________________
પ્રબંધ છઠ્ઠો, અધિકાર અઢારમો : આત્મનિશ્ચય અધિકાર
નીકળી જાય અને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી પોતાના ગુણોને પ્રગટાવી એની સાથે તે એકાકાર થઈ જાય એટલે ભાવમોક્ષ થાય. અલબત્ત, એટલું સાચું છે કે આ ભાવમોક્ષ તે દ્રવ્યમોક્ષનો હેતુ બને છે. એટલે કે જ્યાં સુધી ભાવમોક્ષ નથી ત્યાં સુધી દ્રવ્યમોક્ષ પણ નથી. જેવો ભાવમોક્ષ થાય એટલે દ્રવ્યમોક્ષ આપોઆપ થાય જ છે. [૮૫૬] જ્ઞાન નાભૈિરાન્ચે વચ્ચે નમત્તે થવા |
कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥१७९॥ અનુવાદ : જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે આત્માનું ઐક્ય સધાય છે ત્યારે કર્મો જાણે કુપિત થયાં હોય તેમ તત્કાળ જુદાં પડી જાય છે.
વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું તેના અનુસંધાનમાં અહીં કહ્યું છે કે આત્મા જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી પોતાના ગુણો સાથે એકતા પામે છે ત્યારે ભાવમોક્ષ થાય છે અને ભાવમોક્ષથી દ્રવ્યમોક્ષ આપોઆપ થઈ જાય છે.
આ ભાવમોક્ષ એ તેરમા-ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ છે. જ્યારે આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શન અને સર્વસંવરરૂપી ચારિત્ર-એવા ઉત્કૃષ્ટ ગુણો સાથે ઐક્ય અનુભવે છે ત્યારે જાણે કે ક્રોધે ભરાયેલાં હોય તેમ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મો પોતાની મેળે છૂટાં પડી જાય છે. - બે માણસોને જ્યાં સુધી પરસ્પર મૈત્રી હોય છે ત્યારે તેઓ અત્યંત નિકટતા અનુભવે છે. પરંતુ
જ્યારે તેઓ વચ્ચે અણબનાવ થાય છે ત્યારે તેઓ ક્રોધે ભરાઈ એકબીજાથી છૂટા પડે છે. જીવ જ્યાં સુધી વિભાવ દશામાં હોય છે ત્યાં સુધી કર્મો એની સાથે મૈત્રી રાખે છે અને એને વળગેલાં રહે છે. પણ જીવ જ્યારે પોતાના રત્નત્રયીરૂપ સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે એને કર્મો સાથે અણબનાવ થાય છે. એ વખતે જાણે કે કુપિત થયેલાં કર્મો એને છોડીને ભાગી જાય છે. અહીં આ માત્ર રૂપકશૈલીથી કહ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તાત્પર્ય એ છે કે આત્માએ કર્મોમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ એમ કહેવા કરતાં એણે પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વભાવમાં એવા સ્થિર થઈ જવું જોઈએ કે કર્મોને ત્યાં રહેવાનું ગમે જ નહિ અને ફાવે પણ નહિ. ત્યારે કર્મોને રહેવાને કોઈ અવકાશ રહે નહિ. એટલું લક્ષમાં રહેવું જોઈએ કે ભાવમોક્ષ વગર દ્રવ્યમોક્ષ નથી. [૮૫૭] મતો રત્નત્રયં મોક્ષમાવે કૃતાર્થતા !
पाषण्डिगणलिङ्गश्च गृहिलिगैश्च का पि न ॥१८०॥ અનુવાદ ઃ આમ રત્નત્રય મોક્ષ છે. તેના અભાવમાં પાખંડી ગણના વેશથી કે ગૃહસ્થ લિંગથી કંઈ પણ કૃતાર્થતા નથી.
વિશેષાર્થ : સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીની સાધના જ મોક્ષસ્વરૂપ છે. એ પરિપૂર્ણ થતાં દ્રવ્યકર્મો સ્વયમેવ ચાલ્યાં જાય છે. આમ મોક્ષમાર્ગમાં આ રત્નત્રયીની જ પ્રધાનતા છે. પરંતુ સંસારમાં ભિન્નભિન્ન ધર્મના ક્ષેત્રે ધર્મનું આચરણ અનેક રૂપે જોવા મળે છે. એવું આચરણ કરનારા
४८७ For Private & Personal Use Only
Jain Education Intemational 2010_05
www.jainelibrary.org