________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
[૮૪૯] રોથિત્યનુસારે | પ્રવૃત્તિ પિ યથા
भवस्थित्यनुसारेण तथा बंधेऽपि वर्ण्यते ॥१७२॥ અનુવાદ : જેમ રોગની સ્થિતિ અનુસાર રોગીની પ્રવૃત્તિ થાય છે, તેમ ભવસ્થિતિ અનુસાર બંધ વિશે પણ તે કહેવાય છે.
વિશેષાર્થ : જીવ કેવી રીતે કર્મબંધ કરે છે તે માટે અહીં રોગીનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. નીરોગી માણસ પોતાની સ્વેચ્છાએ પોતાનાં ખાનપાન વગેરેની પ્રવૃત્તિ કરે છે. પરંતુ માણસને રોગ થયો હોય, તાવ આવ્યો હોય, દમ ચડ્યો હોય, ચક્કર આવતાં હોય તો તે વખતે તે પ્રવૃત્તિ સ્વેચ્છાએ કરતો નથી, પણ તેનાથી થઈ જાય છે. દાક્તરે ભૂખ્યા રહેવાની અથવા અમુક વાનગી ખાવાની ના પાડી હોય, તો પણ રોગી તેની અવગણના કરીને ખાઈ લે છે. દાક્તરે સંયમના પાલનની સલાહ આપી હોય છતાં માણસ અસંયમી બની જાય છે. આવું કાર્ય રોગી પાસે કોણ કરાવે છે ? વળી કોઈક રોગીનો રોગ લાંબો સમય ચાલે છે અને કોઈક રોગીને તરત મટી જાય છે એવું કેમ બને છે ? એમાં રોગની સ્થિતિ જ કારણભૂત છે. તેવી રીતે પ્રત્યેક જીવની ભવસ્થિતિ અલગ અલગ હોય છે. કોઈકની તે દીર્ઘ હોય છે અને કોઈકની અલ્પ હોય છે. પ્રત્યેક જીવ પોતાની ભાવસ્થિતિ અનુસાર શુભાશુભ કર્મ બાંધે છે. જેની દીર્ઘ સ્થિતિ હોય તે તેવાં કર્મ બાંધે છે અને જેની અલ્પ સ્થિતિ હોય તે તેવાં કર્મ બાંધે છે. ભવસ્થિતિનો પરિપાક થાય ત્યારે જીવ મુક્તિ મેળવે છે. [૮૫] નિશ્ચયતસ્વીત્મા વ વંદશં
भयकंपादिकं किन्तु रज्जावहिमतेरिव ॥१७३॥ અનુવાદ : શુદ્ધ નિશ્ચયનયથી તો આત્મા બંધાતો નથી, પરંતુ બંધની શંકા થતાં તે, દોરડામાં સાપ(અહિ)ની ભ્રાન્તિ થાય તેમ, ભય, કંપ વગેરે પામે છે. ' વિશેષાર્થ : આગળના શ્લોકોમાં જીવના કર્મબંધની જે વિચારણા કરી તે અશુદ્ધ નિશ્ચયનયથી કરી છે. શુદ્ધ નિશ્ચયનય પ્રમાણે તો આત્મા કર્મનો કર્તા નથી અને કર્મનો ભોક્તા નથી. એટલે આત્માને કર્મબંધ છે જ નહિ એમ નિશ્ચયનય કહે છે.
આમ છતાં, જેઓ નિશ્ચયનય અનુસાર એમ દઢપણે માને છે કે આત્મા કર્મથી બંધાતો નથી કે છૂટતો નથી એવા ઉચ્ચ કોટિના સભ્યદૃષ્ટિ સાધક મહાત્માઓ ચોરી, અસત્યવચન, નિંદા, માયાકપટ ઇત્યાદિ પ્રકારનાં પાપ કરતાં ડરે છે, અચકાય છે, ભયકંપાદિ અનુભવે છે તેનું કારણ શું ? એવાં કૃત્યો કરતાં તેઓએ અચકાવું ન જોઈએ કારણ કે તેઓ માને છે કે આત્મા કંઈ કરતો નથી. આ શંકાનો અહીં ખુલાસો આપવામાં આવ્યો છે કે જેમ અંધારામાં દોરડું હોય છતાં તે સર્પ છે એવી શંકા જતાં માણસ ભયભીત થાય છે, તેવું સાધક મહાત્માઓને થાય છે. આત્માને કર્મબંધ થતો નથી, પણ કર્મબંધ થાય છે એવી શંકા તેઓને થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને જોવાની તેમની દૃષ્ટિ હોય છે, તેમ છતાં દેહ અને આત્માની અવિરત સહસ્થિતિને કારણે અને સંસારી જીવોની દશા સતત નજર સામે આવતી હોવાને કારણે એવી શંકા તેઓને થાય છે.
૪૮૩
Jain Education Interational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org