરણ કરવું જોઈએ. [૯૨૮] પ્રદિાં હિતમપિ વીતાવાત્કાઠુિર્બનસ્થ ન હૈધ્યમ્ त्यक्त्तव्या च पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥४०॥ અનુવાદ : બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, દુર્જનના પ્રલાપથી દ્વેષ ન કરવો, પારકી આશાનો ત્યાગ કરવો અને સંયોગો પાશ (બંધન) જેવા જાણવા. ૫૩૧ Jain Education Interational 2010_05 Page #577 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર વિશેષાર્થ : ડહાપણ માત્ર મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ હોય છે એવું નથી. કેટલીક વાર નાનાં બાળકો પણ સારી સાચી શિખામણ ઉચ્ચારે છે. હું મારાથી નાના માણસોની વાત ગ્રહણ કરું જ નહિ એવું અભિમાન જ્ઞાનીજનો ક્યારેય કરે નહિ. તેઓ તો જ્યાંથી જે હિતવચન સાંભળવા મળે તે તરત સહજભાવે સ્વીકારી લે છે, પછી ભલે તે હિતવચન કોઈ નાના બાળક પાસેથી મળતું હોય. બીજી બાજુ દુર્જનોનાં દુષ્ટ વચનો, નિંદાવચનો સાંભળવા મળતાં હોય, તો પણ જ્ઞાની પુરુષો તેવા દુર્જનો પ્રત્યે વૈષભાવ ન ધરાવતાં કે તેનો તિરસ્કાર ન કરતાં, માધ્યસ્થભાવથી તેમના પ્રત્યે કરુણા જ ચિંતવતા હોય છે અને તેમનું પણ ભલું જ ઇચ્છતા હોય છે. - જ્ઞાની પુરુષો પોતાની એષણાઓને સંયમમાં રાખે છે. બીજાની પાસેથી માગીને મેળવવાનું તેઓને રુચતું નથી. તેઓ અજાચક જેવા હોય છે. તેમને પોતાને માટે કશું મેળવવાની ઇચ્છા થતી નથી. જે સહજ રીતે મળ્યું તેમાં તેઓને પૂરો સંતોષ હોય છે. એટલે તેઓ પારકી આશા પર મીટ માંડતા નથી. તેઓ તૃષ્ણાત્યાગી હોય છે. પરદ્રવ્યના સંયોગથી દુઃખ છે એમ તેઓ માને છે. પોતાના દેહને પણ તેઓ પદ્રવ્ય તરીકે નિહાળે છે. વળી જ્ઞાની મહાત્માઓ સાંસારિક સંબંધો વધારવાની, મિત્રો કે સંબંધીઓનું વર્તુળ મોટું કરવાની જરા પણ ઉત્સુકતા રાખતા નથી. તેઓ જાણે છે કે જેમ સાંસારિક સંબંધો વધારે તેમ કર્મબંધ વધારે. એટલે તેઓ યથાશક્ય અસંગ રહેવાનું જ પસંદ કરે છે. અસંગપણામાં જેટલું આધ્યાત્મિક સુખ રહેલું છે તેટલું સંગમાં નથી. ઊંચી આધ્યાત્મિક દશા પ્રાપ્ત થયા પછીથી તો સંગમાં પણ અસંગ રહી શકવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ સાધક દશામાં તો અસંગપણાનું લક્ષ જ રાખવું ઇષ્ટ ગણાય છે. [૯૨૯] સુત્યાયોનાર્થ કોપોપનિયનનૈઃ વૃક્તથી सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ॥४१॥ અનુવાદઃ બીજા માણસોએ કરેલી સ્તુતિથી ગર્વ ન કરવો અને નિંદા માટે ક્રોધ ન કરવો; ધર્માચાર્યોનું સેવન કરવું અને તત્ત્વની જિજ્ઞાસા રાખવી. વિશેષાર્થ : સ્વગુણકથન કે આત્મશ્લાઘા જેમ અહિતકર છે તેમ બીજા દ્વારા થતી પ્રશંસા પણ સૂક્ષ્મ ઉપસર્ગ જેવી નીવડવાનો સંભવ છે. પોતાની જયાં સ્તુતિ-પ્રશંસા થતી હોય ત્યાંથી સાધકોએ ખસી જવું જોઈએ અથવા તેમ શક્ય ન હોય તો મૌન રાખી માધ્યસ્થ ભાવે તેનું શ્રવણ કરવું જોઈએ. પ્રશંસા ઉન્માદ જન્માવનારી છે માટે જ્ઞાની પુરુષોએ એનાથી દૂર રહેવું જોઈએ અને પોતાનામાં માનકષાય થાય નહિ તે માટે જાગ્રત રહેવું જોઈએ. જેમ પોતાની સ્તુતિ અભિમાન જન્માવે છે, તેમ પોતાની નિંદા ક્રોધ જન્માવે છે. પરંતુ સાધકે તો પોતાની નિંદા સાંભળીને કે તે વિશે વાત થતી સાંભળીને કોપાયમાન ન થતાં તટસ્થ દૃષ્ટિ રાખી, ઉદાસીન ભાવ ધારણ કરી, સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. સાધકે ધર્માચાર્યોનું સેવન કરવું જોઈએ. જેઓ સાચા સાધક છે, તત્ત્વજ્ઞાની છે, જગતના સર્વ જીવો પ્રત્યે કરુણાના ભાવવાળા છે, પોતાના શિષ્યોનું આત્મહિત સધાય એ માટે તત્પર છે, એવા ધર્માચાર્યોની ૫૩૨ Jain Education Interational 2010_05 Page #578 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વિસમો : અનુભવ અધિકાર પાસે રહેવાથી, એમની સેવાશુશ્રુષાથી પ્રમાદાદિ દોષો દૂર થાય છે, સાધનામાં ઉત્સાહ આવે છે તથા પ્રગતિ સધાય છે. વળી તેમાં ધર્માચાર્યોનું યોગ્ય માર્ગદર્શન પણ મળતું રહે છે... વળી સાધકોએ તત્ત્વ જાણવાની રુચિ ધરાવવી જોઈએ. તત્ત્વરુચિ અધિકાર વગર પ્રાપ્ત થતી નથી. તત્ત્વરસિક લોકો એકંદરે દુનિયામાં ઓછા જ રહેવાના, પણ તત્ત્વની જિજ્ઞાસા જો સતત જાગ્રત રહે તો તે જીવને ઊંચે લઈ જવામાં ઘણી સહાયરૂપ બને છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ, ક્રમસિદ્ધાન્ત, ગુણસ્થાન, સ્યાદ્વાદ, ઇત્યાદિ તત્ત્વોની એટલી બધી સૂક્ષ્મ મીમાંસા પૂર્વાચાર્યોએ કરી છે કે તે બધું સ્પષ્ટ રીતે સમજવા માટે અને તે પ્રમાણે જીવન ઘડીને શુદ્ધ આત્મદષ્ટિ પ્રાપ્ત કરવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે. જીવની જો તત્ત્વદૃષ્ટિ જ ન ખીલી હોય તો તે ખોટા માર્ગે ચાલ્યો જાય એવું જોખમ રહે છે. એટલે સતત તત્ત્વજિજ્ઞાસા ઉપકારક નીવડે છે અને અન્ય નિરર્થક કે હાનિકારક પ્રવૃત્તિમાંથી બચી જવાય છે. [૩૦] શૌચં ધૈર્યવંમો વૈરાર્થ રાત્મનિપ્રા . दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥४२॥ અનુવાદ : શૌચ, સ્થિરતા, નિર્દભપણું, વૈરાગ્ય અને આત્મનિગ્રહ કરવો. સંસારના દોષોનું દર્શન કરવું તથા દેહાદિની વિરૂપતાનું ચિંતન કરવું. વિશેષાર્થ : સાધકે પોતાની આત્મસાધનામાં પ્રગતિ કરવા માટે શું શું કરવું તે વિશે કેટલીક વધુ ભલામણો ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં નીચે પ્રમાણે કરી છે : (૧) શૌચ એટલે શુદ્ધિ અથવા પવિત્રતા. પવિત્રતા ત્રણ પ્રકારની છે : તનની, વચનની અને મનની શારીરિક શુદ્ધિ સ્નાનાદિ વડે સરળતાથી કરી શકાય છે. પરંતુ ફક્ત શરીરની શુદ્ધિ હોય અને વાણી કે ચિત્તની શુદ્ધિ ન હોય તો તે કાર્યસાધક નીવડતી નથી. કડવી તુંબડી ગમે તેટલાં તીર્થોમાં સ્નાન કરે તો તેથી તેની કડવાશ દૂર થતી નથી. કાયશુદ્ધિનો એકાત્તે સ્વીકાર કે એકાત્તે અસ્વીકાર બરાબર નથી. ગૃહસ્થ અને સાધુની કાયશુદ્ધિમાં પણ ફરક છે. કેટલાંક ધાર્મિક અનુષ્ઠાનોમાં કાયશુદ્ધિની અપેક્ષા વ્યાવહારિક અને પારમાર્થિક એમ ઉભય દૃષ્ટિએ આવશ્યક મનાઈ છે. શરીર, વસ્ત્ર, આસન, ભૂમિ, ઉપકરણ વગેરેની શુદ્ધિ તે બાહ્ય પ્રકારની શુદ્ધિ છે. વાણીની શુદ્ધિ પણ પ્રિય, હિતકારક સત્યવચનથી પ્રાપ્ત થાય છે. કષાયયુક્ત વચન, અસત્ય, અહિતવચન ઇત્યાદિથી વાણી અપવિત્ર બને છે. મનની શુદ્ધિ એટલે મનની નિર્મળતા. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના કે અનિત્યાદિ વૈરાગ્યની બાર ભાવના ભાવવાથી, આત્મચિંતન કરવાથી મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગસાધનામાં, આત્મસાધનામાં મન, વચન અને કાયાની શુદ્ધિ અર્થાત્ પવિત્રતા આવશ્યક મનાઈ છે. (૨) ધૈર્ય એટલે સ્થિરતા. ચંચળતાનો અભાવ એટલે સ્થિરતા. ચિત્ત ઘણું ચંચલ છે. એટલે તો આનંદઘનજી મહારાજે કુંથુનાથ ભગવાનના સ્તવનમાં ગાયું છે કે “મનડું કિમતિ ન બાઝે.” ચિત્ત એકાગ્ર હોય, કોઈ એક વિષયમાં લાગેલું હોય તો વધુ શક્તિશાળી બને છે, પરંતુ તે શુભ વિષયમાં લાગેલું હોવું જોઈએ. બગલાની, પારધિની, જુગારીની કે ચોરની ચિત્તની એકાગ્રતા જેવી તેવી પ૩૩ Jain Education Intemational 2010_05 Page #579 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર નથી હોતી. પરંતુ તે અશુભ પરિણામી છે, પાપમય છે. મનને શુભધ્યાનમાં, પ્રભુભક્તિ વગેરેમાં જોડી દેવાથી, અભ્યાસ દ્વારા તે એકાગ્રતા સાધે છે. એવી એકાગ્રતા આત્મસાધનામાં ઉપયોગી છે. (૩) અદંભ એટલે નિર્દભતા, દંભ અથવા માયાચારનો અભાવ. પોતે હોય તેના કરતાં જુદા દેખાવાની, વધારે સારા દેખાવાની વૃત્તિ તથા પોતાના દોષોને ઢાંકવાની વૃત્તિ આત્મસાધનામાં અહિતકર છે. દંભ સાધકોનો મોટામાં મોટો શત્રુ છે. માટે દંભનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો દંભી માણસ આખરે તો પોતાની જાતને જ ઠગે છે. સરળતા, પ્રામાણિકતા, નિખાલસતા ઇત્યાદિ સાધનામાં ઉપકારક છે. (૪) વૈરાગ્ય એટલે સંસાર ઉપરની આસક્તિનો અભાવ. સંસાર અસાર છે એવું સમજાય અને સાંસારિક પદાર્થો અને સંબંધો છોડવાનો ભાવ થાય ત્યારે વૈરાગ્ય જન્મે છે. સંસારની