________________
અધ્યાત્મસાર
નિવારણ થતું નથી. તો પછી પ્રશ્ન થશે કે જો શાસ્ત્રજ્ઞાન શંકાનું નિવારણ ન કરી શકે એમ હોય તો પછી એ શાસ્ત્રજ્ઞાન નિરર્થક કે વ્યર્થ છે એણ જ ગણવું જોઈએ. પરંતુ એમ નથી. શાસ્ત્રજ્ઞાન નિરર્થક નથી. આત્મા અબદ્ધ છે એમ નિશ્ચયનયથી બતાવનાર શાસ્ત્ર નિરર્થક હોઈ જ ન શકે. પરંતુ જીવે એનો જેટલો અને જેવો ઉપયોગ કરવો જોઈએ તે થયો નથી. એ માટે શાસ્ત્રનાં વચનો વારંવાર સાંભળવા જોઈએ, વારંવાર એનું મનન કરવું જોઈએ અને વારંવાર એનું સ્મરણ કરવું જોઈએ. એમ સતત અભ્યાસ કરવાથી, આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પુરષાર્થ કરવાથી આત્માના અબદ્ધ સ્વરૂપનું વેદના થાય છે, અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. એમ જ્યારે થાય ત્યારે મિથ્યા બંધબુદ્ધિનું નિવારણ થાય છે. આત્મા વિભાવદશાની અસરથી ત્યારે મુક્ત થવા લાગે છે અને બંધરહિત પ્રકાશવા લાગે છે.
[૮૫૫] દ્રવ્યમોક્ષ: ક્ષયઃ વર્મા નાત્મન્નક્ષપામ્
भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥१७८॥ અનુવાદ : કર્મદ્રવ્યોનો ક્ષય તે દ્રવ્યમોક્ષ છે. તે આત્માનું લક્ષણ નથી, તેના (દ્રવ્યમોક્ષના) હેતુભૂત રત્નત્રયીથી યુક્ત એવો આત્મા તે ભાવમોક્ષ છે.
વિશેષાર્થ : આ શ્લોકમાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ તથા દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષ વચ્ચે રહેલા સૂક્ષ્મ ભેદની સ્પષ્ટતા કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જયારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને કેવળજ્ઞાન પ્રગટ થયા પછી જયારે ચારે અઘાતી કર્મનો ક્ષય થાય છે ત્યારે જીવને મોક્ષગતિ પ્રાપ્ત થાય છે. આમ વ્યવહારનય કહે છે.
શુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા દ્રવ્યકર્મનો કર્તા નથી અને ભોક્તા પણ નથી. તો પછી દ્રવ્યકર્મમાંથી એને મુક્તિ મેળવવાનો પ્રશ્ન રહેતો નથી. આત્માનું એ લક્ષણ નથી. આત્મા ભાવકર્મનો કર્તા છે અને એણે ભાવકર્મમાંથી મુક્તિ મેળવવાની છે. આત્માની વિભાવ દશા, આત્મામાં ઊઠતા રાગાદિ પરિણામો એ ભાવકર્મ છે.
આત્માના પ્રદેશોમાં લાગેલાં કર્મનાં દળિયામાંથી આત્માએ મુક્તિ મેળવવી જોઈએ એવું આત્માનું સ્વરૂપ નથી એમ નિશ્ચયનય કહે છે. કર્મનાં દળિયાં પુદ્ગલાસ્તિકાય છે, અજીવ દ્રવ્ય છે. આત્મા ચેતન દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરતું નથી એમ નિશ્ચયનય કહે છે. દરેક દ્રવ્ય પોતાનામાં પરિણમે છે. આત્મા પોતે જ પોતાનામાં જો એવી રીતે પરિણમે તો પછી કર્મનાં પુગલ પરમાણુઓ ત્યાં રહી શકે જ નહિ. આવું પરિણમવું તે ભાવમોક્ષ છે.
ચાર પ્રકારનાં ઘાતી કર્મ છે અને ચાર પ્રકારનાં અઘાતી કર્મ છે અને આ આઠે પ્રકારનાં કર્મનો ક્ષય થાય છે એ વાતનો અસ્વીકાર નિશ્ચયનય કરતો નથી. પરંતુ તે એમ કહે છે કે એ દ્રવ્યકર્મોનો દ્રવ્યમોક્ષ છે. કર્મોનો ક્ષય થવો તે કર્મોનો પર્યાય છે. આત્માનો તે સ્વભાવ નથી. આત્મા દ્રવ્યકર્મોથી સ્વતંત્ર છે. આત્માનો ભાવમોક્ષ થવો જોઈએ. એ કેવી રીતે થાય ? આત્મા જયારે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીથી સંપૂર્ણપણે અન્વિત થાય, યુક્ત થાય ત્યારે ભાવમોક્ષ થાય.
આત્મા જયારે વિભાવમાંથી ખસી સ્વભાવમાં સ્થિર થાય, રાગદ્વેષાદિ પરિણામો એનામાંથી સર્વથા
४८६
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org