________________
અધ્યાત્મસાર
કેટલાક વ્રતધારી સાધુ સંન્યાસીઓ હોય છે, તો કેટલાક ગૃહસ્થો પણ હોય છે. એમાં જૈન સાધુઓ હોય છે અને વ્રતધારી શ્રાવકો પણ હોય છે.
રત્નત્રયીની આરાધના એના પ્રથમ દિવસે જ પરિપૂર્ણ થઈ જાય છે એવું નથી. એ પરિપૂર્ણ થતાં, દેશકાળ અનુસાર કેટલાંયે વર્ષો નીકળી જાય છે, અને કેટલાયે ભવો ચાલ્યા જાય છે. તેમાં ગુણસ્થાનકે વર્તતા કેવળજ્ઞાની મહાત્માઓમાં એ રત્નત્રયનો આવિર્ભાવ પરિપૂર્ણ સ્વરૂપે હોય છે અને ચોથાથી બારમા ગુણસ્થાનકે વર્તતા મહાત્માઓમાં એ આવિર્ભાવ અંશે હોય છે. પરંતુ જયાં સુધી રત્નત્રયીનો આવિર્ભાવ હોય છે ત્યાં સુધી તેઓ યોગ્ય દિશામાં હોય છે. એમની આરાધના સાર્થક અથવા કૃતાર્થ છે.
પરંતુ કહેવાતા ધર્માચરણવાળા કેટલાયે એવા માણસો હોય છે કે જેમનામાં રત્નત્રયીનો જ અભાવ હોય છે. તેઓએ સાધુનો વેષ ધારણ કર્યો હોય છે કે તેઓ ગૃહસ્થના વેષમાં હોય છે. અહીં ‘પાખંડી' શબ્દ જુદા જુદા મત-પંથના જેઓ માત્ર વેશધારી સાધુ હોય તેમને માટે પ્રયોજાયો છે. તેઓ જૈન હોય
બજૈન પણ હોય. તેઓ દંભી અને માયાકપટવાળા હોય કે ન પણ હોય. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી આત્માના ગુણોનો આવિર્ભાવ અંશે પણ તેમનામાં ન થયો હોય ત્યાં સુધી તેમની કહેવાતી સાધનાનું કોઈ મૂલ્ય નથી. જેવું વેશધારી સાધુની બાબતમાં કહી શકાય તેવું જ ગૃહસ્થ શ્રાવકોની બાબતમાં પણ કહી શકાય. બાહ્ય ધર્મક્રિયાઓ રત્નત્રયીના આવિર્ભાવમાં જો નિમિત્ત બની શકે તો જ એની ઉપયોગિતા છે. જો તે નિમિત્ત ન બની શકે તો મોક્ષમાર્ગ માટે તે વ્યર્થ છે
[૮૫૮] પારવૃUિCTUનિષ ગૃદિત્રિપુ ચે રતા:
न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥१८१॥ અનુવાદ : જેઓ પાખંડી ગણના વેશમાં કે ગૃહસ્થીના વેશમાં આસક્ત છે તે બાળબુદ્ધિવાળા સિદ્ધાન્ત(સમય)ના તત્ત્વ(સાર)ને જાણનારા નથી.
વિશેષાર્થ : આગળના શ્લોકના અનુસંધાનમાં અહીં કહેવાયું છે કે જેઓ માત્ર વેશ ધારણ કરવામાં જ રાચનારા છે તેઓ બાલબુદ્ધિવાળા છે. તેઓ સમયના સારને જાણતા નથી. સમય એટલે સિદ્ધાન્ત અથવા શાસ્ત્ર. સમય એટલે આત્મા. જેઓ બાહ્ય વેશ અને બાહ્ય આચારોને જ મુખ્ય ગણે છે અને એનો જ મહિમા ગાયા કરે છે, પરંતુ અંદરની પરિણતિ પામતા નથી, આત્મસ્વરૂપમાં રમણતા કરતા નથી, આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશિત કરતા નથી તેઓ સમયસારને જાણતા નથી. આવા જીવો હજુ બાળબુદ્ધિવાળા એટલે કે સાવ પ્રાથમિક દશાના છે. તેઓ મોક્ષમાર્ગને યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા નથી.
[૫૯] માર્વત્રિકરતા થે યુઃ સર્વસારવિવો દિ તેઓ
लिंगस्था वा गृहस्था वा सिध्यन्ति धूतकल्मषाः ॥१८२॥ અનુવાદ : જેઓ ભાવલિંગમાં આનંદિત છે તેઓ સર્વ સારને જાણનારા છે. લિંગસ્થો હોય કે ગૃહસ્થો હોય, પરંતુ નિષ્પાપ એવા તે સિદ્ધિપદને પામે છે.
૪૮૮
Jain Education Intemational 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org