નિર્ગુણતાની પ્રતીતિ થાય ત્યારે તે છોડવાનું મન થાય. વૈરાગ્ય ક્યારેક ક્ષણિક હોય અને ક્યારેક કાયમનો હોય, ક્યારેક ઉતાવળી અણસમજથી જન્મ્યો હોય, તો ક્યારેક એના સ્વરૂપના જ્ઞાનથી ઉદ્ભવ્યો હોય. શાસ્ત્રકારોએ એટલા માટે વૈરાગ્યના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) દુઃખગર્ભિત વૈરાગ્ય, (૨) મોહગર્ભિત વૈરાગ્ય અને (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. આ ત્રણે પ્રકારના વૈરાગ્ય વિશે ઉપાધ્યાયજી મહારાજે આ “અધ્યાત્મસાર'ના બીજા પ્રબંધમાં વિસ્તારથી કહ્યું છે. આત્મસાધનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યની જ મુખ્યતા રહી છે. (૫) સાધકે આત્મનિગ્રહ કરવો જોઈએ. અનાદિ કાળથી બહિર્મુખ રહેલા જીવને ઇન્દ્રિયોના વિષયો અને કષાયોને વશ થવાની ટેવ પડેલી છે. જ્યાં સુધી જીવ બહિર્મુખ છે ત્યાં સુધી તે અંતર્મુખ થઈ શકે નહિ. અંતર્મુખ થવા માટે વિષયોને અને કષાયોને અંકુશમાં રાખવા જોઈએ. જીવની સંજ્ઞાઓ બળવાન હોય છે. વિષય અને કષાયોનું જોર ઘણું મોટું હોય છે. એટલે એના ઉપર વિજય મેળવવા માટે ભારે પુરુષાર્થ કરવો જોઈએ. ઇન્દ્રિયદમનથી શરૂઆત કરવી જોઈએ. આરંભદશામાં દમન આવશ્યક છે. પરંતુ ક્રમે ક્રમે અભ્યાસ વધતો જતાં ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે સંયમમાં આવતી જાય છે. જેમ ઇન્દ્રિયોની બાબતમાં તેમ મનમાં ઊઠતા ક્રોધાદિ કષાયો ઉપર વિજય મેળવવો જોઈએ. આ રીતે આત્મસાધનામાં આત્મનિગ્રહની બહુ આવશ્યકતા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે : મM ઢંતો સુહી હો, સિ તો પત્ય ૨ | (આત્માનું દમન કરનાર આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.) | (૬) સાધકે ભવ-ગત દોષોનું દર્શન કરવું જોઈએ. ભવ એટલે સંસાર. ભવગત દોષો એટલે સંસારના દોષો. સંસાર રૂડો છે, આ દુનિયા સરસ છે, ભોગોપભોગની સામગ્રીઓ સુખ આપનારી છે – આવા આવા સાંસારિક ભાવો જ્યાં સુધી મનમાં રહ્યા હોય ત્યાં સુધી આત્માની, મોક્ષની વાત ગમશે નહિ. સંસાર ઘણી વિષમતાઓથી ભરેલો છે. એ જો સમજાશે તો એવી અનેક ઘટનાઓ નજર સમક્ષ આવશે કે જે આપણી આંખ ઉઘાડે. એ બરાબર સમજીએ તો સંસાર પ્રત્યે નિર્વેદ આવ્યા વગર રહે નહિ. એટલા માટે આત્મસાધના કરતા સાધકે સંસારના વિષમ અને કુટિલ સ્વરૂપનું તથા એમાં રહેલા પાર વગરના દોષોનું ચિંતનમનન કરવું જોઈએ. ૫૩૪ Jain Education Interational 2010_05 Page #580 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વસમો અનુભવ અધિકાર (૭) સાધકે દેહ વગેરેની વિરૂપતાનું ચિંતન કરવું જોઈએ. સામાન્ય જીવોને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ હોય છે. દેહ તે હું છું એવો ભાવ જીવોને રહે છે. દેહ સાથેનો તાદાસ્યભાવ જાય નહિ, દેહાધ્યાસ છૂટે નહિ, ત્યાં સુધી આત્મદર્શન થાય નહિ. કેટલાયે લોકોને પોતાનો દેહ વિરૂપ હોય તો પણ વહાલો લાગે છે. અનાદિ કાળથી દેહ સાથેની એકતા એટલી બધી હોય છે કે સામાન્ય જીવો માટે આમ બનવું કુદરતી છે. પરંતુ જેઓ આત્મસાધના કરવા ઇચ્છે છે તેઓએ જો દેહાદિથી પર થવું હોય તો એની વિરૂપતા ચિંતવવી જોઈએ. | સામાન્ય માણસોને દેહાદિ પ્રત્યે એટલી ગાઢ આસક્તિ હોય છે કે તેમાંથી તેમનાથી છૂટાતું નથી. પરંતુ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એની વિરૂપતાનો વિચાર વારંવાર કરવો. શરીર ઘરડું થવાનું છે, એક દિવસ મૃત્યુ આવતાં એને બાળી નાખવામાં આવશે. - આવું ચિંતન દેહાદિ પ્રત્યેની આસક્તિને તોડવા માટે જરૂરી છે. દેહમાં આસક્ત ન થતાં, મનુષ્યભવ મળ્યો છે તેને સાર્થક કરી લેવા માટે દેહનો ઉપયોગ કરી લેવો જોઈએ. [૩૧] મર્મિવતિ ધાર્યા સેવ્યો રેશઃ સવા વિવિઝા स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥४३॥ અનુવાદ : ભગવાન (જિનેશ્વર) પ્રત્યે ભક્તિ ધારણ કરવી, એકાન્ત સ્થળનું હમેશાં સેવન કરવું, સમ્યત્વમાં સ્થિર રહેવું અને પ્રમાદરૂપી શત્રુનો વિશ્વાસ ન કરવો. વિશેષાર્થ: આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સાધકને માટે વધુ ચાર હિતશિક્ષા નીચે પ્રમાણે કહી છે: (૧) ભગવાન પ્રત્યે ભક્તિ ધારણ કરવી. ભગવાન એટલે સદેહે વિચરતા કે વિદેહ થયેલા તીર્થકર ભગવાન. ભગવાનના આ સ્વરૂપથી શરૂ કરી પોતાનામાં રહેલા પરમાત્મસ્વરૂપ આત્માને પણ ભગવાન કહી શકાય. પરંતુ તીર્થંકર પરમાત્મા પ્રત્યે સાચી નિર્મળ ભક્તિ જ્યાં સુધી અંતરમાં પ્રગટી નથી ત્યાં સુધી પોતાના આત્માને ભગવાન સ્વરૂપે પ્રાપ્ત કરવાનું શક્ય નથી. ઉપાધ્યાયજી મહારાજે અહીં તીર્થકર પરમાત્માની ભક્તિનો મહિમા દર્શાવ્યો છે. જયાં સુધી પ્રીતિ, વિનય, ગુણાનુરાગ, હૃદયની આદ્રતા ઇત્યાદિ ગુણો ખીલ્યા નથી ત્યાં સુધી સાચી ભક્તિ પ્રાપ્ત થતી નથી. મોક્ષમાર્ગમાં સૌથી સરળ અને સુલભ ઉપાય તે પરમાનંદ આપનારી પ્રભુભક્તિનો છે. ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર કહ્યું છે : सारमेतन्मया लब्धं श्रुताब्धरेवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥ - શ્રી હરિભદ્રસૂરિએ ભક્તિમાર્ગ માટે ચાર સોપાન બતાવ્યાં છે : (૧) પ્રીતિયોગ–પ્રભુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. ભગવાન ગમવા જોઈએ. (૨) ભક્તિયોગભગવાન પ્રત્યેની નિષ્ઠા અનન્ય હોવી જોઈએ. (૩) વચનયોગ–ભગવાનનાં વચનો ગમવાં જોઈએ અને તે આજ્ઞાની જેમ માનવાં જોઈએ. (૪) અસંગયોગ–ભગવાન પ્રત્યેની ભક્તિ એટલી ઉત્કટ હોવી જોઈએ કે જેથી ભગવાન સાથે એકરૂપ થઈ જવાય. ૫૩૫ 2010_05 Page #581 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર આમ પ્રભુભક્તિનો આરંભ કરવા માટે પ્રીતિ સૌથી મહત્ત્વની ગણાઈ છે. એ હોય તો પછી ભક્તિ વગેરે આપોઆપ આવવા લાગે છે. પ્રભુ પ્રત્યેની પ્રીતિ હૃદયમાં જગાવવી હોય તો અન્ય દુન્યવી પદાર્થો પ્રત્યેની પ્રીતિ તોડવી જોઈએ. દેવચંદ્રજી મહારાજે કહ્યું છે : “પ્રીતિ અનંત પર થકી, જે તોડે હો તે જોડે એહ.” આપણી પ્રભુભક્તિ એવી હોવી જોઈએ કે દિવસરાત, ઊઠતાંબેસતાં પ્રભુ અને પ્રભુનું રટણ ચાલતું હોવું જોઈએ. શ્રી મોહનવિજયજીએ પોતાના સ્તવનમાં કહ્યું છે તેમ પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.” ભગવાનનો વિરહ જરા પણ ન ખમાય. પ્રભુ પ્રત્યે આવો શરણાગતિનો, સમર્પણનો ભાવ હોવો જોઈએ. એ હોય તો જાણવું કે આપણામાં પ્રભુભક્તિએ ઉત્કટ સ્વરૂપ પકડ્યું છે. (૨) સાધકે હમેશાં એકાંત સ્થળનું સેવન કરવું જોઈએ. જેઓને સાધના કરવી છે તેઓએ અંતર્મુખ બનવું પડશે અને અંતર્મુખ બનવા માટે એકાન્ત જોઈશે. અન્ય પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, ભોગપભોગનાં સાધનો વચ્ચે રહેનાર પ્રારંભ દશાના સાધકનું ચિત્ત બહિર્મુખ થયા વગર રહે નહિ. અધ્યાત્મસાધનામાં મન, વચન ને કાયાના યોગોનો સંક્ષેપ કરવાનો હોય છે. એ માટે એકાંત અનુકૂળ અને ઉપકારક નીવડે છે. આરંભ દશામાં એકાંત અને અસંગતતાની આવશ્યકતા ઘણી બધી છે. સાધકને જયારે આત્મદર્શન થાય છે અને અધ્યાત્મની ઉચ્ચ શ્રેણીએ તે ચડે છે ત્યાર પછી સમુદાયમાં પણ તે પોતાના આત્મસ્વરૂપમાં રહી શકે છે. પરંતુ એવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકે યથાશક્ય એકાંતમાં રહેવું આવશ્યક છે. (૩) સાધકે સમ્યકત્વમાં સ્થિર રહેવું જોઈએ. સમ્યક્ત્વ અર્થાત્ સમકિતની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. પ્રાપ્તિ પછી સમકિતને ટકાવી રાખવું અને વધુ નિર્મળ કરવું એ પણ એટલું જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓનું સમકિત પણ ચાલ્યું જાય છે. એક વખત મિથ્યાત્વ જાય અને સમકિતની પ્રાપ્તિ થાય એ પછી ફરી પાછા મિથ્યાત્વમાં સરી ન પડાય તેની સાવધાની રાખવી જોઈએ. માટે સાધકે સાવધ રહી સમકિતમાં સ્થિર રહેવા માટે સતત જાગૃત રહેવું જોઈએ. (૪) ચોથી હિતશિક્ષા છે કે પ્રમાદરૂપી રિપનો વિશ્વાસ ન કરવો. વ્યવહારથી પ્રમાદ એટલે આળસ, નિષ્ક્રિયતા, સુસ્તી, ઉત્સાહનો અભાવ ઇત્યાદિ. પ્રમાદ શારીરિક અશક્તિને કારણે અને મનની નિર્બળતાને