________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
જેમ કે વૃક્ષની શાખા બતાવવી અને પછી એ શાખાથી કેટલા અંતરે, ઊંચે કે નીચે ચંદ્ર છે તે બતાવવું. આમ કરવાથી તેને ચંદ્રની દિશાની ખબર પડે છે.
સંસ્કૃત ભાષામાં આવા જ પ્રકારનો બીજો ન્યાય છે : ‘વસિષ્ઠ-અરુંધતી ન્યાય'. અરુંધતીના નામનો તારો એટલો ઝીણો છે કે આકાશમાં એ ક્યાં છે તે તરત દેખાય નહિ. એટલે પહેલાં વસિષ્ઠ નામનો મોટો તારો બતાવવામાં આવે અને પછી એ તારાથી અરુંધતીનો તારો કઈ દિશામાં કેટલો છેટે છે તે કહેવામાં આવે. એથી જોનારને અરુંધતીનો તારો દેખાય છે.
આ રીતે અધ્યાત્મશાસ્ત્રનું કામ દિશા બતાવવાનું છે. આ શાસ્ત્રનું જ્ઞાન પરોક્ષ બુદ્ધિરૂપ છે. તે પ્રત્યક્ષ વિષયની શંકાને તરત દૂર કરી શકતું નથી. જેમ કોઈ માણસ જાદુના ખેલ જોતો હોય તો મનથી એને ખબર હોય કે આ સાચું નથી, માત્ર યુક્તિ છે. પરંતુ પ્રત્યક્ષ જે જાદુભી ઘટના જુએ છે એ એને સત્ય જેવી ભાસે છે. એ વિશેની એની શંકા તરત દૂર થતી નથી. તેવી રીતે આત્મા અબદ્ધ છે એમ શાસ્ત્ર દ્વારા જાણવા છતાં સંસારમાં શરીરધારી જીવોની કર્મના ઉદય અનુસાર થતી ગતિ પ્રત્યક્ષ દેખાય છે. વળી અબદ્ધ આત્મા ઇન્દ્રિયોથી દેખાતો નથી. એટલે એની શંકા તરત દૂર થતી નથી.
[૮૫૩] શંઘે ચૈત્યાનુમાનેઽપોષાત્વીતત્વધીર્યથા ।
शास्त्रज्ञानेऽपि मिथ्याधीसंस्काराद्बधधीस्तथा ॥ १७६ ॥
અનુવાદ : જેમ શંખમાં શ્વેતપણું અનુમાનથી જાણવા છતાં દોષને કારણે તેમાં પીળાપણાની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં પણ મિથ્યાબુદ્ધિના સંસ્કારથી (આત્મામાં) બંધની બુદ્ધિ (બંધધી) થાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકના વક્તવ્યને વધુ સ્પષ્ટ કરવા માટે અહીં એક સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે. શંખ શ્વેત છે એ સૌ કોઈ જાણે છે. હવે કોઈ માણસને કમળાનો રોગ થયો હોય તો તેને બધું પીળું પીળું દેખાય છે. એને મનથી ખબર છે કે શંખ ધોળો છે, છતાં પ્રત્યક્ષ પીળો દેખાય છે. પીળો દેખાવાને કારણે એના મનમાં શંકા રહ્યા કરે છે કે શંખ પીળો છે. એવી રીતે શાસ્ત્ર દ્વારા જીવને જ્ઞાન થાય છે કે આત્મા અબદ્ધ છે, નિરંજન છે, તો પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા દેહાધ્યાસના સંસ્કારને લીધે એટલે કે મિથ્યાબુદ્ધિના સંસ્કારને લીધે એને શંકા રહે છે કે આત્મા કર્મથી બદ્ધ છે. આમ શાસ્ત્ર દ્વારા જ્ઞાન થતું હોવા છતાં શંકા તરત ટળતી નથી.
[૮૫૪] શ્રુત્વા મત્લા મુ: શ્રૃત્વા સાક્ષાનુપ્રવત્તિયે।
तत्त्वं न बंधधीस्तेषामात्माऽबंधः प्रकाशते ॥ १७७॥
અનુવાદ : જેઓ વારંવાર તત્ત્વને સાંભળીને, મનન કરીને, સ્મરણ કરીને તેનો સાક્ષાત્ અનુભવ કરે છે તેઓને બંધની બુદ્ધિ (બંધધી) હોતી નથી. તેઓનો આત્મા બંધરહિત પ્રકાશે છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે આત્મા અબુદ્ધ એવું શાસ્ત્રજ્ઞાન હોવા છતાં જીવને મિથ્યાબુદ્ધિના સંસ્કારને લીધે ભ્રમબુદ્ધિ રહે છે કે આત્માને કર્મબંધ હોય છે. એટલે શાસ્ત્રજ્ઞાનથી ભ્રમબુદ્ધિનું
Jain Education International_2010_05
૪૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org