________________
અધ્યાત્મસાર
[૮૫૧] દહાજ્ઞાનમથી શાનામપનિષવ: |
अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकांक्षिणः ॥१७४॥ અનુવાદ : આ દઢ અજ્ઞાનમય શંકાને દૂર કરવા ઇચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા તેઓ અધ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે “આત્મા વિશુદ્ધ છે. તે કર્મથી અબદ્ધ છે.– એવું નિશ્ચયનયથી માનવાવાળા સાધક મહાત્માઓને પણ બંધની શંકાને કારણે ભયકંપાદિ રહે છે. હવે જો તે તત્ત્વજ્ઞાનીઓ એમ જાણતા હોય કે આત્મા ક્યારેય બંધાતો નથી, તો પછી તેઓ વૈરાગ્યની આકાંક્ષાવાળા કેમ થાય છે અને અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવાની શા માટે ઇચ્છા કરે છે ? આત્માને જો કર્મનો બંધ થતો હોય તો તે અટકાવવા માટે વૈરાગ્યની જરૂર રહે. વળી ‘હું વિશુદ્ધ આત્મા છું. હું કર્મનો કર્તા નથી કે ભોક્તા નથી. મારા આત્માને કોઈ કર્મબંધ હોઈ શકે નહિ– એવું માનવાવાળા તત્ત્વજ્ઞાનીઓને માટે પછી શાસ્ત્રશ્રવણ નિરર્થક ન નીવડે ?
આના ઉત્તરરૂપે આ શ્લોકમાં કહેવાયું છે કે તાત્વિક રીતે જોતાં તો જીવ કર્મથી બંધાયેલો નથી. તે કર્મથી બંધાયેલો ન હોવાથી, કર્મના નિવારણ માટે જે વૈરાગ્યની જરૂર રહે છે તેની એને જરૂર રહેતી નથી. પરંતુ અનાદિકાળના દેહાધ્યાસથી ઉદ્ભવતા દઢ અજ્ઞાનને કારણે હું બંધાયેલો છું’ એવી શંકા સાધકોને પણ થાય છે. એટલે એ શંકાને દૂર કરવાની ઇચ્છાવાળા સાધકો પણ પોતાની શંકાને દૂર કરવાના ઉપાય તરીકે અને પોતાની ઉચ્ચ દશા ટકાવવા માટે વૈરાગ્યની આકાંક્ષા રાખે છે અને પોતાને વૈરાગ્ય ઊપજે અને ટકી રહે એટલા માટે અદ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે. એટલે શુદ્ધ નિશ્ચયનયમાં માનવાવાળા સાધક મહાત્માઓ પોતાની શંકાને દૂર કરવા માટે અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની ઇચ્છા રાખે તેમાં કશું અયોગ્ય નથી. અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની તેઓ ઇચ્છા કરે છે તેથી “આત્મા કર્મથી બંધાઈ જાય છે એમ માનવાની જરૂર નથી. “આત્મા કર્મથી અબદ્ધ છે’– એવી તેમની માન્યતામાં ફરક પડતો નથી.
[૮૫] વિશ: પ્રવૐ શાપલ્લીન્દ્રાયેન તપુનઃ |
प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ॥१७५॥ અનુવાદ : તે (અધ્યાત્મશાસ્ત્ર) પણ, શાખાચંદ્રન્યાયની જેમ, દિશા બતાવનાર છે, કારણ કે પરોક્ષ (શાબ્દ) જ્ઞાન પ્રત્યક્ષ વિષયની શંકાને દૂર કરતું નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અધ્યાત્મશાસ્ત્રનું કામ તો માત્ર દિશા બતાવવાનું છે. ત્યાં પહોંચાડવાનું એનું કામ નથી. એટલે કે અધ્યાત્મશાસ્ત્ર દ્વારા થતું અબદ્ધ આત્માની અવસ્થાનું જે જ્ઞાન છે તે શાબ્દ છે, પરોક્ષ છે, જયારે આત્માના બંધ વિશે થયેલી શંકા તે પ્રત્યક્ષ છે. પરંતુ પ્રત્યક્ષ શંકાને પરોક્ષ જ્ઞાન દૂર કરી શકતું નથી.
અહીં દિશા બતાવવા માટે “શાખાચંદ્ર ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આકાશમાં બીજનો ચંદ્રમાં હોય અને કોઈને તે દેખાતો ન હોય તો પહેલાં એને નજીકનો કોઈ મોટો પદાર્થ બતાવવો પડે,
૪૮૪
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org