કારણે થાય છે. કરવું છે છતાં કરવાનું મન નથી થતું એવી સ્થિતિ લગભગ બધા અનુભવે છે. પરંતુ તેવે વખતે મનને ધક્કો મારી આગળ વધારવાની આવશ્યકતા છે. એ માટે મનોબળને સ્થિર રાખવું અને શક્ય એટલું વધારવું જોઈએ. નિશ્ચયદૃષ્ટિથી પ્રમાદ એટલે સંસારભાવોમાં રહેવું તે. સાધકે આત્મલક્ષી સાધના માટેના પુરુષાર્થમાં નિરંતર લાગેલા રહેવું જોઈએ. પ્રમાદને રિપુ અથવા શત્રુ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. સુભાષિતકારે કહ્યું છે : પ્રમાવિક પર્વ મનુષ્યનાં શરીરસ્થો મારિપુ: | પ્રમાદ એટલે તન અને મનની અશક્તિ એવો અર્થ વ્યવહારજગતમાં આપણે કરીએ છીએ. ગુણસ્થાનકની દૃષ્ટિએ જોઈએ તો છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચેનો ફરક તે પ્રમત્ત અને અપ્રમત્ત વચ્ચેનો છે. આપણે ત્યાં પાંચ પ્રકારના પ્રમાદ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. નિદ્રા, વિકથા, વિષયસેવન, કષાયસેવન અને મદિરાપાન એ પાંચ પ્રકારના પ્રમાદ ગણાય છે. એમાં ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર ૫૩૬ Jain Education Interational 2010_05 nternational 2010_05 . For.Po Page #582 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર વીસમો : અનુભવ અધિકાર પ્રકારના ઉગ્ર કષાય પણ પ્રમાદનું જ એક અંગ છે. સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા અને રાજકથા એ મુખ્ય ચાર પ્રકારની વિકથા છે. અન્ય પ્રકારના પ્રમાદો જાણીતા છે. પ્રમાદરૂપી શત્રુનો વિશ્વાસ ન કરાય, કારણ કે તે ક્યારે આપણને દગો દેશે અથવા આપણા ઉપર અચાનક હુમલો કરશે તે કહી શકાય નહિ. પ્રમાદ આપણી આધ્યાત્મિક ચેતનાને હણી નાખે છે. [૯૩૨] ધ્યેયાત્મવોઘનિષ્ઠ સર્વત્રેવીસ/H: પુરક્ષાર્થ: | त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्त्या च ॥४४॥ અનુવાદ : આત્મબોધની નિષ્ઠા ચિતવવી, સર્વત્ર આગમોને આગળ કરવાં, કુવિકલ્પોનો ત્યાગ કરવો તથા વૃદ્ધજનોની (જ્ઞાનીજનોની) અનુવૃત્તિથી રહેવું. વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે સાધકને વધુ ચાર હિતશિક્ષા નીચે પ્રમાણે આપી છે : (૧) સાધકે આત્મબોધ અર્થાત્ આત્મજ્ઞાન માટેની નિષ્ઠા રાખવી જોઈએ. સંસારમાં પરિભ્રમણ કરતા જીવે કંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે ધનવૈભવ, પુત્રપરિવાર, સત્તા અને કીર્તિ નહિ, પણ આત્મજ્ઞાન છે. સર્વ સાંસારિક પદાર્થો ક્ષણિક અને શૂન્યવત્ છે. સનાતન, ત્રિકાળી ધ્રુવ એક આત્મતત્ત્વ છે. એના બોધ, જ્ઞાન કે અનુભવનું ધ્યેય સાધકે રાખવું જોઈએ અને એને નિષ્ઠાથી સતત વળગી રહેવું જોઈએ. (૨) સાધકે સર્વત્ર આગમને આગળ રાખવાં જોઈએ. આગમ એટલે આપ્તપુરુષની વાણી. આગમ એટલે ભગવાનની દેશના. આગમ એટલે ભગવાનનું મંત્રમય, અક્ષર સ્વરૂપ. આગમોને સર્વ બાબતમાં પ્રમાણ સ્વરૂપ ગણવાં જોઈએ. જેઓ સર્વજ્ઞ છે એવા તીર્થંકર પરમાત્માની વાણીમાં જ વિશ્વાસ, શ્રદ્ધા મૂકી શકાય. માટે સર્વત્ર આગમ શાસ્ત્રોને જ તેમાં અગ્ર સ્થાન આપવું જોઈએ. તેની જ મુખ્યતા સ્વીકારવી જોઈએ. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે : મUTહા હૂં ઢંતા હુંતો ન નિનામો – અર્થાત જો જિનાગમ ન હોત તો અમારા જેવા અનાથની શી દશા હોત ? જિનાગમ મોક્ષમાર્ગમાં આલંબનરૂપ છે. કર્મનિર્જરા માટે તે મોટું નિમિત્ત બને છે. (૩) ત્રીજી હિતશિક્ષા છે કે કુવિકલ્પો છોડી દેવા. કુવિકલ્પ એટલે ખરાબ વિચારો. માણસનું મન સતત વિચારતું જ રહે છે. સાધકે પોતાના અધ્યવસાયોને બગાડે એવા દુષ્ટ વિચારોને ચિત્તમાં સ્થિર થવા એ. આર્ત અને રૌદ્ર ધ્યાન થાય એવા કેટલાયે પ્રસંગો જીવનમાં આવતા હોય છે. પરંતુ સાધકે ત્યારે સ્વસ્થતા રાખી તેમાં ન ખેંચાવું જોઈએ. ચિત્તમાં જ્યારે અસદ વિચારો ઉદભવે ત્યારે એની ધારાને આગળ વધવા ન દેવી જોઈએ. એમ કરવું અઘરું લાગતું હોય તો સાધકે તરત પોતાના ચિત્તને સુવિચારોમાં જોડી દેવું જોઈએ. કુવિકલ્પો ભલે કોઈની આગળ વ્યક્ત ન થયા હોય તો પણ તે ભારે કર્મબંધ કરાવનાર છે એ વાતનું વિસ્મરણ ન થવું જોઈએ. (૪) ચોથી હિતશિક્ષા છે : વૃદ્ધજનોની અનુવૃત્તિથી રહેવું એટલે કે વૃદ્ધ પુરુષોને અનુસરવું. અહીં વૃદ્ધ શબ્દ વ્યાપક અર્થમાં લેવાનો છે. વયમાં વૃદ્ધ માણસો તો ખરા જ, પણ જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ ઇત્યાદિ પ્રકારના પણ વૃદ્ધોને અનુસરવાની ભલામણ છે. વૃદ્ધા પાસે વ્યવહારુ ડહાપણ હોય છે. તેઓ સાચું માર્ગદર્શન આપી શકે છે. માટે જ તેઓ આદરણીય છે. માણસ પાસે બીજી કશી જ આવડત ન ૫૩૭ Jain Education Interational 2010_05 Page #583 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર, હોય, માત્ર ઉંમરમાં જ વૃદ્ધ હોય તો પણ એની ઉંમરને માન આપવું જોઈએ. એથી આશીર્વાદ મળે છે અને વિનય તથા વિવેકની બુદ્ધિ ખીલે છે. [૯૩૩] સાક્ષાવાર્થ તત્ત્વ વિરૂપાનંદં મેરવ્યમ્ हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥४५॥ અનુવાદ ઃ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો, ચિરૂપાનંદનું સઘનતા(મદુર)થી ભાવન કરવું. અનુભવ વડે જાણવા લાયક આ પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે. વિશેષાર્થ : અનુભવ અધિકારના આ અંતિમ શ્લોકમાં સાધકને ઉપયોગી એવી બે વધુ હિતશિક્ષા આપવામાં આવી છે. આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધકે તત્ત્વનો સાક્ષાત્કાર કરવો જોઈએ. અહીં તત્ત્વ એટલે આત્મતત્ત્વ. સાધક સાધનાના પ્રારંભથી પોતાની યોગ્યતા જેમ જેમ વધારતો જાય છે તેમ તેમ આત્મસાક્ષાત્કાર તરફ, આત્મદર્શન તરફ, જીવ અને અજીવ તત્ત્વના ભેદજ્ઞાન પ્રતિ તે આગળ વધતો જાય છે. જો એમ ન કરે તો એની સાધના અધૂરી રહે છે. આમ, અધ્યાત્મમાર્ગમાં આત્મદર્શન એ સૌથી મહત્ત્વનું પ્રસ્થાન છે. પછી તો ત્યાંથી પણ આગળ કેવળજ્ઞાન અને મુક્તિ સુધી જવાનું છે. છેલ્લે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધકે ચિરૂપાનંદની અતિશયતા વડે ભાવન કરવું અર્થાત્ જ્ઞાનાનંદની મસ્તીમાં રહેવું. આત્મસાક્ષાત્કાર એ એવી ઉર છી દુન્યવી પદાર્થો અત્યંત તુચ્છ અને સુલ્લક લાગે છે. અનુભવીઓ જ એ વધારે સારી રીતે જાણે છે. એ અનુભવ જ્ઞાનીઓને માટે હિતકારી છે. આમ, ઉપાધ્યાયજી મહારાજે આત્માનુભવ વિશેના આ અધિકારમાં અંતે સાધકને એક સાથે સંક્ષેપમાં ૨૯ જેટલી શિખામણ આપી છે. આ બધી હિતશિક્ષા એમના પોતાના અનુભવમાંથી પ્રકાશેલી છે. તેથી સાધકે એ પૂરી લક્ષમાં રાખવા જેવી છે કે જેથી પોતાને આત્મદર્શનમાં, આત્માનુભવમાં કશું અંતરાયરૂપ ન બને અને આત્મદર્શન થયા પછી ઉપરના ગુણસ્થાનકે આરોહણ કરવાનું બળ મળી રહે. इत्यनुभवाधिकारः । અનુભવ અધિકાર સંપૂર્ણ * ૫૩૮ Jain Education Interational 2010_05 Page #584 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો અધિકાર એકવીસમો * સજ્જનસ્તુતિ અધિકાર * [૯૩૪] વેષાં રવન્તવૃન્દ્રશશમૃત્પૂરશુભ્રા જુના | मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशद्यमातन्वते ॥ सन्तः सन्तु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृतस्वार्था मुख्यपरोपकारविधयोऽत्युच्छृंखलैः किं खलैः ॥१॥ અનુવાદ : જેઓના કૈરવ (શ્વેત કમળ), કુંદપુષ્પના વૃંદ, ચંદ્ર અને કપૂર જેવા શુભ ગુણો મનુષ્યોના ચિત્તની મલિનતાને દૂર કરીને વિશદતાને વિસ્તારે છે, જેઓ સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની પ્રવૃત્તિને મુખ્ય કરનારા છે તે સંતો મારા પર પ્રસન્ન ચિત્તવાળા થાઓ ! પછી ઉશૃંખલ ખલપુરુષોથી શું (ડરવાનું) ? વિશેષાર્થ : ‘અધ્યાત્મસાર' ગ્રંથના મુખ્ય વિચારવસ્તુનું નિરૂપણ સાત પ્રબંધના વીસ અધિકારમાં પૂર્ણ કરીને હવે આ ઉપસંહારરૂપ એકવીસમા અધિકારમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મરસિક સજ્જનોની સ્તુતિ કરે છે. (સજ્જનોની પ્રસન્નતા અને શુભેચ્છા માટે પોતાની અભિલાષા વ્યક્ત કરવા સાથે ઉપાધ્યાયજી મહારાજ સજ્જનોના સદ્ગુણો કેવા હોય છે તે વર્ણવતાં કહે છે કે એમના ગુણો શ્વેત કમળ જેવા, કુંદપુષ્પના સમૂહ જેવા, ચંદ્રના પ્રકાશ જેવા અને કપૂર જેવા શુભ્ર હોય છે. એ ગુણોમાં મનની મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારવાની શક્તિ રહલી હોય છે. નિષ્કારણ કરુણાવાળા સજ્જનો હમેશાં નિઃસ્વાર્થપણે પરોપકારની પ્રવૃત્તિમાં મગ્ન હોય છે. એટલે જ જ્યાં સજ્જનો હોય ત્યાં તેમની ઉપસ્થિતિથી જ વાતાવરણ પવિત્ર, આનંદમય અને ઉત્સાહમય બની જાય છે. સજ્જનોની પ્રતિભા એવી તેજસ્વી અને પ્રખર હોય છે કે એમની હાજરીમાં સ્વાર્થ, કપટ, દુષ્ટતા ઇત્યાદિ ટકી શકતાં નથી કે ફાવી શકતાં નથી. જ્યાં સુધી સજ્જનોનો સહારો છે ત્યાં સુધી દુર્જનોનો કોઈ ડર રાખવાની જરૂર રહેતી નથી. આ રીતે અધ્યાત્મરસિક ગુણવાન સજ્જનોની પ્રસન્નતા પ્રાર્થીને ઉપાધ્યાયજી મહારાજ આ અંતિમ અધિકારનો આરંભ કરે છે. [૯૩૫] ગ્રંથાર્થાત્ પ્રશુળીોતિ મુવિર્યલેન તેષાં પ્રથા मातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सज्जनाः ॥ माकन्दद्रुममंजरीं वितनुते चित्रा मधुश्रीस्ततः ॥ सौभाग्यं प्रथयन्ति पंचमचमत्कारेण पुंस्कोकिलाः ॥२॥ અનુવાદ : સુકવિ ગ્રંથોના અર્થોને યત્નપૂર્વક સરળ કરે છે. સજ્જનો કૃપાનજર(કટાક્ષ)ની 2010_05 ૫૩૯ Page #585 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર લહરીના લાવણ્ય(વાત્સલ્ય)થી તેમની (ગ્રંથાર્થોની) ખ્યાતિ વિસ્તારે છે. સુંદર વસંતઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને પ્રસરાવે છે અને પછી નરકોકિલ (કોયલ) પંચમ સ્વરના ચમત્કાર વડે (આંબાના) સૌભાગ્યને પ્રસારે છે (પ્રસિદ્ધ કરે છે). વિશેષાર્થ : સારા ગ્રંથની રચના કરવી એ સરળ વાત નથી. સારા કવિઓ ખૂબ ઉદ્યમપૂર્વક પ્રોઢ અર્થગંભીર ગ્રંથોની રચના કરે છે. એક એક શબ્દની પસંદગી તેઓ ઔચિત્યપૂર્વક કરે છે. એવી સરસ અર્થપૂર્ણ રચના કરવા છતાં જો તેની કદર ન થાય તો કવિ નિરાશ થાય છે. દુર્જનો તો સારા ઉત્તમ ગ્રંથમાં પણ દોષષ્ટિથી દોષ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સજ્જનો તો એવો ગ્રંથ વાંચી પોતે તો પ્રસન્નતા અનુભવે છે, એટલું જ નહિ એ ગ્રંથ વિશે ઘણા લોકોને વાત કરે છે. એ રીતે ગ્રંથની ખ્યાતિને તેઓ વિસ્તારે છે. અહીં ઉદાહરણ આપવામાં આવે છે કે વસંતઋતુ આવે ત્યારે આંબાની ડાળે મનોહર મંજરીઓ આવે છે, પરંતુ નર કોયલના પંચમસ્વરના આકર્ષક ગાનથી એ મંજરીઓના સૌભાગ્યનો વિસ્તાર થાય છે. અનેક લોકોમાં એ વાત પ્રસિદ્ધિ પામે છે. કોયલમાં નર કોયલ ગાય છે, ટહુકાર કરે છે. માદા કોયલ નહિ, એ જાણીતી વાત છે. એટલે કવિએ તે પ્રમાણે શ્લોકમાં નરકોકિલનો નિર્દેશ કર્યો છે. જગતમાં સારી વસ્તુ હોવી જરૂરી છે તેમ એના વખાણનારા સજ્જનો હોવા પણ જરૂરી છે એમ કવિ અહીં દર્શાવે છે. કોઈ પણ કવિ પોતાની જે કાવ્યરચના કરે તે અનેક લોકો સુધી પહોંચે એવી એના અંતરમાં ભાવના રમતી હોય છે. કવિ પોતે બધે પહોંચી શકે નિહ. એટલે અન્ય લોકો સુધી તે પહોંચાડવાનું કામ કોણ કરે ? એના વાચક કે ભાવક એવા સજ્જનો એ કામ કરે છે. આમ કવિ અને સજ્જનો એમ બે ભેગા થાય તો કવિતાનો પ્રસાર થાય. જો સામાન્ય કવિતાની બાબતમાં આવું હોય તો જે કવિપંડિતે કે પંડિતકવિએ પોતાના કાવ્યગ્રંથમાં ઠીક ઠીક મહેનત લઈને, સારો અભ્યાસ અને ચિંતન કરીને ગંભીર અર્થ ભર્યા હોય એવા કાવ્યગ્રંથની વાત બીજા અનેક લોકો સુધી પહોંચાડવાનું સજ્જનોના અનુગ્રહ વગર શક્ય નથી. તેઓની વાત્સલ્યસભર, નિર્મળ અમીષ્ટિ એમાં ઘણું કામ કરે છે. જેને એ કાવ્યગ્રંથ ગમી જાય તે બીજાને પ્રેમથી અને ઉત્સાહથી એ વિશે સહજ રીતે વાત કરે છે અને એમ ઉત્તરોત્તર કાવ્યગ્રંથની પ્રસિદ્ધિ પ્રસરતી જાય છે. એટલે કવિની અને કાવ્યગ્રંથની પ્રસિદ્ધિમાં સજ્જનોનું યોગદાન ઘણું મોટું હોય છે. જગતમાં આ રીતે પરસ્પર સહયોગથી જ સુયોગ્ય જાહેરાત થાય છે. ઉદાહરણ તરીકે, વસંતઋતુનું આગમન થાય છે ત્યારે આંબાના વૃક્ષને મંજરી આવે છે, પરંતુ વસંતઋતુની ચારે બાજુ જાહેરાત કોણ કરે છે ? ઉમંગભર્યા કોકિલો (નર કોયલ) મંજરી જોતાં જ અને તેની સુવાસ લેતાં જ વન-ઉપવનમાં ટહુકાર કરવા લાગી જાય છે. કોકિલના ટહુકારથી વસંતઋતુના આગમનની જાહેરાત થવા લાગે છે. આમ્રમંજરી અને કોકિલનો નાદ એ બેનો સુભગ સુયોગ જ વસંત ઋતુની પધરામણીને વધાવે છે. [૯૩૬] રોષોÐવિષ: સ્ત્રજ્ઞાનનવિલાપુત્યાય જોપાત્ત્વલન્जिवाहिर्ननु कं गुणं न गुणिनां बालं क्षयं प्रापयेत् ॥ न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधी सन्निधौ । शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां कारुण्यपुण्यप्रथा ॥ ३ ॥ અનુવાદ : જો શાસ્રાર્થનાં રહસ્યો(ઉપનિષદ્)ને જાણનારા, શુભ હૃદયવાળાઓની કારુણ્યરૂપી _2010_05 ૫૪૦ Page #586 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર પુણ્યની ખ્યાતિ(પ્રથા)રૂપી, પ્રબળ પ્રભાવવાળા સ્થાન (ભવન)રૂપી દિવ્ય ઔષધી પાસે ન હોય તો દોષોનો ઉલ્લેખ કરવારૂપી વિષવાળો, ક્રોધથી સળગતો, દુર્જનોના મુખરૂપી દરમાંથી નીકળતો, જિદ્વારૂપી સર્પ ગુણવાનોના કયા બાળગુણનો (વિકસતા ગુણનો) ક્ષય ન કરી નાખે ? વિશેષાર્થ : આ સંસારમાં આટલા બધા દુર્જનો હોવા છતાં ગુણવાન પુરુષોના ગુણો કેમ ટકી રહે છે? આવો પ્રશ્ન જો કોઈને થાય તો તે સ્વાભાવિક છે. જગતમાં શુભ અને અશુભ, ઇષ્ટ અને અનિષ્ટ તત્ત્વો જેમ છે તેમ સજ્જનો અને દુર્જનો પણ છે. દુર્જનોનું કામ કેવું છે ? એવું ભયંકર છે કે સજ્જનોના ગુણોનો ઘડીકમાં તેઓ ક્ષય કરી નાખી શકે એમ છે. દુર્જનો હમેશાં બીજાના દોષો જ જોયા કરે છે. તેઓ ક્રોધી હોય, ઈર્ષ્યાળુ હોય, બીજાનો નાશ કરી નાખવાની વૃત્તિવાળા હોય છે. એમના મુખમાંથી નીકળતા શબ્દો પણ બીજાને દઝાડે એવા હોય છે. જાણે કે દુર્જનના મુખરૂપી દરમાંથી નીકળેલો ક્રોધરૂપી સર્પ જેને કરડે તેને મારી નાખે એવો ભયંકર હોય છે. એ વિષની સામે મોટા માણસો કદાચ થોડો વખત ઝઝૂમી શકે, પણ બાળકો તો તત્કાળ મૃત્યુ પામે. એ રીતે દુર્જનોની પ્રવૃત્તિને કારણે સજ્જનોના બાલગુણ તો તરત ક્ષય પામે. પરંતુ તેમ છતાં દુર્જનો ફાવતા નથી. એનું કારણ એ છે કે સજ્જનો પ્રત્યે શાસ્ત્રાર્થના જાણવાવાળા, પરોપકાર કરવાના સ્વભાવવાળા સંતપુરુષોની કારુણ્યભરી કૃપાદૃષ્ટિરૂપી દિવ્યઔષધી રહેલી છે. જ્યાં દિવ્યઔષધી હોય ત્યાં વિષ પણ કશું કરી શકે નહિ. અમૃત આગળ વિષનું કશું ચાલે નહિ. એટલે જ જગતમાં દુર્જનો ગમે તેટલા હોય તો પણ સજ્જનો અને સંતપુરુષો જ્યાં સુધી છે ત્યાં સુધી દુર્જનો હંમેશાં ફાવી શકતા નથી. [૯૩૭] ૩ત્તાનાર્થનિરાં તોડણવામાન્નિસારતાં નિરે | गंभीरार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः ॥ तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकां । स्थित्युच्छेदमति हरन्ति नियतां दृष्टा व्यवस्थाः सताम् ॥४॥ અનુવાદ : સરળ અર્થવાળી (કવિની) વાણી જે પોતાની મેળે સમજી શકાય એવી હોય છે ત્યાં દુર્જનો કહે છે કે : “એ તો નિઃસાર છે અને ગંભીર અર્થના સામર્થ્યવાળી હોય તો કઠિનતાનો દોષ આપે છે. તો પછી ગુણ (કાવ્યગુણ) કોને કહેવો? સુકવિ કોણ? કાવ્ય વગેરે કોને કહેવાં? (પરંતુ) સપુરુષોની વ્યવસ્થા (કાવ્યવિવેચના) જોઈએ છીએ ત્યારે સ્થિતિનો ઉચ્છેદ કરનારી દુર્જનોની) મતિ તરત હરાઈ જાય છે. વિશેષાર્થ : જેમ કાવ્યવિવેચનાના ક્ષેત્રમાં તેમ જીવનના વિવિધ ક્ષેત્રોમાં કેટલાક એવા દોષદર્શી માણસો રહેવાના જ કે જેઓને કોઈપણ વાતથી સંતોષ ન થાય. કવિતાના વિષયનો વિચાર કરીએ તો કોઈ કવિએ સરળ, સરસ અને જાતે વાંચતાં તરત જ સમજાઈ જાય એવી, કોઈની મદદ લેવાની જરૂર ન પડે તેવી ઉત્તમ કાવ્યકૃતિની રચના કરી હોય તો એવા ખલપુરુષો કહેશે કે : “આવી કવિતામાં વાંચવાનું શું હોય ? તે સાવ નિઃસાર, તુચ્છ, સામાન્ય કવિતા છે.” આમ સરળ કવિતાને ઉતારી પાડવા માટેની દલીલ એમની પાસે હોય છે. બીજી બાજુ કોઈ કવિએ કઠિન પદાવલીવાળી, ગૂઢાર્થથી સભર, અર્થ ૫૪૧ Jain Education Interational 2010_05 Page #587 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર સમજાતાં અતિશય આનંદ આપે તેવી ઉત્તમ કાવ્યરચના કરી હોય તો એ ખલપુરુષો કહેશે કે : આ તે કંઈ કવિતા કહેવાય? માથું કૂટીએ તો ય અર્થ ન સમજાય.' જ્યારે ખલપુરુષોની આવી રીત વિશે સાંભળીએ છીએ અને એમને સહેલી કવિતા પણ ન ગમે અને અઘરી પણ ન ગમે એવું જાણીએ છીએ ત્યારે પ્રશ્ન થાય કે કાવ્યગુણ કોને કહેવાય ? સુકવ કોને કહેવાય ? સારું કાવ્ય કોને કહેવાય ? આવા પ્રશ્નો જ્યારે ઉદ્ભવે છે ત્યારે જાણે એમ જ થાય કે આમ કરતાં કરતાં તો સમગ્ર કવિતાનો જ ઉચ્છેદ થઈ જશે. પરંતુ આ તો ખલમાણસોની, કુવિવેચકોની વાત થઈ. જગતમાં સજ્જનો પણ છે અને સારા વિવેચકો પણ છે. કવિતાનો સાચો માપદંડ તેઓએ આપ્યો છે. કાવ્યની યોગ્ય વ્યાખ્યા અને કાવ્યસાહિત્ય અને એના વિવેચનની ઉચિત વ્યવસ્થા અને પરંપરા પણ તેઓએ સ્થાપી છે. એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે દુર્જનોની અમંગળ, ઉચ્છેદક મતિ હરાઈ જાય છે. પરિણામે કાવ્યજગતનો ક્યારેય ઉચ્છેદ થવાનો નથી એવી દૃઢ શ્રદ્ધા અને આશા જન્મે છે. [૯૩૮] અધ્યાત્મામૃતષિળીપિ થામાપીય સન્ત: મુસ્તું। गाहन्ते विषमुद्गिरन्ति तु खला वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशं । किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥ અનુવાદ : અધ્યાત્મરૂપી અમૃતની વર્ષા કરનારી કથાનું પાન કરીને સજ્જનો સુખ અનુભવે છે, જ્યારે દુર્જનો વિષનું વમન કરે છે. આવી વિષમતા ક્યાંથી થતી હશે ? પરંતુ એમાં કંઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ચંદ્રના કિરણોનું પાન કરવાથી ચકોર પક્ષીઓ અત્યંત આનંદ અનુભવે છે, પરંતુ કહો કે તરુણ ચક્રવાક અને ચક્રવાકી અત્યંત ખેદથી શું ભયભીત (આતુર) નથી થઈ જતાં ? વિશેષાર્થ : ‘અધ્યાત્મસાર' જેવા ગ્રંથમાં આધ્યાત્મની જ ગહન વાતો આવે. એમાં ગહન પદાર્થોની ઊંડી મીમાંસા હોય. એ સમજવા માટે યોગ્યતા જોઈએ. વળી તે માટે વાચકની પ્રકૃતિ પણ અભિમુખ જોઈએ. કેટલાકનો સ્વભાવ જ એવો હોય છે કે સારું જોઈને તેઓ તરત પ્રસન્નતા અનુભવે છે. બીજી બાજુ કેટલાકની દૃષ્ટિ જ એવી દોષદર્શી હોય છે કે ગમે તેવી સારી વાતમાં કે સારી ચીજ-વસ્તુમાં તરત તે દોષો શોધવા બેસી જાય છે. સજ્જનો અને દુર્જનો વચ્ચે આ જ મોટો તફાવત હોય છે. અધ્યાત્મનું અમૃત વરસાવતી કથાનું પાન કરીને સજ્જનો અનહદ સુખ અનુભવે છે. કેવળ ભૌતિક ઇન્દ્રિયાર્થ સુખ માણવાને ટેવાયેલા દુર્જનો અધ્યાત્મની વાત સાંભળતાં જ જાણે વિષનું વમન કરતા હોય તેમ કટુ વચનો ઉચ્ચારવા લાગે છે. પણ સંસારમાં આમ ઉભય પ્રકારની ઘટના બને એ સંભવિત છે. એનું પ્રસિદ્ધ ઉદાહરણ જોવું હોય તો પૂર્ણિમાના ચંદ્રની ચાંદની વખતે અવલોકન કરો. સરસ ચાંદનીનાં અમૃતિકરણોનું પાન કરીને ચકોર પક્ષી કેવું મજાનું સુખ અનુભવે છે ! પણ એ જ વખતે ચક્રવાક્યુગલની દશા કેવી હોય છે ? તે તો સૂર્યપ્રકાશનું રાગી છે. સૂર્યાસ્ત થતાં વિરહને લીધે તે તો અત્યંત ખેદ અનુભવે છે. ચંદ્રની શીતળ ચાંદની એને શીતળતા નથી આપી શકતી. જો સંસારમાં આમ બનતું હોય તો અધ્યાત્મસભર ગ્રંથ માટે દુર્જનો નિંદાત્મક કટુવચન ઉચ્ચારે તેમાં નવાઈ શી ! 2010_05 ૫૪૨ Page #588 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો સજ્જનસ્તુતિ અધિકાર [૯૩૯] વિવિત્સામવેન્ટ્સ થે વિતે વેન્દ્રનીનામાં ! तेषां न प्रमदावहा तनुधियां गूढा कविनां कृतिः ॥ ये जानन्ति विशेषमप्यविषमे रेखोपरेखांशतो । वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥६॥ અનુવાદ : જેઓ કંઈક સામ્ય જોઈને કાચ અને ઈન્દ્રનીલ મણિ વચ્ચે અભેદ કરે છે તે મંદબુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ આનંદ આપનારી થતી નથી. જેઓ વિષમતા વિનાની વસ્તુમાં (રચનામાં) રેખાના અંશના પણ અંશથી (ઝીણામાં ઝીણી) વિશેષતાને જાણે છે તે બુદ્ધિમાન સપુરુષોને માટે આ કૃતિ મહોત્સવરૂપ બની રહેશે. વિશેષાર્થ : દરેક ક્ષેત્રમાં કેટલાક માણસો સામાન્ય બુદ્ધિના અને કેટલાક વિશેષજ્ઞ હોય છે. એ બંનેની તુલના ન થઈ શકે. બંનેની વસ્તુની પરખશક્તિ પણ જુદી જુદી રહેવાની. કેટલાક વસ્તુના માત્ર બાહ્ય સ્વરૂપને જ ઓળખી શકે, પણ વસ્તુના અંતરંગ ગુણોને ન જાણી શકે. કેટલાક બાહ્ય સ્વરૂપ ઉપરાંત વસ્તુના અંતરંગ ગુણોને પણ બરાબર જાણી શકે. કાચ અને ઇન્દ્રનીલ મણિ બાજુબાજુમાં રાખવામાં આવ્યા હોય તો બંનેના સરખા ચળકાટને લીધે ગમાર માણસો તે બંનેનું મૂલ્ય એકસરખું આંકવાના. દૃષ્ટાંતકથામાં આવે છે તેમ પેલા ભરવાડને રત્ન મળે છે, પરંતુ એની એને પરખ નથી. એટલે તે તો એને સુશોભિત કાચ સમજીને બકરીના ગળામાં બાંધી દે છે અને રાજી રાજી થાય છે, પરંતુ જ્યારે કોઈ એનું ધ્યાન ખેંચે છે ત્યારે એને એ રત્નની કિંમત સમજાય છે. તેવી રીતે ઉત્તમ કાવ્યની મુલવણી કરવાનું બધાંને ન આવડે. કેટલાક તો માત્ર છંદ કે શબ્દપસંદગીનું સામ્ય જોઈને બે કાવ્યોને એકસરખાં ગણી કાઢે છે. રત્નની પરીક્ષા કરતાં પણ કાવ્યની પરીક્ષા કે મુલવણી કરવા માટે સવિશેષ સજ્જતા અને અધિકારની અપેક્ષા રહે છે. જેઓ અલ્પ મતિવાળા છે તેઓને કવિની ગૂઢાર્થથી ભરેલી, વ્યંજનાસભર કૃતિ બહુ આનંદ આપી શકતી નથી, પણ જેમ ચિત્રકલામાં ઝીણામાં ઝીણી રેખા અને ઉપરેખાનું મહત્ત્વ સમજનાર વિશેષજ્ઞને વધુ આનંદ થાય છે, તેમ ઉત્તમ કાવ્યતત્ત્વથી અને પ્રૌઢ અર્થથી ભરેલી કાવ્યકૃતિ સાચા અધિકારી માટે માત્ર આનંદ આપનારી નહિ, એક મહોત્સવ જેવી બની જાય છે. કાવ્યનો આનંદ જગતના ભૌતિક આનંદ કરતાં ચડિયાતો, બ્રહ્માનંદ સહોદર જેવો હોય છે. [४०] पूर्णाध्यात्मपदार्थसार्थघटना चेतश्चमत्कारिणी । मोहाच्छन्नदृशां भवेत्तनुधियां नो पंडितानामिव ॥ काकुव्याकुलकामगर्वगहनप्रोद्दामवाक्चातुरी । कामिन्याः प्रसभं प्रमोदयति न ग्राम्यान् विदग्धानिव ॥७॥ અનુવાદ : સંપૂર્ણ અધ્યાત્મપદાર્થના અર્થથી ભરેલી રચના જ્ઞાનીઓના ચિત્તમાં જેવી ચમત્કાર કરનારી થાય છે તેવી મોહથી જેમની દષ્ટિ ઢંકાયેલી છે એવા સ્વલ્પ બુદ્ધિવાળાને નહિ થાય. કામિનીઓની કાકુવાળી (વિશિષ્ટ ઉચ્ચારવાળી) ઉક્તિ વડે વ્યાકુલ અને કામના મદ વડે ગહન Jain Education Interational 2010_05 ૫૪૩ Page #589 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર અને મીઠી વાક્ચાતુરી વિદગ્ધ (ચતુર) પુરુષોને જેવી અત્યંત આનંદ આપનારી થાય છે તેવી ગ્રામ્યજનોને થતી નથી. વિશેષાર્થ : કાવ્યનો આનંદ ચમત્કૃતિ ભરેલો છે. ગૂઢાર્થથી સભર એવાં કાવ્યોનો આસ્વાદ જેમણે માણ્યો હોય તે જ પોતાના કાવ્યાનુભવને બરાબર સમજી શકે. કાવ્યનું સર્જન ક૨વા માટે જેમ કવિ પાસે તેવી ઉચ્ચ સર્જક-પ્રતિભા જોઈએ તેમ કાવ્યને સમજવા માટે પણ તેવી ભાવક-પ્રતિભા જોઈએ. અધ્યાત્મના વિષયની કવિતા જ્ઞાનીઓને જેટલો આનંદ આપે તેટલો આનંદ મોહથી ઘેરાયેલા અજ્ઞાનીઓને ન આપે. આધ્યાત્મિક કવિતા સમજવા માટે તેવા પાંડિત્યની જરૂર રહે છે. સંસારમાં ભિન્નભિન્ન ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓની, અન્ય ક્ષેત્રની વાત સમજવાની અશક્તિ તરત પરખાઈ આવે છે. શિક્ષણના વ્યવસાયમાં ઓતપ્રોત બનેલી વ્યક્તિને વેપારઉદ્યોગની વાતમાં રસ ન પડે. જરા નીચી કોટિની વાત કરીએ તો કામિનીના કામકલાપની શૃંગારરસિક વાત તેવું ચાતુર્ય ધરાવનારને જેટલો રસાનુભવ કરાવે તેટલો રસાનુભવ ગામિડયા અબુધને ન કરાવે. [૯૪૧] સ્રાવા સિદ્ધાન્તવુંકે વિધુરવિશવાધ્યાત્મપાનીયપૂરે-। स्तापं संसारदुःखं कलिकलुषमलं लोभतृष्णां च हित्वा ॥ जाता ये शुद्धरूपाः शमदमशुचिताचंदनालिप्तगात्राः । शीलालंकारसाराः सकलगुणनिधान् सज्जनांस्तान्नमामः ॥८ ॥ અનુવાદ : ચંદ્રકરણ જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહ વડે સિદ્ધાંતકુંડમાં સ્નાન કરીને, તાપને, સંસારના દુઃખને, કલિ અને પાપના મેલને તથા લોભરૂપી તૃષ્ણાને ત્યજી દઈને જેઓ શુદ્ધ થયા છે અને શમ, દમ, શુચિતારૂપી ચંદન વડે જેઓએ પોતાનાં અંગોને વિલેપન કર્યું છે તથા શીલરૂપી અલંકારો ધારણ કર્યા છે તેવા સકલ ગુણોના નિધિ સમાન સજ્જનોને અમે નમન કરીએ છીએ. વિશેષાર્થ : આ શ્લોકમાં સજ્જનોની સ્તુતિ કરવામાં આવી છે. આ સજ્જનો કેવા છે ? કવિએ વિવિધ રૂપકો યોજીને તેવા સજ્જનોનો મહિમા સરસ રીતે અહીં ગાયો છે. આ સજ્જનો સિદ્ધાંતરૂપી કુંડમાં સ્નાન કરવાવાળા છે. એ કુંડમાં ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ નીર છે. એ નીર તે અધ્યાત્મરૂપી પૂરનું છે. એટલે તત્ત્વજ્ઞાનના ગહન સિદ્ધાંતોમાં જેમણે ડૂબકી લગાવી હોય એવા આ સજ્જનો છે. આ કુંડમાં સ્નાન કરવાથી કેવો લાભ થાય છે ? એથી દેહ શુદ્ધ થાય છે અને શીતળતા તથા પ્રસન્નતા અનુભવાય છે. એમાં સ્નાન કરવાથી સંસારનાં દુ:ખોરૂપી તાપ દૂર થાય છે. જેઓ અધ્યાત્મરસિક છે તેઓને સંસારનાં દુઃખો દઝાડતાં નથી. તેમનામાંથી ક્લેશ-કંકાશરૂપી મેલ અને લોભરૂપી તૃષ્ણા દૂર થાય છે. સ્નાન પછી વિલેપનનો અને સુશોભનનો ક્રમ હોય છે. આ સજ્જનો શાનું વિલેપન કરે છે ? તેઓ કેવા અલંકાર ધારણ કરે છે ? તેઓ શમ, દમ, અને શુચિતારૂપી ચંદનનો લેપ પોતાના શરીરે કરે છે. એનો અર્થ એ કે અધ્યાત્મનિષ્ઠ, તત્ત્વરસિક સજ્જનોનાં જીવન શીલ, સંયમ અને પવિત્રતારૂપી અલંકારોથી સુશોભિત થઈ મહેકતાં હોય છે. ઇન્દ્રિયો પરનો તેમનો વિજય, વ્રતોની જીવનમાં પ્રતિષ્ઠા તથા આચારશુદ્ધિ 2010_05 ૫૪૪ Page #590 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર તેમની અધ્યાત્મિક દશાને ઊંચે ચડાવે છે. તેઓ શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરવા લાગે છે. આવા સજ્જનો તે સકલ ગુણના ભંડાર જેવા છે. તેઓને અમે ભાવપૂર્વકે નમસ્કાર કરીએ છીએ. [૯૪૨] પાળ્યોઃ પદ્યવંÊવિપુત્તરસમાં વર્ષતિ ગ્રંથતાં प्रेम्णां पूरैस्तु चेतः सर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः ॥ त्रुट्यन्ति स्वान्तबंधाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां । चित्रं भावज्ञनेत्रात् प्रणयरसवशान्निःसरत्यश्रुनीरम् ॥९॥ અનુવાદ : ગ્રંથકર્તારૂપી મેઘ પદબંધો વડે વિપુલ રસના સમૂહને વરસાવે છે અને સુહૃદોનાં ચિત્તસરોવર પ્રેમનાં વેગવાળા પૂરથી ઊભરાઈ જાય છે. તે સમયે અસાધારણ ગુણદ્વેષી દુર્જનોના હૃદયના બંધ તૂટી જાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યારે ભાવને જાણવાવાળા તેઓનાં નેત્રોમાંથી, પ્રણયરસને વશ થવાને લીધે અશ્રુરૂપી નીર વહેવા લાગે છે. વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે ગ્રંથરચના કેવી હોય છે અને તેની સારામાઠા લોકો ઉપર કેવી પ્રતિક્રિયા થાય છે તે વિશે સુંદર રૂપકની રચના કરી છે. તેઓ ગ્રંથકર્તાને મેઘરૂપે ઓળખાવે છે. ગ્રંથકર્તા જે પદ્યોની રચના કરે છે તે મેઘવૃષ્ટિ છે. મેઘવૃષ્ટિ થતાં સજ્જનોનાં ચિત્તરૂપી સરોવર પ્રેમરૂપી પૂરથી ઊભરાવા લાગે છે. પરંતુ જયારે વૃષ્ટિ વધારે થાય છે ત્યારે બંધ છલકાય છે અને ક્યારેક બંધ તૂટી જાય છે. પાણીમાં એવી તાકાત છે. આ બંધ તે દુર્જનોનો હૃદયરૂપી બંધ છે. તેઓ ગુણદ્વેષી હોય છે. સારું કાવ્ય જોઈને તેઓને હર્ષ થતો નથી. તેઓ તેમાંથી ત્રુટિઓ શોધવા પ્રયત્ન કરે છે. પરંતુ દુર્જનો હમેશાં દુર્જન રહેતા નથી અને ઉત્તમ કાવ્યમાં દુર્જનને પણ દ્રવિત કરવાની શક્તિ હોય છે. મહાન કવિની શ્રેષ્ઠ કૃતિની રચના દુર્જનના હૃદયને પણ પીગળાવી નાખે છે. દુર્જન પણ ભાવાર્દ્ર બની જાય છે. એના હૃદયમાં રહેલી પૂર્વગ્રહરૂપી ગ્રંથિઓ અજાણતાં તૂટી જાય છે. તે ભાવશ બની કાવ્યાસ્વાદ માણવા લાગે છે. કાવ્યના પૂરમાં એવી તાકાત છે કે દુર્જનોના હૃદયરૂપી બંધને પણ તોડી નાખે છે. તે વખતે ભાવા બનેલા દુર્જનની આંખમાંથી પણ હર્ષાશ્રુ વહેવા લાગે છે. સજ્જનોના નયનમાંથી કાવ્યાસ્વાદથી હર્ષાશ્રુ વહે એ કુદરતી છે. પરંતુ દુર્જનોનાં નયનમાંથી પણ હર્ષાશ્રુ વહે એ વધુ આશ્ચર્યની વાત છે. એમાં જ કાવ્યની શક્તિનો મહિમા છે. [૯૪૩] ઉદ્દામાં થમાવપ્રથનમવયા:સંચય: સવીનાં । क्षीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मेरुणा वर्णनेन ॥ एतडिंडीरपिंडी भवति विधुरुचेर्मंडलं विप्रुषस्ता - । स्ताराः कैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ॥१०॥ અનુવાદ : કિઠન (ઉદ્દામ) ગ્રંથોના ભાવને વિસ્તારવાથી સત્કવિઓના યશસંચયરૂપી ક્ષીરસમુદ્રનું સહૃદય પંડિતો દ્વારા વર્ણનરૂપી મેરુ વડે મંથન કરાય છે. એમાંથી ઉત્પન્ન થયેલો ફીણનો સમૂહ 2010_05 ૫૪૫ Page #591 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર (ડિંડીરપિંડી) ચંદ્રની કાન્તિના મંડળરૂપ બને છે. એનાં (ફીણનાં) ઊછળેલાં બિંદુઓ (વિપ્લષ) તે તારાઓ અને (ક્ષીરસમુદ્રના) ઊછળતા તરંગોની લીલા તે કૈલાસ પર્વત વગેરે બને છે. ' વિશેષાર્થ : સત્કવિઓ કેવું મહિમાવંતું કાર્ય કરે છે તેનું મનોહર કલ્પનાયુક્ત વર્ણન ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં કર્યું છે. ઉત્તમ કવિઓ અધ્યાત્મના ઉત્કૃષ્ટ અને પ્રૌઢ ગ્રંથોના રહસ્યોને પોતાની કવિતા દ્વારા પ્રકાશિત કરે છે. એથી સત્કવિઓની કીર્તિ ચોમેર પ્રસરે છે. આવી રીતે એમના યશના સમૂહને માટે રૂપક પ્રયોજવું હોય તો શાનું પ્રયોજી શકાય ? યશ ઉર્જવળ છે અને વળી વિસ્તારવાળો છે. તો એ માટે ક્ષીરસમુદ્રનું રૂપક યોગ્ય ગણાય. સમુદ્ર હોય તો એનું મંથન પણ હોય. કાવ્યગ્રંથના વર્ણન દ્વારા, એની પ્રશંસા દ્વારા એનું મંથન કરી શકાય. એટલે પ્રશંસાને મેરુ તરીકે ઓળખાવી શકાય. પ્રશંસા કે વર્ણનરૂપી મેરુથી ક્ષીરસમુદ્રનું જો મંથન કરવામાં આવે તો તે વખતે ફીણના છાંટા ચારે બાજુ ઊડે અને નવનીતરૂપી નક્કર ફીણ પણ થાય. એ ફીણ તે ચંદ્ર અને જે બિંદુઓ ઊડે તે તારાઓ છે. આ મંથન કોઈ સામાન્ય મંથન નથી, ક્ષીરસમુદ્રનું મંથન છે. એ મંથન વખતે સમુદ્રનાં મોજાંઓ કેટલાં ઊંચે ઊછળતાં હોય છે ! જ્યાં એનું શ્વેત જલ પડે ત્યાં બધું શ્વેત થઈ જાય. હિમાચ્છાદિત કૈલાસ પર્વત એ ઊંચામાં ઊંચો પર્વત છે. એ શ્વેત છે કારણ કે એના ઉપર ક્ષીરસમુદ્રના તરંગોનાં ફીણવાળાં પાણી પડ્યાં છે. આમ, સત્કવિના સર્વોત્તમ ગ્રંથના યશની ધવલતા પૃથ્વી પર તથા આકાશમાં વ્યાપી જાય છે. | ૯િ૪૪] શ્રાવ્ય દર્દી વેવીનાં હૃતમમૃતિ સ્વ: પાનશં . खेदं धत्ते तु मूर्जा मृदुतरहृदयः सज्जनो व्याधुतेन ॥ ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ तत्कीर्तिपीयूषपूरं । नित्यं रक्षापिधानानियतमतितरां मोदते च स्मितेन ॥११॥ અનુવાદ : અત્યંત કોમળ હૃદયવાળા સજ્જનો કવિઓનું કાવ્ય જોઈને “અરે, એણે તો દેવોનું અમૃત હરી લીધું છે ; હવે તેઓ (દેવો) શું પીશે ?' એવી શંકાવાળા થઈને, મસ્તક કંપાવીને ખેડવાળા થાય છે. પરંતુ એની (કાવ્યની) કીર્તિરૂપી અમૃતનું પૂર તો સર્વને (મનુષ્યોને તેમ જ દેવોને) ઉપભોગ કરવા યોગ્ય છે. તે વધતું જ રહે છે. એના રક્ષણ (માલિકી) અને પિધાન (ઢાંકણ)ના કોઈ નિયમ નથી એવું જાણીને તેઓ સ્મિત સહિત હમેશાં અત્યંત આનંદ પામે છે. ' વિશેષાર્થ : આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજે એક સરસ કલ્પના કરી છે. કાવ્યને આત્માની અમૃતકલા તરીકે ઓળખાવવામાં આવે છે. કાવ્ય એટલે અવનિ પરનું અમૃત એમ પણ કહેવામાં આવે છે. કાવ્યમાં જે રસોનું નિરૂપણ કરવામાં આવે છે તે રસો સાંસારિક પૂલ, ક્ષુદ્ર રસો કરતાં ઘણા ચડિયાતા છે. કાવ્યકૃતિમાં જો રસનું નિરૂપણ બરાબર યોગ્ય રીતે થયું હોય તો તે કાવ્યકૃતિને જરામરણનો ભય નથી રહેતો. જયાં અમૃતતત્ત્વ હોય ત્યાં જરામરણ ન હોય. એટલે શ્રેષ્ઠ કાવ્યરસને અમૃતરસ તરીકે ઓળખાવવામાં આવે છે. હવે કોઈ કવિએ શ્રેષ્ઠ કાવ્યની રચના કરી હોય તો પ્રથમ તો એણે પોતે પણ અમૃતરસનું પાન કર્યું છે એમ કહેવાય. એવી શ્રેષ્ઠ કાવ્યરચના જોઈને ઉદાર હૃદયવાળા ભોળા સજ્જનોને ૫૪૬ Jain Education Interational 2010_05 Page #592 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર પહેલાં તો એવી જ શંકા થાય કે “અરે, આ કવિએ કાવ્યરચના કરીને અમૃતનું પાન કરી લીધું, તો બિચારા દેવો હવે શું પીશે ? દેવોનું અમૃત આ કવિએ ખૂંચવી લીધું છે.” આવા વિચારે તે સજ્જનો ખિન્ન અને ચિંતાતુર થઈને પોતાની તે માટે અસંમતિ દર્શાવવા માથું ધૂણાવવા લાગે છે. પરંતુ ત્યાં તો તેઓ જુએ છે કે “અહો આ કવિતાનું અમૃત તો એટલું બધું ઊભરાય છે અને ચારે બાજુ પ્રસરે છે કે કવિએ પોતે એનું પાન કર્યું હોવા છતાં અમૃત તો ખૂટતું જ નથી. ખુદ દેવો પણ હવે આ અમૃતનું પાન કરી શકે છે. દેવો બિચારા શું પીશે એવી આપણી આશંકા વ્યર્થ છે. આ કાવ્યામૃત તો સર્વભોગ્ય છે. આ અમૃત તે કોઈ એકની માલિકીનું નથી. એને સાચવવાની કે સંતાડી રાખવાની પણ કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ ખૂટવાનું નથી કે નષ્ટ થવાનું નથી.” આમ પોતાની મૂર્ણ શંકા પર હસતાં તે સજ્જનો બહુ જ આનંદિત થઈ જાય છે. [૯૪૫] નિષ્પદ સ્નોÉÉ નિપુનયમૃતા મક્કાર: વીન્દ્રા | दाढर्यं चारोप्य तस्मिन् किमपि परिचयात्सत्परीक्षार्कभासाम् ॥ पक्वं कुर्वन्ति बाढं गुणहरणमति प्रज्ज्वलद्दोषदृष्टि- । ज्वालामालाकराले खलजनवचनज्वालजिह्वे निवेश्य ॥१२॥ અનુવાદ : કવીન્દ્રોરૂપી કુંભકારો નિપુણનયરૂપી માટી વડે શ્લોકરૂપી ઘડાઓને બનાવીને, સતુપરીક્ષારૂપી સૂર્યકિરણોના પરિચયથી (તડકામાં તપાવીને) તેનામાં દઢપણું (દાઢ્ય) આરોપે છે. પછી ગુણોનું હરણ કરનારી પ્રજ્વલિત દોષદૃષ્ટિરૂપ વાળાના સમૂહથી ભયંકર બનેલી, ખલ પુરુષના વચનની જ્વાળારૂપી જીભમાં (નિભાડામાં) મૂકીને એને તદ્દન પાકા બનાવે છે. ' વિશેષાર્થ: આ શ્લોકમાં કવિની કાવ્યરચનાની પ્રવૃત્તિને કુંભકારની પ્રવૃત્તિ સાથે સરખાવવામાં આવી છે. એક સંસ્કૃત ઉક્તિ છે : अपारे काव्यसंसारे कविरेक प्रजापतिः । यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ।। આ સંસારમાં જો પ્રજાપતિ (ઈશ્વર અથવા બીજો અર્થ કુંભાર) હોય તો તે કવિ જ છે, કારણ કે તે પોતાની મરજી મુજબ કાવ્યવિશ્વની રચના કરે છે. લોકમાન્યતા પ્રમાણે ઈશ્વર પોતાની મરજી મુજબ સૃષ્ટિની રચના કરે છે. કવિ એવી રીતે પોતાની મરજી મુજબ પોતાની કાવ્યસૃષ્ટિની રચના કરે છે. કુંભાર પણ પોતાની ઇચ્છા મુજબ પોતાના ચાકડા ઉપર ભાતભાતનાં માટીનાં વાસણો બનાવ્યા કરે છે. એમાં કવિને પ્રજાપતિ એટલે ઈશ્વર તરીકે પણ ઓળખાવી શકાય અને પ્રજાપતિ એટલે કુંભાર તરીકે પણ ઓળખાવી શકાય. અહીં “પ્રજાપતિ' શબ્દમાં શ્લેષ રહેલો છે. અહીં કહેવાયું છે કે કવિ પોતે શ્લોકરૂપી કુંભ બનાવે છે. એ માટે તે માટી કેવી વાપરે છે ? તે ચીકણી અને ટકાઉ માટી વાપરે છે કે જેથી તેમાં છિદ્રો રહી ન જાય. કવિ પણ નિપુણનયરૂપી માટી વાપરે છે અર્થાત્ પોતાના શ્લોકની રચના એવી કરે છે કે જેથી જુદા જુદા નયથી તે તપાસવામાં આવે તો તેમાં કશી ખામી Jain Education Interational 2010_05 ૫૪૭. Page #593 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર જણાય નહિ. કવિ સ્યાદ્વાદશૈલીનો આશ્રય લે છે. તે પોતાના વિચારોને પુષ્ઠ રીતે રજૂ કરે છે. તે શબ્દપસંદગી, શ્લોકરચના, અલંકાર વગેરે દ્વારા તેને સરસ ઘાટ આપે છે. પછી તે સાચા કાવ્યપરીક્ષકોરૂપી સૂર્યને બતાવે છે કે જેથી એમાં જરા પણ કચાશ રહી ન જાય? કુંભાર પણ પોતાના ઘડા બનાવીને સૂર્યના તડકામાં તપવા મૂકે છે કે જેથી તે બરાબર કઠણ થઈ જાય અને બટકણા કે વાંકાચૂકા ન થઈ જાય. પછી કુંભાર એ ઘડાઓને નિભાડામાં મૂકે છે. એથી અગ્નિની જવાળાઓ વડે તે એકદમ પાકા થઈ જાય છે. એમાં પાણી ભરીને પનિહારીઓ એને માથે મૂકે છે. કવિ પણ પોતાની કાવ્યરચનાને એવી સુશ્લિષ્ટ અને પરિપકવ બનાવે છે કે દુર્જનો, નિંદક ટીકાકારો પણ એના ઉપર પોતાની અગ્નિજવાળા જેવી દોષદૃષ્ટિ ફેરવે છે છતાં તેમાં કશી કચાશ દેખાતી નથી. આમ કવિની કાવ્યરચના સજ્જનો તથા દુર્જનો બંનેની દૃષ્ટિમાંથી પાર પડીને પરિપકવ બને છે. સજ્જનોની દૃષ્ટિ સૂર્ય સમાન છે અને દુર્જનોની દૃષ્ટિ અગ્નિજવાળા જેવી છે. ઘડાને પાકો થવા માટે સૂર્યના પ્રકાશની જરૂર છે અને અગ્નિની જવાળાની પણ જરૂર છે. મહાન કવિઓની રચનાઓ કાવ્યવસ્તુ અને કાવ્યશૈલી ઉભયની દૃષ્ટિએ શ્રેષ્ઠતાનું બિરુદ પામે છે. [૯૪૬] રૂદ્રાક્ષારસ: ઋવિઝનવરનં કુર્બનાસ્થાનિયંત્ર नानार्थद्रव्ययोगात्समुपचितगुणो मद्यतां याति सद्यः । सन्तः पीत्वा यदुच्चैर्दधति हदि मुदं धूर्णयन्त्यक्षियुग्मं । स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबंधम् ॥१३॥ અનુવાદ : કવિજનવચનરૂપ શેરડી અને દ્રાક્ષના રસનો સમૂહ દુર્જનના (મુખરૂપી) અગ્નિયંત્ર વડે વિવિધ પ્રકારના અર્થરૂપી દ્રવ્યોના યોગથી ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મદ્યરૂપ બને છે. સજ્જનો તેનું પાન કરીને હૃદયમાં અત્યંત આનંદ પામીને બંને આંખો ભમાવે છે અને હર્ષના પ્રકર્ષને લીધે સ્વચ્છંદપણે નૃત્ય અને ગાનનો પ્રબંધ કરે છે (નાચે છે અને ગીતો લલકારવા લાગે છે.) વિશેષાર્થ : કવિતાનો રસ મધુર છે. મધુરતા શેરડીના રસમાં છે, દ્રાક્ષના રસમાં છે અને નાળિયેરના પાણી અને કોપરામાં પણ છે. સરળતાથી ગ્રહણ થઈ શકે એવી કવિતાના રસને શેરડીના કે દ્રાક્ષનો રસ સાથે સરખાવવામાં આવે છે. સમજવામાં કઠિન પણ સમજ્યા પછી બહુ આનંદ આપે એવી કવિતાના રસને નાળિયેરના પાક સાથે સરખાવવામાં આવે છે. માધુર્યવાળી સરળ કવિતાને દ્રાક્ષના પાક સાથે સરખાવવામાં આવે છે કારણ કે તે મુખમાં મૂકતાંની સાથે ઓગળવા લાગે છે અને સરસ સ્વાદ આપે છે. અઘરી છતાં ઉત્તમ કવિતાને નારિયેલપાક સાથે સરખાવવામાં આવે છે કે જે ચાવવામાં મહેનત ઘણી પડે છે, પણ જેમ જેમ ચાવતા જઈએ તેમ તેમ વધુ રસ છૂટતો જાય છે. કવિજનનું વચન ઈશુ અને દ્રાક્ષના સમૂહ જેવું છે, પરંતુ આવી કવિતા પ્રત્યે પણ દુર્જનોની દોષદષ્ટિ રહે છે. તેઓ એમાં ત્રુટિઓ બતાવવા લાગે છે. પરંતુ એક અપેક્ષાએ દુર્જનો પણ હિતકારી છે. એમણે બતાવેલા દોષોનું પરિશોધન કર્યા પછી કાવ્ય વિશેષ ચમત્કૃતિ ધારણ કરે છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં દુર્જનોને અગ્નિયંત્ર જેવા ગણાવ્યા છે. શેરડી કે દ્રાક્ષના રસને ઉકાળવામાં આવે તો તેમાંથી અશુદ્ધિ નીકળી જાય છે અને વિવિધ અર્થરૂપી દ્રવ્યો નાખવામાં આવે તો તે ૫૪૮ Jain Education Interational 2010_05 Page #594 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર ઉત્તમ આસવ બને છે. પછી આસવનું પાન જ્યારે થાય છે ત્યારે તે માણસને આનંદિત કરે છે. તેની આંખોમાં ચમકારા દેખાય છે અને તે નાચગાન કરવા લાગે છે. તેવી રીતે પરિશુદ્ધ અને ઘટ્ટ થયેલા કવિતારસના પાનથી આનંદિત થયેલા સજ્જનો આંખમાં ચમક સાથે નૃત્ય અને ગાન કરવા લાગે છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં દષ્ટાંત મદ્યનું આપ્યું છે. આ રૂપક એના મર્યાદિત વિશિષ્ટ અને સુભગ અર્થમાં સમજવાનું છે. વધુ પડતો શરાબ માણસને ભાન ભુલાવે છે ; તે લવારા કરે છે અને બેભાન થઈને પડે છે. પરંતુ આયુર્વેદમાં જેની હિમાયત કરવામાં આવી હોય એવો આસવ ઉમંગ અને ઉલ્લાસ પ્રવર્તાવે છે. ઉત્તમ કવિતાનો આસવ જેવો રસ પણ એવો ઉત્સાહ જન્માવે છે. શ્રેષ્ઠ કવિતા વાંચીને ડાહ્યા ચિંતકો પણ નાચવા લાગ્યા હોય એવી ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઈ છે. એટલે અહીં કવિતાના રેસ માટે મઘનું રૂપક યોજવામાં આવ્યું છે તે મીઠાશની દષ્ટિએ યથાર્થ છે. અલબત્ત, એથી મદ્યની હિમાયત કરવાનો આશય નથી એ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. [૯૪૭] નવ્યોમા પ્રવંથોડથનમૃતાં સન્નનાનાં પ્રમાવાન્ ! विख्यातः स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः ॥ निष्णाता वा स्वतस्ते रविरुचय इवांभोरुहाणां गुणाना-। मुल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः क्वापि तेषां स्वभावः ॥१४॥ અનુવાદ : અમારો આ પ્રબંધ (ગ્રંથરચના) નવો હોવા છતાં, મોટા (અનુ+અણુ) ગુણોને ધારણ કરનાર સજ્જનોના પ્રભાવથી વિખ્યાત થાય એ માટે અમારા હિતના કાર્યની વિધિમાં તેઓ શું અમારે પ્રાર્થના કરવા યોગ્ય નથી ? અથવા સૂર્યનાં કિરણો જેમ કમળોને વિકસિત કરે છે તેમ તેઓ (સજ્જનો) ગુણોનો ઉલ્લાસ કરવામાં સ્વયમેવ નિષ્ણાત છે, કેમ કે પરરુચિની (બીજાની ઇચ્છાની) અપેક્ષાવાળો તેઓનો સ્વભાવ ક્યાંય હોતો નથી. ' વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોકમાં પોતાના આ ગ્રંથ વિશે સુંદર શૈલીથી સરસ કાવ્યોદ્ગાર વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે કે પોતાનો આ પ્રબંધ તદ્દન નવો જ છે. દરેક સર્જકને પોતાનું નવું સર્જન બીજાને બતાવવાનો ભાવ થાય છે. કવિ કાવ્યની રચના કરે તે બીજાના સુધી પહોંચાડવા માટે જ કરે છે. તેમાં વળી આ તો પ્રબંધના પ્રકારનો એટલે કે ગહન તત્ત્વમીમાંસાનો ગ્રંથ છે. આવો કાવ્યગ્રંથ સજ્જનોના હાથમાં મૂકી તેમનો અભિપ્રાય જાણવાનું મન થાય જ અને તેઓ જો સાચી પ્રશંસા કરે તો પોતાની મહેનત લેખે લાગ્યાનો સંતોષ થાય. તો ગુણસંપન્ન સજજનોના પ્રભાવથી આવો ગ્રંથ પ્રસિદ્ધિ પામે એ માટે તેઓને શું પ્રાર્થના ન કરી શકાય ? અવશ્ય કરી શકાય, પણ તેવી પ્રાર્થના કરવાની જરૂર જ નહિ રહે, કારણ કે સાચા સજ્જનો આપણે પ્રાર્થના કરીએ એવી અપેક્ષા રાખ્યા વિના કે એવી રાહ જોયા વિના સ્વયમેવ આવા ગ્રંથની પ્રસિદ્ધિના કાર્યમાં લાગી જતા હોય છે. પોતાને જે ગમે તેની વાત તેઓ બીજાને કર્યા વિના ન રહે અને એમ ઉત્તરોત્તર ખ્યાતિ પ્રસરતી જાય છે. સજ્જનોનું એ લક્ષણ છે કે તેઓ વગર કહ્યું સારું કાર્ય કરવા લાગે છે. સૂર્ય પ્રકાશે છે અને કમળ વિકસવા લાગે છે. સૂર્ય ક્યારેય એવી રાહ જોતો નથી કે “પહેલાં કમળ મને વિનંતી કરે, પછી હું એને માટે પ્રકાશ પાથરું.” સૂર્યનો સ્વભાવ જ એવો ઉદાર અને ઉદાત્ત છે. તેવી ૫૪૯ 2010_05 Page #595 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મસાર રીતે સજ્જનોનો સ્વભાવ પરરુચિની અપેક્ષાવાળો એટલે કે બીજાઓ પોતાની ઇચ્છાઓ તેઓની આગળ દર્શાવે એવી અપેક્ષાવાળો હોતો નથી. બીજાના ગુણો માટે સ્વયમેવ ઉમંગ દર્શાવવામાં તેઓ નિષ્ણાત હોય છે. [૯૪૮] યતિતિ નાવહિત સુરવધૂવૃત્નીહસ્તેન ! प्रक्षुब्धस्वर्गसिंधोः पतितजलभरैः क्षालितः शैत्यमेति ॥ अश्रान्तभ्रान्तकान्तग्रहगणकिरणैस्तापवान् स्वर्णशैलो । भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः सज्जनवातधुर्याः ॥१५॥ અનુવાદ : સજ્જનોના સમૂહમાં અગ્રેસર એવા મુનીન્દ્ર શ્રી નવિજયજી વિબુધ (અમારા ગુરુવર્ય) કેવા શોભી રહ્યા છે ! એમની કીર્તિના મહિમાનું ગાન ગાવામાં તલ્લીન એવી દેવાંગનાઓનાં વૃંદના કોલાહલને કારણે સ્વર્ગની ગંગામાં પૂર આવ્યાં. એથી એમાંથી વહીને નીચે પડેલા જળના ભારથી ધોવાઈને મેરુ પર્વત શીતળ થયો છે, કે જે અવિરતપણે ભમતા સૂર્ય અને ગ્રહોનાં કિરણો વડે બહુ તપી ગયો હતો. વિશેષાર્થ : ભારતીય કવિઓમાં પોતાની કૃતિને અંતે પોતાના ગુરુભગવંતનો, ક્યારેક ગુરુઓના ગુરુઓનો પણ મહિમા ગાવાની પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ એક જ શ્લોકમાં પોતાના ગુરુભગવંત ગણિવર્ય શ્રી નવિજયજીનો મહિમા કેટલા ભક્તિભાવપૂર્વક અને કેવી મનોહર કલ્પના કરીને દર્શાવ્યો છે ! તેઓ કહે છે કે ગુરુભગવંત શ્રી નયવિજયજી કેવા છે? સજ્જનોના સમુદાયમાં અગ્રેસર એવા મુનીન્દ્ર છે. તેમની કીર્તિ કેવી છે ? અહીં એનું વર્ણન કરતાં શ્રી યશોવિજયજી મહારાજે પોતાની કવિત્વશક્તિ વડે કાર્યકારણ પરંપરા વર્ણવીને મનોહર કલ્પના ગૂંથી લીધી છે. તેઓ કહે છે કે શ્રી નયવિજયજીની કીર્તિ એટલી બધી પ્રસરેલી છે કે ઠેઠ સ્વર્ગલોકમાં દેવાંગનાઓ પણ એની વાતો કરતાં થાકતી નથી. તેઓ ટોળે મળીને જયારે એ વિશે ઉચ્ચ સ્વરે વાતો કરે છે ત્યારે તો એટલો બધો કોલાહલ થાય છે કે સ્વર્ગલોકની ગંગા નદીમાં પણ મોટાં મોટાં પર આવે છે. એથી શું થાય છે ? એ નદીનું પા નીચે પૃથ્વીલોક ઉપર પડે છે. ક્યાં પડે છે? સુવર્ણ શૈલ એટલે કે મેરુ પર્વત ઉપર. એથી મેરુ પર્વત ધોવાય છે અને શીતળતા અનુભવે છે. મેરુ પર્વત પણ રાજી થાય છે. શ્રી નવિજયજીની કીર્તિનો આ પ્રતાપ છે. ઉપાધ્યાયજી મહારજ કહે છે કે આ વિશ્વમાં સૂર્ય તથા અન્ય ગ્રહો વિશ્રામરહિત, અશ્રાન્ત અર્થાત થાક્યા વગર સતત પરિભ્રમણ કરે છે. સૂર્યના સતત તપવાને લીધે સુવર્ણશૈલ એટલે કે મેરુ પર્વત પણ તપી ગયો છે. બહુ તપવાને લીધે તે પણ આકુળ-વ્યાકળ બની ગયો છે. એને શીત એને લીધે તથા અજ્ઞાનને લીધે સંતપ્ત થયેલા સંસારના જીવોને પણ શીતળતાની જરૂર છે. એટલે સ્વર્ગગંગાનું જળ પડવાથી મેરુ પર્વત પણ શીતળ થયો અને સંસારના જીવોએ પણ શીતળતાનો અનુભવ કર્યો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીં મનોહર કલ્પના વડે તાદશ ચિત્ર ખડું કર્યું છે. [૯૪૯) ૨ પ્રકરણતત્યસેવીપ યશોવિજય: अध्यात्मधृतरुचीनामिदमानंदावहं भवतु ॥१६॥ અનુવાદ : તે (ગુરભગવંતના) ચરણોની સેવામાં તત્પર એવા યશોવિજયે આ પ્રકરણની રચના કરી છે. અધ્યાત્મમાં રુચિ ધરાવનારાઓને આ (પ્રકરણ) આનંદ આપનારું થાઓ ! પપ0 Jain Education Intemational 2010_05 Page #596 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સાતમો, અધિકાર એકવીસમો : સજ્જનસ્તુતિ અધિકાર વિશેષાર્થ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર' નામના પોતાના આ ગ્રંથની પૂર્ણાહુતિ કરતાં પોતાના ગુરુભગવંત શ્રી નવિજયજી મહારાજને યાદ કર્યા છે. એમનાં ચરણોની સેવામાં સદા તત્પર રહેનાર શ્રી યશોવિજયજીની ગુરુભક્તિ સુવિદિત છે. નાની મોટી પ્રત્યેક રચનામાં એમણે પોતાના ઉપકારી ગુરુભગવંતનું સતત સ્મરણ કરેલું છે. ગુરુ શ્રી નયવિજયજી મહારાજનું પોતાના સુશિષ્ય શ્રી યશોવિજજી પ્રત્યેનું વાત્સલ્ય પણ અપાર હતું. શ્રી નવિજયજી મહારાજે પોતાના શિષ્ય શ્રી યશોવિજયજીની કેટલીક કૃતિઓની હસ્તપ્રતો તૈયાર કરી આપી હતી એટલી એક માત્ર ઘટના પણ શ્રી નયવિજયજીના શિષ્ય પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રતીતિ કરાવે છે. આ “અધ્યાત્મસાર' ગ્રંથની રચના ઘણી કઠિન છે. સંસ્કૃતમાં શ્લોકરચના કરવાનું કાર્ય જ કઠિન છે. તેમાં પ્રવાહબદ્ધ રીતે આશરે સાડા નવસો જેટલા શ્લોકની રચના કરવાની તો વાત જ શી કરવી ? વળી એમાં પોતાના વિચારોને સુસ્પષ્ટ રીતે શ્રી યશોવિજયજીએ દર્શાવ્યા છે. એમાં એમણે શ્વેતામ્બર અને દિગંબર તથા અન્ય શાસ્ત્રોનું દોહન વ્યવહારનય અને નિશ્ચયનયના સમન્વયરૂપે રજૂ કર્યું છે. એ વાંચતાં શ્રી યશોવિજયજીની પોતાની દૃષ્ટિ અને ગ્રહણશક્તિ કેટલી બધી સૂમ હશે તે સમજાય છે. એમણે કેટલાં બધાં શાસ્ત્રોનો નિચોડ આપ્યો છે ! વળી એની રજૂઆતમાં તેઓ કેટલા બધા વિશદ, ઉદાર, તટસ્થ અને તર્કસંગત રહ્યા છે તે પણ જોઈ શકાય છે. એમણે ગ્રંથના અધિકારોનું વિભાજન જે રીતે કર્યું છે તેમાં પણ સુંદર ક્રમ રહેલો જોઈ શકાય છે. ઉપાધ્યાયજી મહારાજ જેમ બહુશ્રુત તત્વવેત્તા હતા તેમ શ્રેષ્ઠ કવિ પણ હતા. ગ્રંથના કેટલાયે શ્લોકોમાં તેઓ કવિ તરીકે પણ ખીલી ઊઠે છે. એમની ઉપમા, રૂપકાદિ અલંકાર સહિત પંક્તિઓમાં તત્ત્વજ્ઞાન અને કાવ્યતત્ત્વનો સુભગ સમન્વય થયેલો અનુભવી શકાય છે, એમની કલ્પનાશક્તિ અને કાવ્યકલા આ છેલ્લા અધિકારમાં તો પ્રત્યેક શ્લોકમાં જોવા મળે છે. અધ્યાત્મના વિષયના આ ગ્રંથનો ઉપસંહાર કરતાં તેઓ શુભેચ્છા પાઠવે છે કે અધ્યાત્મમાં જેઓને શ્રદ્ધા, પ્રીતિ, રુચિ ઇત્યાદિ હોય તેઓને આ ગ્રંથ પરમાનંદનો અનુભવ કરાવનાર થાઓ ! ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આ અદ્ભુત, સમર્થ ગ્રંથની રચના કરીને આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે ! इति सज्जनस्तुत्यधिकारः । સજ્જનસ્તુતિ અધિકાર સંપૂર્ણ પ્રબંધ સાતમો સંપૂર્ણ समाप्तं चेदमध्यात्मसारप्रकरणम् અધ્યાત્મસાર” પ્રકરણ (ગ્રંથ) - * * સમાપ્ત * * ૫૫૧. Jain Education Interational 2010_05 Page #597 -------------------------------------------------------------------------- ________________ 2010_05 Page #598 -------------------------------------------------------------------------- ________________ あるるるるるくるシーン a0 anapdesive わくわく ODA Plo つらいいいいいいいいnone NAUSHADH PRINTERS (072) 2749 18 27 いしかったでGersiti 103 P10310310715000 2010_05